________________
૭૧૮-એકપદશ્રવણથી મોક્ષ વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમરરાજાનું દૃષ્ટાંત તેથી ઇચ્છિત કાર્યની સિદ્ધિના સમયે ઇચ્છા ન હોય તો પણ આ પ્રમાણે તેના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રમાણે કરનારનું જે થવાનું હોય તે થાઓ. એમાં કોઇ લોકાપવાદ નથી. વિવેકીએ ઉત્સુકતા અને ચિંતાથી થનારી વ્યાકુળતા ક્યાંય ન કરવી જોઇએ. તમારે સ્વપુત્રની ચિંતા તો વિશેષથી ન કરવી જોઇએ. કારણ કે ચરમશરીરી આ આ જ ભવમાં સિદ્ધ થશે. તો પછી માત્ર ધર્મની પ્રવૃત્તિ માટે તો શું કહેવું? આ સાંભળીને વિથંભર રાજા હર્ષ પામ્યો. અભિચંદ્રરાજાએ કહ્યું: નિષ્કારણ બંધુ આપ કેવલી ભગવંતે વિશ્વભર રાજાનો સંદેહ દૂર કર્યો. હું એમ માનું છું કે આપે વિશ્વભર રાજા ઉપ૨ તે પ્રમાણે અનુગ્રહ નથી કર્યો કે જે પ્રમાણે મહાન સંદેહને દૂર કરીને અમારા ઉપર કર્યો છે. તેથી ત્યાં આગળ શું થયું તે ફરમાવો.
તેથી સુપ્રભ કેવળીએ કહ્યુંઃ હે રાજન! પછી સમય જતાં દીક્ષા લેવાની ઇચ્છાવાળા વિથંભર રાજાએ તે સ્વપુત્ર સમરને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. તેણે પિતાથી પણ ન સાધી શકાયા હોય તેવા ઘણા દેશો સાધ્યા (=જીત્યા). પ્રબળ પ્રતાપવાળો મોટો રાજા થયો. કેટલોક કાળ વીતી ગયા પછી એકવાર તેના શરીરમાં પ્રબળ દાહવેદના ઉત્પન્ન થઇ. તેનાથી પીડાયેલો તે કષ્ટથી દિવસો પસાર કરે છે. આ દરમિયાન ચારિત્રધર્મરાજાને ચિંતા થઇ. તે આ પ્રમાણે- અહો! આ સંસારીજીવને મોહરાજાના સૈનિકોએ ઘણા કાળ સુધી કદર્થના પમાડી છે. અમે કરુણારસની પ્રધાનતાવાળા છીએ. તેથી જો કોઈ પણ રીતે આને તેમનાથી મુક્ત કરાય તો સારું થાય. આમ વિચારીને ચારિત્રધર્મ રાજાએ સદ્બોધનામના મંત્રીને બોલાવ્યો. તેને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તેથી સદ્બોધ મંત્રીએ કહ્યું: આમાં અયુક્ત શું છે? ફક્ત વિદ્વાન પુરુષ ઉપાયથી જ કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઇએ, જે ઉપાય ન હોય તેમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ. કેમ કે તેમ કરવાથી મહાન અનર્થની પ્રાપ્તિનો પ્રસંગ આવે. અહીં ઉપાય આ છે કે, તમે અનાદિકાળથી થયેલા છો. ભવિતવ્યતા પણ અનાદિકાળથી જ થયેલી છે. તેથી આ સંબંધથી તે તમારી બહેન જ છે. તેથી આ (=ભવિતવ્યતા) ઉભય (મોહરાજા+ધર્મરાજા એ ઉભય) બલની સાધારણ છે. તેથી જો આને કોઇપણ રીતે અનુકૂળ કરીને સ્વપક્ષમાં કરવામાં આવે તો તે સંસારીજીવને પણ આપણા પક્ષમાં લાવે, અને જ્યારે ભવિતવ્યતા અને સંસારીજીવ એ બંને ય આપણા જ પક્ષમાં થાય, તો મોહરાજા વગેરે કેટલા છે? અર્થાત્ મોહરાજા વગેરે બલહીન થાય, તે બિચારા હણાયેલા જ છે. તેથી ચારિત્રધર્મ રાજાએ કહ્યું: હે વત્સ! તેં સારું કહ્યું. બીજો કોણ આ પ્રમાણે બોલવાનું જાણે? તેથી કહે કે આ કેવી રીતે અનુકૂલ થાય? સદ્બોધ મંત્રીએ કહ્યું: જો સૈન્યસહિત તમે જાતે જ તેની પાસે જાઓ તો તે અનુકૂળ થાય.
પછી હર્ષસહિત તેનો સ્વીકાર કરીને સહસા જ ચારિત્ર ધર્મરાજા ઊભો થયો. બધાય