________________
૬૮૦૫રપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સ્વાધ્યાયમાં રતિ સર્ષે પૂર્વના વૃત્તાંતને યાદ કરીને હૃદયમાં આલોચન-પ્રતિક્રમણ કરીને મિચ્છા મિ દુક્કડ કર્યું. પછી અનશન કરીને ઉત્તમ દેવોમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે જાણીને દ્વેષનો અને દ્વેષના કારણે થનારા પર પરિવારનો ત્યાગ કરવો. [૪૫૯]
આ પ્રમાણે આચાર્યનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હે ભવ્યો! જ્યાં સુધી પરદોષોની વિકથામાં વ્યગ્ર રહેવામાં આવે અને એથી અનંતદુઃખરૂપ ફળને આપનાર ક્લિષ્ટ આઠ કર્મોના સમૂહને એકઠો કરવામાં આવે એના કરતા તો સર્વસુખને આપનારા અને જિનોને ઈષ્ટ એવા શુભધ્યાનમાં તથા મોક્ષમાં સ્થાનને કરાવનારા સ્વાધ્યાયમાં પ્રતિક્ષણ રતિ કરવી એ યોગ્ય છે. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં
પરંપરિવાદનિવૃત્તિરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં પરંપરિવાદનિવૃત્તિરૂપ પ્રતિદ્વારનો
રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. નિ એટલે ક્રીડા. પરદોષોની ક્રીડારૂપ વિકથામાં એવો શબ્દાર્થ થાય.