________________
સત્સંગ વિષે].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૬૯ કરીને અંતે દેવી પણ પ્રત્યક્ષ થઈ. પછી દેવીએ તેને કંથા આપીને તેનો પ્રભાવ કહ્યો. તે આ પ્રમાણે- આ કંથા ઉનાળામાં હિમ જેવી ઠંડી, શિયાળામાં અગ્નિ જેવી ગરમ થાય છે અને ચોમાસામાં પાણીસમૂહને રોકે છે. દરરોજ સૂર્યોદય વખતે તેને ખંખેરવાથી તેમાંથી લાખ લાખના મૂલ્યવાળા પાંચ નિર્મલ રત્નો પડે છે. પરંતુ આ કંથા ખરાબ વર્ણવાળી હોવાથી જોવામાં આવતી એ લોકમાં લજા ઉત્પન્ન કરે છે. સદા તેને ઓઢીને ફરવાનું હોય છે. તેથી જો ઉપહાસ વગેરે કરતા લોકને પામીને કોઈ પણ રીતે કંથા ઉપર લજ્જા ઉત્પન્ન થાય તો ચોક્કસ આ કંથા નાશ પામે છે, અને પછી કોઈ પણ રીતે ફરી દર્શન પણ આપતી નથી. આ પ્રમાણે દેવી કહીને સહસા અદશ્ય થઈ ગઈ.
હવે હર્ષ પામેલો બ્રાહ્મણ કંથા લઈને નગરમાં ગયો. તે કંથાને જોઈને લોક આ પ્રમાણે કહેવા લાગ્યોઃ અહો! આ બ્રાહ્મણ જેને જોઈને પણ લજ્જા ઉત્પન્ન થાય તેવી આ કોઈ અપૂર્વ વસ્તુ લઈ આવ્યો છે. આ વિદ્યાને સાધવા માટે ગયો હતો એવું અમે સાંભળ્યું હતું. તેથી આ કંથા આપીને દેવીએ તેને છેતર્યો છે એમ હું માનું છું. અથવા પુણ્યરહિત જીવોની સર્વકાર્યોમાં આવી જ દશા થાય છે. (૫૦) શિવની પણ સેવા કરતા ચંદ્રનું કલંક ન ગયું. ઉપહાસ કરતા બીજાઓ કહે છે કે, અરે! શુદ્ર દેવતાથી છેતરાયેલો તું આ કંથાના ટુકડાને નિરર્થક કેમ ધારણ કરે છે? અથવા તે વિમૂઢ! શુદ્રદેવતા શરીરનું અનિષ્ટ કરશે, જેથી તું ચૂકી જઈશ. તેથી શીતલજલનું પાન કર. નિરર્થક જ કેમ મરે છે? આ પ્રમાણે લોકના પોતે કલ્પેલા તે ઉપહાસને સાંભળીને પરમાર્થનો વિચાર કર્યા વિના બ્રાહ્મણે તે કંથાનો ત્યાગ કર્યો. પછી મૂઢ તેણે ઘરે જઈને કંથાનો ત્યાગ કર્યો ત્યાં સુધીનો વિદ્યાસાધનાનો સઘળો વૃત્તાંત પત્નીને કહ્યો. આ સાંભળીને ગુસ્સે થયેલી અને તેના મસ્તકે વિવિધ પ્રકારના આક્રોશવચનોને આપતી તેની પત્નીએ પાદપ્રક્ષાલનનો ભંગ કર્યો. આશારૂપ તૃષાથી મેં આટલા દિવસો ખરાબદશામાં પસાર કર્યા. વિકસિત નેત્રોવાળી થઈને આટલા લાંબા કાળ સુધી તારી માર્ગ જોયો તારી રાહ જોઈ. તે નિર્ભાગ્યશિરોમણિ! તારામાં આ વિવેક છે કે જેથી મૂર્ખલોકના ઉપહાસમાત્રથી દેવીની કૃપાનો ત્યાગ કર્યો. તેથી હજી પણ જઈને તે કંથાને શોધીને લઈ આવ. પત્નીએ આમ કહ્યું ત્યારે ઘણા પશ્ચાત્તાપથી સંતપ્ત બનેલો તે કંથાને શોધવા નીકળ્યો. દેવીએ તે જ ક્ષણે તે શ્રેષ્ઠકંથાનો વિનાશ કર્યો. માગવા છતાં પ્રાપ્ત કરતો નથી. તેથી વિલખો થઈને ઘરે ગયો. પછી દુઃખો અનુભવીને તે મૃત્યુ પામ્યો.
૧. પતિ જ્યારે જ્યારે બહારથી આવે ત્યારે ત્યારે પતિના પગોનું પ્રક્ષાલન કરતી હતી. અત્યારે તે ન કર્યું. આથી
પાદપ્રક્ષાલનનો ભંગ કર્યો.