________________
પરિજ્ઞાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ-૭૦૯ વગેરે લેવું. આ ઉદ્વર્તન(=પડખું ફેરવવું) વગેરે કોમળ હાથવાળા, સ્થિર, ગંભીર, સમર્થ અને કૃતયોગી સાધુઓની પાસેથી કરાવે. પહેલાં તો જો શક્તિ હોય તો પાણી વગેરે લાવવા માટે જાતે જ જાય. પછી ઉપાશ્રયમાં રહેલો જ ફરવા આદિની ક્રિયાઓ જાતે જ કરે. તેવી શક્તિ ન હોય ત્યારે હમણાં જેમનું સ્વરૂપ કહ્યું છે તેવા સાધુઓ બેસેલાને ફેરવે. પછી સૂતેલાને પણ ફેરવે. તથા સંથારામાં રહેલા તેને સમાધિ ઉત્પન્ન કરવા માટે દેશના કરે.
૨૨. ક્વચ- ક્વચ એટલે અંગરક્ષક. જેવી રીતે કવચને ધારણ કરવાથી બાણ અને ભાલા વગેરેના પ્રહારોને ગણકારે નહિ, તેમ અનશની સમાધિ માટે કંઈક આહાર ગ્રહણ કર્યું છતે પ્રહારસમાન ક્ષુધા-પિપાસા અને અરતિ વગેરે પરીષહોને ગણકારે નહિ, અર્થાત્ પરાજિત કરે. તેથી સારણા કરીને કવચ સમાન આહાર માત્ર સમાધિ ઉત્પન્ન કરવા માટે અનશનીને આપે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- આહારનું પ્રત્યાખ્યાન કર્યું હોવા છતાં પરીષહથી પીડાયેલો અનશની કોઈપણ રીતે આહારની માગણી કરે તો તે કોઇક રીતે શત્રુદેવતાથી અધિષ્ઠિત થઈને માગણી ન કરે એ માટે પરીક્ષા કરવા માટે પહેલાં તેની સારણા કરે. તે આ પ્રમાણે- તું કોણ છે? ગીતાર્થ છે? હમણાં દિવસ છે કે રાત? ઇત્યાદિ પૂછે. આ પ્રમાણે સારણા કર્યું છતે જો આ પ્રસ્તુત (=સાચું) કહે તો જણાય કે આ દેવતાથી અધિષ્ઠિત નથી, કિંતુ પરીષહથી પીડાયેલો છે. આમ જાણીને સમાધિને ઉત્પન્ન કરવા માટે કંઈક આહાર આપે. તેથી તેના બળથી પરીષહરૂપ સૈન્યને જીતીને મરણને સારી રીતે આરાધે.
ર૩. ચિત્ર- કાળધર્મ પામેલા સાધુને ચિહ્ન કરવું. ચિહ્ન શરીરથી અને ઉપકરણથી એમ બે પ્રકારે છે. તેમાં શરીરથી ચિહ્નમાં ભક્તનું પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળાનો પહેલાં જ લોચ કરે. ઉપકરણથી ચિહ્નમાં કાલધર્મ પામેલાની પણ પાસે મુહપત્તિ, રજોહરણ અને ચોલપટ્ટો એ ઉપકરણને અવશ્ય મૂકે. જેથી દેવલોકમાં પણ ગયેલો તે સાધુનું રૂપ જોઈને સમ્યકત્વને સ્વીકારે. અન્યથા 'સૌરાષ્ટ્રના શ્રાવકની જેમ મિથ્યાત્વને પામવાનો સંભવ રહે. બીજું– અગ્નિ (=અગ્નિદાહ આપ્યા) વિના પરઠવવામાં ચોરોએ આ કોઇકને ગળું મરડવું વગેરે રીતે મારી નાખ્યો છે એવી શંકાથી ગામના માણસોને રાજનિગ્રહ વગેરે દોષો થાય.
૨૪. વ્યાઘાત- અનશનના ભંગરૂપ વ્યાઘાતમાં યાચના કરે, એટલે કે સંલેખના કરવા માટે પ્રવૃત્ત થયેલા બીજાની પૂર્વોક્ત વિધિથી તેના(=અનશન ભાંગનારના) સ્થાને બેસાડવા માટે માગણી કરે. હવે જો તેવો કોઈ નથી તો શાસ્ત્રોક્ત વિધિ અહીં જાણવો. (જો પ્રસિદ્ધ થયો હોય તો બીજાઓની સાથે બીજા સ્થળે મોકલવો વગેરે.)
આ બધું ભક્ત પ્રત્યાખ્યાનરૂપ મરણમાં (=અનશનમાં) જાણવું. પાદપોપગમન અને
૧. કૃતયોગી એટલે ગીતાર્થ. ૨. સૌરાષ્ટ્રના શ્રાવકનો આ પ્રસંગ નવપદ પ્રકરણ વગેરે ગ્રંથોમાં છે.