________________
૩૪
ઉપદેશપદ : ભાગ-૨ જે દિવસે પાંચસો સાધુઓને વંદન ન થાય તે દિવસે તે આહાર-પાણીનો ત્યાગ કરે છે. આ પ્રમાણે સ્થિર પ્રતિજ્ઞાવાળા તેને પ્રાયઃ ભોજનનો આધાર મળતો નથી, અર્થાત્ લગભગ ઉપવાસો થાય છે. આથી સમ્યકત્વની પ્રપ્તિ થયા પછી તે છ માસ સુધી જીવ્યો. છ માસ પછી કાળ કરીને બ્રહ્મલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
ત્યાં પણ તેણે મહાવિદેહ આદિમાં અને નંદીશ્વર આદિમાં જગતના સર્વજીવો પ્રત્યે વત્સલ, અપાર કરુણા રસના સાગર, સ્મરણ માત્રથી નમેલા લોકોના મનોવાંછિતોને સમીપમાં મૂકનારા એવા તીર્થકરોની વંદન-પૂજા-ધર્મશ્રવણાદિ રૂપ ભક્તિ સતત જ કરી. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી તેનું અવન થયું. ચંપાપુરીમાં ચંદ્રરાજાનો પુત્ર થયો. (૪00)
ત્યાં તેને બાલ્યાવસ્થામાં સાધુઓનાં દર્શન થયાં. સાધુઓના દર્શન થતાં ભવાંતરના સંસ્કારથી સાધુઓ પ્રત્યે પ્રેમ થયો. પૂર્વભવનું સ્મરણ થયું. સાધુદર્શનના અભાવમાં ચારિત્રનું રક્ષણ કેવી રીતે થાય? એવી અધીરતા થઈ. તેથી માતા-પિતાએ તેનું પ્રિય સાધુ” એવું નામ કર્યું. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં તેણે દીક્ષા લીધી. દીક્ષા થયા પછી “મારે સર્વ ઉપાયોથી સાધુઓનો વિનય કરવો” એવો અભિગ્રહ લીધો. (૪૦૧)
અભિગ્રહનું પાલન કર્યું, અંતસમયે આરાધના કરી. અધિક-અધિક સંયમવિશુદ્ધિથી ક્રમશઃ શુક્ર વગેરે દેવલોકમાં ઉત્પત્તિ થઈ. છેલ્લા ભવમાં સર્વવિમાનશ્રેણિના મુગટમણિ સમાન સર્વાર્થસિદ્ધ વિમાનથી મનુષ્યભવમાં આગમન થયું. તે ભવમાં દીક્ષા લીધી. ત્યાં કેવલજ્ઞાનને પામેલા તેનું સિદ્ધિમાં ગમન થયું. આ પ્રમાણે સાધુઓ ઉપર વેષ ધારણ કરનાર દ્રશુલ્લકનું વ્યાખ્યાન કર્યું. (૪૦૨)
अथ चैत्यद्रव्योपयोगी संकाश इति व्याख्यायते । तत्रसंकासु गंधिलावइ, सक्कवयारम्मि चेतिए कहवि ।
चेतियदव्वुवओगी, पमायओ मरण संसारो ॥४०३॥ तण्हाछुहाभिभूओ, संखेजे हिंडिऊण भवगहणे । घायण-वहण-चुन्नग-वियणाओ पाविडं बहुसो ॥४०४॥ दारिहकुलुप्पत्तिं, दरिदभावं च पाविउं बहुसो । बहुजणधिक्कारं तह, मणुएसुवि गरहणिजं तु ॥४०५॥ तगराए इब्भसुओ जाओ तक्कम्मसेसयाए उ । दारिहमसंपत्ती, पुणो पुणो चित्तनिव्वेओ ॥४०६॥