Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 330
________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાના પ્રકારો-૭૦૩ તો છમાસમાં મરણ થાય, એમ તું જાણ. સર્વ અંગો ન દેખાય તો જલદી મરણ થાય તેમ તું જાણ. આ પ્રમાણે છાયાપુરુષ દ્વારા મરણકાલ જાણવો. નાડી અથવા નાડીના સંચારથી આયુષ્યના કાળનું અનુમાન કરી શકાય. તે આ પ્રમાણે નાડીના જાણકારો સામાન્યથી નાડી ઈડા, પિંગલા અને સુષુમ્મા એમ ત્રણ પ્રકારની કહે છે. જે નાડી ડાબી નાસિકાથી વહે તે ઇડા, જમણી નાસિકાથી વહે તે પિંગલા, બંને નાસિકાથી વહે તે સુષુમ્મા, એમ પરમજ્ઞાનીઓએ કહ્યું છે. જેનું મુખ બંધ છે, આંખો બંધ છે, અને જે સઘળા વ્યાપારોથી મુક્ત છે, જે આવી અવસ્થાને પામેલો છે તે જ્ઞાની લક્ષ્યને સ્પષ્ટ પ્રાપ્ત કરે છે. ઈડા અને પિંગલા નાડી અઢી ઘડી સુધી વહે છે. સુષુમ્મા નાડી માત્ર ક્ષણવાર વહે છે. અહીં ડાબી તરફ વહેતી વાડીને ચંદ્રનાડી અને જમણી તરફ વહેતી નાડીને સૂર્યનાડી કહે છે. હવે નાડીના અનુસાર મરણનું જ્ઞાન કહીશ. આયુષ્યની પૃચ્છાના સમયે જો શ્વાસ (=વાયુ) અંદર પ્રવેશતો હોય તો જીવનને જાણ, અને જો નીકળતો હોય તો શ્રી તીર્થંકરોએ મરણ કહ્યું છે. જો ઉત્તરાયણથી આરંભીને પાંચ દિવસ સુધી એક સરખી જ સૂર્યનાડી વહેતી હોય તો ત્રણ વર્ષ જ જીવે. એ પ્રમાણે સૂર્યનાડી પાંચ દિવસ પછી જેમ જેમ એક સરખી જ વહેતી હોય તેમ તેમ તે જીવ અલ્પ આયુષ્યવાળો થાય. તેત્રીસ દિવસ સુધી સતત વહે તો એક જ દિવસ જીવે. અહીં પ્રાસંગિક પણ કહું છુંકોઈપણ સમયે જો સૂર્યનાડી આખોય દિવસ વહે તો ઘરમાં કોઈક ઉત્પાતને કહે છે, બે દિવસો સુધી વહે તો ગોત્રભયને કહે છે, ચૌદ દિવસ સુધી વહે તો દેશના નાશને કહે છે. આ બધું જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ચંદ્રનાડી અંગે પણ જાણવું. નિમિત્ત વળી બીજું- આંખોની ચામડી કાળી થઈ જાય, સહસા ચિત્ત વ્યગ્ર થઇ જાય, ધ્રાણેન્દ્રિય પટુ હોય તો પણ બૂઝાયેલા દીપકની ગંધ ન જાણે, દિવ્ય શબ્દો સાંભળે, ગરમીમાં પણ ઠંડીનો અનુભવ થાય, ઈત્યાદિ પ્રકૃતિનો વિપર્યાસ( ફેરફાર) નજીક મરણને સૂચવે છે. (રપ) નિમિત્ત વિના પણ ફરવાની, ઊભા રહેવાની, બેસવાની અને સૂવાની ભૂમિમાં દુર્ગધ આવે, જ્યાલા તેને બાળે કે ટુકડા કરે, આકાશમાં કરુણ આક્રન્દન પૂર્વક શબ્દો કરવા વગેરે વિકાર સહસા સંભળાય, તો છમાસમાં મરણ થાય. (ઘરમાં) કૂતરાઓ વડે હાડકાં (વગેરે) મૃતકના અવયવોનો પ્રવેશ કરાવાય તો નક્કી મરણ થાય. જે બે ચંદ્રને જુએ, અથવા જેને જીભના અગ્રભાગે નિમિત્ત વિના પૂર્વે ન જોયો હોય તેવો કાળો બિંદુ દેખાય તે એક માસ સુધી જીવે.

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354