________________
૩૨
ઉપદેશપદઃ ભાગ-૨ समुत्पन्नस्य च तस्य बालस्य सतः साधुदर्शनमभूत् । दृष्टेषु च तेषु भवान्तरसंस्कारात् प्रीतिः प्रतिबन्धः, स्मरणं पूर्वभवस्य, अधृतिश्चरणरक्षणरूपा तद्विरहे साधुदर्शनाभावे समजनि । ततः पितृभ्यां प्रियसाधुरेष इति नाम कृतम्। वर्द्धने बालभावपरित्यागरूपे प्रव्रज्या दीक्षा साधुप्रव्रज्या तस्यां सम्पन्नायां सत्यामभिग्रहग्रहणं यथा सर्वाङ्गैर्मया साधुविनयः कर्त्तव्य इति ॥४०१॥ . ___ परिपालनमभिग्रहस्याराधना पर्यन्ते । 'सुक्काइ' इति शुक्रादिषु देवलोकेषु यथाक्रमेण परिपाट्याधिकाधिकसंयमशुद्धिवशादुपपातोऽभूत् । पर्यन्तभवे सर्वार्थागमप्रव्रज्यासेवना चैव विज्ञेया सर्वार्थाद् विमानात् सर्वविमानमालामौलिमाणिक्यकल्पाद् इहागमनम् । तत्र च प्रव्रज्या, तस्यामपि च समुपलब्धकेवलालोकस्यास्य सिद्धिगमनमभूदिति । व्याख्यातं साधुप्रद्वेषी क्षुल्लक इति ॥४०२॥
રુદ્રક્ષુલ્લકનું દૃષ્ટાંતક્રમશઃ ઉદાહરણોને જ વિચારતા ગ્રંથકાર આઠ ગાથાઓથી રુદ્રનામના ક્ષુલ્લકને આશ્રયીને કહે છે
અહીં કોઈક ગચ્છ હતો. તે ગચ્છમાં સ્વચ્છ પાણીના જેવા નિર્મલ અને ઉત્તમ આચારોનું પાલન થતું હતું. આથી જ તે ગચ્છમાં સ્વપક્ષ પરપક્ષ સંબંધી સર્વક્લેશોનો નાશ થયો હતો. તે ગચ્છ જેમાં નિર્મલ મંગલે ગ્રહ શોભી રહ્યો છે તેવા આકાશતલ જેવો હતો. તે ગચ્છમાં જેમણે પૃથ્વી મંડલમાં શુદ્ધ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે તેવા વિદ્વાન સાધુઓ હતા. તે ગચ્છના ગુરુ દેવો અને માનવોને માન્ય હતા. તે ગચ્છમાં કાવ્યોનો વિસ્તાર થયો હતો, અર્થાત્ તે ગચ્છમાં અનેક સાધુઓએ વિવિધ કાવ્યોની રચના કરી હતી. તે ગચ્છમાં જેવી રીતે રાહુ પરિભ્રમણ કરવા દ્વારા સ્વભાવથી જ મલિન સ્વભાવવાળો છે, તેવી રીતે સ્વભાવથી જ મલિન સ્વભાવવાળો એક રુદ્ર નામનો બાળ સાધુ હતો. તે પૂર્વે વિશુદ્ધ અનુષ્ઠાનવાળો હતો. પણ પછી ક્રમશઃ મલિન અનુષ્ઠાનવાળો થયો. સાધુઓના તે તે આચારોમાં પ્રમાદ કરતા તેને બીજા સાધુઓ સારણા-વારણાચોયણા-પડિચોયણા વગેરે દ્વારા સતત શિખામણ આપતા હતા. સાધુઓ પ્રત્યે દ્વેષવાળો થયેલો તે શિખામણ આપનારા સાધુઓ ઉપર તીવ્ર દ્વેષવાળો થયો.
એકવાર સઘળાય તે ગચ્છને મારી નાખવાને ઇચ્છતા તે પાપીએ પાણીના ભાજનમાં વિષ નાખ્યું. સાધુઓએ પાણી લેવા માટે હાથને પાણીના ભાજન તરફ પસાર્યો ત્યારે તે ગચ્છના હિતાહિતની ચિંતા કરનારા કોઈ દેવે આકાશમાં રહીને વાણીથી જણાવ્યું કે, આ ૧. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દશમા ભાવમાં રહેલો મંગળ પરાક્રમ રૂપ શુભ ફળ આપે છે. આથી અહીં ગચ્છમાં રહેલા સાધુઓ મોક્ષને મેળવવા માટે પરાક્રમ કરી રહ્યા હતા એમ સૂચન કર્યું છે.