________________
૫૧૨-કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [કષાયોનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ પૂર્ણ થઈ જાય તો પણ ન કહી શકાય. આથી હવે કષાયના નિગ્રહથી થતા લાભને સામાન્યથી કહે છે
जं पेच्छसि जियलोए, चउगइसंसारसंभवं दुक्खं । तं जाण कसायफलं, सोक्खं पुण तज्जयस्स फलं ॥ ३१३॥
જીવલોકમાં ચતુર્ગતિસ્વરૂપ સંસારમાં થનારા જે દુઃખને તું જુએ છે તેને કષાયનું ફળ જાણ, અને જે સુખને તું જુએ છે તે કષાયજયનું ફળ જાણ. અર્થાત્ આ સંસારમાં જે કંઈ દુઃખ પ્રાપ્ત થાય છે તે કષાયના કારણે છે, અને જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે કષાયનો નિગ્રહ કરવાથી છે. [૩૧૩]
જો આ પ્રમાણે કષાયો ભયંકર ફળવાળા છે તો અમારે શું કરવું જોઇએ? તથા અહીં શો પરમાર્થ છેતે કહે છે
तं वत्थु मोत्तव्वं, जं पइ उप्पजए कसायग्गी । तं वत्थु घेत्तव्वं, जत्थोवसमो कसायाणं ॥ ३१४॥ एसो सो परमत्थो, एयं तत्तं तिलोयसारमिणं । सयलदुहकारणाणं, विणिग्गहो जं कसायाणं ॥ ३१५॥
જે વસ્તુને આશ્રયીને કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુનો ત્યાગ કરવો. જે વસ્તુને આશ્રયીને કષાયોની શાંતિ થાય તે વસ્તુનો સ્વીકાર કરવો. સઘળાં દુઃખોનું કારણ એવા કષાયોનો નિગ્રહ કરવો એ અહીં પરમાર્થ છે, એ તત્ત્વ છે, એ ત્રણલોકમાં સારભૂત છે.
| વિશેષાર્થ- અહીં વસ્તુ શબ્દથી ધન વગેરે વસ્તુ એટલો જ અર્થ નથી. અહીં વસ્તુ એટલે ધન વગેરે વસ્તુ, પ્રસંગ અને સંયોગ વગેરે સમજવું. આનો અર્થ એ થયો કે ધન વગેરે જે વસ્તુથી કષાય ઉત્પન્ન થાય તે ધન વગેરેનો ત્યાગ કરવો. જે પ્રસંગથી કષાય ઉત્પન્ન થાય તે પ્રસંગથી દૂર રહેવું. જેવા સંયોગથી કષાય ઉત્પન્ન થાય તેવા સંયોગ-ઉત્પન્ન ન થવા દેવા. કદાચ તેવો સંયોગ ઉત્પન્ન થઈ જાય તો જલદી તેવા સંયોગથી દૂર ખસી જવું. જે વસ્તુથી કષાયની શાંતિ થાય તેવી વસ્તુને સ્વીકારવી. જેવા પ્રસંગોથી અને સંયોગોથી કષાયની શાંતિ થાય તેવા પ્રસંગોને અને સંયોગોને ઊભા કરવા. [૩૧૪-૩૧૫]
વિપાક દ્વાર પૂર્ણ થયું. હવે કષાયો જ રાગ-દ્વેષરૂપે પરિણમે છે એ છેલ્લા દ્વારને કહે છે
माया लोहो रागो, कोहो माणो य वनिओ दोसो । निजिणसु इमे दुन्निवि, जइ इच्छसि तं पयं परमं ॥ ३१६॥