________________
૫૪૦- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુકુલવાસ સેવાથી ગુણો
नेच्छइ य सारणाई, सारिजंतो य कुप्पइ स पावो । उवएसपि न अरिहइ, दूरे सीसत्तणं तस्स ॥ ३४२॥
જે સ્વગુણોના અભિમાનથી છકેલો અને અભિમાની હોય, ગુરુઓનો વિનય ના કરે, તુચ્છ અવર્ણવાદી અને ગુરુનો શત્રુ હોય, તે શિષ્ય નથી. જે સારણાદિને ઇચ્છે નહિ, સારણાદિને કરાતો ગુસ્સે થાય, પાપી એવા તેનું શિષ્યપણું તો દૂર રહ્યું, કિંતુ તે ઉપદેશ આપવાને પણ યોગ્ય નથી. [૩૪૧-૩૪૨]
તો પછી ગુરુ પ્રત્યે પ્રતિકૂલ વર્તનાર શિષ્યનું શું કરવું જોઇએ તે કહે છેछंदेण गओ छंदेण, आगओ चिट्ठिओ य छंदेण । छन्दं अवट्टमाणो, सीसो छंदेण मुत्तव्वो ॥ ३४३॥
સ્વેચ્છાથી ગયો, સ્વેચ્છાથી આવ્યો, સ્વેચ્છાથી રહ્યો, ગુરુની ઇચ્છા પ્રમાણે ના વર્તતા શિષ્યને ગુરુએ સ્વેચ્છાથી છોડી દેવો જોઇએ.
વિશેષાર્થ- શિષ્ય ગુરુને પૂછ્યા વિના જ સ્વેચ્છાથી પોતાને ઈષ્ટ કોઈ કામ માટે . ગયો, પોતાની ઇચ્છાથી જ પાછો આવ્યો, પોતાની ઇચ્છાથી જ ઉપાશ્રયમાં જ રહ્યો. આના ઉપલક્ષણથી બીજી પણ ક્રિયાઓ પોતાની ઇચ્છાથી જ કરે છે. આ પ્રમાણે ગુરુની ઇચ્છા પ્રમાણે ન વર્તતા શિષ્યને ગુરુઓએ પોતાની ઇચ્છાથી જ છોડી દેવો જોઇએ, અર્થાત્ પોતાના ગ્રુપમાંથી કે સમુદાયમાંથી બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે તેને રાખવાથી જેમ સડેલું એક પાંદડું બીજાં પાંદડાંઓને બગાડે તેમ સઘળોય ગચ્છ વિનાશ જ પામે. [૩૪૩]
શિષ્યદ્વાર પૂર્ણ કર્યું. હવે ગુરુકુલવાસસેવાનુણ દ્વારને કહે છેनाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य ।
धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥ ३४४॥ • ગુરુકુલમાં રહેનાર સાધુ દરરોજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનનું ભાજન બને છે. શ્રુતજ્ઞાનને પામે છે, સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર બને છે. વારંવાર સારણાદિ થવાથી ચારિત્રમાં સ્થિર રહે છે. આથી જાવજીવ ગુરુકુલવાસનો ત્યાગ ન કરનારા સાધુઓ ધન્ય છે=ધર્મરૂપ ધનને મેળવે છે. [૩૪૪]
ગુરુકુલમાં રહેનારાઓને કઠોર પ્રેરણાવાક્યો સાંભળીને દુસહ દુઃખ ઉત્પન્ન થાય છે, તો પછી ગુરુકુલવાસની પ્રશંસા કેમ કરવામાં આવે છે તે કહે છે–
૧. આ ગાથાનો અર્થ વિશે.આ.બા.૩૪૫૯ આદિના આધારે લખ્યો છે.