________________
ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પાસા આદિને વંદન-૪૦૯ થયેલા તે પુરાણને જોઇને ‘આ જોવા લાયક નથી'' એમ વિચારીને અગીતાર્થ હોવાના કા૨ણે ધીમે ધીમે ખસે છે, તેમને ધીમે ધીમે ખસતા જોઇને ગુસ્સે થયેલ વાચકે પલ્લિપતિને કહીને કેદમાં નંખાવ્યા. પછી તેમને શોધવા માટે ગુરુ ત્યાં આવ્યા. ભ્રષ્ટચારિત્રવાળા પણ તે વાચકને વંદન કરીને કહ્યું: આ નૂતનદીક્ષિતો અજ્ઞાન છે. આમ કહીને અગીતાર્થ તે શિષ્યોને છોડાવ્યા.
પ્રશ્નઃ– આ પ્રમાણે પાર્શ્વસ્થ વગેરેને વંદન કરનારને તેના દોષોની અનુજ્ઞાથી (=અનુમતિથી) સંયમવ્યય વગેરે દોષોની પ્રાપ્તિ થાય.
ઉત્તર:- તમારી વાત સાચી છે. પણ સંયમવ્યયથી સંયમલાભ વધારે જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો જ જોઇએ. આ વિષે ભાષ્ય આ પ્રમાણે છે
कुणइ वयं धणहेडं, धणस्स वणिओ उ आगमं नाउं । इय संजमस्स वि वओ, तस्सेवट्ठा न दोसाय ॥ ८४६ ॥ गच्छस्स रक्खणट्ठा, अणागयं आउवायकुसलेणं । एवं गणाहिवइणा, सुहसीलगवेसणा कज्जा ॥८४७॥
જેમ ધનવાન માણસ વેપાર કરે છે, ત્યારે ભવિષ્યમાં થનારા અધિક લાભને લક્ષ્યમાં રાખીને ધન મેળવવા માટે જકાત, નોકરનો પગાર, ભાડું વગેરેમાં ધનવ્યય કરે છે, એ પ્રમાણે મૂલગુણમાં પ્રતિસેવન કરનાર પુલાક વગેરેને સંયમનો જે વ્યય થાય છે તે સંયમના માટે જ કરાતો હોવાથી દોષ માટે થતો નથી. (૮૪૬)
ગચ્છના પરિપાલન માટે કોઇવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર-પાણી વગેરેની અનુકૂળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઇએ, તે માટે દુષ્કાળ વગેરે કારણ ઉપસ્થિત થયા પહેલાં પણ આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ પાસસ્થા આદિની ગવેષણા (ઓળખ-પરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અહીં આય એટલે પાસસ્થા આદિની પાસેથી નિર્વિઘ્ને સંયમ પળાય તેવો લાભ (=સહાય), અને ઉપાય એટલે કોઇપણ રીતે (ચતુરાઇથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેઓની સુખસાતાદિ પૂછે. તેમ ક૨વાથી તેઓને અપ્રીતિ તો ન થાય, બલ્કે તે એમ માને કે અહો! આ લોકો પોતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આવો પ્રેમ ધરાવે છે. આવા આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ પાસસ્થા આદિની ગવેષણા (=ઓળખાણ-પ્રીતિ) ક૨વી. (૮૪૭)
૧. પુરાણ=દીક્ષા છોડી દેનાર.
૨. પ્રસ્તુત બે ગાથાઓનો અર્થ ગુરુતત્ત્વવિનિશ્ચય ઉલ્લાસ-૧ ગાથા૧૧૯ અને ઉલ્લાસ-૩ ગાથા ૧૪૮ની ટીકાના આધારે લખ્યો છે.