Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 335
________________ 9૮-પારેશન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ પ્રશ્ન- લાવેલાં દ્રવ્યોને જો તે વાપરે તો શો લાભ થાય? ઉત્તર– તેની આહારતૃષ્ણાનો વિચ્છેદ થાય. આહારતૃષ્ણાનો વિચ્છેદ થતાં સ્વસ્થ, વૈરાગ્યને પામેલો અને આહારના અસારતા વગેરે સ્વરૂપને વિચારો તે સુખપૂર્વક જ આહારનો ત્યાગ કરે. અન્યથા આર્તધ્યાન વગેરે દોષો થાય. આ પ્રમાણે દ્રવ્યદાયણા દ્વાર પૂર્ણ થયું. ૧૭. હાનિ– જો તે લાવેલું વાપરે તો બીજા દિવસે થોડું ઓછું લાવે, અને તેને જે પ્રિય હોય તેનાથી વિપરીત બીજું કંઇપણ લાવે. પ્રિય માગનારને “તને જે પ્રિય છે તે આજે મળ્યું નથી એમ ઉત્તર આપે, અને આહારની આસક્તિનો નાશ કરે તેવી દેશના આપે. ત્રીજા દિવસે પણ આ જ વિધિ છે. પણ બીજા દિવસ કરતાં ઓછું લાવે. ત્યાર બાદ સર્વથા જ કંઈ પણ ન લાવે, અને દેશના વગેરેથી પ્રતિબોધ પમાડે. હવે જો પરિણામ ભાંગી ગયો હોવાથી આસક્ત તે પ્રતિબોધ ન પામે તો પૂર્વે જ અન્ય (પરીક્ષા) દ્વારમાં નિશ્ચિત કરેલા વિધિનો આશ્રય લે. ૧૮. અપરિતાન્ત- નિર્જરાના અર્થી એવા સેવા કરનારાઓએ કંટાળ્યા વિના શક્તિ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે અનશનીનાં સર્વકાર્યો કરવા. ૧૯. નિર્જરા અનશનીની અને સેવા કરનારાઓની સમક્ષ ગુરુએ કર્મનિર્જરાની પ્રરૂપણા કરવી. જેમ કે कम्ममसंखिजभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्म वि जोगे, सज्झायम्मी विसेसेण ॥ “કોઇપણ યોગમાં(=મોક્ષ સાધક અનુષ્ઠાનમાં) રહેલો જીવ પ્રત્યેક સમયે અસંખ્યભવમાં બાંધેલાં કર્મોને ખપાવે છે, પણ સ્વાધ્યાયરૂપ યોગમાં વિશેષ કર્મો ખપાવે છે.” એ પ્રમાણે કાયોત્સર્ગ (? ઉત્તમાર્થ) અને વૈયાવૃત્યના આલાવાથી આ પ્રમાણે જ બે ગાથા કહેવી. તેથી ગાથા આ પ્રમાણે થાય कम्मसंखिजभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्मि वि जोगे, विसेसओ उत्तिमट्ठम्मि ॥ કોઇપણ યોગમાં રહેલો જીવ પ્રત્યેક સમયે અસંખ્યભવોમાં બાંધેલાં કર્મોને ખપાવે છે, પણ ઉત્તમાર્થ (=અનશન)રૂપ યોગમાં વિશેષ કર્મો ખપાવે છે.” ( આ પ્રમાણે તીર્થકરોએ અનશનરૂપ ઉત્તમાર્થને બધા યોગોથી અધિક નિર્જરાનો હેતુ કહ્યો છે. આથી ઉદ્યત થયેલા સાધકોએ સારી રીતે જ ઉત્તમાર્થ કરવો જોઇએ. ૨૦. સંસ્તારક- સંથારાનો વિધિ કહેવો જોઇએ. તેમાં ભૂમિ ઉપર કે નહિ તૂટેલા શિલાતલ ઉપર ઉત્તરપટ્ટાથી સહિત સંથારો પાથરે, ત્યાં બેઠેલો કે સૂતેલો સ્વસમાધિથી રહે. હવે જો આ પ્રમાણે રહેવા માટે સમર્થ ન થાય તો એક વગેરેની વૃદ્ધિ કરીને બે વગેરે કપડા પાથરે, યાવત્ પીઠભંગ આદિની વેદનામાં બીજી રીતે સમાધિ ન રહે તો તળાઈ પણ પાથરે. ૨૧. ઉદ્વર્તનાદિ– અહીં ગતિ શબ્દથી પરાવર્તન અને પવન માટે બહાર લઈ જવા

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354