Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/022093/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મલદારીય પરમ પુજાચ્ચાર્ય | શ્રી હેમચંદ્રસૂરિવિરચિત Gઘ દશમલા (પુષ્પમાલા) '(ગુજરાતી અનુવાદ) (ભાગ ૨) છogaIEકાર પૂજ્ય આચાર્ય શ્રી રાજશોખરસૂરિ મહારાજ, Page #2 -------------------------------------------------------------------------- ________________ કિસી કીર્થિક છછછી છી છી છીછરી શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ ! નમ: માલધારી આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ વિરચિત સ્વોપજ્ઞટીકા સહિત ઉપદેશમાલા (પુષ્પમાલા) ગુજરાતી ભાવાનુવાÉ ભાગ-૨) છિિીિર્સિટિફિઝિકરે • ભાવાનુવાદકાર : સિદ્ધાંતમહોદધિ સ્વ.પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયહીરસૂરીશ્વરજી મ. ના પટ્ટપ્રદ્યોતક વર્ધમાન તપોનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયલલિતશેખરસૂરિ મ. ના. વિનય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ મહારાજ સંપૂર્ણ આર્થિક સહકાર : શ્રી શ્રીપાળનગર જેન જે.મૂ. દેરાસર ટ્રસ્ટ-મુંબઈ (જ્ઞાનનિધિમાંથી) પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, મુંબઈ-ભિવંડી આઝારોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. નકલ : ૧૦૦૦ મૂલ્ય : રૂા. ૨૦૦/- (ભાગ-૧+૨) વિ. સં. ૨૦૫૮ સંપાદક : મુનિશ્રી ધર્મશેખરવિજયજી મ.સા. ર વિશેષ સૂચના : આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી મૂલ્ય ચૂકવ્યા વિના માલિકી કરવી નહિ. છે તથા વાંચવા માટે પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપવો જરૂરી જાણવો. 4 એ ભરત ગ્રાફિક્સ: ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ. ફોનઃ ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ની અનુક્રમણિકા ૩૮૩ વિષય પૃષ્ઠ સમિતિ-ગુપ્તિ ૩૭૯ ઈર્ષા સમિતિ ૩૮૦ વરદત્ત મુનિની કથા ભાષાસમિતિ ૩૮૪ સંગત સાધુની કથા ૩૮૫ એષણા સમિતિ ૩૮૭ ધનશર્મ સાધુનું દૃષ્ટાંત ૩૮૯ ધર્મરુચિ મુનિનું દૃષ્ટાંત ૩૯૧ આદાન-નિક્ષેપણા સમિતિ ૩૯૨ સોમિલાર્યનું દૃષ્ટાંત ૩૯૩ પારિષ્ઠાપનિકા સમિતિ ૩૯૪ ધર્મરુચિ મુનિનું દૃષ્ટાંત ૩૯૫ મનોગુપ્તિ ૩૯૬ જિનદાસનું દૃષ્ટાંત ૩૯૭ વચનગુપ્તિ ૩૯૮ ગુણદત્ત સાધુનું દૃષ્ટાંત ૩૯૯ કાયગુપ્તિ કાયગુપ્ત સાધુનું દૃષ્ટાંત ૪૦૧ સ્થિરવાસમાં દોષ ૪૦૩ સાધુએ કેવા થવું ? ૪૦૪ પાસત્થા આદિનું વર્ણન ૪૦૫ મૂલગુણ પ્રતિસવી પણ પૂજ્ય ૪૦૮ વિશિષ્ટ કારણમાં પાસત્થા આદિને વંદન ૪૦૯ સાધુએ રાગાદિનો ત્યાગ કરવો. ૪૧૦ પરિષહ-ઉપસર્ગ સહન કરવા ૪૧૧ સુભાવનાથી અરતિને દૂર કરવી ૪૧૨ પ્રસન્નચંદ્ર-ઋષિનું દૃષ્ટાંત ૪૧૫ માત્રવેશથી આત્મકલ્યાણ ન થાય ૪૧૮ અનંતવાર રૈવેયકમાં ઉત્પત્તિ ૪૧૯ નિશ્ચય-વ્યવહાર ૪૨૦ વિષય સાધુને જિનપૂજાનો નિષેધ દ્રવ્યસ્તવથી ભાવસ્તવ મહાન સંયમના ૧૭ પ્રકાર કોને દ્રવ્યસ્તવ યુક્ત છે. જ્ઞાનાદિની વૃદ્ધિ કરનારા આલંબનો આલંબનના બે પ્રકાર કાલિકસૂરિનું દૃષ્ટાંત વિરાધના નિર્જરા ફળવાળી બને પરિણામથી નિર્જરા બંધ વિધિ-નિષેધ એકાંતે નથી. સરળ બનવું એવી જિનાજ્ઞા ઉત્સર્ગ-અપવાદનું સ્વરૂપ અપવાદમાં ઉત્સર્ગની ભજના સાધુનું સુખ સાધુનું સુખ સાધુ જ અનુભવે ચારિત્રનું પરલોકનું ફળ સંપ્રતિરાજાનું દૃષ્ટાંત કરણજય દ્વાર ઈન્દ્રિયના પ્રકારો ઈન્દ્રિયના સ્વામી ઈન્દ્રિયના સંસ્થાન અને પ્રમાણ ઈન્દ્રિયનો વિષય ઈન્દ્રિયજય ન કરવાથી દોષો સુભદ્રાનું દષ્ટાંત લોલાક્ષનું દૃષ્ટાંત ગંધપ્રિયનું દૃષ્ટાંત રસલોલનું દૃષ્ટાંત સુકુમાલિકાનું દૃષ્ટાંત ઈન્દ્રિયમાં આસક્તને થતા દોષો કષાયનિગ્રહ દ્વાર કષાયોનું સ્વરૂપ પૃષ્ઠ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૭ ૪૩૨ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ४४० ૪૪૧ ૪૪૨ ૪૪૬ ૪૪૬ ४४८ ४४८ ૪૪૯ ૪૫૦ ૪પર ૪૫૩ ૪૬૪ ૪૬૫ ૪૬૯ ૪૭૧ ૪૭૩ ૪૦૧ ૪૭૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩ ४७८ ४८६ વિષય પૃષ્ઠ નં. કષાયોના ભેદો ૪૭૪ કષાયની સ્થિતિ-ગતિ ૪૭૭. કષાયોના વિપાક અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત ૪૭૯ ક્ષુલ્લકનું દૃષ્ટાંત ૪૮૩ માનનો વિપાક ૪૮૬ માનના ૮ પ્રકાર માન વિનાશનું મૂળ છે. ४८७ બ્રહ્મદેવનું દૃષ્ટાંત ૪૮૯ માયા વિષે વણિક પુત્રીનું દૃષ્ટાંત ૪૯૩ લોભ સર્વ કષાયોથી બળવાન ૪૯૮ કપિલનું દૃષ્ટાંત ૫૦૧ આષાઢાભૂતિનું દૃષ્ટાંત ૫૦૫ ચારે કષાયોનો વિપાક ૫૧૦ કષાયજયનો ઉપાય ૫૧૨ કષાયોનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ ૫૧૩ રાગદ્વેષ વિષે લક્ષ્મીધર આદિ દૃષ્ટાંતો પ૧૪ રાગાદિ જ જીતવા યોગ્ય છે. પ૨૫ ૫૨૬ ગુરુના ગુણો ૫૨૬ સારણાદિ ન કરવામાં દોષ પ૩૪ તલચોર પુત્રનું દૃષ્ટાંત ૫૩૫ સારણાદિ ન દેખાય તો શું કરવું ? પ૩૬ ગચ્છની ઉપેક્ષામાં દીર્ઘ સંસાર પ૩૭ ગચ્છના પાલનમાં ત્રીજે ભવે મોક્ષ પ૩૭ સુશિષ્યો કેવા હોય ? ૫૩૮ વિનીત શિષ્યનું દૃષ્ટાંત ૫૩૯ ગુરુકુલવાસ સેવાથી ગુણો ૫૪) પંથક સાધુનું દૃષ્ટાંત ૫૪૧ ગુરુકુલવાસ ત્યાગમાં દોષો ૫૪૫ કૂલવાલકનું દૃષ્ટાંત ૫૪૭ સ્કૂલનાની આલોચના કરે ૫૫૦ વિષય પૃષ્ઠ નં. આલોચના દ્વાર પપ૧ કેવા ગુરુ પાસે આલોચના કરવી પ૫૧ પાંચ પ્રકારના વ્યવહાર ૫૫૨ ગીતાર્થ ગુરુની શોધ પપપ આલોચના વિધિ પપ૬ આદ્રકકુમારનું દૃષ્ટાંત ૫૫૮ ઈલાપુત્રનું દૃષ્ટાંત ૫૬૬ આલોચના કરતી વેળાના દોષો ૫૭૧ હમણાં પ્રાયશ્ચિત્તના ગ્રંથો વિદ્યમાન છે. પ૭ર હમણાં પ્રાયશ્ચિત્તના દાતા વિદ્યમાન છે. પ૭૩ આલોચનાથી થતા લાભો પ૭૪ ભવવિરાગ દ્વાર ૫૭૫ નરક ગતિનાં દુઃખો પ૭૫ લક્ષ્મીનું સ્વરૂપ ૫૭૬ પ્રેમનું સ્વરૂપ ૫૭૭ ચૂલનીની કથા ૫૭૯ કનકરથનું દૃષ્ટાંત ૫૮૦ ભરત ચક્રવર્તીની કથા ૫૮૩ પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત ૫૮૭ લોહભારવહ પુરુષનું દૃષ્ટાંત પ૯૧ કૂણિકનું દૃષ્ટાંત વિષયોની અસારતા ૫૯૮ બંધુ યુગલનું દૃષ્ટાંત પ૯૯ શરીરની અસારતા ૬૦૪ દેવગતિનાં દુ:ખો ૬૦૫ સુખ-દુઃખની પરંપરા ૬૦૬ વિનય દ્વાર ૬૦૭ વિનયના પ્રકારો ૬૦૭ મોક્ષવિનયના પ્રકારો ૬૦૮ ઔપચારિકવિનયના પ્રકારો ૬૦૯ પ્રતિરૂપ-અપ્રતિરૂપ વિનય ૬૧૧ ગુરુકુલવાસ દ્વાર ૫૯૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ નં. ૬૭૯ વિષય પૃષ્ઠ વિષય અનાશાતના વિનયના ભેદો ૬૧૨ પરપરિવાદનિવૃત્તિ દ્વારા ૬૭૪ વિનય સમાન કોઈ ગુણ નથી. ૬૧૩ આત્માની જ ચિંતા કર ૬૭૪ સિહરથનું દૃષ્ટાંત ૬૧૫ પરતીર્થિકોનું કથન ૬૭૫ વૈયાવૃત્ય દ્વાર તપસ્વીનું દષ્ટાંત ૬૨૪ ૬૭૭ એકની પૂજાથી સર્વથી પૂજા ૬૨૪ કુંતલદેવીનું દૃષ્ટાંત ૬૭૮ એકની હીલનાથી સર્વની હીલના ૬૨૫ આચાર્યનું દૃષ્ટાંત એક સાધુની ભક્તિથી કેટલો લાભ ૬૨૫ ધર્મસ્થિરતા દ્વારા ૬૮૧ ભુવન તિલકનું દષ્ટાંત ૬૨૬ જિનપૂજાના આઠ પ્રકાર ૬૮૧ વેયાવચ્ચનો ઉપદેશ ૬૩૫ મેના-પોપટનું દૃષ્ટાંત ૬૮૨ ગૃહસ્થ વેયાવચ્ચના દોષો ૬૩૬ આઠ બંધુઓનું દૃષ્ટાંત ૬૮૩ સુભદ્રા સાધ્વીનું દૃષ્ટાંત ૬૩૭ સાધુધર્મ માટે અસમર્થન સાધુને નિમંત્રણથી નિર્જરા ૬૪૧ શ્રાવકધર્મ વિના જન્મ નિષ્ફળ ૬૮૫ સ્વાધ્યાયરતિ દ્વાર ૬૪૨ વિષયસુખની ઈચ્છાવાળાએ પણ સ્વાધ્યાયના પ્રકાર ૬૪૨ ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ. ૬૮૭ સ્વાધ્યાયથી વિશેષ નિર્જરા ૬૪૪ ધનમિત્રનું દૃષ્ટાંત ૬૮૮ નવકાર દ્વાદશાંગીનો સાર છે. ૬૪૫ નવકારથી લાભ-શિવકુમારનું દૃષ્ટાંત ૬૪૬ પરિજ્ઞાન દ્વાર ૬૯૬ શ્રીમતીનું દૃષ્ટાંત ૬૪૮ સમાધિમરણની દુર્લભતા ૬૯૬ જિનદાસ શ્રાવકનું દૃષ્ટાંત ૬૪૯ સપરાક્રમ મરણનું સ્વરૂપ ૬૯૭ ચંડપિંગલનું દૃષ્ટાંત ૬૫૦ પરગચ્છમાં સંલેખન કરવાનું કારણ ૬૯૮ હુંડિક્યક્ષનું દૃષ્ટાંત ૬૫૧ સંખનાન વિધિ ૬૯૯ અનાયતનત્યાગ દ્વારા ૬૫૩ અનશનનો વિધિ ૭૦૧ સ્ત્રીસંગનો ત્યાગ ૬૫૪ આયુષ્યને જાણવાના પ્રકારો ૭૦૧ અહંન્નક મુનિનું દૃષ્ટાંત પંડિત મરણનું માહાભ્ય ૭૧૦ સાધ્વીસંગ ત્યાગ ૬૫૯ ગ્રંથનો ઉપસંહાર : ૭૧૩ ચૈત્યદ્રવ્ય વિનાશમાં દોષ ૬૬૦ સમરરાજાનું દૃષ્ટાંત ૭૧૪ સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત ૬૬૨ ઉપસંહાર-સ્વનામ નિર્દેશ ૭૨૧ અન્યધર્મી આદિના સંગનો ત્યાગ ૬૬૫ અધિકારોની સંખ્યા ૭૨ ૨ સત્સંગ-સોમ-ચિત્રભાનુનું દૃષ્ટાંત ૬૬૬ | ગ્રંથની ગાથાની સંખ્યા ૭૨૨ કંથાસિદ્ધ બ્રહ્મણનું દષ્ટાંત ૬૬૮ ગ્રંથકારની પ્રશસ્તિ ૭૨૩ અશ્વરક્ષક પુરુષનું દૃષ્ટાંત ૬૭૦ | ભાવાનુવાદકારની“પ્રશસ્તિ ૭૨૪ ૬૫ દૃષ્ટાંતોની અકારાદિ અનુક્રમણિકા પુસ્તકના અંતે આપેલ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ | || શું નમ: | मलधारीयश्रीहेमचन्द्रसूरीश्वरसूत्रिता स्वोपज्ञा | શ્રી ૩પશમાતા પુષ્પમાલાપIfમથા | ભાગ-બીજો હવે વ્રતમાં ઉપકાર કરનારી સમિતિ-ગુપ્તિઓના ઉત્સર્ગથી પાલનનો ઉપદેશ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે ताणं च तत्थुवाओ, पंच य समिईउ तिन्नि गुत्तीओ । जासु समप्पइ सव्वं, करणिजं संजयजणस्स ॥ १६७॥ મહાવ્રતોના સંરક્ષણનો ઉપાય પાંચ સમિતિ અને ત્રણ ગુમિ છે. સમિતિ-ગુમિનું પાલન કર્યો છતે સાધુજનનું સઘળું ય કર્તવ્ય પૂર્ણ થાય છે સઘળાય કર્તવ્યનું સમર્થન કરાય છે. વિશેષાર્થ – જે સમિતિ-ગુણિઓને સારી રીતે પાળે છે તેનાથી મહાવ્રતો સારી રીતે પાળેલા જ થાય છે. કારણ કે હમણાં તુરત કહેવાશે તે નીતિથી જિનશાસનમાં સમિતિગુપ્તિઓથી શ્રેષ્ઠ બીજું કંઈ પણ કર્તવ્ય નથી. તેથી મહાવ્રતોનું સારી રીતે પાલન કરવાની ઇચ્છાવાળાએ સમિતિ-ગુપ્તિઓમાં જ યત્ન કરવો જોઈએ. [૧૬૭] જિનશાસનમાં સમિતિ-ગુતિઓથી શ્રેષ્ઠ બીજું કર્તવ્ય કેમ નથી તે કહે છે- ' पवयणमायाओ इमा, निद्दिट्ठा ज़िणवरेहि समयम्मि । मायं एयासु जओ, जिणभणियं पवयणमसेसं ॥ १६८॥ જિનેશ્વરોએ સિદ્ધાંતમાં સમિતિ-ગુપ્તિઓને પ્રવચન માતાઓ કહી છે. કારણ કે જિનકથિત સંપૂર્ણ દ્વાદશાંગરૂપ પ્રવચન સમિતિ-ગુતિઓમાં પૂર્ણતાને પામેલું છે. વિશેષાર્થ- પ્રવચનમાતા શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–પૃવત્તનં મતિ-નિષ્ઠાં જd થાણુ તા: પ્રવનમાતા = દ્વાદશાંગરૂપ પ્રવચન પૂર્ણતાને પામેલું છે જેમાં તે પ્રવચન માતાઓ. આનો અર્થ એ થયો કે સમિતિ-ગુપ્તિઓમાં સંપૂર્ણ પ્રવચન આવી ગયું છે. તે આ પ્રમાણેઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણવ્રત આવી જાય છે. તેની (=પ્રાણાતિપાતન વિરમણવ્રતની) Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇર્યાસમિતિ વાડ સમાન બાકીના વ્રતોનો તેમાં જ (=પ્રાણાતિપાત વિરમણમાં જ) સમાવેશ થઇ જાય છે. તે મહાવ્રતોમાં તે નથી કે જેનો સમાવેશ ન થાય. કારણ કે કહ્યું છે કે– “પહેલા મહાવ્રતમાં સૂક્ષ્મ-બાદર અને ત્રણ-સ્થાવર વગેરે બધાય જીવોની હિંસાનો, બીજા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોના મૃષાવાદનો, પાંચમા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોના પરિગ્રહનો ત્યાગ થાય છે. આથી આ ત્રણ વ્રતો સર્વ વિષયક છે. શેષ મહાવ્રતો દ્રવ્યોના અમુક એક દેશના ત્યાગવાળા જાણવા. જેમકેબીજામાં ગ્રહણ-ધારણીય (=લઈ શકાય, રાખી શકાય તેવા) દ્રવ્યોના અદત્તાદાનનો, ચોથામાં રૂપ અને રૂપવાળા પદાર્થોના વિષયમાં અબ્રહ્મનો ત્યાગ થાય છે.” સઘળુંય પ્રવચન અહીં પૂર્ણ થયેલું (=સમાઈ ગયેલું) કહેવાય છે. ભાષાસમિતિ સાવદ્ય વચનના ત્યાગપૂર્વક નિરવદ્ય વચન બોલવા સ્વરૂપ છે. આ પ્રમાણે થયે છતે ભાષાસમિતિથી સઘળોય વચનપર્યાય સામર્થ્યથી ગ્રહણ કરાયેલો થાય છે, અર્થાત્ સઘળોય વચનપર્યાય ભાષા સમિતિમાં આવી જાય છે. ભાષાસમિતિથી બહાર થયેલું કોઈપણ બીજું દ્વાદશાંગ નથી. એ પ્રમાણે એષણાસમિતિ વગેરેમાં પણ સ્વબુદ્ધિથી વિચારવું. અથવા સઘળીય આ (=સમિતિ-ગુપ્તિ) ચારિત્રરૂપ છે. ચારિત્ર જ્ઞાનદર્શન વિના ન હોય. પરમાર્થથી આ ત્રણથી અતિરિક્ત દ્વાદશાંગ નથી. આથી આમનામાં પ્રવચન સમાઈ ગયું કહેવાય છે. અથવા સિદ્ધાંતમાં વિરોધ ન આવે તે રીતે બીજી રીતે ભાવના કરવી. [૧૬૮] હવે સમિતિ-ગુપ્તિઓમાં બીજા પ્રકારથી કહેલા પ્રવચનના અંતર્ભાવને (=સમાવેશને) સૂત્રકાર સ્વયં જ કહે છે सुयसागरस्स सारो, चरणं चरणस्स सारमेयाओ ।। समिईगुत्तीण परं, न किंचि अन्नं जओ चरणं ॥ १६९॥ મૃતસાગરનો સાર (=પરમાર્થ) ચારિત્ર છે. ચારિત્રનો સાર સમિતિ-ગુક્તિઓ જ છે. કારણ કે સમિતિ-ગુતિઓથી શ્રેષ્ઠ અન્ય કોઈ ચારિત્ર નથી. ' વિશેષાર્થ– ઉપયોગ વિના ચાલવું વગેરે જે સાવદ્ય, એ સાવદ્યની વિરતિરૂપ જ ચારિત્ર છે. સાવદ્યની વિરતિ તો સમિતિ-ગુપ્તિઓથી જ સાધી શકાય છે. આથી આ નિશ્ચિત થયું કે જ્ઞાનદર્શન વિના ન થનાર ચારિત્રમાં પ્રવચન સમાઇ જાય છે. ચારિત્ર સમિતિ-ગુપ્તિઓમાં સમાઈ જાય છે. આથી સમિતિ-ગુપ્તિઓમાં ચારિત્ર સમાઈ જાય છે એમ કહેવાય છે. [૧૬] તે સમિતિ-ગુપ્તિઓ કઈ છે તે કહે છેइरिया भासा एसण, आयाणे तह परिठ्ठवणसमिई । मणवयणकायगुत्ती, एयाओ जहक्कम भणिमो ॥ १७०॥ ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન-નિક્ષેપણાસમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ આ પાંચ સમિતિઓ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિઓ છે. આ પ્રત્યેક સમિતિ-ગુણિઓને કંઈક વિસ્તારથી અનુક્રમે કહીએ છીએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ માલા (પુષ્પમાલા) ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇર્યાસમિતિ-૩૮૧ ' વિશેષાર્થ- સમિતિ- સમિતિ શબ્દમાં સન્ અને તિ એમ બે શબ્દો છે. સમ્ એટલે સર્વજ્ઞના પ્રવચનના અનુસાર રતિ એટલે આત્માની ચેષ્ટા(પ્રવૃત્તિ). સર્વજ્ઞ-પ્રવચનાનુસાર આત્માની પ્રવૃત્તિ તે સમિતિ. સમિતિ એ શાસ્ત્રીય સંજ્ઞા છે. ઇર્યાસમિતિ- ઇર્યા એટલે ગમનાગમનની ચેષ્ટા. ગમનાગમનની ચેષ્ટા સંબંધી સમિતિ તે ઇર્યાસમિતિ. ભાષા સંબંધી સમિતિ તે ભાષાસમિતિ. એષણા સંબંધી સમિતિ તે એષણાસમિતિ. આદાનનિક્ષેપણાસમિતિ- આદાન એટલે પીઠ-ફલક આદિનું ગ્રહણ કરવું. નિક્ષેપણ એટલે પીઠ-ફલક આદિનું મૂકવું. આદાન-નિક્ષેપણ સંબંધી સમિતિ તે આદાન-નિક્ષેપણાસમિતિ. પરિષ્ઠાપનસંબંધી સમિતિ તે પરિષ્ઠાપનિકા સમિતિ. ગુપ્તિ- ગમનાગમન આદિ ચેષ્ટાઓમાં રક્ષણ કરવું, અર્થાત્ યોગોનો સમ્ય નિગ્રહ કરવો તે ગુપ્તિ. મનસંબંધી ગુપ્તિ તે મનોગુપ્તિ. વચનસંબંધી ગુપ્તિ તે વચનગુપ્તિ. કાયાસંબંધી ગુપ્તિ તે કાયગુપ્તિ. [૧૭૦] તેમાં ઇર્યાસમિતિને કહે છે– आलंबणे य काले, मग्गे जयणाएँ चउहिं ठाणेहिं । परिसुद्धं रियमाणो, इरियासमिओ हवइ साहू ॥ १७१॥ આલંબનથી, કાલથી, માર્ગથી અને યતનાથી આ ચાર સ્થાનોથી પરિશુદ્ધ ચાલતો સાધુ ઇર્યાસમિતિમાન થાય છે. [૧૭૧] આલંબન વગેરેનું જ વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેनाणाई आलंबण, कालो दिवसो य उप्पहविमुक्को । मग्गो जयणा य तहा, दव्वाइ चउव्विहा इणमो ॥ १७२॥ આલંબન જ્ઞાનાદિ છે, કાળ દિવસ છે, માર્ગ ઉન્માર્ગથી રહિત છે, યતના દ્રવ્યાદિ ચાર પ્રકારની આ (=હવે કહેવાશે તે) છે. વિશેષાર્થ- આલંબન– જેનું આલંબન લઇને સાધુઓને જવાની અનુજ્ઞા અપાય છે તે આલંબન. તે આલંબન જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. ભાવાર્થ આ છે– પાઠ કરવાની (=ભણવાની) ઇચ્છા વગેરેના કારણે જ્ઞાનપ્રયોજનથી, દર્શનમાં સ્થિર કરવાની ઇચ્છા વગેરેના કારણે દર્શનાપ્રયોજનથી, ચારિત્રમાં મદદ કરનાર અશન-પાન લેવાની ઇચ્છા વગેરેના જ કારણે ચારિત્રપ્રયોજનથી, સાધુએ પોતાના ઉપાશ્રયથી બહાર નીકળવું જોઇએ. રાજાદિનું નિરીક્ષણ આદિ માટે કે નિરર્થક ઉપાશ્રયમાંથી બહાર ન નીકળવું જોઇએ. કાળથી દિવસે જવું-આવવું જોઇએ, રાત્રે નહિ. રાત્રે ચક્ષુથી જીવો વગેરે ન જોઈ શકાય ઇત્યાદિ કારણોથી અતિશય પુષ્ટ આલંબન વિના રાતે જવાનો નિષેધ કર્યો છે. તથા સાધુએ જે માર્ગે જવું હોય તે માર્ગ ઉન્માર્ગ ન હોવો જોઈએ. કારણ કે ઉન્માર્ગથી જવામાં આત્મવિરાધના વગેરે દોષોનો પ્રસંગ આવે. [૧૭૨] Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) યતનાના દ્રવ્યાદિ ચાર પ્રકારોને કહે છે— ૩૮૨-ચરણશુદ્ધિ દ્વાર] जुगमित्तनिसियट्ठिी, खित्ते दव्वम्मि चक्खुणा हे । कालम्मि जाव हिंडइ, भावे तिविहेण उवउत्तो ॥ १७३ ॥ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારની યતના છે. જીવ વગેરે દ્રવ્યને ચક્ષુથી જોઇને ચાલે તે દ્રવ્યથી યતના છે. યુગપ્રમાણ ક્ષેત્રમાં દૃષ્ટિ રાખીને ચાલે તે ક્ષેત્રથી યતના છે. જેટલો કાળ ચાલે તેટલો કાળ સઘળીય દ્રવ્યાદિ યતના કરે તે કાળથી યતના છે. મન-વચન-કાયાથી ઉપયોગ રાખીને ચાલે તે ભાવથી યતના છે. [ઇર્યાસમિતિ વિશેષાર્થ- ક્ષેત્રથી યતના− યુગ પ્રમાણ (=સાડા ત્રણ હાથ પ્રમાણ) ક્ષેત્રમાં દૃષ્ટિ રાખીને ચાલે. એનાથી અધિક નજીકમાં દૃષ્ટિ રાખવાથી જોવા છતાં કોઇક જીવાદિનું રક્ષણ ન થઇ શકે. તેનાથી અધિક દૂર દૃષ્ટિ રાખવાથી સૂક્ષ્મ જીવ વગેરે ન જોઇ શકાય. આથી યુગપ્રમાણ ગ્રહણ કર્યું છે. [૧૭૩] ઉપયોગને જ સ્પષ્ટ કરતા સૂત્રકાર કહે છે— उड्ढमुहो कहरत्तो, हसिरो सद्दाइएस रज्जंतो । सज्झायं चिंतंतो, रीएज्ज न चक्कवालेणं ॥ १७४॥ ઊંચું મોઢું રાખીને, કથાઓમાં અનુરાગવાળો થઇને, હસતો હસતો, શબ્દાદિમાં રાગ કરતો, સ્વાધ્યાયને ચિંતવતો, અને ચક્રવાલથી ન ચાલે. વિશેષાર્થ- ચક્રવાલ– વાર્તા કથન આદિ માટે કુંડાળું કરવું તે ચક્રવાલ. સાધુ ચક્રવાલથી ન ચાલે, કિંતુ આગળ મોટા સાધુ ચાલે, બાકીના સાધુઓ પોતપોતાનાથી મોટાની પાછળ ક્રમશઃ ઉપયોગપૂર્વક ચાલે. ઊંચું મોઢું રાખીને, હસતો હસતો અને ચક્રવાલથી ન ચાલે એમ કહીને કાયાથી ઉપયોગાભાવનો નિષેધ કર્યો. કથાઓમાં અનુરાગવાળો થઇને ન ચાલે એમ કહીને વચનથી ઉપયોગાભાવનો નિષેધ કર્યો. શબ્દાદિમાં રાગ કરતો અને સ્વાધ્યાયને ચિંતવતો ન ચાલે એમ કહીને મનના ઉપયોગાભાવનો નિષેધ કર્યો. શબ્દાદિમાં રાગ એ ઉપલક્ષણ હોવાથી શબ્દાદિમાં દ્વેષ વગેરેનો પણ અહીં નિષેધ કરવો. [૧૭૪] હવે દૃષ્ટાંત દ્વારા ઇર્યાસમિતિના પાલનમાં અતિશય તત્પર બનવું જોઇએ એમ ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે– तह हुज्जिरियासमिओ, देहेऽवि अमुच्छिओ दयापरमो । जह संधुओ सुरेहिवि, वरदत्तमुणी महाभागो ॥ १७५ ॥ શરીરમાં પણ મૂર્છાથી રહિત, દયામાં પ્રધાન અને મહાનુભાવ એવા વરદત્તની દેવોએ પણ જે રીતે પ્રશંસા કરી તે રીતે મુનિ ઇર્યાસમિત થાય. Page #10 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [વરદત્તમુનિની કથા-૩૮૩ આ વરદત્ત મુનિ કોણ છે? કહેવાય છે વરદત્તમુનિની કથા અહીં પણ મહાન ગચ્છરૂપ સમુદ્રમાં થયેલા, મોક્ષમાં આસક્ત, કૌસ્તુભરત્નની જેમ દેવોથી પૂજાયેલા વરદત્ત નામના મુનિ હતા. પોતાના પણ શરીરમાં મમતાથી રહિત, કેવળ પ્રશમથી ભાવિત મનવાળા, કેવળ પરભવના જ કાર્યમાં રસવાળા તે મુનિ ઉગ્રતપ કરે છે. બીજાં પણ અનુષ્ઠાનો એક-બીજા અનુષ્ઠાનને વિરોધ ન આવે તે રીતે સદા કરે છે. વિશેષથી પ્રાણ જાય તો પણ ઈર્યાસમિતિમાં ઉપયોગને છોડતા નથી. હવે એકવાર દેવસભામાં બેસીને વિશાળ અવધિજ્ઞાનથી જંબૂદ્વીપને જોતો દેવેન્દ્ર તે સાધુને જુએ છે. તેના ગુણોમાં અનુરાગયુક્ત મનવાળા તેણે કહ્યું: હે દેવી! સાંભળો. અહીં રહેલો પણ હું વરદત્ત સાધુના ચરણોમાં નમસ્કાર કરું છું. જીવનમાં પણ નિરપેક્ષ તે મુનિને ઇંદ્રસહિત પણ દેવો ઈર્યાસમિતિના ઉપયોગથી ચલિત કરવા માટે ક્યાંય સમર્થ નથી. તેથી એક મિથ્યાદષ્ટિ દેવ આની શ્રદ્ધા કરતો નથી. તે વિચારે છે કે મનુષ્યો પણ દેવોથી કેવી રીતે ક્ષોભ ન પમાડાય? મરણથી ભય પામેલા લોકમાં પોતાનું જીવન કોને પ્રિય ન હોય? પણ ભક્તિવચનોમાં કુશળ પણ પુરુષોનો વિચાર યોગ્ય હોતો નથી. ઇત્યાદિ વિચારીને તે દેવ સ્થડિલભૂમિ તરફ ચાલી રહેલા તે મુનિના માર્ગમાં નિરંતર રહેલી માખીના શરીર પ્રમાણ દેડકીઓ વિફર્વે છે. પાછળ જેના ગંડસ્થળમાંથી મદનલ કરી રહ્યું છે એવા હાથીને વિકુર્વે છે. હે હે ભટ્ટારક! (=પૂજ્ય!) તમે શ્રેષ્ઠ હાથથી જલદી દૂર ભાગો એવો અતિશય ઘણો જનકોલાહલ તે દેવે વિદુર્થો. તો પણ મુનિ સિંહાવલોકનથી પણ પાછું વળીને જોતા નથી. જવાના માર્ગને બદલતા નથી. ઉપયોગ રાખીને ઈર્યાને શોધે છે. વિચારે છે કે- અતિશય ગુસ્સે થયેલો પણ હાથી મને એકલાને જ મારશે. પણ દોડતો હું સેંકડો જીવોને મારું. તેથી એક પોતાની રક્ષા કરીને આટલા જીવોનો વિનાશ જે કરાય એ જિનમતમાં અનુરાગવાળાઓની શી વિચક્ષણતા? તેથી ઇર્યાને શોધતા મારું જે થવાનું હોય તે થાઓ. બીજી રીતે પણ મરવાનું છે. આજ્ઞામાં રહેલાઓને બીજાનું રક્ષણ કરતાં મૃત્યુ થાય તે યોગ્ય છે. આ પ્રમાણે વિચારતા અને પગલે પગલે ઉપયોગવાળા જેટલામાં જઇ રહ્યા છે તેટલામાં હાથીએ દોડીને તેમને ગ્રહણ કર્યા, અને ઉપાડીને આકાશમાં ફેંક્યા. પોતાના શરીરમાં નિરપેક્ષ અને આકાશમાંથી પડતા તે મુનિ ફરી ફરી આ પ્રમાણે બોલે છે–હા! મારું પડેલું દુષ્ટ શરીર દેડકીઓને ચૂરી નાખશે. તેથી મારું દુષ્કૃત મિથ્યા થાઓએમ બોલતા પડે છે. ઉપયોગપૂર્વક અવધિજ્ઞાનથી જોતા દેવે જેણે મરણભય વિચાર્યો નથી ૧. અહીં પણ એટલે “આ ભરતક્ષેત્રમાં પણ” એવો અર્થ સંભવે છે. અથવા “આ જ ભરતક્ષેત્રમાં” એવો અર્થ પણ હોઈ શકે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪- ભાષાસમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વરદત્તમુનિની કથા અને જેનો ઉત્તમ પરિણામ વૃદ્ધિ પામ્યો છે એવા તે મુનિને ચિત્તમાં ફરી ફરી છ જીવનકાયને ખમાવતા જોયા. મુનિના નિર્મલગુણોથી આકર્ષાયેલા દેવે હવે વિકારને (=દૈવીમાયાને) સંહરી લીધો. જેના મણિકુંડલરૂપ આભૂષણો ડોલી રહ્યા છે એવા તે દેવ મુનિના ચરણોમાં મસ્તક મૂકીને નમીને તે જ મુનીશ્વરની કોમલવાણીથી સ્તુતિ કરે છે. હે મુનીશ્વર! જેની મતિ આ પ્રમાણે ધર્મમાં સ્થિર છે તેવા આપ ધન્ય છો, આપનું જ નામ, ગોત્ર, કુલ, પિતા અને માતા ધન્ય છે. જેના ગુણલેશના ગ્રહણથી પણ ઇંદ્ર પણ પોતાને કૃતાર્થ માને છે તેની અમે અહીં આનાથી પણ અધિક કંઇક પ્રશંસા કરીએ. ઇત્યાદિ સ્તુતિ કરીને મુનિને કહે છે કે હમણાં કંઇપણ વરદાન માગો. મુનિ કહે છે કે– હે ઉત્તમદેવ! સંગના ત્યાગીઓને વરદાનની માગણીથી શું? તેથી પૂર્વથી અધિક તુષ્ટ થયેલો તે દેવ શક્રે કરેલી પ્રશંસા વગેરે વૃત્તાંત કહે છે. પછી હર્ષ પામેલો તે દેવ ફરી સાધુને નમીને સ્વર્ગમાં ગયો. (૨૫) આ પ્રમાણે દેવોથી પ્રશંસા કરાયેલા પણ તે મુનિએ ગર્વ ન કર્યો. જેના યશનો ફેલાવો ભુવનમાં ભમી રહ્યો છે એવા તે મુનિ સમચિત્તવાળા જ થઇને વિચરે છે. [૧૯૫] આ પ્રમાણે વરદત્તમુનિનું કથાનક પૂર્ણ થયું. હવે ભાષાસંબંધી સમિતિને કહે છે– कोहाईहिं भएण व, हासेण व जो न भासए भासं । मोहरिविगहाहिं तहा, भासासमिओ स विण्णेओ ॥ १७६॥ જે ક્રોધાદિથી, ભયથી, હાસ્યથી અને મૌખર્યથી અને વિકથાઓથી ભાષા ન બોલે તેને ભાષાસમિત જાણવો. વિશેષાર્થ ‘ક્રોધાદિથી’ એ સ્થળે આદિ શબ્દથી માયા-માન-લોભનું ગ્રહણ કરવું. ક્રોધાદિ ચારથી અને ભય-હાસ્ય-મૌખર્ય-વિકથા રૂપ ચાર સ્થાનોથી દૂષિત ન થયેલી તથા હિત-મિત-નિરવઘતા વગેરે ગુણોથી યુક્ત જ ભાષાને બોલતો સાધુ ભાષામિત થાય છે. આ આઠ સ્થાનોથી ઘેરાયેલ (=વ્યાપ્ત) સત્ય પણ બોલતો હોય તો પણ નિશ્ચયથી મૃષાવાદી જ જાણવો. [૧૭૬] ભાષાસમિતિમાં જ કંઇક વિશેષ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે– बहुयं लाघवजणयं, सावज्जं निठुरं असंबद्धं । गारत्थियजणउचियं, भासासमिओ न भासिज़ा ॥ १७७॥ ભાષાસમિત સાધુ બહુ, લઘુતાજનક, સાવદ્ય, નિષ્ઠુર, અસંબદ્ધ, ગૃહસ્થજનઉચિત ન બોલે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાષાસમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંગતસાધુની કથા-૩૮૫ વિશેષાર્થ- બહુ- સાધુએ બહુ ન બોલવું જોઇએ. બહુ બોલનારની અનાભોગ આદિથી અનેક અસત્યવચન આદિમાં પ્રવૃત્તિ થાય એ સંભવિત છે. લઘુતાજનક- પ્રવચન આદિની લઘુતા કરે તેવું ન બોલવું જોઇએ. જેમકે- કોઇ ઘનાઢ્યને જોઈને કોઈક સાધુ દીનતાનું આલંબન લઈને કહે કે, હું તમારો છું, તમને છોડીને બીજો કોઈ મારો નિર્વાહકર્તા નથી. ઇત્યાદિ. સાવદ્ય- જેમ કે, હે ગૃહસ્થ! તું બેસ અથવા આવ ઇત્યાદિ સાવદ્ય ભાષા ન બોલવી. નિષ્ફર- જેમ કે, એ કાણા! એ કોઢિયા! ઇત્યાદિ કઠોર ભાષા ન બોલવી. અસંબદ્ધ- જેમ કે, ગંગા અને યમુનાની વચ્ચે હરડે દશ હાથ છે. ગણેશ રાહુથી ગ્રસ્ત થયે છતે હું ચિત્રકૂટ જઇશ. ઇત્યાદિ સંબંધ વગરની ભાષા ન બોલવી. ગૃહસ્થજનઉચિત- જેમકે, હૈ, હો, હલે ઇત્યાદિ ગૃહસ્થલોકને યોગ્ય ભાષા ન બોલવી. આ પ્રમાણે લોક અને આગમથી વિરુદ્ધ બીજું પણ ભાષાસમિત ન બોલે. [૧૭૭] આ જ વિષયનો દૃષ્ટાંતસહિત ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છેन विरुज्झइ लोयठिई, वाहिजइ जेण नेय परलोओ । તવ વવ્યાપતિ વાવશેષ:, વિં વધુના? :तह निउणं वत्तव्वं, जह संगयसाहुणा भणियं ॥ १७८॥ જેનાથી લોકસ્થિતિ વિરુદ્ધ ન થાય અને પરલોક બાધિત ન થાય તે જ બોલવું જોઇએ. વિશેષ કહેવાથી શું? જેવી રીતે સંગત સાધુએ કહ્યું તે રીતે નિપુણ કહેવું જોઇએ. આ સંગત સાધુ કોણ છે? કહેવાય છે સંગતસાધુની કથા કોઈ ગચ્છમાં શુભગુરુના ચરણોની પાસે રહેલા અને ઉત્તમવૃક્ષની જેમ પોતાના સેંકડો-ગુણોથી જીવોને હર્ષ કરનારા સંગમ નામના મુનિ હતા. શાસ્ત્રના સારને જાણનારા, ગંભીર, વચનમાર્ગમાં કુશલ, ગુણરૂપ રત્નોનાં રોહણગિરિ તે મુનિ ગુરુની સાથે વિહાર કરતા કોઇક નગરમાં આવ્યા. ત્યાં ગુરુએ જ્ઞાનથી જાણ્યું કે આ નગરમાં કેટલાક દિવસો પછી શત્રુસૈન્ય આવશે. આ નગર નહિ ભંગાય. પણ કેટલાક દિવસો સુધી સૈન્યનો ઘેરો થશે. ત્યાં તેમના ગ્લાન વગેરે સંબંધી ઘણાં કામો રહેલાં છે. તેથી ત્યાં પણ તે કામો ૧. આ આખું વાક્ય દ્વિઅર્થી છે. અહીં વૃક્ષના પક્ષમાં પૂર એટલે વૃક્ષનું મૂળિયું એવો અર્થ છે. અને સ૩= શકુન (પક્ષી) એવો અર્થ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભાષાસમિતિ માટે કેટલાક મુનિઓથી યુક્ત અતિશય ગીતાર્થ સંગત સાધુને મૂકીને ગુરુ અન્યસ્થળે વિહાર કરે છે. હવે કેટલાક દિવસો પછી ત્યાં તે શત્રુસૈન્ય આવ્યું. સૈન્યનો ઘેરો રહેલો હતો ત્યારે સંગત મુનિ કોઈપણ રીતે નગરમાંથી નીકળીને પર સૈન્યમાં ભિક્ષાચર્યા માટે ફરવા લાગ્યા. ભિક્ષાચર્યા માટે ફરતા તે મુનિ ત્યાં સેનાધિપતિની દૃષ્ટિમાં પડ્યા. આ વખતે સેનાધિપતિ અને મુનિની વચ્ચે થયેલો વાર્તાલાપ નીચે મુજબ છે. સેનાધિપતિ – તમે અહીં ક્યાંથી આવ્યા? મુનિ - નગરમાંથી. (મુનિએ ક્ષોભ વિના જ ઉત્તર આપ્યો.) સેનાધિપતિ – જો એમ છે તો નગરના રાજાનો અભિપ્રાય શો છે કહો. મુનિ - અમે જાણતા નથી. સેનાધિપતિ – અહીં લોકોનો શો અભિપ્રાય છે? મુનિ - આ પણ અમે જાણતા નથી. સેનાધિપતિઃ- તમે નગરમાં રહેવા છતાં આ પણ કેમ જાણતા નથી? મુનિઃ- કારણ કે અમે આ વિષયમાં અધિકારી નથી. મુનિઓ શાસ્ત્રનો અભિપ્રાય જાણવામાં જ અધિકારી છે. સેનાધિપતિ – જો એમ છે તો લોક આ વિષયમાં શું કહે છે? મુનિ - અમે જાણતા નથી. સેનાધિપતિઃ- જો એમ છે તો રાજાને હાથી-ઘોડા (વગેરે) સાધન કેટલું છે? મુનિઃ- હે રાજન! આ પણ અમે જાણતા નથી. આ પ્રમાણે વચનસંયમથી તુષ્ટ થયેલો હોવા છતાં ખોટો કોપ કરીને સેનાધિપતિ કહે છે- શું તમારે આંખો નથી? કાન નથી? જેથી આ પ્રમાણે કહો છો? પાપરહિત અને ઉત્કંઠારહિત મુનિએ તેને કહ્યું: આંખો અને કાન હોવા છતાં અમે આ વિષે એનો ઉપયોગ કરતા નથી. કારણ કે મુનિઓના કાન સિદ્ધાંતવચનના શ્રવણના અધિકારી હોય છે. તેમની આંખો પણ શુભધ્યાનના લક્ષમાં લાગેલી હોય છે એમ તમે જાણો. પછી સેનાધિપતિએ કહ્યું: જનમધ્યમાં અને નગરમધ્યમાં પણ ફરતા તમે સાંભળો છો અને જુઓ છો. તેથી માયામૃષા કેમ બોલો છો? મુનિએ કહ્યું: હે નરનાથ! જો કે ક્યાંક સંભળાય છે, ક્યાંક કંઈક દેખાય છે, તો પણ તે મુનિઓને કહેવા યોગ્ય નથી. કારણ કે ૧. વતિયં અતિશય. Page #14 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [એષણા સમિતિ-૩૮૭ શાસ્ત્રમાં કહ્યું છે કે “સાધુ કાનોથી ઘણું સાંભળે છે, આંખોથી ઘણું જુએ છે, જોયેલું અને સાંભળેલું બધું ય મુનિ કહેવાને માટે યોગ્ય નથી.” કારણ કે સંગરહિત મુનિઓને સાવદ્ય બોલવું યોગ્ય નથી. પરની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરવી એ શાસ્ત્રમાં અને લોકમાં વિરુદ્ધ છે. પછી સેનાધિપતિએ કહ્યું: બહુ કહેવાથી શું? તમે ગુપ્તચર છો. સાધુએ કહ્યું: અમે ગુપ્તચર નથી, કિંતુ સાધુ છીએ. સેનાધિપતિએ પૂછ્યું: આમાં પ્રમાણ શું છે? સાધુએ કહ્યું: આત્મા અહીં પ્રમાણ છે. જડ માણસોને પ્રમાણ દુર્લક્ષ્ય હોય છે, પણ હોંશિયાર માણસોને નહિ. સેનાધિપતિએ કહ્યું: આવાં વચનોથી ક્યારે પણ હું તમને ન છોડું. સેનાધિપતિએ આમ કહ્યું ત્યારે મુનિ બોલ્યા: તમે જે જાણો તે કરો. સેનાધિપતિએ કહ્યું હું જે કરીશ તેને સહન કરવાની તમારી શક્તિ ક્યાંથી હોય? મુનિ બોલ્યાઃ શક્તિમાનના વચનથી તે શક્તિ પણ મારામાં થશે. સેનાધિપતિએ પૂછ્યું: શક્તિમાન કોણ છે? મુનિએ જવાબ આપ્યોઃ તે સર્વજ્ઞજિન અનંત શક્તિમાન છે. તે નરનાથ! મોક્ષના અર્થીઓને તેમના વચનથી શું દુઃસહ છે? હે નરાધિપ! જેનું વચન વિસંવાદી ન હોય તેવા મનુષ્યથી કહેવાયેલા રત્નાકરમાં જતા રત્નના અર્થીઓ એવું કયું દુઃસહ છે કે જેને સહન કરતા નથી. (રપ) ઇત્યાદિ કહેતા તે મુનિ લોકથી અને સિદ્ધાંતથી દૂષિત થાય તેવું એક પણ વચન ન બોલ્યા. તેથી સેનાધિપતિ હર્ષ પામ્યો. ભક્તિથી પ્રણામ કરીને તેણે કહ્યું: હે મુનિ! આપના દર્શનમાં જ આ પ્રમાણે નિપુણતાથી કહેલું જણાય છે, પણ બીજે નહિ. તેથી મને ધર્મ કહો. તેથી સંગત મુનિએ તેને ધર્મ કહ્યો અને અણુવ્રતો આપ્યા. પછી જેનું સન્માન કરાયું છે એવા મુનિ ત્યાંથી ગયા. આ પ્રમાણે બીજાએ પણ ભાષા સમિતિમાં નિપુણ બનવું જોઈએ. [૧૭૮]. આ પ્રમાણે સંગતમુનિનું કથાનક પૂર્ણ થયું. હવે એષણાસંબંધી સમિતિને કહે છેआहारउवहिसिजं, उग्गमउप्पायणेसणासुद्धं ।। गिण्हइ अदीणहियओ, जो होइ स एसणासमिओ ॥ १७९॥ અદીનહૃદય જે સાધુ ઉદ્ગમ-ઉત્પાદન-એષણાથી શુદ્ધ હોય તેવા આહાર-ઉપધિશવ્યાને ગ્રહણ કરે છે તે એષણાસમિત થાય છે. વિશેષાર્થ– ઉગમ=આહાર આદિની પ્રથમ ઉત્પત્તિ. ઉત્પાદન=ઉત્પન્ન થયેલા જ આહાર આદિને મેળવવા. એષણા=ઉત્પન્ન થયેલા જ આહાર આદિને લેતી વખતે થનારી શોધ. આહાર=અશન વગેરે. ઉપધિ=શરીર ઉપર પહેરવાનું વસ્ત્ર વગેરે. શયા=ઉપાશ્રય. અદીનહૃદય=અપ્રાપ્તિ આદિમાં પણ વ્યાકુળતાનું (દીનતાનું) આલંબન ન લેનાર. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮-ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [એષણા સમિતિમાં આહાર વગેરે ઉગમશુદ્ધ ત્યારે થાય કે જ્યારે ગૃહસ્થથી થનારા આધાકર્મ વગેરે સોળ દોષોનો ત્યાગ કરે. ઉત્પાદનાશુદ્ધ પોતાનાથી થનારા ધાત્રીકર્મ વગેરે સોળ દોષોનો ત્યાગ કરવાથી થાય. એષણાશુદ્ધ આહાર વગેરે ગૃહસ્થ અને સાધુ એમ ઉભયથી થનારા શંતિ-પ્રક્ષિત વગેરે દશ દોષોના ત્યાગથી પ્રાપ્ત થાય છે. [૧૭૯] જો કોઇ એમ કહે કે આહારશુદ્ધિ દુષ્કર છે તો તેનો ઉત્તર આપે છેआहारमित्तकजे, सहसच्चिय जो विलंघइ जिणाणं । कह सेसगुणे धरिही, सुदुद्धरे सो? जओ भणियं ॥ १८०॥ જે સાધુ આહાર માત્ર માટે સહસા જ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે અતિશય દુર્ધર અન્યગુણોને કેવી રીતે ધારણ કરશે? કારણ કે આગમમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ– જે આહાર દેવ-નાશક-નિગોદ વગેરેના ભવોમાં અનંતવાર ગ્રહણ કર્યો છે, માત્ર ક્ષણવાર તૃપ્તિ કરે છે, અસાર છે, કંઠને ઓળંગેલો આહાર અશુચિરૂપે પરિણમે છે, તે આહારમાત્ર માટે પણ જે હીનસત્ત્વતાનું આલંબન લઈને, સહસા જ, એટલે કે ત્રણવાર બીજે પર્યટન કર્યા વિના અને પુષ્ટ આલંબન વિના જ, અનેષણીય લેવા વડે એષણાસમિતિ પાલનરૂપ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે બિચારો બીજા જીવદયા-બ્રહ્મચર્ય વગેરે અતિશય દુર્ધર ગુણોને કેવી રીતે ધારણ કરશે? અર્થાત્ તે ધર્મરહિત હોવાના કારણે તેનામાં અન્યગુણોનો પણ સંભવ નથી. કારણ કે આગમમાં આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૧૮૦] આગમમાં જે કહ્યું છે તેને જ કહે છેजिणसासणस्स मूलं, भिक्खायरिया जिणेहिं पण्णत्ता । एत्थ परितप्पमाणं तं, जाणसु मंदसद्धीयं ॥ १८१॥ જિનોએ ભિક્ષાચર્યાને જિનશાસનનું મૂળ કહી છે. ભિક્ષાચર્યામાં એષણીય લેવામાં કંટાળાને પામતા સાધુને તું ધર્મમાં મંદશ્રદ્ધાવાળો જાણ. વિશેષાર્થ– ઉદ્ગમ વગેરે દોષોનો ત્યાગ કરીને ભિક્ષા માટે ફરવું તે ભિક્ષાચર્યા જિનશાસન એટલે સર્વશે કહેલો (મોક્ષનો) માર્ગ. મૂલ એટલે કારણ, અર્થાત્ તત્ત્વ. લોકમાં પ્રસિદ્ધ અર્થ આ કહેવાય છે-“સાધુઓએ યત્નથી આહારની શુદ્ધિ કરવી જોઇએ. ગૃહસ્થોએ કૂટક્રિત વગેરેથી રહિત વ્યવહારશુદ્ધિ કરવી જોઈએ.” [૧૮૧] Page #16 -------------------------------------------------------------------------- ________________ એષણા સમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનશર્મ સાધુની કથા-૩૮૯ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરાય તો શું અનિષ્ટ પ્રાપ્ત થાય? એ પ્રશ્નનો ઉત્તર કહે છે जइ नरवइणो आणं, अइक्कमंता पमायदोसेणं । पावंति बंधवहरोहछेज्जमरणावसाणाणि ॥ १८२॥ तह जिणवराण आणं, अइक्कंमता पमायदोसेणं । पावंति दुग्गइपहे, विणिवायसहस्सकोडीओ ॥ १८३॥ જેવી રીતે પ્રમાદદોષથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા લોકો બંધ-વધ-કેદ-છેમરણ સુધીનાં દુઃખોને પામે છે, તે રીતે પ્રમાદદોષથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા જીવો દુર્ગતિમાર્ગમાં એક હજાર ક્રોડ(-ખર્વ જેટલા) વિનિપાતને પામે છે. [૧૮૨-૧૮૩] આ પ્રમાણે થયે છતેजो जह व तह व लद्धं, गिण्हइ आहारउवहिमाईयं । समणगुणविप्पमुक्को, संसारपवड्ढओ भणिओ ॥ १८४॥ જે સાધુ આહાર-ઉપધિ વગેરે ગમે તે રીતે મળેલું ગ્રહણ કરે છે. શ્રમણગુણોથી રહિત તેને સંસારવર્ધક કહ્યો છે [૧૮૪] . હવે એષણાશુદ્ધિનું મહત્ત્વ બતાવતા ગ્રંથકાર એષણાશુદ્ધિમાં દઢ રહેનારા મહર્ષિઓને નમસ્કાર કરવા દ્વારા એષણાશુદ્ધિના પાલનમાં આદરની ઉત્પત્તિ થાય એ માટે કહે છે धणसम्मधम्मरुइमाइयाण, साहूण ताण पणओऽहं । कंटट्ठियजीएहिवि, ण एसणा पेल्लिया जेहिं ॥ १८५॥ ધનશર્મ અને ધર્મરુચિ વગેરે તે સાધુઓને હું નમેલો છું કે જેમણે કંઠે પ્રાણ આવવા છતાં એષણાને દૂષિત ન કરી. વિશેષાર્થ- અમાસુક (=સચિત્ત) અને અષણીય (=દોષિત)નો ત્યાગ કરતો સાધુ એષણાસમિત થાય છે. આથી પહેલું ધનશર્મ સાધુનું દૃષ્ટાંત અપ્રાસુકના ત્યાગમાં જાણવું. તે દૃષ્ટાંત આ છે ધનશર્મ સાધુનું દૃષ્ટાંત હું માનું છું કે દરેક ઘરે ભમતાં બુદ્ધિમાન ગુરુવડે જેને પામીને દેવોનું ગુરુપણું પ્રાપ્ત કરાયું તે ઉજ્જૈની નામની નગરી અહીં પ્રસિદ્ધ છે. ત્યાં ઘણા વૈભવવાળો ધનમિત્ર નામનો વણિક રહે છે. તેનો ધનશર્મ નામનો પુત્ર છે. ધનમિત્રે સંસારને અશુભ, અશુભમાંથી ૧. અહીં પ્રતમાં ગાથાના પૂર્વાર્ધમાં અશુદ્ધ જણાય છે. આથી અટકળથી અર્થ લખ્યો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦- એષણા સમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનશર્મ સાધુની કથા થનાર અને અશુભ કરનાર જાણીને સુગુરુઓના ચરણોમાં પુત્રની સાથે દીક્ષા લીધી. હવે એકવાર જેણે નદીઓ અને સરોવરો સુકવી નાખ્યા છે અને જંગલો બાળી નાખ્યા છે તેવી ભયંકર ગ્રીષ્મઋતુ પ્રવર્તે. આવા સમયે ગચ્છની સાથે વિહાર કરતા ધનમિત્ર મુનિ ધનશર્મની સાથે એકાક્ષ નગરના માર્ગે જઈ રહ્યા છે. માર્ગમાં ધનશર્મ બાલમુનિ કોઈપણ રીતે તૃષાથી તેવી રીતે પીડાયા કે જેથી તેમની આંખો ભમે છે, મૂર્છા આવે છે, ચાલતાં પગ અવ્યવસ્થિત મૂકે છે, ગળું અત્યંત સુકાઈ ગયું છે. તેથી ગચ્છની સાથે જવા માટે અસમર્થ તે પાછળ દૂર આવે છે. પિતા મુનિ પણ તેના રાગથી તેની જ નજીકમાં આગળ રહીને જાય છે. પછી માર્ગમાં વચ્ચે કોઇપણ રીતે નદી આવી. તે નદી કાંઠે નિરંતર રહેલા લવલી નામની લતાના વનના ઠંડા પવનથી જેના તરંગરૂપી હાથ ઉલ્લસિત થયા છે, એથી જાણે મુનિવરોને સ્વાગત પૂછતી હોય તેવી હતી. તે નદીનું જલ શીતલ અને વિમલ હતું. તેથી સ્નેહથી મોહિત થયેલા ધનમિત્ર મુનિએ બાલમુનિને કહ્યું: હે વત્સ! આવ, આ પાણીને પી. જેથી સ્વસ્થ થયેલો તું જવા માટે સમર્થ થાય. આ પ્રમાણે કહીને પિતા મુનિ આગળ જઈને નદીના સામા કાંઠે ગયા. ત્યાં આ મારાથી લજ્જા ન પામે એમ વિચારીને વૃક્ષના આંતરે રહે છે. પછી એકલા બાલમુનિ નદીની મધ્યમાં આવીને પાણીની અંજલિ ભરીને જેટલામાં ઉપાડે છે તેટલામાં તેને આગમવચનનું સ્મરણ થયું. તે આ પ્રમાણે-“અતિશય જ્ઞાનીઓએ પાણીમાં કંપતા અસંખ્ય જીવો કહ્યા છે, તથા પાણીમાં રહેલા (પોરા વગેરે) જીવો પ્રત્યક્ષ પણ દેખાય છે. આવા પાણીને જે પીએ છે તે સાધુ કેવી રીતે હોય?” ઇત્યાદિ આગમમાં કહેલા વચનોને યાદ કરીને તેણે વિચાર્યું કે, હે મૂઢ જીવ! તે આ શું આદર્યું છે? મહાવ્રતોને લઈને અને જિનેન્દ્ર વચનોના પરમાર્થને જાણીને તું શું આ પ્રમાણે ભૂલી ગયો છે? કે જેથી આવું અકાર્ય કરે છે. તારે બીજી રીતે પણ ચોક્કસ મરવાનું છે. તેથી બોધ પામ. નિષ્કલંક ચારિત્રરૂપ રત્નવાળા તને હમણાં મૃત્યુ યોગ્ય છે, અર્થાત્ ચારિત્રને કલંક્તિ બનાવ્યા વિના મરી જવું એ યોગ્ય છે. સ્નેહથી મૂઢ થયેલા પિતા મુનિ જે આજ્ઞા આપે છે તે પણ તારું અહિત કરનાર છે. વીતરાગ વચનને છોડીને બીજું કોઈ જીવોનું હિત કરનાર નથી. આ પ્રમાણે ભાવના ભાવતા બાલમુનિ યતનાથી પાણીને મૂકીને નદીના સામા કાંઠે ગયા. પછી (મુનિના શરીરમાં રહેવાની) આશા તૂટી જતાં પ્રાણોએ બાલમુનિને છોડી દીધા. શુભપરિણામવાળા અને અખંડવ્રતવાળા તે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનથી પૂર્વભવના વૃત્તાંતને જુએ છે ત્યારે પોતાના બાલમુનિના શરીરને તે રીતે પડેલું જુએ છે. મારું મૃત્યુ જાણીને અહીં મુનિઓને ખેદ ન થાઓ એમ વિચારીને પોતાના શરીરમાં અધિષ્ઠિત થઈને પિતા-મુનિને દર્શન આપે છે. બાલમુનિને આવતા જોઈને પિતા-મુનિ મુનિસમુદાય ભેગા થઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનેષણીયના ત્યાગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મરુચિ મુનિનું દૃષ્ણત-૩૯૧ ગયા. પછી બધાય મુનિઓને ભૂખ-તરસથી પીડાયેલા જાણીને દેવ સઘળા માર્ગમાં અતિ મોટાં વૃક્ષો અને પવન વિદુર્વે છે, તથા ઠેકઠેકાણે ગોકુલોને વિદુર્વે છે. આને નહિ જાણતા મુનિઓ પણ ગોકુળોમાંથી છાશ વગેરે લે છે. મુનિઓ સુખપૂર્વક જંગલને ઓળંગીને દેશમાં (=વસતિવાળા પ્રદેશમાં) આવ્યા ત્યારે તે દેવ હું દેવ થયો છું ઇત્યાદિ જણાવવા માટે નજીકના ગોકુળમાં એક સંથારાનો વિંટિયો (=વિંટેલું) ભૂલાવી દીધો. તેથી એક સાધુ ત્યાં ગયો તો એક વિંટિયાને જુએ છે, (રપ) પણ ગોકુલ ન જોયું. આથી સાધુઓએ જાણ્યું કે દેવસાંનિધ્ય હતું. સાધુએ મિચ્છા મિ દુક્કડે કર્યું ત્યારે દેવ પ્રગટ થઈને એક પિતામુનિને છોડીને અન્ય સાધુઓને ભક્તિથી વંદન કરે છે. તૃષાથી પીડાયેલા બાલમુનિના મરણનો વૃત્તાંત કહ્યો. તેથી સાધુઓએ પૂછ્યું: જો એમ છે તો પિતા-મુનિને કેમ વંદન કરતો નથી. દેવે કહ્યું અહિતકર ઉપદેશ આપતા તેમણે મને સંસારમાં નાખ્યો. પણ ભવિતવ્યતાથી હું કોઈ પણ રીતે છૂટી ગયો. પણ જો હું પાણી પીત તો મને આવી ઋદ્ધિ કેવી રીતે હોત? તેના પિતાએ કહ્યું: હે મહાયશસ્વી! સારું કહ્યું. પણ સ્નેહથી મૂઢ હૃદયવાળા મેં આ ઉપદેશ આપ્યો તેની મને ક્ષમા કર. દેવે કહ્યું: જીવોની અકાર્યોમાં પ્રવૃત્તિ અનાદિકાળથી નિર્મિત જ છે. તેથી પરમાર્થને જાણનારાઓ કાર્યનો જ ઉપદેશ આપે છે. આ પ્રમાણે જણાવવા માટે મેં આપને વંદન ન કર્યું. તેથી હે પિતાજી! મને ક્ષમા કરો. આ પ્રમાણે કહીને નમીને દેવ ગયો. આ પ્રમાણે આપત્તિમાં પણ બીજા સાધુએ સાધુજીવનમાં અપ્રાસુક ન ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે ધનશર્મનું કથાનક પૂર્ણ થયું. હવે અષણીયના ત્યાગમાં ધર્મરુચિ મુનિનું દૃષ્ટાંત કહેવાય છે ધર્મરુચિ મુનિનું દૃષ્ટાંત કોઈ ગચ્છમાં તપથી કાયાને સુકવી નાખનારા, ગુણરૂપરત્નોના સમુદ્ર, નામથી અને ગુણથી પણ ધર્મરુચિ અણગાર હતા. તે સતત અઠ્ઠમ તપમાં અભિગ્રહ લઈને ઉનાળામાં આતાપના લે છે. ક્યારેક ઘોર ઉપસર્ગોને સહન કરે છે. હવે એક દિવસ અન્યગામમાં જવા માટે ચાલ્યા. અરણ્યમાં ભૂખ-તરસથી અતિશય દુઃખી થયા, યાવત્ કંઠે પ્રાણ આવી ગયા. તેથી નજીકમાં રહેલા દેવે કોંકણ દેશના મનુષ્યના જેવી આકૃતિવાળા બે મનુષ્યો વિકુળં. અને તેઓ વૃક્ષની પાસે રહે છે. એક માણસના હાથમાં સુગંધી અને શીતલ કાંજીથી ભરેલું તુંબડું છે. તે બીજા માણસને કહે છે. આ કાંજી પી. તે કહે છે: હું તરસ્યો નથી થયો. તેથી તુંબડાવાળો મનુષ્ય કહે છે. આને કોણ લેશે? જો ગ્રહણ કરે તો આ મુનિને આપું. બીજો કહે છેઃ તને જે રુચે તે કર. સાધુને આપ અથવા ફેંકી દે. પછી તુંબડાવાળો મનુષ્ય મુનિને કહે છે કે જો તમને રુચે છે તો ગ્રહણ કરો નહિ તો ઉ. ૨ ભા.૨ = Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨- આદાન-નિક્ષેપણા સમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર હું ફેંકી દઉં છું. તેથી મરણમાં નિરપેક્ષ મુનિ ત્યાં ઉપયોગ મૂકે છે, અને દ્રવ્યાદિનો વિચાર કરે છે. અટવી ક્ષેત્રમાં અને ગ્રીષ્મકાળમાં સુગંધ આદિ ગુણોથી યુક્ત આવા પ્રકારનું ઉત્કૃષ્ટ દ્રવ્ય ક્યાંથી હોય? તેથી અહીં કોઇ કારણ હોવું જોઇએ. આ પ્રમાણે વિચારીને જુએ છે તો તે બે મનુષ્યોને નિમેષરહિત ચક્ષુવાળા અને ભૂમિને નહિ લાગેલા (સ્પર્શેલા) જુએ છે. તેથી અભ્યાહ્નત વગેરે દોષોના ભયથી મુનિ તેને ગ્રહણ કરતા નથી. દેવ પ્રગટ રૂપ કરીને સાધુની પ્રશંસા કરે છે. હે મહાયશસ્વી! આપ ધન્ય છો. કેવળ સાહસ જ જેમનું ધન છે એવા આપ જીવનના સંશયમાં વર્તતા હોવા છતાં આ પ્રમાણે એષણા સંબંધી બહુમાનને છોડતા જ નથી. અનંતસુખમય મોક્ષમાં જેમનું લક્ષ્ય બંધાયું છે એવા ધીરપુરુષોની બુદ્ધિઓ તુચ્છ આહાર વગેરેથી આકર્ષાતી નથી. ઇત્યાદિ પ્રશંસા કરાયેલા પણ તે મુનિ ગર્વરહિત વિહાર કરે છે. આ પ્રમાણે ધર્માર્થી અન્ય પણ અપ્રમત્ત બનીને એષણા કરે છે. [૧૮૫] આ પ્રમાણે ધર્મરુચિમુનિનું કથાનક પૂર્ણ થયું. હવે આદાન-નિક્ષેપણસંબંધી સમિતિને કહે છે— पडिलेहिऊण सम्मं, सम्मं च पमज्जिऊण वत्थूणि । गिहिज्ज निक्खिवेज्ज व समिओ आयाणसमिईण ॥ १८६ ॥ આદાન-નિક્ષેપણસમિતિમાં સમિત સાધુ પીઠ-ફલક વગેરે વસ્તુઓને સમ્યક્ પડિલેહીને અને સમ્યક્ પ્રમાર્જીને લે અને મૂકે. વિશેષાર્થ- સમ્યક્ પડિલેહીને એટલે દૃષ્ટિથી સમ્યક્ જોઇને. સમ્યક્ પ્રમાર્જીને એટલે રજોહરણ વગેરેથી સમ્યક્ પુંજીને. આદાન-નિક્ષેપણ સમિતિમાં સમિત સાધુ વસ્તુઓને સમ્યક્ પડિલેહ્યા વિના અને સમ્યક્ પ્રમાજર્યા વિના ન લે અને ન મૂકે. કારણ કે દુપ્રત્યુપેક્ષિત અને દુપ્રમાર્જિતમાં પણ જીવઘાત આદિના સંબંધથી છેદગ્રંથોમાં ઘણું પ્રાયશ્ચિત્ત જોવામાં આવે છે. [૧૮૬] અશક્ય ન કરે, પણ શક્યનો ત્યાગ કરનારને તો કેવળ દોષ જ એમ કહે છે जइ घोरतवच्चरणं, असक्कणिज्जं न कीरइ इहिं । किं सक्कावि न कीरइ, जयणा सुपमज्जणाईयं ॥ १८७ ॥ જો હમણાં અશક્ય ઘોર તપશ્ચર્યા ન કરાય તો શું શક્ય પણ સમ્યક્ પ્રમાર્જન વગેરે જયણા ન કરાય? [૧૮૭] Page #20 -------------------------------------------------------------------------- ________________ આદાન-નિક્ષેપણા સમિતિ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમિલાર્યનું દૃષ્ટાંત-૩૯૩ જેથી આ પ્રમાણે છે તેથી શું? તે કહે છેतम्हा उवउत्तेणं, पडिलेहपमजणासु जइयव्वं । इह दोसेसु गुणेसुवि, आहरणं सोमिलऽज्जमुणी ॥ १८८॥ તેથી ઉપયોગવાળા બનીને પડિલેહણા-પ્રાર્થનામાં યત્ન કરવો જોઇએ. અહીં દોષોમાં અને ગુણોમાં પણ સોમિલાય મુનિનું દૃષ્ટાંત છે. વિશેષાર્થ- આ સોમિલાય કોણ છે? કહેવાય છે સોમિલાર્યનું દૃષ્ટાંત સોમિલાર્ય નામનો બ્રાહ્મણ મલની વિશુદ્ધિ માટે સુવર્ણની જેમ અગ્નિવાલા સમાન જિનદીક્ષાને કોઇપણ રીતે સ્વીકારે છે. હવે એકવાર અન્ય ગામ જવા માટે તૈયાર થયેલા ગુરુએ સોમિલાર્ય મુનિને કહ્યું: પાત્ર વગેરે ઉપકરણોને બાંધીને તૈયાર કર. તે “ઇચ્છે' એમ કહીને, પડિલેહણ-પ્રમાર્જન કરીને, તથા સઘળાય ઉપકરણોને બાંધીને તૈયાર થઈ ગયા. હવે કોઈ કારણથી ગુરુ અન્યગામ ન ગયા. ગુરુએ સોમિલાર્યને કહ્યું: પડિલેહણા અને પ્રમાર્જના પૂર્વક ઉપકરણોને પોતપોતાના સ્થાનમાં મૂકી દે. કષાયવાળા થયેલા સોમિલાયે કહ્યું. મેં હમણાં જ ઉપકરણોને પ્રમાર્જીને લીધા છે. ઉપકરણોની ફરી ફરી પડિલેહણા કરવાની શી જરૂર છે? હમણાં ઉપકરણોમાં સર્પ નથી થઈ ગયો. તેથી ગુરુભક્ત દેવે મુનિને શિક્ષા આપવા માટે ઉપકરણોમાં અતિશય ભયંકર કાળો સાપ વિદુર્થી. ઉપકરણોને છોડતા તે મુનિ સાપને જોઈને ભય પામ્યા. ભાગીને ગુરુના ચરણોમાં વળગી પડ્યા. અતિશય સંવેગવાળા બનીને પોતાના અપરાધને ફરી ફરી ખમાવે છે. દેવ પણ પ્રત્યક્ષ થઇને ઠપકો આપે છે. પછી અધિક સંવેગને પામેલા તે મુનિ ગુરુને કહે છેઃ હે ભગવન્! મને એકવાર ક્ષમા કરો. ફરી આ નહિ કરું. ગુરુ કહે છેઃ હે વત્સ! આ વિષયમાં મને કોઈ પણ ગુસ્સો નથી. પરંતુ જીવોનો વિનાશ ન થાય તો પણ પ્રમત્તને જિનેશ્વરો હિંસક જ કહે છે. કોઈપણ રીતે જીવોનો વિનાશ થવા છતાં પડિલેહણ અને પ્રમાર્જનામાં ઉપયોગવાળા અપ્રમત્તને તીર્થકરો અહિંસક કહે છે. તેથી (પડિલેહણ અને પ્રમાર્જનમાં) જીવોનો અભાવ કે ભાવ કારણ નથી. પડિલેહણ અને પ્રમાર્જનમાં ઉપયોગવાળા ઘણી નિર્જરાને પામે છે. હવે તે સાધુ ગુરુની પાસે બધા સાધુઓનો દંડગ્રહણ વગેરે વિનય કરવો એવો અભિગ્રહ લે છે. ત્યાં સાધુઓ ઘણા છે. તેથી એક-બીજાના આગમનમાં આ સાધુ સામે જાય છે, પગોને પ્રમાર્જે છે, દાંડા લઈને ઉપર નીચે પડિલેહણ કરીને તથા પ્રમાર્જન કરીને મૂકે છે. ફરી પણ આસન આપવું વગેરે મુનિઓનો વિનય કરે છે. બીજાઓ આવ્યા, ફરી બીજાઓ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પારિષ્ઠાપનિકા સમિતિ આવ્યા, આ પ્રમાણે ત્યાં સાધુઓ નિરંતર આવે છે. આ સાધુ પણ કંટાળ્યા વિના બધાઓનો તે પ્રમાણે વિનય કરે છે. આ પ્રમાણે દંડગ્રહણ-દંડસમર્પણ આદિ વિનયથી આખો દિવસ પણ તે સાધુ આરામને પામતો નથી. તો પણ આ પ્રમાણે વિચારે છે- હે જીવ! અનાદિભવમાં ભમતા તે દુઃખે કરીને ભરી શકાય તેવા પેટના માટે પરઘરોમાં તે કુકર્મ નથી કે જે કુકર્મ નથી કર્યું. બ્રહ્મચર્યમાં તત્પર સાધુઓની આ પ્રમાણે વેયાવચ્ચ નિમેષ (આંખના પલકારા) જેટલી પણ નથી કરી. તેથી હું સંસારમાં ભમ્યો છું. તેથી અનંતભવોમાં તારો આ જ ભવ સફળ છે કે જે ભવમાં તું આવા મુનિવર્ગની દુષ્કર કંઈક પણ વૈયાવચ્ચ જલદી કરે છે. આ પ્રમાણે શુભભાવનાથી મુનિઓના વિનયને કરતા, ચારિત્રમાં તત્પર, ચોથી સમિતિમાં વિશેષથી ઉપયોગવાળા તે સાધુ ક્રમશ: ઘાતિકર્મોનો ક્ષય કરીને, કેવલજ્ઞાન પામીને, સઘળાય કર્મમલનો ક્ષય કરીને, મોક્ષને પામ્યા. આ પ્રમાણે બીજો પણ સાધુ ચોથી સમિતિમાં પ્રમત્ત બને તો દોષોને અને અપ્રમત્ત બને તો ગુણોને મેળવે છે. માટે સાધુઓએ અપ્રમત્ત બનવું જોઇએ. [૧૮૮] આ પ્રમાણે સોમિલાર્યનું કથાનક પૂર્ણ થયું. હવે સ્પંડિલ-માત્રુ વગેરેને પરઠવવા સંબંધી સમિતિને કહે છેआवायाइविरहिए, देसे संपेहणाइपरिसुद्धे । उच्चाराइ कुणंतो, पंचमसमितिं समाणेइ ॥ १८९॥ આપાત આદિથી રહિત અને પ્રત્યુપેક્ષણ આદિથી શુદ્ધ પ્રદેશમાં સ્થડિલ આદિને કરતો સાધુ પારિષ્ઠાપનિકા સમિતિની આરાધના કરે છે. વિશેષાર્થ- આપાત એટલે તિર્યંચ-મનુષ્યોનું આગમન. “આપાત આદિથી રહિત” એ સ્થળે આદિ શબ્દથી આગમમાં કહેલ સંલોક વગેરે દોષો સમજવા. “પ્રત્યુક્ષિણ આદિથી શુદ્ધ” એ સ્થળે આદિ શબ્દથી પ્રમાર્જના સમજવી. પ્રત્યક્ષણ-પ્રમાર્જના એ બેથી શુદ્ધ. “સ્પંડિલ આદિને” એ સ્થળે આદિ શબ્દથી માત્ર વગેરે કરતો, તથા અષણીય કે વધારે પાણીને પરઠવતો વગેરે સમજવું. [૧૮૯] . પારિષ્ઠાપનિકા સમિતિમાં ઉદાહરણને કહે છે.धम्मरुइमाइणो इह, आहरणं साहुणो गयपमाया । जेहिं विसमावईसुवि, मणसावि न लंधिया एसा ॥ १९०॥ જેમણે વિષમ આપત્તિઓમાં પણ મનથી પણ પારિષ્ઠાપનિકા સમિતિનું ઉલ્લંઘન ન કર્યું તે પ્રમાદરહિત ધર્મરુચિ મુનિ વગેરે અહીં દષ્ટાંતરૂપ છે. વિશેષાર્થ– ધર્મચિમુનિનો વૃત્તાંત કહેવાય છે Page #22 -------------------------------------------------------------------------- ________________ મનોગુપ્તિમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મસચિમુનિનું દૃષ્ટાંત-૩૯૫ ધર્મરુચિમુનિનું દૃષ્ટાંત કોઈક સ્થળે મહાનગચ્છરૂપ ઉત્તમવૃક્ષમાં રસાળ ફલસમૂહની જેમ કેવળ પરોપકાર કરવામાં રસવાળા ધર્મરુચિ અણગાર થયા. તેમણે સૂત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો, સૂત્રોના અર્થોને પણ સારી રીતે સમજ્યા. તે મુનિ શરીરદુઃખને ગણકાર્યા વિના વિવિધ તપશ્ચર્યા કરે છે. સ્વાધ્યાયમાં લીન તે સાધુએ કોઇવાર દિવસના અંતે માત્રુ પરઠવવા આદિ માટે જરાપણ શુદ્ધભૂમિ ન જોઈ. તેથી રાતે છ જવનિકાય વધના ભયથી શરીરચિંતા (માટુ) કરતા નથી. આ પ્રમાણે લાંબા કાળ સુધી પેશાબને રોકવાથી પીડાયેલા મુનિ આ પ્રમાણે વિચારે છે- હે જીવ! પરવશ તું શુદ્ધભૂમિમાં પણ (શુદ્ધભૂમિને જોવામાં) ઉપયોગ કેમ કરતો નથી? હમણાં પોતાના પ્રમાદરૂપ વૃક્ષના પુષ્પની પ્રાપ્તિમાં ખેદ કેમ કરે છે? આ પ્રમાણે દેહપીડાની વૃદ્ધિની સાથે જ તેનો શુભભાવ વૃદ્ધિ પામે છે. જાણે આંખો તૂટે છે, ફૂટે છે. પેટ ફૂલનું અનુસરણ કરે છે, અર્થાત્ પેટમાં ફૂલ ઉપડે છે. તો પણ સહન કરતા અને નિશ્ચલ સત્ત્વવાળા તે મુનિને જોઈને કોઈ દેવે ભક્તિથી ત્યાં પ્રભાત વિકુવ્યું. તે સાધુ શુદ્ધ ભૂમિને જોઇને કેટલામાં માત્રુ કરે છે તેટલામાં ફરી પણ જલદી અંધારું થઈ ગયું. પછી આ દેવાયા હતી એમ જાણીને સંવેગને પામેલા તે મુનિ વિરતિરહિતની વેયાવચ્ચ વગેરે દોષસંબંધી મિચ્છા મિ દુક્કડે આપે છે. દેવે સાંનિધ્ય કર્યું તો પણ ગર્વ કરતા નથી અને પોતાની નિંદા કરે છે. આ પ્રમાણે બીજા સાધુએ પણ પારિષ્ઠાપનિકા સમિતિમાં દઢતા કરવી જોઇએ. [૧૯૦] ( આ પ્રમાણે ધર્મચિ મુનિનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે ઉદાહરણ સહિત પાંચ સમિતિઓ બતાવી. હવે ત્રણ ગુપ્તિઓમાં મનસંબંધી ગુમિને કહે છે अकुसलमणोनिरोहो, कुसलस्स उईरणं तहेगत्तं । इय निट्ठियमणपसरा, मणगुत्तिं बिंति महरिसिणो ॥ १९१॥ અકુશલમનનો નિરોધ, કુશલમનની ઉદીરણા અને મનનું એકત્વ આ ત્રણે પ્રકારની ગુપ્તિને જેમનો મનઃપ્રસર સમાપ્ત થઈ ગયો છે તેવા તીર્થંકરો વગેરે મનોગુતિ કહે છે. ' વિશેષાર્થ- અકુશલ મન એટલે સાવઘચિંતાવાળું મન. કુશલમન એટલે સ્ત્રાર્થ આદિના ચિંતનવાળું મન. કુશલમનની ઉદીરણા એટલે પ્રયત્નથી મનને સૂત્રાર્થ આદિના ચિંતનવાળું કરવું. મનનું એકત્વ એટલે મનને એકાગ્રતામાં રાખવું, અર્થાત્ મનને એકાગ્ર બનાવવું= કોઈ એક વિષયમાં સ્થિર કરવું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬-ચરણશુદ્ધિ દ્વાર ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મનોગુપ્તિમાં તીર્થકરો કેવલજ્ઞાનથી યુક્ત હોવાથી સર્વ માનસિક વિકલ્પોથી રહિત છે. આથી તેમનો મનોવર્ગણાદ્રવ્યોની સહાયથી થનાર વિકલ્પરૂપ મનનો પ્રસર(=પ્રવૃત્તિ) સમાપ્ત થઈ ગયો છે, અર્થાત્ તીર્થકરોને વિકલ્પરૂપ મન હોતું નથી. [૧૯૧] ભારેકર્મી જીવોને મનોગુક્તિ કરવી અશક્ય છે. હ્યું છે કેअवि जलहीवि निरुज्झइ, पवणोऽवि खलिजए उवाएणं । मन्ने न निम्मओच्चिय, कोऽवि उवाओ मणनिरोहे ॥ १९२॥ સંભવ છે કે સમુદ્રનો પણ વિરોધ કરી શકાય, પવનને પણ ઉપાયથી અટકાવી શકાય. પણ મનનો વિરોધ કરવા માટે કોઇપણ ઉપાયનું નિર્માણ કર્યું નથી એમ હું માનું છું. વિશેષાર્થ- આ પણ સંભવિત છે કે કોઇપણ વિદ્યાધર વગેરે પર્વત વગેરે ફેંકીને સમુદ્રનો પણ વિરોધ કરે, વચ્ચે સાદડી(=ચટાઈ) મૂકવી, ભીંત કરવી વગેરે ઉપાયથી તીવ્રવેગથી પ્રવૃત્ત થયેલો પણ પવન અટકાવી શકાય છે, પણ મનરૂપ અશ્વનો નિરોધ કરવા માટે તીર્થકર રચિત સૂત્રોનું અધ્યયન અને ચિંતન આદિરૂપ લગામથી નિયમન કરવું વગેરે પરમ ઉપાયનું તીર્થકરોએ નિર્માણ કર્યું હોવા છતાં હું માનું છું કે કોઇપણ ઉપાયનું નિર્માણ કર્યું જ નથી. કારણ કે અજ્ઞાન હોવાના કારણે કે અયોગ્ય હોવાના કારણે અમારા જેવા ઘણાઓ તે ઉપાયથી બહાર રહેલા છે. [૧૯૨] આ શાથી છે તે કહે છેचिंतइ अचिंतणिजं, वच्चइ दूरं विलंघइ गुरुंपि । गरुयाणवि जेण मणो, भमइ दुरायारमहिल व्व ॥ १९३॥ કારણ કે મોટાઓનું પણ મન દુરાચારિણી સ્ત્રીની જેમ (બ) ભટકે છે, ન ચિંતવવા જેવું ચિંતવે છે, દૂર જાય છે, મોટાનું પણ ઉલ્લંઘન કરે છે. [૧૯૩] હવે જિનવચન એ જ મહાવિદ્યા છે. એ મહાવિદ્યાની સહાયવાળા કોઇક ગૃહસ્થો પણ વિષની જેમ મનનો વિરોધ કરે જ છે એમ બતાવે છે– जिणवयणमहाविजासहाइणो अहव केइ सप्पुरिसा । रुंभंति तंपि विसमिव, पडिमापडिवन्नसड्डो व्व ॥ १९४॥ અથવા જિનવચનરૂપ મહાવિદ્યાની સહાયવાળા કોઈક સપુરુષો વિષની જેમ મનનો પણ પ્રતિમાને સ્વીકારનારા શ્રાવકની જેમ નિરોધ કરે છે. વિશેષાર્થ- કથાનક કહેવાય છે– Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) જિનદાસનું દૃષ્ટાંત ચંપા નામની શ્રેષ્ઠ નગરીમાં જિનદાસ નામનો શ્રાવક હતો. તેણે ઘણા બહુશ્રુત સાધુઓના મુખથી જિનવચનના પરમાર્થને જાણ્યો હતો. તે આઠમ-ચૌદશ વગેરે પર્વદિવસોમાં શૂન્યઘર વગેરે સ્થાનોમાં હંમેશાં પૌષધ પ્રતિમાનો સ્વીકાર કરે છે. એકવાર તે કૃષ્ણ ચતુર્દશીના દિવસે પોતાના ઘરની નજીક શૂન્યઘરમાં પ્રતિમાનો સ્વીકાર કરે છે. તેની દુરાચારિણી પત્ની પરપુરુષની સાથે કોઇપણ રીતે (જ્યાં તે કાયોત્સર્ગમાં છે) ત્યાં જ ગઇ. અંધારામાં પત્નીએ પતિને જાણ્યો નહિ અને ત્યાં ખાટલો નાખ્યો. તેના ચાર પાયાઓમાં સ્થિરતા માટે લોઢાના તીક્ષ્ણ ખીલા બાંધેલા છે. તેમાંથી એક ખીલો કોઇપણ રીતે જિનદાસના પગ ઉપર આવ્યો. તે ખીલો તેના પગને ભેદીને પૃથ્વીમાં પેસી ગયો. લોહીનો પ્રવાહ છૂટ્યો. વેદના વધી. વ્યભિચારી પુરુષથી ભોગવાતી પોતાની પત્નીને જુએ છે. તો પણ તેનું મન ચલિત થતું નથી. તે વિચારે છે કે, હે જીવ! અનંત ભવસાગરમાં ભમતા તેં અનંત પત્નીઓ મૂકી છે. આને પણ એ અનંત પત્નીઓમાં ગણ. પણ વિષાદ ન કર. શાસ્ત્રમાં પણ આવી નારીઓ શું તેં સાંભળી નથી? આવી નારીઓ ઉપકારથી ગ્રહણ કરી શકાતી નથી, મોટા પુરુષને પણ છોડી દે છે, નીચ પુરુષોની પાસે પણ જાય છે. તેથી આવી સ્ત્રીઓ મોટા પુરુષોને હર્ષ-વિષાદ કરનારી થતી નથી. જિનદાસનું દૃષ્ટાંત] [ચરણશુદ્ધિ દ્વાર-૩૯૭ આ કંઇક વેદના પણ નરકની અપેક્ષાએ તારે દુ:સહ નથી. માટે એક ક્ષણ સ્થિર મનવાળો થઇને આ વેદનાને સહન કર. પણ જો હે જીવ! તું વાનરના બચ્ચાની જેમ મનને છૂટો મૂકે છે તો મન અતિપરિચિત કુવિકલ્પરૂપ વનમાં જલદી પ્રવેશ કરીને તે કોઇપણ અપરાધો કરશે કે જે અપરાધોથી તું જ ક્રોડો અનર્થોને પામીશ. લોકમાં પણ બધેય દાસના અપરાધથી સ્વામીનો દંડ (=સ્વામીને દંડ થાય એમ) પ્રસિદ્ધ છે. વળી બીજું– છૂટું મૂકેલું મનરૂપ વાનર બચ્ચું પોતાના સ્વામીઓને પણ ખેંચીને પ્રારંભમાં મધુર અને પરિણામે વિષસમાન ફળવાળા શબ્દ-રૂપ વગેરે વૃક્ષોમાં લઇ જાય છે. ત્યાં આવેલા સ્વામીઓ પણ અતિશય અનુરાગને આધીન થઇને તે વૃક્ષોનાં કેટલાંક ફળો ખાય છે. તેથી તેમને પાપરૂપ વિષનો વેગ પ્રસરે છે. તેથી તેઓ વ્યાકુલ શરીરવાળાની જેમ દુઃસહવેદનાવાળા નરકરૂપ ખાડાઓમાં પડે છે. ત્યારબાદ કોઇપણ રીતે તિર્યંચ-મનુષ્યપણાને પામેલા તેમની શબ્દાદિ વૃક્ષફળોના સ્વાદ માટે ખેંચ-તાણ કરતું મનરૂપ વાનર બાળક કોઇ સમયે અટકતું નથી. આ પ્રમાણે અવસર પામીને મનરૂપ વાનર બાળકથી ભોળવાતા કેટલાકો (પૂર્વે જે કર્યું હતું) તે જ કરે છે, અને તેથી તે જ દુઃખોને પામે છે. આ પ્રમાણે કાર્યના પરમાર્થને નહિ જાણનારા કેટલાક જીવો છૂટા મૂકેલા મનરૂપ વાનર બાળક વડે ફરી ફરી દુઃખના આવર્તમાં ફેંકાય છે. ૫રમાર્થને જાણનારા બીજા જીવો ત્યાં જતા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વચનગુપ્તિ સંબંધી મનરૂપ વાનર બાળકને નિયંત્રણ કરીને ગાઢ ધારણ કરે છે પકડી રાખે છે. તે રીતે પકડી રાખેલા અને વિષાદને પામેલા તેને તપરૂપ પાણીથી વિશુદ્ધ કરીને શુભધ્યાનરૂપ અગ્નિમાં તપાવે છે. પછી તપાવેલું તે લોભરહિત બનીને કેવલજ્ઞાન સ્વરૂપ બને છે. તેથી પૂર્વાવસ્થામાં રહેલા પોતાના દોષોને પ્રત્યક્ષ જાણીને લોકોને કહે છે કે હે જનો! તેથી તમે મનરૂપ વાનર બાળકને વશ ન બનો. આના આ દોષો કરુણાથી આ પ્રમાણે લોકમાં પણ પ્રક્ટ કરીને જાણે જાતિબહુમાનથી હોય તેમ અન્યપણ ભવ્યજીવોના મનરૂપ વાનરબાળકોને ઘણાઓ દ્વારા અતિશય વિશુદ્ધ કરાવે છે. (૨૫) પછી દુઃખમુક્ત અને અનંતસુખયુક્ત પોતે ( કેવલજ્ઞાન) પોતાના સ્વામીની સાથે જ મુક્તિપુરીમાં જાય છે. ત્યાં નિર્મલ તે તેવા જ સ્વરૂપે અનંતકાલ સુધી રહે છે. તેમનામાં જગત સંક્રાન્ત થયેલું છે, અર્થાત્ તેમનામાં આખા જગતનું પ્રતિબિંબ પડે છે. તેથી હે જીવ! તું પણ પોતાના મનરૂપ વાનર બાળકને જિનશાસ્ત્રમાં કહેલી ભાવનારૂપ થાંભલામાં ગાઢ બાંધીને ક્ષણવાર ધારણ કર, જેથી તું વાંછિતસુખને પામે. જેવી રીતે ધમેલું સોનું ફૂંકથી ગુમાવી દે તેમ તું વેદનાથી દુઃખી થઈને કે સ્ત્રીમાં આસક્ત થઈને સ્વસુકૃતને હારી ન જા. આ પ્રમાણે ભાવના ભાવતો અને નિશ્ચલ મનવાળો એ પ્રાણોથી અને પાપોથી સાથે જ મૂકાયો, અને વૈમાનિકદેવોમાં ગયો. તેનું શરીર પડતાં સંભ્રાન્ત થયેલી તેની પત્ની ઊભી થઈ. વિમૂઢ તે આ વૃત્તાંતને જાણીને જેટલામાં ભય પામેલી રહે છે, તેટલામાં તે દેવ અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યો. કરુણાથી પ્રતિબોધ પમાડીને બંનેને જિનશાસનની દીક્ષા ગ્રહણ કરાવે છે. આવા પ્રકારના વિષમ પણ પ્રસંગમાં ગૃહસ્થો હોવા છતાં જો આ પ્રમાણે મનનો વિરોધ કરે છે તો સાધુ મહાત્માઓ મનનિરોધને કેમ ન કરે? [૧૯૪] . આ પ્રમાણે જિનદાસનું કથાનક પૂર્ણ થયું. હવે વાણીસંબંધી ગુણિને કહે છેअकुसलवयणनिरोहो, कुसलस्स उईरणं तहेगत्तं । भासाविसारएहिं, वइगुत्ती वन्निया एसा ॥ १९५॥ અકુશલ વચનનો નિરોધ, કુશલ વચનની ઉદીરણા અને વચનનું એકત્વ આ ત્રણે પ્રકારની ગુપ્તિને ભાષાવિશારદોએ વચનગુપ્તિ કહી છે. | વિશેષાર્થ– અકુશલ વચન એટલે સાવદ્ય બોલવું તે. કુશલ વચન એટલે સૂત્રાર્થનો પાઠ કરવો વગેરે. કુશલ વચનની ઉદીરણા એટલે પ્રયત્નથી સૂત્રાર્થનો પાઠ કરવો. વચનનું એકત્વ એટલે વચનના વ્યાપારનો અભાવ, અર્થાત્ મૌન. [૧૯૫] Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુણદત્ત સાધુનું દાંત] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર-૩૯૯ ભારેકમ જીવોને વચનગુતિ કરવી અશક્ય છે એમ બતાવે છે– दम्मति तुरंगावि हु, कुसलेहिं गयावि संजमिजंति । वइवग्धिं संजमिउं, निउणाणवि दुक्करं मन्ने ॥१९६॥ કુશળ પુરુષોથી અશ્વો પણ દમી શકાય છે, હાથીઓ પણ કાબૂમાં રાખી શકાય છે, પણ વાણીરૂપ વાઘણને કાબૂમાં રાખવાનું નિપુણ પુરુષો માટે પણ દુષ્કર છે એમ હું માનું છું. વિશેષાર્થ વાણી જ વિકથા, ગુપ્ત વાતને ઉઘાડી કરવી, પશૂન્ય વગેરેથી બોલનારના અને બીજાના શરીરનું વિદારણ કરવા સમર્થ હોવાથી વાઘણ જેવી છે. [૧૯૬] જો આ પ્રમાણે વચનગુપ્તિનું આચરણ અશક્ય છે તો વચનગુપ્તિના ઉપદેશથી શું? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે सिद्धंतनीइकुसला, केइ निगिण्हति तं महासत्ता । सन्नायगचारग्गहजाणग गुणदत्तसाहु व्व ॥ १९७॥ સિદ્ધાંતનીતિમાં કુશળ અને મહાસત્ત્વવંત કેટલાક પુરુષો સ્વજનોને ચોરોએ પકડ્યા છે એમ જાણનારા ગુણદત્ત સાધુની જેમ વાણી વ્યાઘ્રીનો નિગ્રહ કરે છે. આથી તેનો ઉપદેશ નિરર્થક નથી. વિશેષાર્થ– ગુણદત્ત સાધુનું કથાનક કહેવાય છે ગુણદત્ત સાધુનું દૃષ્ટાંત વૈભવનો અને માતા-પિતા વગેરે સ્વજનવર્ગનો ત્યાગ કરીને ગુણદત્ત નામના કોઈ મહાત્માએ દીક્ષા લીધી. હવે ભવથી વિરક્તમનવાળા તે સાધુ ગીતાર્થ થયા અને તપ આચરે છે. એકવાર ગુરુથી અનુજ્ઞા અપાયેલા તે પ્રતિબોધ પમાડવા માટે વિહાર કરતા સ્વજનોની પાસે જાય છે. રસ્તામાં ચોરોએ તેમને પકડ્યા અને સાધુ જાણીને છોડી દીધા. ચોરોના આગેવાને સાધુને કહ્યું: તમારે મારો આ વૃત્તાંત કોઈને ય ન કહેવો, અને માર્ગમાં ચોરો છે એમ કોઈને ય ન કહેવું. હવે આગળ ગયેલા સાધુ જેટલામાં થોડુંક ગયા તેટલામાં જાનમાં ચાલેલા માતા-પિતા વગેરે સઘળાય સ્વજન વર્ગને જોયા. સઘળાય સ્વજનવર્ગ તેમને વંદન કર્યું, અને પૂછ્યું: તમે અહીં ક્યાંથી? સાધુએ કહ્યું: તમારી પાસે આવું છું. હર્ષ પામેલા તેમણે કહ્યું: તો અહીં અનુગ્રહ કરીને પાછા વળીને અમારી સાથે જ પધારો. પછી પોતાના સ્થાને ગયેલા અમે તમારી ઉપાસના કરીશું. સ્વજનોએ આ પ્રમાણે કહ્યું તેથી સાધુ પાછા વળીને તેમની સાથે જાય છે. તેટલામાં જેમણે પટ્ટબંધ કર્યો છે તેવા (=બુકાનીધારી) ચોરોએ વિશ્વાસમાં રહેલા અને જેમનો સહાયક વર્ગ તૈયાર નથી એવા એમને લૂંટી લીધા અને બધાને પલ્લી તરફ વાળ્યા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ -વચનગુપ્તિ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર પછી ચોરોએ સાધુને જોયા. અને કહ્યું કે–તે આ સાધુ છે, કે જેને પકડીને આપણે છોડી દીધા હતા. આપણે નિષેધ કર્યો એથી ભય પામેલા આ બિચારા સાધુએ આમને (માર્ગમાં ચોરો છે એમ) ન કહ્યું. ચોરોનું આ વચન સાધુની માતાએ કોઇ પણ રીતે સાંભળ્યું. ગુસ્સે થયેલી તેણે ચોરોના આગેવાનની પાસે છૂરી માગી. આગેવાને તેને પૂછ્યું: છૂરીનું શું કામ છે? તેથી માતાએ કહ્યું: તેનાથી હું મારા સ્તનોને છેદીશ. તેમણે પૂછ્યું: શા માટે? માતાએ કહ્યું: મારા આ સ્તનોથી દુર્બુદ્ધિ એવા આને મેં દૂધ પીવડાવ્યું છે. તેમણે તમને જોયા હતા છતાં અમને માર્ગમાં ચોર છે એમ ન કહ્યું. આગેવાને સાધુને પૂછ્યું: જો આ તમારી માતા છે તો તેને તમે આ કેમ ન કહ્યું? શું અમારા ભયથી ન કહ્યું? તેથી સાધુએ કહ્યુંઃ સર્વજ્ઞના વચનને ખંડિત કરવા સિવાયનો મને વિશ્વમાં પણ ભય નથી. સર્વજ્ઞના વચનમાં આનો નિષેધ છે કે, જે સાંભળેલું અને પ્રત્યક્ષ જોયેલું સાવદ્ય હોય તે પ્રાણ જાય તો પણ સાધુઓએ ન કહેવું. વળી આ મારી માતા છે એ પણ અહીં (=રસ્તામાં ચોરો છે એમ કહેવામાં) કારણ નથી. કારણ કે શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળાઓને કોણ પરજન કે કોણ સ્વજન? વળી બીજું– અનાદિ ભવસાગરમાં ભમતા જીવોને બધાય જીવો માતા-પુત્ર-પિતા આદિ સંબંધવાળા થઇ ગયા છે. તેથી અનંતભવચક્રમાં ભમનારા જીવોમાં પરસ્પર કયા જીવોને કોણ અનંતવાર માતા નથી થઇ? અથવા અનંતવાર વૈરિણી નથી થઇ? સર્વજ્ઞને છોડીને માતા ઉપર બહુમાન યોગ્ય નથી. કારણ કે માતા સંસારનું દુઃખ કરનારી છે. સર્વજ્ઞ મોક્ષનું સુખ કરનારા છે. ઇત્યાદિ વિસ્મયકારી દેશનાથી અને નિઃસ્પૃહતાથી ખુશ થયેલા આગેવાને સાધુને નમીને આ પ્રમાણે કહ્યું: હે મુનિસિંહ! જેમનો વાણી ઉપર આવો સંયમ છે તે તમારી અમે શું પ્રશંસા કરીએ? ગંગાનદીની જેમ વહેતી આવી વાણીને કોણ રોકે? અહીં મુખરૂપ આકાશમાંથી નીકળતા વચનરૂપ પવનને નિપુણ પણ કોઇ શું રોકે? ધાતુને ગાળવા પાત્રમાંથી નીકળતા અગ્નિથી તપાવેલા પારાને કોણ ધારણ કરે? તેથી હે મુનીંદ્ર! વિશ્વમાં પણ તમે જ પ્રશંસનીય છો કે આ પ્રમાણે વાણી જેના વશમાં છે અને જેની દૃઢસ્નેહરૂપ બેડીઓ તૂટી ગઇ છે. (રપ) ધર્મ પણ આ જ છે કે જ્યાં આવી વચનનિપુણતા જોવામાં આવી છે. આ પ્રમાણે સાધુના ગુણથી આકર્ષાયેલ ચોરોનો આગેવાન ભદ્રક થયો. મુનિની માતાને પોતાની માતા તરીકે સ્વીકારી. તથા લુંટેલું બધુંય પાછું આપી દીધું. પછી ખમાવીને અને નમીને તે ગયો. સ્વજનો ખુશ થયા. પછી મુનિએ સ્વજનોને શ્રેષ્ઠધર્મ કહીને પ્રતિબોધ પમાડ્યો. પછી તે મહાત્મા પૃથ્વી ઉપર વિચરે છે. આ પ્રમાણે બીજાએ પણ વચનગુપ્તિ કરવી જોઇએ. [૧૯૭] આ પ્રમાણે ગુણદત્તસાધુનું કથાનક પૂર્ણ થયું. Page #28 -------------------------------------------------------------------------- ________________ કાયગુપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) હવે કાયાસંબંધી ગુપ્તિને કહે છે– जो दुट्ठगइंदो इव, देहो असमंजसेसु वट्टंतो । नाणंकुसेण रुंभइ, सो भण्णइ कायगुत्तोत्ति ॥ १९८ ॥ [સાધુએ કેવા થવું-૪૦૧ દુષ્ટ ગજેન્દ્રની જેમ અયોગ્યમાં પ્રવૃત્તિ કરતા શરીરને જે જ્ઞાનરૂપ અંકુશથી રોકે છે તે કાયગુપ્ત કહેવાય છે. [૧૯૮] દૃષ્ટાંત બતાવવા દ્વારા ઉપદેશને કહે છે— कुम्मो व्व सया अंगोवंगाई ( साई ) गोविउं धीरा । चिट्ठति दयाहेउं जह मग्गपवन्नओ साहू ॥ १९९॥ ધીરપુરુષો દયાના પાલન માટે કાચબાની જેમ સદા પોતાના અંગોપાંગોને ગોપવીને રહે છે. જેમ કે માર્ગને પામેલા (=માર્ગમાં રહેલા) સાધુ. વિશેષાર્થ— ગાથાનો અક્ષરાર્થ સુગમ છે, ભાવાર્થ તો કહેવાય છે— કાયગુપ્ત સાધુનું દૃષ્ટાંત કોઇક ઉત્તમ મુનિવર માર્ગમાં સાર્થની સાથે ચાલ્યા. સાથે ક્યાંક લીલી વનસ્પતિથી વ્યાપ્ત પ્રદેશમાં નિવાસ કર્યો. છ જીવનિકાયથી સંસક્ત તે દેશમાં મુનિને પોતાને રહેવા માટે કોઇપણ રીતે શુદ્ધભૂમિ મળતી નથી. ક્યાંક જેટલી ભૂમિમાં એક પગ મૂકી શકાય તેટલી જ શુદ્ધભૂમિ કષ્ટથી કોઇપણ રીતે તેમને મળી. તેથી ત્યાં એક પગ રાખીને સંપૂર્ણ શરીરનો ભાર એક પગ ઉપર લઇને આખી રાત રહે છે. પરમાત્મામાં લીન રહે છે. ત્યાર બાદ વિશાળ અવધિજ્ઞાનથી જંબૂદ્વીપને જોતા ઇંદ્ર તે મુનિને તે રીતે કષ્ટથી રહેલા જુએ છે. તેથી પૂર્વોક્ત રીતે હર્ષ પામેલા ઇંદ્ર મુનિને પ્રણામ કરે છે અને પ્રશંસા કરે છે. તે જ પ્રમાણે શ્રદ્ધા નહિ કરતો એક દેવ અહીં આવીને સિંહનું રૂપ કરીને તરાપ મારીને તે સાધુને હણે છે. આથી ત્યાં તે સતત મિચ્છા મિ દુક્કડં એમ બોલે છે. પડવા છતાં જીવવધના ભયથી ડાબી તરફ કે જમણી તરફ ચાલતા નથી. તથા ઊભા થઇને ફરી ફરી તે જ પ્રમાણે રહે છે. વિચારે છે કે, હે જીવ! જેવી રીતે એક પગથી ઊભા રહેતા તારા અંગોપાંગો ભાંગે છે તે જ રીતે તારા કર્મો પણ ભાંગે છે એમ તું જાણ. આ દુ:ખ તને લાંબો કાળ નહિ થાય. ૧. äરૂ શબ્દનો અર્થ લખવામાં ગુજરાતી વાક્ય રચનામાં સંબંધ જળવાતો નથી એથી અનુવાદમાં તેનો અર્થ લીધો નથી. ૨. પૂર્વોક્ત રીતે એટલે પૂર્વની કથા મુજબ. ૩. તે જ પ્રમાણે એટલે પૂર્વની કથા પ્રમાણે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨- ચરણશુદ્ધિદ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થિરવાસમાં દોષો કારણ કે દયાને કરતો તું થોડા જ કાળમાં શિવસુખને પામીશ. તે સુખ અનંત છે. સિંહનું રૂપ ધારણ કરનાર આ જે કોઈ પ્રતિકૂળ કરવાની બુદ્ધિથી તે રીતે કંઈપણ કરે છે, તેનો આ ઉદ્યમ (મારા) કર્મક્ષય માટે જ છે. તે જે કંઈ પણ કરે છે તેને તું પ્રસ્તુતમાં ( કર્મક્ષયમાં) સહાય આપવાથી અનુકૂળ જ જાણ. લાંબા કાળની વ્યાધિના નિગ્રહમાં સહાય કરનારાઓ પ્રતિકૂળ હોતા નથી. આ પ્રમાણે ભાવના ભાવતા તે મુનિ દેવ વડે ક્ષણવાર પણ ધ્યાનથી ચલિત ન કરાયા. મુનિએ તલના ફોતરા જેટલી પણ અશુદ્ધભૂમિનો ઉપયોગ ન કર્યો. હવે દેવનું મન મુનિના ગુણો પ્રત્યે અનુરાગવાળું થયું. તેથી હર્ષ પામેલો તે દેવ તે જ પ્રમાણે પ્રશંસા કરીને અને ખમાવીને પોતાના સ્થાને ગયો. સાર્થના લોકોથી પ્રશંસા કરાયેલા સાધુ પણ ગર્વ કર્યા વિના તપ આચરે છે. આ પ્રમાણે બીજાએ પણ આ કાયવુતિ કરવી જોઇએ. [૧૯૯] આ પ્રમાણે કાયગુપ્ત સાધુનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિઓનું સમર્થન કર્યું. અહીં ગમન-ભાષણ-આહાર ગ્રહણ-આદાનનિક્ષેપ-પરિસ્થાપના રૂપ પ્રવૃત્તિના કાળે જ સમિતિઓનો વ્યાપાર હોય છે, ગુપ્તિઓનો તો ગમનાદિ પ્રવૃત્તિરૂપ હલન-ચલનનો જેમાં અભાવ છે તે કાયોત્સર્ગ વગેરે અવસ્થામાં પ્રવૃત્તિના અભાવના કાળે પણ વ્યાપાર હોય છે, આમ સમિતિ-ગુપ્તિઓમાં પરસ્પર વિશેષતા છે. અહીં તાત્પર્ય આ છે- સમિતિકાળે ગુતિઓ નિયમા પ્રાપ્ત થાય છે, પણ ગુપ્તિકાળે સમિતિઓની ભજના હોય છે, એટલે કે સમિતિઓ હોય પણ અને ન પણ હોય. આથી જ “સમિત નિયમા ગુપ્ત છે. ગુપ્ત સમિત હોય કે ન પણ હોય. કુશળવચનને બોલતો જીવ વચનગુપ્ત પણ છે અને વચનસમિત પણ છે.” આ પ્રમાણે પ્રાસંગિક વર્ણનથી સર્યું. આ પ્રમાણે નિર્મલવ્રતથી યુક્ત પણ અને સમિતિ-ગુમિમાં ઉદ્યત પણ સૂત્રપોરિસીઅર્થપોરિસીના ક્રમથી સમિતિ-ગુપ્તિનો ઉપકાર માટે જ સૂત્ર ભણે એમ ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે इय निम्मलवयकलिओ, समिईगुत्तीसु उज्जुओ साहू ।। सुत्तं अत्थं पोरसिकमेण सुत्तं अहिजिज्जा ॥ २००॥ આ પ્રમાણે નિર્મલવ્રતથી યુક્ત અને સમિતિ-ગુપ્તિઓમાં ઉદ્યત સાધુ સૂત્રપોરિસીઅર્થપોરિસીના ક્રમથી સૂત્ર ભણે. ૧, અહીં ઉપકાર એટલે સહાય-મદદ. સૂત્રો ભણવાથી કયારે કેવી રીતે સમિતિ-ગુપ્તિનું પાલન કરવું તેનું વિશેષ જ્ઞાન થાય છે, એથી સમિતિગુપ્તિ સારી રીતે પાળી શકાય છે. માટે સુત્રોનું અધ્યયન સમિતિ-ગુપ્તિના પાલનમાં સહાયક છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થિરવાસમાં દોષો ૪૦૩ ' વિશેષાર્થ– સૂત્રને ભણતા સાધુએ જો કોઇક રીતે આલંબનથી તીવ્રતાપ ન કર્યો, તથા તે સાધુ વિહારકલ્પનું ઉલ્લંઘન કરીને એક જ ક્ષેત્રમાં કેટલોક કાળ રહ્યા, તો પણ સૂત્ર ભણાઈ જાય ત્યારે વિશેષથી તીવ્ર તપવિશેષ કરે અને દ્રવ્યાદિમાં અપ્રતિબદ્ધ બનીને વિવિધ દેશોમાં વિહાર કરે. આ કથનથી નાલેસુ વિહરિઝા એ ગાથાના પણ અર્થનું વ્યાખ્યાન થઈ જ ગયું છે. આટલો વિશેષ છે- દ્રવ્યમાં એટલે શ્રાવક વગેરે દ્રવ્યમાં. “દ્રવ્યાદિમાં” એ સ્થળે આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ અને ભાવનું ગ્રહણ કરવું. પવનરહિત વસતિ વગેરે ક્ષેત્રમાં, શરદઋતુ વગેરે કાળમાં અને શરીરપુષ્ટિ વગેરે ભાવમાં આસક્ત બન્યા વિના વિહાર કરે. અહીં તાત્પર્ય આ છે- સુખની લાલચથી દ્રવ્યાદિમાં આસક્ત થઈને એક સ્થળે ન રહે, તો એક સ્થળે કયા કારણથી રહે? પુષ્ટ આલંબનથી એક સ્થળે રહે. માસકલ્પ આદિથી વિહાર પણ દ્રવ્યાદિમાં આસક્તિથી રહિતને જ સફલ બને. માસકલ્પ આદિથી વિહાર પણ જો- અમુક નગર વગેરેમાં જઈને ત્યાં ઘણી સમૃદ્ધિવાળા શ્રાવકોને અથવા ઘણા શ્રાવકોને મેળવું મારી પાસે આવનારા કરું, અને તેવી રીતે કરું કે જેથી તે શ્રાવકો મને છોડીને બીજાના ભક્ત ન થાય ઈત્યાદિ દ્રવ્યપ્રતિબંધથી, તથા અમુક ક્ષેત્ર પવનરહિત વસતિ આદિના કારણે રતિને ઉત્પન્ન કરનારું છે, આ ક્ષેત્ર તેવા પ્રકારનું નથી ઈત્યાદિ ક્ષેત્રપ્રતિબંધથી, વિહાર કરતા સાધુઓ માટે પાકેલા અને સુગંધી ડાંગર વગેરેથી આ શરદઋતુનો કાલ વગેરે રમણીય છે ઈત્યાદિ કાલ પ્રતિબંધથી, સ્નિગ્ધ અને મધુર આહાર આદિ મળવાથી ત્યાં ગયેલા મને શરીરપુષ્ટિ વગેરે સુખ થશે, અહીં તે સુખ મળતું નથી, વળી બીજુંઆ પ્રમાણે ઉદ્યવિહારથી વિહાર કરતા મને જ લોકો ઉદ્યતવિહારી કહેશે, અમુકને તો શિથિલ કહેશે ઇત્યાદિ ભાવપ્રતિબંધથી કરે તો એ વિહાર પણ કાર્યસાધક જ ન થાય. તેથી સ્થિરતા કે વિહાર દ્રવ્યાદિમાં પ્રતિબંધથી રહિતને જ સાધક બને છે. [૨૦] “એક સ્થળે રહેનારાઓને કયો દોષ લાગે કે જેથી માસિકલ્પ આદિથી વિહાર કરવો જોઇએ” એ પ્રશ્નનો ઉત્તર આપે છે पडिबंधो लहुयत्तं, न जणुवयारो न देसविन्नाणं । ના અવઠ્ઠી, તોસી વહારપદ્યુમ્ન | ૨૦૧TI અવિહારપક્ષમાં (=ઘણા કાળ સુધી એક સ્થળે રહેવામાં) પ્રતિબંધ, લઘુતા, લોકોપકારનો અભાવ, દેશવિજ્ઞાનનો અભાવ અને જ્ઞાનાદિની વૃદ્ધિનો અભાવ વગેરે દોષો થાય છે. “આ કથનથી તાળવેસુ વિરિજ્ઞા એ ગાથાના પણ અર્થનું વ્યાખ્યાન થઈ જ ગયું છે.” આવા ઉલ્લેખના આધારે એ સિદ્ધ થાય છે કે આ ગ્રંથમાં આ સ્થળે નાગાલેનું વિMિા એ અંશ જેમાં આવતો હોય તેવી એક સંપૂર્ણ ગાથા લુપ્ત થઈ ગઈ છે. કારણ કે અહીં આ સ્થળે આવી કોઇ ગાથા મુદ્રિત થઇ નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪- ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસસ્થા આદિનું વર્ણન વિશેષાર્થ– પ્રતિબંધ- શ્રાવકો વગેરેમાં પ્રતિબંધ=રાગ થાય. લઘુતા લોકમાં ‘અનાદેયવચન' વગેરેનું કારણ એવી લઘુતા થાય છે. જેમ કે– આ આધાર રહિત છે, એમને અમારું જ એક શરણ છે, બિચારા છે, ઇત્યાદિ. લોકોપકારનો અભાવ– એક સ્થળે રહેનારાઓનો જુદા જુદા દેશોમાં રહેનારા લોકો ઉપર સમ્યક્ત્વપ્રાપ્તિ આદિ ઉપકાર ન થાય. દેશવિજ્ઞાનનો અભાવ– ઘણા દેશોની ભાષા અને આચાર આદિનું જ્ઞાન ન થાય. તેનું જ્ઞાન ન થાય તો તે દેશમાં ઉત્પન્ન થયેલા શિષ્યોને પ્રતિબોધ અને અનુવર્તન વગેરે ન કરી શકાય. જ્ઞાનાદિની વૃદ્ધિનો અભાવ– જુદા જુદા દેશોમાં વિહાર કરનારાઓને ઘણા બહુશ્રુતોના દર્શન થવાથી અને શિષ્યપ્રાપ્તિ આદિથી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય. એક સ્થળે રહેવામાં તેની વૃદ્ધિ ન જ થાય. તેથી પુષ્ટ આલંબન વિના વક્રતાનું આલંબન લઇને એક જ સ્થળે ન રહેવું. [૨૦૧] માસકલ્પ આદિથી વિહાર કરનારાઓમાં પણ સ્વકાર્યને સાધવાની ઇચ્છાવાળા સાધુએ આવા (= નીચેની ગાથાઓમાં કહેવાશે તેવા) પ્રકારના જ થવું જોઇએ. અન્યથા સ્વકાર્યની સિદ્ધિ ન થાય એમ બતાવે છે– गयणं व निरालंबो, होज्ज धरामंडलव्व सव्वसहो । मेरूव्व निष्पकंपो, गंभीरो नीरनाहोव्व ॥ २०२॥ चंदोव्व सोमलेसो, सूरुव्व फुरंतउग्गतवतेओ । सीहोव्व असंखोभो, सुसीयलो चंदणवणंव ॥२०३॥ पवणोव्व अपडिबद्धो, भारुंडविहंगमोव्व अपमत्तो । मुद्धवहुव्वऽवियारो, सारयसलिलं व सुद्धमणो ॥२०४॥ સાધુએ આકાશની જેમ નિરાલંબ, પૃથ્વીમંડલની જેમ સર્વસહ, મેરુની જેમ નિષ્પકંપ, સમુદ્રની જેમ ગંભીર, ચંદ્રની જેમ સૌમ્યલેશ્ય, સૂર્યની જેમ સ્ફુરી રહેલા ઉગ્રતપ તેજવાળા, સિંહની જેમ અસંક્ષોભ્ય, ચંદનવનની જેમ અતિશય શીતલ, પવનની જેમ અપ્રતિબદ્ધ, ભારેંડપક્ષીની જેમ અપ્રમત્ત, મુગ્ધ વધૂની જેમ વિકારરહિત, શરદઋતુના પાણીની જેમ શુદ્ધ મનવાળા થવું જોઇએ. વિશેષાર્થ– જેવી રીતે આકાશ નિરાલંબ છે=પરના આધાર રૂપ નિશ્રાથી રહિત છે, તેવી રીતે સાધુ પણ સ્વજન-કુળ વગેરે નિશ્રાથી રહિત થાય. નિષ્રકંપ એટલે પરીષહઉપસર્ગરૂપ પવનથી ક્ષોભ ન પમાડી શકાય તેવો. ગંભીર એટલે બીજાઓથી જેનો મધ્યભાગ Page #32 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસસ્થા આદિનું વર્ણન-૪૦૫ ન પામી શકાય તેવો, અર્થાત્ જેના અંતરમાં શુભાશુભ પ્રસંગોમાં હર્ષ-શોક ન પ્રગટે તેવો. સૌમ્યલેશ્ય એટલે સૌમ્યકાંતિવાળો, અર્થાત્ સદા પ્રસન્ન હોય, રૌદ્રમૂર્તિ ન હોય. અસંક્ષોભ્ય એટલે વાદી રૂપ હાથીના સમૂહથી જેનું મન ભય ન પામે તેવો. પ્રીતિકારક અને કોમળ વચનો બોલવા વગેરેથી અતિશય શીતલ હોય. મુગ્ધવધૂની જેમ વિકારરહિત હોય, અર્થાત્ શૃંગારગર્ભ વક્રોક્તિ વગેરે વિકારોથી રહિત હોય. [૨૦૨-૨૦૩-૨૦૪] ફરી પણ સાધુ કેવો હોય તે કહે છે– वज्जेज्ज मच्छरं परगुणेसु, तह नियगुणेसु उक्करिसं । दूरेणं परिवज्जसु, सुहसीलजणस्स संसग्गिं ॥ २०५ ॥ પરગુણોમાં મત્સ૨નો અને સ્વગુણોમાં ઉત્કર્ષનો ત્યાગ કર. સુખશીલજનના સંગનો દૂરથી ત્યાગ કર. વિશેષાર્થ સુખશીલજન એટલે સુખની લાલસાવાળો પાર્શ્વસ્થ વગેરે લોક. [૨૦૫] તે જ સુખશીલજનને બતાવે છે– पासत्थो ओसन्नो, कुसील संसत्तनीअहाछंदो । एएहिं समाइन्नं, न आयरेज्जा न संसिज्जा ॥ २०६ ॥ પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત, નિત્યવાસી અને યથાછંદ સુખશીલજન છે. એમણે આચરેલું ન આચરવું, અને એમનો સંગ ન કરવો. વિશેષાર્થ— પાર્શ્વસ્થ- સમ્યગ્નાન-દર્શન-ચારિત્રથી (પાર્શ્વ=) જુદો રહે તે પાર્શ્વસ્થ. કેટલાકો આને સર્વથા જ અચારિત્રી માને છે. તે યુક્ત નથી. કારણ કે આ વિષે નિશીથચૂર્ણિ આ પ્રમાણે દેખાય છે— “સુખેથી રહે, સૂત્રપોરસી કે અર્થપોરસી ન કરે, દર્શનાચારના અતિચારોમાં વર્તે, ચારિત્રમાં ન વર્તે, અતિચારોનો ત્યાગ ન કરે, આ પ્રમાણે સુખથી રહે તે પાસસ્થો.” નિશીથચૂર્ણિના આ વર્ણનથી પાર્શ્વસ્થને સર્વથા જ ચારિત્રમાં અભાવ જ હોય એમ જણાતું નથી. કિંતુ સૂત્રમાં સર્વથી અને દેશથી એમ બે પ્રકારના પાર્શ્વસ્થનો ઉલ્લેખ કરાય છે. તેમાં જ્ઞાનાદિથી જુદો થયેલો સર્વથી પાર્શ્વસ્થ છે. અગ્રપિંડનું અને નિત્યપિંડનું ભોજન કરવું વગેરે દોષોથી દુષ્ટ દેશથી પાર્શ્વસ્થ છે. જો પાર્શ્વસ્થ સર્વથા જ અચારિત્રી ૧. ભાત વગેરે વસ્તુ ઉપર ઉપરની કે ઊંચી લેવી તે અગ્રપિંડ, હું તમને રોજ આટલું આપીશ, તમારે રોજ મારા ઘરે આવવું, એમ દાતાના નિમંત્રણથી નિત્ય તેના ઘરેથી અમુક ભિક્ષા લેવી તે નિત્યપિંડ. જેમ કેઅમુક એક જ ઘરેથી રોજ મેથીનો મોદક વગેરે લઇ આવે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬-ચરણશુદ્ધિાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસત્થા આદિનું વર્ણન હોય તો આ બે પ્રકારનું કથન નિરર્થક થાય. કારણ કે ચારિત્રનો અભાવ બંને સ્થળે સમાન છે. તેથી પાર્થસ્થમાં વિકલ્પથી અતિચારસહિત ચારિત્રની સત્તા પણ જણાય છે. અવસગ્ન- જે સાધુસામાચારીમાં સીદાય=પ્રમાદ કરે તે અવસગ્ન. અવસગ્ન પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. અવબદ્ધપીઠફલક અને સ્થાપનાભોજી સર્વ અવસન્ન છે. એક કાષ્ઠથી તૈયાર થયેલ પાટ ન મળે તો ઘણા પણ કાષ્ઠખંડોને દોરા આદિથી બાંધીને કરેલી પાટ ચોમાસામાં વાપરી શકાય. તે પાટને પક્ષ સંધ્યા (અમાસપૂનમ) વગેરે દિવસોમાં છોડીને તેની પડિલેહણા કરવી એવી જિનાજ્ઞા છે. જે આ રીતે પડિલેહણા ન કરે તે અવબદ્ધપીઠફલક કહેવાય છે. અથવા ફરી ફરી (=વારંવાર)શયન આદિ માટે નિત્ય સંથારો પાથરેલો જ રાખે તે અવબદ્ધપીઠફલક. અથવા જે તદન સંથારો પાથરે જ નહિ તે અવબદ્ધપીઠફલક કહેવાય છે. જે પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પડિલેહણા વગેરે પ્રત્યેક સાધુ સામાચારીને ન કરે, અથવા હીનાધિક્ય આદિ દોષથી દૂષિત કરે, થયેલી ભૂલોમાં મિચ્છા મિ દુક્કડ ન આપે, પ્રેરણા કરાયેલો ગુરુની સામે બોલે, ઇત્યાદિ દોષોથી દુષ્ટ તે દેશથી અવસન્ન છે. કુશીલ- જેનું જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શીલ કુત્સિત ( ખરાબ) છે તે કુશીલ. આ જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એમ ત્રણ પ્રકારે છે. તેમાં કાલ અને વિનય વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારને જે વિરાધે તે જ્ઞાનકુશીલ. જે જ્યોતિષવિદ્યા, મંત્ર, યોગ, ચૂર્ણ અને નિમિત્ત વગેરેનો પ્રયોગ કરે, અથવા આહારાદિની આસક્તિના કારણે જાતિ, કુલ, શિલ્પ, તપ, ગણ અને સૂત્ર વગેરેથી આજીવિકા ચલાવે, અથવા ચારિત્રાની મલિનતાને કરનાર વિભૂષા વગેરેને કરે, તે ચારિત્રકુશીલ છે. સંસક્ત– ગુણોથી અને દોષોથી સંસક્ત=મિશ્ર થાય તે સંસક્ત. અહીં તાત્પર્ય આ છે- જેવી રીતે ગાય વગેરેના ખાવાના કડાયામાં વધેલું કે નહિ વધેલું ભોજન, તલનો ખોળ, કપાસિયા વગેરે બધું જ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે મૂલગુણ-ઉત્તરગુણ સંબંધી ઘણા ગુણો અને દોષો જેમાં પ્રાપ્ત થાય, અથવા જેમ ઘેટો હળદરથી રંગાયેલો પીળો થાય, ફરી તેને ધોઈને ગળીથી લેપાયેલો નીલ થાય છે, અથવા હીંગળોક આદિથી લાલ આદિ વર્ણવાળો ૧. જાતિ=માતૃપક્ષ. કુલ=પિતૃગણ, શિલ્પ=આચાર્યના ઉપદેશથી પ્રવર્તે. તપ બાહ્ય-અત્યંતર બે પ્રકારે છે. ગણ=મલ્લનો સમૂહ વગેરે. સૂત્રકશાસ્ત્રનું અધ્યયન. આજીવિકા મેળવવા માટે જાતિ આદિનો ઉપયોગ કરે. તે આ પ્રમાણેલોકોને પોતાની સંસારી અવસ્થાના જાતિ-કુલ કહે. જેથી જાતિપૂજય તરીકે કે કુલપૂજ્ય તરીકે પૂજતા લોકો આહાર-પાણી વગેરે સારું અને ઘણું આપે. આ જ બુદ્ધિથી મલ્લ આદિ ગણોને ગણવિદ્યામાં પોતાનું કુશળપણું શિલ્પકુશળોને પોતાનું શિલ્પકુશળપણું કહે. એ જ રીતે હું તપસ્વી છું, હું બહુશ્રુત છું, એમ કહીને આહાર વગેરે મેળવે. અહીં આદિ શબ્દથી કર્મ સમજવું. આચાર્યના ઉપદેશ વિના પ્રવર્તે તે કર્મ કહેવાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ સાલંબનદોષ સેવી] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસા આદિને વંદન-૪૦૭ થાય છે, તેવી જ રીતે જે નટની જેમ બહુરૂપી થાય, સંવિગ્નોમાં ભળેલો તે પોતાને સંવિગ્ન બતાવે અને પાર્શ્વસ્થ આદિમાં ભળેલો પાર્શ્વસ્થ આદિપણાને સેવે, આવા પ્રકારનો તે સંસક્ત છે. આ પણ સંક્લષ્ટ અને અસંક્લિષ્ટ એમ બે પ્રકારનો છે. તેમાં પાંચ આશ્રવમાં પ્રવૃત્ત, ત્રણ ગારવમાં આસક્ત, સ્ત્રીસેવી અને ગૃહસ્થના કાર્યોની ચિંતામાં તત્પર સંક્લિષ્ટ છે. જે પાર્શ્વસ્થ આદિમાં ભળે તો પાર્શ્વસ્થ આદિ જેવો બને, સંવિગ્નોમાં ભળે તો સંવિગ્ન જેવો બને, તે બહુરૂપી અસંક્લિષ્ટ છે. નિત્યવાસી– જે ઋતુબદ્ધકાળમાં માસકલ્પ પછી પણ અને વર્ષાઋતુમાં કાર્તિક ચોમાસી પછી પણ પુષ્ટ આલંબન વિના પણ સુખ મેળવવાની ઇચ્છાથી એક જ ક્ષેત્રમાં રહે તે નિત્યવાસી. યથાછંદ– છંદ એટલે અભિપ્રાય. અભિપ્રાય અહીં પ્રસંગથી યથાછંદ સંબંધી જ ગ્રહણ કરવામાં આવે છે. તેથી તીર્થંકરના વચનથી જે બહાર હોય, પોતાના અભિપ્રાયને જ અનુરૂપ હોય, તેને પ્રરૂપે કે ક૨ે તે યથાછંદ. અથવા જે ઉત્સૂત્ર આચરે અને પ્રરૂપે, પર ચિંતામાં પ્રવૃત્ત હોય, એટલે કે ગૃહસ્થો વગેરેનાં કાર્યોની ચિંતામાં પ્રવૃત્ત હોય, અતિશય અલ્પ અપરાધમાં પણ વારંવાર ઝગડા કરવાના સ્વભાવવાળો હોય, સુખાભિલાષાના કારણે સ્વબુદ્ધિથી કંઇક ખોટા આલંબનને કલ્પીને વિગઇઓમાં આસક્ત બનેલો હોય, અને ઋદ્ધિ-રસ-સાતાગૌરવથી ગર્વિત હોય તે યથાછંદ છે. આ છએય હમણાં જ કહેલ સુખશીલજન સ્વરૂપ છે. આ છએએ પણ જિનાજ્ઞાને ઉલ્લંઘીને જે આચર્યું હોય તેને તેમનું જ દૃષ્ટાંત લઇને સ્વયં ન આચરે, અને આ સારું છે એમ તેની પ્રશંસા ન કરે. પ્રશ્ન- આવશ્યકસૂત્ર વગેરેમાં પાર્શ્વસ્થ વગેરેને વંદનાદિનો પણ નિષેધ કર્યો છે, આ પાર્થસ્થાદિમાં કેટલાકનો અગ્રપિંડનું ભોજન વગેરે અતિઅલ્પ પણ ઉત્તરગુણસેવનના કારણે ઉલ્લેખ કરાય છે, કેટલાકનો તો પાંચ આશ્રવોમાં પ્રવૃત્તિ વગેરે બહુદોષવાળા મૂલગુણ સેવનના કારણે ઉલ્લેખ કરાય છે, તેથી આ વિષય અતિગહન છે. તેવા પ્રકારનો કોઇ વિષયવિભાગ જોવામાં આવતો નથી. ઉત્તર- તમારી વાત સાચી છે. તેથી કંઇક વિશેષ સૂક્ષ્મજ્ઞાન થાય એ માટે જિતકલ્પસંબંધી ભાષ્ય અને તેની ચૂર્ણિમાંથી કંઇક લખવામાં આવે છે– संकिण्णोऽवराहपओ, अणाणुतावी य होइ अवद्धो । उत्तरगुणपडिसेवी, आलंबणवज्जिओ वज्जो ॥ बृ. उ. ३ गा. ८४० जीत० १३२३॥ ઉ. ૩ ભા.૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮-વિશિષ્ટકારણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસસ્થા આદિને વંદન આ ગાથાની ભાષ્યસૂર્ણિનો અર્થ આ પ્રમાણે છે- “જે ઘણા ઉત્તરગુણના અપરાધસ્થાનોથી સંકીર્ણ (=ભેળસેળવાળા) હોય, તે અપરાધ સ્થાનોને સેવીને મેં ખોટું કર્યું” એમ પશ્ચાત્તાપ ન કરે, નિઃશંકપણે અને નિર્દયપણે પ્રવર્તે, જ્ઞાનાદિથી આલંબનોથી વર્જિત હોય, અર્થાત્ જ્ઞાનાદિના આલંબન વિના દોષોનું સેવન કરનારો હોય, તેને વંદન ન કરવું.” શિષ્યઃ— આનાથી અર્થાપત્તિથી એ પ્રાપ્ત થયું કે આલંબન સહિત ઉત્તરગુણોને સેવનારો પણ પૂજ્ય છે. આચાર્યઃ– આલંબનસહિત દોષોને સેવનાર માત્ર ઉત્તરગુણપ્રતિસેવી જ પૂજ્ય છે એવું નથી, કિંતુ મૂલગુણપ્રતિસેવી પણ પૂજ્ય છે. આ વિષે ભાષ્યગાથા આ પ્રમાણે છે– हेट्ठाठाणठिओवी, पावयणिगणट्टियाइ अहरे ऊ । कडजोगी उ निसेवइ, आइनियंठोव्व सो पुज्जो ॥ जीत १३२४ ॥ આ ગાથાની ચૂર્ણિનો અર્થ આ પ્રમાણે છે— “નીચેના સંયમ સ્થાનોમાં રહેલો પણ ગીતાર્થ, અર્થાત્ મૂલગુણનું સેવન કરનાર પણ ગીતાર્થ, પ્રવચન (=આચાર્ય) અને ગચ્છ માટે અનિવાર્ય સંયોગમાં જે દોષ સેવે તેનાથી તે સંયમશ્રેણિમાં જ વર્તે છે, અને આદિ નિગ્રંથ=પુલાકની જેમ પૂજ્ય છે.'' લબ્ધિપુલાકમાં ચક્રવર્તીના સૈન્યને રોકવાની અને ચૂરી નાખવાની લબ્ધિ હોય છે. કુલાદિ કાર્યો માટે મૂલગુણનું પ્રતિસેવન કરીને આલોચના-પ્રતિક્રમણ કરનાર લબ્ધિપુલાક શુદ્ધ છે અને મહાનિર્જરા કરે છે. જેથી ભાષ્યકાર કહે છે કે कुणमाणो वि य कडणं, कयकरणो नेव दोसमज्जेइ । अप्पेण बहुं इच्छइ, विसुद्धआलंबणो समणो ॥८४२ ॥ આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે— “સૈન્યનું ચૂર્ણ પણ કરનાર ગીતાર્થ પુલાક દોષને પામતો નથી. વિશુદ્ધ આલંબનવાળો સાધુ અલ્પનુકશાનથી બહુ લાભને ઇચ્છે છે.” વળી બીજું– લાભના ઉપાયોમાં કુશળ કાર્યાર્થીએ ભ્રષ્ટસંયમગુણવાળાને પણ વંદન કરવું જોઇએ. અન્યથા દોષનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે- કોઇક આચાર્યે ગીતાર્થના અભાવમાં ક્ષુલ્લક અગીતાર્થોને પણ નજીકની પલ્લીમાં ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કરવા માટે મોકલ્યા. ભ્રષ્ટચારિત્રવાળો એક વાચક, કે જેને રાજકુલમાં પ્રમાણ કર્યો છે, તે ત્યાં રહે છે. ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કર્યા પછી ક્ષુલ્લક સાધુઓ લોકોને પૂછે છે કે એ (=વાચક) ક્યાં છે. લોકોએ કહ્યું: જંગલમાં છે. તેથી તે સાધુઓ પણ ત્યાં ગયા. બકરીઓનું રક્ષણ કરવામાં પ્રવૃત્ત ૧. ક્ષુલ્લક=નાનો સાધુ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસા આદિને વંદન-૪૦૯ થયેલા તે પુરાણને જોઇને ‘આ જોવા લાયક નથી'' એમ વિચારીને અગીતાર્થ હોવાના કા૨ણે ધીમે ધીમે ખસે છે, તેમને ધીમે ધીમે ખસતા જોઇને ગુસ્સે થયેલ વાચકે પલ્લિપતિને કહીને કેદમાં નંખાવ્યા. પછી તેમને શોધવા માટે ગુરુ ત્યાં આવ્યા. ભ્રષ્ટચારિત્રવાળા પણ તે વાચકને વંદન કરીને કહ્યું: આ નૂતનદીક્ષિતો અજ્ઞાન છે. આમ કહીને અગીતાર્થ તે શિષ્યોને છોડાવ્યા. પ્રશ્નઃ– આ પ્રમાણે પાર્શ્વસ્થ વગેરેને વંદન કરનારને તેના દોષોની અનુજ્ઞાથી (=અનુમતિથી) સંયમવ્યય વગેરે દોષોની પ્રાપ્તિ થાય. ઉત્તર:- તમારી વાત સાચી છે. પણ સંયમવ્યયથી સંયમલાભ વધારે જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો જ જોઇએ. આ વિષે ભાષ્ય આ પ્રમાણે છે कुणइ वयं धणहेडं, धणस्स वणिओ उ आगमं नाउं । इय संजमस्स वि वओ, तस्सेवट्ठा न दोसाय ॥ ८४६ ॥ गच्छस्स रक्खणट्ठा, अणागयं आउवायकुसलेणं । एवं गणाहिवइणा, सुहसीलगवेसणा कज्जा ॥८४७॥ જેમ ધનવાન માણસ વેપાર કરે છે, ત્યારે ભવિષ્યમાં થનારા અધિક લાભને લક્ષ્યમાં રાખીને ધન મેળવવા માટે જકાત, નોકરનો પગાર, ભાડું વગેરેમાં ધનવ્યય કરે છે, એ પ્રમાણે મૂલગુણમાં પ્રતિસેવન કરનાર પુલાક વગેરેને સંયમનો જે વ્યય થાય છે તે સંયમના માટે જ કરાતો હોવાથી દોષ માટે થતો નથી. (૮૪૬) ગચ્છના પરિપાલન માટે કોઇવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર-પાણી વગેરેની અનુકૂળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઇએ, તે માટે દુષ્કાળ વગેરે કારણ ઉપસ્થિત થયા પહેલાં પણ આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ પાસસ્થા આદિની ગવેષણા (ઓળખ-પરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અહીં આય એટલે પાસસ્થા આદિની પાસેથી નિર્વિઘ્ને સંયમ પળાય તેવો લાભ (=સહાય), અને ઉપાય એટલે કોઇપણ રીતે (ચતુરાઇથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેઓની સુખસાતાદિ પૂછે. તેમ ક૨વાથી તેઓને અપ્રીતિ તો ન થાય, બલ્કે તે એમ માને કે અહો! આ લોકો પોતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આવો પ્રેમ ધરાવે છે. આવા આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ પાસસ્થા આદિની ગવેષણા (=ઓળખાણ-પ્રીતિ) ક૨વી. (૮૪૭) ૧. પુરાણ=દીક્ષા છોડી દેનાર. ૨. પ્રસ્તુત બે ગાથાઓનો અર્થ ગુરુતત્ત્વવિનિશ્ચય ઉલ્લાસ-૧ ગાથા૧૧૯ અને ઉલ્લાસ-૩ ગાથા ૧૪૮ની ટીકાના આધારે લખ્યો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ - ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસા આદિને વંદન તે આ પ્રમાણે—‘ગામ- નગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે તો દૂરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ ‘આપને વંદન કરીએ છીએ” એમ બોલે. (૨) જો તે પ્રભાવશાળી કે ઉગ્રસ્વભાવવાળો હોય તો વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથે અંજલિ કરે. (૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિ ઉગ્રકષાયી હોય તો વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજો શીર્ષપ્રણામ કરે. આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ તે તે પુરુષના કાર્યની વિશેષતા અને (લૌકિક) ઉપચારને અનુસરવાપણું સમજવું. (૪) સન્મુખ ઊભા રહીને બાહ્યભક્તિનો દેખાવ કરતો ‘આપને કુશળ છે?” એમ શારીરિક કુશળતા પૂછે. (પ) કુશળતા પૂછીને ક્ષણવાર સેવા કરે (ઊભા રહે), અને (૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તેના ઉપાશ્રયમાં પણ જાય, થોભવંદન કરે, કે સંપૂર્ણ વંદન પણ કરે.” (ગુ.ત.વિ. ઉલ્લાસ ૩ ગાથા-૧૫૧) વધારે શું કહેવું? ‘વંદન ન કરવાથી જે પાર્શ્વસ્થાદિથી સાધુઓને સંયમવિરાધના વગેરે નુકશાન થવાનો સંભવ જણાય તેની સાથે ‘મધુરવાર્તાલાપ’ વગેરે વાણીથી અને ‘મસ્તકથી પ્રણામ' વગેરે ક્રિયાથી પણ તે રીતે વર્તવું કે તેને જરા પણ અપ્રીતિ આદિ ન થાય. જો તેને વંદન ન કરવા છતાં તે સાધુના સંયમનો ઉપઘાત (પરાભવ-નાશ) નહિ કરે એમ જણાય તો તે શીતલવિહારીનો દૂરથી જ ત્યાગ કરે (વંદન ન કરે).” (ગુ. ત. વિ. ઉલ્લાસ ૩ ગાથા-૧૫૪) આ પ્રમાણે જે ગુણોથી તદ્દન રહિત હોય તેના પ્રત્યે ‘વાચિક નમસ્કાર' વગેરે જે કરવા યોગ્ય છે તે કહ્યું. જેમાં સ્વલ્પ પણ ગુણ છે તેના પ્રત્યે શું કરવા યોગ્ય છે? આ વિષે પણ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે-“દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય પૈકી પાસસ્થાદિમાં જે જે ગુણો થોડા કે અધિક જેટલા જણાય, તેની વંદનાદિ પૂજા-ભક્તિ તેના તે તે જિનોક્તગુણોને મનમાં ધારીને તેટલા પ્રમાણમાં કરવી.” (ગુ.ત.વિ.ઉલ્લાસ-૩ ગાથા. ૧૫૯) અહીં બહુ વિસ્તારથી શું? પ્રવચનનો સાર જ કહેવાય છે, અને તે ડિસેદ્દો ય અનુમા ઇત્યાદિ ગાથાથી અહીં જ કહેવાશે. તેથી અતિ પ્રસંગથી સર્યું, અર્થાત્ પ્રાસંગિક અધિક વર્ણન કરવાની જરૂર નથી. વિસ્તારના અર્થીએ નિશીથ (ઉર્દૂ. ૫.) અને બૃહત્કલ્પસૂત્ર (ઉર્દૂ. ૩.) એ બે સૂત્રો જોવા. તેથી ગંભીર જિનપ્રવચનને મધ્યસ્થ બનીને પૂર્વાપરના સંબંધથી વિચારવું, પણ માત્ર વચન સાંભળીને જ ક્યાંય સંમોહ ન કરવો. [૨૦૬] તીર્થંકરોએ સાધુઓને બીજા પણ જેનો નિષેધ કર્યો છે તેને કહે છે पेज्जं भयं पओसो, पेसुन्नं मच्छरो रई हासो । अरई कलहो सोगो, जिणेहिं साहूण पडिकुट्ठो ॥ २०७ ॥ ૧. અતિજ્રાન્તઃ પ્રસઙ્ગમ્-પ્રતિપ્રસઙ્ગ:। Page #38 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિદાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસત્થા આદિને વંદન-૪૧૧ જિનોએ સાધુઓને રાગ, ભય, પ્રષ, પશૂન્ય, મત્સર, રતિ, હાસ્ય, અરતિ, કલહ અને શોકનો નિષેધ કર્યો છે. [૨૦૭] તથાवंदितो हरिसं, निंदिजंतो करिज न विसायं । न हि नमियनिन्दियाणं, सुगई कुणइं च बिंति जिणा ॥ २०८॥ વંદન કરાતો સાધુ હર્ષ ન પામે, નિંદા કરાતો વિષાદને ન પામે. વંદાયેલાઓને સુગતિ અને નિંદાયેલાઓને કુગતિ થાય એમ જિનો કહેતા નથી. વિશેષાર્થ– શ્રીમંત વગેરેથી વંદન કરાતો સાધુ હર્ષ ન પામે, અને ગોવાળો વગેરેથી નિંદા કરાતો વિષાદ ન કરે. કારણ કે લોકોથી વંદાયેલા સાધુઓની સુગતિ થાય અને નિંદાયેલાઓની કુગતિ થાય એમ જિનો કહેતા નથી. કિંતુ આત્મામાં રહેલા ગુણદોષોથી સુગતિ-મુગતિની પ્રાપ્તિ થાય એમ જિનોએ કહ્યું છે. પણ જો (વંદનથી સુગતિ અને નિંદાથી કુગતિ થાય) એમ કહ્યું હોત તો પ્રાર્થના કરીને પણ બીજાઓથી વંદન કરાવાય, અને નિંદા કરનારને બળાત્કારથી રોકાવાય. એ પ્રમાણે નથી, માટે તે પ્રમાણે ન કરવું જોઇએ. [૨૦૮] તો પછી કેવી રીતે સુગતિ-દુર્ગતિ સાધી શકાય તેને કહે છેअप्पा सुगई साहइ, सुपउत्तो दुग्गइं च दुपउत्तो । तुट्ठो रुट्ठो य परो, न साहओ सुगइकुगईण ॥ २०९॥ સુપ્રયુક્ત આત્મા સુગતિને સાધે છે, દુષ્મયુક્ત આત્મા દુર્ગતિને સાધે છે. તુષ્ટ થયેલો અને રાષ્ટ થયેલો બીજો કોઈ સુગતિનો અને કુગતિનો સાધક નથી. વિશેષાર્થ- સુપ્રયુક્ત એટલે સમ્યજ્ઞાનાદિરૂપ (મોક્ષ)માર્ગમાં લાગેલો. દુષ્યયુક્ત એટલે જીવવધ વગેરે ઉન્માર્ગમાં ચાલેલો. [૨૦૯] હવે શ્રી મહાવીરના શરદઋતુના ચંદ્ર જેવા નિર્મલચારિત્રથી સુંદર એવા જીવનચરિત્રને વિચારતા સાધુએ પરીષહો અને ઉપસર્ગો સહન કરવા જોઈએ એમ ત્રણ ગાથાઓથી બતાવે છે लहुकम्मो चरमतणू, अणंतविरिओ सुरिंदपणओऽवि । सव्वोवायविहिण्णू, तियलोयगुरू महावीरो ॥२१०॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) गोपालमाइएहिं, अहमेहिं उईरिए महाघोरे । जइ सहइ तहा सम्मं, उवसग्गपरीसहे सव्वे ॥ २१९ ॥ अम्हारिसा कहं पुण, न सहंति विसोहिअव्वघणकम्मा । इय भावंतो सम्मं, उवसग्गपरीसहे सहसु ॥२१२॥ ૪૧૨-ચરણશુદ્ધિદ્વાર] [સુભાવનાથી અરતિને દૂર કરવી લઘુકર્મી, ચરમશરી૨ી, અનંતવીર્યયુક્ત, સુરેન્દ્રથી નમાયેલા, સર્વ ઉપાયોની વિધિને જાણનારા, ત્રણ લોકના ગુરુ આવા પણ મહાવીર જો ગોવાળ આદિ અધમ જીવોથી કરાયેલા અતિઘોર સઘળાય ઉપસર્ગ-પરિસહોને આવશ્યકસૂત્ર આદિ શાસ્ત્રમાં જે રીતે બતાવ્યું છે તે રીતે સમ્યક્ સહન કરે છે તો પછી ભારેકર્મી એવા અમારા જેવાઓ કેમ સહન ન કરે એમ વિચારતો તું ઉપસર્ગ-પરીષહોને સમ્યક્ સહન કર. વિશેષાર્થ- જે લઘુકર્મી છે અને નિશ્ચિત ચરમશરીરી છે તેને ઉપસર્ગ વગેરે સહન કરવાની શી જરૂર છે? (છતાં સહન કરે છે.) જે અનંતવીર્યયુક્ત છે અને સર્વ ઉપાયોની વિધિને જાણનારા છે તે ઉપસર્ગ કરનારાઓનો નિગ્રહ કરવા માટે પણ સમર્થ છે. (છતાં નિગ્રહ કરતા નથી.) સુરેન્દ્રોથી પ્રણામ કરાયેલા અને ત્રણલોકના ગુરુને ઉપસર્ગ કરનારાઓને રોકનારા પણ કોઇક મળી જાય. (છતાં રોકનારાને શોધતા નથી.) આવા અભિપ્રાયથી અહીં ઘણાં વિશેષણો કહ્યાં છે. ઉપસર્ગ એટલે તિર્યંચ-મનુષ્ય-દેવોથી ઉત્પન્ન કરાયેલા ઉપદ્રવો. ક્ષુધા-તૃષા વગેરે પરીષહો છે. અહીં ‘ભા૨ેકર્મી' એમ કહીને પૂર્વોક્ત ‘લઘુકર્મી'થી વિપરીત કહ્યું છે. આ (=લઘુકર્મીથી ભારેકર્મી વિપરીત છે એવું કથન) ઉપલક્ષણ હોવાથી ચરમશ૨ી૨ી વગેરેનું પણ વિપરીતપણું આત્મામાં (=પોતાનામાં) વિચારવું. [૨૧૦-૨૧૧-૨૧૨] આ પ્રમાણે પણ વિચારણા કરતા સાધુ પરીષહ-ઉપસર્ગોથી તિરસ્કૃત(=પરાજિત) કરાય અને એથી સાધુને કર્મવશથી ચારિત્રમાં અરતિ ઉત્પન્ન થાય, અર્થાત્ ગૃહવાસ સ્વીકારીને વિષયભોગાદિ સુખની ઇચ્છા થાય, તો શું કરવું? તે કહે છે– एवंपि कम्मवसओ, अरई चरणम्मि होज जइ कहवि । तो भावणाइ सम्मं, इमाए सिग्घं नियत्तिज्जा ॥ २९३ ॥ આ પ્રમાણે પણ જો કર્મની પરાધીનતાથી કોઇ પણ રીતે ચારિત્રમાં અરતિ થાય તો આ (=હમણાં જ કહેવાશે તે) સમ્યભાવનાથી જલદી અતિને દૂર કરે. [૨૧૩] Page #40 -------------------------------------------------------------------------- ________________ શુભ અધ્યવસાયમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભાવનાથી અરતિને દૂર કરવી-૪૧૩ તેમાં ગૃહવાસ સ્વીકારની નિવૃત્તિ માટે ભાવનાને કહે છેसयलदुहाणावासो, गिहवासो तत्थ जीव! मा रमसु । जं दूसमाए गिहिणो, उयपि दुहेण पूरंति ॥ २१४॥ ગૃહવાસ સકલ દુઃખોનો આવાસ છે. કારણ કે પાંચમા આરામાં ગૃહસ્થો ઉદર પણ દુઃખથી ભરે છે. તેથી હે જીવ! તું ગૃહવાસમાં ન રમ. વિશેષાર્થ- ચોથો આરો વગેરે કાળમાં પ્રાયઃ સુખપૂર્વક જ નિર્વાહ થતો હતો. હમણાં તે નિર્વાહ પણ ઘણા કષ્ટથી થાય છે એવો અહીં ભાવ છે. [૧૪] વિષયસુખની ઇચ્છાથી પણ વ્રતત્યાગ યુક્ત નથી. શાથી યુક્ત નથી તે કહે છે जललवतरलं जीयं, अथिरा लच्छीवि भंगुरो देहो । तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥ २१५॥ જીવન જલબિંદુની જેમ ચંચળ (=અનિત્ય) છે, લક્ષ્મી પણ અસ્થિર છે, શરીર નાશવંત છે, કામભોગો તુચ્છ (=અસાર) છે, અને લાખો દુઃખોનું કારણ છે. વિશેષાર્થ– વિષયોનું મૂળ (=મુખ્ય સાધન) જીવન-લક્ષ્મી-શરીર એ ત્રણ છે. એ ત્રણેય અનિત્ય છે, શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ એ પાંચ વિષયરૂપ કામ-ભોગો અસાર છે, અને આ લોકનાં અને પરલોકનાં લાખો દુઃખોનું કારણ છે. આથી કોના માટે વ્રતનો ત્યાગ કરવો? [૨૧૫]. અને વળી– को चक्कवट्टिरिद्धिं, चइडं दासत्तणं समहिलसइ? । को व रयणाई मोत्तुं, परिगिण्हइ उवलखंडाइं? ॥ २१६॥ ચક્રવર્તીની ઋદ્ધિને છોડીને દાસપણાને કોણ ઇચ્છે? રત્નોને છોડીને પથ્થરના ટુકડાઓને કોણ લે? વિશેષાર્થ- ચક્રવર્તીની સમૃદ્ધિ અને રત્નસમાન વ્રતને છોડીને દાસપણા સમાન અને પથ્થરના ટુકડા સમાન ગૃહસ્થપણાને કોણ સ્વીકારે? અર્થાત્ કોઈ પણ ન સ્વીકારે. [૨૧૬] વળી– नेरइयाणवि दुक्खं, झिज्जइ कालेण किं पुण नराणं?। ता न चिरं तुह होही, दुक्खमिणं मा समुव्वियसु ॥ २१७॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભાવનાથી અરતિને દૂર કરવી નારકોનું પણ દુઃખ સમય જતાં ક્ષય પામે છે, તો પછી મનુષ્યોનું દુ:ખ સમય જતાં ક્ષય પામે એમાં શું કહેવું? તેથી તારું આ દુઃખ લાંબો કાળ નહિ રહે. માટે ઉગ ન કર. | વિશેષાર્થ- નારકોને નિમેષ જેટલા સમય સુધી પણ સુખીસ્થિતિ પ્રાપ્ત થતી નથી, પલ્યોપમો અને સાગરોપમો સુધી દુઃખ હોય છે. આવા પણ નારકોનું દુઃખ પોતાનું આયુષ્યપૂર્ણ થતાં ક્ષય પામે જ છે. તો પછી જેમનું દુઃખ પ્રતિક્ષણ પરિવર્તન પામી રહ્યું છે અને આયુષ્ય અતિશય અલ્પ છે એવા મનુષ્યોનું દુઃખ કેમ ક્ષય ન પામે? અર્થાત્ ક્ષય પામે છે. તેથી તારું આ દુઃખ લાંબો કાળ નહિ રહે, માટે ઉદ્વેગ ન કર, માત્ર પરીષહ-ઉપસર્ગોથી ઉત્પન્ન કરાયેલા દુઃખને જોવાથી ઉત્સુક્તા કરીને વ્રતત્યાગરૂપ વ્યાકુળતાને ન કર. [૨૧૭] ભાવનાના ઉપસંહારને કહે છેइय भावंतो सम्मं, खंतो दंतो जिइंदिओ होउं । हत्थिव्व अंकुसेणं, मग्गम्मि ठवेसु नियचित्तं ॥ २१८॥ આ પ્રમાણે સમભાવના ભાવતો તું ક્ષાત્ત, દાત્ત અને જિતેન્દ્રિય થઈને અંકુશથી હાથીની જેમ સ્વચિત્તને માર્ગમાં રાખ=સ્થિર કર. વિશેષાર્થ- ક્ષાંત=ઉપસર્ગ કરનાર વગેરે ઉપર ઉપશમ કરવા દ્વારા ક્ષાંત બનવું. અહંકારનો ત્યાગ કરવા દ્વારા દાંત બનવું. ઇન્દ્રિયો ઉપર વિજય કરવા દ્વારા જિતેન્દ્રિય બનવું. માર્ગ એટલે વ્રતનું પાલન કરવાના શુભ અધ્યવસાય. [૧૧૮] માત્ર વેષ ન મૂકે તો મન શુભ અધ્યવસાયમાં વર્ત કે અશુભ અધ્યવસાયમાં વર્તે એની ચિંતા કરવાથી શું? (અર્થાત્ માત્ર સાધુવેષ ન મૂકવો, સાધુવેષ હોય પછી મન શુભ અધ્યવસાયમાં છે કે અશુભ અધ્યવસાયમાં છે એની ચિંતા ન કરવી.) આવા પ્રશ્નનો ઉત્તર કહે છે जम्हा न कज्जसिद्धी, जीवाण मणम्मि अट्ठिए ठाणे । एत्थं पुण आहरणं, पसन्नचंदाइणो भणिया ॥ २१९ ॥ (મન શુભ અધ્યવસાયમાં સ્થિર રહેવું જોઇએ.) કારણ કે જીવોનું મન (શુભઅધ્યવસાયરૂ૫) સ્થાનમાં સ્થિર ન હોય તો કાર્યની સિદ્ધિ થતી નથી. આ વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ આદિનાં દૃષ્ટાંત કહ્યાં છે. વિશેષાર્થ- આદિ શબ્દથી શાસ્ત્રમાં કહેલાં બીજાં પણ દૃષ્ટાંતો જાણવા. પ્રસન્નચંદ્રઋષિનું કથાનક આવશ્યક સૂત્ર આદિમાં ઘણું પ્રસિદ્ધ છે. આમ છતાં સ્થાન શૂન્ય ન રહે એ માટે કંઇક કહેવાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ શુભઅધ્યવસાયમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) પ્રિસન્નચંદ્રઋષિનું દૃષ્ટાંત-૪૧૫ પ્રસન્નચંદ્રઋષિનું દૃષ્ટાંત પોતનપુર નામનું નગર છે, કે જ્યાં જાણે કે શ્રુતરૂપલક્ષ્મી વસે છે એમ જાણીને સમુદ્ર મોકલ્યા હોય તેમ શ્રેષ્ઠરત્નના સમૂહો દેખાય છે. તેમાં બંધુરૂપ કુમુદો માટે ચંદ્રસમાન સોમચંદ્ર નામનો રાજા હતો. તેની ધારિણી નામની રાણી હતી. ઝરૂખામાં બેઠેલા રાજાના કેશોને સમારતી રાણી પલિતને જોઈને રાજાને કહે છે: હે દેવ! દૂત આવ્યો છે. સંભ્રાન્ત થયેલો રાજા નજર કરે છે. તેથી દેવીએ હસીને કહ્યું: ‘તમે કહેશો કે મને ન કહ્યું, આ હું આવી ગઇ છું, એથી ધર્મ કર,’ એમ કહેવા માટે વૃદ્ધાવસ્થાએ દૂતના જેવો પલિત મોકલ્યો છે. રાજાએ વિચાર્યું. આ નક્કી છે કે આ દૂત વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસીનો છે. વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી પણ મરણની ધાડનું મુખ જ છે. તે પરાભવ નથી કે જે પરાભવને વૃદ્ધાવસ્થાથી પકડાયેલા જીવો પામતા નથી. ધર્મ-અર્થ-કામથી રહિત જીવો જીવતા પણ મરેલા જ છે. આથી જ અમારા પૂર્વ પુરુષોએ સ્વમસ્તકમાં પલિતને જોયા પહેલાં જ વ્રતગ્રહણ કર્યું હતું. સત્ત્વહીન મારો આટલો કાળ એમ જ ગયો, અને પોતાનો પલિત જોયો. મારો પુત્ર પ્રસન્નચંદ્ર આજે પણ હજી પણ બાળક છે. તેથી હું શું કરું? ઇત્યાદિ વિચારતા અને અતિ ઘણા વિષાદથી વ્યાકુલ મનવાળા એની આંખોમાંથી આંસુ ગળવા લાગ્યા. તેથી રાણીએ ઉત્તરીય વસ્ત્રના છેડાથી આંસુઓને લૂછીને કહ્યું: હે દેવ! જો તમને વૃદ્ધાવસ્થાથી લજ્જા આવે છે તો હું આ રહસ્ય કોઈને નહિ કહું. પછી રાજાએ કહ્યું: હે દેવી! જે મનુષ્યોન જે ભાવો નિશ્ચિત છે તેમાં લજ્જા શી? તુચ્છ એવા મારી લજ્જાનું મહાન કારણ એ છે કે પોતાના પૂર્વપુરુષના નિર્મલ માર્ગે હું ગયો નથી. તેથી પ્રસન્નચંદ્ર જ્યાં સુધી પ્રજાનું પાલન કરવા સમર્થ થાય ત્યાં સુધી તું એનું પાલન કર. હું તો દીક્ષા સ્વીકારું છું. રાણીએ રાજાને કહ્યું: ચાંદની શું ચંદ્ર વિના પણ રહે? સૂર્યની પ્રભા સૂર્યથી જુદી ક્યાંય કોઇએ જોઈ છે? તેથી પુત્રનું પ્રયોજન નથી. તમને જે અનુમત છે તે મારે પણ કરવું જોઇએ. આ પ્રમાણે રાણીના આગ્રહને જાણીને, પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને, રાજા ધારિણીની સાથે તાપસ દીક્ષાનો સ્વીકાર કરે છે. તે વખતે રાણીને થોડા દિવસનો ગર્ભ હતો. તેથી સમયે પુત્ર થયો. પુત્રને જન્મ આપ્યા બાદ તે મરીને જ્યોતિષ્ક દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. વનની ભેંસનું રૂપ કરીને સ્નેહથી કુમારના મુખમાં દૂધ નાખે છે. આ પ્રમાણે કુમાર વૃદ્ધિને પામ્યો. તેનું શરીર વલ્કલથી (=વૃક્ષની છાલથી) ઢાંકવામાં આવ્યું હતું માટે તેનું વલ્કલચીરિ એવું નામ પડ્યું. (ચીર=વસ્ત્રનો ટુકડો વલ્કલ એ જ જેનું ચીર છે તે વલ્કલચીરિ.) ૧. કુમુદ=ચંદ્રવિકાસી કમળ. ૨. પલિત=સફેદ વાળ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬-ચરમશુદ્ધિકાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [શુભઅધ્યવસાયમાં કેટલાક વર્ષો બાદ પ્રસન્નચંદ્રરાજા વલ્કલચીરિને પિતાથી ગુપ્તપણે જ અન્ય દ્વારા પોતાની પાસે લઈ આવ્યો, અને યુવરાજપદે સ્થાપ્યો. પછી આ વિગત પોતાના પિતાને કહેવડાવી. વલ્કલચીરિના સ્નેહથી સોમચંદ્ર તાપસ તે રીતે રડ્યો કે જેથી આંખોમાં 'નીલી રોગ થયો. હવે એકવાર ભર યુવાનિમાં વર્તી રહ્યો હતો ત્યારે પિતાને યાદ કરતો વલ્કલચીરિ બંધુની સાથે આશ્રમમાં ગયો. પછી પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરિએ સોમચંદ્રમુનિને પ્રણામ કર્યા ત્યારે પિતાની આંખોમાંથી હર્ષના આંસુરૂપ જળ વહેવા માંડ્યું એનાથી પિતાનો નીલીરોગ દૂર થયો. આ તરફ પિતા પ્રસન્નચંદ્રની પાસે કુશળ વગેરે પૂછી રહ્યા હતા ત્યારે વલ્કલચીરિ કુતૂહલથી સ્વયં રાખેલા વલ્કલવસ્ત્રોને (=વૃક્ષની છાલના વસ્ત્રોને) ત્યાં જઈને છોડે છે, અને વસ્ત્રોની ઉપર ચઢી ગયેલી ધૂળનું પ્રમાર્જન કરે છે. તેથી પૂર્વે પણ કયાંક મેં આ પ્રમાણે વસ્ત્ર પ્રમાર્જના કરી છે એમ વિચારતા તેને જાતિસ્મરણશાન થયું. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે પાળેલી જિનદીક્ષાને અને અનુભવેલા વૈમાનિક દેવપણાને યાદ કરે છે. (રપ) હવે વૈરાગ્યને પામેલો તે વિચારે છે કે, તે જીવ! દેવલોકમાં પાંચ પ્રકારના ઘણા ભોગોને ભોગવીને પણ તું તૃપ્ત થયો નથી તો હમણાં કેવળ વિડંબનાથી યુક્ત અને તુચ્છ ભોગોથી કેવી રીતે તૃપ્ત થઇશ? આથી તે જ જિનદીક્ષા (લેવી) યોગ્ય છે. આ પ્રમાણે સંવેગક્રમથી તેને ચારિત્ર ભાવથી પરિણમ્યું, અર્થાત્ ભાવથી તે ચારિત્રના પરિણામવાળો થયો. ક્ષપકશ્રેણિ કરી, અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. હવે પિતા, બંધુ અને લોકને ઉત્તમ દેશના આપે છે. પછી વૈરાગ્યને પામેલો પ્રસન્નચંદ્ર પોતાના ઘરે ગયો. વલ્કલચીરિ પિતાને શ્રી વીરનાથની પાસે લઈ જાય છે. પિતા ત્યાં દીક્ષા લે છે. વલ્કલચીરિ સિદ્ધ થયા. ક્યારેક ભગવાન વીરનાથ પોતનપુરમાં પધાર્યા. વલ્કલચીરિના વચનોથી વૈરાગ્યને પામેલા પ્રસન્નચંદ્રરાજાને મહાવીર ભગવાન દેશનાથી દીક્ષા લેવા માટે ઉત્સાહિત કરે છે. તેથી પ્રસન્નચંદ્રરાજા બાલ પણ પુત્રને રાજ્યપદ ઉપર સ્થાપીને દીક્ષા લે છે. અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. ક્રમે કરીને તે ગીતાર્થ થયા. એકવાર તે મુનિ શ્રી વીરજિનની સાથે રાજગૃહ નગરમાં પધાર્યા. સમવસરણની બાજુમાં એક જ પગ ઉપર ઊભા રહીને, સૂર્ય તરફ મુખ રાખીને, બે હાથ ઊંચા કરીને, કાઉસ્સગ્નમાં રહે છે. પ્રભુજીને વંદન કરવા માટે આવતા શ્રેણિકરાજાના સૈન્યના મોખરે રહેલા સુમુખ નામના એક પુરુષે કહ્યું. આ મુનિ ધન્ય છે કે જેનું આવું ધ્યાન છે. એણે મોક્ષ કે સ્વર્ગને હાથમાં નથી કર્યો એવું નથી. અર્થાત્ હાથમાં કર્યો છે. પછી બીજા દુર્મુખ નામના પુરુષે કહ્યું તું આ ન કહે. ૧. જેનાથી માણસ આંખોથી જોઇ ન શકે તેવો આંખનો રોગ. ૨. આશ્રમપદ એટલે આશ્રમ. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્રઋષિનું દૃષ્ટાંત] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર-૪૧૭ કારણ કે આ પ્રસન્નચંદ્ર તે છે કે જેણે બાલ પણ પુત્રને નાથ રહિત છોડી દીધો છે. તથા અંતઃપુરને વ્યભિચારી પુરુષો જઈ શકે તેવું કરી દીધું છે. હમણાં તેનો પુત્ર દધિવાહન વગેરે રાજાઓથી અને મંત્રીઓથી રાજ્યથી ભ્રષ્ટ કરાય છે. તેથી આ જોવા, લાયક નથી. આ સાંભળી રાજર્ષિ આવેશને આધીન બની ગયા. જાણે સામે જ રહેલા હોય તેમ મંત્રીઓને કહે છે- હે કૃતનશખરો! તે પ્રમાણે લાલિત કરાયા હોવા છતાં અને સન્માનિત કરાયા હોવા છતાં હમણાં આવી પ્રવૃત્તિ કરો છો. તેથી હમણાં તમને બોધપાઠ આપું છું. સજ્જ થઈ જાઓ. હે રાજાઓ! તમે પણ તૈયાર થઈ જાઓ. આ પ્રમાણે કહીને યુદ્ધ કરવા લાગ્યા. તેથી પોતાના મનમાં સુભટ-હાથી-અશ્વોનો વિનાશ કરી રહ્યા છે. બહારથી શુભધ્યાનનો આકાર જોઇને શ્રેણિકરાજાનું મન તુષ્ટ થયું. તેમના ચરણોમાં પડેલા શ્રેણિકરાજા તેમના ગુણસમૂહની પ્રશંસા કરે છે. રૌદ્રધ્યાનના કારણે શ્રેણિકે વંદન કર્યું છે તે તેણે ન જાણ્યું. પછી પૂર્વથી અધિક હર્ષ પામેલા રાજાએ ભગવાનની પાસે જઈને પૂછ્યું: હે નાથ! શુભધ્યાનમાં લીન પ્રસન્નચંદ્રરાજર્ષિના ચરણકમલોમાં જ્યારે હું નમ્યો ત્યારે જો તે કાળ કરે તો ક્યાં જાય? જિને કહ્યું: સાતમી પૃથ્વીમાં જાય. તેથી રાજાએ વિચાર્યું. જ્યાં તે ધ્યાન? અને ક્યાં નારકપણું. તેથી મારા વડે આ બરોબર સંભળાયું નથી. આથી વિસ્મયથી પ્રેરાયેલા શ્રેણિકરાજાએ થોડો વિલંબ કરીને શ્રી વીર જિનવરને ફરી પૂછ્યું: હે નાથ! પ્રસન્નચંદ્ર રાજર્ષિ હમણાં કાળધર્મ પામે તો ક્યાં જાય? ભગવાને કહ્યું હમણાં તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જવાને યોગ્ય છે. તેથી વિસ્મય પામેલા રાજાએ કહ્યું: હે નાથ! પૂર્વે મેં તેમનું નરકગમન કેમ સાંભળ્યું? હમણાં તો આપ જ તેના દેવપણાને કહો છો. હવે શત્રુઓની સાથે યુદ્ધ કરતા પ્રસન્નચંદ્ર રાજર્ષિને દુર્મુખના વચનથી કેવી રીતે ચિત્તમાં રૌદ્રધ્યાન પ્રવન્યું તે રીતે શ્રેણિકને કહે છે. (૫૦) તમે અહીં આવ્યા ત્યારે માનસિક વિચારણાથી જ સર્વ શસ્ત્રસમૂહ પૂર્ણ થઈ જતાં તેણે વિચાર્યું. આ શત્રુને સ્વમુગુટથી હણું. પછી તેણે હાથથી મસ્તકનો સ્પર્શ કર્યો તો મસ્તક કેશરહિત જાણ્યું. હવે વિવેક પામીને તે પોતાની નિંદા કરે છે- હે જીવ! અમૃતસમ ફલવાળા વૃક્ષ ઉપર ચડીને હવે વિષવૃક્ષ ઉપર કેમ ચડ્યો? હે મૂઢ! શત્રુ-બંધુ ભાવોથી અનંતવાર સંયોગ-વિયોગ થવાના સ્વભાવવાળા જીવલોકમાં તું કોનો પિતા છે? અને કોણ તારો પુત્ર છે? હે જીવ! પુત્ર-બંધુ(આદિ)ના દુઃખરૂપ દાવાનલથી બળેલો તું એ દાવાનલમાંથી કોઈપણ રીતે નીકળ્યો અને જિનવચનરૂપ અમૃતના સમુદ્રમાં પડ્યો. તેથી તે મૂઢ! નેહરૂપપાશથી બંધાયેલ તું સ્વમતિથી કલ્પિત નિરર્થક જંજાળને વશ બનીને ફરી પણ ત્યાં જ પડવાને કેમ ઇચ્છે છે? તેથી પુત્ર-સ્વજનવર્ગની ચિંતાનું ઉત્કૃષ્ટ સાધન એવા સ્નેહને દૂરથી છોડીને, અને નિરર્થક જંજાળનો ત્યાગ કરીને, સ્વસ્થ બનીને, સંયમને આચર. હે રાજન! આ પ્રમાણે શુદ્ધ અધ્યવસાયની શ્રેણિના શિખર ઉપર ચઢતા તે મુનિ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮- ચરમશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માત્રવેષથી આત્મકલ્યાણ ન થાય ફરી પણ સર્વાર્થસિદ્ધ વિમાનને યોગ્ય થયા. શ્રી મહાવીર સ્વામી આ પ્રમાણે જેટલામાં કહે છે તેટલામાં પ્રસન્નચંદ્રરાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવસમુદાયે ત્યાં કેવલજ્ઞાનનો મહિમા કર્યો. તેથી આ શું? એમ રાજા પૂછે છે અને ભગવાન તેની ઉત્કૃષ્ટશુદ્ધિને કહે છે. તેથી વિસ્મય પામેલો રાજા વિચારે છે– આ વચન સત્ય છે કે, જિનોએ વ્યાપારોમાં મનના વ્યાપારને મહાન કહ્યો છે, કે જે સાતમી નરકમાં લઈ જાય છે, અથવા તે જ મોક્ષમાં લઈ જાય છે. [૧૯] આ પ્રમાણે પ્રસન્નચંદ્રરાજર્ષિનું કથાનક પૂર્ણ થયું. તેથી વેષ હોવા છતાં મનોનિગ્રહ ન હોય તો સાતમી નરકને યોગ્ય કર્મો ગ્રહણ કરાય છે. આથી માત્ર વેષથી સંતોષવાળા ન બનવું, કિંતુ મનની સમાધિમાં પ્રયત્ન કરવો જોઇએ. સૂત્રકાર આ જ કહે છે– अहरगइपट्ठियाणं, किलिट्ठचित्ताण नियडिबहुलाणं । सिरतुंडमुंडणेणं, न वेसमेत्तेण साहारो ॥२२०॥ અધોગતિમાં જવાવાળા, ક્લિષ્ટ્રચિત્તવાળા અને ઘણી માયાવાળાઓનો મસ્તક-મુખનું મુંડન કરીને માત્ર વેષ ધારણ કરવાથી ઉપકાર ( સ્વોપકાર-આત્મકલ્યાણ) થતો નથી. [૨૦] વળી– वेलंबगाइएसुवि, दीसइ लिंगं न कज्जसंसिद्धी । पत्ताइं च भवोहे , अणंतसो दव्वलिंगाइं ॥ २२१॥ વિદૂષકો આદિમાં પણ સાધુવેષ દેખાય છે, પણ કાર્યસિદ્ધિ થતી નથી. ભવસમૂહમાં અનંતવાર દ્રવ્યલિંગો પ્રાપ્ત કર્યા છે. વિશેષાર્થ– વિદૂષકોમાં ( નાટક કરનારાઓમાં) પણ સાધુવેષને ગ્રહણ કરવાની અવસ્થામાં મુહપત્તિ-રજોહરણ વગેરે સાધુવેષ દેખાય છે. તેઓ વિદૂષક હોવાના કારણે જ ભાવશૂન્ય હોવાથી તેમની મોક્ષપ્રાપ્તિ આદિ કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આદિ શબ્દથી કાષ્ઠમાં કરેલા ચિત્ર આદિમાં રહેલા સાધુનું ગ્રહણ કરવું. તેથી ભાવરહિત વેષ અપ્રમાણ છે. વળી– જો માત્ર વેષ પણ કાર્યસાધક હોય તો આટલા કાળ સુધી સંસારમાં રહેવાનું જ ન થાય. કારણ કે અનાદિ ભવપ્રવાહમાં ભમતા પ્રત્યેક સઘળાય જીવોએ ક્યાંક આજીવિકા માટે, ક્યાંક કોઈના દબાણથી, કયાંક આજીવિકા અને દબાણ એ બંને કારણથી, ક્યાંક દેવલોક વગેરેના ભોગોની આકાંક્ષાથી, ક્યાંક કીર્તિ આદિ માટે માત્ર વેષસ્વીકારરૂપ દ્રવ્યલિંગો અનંતા પ્રાપ્ત કર્યા છે. કારણ કે દ્રવ્યથી કે ભાવથી જિનપ્રણીત Page #46 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનંતવાર રૈવેયકોમાં ઉત્પત્તિ-૪૧૯ લિંગને ગ્રહણ કર્યા વિના રૈવેયકોમાં ઉત્પત્તિનો શાસ્ત્રમાં નિષેધ છે. સઘળાય જીવો પૂર્વે અનંતવાર રૈવેયકોમાં દેવપણે ઉત્પન્ન થયા છે. પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે હે ભગવન્! સર્વ જીવો ઉપરનો ગ્રેવયકોમાં દેવપણે, દેવીપણે, આસન, શયન, સ્તંભ, પાત્ર, ભાજન અને ઉપકરણપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હે ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે, 'દેવીપણે ઉત્પન્ન થયા નથી.” આનાથી જણાય છે કે પૂર્વે પ્રત્યેક સર્વ જીવોએ દ્રવ્યલિંગો અનંતવાર પ્રાપ્ત કર્યા છે. કારણ કે તે વિના રૈવેયકોમાં (દેવરૂપે) ઉત્પત્તિ ઘટી શકે નહિ. પ્રાપ્ત કરેલાં પણ તે દ્રવ્યલિંગોથી મોક્ષરૂપ કાર્ય જરા પણ સિદ્ધ ન થયું. ભાવલિંગ તો સર્વથા પ્રાપ્ત કર્યું નથી, એકેય વાર પ્રાપ્ત કર્યું નથી. અન્યથા (=ભાવલિંગ એકવાર પણ પ્રાપ્ત કર્યું હોય તો) અનંતપુદ્ગલપરાવર્ત જેટલી ભવસ્થિતિ ન ઘટી શકે. તેથી માનસિક શુભપરિણામરૂપ ભાવમાં જ પ્રયત્ન કરવો જોઇએ. [૨૧] આ જ વિષયને કહે છેतम्हा परिणामो च्चिय, साहइ कजं विणिच्छओ एस । ववहारनयमएणं, लिंगग्गहणंपि निद्दिढें ॥ २२२॥ તેથી. પરિણામ જ કાર્યને સાધે છે. આ નિશ્ચયનય છે=નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયના મતથી લિંગને ગ્રહણ કરવાનું પણ કહ્યું છે. વિશેષાર્થપૂર્વપક્ષ જો પરિણામ જ કાર્યને સાધે છે તો લિંગનું સાધુવેષનું) ગ્રહણ નિરર્થક થયું. ઉત્તરપક્ષ- લિંગગ્રહણ નિરર્થક નથી. કારણ કે વેષ ધર્મનું રક્ષણ કરે છે. જો વેષનો ત્યાગ કરવામાં આવે તો પછીના કાળમાં અકાર્યની પ્રવૃત્તિ જોવામાં આવે છે. વેષ હોય તો અકાર્ય કરવાનું મન થતાં “હું દીક્ષિત થયેલો છું” એમ શંકા પામે છે, અને હું દીક્ષિત થયો છું એમ માનીને અકાર્ય કરતાં અટકે છે. જેમ રાજા (દંડદ્વારા) દેશને દેશના લોકોને અકાર્ય કરતાં રોકે છે, તેમ વેષ અકાર્યાચરણ કરતાં રોકે છે.” ઇત્યાદિ કારણને પ્રગટ કરવામાં તત્પર વ્યવહારનયના મતે લિંગ ગ્રહણ કરવાનું પણ જિનેશ્વર ભગવંતોએ બતાવેલું છે એમ ગાથાર્થ છે. [૨૨૨] ૧, નવ રૈવેયકના નીચેના ત્રણ, વચલા ત્રણ અને ઉપરના ત્રણ એમ ત્રણ વિભાગ છે. આથી અહીં ‘ઉપરના” શબ્દથી ઉપરના ત્રણ રૈવેયકો સમજવા. ૨. આનાથી એ નિશ્ચિત થાય છે કે દેવલોકમાં આ બધી વસ્તુઓ સચિત્ત હોય. ૩. રૈવેયકોમાં દેવી ન હોય માટે દેવીપણે ઉત્પન્ન થયા નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦- ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [નિશ્ચય-વ્યવહારનિશ્ચયમાં જ યત્ન કરવો જોઇએ, વ્યવહારથી શું? એવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છે– जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छए मुअह । ववहारनउच्छेए, तित्थुच्छेओ जओ भणिओ ॥ २२३॥ જો તમે જિનમતને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચય એ બેમાંથી એકેય ને ન છોડો. કારણ કે વ્યવહારનો ઉચ્છેદ થવાથી તીર્થનો અવશ્ય ઉચ્છેદ થાય. વિશેષાર્થ- વ્યવહારનો ઉચ્છેદ થાય એટલે વ્યવહારનયને સંમત લિંગગ્રહણ, જિનપ્રતિમા, ચૈત્યનિર્માણ, પ્રતિભાવંદન-પૂજન વગેરે સઘળાંય અનુષ્ઠાન કરવા યોગ્ય ન થાય. તેથી તીર્થનો (શાસનનો) વિનાશ થાય એ સુપ્રસિદ્ધ જ છે. [૨૨૩] નિશ્ચયનય જ બલવાન છે, વ્યવહારનય નહિ, એવી આશંકા કરીને કહે છેववहारोऽवि हु बलवं, जं वंदइ केवलीवि छउमत्थं । आहाकम्मं भुंजइ, सुयववहारं पमाणंतो ॥ २२४॥ વ્યવહાર પણ બલવાન છે. કારણ કે મૃતરૂ૫ વ્યવહારનયને પ્રામાણિક કરતા કેવલી પણ છબસ્થને વંદન કરે છે અને આધાર્મિક આહારનું ભોજન કરે છે. વિશેષાર્થ– કેવળ નિશ્ચય જ બલવાન છે એવું નથી, કિંતુ વ્યવહાર પણ સ્વવિષયમાં બલવાન જ છે. જો કે નિશ્ચયથી વિનયથી સાધ્ય કાર્ય સિદ્ધ થઈ ગયું હોવાથી કેવલી કોઇનોય વંદન વગેરે વિનય કરે નહિ. તો પણ વ્યવહારનયને પ્રમાણ કરવા માટે કરે છે. આથી જ કેવલજ્ઞાની પણ શિષ્ય જ્યાં સુધી પોતે કેવલી તરીકે પ્રસિદ્ધ ન બને ત્યાં સુધી છદ્મસ્થગુરુ વગેરેને વંદન કરે છે અને શ્રુતરૂપ વ્યવહારનયને પ્રમાણ કરતા કેવલી નહિ વાપરવા યોગ્ય આધાકર્મિક પણ આહાર વાપરે છે. અન્યથા શ્રુત અપ્રમાણ કરેલું થાય. શ્રુત અપ્રમાણ કરવા યોગ્ય નથી. કારણ કે સઘળોય વ્યવહાર પ્રાયઃ શ્રુતથી પ્રવર્તે છે. તેથી વ્યવહારનય પણ બલવાન જ છે. કેમ કે કેવલીએ પણ તેનું સમર્થન કર્યું છે. [૨૪] તેથી આ નિશ્ચિત થયું કે નિશ્ચય-વ્યવહારની શુદ્ધિથી સંયમમાં જ મનને સ્થિર કરવું જોઈએ. પરીષહ વગેરેથી દુઃખી કરાયેલા પણ સાધુઓએ ગૃહવાસ વગેરેનો અભિલાષ ન કરવો જોઈએ. તો પછી અમે ગૃહસ્થપણાને સ્વીકાર્યા વિના જ લીધેલા જ સાધુવેષથી સંયમને શિથિલ કરીને જિનપૂજા વગેરે કરીએ. આ રીતે પણ અમે સુગતિ સાધીશું. તીર્થકરને ઉદેશીને (તીર્થંકરભક્તિને લક્ષમાં રાખીને) આ પ્રમાણે કરવામાં સંયમનું શિથિલીકરણ ( શિથિલ કરવું એ) પણ દોષ માટે ન થાય. આવી આશંકા કરીને સૂત્રકાર કહે છે Page #48 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાધુને જિનપૂજાનો નિષેધ-૪૨૧ तित्थयरुहेसेणऽवि, सिढिलिज न संजमं सुगइमूलं । तित्थयरेणवि जम्हा, समयम्मि इमं विणिद्दिढें ॥ २२५॥ તીર્થકરને ઉદેશીને પણ પૂજાદિ આરંભની પ્રવૃત્તિથી સુગતિનું મુખ્ય કારણ એવા સંયમને સાધુ શિથિલ ન કરે. કારણ કે જેમના માટે તું પુષ્પસંઘટ્ટન વગેરે આરંભ કરવાની ઇચ્છા કરે છે તે તીર્થકરે પણ સિદ્ધાંતમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૨૨૫] તીર્થકરે જે કહ્યું છે તેને જ કહે છેचेइयकुलगणसंघे, आयरियाणं च पवयणसुए य । सव्वेसुवि तेण कयं, तवसंजममुजमंतेण ॥२२६॥ તપ-સંયમમાં ઉદ્યમ કરતા સાધુએ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત એ બધાયનું (કરવા જેવું) કર્યું છે. વિશેષાર્થ- ચૈત્ય=જિનમંદિર. કુલ=વિદ્યાધરકુલ વગેરે. ગણ-કુલનો સમુદાય. સંઘ સાધુ વગેરે. આચાર્ય પ્રસિદ્ધ છે. પ્રવચન=સૂત્ર અને અર્થ એ ઉભયસ્વરૂપ સકળ દ્વાદશાંગી. શ્રુત=કેવળ સૂત્ર. ચારિત્રાવરણીયકર્મના ક્ષયોપશમનો અભાવ હોવાથી સંયમ પાળવાને અસમર્થ ગૃહસ્થો પણ ચૈત્યનિર્માણ વગેરે કરીને કુશલ અનુબંધની પરંપરાથી સંયમને પામે છે. તેનાથી મોક્ષને સાધે છે. જે સાધુથી મુક્તિનું કારણ એવું સંયમ પણ પ્રાપ્ત કરાયું છે તેનાથી ચૈત્યનિર્માણપૂજા વગેરે કરાયેલું જ જાણવું. કારણ કે તેનું ફલ (=સંયમ) સિદ્ધ થઈ ગયું છે. વળી બીજું- સંયમવાનનું વચન ઉપાદેય હોય છે, અને સંયમીને ગુણ-દોષનું જ્ઞાન હોય છે. ઇત્યાદિ કારણોથી (સંયમને શિથિલ કરીને ચૈત્યનિર્માણ વગેરે કરે એના કરતાં) દેશનાદિ દ્વારા ચૈત્ય-કુલ-ગણ આદિના ઘણાં સુંદર કાર્યો કરે. તેથી સંયમ સમસ્ત વસ્તુઓને સિદ્ધ કરનાર હોવાથી સંયમમાં જ પ્રયત્ન કરવો જોઇએ, બીજામાં નહિ. [૨૨૬] હવે જો કોઈ અમે કહે કે, ચારિત્રપાલનથી જિનમંદિર કરાવવું વગેરે ઘણા લાભવાળું છે, તો આ વિષે સૂત્રકાર કહે છે सव्वरयणामएहि, विहूसियं जिणहरेहिं महिवलयं । जो कारिज समग्गं, तओऽवि चरणं महिड्डीयं ॥ २२७॥ જે સર્વરત્નમય જિનમંદિરોથી સંપૂર્ણ પૃથ્વીવલયને વિભૂષિત કરાવે તેનાથી પણ ચારિત્ર ઘણા લાભવાળું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) દ્રિવ્યસ્તવથી ભાવસ્તવ મહાન વિશેષાર્થ- દરેક ગામમાં અને દરેક નગરમાં જિનમંદિર બનાવીને સંપૂર્ણ પણ પૃથ્વીતલને જિનમંદિરોથી જે વિભૂષિત કરાવે, તેનાથી પણ, એટલે કે માત્ર એક જિનમંદિર કરનાર વગેરેના કાર્યની વાત દૂર રહી, કિંતુ યથોક્ત (દરેક ગામમાં અને દરેક નગરમાં) જિનમંદિર કરનારના કાર્યથી પણ, ચારિત્રપાલન ઘણા લાભવાળું છે. કારણ કે આગમમાં સર્વોત્કૃષ્ટગુણવાળા પણ શ્રાવકથી ચારિત્રી અનંતગુણ વિશુદ્ધ ગુણવાળો કહેવાય છે. આથી જ જેમણે સર્વરત્નમય જિનમંદિર વગેરે કરાવ્યું છે તેવા પણ ભરત ચક્રવર્તી વગેરે તે જ દિવસે દીક્ષિત બનેલા પણ ચારિત્રીને ભક્તિથી પંચાંગ પ્રણિપાત કરે છે. [૨૨૭] હવે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ જ અતિશય મહાન છે એ જ વિષયને આગમપાઠથી જ સમર્થન કરતા સૂત્રકાર કહે છે दव्वत्थया य भावत्थओ य बहुगुणत्ति बुद्धि सिया । अनिउणमइवयणमिणं, छज्जीवहियं जिणा बिंति ॥ २२८॥ छज्जीवकायसंजम, दव्वए सो विरुज्झई कसिणो । तो कसिणसंजमविऊ, पुप्फाईयं न इच्छंति ॥ २२९॥ ભાવસ્તવથી દ્રવ્યસ્તવ ઘણા લાભવાળુ છે એવી કોઇની બુદ્ધિ થાય તો આ અનિપુણ મતિવાળાનું વચન છે, જિનો તો છ જવનિકાયના હિતને જ મુક્તિનું કારણ કહે છે. છ જવનિકાયનું હિતરૂપ તે સંયમ દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ ઘટી શકતું નથી. તેથી સંપૂર્ણ સંયમની પ્રધાનતાવાળા સાધુઓ પુષ્પ વગેરેને ઇચ્છતા નથી. વિશેષાર્થ- અહીં દ્રવ્ય શબ્દનો અર્થ ગૌણ અથવા કારણ છે. તેથી દ્રવ્યસ્તવનો અર્થ આ પ્રમાણે થાય. દ્રવ્યરૂપનેeગૌણતાને પામેલો સ્તવ તે દ્રવ્યસ્તવ. અથવા દ્રવ્યરૂપ= ભાવસ્તવનું કારણભૂત સ્તવ તે દ્રવ્યસ્તવ. તેથી ગુણવાને જિનમંદિર બનાવવું, પુષ્પ-ગંધધૂપ આદિથી પૂજા કરવી વગેરે દ્વારા આદર-સત્કાર કરવો તે દ્રવ્યસ્તવ. ભાવથી= પરમાર્થથી સ્તવ તે ભાવસ્તવ. ગુણવાનોના જ સદ્ગુણોનું કીર્તન, અંતરંગ પ્રીતિ, સારી રીતે તેમની આજ્ઞાનું પાલન ઇત્યાદિથી પૂજન કરવું તે ભાવસ્તવ. ગાથામાં આવેલા બે ચ શબ્દો દ્રવ્યસ્તવના અધિકારીએ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકારીએ ભાવસ્તવ કરવો જોઇએ એમ વિષયનું નિયતપણું કરે છે. આ બેમાં પરસ્પરની અપેક્ષાથી દ્રવ્યસ્તવ ઘણા લાભવાળું છે એમ કોઈને બુદ્ધિ થાય, તે આ પ્રમાણે- દ્રવ્યસ્તવ કરવામાં ધનના ત્યાગથી શુભ જ અધ્યવસાય થાય, તીર્થની ઉન્નતિ કરવાનું થાય, કરાતા દ્રવ્યસ્તવને જોઇને બીજાઓ પણ પ્રતિબોધ પામે, ઇત્યાદિ સ્વ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંયમના ૧૭ પ્રકાર-૪૨૩ પરને અનુગ્રહ થાય. આ બધું અયુક્ત છે. કારણ કે દ્રવ્યસ્તવ બહુગુણવાળું છે એવું વચન અનિપુણ મતિવાળાનું છે. શાથી? તે કહે છે- કારણ કે પૃથ્વીકાય વગેરે છ જીવોનું જે કંઈ પણ હિત છે તે જ મુક્તિનું પ્રધાન કારણ છે, એમ જિનો કહે છે. છ જવનિકાયનું હિત સંયમ છે. તે સંયમ આ પ્રમાણે છે-“પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેંદ્રિય એ દરેક જીવોના મન-વચન-કાયાથી સંરંભ-સમારંભઆરંભ કરવા નહિ, કરાવવા નહિ, તથા અનુમોદવા નહિ. એમ નવ પ્રકારના જીવોના સંરંભાદિ ન કરવા તે સંયમના નવ પ્રકારો. તથા દુઃષમા વગેરે કાળના દોષથી તથાવિધ બુદ્ધિની, આયુષ્યની, શ્રદ્ધાની, સંવેગની, ઉદ્યમની અને બળની, વગેરેની હાનિવાળા વર્તમાન કાળના શિષ્યોના ઉપકાર માટે, સંયમમાં ઉપકારક પુસ્તકો વગેરે અજીવ પદાર્થોને તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવાપૂર્વક જયણાથી રાખવા તે ૧૦- અજીવસંયમ સમજવો. “પ્રેક્ષા' એટલે બીજ, વનસ્પતિ કે ત્રસજીવના સંસર્ગ વિનાના નિરવદ્ય સ્થાને “નેત્રોથી જોઈને સુવું, બેસવું, ઉભા રહેવું, કે ચાલવું, વગેરે ૧૧- પ્રેક્ષાસંયમ સમજવો. પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત્ અમુક ઘર-ગામ વગેરેની સંભાળ ખ્યાલપૂર્વક કરો' ઇત્યાદિ ઉપદેશ નહિ કરવો તે ૧૨ઉપેક્ષાસંયમ જાણવો. અથવા પ્રેક્ષા-ઉપેક્ષાનો બીજો અર્થ સંયમમાં અનાદર કરતા સાધુઓને તે તે સંયમનાં કાર્યોમાં જોડવા તે “પ્રેક્ષાસંયમ અને નિર્ધ્વસ પરિણામી પાસત્થા વગેરે સંયમની વિરાધના કરે તેની ઉપેક્ષા કરવી તે “ઉપેક્ષાસંયમ એમ કરવો. નેત્રોથી જોએલી પણ ભૂમિનું કે વસ્ત્ર-પાત્રાદિનું રજોહરણ વગેરેથી પ્રમાર્જન કરીને તે વાપરવાં, અર્થાત્ સુતાં, બેસતાં, લેતાં, મૂકતાં, વારંવાર પ્રમાર્જન કરવું, કાળી ભૂમિવાળા વગેરે પ્રદેશમાંથી સફેદ ભૂમિવાળા વગેરે પ્રદેશમાં પ્રવેશ કરતાં ગૃહસ્થાદિ જોઈ શકે તેમ ન હોય ત્યારે સચિત્ત-અચિત્ત કે મિશ્રરજથી ખરડાએલા પગ વગેરેનું પ્રમાર્જન કરવું અને ગૃહસ્થો વગેરે જોઈ શકે ત્યારે પ્રમાર્જન નહિ કરવું, તે ૧૩- પ્રમાર્જના સંયમ. વડીનીતિ, લઘુનીતિ(સ્પંડિલ-માત્રુ), શ્લેષ્મ, કફ વગેરેને તથા જીવસંસક્ત, દોષવાળાં કે અનુપકારી (વધી પડેલાં) આહાર પાણી વગેરેને જતુ રહિત અચિત્તસ્થાને વિધિપૂર્વક પરઠવવાં (તજવાં) તે ૧૪- પરિષ્ઠાપના સંયમ સમજવો. દ્રોહ, ઇર્ષ્યા, અભિમાન, વગેરે દુષ્ટ ભાવોથી મનને १. संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो । आरंभो उद्दवओ, सुद्धनयाणं तु (च) सव्वेसिं ॥१०६०॥ (प्रवचनसारो०) ભાવાર્થ- મારવાનો (હિંસાનો) સંકલ્પ કરવો તે સંરંભ, પીડા ઉપજાવવી તે સમારંભ, અને પ્રાણોનો વિયોગ કરવો તે આરંભ, એ હિંસાના સંરંભાદિ ત્રણે ય પ્રકારો સર્વ શુદ્ધ નયોને (અથવા “અ'કારનો પ્રક્ષેપ કરવાથી સર્વ અશુદ્ધ એટલે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયને પણ) માન્ય છે. ઉ. ૪ ભા.૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકોને દ્રવ્યસ્તવ યુક્ત છે રોકવું અને ધર્મધ્યાનાદિ શુભભાવમાં જોડવું તે ૧૫-મનસંયમ. હિંસક કઠોર વગેરે વચન નહિ બોલવું અને શુભ (હિતકારી, સત્ય, મધુર) વચન બોલવું તે ૧૬-વચનસંયમ. જવું-આવવું વગેરે આવશ્યક કર્તવ્યોમાં કાયાની પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી તે ૧૭-કાયસંયમ છે. જો આ જ જીવોનું હિત છે તો દ્રવ્યસ્તવમાં પણ તે થશે એવી આશંકા કરીને સૂત્રકાર કહે છે- દ્રવ્યસ્તવ કરવામાં સંયમ સંપૂર્ણ ઘટી શકતો નથી. કારણ કે પુષ્પસંઘટ્ટન આદિથી આરંભ થાય છે. હા, દેશવિરતિરૂપ અસંપૂર્ણ સંયમ તો ગૃહસ્થોને થાય પણ. તેથી સંપૂર્ણ સંયમની પ્રધાનતાવાળા સાધુઓ પુષ્પ વગેરે આરંભથી સાધી શકાય તેવા દ્રવ્યસ્તવને ઇચ્છતા નથી. દ્રવ્યસ્તવમાં શ્રદ્ધાથી પરાનુગ્રહ કહ્યો તે પણ ભાવસ્તવમાં અતિશય અપરિમિત જાણવો. વળી બીજું- ધનનો ત્યાગ કરવા છતાં કીર્તિ વગેરે કારણથી પ્રવૃત્ત થયેલા ક્લિષ્ટ ચિત્તવાળાઓને શુભઅધ્યવસાય ન પણ સંભવે, સંભવે તો પણ ભાવરૂપ હોવાથી એ ભાવસ્તવ જ છે, અને તે જ પ્રધાન છે. કારણ કે મુમુક્ષુઓની પ્રવૃત્તિ ભાવસ્તવ માટે જ છે. વિસ્તારથી સયું. [૨૨૮-૨૨૯]. જો એમ છે તો કોઇએ પણ આ દ્રવ્યસ્તવ ન કરવો જોઈએ એવી આશંકા કરીને કહે છે अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथए कूवदिटुंतो ॥ २३०॥ દેશવિરતિરૂપ અસંપૂર્ણ સંયમને પ્રવર્તાવનારા વિરતાવિરત શ્રાવકોને દ્રવ્યસ્તવ યુક્ત જ છે. કારણ કે દ્રવ્યસ્તવ સંસારને અલ્પ કરવાનું કારણ છે. આ વિષે કૂવાનું દૃષ્ટાંત છે. વિશેષાર્થ- પ્રશ્ન– જે સ્વભાવથી જ આરંભરૂપ હોવાથી સુંદર નથી, તે શ્રાવકોને પણ કેવી રીતે યુક્ત હોય? ઉત્તર- દ્રવ્યસ્તવ કરવામાં તીર્થકરોએ કૂવાનું દૃષ્ટાંત કહ્યું છે. તે આ પ્રમાણેમાર્ગમાં ચાલવા આદિના કારણે થયેલ પરિશ્રમ અને ગરમીથી થયેલ તરસ વગેરેને દૂર કરવા માટે કેટલાક માણસો કૂવો ખોદે છે. કૂવો ખોદતાં તેમના તૃષ્ણાશ્રમ વગેરે દોષો પૂર્વ કરતાં અધિક વધે છે. પછી કૂવો ખોદાઈ જતાં શીત અને ઘણા પાણીના સમૂહને મેળવીને તેમના અને અન્યના ઘણો કાદવ અને ઘણા કાળથી થયેલ તૃષા વગેરે બધાય દોષો નાશ પામે છે. એ જ પ્રમાણે દ્રવ્યસ્તવ કરવામાં જો કે અસંયમ થાય છે, તો પણ કરાવેલા જિનમંદિર વગેરેને જોઈને તેમનો અને બીજાઓનો કોઇક તે નિર્મલ પરિણામ થાય કે જે નિર્મલ પરિણામ ઘણા ભવોમાં ઉપાર્જન કરેલાં પાપોને અને દ્રવ્યસ્તવથી કરેલાં Page #52 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનાદિની વૃદ્ધિ કરનારા આલંબનો-૪૨૫ પાપોને નાશ કરે છે, તથા શુદ્ધ કરીને પરમ શાંતિને (કે મોક્ષને) ઉત્પન્ન કરે છે. તેથી જેમના ઘરમાં સદા ચતુષ્પદ અને દ્વિપદ પ્રાણીઓ માટે ખેતી વગેરે આરંભ પ્રવર્તે છે, તે શ્રાવકોને ઘણા લાભનું કારણ હોવાના કારણે દ્રવ્યસ્તવ સંબંધી આરંભ કરવો તે યુક્ત છે. પણ આરંભથી રહિત હોવાથી, ભાવસ્તવનો લાભ થયો હોવાથી અને તીર્થકરોએ નિષેધ કર્યો હોવાથી મુનિઓને દ્રવ્યસ્તવ યુક્ત નથી. સ્વમતિકલ્પિત બધું સંસારનું કાર—છું. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૩૦] ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છેतो आणाबज्झेखें, अविसुद्धालंबणेसु न रमेज्जा । नाणाइवुड्डिजणयं, तं पुण गेझं जिणाणाए ॥ २३१ તેથી આજ્ઞાબાહ્ય અવિશુદ્ધ આલંબનોમાં ન રમે, જે જ્ઞાનાદિની વૃદ્ધિ યતે જિનાજ્ઞાથી ગ્રહણ કરવું. વિશેષાર્થ- તેથી સાધુ સ્વમતિથી કલ્પેલા જિનમંદિર કરાવવું, પૂજા કરવી ઇત્યાદિ આજ્ઞાબાહ્ય એવા અશુદ્ધ આલંબનોમાં ન રમે શ્રદ્ધાને ન બાંધે. આ પ્રમાણે આટલા ગ્રંથથી ઉત્સર્ગથી ચારિત્ર જેને હોય તેને બતાવ્યું. હવે અપવાદથી ચારિત્ર જેને હોય તેને આ ચારિત્ર બતાવાય છે. તેમાં જે ઉત્સર્ગનું સ્વરૂપ સાર્વજ્ઞનો વિરડું ઘર'= “સાવદ્યયોગોથી વિરતિ એ ચારિત્ર છે” ઇત્યાદિથી હવે પછી કહેવાશે તે ચારિત્ર સંબંધી ઉત્સર્ગ સંક્ષેપથી (અહીં) બતાવ્યો. હવે જે અપવાદનું સ્વરૂપ હવે પછી કહેવાશે તે જ અપવાદનો વિષય વિભાગ (=કયા કયા કારણે અપવાદ સેવવો એ) બતાવવા માટે પ્રારંભ કરે છે. (શ્લોકના ઉત્તરાર્ધમાં) કહે છે કે-જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ટાણે ની કે ત્રણમાંથી કોઈ એકની વૃદ્ધિનું જે જનક હોય તેનું આલંબન જિનાજ્ઞાથી જિનશાસનમાં કહેલી વિધિથી ગ્રહણ કરવું. [૨૩૧] જ્ઞાનાદિની વૃદ્ધિનું જનક તે આલંબન કર્યું છે તે કહે છેकाहं अछित्तिं अदुवा अहीहं, तवोविहाणेण य उज्जमिस्सं । गच्छं व नीईइ व सारइस्सं, सालंबसेवी समुवेइ मोक्खं ॥ २३२॥ (૧) અવિચ્છેદને કરીશ, (૨) અથવા ભણીશ, (૩) અથવા તપોવિધાનથી ઉદ્યમ કરીશ, (૪) અથવા ગચ્છને સારીશ, આવો સાલંબનસેવી મોક્ષમાં જાય છે. વિશેષાર્થ- પડતા જીવોને સમ્યક ધારણ કરવા માટે સમર્થ હોય તે વસ્તુ આલંબન છે. તે આલંબન અહીં પ્રસંગથી દુર્ગતિમાં પતનને અટકાવવા સમર્થ એવા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલંબનના બે પ્રકાર જ્ઞાનાદિ કાર્ય છે. જ્ઞાનાદિકાર્યરૂપ આલંબનની સાથે જે વર્તે તે સાલંબનસેવી. આવો થયો છતો કંઈ પણ અનેષણીય વગેરે સેવે તે સાલંબનસેવી. સાલંબનસેવી મોક્ષમાં જાય છે. તે સાલંબનસેવી કેવી રીતે કહેવાય છે તે કહે છે– (૧) મારા વિના તીર્થના ઉચ્છેદની આપત્તિ આવે, હું તીર્થના અવિચ્છેદન કરીશ, અર્થાત્ હું તીર્થનો વિચ્છેદ નહિ થવા દઉં. (૨) અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રના સાધક સૂત્રોને ભણીશ. (૩) અથવા પછીથી તીવ્રતપ કરવા વડે ઉદ્યમ કરીશ. (૪) અથવા મારા વિના ગચ્છમાં અનુચિતપણાનો પ્રસંગ આવે. હું ગચ્છને સિદ્ધાંતમાં કહેલી નીતિથી સારીશ=સન્માર્ગમાં પ્રવર્તાવીશ. ઇત્યાદિ પુષ્ટ આલંબનથી રોગાદિ આપત્તિને પામેલો જે સાધુ અશુભમનથી નિવૃત્ત, ગીતાર્થ અને બીજા ઉપાયથી આપત્તિના નાશને ન જોતો અનેષણીયતા આદિ દોષથી દુષ્ટ પણ ઔષધ વગેરેને સેવે છે, આવા પ્રકારનો સાલંબનસેવી તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન કરવાથી મોક્ષમાં જાય છે. તેથી યથોક્ત તીર્થનો અવિચ્છેદ વગેરે જ જ્ઞાનાદિની વૃદ્ધિનું જનક આલંબન છે, બીજું નહિ. તે આ પ્રમાણે“યતના નહિ કરવાની ઇચ્છાવાળા જીવ માટે સંપૂર્ણ લોક નબળા) આલંબનોથી ભરેલો છે. યતના નહિ કરવાની ઇચ્છાવાળો જીવ નિત્યવાસ વગેરે જે જે (નબળા) આલંબનને જુએ છે, તે તે આલંબનને કરે છે=લે છે.” આ પ્રમાણે વિસ્તારથી સયું. [૨૩૨] શા માટે આ પ્રમાણે રોગાદિ આપત્તિને પામેલાએ પણ જ્ઞાનાદિની વૃદ્ધિનું જનક આલંબન શોધવું જોઇએ? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે सालंबणो पडतो, अप्पाणं दुग्गमेवि धारेइ । इय सालंबणसेवा, धारेइ जई असढभावं ॥ २३३॥ સાલંબન પડતો જીવ દુર્ગમસ્થાનમાં પણ પડતા પોતાને ધારી રાખે છે. એ જ પ્રમાણે સાલંબન સેવા અશઠભાવવાળા સાધુને ધારી રાખે છે. વિશેષાર્થ– પડતા જીવો વડે જેનો ટેકો=આશ્રય લેવાય તે આલંબન. આલંબન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં ખાડો વગેરેમાં પડતા જીવો વડે જે દ્રવ્યનો ટેકો લેવાય તે દ્રવ્ય આલંબન. તે દ્રવ્ય પણ પુષ્ટ અને અપુષ્ટ એમ બે પ્રકારે છે. તેમાં અપુષ્ટ એટલે દુર્બલ. જેમ કે તૃણ અને વેલડી વગેરે. પુષ્ટ એટલે દઢ. જેમ કે કઠણ વેલડી વગેરે. ભાવ આલંબન પણ પુષ્ટ અને અપુષ્ટ એમ બે પ્રકારે છે. તેમાં પુષ્ટ પૂર્વોક્ત તીર્થનો અવિચ્છેદ વગેરે. શઠપણાથી માત્ર સ્વમતિથી કલ્પેલું અપુષ્ટ છે. આલંબનની સાથે જે વર્તે છે તે સાલંબન. સાલંબન જીવ ખાડો વગેરે દુર્ગમસ્થાનમાં પણ પડતા પોતાને પુષ્ટ આલંબનના ટેકાથી ધારી રાખે છે. એ જ પ્રમાણે આલંબનથી સાથે વર્તે તે સાલંબન, અર્થાત્ પુષ્ટ આલંબન. Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દૃષ્ટાંત-૪૨૭ પ્રશ્ન- સાલંબન શબ્દનો પુષ્ટાલંબન અર્થ કેમ કર્યો? ઉત્તર- માત્ર પોતાની મતિથી કલ્પલ આલંબનમાત્ર સર્વત્ર વિદ્યમાન છે. આથી અહીં આલંબન શબ્દથી કોઈ સ્વમતિકલ્પિત આલંબન ન પકડી શકે એટલા માટે સાલંબન શબ્દનો પુષ્ટાલંબન અર્થ કર્યો. સેવા એટલે પ્રતિષિદ્ધનું આચરણ. પુષ્ટાલંબન રૂપ જે સેવા તે સાલંબન સેવા. સાલંબન સેવા સંસારરૂપ ખાડામાં પડતા માયારહિત સાધુને ધારણ કરી રાખે છે. આ પ્રમાણે આલંબનને શોધવામાં આ લાભ છે. [૨૩૩]. જો આ પ્રમાણે છે તો તેથી શું? એ પ્રશ્નના ઉત્તરને કહે છેउस्सग्गेण निसिद्धं, अववायपयं निसेवए असढो । अप्पेण बहुं इच्छइ, विसुद्धमालंबणो समणो ॥ २३४॥ અપવાદના રોગપ્રાપ્તિ આદિ સ્થાનને પામેલો માયારહિત સાધુ ઉત્સર્ગથી અનેષણીય પરિભોગ વગેરે જેનો નિષેધ કર્યો છે તેનું પણ સેવન કરે છે. કારણ કે વિશુદ્ધ આલંબનવાળો આ સાધુ અલ્પસંયમવ્યયથી ઘણા સંયમલાભને ઇચ્છે છે. વિશેષાર્થ– ઉત્સર્ગ એટલે સામાન્યથી કહેલ વિધિ. અપવાદ એટલે વિશેષથી કહેલ વિધિ. વિશુદ્ધ આલંબન એટલે માયારહિત આલંબન. [૩૪] પ્રતિષિદ્ધનું સેવન કરતો પણ આ સાધુ દોષનો ભાગીદાર કેમ બનતો નથી એવા પ્રશ્નનો ઉત્તર કહે છે पडिसिद्धपि कुणंतो, आणाए दव्वखेत्तकालन्नू । सुज्झइ विसुद्धभावो, कालयसूरिव्व जं भणियं ॥ २३५॥ દ્રવ્ય-ક્ષેત્ર-કાળને જાણનાર સાધુ આજ્ઞાથી પ્રતિષિદ્ધને પણ કરતો વિશુદ્ધભાવવાળો હોવાથી કાલિકસૂરિની જેમ શુદ્ધ થાય છે. કારણ કે (આગમમાં નીચે પ્રમાણે) કહ્યું છે. વિશેષાર્થ અક્ષરાર્થ પછી જ કહીશું. ભાવાર્થ તો કથાનકથી કહેવાય છે કાલિકસૂરિનું દૃષ્ટાંત ધરાવાસ નામનું નગર છે કે જ્યાં જાણે કુબેરે સ્થાપિત કર્યા હોય તેમ સર્વભયોથી મુક્ત ધનના ઢગલાઓ દેખાય છે. સિંહની જેમ શત્રુરૂપી મહાહાથીઓથી દુખેથી જોઈ શકાય તેવો વસિંહરાજા તે નગરીનું પાલન કરે છે. તેની સુરસુંદરી નામની રાણી છે. તેમનો કાલ નામનો પુત્ર છે. તે પુત્ર બાલ્યાવસ્થાથી જ ગુણવાન છે. સુદપક્ષના ચંદ્રની જેમ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮- જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દૃષ્ટાંત તે કલાના પ્રકારોથી વિશાળ (=મહાન) બન્યો. તેની નામથી અને ગુણોથી સરસ્વતી બહેન હતી. તેના ચક્ષુ આદિ અંગોની ઉપમા માટે કમળ આદિ વસ્તુઓ માત્ર બોલવા માટે યોજાતી હતી. કારણ કે તેના એક એક અંગની અને સંપૂર્ણ શરીરની શોભા અનુપમ હતી. વધારે કહેવાથી શું? દેવીઓથી પણ અધિક તેનું રૂપ શોભે છે. સંસારરૂપી અટવી રાગ-દ્વેષ રૂપ અગ્નિથી બળેલી છે. તેમાં સુચિરત્રવાળા લોકો બળી રહ્યા છે, અર્થાત્ તેમાં લોકોનું સુચરિત્ર બળી રહ્યું છે. કાલકુમારે સંસારરૂપ અટવીને આવી જાણીને પાંચસો રાજપુત્રોની સાથે ગુણસુંદર નામના આચાર્યની પાસે રાગ-દ્વેષરૂપ અગ્નિને શાંત કરવા માટે પાણીના પૂર સમાન જિનશાસનની ઉત્તમ દીક્ષા ભરયૌવનમાં લીધી. તેની બહેન પણ પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરે છે, અને ઉગ્ર તપ કરે છે. કાલકમુનિ થોડા જ દિવસોમાં ઘણાં સૂત્રો ભણીને ગીતાર્થ થયા, અને અનેક વિદ્યા વગેરે અતિશયોથી પૂર્ણ થયા. સૂરિપદે બિરાજેલા તે ક્યારેક વિહાર કરતાં ઉજ્જૈની નગરીમાં આવ્યા. સરસ્વતી સાધ્વી પણ ત્યાં કોઇપણ સ્થાનમાં આવી. શ્રમણીવૃંદ સાથે સ્થંડિલભૂમિમાં ગયેલી તેને ઉજ્જૈનીના ગર્દભિલ્લ નામના રાજાએ જોઇ. હવે સંક્લિષ્ટ કર્મના ઉદયથી તે આ પ્રમાણે વિચારે છે– જેણે રતિસુખનો ત્યાગ કર્યો છે તેવી આ બાળા પણ જો વ્રત કરે છે તો જેનો પુરુષાર્થ નિષ્ફળ છે એવો કામદેવ આજે પણ કેમ જીવે છે? ઇત્યાદિ વિચારતા તેના મહાન વિવેકરૂપ વૃક્ષને કામદેવે બાળી નાખ્યો. તેથી તે સાધ્વીને બળાત્કારે લઇને અંતઃપુરમાં નાખે છે. આ વખતે સાધ્વીજીએ આંખોમાંથી વહેતા આંસુના પ્રવાહથી પૃથ્વીતલને સિંચ્યું. તે જોરથી પોકાર કરે છે અને વિલાપ કરે છે. હે બંધુ! હે પ્રવચનનાથ! હે મુનિસિંહ! હે શ્રીકાલકસૂરિ! આ અધમ રાજાથી હરણ કરાતા મારા ચારિત્રધનનું તમે રક્ષણ કરો. તમારા સિવાય મારું કોઇ શરણ નથી. હવે કાલકસૂરિ પણ કોઇપણ રીતે આ વૃત્તાંતને જાણીને રાજાની પાસે જાય છે અને તેને કોમલવાણીથી કહે છે- હે રાજન! જેવી રીતે તારાગણોમાં ચંદ્ર અને દેવગણોમાં ઇંદ્ર પ્રમાણ છે તે રીતે લોકમાં તમે જ પ્રમાણ છો. તેથી અકાર્ય કેમ કરો છો? પ્રમાણભૂત પુરુષોએ બીજાને પણ અકાર્યથી રોકવા જોઇએ. જો તેઓ પણ આ કાર્ય કરે તો આ સત્ય થયું કે, જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પુરોહિત ભંડારી (=ભંડારનો અધ્યક્ષ) હોય ત્યાં હે નગરજનો! વનમાં વસો. (કારણ કે) શરણથી ભય ઉત્પન્ન થયો છે. હે રાજન્! અન્ય પણ પરસ્ત્રીઓનો સંગ દુઃખ લાવનારો જ છે, પણ સાધ્વીઓનો સંગ તો મહા પાપરૂપ છે. હે રાજન! જો ઘણી રાજપુત્રીઓના સંગમાં પણ તમે સંતોષ પામ્યા નથી, તો વિભૂષાનો ત્યાગ કરનારી, બળાત્કારે ગ્રહણ કરેલી, દીન એવી આ માત્ર સાધ્વીજીથી તમને શો સંતોષ થાય? રાજાઓ ઋષિઓના ધર્મને વધારે છે, હરી લેતા Page #56 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દૃષ્ટાંત-૪૨૯ નથી. સઘળાં તપોવનો રાજાથી રક્ષાયેલાં સંભળાય છે. તેથી આ બધું વિચારીને તમે સ્વયમેવ મારી બહેનને છોડી દો. ઇત્યાદિ યુક્તિયુક્ત રાજાને આચાર્યે કહ્યું. છતાં મિથ્યાજ્ઞાનવાળો રાજા સાધ્વીને કોઇપણ રીતે મૂકતો નથી. તેથી સંઘે ભેગા થઇને રાજાને કહ્યું: રાજાએ સંઘને પણ અવજ્ઞાથી જોયો. તેથી સૂરિ કોપ પામ્યા. (૨૫) જો હું તત્પર થઇને જેનાં મૂળિયાં પૃથ્વીમાં બંધાયેલાં છે તેવા આ ગર્દભિલ્લનૃપરૂપ વૃક્ષને ન ઉખેડું તો, જેઓ સંઘના શત્રુ છે, જેઓ પ્રવચનનો ઉપઘાત કરનારા છે, જેઓ સંયમના ઉપઘાતમાં તત્પર છે, અને જેઓ તેમની (=સંઘના શત્રુ વગેરેની) ઉપેક્ષા કરનારા છે, તેમની ગતિમાં હું પણ જાઉં. આચાર્યે આ (=રાજાને ઉખેડવાની) પ્રતિજ્ઞા કરી. પછી આચાર્ય વિચારે છે કે આ રાજા ગર્દભીવિદ્યાથી મહાબલવાન છે તેથી ઉપાયથી પકડવો. આ પ્રમાણે વિચાર્યા પછી કપટથી જાણે પોતે ગાંડા હોય તેવો વેશ કરીને નગરમાં આ (=હવે કહેવાશે તે) અસંબદ્ધ પ્રલાપ કરતા પરિભ્રમણ કરે છે. જો ગર્દભિલ્લરાજા છે તો આનાથી (બીજું) શ્રેષ્ઠ શું? જો ૨મણીય અંતઃપુર છે તો આનાથી (બીજું) શ્રેષ્ઠ શું? અથવા જો દેશ રમણીય છે તો આનાથી (શ્રેષ્ઠ) બીજું શું? અથવા જો હું ભિક્ષાટન કરું છું તો આનાથી (શ્રેષ્ઠ) બીજું શું? જો શૂન્યઘરમાં શયન કરું છું તો આનાથી (બીજું) શ્રેષ્ઠ શું? આચાર્યનું ઇત્યાદિ ઉન્મત્ત આચરણ જોઇને અત્યંત દુઃખી થયેલ અને બાલ-વૃદ્ધ સહિત વ્યાકુલ થયેલ આખું નગર કહે છે કે, આ રાજાનું પતન ચોક્કસ નજીકમાં છે, જેથી મુનિઓના વ્રતનો ભંગ કરે છે, અને ગુણસમુદ્ર આ આચાર્યનો વ્રતભંગ કરે છે. આચાર્યની ઉન્મત્તતાનું કારણ નિર્દય અને પાપી તે જ છે. અતિશય સંક્લિષ્ટ મનવાળો તે મુનિજનોના વચનને પણ કોઇપણ રીતે ગણકારતો નથી. આ પ્રમાણે લોકોના અવર્ણવાદને અને આચાર્યને ઉન્મત્ત જાણીને સામંત-મંત્રીવર્ગ પ્રયત્નથી રાજાને કહે છે: હે દેવ! સાધ્વીનો આ પરિભોગ વિરુદ્ધ છે. અને તમારાથી અપમાનિત થયેલા આચાર્ય ઉન્મત્ત થયા એ તો અતિશય વિરુદ્ધ છે. તથા ઘણા લોકોનો તિરસ્કાર અતિશય વિરુદ્ધ છે. તેથી આટલું પણ પ્રાપ્ત થયે છતે આ સાધ્વીને છોડી દો. કારણ કે સંપૂર્ણ નગરમાં આપની અપકીર્તિનો પટહ વાગે છે. આ કાર્યમાં આ લોક-પરભવની આપત્તિઓ દેખાય છે. આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલો રાજા આ બધાની અવગણના કરે છે. મોહરૂપ ગ્રહથી પરાભવ પામેલો તે ઉપદેશેલા હિતને પણ ગણકારતો નથી. આચાર્યે લોકો પાસેથી આ જાણ્યું. તેથી રાજાને નિશ્ચયથી દંડસાધ્ય-(=દંડથી જીતી શકાય તેવો) જાણીને નગરીમાંથી બહાર નીકળી ગયા. ક્રમે કરીને સિંધુનદીના સામા કિનારે સગકૂલ નામના કિનારે આવ્યા. ત્યાં જે સામંતરાજાઓ હતા તે ‘સાહિ' કહેવાતા હતા, અને તે બધાનો અધિપતિ રાજા સાહાનુસાહિ' એવા નામથી કહેવાતો હતો. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦-જિનાજ્ઞાથી પ્રતિસિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દેણંત આચાર્ય એક સાહિ રાજાના નગરમાં જઇને રહ્યા. વિદ્યાથી, અતિશયોથી અને ધર્મકથાથી આચાર્યે એને આકર્ષી લીધો. ત્યારબાદ એકવાર આ સાહિ અને બીજા પંચાણુ સાહિવર્ગ ઉપર સાહાનુસાહિ રાજા ગુસ્સે થયો. તેથી બધા મરણભયથી ત્રાસ પામ્યા. આચાર્ય કહ્યું: તમે અહીં નિરર્થક મરો છો સિંધુ નદી ઉતરીને ચાલીને જાઓ. તેથી તમારું બધુંય સારું થશે. ઇત્યાદિ આચાર્યના વચનોથી તેઓ પણ ક્રમે કરીને સૌરાષ્ટ્ર દેશમાં ગયા. પછી દેશના છત્રુ ભાગ કરીને ત્યાં રહ્યા. ચોમાસું પૂર્ણ થયા પછી આચાર્યે તે બધાને કહ્યું: ઉજ્જૈનના રાજાને જીતવા માટે હમણાં માલવદેશને ગ્રહણ કરો. જેથી તમે બધાય વિશાળ તે દેશમાં સુખેથી રહો. તેથી તેમણે કહ્યું. અમારી પાસે ધન નથી. તેથી અમે તેટલું દૂર જવા માટે સમર્થ નથી. તેથી આચાર્યે ચૂર્ણયોગથી ઘણું સોનું પ્રગટ કરીને (=બનાવીને) તેમને આપ્યું. તેથી ખુશ થયેલા તે રાજાઓ પણ લાટદેશના સર્વગૃપ વર્ગને જીતીને ક્રમશ: ઉજ્જૈની દેશના સીમાડે આવ્યા. આ વૃત્તાંતને સાંભળીને પોતાના બલસમૂહથી સંપૂર્ણ ગર્દભિલ્લ રાજા ત્યાં આવે છે. તલવાર, શક્તિ, બાણ, બાવલ્લ, ભાલા અને બરછી વગેરે શસ્ત્રોથી ભયંકર, હાથી, અશ્વ અને રથ ઉપર ચઢીને ભેગા થયેલા (=સામ સામે આવેલા) ઘણા સુભટોથી પ્રચંડ અને કોપસહિત એવા બંને સૈન્યો પરસ્પર લડવા લાગ્યા. અર્ધીક્ષણમાં ગર્દભિલ્લનું સૈન્ય હારી ગયું. (૫૦) તેથી ર્ગદભિલ્લ રાજા પલાયન થઇ ઉજ્જૈની નગરીમાં પ્રવેશીને ઘેરો ઘાલનાર માટે સજ્જ થયો, અર્થાત્ ઘેરો ઘાલનાર પરસૈન્યથી રક્ષણની તૈયારી કરી લીધી. પડાવ નાખીને રહેલું શત્રુનું સૈન્ય બધી તરફથી બધી રીતે દરરોજ ઉપદ્રવ કરે છે. હવે એક દિવસ શત્રુસૈન્ય કોટ (=કિલ્લો) શૂન્ય જોયો. તેથી શક રાજાઓ આચાર્યને પૂછે છે. (આજે ગર્દભિલ્લ કોટ ઉપર કેમ નથી આવ્યો?) આચાર્યે યાદ કરીને કહ્યું. આજે અષ્ટમી દિન હોવાથી ગર્દભિલ્લ રાજા ઉપવાસ કરીને ગર્દભી વિદ્યા સાધે છે. તેથી ક્યાંક અટારીમાં રાખેલી ગર્દભીને (=ગધેડીને) જુઓ. તે પ્રમાણે કરતાં તેમણે ગર્દભીને જોઈ. પછી આચાર્ય ધનુર્ધારીઓને કહ્યું: આ વિદ્યા સિદ્ધ થશે ત્યારે ગર્દભી મહાશબ્દ કરશે. પરસૈન્યમાં દ્વિપદ કે ચતુષ્પદ જે કોઈ પ્રાણી તે શબ્દને સાંભળે મુખથી લોહીને વમતો તે જલદી પૃથ્વી ઉપર પડે. તેથી જીવતા દ્વિપદ કે ચતુષ્પદ સર્વ પ્રાણીને બે ગાઉ દૂર લઈ જઈને રાખો. શબ્દવેધી અતિનિપુણ એક સો આઠ ધનુર્ધારીઓને મારી પાસે રાખો. તેમણે શબ્દવેધી અતિનિપુણ એકસો આઠ ધનુર્ધારીઓને આચાર્યની પાસે રાખ્યા એટલે આચાર્ય ધનુર્ધારીઓને કહ્યું: આ ગર્દભીને પાડવાને માટે (નિષ્ફળ બનાવવા માટે) એ શબ્દ બોલવા માટે મુખ ખોલે ત્યારે એ બોલે પહેલાં જ એનું મુખ તમે અપ્રમત્ત બનીને બાણોથી ભરી દેજો. અન્યથા તમે હારી જશો. ધનુર્ધારીઓએ તે પ્રમાણે Page #58 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાથી પ્રતિસિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દૃષ્ટાંત-૪૩૧ જ કર્યું. આથી ગર્દભીએ શક્તિ હણાઇ જવાના કારણે શબ્દ ન કર્યો. પછી તે મહાવિદ્યા તે રાજાની જ ઉપર મૂત્ર-વિષ્ઠા કરીને પલાયન થઇને જતી રહી. પછી આચાર્યે કહ્યું: આનું માત્ર આટલું જ બળ હતું. આથી તમે વિશ્વાસ રાખીને તેનો પણ નિગ્રહ કરીને સ્વકાર્ય કરો. હવે તેમણે નગરીને ભાંગી. રાજાને બાંધીને ગ્રહણ કર્યો. પછી આચાર્યે ગર્દભિલ્લને કહ્યું: હે લજ્જારહિત! તે સાધ્વી માટે પાપની હઠથી આ ભવ અને પરભવની અપેક્ષાથી રહિત તેં ભૂલ કરી છે. હે અનાર્ય! તેં તીર્થંકરોને પણ પૂજ્ય સંઘની આશાતના કરી છે. તે અપરાધરૂપ વૃક્ષના કુસુમની ઉત્પત્તિને તું પામ્યો છે. વળી અનેક દુ:ખોથી ભયંકર એવા અનંતભવસાગરમાં જે ભમીશ તે ફલને પણ ભોગવીશ. તેથી હજી પણ જિનદીક્ષાને ગ્રહણ કર. જિનદીક્ષાથી કંઇક પણ પાપથી છૂટકારો થાય. સૂરિ કરુણાથી આ પ્રમાણે કહે છે ત્યારે તે રાજા અતિશય વધારે દુ:ખી થાય છે. તેથી આચાર્યે કહ્યું: મહાન અને દુ:સહ સંસારદુઃખોનું ઉપાર્જન કરનારા તમારા જેવાઓને પણ સુખનું ભાજન કરવા માટે કોણ સમર્થ થાય? અમારા ધર્મનું મૂળ જીવદયા છે. તેથી તું મરાયો નથી. ઇત્યાદિ ઘણો તિરસ્કાર કરીને તેને છોડાવ્યો. પછી શક રાજાઓથી દેશનિકાલ કરાયેલો દીન તે ભમે છે. તેના કર્મના દોષથી (અથવા તે પાપકાર્યના દોષથી) અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. હવે આચાર્ય જે શાહિના નગરમાં પહેલા રહ્યા હતા શાહિ ઉજ્જૈનીનો રાજા થયો અને અન્ય રાજાઓ સામંત થયા. જેણે આલોચન-પ્રતિક્રમણ કર્યું છે એવી બહેનને આચાર્યે સંયમમાં સ્થાપિત કરી. તે રાજાઓ સગફૂલથી આવ્યા હોવાથી શકરાજાઓ તરીકે પ્રસિદ્ધ થયા. શક રાજાઓનો જિનપ્રવચન પ્રભાવનામાં તત્પર વંશ વૃદ્ધિ પામતાં કાલાંતરે શ્રી વિક્રમાદિત્ય રાજા થયો. તે શકવંશને હણીને રાજા થયો. તેણે લોકોને ઋણરહિત કર્યા અને પોતાનો આ સંવત્સર પ્રવર્તાવ્યો. તેના વિક્રમકાલના એકસો પાંત્રીસ વર્ષ વીતે છતે તેના પણ વંશને ઉખેડીને ફરી પણ શક રાજા થયો. તેણે પરિવર્તન કરીને લોકમાં પોતાનો સંવત્સર સ્થાપ્યો. (૭૫) લાટદેશ અને ભૃગુકચ્છ વગેરે સ્થાનોમાં વિહાર કરતા કાલકસૂરિ કાળે કરીને પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા. ત્યાં શ્રી શાલિવાહન રાજા પરમ શ્રાવક છે, આચાર્યની ઘણી ભક્તિ કરે છે. ત્યાં ભાદરવા સુદ પાંચમના દિવસે ઇંદ્રમહોત્સવ થાય છે. તેથી રાજા વિનયથી આચાર્યને કહે છે કે પર્યુષણ છઠ્ઠના કરો. કારણ કે પાંચમના લોકોનું અનુસરણ કરવામાં તત્પર મારાથી ચૈત્યોની પૂજા કરી ન શકાય. આચાર્ય કહે છે કે, હે રાજન! પર્યુષણ ક્યારે પણ પંચમીની રાત્રિનું ઉલ્લંઘન ન કરે, અર્થાત્ પંચમીની રાત્રીનું ઉલ્લંઘન કરીને પર્યુષણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરાધના નિર્જરા ફલવાળી બને ન કરી શકાય. તેથી રાજાએ કહ્યું: તો ચોથના પર્યુષણ કરો. સૂરિએ તેનો સ્વીકાર કર્યો. કારણ કે પાંચમ પહેલાં પણ પર્યુષણ કરી શકાય એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. ત્યારથી પર્યુષણ ચોથના દિવસે થયું. પર્યુષણનું કથન અને શકવિક્રમના વંશનું કથન પ્રાસંગિક છે. દેવો, રાજાઓ અને ઇદ્રો જેમના ચરણોમાં નમ્યા છે તેવા આચાર્ય પણ આલોચનાપ્રતિક્રમણ કરીને શુદ્ધ થયા, અને દીર્ધચારિત્રપર્યાય પાળીને દેવલોકમાં ગયા. કાલિકસૂરિનો આ વૃત્તાંત સંક્ષેપથી કહ્યો. વિસ્તારથી તો નિપુણમતિવાળાઓએ નિશીથસૂત્રથી જાણી લેવો. આ પ્રમાણે કાલિકસૂરિનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે કાલિકસૂરિની જેમ દ્રવ્યાદિના સ્વરૂપનો જાણકાર સાધુ જિનાજ્ઞાથી જીવહિંસા વગેરે પ્રતિષિદ્ધને પણ કરે તો પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ હોવાના કારણે વિશુદ્ધ ભાવવાળો હોવાથી શુદ્ધ થાય છે જ, અર્થાત્ કર્મનિર્જરા જ કરે છે. કારણ કે આગમમાં (નીચે પ્રમાણે) કહ્યું છે. પ્રશ્ન- અહીં “જિનાજ્ઞાથી' એમ કહ્યું છે. તે કેવા પ્રકારની જિનાજ્ઞા છે? ઉત્તર – “સાધુઓના અને જિનમંદિરોના પ્રત્યેનીકને (=પ્રતિકૂલ વર્તન કરનારને) અને અવર્ણવાદને તથા જિનપ્રવચનના અહિતને (કે અહિત કરનારને) સર્વશક્તિથી (=પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરીને) રોકે.” (૧) તથા “તેથી (પ્રવચન પ્રત્યેનીકોની ઉપેક્ષાથી આજ્ઞાભંગ, આજ્ઞાભંગથી અનંતદુઃખ, તેથી) છતી શક્તિએ પ્રવચન પ્રત્યેનીકોમાં (જે પ્રતિકૂળ વર્તન કરશે તેને તેનું ફળ મલશે, આપણે શું? એમ) ઉપેક્ષા ન કરવી. અનુકૂલ (કપ્રિય) અને પ્રતિકૂલ ( નિષ્ફર) વચનોથી શિક્ષા આપવી.” ઇત્યાદિ આગમાર્થરૂપ જિનાજ્ઞા છે. [૩૫] આગમમાં જે કહ્યું છે તેને જ કહે છેजा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निजरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥ २३६॥ અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત, યતના કરનાર અને સૂત્રવિધિથી યુક્તને જે વિરાધના થાય તે નિર્જરા ફલવાળી થાય છે. વિશેષાર્થ- અધ્યાત્મ વિશુદ્ધિથી યુક્ત એટલે સરળ હોવાના કારણે સંક્લેશથી રહિત ચિત્તવાળો. યતના કરનાર એટલે વિરાધનાથી રક્ષણ કરવામાં તત્પર. સૂત્રવિધિથી યુક્ત એટલે ગીતાર્થ. Page #60 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વારા) ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરાધના નિર્જરાફલવાળી બને-૪૩૩ સંક્લેશથી રહિત ચિત્તવાળા અને વિરાધનાથી રક્ષણ કરવામાં તત્પર એવા ગીતાર્થની પૃથ્વી આદિનું સંઘટ્ટન વગેરે જે વિરાધના થાય તે અશુભકર્મબંધ રૂપ ફલવાળી ન થાય, અર્થાત્ તેનાથી અશુભકર્મબંધ ન થાય, કિંતુ અશુભકર્મની નિર્જરારૂપ ફલવાળી જ થાય. વિરાધના નિમિત્તે યથોક્ત જે કર્મ છે તે પણ પહેલા સમયે બંધાય, બીજા સમયે નિર્જરે અને ત્રીજા સમયે અકસ્મતાને અનુભવે છે, અર્થાત્ આત્મા તે કર્મથી રહિત બને. આ પ્રમાણે સિદ્ધાંતનું રહસ્ય છે. [૩૬] વિરાધના પણ નિર્જરાફલવાળી કેવી રીતે થાય તે કહે છેजे जत्तिया य हेऊ, भवस्स ते चेव तत्तिया मोक्खे । गणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ॥ २३७॥ જે અને જેટલા ભાવો (=પદાર્થો) સંસારના હેતુઓ છે, તે જ અને તેટલા જ ભાવો (=પદાર્થો) મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બંનેના (અલગ અલગ) કારણોથી અસંખ્યલોક સભાનપણે ભરેલા છે. વિશેષાર્થ– સૂક્ષ્મ-બાદરજીવો, સર્વદ્રવ્યો, ગ્રહણ-ધારણીય દ્રવ્યો, તિર્યંચ-મનુષ્ય-દેવોની સ્ત્રીઓ, સચિત્ત-અચિત્ત-મિશ્રદ્રવ્યો, અશનાદિ આહાર વગેરે જે ભાવો અને જેટલી સંખ્યાવાળા ભાવો સંસારનાં નિમિત્તો છે, તે જ સૂક્ષ્મ-બાદરજીવો વગેરે ભાવો અને તેટલી જ સંખ્યાવાળા ભાવો મોક્ષનાં પણ નિમિત્તો છે. અહીં તાત્પર્ય આ છે- ત્રણલોકમાં રહેલા જે ભાવો રાગ-દ્વેષ-અજ્ઞાનવાળા જીવોને સંસારનાં કારણ બને છે, તે જ ભાવો રાગાદિથી રહિત જીવોને શ્રદ્ધા-જ્ઞાન-વધાદિવિરતિ દ્વારા મોક્ષનું કારણ બને છે. તે આ પ્રમાણે પ્રથમ વ્રતના વિષયભૂત જે સઘળાય જીવો વધાદિથી નિવૃત્ત નહિ થયેલા રાગદિ દોષોથી દૂષિત અંત:કરણવાળા જીવોને ભવના હેતુ થાય છે, તે જ સઘળાય જીવો સમ્યકત્વથી શ્રદ્ધા કરતા, જ્ઞાનથી જાણતા અને ચારિત્રથી હિંસા નહિ કરતા સાધુને મોક્ષના હેતુ થાય છે. બીજા વ્રતના વિષયભૂત જે સર્વદ્રવ્યો તેમની અસત્ય પ્રરૂપણા કરવામાં પ્રવૃત્ત થયેલા જીવોને ભવહેતુ થાય છે, તે જ દ્રવ્યો સત્યપ્રરૂપણા આદિમાં પ્રવૃત્ત થયેલા સાધુને મોક્ષનાં કારણ થાય છે. એ પ્રમાણે ત્રીજા વગેરે વ્રતના વિષયભૂત ગ્રહણ-ધારણીય વગેરે પદાર્થોમાં પણ ભાવના કરવી. કહ્યું છે કે-“અહો! ધ્યાનનો પ્રભાવ કેવો છે કે જેથી એક પણ સ્ત્રી અનુરાગ-વિરાગથી અનુક્રમે ભવ માટે અને મોક્ષ માટે થાય છે.” [પ્રશ્ન – એ પ્રમાણે હો. પણ ભવ અને મોક્ષ પ્રત્યેકના કેટલી સંખ્યાવાળા ( કેટલા) હેતુઓ છે? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪- ચરમશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરિણામથી બંધ-નિર્જરા ઉત્તર- ભવ અને મોક્ષ પ્રત્યેકના અસંખ્યલોક જેટલા હેતુઓ છે, અને એ અસંખ્ય લોક પૂર્ણ છે, એક પણ આકાશપ્રદેશથી અપૂર્ણ નથી, અર્થાત્ તેમાંથી એક પણ પ્રદેશનૂન નથી, તથા તે હેતુઓ પરસ્પર તુલ્ય છે=ન્યૂન-અધિક સંખ્યાવાળા નથી. કેવળ ભવ હેતુઓ સંપૂર્ણ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ છે અને ભવહેતુઓથી જુદા કેવળ મોક્ષહેતુઓ પણ સંપૂર્ણ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ જ છે.] પ્રશ્ન- ત્રણ લોકમાં રહેલા સઘળાય જીવાદિ પદાર્થો પરિણામ પ્રમાણે કોઈક જીવોને ભવહેતુ અને કોઇક જીવોને મોક્ષહેતુ થાય છે એમ કહ્યું. તે જીવાદિ પદાર્થો બધા મળીને અનંતા જ છે. તો અહીં અસંખ્યાત કેમ કહ્યા? ઉત્તર–તમે સાચું કહ્યું. પણ અનંત પણ તે પદાર્થોથી સરખે સરખા ન હોય તેવા અસમાન ભવહેતુ અશુભ અને મોક્ષહેતુ શુભ એ પ્રત્યેક અધ્યવસાય સ્થાનો સ્વસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ જ ઉત્પન્ન થાય છે, અનંત નહિ. યથોક્ત અસંખ્યાત પછી રહેલા બીજા અધ્યવસાય સ્થાનો સમાન હોવાથી તેમનો પૂર્વના અસંખ્યાત સ્થાનોમાં જ અંતર્ભાવ થઈ જાય છે એમ કેવળીઓ જુએ છે. આથી પદાર્થોથી જન્ય અધ્યવસાય સ્થાનો અસંખ્યાત હોવાથી ઉપચારથી પદાર્થો પણ અસંખ્યાત છે એમ કહ્યું છે. આમ અહીં દોષ નથી. આનાથી આ નિશ્ચિત થયું કે, જીવહિંસાદિરૂપ એક પણ વિરાધના પરિણામની વિચિત્રતાથી નિબિડ-ક્લિષ્ટકર્મબંધનો હેતુ થાય અને નિબિડ-ક્લિષ્ટકર્મોની નિર્જરાનો પણ હેતુ થાય. [૩૭] હવે તે જ પદાર્થો જેવા સ્વરૂપવાળા જીવોને બંધના હેતુ થાય અને જેવા સ્વરૂપવાળા જીવોને તે જ પદાર્થો મોક્ષના હેતુ થાય તે બતાવવા માટે કહે છે इरियावहियाईया, जे चेव हवंति कम्मबंधाय । अजयाणं ते चेव उ, जयाण निव्वाणगमणाए ॥ २३८॥ ઇર્યાપથિક આદિ જે ભાવો અસંત જીવોને કર્મબંધ માટે થાય તે જ ભાવો સંયમના ઉદ્યમમાં તત્પર જીવોને મોક્ષમાં જવા માટે થાય. વિશેષાર્થ– ઇર્યા એટલે ચાલવું. ચાલવાથી ઓળખાયેલો માર્ગ દર્યાપથ છે, અર્થાત્ ઈર્યાપથ એટલે માર્ગ. ઈર્યાપથમાં જે થાય તે ઈર્યાપથિક. ઇર્યાપથમાં માર્ગમાં ગમન અને આગમન થાય. માટે ઈર્યાપથિક એટલે ગમન અને આગમન. ઇર્યાપથિક આદિ” એ સ્થળે આવેલા આદિ શબ્દથી ભોજન અને શયન વગેરે સમજવું. [૨૩૮] Page #62 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિધિ-નિષેધ એકાંત નથી-૪૩૫ વળીएगंतेण निसेहो, जोगेसु न देसिओ विही वावि ।। दलियं पप्प निसेहो, होज विही वा जहा रोगे ॥ २३९॥ જેવી રીતે રોગમાં આહારનો એકાંતે નિષેધ કે એકાંત અનુજ્ઞા નથી, તેમ ગમન વગેરે યોગોમાં એકાંતે નિષેધ કહ્યો નથી, અથવા સ્વાધ્યાય વગેરે યોગોમાં એકાતે અનુજ્ઞા કહી નથી. વસ્તુને (પરિસ્થિતિને કે સંયોગોને) જાણીને નિષેધ કે અનુજ્ઞા થાય. વિશેષાર્થ– ગમન-આગમન-ભોજન વગેરે યોગોમાં તીર્થકરોએ એકાંત નિષેધ કે વિધિ બતાવ્યો નથી, કિંતુ જીવદ્રવ્યને આશ્રયીને નિષેધ કે વિધિ થાય. અહીં દૃષ્ટાંત કહે છે- જેવી રીતે રોગમાં. અહીં તાત્પર્ય આ છે- જેવી રીતે જવર વગેરે રોગ ઉત્પન્ન થયે છતે કોઈક સુવૈદ્ય કોઈક રોગીને “આ રોગી પ્રચંડપવનથી પીડા પામેલો છે” અમે વિચારીને લંઘન વગેરેનો નિષેધ કરે છે, અને સ્નિગ્ધ ઉપચાર વગેરેની અનુજ્ઞા આપે છે, અન્ય કોઈકને પ્રબળ અજીર્ણથી લપટાયેલો જાણીને તે જ વરાદિ રોગમાં વિપરીત આદેશ કરે છે. એ પ્રમાણે તીર્થકર ભગવંતો પણ કોઇક તેવા પ્રકારના સંહનનથી કૃશ થયેલા સાધુરૂપ જીવદ્રવ્યને આશ્રયીને વિકૃષ્ટ તપશ્ચર્યા વગેરેનો નિષેધ કરે છે, અને સ્નિગ્ધ આહાર વગેરેની અનુજ્ઞા આપે છે. બીજા સાધુને દઢ સંહનનવાળા અને સમર્થ જાણીને તે જ કર્મરોગમાં ચિકિત્સા કરવાનો જ આદેશ આપે છે. અથવા એક જીવદ્રવ્યને દેશ-કાલાદિના ભેદથી ભિન્ન કર્તવ્યનો આદેશ કરે છે, અર્થાત્ અમુક દેશમાં અમુક કર્તવ્યનો આદેશ આપે છે, તો અમુક દેશમાં અમુક કર્તવ્યનો આદેશ આપે છે. એ જ રીતે કાળ માટે પણ સમજવું. એ પ્રમાણે બીજે બધે પણ ભાવના કરવી. [૨૩૯] પૂર્વપક્ષ- જો એમ છે તો ભોજન કરાતો આહાર વગેરે બાહ્ય પદાર્થો કોઈનેય બંધાદિનું કારણ નથી, કિંતુ સ્વપરિણામ જ છે. ઉત્તરપક્ષ- આ (=તમે કહ્યું તે) આ પ્રમાણે જ છે. કારણ કે કહ્યું છે કેअणुमित्तोऽवि न कस्सइ, बंधो परवत्थुपच्चयो भणिओ । तहवि य जयंति जइणो, परिणामविसोहिमिच्छंता ॥ २४०॥ બાહ્ય વસ્તુના નિમિત્તથી કોઈનેય અલ્પપણ બંધ કહ્યો નથી. તો પણ પરિણામની વિશુદ્ધિને ઇચ્છતા મુનિઓ પ્રાણાતિપાતનો ત્યાગ વગેરે પ્રયત્ન કરે છે. વિશેષાર્થ– બાહ્યપદાર્થના કારણથી કોઈનેય જરા પણ બંધ કે મોક્ષ કહ્યો નથી, કિંતુ સ્વપરિણામના કારણથી જ બંધ કે મોક્ષ કહ્યો છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬-ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સરળ બનવું એવી જિનાજ્ઞા પૂર્વપક્ષ- જો એમ છે તો કોઈકે “આ સંપૂર્ણ જગતને હણીને જેની બુદ્ધિ ન લેપાય, તે કાદવથી આકાશની જેમ કર્મથી ન લેપાય” એમ જે કહ્યું છે તેને પણ પ્રમાણ કરીને બાહ્ય પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓમાં ઈચ્છા મુજબ વર્તીએ. ઉત્તરપક્ષ– સ્વપરિણામથી જ બંધ કે મોક્ષ થતો હોવા છતાં પરિણામની જ વિશુદ્ધિને ઇચ્છતા મુનિઓ પ્રાણાતિપાતનો ત્યાગ કરવો વગેરે પ્રયત્ન કરે છે. અન્યથા પરિણામની શુદ્ધિ ન થાય. [૨૪૦] પ્રાણાતિપાત વગેરેને કરતા અમે શુદ્ધ જ પરિણામ કરીશું એ વિષે કહે છેजो पुण हिंसाययणेसु, वट्टई तस्स नणु परीणामो । दुट्ठो न य तं लिंगं, होइ विसुद्धस्स जोगस्स ॥ २४१॥ પણ જે હિંસાસ્થાનોમાં પ્રવર્તે છે. તેના પરિણામ અશુભ છે, હિંસાના સ્થાનોમાં પ્રવૃત્તિ વિશુદ્ધયોગનું લિંગ ન થાય. વિશેષાર્થ- રાગાદિથી દૂષિત અંત:કરણવાળો, શ્રી જિનવચનથી દૂર કરાયેલો, આસક્ત, લોભાદિથી વિડંબના પામેલ મનવાળો જે કારણ વિના પણ એમ જ કેવળ માયાની પ્રધાનતાવાળી વાચાળતાનું આલંબન લઇને હિંસાના સ્થાનોમાં કે મૃષાવાદાદિના સ્થાનોમાં અનેકવાર પ્રવર્તે છે તેનો પરિણામ અશુભ જ છે. “જેની બુદ્ધિ ન લેપાય” ઇત્યાદિ વાણીમાત્રથી જ પરિણામની શુદ્ધિ ન થાય, કિંતુ (શુભ) ક્રિયાદ્વારા જ થાય. પૂર્વપક્ષ- કાલકાચાર્ય જેમ અમારી પણ હિંસાદિ પ્રવૃત્તિની પણ શુદ્ધપરિણામનું લિંગ થશે. ઉત્તરપક્ષ- હિંસાદિસ્થાનમાં પ્રવૃત્તિ માનસિક પરિણામરૂપ વિશુદ્ધયોગના લિંગ ચિહ્ન તરીકે સંગત ન થાય. જે સમ્યગુજ્ઞાનથી સંપન્ન હોય, રાગ-દ્વેષ-લોભાદિથી કલુષિત ન થયેલી મનોવૃત્તિવાળો હોય, દંભથી અત્યંત મુક્ત હોય, હંમેશાં જ જીવરક્ષાદિ સંબંધી પ્રયત્નના પરિણામવાળો હોય, શિષ્ટસંમત આચારનું પાલન કરનાર હોય, અન્ય ઉપાયથી સાધી ન શકાય તેવું મહાન કારણ ઉત્પન્ન થયે છતે ક્યારેક કોઇક રીતે જ હિંસાદિમાં પ્રવર્તે, તેની હિંસાદિ પ્રવૃત્તિ શુદ્ધ પરિણામનું ચિહ્ન પણ થાય. પણ પૂર્વોક્ત દોષોથી દુષ્ટ જ જે તેમાં (હિંસાદિસ્થાનોમાં) પ્રવૃત્તિ કરે તેની તે પ્રવૃત્તિ સંક્લિષ્ટ પરિણામનું જ ચિહ્ન છે. [૨૪૧] સંપૂર્ણ પ્રવચનના તાત્પર્યને જ કહે છેपडिसेहो य अणुन्ना, एगंतेणं न वनिया समए । एसा जिणाण आणा, कज्जे सच्चेण होयव्वं ॥ २४२॥ શાસ્ત્રમાં પ્રતિષેધ કે અનુજ્ઞા એકાંતે કહેલ નથી. જિનોની આ આજ્ઞા છે કે કાર્યમાં સરળ બનવું. Page #64 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઉત્સર્ગ-અપવાદનું સ્વરૂપ-૪૩૭ વિશેષાર્થ— ઔષધાદિના કાર્યમાં સરળ બનવું. ઔષધ વગેરે એષણાદિથી શુદ્ધ પ્રાપ્ત થતું હોવા છતાં માયા કરીને અનેષણીય આદિ દોષોથી દૂષિત ઔષધાદિ ન લેવું. [૨૪૨] તથા दोसा जेण निरुज्झंति, जेण जिज्झति पुव्वकम्माई । સો સો મોોવાઓ, રોગાવસ્થામુ સમળ વ ॥ ૨૪રૂા જેવી રીતે જે ઔષધથી વાતાદિ દોષોનો નિરોધ(=હાનિ) થાય અને પૂર્વસંચિત અજીર્ણ વગેરે ક્ષય પામે તે રોગમુક્તિનો ઉપાય છે, તે રીતે જે કોઇ અનુષ્ઠાનથી રાગાદિ દોષો ઘટે અને પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે અનુષ્ઠાન મોક્ષનો ઉપાય છે. [૨૪૩] વળી બીજું— बहुवित्थरमुस्सग्गं, बहुयरमववायवित्थरं नाउं । जेण न संजमहाणी, तह जयसू निज्जरा जह य ॥ २४४ ॥ બહુ વિસ્તારવાળા ઉત્સર્ગને અને તેનાથી પણ ઘણા વિસ્તારવાળા અપવાદને જાણીને જેનાથી સંયમમાં હાનિ ન થાય અને જે રીતે નિર્જરા થાય તે રીતે યત્ન કર. [૨૪૪] આ ઉત્સર્ગ-અપવાદનો વિધિ ઘણા પ્રકારે કહ્યો છે. પણ અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે ઉત્સર્ગનું સ્વરૂપ શું છે? અને અપવાદનું સ્વરૂપ શું છે? આવા કથનનો ઉત્તર કહે છે— सामण्णेणुस्सग्गो, विसेसिओ जो स होइ अववाओ । ताणं पुण वावारे, एस विही वण्णिओ सुत्ते ॥ २४५ ॥ સામાન્યથી જે વિધિ કહેવાય તે ઉત્સર્ગ છે. વિશેષથી જે વિધિ કહ્યો હોય તે અપવાદ છે. ઉત્સર્ગ-અપવાદના વ્યાપાર અંગે (=ઉપયોગ કરવામાં) શાસ્ત્રમાં આ (=હવેની ગાથાઓમાં કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ—“સામાન્યથી કહેવાયેલો વિધિ ઉત્સર્ગ છે” એવા વચનથી સામાન્યથી જ જે વિધિ કહેવાય તે ઉત્સર્ગ છે. જેમ કે- ભિક્ષા માટે ગયેલો સાધુ ક્યાંય બેસે નહિ, અથવા ઊભા રહીને પણ કથાને (=વાતને) વિસ્તારથી ન કહે.” (દશવૈ.અ.પ.ઉ.૨ ગા.૮) ‘‘વિશેષથી કહેવાયેલો વિધિ અપવાદ છે” એવા વચનથી વિશેષથી જે વિધિ કહેવાયેલો હોય તે અપવાદ છે. જેમ કે-ત્રણમાંથી અન્યતર અવસ્થાવાળો (ભિક્ષાર્થે ગયો હોય ત્યારે) જેને બેસવું કલ્પે તેને કહે છે- ઘડપણથી અશક્ત બનેલાને, રોગીને અને ઉગ્રતપ કરનારા તપસ્વીને બેસવું કલ્પે. (દશવૈ.અ.૬ ગા.૬) [૨૪૫] Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અપવાદમાં ઉત્સર્ગની ભજના સૂત્રમાં જે કહ્યું છે તેને જ કહે છેउस्सग्गे अववायं, आयरमाणो विराहओ होइ । अववाए पुण पत्ते, उस्सग्गनिसेवओ भइओ ॥२४६॥ ઉત્સર્ગ પ્રાપ્ત થયે છતે, અર્થાત્ અપવાદની જરૂર ન હોય ત્યારે, અપવાદ આચરતો જીવ વિરાધક છે. ગ્લાનાદિ અવસ્થામાં અપવાદ પ્રાપ્ત થયે છતે ઉત્સર્ગને સેવનારો ભજનીય છે=કોઇક શુદ્ધ છે અને કોઈક શુદ્ધ નથી. [૨૪૬] “અપવાદના પ્રસંગે ઉત્સર્ગને સેવનારો ભજનીય છે” એ વિષયને બે ગાથાઓથી સ્પષ્ટ કરતા સૂત્રકાર કહે છે किह होई भइयव्वो, संघयणघिइजुओ समत्थो उ । एरिसओ अववाए, उस्सग्गनिसेवओ सुद्धो ॥२४७॥ इयरो उ विराहेई, असमत्थो जं परीसहे सहिउं । धिइसंघयणेहिं तू, एगयरेणं च सो हीणो ॥ २४८॥ પ્રશ્ન- હે ભગવન્! આ કેવી રીતે ભજનીય થાય છે? ઉત્તર- સંઘયણ-વૃતિથી યુક્ત અને સમર્થ એવો સાધુ અપવાદમાં ઉત્સર્ગને સેવે તો શુદ્ધ છે. બીજો કે જે ધૃતિ-સંઘયણ એ બંનેથી કે બેમાંથી કોઈ એકથી નિર્બલ છે અને પરીષહોને સહન કરવા માટે અસમર્થ છે તે સંયમને વિરાધે છે. વિશેષાર્થ- સંઘયણ-વૃતિથી યુક્ત એટલે વજ ઋષભનારાચ વગેરે દઢ સંહનનથી અને સંયમમાં સ્થિરતા રૂપ ધૃતિથી યુક્ત. સમર્થ એટલે બલની વૃદ્ધિથી યુક્ત. આવો જિનકલ્પિક વગેરે સાધુ અપવાદના પ્રસંગમાં પણ ઉત્સર્ગને સેવે તો શુદ્ધ જ છે. કારણ તેને આ રીતે પણ આર્તધ્યાન વગેરે ન સંભવે. બીજો કે જે ધૃતિ-સંઘયણ એ બંનેથી કે બેમાંથી કોઈ એકથી નિર્બલ છે, અને એથી સુધા-તૃષા વગેરે પરીષહોને સહન કરવા માટે અસમર્થ છે, અસાર શરીરવાળો તે અપવાદના પ્રસંગે ઉત્સર્ગને સેવે તો આર્તધ્યાન વગેરે થવાથી સંયમને વિરાધે છે. [૨૪૭-૨૪૮] હવે જિનશાસનને ઉત્સર્ગ-અપવાદ આદિના વિશેષજ્ઞાનથી ગહન જોઇને સૂત્રકાર કહે છે– गंभीरं जिणवयणं, दुविण्णेयं अणिउणबुद्धीहिं । तो मज्झत्थेहिं एवं, विभावणीयं पयत्तेणं ॥ २४९॥ ૧. ટીકામાં સત્ય તેના સ્થાને સવારે પ્રાપ્ત હોવું જોઇએ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાધુનું સુખ--૪૩૯ ગંભીર જિનવચન સૂક્ષ્મબુદ્ધિથી રહિત પુરુષો વડે દુઃખથી જાણી શકાય તેવું છે. માટે મધ્યસ્થ બનીને પ્રયત્નપૂર્વક જિનવચન વિચારવું. [૨૪૯] પ્રશ્ન– જો આમ છે તો તમે કહેલી યુક્તિથી જિનપ્રવચનમાં કોણ ચારિત્રી છે અને કોણ ચારિત્રી નથી એમ નિશ્ચય કરવાનું શક્ય નથી. ક્યારેક નિશ્ચય થાય તો સમસ્ત વ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવે. ઉત્તર– આ આ પ્રમાણે નથી. કારણ કે ગંભીર પણ શ્રુતરૂપ સમુદ્રના પરમાર્થને કેટલાક તીક્ષ્ણ બુદ્ધિવાળા મહામુનિઓ જાણે જ છે. તો પછી ચારિત્રના વિષયમાં આ કયો પરમાર્થ છે? એ વિષયને કહે છે उस्सग्गववायविऊ, गीयत्थो निस्सिओ य जो तस्स । अनिगूहंतो विरियं, असढो सव्वत्थ चारित्ती ॥ २५० ॥ સર્વત્ર વીર્યને નહિ ગોપવતો અને સર્વત્ર અશઠ એવો ઉત્સર્ગ-અપવાદનો જાણકાર ગીતાર્થ અથવા ગીતાર્થનો નિશ્રિત ચારિત્રી છે. વિશેષાર્થ સર્વત્ર વીર્યને નહિ ગોપવતો એટલે પોતાની શક્તિ પ્રમાણે તપ અને સંયમ આદિમાં ઉદ્યમને નહિ છોડતો. સર્વત્ર અશઠ એટલે વૈયાવૃત્ત્વ આદિ કર્તવ્યમાં દંભરહિત. ગીતાર્થ એટલે જેણે સ્વયમેવ સિદ્ધાંતના પરમાર્થને ગ્રહણ કર્યું છે અને સમ્યક્ પરિણમાવ્યું છે તેવા અને ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપને અને વ્યાપારને જાણનારા આચાર્ય વગેરે. નિશ્ચિત એટલે જે સ્વયં તેવા પ્રકારના સૂત્રાર્થોને ભણ્યો નથી, અને એથી આચાર્યાદિની નિશ્રામાં રહેલો છે તેવો નૂતનદીક્ષિત વગેરે. કાલ પ્રમાણે ઉચિત રીતે યતના કરનાર ઉક્ત પ્રકારનો સાધુ “આ ચારિત્રી છે” એમ વ્યવહાર કરાય છે. [૨૫૦] હવે ચારિત્રશુદ્ધિના જ ફલસ્વરૂપ ચરણદ્વારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– रागाइदोसरहिओ, मयणमयद्वाणमच्छरविमुक्ो । जं लहइ सुहं साहू, चिंताविसवेयणारहिओ ॥ २५१ ॥ तं चिंतासयसल्लियहियएहिं कसायकामनडिएहिं । દ ડમિનફ જોઇ, સુરવરવહુચવટ્ટીહિં? | ૨૫૨૫ રાગાદિ દોષોથી રહિત, કામ-મદસ્થાન-મત્સરથી વિયુક્ત, ધનોપાર્જન-રક્ષણ-વ્યય આદિની ચિંતારૂપ વિષવેદનાથી રહિત અને જિનાજ્ઞામાં લીન સાધુ અહીં પણ જે સુખને ઉ. ૫ ભા.૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાધુનું સુખ સાધુ જ અનુભવે પામે છે તે સુખની સેંકડો ચિંતાઓ રૂપ શલ્યથી પીડિત હૃદયવાળા અને કષાય-કામથી વિડંબનાને પામેલા એવા ઇદ્રોથી અને ભરત વગેરે ચક્રવર્તીઓથી કેવી રીતે તુલના કરી શકાય? યથોક્ત સાધુ-સુખ ઇદ્ર-ચક્રવર્તીના સુખસમાન કેવી રીતે કહેવાય? અર્થાત્ કોઇપણ રીતે ન કહેવાય. કારણ કે ઇંદ્ર-ચક્રવર્તીના સુખથી સાધુનું સુખ અનંતગુણ છે. વિશેષાર્થ- પ્રશ્ન- “રાગાદિ દોષથી રહિત” એ સ્થળે આવેલા આદિ શબ્દથી જ “કામમદસ્થાન-મત્સરથી વિમુક્ત” એમ જણાઈ જાય છે, તો પણ તેનો અલગ ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તર- પ્રાયઃ કામ વગેરે અતિશય દુર્જય છે એમ જણાવવા માટે અલગ ઉલ્લેખ કર્યો છે. ઇંદ્ર-ચક્રવર્તીના સુખથી સાધુનું સુખ અનંતગુણ છે. અહીં તાત્પર્ય આ છે– નારકો અને તિર્યંચ પ્રાયઃ દુઃખી જ છે. એથી તેમની અહીં વિચારણા કરવાની નથી. મનુષ્યો પણ ગર્ભબાલ-વૃદ્ધાવસ્થામાં દુઃખી જ છે. યુવાનીમાં પણ મનુષ્યો દુઃખી જ છે. તે આ પ્રમાણે હજી પણ મારી પાસે ઘણું ધન નથી, અથવા મારી સ્ત્રી અને અનુકૂળ નથી. આ જ સુધી પુત્ર થયો નથી, અથવા પુત્ર થયો છે પણ ગુણોને મેળવતો નથી. રાજા પીડ છે. ધનવાનો મારો પરાભવ કરે છે. પત્ની ગર્ભવતી છે. કુટુંબનું કાલે શું થશે? સ્વસમૃદ્ધિથી ગર્વિષ્ઠ બનેલા સ્વજનો મારું આપેલું પણ આપતા નથી. આજે ઘરે ઘી નથી, તેલ નથી, મીઠું નથી, લાકડા વગેરે નથી. આજે તાવ આવ્યો છે, મસ્તકમાં વેદના થાય છે, શ્વાસ ચઢે છે, ખાંસી આવે છે, આહારમાં રુચિ થતી નથી. હજીપણ શત્રુ જીવે છે. પ્રિય મૃત્યુ પામ્યો છે. સ્વામી રાષ્ટ થયો છે. ઘરે લાવણ્યવતી કન્યા વૃદ્ધિ પામે છે. છોકરો ધન કમાતો નથી. ઇત્યાદિ મહાચિંતારૂપ વિષવેદનાથી મનુષ્યો હેરાન થયેલા હોય છે. ઈષ્ટવિયોગ આદિની ચિંતાવાળા, ઇન્દ્રિય આદિની પરાધીનતાની પીડાને પામેલા, ઇર્ષ્યા-વિષાદ-મદ-કામ-લોભથી વ્યાકુળ થયેલા ઉત્તમ દેવો પણ સ્વપ્નમાં પણ કયારેય સુખને જાણતા= અનુભવતા નથી. જિનમતમાં લીન અને ચિંતા વગેરે દુઃખનાં કારણોથી રહિત મુનિઓ જ આ ભવમાં પણ સદા સુખી હોય છે. [૨૫૧-૨૫૨] જો સાધુઓ ઇંદ્ર-ચક્રવર્તીઓથી અનંતગુણ સુખી છે તો અમે તેમને સુધા-તૃષાવસ્ત્રાભાવ-પરીષહ આદિથી દુઃખી જ જાણીએ છીએ, સુખી જાણતા નથી= માનતા નથી એવી આશંકા કરીને સૂત્રકાર કહે છે जं लहइ वीयराओ, सोक्खं तं मुणइ सुच्चिय न अन्नो । न हि गत्तासूयरओ, जाणइ सुरलोइयं सुक्खं ॥ २५३॥ ૧. ત૩ળી શબ્દ શબ્દકોશમાં જોવામાં આવ્યો નથી. સંભાવનાથી ‘ગર્ભવતી’ અર્થ લખ્યો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વારા) ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચારિત્રનું પરલોકનું ફળ-૪૪૧ વીતરાગ જે સુખને પામે છે તે સુખને તે જ જાણે છેઃઅનુભવે છે, અન્ય નહિ. ખાડાનો ભુંડ દેવલોકના સુખને ન જાણે. વિશેષાર્થ વીતરાગ- વિશેષથી સર્વથા જ જતો રહ્યો છે અથવા મંદ થઈ ગયો છે માયા-લોભરૂ૫ રાગ જેનો તે વીતરાગ. રાગનો વિયોગ થતાં ક્રોધ-માનરૂપ દ્વેષનો વિયોગ પ્રાપ્ત કરાય જ છે. ક્ષપકશ્રેણિમાં જેને દ્વેષનો ક્ષય થયો નથી તેવા જીવને રાગનો ક્ષય થતો નથી. તેથી વીતરાગ એટલે રાગ-દ્વેષથી રહિત. રાગ-દ્વેષથી રહિત મુનિ જે પ્રશમસુખને અનુભવે છે તે સુખ તેને અનુભવસિદ્ધ હોવાથી તે સુખને તે જ જાણે છે, રાગાદિ દોષરૂપ વિષથી મૂછિત મનવાળો અન્ય જીવ નહિ. જેણે અનાદિ સંસારથી આરંભીને આજ સુધી પ્રશમસુખને ઢાંકનારા કર્મનું વિવર પ્રાપ્ત ન કર્યું હોવાના કારણે પ્રશમસુખનો લેશ પણ અનુભવ્યો નથી, અને એથી કલ્યાણનો અનુભવ કર્યો નથી એવો જડ જીવ બીજાના માનસિક સ્વાસ્થરૂપ પ્રશમસુખને કેવી રીતે જાણી શકે? અને વિશ્વાસ કરી શકે? કોઈ તેને કહે કે હું આવું પ્રશમસુખ અનુભવું છું તો પણ તે કેવી રીતે જાણી શકે અને વિશ્વાસ કરી શકે? જેણે જન્મથી જ આરંભી કૂવાના કડવા-ખારા પાણીનો અનુભવ કર્યો છે અથવા રસરહિત અપરિમિત પાણીનો અનુભવ કર્યો છે તે દેડકો વગેરે પ્રાણી ક્ષીરસમુદ્રના પાણીની વાતને પણ ન જાણે અને શ્રદ્ધા ન કરે. આ જ વિષયને સૂત્રકાર (ગાથાના ઉત્તરાર્ધમાં) કહે છે કે સદૈવ અશુચિરસમાં મગ્ન મનવાળો બિચારો ખાડાનો ભુંડ સ્વયં ન અનુભવેલા દેવલોકના સુખને ન જાણે. [૨પ૩] આ પ્રમાણે આ લોકનું ચરણફલ બતાવીને ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા અને પરલોકનું ચરણફલ બતાવવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે इय सुहफलयं चरणं, जायइ इत्थेव तग्गयमणाणं । परलोयफलाई पुण, सुरनरवररिद्धिसुक्खाइं ॥ २५४॥ આ પ્રમાણે ચારિત્રથી ભાવિત ચિત્તવાળા સાધુઓને ચારિત્ર આ લોકમાં પણ સુખરૂપ ફલવાળું થાય છે, ચારિત્રનાં પરલોકસંબંધી ફળો ઇંદ્ર અને ચક્રવર્તીની ઋદ્ધિ અને સુખી છે. વિશેષાર્થ– ચારિત્રથી ભાવિત ચિત્તવાળા સાધુઓને ચારિત્ર આ લોકમાં પણ સુખરૂપ ફળવાળું થાય, પણ ચારિત્રથી ઉદ્વિગ્ન બનેલાઓને ન થાય. કહ્યું છે કે“મહર્ષિઓનો દીક્ષાપર્યાય દેવલોક સમાન છે અને દીક્ષાથી ઉવિગ્ન બનેલાઓનો દીક્ષા પર્યાય મહાનરક સમાન છે.” [૨૫૪]. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨-ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દાંત ને પરિપૂર્ણ ચારિત્રથી રાજ્યાદિ સમૃદ્ધિની પ્રાપ્તિ દૂર રહો, અવ્યક્ત સામાયિકરૂપ એક દિવસ થનારા પણ ચારિત્રથી પરલોકમાં રાજ્યાદિ સમૃદ્ધિ પ્રાપ્ત કરાય જ છે એ વિષયને કહે છે अव्वत्तेणवि सामाइएण, तह एगदिणपवनेण । संपइराया रिद्धिं, पत्तो किं पुण समग्गेण? ॥ २५५॥ અવ્યક્ત અને એક દિવસ સ્વીકારેલા પણ સામાયિકથી સંપ્રતિરાજા ઋદ્ધિને પામ્યો, તો પછી સંપૂર્ણ ચારિત્રથી ઋદ્ધિ પામે એમાં શું કહેવું? વિશેષાર્થ- ભાવાર્થ કથાનકથી કહેવાય છે સંપ્રતિરાજાનું દૃષ્ટાંત કોસાંબી નામની નગરી છે, કે જે નગરી મુનિગુણોથી પવિત્ર થયેલી હોવાના કારણે પોતાને સતત દેવોથી યુક્ત ઇદ્રનગરીથી પણ મહાન જ માને છે. હવે એકવાર ભયંકર દુકાળ પ્રવર્યો ત્યારે વિહાર કરતા મહાત્મા શ્રી આર્યસુહસ્તિસૂરિવર તે નગરીમાં પધાર્યા. હવે એક દિવસ ભિક્ષા માટે ભમતા તેમના સાધુઓ કોઇપણ રીતે બહુઋદ્ધિવંત સાર્થવાહના ઘરમાં ગયા. તેણે પણ અભુત્થાન કરીને પરિવારસહિત ભક્તિથી અતિશય ઘણી ખાદ્ય-પેય વસ્તુઓથી સાધુઓને પ્રતિલાવ્યા, અર્થાત્ ખાવા લાયક અને પીવા લાયક વસ્તુઓ વહોરાવી. દરવાજા પાસે રહેલા એક રંકપુરુષે આ જોયું. સાધુના પ્રસંગથી તેને અનિષ્ટ કંઈક ભિક્ષા મળી. આથી તેણે વિચાર્યું અહો! જો, ભિક્ષાજીવન તુલ્ય હોવા છતાં એકાંતે નિઃસ્પૃહ અને સિંહવૃત્તિથી ભમતા એમને લોક સેંકડો પ્રાર્થનાઓ કરીને ભક્તિથી સ્નિગ્ધ અને મધુર દ્રવ્યો આપે છે. પણ પાપી એવા મને દરેક ઘરે દીન બનીને પ્રાર્થના કરવા છતાં અપ્રિય અને રૂક્ષ આહાર એક કોળિયા જેટલો પણ અવજ્ઞાથી પણ કોઈ આપતું નથી, કેવળ આક્રોશ કરે છે. તેથી આ સાધુઓએ (પૂર્વે) સારું કાર્ય કર્યું છે. સ્નિગ્ધ ભિક્ષામાંથી હું કંઈક માગું એમ વિચારીને તેણે સાધુઓની પાસે ભિક્ષા માગી. સાધુઓએ કહ્યું. આ ભિક્ષાના અને સ્વામી નથી. આ વિષે ગુરુજન જાણે. સાધુઓએ આ પ્રમાણે કહ્યું એટલે તે સાધુઓની પાછળ લાગ્યો અને ગુરુની પાસે ગયો. ગુરુની પાસે તેણે ભિક્ષા માગી એટલે સાધુઓએ આમ કહ્યું: આણે અમારી પાસે પણ ભિક્ષા માગી હતી. સાધુઓએ આમ કહ્યું એટલે ગુરુએ શ્રુતજ્ઞાનથી ઉપયોગ મૂક્યો. આ શાસનપ્રભાવનાનું કારણ બનશે એમ જાણીને તેને કહ્યું: અમે તને સારું ભોજન આપીએ, પણ તું દીક્ષા લે. તેણે સ્વીકાર્યું એટલે આર્યસુહસ્તિસૂરિએ તેને દીક્ષા આપી, અવ્યક્ત સામાયિક આપ્યું. પછી ભોજન કરાવ્યું. તેણે પણ સ્નિગ્ધ-મધુર દ્રવ્યો તૃપ્ત થયા વિના વધારે ખાધા. વિસૂચિકા (=પેટ પીડા) થઇ. તે વેદનાથી તે કાલ પામ્યો. Page #70 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ કાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દૃષ્ટાંત-૪૪૩ આ તરફ પાટલિપુત્ર નગરમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત તથા ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર કાળ પાયે છતે બિંદુસારનો પુત્ર અશોક8ી રાજા તે વખતે રાજ્યનું પાલન કરે છે. તેનો પુત્ર કૃણાલ છે. તે ભિખારીજીવ કુણાલના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું સંપ્રતિ એવું નામ થયું. પૂર્વે સ્વીકારેલા અવ્યક્ત સામાયિકથી તે રાજા થયો. અનાર્યોને પણ પોતાને આધીન કરીને તે સંપૂર્ણ અર્ધભરતક્ષેત્રને સાધે છે. તેના પરાક્રમ અને પ્રતાપ એ બે ગુણો પ્રસિદ્ધ બન્યા. ક્રમે કરીને તે મહાઋદ્ધિને પામ્યો. આ તરફ વિહાર કરતા શ્રી આર્યસુહસ્તિસૂરિ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે ઉજ્જૈનીમાં પધાર્યા. તે વખતે આવેલો સંપ્રતિરાજા પણ ત્યાં રહે છે. મહેલની ઉપર ક્યાંક બેઠેલા તેણે પુણ્યથી નગરીના રાજમાર્ગમાં શ્રી આર્યસુહસ્તિસ્વામીને જોયા. તેથી “હું માનું છું કે પૂર્વે પણ મેં આમને ક્યાંક જોયા છે” ઇત્યાદિ ચિંતન કરતા તેને ક્ષણવારમાં જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી તેણે ગુરુના મહાન ઉપકારનું સ્મરણ કર્યું. ગુરુ પ્રત્યે બહુમાન પ્રગટ થયું. સામંતો, મંત્રીઓ અને કોટિસુભટોથી પરિવરેલો તે ગુરુ પાસે જઈને ભક્તિથી નમીને પૂછે છેઃ હે નાથ! જિનધર્મનું ફળ શું છે? ગુરુએ કહ્યું જિનધર્મરૂપ વૃક્ષનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. એમાં પણ સામાયિકનું શું ફળ છે એમ રાજાએ પૂછ્યું એટલે ગુરુએ કહ્યું: અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્યાદિ છે. આ પ્રમાણે દઢ વિશ્વાસ થતાં રાજા આ આ પ્રમાણે જ છે” એમ માને છે. (રપ) પછી તે સ્વામી! હું કોણ છું એમ આપ મને ઓળખો છો? એમ રાજાએ પૂછ્યું: વિસ્મય પામેલા ગુરુએ શ્રુતજ્ઞાનથી ઉપયોગ મૂકીને કહ્યું: હે રાજન! આ અમે સારી રીતે જાણીએ છીએ. તે આ પ્રમાણેપૂર્વે તમે કોસાંબી નગરીમાં અમારા શિષ્ય હતા અને પછી રાજા થયા. હૃદયમાં ન સમાતા ગુરુના અસંખ્ય જ્ઞાનાદિગુણગણને રોમાંચના બહાને બહાર ફેંકતા રાજાએ આ પ્રમાણે કહ્યું: હે અતિશયજ્ઞાનરૂપ વિકસિત તેજથી મોહરૂપ અંધકાર સમૂહનો નાશ કરનારા! હે ત્રિભુવનના પ્રસિદ્ધ સૂર્ય! હે ગુણોના સાગર! હે ગુણીજનોમાં ઉત્તમ! આપને નમસ્કાર થાઓ. ગુરુજનના ઉપકારનો પ્રત્યુપકાર કરવામાં દેવગણથી યુક્ત ઇદ્ર પણ અસમર્થ જ છે, તો પછી મારા જેવો બિચારો મનુષ્ય કોણ છે? રંક પણ મારા ઉપર આપનો જે કૃપારૂપ વૃક્ષ થયો તેની આ ઋદ્ધિએ મેં પુષ્પવૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તે મુનીશ્વર! પણ એનું જે ફલ છે તેને આપ જ જાણો છો. પણ હું તો માનું છું કે તેનું ફળ પણ આ છે કે જે ફરી પણ આપનાં દર્શન થયાં. ભિખારી નિધિને કેવી રીતે જુએ? મરુદેશનો મુસાફર સરોવરને કેવી રીતે પામે? દેવોને પણ દુર્લભ આપનાં દર્શન પુણ્યહીન કયો જીવ પામે? તેથી બહુ કહેવાથી શું? હે નાથ! જેવી રીતે ભિખારી અવસ્થામાં મારા ૧. તીર્થંકર વિદ્યમાન હોય ત્યારે તેમની પ્રતિમા બને તે જીવંતસ્વામીની પ્રતિમા કહેવાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪- ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દૃષ્ટાંત ઉપર ઉપકાર કર્યો અને જેવી રીતે કરુણારસથી અહીં ફરી આગમન કર્યું, તેવી રીતે બીજું પણ મને ફરમાવો, કે જેથી હવે પણ ધર્મકૃત્ય થાય. તેથી સૂરિએ કહ્યું: હે રાજન! જો તમે આ ઋદ્ધિ ધર્મનું ફળ છે એમ જાણો છો તો ફરી પણ ધર્મમાં આદર કરો. જેથી જલદી સ્વર્ગ-અપવર્ગના સુખનો પણ સંગ થાય. હવે હર્ષ પામેલા રાજાએ કહ્યું તો તે ધર્મ પણ મને કહો. ગુરુએ પણ સાધુધર્મ અને શ્રાવકધર્મને વિસ્તારથી કહ્યો. રાજાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. રાજા વિધિથી જિનવંદન-પૂજન-દાનપ્રદાન અને આચાર્યનો વિનય કરે છે. સંપૂર્ણ પૃથ્વીવલયને જિનમંદિરોથી વિભૂષિત કરાવે છે. કેટલાક રાજાઓને બોલાવીને ધર્મમાં પ્રવર્તાવ્યા. સંદેશામાત્રથી પણ અન્ય સ્થાને રહેલા રાજાઓને પણ જિનમંદિરનું નિર્માણ આદિ શ્રાવકધર્મનો સ્વીકાર કરાવ્યો. તેણે ઉજ્જૈનમાં મહાન રચનાથી (=વિસ્તારથી) રથયાત્રા કરી. રથયાત્રામાં અતિશય ઘણા આડંબરથી રથ નગરમાં ફર્યો. પછી તેણે સામતરાજાઓને કહ્યું: જો તમે મને સ્વામી જાણો છો માનો છો તો પોતપોતાના દેશોમાં આ પ્રમાણે સદા કરાવો. મારે ધનની કોઈ જરૂર નથી. મને આ જ પ્રિય છે. તેથી સંપૂર્ણ પૃથ્વીમાં આ પ્રમાણે જ પ્રવૃત્તિ થઇ. હવે કોઇક દિવસ પાછલી રાતે રાજાને વિચાર આવ્યો કે, અનાર્ય સઘળા લોકોને ધર્મમાં પ્રવર્તાવું. પછી જેમણે સંપૂર્ણ સાધુવેષ પહેર્યો છે તેવા નિપુણ ઘણા પુરુષોને સાધુના આચારો શિખવાડીને અનાર્યદેશમાં મોકલ્યા. અનાર્ય લોકોને કહ્યું કે સાધુવેશધારી પુરુષો જે જે રીતે કર માંગે છે તે રીતે તમારે તેમને કર આપવો આ જ પ્રમાણે મારું પ્રિય થાય. અનાર્ય લોકોએ આ પ્રમાણે સ્વીકાર્યું. એટલે સાધુવેષધારી લોકો તેમની પાસે બેતાલીશ દોષોથી શુદ્ધ આહાર, પાણી, વસતિ, વસ્ત્ર અને ઔષધ વગેરે બીજું પણ માગે છે. તેમને ધર્મનું ભણાવે છે અને જિનવંદન-પૂજન વગેરે કરવાનું શીખવાડે છે. આ પ્રમાણે કરવાથી અમારો રાજા ખુશ થાય છે એમ વિચારીને તેઓ પણ તે બધું તે પ્રમાણે જ કરે છે. (૫૦) પછી રાજાએ શ્રી આર્યહસ્તિસૂરિને પૂછ્યું: હે ભગવન્! મુનિઓ અનાર્યદેશોમાં વિહાર કેમ નથી કરતા? તેથી ગુરુએ કહ્યું: અનાર્યદેશના લોકો સાધુઓના આચારોને જાણતા નથી. તેથી અનાર્યદેશમાં સંયમનો નિર્વાહ ન થાય. જો એમ છે તો હવે સાધુઓને ત્યાં મોકલીને તેમનું સ્વરૂપ જુઓ. રાજાના આગ્રહથી ગુરુએ તેમ કર્યું. આ રાજાના અધિકારી છે એમ સમજીને લોકો સાધુઓને પણ સારી રીતે આપે છે. ક્રમે કરીને અર્ધો કેયદેશ આર્ય થયો. હવે એકવાર રાજા પૂર્વભવના ભિખારીપણાને યાદ કરીને નગરના ચારેય દ્વારોમાં મોટી દાનશાલાઓ કરાવે છે. તે દાનશાળાઓમાં સ્વ-પરના ભાવને (=ભેદને) ગણ્યા વિના મહાદાન આપવામાં આવે છે. આપ્યા પછી વધેલો આહાર વગેરે રસોઇયા લે છે. વધેલો તે આહાર વગેરે રસોઇયાઓને મૂલ્ય આપીને રાજા સાધુઓને વહોરાવે છે. કારણ કે Page #72 -------------------------------------------------------------------------- ________________ ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દૃષ્ટાંત-૪૪૫ પાવત્તિક દોષ લાગતો હોવાથી દાનશાળાઓમાં સાધુઓને ન કહ્યું. તેથી રસોઇયાના હાથથી વિશુદ્ધકોટિ હોવાથી સાધુઓને કહ્યું. ગુપ્ત રીતે મૂલ્ય આપેલું હોવાથી સાધુઓ જાણતા નથી. એ પ્રમાણે રાજા વણિકપ્રધાન, કંદોઈ અને વણિક વગેરે અન્યલોકને પણ કહે છે કે તમે મુનિવરોને ઇચ્છા પ્રમાણે આપો. આપેલાનું મૂલ્ય મારી પાસે માગો. પછી લોક આ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગ્યો અને સાધુઓ તે પ્રમાણે જ લે છે. એ પ્રમાણે શ્રી આર્યસુહસ્તિસૂરિ તેને (=રાજા મૂલ્ય આપે છે એ વિગતને) જાણતા હોવા છતાં શિષ્યોના અનુરાગથી નિવારતા નથી. ક્યારેક શ્રી આર્યમહાગિરિસૂરિને આની (રાજા મૂલ્ય આપે છે એની) જાણ થઈ. આથી શ્રી આર્યમહાગિરિસૂરિ આર્યસુહસ્તિસૂરિને ઠપકો આપે છે કે, હે આર્ય! જાણતો હોવા છતાં તું આ અષણાને કેમ નિવારતો નથી? શ્રી આર્યસુહસ્તિસૂરિ કહે છે કે, લોક રાજાની અનુવૃત્તિથી (=અનુસરણથી) ધાર્મિક થયો છે. તેથી સ્વયમેવ (સ્વેચ્છાથી) દાન આપે છે. આથી અહીં અનેષણ શી? પછી શ્રી આર્યમહાગિરિસૂરિ “આ માયાવી છે” એમ વિચારીને ગુસ્સે થઇને કહે છે કે, હે આર્ય! હવેથી અમારો તારી સાથે અસંભોગ (=આહાર-પાણી આદિનો વ્યવહાર બંધ) છે. તેથી આર્યસુહસ્તિસૂરિએ જલદી ગુરુના ચરણોમાં પ્રણામ કરીને મિચ્છા મિ દુક્કડ” આપ્યું, અને કહ્યું કે ફરી આવો અપરાધ નહિ કરું, એક અપરાધની ક્ષમા કરો. આર્યમહાગિરિસૂરિએ ક્ષમા કરી. વિહાર કરતા અન્ય સ્થળે ગયા. સંપ્રતિરાજા પણ નિષ્કલંક શ્રાવકપણાને પાળીને કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયો. સંપ્રતિરાજા આ પ્રમાણે ઋદ્ધિને ભોગવીને ક્રમે કરીને સિદ્ધિને પણ પામશે. અવ્યક્ત પણ સામાયિક આવું છે તે પ્રતિપૂર્ણ સામાયિક માટે શું કહેવું? [૨૫૫] આ પ્રમાણે સંપ્રતિરાજાનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે ચારિત્રની વિધિને જાણનારાઓએ અપવાદ-ઉત્સર્ગના સંબંધથી શુદ્ધ આવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે. આવા ચારિત્રને સ્વયં આચરનાર, બીજાઓને ચારિત્રનો ઉપદેશ આપનાર, તથા આના ભાવથી( ચારિત્રના પરિણામથી) શ્રાવક પણ મોક્ષપદમાં જાય છે. (૧) હર્ષ પામેલા દેવસમૂહ, મનુષ્યસમૂહો, ચક્રવર્તીઓ અને ઈદ્રો જેના કારણે ભિખારીને પણ પ્રેમથી નમે છે, તથા જેનાથી દેવસંપત્તિ, મનુષ્યસંપત્તિ અને મોક્ષસંપત્તિનો સંગમ થાય છે, તે ચારિત્રથી પણ શ્રેષ્ઠ વસ્તુ શું આ લોકમાં હોય? અર્થાત્ ન હોય. (૨) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ચરણાવિશુદ્ધિરૂપ પ્રતિકાર સમાપ્ત થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ચરણવિશુદ્ધિરૂપ પ્રતિવારનો રાજશેખર સૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૧. ગોચરીના બેતાલીશ દોષોમાં “ઓઘ ઔદેશિક' નામનો બીજો દોષ. ૨. આ ક્રીતદોષવાળો આહાર છે એમ સાધુઓ જાણતા નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬-ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [ઇંદ્રિયના પ્રકારો કરણજયદ્વાર હવે “કરણજયરૂપ પ્રતિકારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પૂર્વદ્વારની સાથે સંબંધવાળી ગાથાને કહે છે अजिइंदिएहिं चरणं, कटुं व घुणेहिं कीरइ असारं । तो चरणत्थीहिं दढं, जइयव्वं इंदियजयम्मि ॥ २५६॥ જેવી રીતે ધુણ કીડાઓ કાષ્ઠને અસાર કરે છે, તેવી રીતે ઈદ્રિયજયથી રહિત સાધુઓ ચારિત્રને અસાર કરે છે. માટે ચારિત્રના અર્થીઓએ ઇંદ્રિયજય કરવામાં દૃઢ પ્રયત્ન કરવો જોઈએ. વિશેષાર્થ– જેવી રીતે કાષ્ઠમાં સારભૂતનું ભક્ષણ કરતા ઘુણ કીડાથી કાષ્ઠ અસાર થાય છે, તે રીતે ઇદ્રિયજયથી રહિત સાધુ પણ કષ્ટ અનુષ્ઠાન કરતો હોય તો પણ રસનેન્દ્રિય આદિની લોલુપતા નિવૃત્ત ન થવાના કારણે મધુર આહાર આદિ સારવસ્તુના ઉપભોગમાં તત્પર રહે, એથી તેનું ચારિત્ર અસાર અંદરથી તત્ત્વશૂન્ય થાય છે. તેથી ચારિત્રના અર્થીઓએ સાર એવા ઇદ્રિયજયમાં અતિશય પ્રયત્ન કરવો જોઈએ. [૨૫૬] હવે પ્રસ્તુત દ્વારમાં જે અર્થો કહેવાશે તે અર્થોની સંગ્રહ ગાથાને કહે છેभेओ सामित्तं चिय, संठाण पमाण तह य विसओ य । इंदियगिद्धाण तहा, होइ विवागो य भणियव्वो ॥ २५७॥ ભેદ, સ્વામિત્વ, સંસ્થાન, પ્રમાણ, વિષય, અને ઇંદ્રિયગૃદ્ધ જીવોનો વિપાક કહેવો, અર્થાત્ આટલા વિષયો પ્રસ્તુત દ્વારમાં કહેવા. વિશેષાર્થ ભેદ– ઇંદ્રિયોનો યથાસંભવ ભેદ કહેવો. સ્વામિત્વ- કયા જીવોને કેટલી ઇંદ્રિયો હોય છે એવા સ્વરૂપવાળું સ્વામિત્વ કહેવું. સંસ્થાન- કદંબપુષ્પ-ગોલક વગેરે આકાર કહેવો. પ્રમાણ- ઇંદ્રિયોનું અંગુલનો અસંખ્યાતમો ભાગ વગેરે પ્રમાણ કહેવું. વિષય- બારયોજન વગેરે વિષય કહેવો. વિપાક- ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવોનો આ લોકમાં દુઃખ વગેરે વિપાક કહેવો. [૨૫૭] તેમાં પાંચ પ્રકારરૂપ ભેદને કહે છેपंचेव इंदियाई, लोयपसिद्धाइं सोयमाईणि । दव्विंदियभाविंदियभेयविभिन्नं पुणेक्केकं ॥ २५८॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [[ઇંદ્રિયના પ્રકારો-૪૪૭ લોકપ્રસિદ્ધ શ્રોત્ર વગેરે પાંચ જ ઇંદ્રિયો છે. ફરી એક એક ઇંદ્રિય દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી ભિન્ન છે=બે ભેદવાળી છે. [૨૫૭] તેમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહે છે अंतोबहिनिव्वत्ती, तस्सत्तिसरूवयं च उवगरणं । दव्विंदियमियरं पुण, लद्धवओगेहिं नायव्वं ॥ २५९॥ અંદર અને બહાર નિવૃત્તિ , અંદર-બહાર નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ એ બંને દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગથી જાણવી. વિશેષાર્થ- જે પરમ ઐશ્વર્યવાન હોય તે ઇન્દ્ર. જીવ પરમ ઐશ્વર્યવાન છે. માટે ઇંદ્ર એટલે જીવ. ઇંદ્રના=જીવના ઉપકાર માટે જે પ્રવર્તે તે ઇન્દ્રિય. કાન વગેરે ઇંદ્રના=જીવના ઉપકાર માટે પ્રવર્તે છે માટે કાન વગેરે પાંચ ઇંદ્રિય છે. તે પ્રત્યેક ઇંદ્રિય વ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે છે. પુદ્ગલસ્વરૂપ ઇંદ્રિય દ્રવ્યેન્દ્રિય છે. લબ્ધિ-ઉપયોગ રૂપ ઇંદ્રિય ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદથી બે પ્રકારે છે. | નિવૃત્તિ(=આકાર) પણ અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારે છે. તેમાં શ્રવણેન્દ્રિયની અંદર-મધ્યમાં ચક્ષુથી ન જોઈ શકાય અને કેવલીવડે જોવાયેલી કદંબપુષ્પના જેવી ગોળ આકારવાળી અને શરીરના અવયવમાત્રરૂપ કોઇક નિવૃત્તિ(=રચના) છે. જે રીતે શબ્દગ્રહણના ઉપકારમાં પ્રવર્તે તે રીતે અત્યંતર નિવૃત્તિ છે. ચક્ષુ ઇંદ્રિયની મસૂર ધાન્યના જેવા આકારવાળી અત્યંતર નિવૃત્તિ છે. ધ્રાણેન્દ્રિયની અતિમુક્ત પુષ્પના જેવા આકારવાળી કે કોહલવાજિંત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. રસનેન્દ્રિયની અસ્ત્ર-શસ્ત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. સ્પર્શનેન્દ્રિયની યથાયોગ્ય પોતાના આધારભૂત શરીરના જેવા આકારવાળી અભ્યતંરનિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ તો બહાર જ બધાય જીવોને કાન વગેરેનો (કાનનો) ગોળાકાર છિદ્ર વગેરે જે દેખાય છે તે જ જાણવી. ઉપકરણ તો તલવારની છેદનશક્તિની જેમ નિવૃત્તિ ઇંદ્રિયોના જ કદંબપુષ્પના જેવા ગોળ આકાર વગેરેની પોતાના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ તે શક્તિરૂપ જાણવું. આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અત્યંતર-બાહ્ય જે નિવૃત્તિ અને અત્યંતર-બાહ્ય નિવૃત્તિની શક્તિરૂપ જે ઉપકરણ એ બંનેય દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. કારણ કે નિવૃત્યુપરળ પ્રક્રિય=“નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિય છે” એવું વચન છે. લબ્ધિ અને ઉપયોગથી ભાવેન્દ્રિય જાણવી. તેમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ક્ષયોપશમથી જીવની શબ્દ વગેરેની ગ્રહણ કરવાની શક્તિ તે લબ્ધિ છે. શબ્દ વગેરેને જ ગ્રહણ કરવાનો પરિણામ તે ઉપયોગ છે. આ બંનેય ભાવેન્દ્રિય છે. [૨૫૯] Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮- ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇંદ્રિયના સ્વમીસંસ્થાન હવે સ્વામિત્વ દ્વારને કહે છેपुढविजलअग्गिवाया, रुक्खा एगिंदिया विणिदिवा । किमिसंखजलूगालसमाइवहाई य बेइंदी ॥ २६०॥ कुंथुपिपीलियपिसुया, जूया उद्देहिया य तेइंदी । विच्छुयभमरपयंगा, मच्छियमसगाइ चउरिदी ॥२६१॥ मूसयसप्पगिलोइयबंभणिया सरडपक्खिणो मच्छा । गोमहिसससयसूअरहरणमणुस्साई पंचिंदी ॥ २६२॥ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વૃક્ષો(=વનસ્પતિ)ને એકેન્દ્રિય કહ્યા છે. કૃમિ, શંખ, જળો, અળસિયાં અને માઇવહ વગેરેને બેઇન્દ્રિય કહ્યા છે. કુંથુઆ, કીડી, પિશુક, જૂ અને ઊધઈને તે ઇન્દ્રિય કહ્યા છે. વીંછી, ભ્રમર, પતંગ, માખી અને મચ્છર વગેરેને ચઉરિન્દ્રિય કહ્યા છે. ઉંદર, સર્પ, ગિરોળી, બ્રાહ્મણિકા, કાચીંડો, પક્ષીઓ, માછલા, ગાય, ભેંસ, સસલો, ભુંડ, હરણ અને મનુષ્ય વગેરેને પંચેન્દ્રિય કહ્યા છે. વિશેષાર્થ – પૃથ્વી વગેરે એકેન્દ્રિયને એક સ્પર્શન (=ચામડી) ઇંદ્રિય હોય છે. કૃમિ વગેરે બેઇન્દ્રિયને સ્પર્શન-રસન એ બેઇન્દ્રિયો હોય છે. કુંથુઆ વગેરે તે ઇન્દ્રિયને સ્પર્શનરસન-નાક એ ત્રણ ઇન્દ્રિયો હોય છે. વીંછી વગેરે ચઉરિન્દ્રિયને સ્પર્શન-રસન-નાક-આંખ એ ચાર ઇંદ્રિયો હોય છે. ઉંદર વગેરે પંચેન્દ્રિયને કાન સહિત પાંચ ઇન્દ્રિયો હોય છે. [૨૬૦-૨૬૧-૨૬૨] સંસ્થાન દ્વારમાં કહે છે– कायंबपुष्फगोलयमसूरअइमुत्तयस्स पुष्पं च । सोयं चक्खं घाणं, खुरप्पपरिसंठियं रसणं ॥ २६३॥ अंगुलपुहुत्तरसणं फरिसं तु शरीरवित्थडं भणिअं । नाणागारं फासिंदियं, तु बाहल्लओ य सव्वाइं ॥२६४॥ अंगुलअसंखभागं, एमेव पुहुत्तओ नवरं । २६५ ॥ पूर्वार्धम् ॥ કાનનું સંસ્થાન (=આકાર) કદંબપુષ્પના જેવું ગોળ, ચક્ષુનું સંસ્થાન મસૂરના જેવું નાકનું સંસ્થાન અતિમુક્ત પુષ્પના જેવું, જીભનું સંસ્થાન અસ્ત્રાના જેવું હોય છે. સ્પર્શન ઇન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું હોય છે. કારણ કે સ્પર્શનના આધારભૂત સર્વજીવોના શરીરો અસંખ્યાત છે. એ શરીરે વિવિધ પ્રકારના હોવાથી એ શરીરોમાં રહેલી સ્પર્શન ઇન્દ્રિય પણ તેટલા આકારવાળી છે. ૧. માઇવહ એક જાતનો બેઇન્દ્રિય સૂદ્ર કીડો છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇંદ્રિયનું પ્રમાણ-ઇંદ્રિયનો વિષય-૪૪૯ હવે પ્રમાણ દ્વારને આશ્રયીને કહે છે શ્રવણ વગેરે સર્વ ઇંદ્રિયો અત્યંતર નિવૃત્તિને આશ્રયીને જાડાઈ અને પહોળાઇને આશ્રયીને દરેક ઇંદ્રિયનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ફક્ત રસનેન્દ્રિય ઉત્કૃષ્ટથી કોઈને બેથી નવ આંગળ જેટલી પણ પહોળી હોય છે. સ્પર્શનેન્દ્રિય તો પોતાના આધારભૂત શરીરના વિસ્તારથી યુક્ત જાણવી. [૨૬૩, ૨૬૪ તથા ૨૬૫ પૂર્વાર્ધ) વિષયદ્વારનો અધિકાર કરીને કહે છેबारसहिं जोयणेहिं, सोयं परिगिण्हए सदं ॥ २६५॥ उत्तरार्धं ॥ रूवं गिण्हइ चक्खं, जोयणलक्खाओ साइरेगाओ । गंधं रसं च फासं, जोयणनवगाउ सेसाइं ॥ २६६॥ શ્રોત્ર બારયોજન સુધી શબ્દને ગ્રહણ કરે છે, ચક્ષુ સાધિક લાખ યોજન સુધી રૂપને ગ્રહણ કરે છે. નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયો નવયોજન સુધી અનુક્રમે ગંધ-રસ-સ્પર્શને ગ્રહણ કરે છે. | વિશેષાર્થ- શ્રોત્ર ઉત્કૃષ્ટથી બારયોજન દૂરથી આવેલા મેઘગર્જના આદિના ધ્વનિને સ્વયં સાંભળે છે, બારયોજનથી અધિક દૂરથી આવેલા ધ્વનિને ન સાંભળે. આંખ ઉત્કૃષ્ટથી સાધિક લાખયોજન સુધી રહેલા રૂપને ગ્રહણ કરે છે. જેમણે એક લાખયોજન જેટલું વૈક્રિયશરીર કર્યું છે તેવા વિષ્ણુકુમાર વગેરે પોતાના પગની આગળ રહેલા ખાડા વગેરેને અને ખાડા વગેરેમાં રહેલા ઢેફા વગેરેને જુએ જ છે. આથી તેમની આંખનો વિષય સાધિક લાખયોજન જાણવો. બાકીની નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયોમાં પ્રત્યેક ઈદ્રિય ઉત્કૃષ્ટથી નવયોજન દૂરથી આવેલા પોતાના વિષયને અનુક્રમે ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે- જેની ઘ્રાણેન્દ્રિયની શક્તિ તીવ્ર છે તે દેવ વગેરે કોઈક ઉત્કૃષ્ટ નવયોજનના આંતરે રહેલા કપૂર વગેરેના ગંધને અથવા પ્રથમવાર મેઘની વૃષ્ટિથી ભિની થયેલી સુગંધી માટીની ગંધને ગ્રહણ કરે છે, અને તે જ દેવ વગેરે જ્યારે દૂર રહેલા પણ ગંધવાળા દ્રવ્યના તિક્તકટુ વગેરે સ્વાદનો નિશ્ચય કરતો જોવામાં આવે છે ત્યારે જણાય છે કે તેણે તે દ્રવ્યના રસપુદ્ગલો પણ ગ્રહણ કર્યા જ છે. કારણ કે તિક્ત વગેરે સ્વાદ ધ્રાણેન્દ્રિય વિષય નથી. આ પ્રમાણે રસનેન્દ્રિયનો પણ વિષય નવયોજન છે એ સિદ્ધ થયું. તે જ દેવ વગેરે ઉત્કૃષ્ટથી નવયોજન દૂરથી આવેલા શીતલપવન વગેરેને આ જલવાત(=પાણીયુક્ત પવન) છે, આ હિમવાત (=ઠંડો પવન) છે ઇત્યાદિ રીતે જાણે છે, નવયોજનથી અધિક દૂર આવેલાને ન જાણે. [૨૬૫ ઉત્તરાર્ધ+૨૬૬] Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦-ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇંદ્રિયજય ન કરવાથી દોષો જઘન્યથી કેટલા દૂર રહેલા પોતાના વિષયને ઇન્દ્રિયો ગ્રહણ કરે છે તે કહે છે– अंगुल असंखभागा, मुणंति विसयं जहन्नओ मोत्तुं । चक्खुं तं पुण जाणइ, अंगुलसंखेज्जभागाओ ॥ २६७ ॥ ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલા સ્વવિષયને ગ્રહણ કરે છે. ચક્ષુ જઘન્યથી અંગુલના સંખ્યાતમાં ભાગે રહેલા રૂપને ગ્રહણ કરે છે. વિશેષાર્થ અંગુલના અસંખ્યાતમાં ભાગે રહેલી અતિ નજીકની વસ્તુને આંખ જોતી જ નથી. કારણ કે આંખમાં રહેલ અંજન, ચીપડા અને અંજન આંજવાની સળી વગેરે અતિનજીકની વસ્તુઓ આંખથી દેખાતી નથી. [૨૬૭] ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ કરવાથી થતા વિપાકનો (=કટુફળનો) જ ઉપદેશ આપવો જોઇએ. કારણ કે તે (ઉપદેશ) જ વિષયો પ્રત્યે વિરાગભાવને ઉત્પન્ન કરનાર હોવાથી મુક્તિનો સાધક છે. ઇંદ્રિયના ભેદો વગેરે કહેવાથી શું? આવા પ્રશ્નના ઉત્તરને કહે છે इय नायतस्सरूवो, इंदियतुरए सएसु विसएसु । अणवरय धावमाणे, निगिण्हए नाणरज्जूहिं ॥ २६८ ॥ આ પ્રમાણે જેને ઇન્દ્રિયોના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જીવ સતત પાપોના વિષયોમાં દોડતા ઇન્દ્રિયરૂપ અશ્વોનું જ્ઞાનરૂપ દોરીથી નિગ્રહ કરે છે. વિશેષાર્થ– અહીં તાત્પર્ય આ છે- જાણેલી જ વસ્તુનો નિગ્રહ કે અનુગ્રહ કરી શકાય છે. આથી ભેદ વગેરે પણ ઇન્દ્રિયજય વગેરેના જ્ઞાનનો ઉપાય હોવાથી ભેદ વગેરે પણ કહેવા જોઇએ. ભેદ વગેરેના જ્ઞાન દ્વારા જેનું સ્વરૂપ જણાઇ ગયું છે તે પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા ઇન્દ્રિયરૂપ અશ્વોનું જ્ઞાનરૂપ દોરીથી સુખપૂર્વક નિગ્રહ કરે છે. [૨૬૮] નિગ્રહ ન કરાયેલી ઇન્દ્રિયોથી કયો દોષ થાય તે કહે છે— तह सूरो तह माणी, तह विक्खाओ जयम्मि तह कुसलो । अजिइंदियत्तणेणं, लंकाहिवई गओ निहणं ॥ २६९ ॥ તે રીતે શૂર, તે રીતે અભિમાની, તે રીતે જગતમાં પ્રસિદ્ધ અને તે રીતે કુશલ એવો લંકાધિપતિ ઇન્દ્રિયજય ન હોવાના કારણે મરણને પામ્યો. વિશેષાર્થ– તે રીતે શૂર એટલે લોકમાં જે રીતે પ્રસિદ્ધ છે તે રીતે શૂર. તે રીતે અભિમાની એટલે જે રીતે લોકમાં માની તરીકે પ્રસિદ્ધ છે તે જ રીતે અભિમાની. લોકમાં તેના ગર્વનું સૂચક વચન આ પ્રમાણે સંભળાય છે.— ૧. અહીં ટીકાના શ્લોકનો અર્થ બરોબર સમજાયો ન હોવાથી તેનો અનુવાદ કર્યો નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયજય દ્વા૨] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇન્દ્રિયજય ન કરવાથી દોષો-૪૫૧ તે રીતે જગતમાં પ્રસિદ્ધ અને તે રીતે કુશળ અને લંકાધિપતિ એવો તે રાવણ પણ સીતાનું હરણ કરવાની ક્રિયાથી પ્રગટ થતા ઇન્દ્રિયજય અભાવના કારણે યશસ્વી જીવનના વિનાશરૂપ મરણને પામ્યો. તો પછી બીજા માટે શું કહેવું? રાવણનું કથાનક લોકમાં અતિશય પ્રસિદ્ધ જ છે. આથી અહીં લખવામાં આવતું નથી. [૨૬૯] અથવા શરીરમાં રહેલી માત્ર પાંચ ઇન્દ્રિયોથી પણ રાવણનું સામર્થ્ય ખંડિત થઇ જવાથી રાવણ શૂર જ નથી એમ જણાવે છે– देहट्ठिएहिं पंचहिं, खंडिज्जइ इंदिएहिं माहप्पं । નક્ષ સ તÜપિ હિં, વિિિગ્નવંતો હું સૂરો? | ૨૭૦૫ શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોથી જેનું સામર્થ્ય ખંડિત કરાય છે તે બહાર લાખ માણસોને જીતતો હોય તો પણ શૂર કેવી રીતે કહેવાય? [૨૭૦] તો પછી શૂર કોણ છે તે કહે છે— सो च्चिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्चं । इंदियचोरेहिं सया, न लुंटियं जस्स चरणधणं ॥ २७९ ॥ તે જ શૂર છે, તે જ પંડિત છે, અમે તેની જ નિત્ય પ્રશંસા કરીએ છીએ, કે જેનું ચારિત્રરૂપ ધન ઇન્દ્રિયરૂપ ચોરોથી સદા લૂંટાયું=ચોરાયું નથી. [૨૭૧] હવે ઉદાહરણ દ્વારા ઉપદેશને કહે છે— सोएण सुभद्दाई, निहया तह चक्खुणा वणिसुयाई । घाणेण कुमाराई, रसणेण हया नरिंदाई ॥ २७२ ॥ फासिंदिएण वसणं, पत्ता सोमालियानरेसाई । ભાવિ નિયા, નીવા કિ પુળ સમયેળ?॥ ૨૭૩॥ શ્રોત્રથી સુભદ્રા વગેરે મરણને પામ્યા. ચક્ષુથી વણિકપુત્ર વગેરે, ઘ્રાણથી કુમાર વગેરે, રસનાથી રાજા વગેરે હણાયા. સ્પર્શનેન્દ્રિયથી સુકુમાલિકાનૃપ વગેરે સંકટને પામ્યા. એકેક ઇન્દ્રિયથી જીવો હણાયા, તો પછી પાંચેય ઇન્દ્રિયોથી હણાય તેમાં શું કહેવું? વિશેષાર્થ– નિગ્રહ ન કરાયેલી શ્રોત્રેન્દ્રિયથી સુભદ્રા વગેરે હણાયા=આ ભવમાં જ મારણાંતિકી (=મરણને કરનારી) આપત્તિને પામ્યા. તે આ પ્રમાણે– Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) શ્રવણઇન્દ્રિય વિષે સુભદ્રાનું દૃષ્ટાંત જેનો ફરકતી સફેદ ધજાના વસ્ત્રો આદિરૂપ પક્ષસમૂહ છે તે વસંતપુર નામનું નગર છે, કે જે જાણે સતત ઇંદ્રપુરને ઝડપી લેવા માટે ઉલ્લાસ પામી રહ્યું છે. ત્યાં ધનદનામનો સાર્થવાહ રહે છે, કે જેનું ધન જોવામાં આવતાં કૂબેર પણ પોતાને દરદ્ર માને છે. તે સુભદ્રા નામની પોતાની પત્નીને ત્યાં મૂકીને ઉત્તમ કરિયાણું લઇને વેપાર કરવા માટે બીજા સ્થળે ગયો. પછી ઘણા દિવસો બાદ કાર્ય ઉત્પન્ન થતાં સુભદ્રા પોતાની દાસીઓને નગરમાં ક્યાંક મોકલે છે. આ તરફ મધુર સ્વરવાળો પુષ્પશાલ નામનો ગવૈયો ક્યાંક ગાઇ રહ્યો છે. ગાતો તે કિનરોને પણ કર્ણસુખ આપે છે. તેથી તે દાસીઓએ કોઇ પણ રીતે આનો ગીતધ્વનિ સાંભળ્યો. તેના વડે હરણીઓની જેમ આકર્ષાયેલી તે દાસીઓ ત્યાં ગઇ. પરવશ બનેલી તે દાસીઓ શરીરથી સ્થિર બનીને લાંબા કાળ સુધી ત્યાં જ રહી. ગીત અટકતાં એ દાસીઓ કોઇપણ રીતે ઘરે ગઇ. સાર્થવાહની પત્નીએ તેમને ઘણો ઠપકો આપ્યો. દાસીઓએ કહ્યું: હે સ્વામિની! ગુસ્સો કેમ કરો છો? (મોડું થવામાં) મોટું કારણ સાંભળો. અમે આજે જે સાંભળ્યું તે પશુઓને પણ લોભાવે તેવું હતું. તો પછી મનુષ્યોને લોભાવે તેમાં શું કહેવું? તેમાં પણ વિચક્ષણ પુરુષોને લોભાવે તેમાં તો શું કહેવું? તેથી સુભદ્રાએ પૂછ્યુઃ તે શું હતું? તેમણે કહ્યું: પુષ્પશાલના ગીતથી આકર્ષાયેલી અમારા વડે વીતેલો પણ કાળ ન જણાયો. સુભદ્રાએ કહ્યું: જો એમ છે તો મને પણ તે ગીત સંભળાવો. દાસીઓએ પણ તેનો સ્વીકાર કર્યો. ૪૫૨-શ્રવણેંદ્રિયના અનિગ્રહમાં] [સુભદ્રાનું દૃષ્ટાંત ક્યારેક એકસ્થળે દેવમંદિરમાં મહોત્સવ પ્રવર્તી રહ્યો હતો ત્યારે પુષ્પશાલ ગાઇ રહ્યો હતો. સર્વ લોકો ભેગા થયા હતા. આ વખતે સુભદ્રા પિરવારસહિત ત્યાં ગઇ. આ તરફ આખી રાત ગાઇને ખિન્ન થયેલો પુષ્પશાલ પણ દેવમંદિરના પાછળના પ્રદેશમાં જેટલામાં રહે છે તેટલામાં ઘસઘસાટ ઊંઘી ગયો. પછી પ્રદક્ષિણાથી ભમતી સુભદ્રાને દાસીઓએ તેને બતાવ્યો અને કહ્યું કે તે આ ગવૈયો સુતેલો છે. એ અતિશય વિરૂપ (=ખરાબ રૂપવાળો), કાળો, મુખની બહાર ગયેલા દાંતવાળો અને પીળા કેશવાળો છે. તેથી સુભદ્રાએ કહ્યું: જેની આવી રૂપસંપત્તિ છે તેનું ગીત પણ ચોક્કસ આવું જ હોય. કારણ કે શેષગુણો આકૃતિથી રહિત પુરુષમાં ક્યાંથી જ મળે? ઇત્યાદિ બોલતી અને તેના કુરૂપમાં ઉદ્વિગ્ન બનેલી સુભદ્રા તે પ્રદેશમાં થૂંકીને ઘરે ગઇ. ત્યાં નજીકમાં રહેલા ક્ષુદ્રવર્ગે પુષ્પશાલને સુભદ્રાની અનુચિત ચેષ્ટા વિશેષથી જ કહી. તેથી ગુસ્સે થયેલા અને એના અપકારને વિચારતા પુષ્પશાલે સુભદ્રાને પતિવિરહથી પીડિત થયેલી જાણી. આથી ધનદ સાર્થવાહ જેવી રીતે તેને ઘર ભળાવીને ગયો, જેવી રીતે રાજાએ તેના ઉપર મહેરબાની કરી અને દેષાંતરમાં વ્યવહાર કર્યો, જેવી રીતે રાજાથી સન્માનિત કરાયેલો તે ઘણું ધન મેળવીને, પાછો ફર્યો, જેવી રીતે અતિશય ઘણી ઋદ્ધિથી (=આડંબરથી) ક્રમશઃ Page #80 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટત-૪પ૩ પોતાના ઘરે આવે છે, યાવતું તે ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં સુધીનું સાર્થવાહનું સઘળું ય ચરિત્ર પુષ્પશાલે ગીતમાં ગુંચ્યું. હવે જ્યારે રાત્રિ ક્ષીણ થઈ રહી હતી ત્યારે ( પૂરી થઈ રહી હતી ત્યારે, અર્થાત્ પરોઢિયે) સુભદ્રાના ઘરની નજીકમાં તે ગીત તેવી રીતે ગાવા લાગ્યો કે જેથી સુભદ્રા જાગી ગઈ. તેના સર્વ અંગો (કામબાણરૂપ) શલ્યવાળાં થયાં. વિરહરૂપ અગ્નિથી સર્વ અંગોમાં બળેલી તે પતિની સાથે વિલાસપૂર્વક પૂર્વે કરેલી કામક્રીડાઓને યાદ કરવા લાગી. મધુર અને મનોહર એ વિચક્ષણ પુરુષોના મનને હરનારા, વિરહના સારવાળા ગીતને સાંભળતી તે હરણીની જેમ પરવશ બની ગઈ. (રપ) હવે દાસસહિત પતિને સાક્ષાત્ ઘરમાં પ્રવેશ કરતા જાણીને હર્ષના ઉત્કર્ષથી (પતિ પ્રત્યે) આકર્ષાયેલા મનવાળી તે પતિની સામે જવા લાગી. આ તરફ ગીત અતિશય ઉત્કૃષ્ટ બનતાં ઘરની ઉપર રહેલી હોવા છતાં પોતાને ભૂમિમાં રહેલી માનતી અને આકાશમાં નજર કરીને ચાલતી સુભદ્રા અતિશય કઠણભૂમિ ઉપર પડી. તેથી ન્યાયરહિત રાજા લક્ષ્મીથી મુક્ત બને તેમ તે જીવનથી મુક્ત બની. - આ પ્રમાણે વેરને સાધીને પુષ્પશાલ બીજા સ્થળે ગયો. આ પ્રમાણે સુભદ્રા શ્રોત્ર નિમિત્તે જ મૃત્યુને પામી. વળી પરલોકમાં જે અન્ય દુઃખને પામશે તે તો જ્ઞાની જાણે. (મૂળગાથામાં રહેલા) આદિ શબ્દથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ અન્ય પણ દૃષ્ટાંતો જાણવા. આ પ્રમાણે સુભદ્રાનું કથાનક પૂર્ણ થયું. ચક્ષુઇન્દ્રિય વિષે લોલાક્ષનું દૃષ્ટાંત તથા ચક્ષુના વિષયથી વણિકપુત્ર વગેરે હણાયા. તે આ પ્રમાણે– કિલિંગદેશમાં કંચનપુર નામનું શ્રેષ્ઠ નગર છે. ત્યાં શ્રીમંતો અને હાથીઓ દાનકાર્યને છોડતા નથી. ત્યાં યથાર્થ નામવાળો શ્રી નિલયશેઠ વસે છે. તેની યશોભદ્રા નામની પત્ની છે. તેમને સેંકડો માનતાઓથી રૂપ વગેરે ગુણોથી યુક્ત પુત્ર થયો. તે માતા-પિતાને પ્રિય હતો. તેનું રતિસેન એ પ્રમાણે નામ કર્યું. તેમના ઘરમાં પાંચ ધાવમાતાઓ તેના શરીરનું લાલન-પાલન કરે છે. ક્રમે કરીને તે વધવા લાગ્યો. હવે એકવાર તેનું રૂપ જોઈને પિતા ખુશ થયો. પિતાએ કુશળ લક્ષણ-શાસ્ત્રોના પાઠકોને ઘરે બોલાવીને પુત્ર બતાવીને પૂછ્યું: આ કેવા લક્ષણવાળો છે? તેમણે કહ્યું: હે શ્રેષ્ઠી! અમારા શાસ્ત્રમાં પુરુષ-સ્ત્રીનાં ઘણાં લક્ષણો જણાવવામાં આવ્યા છે. સંક્ષેપથી કંઇક તમને કહીએ છીએ. ૧. રૂનારૃ પદનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. ૨. ચાલતી એ અર્થ અધ્યાહારથી લીધો છે. ૩. હાથીના પક્ષમાં દાન એટલે હાથીના ગંડસ્થલમાંથી ઝરતું પાણી=મદ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪-ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત શરીરનાં લક્ષણો પુણ્યવંત પુરુષોનું ચરણતલ લાલ, સ્નિગ્ધ, વક્રતાથી રહિત, પસીનાથી રહિત, કમલ જેવું સુકુમાર અને વજૂ-અંકુશ વગેરેથી યુક્ત હોય છે. જેના ચરણતલમાં ગધેડો, શિયાળ અને ભુંડ હોય તે દુઃખી થાય છે. પુરુષોના ઊંચા, પહોળા, લાલ, દર્પણ સમાન અને સ્નિગ્ધ નખ પ્રશસ્ત છે. જો તે નખો શ્વેત હોય તો દીક્ષા થાય. રૂક્ષ અને પુષ્પવાળા નખોથી મનુષ્યો દુઃશીલ થાય. જેના પગનો મધ્યભાગ સંક્ષિપ્ત હોય તે મનુષ્ય સ્ત્રીનિમિત્તે મરણ પામે છે. કાચબાના જેવા ઉન્નત, સમાન અને પુષ્ટ પગો પ્રશસ્ત છે. પાંખા અને કોમળ રોમ જેમાં હોય તેવી ગોળ જંઘાવાળા, હાથીની સૂંઢસમાન જંઘાવાળા અને પુષ્ટ-સમાન જાનુવાળા મનુષ્યો રાજા થાય. કાગડા(ના પગ) સમાન જંઘાવાળા, બંધાયેલી (=પુષ્ટ) 'પિંડીવાળા અને અતિશય દીર્ઘ અને સ્કૂલ જંઘાવાળા પુરુષો દુઃખી હોય અને માર્ગમાં ચાલનારા હોય. ઘડાના આકાર જેવો ઢીંચણ અપ્રશસ્ત છે. ઉન્નત, મણિથી યુક્ત અને હ્રસ્વ (=સૂકું) પુરુષલિંગ પ્રશસ્ત છે. લાંબા પુરુષલિંગથી દારિય થાય. સ્થૂલ પુરૂષલિંગથી સંતાનરહિત થાય. નસવાળા પુરૂષલિંગથી અલ્પદ્રવ્ય-ધનવાળો થાય. વક્રપુરૂષલિંગ અશુભ કરનારું છે. લાંબા વૃષણવાળો પુરુષ દીર્ધાયુ થાય. વિસ્તીર્ણ વૃષણવાળો પુરુષ અલ્પાયુ થાય. પુષ્ટ અને મોટા વૃષણવાળો પુરુષ દરિદ્ર થાય. દેડકા જેવા મોટા વૃષણવાળો પુરુષ ધનવાન થાય. પુષ્ટ, વિશાળ અને સિંહના જેવી કેડવાળો મનુષ્ય સુખી થાય. સાંકડી અને ટૂંકી કેડવાળો પુરુષ દરિદ્ર થાય. સિંહ-મોર-માછલા સમાન ઉદરવાળા મનુષ્યો ધનવાન થાય. મોટા પેટવાળો ભોગ કરનાર થાય. નાના પેટવાળો અને વક્રપેટવાળો વિપરીત ( ભોગ ન કરનારો) થાય. સમાન પેટવાળો ભોગાર્ચ થાય. ઊંચા પેટવાળો ધનવાન થાય. ડાબા આવર્તવાળું અને ઊંચુ નાભિમંડલ અપ્રશસ્ત કહ્યું છે. ગંભીર અને જમણા આવર્તવાળું નાભિમંડલ પ્રશસ્ત છે. પહોળી, રોમયુક્ત, પુષ્ટ અને ઊંચી છાતી શુભ છે. વિષમ છાતીવાળા મનુષ્યો દરિદ્ર થાય અને શસ્ત્રના ઘાથી મરે. છાતીના સ્તનોથી પુષ્ટ મધ્ય વિભાગથી મનુષ્યો સુખી થાય. લાંબા અને શ્યામ સ્તનના અગ્રભાગોથી ધનહીન થાય. શંખ જેવી 'ડોકવાળો રાજા થાય. પાડાના જેવી ડોકવાળો યુદ્ધનો સુભટ થાય. અતિશય લાંબી અને કૃશ ડોકવાળો બહુ ખાનારો અને દુઃખી થાય. પુષ્ટ અને વિશાળ ખભાઓને પ્રશસ્ત જાણ. કૃશ અને રોમયુક્ત ખભાઓને અપ્રશસ્ત જાણ. રોમરહિત અને ૧. પિંડી એટલે ઢીંચણથી નીચેનો માંસથી ભરાવવાળો ભાગ. ૨. મણિ=પુરૂષલિંગનો અગ્રભાગ. ૩. વૃષણ=પુરુષલિંગની નીચે આવેલો અંડકોશ. ૪. શંખની જેમ ત્રણ રેખા જેમાં હોય તેવી ડોકવાળો. Page #82 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૫૫ સમાન પીઠ સુખ આપનારી છે. પસીનાથી રહિત, પુષ્ટ, ઉન્નત અને સુગંધી બગલ (=કાખ) ધન્ય મનુષ્યોને હોય છે. બંધાયેલા હાથ પણ, અર્થાત્ ખોડ-ખાપણવાળા હાથ પણ દૂષણરૂપ છે, અલ્પાયુથી યુક્ત છે અને અશુભ છે. ઢીંચણ સુધી લટકતા, અલ્પરોમવાળા, પુષ્ટ અને ક્રમશઃ ગોળ હાથ પ્રશસ્ત છે. કામ કર્યા વિના કઠણ હાથના તળિયા પ્રશસ્ત છે. દીર્ઘાયુ મનુષ્યોની આંગળીઓ કોમળ અને સરસ (=નહિ સુકાયેલી) હોય છે. બુદ્ધિમાન મનુષ્યોની આંગળીઓ પાતળી હોય અને કામ કરનારા મનુષ્યોની આંગળીઓ જાડી હોય. (૨૫) નખનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે- પોચા, લાંબા, પાતળા, પુષ્ટ અને સુપ્રમાણવાળા નખને મહર્ષિઓ સુખ આપનાર કહે છે. નાના હોઠવાળાને અતિશય દુઃખી, પુષ્ટ હોઠવાળાને સૌભાગ્યયુક્ત, લાંબા હોઠવાળાને ભોગી અને વિષમ હોઠવાળાને ભીરુ જાણવો. લોકો બિંબફળ જેવા લાલ હોઠોની પ્રશંસા કરે છે. શ્યામ, વિકૃત, કુરૂપ, ખંડિત અને રૂક્ષ હોઠોથી મનુષ્યો ધનહીન થાય. શુદ્ધ (સ્વચ્છ અને શ્વેત), સમ (=ઊંચા-નીચા ન હોય તેવા), અણીદાર, ધન (=છૂટા ન હોય તેવા), સ્નિગ્ધ દાંત સુંદર છે. મલિન, વિરલ (છૂટાછૂટા), ઓછા-વધારે આવા દાંત અપ્રશસ્ત છે. બત્રીસ દાંતોથી રાજા કે ભોગી થાય. એકત્રીસ દાંતોથી મધ્યમ ગુણવાળો છે. ત્યારબાદ લક્ષણ રહિત છે. અતિ થોડા દાંતવાળા, અધિક દાંતવાળા, પાંડુવર્ણના દાંતવાળા, શ્યામ દાંતવાળા, વિષમ દાંતવાળા અને વિકરાલ દાંતવાળા પુરુષો પાપી જાણવા. રાતી, દીર્ઘ, કોમળ અને કમલદલ સમાન જીભ ધન્યપુરુષોને હોય છે. નિપુણપુરુષોની જીભ સૂક્ષ્મ પાતળી હોય છે. દારૂ પીનારાઓની જીભ કાબરચિત્રા વર્ણવાળી હોય છે. લાલ તાળવું પ્રશસ્ત છે. કાળું તાળવું કુલક્ષયને કરે. નીલ તાળવું દુઃખનું કારણ છે. સારસ અને હંસ વગેરે પ્રાણી જેવા સ્વરવાળા અને ગંભીરસ્વરવાળા મનુષ્યો ધન્ય છે. કાગડા જેવા કઠોરસ્વરવાળા પુરુષો દુઃખી થાય. સરળ, નાનાવિવરવાળું અને સમુન્નત (=ઊંચું) નાક પ્રશસંનીય છે. ચિબા નાકવાળા મનુષ્યો પાપી છે. સંકુચિત નાકવાળા મનુષ્યો ચોર હોય. સંપૂર્ણ, પુષ્ટ, અને રોમરહિત ગાલને મનુષ્યો વખાણે છે. લાંબા અને વિશાળ કાન ધન્ય મનુષ્યોને હોય છે. દીર્ઘાયુ મનુષ્યોને રોમવાળા કાન હોય છે. ઉંદરના જેવા કાનવાળા બુદ્ધિશાળી હોય. પોલાકાનવાળા દુ:ખી હોય. સુબુદ્ધિવાળા મનુષ્યોએ નીલકમલ સમાન અને પદ્મદલ સમાન આંખોને વખાણી છે. મધના જેવા પીળાવર્ણવાળી આંખો પ્રશસ્ત છે. પિંગલ (=કાળા અને પીળાવર્ણવાળી) આંખો અપ્રશસ્ત છે. બિલાડાના જેવી અને શ્વાનના જેવી આંખોવાળા કપટી હોય. ત્રાંસી આંખવાળા મનુષ્યો ઉગ્ર હોય છે. અતિલાલ આંખોવાળા મનુષ્યો લાંબા હોય. રૂક્ષદૃષ્ટિવાળા સર્વ મનુષ્યો ચારે બાજુ નિંદાયેલા હોય છે. દૃષ્ટિહીન મનુષ્યો દીર્ઘાયુ હોય. કામુક દૃષ્ટિવાળા મનુષ્યો ઉ. ૬ ભા.૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬- ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત ભોગી હોય. પાપીઓની દૃષ્ટિ નીચે હોય, અર્થાત્ હલકી હોય. ઋજુમતિ મનુષ્યો સરળ જુએ છે. ક્રૂર મનુષ્યો તિછું જુએ છે. ધન્ય (કપુણ્યશાળી) મનુષ્યો ઊંચી (=ઉત્તમ) દૃષ્ટિવાળા હોય. ત્રાંસી દૃષ્ટિવાળા કરતાં કાણો સારો. કાણા કરતાં આંધળો શ્રેષ્ઠ છે. કાણો, આંધળો અને ત્રાંસી દૃષ્ટિવાળો આ ત્રણેયથી ભમતી ત્રાંસી દૃષ્ટિવાળો અધમ છે. તેની દૃષ્ટિ કોઈ લક્ષ્ય વિના અને કોઈ કારણ વિના ભમતી રહે છે. રૂક્ષ(=સ્નેહરહિત), ગ્લાનરૂપ (=ઉદાસીન), ડરપોક દૃષ્ટિવાળા અને મહાપાપી તે મનુષ્યો પરસ્ત્રી આદિમાં આસક્ત બનીને ક્રોડો અનર્થોને પામે છે. સૌભાગ્ય અને માનથી મોટા પુરુષોનાં આંખનાં ભવાં (=ભમ્મર) લાંબા અને વિશાળ હોય. અલ્પભવાંવાળા પુરુષોને સ્ત્રીના કારણે મહાન આપત્તિ થાય. પુણ્યશાળી મનુષ્યોનું કપાળ વિશાળ અને અર્ધચંદ્રસમાન હોય છે. દુઃખી મનુષ્યોને અતિશય વિશાળ કપાળ હોય છે. તુચ્છ જીવોને અતિશય તુચ્છ કપાળ હોય છે. ડાબી તરફનાં ડાબા આવર્તવાળા ભમર અપ્રશસ્ત છે, ભયંકર છે. જમણી તરફના જમણા આવર્તવાળા ભમર શુભ છે. ભમરોના વિપર્યાસમાં પાછલી વયમાં ભોગો પ્રાપ્ત થાય. રાજાઓનું મસ્તક છત્રના જેવા આકારવાળું હોય. જેમના વાળ સ્નિગ્ધ, ઘન, પ્રશસ્ત, પોચા અને સંકોચાયેલા હોય તે પુણ્યશાળી છે. તૂટેલા, મલિન અને રૂક્ષવાળ દારિયને કરે. - વળી બીજું- ત્રણ ગંભીર, ત્રણ વિશાળ, ચાર હ્રસ્વ (ટૂંકા), પાંચ સૂક્ષ્મ, પાંચ દીધું, પાંચ ઉન્નત, સાત લાલ પ્રશંસનીય છે. આનું વિવરણ કહીએ છીએ. નાભિ, સ્વર અને સત્ત્વ આ ત્રણ ગંભીર પ્રશસ્ત છે. મુખ, છાતી, લલાટ, આ ત્રણ વિશાળ(=પહોળા) પ્રશસ્ત છે. પુરુષલિંગ, પીઠ, કંઠ અને જંઘા આ ચાર હ્રસ્વ ( ટૂંકા) પ્રશસ્ત છે. (૫૦) કેસ, દાંત, આંગળીનાં પર્વો, નખ અને ચામડી આ પાંચ સૂક્ષ્મ (ઝીણા) પ્રશસ્ત જાણ. દાઢી, આંખો, બે સ્તન વચ્ચેનું અંતર, બાહુ અને નાસિકા આ પંચ દીર્ઘ પ્રશસ્ત છે. હૃદય, નાસિકા, બગલ, કંઠ અને મુખ આ પાંચ ઉન્નત પ્રશસ્ત છે. બે આંખોનો અંદરનો ભાગ, અર્થાત્ આંખોના ખૂણા, હોઠ, હાથ, પગ, (=હાથ-પગના તળિયાં, જીભ, નખ અને તાળવું આ સાત લાલ પ્રશસ્ત છે. કપાળમાં પાંચ, ચાર, ત્રણ, બે અને એક રેખા હોય તો એ મનુષ્ય અનુક્રમે ૧૦૦, ૯૦, ૬૦, ૪૦ અને ૩૦ વર્ષ જીવે છે. ગતિથી વર્ણ પ્રશસ્ત છે. વર્ણથી શબ્દ સુંદર છે. શબ્દથી સર્વ શ્રેષ્ઠ છે. સત્ત્વમાં બધુંય રહેલું છે. હવે નારીલક્ષણો– ચરણમાં ચક્ર અને કમલ વગેરેના લંછનવાળી સ્ત્રીઓ રાજાની રાણીઓ થાય. મોટા પગોથી દાસપણું થાય. સુકા અને વાંકા પગોથી સ્ત્રીઓ દારિયને કે શોકને પામે છે. પગની મોટી અને રૂક્ષ આંગળીઓથી મજૂરી કરવી પડે છે. જાડી આંગળીઓથી દુઃખી થાય. પાતળી, દૃઢ, ગોળ, લાલ અને સરળ આંગળીઓથી સ્ત્રીઓ સુખી થાય. જે સ્ત્રીનું શરીર પુષ્ટ, સ્નિગ્ધ, દઢ અને લાલ છે, તથા મસ્તક વાળથી રહિત છે Page #84 -------------------------------------------------------------------------- ________________ ચઇન્દ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૫૭ તે સ્ત્રી પાપી છે- દુઃખી થાય. હાથીની સૂંઢ જેવી જંઘા અને સાથળ અતિશય પ્રશસ્ત છે. સ્ત્રીઓની, ઉન્નત, પુષ્ટ, મોટી, ચોરસ, સુંદર રમણભૂમિ અને મોટા નિતંબવાળી કેડ શાસ્ત્રમાં પ્રશંસા કરાયેલી છે. સુકા અને નસોવાળા ઉદરથી સ્ત્રીઓ ઘણા દુ:ખને સહન કરે. ‘ફેલાયેલા(=ખૂબ વધી ગયેલા) ખરાબ નખવાળા, વ્રણવાળા, નિત્યરોમવાળા, રૂક્ષ, વિકૃત અને સ્વતમિશ્ર પીળાવર્ણવાળા હાથોથી સ્ત્રીઓ દુઃખી થાય. આ પ્રમાણે બીજાં પણ નારીલક્ષણો જેટલામાં કહે તેટલામાં શ્રીનિલયશ્રેષ્ઠીએ કહ્યું: આ અતિ વિસ્તારથી સર્યું. કારણ કે હું જાતે જ પુરુષનાં લક્ષણોનાં અનુસારે નારીનાં લક્ષણોને વિચારીને કંઇક જાણી લઇશ. તમે પ્રસ્તુત મારા પુત્રનાં લક્ષણો અંગે કહો. લક્ષણ- પાઠકોએ કહ્યું: તમારા બોધ માટે તમને પ્રસંગથી કંઇક કહ્યું: હવે પ્રસ્તુત સાંભળો. તમારા પુત્રના પ્રાયઃ બધાંય લક્ષણો છે. પણ એકદૃષ્ટિ (આંખ) લક્ષણના વિષયમાં વિસંવાદ કરે છે, અર્થાત્ દૃષ્ટિનાં લક્ષણો બરોબર નથી. તેથી શેષલક્ષણોથી આને ધનની પ્રાપ્તિ જણાય છે. પણ દૃષ્ટિદોષોથી કાયરતા વગેરે દોષોને અમે જોઈએ છીએ. કારણ કે દૃષ્ટિના નિયંત્રણથી રહિત આ પરસ્ત્રીકામુક થશે, અને મૃત્યુ પણ એ જ પ્રસંગથી પામશે. આ પ્રમાણે સાંભળીને શેઠ જાણે વજૂથી હણાયો હોય તેમ ક્ષણવાર વિલંબ કરીને અને નિસાસો નાખીને કહે છેઃ પરસ્ત્રીમાં આસક્ત બનેલાઓની લક્ષ્મીથી શું? અતિમહાન વિવેકથી અલંકૃત અને કુળને કલંક ન આપનારાઓની દરિદ્રતા પણ સુખ આપનારી છે. બીજાઓની લક્ષ્મી પણ દુઃખનું કારણ છે. પરસ્ત્રીની ઇચ્છા સુપુરુષોનું અતિમહાન કલંક છે, શરદઋતુના ચંદ્ર અને શખસમાન નિર્મલ અમારા કુળમાં વિશેષથી મહાન કલંક છે. તેથી આ ભવ અને પરભવ સંબંધી લાખો અનર્થોનું કારણ એવા અકાર્યમાં આ જેવી રીતે ન પ્રવર્તે તેવી રીતે મને પ્રસન્ન થઈને કહો. પછી ત્યાં રહેલા જિનમતજ્ઞ નામના લક્ષણપાઠકે શેઠને કહ્યું તમે આ પ્રમાણે દુઃખી કેમ થાઓ છો? ભાવીભાવો થાય જ છે. કારણ કે વિશ્વનો સંહાર અને સર્જન કરનાર પણ બલયુક્ત પણ અને જ્ઞાની પણ મહાદેવ કાલકૂટવિષનો આધાર થયો, અર્થાત્ તેણે કાલકૂટ વિષ ખાધું. તેથી જગતમાં પૂર્વે બાંધેલા કર્મનું દેવો પણ ઉલ્લંઘન કરી શકતા નથી. તેથી ખેદને છોડીને ધર્મમાં મન કરો. પછી શ્રીનિલયે કહ્યું: તો પણ આ ક્યારે ઇંદ્રિયોને વશ કરશે એ કૃપા કરીને મને કહો. (૭૫) હવે જિનમતશે કહ્યું: જિનવચનના રહસ્યરૂપ અંજનરસથી ભાવિત આંખો એના વશમાં થશે. શ્રીનિલયે પૂછ્યું: જિનવચનના રહસ્યરૂપ અંજનરસને ક્યાં મેળવે? અને કેવી રીતે મેળવે? જિનમતશે કહ્યું: જિનશાસનપુરમાં ઉત્પન્ન થાય ત્યારે તે આ પ્રમાણે મેળવે ૧. અહીં ગાથા અશુદ્ધ જણાય છે. વિવિત્રના સ્થાને વાવત્ર હોવું જોઇએ. સંસાના સ્થાને સાસય હોવું જોઇએ. વિવિત્ર અને સત્તા એવા પ્રયોગ માં ગણનો મેળ બેસતો નથી. આથી વાવત્ર અને સાક્ષર એવા પ્રયોગો હોવા જોઇએ. એવી સંભાવના કરીને અર્થ લખ્યો છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮-ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત શુભ પરિણતિ પત્ની, ભવિતવ્યતા પુત્રવધૂ, સ્વભાવ મંત્રી અને કાલપરિણામ સ્વમિત્ર વગેરે કુટુંબીજનથી કહેવાયેલો કર્મપરિણામ રાજા તેને શુભ પરિણામ નામના સ્વપુત્રના હાથમાં રાખીને ખુશ થયેલો તે જ્યારે પ્રવૃત્તિ કરાવે ત્યારે તેની (=જિનવચનના રહસ્યરૂપ અંજરનરસની) પ્રાપ્તિ થાય, અન્યથા ઉત્તમદેવોને પણ તેની પ્રાપ્તિ ન થાય. હવે દીર્ઘ નિસાસો નાખીને શ્રેષ્ઠીએ કહ્યું: જો એમ છે તો અમે હણાયા છીએ. કારણ કે પુણ્યહીન જીવોને આ અસાધ્ય છે. પછી શેઠે લક્ષણપાઠકોને સન્માન કરીને રજા આપી. શેઠનો પુત્ર બાલ્યાવસ્થાથી આરંભી સદા જે જે મનોહરરૂપને જુએ છે ત્યાં લાંબા કાળ સુધી દૃષ્ટિ બાંધીને રહે છે. તેથી તેનું લોલાક્ષ એવું નામ લોકમાં પ્રસિદ્ધિને પામ્યું. પછી તેને ક્રમશઃ કળાઓ ભણાવવામાં આવે છે. દૃષ્ટિવિકારોની સાથે દરરોજ વધતો તે યૌવનને પામ્યો. વિષયોમાં ઉત્કંઠિત તે ઉન્મત્ત બનીને સ્ત્રીઓનાં અંગ-ઉપાંગોને જોતો આખી નગરીમાં ભમે છે. કોઈક રૂપવતી સુંદર રમણીઓને બલાત્કારથી ભેટે છે. મૂઢ તે કોઈક સ્ત્રીઓને પ્રાર્થના કરે છે, બીજી કોઈક સ્ત્રીઓની સાથે રમત કરે છે. સ્ત્રીઓના પ્રસંગમાં ક્યાંક તે તાડન કરાય છે, ક્યાંક બંધાય છે, ક્યાંક સજા વગેરે દુઃખોને સહન કરે છે. એકવાર મગધ દેશની સ્ત્રીઓ રૂપવતી છે એમ સાંભળીને વેપાર કરવાના બહાને મગધદેશમાં જવા માટે માતા-પિતાની રજા લે છે. કંટાળેલા માતા-પિતાએ રજા આપી. પછી ઘણા દ્રવ્યસમૂહને લઈને ઘણા પરિવારથી યુક્ત તે ક્રમશ: રાજગૃહમાં આવ્યો. ત્યાં દુકાન લઈને વેપાર કરતો દિવસો પસાર કરે છે. હવે લોલા કોઈક પ્રિય રાજાની રૂપવતી રાણીને શિબિકામાં બેસીને પોતાની દુકાન પાસેથી જતી જોઇ. તેથી તેના અંગ-ઉપાંગોમાં દૃષ્ટિને કરતો તે જાણે ચિતરેલો હોય, પથ્થરમાં ઘડાયેલો હોય, ખીલાથી જકડાયેલ હોય, ધન લૂંટાઇ ગયું હોય, મૂછિત થઈ ગયો હોય, તેવો ક્ષણવાર થયો. પછી અનેક પ્રકારના લાખો વિકલ્પોને કરતો, આકુલ હૃદયવાળો અને પરવશ થયેલો તે દોડીને તેના ગળામાં લપેટાયો. તેથી સૈનિકપુરુષ વર્ગે તેને મારીને બાંધ્યો, અને રાજાને સોંપવા માટે બજાર માર્ગે ચાલ્યો. આગળથી આવતા ઠાકોરે આ વૃત્તાંત જાણીને તેનું સારભૂત સઘળુંય લઈ લીધું. રાજાને સોંપવા માટે લોલાક્ષ જેટલામાં ચાલ્યો તેટલામાં વિદ્ગમ નામના નગરશેઠ, કે જે લોલાક્ષના પિતાના મિત્ર થાય, તેમણે લોલાક્ષને જોયો. તેથી નગરશેઠે પોતાનું ઘણું ધન આપીને અને દબાણ કરીને કરુણાથી અને સ્નેહથી તેને કોઇપણ રીતે છોડાવ્યો. પછી તે તેને પોતાના ઘરે લઈ ગયો. તેની પત્ની ધનવતીને કહ્યું: આ મારો ભત્રીજો છે. તેથી તેને ઘણા આદરથી જોવો. તેથી તે તેમના ઘરે તેવી રીતે ગૌરવથી જોવાય છે કે જેથી તે ગયેલા પણ કાલને જાણતો નથી. પણ ફરતી, બેઠેલી, સૂતેલી કે કામ કરતી ધનવતીના અંગોપાંગોને નિરંતર જ જોતો રહે છે. આ પ્રમાણે સદાય તેનો કામવિકાર વધતો ગયો. ૧. લોલાસ એટલે લંપટ (=આસક્ત) આંખોવાળો. Page #86 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૫૯ ક્યારેક એકાંતમાં ધનવતીને પ્રાર્થના કરી. ધનવતી ઇચ્છતી નથી. તે દરરોજ પ્રાર્થના કરતો અટકતો નથી. (૧૦૦) ધનવતી જ્યારે કોઈ પણ રીતે ઇચ્છતી નથી ત્યારે એક દિવસ એકાંત મેળવીને તેને બળાત્કારથી ભોગવે છે. પછી ધનવતી પણ આસક્ત બની અને તેના પ્રત્યે અનુરાગવાળી થઈને દિવસો પસાર કરે છે. પછી આ વિગત વિદ્ગમશેઠે કોઇપણ રીતે જાણી. પણ મોટાઈના કારણે કંઈ પણ બોલતો નથી. એક દિવસ ધનવતી અને લીલાશે વિચાર્યું: ગળામાં થયેલી ગાંઠ સમાન નિરર્થક આનું શું કામ છે? તેથી એને મારીને અંતરાય વિના લાંબા કાળ સુધી વિષયસુખોને ભોગવીએ. આ પ્રમાણે નિર્ણય કરીને ક્યારેક રાતભર સૂતેલા શેઠને મારવા માટે લોલાક્ષ જેટલામાં છરી ખેંચે છે તેટલામાં શેઠ સહસા બેઠો થયો અને ઘાને નિષ્ફળ બનાવ્યો. લજ્જાથી અને ભયથી તે ભાગીને બહાર જતો રહ્યો. પછી શેઠે વિચાર્યું અહો! લોકમાં મોહવિલાસને જુઓ. જેથી અકાર્યમાં તત્પર જીવો કૃત્ય-અકૃત્યને ગણતા નથી. મરણ થાય તેવી આપત્તિને પામેલો હોવા છતાં પણ તેનું મેં રક્ષણ કર્યું. તેને મારા ઘરમાં રાખ્યો અને પુત્રની જેમ જોયો. હવે આ આ પ્રમાણે મારા ઉપર પ્રત્યુપકાર કરે છે કે જેથી મારી પત્ની સાથે ભૂલ કરી. એટલાથી તે ન રહ્યો અને મારા પ્રાણી લેવા માટે તૈયાર થયો. પૂર્વે મેં પત્નીમાં લેશ પણ વિકાર જોયો નથી. હમણાં એ પણ દુષ્ટના સંગથી આ પ્રમાણે વ્યવહાર કરે છે. અથવા પરસંગથી દોષ થાય છે એ વાત અસત્ય છે. સર્પના મસ્તકે રહેલો પણ મણિ અન્ય વિષને દૂર કરે છે. તેથી ઉપાર્જન કરેલા સઘળા ધનની સ્વામિની કરી હોવા છતાં પત્ની પણ વિસંવાદવાળી થઈ. તેથી ગૃહવાસને ધિક્કાર થાઓ. ઇત્યાદિ વિચારતો શેઠ પરમ સંવેગને પામ્યો. પછી વિદ્ગમશેઠે જિનેન્દ્ર મહોત્સવ વગેરે કાર્યોમાં સઘળા ધનનો સદ્યય કરીને શ્રી વિબુધસૂરિની પાસે દીક્ષા લીધી. ધનવતીએ લોલાક્ષની સાથે ઘરવાસ કર્યો. ધનવતીના આભૂષણોના મૂલ્યથી લોલાક્ષ કંઇક વેપાર કરે છે. હવે એકવાર વસંતમાસનો શ્રેષ્ઠ ઉત્સવ શરૂ થયો ત્યારે જરાસંઘના વંશમાં થયેલો સમરસિંધુર નામનો રાજા સામંતો, મંત્રીઓ અને અંતઃપુરની સાથે બહાર નીકળ્યો, અને ઉદ્યાનમાં આવ્યો. લોલાક્ષ પણ ત્યાં આવ્યો. ત્યાં ભેગો થયેલો નગરજન પણ પૂર્ણપણે ક્રિીડા કરે છે. આ વખતે લોલાશે શ્રેષ્ઠ પાલખીમાં આરૂઢ થયેલી સુરસુંદરી રાણીના કોઇપણ રીતે પ્રગટ થયેલા હાથના અગ્રભાગને ક્ષણવાર જોયો. તે અગ્રભાગ આવો હતો. નિર્મલ મુદ્રિકારત્નના કિરણોથી પુષ્ટ બનેલા નખરૂપ મણિઓ શોભાવાળા થયા હતા. હસ્તતલ અશોકવૃક્ષના પલ્લવ જેવું લાલ હતું. મણિવલયો રણ રણ અવાજ કરી રહ્યા હતા. ત્રિભુવનજનના મનને મોહ પમાડનાર શ્રેષ્ઠ વનસ્પતિના નવા અંકુરના જેવો સુંદર કાંતિમાન હતો. આવા હાથના અગ્રભાગને લોલા જોયો. ત્યાં મૂછ પામેલા તેણે વિચાર્યું. આશ્ચર્યને જો. જેના હાથના અગ્રભાગની પણ રૂપલક્ષ્મી આવી છે તેના સંપૂર્ણ શરીરની રૂપલક્ષ્મીને જે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦- ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત જુએ છે તે ધન્ય છે. ઇત્યાદિ વિચારતો અને તેની પાસે જવા માટે અસમર્થ તે તેને જોવાના ઉપાયની ક્રોડો ચિંતારૂપ ગ્રહથી પકડાયો. તેણે કંચુકીને (આ કોણ છે એમ) પૂછ્યું. કંચુકીએ કહ્યું: આ રાણી આ રાજાની સુરસુંદરી નામની મુખ્ય રાણી છે. આથી તે પૂર્વથી અધિક ચિંતારૂપ જવરથી ગ્રહણ કરાયો. આ દુર્લભ છે. એમ હૃદયથી વિચારતો તે કોઈપણ રીતે સ્વઘરે ગયો. (૧૨૫) ત્યાં પણ ભોજન કરતો નથી. ઊંઘતો નથી. ક્ષણવાર પણ કયાંય રતિને પામતો નથી. નિસાસા નાખે છે. પડખાં ફેરવે છે. શૂન્ય હુંકારો આપે છે. ધનવતીએ આગ્રહથી પૂછ્યું તો પણ કંઇપણ કહેતો નથી. પછી રાતે સૂતો. પણ સર્વથા નિદ્રાને પામતો નથી. અનેક લાખો વિકલ્પો કરીને સહસા ઊભો થયો. ભર રાતે બિઢાઇથી પોતાને થનારા ઘણા અપાયોને ગણકાર્યા વિના રાજાના ઘર સન્મુખ ચાલ્યો. આ તરફ એક વિદ્યાસાધક નગરમાં ભમે છે. તેને રાજઘરના અર્ધા માર્ગે આ લોલાક્ષ મળ્યો. તેણે લોલાક્ષને પોતાના સહાયક માણસોથી પકડાવીને બંધાવ્યો. પછી કરુણ આક્રંદન કરતા તેને એક મોટી અટવીમાં લઈ ગયો. પછી તેને પર્વતગુફામાં રાખીને કાપવાનું શરૂ કર્યું: કરુણ વિલાપ કરતા તેના શરીરમાંથી લોહી સહિત ટુકડા કાપીને ૧૦૮ વાર અગ્નિમાં નાખે છે. સાધક તેના શરીરમાં પડેલા ઘાવ-જખમને આહાર-ઔષધિના ક્રમથી રુઝવીને શરીરને પુષ્ટ કરીને ફરી પણ તે જ પ્રમાણે તેના માંસને ૧૦૮ વાર અગ્નિમાં નાખે છે. કેટલાક દિવસ પછી ફરી ફરી આ પ્રમાણે કરવામાં આવે છે. આ પ્રમાણે આ નરક સમાન દુઃખ સહન કરતો હોવા છતાં વિચારે છે કે, હે યમ! જો કે તું મારા ઉપર કુપિત થયો છે અને મારું મરણ પણ ચિંતવે છે, તો પણ મને એકવાર સુરસુંદરીના સર્વ અંગોનું રૂપ બતાવીને પછી તેને જે રુચે તે કરજે. ઇત્યાદિ માનસિક અને શારીરિક દુઃખથી સંત તે ત્યાં પણ દિવસો પસાર કરે છે. હવે એકવાર કંચનપુરનો નિવાસી અને શ્રી નિલયશેઠનો બાળપણથી મિત્ર ભુવનોત્તમ નામનો એક સાર્થવાહ વેપાર માટે જઈને પાછા ફરતી વખતે તે પ્રદેશમાં નિવાસ કરે છે. સાર્થવાહના પરિજનોએ દિવ્યયોગથી કોઇપણ રીતે તેને પર્વતની ગુફામાં જોયો. તેમણે સાર્થવાહને કહ્યું. તેથી સાર્થવાહ પરિવાર સહિત જલદી ત્યાં આવ્યો. તેથી ભયથી વિદ્યાસાધક નાસી ગયો. સાર્થવાહ લોલાક્ષને પોતાના સાર્થમાં લઈ ગયો. પછી તેણે તેના ભોજનાદિની વ્યવસ્થા કરાવી, અને અત્યંગ વગેરે ઘણું શરીર પરિકર્મ કરાવ્યું. પછી તેને પૂછ્યું: તું અહીં કેવી રીતે આવ્યો તે કહે. તેણે કહ્યું હું વેપાર માટે રાજગૃહનગરમાં જેવી રીતે આવ્યો તે રીતે તમે જાણો જ છો. પછી ત્યાં રહેલો હું વિદ્યાસાધક વડે રાત્રિએ બજારમાર્ગમાંથી અપહરણ કરાયો. હવે હું સમર્થ છું, તેથી તમે આ પોતાના કરિયાણાને છોડો, અર્થાત્ મને હવે સારું થઈ ગયું છે તેથી તમે આ તમારું કરિયાણું લઈને આગળ ચાલો. મારા માતા-પિતાને કહેજો કે તે પણ થોડા દિવસોમાં આવે છે. ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરો આપીને પોતાને છોડાવી તે રાજગૃહનગરમાં પોતાના ઘરે ગયો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ણત-૪૬૧ ધનવતીએ તેને પૂછ્યું: આટલા દિવસો કયાં રહ્યો હતો? પ્રશ્નનો કોઇક ઉત્તર આપીને તેણે ધનવતીને કામમાં જોડી દીધી. સુરસુંદરીના વિરહથી વ્યાકુળ બનેલો દિવસ પસાર કરીને પૂર્વના ભયથી સંધ્યાએ જ રાજકુલમાં જઇને રહ્યો. પછી પાપોદયથી લોલાક્ષ રાતે શૃંગાર કરીને રતિઘરમાં બેઠેલી અને રાજાના આગમનની રાહ જોતી સુરસુંદરીની પાસે કોઇ પણ રીતે ગયો. તેના આગળ રૂપને જોતો તે જાણે ચિત્રમાં ચિતરેલો હોય તેવો થયો. પરવશ થયેલો તે દોડીને જેટલામાં આલિંગન કરે છે. (૧૫૦) તેટલામાં સુરસુંદરી પાછી હટી ગઈ, અને આ તરફ રાજા પણ ત્યાં આવી ગયો. પછી તેને બંધાવીને ચાબૂક વગેરેથી માર મરાવ્યો. આ તે શું આદર્યું છે ઇત્યાદિ આગ્રહથી તેને પૂછ્યું: ગભરાયેલો તે કંઇપણ ન બોલ્યો. તેથી ઉષ્ણ તલનું તેલ છાંટવું વગેરે વિડંબણાઓથી તેને આખી રાત તે રીતે ધરી રાખ્યો કે જેથી વિલાપ કરતા તેણે લોકને પણ દુઃખી કર્યો. પ્રભાત થતાં કોટવાલે રાજાના આદેશથી તેને ઉદ્યાનમાં મોટા વૃક્ષની શાખામાં લટકાવ્યો. પછી મરી ગયો છે એમ જાણીને રાજપુરુષો અને નગરલોકો ત્યાંથી જતા રહ્યા. કોઇપણ રીતે સંધ્યાએ તેનું બંધન તૂટી ગયું. તેથી તે જમીનમાં પડ્યો. રાતે શીતલ પવન વડે આશ્વાસન (ચૈતન્ય) પમાડાયેલ તે ઊભો થઈને ઘરે ગયો. ધનવતીએ પાલન કરીને તેને કોઇપણ રીતે સારો કર્યો. હવે એક દિવસ નીકળતા રાજાની આગળ મહાન દુંદુભિનો અવાજ સાંભળીને લોલા કોઈપણ માણસને પૂછ્યું: રાજા કયાં જાય છે? તેણે કહ્યું: ત્રિભુવનભાનુ કેવલી અહીં પધાર્યા છે. એથી રાજા એમની પાસે જાય છે. લોલાશે પૂછ્યું: સઘળું અંતઃપુર પણ જાય છે? માણસે કહ્યું: હા. પછી ધનવતીની નજર ચૂકવીને સુરસુંદરીને જોવા માટે દોડીને ત્યાં ગયો. આ તરફ રાજા સુરસુંદરીની સાથે કેવલીને નમીને ઉચિતસ્થાનમાં બેઠો. કેવલીએ ધર્મ કહ્યો. પછી અવસરે રાજાએ કેવલીને પૂછ્યું: હે ભગવન્! જ્યાં બાલક પણ સાક્ષાત્ દોષોને જુએ છે ત્યાં પણ તે માણસ અકાર્યમાં કેમ પ્રવર્યો કે જે માણસને મેં અકાર્યના કારણે મરાવી નાખ્યો. તે જ્ઞાનમહાસાગર! આ કહો. તેથી કેવલીએ કહ્યું છે રાજ! આ કથા મોટી છે, તો પણ સંક્ષેપથી સાંભળો. ભવાવર્તનગરમાં ત્રણ ભુવનનો નિષ્કારણ વૈરી અને સર્વત્ર અખ્ખલિત પ્રતાપવાળો મોહરાજા છે. તથા તેનો રાગકેશરી મોટો પુત્ર છે. વિષયાભિલાષ નામનો તેનો મંત્રી છે. તેના (=વિષયાભિલાષના) પણ “ઈદ્રિય” એવા સામાન્ય નામવાળા પાંચ પુત્રો છે. તે પાંચના વિશેષ નામો ક્રમશઃ આ જાણ- સ્પર્શન, રસન, ઘાણ, દર્શન(=ચક્ષુ) અને શ્રવણ. આમાંની એક એકની અનંતશક્તિ જાણીને મોહરાજા આદિએ એમનો વિચાર કર્યો. તે આ પ્રમાણે– ૧. વાવત્તા વ્યાતિ) શબ્દથી નામધાતુ બનીને સંબંધક કૃદંતનું વાવત્તિક રૂપ બન્યું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨- ચક્ષુઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત ત્રણ લોકને વશ કરવા માટે એક એક પણ સમર્થ છે. તો પછી બધા માટે શું કહેવું? તેથી એમને આ કાર્યમાં (eત્રણ લોકને વશ કરવામાં) આદેશ આપીએ. આ પ્રમાણે નિર્ણય કરીને એમને ત્રણ લોકમાં વિજય મેળવવા માટે રજા આપવામાં આવી. એમના ઉપર (=ઈદ્રિયો ઉપ૨) ભાર મૂકીને તે =મોહરાજા વગેરે) હમણાં સુખમાં રહે છે. કારણ કે એકવડિયો પણ જે ક્રોડો સુભટોના સંઘર્ષમાં જયશ્રી મેળવે છે, તેના પણ માહાભ્યને એકપણ ઇંદ્રિય ક્ષણવારમાં હણી નાખે છે. ઇંદ્ર, નાગેન્દ્ર, ચક્રવર્તી, વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા પણ ઇદ્રિયો વડે રમતથી દાસપણાને કરાવાયા છે. હે રાજન! સર્વ શાસ્ત્રોના પારગામી થઈને જેમણે (સર્વ) વસ્તુઓના પરમાર્થને જાણ્યો છે તેઓ પણ બાળકની જેમ ઇદ્રિયોને વશ થઇને રહે છે. વિશેષ કહેવાથી શું? લોકમાં વિશિષ્ટ લોકથી નિંદાયેલાં સઘળાંય કાર્યોને જે કોઇ કરે છે તે ઇંદ્રિયવશથી જાણ, અર્થાત્ ઇંદ્રિયોને વશ થઈને કરે છે એમ જાણ. હે રાજન! તમે જે પુરુષ વિષે પૂછો છો તે સ્વયં વિશુદ્ધ આત્મા છે. પણ નિષ્કારણ શત્રુ એવી ચક્ષુઇન્દ્રિયથી પ્રેરાયેલો તે પ્રત્યક્ષવિરુદ્ધ તે અકાર્યમાં તે રીતે પ્રવૃત્ત થયો. (૧૭૫) કેવલી આ પ્રમાણે જેટલામાં કહી રહ્યા છે તેટલામાં સુરસુંદરી તરફ દોડતા લોલાક્ષને સુભટોએ બાંધ્યો. એ કલકલ અવાજથી સંભ્રાન્ત થયેલા રાજાએ લોલાક્ષને જોયો એટલે ઓળખ્યો. ભગવાનની પાસે નિગ્રહ કરવો યોગ્ય નથી એમ વિચારીને રાજાએ તેને છોડાવી દીધો. પછી રાજાએ કેવલીને પૂછ્યું: હે ત્રિભુવનગુરુ! આ શું? આને તેવી રીતે મારી નાખ્યો હોવા છતાં આ કેવી રીતે જીવે છે? અને આપની પાસે પણ આવું અકાર્ય કેમ આચરે છે? કેવલીએ કહ્યું: હે રાજેન્દ્ર! આયુષ્ય નિરુપક્રમ હોય તો ઇદ્ર પણ મારવા સમર્થ ન થાય, બીજું પણ કંઈ મારવા સમર્થ ન થાય. તેથી હે રાજન! તમોએ તેને માર્યો છતાં તે મર્યો નહિ. પછી કેવલીએ રાજાને તેનું બંધન કેવી રીતે તૂટી ગયું વગેરે વૃત્તાંત કહ્યોઃ ચક્ષુઇન્દ્રિયની આધીનતાથી પરવશ થઈને સુરસુંદરીને જોતો તે મારી પાસે પણ આ અકાર્ય આચરે છે, ત્યાં સુધીનું બધું કહ્યું. - રાજાએ પૂછ્યું: શું તેણે તમારું પણ ધર્મવચન નથી સાંભળ્યું ? ભુવનગુરુએ હા એમ કહ્યું. એટલે રાજાએ પૂછ્યું: શું બહેરાપણાથી નથી સાંભળ્યું? કેવલીએ કહ્યું: હે રાજેન્દ્ર! તેણે બહેરાપણાથી નથી સાંભળ્યું એવું નથી. પણ એનું પાપ ચિકણું અને નિરુપક્રમ છે. હે રાજન! અમારા જેવાના વચન વગેરે કારણોથી સોપક્રમ કર્મો તૂટે છે. તેથી મારા કહેવા છતાં ધર્મ એના કાનમાં પણ ગયો નથી. ચક્ષુઇન્દ્રિયરૂપ ચોર વડે તેનું મન હરણ કરાવે છતે તેણે એ પણ ન જાણ્યું કે અહીં કોણ છે? હું કોણ છું? આમાં શો દોષ છે? ફરી રાજાએ પૂછ્યું : હે મુનિનાથ! ચક્ષુનો વ્યાપાર તો વિશિષ્ટ જોવા લાયકમાં છે. તો પછી આ સુરસુંદરીના સ્પર્શમાં લુબ્ધ થઈને કેમ દોડે છે? કેવલીએ કહ્યું: હે રાજન્! આ પાપી ઇન્દ્રિયો પરસ્પર મળેલી છે. જેથી એક ઇંદ્રિય જે વસ્તુમાં હઠ કરે, પછી મનરૂપ વાનરબાળકની સાથે સંબંધવાળી પ્રાયઃ Page #90 -------------------------------------------------------------------------- ________________ ચઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૬૩ બધીય ઇન્દ્રિયો ત્યાં જ દોડે છે. બીજી પણ આ વિશેષતા છે. જેવી રીતે લાકડી અંધ પુરુષોની પ્રવૃત્તિનો હેતુ છે, તેવી રીતે બીજી પણ ઇન્દ્રિયોની વિષયમાર્ગમાં પ્રવૃત્તિનું કારણ પ્રાયઃચક્ષુ છે. તેથી દૃષ્ટિ જેના વશમાં છે બધી ઇંદ્રિયો તેના વશમાં જાણ. દૃષ્ટિ જેના વશમાં નથી તે બધી ઇંદ્રિયોના વશમાં છે. તેથી આ બિચારો પહેલાં દૃષ્ટિ નાખે છે. પછી મન ઘૂમે છે. તે મનથી આકર્ષાયેલી સ્પર્શન વગેરે ઇન્દ્રિયો પણ તેને અનુસરે છે. આ લોલાક્ષની જેમ બાકીનું પણ જગત તરતમયોગથી (=ઓછા-વધારે પ્રમાણમાં) ઇન્દ્રિયસુભટોથી બંધાયેલું અને મોહરાજાના બંધનમાં લઇ જવાતું જાણ. રાજાએ પૂછ્યું: હે ભગવન્! ઇંદ્રિયો રૂપ સુભટોનો વિનાશ કરવાનો શું કોઈ ઉપાય છે? કેવલીએ કહ્યુંહે રાજનું છે. પણ તે ઉપાય અતિશય દુષ્કર છે. રાજાએ પૂછ્યું: હે મુનીન્દ્ર! તે કયો ઉપાય છે? કેવલીએ કહ્યું: શ્રેષ્ઠ ઉપાય એ છે કે ગુરુના ચરણમાં મારા સાધુઓએ જે વેષ લીધો છે તે વેષ ગ્રહણ કરાય. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ બાણો હાથમાં કરાય. સંતોષરૂપ બખ્તર ધારણ કરીને મહાન વિવેકરૂપ પર્વતના શિખર ઉપર રહેલા જિનશાસનરૂપ નગરના કિલ્લામાં સંપૂર્ણપણે પ્રવેશ કરાય. ત્યાં સતત સિદ્ધાંતરૂપ મંત્રનો જાપ કરાય. આમ કરવામાં આવે તો ભયથી કાબૂમાં કરાયેલા ઇન્દ્રિયરૂપ સુભટો દર્શન પણ ન આપે, અને ક્રમશઃ એની મેળે જ નાશ પામે. ઇત્યાદિ મુનિવરે કહ્યું એટલે જેના કર્મમલનો સમૂહ ઘટી રહ્યો છે તેવા રાજાએ કહ્યું: બહુ સારો ઉપાય કહ્યો. તેથી હે મુનીન્દ્ર! કૃપા કરીને મને આ ઉપાયમાં પ્રવર્તાવો. કેવલીએ કહ્યું: રુકાવટ (=વિલંબ) ન કરો. (૨૦૦) પછી રાજાએ સુરસુંદરીના જયાધિપ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપ્યો. મહાદાન આપ્યું. જિનમંદિરોમાં વિધિપૂર્વક પૂજાઓ કરી. પછી કેટલાક સામંત, મંત્રી, અંતઃપુર અને નગરલોકથી પરિવરેલા સમરસિંધુર રાજાએ વિધિપૂર્વક દીક્ષા લીધી. પછી તેમણે કેવલીને પૂછ્યું: હે ભગવન્! પછી તે માણસ ક્યાં ગયો? જ્ઞાનીએ કહ્યું: અહીંથી પલાયન થઇને તે નગરની પાસેના સ્થાનમાં ગયો. ત્યાં ઠાકોરની અને અન્યની આગળ રૂપવતી ડૂબી તેના પતિની સાથે ગાઇ રહી હતી. તે ડૂબીને તે જુએ છે. લાંબા કાળ સુધી તે જ પ્રમાણે જોતો રહ્યો. ચક્ષુઇન્દ્રિયને વશ બનેલા તેને ડૂબીના પતિએ ઘેરી લીધો, અને પછી છરીથી છાતીમાં હણ્યો. રૌદ્રધ્યાનને પામેલો તે મરીને ત્રીજી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. અનંતકાળ સુધી સંસારમાં ભમશે. આ પ્રમાણે સાંભળીને રાજર્ષિ ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવીને, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને, કર્મભેદોનો નાશ કરીને મોક્ષમાં ગયા. આ પ્રમાણે લોલાલ ચક્ષુઈન્દ્રિયથી હણાયો. આદિ' શબ્દથી શાસ્ત્ર પ્રસિદ્ધ બીજાં પણ દૃષ્ટાંતો જાણવાં. હવે પછી પણ “આદિ' શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા કરવી. આ પ્રમાણે ચક્ષુઇન્દ્રિયનું દૃષ્ટાંત પૂર્ણ થયું. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪- ધ્રાણેન્દ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગંધપ્રિયનું દૃષ્ટાંત ધ્રાણેન્દ્રિય વિષે ગંધપ્રિયનું દૃષ્ટાંત ઘાણ (ત્રનાક) ઇન્દ્રિયથી કુમાર વગેરે હણાયા. તે આ પ્રમાણે– જેમાં સુંદર નારીઓ ઘણી હતી તેવું વસંતપુર નામનું નગર હતું. બહાર નીકળતા અને રસ્તામાં ચાલતા મનુષ્યોથી તેના માર્ગો સદા સાંકડા હતા. તે નગરમાં જેવી રીતે સિંહ પ્રાણીસમૂહના વનને શોભાવે છે તેવી રીતે પ્રાણીસમૂહના નિવાસને શોભાવનાર નરસિંહ રાજા હતો. તેનો કેવળ દોરાઓથી બનાવાયેલા વસ્ત્રની જેમ કેવળ ગુણોથી નિર્માણ કરાયેલ મોટો પુત્ર હતો. તે બધા જ સ્થળે જે જે વસ્તુને જુએ છે તે તે વસ્તુને સુંઘે છે. ઈષ્ટ વસ્તુઓમાં ઘણો રાગ અને અનિષ્ટ વસ્તુઓમાં ઘણો દ્વેષ કરે છે. તેથી અતિપ્રસંગમાં, અર્થાત્ ઘણો રાગ કે ઘણો જ કરે ત્યારે, વડિલો તેને કહે છે કે અશુભ વસ્તુઓમાં દુર્ગાછા અને શુભવસ્તુઓમાં મૂછ ન કર. કારણ કે લોકમાં સઘળોય લોકપરિણામ અનિત્ય છે. જેથી કરીને ઉપાધિવશથી (=તેવા પ્રકારના નિમિત્તથી, સંયોગથી કે વાતાવરણ વગેરે કારણોથી) સુગંધી વસ્તુ પણ દુર્ગધી અને દુર્ગધી પણ વસ્તુ સુગંધી બની જાય છે. તે આ પ્રમાણેકપૂર અને ચંદન વગેરે અપવિત્ર એવા શરીરના સંગથી જલદી દુર્ગધી થઈ જાય છે. તું જો, ચોખા અને શાક વગેરે સુગંધી પણ આહાર કંઠથી નીચે પસાર થઈ ગયા પછી ક્ષણવારમાં અશુચિપણાને પામે છે. તથા સંસ્કારના કારણે દુર્ગધી પણ પાણી વગેરે વસ્તુઓ ફરી સુગંધી થાય છે. આ પ્રમાણે અસ્થિર મુગલસમૂહમાં આ અશુભ છે એમ વિચારીને દુગંછા શી? અને આ સુગંધી છે એમ વિચારીને મૂછ શી? બહુ જુગુપ્સાને કરતો જીવ ક્રમે કરીને ઉન્માદ પામે છે. લોક જે અશુચિ પદાર્થોની નાક ઢાંકીને નિંદા કરે છે તે સર્વ અશુચિ પદાર્થોની ઉત્પત્તિ પોતાના દેહમાંથી જ થાય છે. માટે ઈષ્ટ વસ્તુઓમાં મૂછને અને અનિષ્ટ વસ્તુઓમાં દુગંછાને છોડીને મધ્યસ્થ બનીને લૌકિક વ્યવહારને અનુસર. આમ અનેક રીતે કહ્યા છતાં ધ્રાણેન્દ્રિયને વશ બનેલો મૂઢ એ સુગંધી વસ્તુઓની પ્રાર્થના કરતો સર્વ સ્થળે ભમે છે. તેથી લોકમાં તેનું ગંધપ્રિય એવું નામ પ્રસિદ્ધિને પામ્યું. તે કપૂર અને પુષ્પ વગેરે વસ્તુઓને સુંઘતા પ્રાયઃ અટકતો નથી. હવે જતે કાળે યૌવનને પામેલા આ કુમારની શોક્ય માતા આ વિચારે છે કે મારો પુત્ર નાનો છે અને આ મોટો છે. તેથી ઉપાયથી તેને મારી નાખું. જેથી કરીને પછી મારો પુત્ર સુખપૂર્વક રાજ્યને પામે. તેથી તેણે તે કોઈપણ ભયંકર વિષ પડીકીમાં બાંધ્યું કે જે વિષ સુંઘવા માત્રથી જ જલદી જીવનને હરી લે. તે કુમાર અપાર નદી જલમાં નાવડીઓ નાખીને શ્રેષ્ઠ યુવાન રાજપુત્રોથી પરિવરેલો બહુવાર ક્રીડા કરે છે. તેથી શોક્ય માતાએ એક દાબડામાં તે વિષ નાખ્યું. તે દાબડો પણ નાની પેટીમાં નાખ્યો. નાની પેટીને પણ બીજી પેટીમાં નાખે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ રસનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રસલોલનું દૃષ્ટાંત-૪૬૫ એ પ્રમાણે બીજી બીજી ઘણી પેટીઓમાં તે વિષ નાખ્યું. તે વિષને ઉપરના ધાટમાં લઇ જઇને તે મોટી નદીમાં વહેતું મૂક્યું. તરતી પેટી ક્રમશઃ જ્યાં કુમાર છે ત્યાં આવી. અને તેણે પેટી ત્યાં સુધી ઉઘાડી કે જ્યાં સુધી દાબડો મળ્યો. તેને પણ ઉધાડતાં પડીકી મળી. તેને છોડીને કુમાર વિષને સુંઘે છે. ક્ષણવારમાં તે પ્રાણોથી મૂકાયો. આ પ્રમાણે ધ્રાણેન્દ્રિયને વશ બનીને જે તે વસ્તુને ન સુંઘવી. સુગંધી અને દુર્ગધી વસ્તુઓમાં મૂછ અને દુર્ગાછા ન કરવી. આ પ્રમાણે ધ્રાણેન્દ્રિયનું કથાનક પૂર્ણ થયું. રસનેન્દ્રિયવિષે રસલોલનું દૃષ્ટાંત જિલ્લા ઇન્દ્રિયથી રાજા વગેરે હણાયા. તે આ પ્રમાણે વિદેહાદેશમાં પ્રત્યેકબુદ્ધ શ્રી નમિરાજર્ષિના ઉત્તમ ચરણકમલોથી પવિત્ર થયેલી અને ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ એવી મિથિલા નગરી છે. ત્યાં વિમલયશ રાજા છે કે જે એક પણ ત્રણ પ્રકારે મનમાં વસે છે. તે આ પ્રમાણે– પરાક્રમથી શત્રુઓના, ગુણોથી ગુણીઓના અને વિલાસથી સ્ત્રીઓના મનમાં વસે છે. હવે એકવાર આ રાજા નગરીની બહાર દેવના આગમનને જુએ છે. તેણે જાણ્યું કે અહીં કોઈ કેવલી પધાર્યા છે. તેથી અંતઃપુર અને નગરજનોથી પરિવરેલો રાજા ઘણા આડંબરથી ત્યાં ગયો. ભક્તિથી કેવલીને વંદન કરીને ખુશ થયેલો તે બેઠો. તેને અતિવિસ્તારથી ધર્મકથાને કહેતા કેવલી ભગવાને કોઇપણ રીતે આ અર્થ કહ્યો-“ઇન્દ્રિયોમાં રસના, કર્મોમાં મોહનીય, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, ગુતિઓમાં મનગુપ્તિ આ ચાર દુઃખેથી જીતી શકાય છે.” તેથી રાજાએ કહ્યું હે ભગવન્! અહીં રસના એટલે જીભ. તે ચક્ષુ અને કાન વગેરેથી અધિક દુર્જય કેવી રીતે છે? કેવલીએ કહ્યું: રસનાનો નિગ્રહ થતાં સુધાથી શ્રાંત શરીરવાળા જીવને ગીત અરતિ ઉત્પન્ન કરે છે, રૂપ વગેરે પણ જાણે બળતા હોય તેવા લાગે છે. પણ રસનાનો નિગ્રહ કરવા અસમર્થ મૂઢ જીવો જુદા જુદા રસવાળા પદાર્થો ખાઇને પછી વિકારોથી ગ્રહણ કરાય છે. તે આ પ્રમાણે સુંદર ગીતોને ઇચ્છે છે. ઉત્તમસ્ત્રીઓના રતિસુખને ઇચ્છે છે. કપૂર, અગર, ચંદનના વિલેપનોને ઇચ્છે છે. જેવી રીતે મૂળમાં સિંચાયેલો વૃક્ષ પુષ્પ-પર્ણોથી સમૃદ્ધ બનીને ઉપર ફળે છે. તેનું મૂળ સુકાઈ જતાં અન્ય પણ સુકાઈ જાય છે. ઇન્દ્રિયરૂપ વૃક્ષ પણ રસથી પુષ્ટ થયેલ રસનારૂપ મૂલ વિસ્તાર પામતાં વિકારોથી ફળે છે. તે રીતે રસનારૂપ મૂળ સુકાઇ જતાં ઇન્દ્રિયરૂપ વૃક્ષ સુકાઈ જાય છે. તેથી રસનેન્દ્રિય જ દુર્જય છે. તે જિતાઇ જતાં બીજી ઇન્દ્રિયો જીતાયેલી જ છે. આ વિષે જે બન્યું છે તે દૃષ્ટાંત સાંભળ. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે ૧. ઘાટ=નદી વગેરેમાં ઉતરવાનો રસ્તો. ૨. વૃક્ષના પક્ષમાં રસ એટલે પાણી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬- રસનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રસલોલનું દૃષ્ટાંત ઘણા કુતૂહલથી યુક્ત ભૂવલય નામનું નગર છે. ત્યાં નિજકર્મ નામનો રાજા છે. તેની બે પત્નીઓ છે. પહેલી પત્નીનું નામ શુભસુંદરી છે. બીજી પત્નીનું નામ અશુભસુંદરી છે. શુભસુંદરીનો વિબુધ નામનો પુત્ર છે. અશુભસુંદરીનો મતિવિકલ નામનો પુત્ર છે. બંને સાથે મોટા થયા હોવા છતાં, સાથે રમ્યા હોવા છતાં, અને સાથે કલાસમૂહને ગ્રહણ કર્યો હોવા છતાં, સ્વભાવથી પરસ્પર ભિન્ન થયા. વિબુધ કૃતજ્ઞ, કુશળ, સરળ, પ્રિય બોલનાર, ત્યાગી, પ્રજ્ઞાપનીય, બુદ્ધિમત અને સ્વભાવથી જ જિતેન્દ્રિય થયો. બીજો તેનાથી વિપરીત થયો. તથા વિશેષથી જીભ ઉપર સંયમથી રહિત હતો. માંસ ખાય છે. દારૂ પીએ છે. રસોથી તૃપ્ત થતો નથી. સૂર્યોદયથી પ્રારંભી સૂવે નહિ ત્યાં સુધી અભક્ષ્ય અને અપેયનું ભોજન કરતો અટકતો નથી. તેથી સકલ લોક તેની નિંદા કરે છે. સ્વજનો શોક કરે છે. દુષ્ટપુરુષો તેના ઉપર હસે છે. શિકાર આદિમાં વિવિધ આપત્તિઓને પામે છે. તો પણ હરણ અને ભૂંડ વગેરે પ્રાણીઓના માંસરસમાં આસક્ત તે નિત્ય પ્રાણીઓને હણે છે. તેથી વિબુધ વિવિધ ઉપદેશોથી તેને રોકે છે. તે વિબુધને કહે છે કે- હે અજ્ઞાની! તું મૂઢ છે. માંસ અને દારૂ આદિના રસને જાણતો નથી. મને પણ તેમનાથી વંચિત કેમ કરે છે? આ જીવલોકમાં જે ખવાય અને પીવાય એ જ સાર છે. જે મળ્યું હોય તેને જેઓ અનુભવતા નથી ભોગવતા નથી તેમનું ડહાપણ શું? આ પ્રમાણે તે વિશુદ્ધ લોકોએ પણ આપેલા ઉપદેશોને ક્યાંય ગણકારતો નથી. રસોમાં અતિશય આસક્ત તે પગલે પગલે દુઃખોને પામે છે. લોકમાં સર્વત્ર તેનું રેસલોલ એવું નામ પ્રસદ્ધિ બન્યું. હવે એકવાર વસંતઋતુમાં ઉજાણી કરવા માટે તે ગયો. (૨૫) અશન વગેરે સ્નિગ્ધ ઘણું પકાવ્યું હતું. રસોઇયાઓએ ત્યાં જઈને રસલોલ રાજપુત્રને વિનંતિ કરી કે, જોયેલા મોદક વગેરે બધું તૈયાર રાખ્યું છે. તેથી કુમાર ત્યાં જ આવીને અંદર પ્રવેશ કરીને જુએ. આ તરફ રસલોલનું આખું શરીર તાવથી જાણે ધખે છે. તો પણ રસોઈ તૈયાર છે એમ સાંભળીને એકદમ ત્યાં ગયો. શ્રેષ્ઠ મોદક, સુગંધી ઘી વગેરેથી સંસ્કારિત કરેલાં શાક વગેરે અને મિષ્ટાન્ન જોયું. તેથી પ્રત્યેક વસ્તુને સુંઘવા લાગ્યો. આસક્તિથી વ્યાકુલ થયેલા તેણે તે જ પ્રમાણે ખાવાનું શરૂ કર્યું. હે રાજપુત્ર! ભોજન ન કરો એમ વૈદ્યો તેને રોકે છે. તમારા શરીરમાં ઘણો તાવ છે. તાવ તરત ઉત્પન્ન થયો હોય (=તાવ નવો હોય) ત્યારે આ પ્રમાણે ભોજન તો દૂર રહ્યું, કિંતુ ઔષધનો પણ તે અધિકારી નથી, અર્થાત્ ઔષધ પણ ન અપાય. તેણે કહ્યું. રે રે! આજ સુધી આટલા પણ કાળથી તમોએ મારા શરીરની પ્રકૃતિને જાણી નથી. મારું શરીર સદા વાયુની અધિકતાવાળું છે, ઊણોદરીથી આ તાવ છે. તેથી શરીરને ૧. રસલોલ એટલે રસમાં લંપટ=આસક્ત. ૨. સ્વાદ વગેરેની અપેક્ષાએ બરોબર છે કે નહીં તેની ખાતરી માટે ચાખીને જોયેલા. Page #94 -------------------------------------------------------------------------- ________________ રસનેંદ્રિયના અનિગ્રહમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [૨સલોલનું દૃષ્ટાંત-૪૬૭ બહુ તૃપ્ત કરી દેતાં આજે જ તાવ ઉતરી જશે. પછી વૈદ્યોએ કહ્યું: તમારા ઓડકારમાં આવતી અજીર્ણની ગંધથી અને શરીરની સ્નિગ્ધતા વગેરે લક્ષણોથી જણાય છે કે તમારો આ તાવ વાયુના કારણે નથી. તેથી સંતૃપ્ત કરાયેલું આ શરીર અનર્થનું કારણ થશે. તેથી આજે લાંઘણ કરવું એ યોગ્ય છે. રસલોલે કહ્યું: જેવી રીતે તમે અજ્ઞાન લોકને લાંઘણ કરાવીને મારો છો તેવી રીતે મને પણ શું મારવાને ઇચ્છો છો? મારા શરીરનું રક્ષણ હું જાતે જ જાણું છું. વૈદ્યોએ કહ્યું: અમે આનાથી અધિક શું કહીએ? તમને જે યોગ્ય લાગે તે કરો. પછી પોતાની ઇચ્છા પ્રમાણે અશનાદિનું ભોજન કરીને રોકવા છતાં હાથણી ઉપર બેસીને બહાર ગયો. ત્યાં પણ વૈદ્ય વગેરેથી રોકાવાતો તે હાથોથી પકડી રખાયો. લોલુપતાથી આકંઠ ખાવા માટે ઉત્સાહિત થયેલો તે ભયંકર અવાજ કરવાપૂર્વક પાકેલા આંબા વગેરેની ઉપર જ ઉલટી કરે છે. રક્ષણ કરો, રક્ષણ કરો એમ કરુણ બૂમ પાડતો તે પૃથ્વી ઉપર પડ્યો. હવે સૂચિકા રોગથી ઘેરાયેલો તે પૃથ્વી ઉપર અગ્નિ રસમાં આળોટે છે. આ સાંભળીને વિબુધ વૈદ્યોની સાથે ત્યાં આવ્યો. (ત્યાં રહેલાઓએ) વિબુધને એનો પૂર્વવૃત્તાંત કહ્યો. પછી વિબુધ તેને પાલખીમાં બેસાડાવીને ઘરે લઇ ગયો. અતિશય ઘણી થઇ રહેલી વેદનાથી દુ:ખી થયેલા રસલોલે વૈદ્યોના ચરણોમાં પડીને કહ્યું: પ્રસન્ન થઇને મને આ એકવાર જીવાડો. તેથી વૈદ્યોએ કહ્યું: તારો આ દોષ ઘણો વધી ગયો છે. તેથી અમારી ચિકિત્સાથી આ દોષ દૂર થાય કે ન થાય તે જાણી શકાતું નથી. જીભ તમારા વશમાં નથી. તમે ડાહ્યા માણસોથી સમજાવી શકાય તેવા નથી. સારા કરાયેલા પણ તમે તે જ પ્રમાણે કરશો. તેથી અહીં કષ્ટ કરવાથી શો લાભ? પછી વૈદ્યોના ચરણોમાં પડીને રસલોલે કહ્યું: આ પ્રમાણે ન બોલો. આજથી તમારું જ સર્વવચન કરીશ, અર્થાત્ તમારું જ કહેલું બધું કરીશ. તેથી માતા-પિતાએ અને વિબુધે (તેને સારો કરવા માટે) વૈદ્યોને કહ્યું. વૈદ્યો પ્રયત્નથી કોઇપણ રીતે તેને સારો કરે છે. પછી એ હિતકર પણ તે વચનોને અનાદર કરીને વનમાં સળગેલા દાવાનલની જેમ કંઇપણ અભક્ષ્ય-અપેયને મૂકતો નથી, અર્થાત્ બધું જ અભક્ષ્ય-અપેય ખાય છે. રોકતા વિબુધ ઉપર ઘણો દ્વેષ ધારણ કરે છે. એક દિવસ બંનેય સાથે જ એક સ્થળે ભોજન કરવા માટે બેઠા. પછી વિબુધે સરળભાવથી કોઇપણ સ્નિગ્ધ-મધુર વસ્તુ કોઇપણ રીતે લીધી. પછી મતિવિકલનું તે પુણ્ય નથી જ, તેથી એ તેવી રીતે અતિશય ગુસ્સે થયો કે જેથી તેણે આંખોથી પણ કંઇ પણ જોયું નહિ. પછી તેણે મનમાં વિચાર્યું: આ દુષ્ટ મને રોકે છે. સ્નિગ્ધ વગેરે બધું એકલો જ ખાશે. (૫૦) જે સાવકો ભાઇ વૈરી હોય તે હિતકર ક્યાંથી થાય? તેથી એને મારી નાખું એમ વિચારીને છરી ખેંચે છે, અને વિબુધ ઉપર ઘા મૂકે છે. વિબુધ કુશળતાથી ઘાને નિષ્ફળ બનાવે છે. વિબુધ વિચારે છે કે, જુઓ. અહો! બંધુ પણ નિષ્કારણ જ કેવું વર્તન કરે છે? તેથી આજથી મારે આ ગૃહવાસથી શું? કોલાહલ વર્તી રહ્યો હતો ત્યારે આ પ્રમાણે વિચારીને તે નીકળી ગયો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮- રસનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રસલોલનું દૃષ્ટાંત રસ્તામાં જતા તેણે ઉદ્યાનમાં કોઈ સ્થળે સુવર્ણકમલ ઉપર બિરાજેલા ચાર જ્ઞાનને ધારણ કરનાર એક મુનિવરને જોયા. પછી હર્ષ પામેલો તે મુનિવરને ભક્તિથી પ્રણામ કરીને ત્યાં બેઠો. અતિવિસ્તારથી ધર્મ સાંભળીને તેને સંવેગ ઉત્પન્ન થયો. અને ઘણા પરમાર્થના જાણકાર બનેલા તેણે અવસરે તે સાધુને પૂછ્યું: હે ભગવન્! તે મારો ભાઈ તે રીતે અનર્થોમાં કેમ વર્તે છે? આપે જ્ઞાનથી સંપૂર્ણ ત્રિભુવનને જાણ્યું છે. આપ મને આ કહો. પછી મુનિએ કહ્યું: હે સુંદર! તેનો દોષ ઘરમાંથી ઉત્પન્ન થયો છે. તેથી વિસ્મય પામેલા વિબુધે પૂછ્યું: હે મુનીન્દ્ર! આ દોષ ક્યો છે? મુનિએ કહ્યું તેની અશુભસુંદરી જે માતા છે તે તેની કુનીતિથી ગુસ્સે થઈને તેને શિખામણ આપવાના ઉપાયોને વિચારે છે. અને તેનો ક્રાત્મા મોહરાજા દિયર છે. પોતાના પુત્ર ઉપર મોહરાજા ગુસ્સે થયો છે. એમ તેણે જાણ્યું. આથી અમારા બેનું સમાન કાર્ય છે એમ વિચારીને તેની પાસે જઈને તેને ઉત્સાહિત કરે છે કે ઉન્મત્ત મારા પુત્રને તું શિખામણ આપ. મોહરાજાએ કહ્યુંઃ ત્રણ જગતનું દમન કરવા માટે સમર્થ એવી પાંચ ઇન્દ્રિયો પૂર્વે મેં તેની પાસે મોકલી છે. પણ વિશેષથી તારા પુત્ર પાસે રસનાને મોકલીએ. રસના ત્રિભુવનથી પણ ન જીતી શકાય તેવી છે. બાકીની ઇન્દ્રિયો સ્વયમેવ તેની પાછળ જશે. રસનેન્દ્રિય તેને પોતાના વશમાં રાખીને તારા અને અમારા ઉત્તમ ઉત્કર્ષને ઉત્પન્ન કરશે. આમ કહીને મોહરાજાએ રસનાને મોકલી. તેથી અશુભસુંદરીએ દિયરને કહ્યું: આટલાથી આપણા કાર્યની સિદ્ધિ નહિ થાય. કારણ કે આ રસના સ્વભાવથી મધ્યસ્થ છે, પોતે જીવોના વિકારને પ્રગટ કરતી નથી. એ એકલી પરમમુનિઓની પાસે પણ રહે છે. તેથી તેને સહાય કરનારી લોલતા(=આસક્તિ) દાસી આપ, કે જેણે કપટોથી વિશ્વને પણ બાંધીને તારા વશમાં કર્યું છે. પછી મોહરાજાએ વિચાર્યું: આણે સારું કહ્યું. કારણ કે શિષ્ટોથી આપણું ઇચ્છિત કાર્ય સિદ્ધ ન થાય. હવે તેણે લોલતાને પણ તે રીતે ઉત્સાહિત કરીને તેની પાસે મોકલી કે જે રીતે આજે પણ તે તારા બંધુને અનંતદુઃખનું ભાન કરશે. તારી સાવકીમાતા અને મોહરાજા તારા પણ છિદ્રોને જુએ છે. જો તું ઉપાય કરવામાં ન લાગે તો તારી પણ તે જ ગતિ છે. ભય પામેલા વિબુધે પૂછ્યું: હે મુનિવરેન્દ્ર! તે ઉપાય કયો છે? મુનિએ કહ્યું. મારા શિષ્યો સદા જ જે આચરે છે તે ઉપાય છે. તેથી ભાવાર્થને જાણનારા વિબુધે ત્યાં દીક્ષા લીધી. ક્રમે કરીને લોલતાની સાથે ઇન્દ્રિય સૈન્યનો ચૂરો કરી નાખ્યો. કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પૃથ્વીતલમાં વિચરતો તે હું અહીં આવ્યો છું. હે રાજન! આ પ્રમાણે રસના અતિશય દુષ્ટ છે. પછી વિમલયશ રાજાએ ભયસહિત અને કૌતુકપૂર્વક પૂછ્યું: હે ભગવન્! તે અકુશલગતિવાળા મતિવિકલે પણ આગળ શું પ્રાપ્ત કર્યું? (૭૫) તેથી કેવલીએ કહ્યું: સતત અનર્થોમાં પ્રવર્તતા તે બિચારાને લોલતાએ નિઃશંકપણે ઉત્સાહિત કર્યો. પિતાએ તેને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. પછી લોલતા તેને અન્ય અન્ય માંસ વગેરે રસો ખવડાવે છે. એકવાર તેના માટે રંધાયેલું માંસ બિલાડી ખાઈ ગઈ. તેથી ભય પામેલા રસોઇયાએ શેરીમાં નજીકમાં ક્યાંક રમતા બાળકને લઈને હણીને તથા જલદી રાંધીને રાજાને ભોજન કરાવ્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુકુમાલિકાની અને રાજાની કથા-૪૬૯ હે! હે! પૂર્વે નહિ ખાધેલું આ કોઈ માંસરસ ખૂબ શ્રેષ્ઠ છે એમ કહીને રાજાએ આગ્રહથી રસોઇયાને પૂછ્યું. રાજાએ અભય આપ્યું એટલે રસોઇયાએ (સત્ય) કહ્યું. લોલતાએ કહ્યું હવેથી સદાય આ પ્રમાણે જ તું કર. ત્યાર પછી ખુશ થયેલો રાજા પણ દરરોજ ગુપ્તપણે નગરના એક એક બાળકને મરાવીને ભોજન કરે છે. મંત્રીઓને ખબર પડતાં રાજાને ઘણીવાર અટકાવ્યો. પણ રાજા કોઈપણ રીતે ન અટક્યો. આથી તેને બંધાવીને જંગલમાં મૂકી દીધો. રાજ્ય મારા નાનાભાઇને આપ્યું. ત્યાં પણ રસલોલ સાર્થથી ભ્રષ્ટ થયેલા માણસનું હરણ કરીને તેને ખાતો દિવસો પસાર કરે છે. હવે ક્યારેક પર્વતની મેખલા ઉપર ભીલપત્નીના બાળકને ખેંચીને મારીને ખાધું. તેથી અતિશય ગુસ્સે થયેલા ભીલે આવીને બાણોથી તેને સંપૂર્ણપણે ભેદીને મારી નાખ્યો. તેથી રસલોલ મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. રસના દોષથી આગળ પણ અનંત સંસારમાં ભમશે. પોતાનું ચરિત્ર કહેવું એ મોટા પુરુષો માટે અનુચિત હોવા છતાં લાભ થાય એ માટે રસલોલ રાજાના ચરિત્રના પ્રસંગથી પોતાનું ચરિત્ર પણ મેં તમને કહ્યું. હર્ષ પામેલા રાજાએ કહ્યું હે મુનીન્દ્ર! સ્વચરિત્રરૂપ અમૃતવર્ષાથી જેવી રીતે મારા બે કર્ણોને શાંત કર્યા તે જ રીતે પ્રસન્ન થઈને પૂર્વે આપે ચાર જ્ઞાનને ધારણ કરનારા મુનિની પાસે ઇન્દ્રિયરૂપ સૈન્યનો ચૂરો કરી નાખનારા જે ઉપાયને સ્વીકાર્યો તે ઉપાય મને પણ આપો. પછી ઘણા આડંબરથી મુનીન્દ્ર વિમલયશરાજાને દીક્ષા આપી. પછી વિમલયશમુનિ કેવલજ્ઞાન પામીને વિબુધ કેવળીની સાથે સિદ્ધ થયા. આ પ્રમાણે જિલ્લાઇન્દ્રિય વિષે રસલોલુપ રાજાનું કથાનક પૂર્ણ થયું. સ્પર્શનેન્દ્રિય વિષે સુકુમાલિકાનું દૃષ્ટાંત સ્પર્શનેન્દ્રિયમાં પતિ તરીકે સુકુમાલિકાનો સંબંધી રાજા અર્થાત્ સુકુમાલિકાનો પતિ રાજા રાજ્યભ્રંશ આદિ દુઃખને પામ્યો. તે આ પ્રમાણે વસંતપુર નામનું નગર છે કે જ્યાં લોક પરાર્થથી વિમુખ હોવા છતાં સદા પરાર્થ કરનારો હતો, તથા ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગને સેવતો હતો. જેનું શરીર નંદનવનની જેમ અતિશય ઘણા વિલાસથી શોભાયુક્ત છે તે જિતશત્રુ રાજા તે નગરનું પાલન કરે છે. તેની અતિશય રૂપવતી સુકુમાલિકા નામની મુખ્ય રાણી હતી. તેના શરીરની વિશેષ પ્રકારની સુકોમળતાથી શિરિષ પુષ્પ પણ પરાભવ પામ્યું. રાજા કોઇપણ રીતે તેના કોમલ સ્પર્શમાં તેટલો બધો અનુરાગી બન્યો કે જેથી તેણે દેશની, રાજ્યની ૧. મેખલા = પર્વતનો મધ્યપ્રદેશ. ૨. પરાર્થથી વિમુખ એટલે પરધનથી વિમુખ, અર્થાત્ પરધનને ગ્રહણ કરતો ન હતો. પરાર્થ કરનારો એટલે પરોપકાર કરનારો. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦- સ્પર્શનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુકુમાલિકાની અને રાજાની કથા અને પરિજનની સઘળીય ચિંતા છોડી દીધી. મંત્રીઓએ અનેકવાર કહ્યું છતાં જ્યારે કોઇપણ રીતે અટકતો નથી ત્યારે રાતે સુકુમાલિકાની સાથે પલંગમાં સૂતેલા તેને જંગલમાં મૂકી દીધો. તેના પુત્રને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. રાજા-રાણી જંગલના માર્ગે ચાલ્યા. રાણી માર્ગમાં થાકી ગઈ અને અતિશય તરસી બની. આગળ જવા માટે સમર્થ ન થઇ. તેથી રાજા તેને એક સ્થળે રાખીને બધા સ્થળે પાણીની તપાસ કરે છે. પાણી ક્યાંય મળતું નથી. તેથી રાજા છૂરીથી પોતાના બાહુઓમાંથી લોહી કાઢીને પડિયામાં નાખે છે. તેમાં મૂળિયું નાખીને તેને પાણી જેવું સ્વચ્છ કરે છે. પછી દેવીને પીવડાવે છે. રાણી અત્યંત સ્વસ્થ બની. બીજો આહાર મળતો નથી. તેથી રાજા પોતાના સાથળના માંસ વગેરેને કાપીને સંરોહિણી વનસ્પતિના મૂળિયાથી વણોને રુઝવે છે. પછી તે માંસને વનના અગ્નિમાં પકાવીને આ સસલાનું માંસ છે ઇત્યાદિ બહાનાથી રાણીને આપે છે. આ પ્રમાણે ગંગાનદીના કિનારે એક સ્થળે નગરમાં પહોંચ્યા. ત્યાં રાજા રાણીના આભૂષણરૂપ 'પશ્યના મૂલ્યથી વેપાર કરે છે. કેટલાક દિવસ પછી રાણીએ રાજાને કહ્યું. પૂર્વે હું કંચુકી અને સખિજન (=સાહેલીઓ)થી કરાયેલા વાંસળી, વીણા અને વિનોદથી ટેવાયેલી છું. પૂર્વે આ રીતે રહીને હવે ઘરમાં એકલી કેવી રીતે રહી શકું? તેથી મને સહાયક કોઈક માણસ આપો. આ અવિકારી છે એમ વિચારીને રાજાએ પાંગળા માણસને ઘરે રાખ્યો. રાજાએ એ ન જાણ્યું કે વનમાં વેલડીઓ નજીકના જ વૃક્ષ ઉપર ચડે છે, પછી ભલે તે આંબો હોય કે લીમડો હોય. એ પ્રમાણે સ્ત્રીઓ પણ ઉત્તમ કે અધમ, ગુણી કે ગુણહીન નજીકના જ પુરુષને સેવે છે. કારણ કે સ્ત્રીઓમાં સંગત જ યોગ્ય બને છે, અર્થાત્ સ્ત્રીઓમાં સંગતની જ અસર થાય છે, ગુણ-દોષની ચિંતા હોતી નથી. હોંશિયાર લંગડા પુરુષે શૃંગારમય કથા અને ગીત આદિથી રાણીને આકર્ષી લીધી. રાણી તેના પ્રત્યે અનુરાગવાળી બનીને તેની સાથે મળી ગઈ, અર્થાત્ બંને એક થઈ ગયા. હવે તે પતિને મારવાને ઇચ્છે છે. ગંગાનદીના કાંઠે ઉજાણી માટે ગયેલો રાજા જ્યારે કોઈ જાતની શંકા વિના કિનારે બેઠો હતો ત્યારે તેને ધક્કો મારીને પાણીમાં નાખી દીધો. એક નગર પાસે તે કાંઠા ઉપર આવ્યો. થાકેલો તે વૃક્ષની નીચે સૂઈ ગયો. પુણ્યથી વૃક્ષછાયા તેના ઉપરથી ક્ષણવાર પણ દૂર થતી નથી. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. તેથી મંત્રીઓએ અશ્વને તૈયાર કરીને નગરમાં ફેરવ્યો. નગરમાંથી બહાર જઈને (જ્યાં જિતશત્રુ રાજા છે ત્યાં) ઊભો રહે છે. જિતશત્રુ રાજા તેની પીઠ ઉપર ચડે છે=બેસે છે. પછી ત્યાં મહાન રાજા બનેલો તે રાજ્યનું પાલન કરે છે. આ તરફ સુકુમાલિકા પણ (બધું) ધન ભોગવી ત્યાં ગઈ. પછી પાંગળાને કોથળામાં નાખીને એ કોથળાને મસ્તક ઉપર ઉપાડતી તે દરેક ઘરે ભીખ માગે છે અને પાંગળો સંગીત ગાય છે. (લોકોથી) પૂછાયેલી તે લોકમાં કહે છે કે માતા-પિતાએ, દેવોએ અને બ્રાહ્મણોએ આવો જ પતિ મને આપ્યો. હું ૧. પણ્ય= વેચવા યોગ્ય વસ્તુ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયજયદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇન્દ્રિયોમાં આસક્તને થતા દોષો-૪૭૧ આને પરણી છું. શીલને પાળતી પતિવ્રતા હું આની પણ સેવા કરું છું. આ પ્રમાણે નગર વગેરેમાં ફરતી તે દૈવયોગથી જ્યાં જિતશત્રુ રાજા રાજ્ય પાળે છે તે નગરમાં આવી. પછી નગરમાં ફરતી એને કોઈપણ રીતે રાજાએ જોઇ. સ્વયં ગવાક્ષમાં રહેલા રાજાએ પૃથ્વી ઉપર રહેલી તેને બોલાવીને પૂછ્યું. તેણે હું પતિવ્રતા છું ઇત્યાદિ કહ્યું. પછી રાજાએ કહ્યું: બાહુનું લોહી પીધું, સાથળનું માંસ ખાધું, પતિને ગંગાનદીમાં ડૂબાડ્યો. તે પતિવ્રતા! સારું સારું. પછી રાજાએ એને દેશ બહાર ચાલી જવાની આજ્ઞા કરી. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય આ ભવમાં રાજાને દુઃખનું કારણ થઈ અને રાણીને વિશેષથી દુઃખનું કારણ થઈ. આ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય વિષે સુકુમાલિકાનું અને રાજાનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે એક એક પણ ઇન્દ્રિયથી જીવો હણાયા છે, તો પછી પાંચ ઇન્દ્રિયોથી હણાય તેમાં શું કહેવું? કહ્યું છે કે-“શબ્દમાં આસક્ત બનેલો હરણ, સ્પર્શમાં આસક્ત બનેલો હાથી, રસમાં આસક્ત બનેલું માછલું, રૂપમાં આસક્ત બનેલો બિચારો પતંગ અને ગંધથી સાપ નાશ પામ્યો. (૧) જ્યાં પરમાર્થને ગ્રહણ ન કરવાથી પાંચમાં આસક્ત બનેલા પાંચ વિનાશને પામ્યા ત્યાં પાંચમાં આસક્ત બનેલો મૂઢ એક અંતે ભસ્મીભૂત થઈ જાય છે. (૨) [૨૭૨-૨૭૩] ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત બનેલાઓના આ લોક સંબંધી અને પરલોક સંબંધી દોષોને કહે છે सेवंति परं विसमं, विसंति दीणं भणंति गरुयावि । इंदियगिद्धा इहई, अहरगई जंति परलोए ॥ २७४॥ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવો આ લોકમાં બીજાની સેવા કરે છે, 'વિષમસ્થાનમાં પ્રવેશ કરે છે, મોટા માણસો પણ દીન બોલે છે, પરલોકમાં દુર્ગતિને પામે છે. [૨૭૪] ઇન્દ્રિયોને વશ બનેલાઓનાં દુઃખો અનંત હોવાથી તે દુઃખોને સંપૂર્ણપણે કહેવાની પોતાની શક્તિને ન જોતા અને ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે नारयतिरियाइभवे, इंदियवसगाण जाइं दुक्खाइं । मन्ने मुणिज नाणी, भणिउं पुण सोऽवि न समत्थो ॥ २७५॥ ઇન્દ્રિયોને વશ બનેલા જીવોને નારક અને તિર્યંચ આદિના ભવમાં જે દુઃખો થાય છે તે દુઃખોને હું માનું છું કે જ્ઞાની જાણે છે તો પણ કહેવા માટે સમર્થ નથી. ૧. અથવા લિંક્ટમાં પ્રવેશ કરે છે, અર્થાત્ સંકટને પામે છે. ઉ. ૭ ભા.૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨-ઇંદ્રિયજયદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇંદ્રિયોમાં આસક્તને થતા દોષો વિશેષાર્થ– ઇન્દ્રિયોને વશ બનેલા જીવોને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવોમાં બંધન, તાડન, `મારણ વગેરે જે દુઃખો થાય છે, હું માનું છું કે તે સઘળાંય દુઃખોને કેવલજ્ઞાની જાણે છે, આમાં સંશય નથી, છતાં પ્રત્યેક દુ:ખને બીજાને કહેવા માટે કેવલજ્ઞાની પણ સમર્થ નથી. કારણ કે દુઃખો અનંત છે, અને કેવલીનું આયુષ્ય પરિમિત છે. તો પછી તે દુઃખોના અંશને પણ ન જોતા અમારા જેવાઓની તે દુઃખોને કહેવાની શક્તિ ક્યાંથી હોય? આથી અતિપ્રયત્નથી સર્યું. [૨૭૫] હવે ઇન્દ્રિયદ્વારનો ઉપસંહાર કરતા અને હવે પછી કહેવાશે તે કષાયનિગ્રહ દ્વારની પ્રસ્તાવનાને કરતા સૂત્રકાર કહે છે– तो जिणसु इंदियाई, हणसु कसाए य जइ सुहं महसि । सकसायाण न जम्हा, फलसिद्धी इंदियजए वि ॥ २७६ ॥ આથી જો તું સ્વર્ગ-અપવર્ગના સુખને ઇચ્છે છે તો ઇન્દ્રિયોનો જય કર, અને કષાયોનો ઉચ્છેદ કર. કારણ કે કષાયસહિત જીવોને ફલની સિદ્ધિ=પ્રાપ્તિ થતી નથી. વિશેષાર્થ– કદાચ કોઇને એમ થાય કે માત્ર ઇન્દ્રિયજયથી જ યથોક્ત (=શાશ્વતસુખ) ફલની સિદ્ધિ થઇ જશે. આના જવાબમાં અહીં કહ્યું કે કષાયસહિત જીવોને ઇન્દ્રિયજયમાં પણ ફલસિદ્ધિ થતી નથી. [૨૭૬] આ પ્રમાણે જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તેમણે ઇન્દ્રિયોને સ્વાધીન કરી લીધી છે. ઇન્દ્રિયોનું સામર્થ્ય ઇન્દ્રિયવિપાક આદિ વિશેષ રીતે વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેથી જો ઇષ્ટ અર્થની સિદ્ધિની ઇચ્છા હોય તો પરમાર્થને જાણનારા જીવોએ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન કરવી જોઇએ. (૧) આ સંસારમાં નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં વિષયોના કારણે શારીરિક કે માનસિક જે કંઇપણ દુ:ખ છે તે સઘળું ય દુ:ખ નહિ જિતાયેલી ઇન્દ્રિયોએ કરેલી ચેષ્ટા જાણ. સુખ પણ જે કંઇ છે તે સઘળું ય સુખ ઇન્દ્રિયજયનું કાર્ય જાણ. (૨) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાની વૃત્તિમાં ભાવનાદ્વારમાં ઇન્દ્રિયજયસ્વરૂપ પ્રતિદ્વાર સમાપ્ત થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ઇન્દ્રિયજયસ્વરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૧. મારણ=માર મારવો કે મારી નાખવું. Page #100 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [કષાયોનું સ્વરૂપ-૪૭૩ કષાયનિગ્રહદ્વાર હવે હમણાં જ (=ર૭૬મી ગાથામાં) જેનો સંબંધ જોડ્યો છે તે જ કષાયનિગ્રહ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આ કારમાં જે અર્થો કહેવાશે તે અર્થોનો (=ારોનો) સંગ્રહ કરનારી ગાથાને કહે છે– तेसि सरूवं भेओ, कालो गइमाइणो य भणियव्वा । पत्तेयं च विवागो, रागद्दोसंतभावो य ॥ २७७॥ કષાયોનું સ્વરૂપ, ભેદ, કાલ, ગતિ આદિ, પ્રત્યેકનો વિપાક અને રાગ-દ્વેષમાં અંતર્ભાવ (સમાવેશ) આ અર્થો (=ારો) કહેવા. વિશેષાર્થ– સ્વરૂપ- કષાયોનું કષાય એવું નામ યથાર્થ છે એ કથનરૂપ સ્વરૂપ કહેવું. ભેદ– ભેદો=પ્રકારો કહેવા. કાલ– અવસ્થાન રૂપ કાળ કહેવો, અર્થાત્ કયા કષાયો કેટલો સમય રહે તેમ કાળ કહેવો. ગતિ– દેવગતિ આદિ ગતિ કહેવી, અર્થાત્ કયા કષાયથી કઈ ગતિની પ્રાપ્તિ થાય એમ ગતિ કહેવી. “આદિ' શબ્દથી નરકગતિ વગેરેમાં ક્રોધ આદિનું અસ્તિત્વ(=વિદ્યમાનતા) વગેરે કહેવું. વિપાક- ક્રોધ વગેરે પ્રત્યેક કષાયનો આ લોક સંબધી અને પરલોક સંબંધી ફળરૂપ વિપાક કહેવો. રાગ-દ્વેષમાં અંતર્ભાવ- કયા કષાયનો રાગમાં અને કયા કષાયનો દ્વેષમાં અંતર્ભાવ થાય છે તે કહેવું. [૨૭૭] તેમાં સ્વરૂપદ્વારને આશ્રયીને કહે છેकम्मं कसं भवो वा, कसमाओ सिं जओ कसाया उ । संसारकारणाणं मूलं, कोहाइणो ते य ॥ २७८॥ કષાય શબ્દમાં કષ અને આય એમ બે શબ્દ છે. તિર્યંચ આદિ ગતિમાં પ્રાણિઓને જે મારે તે કષ. કર્મ જીવોને મારે છે. આથી કષ એટલે કર્મ. અથવા કષશબ્દનો બીજો અર્થ આ પ્રમાણે છે- જેમાં પ્રાણીઓ પરસ્પરને મારે તે કષ. ચાર ગતિરૂપ સંસારમાં જીવો પરસ્પરને મારે છે. એથી કષ એટલે ચારગતિ રૂપ સંસાર. આય એટલે લાભ. કષનો (કર્મનો કે સંસારનો) આય (=લાભ) જેનાથી તે કષાય. ક્રોધ-માનમાયા-લોભથી કષનો લાભ થાય છે માટે ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાય છે. આમ ક્રોધ વગેરે કષાયો યથાર્થ નામવાળા છે. અર્થાત્ જેવું નામ છે તેવું જ કાર્ય કરનારા છે. આ ચાર કષાયો સંસારના અસંયમ વગેરે કારણોમાં=મુખ્ય છે, અર્થાત્ સંસારના અસંયમ વગેરે જે કારણો છે તે કારણોમાં કષાયો મુખ્ય છે. [૨૭૮] Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪- કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાયના ભેદો હવે ભેદવારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેकोहो माणो माया, लोभो चउरोऽवि हुंति चउभेया । अणअप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ २७९॥ ક્રોધ, માન, માયા, લોભ એ ચારેય ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અને સંજ્વલન ક્રોધ. એ જ પ્રમાણે માન, માયા અને લોભના પણ આ જ ચાર પ્રકારો છે. [૨૭૯] હવે “અનંતાનુબંધી' શબ્દનો શો અર્થ છે તે કહે છે– बंधिंति भवमणंतं, ते अ अणंताणुबंधिणो भणिया । एवं सेसाऽवि इमं, तेसि सरूवं तु विनेयं ॥ २८०॥ જે અનંત સંસારનો અનુબંધ કરે=પરંપરા કરે તેને અનંતાનુબંધી કહ્યા છે. એ પ્રમાણે અન્ય અપ્રત્યાખ્યાનાવરણ વગેરે કષાયોનો પણ શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ કરવો. તે કષાયોનું સ્વરૂપ આ (=નીચેની ગાથાઓમાં કહેવામાં આવશે તે) જાણવું. વિશેષાર્થ– ઉદયને પામેલા (=ઉદયમાં આવેલા) જે કષાયો જીવોના અનંત સંસારનો અનુબંધ કરે પરંપરા કરે, અર્થાત્ જીવોનું અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું નિશ્ચિત કરે, તે અનંતાનુબંધી. અનંતાનુબંધી ક્રોધ વગેરે સર્વ પ્રકારના સમ્યકત્વના પણ ઘાતક છે. આ કષાયો બધા કષાયોમાં અધિક તીવ્ર છે. જેવી રીતે અનંતાનુબંધી કષાયોનો શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ કર્યો તે રીતે અપ્રત્યાખ્યાનાવરણ વગેરે કષાયોનો પણ શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ કરવો. તે આ પ્રમાણે– અપ્રત્યાખ્યાનાવરણ શબ્દમાં અ, પ્રત્યાખ્યાન અને આવરણ એમ ત્રણ શબ્દો છે. અ એટલે અલ્પ. પ્રત્યાખ્યાન એટલે પચ્ચકખાણ. આવરણ એટલે રોકનાર. જે અલ્પ પણ પ્રત્યાખ્યાનને રોકે તે અપ્રત્યાખ્યાનાવરણ. સમ્યકત્વની પ્રાપ્તિ થવા છતાં જેના ઉદયમાં જીવો કાકમાંસની વિરતિ જેટલું અલ્પ પણ પ્રત્યાખ્યાનને કરવા સમર્થ ન બને તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ છે. અનંતાનુબંધી કષાયોથી આ કષાયો ઓછા તીવ્ર છે. પ્રત્યાખ્યાનાવરણ શબ્દમાં પ્રત્યાખ્યાન અને આવરણ એમ બે શબ્દો છે. જે પ્રત્યાખ્યાનને રોકે તે પ્રત્યાખ્યાનાવરણ. અહીં પ્રત્યાખ્યાન શબ્દથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાન સમજવું. કારણ કે સર્વવિરતિ જ યથોક્ત પ્રત્યાખ્યાન છે. તેથી પ્રત્યાખ્યાનાવરણ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય- દેશવિરતિ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થવા છતાં જે કષાયો સર્વવિરતિરૂપ ૧, અહીં ટીકામાં રહેલા બદ્રિ શબ્દનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાયના ભેદો-૪૭૫ પ્રત્યાખ્યાનને રોકે - =ન કરવા દે તે પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ. આ કષાયો અપ્રત્યાખ્યાનાવરણ કષાયથી પણ ઓછા તીવ્ર છે. ઔદિયકભાવમાં લાવે તે સંજ્વલન. સર્વવિરતિ પ્રાપ્ત થવા છતાં જે કષાયો ચારિત્રીને પણ ક્ષણવાર ઔદિયકભાવમાં લાવે તે સંજ્વલન ક્રોધાદિ. આ કષાયો મંદ છે. હવે જલરેખા વગેરે દૃષ્ટાંતથી કષાયોનું કંઇક વિશેષ સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે કે- અનંતાનુબંધી વગેરે પ્રકારના ક્રોધ વગેરેનું સ્વરૂપ આ (=નીચેની ગાથાઓમાં કહેવાશે તે) જાણવું. [૨૮૦] તે સ્વરૂપ શું છે? એવી આશંકા કરીને બે ગાથાઓને કહે છે— जलरेणुपुढविपव्वयराईसरिसो चउव्विहो कोहो । तिणिसलयाकट्ठट्ठियसेलत्थंभोवमो माणो ॥ २८१॥ मायाऽवलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा । लोहो हलिद्दखंजणकद्दमकिमिरागसामाणो ॥ २८२॥ ક્રોધ જલરેખાસમાન, રેણુરેખાસમાન, પૃથ્વીરેખાસમાન અને પર્વતરેખાસમાન એમ ચાર પ્રકારનો છે. માન નેતરસમાન, કાષ્ઠસમાન, અસ્થિસમાન અને શૈલસ્તંભસમાન એમ ચાર પ્રકારનો છે. માયા વાંસછાલસમાન, ગોમૂત્રિકાસમાન, ઘેટાના શીંગડાસમાન અને ઘનવાંશના મૂળિયાસમાન એમ ચાર પ્રકારની છે. લોભ હળદરરંગસમાન, મેસસમાન, કાદવસમાન, અને કિરમજીરંગસમાન એમ ચાર પ્રકારનો છે. વિશેષાર્થ સંજ્વલનક્રોધ જલરેખાસમાન છે. જેવી રીતે લાકડી આદિથી પાણીમાં કરાતી રેખા (–લીટી) જલદી દૂર થાય છે, તે રીતે જે કોઇપણ રીતે ઉદયને પામે છે, પણ જલદી જ દૂર થાય છે, તે સંજવલન ક્રોધ કહેવાય છે. રેણરેખાસમાન ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કહેવાય છે. આ ક્રોધ સંજ્વલનની અપેક્ષાએ તીવ્ર હોવાથી રેણુમાં (=ધૂળમાં) કરેલી રેખાની જેમ લાંબા કાળે દૂર થાય છે. પૃથ્વી રેખાસમાન ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કહેવાય છે. જેવી રીતે ફાટેલી પૃથ્વીની રેખા કચરા આદિથી પૂરવામાં આવે ત્યારે કષ્ટથી દૂર થાય છે, એ પ્રમાણે આ ક્રોધ પણ પ્રત્યાખ્યાનાવરણની અપેક્ષાએ કષ્ટથી દૂર કરી શકાય છે. ફાડેલા (બે વિભાગ કરેલા) પર્વતની રેખાસમાન ક્રોધ અનંતાનુબંધી ક્રોધ છે આ ક્રોધ કોઇપણ રીતે દૂર ન કરી શકાય તેવો છે. ચાર પ્રકારનો ક્રોધ કહ્યો. હવે ચાર પ્રકારનો માન કહેવાય છે– નેતરની સોટીસમાન માન સંજ્વલન છે. નેતરની સોટી સુખપૂર્વક નમે છેવળે છે. એ પ્રમાણે જે માનના ઉદયમાં પોતાના આગ્રહને છોડીને સુખથી જ નમે છે તે માન સંજ્વલન છે. જેવી રીતે અક્કડ કોઇક Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬-કષાયનિગ્રહદ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાયોના ભેદો કાષ્ઠ ( લાકડું) અગ્નિની ગરમી વગેરે ઘણા ઉપાયોથી કષ્ટથી નમે છે–વળે છે, એ પ્રમાણે જે માનના ઉદયમાં જીવ પણ કષ્ટથી નમે તે કાષ્ઠસમાન માન પ્રત્યાખ્યાનાવરણ માન છે. એ પ્રમાણે અસ્થિ એટલે હાડકું. અસ્થિસમાન પ્રત્યાખ્યાનાવરણ માનમાં ભાવના સ્વયં જ કરવી. ફક્ત તે અધિક કષ્ટથી નમાવી શકાય તેવો છે. સ્તંભ એટલે થાંભલો શીલામાં ઘડેલો થાંભલો. તે લિસ્તંભ. શૈલસ્તંભ સમાન માન અનંતાનુબંધી માન છે. આ માનને કોઈ પણ રીતે નમાવી શકાય નહિ. વાંસની છાલસમાન માયા સંજવલન છે. છોલાતા ધનુષ્ય વગેરેની જે વાંકી છાલ પડે છે, જેવી રીતે તે છાલ કોમળ હોવાથી સુખપૂર્વક સરળ કરાય છે, તે રીતે જે માયાના ઉદયમાં ઉત્પન્ન થયેલી પણ હૃદયની વક્રતા સુખેથી જ દૂર કરી શકાય તે સંજવલન માયા છે. ગો એટલે બળદ. માર્ગમાં જતા બળદની માર્ગમાં વક્રપણે (=વાંકી) પડેલી મૂત્રધારા ગોમૂત્રિકા કહેવાય છે. જેવી રીતે વાયુ આદિથી સુકાઈ ગયેલી ગોમૂત્રિકા કોઈપણ રીતે કષ્ટથી દૂર કરી શકાય છે, એ પ્રમાણે જેનાથી કરાયેલી કુટિલતા કષ્ટથી દૂર થાય તે પ્રત્યાખ્યાનાવરણ માયા છે. એ પ્રમાણે ઘેટાના શિંગડાના ઉપમાનવાળી અપ્રત્યાખ્યાનાવરણ માયામાં પણ ભાવના કરવી. ફક્ત તે માયા અધિક કષ્ટથી દૂર કરી શકાય તેવી છે. ઘનવાંસનું મૂળ વળતું નથી. એ પ્રમાણે જેનાથી કરાયેલી મનની કુટિલતા કોઇપણ રીતે દૂર ન થાય તે અનંતાનુબંધી માયા છે. - હળદરના રંગસમાન લોભ સંજ્વલનલોભ છે. જેવી રીતે વસ્ત્રમાં લાગેલો હળદરનો રંગ સૂર્યતાપના સ્પર્શ માત્રથી જ દૂર થાય છે, તેવી રીતે સંજ્વલનલોભ પણ સહેલાઇથી દૂર થાય છે. વસ્ત્રમાં લાગેલી દીપક આદિની મેસસમાન પ્રત્યાખ્યાનાવરણ લોભ કષ્ટથી દૂર કરી શકાય છે. વસ્ત્રમાં ચોંટેલ ગાઢ કાદવ સમાન અપ્રત્યાખ્યાનાવરણ લોભ અધિક કષ્ટથી દૂર કરી શકાય છે. અનંતાનુબંધી લોભ કિરમજી રંગથી રંગેલા પટ્ટસૂત્રના (=રેશમી વસ્ત્રના) રંગની જેમ કોઈપણ રીતે દૂર ન કરી શકાય તેવો છે. [૨૮૧-૨૮૨] હવે અવસ્થિતિકાળના (= કયા કષાયો કેટલા કાળ સુધી ટકે છે તે કાળના) માનથી પણ સંજ્વલન વગેરેનું સ્વરૂપ જણાવવા માટે અને ગતિદ્વારને કહેવા માટે કહે છે पक्खचउमासवच्छरजावज्जीवाणुगामिणो भणिया । देवनरतिरियनारयगइसाहणहेयवो भणिया ॥ २८३॥ સંજવલન વગેરે કષાયોને અનુક્રમે પક્ષ, ચારમાસ, વર્ષ અને જાવજ્જવ સુધી રહેનારા કહ્યા છે, તથા અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિને સાધવાનાં કારણો કહ્યાં છે. વિશેષાર્થ-જેમની પક્ષ=એક પખવાડિયા સુધી સ્થિતિ છે તે સંજવલન કષાયો છે, 1. ગરિ શબ્દનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. Page #104 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાયની સ્થિતિ-કષાયની ગતિ-૪૭૭ તેનાથી વધારે વખત ચાર માસ સુધી રહેનારા કષાયો પ્રત્યાખ્યાનાવરણપણાને પામે છે, અર્થાત પ્રત્યાખ્યાનાવરણ કષાયો છે. ત્યારબાદ એક વર્ષ સુધી રહેનારા કષાયો અપ્રત્યાખ્યાનાવરણ છે. માવજીવ સુધી રહેનારા કષાયો અનંતાનુબંધી છે. આ કથન માત્ર વ્યવહારને આશ્રયીને છે. “કઠોર વચનથી એક દિવસના તપનો (=ઉપવાસનો) અને આક્રોશ કરતો જીવ એક માસના તપનો (કમાલખમણનો નાશ કરે છે.” ઇત્યાદિ વચન જેમ વ્યવહારને આશ્રયીને છે, તેમ આ કથન માત્ર વ્યવહારને આશ્રયીને કષાયની અધિકતાવાળા લોકને પ્રતિબોધ કરવા માટે ઉપદેશ માત્ર છે. અન્યથા તો બાહુબલિ વગેરેને પક્ષ વગેરેથી અધિક સમય સુધી પણ સંજવલન વગેરે કષાયોની સ્થિતિ સંભળાય છે. બીજા સયતો વગેરેએ વર્ષ વગેરે કાળ સુધીમાં ક્ષમાપના ન કરી વગેરે સંભળાય છે. તથા પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયોનો અંતર્મુહૂર્ત વગેરે કાળ સુધી પણ ઉદય સંભળાય જ છે. હવે ગતિદ્વાર કહેવાય છે– તેમાં સંજવલન કષાયો દેવગતિને સાધવાનાં કારણો છે, અર્થાત્ સંજવલનના ઉદયમાં મરેલો જીવ દેવોમાં જ જાય છે. પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો જીવ મનુષ્યોમાં જાય છે. અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો જીવ તિર્યંચામાં જાય છે. અનંતાનુબંધીના ઉદયમાં મરેલો જીવ નરકગતિમાં જ જાય છે. આવો અહીં ભાવ છે. આ પણ વ્યવહારથી ઉપદેશ માત્ર છે. કારણ કે અનંતાનુબંધીના ઉદયવાળા પણ કેટલાક મિથ્યાષ્ટિઓની ઉપરના રૈવેયકોમાં ઉત્પત્તિ સંભળાય છે. પ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા દેશવિરતિધર જીવોની દેવગતિ નિશ્ચિત થયેલી છે. અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા સમ્યગ્દષ્ટિદેવોની મનુષ્યગતિ નિશ્ચિત થયેલી છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૨૮૩] આદિ શબ્દથી લીધેલા અર્થના અધિકારને કહે છેचउसुवि गईसु सव्वे, नवरं देवाण समहिओ लोहो । नेरइयाणं कोहो, माणो मणुयाण अहिययरो ॥ २८४॥ माया तिरियाणऽहिया, मेहुणआहारमुच्छभयसन्ना । सभवे कमेण अहिया, मणुस्सतिरिअसुरनरयाणं ॥ २८५॥ નરકાદિ ચારગતિમાં પ્રત્યેકગતિમાં ઉત્તરભેદસહિત ક્રોધાદિ બધાય કષાયો પ્રાપ્ત થાય છે. પણ આ વિશેષ છે– દેવોને અન્ય કષાયોની અપેક્ષાએ લોભ અધિક હોય છે. કારણ કે મનોહર પ્રાસાદ, ક્રીડાવન, દેવાંગના, અને ઉત્તમ રત્નસમૂહમાં મૂછ અધિક હોય છે. નારકોને ક્રોધ અધિક હોય છે. કારણ કે દુઃખ આપનાર પરમાધામીઓ ઉપર અને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮-કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાયોનો વિપાક પરસ્પર દુઃખ આપનાર નારક જીવો ઉપર ક્રોધ અધિક હોય છે. મનુષ્યોને માન અધિક હોય છે. કારણ કે જાતિમદ વગેરે આઠેય મદસ્થાનો અધિક હોય છે. તિર્યંચોને માયા અધિક હોય છે. કારણ કે ઘણા માયાપ્રયોગો કરીને પરસ્પર ઘાત આદિથી તેમને આહાર આદિની પ્રાપ્તિ થાય છે. તથા તિર્યંચોનો માયાનો સ્વભાવ હોય છે. હવે કષાયોના ગતિઓમાં અલ્પ-બહુત્વના વિચારના પ્રસંગથી આહારસંજ્ઞા આદિ સંજ્ઞાઓના પણ ગતિમાં અલ્પ-બહત્વના વિચારને કહે છે. કારણ કે જ્યાં કષાયોનો ઉદય હોય ત્યાં આહારસંજ્ઞા વગેરે ચાર સંજ્ઞા પણ અવશ્ય હોય છે. પોતાના ભવમાં= પોતાના સ્થાને મનુષ્યોને આહારસંજ્ઞા આદિની અપેક્ષાએ સ્વભાવથી જ મૈથુનસંજ્ઞા અધિક હોય છે. તિર્યંચોને અન્ય સંજ્ઞાઓની અપેક્ષાએ આહારસંજ્ઞા અધિક હોય છે. દેવોને પરિગ્રહસંજ્ઞા અધિક હોય છે. નારકોને ભયસંજ્ઞા અધિક હોય છે. [૨૮૪-૨૮૫] હવે વિપાકારને આશ્રયીને કહે છેमित्तंपि कुणइ सत्तुं, पत्थइ अहियं हियंपि परिहरइ । कज्जाकजं न मुणइ, कोवस्स वसं गओ पुरिसो ॥ २८६॥ धम्मत्थकामभोगाण, हारणं कारणं दुहसयाणं । मा कुणसु कयभवोहं, कोहं जइ जिणमयं मुणसि ॥ २८७॥ इहलोइ च्चिय कोवो, सरीरसंतावकलहवेराई । कुणइ पुणो परलोए, नरगाइसु दारुणं दुक्खं ॥ २८८॥ ક્રોધને આધીન બનેલો પુરુષ મિત્રને પણ શત્રુ કરે છે, અહિતને ઇચ્છે છે, હિતનો પણ ત્યાગ કરે છે, કાર્યાકાર્યને જાણતો નથી. ક્રોધ ધર્મ-ધન-કામભોગોનો નાશ કરે છે, સેંકડો દુઃખોનું કારણ છે, ભવોની પરંપરાને કરે છે. જો તું જિનમતને જાણે છે તો ક્રોધને ન કર. ક્રોધ આ લોકમાં જ શરીરસંતાપ, કલહ અને વૈર વગેરેને કરે છે, અને પરલોકમાં નરક વગેરે ગતિમાં ભયંકર દુઃખ કરે છે. [૨૮૬-૨૮૭-૨૮૮] ક્રોધથી વિપરીત ક્ષમાને કહે છેखंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविजा इव, खंती दुरियाई सयलाई ॥ २८९॥ ક્ષમા સુખોનું મૂળ છે. ઉત્તમ ક્ષમા ધર્મનું મૂળ છે. ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા દુરિતોનો (=પાપોનો નાશ કરે છે. [૨૮૯] Page #106 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ-માના ફળમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિચભકિાનું દૃષ્ટાંત-૪૭૯ અહીં ક્રોધ વિષે અને ક્ષમા વિષે દોષ અને ગુણને બતાવનાર બે દૃષ્ટાંતોને કહે છેकोहम्मि खमाएऽवि यऽचंकारिय खुडओ य आहरणं । कोवेण दुहं पत्तो, खमाए नमिओ सुरेहिंतो ॥ २९०॥ ક્રોધ વિષે અને ક્ષમા વિષે પણ અચંકારિત ભટ્ટિકા અને ક્ષુલ્લકનું દૃષ્ટાંત છે. ક્ષુલ્લક ક્રોધથી દુઃખને પામ્યો અને ક્ષમાથી દેવો વડે નમાયો. વિશેષાર્થ- અહીં ક્ષુલ્લક શબ્દથી લોકમાં “કૂરગડુ' તરીકે પ્રસિદ્ધ બનેલ નાગદત્ત - નામના ક્ષુલ્લક સાધુ જાણવા. તે પહેલાં ક્રોધથી દુઃખ પામ્યા. પછી કરેલી ક્ષમાથી દેવોથી પ્રણામ કરાયા અને મોક્ષમાં ગયા. અચંકારિતભટ્ટિકા પણ પૂર્વે ક્રોધથી દુઃખ પામી, પછી કરેલી ક્ષમાથી દેવોવડે પણ પ્રણામ કરાઈ. આ અચંકારિતભદ્રિકા કોણ હતી તે કહેવાય છે અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત | ઉજ્જૈની નામની નગરી છે. જાણે કે તેનાં સેંકડો આશ્ચર્યોને જોવા માટે હોય તેમ તે નગરીમાં સરસ્વતી અને લક્ષ્મી એ બંનેય હંમેશા સાથે રહે છે. નામથી અને અર્થથી પણ ધનપ્રવર શેઠ ત્યાં રહે છે. કમલશ્રી નામની તેની પત્ની પણ ગુણપ્રવર છે=ગુણોથી ઉત્તમ છે. તેમને આઠ પુત્રોની ઉપર એક રૂપવતી પુત્રી થઈ. માતા-પિતાને અતિપ્રિય તે ઘણા સુખથી વૃદ્ધિ પામે છે. પિતાએ ઘણા આડંબરથી તેનું ભટ્ટિકા એવું નામ કર્યું. તેના શરીરની વૃદ્ધિ સાથે તેના માતા-પિતાનો તેના ઉપર સ્નેહ ઘણો વધ્યો. તેથી એકદિવસ સઘળા પરિવારને ભેગો કરીને પિતાએ કહ્યું: મારી પુત્રીને કોઇએ ક્યાંય ચંકારવી નહિ એને જેમ કરવું હોય તેમ કરવા દેવું, એની કોઈ પ્રવૃત્તિમાં રોક-ટોક કરવી નહિ, એનો જરાપણ અનાદર કરવો નહિ. આથી લોકમાં તેનું અચંકારિતભટ્ટિકા એવું નામ પ્રસિદ્ધ બન્યું. સઘળો પરિવાર દાસની જેમ તેની આજ્ઞાને સ્વીકારે છે. આહાર, આભૂષણ, વસ્ત્ર, પુષ્પ, તંબોલ (વગેરે) જે ગમે છે તે લે છે. રોક-ટોક વિના ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરે છે. વિલાસથી યથેચ્છ વર્તનારી અને ઘણી સખીઓથી પરિવરેલી તેને ઉદ્યાન વગેરેમાં તે રીતે ચાલતી-ફરતી જોઇને રૂપ વગેરે ગુણોથી યુક્ત અને યૌવનમાં કામવાસનાથી પીડિત ઘણા શ્રેષ્ઠિપુત્રો વગેરે તેને ઘણી રીતે પરણવાને ઇચ્છે છે. તેથી તેનો પિતા કહે છે કે હું પુત્રી તેને આપીશ કે જે સદા તેની આજ્ઞામાં રહીને તેના વચનનો ભંગ નહિ કરે અને તેનો અનાદર નહિ કરે. હવે સખીઓની સાથે સરોવરમાં દેવકન્યાની જેમ વિલાસપૂર્વક ક્રીડા કરતી તેને સુબુદ્ધિ નામના મંત્રીએ જોઇ. તે જ ક્ષણે કામ-વાસનાથી પ્રેરાયેલો તે પોતાના પુરુષોને ધનપ્રવરની Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦- ક્રોધક્ષમાના ફળમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત પાસે મોકલીને પરણવા માટે તે બાળાની માગણી કરાવે છે, અને ઘણું ધન આપે છે. ધનપ્રવરે કહ્યું: મારા પોતાના ઘરમાં દ્રવ્યથી ન્યૂનતા નથી, અર્થાત્ મારા ઘરમાં પણ ધન ઘણું છે. પણ જો પરિવારસહિત તે સદા મારી પુત્રીની આજ્ઞામાં રહે તો આપું. કામ-વાસનાથી પીડિત તેણે તે પ્રમાણે પણ સઘળું સ્વીકાર્યું. તે અતિશય ઘણા આડંબરથી તેને પરણીને પોતાના મહેલમાં લઇ આવ્યો. વિશેષથી તેની આજ્ઞામાં વર્તતો તે ભોગોને ભોગવે છે. અચંકારિતભટ્ટિકાએ સુબુદ્ધિને કહ્યુંઃ સૂર્યાસ્ત થઇ ગયા પછી તમારે ક્ષણવાર પણ બહાર ન રહેવું, ઘરે આવી જવું. મંત્રી સદા તે પ્રમાણે જ કરે છે. રાજાની રજા લઇને જલદી ઘરે આવી જાય છે. પછી એક દિવસે રાજાએ નજીકના કોઇક માણસને પૂછ્યું: મંત્રી સદાય સાંજે ઘરે જલદી કેમ જાય છે? તેથી તેણે તેની પત્નીનો સઘળો વૃત્તાંત કહ્યો. તેથી એકદિવસે રાજાએ કુતૂહલથી કોઇક કામના બહાને તે મંત્રીને રોકીને મોડેથી રજા આપી. અર્ધી રાતના સમયે ઘરે ગયેલો તે જુએ છે તો વાસઘરના દરવાજાને મજબૂત આગળિયો આપેલો છે. તેથી મંત્રીએ કહ્યું હે પ્રિયા! કોપ ન કર. મારા ઉપર પ્રસન્ન થઇને દરવાજો ઉઘાડ. કારણ કે પરવશ હું થાકી ગયો છું. પરવશ બનેલાઓની (મારે કોઇપણ રીતે આનું પાલન કરવું એ રીતે) નિશ્ચિત કરેલી કોઇ પણ પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તેથી જ શાસ્ત્રમાં કહેવાય છે કે સેવક અધમ છે. સેવક રાજાથી, મંત્રીથી અને રાજપ્રિય માણસો આદિથી ભય પામે છે. સેવક આજીવિકા માટે કૂતરાની જેમ દરેક ઘરે ભમે છે. અથવા હું સેવકને કૂતરાથી પણ અધમ જ માનું છું. કારણ કે કૂતરો સેવામાં બેસી રહે છે, સેવકને તે ક્યાંથી હોય. જો સેવક મોહથી બેસી રહે તો તે મૂર્ખ કહેવાય છે, બોલે મુખર(=વાચાળ) કહેવાય છે, (૨૫) અતિશય નજીકમાં રહે તો કોઇકમાં આસક્ત છે (=કોઇક આશાવાળો છે) એમ કહેવાય છે, અને દૂર રહે તો અવિનીત કહેવાય છે. સેવક જો અવસ્તુત્વમાં વ્યવસાય કરે તો તેનો વ્યવસાય અનુદ્યમમાં શંકા કરાવે છે. અર્થાત્ સેવક જો મિથ્યાપ્રવૃત્તિ કરતો હોય તો સેવકનો મિથ્યાપ્રવૃત્તિરૂપ વ્યવસાય અનુદ્યમમાં ગયાણ છે. કરાયેલા પુરુષાર્થનું ફળ જેમાં મળે તે ઉદ્યમ. કરેલા પુરુષાર્થનું ફળ વિપરિત મળે કે ન મળે તે અનુદ્યમ છે. તેથી સેવકજન કોઇપણ રીતે ન તો સુખને પામે છે અને ન તો યશને પામે છે. સુખને ન પામવાનું કારણ-તેની સતત પ્રવૃત્તિ છે. યશ ન પામવાનું કારણ-મિથ્યાપ્રવૃત્તિમાં ઉદ્યમ છે. આથી જ નીતિમાં (=નીતિશાસ્ત્રમાં) કહ્યું છે કે—ધનવાન માણસો વેપાર કરે, અલ્પ ધનવાળો માણસ ખેતીથી નિર્વાહ કરે, સઘળો વ્યવસાય તૂટી જાય ત્યારે સેવાથી આજીવિકા ચલાવે.” તેથી હે પ્રિયા! મારો દોષ નથી, અધમ સેવાનો જ દોષ છે. પરાધીન આજીવિકાવાળા મારો હાર્દિકભાવ જ તારે ગ્રહણ કરવો જોઇએ. આ દરમિયાન અવસર મેળવીને મોહરાજાનો પૌત્ર અને દ્વેષગજેન્દ્રના મોટા પુત્ર એવા Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ-ક્ષમાના ફળમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિતભટ્ટિકાનું દાંત-૪૮૧ વૈશ્વાનરે વિવેકરૂપ વૈભવને બાળીને તે પ્રમાણે કોઈપણ રીતે અચંકારિતભટ્ટિકાને વિમૂઢ મનવાળી બનાવી દીધી. જેથી આ પ્રમાણે મનાવી રહેલા પણ સુબુદ્ધિને તે ઉત્તર પણ આપતી નથી. તેથી ખિન્ન બનેલા મંત્રીએ કહ્યું: હે! જુઓ! મેં પોતાના હાથોથી જ તેવા અનર્થને ગ્રહણ કર્યો કે જે અનર્થને હું મૂકવા કે ગ્રહણ કરવા સમર્થ નથી. આ પ્રમાણે પૂર્વે નહિ સાંભળેલા કઠોર વચનને સાંભળીને તેનો ક્રોધરૂપ અગ્નિ વધારે પ્રજવલિત બન્યો. આથી દરવાજા ઉઘાડીને તે એકદમ જ ઘરમાંથી નીકળીને અશોકવાટિકામાં ગઈ. પછી મંત્રીને પાછળ આવતો જોઇને તેની દૃષ્ટિને છેતરીને પિતાના ઘર તરફ ચાલી. મોહના પૌત્ર વૈશ્વાનરે તેની જ્ઞાનરૂપ આંખોને અજ્ઞાનરૂપ ધૂમાડાથી કાળા-લાલ વર્ણવાળી કેરી નાખી. એથી તેને માર્ગ દેખાયો નહિ, અર્થાત્ તેને પોતાનું કર્તવ્ય સમજાયું નહિ. તેથી (રસ્તામાં) ચોરોએ તેને પકડી વિલાપ કરતી તેનું મુખ ઢાંકી ( દાબી) દીધું. વસ્ત્રથી બાંધીને અને ગળેથી પકડીને નગર બહાર લઈ ગયા. ક્રોડમૂલ્યવાળા સઘળાય આભૂષણો ખેંચીને લઈ લીધા. પછી તેને સિંહગુફા નામની પલ્લીમાં લઈ જઈને વિજય નામના પોતાના સ્વામીને સોંપી. તેણે પણ કાળી ચામડીવાળા, કુરૂપ અને જાણે યમનો બંધુ હોય તેવા ચોરસ્વામીને જોયો. ચોરોએ સ્વામીને કહ્યું: હે સ્વામી! તમને આપવા માટે અમે ઉજ્જૈની નગરીથી આને લઈ આવ્યા છીએ. પછી આ સાંભળીને હર્ષ પામેલા સેનાપતિએ ચોરોને ઘણા પ્રકારનું ધન આપ્યું. પછી સેનાપતિએ અચંકારિતભફ્રિકાને પોતાની માતાને આપીને કહ્યું: હે માતા! આ રમણીને એ રીતે કહેવું કે જેથી એ મને ઇચ્છે. તેથી માતાએ કહ્યું: હે વત્સ! શું આ પણ કહેવા યોગ્ય છે? અર્થાત્ તારે આ કહેવાની જરૂર નથી. કારણ કે સ્વપુણ્યથી જ આ આટલીભૂમિ સુધી આવી છે. ક્ષેત્ર પણ કોઇપણ રીતે દૂર છે, અને રત્નાકરમાં રત્ન તો એનાથીય દૂર છે. માતા ઇત્યાદિ નિપુણવચનો કહીને તેને રતિઘરમાં લઈ ગઈ. ત્યાં પ્રાર્થનાપૂર્વક કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે હે વત્સ! મારો પુત્ર ઉદાર, શૂર, કૃતજ્ઞ અને બુદ્ધિમાન છે. બહુ કહેવાથી શું? તે સર્વ અંગોમાં ગુણરૂપ અમૃતરસથી નિર્માણ કરાયો છે. તેથી એનો સંગ કરીને પોતાના રૂપ અને યૌવનને સફળ કર. તે સાંભળીને બાલા જાણે મસ્તકમાં વજથી હણાઈ હોય તેમ બોલી: હે માતા! જો હણાયેલા દૈવે મને જો દેશ-કુલનો વિયોગ કરાવ્યો. તો શું તે શીલનું પણ હરણ કરશે? ના, આ યુગાન્ત પણ નહિ બને. કારણ કે બાણથી ભેદાયેલાની જેમ કામદેવ મારા અંગોને ભેદી નાંખે તે સારું છે, પણ હું બંને કુલોને નિંદનીય ભેટશું નહિ આપું. મારું જીવન વિદ્યમાન હોય અને કોઈ બળાત્કારે મારું શીયળરૂપી આભરણ હરી જાય એવો સંદેહ તમારે અહીં ન રાખવો અર્થાત્ મારા પ્રાણ જશે પણ શીયળ નહીં જાય. ૧. ધૂમલ = કાળો તથા લાલ મિશ્રરંગ. “તની સન્નત'' એ અર્થમાં ધૂમલ શબ્દને તદ્ધિતનો ત પ્રત્યય લાગ્યો છે. જેમ કે- તાશિત નમઃ | ૨. આ કથન કયર્થક છે. અહીં બીજો અર્થ આ પ્રમાણે છે- ક્ષેત્ર એટલે સ્ત્રી. સ્ત્રી દુર્લભ છે. તેમાં પણ આવું સ્ત્રીરત્ન અતિશય દુર્લભ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨- ક્રોધ-માના ફળમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત આ પ્રમાણે એનો નિશ્ચય જાણીને માતાએ પલ્લી પતિને કહ્યું: હે વત્સ! આ સંકુલમાં ઉત્પન્ન થયેલી કોઈ મહાસતી છે. તેથી અનુકૂળ કે પ્રતિકૂલ વચનોથી કહેવામાં આવે તો પણ તે તને ન સ્વીકારે. આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલો તે અચંકારિત-ભટ્ટિકાની પાસે ગયો. તેને ચાબુક વગેરેથી મારે છે. કઠોર વચનો બોલે છે. કંઠે પ્રાણ આવવા છતાં તેને સ્વીકારતી નથી. (૫૦) તેથી તેણે ઘણા ધનથી એક સાર્થવાહને તે વેચી. તે પણ અનુકૂલ વચનોથી તેની પ્રાર્થના કરે છે. પછી નહિ ઇચ્છતી તેને હજારો યાતનાઓથી દુઃખ આપે છે. જ્યારે કોઇપણ રીતે તે સ્વીકારતી નથી ત્યારે તેણે પણ તેને પારસકૂલમાં ઘણા ધનથી કંબલ વણિકને આપી. તે પણ તેની પ્રાર્થના કરે છે. ઘણી અપમાનિત કરવા છતાં તે જ પ્રમાણે ઇચ્છતી નથી. તેથી ગુસ્સે થયેલો તે તેના શરીરને છોલીને લોહી લઈને તે લોહીથી કામળીઓને રંગાવે છે. સતત આમ કરવાથી તેનું શરીર રૂની પૂણી જેવું સફેદ અને ક્ષીણ થઈ ગયું. આ તરફ ઉજ્જૈનીના રાજાએ દૂત તરીકે મોકલેલો તેનો ધનપાલ નામનો મોટોભાઈ ત્યાં આવ્યો. તેણે તેને કોઈપણ રીતે જોઈ, અને ઓળખીને છોડાવી. પછી તે તેને ઘરે લઈ ગયો. પછી દીનહૃદયવાળી તેણે ક્રોધ નિમિત્તે પગલે પગલે જે દુઃખ અનુભવ્યું તે માતા-પિતાને કહ્યું. પછી ધર્મ સાંભળીને સંવિગ્ન બનેલી તેણે સાધ્વીઓની પાસે માવજીવ બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. તે કોપફલને જોઈને પછી અભિગ્રહ કર્યો કે મને મારવામાં આવે તો પણ હું કોઇના ઉપર ગુસ્સો નહિ કરું. તેના શરીરમાં વર્ણ અને બલ આવે એ માટે અને વ્રણોને રુઝવવા માટે લક્ષપાક તેલની ત્રણ નાની ઘડીઓ કરવામાં આવે છે. તે તેલની યાચના કરવા માટે એક દિવસ કોઇપણ રીતે તેના ઘરે મુનિઓ પધાર્યા. આ દરમિયાન શક્ર ઈન્દ્ર સઘળા દેવોની આગળ કહ્યું: અચંકારિતભટ્ટિકાએ કોઇપણ રીતે તે પ્રમાણે ક્રોધને જીતી લીધો છે કે જેથી સઘળાય દેવો પણ તેને ગુસ્સે કરાવવા માટે સમર્થ નથી. ઈન્દ્રના આ વચનની શ્રદ્ધા ન કરનાર કોઇક ઉત્તમ દેવ ત્યાં આવ્યો. દાસી મુનિને તેલ આપી રહી છે ત્યારે તેના હાથમાંથી ઘડીને પાડીને ફોડી નાખે છે. તેથી અચંકારિતભટ્ટિકા તેલની બીજી ઘડી મંગાવે છે. તે દેવ તે ઘડીને પણ તે પ્રમાણે જ ફોડી નાખે છે. હવે પરમાર્થને ભાવિત કરનારી અને પ્રશાંત હૃદયવાળી અચંકારિતભટ્ટિકા જાતે જઈને ત્રીજી ઘડીને લાવે છે. પછી અતિશય હર્ષ પામેલી અને પોતાને કૃતકૃત્ય માનતી તે મુનિઓને જેટલું જોઇએ તેટલું તેલ આપે છે. પછી સાધુઓએ કહ્યું: અમારા કામ માટે તમને ઘણા દ્રવ્યની હાનિ થઈ. તેથી દાસી ઉપર તમારે ક્રોધ ન કરવો. હવે કંઈક હસીને અચંકારિતભટ્ટિકાએ કહ્યું- હે ભગવન્! રોષનું ઘણું ફળ મેં અનુભવ્યું છે. આથી હું કોઈના ઉપર રોષ કરતી નથી. મુનિઓએ કયું ફળ અનુભવ્યું? એમ પૂછ્યું. આથી તેણે મુનિઓને પોતાનું ચરિત્ર કહ્યું. તે સાંભળીને જેના મણિકુંડલરૂપ આભૂષણ હાલી રહ્યા છે એવો દેવ પ્રત્યક્ષ થયો. પછી તેણે ભક્તિથી તેને નમીને કહ્યું: હે દેવાનુપ્રિયા! આ પ્રમાણે તે ક્રોધને સારી રીતે જીત્યો છે. દેવલોકમાં તારી સમતાની પ્રશંસા કરવામાં પ્રવર્તતો શક્રેન્દ્ર પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ-ક્ષમાના ફળમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ક્ષુલ્લકનું દૃષ્ટાંત-૪૮૩ પોતાના અંગોમાં પણ સમાતો નથી. તને ઉત્તમ દેવો પણ નમે છે. ઇત્યાદિ પ્રશંસા કરીને, સુગંધીજલની વૃષ્ટિ કરીને, પોતાના આગમનનું કારણ કહીને, ખમાવીને, નમીને દેવ દેવલોકમાં ગયો. મુનિવરો પણ તેની ઉપįહણા (=પ્રશંસા) કરીને પોતાની વસતિમાં ગયા. અચંકારિતભટ્ટિકા પણ ગર્વથી મુક્ત બનીને શ્રાવકધર્મને પાળે છે. પછી દેવલોકમાં ગઇ. આ પ્રમાણે અચંકારિતભટ્ટિકા ક્રોધથી દુ:ખને પામી, અને ક્ષમાથી દેવો વડે નમસ્કાર કરાઇ. આ પ્રમાણે અચંકારિતભટ્ટિકાનું કથાનક પૂર્ણ થયું. હવે ક્ષુલ્લકનું દૃષ્ટાંત કહેવાય છે— ક્ષુલ્લકનું દૃષ્ટાંત સરોવરમાં કમળની જેમ કોઇક સ્થળે ગચ્છમાં સુપાત્રરૂપ લક્ષ્મીનું સ્થાન એવા તપસ્વી હતા. ગુણોથી સમૃદ્ધ તે માસખમણના પારણે માસખમણ તપ કરતા હતા. કોઇકવાર પારણામાં ભિક્ષા માટે ક્ષુલ્લક સાધુની સાથે જતા તે કોઇપણ રીતે પ્રમાદથી દેડકીને હણે છે. તેથી ક્ષુલ્લક સાધુએ કહ્યું: હે મહર્ષિ! આપે આ દેડકીને ચાંપી. ચોમાસું હોવાના કારણે ત્યાં અંતર `વિના જ ઘણી દેડકીઓ હતી. તેમાં અનેક દેડકીઓ મરેલી હતી. ગુસ્સે થયેલા તપસ્વીએ (ત્યાં મરેલી પડેલી બીજી દેડકીઓને બતાવતાં) કહ્યું: હે દુષ્ટ! શું આ દેડકી પણ મેં મારી છે? હે મૂઢ! આ બીજી પણ દેડકીને મેં મારી છે? તેથી તેના ભાવને જાણીને ક્ષુલ્લક મૌન રહ્યા. હવે આવશ્યકના સમયે સ્વસ્થ અવસ્થાવાળા છે એમ વિચારીને ક્ષુલ્લકે તપસ્વીને કહ્યું: હે મહર્ષિ! હમણાં તે દેડકીની આલોચના કરો. તેથી પૂર્વ કરતાં અધિક ક્રોધરૂપ અગ્નિ સળગવાથી તે તપસ્વીએ કહ્યુંઃ રે રે! દુષ્ટ! તે ખોટા આગ્રહને હજી પણ તું મૂકતો નથી. આ પ્રમાણે બોલતા તે ઘણા ક્રોધને આધીન બનીને ખેલમલ્લક લઇને ક્ષુલ્લક તરફ દોડ્યા. વચ્ચે થાંભલા સાથે અથડાયા, અને મર્મ પ્રદેશમાં હણાયા. તેથી કૃશ તપસ્વીનો પ્રાણોએ ત્યાગ કર્યો. તેથી જંગલમાં કોઇક સ્થળે જેમણે પૂર્વભવમાં સાધુપણાની વિરાધના કરી છે તેવા અને દૃષ્ટિવિષથી યુક્ત એવા સર્પોના કુળમાં ઉત્પન્ન થયા. એ સર્પોને જાતિસ્મરણ જ્ઞાન હોય. આથી તે સર્વ આ પ્રમાણે વિચારે છે કે દૃષ્ટિવિષથી જીવોનો ઘાત ન થાઓ. આથી એ બધા સર્પો રાતે પરિભ્રમણ કરે છે અને અચિત્ત આહાર કરે છે. આ તરફ વસંતપુર નગરમાં અરિદમન રાજાના પુત્રને સર્પ કરડ્યો અને પુત્ર મરી ૧. સંસō=અંતર વિનાનું. ૨. ખેલમલ્લક=કફ નાખવાનું કોડિયું. ૩. દૃષ્ટિમાં (=આંખમાં) રહેલું વિષ તે દૃષ્ટિવિષ, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪- ક્રોધ-ક્ષમાના ફળમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ક્ષુલ્લકનું દષ્ટાંત ગયો. તેથી ગુસ્સે થયેલો રાજા કદાગ્રહી બનીને સઘળાય સર્પોને પોતે મારે છે અને બીજાઓ દ્વારા મરાવે છે. જે માણસ સર્પને મારીને તેનું અંગ રાજાને બતાવે તેને રાજા એક સોનામહોર આપે છે. એકવાર પરિભ્રમણ કરતો એક ગાડિક તે ( જાતિસ્મરણવાળા) સર્પોની રેખાઓને (=ધૂળમાં પડેલા લીસોટાઓને) જુએ છે. તેથી વિચાર્યું કે ચોક્કસ અહીં કોઈક સર્પો રાતે ફરે છે. તેના અનુસાર બિલના કારોને જોવા લાગ્યો. બિલોમાં ઔષધિઓ નાખે છે. તેના પ્રભાવથી સર્પો બિલમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતા તે સર્પોના મસ્તકને છેદી નાખે છે. તપસ્વી સાપ મારાથી જોવાયેલો કોઈ મૃત્યુ ન પામો એવી મહાન ધર્મબુદ્ધિથી નીચું મુખ રાખીને રહેલો તે પૂછથી બહાર નીકળે છે. જેમ જેમ સર્પ બહાર નીકળે છે તેમ તેમ ગારુડિક તેના શરીરને છેદી નાખે છે. તેથી ઘણું દુઃખ ઉત્પન્ન થતાં પરમસંવેગને પામેલો સર્પ વિચારે છે કે, હે જીવ! પૂર્વે તે જે દુષ્કર તપકર્મ કર્યું તે તપકર્મ જો સમતારૂપ અલંકારથી અલંકૃત હોત તો તું પણ મોક્ષસુખને પામત. જે આ દુઃખ છે તે કેવળ કોપનું ફળ છે એમ જાણીને આજે પણ હમણાં પણ સર્વધર્મના સારભૂત તે જ ઉપશમને કર. અન્યથા નરકાદિ કઠોર દુઃખવાળા ભયંકર સંસારમાં ભમીશ. અનાદિ સંસારમાં પરાધીન તેં અનંત દુઃખો પ્રાપ્ત કર્યા છે. તે દુઃખોની અપેક્ષાએ અહીં આ છેદન દુઃખ કેટલું માત્ર છે? જેવી રીતે અનંત પૂર્વમુનિઓએ પ્રશમના કારણે અનંત સુખ પ્રાપ્ત કર્યું છે તે રીતે તું માત્ર ક્ષણવાર દુઃખ સહન કરીને આગળ અનંત સુખને પામીશ. આ પ્રમાણે ભાવના ભાવતો તે સર્પ પણ ગાડિક વડે હણાયો. તેણે બધાય સર્પો રાજાને બતાવીને ઉચિત ધન મેળવ્યું. આ દરમિયાન કોઈક નાગદેવતા રાજાને સર્પ મરાવતો રોકે છે. તેણે રાજાને કહ્યું છે રાજ! તને પુત્ર થશે. તું સર્ષવધના પાપથી અટક. (રપ) તપસ્વી સાપ મરીને તે રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. ગુણનિધાન એવા તેનું નાગદત્ત એવું નામ રાખ્યું. ત્યાં નાગદત્ત દેહપુષ્ટિથી અને ઉપશમથી વધે છે. રૂપ-સૌભાગ્યથી યુક્ત હોવા છતાં પૂર્વભવના અભ્યાસના કારણે કામમાં (=કામવાસનામાં) અને ધનમાં રાગ કરતો નથી. ધર્મ પુરુષાર્થનો જ ઘણો આદર કરે છે. હવે એકવાર સાધુઓની પાસે ગયેલા તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી સંવેગને પામેલા તેણે માતા-પિતાની રજા લઈને વિધિપૂર્વક મહાન આડંબરથી દીક્ષા લીધી. નિષ્કલંક ચારિત્ર પાળે છે. પણ ભૂખ બહુ લાગે છે. તેથી બે કે ત્રણવાર પણ 'નિરવદ્ય આહાર કરે છે. તે ગચ્છમાં તપ કરનારા ચાર મહા તપસ્વીઓ છે. તે ચાર અનુક્રમે ચારમાસી-ત્રણમાસીબેમાસી-માસખમણ તપ કરે છે. આ તપસ્વીઓને જોઇને તે ક્ષુલ્લક વિચારે છે કે, આમનું જીવન સફલ છે કે જેઓ આ પ્રમાણે તપ પર્વતને ભેદવા માટે વજસમાન તપકર્મ કરે છે. હું તો મંદભાગી છું, દરરોજ પણ પઠન-શ્રવણનો વ્યાઘાત કરીને અનેકવાર સારરહિત આહારનું ૧. નિરવદ્ય=ગોચરીના દોષોથી રહિત. Page #112 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ-ક્ષમાના ફળમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ક્ષુલ્લકનું દૃષ્ટાંત-૪૮૫ ભોજન કરું છું. હે જીવ! આવી સામગ્રી પ્રાપ્ત થવા છતાં જો સ્વકર્મમલના સમૂહને તારૂપ અગ્નિથી બાળીને સુવર્ણની જેમ શુદ્ધ ન થાય તો પછી ક્યાં ગયેલો તું શુદ્ધ થઇશ. આ પ્રમાણે ભાવનાથી શુદ્ધ મનવાળો તે આનાથી પણ મને નિર્જરા થાય એમ વિચારીને ગુરુની પાસે તપસ્વીઓની વેયાવચ્ચ કરવાનો નિયમ લે છે. ક્ષુલ્લક નિત્ય વેયાવચ્ચ કરી રહ્યા છે. એક દિવસ દેવીએ આવીને સઘળાય તપસ્વીઓને ઓળંગીને તે ક્ષુલ્લકમુનિને જ વંદન કર્યું. તેથી તે દેવી જ્યારે ત્યાંથી પાછી ફરે છે ત્યારે ચારમાસી તપ કરનારા તપસ્વીએ તેના વસ્ત્રને છેડાથી પકડીને રોકીને તેને કહ્યું: હે પાપિણી કટપૂતના! તું અહીં કેમ આવી છો? કારણ કે તું મહાતપસ્વીઓને ઓળંગીને ત્રિકાલ ભોજન કરનારને વંદન કરે છે. તેથી દેવીએ કહ્યું: હે તપસ્વી! નિષ્કારણ કેમ ગુસ્સો કરો છો? હું ભાવ તપસ્વીને વંદન કરું છું, દ્રવ્ય તપસ્વીને નહિ. પોતાની ભાવ તપશ્ચર્યા કેવી છે તે તમે પોતે જ જાણો. લોકમાં દરિદ્રતા અને ભૂખ વગેરેથી પીડાયેલા દ્રવ્ય તપસ્વીઓ સુલભ છે. પૂર્વે દ્રવ્યતપશ્ચર્યાઓ અનંત પ્રાપ્ત થઇ છે. આ મુનિ ત્રણ કાળ ભોજન કરે છે એમ તમે જે કહો છો તે પણ ઈર્ષ્યા જ છે. આવાઓને નિત્ય ઉપવાસ જ હોય. કારણ કે કહ્યું છે કે- નિરવદ્ય આહાર કરનારાઓને નિત્ય જ ઉપવાસ છે. તો પણ ઉત્તરગુણની વૃદ્ધિ માટે ઉપવાસ ઇચ્છે છે, અર્થાત્ પચ્ચકખાણપૂર્વક ઉપવાસ કરવો જોઇએ એમ મહર્ષિઓ ઇચ્છે છે=કહે છે. શક્તિ મુજબ તપ કરવો જોઈએ એમ જિનોએ કહ્યું છે. આ મુનિ શક્તિને ગોપવતા નથી. તો પછી આ મુનિ તપથી હીન કેવી રીતે છે? અને તમે તપથી અધિક કેવી રીતે છો? ઇત્યાદિ ગુણોથી દેવીએ ક્ષુલ્લકમુનિની પ્રશંસા કરી. પછી તેના ગુણોથી હર્ષ પામેલી તે ગઈ. સવારે રાતવાસી આહાર (રાતે રાખવા છતાં અભક્ષ્ય ન બને તેવો આહાર) લઈને આવેલા ક્ષુલ્લક મુનિ ચારમાસી તપ કરનારા તપસ્વીને નિમંત્રણ કરે છે. ગુસ્સે થયેલા તે તપસ્વી તેના પાત્રમાં થુંકે છે. કોઈપણ રીતે નિમંત્રણ કરાયેલા અન્ય તપસ્વીઓ પણ તે જ પ્રમાણે તેના પાત્રમાં થુંકે છે. સંવેગને પામેલા ક્ષુલ્લકમુનિ મિચ્છા મિ દુક્કડ પૂર્વક કહે છે કે મારા પ્રમાદને ધિક્કાર થાઓ. તપસ્વીઓની પાસે ખેલમલ્લક ન મૂક્યો. હું અસમાધિનું કારણ થયો. ઇત્યાદિ પોતાની નિંદા કરતા ક્ષુલ્લકમુનિ તે આહારને ખાવાનું જેટલામાં શરૂ કરે છે તેટલામાં ચાર તપસ્વીઓએ ખાવાનો નિષેધ કર્યો. ક્ષુલ્લકમુનિએ વિચાર્યું પશુની જેમ માત્ર આહાર માટે સદાકાલ હું આહારને જ મેળવવાની ઇચ્છાવાળો છું. આ મહાકર્મક્ષય કરનારા તપસ્વીઓ છે. હું એમને સર્પના બચ્ચાની જેમ ઉગ કરનારો થયો. તેથી આ વિષે મારું સમ્યક્ મિચ્છા મિ દુક્કડ થાઓ. ફરી એમને અસમાધિ નહિ કરું. (૫૦) આ પ્રમાણે ઉપશમથી કોઈપણ રીતે તે રીતે ભાવનાની વૃદ્ધિને પામ્યા કે જેથી તેમને ભુવનતલને પ્રકાશિત કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સુગંધી પવન શરૂ થયો. સુગંધીજલની વૃષ્ટિ થઈ. દેવોએ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬-કષાયનિગ્રહ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માનના ૮ પ્રકાર પુષ્પવૃષ્ટિ કરી. દેવોએ ક્ષુલ્લકમુનિને સુવર્ણકમળ ઉપર બિરાજમાન કર્યા. આ પ્રમાણે દેવો સહિત ઈન્દ્રોએ વિસ્તારથી મહિમા કર્યો. પછી જ્ઞાની મુનિએ ધર્મ કહ્યો. પછી દેવીએ તપસ્વીઓને કહ્યું: હે તપસ્વીઓ! ત્રિકાલ ભોજન કરનારનું માહાસ્ય જુઓ. પછી સ્વક્રોધની નિંદા કરતા અને તેના ઉપશમની પ્રશંસા કરતા તે બધા કોઇપણ રીતે તે રીતે પરમ સંવેગને પામ્યા કે જેથી નિર્મલ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ક્રમે કરીને કર્મરજનો નાશ કરીને પાંચેય સિદ્ધ થયા. આ પ્રમાણે ભુલ્લકમુનિ પણ ક્રોધથી દુઃખ પામ્યા અને પછી ક્ષમાથી દેવો વડે નમાયા. તેથી તે જીવ! તું ક્ષમાને કર અને ક્રોધનો નાશ કર. [૨૯૦] આ પ્રમાણે નાગદત્તમુનિનું કથાનક પૂર્ણ થયું. ઉદાહરણસહિત ક્રોધનો વિપાક કહ્યો. હવે માનવિપાકનો અધિકાર છે. તેમાં માનના આઠ પ્રકાર બતાવવાપૂર્વક માનના હેયપણાને કહે છે जाइकुलरूवसुअबललाभतविस्सरिय अट्टहा माणो । जाणियपरमत्थेहिं, मुक्को संसारभीरूहिं ॥ २९१॥ જાતિ, કુલ, રૂપ, શ્રુત, બળ, લાભ, તપ અને ઐશ્વર્ય એમ આઠ પ્રકારે માન છે. જેમણે પરમાર્થને જાણ્યો છે તેવા સંસારભારુ જીવોએ માનનો ત્યાગ કર્યો છે. [૨૧] હવે જાત્યાદિ મદસ્થાનોમાંથી કોઇપણ એક પણ મદસ્થાન કરવામાં આવે તો આ લોકમાં પણ મોટા દોષ માટે થાય એમ બતાવતા સૂત્રકાર કહે છે अन्नयरमउम्मत्तो, पावइ लहुअत्तणं सुगुरुओऽवि ।। विबुहाण सोअणिजो, बालाणवि होइ हसणिज्जो ॥ २९२॥ જાત્યાદિ મદસ્થાનોમાંથી કોઇપણ એક પણ મદસ્થાનથી ઉન્મત્ત બનેલો જીવ ઘણો મોટો હોય તો પણ લઘુતાને પામે છે, નિપુણપુરુષોને ચિંતા કરવા યોગ્ય બને છે, બાલ(=અજ્ઞાન) પુરુષોને હસવા લાયક થાય છે. [૨૯૨]. વળીजइ नाणाइमओऽवि हु पडिसिद्धो अट्ठमाणमहणेहिं । तो सेसमयट्ठाणा परिहरियव्वा पयत्तेणं ॥ २९३॥ આઠમદનો નાશ કરનારાઓએ જો જ્ઞાનાદિમદનો પણ નિષેધ કર્યો છે તેથી અન્ય મદસ્થાનોનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઇએ. વિશેષાર્થ– જો આઠમદનો નાશ કરનારા તીર્થંકર-ગણધરોએ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ Page #114 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માન વિનાશનું મૂળ છે-૪૮૭ વગેરે શુભ પણ પદાર્થો સંબંધી “અહો! હું જ્ઞાની છું” ઇત્યાદિ બહુમાનરૂપ પણ મદનો નિષેધ કર્યો છે, તેથી શેષ અશુભ જાત્યાદિસંબંધી મદસ્થાનોનો તો બુદ્ધિમાન જીવે પ્રયત્નથી સુતરાં ત્યાગ કરવો જોઇએ. [૨૯૩] આ પ્રમાણે શુભપદાર્થો સંબંધી પણ જ્ઞાનમદનો કેમ નિષેધ કર્યો એવા પ્રશ્નના ઉત્તરને કહે છે दप्पविसपरममंतं, नाणं जो तेण गव्वमुव्वहइ । सलिलाओ तस्स अग्गी, समुट्ठिओ मंदपुन्नस्स ॥ २९४॥ જ્ઞાન અભિમાનરૂપ વિષના નાશ માટે પરમમંત્ર છે. તે જ્ઞાનથી જે ગર્વને ધારણ કરે છે, પુણ્યહીન તેનો પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. વિશેષાર્થ– અન્ય પદાર્થસંબંધી પણ અભિમાનરૂપ વિષને ઉતારવા માટે પરમમંત્રની જેમ જ્ઞાન ઇચ્છાય છે, અર્થાત્ અભિમાનનો નાશ થાય એ માટે જ્ઞાન ઇચ્છાય છે. જે તે જ્ઞાનથી પણ ગર્વને ધારણ કરે છે, પુણ્યહીન બિચારા તેનો પાણીમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થયો. કારણ કે જ્ઞાન પાણી સમાન છે, અભિમાન અગ્નિ સમાન છે. [૨૯૪] પ્રશ્ન– કરાતું અભિમાન કયા દોષને પમાડે છે કે જેથી તેનો નિષેધ કરાય છે? ઉત્તર – જેવી રીતે દયા વગેરે ધર્મનું મૂળ છે, તેવી રીતે અભિમાન વિનાશનું મુખ્ય જ કારણ છે, એમ સૂત્રકાર બતાવે છે— धम्मस्स दया मूलं, मूलं खंती वयाण सयलाणं । विणओ गुणाण मूलं, दप्पो मूलं विणासस्स ॥ २९५ ॥ દયા ધર્મનું મૂળ છે. ક્ષમા સર્વવ્રતોનું મૂળ છે. વિનય ગુણોનું મૂળ છે. અભિમાન વિનાશનું મૂળ છે. [૨૯૫] હવે યુક્તિથી વિચારવામાં આવે તો અભિમાનનો અવકાશ જ નથી એમ બતાવતા સૂત્રકાર કહે છે— बहुदोससंकुले गुणलवम्मि को होज्ज गव्विओ इहई ? | सोऊण विगयदो, गुणनिवहं पुव्वपुरिसाणं ॥ २९६ ॥ પૂર્વ પુરુષોના દોષરહિત એવા ગુણસમૂહને સાંભળીને હમણાં બહુદોષોથી વ્યાપ્ત એવા ગુણલેશમાં કોણ અભિમાની બને? ઉ. ૮ ભા.૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮-કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માન વિનાશનું મૂળ છે. વિશેષાર્થ વર્તમાનકાળ પાંચમા આરાના પ્રભાવથી યુક્ત હોવાથી હમણાં જ્ઞાનાદિ એક પણ ગુણ સંપૂર્ણ પ્રાપ્ત થતો નથી. જેની પાસે જ્ઞાનાદિ ગુણ છે તેની પાસે પણ ગુણલેશ જ છે. એ ગુણલેશ પણ ક્રોધ અને ઇર્ષ્યા વગેરે ઘણા દોષોથી વ્યાપ્ત છે, અર્થાત્ ગુણલેશની સાથે ઘણા દોષો રહેલા છે. ઘણા દોષોથી યુક્ત માત્ર ગુણલેશમાં પણ વિવેકી કોણ અભિમાની બને? અર્થાત્ વિવેકી કોઇ અભિમાની ન બને. શું કરીને અભિમાની ન બને એ પ્રશ્નના ઉત્તરને કહે છે– તીર્થંકર, ગણધર અને ચક્રવર્તી વગેરે પૂર્વપુરુષોના દોષરહિત ગુણસમૂહને સાંભળીને અભિમાની ન બને. અહીં તાત્પર્ય આ છે-. પૂર્વપુરુષોમાં જ્ઞાન અને ઐશ્વર્ય વગે૨ે અનંતાગુણો હતા. એ પ્રત્યેક ગુણો ક્રોધ અને ઇર્ષ્યા વગેરે દોષના અંશથી પણ કલંકિત ન હતા. તેથી પૂર્વપુરુષોને તેવા પ્રકારના સાંભળીને હમણાં અનેક દોષોથી યુક્ત ગુણલેશમાત્રમાં પણ ગર્વનો શો અવકાશ છે? વળી− ઉપર ઉપર જોનારાઓનું અભિમાન અવકાશરહિત જ છે, અર્થાત્ જે જીવ પોતાનાથી અધિક-અધિક ગુણસંપન્ન જીવો તરફ દૃષ્ટિ કરે છે તે જીવમાં અભિમાનને આવવાનો અવકાશ રહેતો જ નથી. [૨૯૬] વૈભવવાળાએ અને ગુણવાને વિશેષથી જ અહંકાર ન કરવો જોઇએ એમ બતાવે છે– सोहइ दोसाभावो, गुणोव्व जड़ होइ मच्छरुत्तिन्नो । विहवेसु तह गुणेसु य, दूमेइ ठिओ अहंकारो ॥ २९७ ॥ જો મત્સરથી ઉત્તીર્ણ હોય=અહંકારથી મિશ્રિત ન હોય તો દોષાભાવ ગુણની જેમ શોભે છે. વૈભવમાં અને ગુણોમાં રહેલો અહંકાર દુ:ખી કરે છે. વિશેષાર્થ– જો કોઇ જીવમાં તેવા પ્રકારનો ત્યાગ અને ગંભીરતા વગે૨ે કોઇ ગુણ પ્રાપ્ત થતો નથી, પ્રાયઃ કેવળ દોષાભાવ જ છે, તો તે દોષાભાવ પણ ગુણની જેમ શોભે છે, પણ જો તે દોષાભાવ અહંકારથી મિશ્રિત ન હોય તો, અર્થાત્ અહંકારથી રહિત દોષાભાવ પણ ગુણની જેમ શોભે છે. વૈભવમાં અને ગુણોમાં રહેલો અહંકાર શિષ્ટજનને ઘણી માનસિક વ્યથા ઉત્પન્ન કરે છે. બીજાએ (વૈભવ અને ગુણથી રહિતે) પણ અહંકાર ન ક૨વો જોઇએ. વૈભવવાળાએ અને ગુણવાને વિશેષથી અહંકાર ન કરવો જોઇએ. [૨૯૭] હવે દૃષ્ટાંત દ્વારા માનવિપાકને બતાવવા માટે સૂત્રકાર કહે છે– जाइमणिक्केणवि, पत्तो डुंबत्तणं दियवरोऽवि । सव्वमएहिं कहं पुण होहिंति न सव्वगुणहीणा ? ॥ २९८ ॥ ૧. અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે- જેની પાસે જ્ઞાનાદિગુણ છે તેની પાસે પણ ગુણલેશ જ પ્રાપ્ત કરી શકાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જાતિમદ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મદેવનું દૃષ્ટાંત-૪૮૯ એક જાતિમદના કારણે ઉત્તમ બ્રાહ્મણ પણ ચાંડાલપણાને પામ્યો. તો પછી સર્વમદોથી યુક્ત સર્વગુણોથી રહિત કેમ નહિ થાય? વિશેષાર્થ– એક પણ જાતિમદના કારણે ઉત્તમ બ્રાહ્મણ પણ પુરોહિતપુત્ર ભવાંતરમાં ચાંડાલપણાને પામ્યો. જે જીવો કુલ આદિ સંબંધી સઘળાય મદસ્થાનોને કરે છે તે જીવો કરાતા તે મદસ્થાનોથી ભવિષ્યમાં સુકુલમાં ઉત્પત્તિ આદિ સઘળાય ગુણોથી રહિત કેમ નહિ થાય? અર્થાત્ થશે. તે ઉત્તમ બ્રાહ્મણે કેવી રીતે ચાંડાલપણું પ્રાપ્ત કર્યું તે કહેવાય છે બ્રહ્મદેવનું દૃષ્ટાંત કુરુદેશમાં જયપુર નામનું પ્રસિદ્ધ નગર છે કે જેના સંભળાતા પણ ગુણો સજ્જનના શબ્દોની જેમ હર્ષને ઉત્પન્ન કરે છે. ત્યાં સોમદત્ત નામનો પુરોહિત વસે છે. તેના વચનની જેમ તેનો પરિવાર પણ શુચિવાદમાં તત્પર દેખાય છે. તેને સેંકડો મનોરથોથી બ્રહ્મદેવ નામનો પુત્ર થયો. તેની યોગ્યતાને જાણીને મોહરાજાએ દ્રષગજેન્દ્રના પુત્ર શૈલરાજને બોલાવીને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! બ્રહ્મદેવની પાસે જઈને બ્રહ્મદેવને મારે આધીન કર. તેથી શૈલરાજે કહ્યું: પિતાજી જે આજ્ઞા કરે છે તે હું કરું છું. પણ તે બિચારો આટલા બધા ઉદ્યમને યોગ્ય નથી, અર્થાત્ બ્રહ્મદેવને આપને આધીન કરવા માટે આટલો બધો ઉદ્યમ કરવાની જરૂર નથી, એટલે કે મારે જવાની કોઈ જરૂર નથી. મારાથી પણ નાનો જાતિમદ, કે જેને પિતાજી પણ જાણે છે, તે એકલાથી પણ બંધાયેલો તે તમારી પાસે આવે. તેથી જો પિતાજી આજ્ઞા કરે તો તેને જ મોકલું. ગુપ્તપણે તો હું પણ પિતાજીની સાથે ત્યાં જઈશ. પછી મોહરાજાથી આજ્ઞા અપાયેલો જાતિમદ ક્ષણવારમાં ત્યાં ગયો. તેનાથી પણ બ્રહ્મદેવ બાલ્યકાલથી અધિષ્ઠિત કરાયો. બ્રહ્મદેવ વિશ્વમાં બ્રાહ્મણજાતિને છોડીને અન્યને નિરર્થક જાણે છે. ( માને છે.) ફરતા શૂદ્રોથી આ વિશ્વ અપવિત્ર કરાયું છે એમ જાણે છે. પાણીથી ભરેલું તાંબાનું વાસણ હાથમાં રાખીને નગરના સર્વમાર્ગોમાં પાણીને છાંટતો ફરે છે. રાજપુત્રનો પણ સ્પર્શ કરતો નથી. જો કોઈપણ રીતે શૂદ્ર શરીરને અડી જાય તો દિવસમાં સાતવાર સ્નાન કરે છે. ગંગાનદીમાં વારંવાર વસ્ત્રસહિત સ્નાન કરે છે. જો ક્યાંક ફરતો તે દૃષ્ટિથી પણ માતંગને જુએ તો વસ્ત્રસહિત સ્નાન કરે છે, ભોજન કરતો નથી, પ્રાયશ્ચિત્ત કરે છે. અન્ય-જાતિઓની નિંદા કરે છે અને અન્ય જાતિઓ ઉપર હંમેશા દ્વેષ ધારણ કરે છે. અન્ય માણસને જોતાં જ (તેની આગળ) સ્વજાતિની અતિશય પ્રશંસા કરે છે. જાણે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦-જાતિમદ વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મદેવનું દષ્ટાંત પિશાચથી ગ્રહણ કરાયો હોય તેમ આ પ્રમાણે કરતા તેના ઉપર લોક હસે છે. જાતિમદમાં અતિશય પ્રવૃત્ત થયેલો તે માતા-પિતાને પણ ઉગ કરે છે. હવે એક દિવસ પિતાએ તેને કહ્યું: હે વત્સ! સર્વકાર્યોમાં અતિશય પ્રવૃત્તિ લોકવ્યવહારથી બહાર છે અને સર્વકાર્યમાં નિષેધ કરાયેલી છે. કારણ કે કહ્યું છે કેવેદને ધારણ કરનાર જો સર્વશાસ્ત્રોના પારને પામેલો હોય તો પણ લૌકિક આચારને મનથી પણ ન મૂકે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરતો તું વ્યવહારનું ઉલ્લંઘન કરે છે. જેથી આટલો બધો જાતિમદ લોકમાં શોભતો નથી. વળી બીજું- કર્મના કારણે બ્રાહ્મણ પણ હિનજાતિમાં ઉત્પન્ન થાય. હીન પણ બ્રાહ્મણ થાય. તેથી કોની જાતિ શાશ્વતી છે? તેથી જાતિનું બહુમાન અને શૌચ તેટલું કર કે જેટલાથી લોકમાં કયાંય ઉપહાસને ન પામે. પિતાથી ઇત્યાદિ કહેવાતો અને બીજાપણ વિશિષ્ટ પુરુષોથી કહેવાતો જાતિમદને વશ બનેલો તે કંઇપણ માનતો નથી, અથવા અધિક દ્વેષમાં ચડે છે, અર્થાત્ અધિક દ્વેષ કરે છે, અધિક જાતિમદ કરે છે. તેથી અયોગ્ય જાણીને પિતાથી તિરસ્કાર કરાયેલો તે ભૂતથી ગ્રહણ કરાયેલાની જેમ પ્રવૃત્તિ કરે છે. હવે એકવાર પિતાનું મૃત્યુ થયું. રાજાએ તે બ્રહ્મદેવ બ્રાહ્મણને જાતિમદની ઉન્મત્તતાથી પરાભૂત થયેલો જાણીને પિતાના પદે અન્યને પુરોહિત સ્થાપ્યો. પછી વ્યવહારથી રહિત હોવાથી તે બ્રહ્મદેવ લાંબા કાળે નિધન થયો. તેથી લોકમાં પૂર્વથી અધિક હિલના કરાય છે. એકવાર વિનોદી એક પુરુષે તેને કહ્યું: હે બ્રહ્મદેવ! અહીં આ તૃણોને એક માતંગે મારા જોતાં જ ચરણોથી કચડ્યા છે, અર્થાત્ માતંગ તેના ઉપર ચાલ્યો છે. (રપ) પછી તારા વડે એમનો આ માર્ગ પાણીથી સિંચાયો નથી, અને તારા વડે અહીં આ તૃણો સ્પર્શાયા છે. તેથી તું જે જાણે તે કર. આ સાંભળીને તે વિચારે છે કે આ સાચું છે. તેથી પોતાની ઘણી નિંદા કરે છે. મારે ત્યાં જવું જોઇએ કે જ્યાં સઘળોય શૂદ્રલોક દૃષ્ટિથી પણ ન દેખાય, અને ક્યાંય માર્ગમાં ન ચાલે. આ પ્રમાણે વિચારીને એક દિશા તરફ નીકળ્યો. એકલો જતો તે જંગલમાં માર્ગથી ભૂલો પડીને ચાંડાલોની પલ્લીમાં પહોંચ્યો. પલ્લીની બહાર ઘણા ચાંડાલોને જુએ છે. ત્યાં એક ચાંડાલ કોઇપણ રીતે સામે આવીને ભટકાયો. તેથી ગુસ્સે થયેલો બ્રાહ્મણ તેને ઢેફાઓથી હણે છે, અને તે પાપી! તું મને વટલાવે છે એમ વારંવાર આક્રોશ કરે છે. તેથી ગુસ્સે થયેલો ચાંડાલ પણ બ્રહ્મદેવને છૂરીથી હણે છે. તેથી બ્રાહ્મણ મરીને તેની જ પત્નીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું દમન એવું નામ રાખ્યું. તે નેત્રોથી કાણો છે, પગથી લંગડો છે અને શરીરમાં કુબડો છે. લોકમાં માતા-પિતાને પણ જોવાયેલો પણ ઉગ ઉત્પન્ન કરે છે. તે પોતાને ઇન્દ્રથી પણ અધિક જાણે Page #118 -------------------------------------------------------------------------- ________________ જાતિમદ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મદેવનું દૃષ્ણત-૪૯૧ છે. (=માને છે.) શિકાર ખેલે છે. દારૂ પીએ છે. માંસ ખાય છે. ચોરી કરે છે. ત્યાંથી મરીને પાંચમી પૃથ્વીમાં નારક થયો. ત્યાંથી મરીને મત્સ્ય થયો. ફરી પણ મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે ઘણા ભવોમાં ભમ્યો. પ્રાયઃ કરીને બધા સ્થળે હીનજાતિમાં ઉત્પન્ન થયો, લોકોને ઉગ કરનારો અને મહાદુઃખી થયો. હવે કોઇવાર કોઈક સ્થાનમાં અજ્ઞાનતપના પ્રભાવથી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પણ ઍવીને ભરતક્ષેત્રમાં પદ્મખંડનગરમાં કુંદાંતા નામની વેશ્યાનો શ્રેષ્ઠરૂપધારી મદન નામનો પુત્ર થયો. તેણે ૭૨ કળાઓ તે રીતે ભણી કે જેથી નગરમાં તેના જેવો વિજ્ઞાનરૂપ ધનવાળો બીજો કોઈ ન હતો, કલાચાર્ય પણ તેના જેવો ન હતો. વળી બીજું- તે ત્યાગના સ્વભાવવાળો, કૃતજ્ઞ, વિનયયુક્ત, હોશિયાર, પરોપકારમાં જ રસિક, દાક્ષિણ્યતામાં તત્પર, અને ગંભીર હતો. ઘણું કહેવાથી શું? તે બીજા પણ ઘણા ગુણોથી યુક્ત હતો. તો પણ લોક અવજ્ઞાથી શું આ વેશ્યાપુત્ર છે? એમ કહે છે. ગુણને અનુરૂપ ફલ ન મળવાના કારણે ક્લેશને પામતો અને અશુભ સંકલ્પ-વિકલ્પને કરતો તે ક્યારેક હૃદયમાં આ પ્રમાણે વિચારે છે કે જો અધમ જાતિમાં નંખાયો તો ઉત્કૃષ્ટગુણવાળો કેમ કરાયો? ઉત્કૃષ્ટગુણવાળો કરાયો તો હીન જાતિમાં કેમ નંખાયો? અથવા અમૃતમય પણ અને કલાઓના આશ્રય પણ ચંદ્રને કલંકસહિત કરીને વિધિ બીજી વસ્તુમાં એક સ્થળે કેવળ ગુણમીલન કેવી રીતે કરે? સાચે સઘળા ગુણોના મીલનમાં ( કેવળગુણોના મીલનમાં) વિધિની બુદ્ધિ વિમુખ (=અવળી ચાલનારી) છે. કારણ કે વિધિએ સમુદ્રને રત્નોથી પૂરીને પણ ખારો બનાવ્યો. ખિન્ન બનેલો તે ઇત્યાદિ વિચારે છે તેટલામાં નગરની બહાર દેવોના આગમનથી મનોહર નંદન નામના ઉદ્યાનને જુએ છે. પૂછાયેલા કોઈકે કહ્યું કે દેવોએ જેમનો મહિમા કર્યો છે તે જ્ઞાનજલદ નામના કેવલી અહીં પધાર્યા છે. હર્ષથી, કૌતુકથી, ભક્તિથી અને શંકાઓને પૂછવા માટે નગરજન ત્યાં જઈ રહ્યો હતો. તેથી મદન પણ ત્યાં ગયો. દેવમનુષ્ય-અસુર-સહિત પર્ષદામાં ધર્મને કહેતા કેવળીને જોઈને તેનાં અંગો પુલક્તિ બન્યાં. પ્રણામ કરીને તે ધર્મકથાને સાંભળે છે. પછી અવસર મેળવીને તેણે પૂછ્યું: હે ભગવન્! મારામાં ગુણો ઘણા હોવા છતાં કયા કર્મથી મને હીનજાતિ મળી? (૫૦) તેથી કેવલીએ કહ્યું: હે ભદ્ર! તારું આ દુઃખ કેટલું માત્ર છે? પૂર્વે મૂઢદયવાળા તેં જે જાતિમદ કર્યો તેનો ફલસમૂહ પૂર્વે પણ અનુભવ્યો છે. આ શેષમાત્ર જ છે. મદને પૂછ્યું: હે ભગવન્! કેવી રીતે મેં જાતિમદનો ફલસમૂહ અનુભવ્યો છે? તેથી કેવલીએ બ્રાહ્મણના ભવથી આરંભી વર્તમાન ભવ સુધીનો સઘળો વૃત્તાંત કહ્યો. આ સાંભળીને સંવેગને પામેલા તેણે અંજલિ કરીને કેવલીને કહ્યું: હે મુનિવર! જો હું આપની કૃપાને યોગ્ય છું. તો આપ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨-કષાયનિગ્રહ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માયાનો વિપાક મને દીક્ષા આપવા વડે મારા ઉપર કૃપા કરો. તેથી કેવલીએ કહ્યું: હે ભદ્ર! જિનોએ શાસ્ત્રમાં હીન-જાતિ વગેરેને દીક્ષાનો નિષેધ કર્યો છે. પણ હું કેવલજ્ઞાન વડે તારી ઉત્કૃષ્ટ આરાધનાને જોઉં છું. તેથી તું પ્રતિબંધ (=વિલંબ) ન કર. ખુશ થયેલો તે પંચમુષ્ટિ લોચ કરીને દીક્ષાને સ્વીકારે છે. થોડા દિવસોમાં ઘણું શ્રુત ભણી લીધું. પછી ગીતાર્થ થયેલા તે મુનિ કેવલીની પાસે આ ઘોર અભિગ્રહ ગ્રહણ કરે છે કે ચારિત્રને પામેલા શંકની પણ આજીવન 'વૈયાવચ્ચ, વિશ્રામણા અને વિનય કરીશ. તથા જ્ઞાન-રૂપ-કુલ-બલ-તપ આદિ સંબંધી આઠ મદસ્થાનોમાંથી એક પણ મદસ્થાન મારે કોઇપણ રીતે ન કરવું. આનું પાલન કરતા તેમની દેવોએ અનેકવાર પરીક્ષા કરી. પણ ક્ષણવાર પણ ચલિત ન થયા. લાંબા કાલ સુધી નિર્મલ વ્રતને પાળીને અંતે એકમાસનું પાદપોપગમન અનશન કરીને માહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયો. મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. [૨૯૮] આ પ્રમાણે બ્રહ્મદેવ બ્રાહ્મણનું કથાનક પૂર્ણ થયું. હવે માયાના વિપાકને આશ્રયીને કહે છે— जे मुद्धजणं परिवंचयंति बहुअलियकूडकवडेहिं । અમરનાસિવસુહાળું, ગપ્પા વધુ વંચિઓ તેહિં ॥ ૨૧૬૫ જેઓ ઘણા અસત્યવચનોની પ્રધાનતાવાળા કુટ-કપટોથી મુગ્ધ (=ભોળા) લોકને છેતરે છે તેઓએ આત્માને દેવ-મનુષ્ય-મોક્ષના સુખોથી ઘણો વંચિત (=રહિત) કર્યો છે. વિશેષાર્થ ફૂટ એટલે હીન-અધિક માપ-તોલાં રાખવાં વગેરે, અથવા ચાણક્ય વગેરેની જેમ દુષ્ટ યોજના બતાવવી વગેરે. કપટ એટલે બીજી રીતે કરવા ઇચ્છેલાને બહાર બીજા સ્વરૂપે પ્રકાશિત કરવું. [૨૯૯] હવે દૃષ્ટાંત બતાવવા દ્વારા માયાના વિપાકને કહે છે जइ वणिसुयाइ दुक्खं, लद्धं एक्कसि कयाइ मायाए । તો તાળ જો વિવાાં, નાળફ ને માફળો નિષ્યં? | ૩૦૦॥ જો વણિકપુત્રીએ એકવાર કરેલી માયાથી દુઃખ પ્રાપ્ત કર્યું તો જે જીવો નિત્ય માયાવી છે તેમના વિપાકને કોણ જાણે? કથાનક કહેવાય છે— ૧. આહાર-પાણી લાવી આપવા વગેરે વેયાવચ્ચ છે, અને શરીર દબાવવું વગેરે સાક્ષાત્ શરીરના સંબંધવાળી સેવા એ વિશ્રામણા છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ માયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) વણિકપુત્રીનું દૃષ્ટાંત [વણિકપુત્રીનું દૃષ્ટાંત-૪૯૩ ઘણા માર્ગોવાળી અને સ્થિર રહેઠાણવાળી શ્રાવસ્તી નામની નગરી છે કે જે શ્વેતમંદિરોથી જાણે ત્રણ માર્ગવાળી અને અસ્થિર એવી દેવનગરી ઉપર હસે છે. ત્યાં સુધન નામે શેઠ છે કે જેના ઘરમાં ઘણા વિસ્તારવાળી ઋદ્ધિ ચોતરફ શોભે છે. શેઠે ઋદ્ધિનો વિધવા સ્ત્રીની જેમ ત્યાગ (=ખર્ચ) કર્યો હતો. તેની અભયશ્રી નામની પત્ની હતી. તેમને ગુણવતી અને અતિદુર્લભ વસુમતી નામની પુત્રી થઇ. તે કળાઓમાં ઘણી હોંશિયાર હોવાથી બાલપંડિતા એ રીતે પ્રખ્યાત થઇ. મોહરાજાની પૌત્રી અને શ્રીરાગકેશરીની બહુલી નામની પ્રસિદ્ધ પુત્રી છે. તે વિશ્વને પોતાને આધીન કરવા માટે ફરી રહી છે. તે રોક-ટોક વિના બધે ફરે છે. હવે એકવાર તે ઉદ્યાન વગેરેમાં ક્રીડા કરતી વસુમતીની સખી થઇ. તેના પ્રભાવથી વસુમતી વિવિધ ચેષ્ટાઓથી લોકને પૂર્વથી અધિક ખુશ કરે છે. હવે તેની કૌમાર્ય અવસ્થામાં અભયશ્રી પરભવમાં જન્મ પામી અર્થાત્ મૃત્યુ પામી. તેથી સુધન કમલા નામની બીજી સ્ત્રીને પરણ્યો. તેણે કમલાને કહ્યું: જો તું મારી પુત્રીને સ્વપુત્રીની જેમ નહીં પાળીશ તો મારી સાથે તારો ઘરવાસ નહીં થાય. આવા ભયથી તે તેનું પાલન કરે છે. તે સારી રીતે વૃદ્ધિ પામે છે. એકવાર સ્વામીને વસુમતી પ્રત્યે દૃઢ સ્નેહવાળા જાણીને કમલા વસુમતીને બરોબર જોતી નથી=એના પાલન-પોષણ તરફ બરોબર લક્ષ આપતી નથી. તેથી વસુમતીએ વિચાર્યું કે પિતાને કહું. અથવા પિતાને કહેવાથી શું? મારી સખી વિશ્વને પણ આધીન કરે છે. તો પછી આને આધીન કેમ ન કરે? તેથી એક દિવસ સખીની સાથે મંત્રણા કરી. પછી કમલા બહાર ગઈ હતી અને સુધન વાસઘરમાં સુતો હતો ત્યારે સાંજના સમયે બારણા આગળ ઊભી રહીને સુધન સાંભળે તે રીતે વસુમતીએ બહુલી સખીને ઉદ્દેશીને કહ્યું: હે સખી! મારી આ સાવકી માતા સાડીથી અત્યંત ચોખ્ખી નથી. આવા પ્રકારની ચિંતા મારા પિતા કરતા નથી, અને હું બાલિકા છું. તેથી શું કરીએ? અથવા આનાથી શું? મને ઊંઘ આવે છે. તેથી જઇને સૂઇ જઇએ. આ પ્રમાણે બોલીને તે સૂઇ ગઇ. આ સાંભળીને ગુસ્સે થયેલો અને ઇર્ષારૂપ અગ્નિથી બળતો સુધન બારણાના ખુલ્લાં કમાડોને બંધ કરીને અંદર રહ્યો. પછી બહારથી આવેલી કમલાએ બારણા આગળ ઊભી રહીને બૂમ પાડી. કોપથી બળતો સુધન ઉત્તર આપતો નથી. તેથી શંકિત હૃદયવાળી કમલાએ કહ્યું: હે સ્વામી! આ શું? તમારા સંબંધી પોતાનો અપરાધ મને યાદ આવતો નથી. હવે જો અજ્ઞાનતાથી મેં અપરાધ કર્યો હોય તો તે અપરાધ પ્રસન્ન થઇને મને કહો, કે જેથી ચરણોમાં પડીને ખમાવું. દરવાજા ઊઘાડો. આ પ્રમાણે કહેવા છતાં તે કોઇપણ રીતે ઉત્તર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪-માયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વણિકપુત્રીનું દૃષ્ટાંત આપતો નથી. તેથી કમલા વિલાપ કરવા લાગી. કમલાએ તેને દીનવચનોથી કહ્યું: હે નાથ! જેટલી કૃપાનો નિર્વાહ કરી શકાય તેટલી જ કૃપા પ્રેમીઓ ઉપર સદાય કરાય છે. અથવા ( કૃપાનો નિર્વાહ ન થઈ શકે તો) કૃપા ન કરવી એ જ યુક્ત છે. કારણ કે દૂર સુધી ઉપર ચઢેલો પતનથી ગભરાય છે, પણ ભૂમિમાં રહેલો પતનથી ગભરાતો નથી. સારી આંખવાળાને ઉખાડેલી આંખનું જે દુઃખ થાય છે તે દુઃખ જન્મથી અંધને થતું નથી. શીલસ્પલનાને છોડીને સ્ત્રીઓ ઉપર આટલો કોપ યોગ્ય નથી. તેમાં પણ તમારો ભેદ મેં સ્વપ્નમાં પણ જોયો નથી. તેથી કરુણા કરીને મારા ઉપર કૃપા કરો. ઉત્તર આપો. દરવાજા ઉઘાડો. અન્યથા તમે મને મરેલી જોશો. વસુમતીએ સખીની કૃપાથી ઘણા સ્થાનોમાં પૂર્વે પણ તે રીતે ખુશ કર્યા છે કે જેથી પિતા તેના વચનને છોડીને બીજા ઉપર કોઈ પણ રીતે વિશ્વાસ કરતો નથી. તે વિચારે છે કે બાલવચનો નિષ્કારણ હોય છે, અર્થાત્ બાલવચનો સ્વાર્થપ્રેરિત કે અહંકારપ્રેરિત હોતા નથી, તેથી બાલવચનો કયારે પણ ખોટાં થતાં નથી. (રપ) તેથી ચોક્કસ આ દુરાચારિણી છે. તેથી ઉત્તર આપતો નથી. કમલા આખી રાત તે જ પ્રમાણે વિલાપ કરતી પસાર કરે છે. સવારે ઉઠીને ઘરમાંથી નીકળેલો સુધન આખોય દિવસ બહાર પસાર કરે છે. સાંજે ફરી આવીને દરવાજા બંધ કરીને પોતાના વાસઘરમાં સૂઈ ગયો. તે જ પ્રમાણે વિલાપ કરતી કમલાને પણ તેણે ન ગણકારી. તેથી રાત્રિ પૂર્ણ થઈ ત્યારે કમલાએ વિચાર્યું. આ કંઇપણ દુષ્ટ માણસનો મહાન વિલાસ છે. નહિ તો તેવા પ્રકારના સ્નેહવાળો પણ પતિ નિષ્ફર કેવી રીતે થઈ ગયો? હમણાં જ મેં સાવકીપુત્રીને અવજ્ઞાથી જોઈ છે. તે મેં અયુક્ત કર્યું. કારણ કે તે પ્રપંચ કરવામાં કુશળ છે. તેથી આ વિલાસ તેણે કર્યો છે બીજા કોઈએ નહીં. હવે એની પાસે જઈને એના ચરણોમાં પડીને કમલાએ કહ્યું: હે વત્સ! મારા સઘળાય અપરાધની ક્ષમા કર. તથા પ્રસન્ન થઈને કોઈપણ રીતે પિતાને તે પ્રમાણે કહે કે જેથી મારા ઉપર કૃપાવાળા થાય. પછી સખીથી શિખવાડાયેલી વસુમતીએ કહ્યું માતા! આ શું છે? કારણ કે આવા વૃત્તાંતની વાત પણ હું જાણતી નથી. બહુલીએ આ વિલાસ કર્યો છે, વસુમતીએ આ વિલાસ કર્યો નથી, એમ જાણતી કમલાએ સઘળોય વૃત્તાંત કહ્યો. પછી વસુમતીએ કહ્યું: અમે તો બાળક છીએ. આવી વાતો સાંભળતા નથી. આમ કહીને ફરી પણ ખોટી નિદ્રા શરૂ કરી. તેથી વિલાપ કરતી કમલાએ ફરી ફરી તેના ચરણોમાં પડીને કહ્યું: હે વત્સ! આજથી હું તારી દાસી છું. હવે અપરાધ નહિ કરું. તેથી એકવાર પ્રસન્ન થઈને સ્વપિતાને મનાવ. આ પ્રમાણે ઘણા આગ્રહથી કહ્યું. ત્યારે વસુમતી બોલીઃ જો તારો આ કંઈ અસદ્ આગ્રહ છે તો જો માને તો પિતાની પાસે જઈને પિતાને કહું છું. તું અહીં રહે. આ પ્રમાણે કહીને Page #122 -------------------------------------------------------------------------- ________________ માયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વણિકપુત્રીનું દૃષ્ટાંત-૪૯૫ પિતાની પાસે જઇને તેણે પિતાને આ પ્રમાણે પૂછ્યું: માતાએ તમારો શો અપરાધ કર્યો છે? તેથી પિતાએ કહ્યું: હે વત્સા! આ દુરાચારિણી છે. તેથી તેનું નામ ન લે. હે પિતાજી! તમે આ કેવી રીતે જાણો છો? પિતાએ કહ્યું: તેં સખીની સાથે તેની સાડી ચોખ્ખી નથી એમ જે કહ્યું હતું તે મેં અહીં સાંભળ્યું હતું. પછી હસીને વસુમતીએ પિતાને આ પ્રમાણે કહ્યું: આવી તમારી કુશળતા? પિતાએ પૂછ્યું: હે વત્સા! શું તે વિગત તે પ્રમાણે નથી? તેણે કહ્યું: હે પિતાજી! માતા સાડી ધોબીઓને જલદી ધોવા માટે આપતી નથી. મિલન પણ સાડી પહેરે છે. તેથી મેં માતાને કહ્યુંઃ ધનનો લોભ કેમ કરે છે? સાડીને ધોવડાવ. આ પ્રમાણે મેં માતાને કહ્યું: છતાં તે સાડી ધોવડાવતી નથી. હે પિતાજી! તેથી મેં તે પ્રમાણે કહ્યું હતું. શીલના વિચારમાં તો માતા ચોખ્ખી જ છે. તેથી સુધને વિચાર્યું: જો, પત્ની આજ્ઞાને સ્વીકારનારી હોવા છતાં માત્ર બાલવચનથી મેં કેમ તેટલી અપમાનિત કરી? (૫૦) ઇત્યાદિ વિચારીને પોતાના દોષની પત્ની પાસે ક્ષમા માંગે છે. પછી વસુમતીના ચિરત્રને જોઇને કમલા ભય પામી. ત્યારથી સમ્યક્ આજ્ઞામાં વર્તે છે. પછી સાકેત નગરમાં નંદ નામનો વણિક વસુમતીને પરણે છે. ત્યાં લાંબા સમય સુધી ઘરવાસ પાળીને પતિનું મૃત્યુ થતાં વસુમતી પાછલી વયમાં તાપસદીક્ષા લે છે. પછી મરીને વ્યંતર દેવોમાં દેવવેશ્યા થઇ. ત્યાંથી પણ (અવીને) ઋષભપુરમાં સુપ્રભશેઠના ઘરમાં શ્રેષ્ઠ રૂપવાળી કમલિની નામની પુત્રી થઇ. આ તરફ ચંપાનગરીમાં સુવ્રત નામનો ધનવાન શેઠ છે. તેનો વસુદત્ત પુત્ર છે. ધનવાન શેઠે વસુદત્ત માટે યૌવનને પામેલી કમલિનીની માગણી કરીને આદરપૂર્વક સગાઇ કરી. વસુમતીએ પૂર્વે સખીના વચનથી જે કર્મ કર્યું હતું તે કર્મના કોઇક વિપાકથી તે દેવ-મનુષ્યના જન્મોમાં સ્ત્રીપણાને પામી. કંઇક કર્મ આ અવસરે ઉદયમાં આવ્યું. તેના પ્રભાવથી વસુદત્તને સ્વમિત્રોએ હાસ્યથી કહ્યું: તારા પિતાએ તારી જે વહુ સ્વીકારી છે. તે આંખોથી કાણી છે. કુરૂપપણાની સીમા છે, તેથી વસુદત્તે પૂછ્યું: તમે કેવી રીતે જાણો છો? તેથી એમનામાંના એકે કહ્યું: હું ઋષભપુરમાં ગયો હતો. ત્યાં મેં સ્વદૃષ્ટિથી તેને જોઇ છે. તેથી જે યુક્ત હોય તે કર. આ સાંભળીને વસુદત્ત હૃદયમાં અતિશય દુ:ખી થયો. તેણે વિચાર્યું: શું જગતમાં બીજી કન્યાઓ ખલાસ થઇ ગઇ છે? જેથી પિતાએ મારા માટે તેવી કન્યા સ્વીકારી. પણ હમણાં તો હું શું કરું? સઘળી જાન તૈયાર થાય છે. પંચમીના દિવસે પ્રત્યક્ષ પ્રમાણથી લગ્ન લક્ષમાં લેવાયા છે. અર્થાત્ પંચમીના દિવસે પ્રત્યક્ષ પ્રમાણથી લગ્ન થશે. તેને સ્વદૃષ્ટિથી જોવા માટે હું સમર્થ નહિ થઇશ. આથી હમણાં કંઇક કપટ કરવું એ યુક્ત છે. આથી આંખોને પાટાથી મજબૂત બાંધીને ઘરે ગયો. માતા-પિતાએ તેને પૂછ્યું: હે વત્સ! આ શું? તેણે કહ્યું: મારી આંખો દુ:ખે છે. પછી આવી ૧. સુવાવિઓ=પદનો શબ્દાર્થ “દુઃખી કરાવાયો” એવો થાય. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬-માયા વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [વણિકપુત્રીનું દૃષ્ટાંત . સ્થિતિમાં પણ તેને માતા-પિતા ઋષભપુરમાં લઈ ગયા. ત્યાં તે પ્રમાણે બાંધેલી આંખોએ જ તે કમલિનીને પરણ્યો. સાસુ-સસરાએ વસુમતિને ચંપા નગરીથી લાવીને કેટલા દિવસ ઘરમાં રાખી તેટલા દિવસ વસુદત્ત ઘરમાં ન આવ્યો. કમલિની કોઈપણ રીતે વિનય વગેરે નિર્મલ ગુણોથી સાસુ-સસરાને તે રીતે ખુશ કરે છે કે જેથી બધા તેના દુઃખથી દુઃખી થયા. માતા-પિતા વગેરેએ વસુદત્તને આ અંગે જાતે કહ્યું અને બીજા દ્વારા પણ કહેવડાવ્યું. આમ છતાં સંભોગસુખની વાત દૂર રહી, કિંતુ તેણે કમલિનીને દૃષ્ટિથી પણ ન જોઈ. પછી તેને પિયરના ઘરે મોકલી. નારકોનાં દુ:ખથી પણ અધિકદુઃખને અનુભવતી તે કષ્ટથી દિવસોને પસાર કરે છે. વસુદત્ત ધનસમૂહ ખર્ચીને વેશ્યા વગેરેની સાથે વિલાસ કરે છે. કમલિનીનું નામ પણ સાંભળતાં સર્વ અંગોમાં બળે છે. જો એની આગળ તેનું રૂપ ઘણું છે ઇત્યાદિ કોઈ વર્ણન કરે તો પણ એ કોઇપણ રીતે વિશ્વાસ કરતો નથી, અને મૌન રહે છે. આ પ્રમાણે વિયોગથી થયેલું મહાદુઃખ કમલિની પૂર્વે ઉપાર્જન કરેલા કર્મના દોષથી બાર વર્ષ સુધી ભોગવે છે. હવે એના કર્મની અનુકૂળતા થતાં સુવ્રત સસરાને (વિશિષ્ટ) બુદ્ધિ ઉત્પન્ન થઈ. આથી સુવ્રતે વસુદત્તના ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત મતિમંદિર નામના મિત્રને ઘરે બોલાવીને અને સન્માન કરીને કહ્યું: (૭૫) મારો પુત્ર અસાધારણ રૂપાદિ ગુણવાળી પણ કમલિનીને ઇચ્છતો નથી તે વિગત તું જાણે જ છે. તેથી કૃપા કરીને તે કોઇપણ ઉપાય કર કે જેથી તે બિચારી શાંતિને પામે. આ કાર્ય નિપુણબુદ્ધિ એવા તારા સિવાય બીજા કોઇથી થઈ શકે તેમ નથી. તેથી મતિમંદિરે કહ્યું: હે શેઠ! આ પ્રમાણે ઘણું ન કહો, અર્થાત્ ઘણું કહેવાની જરૂર નથી. તેને ગુપ્ત રીતે અહીં લઇ આવો. જેથી તેને સુખી કરું. પછી ખુશ થયેલા શેઠે તેને લાવીને બીજાના ઘરમાં રાખી. મતિમંદિર કમલિનીની પાસે જઈને તારે આમ આમ કરવું એમ ગુપ્ત રીતે તેને શિખવાડે છે. તેથી કમલિની શ્રેષ્ઠ શૃંગાર કરીને પાલખીમાં બેસીને વસુદત્તની દુકાનમાં ગઇ. તેના રૂપ વગેરે ગુણસમૂહને જોઇને આસક્ત મનવાળો વસુદત્ત સંભ્રમથી ત્યાં તેને બેસવા માટે ઘણું મોટું આસન અપાવે છે. કમલિની તે આસન ઉપર બેઠી. પછી વસુદત્તે દાસીને પૂછ્યું: આ કોણ છે? દાસીએ કહ્યું: મગધનામના પ્રિય રાજાના આ પત્ની છે. કાપડ, કપૂર, અગરુ અને ચંદન વગેરે વસ્તુઓને લેવા માટે ઉત્તમ સન્નિવેશથી અહીં આવેલા છે. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલો અને કામદેવથી પ્રેરણા કરાતો તે તેને તંબોલ વગેરે આપે છે. બંધાવો' એમ કહીને શ્રેષ્ઠ કાપડ વગેરે લીધું. આ તરફ જાણે સમય પારખીને હોય તેમ સૂર્ય અસ્ત પામ્યો. વસુદત્તના હૃદયમાં ઉત્પન્ન થયેલા કામદેવના વિકારોની જેમ અંધકાર ફેલાયો. દાસીએ વસુદત્તને કહ્યું: હવે અંધારું થઈ ગયું છે. ૧. સન્નિવેશ એટલે નગરની બહારનો પ્રદેશ અથવા ગામ. ૨. અર્થાત્ માલ બંધાવો. Page #124 -------------------------------------------------------------------------- ________________ માયા વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [વણિકપુત્રીનું દૃષ્ટાંત-૪૯૭ તેથી જો તમારી દુકાનમાં જ સ્થાન હોય તો થાકેલા અમારા સ્વામિની રાણી રાતનો શેષ કાળ અહીં પસાર કરે. અમારા પિતાનું કોઇક ઘર પણ અહીં જ છે. અમે ત્યાં જઈએ છીએ. દાસીએ આ પ્રમાણે કહ્યું. એટલે વસુદત્તે વિચાર્યું આ પ્રિયરાજાની સ્ત્રી છે. હું વણિક છું. અમે બે એકલા દુકાનમાં શયન કરીએ એ લોકમાં ઘણું વિરુદ્ધ છે. પણ કામી જીવોનું મન યોગ્યાયોગ્યનો વિચાર કરવા સમર્થ થતું નથી. તેથી કંઈપણ થાઓ. એને એ પ્રમાણે ( દાસીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે) કહું. આમ વિચારીને તેને પલંગ ઉપર રાખી. સઘળોય પરિજન જતો રહ્યો. પછી બંનેએ પરસ્પર સ્નેહની પ્રધાનતાવાળું રતિસુખ અનુભવ્યું. એ પ્રમાણે કરતા તે બેના કેટલાક દિવસો પસાર થઈ ગયા. પ્રીતિ ઘણી વધી. મતિમંદિરે વસુદત્તની પાસે આવીને કહ્યું? શું કોઈ ખરાબ રાણી હજી પણ તારી સાથે રહે છે? તૃષ્ણારહિત પાસેથી ઘણો લાભ લે છે. હોંશિયાર માણસોને કોઈ અવિષય ન હોય. (=કોઈ ન જવા યોગ્ય ન હોય.) મતિમંદિરે આ પ્રમાણે કહ્યું એટલે વસુદત્તને શંકા પડી. તેણે કહ્યું: ઇન્દ્રિયોના સંયમવાળી તે એકલી કપાસ વગેરે ગ્રહણ કરે છે. પછી મતિમંદિરે કહ્યું: અહો! જો, અવસરે પુણ્યરૂપ વૃક્ષ ફલિત થતાં સઘળોય લોક સુખ પામે છે. કારણ કે સૂર્ય કમલિનીને સંધ્યા સમયે દૃષ્ટિથી પણ જોતો નથી, અને પ્રાતઃકાળે કિરણો વડે કમલિનીના સર્વ અંગોનો સ્પર્શ થવા છતાં સંતોષ પામતો નથી. આ પ્રમાણે વિચક્ષણતાથી કહ્યું એટલે વસુદરે વિચાર્યું. આ શું? બુદ્ધિનો સાગર આ સંબંધ વિનાનું બોલે છે. આ વચન તે મારી સ્ત્રી છે એવું સૂચન કરે છે. અને આ સંભવતું નથી. કારણ કે મારી સ્ત્રી કમલિની વિષની લતા છે એમ મેં સાંભળ્યું છે, અને આ તો અમૃતની વેલડી છે. અહીં કમલિનીના આગમનની કોઇપણ રીતે સંભાવના કરાતી નથી. આ પ્રમાણે વિચારતા તેને મતિમંદિરે કહ્યું: હે મિત્ર! ઘણા વિકલ્પોથી તું મુંઝાઇશ નહિ. જે ન ઘટતું હોય તેને પણ વિધિ ઘટાવે છે સંગત કરે છે. (૧૦૦) જે ઘટી રહ્યું હોય સંગત થઈ રહ્યું હોય તેને પણ વિધિ અસંગત કરે છે. તેથી વસુદત્તે પૂછ્યું: તે સુપ્રભની પુત્રી જ છે? મતિમંદિરે કહ્યું: હા. પછી વસુદત્તે કહ્યું છે મિત્ર! મને વરેલી તેને કામાંકુર, મદન અને ગુહ્યક વગેરે મિત્રોએ કાણી અને અતિશય કુરૂપવાળી કેમ કહી? મતિમંદિરે કહ્યું. તે તું જાણે. અથવા તેવા પ્રકારના રમતપ્રિય મિત્રોનાં પણ વચનોમાં આ પ્રમાણે તે આગ્રહ કરે છે. આ તારો દોષ નથી, તારા મિત્રોનો દોષ નથી, કિંતુ તેનો દોષ છે કે જેઓ આ કરાવે છે. તેઓ પણ તેના પૂર્વે કરેલા કર્મથી કરાવે છે. અહીં બહુ કહેવાથી શું? ત્યારથી ખુશ થયેલો વસુદત્ત કમલિનીની સાથે પાંચ પ્રકારના વિષયસુખને ભોગવે છે. આ પ્રમાણે તેમનો કાલ પસાર ૧. આ કથન ચર્થક છે. વસુદત્તના પક્ષમાં કમલિની એટલે વસુદત્તની સ્ત્રી, અને સૂર્યના પક્ષમાં કમલિની એટલે કમલવન. વસુદત્તના પક્ષમાં કર એટલે હાથ, અને સૂર્યના પક્ષમાં કર એટલે કિરણો. ૨. અહીં થરા અશુદ્ધ જણાય છે. ૧ એમ હોવું જોઇએ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮-કષાય નિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોભ સર્વકષાયોથી બળવાન થઈ રહ્યો છે. સમય જતાં માતા-પિતાનું મૃત્યુ થયું. વસુદત્ત ઘરનો સ્વામી થયો. કમલિની પોતાના કર્મના પરિણામને જ વિચારી રહી છે. આ દરમિયાન વિશુદ્ધ અવધિજ્ઞાનથી યુક્ત કમલવદન નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા માટે લોક આવ્યો. પ્રિયાની સાથે ગયેલો વસુદત્ત પણ વંદન કરીને ધર્મ સાંભળે છે. અવસર પામીને કમલિનીએ પૂછ્યું: હે ભગવન્! મેં સંસારમાં કયું કર્મ કર્યું કે જેથી પતિથી તે રીતે ત્યાગ કરાઇ. જ્ઞાનીએ કહ્યું. તે પૂર્વે વસુમતીના ભવમાં બહુલી સખીના દોષથી કમલાને બાર પ્રહર સુધી અતિશય તીવ્ર દુ:ખમાં પાડી હતી. તે કર્મના વિપાકથી બારવર્ષ સુધી તું આ પ્રમાણે દુઃખ પમાડાઈ. કમલિનીએ પૂછ્યું: હે ભગવન્! મેં બહુલી સખીના કારણે કમલાને કેવી રીતે દુઃખમાં મૂકી? તેથી સૂરિએ વસુમતિના જન્મથી આરંભીને વિસ્તારથી તે પ્રમાણે કહ્યું કે જેથી તે બે મહાન સંવેગવાળા બન્યા. પછી ધનનો ધર્મમાં વ્યય કરીને અને પુત્રને ઘરમાં સ્થાપીને બંનેએ દીક્ષા લીધી. કષાયરૂપ શત્રુઓથી ભય પામેલા તે બે ચતુરંગ ધર્મધ્યાનરૂપ મહાનબલ ધારણ કરીને કષાયરૂપ શત્રુઓનો નિગ્રહ કરીને દશમાં દેવલોકમાં મહર્થિક દેવપણાને પામ્યા. [૩૦૦] આ પ્રમાણે માયાના વિપાકમાં વણિકપુત્રી વસુમતીનું કથાનક પૂર્ણ થયું. હવે સર્વકષાયોથી લોભના બલવાનપણાને અને અતિવિસ્તારને બતાવતા ગ્રંથકાર કહે છે को लोभेण न निहओ?, कस्स न रमणीहिं लोलियं हिययं? । को मच्चुणा न गसिओ?, को गिद्धो नेय विसएसु? ॥ ३०१॥ લોભથી કોણ નથી હણાયો? સ્ત્રીઓથી કોનું હૃદય આસક્ત નથી કરાયું? મૃત્યુથી કોણ ગ્રસિત નથી કરાયો? વિષયોમાં કયો જીવ આસક્ત નથી બન્યો? વિશેષાર્થ- જેવી રીતે સ્ત્રી, મૃત્યુ અને વિષયો વગેરે પદાર્થો ભ્રાન્તિ ઉત્પન્ન કરવા વગેરેમાં તીવ્ર સામર્થ્યવાળા અને સર્વસ્થળે સ્મલનારહિત ગતિ કરનાર છે તેવી રીતે લોભ પણ ભ્રાન્તિ ઉત્પન્ન કરવા વગેરેમાં તીવ્રસામર્થ્યવાળો અને સર્વસ્થળે ગતિ કરનારો છે. [૩૦૧] હવે પ્રકારમંતરથી લોભના તે જ બલવાનપણાનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છેपियविरहाओ न दुहं, दारिदाओ परं दुहं नत्थि । लोहसमो न कसाओ, मरणसमा आवई नत्थि ॥३०२॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોભ સર્વકષાયોથી બળવાન-૪૯૯ પ્રિયના વિરહથી અધિક કોઈ દુઃખ નથી. દરિદ્રતાથી અધિક કોઈ દુઃખ નથી. લોભસમાન કોઈ કષાય નથી. મરણ સમાન કોઇ આપત્તિ નથી. [૩૦] શેષકષાયોથી લોભનું બલવાનપણું સકારણ છે. તેથી હવે લોભના બલવાનપણામાં શું કારણ છે તે કહે છે थोवा माणकसाई, कोहकसाई तओ विसेसहिया । मायाएँ विसेसहिया, लोभम्मि तओ विसेसहिया ॥ ३०३॥ इय लोभस्सुवओगो, सुत्तेवि ह दीहकालिओ भणिओ ।। पच्छा एस खविजइ, एसो च्चिय तेण गरुयतरो ॥ ३०४॥ માનકષાયવાળા જીવો થોડા છે. તેનાથી ક્રોધ કષાયવાળા જીવો વિશેષાધિક છે. તેનાથી માયાકષાયવાળા જીવો વિશેષાધિક છે. તેનાથી લોભકષાયવાળા જીવો વિશેષાધિક છે. આ પ્રમાણે સૂત્રમાં પણ લોભનો ઉપયોગ દીર્ઘકાળ સુધીનો કહ્યો છે. તથા લોભનો (પહેલાના ત્રણ કષાયનો ક્ષય થયા) પછી ક્ષય કરાય છે. આથી લોભ જ અધિક બલવાન છે. વિશેષાર્થ કેવલીવડે ચારેય ગતિમાં વિચારાતા જીવોમાં માનકષાયવાળા જીવો થોડા છે. કારણ કે માનકષાયનો ઉપયોગ થોડો કાળ હોય છે, અર્થાત્ માનકષાયના ઉપયોગમાં થોડાક જ જીવો પ્રાપ્ત થાય છે. તેનાથી ક્રોધકષાયના ઉપયોગવાળા જીવો વિશેષાધિક છે. કારણ તે ક્રોધકષાયનો ઉપયોગ માનકષાયના ઉપયોગથી વિશેષાધિક કાળ હોય છે. તેનાથી પણ માયાના ઉપયોગમાં વર્તનારા જીવો વિશેષાધિક છે. કારણ કે માયાકષાયનો ઉપયોગ ક્રોધના ઉપયોગની અપેક્ષાએ પણ વિશેષાધિક કાળ હોય છે. માયાવી જીવોથી લોભકષાયના ઉપયોગથી યુક્ત જીવો વિશેષાધિક છે. કારણ કે માયાના ઉપયોગની અપેક્ષાએ પણ લોભકષાયનો ઉપયોગ વિશેષ કાળ હોય છે. આ જે કહ્યુંતે પ્રમાણે આગમમાં પણ શેષ કષાયોના ઉપયોગને આશ્રયીને લોભના ઉપયોગનો જ અધિક કાળ કહ્યો છે. ક્ષપકશ્રેણિમાં અન્ય સર્વ કષાયોનો અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે ક્ષય થઈ ગયા પછી ઘણા કષ્ટથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જ લોભનો ક્ષય કરવામાં આવે છે. આ બે કારણોથી લોભ જ શેષ કષાયોથી અધિક બલવાન છે. [૩૦૩-૩૦૪] ત્રીજા પણ કારણને કહે છેकोहाइणो य सव्वे, लोभाओ च्चिय जओ पयन्ति । एसो च्चिय तो पढमं, निग्गहियव्वो पयत्तेणं ॥ ३०५॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫00- કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોભ સર્વકષાયોથી બળવાન ક્રોધ વગેરે સર્વ કષાયો લોભથી જ લોભના કારણે જ પ્રવર્તે છે. આથી પહેલાં લોભનો જ પ્રયત્નથી નિગ્રહ કરવો જોઇએ. વિશેષાર્થ– ક્રોધ વગેરે સર્વ કષાયો લોભથી જ પ્રવર્તે છે. આ કારણથી પણ લોભ જ અધિક બળવાન છે. જેણે ધન, ધાન્ય અને સુવર્ણ વગેરે પરિગ્રહનો સર્વથા ત્યાગ કર્યો છે, અને સંપૂર્ણ શરીરમાં પણ મમતા મૂકી દીધી છે, તે જીવના આલંબનરહિત બનેલા ક્રોધ વગેરે કષાયો પ્રવર્તતા નથી. ધનાદિની મૂર્છાથી જ ક્રોધાદિ પ્રવર્તે છે. આથી પહેલાં લોભને જ સંતુષ્ટિ (=સંતોષ)રૂપી લાકડીથી મારીને પ્રયત્નથી કાબૂમાં લેવો જોઈએ. લોભ કાબૂમાં લેવાઈ જતાં બીજા કષાયો ઉક્તયુક્તિથી કાબૂમાં લેવાઈ જ ગયા છે. [૩૦૫] લોભનો સંતોષથી નિગ્રહ કેમ કરાય છે? સારી રીતે ઉપેક્ષા કરાયેલો લોભ ધનનું ઉપાર્જન કરવામાં જ પ્રવર્તે છે, બીજા કાર્યમાં પ્રવર્તતો નથી. તેથી અમે ધનના ઉપાર્જનથી લોભનું શમન કરીશું, અર્થાત્ ધનનું ઉપાર્જન થઈ જશે એટલે લોભ આપ મેળે શમી જશે. આવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છે न य विहवेणुवसमिओ, लोभो सुरमणुयचक्कवट्टीहिं । संतोसो च्चिय तम्हा, लोभविसुच्छायणे मंतो ॥ ३०६॥ દેવો, મનુષ્યો અને ચક્રવર્તીઓએ વૈભવથી લોભને ઉપશાંત કર્યો નથી. તેથી સંતોષ જ લોભરૂપ વિષનો નાશ કરવામાં મંત્ર સમાન છે. [૩૦૬] વૈભવથી લોભ શાંત થતો નથી એટલું જ નથી, બલકે વૈભવની વૃદ્ધિમાં લોભ વધે જ છે, એમ ગ્રંથકાર કહે છે जह जह वड्डइ विभवो, तह तह लोभोऽवि वड्डए अहियं । देवा एत्थाहरणं, कविलो वा खुड्डुओ वावि ॥ ३०७॥ જેમ જેમ વૈભવ વધે છે તેમ તેમ લોભ પણ અધિક વધે છે. આ વિષે દેવો, કપિલ અને ક્ષુલ્લક (આષાઢાભૂતિ) મુનિનું દૃષ્ટાંત છે. વિશેષાર્થવૈભવની વૃદ્ધિ થતાં લોભ પણ વધે જ છે. આ વિષે દેવો દૃષ્ટાંતરૂપ છે. તેમને વૈભવ ઘણો હોય છે એ પ્રસિદ્ધ જ છે. શેષજીવોની અપેક્ષાએ દેવોને જ લોભ પણ અધિક હોય છે એમ આગમમાં જણાવવામાં આવે છે. મનુષ્યલોકમાં પણ પ્રાયઃ વૈભવવાળાઓને મૂછ અધિક હોય છે. અહીં કપિલ અને ક્ષુલ્લકનું દૃષ્ટાંત છે. તેમાં કપિલ કોણ છે તે કહેવાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) કપિલનું દૃષ્ટાંત કૌશાંબી નામની નગરી છે. તે નગરીની બહાર રાજહંસના પરિવારથી અને કમલોથી સહિત સરોવરો શોભે છે, અને અંદર રાજહંસના પરિવારથી અને કમલોથી સહિત મંદિરો શોભે છે. તેમાં રાજસંમત કાશ્યપ નામનો પુરોહિત છે. તેના જિલ્લાના અગ્રભાગ ઉપર રહેલ વેદશાસ્ત્ર પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. તેની યશા નામની પત્ની છે, અને કપિલ નામનો પુત્ર છે. તેની બાલ્યાવસ્થામાં જ કાશ્યપ મૃત્યુ પામ્યો. તેથી તેનું પદ રાજાએ વિદ્યાસંપન્ન કોઇ બ્રાહ્મણને આપ્યું. હવે તે મસ્તકે શ્વેત છત્ર ધારણ કરીને નગરમાં ફરે છે. કેટલોક કાળ ગયા પછી એકવાર પોતાના ઘરના દરવાજા આગળથી તે પુરોહિતને જતો જોઇને યશા અતિશય દુઃખી થઇને રોવા લાગી. તેથી કપિલે પૂછ્યું: હે માતા! તું કેમ રડે છે? માતાએ કહ્યું હે વત્સ! તારા પિતાની ઋદ્ધિ આ બ્રાહ્મણે પ્રાપ્ત કરી છે. કપિલે પૂછ્યું: રાજાએ તે ઋદ્ધિ આપણને કેમ ન આપી? માતા બોલીઃ હે પુત્ર! તું ભણ્યો નહિ, તેથી આ ઋદ્ધિ રાજાએ આપણને ન આપી. મૂર્ખાઓથી આ ઋદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી કપિલે વિચાર્યું: દોરીથી રહિત ધનુષ્યો વાંસની પ્રસિદ્ધિને કરતા નથી, તેવી રીતે ગુણથી રહિત પુત્રો વંશની કઇ પ્રસિદ્ધિને કરે છે? અર્થાત્ કોઇપણ પ્રસિદ્ધિને નથી કરતા. હવે કપિલે માતાને કહ્યું: હે માતા! હું હમણાં પણ ભણું. માતાએ કહ્યું: ઇર્ષ્યાના કારણે તને અહીં કોઇ જ નહિ ભણાવે. પણ જો તું શ્રાવસ્તિ નગરીમાં જાય તો, ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત નામનો બ્રાહ્મણ છે. ને તને ભણાવે. તેથી કપિલ શ્રાવસ્તિ નગરીમાં ઇન્દ્રદત્તની પાસે ગયો લાભથી લોભની વૃદ્ધિમાં] [કપિલનું દૃષ્ટાંત-૫૦૧ તેણે ઇન્દ્રદત્તને આવવાનું કારણ વગેરે સઘળો વૃત્તાંત કહ્યો. તેથી ઇંદ્રદત્તની આંખો આંસુના જલથી ભરાઇ ગઇ. તેના પિતા ઉપર અતિશય સ્નેહના કારણે ઇન્દ્રદત્તે તેને ભેટીને કહ્યું: હે વત્સ! હમણાં પણ તારે વિદ્યાનું ઉપાર્જન કરવું એ યુક્ત છે. અને તું મારી પાસે જે આવ્યો છે તેને પણ વિશેષથી યુક્તિયુક્ત જાણ. કારણ કે તારા માટે હું કાશ્યપથી જુદો નથી. તેથી તું અહીં રહીને ભણ. પણ તને ભોજન કરાવવાની મારી શક્તિ નથી. કપિલે કહ્યું: તો હું ભિક્ષા માટે પરિભ્રમણ કરીને ભોજન મેળવીશ. તેથી ગુરુએ કહ્યું: હે વત્સ! ભોજનની નિશ્ચિન્તતા ન હોય તો પાઠ ન થાય. કારણ કે કહ્યું છે કે-‘આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રરાગ આ પાંચ આંતરિક ગુણો પાઠની સિદ્ધિ કરનારા છે. આચાર્ય, પુસ્તક, નિવાસ, સહાય અને ભોજન એ પાંચ બાહ્યગુણો પાઠની વૃદ્ધિ કરનારા છે. ઉદ્યમરહિત, પ્રવાસ કરનાર, માનનો ઉત્કર્ષકરનાર, આળસુ, અન્યમાં ચિત્ત રાખનાર, આચાર્યદ્વેષી અને ભૂભંગ ભરેલા કટાક્ષોથી વિસ્મિતમુખવાળી સ્ત્રીનું ધ્યાન કરનાર વડે લોકમાં ખ્યાતિ કરનાર અને સત્પુરુષોને બહુમાન્ય એવો વિદ્યાગુણ સાધી શકાતો નથી.” તેથી શાલિભદ્ર શેઠની Page #129 -------------------------------------------------------------------------- ________________ લાભથી લોભની વૃદ્ધિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કપિલનું દૃષ્ટાંત-૫૦૨ પાસે ભોજનની માગણી કરીએ એમ કહીને ઉપાધ્યાય કપિલને શેઠની પાસે લઇ ગયો. ત્યાં ઉપાધ્યાયે ગાયત્રી મંત્ર કહ્યો. તે આ પ્રમાણે-‘ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેë માઁ તેવસ્ય ધીમહિ। ધિયો યો ન: પ્રોડ્યેત્ ॥'' (પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, અને દેવસ્વરૂપ તે પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.) આ મંત્ર સાંભળીને શેઠે કહ્યું: આપને જે કામ હોય તે કહો. ઉપાધ્યાયે ભોજનની વાત કરી. શેઠે તેનો સ્વીકાર કર્યો. પછી કપિલ ભણે છે અને શેઠના ઘરે ભોજન કરે છે. પીરસનારી દાસીના પૂર્ણયૌવનમાં કપિલ અનુરાગી બન્યો, અને દાસી પણ તેના પ્રત્યે દૃઢ આસક્ત બની. આ પ્રમાણે કાલ પસાર થઇ રહ્યો હતો. તેવામાં દાસીઓનો કોઇ ઉત્સવ આવ્યો. આ ઉત્સવમાં બીજી દાસીઓને વેશ અને આભૂષણ આદિથી સુશોભિત જોઇને તે દાસી રડવા લાગી. હવે કપિલે તેને પૂછ્યું: તું અધીરતાને કેમ કરે છે? (=ઉદ્વેગ કેમ કરે છે?) તેથી દાસીએ કહ્યું: હું દરદ્ર એવા તારા ઉપર અનુરાગવાળી બની, તેથી હમણાં શૃંગાર, પુષ્પ અને તંબોલથી રહિત હું સખીઓમાં શોભારહિત બનીશ, અર્થાત્ સખીઓમાં મારું મહત્ત્વ નહિ રહે. તેને આવી જાણીને કપિલે વિચાર્યુંઃ જુઓ, ધનહીન ગૃહસ્થોનો પગલે પગલે પરાભવ જ થાય છે. આમ વિચારીને અધીરતાને (ઉદ્વેગને) કરતા તેને દાસીએ કહ્યું: તું જરા પણ અધીરતાને (ઉદ્વેગને) ન કર. આ નગરમાં ઘણી ઋદ્ધિવાળો ધન નામનો શેઠ રહે છે. (રપ) તે સવારે ઉઠ્યા પછી પહેલાં જે બ્રાહ્મણને જુએ છે તેને બે માસા સોનું આપે છે. માટે પ્રભાતે તું તેની પાસે જા. પછી તે સૂઈ ગયો. બીજો કોઇ બ્રાહ્મણ પહેલાં જતો રહેશે એવી ઉત્સુક મતિવાળો તે અર્ધીરાતે ઉઠીને ધનશેઠના ઘરે જવા માટે ચાલ્યો. કોટવાલોએ તેને (ચોર સમજીને) પકડીને બાંધ્યો. સવારે રાજાને સોંપ્યો. રાજાએ પણ આકૃતિથી તેને નિર્દોષ જાણીને સત્ય હકીકત પૂછી. તેણે પણ સઘળુંય સાચું કહી દીધું. તેથી કરુણાથી રાજાએ કહ્યું: તું જેટલું કહે તેટલું સોનું હું જ તને આપું છું. તું માંગ. તેથી તેણે કહ્યું: હું વિચારીને માગું છું. રાજાએ કહ્યુંઃ એમ કર. રાજાથી અનુજ્ઞા અપાયેલો તે અશોકવાટિકામાં વિચારવા લાગ્યો. બેમાસા સુવર્ણથી વસ્ત્ર વગેરે નહિ થાય. સો સોનામહોર માગું. તેનાથી પણ પ્રિયતમાના શરીરમાં પણ આભૂષણો નહિ થાય. હજાર સોનામહોરથી પણ ઘર વગેરે નહિ થાય. લાખ સોનામહોરથી પણ પુત્રલગ્ન વગેરે કાર્યસિદ્ધ નહિ થાય. ક્રોડસોનામહોરથી પણ સુખીસ્વજનો સ્વસ્થતાને ન પામે. કોડાકોડ સોનામહોરથી પણ હાથી અને અશ્વ વગેરે ન થાય. ઇત્યાદિ વિચારતા તેનું કોઇપણ રીતે પૂર્વે ઉપાર્જન કરેલું તે કોઇપણ શુભ કર્મ ઉદયમાં આવ્યું કે જેથી રાગકેશરીનો પુત્ર અને મોહરાજાનો પ્રપુત્ર દુષ્ટ એવો સાગર Page #130 -------------------------------------------------------------------------- ________________ લાભથી લોભની વૃદ્ધિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કપિલનું દૃષ્ટાંત-૫૦૩ ક્યાંક છૂપાઇ ગયો. તેથી કપિલ આ પ્રમાણે વિચારવા લાગ્યો. મૂઢ હૃદયવાળા મેં આ શું આરંભ્ય? બેમાસા સુવર્ણ મેળવવા માટે હું નીકળ્યો હતો. પણ ઘણો લાભ સમુપસ્થિત થયો છે=ઘણા લાભની તક મળી છે એમ જોઇને હતાશ એવું મારું મન કોડાકોડિથી પણ સંતોષ પામતું નથી. અથવા અગ્નિ કાષ્ઠોથી તૃપ્ત થતો નથી. જલથી સમુદ્ર તૃપ્ત થતો નથી. મારા વિવેક રહિત વિલાસને જુઓ. હું આવ્યો હતો ભણવા માટે, અને તે કંઇપણ શરૂ કર્યું કે જેથી મૂર્ખતા સ્પષ્ટ થાય. ગુરુને, કુલકાર્યને અને પોતાની મર્યાદાને અવગણીને જે માત્ર દાસીનો સ્વીકાર કર્યો અને જેના કાર્ય માટે આટલો લોભ કર્યો, અબુધલોકને ભોગવવા યોગ્ય તે દાસીનો વિદ્વાનોએ ત્યાગ કર્યો છે. આ પ્રમાણે પરને પ્રાર્થના કરવી પડતી હોવાના કારણે ભોગો વિડંબનારૂપ કેમ નથી? અર્થાત્ વિડંબનારૂપ છે. તેથી ઘણા પણ વૈભવથી લોભ વધે છે, નાશ પામતો નથી. સઘળાય સ્ત્રીસમૂહથી ભોગતૃષ્ણા નાશ પામતી નથી. તેથી સંતોષને છોડીને બીજું કંઈ સુખોનું કારણ નથી. તેથી તે જ યોગ્ય છે. ઇત્યાદિ વિચારતા કપિલને જાતિસ્મરણ થયું. જાતિસ્મરણથી તેને પૂર્વે પાંચસો સાધુઓની વચ્ચે (=સાથેરહીને જેવી રીતે સાધુપણું આચર્યું, અને જે રીતે દેવલોકમાં ગયો તે રીતે બધું પ્રગટ થયું. તેથી સંસારના પરમાર્થને જાણીને દીક્ષાનો સ્વીકાર કર્યો. દેવતાએ સાધુવેશ આપ્યો. પછી નિઃસ્પૃહતાના કારણે ચક્રવર્તીપણાને પામેલા તે રાજાની પાસે આવે છે. શું વિચાર્યું? એમ રાજાએ પૂછ્યું. આથી તેમણે સંવેગને ઉત્પન્ન કરનાર સઘળોય વૃત્તાંત રાજાને કહ્યો, અને આ શ્લોક બોલ્યા: जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ । दोमासकयं कजं, कोडिए वि न निट्ठियं ॥ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધે છે. લાભથી લોભની વૃદ્ધિ થાય છે. બે માસા સોનાથી કરવાનું કાર્ય ક્રોડ સોનામહોરથી પણ ન થયું.” રાજાએ કહ્યું: હું કોડ પણ સોનામહોર આપું છું. તેથી સાધુએ કહ્યું: હે રાજન! દૈવી ઋદ્ધિથી પણ જે જીવ કોઇપણ રીતે સંતોષને પામ્યો નહિ તે જીવને અતિશય ઘણો વૈભવ મળવા છતાં શી તૃપ્તિ થાય? તેથી મેં સંતોષરૂપ જલથી તૃષ્ણારૂપ અગ્નિ શાંત કર્યો છે. તમારે પણ આ જ કરવું યોગ્ય છે. (૫૦) કારણ કે અનાદિભવમાં મહાપરિભ્રમણમાં પૂર્વે અનંતવાર દરિદ્રતા વગેરે અને ધન વગેરે પ્રાપ્ત થયું છે. જે વૈભવ અને સ્ત્રીવર્ગ વગેરેને પહેલાં રક્ષા કરીને પછી છોડ્યું, તે વૈભવ અને સ્ત્રીવર્ગ વગેરેને હૃષ્ટ-તુષ્ટ થયેલા અને સારી રીતે અલંકૃત થયેલા બીજાઓએ ભોગવ્યું. આ ભવમાં પણ જે કંઈ ધન વિસ્તાર વગેરે રમણીય દેખાય છે એનો પણ તે માર્ગ છે–તેને પણ બીજાઓ ભોગવશે. તેથી ધર્મમાં ઉદ્યમ ઉ. ૯ ભા.૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪-લાભથી લોભની વૃદ્ધિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કપલિનું દૃષ્ટાંત કરવો જોઇએ. સમ્યબોધ પામેલા પિલમુનિ સંવેગથી સારભૂત વચનો વડે રાજા વગેરેને પ્રતિબોધ પમાડીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તે ધીરપુરુષે તે રીતે ઉગ્ર તપ ક્રિયા કરી કે જેથી છઠ્ઠા મહિનામાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ તરફ પૂર્વભવમાં જે પાંચસો સહાયક સાધુઓ હતા તે દેવલોકમાં ગયા. પછી ત્યાંથી આવીને કોઇક કર્મવશથી રાજગૃહની નજીકની નગરીમાં ઇક્કડદાસ નામથી પાંચસો ચોર થયા. કપિલ કેવલજ્ઞાનથી જાણીને તેમને પ્રતિબોધ પમાડવા માટે ગયા. ચોરોએ તેમને ઘેરી લીધા. જોયા તો આ સાધુ એમ જાણ્યું. પછી તેમને સેનાપતિની પાસે લઇ જઇને ગુસ્સે થયેલા ચોરોએ કહ્યું: હે સાધુ! તું નાચવાનું જાણે છે? આથી કેવલીએ કહ્યું: જો કોઇક વાજિંત્ર વગાડે તો હું નૃત્ય કરું. તેથી કપિલ કેવલીને વચ્ચે રાખીને ચારે-બાજુ વીંટળાઇને રહેલા ચોરો તાળીઓ વગાડે છે. કપિલ કેવલી પણ નૃત્ય કરતાં કરતાં રાસડાનું એક ધ્રુવક બોલ્યા. તે આ પ્રમાણે— अधुवे असासयम्मी, संसारम्मी दुक्खपउराए । નિં નામ હોપ્ન તે મયં, ગેળાä વુડું ન ગચ્છિન્ના ॥ ઉત્તરા-૮/૧ “હે પ્રભુ! અસ્થિર, ક્ષણિક અને દુઃખથી ભરેલા આ સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઇ ન શકું?' संबुज्झह किं विमुज्झह, संबोही पुणरवि दुल्लहा । નો હૂઁવળમતિ રાડ્યો, નો પુત્તમ પુળરવિ નીવિયં ॥ (ભવવૈરાગ્યશતક ગાથા-૭૩) તમે બોધ પામો. તમે કેમ મુંઝાઓ છો? બોધિ (=સમ્યગ્દર્શન) ફરી પણ દુર્લભ છે. જેમ ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી તેમ જીવન ફરી સુલભ નથી.' થુવે અન્નાભયમ્મી ઇત્યાદિ ધ્રુવક અહીં કહેવો. भोगामिसदोषविसन्ने, हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । વાતે ય મનુ! મૂઢે, વાડ઼ મસ્જીિયા વ ણેમ્મિ । ઉત્તરા- ૮/૫ ‘‘ભોગરૂપી માંસના દોષોથી લેપાયેલો, હિતકારી એવા મોક્ષથી વિપરીત બુદ્ધિવાળો, આળસુ, મૂર્ખ અને અજ્ઞાની જીવ બળખામાં લપટાયેલી માખીની જેમ સંસારમાં ફસાય છે.’’ અહીં ધ્રુવક કહેવો. कसिणंपि जो इमं लोयं, पडिपुन्नं दलएज एक्कस्स । તેવિ સે ન સંતુસ્સે, ય તૂબૂરણ રૂમે આયા | ઉત્તરા- ૮/૧૬ ૧. ધ્રુવક એટલે સંગીતમાંના ટેકની કડી. Page #132 -------------------------------------------------------------------------- ________________ લોભપિંડ વિષે] “ધન-ધાન્યથી ભરેલો પણ તેને સંતોષ થતો નથી. આ આ ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દૃષ્ટાંત-૫૦૫ સંપૂર્ણ લોક જો એક માણસને આપી દેવામાં આવે તો આત્માને તૃપ્ત કરવો દુષ્કર છે.' અહીં ધ્રુવક કહેવો. णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासुऽणेगचित्तासु । નાઓ પુષેિ પત્તોમિત્તા, વિત્ત્તતિ નન્હા વ વાસેËિ । ઉત્તરા- ૮/૧૮ “સાધુ પુષ્ટસ્તનવાળી, ચંચલ ચિત્તવાળી અને રાક્ષસી જેવી તે સ્ત્રીઓમાં મૂર્છા ન પામે, કે જે સ્ત્રીઓ પુરુષોને લોભાવીને સેવકની માફક કામ કરાવે છે.' અહીં ધ્રુવક કહેવો. ઇત્યાદિ રાસડામાં કેટલાક પ્રથમ શ્લોકમાં પ્રતિબોધ પામ્યા, કેટલાક બીજા વગેરે શ્લોકમાં પ્રતિબોધ પામ્યા, યાવત્ બધાએ દીક્ષા લીધી. કપિલ કેવલી આ પ્રમાણે બીજાઓને પણ પ્રતિબોધ પમાડીને મોક્ષમાં ગયા. બીજા પણ સાધુઓ ક્રમે કરીને કર્મરહિત બનીને મોક્ષ પામશે. આ પ્રમાણે કપિલકેવળીનું કથાનક પૂર્ણ થયું. હવે ક્ષુલ્લકનું (=આષાઢાભૂતિનું) કથાનક કહેવામાં આવે છે ક્ષુલ્લકનું (=આષાઢાભૂતિનું) દૃષ્ટાંત જેમાં અશ્વોની ખરીઓથી ઉડાવાયેલી ધૂળથી સૂર્ય સદા ઢંકાયેલો રહે છે, અને એથી સૂર્ય પણ ઉનાળામાં પણ લોકને સંતાપ પમાડતો નથી, તેવું રાજગૃહ નામનું નગર છે. તે નગરમાં કોઇક ગચ્છમાં રોહણ પર્વતના શિખરમાં મરકતમણિની જેમ ધર્મરુચિ આચાર્યને આષાઢાભૂતિ નામના શિષ્ય પ્રાપ્ત થયા. વિશ્વમાં પણ વેશ-ભાષા વગેરે સંબંધી તે વિજ્ઞાન નથી કે જે વિજ્ઞાનને તે તે વિજ્ઞાનને અનુરૂપ કર્મક્ષયોપશમથી આષાઢાભૂતિ મુનિ ન જાણતા હોય, એમ હું માનું છું. હવે એકવાર ભિક્ષાચર્યા માટે ભમતા તે મુનિ કોઇપણ રીતે રાજનટના ઘરમાં પ્રવેશ્યા. ત્યાં તેમને ભિક્ષામાં સ્નિગ્ધ અને શ્રેષ્ઠ એક મોદકની પ્રાપ્તિ થઇ. હવે ઘરમાંથી બહાર નીકળીને દરવાજામાં આવતાં માયાએ તેનું ઘણું સાંનિધ્ય કર્યું, તથા લોભનું પણ સાંનિધ્ય થયું, અર્થાત્ તેમના હૃદયમાં માયાએ અને લોભે પ્રવેશ કર્યો. આથી તેમણે આ પ્રમાણે વિચાર્યુંઃ આ મોદક આચાર્યનું થશે, અર્થાત્ આચાર્યને આપવો પડશે. આથી અન્ય કોઇપણ વેશ કરીને પોતાના માટે બીજો મોદક માગું. આથી કાણા બનીને ફરી રાજનટના ઘરમાં ગયા. એક મોદક મેળવ્યું. ફરી પણ દ્વાર આગળ વિચાર્યુંઃ આ ઉપાધ્યાયનું થશે. ફરી કુબડાનું રૂપ કરીને પ્રવેશ કર્યો. એક મોદક મેળવ્યું. આ મોદક આજે કારણવશથી વસતિમાં જ રહેલા સંઘાટકનું થશે એમ વિચારીને કોઢિયાના રૂપથી ફરી રાજનટના ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના માટે એક મોદક મેળવ્યું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬-લોભપિંડ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દાંત ઝરૂખામાં બેઠેલા નટે આષાઢાભૂતિ મુનિની તેવા પ્રકારની આ બધીય ચેષ્ટા જોઈ. પછી તેના અસાધારણ વિજ્ઞાનથી તુષ્ટ થયેલા આ નટે વિચાર્યું અહો! જો કોઈપણ રીતે આ નટ થાય તો મનુષ્યો તો ઠીક, કિંતુ દેવો પણ પોતાના વૈભવને આપે. તેથી કોઈ પણ ઉપાયથી જો આ ગ્રહણ કરાય તો સારું. દઢલોભરૂપ બંધનથી મોટા માણસો પણ ક્ષણવારમાં બંધાય છે. જો કે એણે વ્રતનો સ્વીકાર કર્યો હોવાથી એને ધનનું પ્રયોજન નથી, તો પણ એનામાં સ્નિગ્ધ-મધુર આહારની આસક્તિ દેખાય છે. સ્નિગ્ધ-મધુર આહાર કરનારાઓના મનમાં પ્રાયઃ કામ પણ ઉત્પન્ન થાય છે. તેથી લાવણ્ય, વિલાસ અને રૂપની વિદ્યમાનતાથી અસાધારણ બલવાન મારી પુત્રીઓથી બંધાયેલો તે મજબૂત દોરડાઓથી બંધાયો હોય તેમ ચોક્કસ મારા વશમાં આવશે. ઈત્યાદિ વિચારીને રાજનટે નીકળતા એવા તેમને બોલાવ્યા. પછી ઘણા સન્માન અને વિનયપૂર્વક તેમના પાત્રને મોદથી ભરીને આ પ્રમાણે પ્રાર્થના કરી, મહાકૃપા કરીને દરરોજ મારા ઘરે આવવું. આષાઢાભૂતિના ગયા પછી નટે તેનું સઘળુંય વિજ્ઞાન સ્વપત્નીને જણાવીને કહ્યું કે, તારે સદાય તેની સંપૂર્ણ આદરથી ભક્તિ કરવી. નટીએ પણ તે વાતનો સ્વીકાર કર્યો. નટની બે પુત્રીઓ છે. તેમને પણ તે બધું જણાવીને કહ્યું તમારે તેને તે રીતે ચલિત કરવો કે જેથી જલદી તમારા વશમાં આવે. હવે નટી સદાય તેની સ્નિગ્ધ મોદક આદિથી ભક્તિ કરે છે. નાગદમની ઔષધિઓ સર્પને આકર્ષે તેમ પુત્રીઓ પણ વિલાસપૂર્વક અને કટાક્ષસહિત જોવું વગેરે વિકારવાળી કામચેષ્ટાઓથી વિવેકહીન બનેલા તેના મનને હઠથી આકર્ષે છે. તેથી મર્યાદાઓનો ત્યાગ કરીને તે પણ તેમની સાથે પરિહાસ કરે છે. હવે એકવાર આલિંગન આદિ ક્રિયાઓમાં પ્રવર્તતા તેને અતિશય અનુરાગી જાણીને કહ્યું: જો તને અમારા બંનેથી કામ હોય તો તું દીક્ષા છોડીને અમને પરણ. આ દરમિયાન એનું પણ ચારિત્રાવરણ કર્મ ઉદયમાં આવ્યું. કુલનું અભિમાન નાશ પામ્યું. વિવેકનું માહાભ્ય ગયું. તે જિનોપદેશથી વિચલિત થયો. તેથી નટપુત્રીઓની માગણીનો સ્વીકાર કરીને આચાર્યને પોતાનો અભિપ્રાય કહ્યો. તેથી ગુરુ પણ વિચારવા લાગ્યાઃ અહો! જેના સૈન્યો આવાના પણ માહાભ્યને ક્ષણવારમાં ખતમ કરી નાખે છે. (રપ) તે મોહરાજાનું બલ જો. હવે ધર્મરુચિસૂરિએ તેને કહ્યું. હે વત્સ! જે આ લોકમાં પણ દુઃખનું કારણ છે એવું આ તે સાધુ થઈને પણ કેમ વિચાર્યું? તે ઘણા કાળ સુધી શીલનું પાલન કર્યું છે, ઘણા કાળ સુધી શ્રુત ભર્યું છે, ઉપસર્ગપરીષહોને જીતીને તપકર્મ કર્યું છે, મોક્ષપુરના માર્ગે પ્રયાણ કરનારા તારો ઘણો માર્ગ પસાર થઈ ગયો છે, આગળ થોડો બાકી રહ્યો છે. તેથી હે વત્સ! ગંગાનદીને ઉતરીને ખાબોચિયામાં ડૂબ નહિ. પછી આષાઢાભૂતિએ કહ્યું: હે ભગવન્! આપની કૃપાથી કંઈક હું પણ જાણું છું. Page #134 -------------------------------------------------------------------------- ________________ લોભપિંડ વિષે] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દૃષ્ટાંત-૫૦૭ તો પણ આ મહામોહ સમર્થ થાય છે. મોહરૂપ મહાવિષવાળા સર્પથી ડેસાયેલા જીવોના વિષને સર્વજ્ઞરાજાનો પણ મંત્ર જે રીતે કયારેય દૂર કરી શકતો નથી તે રીતે તમે પણ જાણો છો. તેથી આજે પણ હું તમારી ચરણસેવા કરવા માટે અયોગ્ય છું. ગુરુ પ્રસન્ન થઈને હું જે રીતે જોવાલાયક ન રહું તે રીતે કરે. પછી આગ્રહ જાણીને ગુરુએ પણ કહ્યું: જિનેશ્વરોનો, સાધુઓનો અને જિનચૈત્યનો ભક્ત રહેજે. સમ્યકત્વમાં દઢ રહેજે. હવે દીક્ષા છોડીને નટકન્યાઓને તે પરણે છે. નૃત્યમાં બધાય નટોનો શિક્ષાગુરુ થયો. ખુશ થયેલા સર્વ રાજાઓ તેને મહાદાન આપે છે. તેથી તેણે સસરાનું ઘર વૈભવથી ભરી દીધું. ખુશ થયેલો નટ પુત્રીઓને શિખામણ આપે છે કે ઉત્તમ સ્વભાવવાળા આની સદાકાલ પ્રયત્નથી સેવા કરવી. જો તે કોઈક કર્મવશથી એણે સ્વમાર્ગ છોડી દીધો છે તો પણ કોઈક અકાર્યને જોઇને તમારા પ્રત્યે વિરાગી બની જશે. તેથી મદ્યનો દૂરથી ત્યાગ કરવો. માંસ ન ખાવું. વધારે શું કહેવું? સદાય અપૂર્વશૃંગારથી સુંદર બનીને, પવિત્ર થઈને, અપ્રમત્ત બનીને એની આરાધના કરો. તેના ચિત્તને જાણીને તેની ઇચ્છા પ્રમાણે અનુકૂલ આચરણ કરો. આ પ્રમાણે પિતાથી શિખામણ અપાયેલી પુત્રીઓ નિત્ય તે પ્રમાણે જ કરે છે. એક દિવસ તે નગરના સ્વામી સિંહરથ રાજાએ સ્ત્રી વિના નાટક કરવા માટે સઘળા નટોને બોલાવ્યા. આથી સ્ત્રીઓને ઘરે મૂકીને નટો નાટક કરવા ગયા. તેથી આષાઢાભૂતિ લાંબા કાળે આવશે એમ વિચારીને નટપુત્રીઓએ ઇચ્છા મુજબ ઘણો દારૂ પીધો. તેથી વાસભવનમાં ભૂમિ ઉપર પડેલી તે બંને અવ્યક્ત બોલે છે. વસ્ત્રો અંગ ઉપરથી ખસી ગયાં છે. કેશકલાપ પૃથ્વી ઉપર આળોટે છે. (તેમના મુખમાંથી) દુર્ગધ પ્રસરી રહી છે. (શરીર ઉપ૨) માખીઓનો સમૂહ ગણગણાટ કરી રહ્યો છે. હાથ-પગ આડા-અવળા પડેલા છે. આ તરફ રાજકુલમાં નૃત્યનો કાર્યક્રમ બંધ રહ્યો. તેથી આષાઢાભૂતિ વાસભવનમાં જેટલામાં જાય છે તેટલામાં દૂરથી જ મદ્યની ગંધ આવવાથી પ્રવેશ કરવા સમર્થ ન થયો. કોઇપણ રીતે અંદર ગયો. પછી નટપુત્રીઓને તેવી અવસ્થામાં રહેલી જુએ છે. તેથી તુરત તેના હૃદયમાં ઘણો વૈરાગ્ય થયો. તે વિચારવા લાગ્યોઃ હે જીવ! અનંત ક્રોડો ભવોમાં ભમતા તે ચારિત્ર પૂર્વે કયારેય પ્રાપ્ત કર્યું નથી. ચારિત્ર સ્વર્ગ અને મોક્ષનું મુખ્ય કારણ છે. આવું શ્રેષ્ઠ ચારિત્ર પામીને જેમના માટે છોડી દીધું તેમનું સ્વરૂપ જો. સ્ત્રીઓ સર્વઅશુચિ વસ્તુઓનું ઘર છે, એકાંતે અસાર છે, (૫૦) બુધપુરુષોને જોવા માટે અયોગ્ય છે. અથવા અજ્ઞાન જ અપરાધ કરે છે, કે જે અજ્ઞાને મોહ પમાડીને તને મોક્ષમાર્ગમાંથી ઉતારીને નરકના માર્ગમાં ફેંક્યો. હું માનું છું કે આજે પણ ભવિતવ્યતા તને અનુકૂળ છે, કે જે ભવિતવ્યતાએ કોઈપણ રીતે એમનું સ્વરૂપ પ્રગટ કરીને હમણાં પણ આ પ્રમાણે કહ્યું: જો તું આ સ્વરૂપને સમજે તો હજી પણ તારી પાસે જરા ન આવે, તું રોગોથી ન પીડાય, મૃત્યુ પણ તારાથી દૂર પરિભ્રમણ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮-લોભપિંડનું વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દૃષ્ઠત કરે. તેથી નિપુણ ચિંતન કરીને હજીપણ આત્માનું હિત કર. (લડાઇમાંથી) નાસી ગયેલો પણ સુભટ જ પાછો ફરીને પરસૈન્યને જીતે છે. | ઇત્યાદિ ભાવના ભાવીને વિરાગી બનેલા અને ઘરમાંથી જલદી નીકળતા આષાઢાભૂતિને નટે કોઈપણ રીતે જોયો. હોશિયાર નટે તુરત તેના અભિપ્રાયને જાણી લીધો. પછી આશંકાવાળો તે તુરત જેટલામાં વાસભવનમાં જાય છે તેટલામાં પુત્રીઓને તેવી અવસ્થાવાળી જુએ છે. તેથી વિશેષથી કહ્યું: હે પાપિણીઓ! તમે આ શું કર્યું? વૈરાગ્યને પામેલો તમારો પતિ આ જાય છે. આ વિગત સાંભળીને દારૂનો નશો ઉતરી જવાથી તે પુત્રીઓ તરત પિતાને પૂછે છે કે હે પિતાજી! હૃદયવલ્લભ તે ક્યાં છે? પિતાએ કહ્યું. તેનાથી શું? હું તેને ઓળખું છું કે હવે તે યુગાન્તરમાં પણ પાછો ન ફરે. આમ છતાં તેના ચરણોને પકડીને કહો કે, હે નાથ! જો કે તમે અમારાથી વિરક્ત છો, તો પણ અમારા નિર્વાહનો વિચાર કરીને અમારો ત્યાગ કરો. પછી તે બંને દોડીને આષાઢાભૂતિના ચરણોને વળગીને કહે છે કે, હે નાથ! અનાથ અમને છોડીને ક્યાં જાઓ છો? હે સ્વામી! અમારા આ એક જ અપરાધની ક્ષમા કરો. કારણ કે સ્વામીઓ દોષોની ખાણ પણ લોક પ્રત્યે ક્ષમા કરવામાં તત્પર હોય છે. તેથી હે હૃદયવલ્લભ! આ એકવાર પાછા ફરો. પછી આષાઢાભૂતિએ કહ્યું: પ્રાણનો નાશ થાય તો પણ હવે પાછો ન ફરું. કારણ કે કોઈ હાથીનું બચ્ચે કોઇપણ રીતે જેમાં રસાળ સલ્લકીનાં પાંદડાં છે તેવા વિંધ્ય પર્વતને છોડીને ગરીબના ઘરે જાય. ત્યાં તેને અપૂર્ણ અને જુનું ઘાસ ખાવા મળે. તેથી હાથી શું તેમાં જ રાગને બાંધે? વિંધ્ય પર્વતને યાદ કરીને ચાલેલો તે ઘણી પ્રાર્થનાઓથી પણ શું પાછો ફરે? આ પ્રમાણે તેનો આગ્રહ જાણીને પુત્રીઓએ તેને પિતાએ શીખવેલું કહ્યું. તેણે પણ તેનો સ્વીકાર કર્યો. પાછા ફરીને સાત દિવસોમાં ભરત ચક્રવર્તીના જીવનસંબંધી શ્રેષ્ઠ નાટક રચ્યું. પછી સસરાએ સિંહરથ રાજાને નાટક નિર્માણની વાત કરી. તેથી રાજાએ કહ્યું: તમે અહીં મારી સમક્ષ જલદી નાટક કરો. નટે કહ્યું: હે રાજન! આ નાટક કરવામાં ઘણી સામગ્રીની જરૂર પડે. રાજાએ કહ્યું: તમે જે કંઈપણ કહો તે હું કરું છું. તેથી નટે રાજાને કહ્યું: આ નાટક પાંચસો પાત્રોથી કરવાનું છે. તેથી શ્રેષ્ઠ પાંચસો રાજપુત્રો અને તેમને અલંકૃત કરવા માટે વસ્ત્રો અને આભૂષણો આપો. રાજાએ તે બધું આપ્યું. બીજું પણ જે કંઈ માગ્યું તે આપ્યું. પછી પાંચસો પાત્રોથી યુક્ત આષાઢાભૂતિએ શ્રીભરતરાજાના વેશથી નાટક શરૂ કર્યું. ભરતચક્રીએ જેવી રીતે માગધ, વરદામ અને પ્રભાસ તીર્થોને સાધ્યાં, સિંધુનદીની અધિષ્ઠાયક દેવીને જેવી રીતે સિદ્ધ કરી, જેવી રીતે સેનાપતિ ૧. સલ્લકી એ હાથીને પ્રિય વૃક્ષવિશેષ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચારેકષાયોનો વિપાક-૫૦૯ દ્વારા સિંધુનદીના સામા કિનારાને સાધે છે, જેવી રીતે મિસ્રા ગુફામાંથી નીકળીને મધ્યખંડને સાધે છે. જેવી રીતે ઋષભકૂટપર્વતમાં પોતાનું નામ લખે છે, જેવી રીતે સેનાપતિ ગંગા-સિંધુ નદીના સામા કિનારાને સાધે છે, જેવી રીતે ખંડપ્રપાત ગુફામાંથી નીકળીને નિધિઓને પ્રાપ્ત કરે છે, જેવી રીતે બાર વર્ષ સુધી અભિષેક કર્યો, (૭૫) જેવી રીતે અતિશય શ્રેષ્ઠ કામભોગો ભોગવ્યા, જેવી રીતે સમૃદ્ધ રાજ્યને ચક્રવર્તી પાળે છે, તે રીતે તેણે સાચું કરી બતાવ્યું. બધુંય સાચું કરી બતાવતા તેણે શ્રેષ્ઠ નાટક૨સથી રાજાને, પરિજનને અને નગરજનોને તે રીતે સંતોષ પમાડ્યો કે જેથી રાજાએ પોતાના મુગુટ વગેરે સર્વ અલંકારો તેને આપી દીધા. વધારે કહેવાથી શું? રાજા માત્ર એક વસ્ત્રથી રહ્યો. અન્યલોકનાં આભૂષણોથી ત્યાં સુવર્ણનો ઢગલો થઇ ગયો. પછી આષાઢાભૂતિએ ભરતરાજાની જેમ આરિસાભવનમાં પ્રવેશ કર્યો, પછી વીંટીનું પડવું વગેરે ક્રમથી પાંચસો પાત્રોની સાથે સાધુવેશ પહેરીને, પંચમુષ્ટિ લોચ કરીને, રાજાને ધર્મલાભ આપીને ત્યાંથી જલદી નીકળે છે. હા! હા! આ શું? એમ બોલતો રાજા વગેરે લોક બાહુમાં વળગીને પાછા વાળે છે. તેથી આષાઢાભૂતિએ તે બધાયને કહ્યું: હે રાજ! જો ભરત દીક્ષા લઇને પાછા વળ્યા હોય તો મને પાછો વાળો. અન્યથા અન્યજનને ઉચિત એવા આ અસગ્રહને છોડી દો. પછી તેના ભાવને જાણીને આગ્રહ છોડી દીધો. અન્ય પણ પાંચસો રાજપુત્રો લજ્જાથી અને કુલાભિમાન વગેરેથી દીક્ષાને છોડતા નથી. પછી બધાને દીક્ષા ભાવથી પરિણત થઇ. પછી જેણે `આલોચના કરીને પ્રતિક્રમણ કર્યું છે એવા આષાઢાભૂતિ લાંબા કાળ સુધી ઉગ્રતપ કરીને, કેવલજ્ઞાન મેળવીને, સકલ કર્મોને ખપાવીને, સર્વોત્તમ અને શાશ્વત એવા મોક્ષને પામ્યા. પછી કુસુમપુરમાં પણ ક્યારેક આ નાટક થતાં ઘણા લોકોએ દીક્ષા લીધી. પછી નગરજનોએ તેને જોઇને નગરના સ્વામીને વિનંતિ કરી કે, આ નાટક થતું રહેશે તો અવશ્ય રાજપુત્રોનો ક્ષય થશે. આ સાંભળીને રાજાએ તે નાટકનો વિનાશ કર્યો. આવા કેટલાક થશે? અર્થાત્ આહારમાં આસક્ત બનવા છતાં તે જ ભવમાં મોક્ષને પામે તેવા બહુ જ અલ્પ થશે. માટે સર્વદુ:ખનું કારણ એવો લોભ પહેલેથી જ આહાર વગેરેમાં ન કરવો. [૩૦૭] આ પ્રમાણે લોભવિપાકમાં આષાઢાભૂતિનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે પ્રત્યેક કષાયને આશ્રયીને ચારેય કષાયોના વિપાક કહીને હવે સમુદિત ચારેય કષાયોના વિપાકને કહે છે– ૧. અહીં આલોચન-પ્રતિક્રમણ સંબંધી કરેલો ઉલ્લેખ આષાઢાભૂતિએ ધનોપાર્જન માટે ભરત મહારાજા જેવા ઉત્તમપુરુષોના જીવનસંબંધી જે નાટક કર્યું તેના આલોચન-પ્રતિક્રમણ માટે હોય એમ સંભવે છે. ૨. તદ્દા તે પ્રમાણે. અર્થાત્ જે રીતે આષાઢાભૂતિએ કર્યો તે રીતે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) सामन्नमणुचरंतस्स, कसाया जस्स उक्कडा हुंति । जाणाहि उच्छुपुष्पं, व निष्फलं तस्स सामन्नं ॥ ३०८ ॥ ૫૧૦-કષાયનિગ્રહદ્વાર] [ચારેકષાયોનો વિપાક સાધુ જીવન જીવનારા જે મનુષ્યના કષાયો પ્રબળ હોય તેનું સાધુ જીવન ઇક્ષુના (=શેરડીના) પુષ્પની જેમ નિષ્ફળ બને એમ હું માનું છું. (શેરડીના પુષ્પોમાં ફળ ન થાય.) [૩૦૮] जं अज्जियं चरित्तं, देसूणाएवि वासकोडीओ । तंपि य कसायमित्तो, हारेइ नरो मुहुत्तेण ॥ ३०९॥ દેશોન પૂર્વક્રોડ વર્ષો સુધી પણ જે ચારિત્ર ઉપાર્જિત કર્યું હોય=ચારિત્રની જે ઉત્તમ આરાધના કરી હોય, તેને મનુષ્ય માત્ર કષાય કરીને અંતર્મુહૂર્તમાં હારી જાય. વિશેષાર્થ—અહીં ભાવાર્થ આ છે– કર્મભૂમિ અને અકર્મભૂમિ વગેરે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા પૂર્વકોટિથી અધિક આયુષ્યવાળાને વ્રત જ ન હોય. પૂર્વકોટિ આયુષ્યવાળાને પણ આઠ વર્ષ પછી જ દીક્ષા હોય. તેથી દેશોન (=કંઇક ન્યૂન) પૂર્વકોટિ સુધી પણ કોઇ દુષ્કર તપ યુક્ત ચારિત્રનું પાલન કરે, તો પણ જો કોઇક કર્મવશથી અંતે અંતર્મુહૂર્ત માત્ર પણ અનંતાનુબંધી કષાયના ઉદયમાં વર્તતો મરે તો તે બધું હારીને=નિષ્ફલ કરીને તેવા પ્રકારના કષાયની તીવ્રતાથી નરકોમાં પણ ઉત્પન્ન થાય. [૩૦૯] તથા जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणोऽवि पडिवायं । न हु भे वीससियव्वं, थेवेऽवि कसायसेसम्मि ॥ ३१० ॥ જો ઉપશાંત કષાય જીવ ફરી પણ અનંતકાળ સુધી પતનને પામે છે તો તમારે થોડો પણ કષાય બાકી રહ્યો હોય તો વિશ્વાસ ન કરવો. વિશેષાર્થ— ઉપશાંતકષાય– જે જીવે સંપૂર્ણ મોહને ઉપશમાવી દીધો છે તે જીવ ઉપશાંતકષાય કહેવાય. ઉપશાંતકષાયજીવ અગિયારમા ગુણસ્થાને રહેલો હોય છે, અને કેવળજ્ઞાની સમાન ચારિત્રથી યુક્ત હોય છે. આવો પણ કોઇક જીવ જો કષાયના ઉદયથી અનંતકાળ સુધી ભવભ્રમણ કરવું પડે તેવા પતનને પામે છે, તો જેમના કષાયો ઉપશાંત થયા નથી તેવા તમારે અલ્પ પણ કષાય બાકી હોય તેવી અવસ્થામાં વિશ્વાસ ન કરવો=કષાયોની ઉપેક્ષા ન કરવી, કિંતુ કોઇની સાથે રહી ગયેલા અતિશય અલ્પ પણ કષાયને ક્ષમાપના વગેરેથી ઉપશમાવવો જ જોઇએ. [૩૧૦] Page #138 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાય કયા ગુણનો ઘાત કરે છે-૫૧૧ હવે કયા કષાયો કયા ગુણનો ઘાત કરે છે તે કહે છેपढमाणुदए जीवो, न लहइ भवसिद्धिओऽवि सम्मत्तं । बीयाण देसविरइं, तइयाणुदयम्मि चारित्तं ॥ ३११॥ सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयओ हुंति । मूलच्छेजं पुण होइ, बारसण्हं कसायाणं ॥ ३१२॥ પ્રથમ કષાયોના ઉદયમાં ભવસિદ્ધિક પણ જીવ સમ્યકત્વને પામતો નથી. બીજા કષાયોના ઉદયમાં દેશવિરતિને અને ત્રીજા કષાયોના ઉદયમાં ચારિત્રને પામતો નથી. સઘળાય અતિચારો સંજવલન કષાયોના ઉદયથી થાય છે. બાર કષાયોના ઉદયમાં ચારિત્રનો મૂલથી છેદ થાય છે. વિશેષાર્થ – પ્રથમ એટલે અનંતાનુબંધી. ભવસિદ્ધિક એટલે જેની તે જ ભવમાં મુક્તિ થવાની હોય તે, અર્થાત્ ચરમશરીરી. ચરમશરીરી પણ જીવ અનંતાનુબંધી કષાયોનો ઉદય વર્તતો હોય ત્યારે સમ્યકત્વને પામતો નથી. તથા પૂર્વે પામેલું પણ સમ્યકત્વ અનંતાનુબંધી કષાયોનો ઉદય થતાં નાશ પામે જ એમ પણ જાણવું. બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયમાં જીવ દેશવિરતિને પામતો નથી. અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદય થતાં પૂર્વે પ્રાપ્ત કરેલી પણ દેશવિરતિનો ત્યાગ કરે જ છે. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયમાં જીવ ચારિત્રને પામતો નથી. પૂર્વે પ્રાપ્ત કરેલું પણ ચારિત્ર પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થતાં છોડી દે છે. મેળવેલા પણ ચારિત્રની મલિનતાનું કારણ એવા મૂલગુણ-ઉત્તરગુણસંબંધી સઘળાય અતિચારો ચોથા સંજવલનકષાયોના ઉદયમાં થાય છે. અહીં કહેવાનો ભાવ આ છેસામાયિક આદિ પાંચ ચારિત્રોમાં યથાખ્યાતચારિત્ર સંજવલનકષાયોના ઉદયમાં સર્વથા જ પ્રાપ્ત કરી શકાતું નથી. શેષ પણ સામાયિક અને છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રમાં માલિન્ય ઉત્પન્ન કરનારા હોવાથી સંજવલનકષાયો દેશઘાતી જ છે. તો પછી સામાયિક આદિ શેષ ચારિત્રનો ઘાત કેવી રીતે થાય તે (ગાથાના ઉત્તરાર્ધમાં) કહે છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ બાર પ્રત્યેક કે સમુદિત કષાયોના ઉદયમાં ચારિત્રનો મૂલથી છેદ થાય છે. કારણ કે બારકષાયોનો ઉદય થતાં સંપૂર્ણ ચારિત્રનો ઘાત કરનાર દોષસમૂહ વૃદ્ધિ પામે છે. દશ પ્રાયશ્ચિત્તોમાં મૂલ આઠમું પ્રાયશ્ચિત્ત છે. [૩૧૧-૩૧૨] . કષાયનો નિગ્રહ કરવાથી થતા લાભને વિશેષથી કહેવામાં આવે તો આયુષ્ય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨-કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [કષાયોનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ પૂર્ણ થઈ જાય તો પણ ન કહી શકાય. આથી હવે કષાયના નિગ્રહથી થતા લાભને સામાન્યથી કહે છે जं पेच्छसि जियलोए, चउगइसंसारसंभवं दुक्खं । तं जाण कसायफलं, सोक्खं पुण तज्जयस्स फलं ॥ ३१३॥ જીવલોકમાં ચતુર્ગતિસ્વરૂપ સંસારમાં થનારા જે દુઃખને તું જુએ છે તેને કષાયનું ફળ જાણ, અને જે સુખને તું જુએ છે તે કષાયજયનું ફળ જાણ. અર્થાત્ આ સંસારમાં જે કંઈ દુઃખ પ્રાપ્ત થાય છે તે કષાયના કારણે છે, અને જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે કષાયનો નિગ્રહ કરવાથી છે. [૩૧૩] જો આ પ્રમાણે કષાયો ભયંકર ફળવાળા છે તો અમારે શું કરવું જોઇએ? તથા અહીં શો પરમાર્થ છેતે કહે છે तं वत्थु मोत्तव्वं, जं पइ उप्पजए कसायग्गी । तं वत्थु घेत्तव्वं, जत्थोवसमो कसायाणं ॥ ३१४॥ एसो सो परमत्थो, एयं तत्तं तिलोयसारमिणं । सयलदुहकारणाणं, विणिग्गहो जं कसायाणं ॥ ३१५॥ જે વસ્તુને આશ્રયીને કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુનો ત્યાગ કરવો. જે વસ્તુને આશ્રયીને કષાયોની શાંતિ થાય તે વસ્તુનો સ્વીકાર કરવો. સઘળાં દુઃખોનું કારણ એવા કષાયોનો નિગ્રહ કરવો એ અહીં પરમાર્થ છે, એ તત્ત્વ છે, એ ત્રણલોકમાં સારભૂત છે. | વિશેષાર્થ- અહીં વસ્તુ શબ્દથી ધન વગેરે વસ્તુ એટલો જ અર્થ નથી. અહીં વસ્તુ એટલે ધન વગેરે વસ્તુ, પ્રસંગ અને સંયોગ વગેરે સમજવું. આનો અર્થ એ થયો કે ધન વગેરે જે વસ્તુથી કષાય ઉત્પન્ન થાય તે ધન વગેરેનો ત્યાગ કરવો. જે પ્રસંગથી કષાય ઉત્પન્ન થાય તે પ્રસંગથી દૂર રહેવું. જેવા સંયોગથી કષાય ઉત્પન્ન થાય તેવા સંયોગ-ઉત્પન્ન ન થવા દેવા. કદાચ તેવો સંયોગ ઉત્પન્ન થઈ જાય તો જલદી તેવા સંયોગથી દૂર ખસી જવું. જે વસ્તુથી કષાયની શાંતિ થાય તેવી વસ્તુને સ્વીકારવી. જેવા પ્રસંગોથી અને સંયોગોથી કષાયની શાંતિ થાય તેવા પ્રસંગોને અને સંયોગોને ઊભા કરવા. [૩૧૪-૩૧૫] વિપાક દ્વાર પૂર્ણ થયું. હવે કષાયો જ રાગ-દ્વેષરૂપે પરિણમે છે એ છેલ્લા દ્વારને કહે છે माया लोहो रागो, कोहो माणो य वनिओ दोसो । निजिणसु इमे दुन्निवि, जइ इच्छसि तं पयं परमं ॥ ३१६॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા(પુષ્પમાલા) [કષાયોનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ-૫૧૩ માયા અને લોભ એ બંનેય રાગસ્વરૂપ છે, અર્થાત્ માયાથી વિભૂષિત લોભ પરિણામ જ રાગ એવા વ્યવહારને ભજનારો થાય છે. ક્રોધ અને માન એ બંનેના સંયુક્ત પરિણામને દ્વેષ કહ્યો છે. તેથી જો તું શાસ્ત્રમાં પ્રસિદ્ધ, સર્વોત્કૃષ્ટ સુખવાળા અને મુખ્ય એવા મોક્ષપદને ઇચ્છે છે તો રાગ અને દ્વેષ એ બંને ઉપર વિજય મેળવ. [૩૧૬] હાથી અને અશ્વ વગેરે બાહ્ય જે કંઇપણ જીતવું જોઇએ, કે જેને જીતવાથી સુભટપણાનો વ્યવહાર પ્રાપ્ત થાય=“આ સુભટ છે” એમ કહેવાય, રાગ-દ્વેષ તો સ્વપરિણામરૂપ હોવાથી આત્માને આધીન જ છે, તેથી તેને જીતવા છતાં અહીં સુભટપણું શું છે? અર્થાત્ રાગ-દ્વેષને જીતવામાં સુભટપણું નથી. આવી આશંકા કરીને સૂત્રકાર કહે છે– ससुरासुरंपि भुवणं, निजिणिऊणं वसीकयं जेहिं । ते रागदोसमल्ले, जिणंति जे ते जए सुहडा ॥ ३१७॥ જે રાગ-દ્વેષે સુર-અસુર સહિત સઘળાય વિશ્વને જીતીને પોતાને વશ કર્યું છે, તે રાગ-દ્વેષરૂપ મલ્લોને જે જીતે છે તે જગતમાં (સાચા) સુભટો છે. વિશેષાર્થ– સુર એટલે ભવનપતિ વગેરે ચારેય પ્રકારના દેવો. અસુરશબ્દમાં રહેલ નમ્ (=અ) માત્ર પ્રસયનનો પ્રતિષેધ કરનાર છે, અર્થાત્ પર્યદાસનગ્ન છે. તથા પાસ: સદ પ્રાહી પ્રસથતુ નિષેધ=“પથુદાસનમ્ સમાનને ગ્રહણ કરે છે અને પ્રસજ્યનમ્ નિષેધ કરે છે” એવો ન્યાય છે. આથી અહીં અસુર એટલે દેવોનો અભાવ એવો અર્થ નથી, કિંતુ દેવ સિવાયના દેવસમાન બીજા જીવો એવો અર્થ છે. દેવ સિવાયના દેવસમાન બીજા જીવો નારક, તિર્યંચ અને મનુષ્યો છે. આથી અસુર એટલે નારક, તિર્યંચો અને મનુષ્યો. સુર-અસુર સહિત એટલે દેવ-નારક-તિર્યંચ-મનુષ્યોથી સહિત. વિશ્વને વશ કર્યું છે એટલે જીવોને સુખસમૂહરૂપ મુક્તિમાં જતા અટકાવીને અહીં જ સર્વદુઃખરૂપ સંસારમાં જ ભેગા કરીને પકડી રાખ્યા છે. આ રીતે સકલ જગતને જીતનારા રાગ-દ્વેષરૂપ મલ્લોને જિનવચનની વાસનાથી વાસિત અંત:કરણવાળા મહાસત્ત્વવંત કોઇક જ જીવો જીતે છે. આથી તે જ (સાચા)સુભટો છે, બીજાઓ નહિ. તે આ પ્રમાણેવાસુદેવ અને ચક્રવર્તી વગેરે યુદ્ધના મોખરે માત્ર એકલા પણ ક્રોડોની સંખ્યાવાળા પણ પરસૈન્યને ભાંગી નાખે છે અને સુભટ તરીકે પ્રસિદ્ધ છે. પણ જ્યારે પ્રેમ કરવાના સમયે અતિશય કુપિત થયેલી પત્ની પગથી લાત મારીને પ્રહાર કરે છે ત્યારે પ્રહારથી હણાયેલા અને રાગાદિથી વિડંબના પમાડાયેલા તે વાસુદેવ અને ચક્રવર્તી વગેરે પણ પત્નીના જ પગ દબાવવા વગેરે પ્રવૃત્તિ કરે છે. તેથી તિર્યંચ આદિ સામાન્ય બાલજનોને ઉચિત ચેષ્ટા કરવામાં પ્રવર્તેલા તે વાસુદેવ અને ચક્રવર્તી વગેરેનું સુભટપણે ક્યાંથી હોય? [૩૧૭] Page #141 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં ]ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો હવે રાગનું જ ભેદથી નિરૂપણ કરવા માટે કહે છે— रागो य तत्थ तिविहो, दिट्ठिसिणेहाणुरायविसएहिं । कुप्पवयणेसु पढमो, बीओ सुयबंधुमाईसु ॥ ३१८॥ विसयपडिबंधरूवो, तइओ दोसेण सह उदाहरणा । लच्छीहरसुंदरअरिहदत्तनंदाइणो कमसो ॥ ३१९॥ રાગ-દ્વેષ એ બેમાં રાગ દૃષ્ટિરાગ, સ્નેહરાગ અને વિષયરાગ (=કામરાગ) એમ ત્રણ પ્રકારે છે. દૃષ્ટિઓમાં(=બૌદ્ધ વગેરે કુપ્રવચનોની પ્રરૂપણાઓમાં) રાગ તે દૃષ્ટિરાગ. પુત્ર અને બંધુ આદિ ઉપર સ્નેહ(=પ્રતિબંધરૂપ રાગ) તે સ્નેહરાગ. શબ્દાદિ વિષયોમાં આસક્તિ રૂપ રાગ તે વિષયરાગ. આ ત્રણેય પ્રકારના રાગ વિષે ને ચોથા દ્વેષ વિષે અનુક્રમે લક્ષ્મીધર, સુંદર, અર્હદત્ત અને નંદ એ ચાર દૃષ્ટાંતો છે. તે આ પ્રમાણેરાગ-દ્વેષ વિષે લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો વિંધ્યપુર નામનું નગર છે. તેમાં પ્રાસાદો ચંદ્ર જેવા શ્વેત, સંતાપને દૂર કરનારા અને ચંદનવૃક્ષની જેમ ભોગીઓથી યુક્ત છે. ત્યાં વરુણ નામનો શ્રેષ્ઠી હતો કે જેની લક્ષ્મી કીર્તિની સાથે સર્વત્ર ફેલાયેલી હોવા છતાં અન્યના ઘરમાં દેખાતી નથી. તેની શ્રીકાંતા અને વિજયા નામની શ્રેષ્ઠ બે પત્નીઓ છે. તે ત્રણેને જિનધર્મ સિવાય બીજું કંઇ પણ પ્રિય નથી. સમય જતાં શ્રીકાંતાને લક્ષ્મીધર, સુંદર અને અર્હદત્ત એ ત્રણ પુત્રો થયા. વિજયાએ નંદ નામના એકપુત્રને જન્મ આપ્યો. ચારેય પુત્રો ત્યાં સુખપૂર્વક વધે છે=મોટા થાય છે. આ તરફ અનાદિભવ નામનું મોટું નગર છે. જેનો વિશ્વમાં પ્રતાપ ફેલાયેલો છે એવો મોહરાજા તે નગરનું સદા પાલન કરે છે. એકવાર સભામાં બેઠેલો તે ખિન્ન રહે છે. તેને ચિંતાસમૂહથી વ્યાકુલ જોઇને રાગકેશરી જલદી ઊઠીને કહે છે કે હે પિતાજી! આ અપૂર્વ શું છે? પિતાજી કુપિત થયે છતાં વિશ્વને પણ ચિંતા થાય છે. આવા પિતાજી પણ ચિંતા કરે છે તે કંઇક આશ્ચર્ય છે. તેથી કૃપા કરીને મને ચિંતાનું કારણ ૧. અહીં ભોગી શબ્દના બે અર્થ છે. ચંદનવૃક્ષના પક્ષમાં ભોગીઓથી યુક્ત એટલે સર્પોથી યુક્ત. નગરના પક્ષમાં ભોગીઓથી યુક્ત એટલે ભોગ કરનારા મનુષ્યોથી યુક્ત. ૨. અર્થાત્ તેણે લક્ષ્મીને જુદા જુદા સ્થળે વેપારમાં રોકી હતી, પણ કોઇને વ્યાજે આપી ન હતી. ૩. અહીં પ્રતમાં મુદ્રિત પાઠ દૈવીસફ એમ છે. પણ તે પાઠ પ્રમાણે મને અર્થ બંધ બેસતો જણાતો નથી. આથી મેં નહુ વીસફ એવો પાઠ સમજીને અર્થ કર્યો છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો-૫૧૫ કહો. કારણ કે આપના બાળકોની પણ આજ્ઞાને ઇન્દ્ર પણ મસ્તકે ધારણ કરે છે. હવે કંઇક હસીને મોહરાજાએ કહ્યું: હે વત્સ! આ વિગત એ પ્રમાણે જ છે, અર્થાત્ તું જે કહે છે તે બરોબર છે. પણ ચારિત્રધર્મ નામનો રાજા અમારો પણ વિરોધી છે. તેણે મોકલેલી સૈન્યનારી પણ એકલી પણ આવીને ક્યારેક મારા સૈન્યનો વિનાશ કરે છે. તેને શું તું ભૂલી ગયો? પછી ક્ષણવાર મૌન રહીને રાગકેશરીએ કહ્યુંઃ તેણે હમણાં તમારું શું કર્યું? જેથી તમે આવા પ્રકારના ચિત્તને ધારણ કરો છો. તેથી મોહરાજાએ કહ્યું: હે વત્સ! જે કારણથી મને હમણાં આવી ચિંતા થઇ છે તે કારણને કહું છું. વિંધ્યપુર નગરમાં વરુણ નામનો શ્રીમંત શ્રેષ્ઠી છે. તેને લક્ષ્મીધર વગેરે ચારપુત્રો છે. તે આખુંય ઘર ચારિત્રધર્મ રાજાના સમયરાજ વગેરે સૈનિકોથી આધીન કરાયું છે. પણ તે ચાર પુત્રો હજી પણ સંસ્કારિત કરાયેલા ન હોવાથી કોઇનાથી ભ્રાન્તચિત્તવાળા કરાયા નથી. તેથી મને ચિંતા થઇ કે જો તે પુત્રો કોઇપણ રીતે (આપણા) વશમાં કરાય (તો સારું). આ કાર્ય સુભટોથી થઇ શકે તેવું છે. તેથી સમયરાજ વગેરેના દેખતાં જ તેમને ખેંચીને ગ્રહણ કરવા જોઇએ. આ સાંભળ્યા પછી રાગકેશરીએ નમીને ક્રોધથી કહ્યું: જો એમ છે તો આપ આ વિષયમાં નિશ્ચિંત રહો. કારણ કે આપની કૃપાથી મારે મોટા ત્રણ રૂપો છે. નાનારૂપોની તો કોઇ સંખ્યા જ નથી, અર્થાત્ નાના રૂપો અસંખ્ય છે. તેથી મુખ્ય તે રૂપોથી પ્રયત્નવડે લક્ષ્મીધર વગેરે ત્રણ પુત્રોને બળાત્કાર કરીને તમારા વશમાં લાવું છું. પછી પૂજ્યોના (=મોહરાજા અને રાગકેશરીના) ઉપદેશથી દ્વેષગજેન્દ્ર પણ ઊભા થઇને કહ્યુંઃ ચોથો નંદનામનો વણિકપુત્ર મારી સેવા કરે છે. તેથી મોહરાજાનું શરીર હર્ષથી પુલકિત બની ગયું. પછી તેણે બંનેને મસ્તકમાં ચુંબીને કહ્યું: હે વત્સ! સારું સારું. (તમારા સિવાય બીજો) કોણ આવું કહે? આ પ્રમાણે મારું કાર્ય સિદ્ધ થશે. અથવા હે વત્સ! તેથી તમારાથી તમારા કાર્યની સિદ્ધિ થાઓ. તમે જલદી જાઓ. ભેગા મળેલા તમે બંનેય એક-બીજાને સહાય આપો. સ્વસૈન્યની સાથે હું પણ વચ્ચે વચ્ચે તમારા ભેગો ભળીશ. સમયરાજ વગેરેની પાસે રહેલા તે બાળકોનું તમે અપ્રમત્ત બનીને રક્ષણ કરો. હવે તે બંનેય મોહરાજાને નમીને ગયા. પછી રાગકેશરી પ્રથમપુત્રને દૃષ્ટિરાગથી પોતાને આધીન કરીને, બીજાપુત્રને સ્નેહરાગથી પોતાને આધીન કરીને (૨૫) અને ત્રીજા પુત્રને વિષયરાગથી (=કામરાગથી) પોતાને આધીન કરીને રહ્યો. દ્વેષગજેન્દ્ર નંદને પોતાને આધીન કરીને રહ્યો. લક્ષ્મીધર આદિ ચાર પુત્રો કલાઓનો અભ્યાસ કરીને વિવિધ વિચારણા કરે છે. ક્રીડારસથી ઘણા મિત્રોની સાથે બધા સ્થળે ક્રીડા કરે છે. ચારેય વિશિષ્ટ લાવણ્ય અને રૂપથી યુક્ત અને અનુક્રમે શ્રી, હ્રી, ધૃતિ અને કીર્તિ નામની શ્રેષ્ઠીઓની કુલીન કન્યાઓને પરણે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬-દૃષ્ટિરાગાદિત્રણ રાગમાં અને દ્વેષમાં]ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃલમીધર આદિનાં દૃષ્ટાંતો લક્ષ્મીધરનો દૃષ્ટિરાગ હવે એકવાર કયારેક એક પરિવ્રાજક ત્યાં આવ્યો. માસખમણને પારણે મા ખમણ કરતો તે નગરના ઉદ્યાનમાં રહે છે. અજ્ઞાન કઠોર તપ કરતા તેણે સર્વ લોકોને આકર્ષે લીધા. આથી લોકો તેની બહુભક્તિ કરે છે. હવે કોઇવાર ઘણા મિત્રોના સમુદાયથી પરિવરેલો લક્ષ્મીધર કોઇપણ રીતે ત્યાં જ આવ્યો. ઘણા લોકોને જતા જોઇને તેની પાસે જાય છે. હવે અવસર મેળવીને દૃષ્ટિરાગ વડે પ્રેરણા કરાયેલો મૂઢ તે તેનો તેવો અનુરાગી બન્યો કે જેથી યુગાન્ડે પણ વિરાગી ન બને. દરરોજ તેની પાસે આવે છે અને લાંબા કાળ સુધી ત્યાં રહે છે. હૃદયમાં તેના ગુણોથી ભાવિત થયેલો તે સતત તેની સ્તુતિ-પ્રશંસા કરે છે. હવે વરુણ શ્રાવકે આ વૃત્તાંત કોઇપણ રીતે જાણ્યો. તેથી સંભ્રાન્ત થયેલા તેણે લક્ષ્મીધરને બોલાવીને કહ્યું: હે વત્સ! આ શું સંભળાય છે? પરમાર્થને નહિ જાણનાર તું અમૃતનો સમુદ્ર સ્વાધીન હોવા છતાં વિષના ખાડામાં રહેલા પાણીને પીએ છે. જેના ઘરમાં જે વીતરાગ અને સર્વજ્ઞ હોય તે જ દેવ છે, જે પૂર્વાપર અવિરુદ્ધ હોય એ જ તત્ત્વ(=ધર્મ) છે, જે ગુણોથી મહાન હોય તે જ ગુરુ છે, એવું જ્ઞાન છે, તે ઇતરજન જેવા સામાન્ય અને અશિષ્ટ એવા દેવામાં અને ગુરુઓમાં તથા વિરુદ્ધ સ્વરૂપવાળા તત્ત્વમાં અનુરાગ કેમ કરે? જે જીવવધ, મૃષાવાદ, પરધન (ગ્રહણ), અબ્રહ્મ અને પરિગ્રહના પાપમાં બીજાને સ્થાપે છે અને પોતે પણ રહે છે તે ગુરુ કેવી રીતે હોય? જે પ્રત્યક્ષ વિરુદ્ધ કરનારા છે, અને જીવહિંસા વગેરે પાપોમાં આસક્ત મનવાળા છે, તે બોલાવવાને માટે પણ કેવી રીતે યોગ્ય છે? તે ત્રિદંડીનો તું અનુરાગી થયો છે. તેના માટે પારણામાં આખા નગરમાં જીવઘાત વગેરે પાપ કેવી રીતે કરાય છે તે તું જો. ચાલવામાં અને બોલવામાં તથા ક્રોધ-મદ-માન-માયા-લોભમાં તેની શુદ્ધિ જેવી રીતે નથી તે રીતે પણ તું ભવિષ્યમાં જોશે અને ભૂતકાળમાં કોઈ પણ છે. તેથી હે પુત્ર! બહુ કહેવાથી શું? હું આ પક્ષપાતથી નથી કહેતો. તું જાતે પણ અસઆગ્રહને છોડીને સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કર. હવે દ્વેષગજેન્દ્ર દૃષ્ટિરાગનું સાંનિધ્ય કર્યું એટલે આ પ્રમાણે કહેવાયેલો લક્ષ્મીધર પિતા ઉપર ઘણા વૈષમાં ચડ્યો, અર્થાત્ ઘણા વૈષવાળો થયો. હવે તે જિનધર્મની નિંદા કરે છે, લૌકિક ધર્મની પ્રશંસા કરે છે, પિતા ઉપર આક્રોશ કરે છે. અત્યંત અસંબદ્ધ અને લોક-આગમથી વિરુદ્ધ ધર્મને ઝંખે છે. તેથી શેઠ વિચારે છે કે, આ હિતોપદેશ માટે નિયમો અયોગ્ય છે. સર્પોને આપેલું દૂધ પણ વિષ જ થાય છે. પછી માતા-પિતાથી ઉપેક્ષા કરાયેલો એ મર્યાદાને મૂકીને પરિવ્રાજકનો વિશેષથી ભક્ત થયો, અને શિવ વગેરે દેવોનો દઢ અનુરાગી થયો. હવે Page #144 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાંદાંતો-૫૧૭ એકવાર તેનો પિતા વિચારે છે કે જે સર્વ સ્વમાર્ગને છોડી વીતરાગ દેવોનો અને મહાવ્રતધારી મુનિઓનો આ પ્રમાણે અવર્ણવાદ બોલે છે, તે મારો પુત્ર હોવા છતાં મારે બોલાવવાને માટે પણ યોગ્ય નથી. તેની સાથે એક સ્થળે રહેવું એ પણ બહુ વિરુદ્ધ જ છે. કારણ કે તેના સંગથી બાકીનું કુટુંબ પણ વિનાશ પામે. પોતાના શરીરનું અંગ પણ જો સડી ગયું હોય તો બાકીના શરીરના રક્ષણ માટે છેરાય છે. તેથી મિથ્યાદષ્ટિ આ પુત્રથી પણ મારે શું? (૫૦) ઇત્યાદિ વિચાર્યા પછી શેઠ તેને ઘરમાંથી કાઢી મૂકે છે. તેથી લક્ષ્મીધર પણ સ્વપત્નીને લઇને જુદો રહ્યો. માતા-પિતાની, ગુરુની અને દેવની નિંદા કરતો તે ઉન્મત્તની જેમ ફરે છે. કુમાર્ગમાં અનુરાગી બનેલો તે દૃષ્ટિરાગ વડે વિડંબના પમાડાયો. સુંદરનો પુત્ર ઉપર સ્નેહરાગ આ તરફ લાખો માનતાઓને કરતા સુંદરને પણ કોઈ પણ રીતે પુત્ર થયો. તેથી અવસર મેળવીને સ્નેહરાગ ઘણો વિકાસ પામ્યો. નેહરાગથી મોહ પમાડાયેલ તે સદા પુત્રની પાસે જ રહે છે, મૂઢ તે રાત-દિવસ પુત્રને ખોળામાંથી મૂકતો નથી, તેના મળ-મૂત્રને સાફ કરે છે, તેને શાંત કરે છે, સ્નાન કરાવે છે, તેનાં અંગોને ધુવે છે, વારંવાર તેના મસ્તકે ચુંબન કરે છે. અતિશય અસંબદ્ધ સંભાષણોથી તેનું બહુ વર્ણન કરે છે. ઉપહાસ કરાવનારી વિવિધ ચેષ્ટાઓ કરે છે. માતાપિતાની લજ્જા તદન મૂકી દીધી. ઉપહાસ કરતા અન્યલોકને પણ ગણકારતો નથી. પુત્રને રાખવાના બહાનાથી સ્વપ્નમાં પણ ધર્મને સાંભળતો નથી. પત્ની પુત્રના પગોની શુદ્ધિ પણ કરતી નથી, સ્નાન કરાવતી નથી, ખવડાવતી નથી, વાત પૂછતી નથી. પુત્રસ્નેહથી મોહ પમાડાયેલ તે પત્નીને પણ ઘણું માને છે, એના પણ ચરણો વગેરેને ધુવે છે, ભયથી એની આજ્ઞામાં રહે છે. પછી પુત્ર જ્યારે ચાલે ત્યારે ક્ષણવાર પણ તેની પુંઠને મૂકતો નથી, અર્થાત્ તેની પાછળ પાછળ ચાલે છે. શિક્ષકની પાસે સ્વયં લઈ જાય છે અને ત્યાં પણ પોતે રહે છે. આ રીતે પુત્ર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પિતા જાય છે. જો કોઇપણ રીતે તેનું માથું પણ દુઃખે તો તે તેની ઉપર પડેલો રહે છે, અર્થાત્ તેની પાસે જ રહે છે, શોક કરે છે, સર્વથા શૂન-મૂન બનીને રડે છે. મૂઢાત્મા તે પ્રાય: ભોજન-સ્નાન વગેરે પણ કરતો નથી. હવે પિતા તે રીતે સ્નેહરાગથી પાગલ બનેલા તેને ઘણીવાર કહે છે કે, હે વત્સ! પુત્રસ્નેહથી આટલો મૂઢ કેમ થઈ ગયો છે? ભવસમૂહમાં પરિભ્રમણ કરતા જીવો વડે પૂર્વે અનંતા પુત્રો મૂકાયા છે. પરલોકના કાર્યમાં પુત્રોથી રક્ષણ થયું નથી. આ લોકમાં પણ પોતાનું કાર્ય સિદ્ધ ન થાય ત્યારે પુત્ર વગેરે એકદમ જેવી રીતે વૈભવ અને જીવ જુદા થાય છે તે રીતે માતા-પિતાને પણ જુદા કરે છે. અર્થાત્ માતા-પિતાને એવી આપત્તિ આવે છે કે જેમાં વૈભવ અને અન્યજીવો માતા-પિતાને કામમાં આવતા નથી, તેમ પત્ર પણ કામમાં આવતો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં 3ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાંદષ્ટાંતો નથી. સ્નેહથી યુક્ત પણ આ પુત્ર વગેરે સ્વજનો વ્યાધિ-મરણથી ઉત્પન્ન થયેલા દુઃખો આવે છે ત્યારે કયારે પણ દુઃખોનો વિભાગ કરતા નથી=વહેંચી લેતા નથી. તેથી અસ્થાને આ રાગને છોડીને તું દુઃખરૂપ સમુદ્રમાં પડેલા જીવો માટે પરમવહાણ સમાન જિનધર્મને કર. હવે સુંદર કહે છે કે, જેવી રીતે જંગલમાં દાવાનલોથી પર્વતો બળે છે, તેવી રીતે પુત્રરહિત અનાથ જીવો ઘણા લાખો દુઃખોથી બળે છે. ધર્મનું પણ આ ફલ છે કે આવા પ્રકારના પુત્રો પ્રાપ્ત થાય છે. તેથી પુત્રોને જેમ તેમ રાખીને ધર્મ કરવો તે પણ મૂર્ખતા છે. હવે આ પ્રમાણે ઉલ્લંઠ વચનોને બોલતા તેને ફરી પણ પિતાએ ગુરુ દ્વારા કહેવડાવ્યું. તો પણ તેણે કંઇપણ ન માન્યું. પિતા પોતે કે પર દ્વારા કહેતો અટકતો નથી. તેથી તેને પિતા ઉપર દ્વેષ ઉછળ્યો. તેથી તે પણ તે જ પ્રમાણે જુદો થઈ ગયો. હવે તે લજ્જાને મૂકીને અને અન્ય સઘળી પ્રવૃત્તિને મૂકીને ઉન્મત્તની જેમ પુત્રનું જ ધ્યાન કરતો રહે છે. અહંદત્તનો સ્ત્રીઓમાં કામરાગ આ તરફ વિષયરાગે પત્નીના પૂર્ણયૌવનમાં અવસર મેળવીને અહદત્તના ચિત્તને કામવિકારવાળું કરી નાખ્યું. તેથી તે ઘણા ઉપવનોથી રમણીય જુદા ભવનને કરાવે છે. તે ભવન શ્રેષ્ઠ ગીતોથી સુખદ અને નૃત્ય કરતા નાટકોથી યુક્ત હતું, કમલ, કુંદ, 'વિચકિલ વગેરે સર્વ ઋતુઓના પુષ્પોથી યુક્ત હતું, કપૂર, ચંદન અને અગધૂપમાં (૭૫) પ્રસરતી સુગંધવાળા સુગંધી પદાર્થોથી યુક્ત હતું, પોટલામાં રાખેલા સુગંધી સોપારીવાળા તંબોલના સેંકડો બીડાઓથી યુક્ત હતું, તૈયાર કરેલાં સૂક્ષ્મવસ્ત્રો, સુગંધી દ્રવ્યો અને તકિયાથી સહિત સુકોમળ ગાદલાઓથી યુક્ત હતું, કબૂતર-કબૂતરી અને મુખર પોપટ-મેનાથી યુક્ત હતું. આવા ભવનમાં તે પોતાની પત્ની સહિત વિષયોમાં તલ્લીન બને છે. હવે તેનો વિષયરાગ ઘણો વધ્યો. આથી એક પત્નીમાં તૃપ્ત ન બનતો તે રૂપવતી બીજી બીજી કન્યાઓને પરણે છે. એમ કરતાં કરતાં તેણે પાંચસો શ્રેષ્ઠ કન્યાઓને ભેગી કરી. તેમનાથી પણ સંતોષ નહિ પામતો લુબ્ધ પરસ્ત્રીઓની સાથે કામક્રીડા કરે છે. તેનો વિષયરાગ વૃદ્ધિ પામતાં અતિશય વધ્યો. આથી તે સ્પૃશ્યાસ્પૃશ્ય વિષયને અને કુલનારી કે કુલટાનારીને છોડતો નથી. એને આ પ્રમાણે નિષ્ફર અને ધર્મવડે દૂરથી છોડાયેલો જાણીને વિશુદ્ધ હૃદયવાળો વરુણ તેને પણ હિતકર વાણીથી કહે છે કે, હે પુત્ર! અન્યકુલમાં ઉત્પન્ન થયેલા પણ મનુષ્યોને જે યોગ્ય નથી તેને તું સુકુલમાં ઉત્પન્ન થઈને પણ નિઃશંકપણે કરે છે. ન્યાયથી પ્રાપ્ત થયેલા પણ ભોગો આ ભવ-પરભવમાં દુઃખનું જ કારણ છે. તો પછી અન્યાય ભરેલી પ્રવૃત્તિ કરીને ભોગોથી સુખોને કેવી રીતે પ્રાપ્ત કરે? જો તને ૧. વિયફલ્ત(=વિવિ7) પુષ્પવિશેષ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો-૫૧૯ પાંચસો સ્વસ્ત્રીઓથી તૃપ્તિ થતી નથી તો અતિશય શંકાવાળા પરયુવતિઓના સંગથી તૃપ્તિ કેવી રીતે થશે? તેથી તારા ઘરમાં જ વૈભવ છે તેને તું ન્યાયથી ભોગવ. મારા કુળને કલંક લગાડનારા આવા પ્રકારના અન્યાયને તું ન કર. હે પુત્ર! દેવલોકના ભોગો પણ અનંતવાર પૂર્વે પ્રાપ્ત થયા છે, પણ પરમપદનું કારણ એવો જિનધર્મ જ પ્રાપ્ત થયો નથી. તેથી હમણાં તું જિનધર્મને જ કર. પણ આ બાલચેષ્ટાઓથી નરકાદિનાં દુ:ખોથી ભયંકર એવા અનંતસંસારમાં આત્માને ન ફેંક, આ પ્રમાણે કહેવાયેલો તે શેઠ ઉપર ઉપહાસ્ય કરીને કહે છે કે, હે પિતાજી! તમે મૂઢ છો, વિષયોથી અનુભવાતા વિશિષ્ટ સુખને તમે જાણતા નથી, તેથી આ પ્રમાણે કહો છો. વૈભવનું આ જ ફલ છે કે મનગમતાં સુખો ભોગવવા. પછી વૈભવ કે પ્રાણો ગયે છતે શું કરવું? રત્ન અને સ્ત્રીઓ કોઇનાય શાસનમાં (=કબજામાં) લખાઇ નથી. જે સમર્થ હોય તે ભોગવે. તેથી અહીં અન્યાય પણ શું છે? જે ધર્મ આવા પ્રકારના વિષયસુખોને છોડીને કરી શકાય તે ધર્મથી પણ શું? તેથી અમે સુખપૂર્વક જીવીએ છીએ. જીવતાઓથી મરેલાઓ જોવાયા નથી. હવે વરુણ વિચારે છે કે, અહો! જુઓ, મોહથી મૂઢહૃદયવાળા જીવોને અતિશય અંતરવાળા પણ પદાર્થ અંગે કોઇપણ રીતે બુદ્ધિમાં આવી વિશેષ ભ્રાન્તિ થાય છે. ભોગો આ ભવમાં પણ કષ્ટના કારણ છે અને અપજશ કરનારા છે. ધર્મ આ ભવમાં કીર્તિને કરે છે, અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષરૂપ ફલ આપે છે. આ પ્રમાણે હોવા છતાં આ ઉલ્લંઠ વચનો બોલે છે. તેથી ચોક્કસ પૂર્વના પુણ્યોથી અધિક છે, અર્થાત્ હમણાં તેના પૂર્વે કરેલા પુણ્યનું બલ છે. તેથી આની પણ સાથે ક્ષણવાર પણ રહેવું એ મારા માટે યોગ્ય નથી. ધર્મશાળા શૂન્ય રહે એ સારું છે, પણ ચોરલોકથી ભરાઇ જાય એ સારું નથી. ઇત્યાદિ વિચારીને વરુણે અર્હદત્તને પણ છૂટો કર્યો. પછી અનુચિત આચરવામાં તત્પર તે અંકુશથી રહિત દુષ્ટ હાથીની જેમ નગ૨માં ભમે છે. દ્વેષ વિષે નંદનું દૃષ્ટાંત આ તરફ ચોથો પુત્ર નંદલક્ષ્મીધર આદિની સાથે ગમનાગમનને છોડતો નથી, અને તેમનો બહુ પક્ષપાત કરે છે. તેથી વરુણે કોમલવાણીથી તેને કહ્યું કે, હે વત્સ! જે સર્વ દોષોના ઘર છે એમ જાણીને મેં પણ જેમને છોડી દીધા છે તેમની સાથે બોલવાનું પણ તારા માટે કેવી રીતે યોગ્ય છે? અને આ પ્રમાણે ગમનાગમનનો જે પ્રસંગ છે તે અતિશય વિરુદ્ધ જ છે. વળી બીજું- આ લોક અને પરલોક માટે વિરુદ્ધ એવો કુસંગ મનુષ્યનું જે (અનર્થ) કરે છે તે (અનર્થ) અતિશય કુપિત થયેલો વેતાલ (=ભૂત), ઉ. ૧૦ ભા.૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃલક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો અગ્નિ, સર્પ અને સિંહ કરતો નથી. (૧૦૦) દ્રવ્યો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. અન્યના સંગથી અન્ય જેવા બની જાય તે ભાવુક છે. અન્યનો સંગ થવા છતાં અન્ય જેવા ન બને તે અભાવુક છે. તેમાં વૈસૂર્યમણિ અન્ય કાચ વગેરેથી ભાવિત ન કરી શકાય તેવો અભાવુક દ્રવ્ય છે. સંસારીજીવ ભાવુક દ્રવ્ય છે. આથી તે સંસર્ગદોષના પ્રભાવથી જલદી દોષોથી ભાવિત કરાય છે. જેવી રીતે લવણની ખાણ વગેરેમાં કાષ્ઠ વગેરે લવણ વગેરેના પરિણામને પામે છે તે જ રીતે નિર્ગુણોમાં (=દોષિત મનુષ્યોની સાથે રહેલા) ગુણવાન પણ મનુષ્યો નિર્ગુણભાવને પામે છે. જે જેવાની સાથે મૈત્રી (=સંબંધ) કરે છે તે જલદી તેવો થાય છે. પુષ્પોની સાથે રહેતા તલ પણ પુષ્પના ગંધવાળા બની જાય છે. તેથી પાપમાર્ગમાં તત્પર એમના સંગને છોડીને એકલો પણ તું પોતાને શુદ્ધમાર્ગમાં સ્થાપિત કર. વરુણે આ પ્રમાણે કહ્યું એટલે દ્વેષગજેન્દ્ર સમયને જાણીને કોઇપણ રીતે તે પ્રમાણે નંદને પ્રેરણા કરી કે જેથી નંદ વરુણની ઉપર અતિશય દ્વેષવાળો થયો. એકાંત-હિતકર પણ વરુણના વચનને કેવળ અહિતકર માનતો તે વરુણને આ કહે છે- જેવી રીતે નિર્દોષ પ્રવૃત્તિવાળા પણ મારા બંધુઓને ઘરમાંથી બહાર કાઢ્યા તેમ શું મને પણ બહાર કાઢવાને ઇચ્છો છો? તમારા બીજા મનોરથો સિદ્ધ થશે, પણ આ (=મને જુદો કરવાના) મનોરથો સિદ્ધ નહિ થાય. હે વૃદ્ધ! તમે હમણાં સકલગુણોથી યુક્ત આ સ્વબંધુઓની સાથે મારા પણ સંબંધમાત્રને સહન કરતા નથી. તેથી જો મને સંતોષ પમાડવો હોય તો કહેલું (ફરી) ન કહેવું. ઇત્યાદિ ખોટા દોષસમૂહને બોલતો તે દ્વેષને પામ્યો. તેને માતા અને પરિવારે કહ્યું: અરે! આ પ્રમાણે ન બોલ. કારણ કે જગતમાં માતા-પિતાના ઉપકારનો બદલો સેંકડો ઉપકારોથી પણ વાળવો દુષ્કર છે. સંતાન પ્રત્યે વાત્સલ્યભાવવાળા માતા-પિતા પુત્રોને કોઇપણ રીતે અહિતકર કહેતા નથી. તેથી નંદ માતા અને પરિવાર ઉપર પણ અતિશય દ્વેષભાવ કરે છે, અને અનુચિત બોલે છે. તેથી તે બધા વરુણને કહે છે કે, હે શેઠ! મોહને આધીન બનેલા અને પાપી એવા આને તમારે કાંઇપણ ન કહેવું. કારણ કે અસદ્ આગ્રહથી ખિન્ન કરાયેલા જીવો વિષે માતા-પિતા વગે૨ે પૂજ્યોની ઉપેક્ષા જ ઉચિત છે. હવે શેઠ મૌન રહેલો હોવા છતાં પુત્રોના અવિનયથી સંતાપને ધારણ કરતો કષ્ટથી દિવસો પસાર કરે છે. દ્વેષગજેન્દ્રથી દરરોજ પ્રેરાયેલો નંદ પણ માતા-પિતાને અને પરિજનને જોઇને પણ પ્રદ્વેષથી અધિક બળે છે. સ્વગૌરવથી કોઇ તેને કંઇપણ કહેતા નથી તેથી તે સ્વતુચ્છપણાથી એમ માનવા લાગ્યો કે ચોક્કસ સંસારમાં પ્રદ્વેષથી દુઃખથી જોઇ શકાય તેવા પુરુષનો લોક પરાભવ કરતો નથી. જો, ચંદ્ર શીતલ છે તો કલંકથી સહિત છે, સૂર્ય નહિ. આ પ્રમાણે Page #148 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો-૫૨૧ મોહરાજાના દુષ્ટ સૈન્યને વશ બનેલા તેને તે રીતે કુવિલ્પો થાય છે કે જેથી તે સંપૂર્ણ નગરમાં દ્વેષને ધારણ કરે છે. તે કોઇની ઋદ્ધિને સહન કરી શકતો નથી, કોઇકની મોટી અજ્ઞાતકીર્તિને સહન કરી શકતો નથી. તે ક્યાંક લોક ઉપર એમ જ નિરર્થક દ્વેષ ધારણ કરે છે. જે વણિક વગેરે લોકો તેના ઘરની કે દુકાનની નજીક વસે છે તેમના ઉપ૨ જે દ્વેષ ધારણ કરે છે તે દ્વેષને તો કહેવાનું પણ શક્ય નથી. જો તેમને એક રૂપિયો પણ ઉપાર્જન કરતા જુએ, અને તેમના ઘરોમાં માત્ર ઉત્સવને પણ જુએ તો તેના હૃદયરૂપ ઘાસની ઝૂંપડીમાં દ્વેષરૂપ અગ્નિ તેવી રીતે સળગે છે કે જેથી તેના પૂર્વભવમાં કરેલા પણ સુચરિત્રરૂપ વૈભવને બાળી નાખે છે. આ પ્રમાણે દ્વેષ કરતો અને ગર્વસહિત અનુચિત બોલતો તે બંધન, તાડન અને રુકાવટ વગેરે દુઃખોને પામે છે. ચારે પુત્રોના આ રીતે વિરુદ્ધ આચરણોને જોતો અને કોઇપણ રીતે હર્ષને ન પામતો વરુણ આ પ્રમાણે વિચારે છે- જુઓ, મૂઢલોક જે પુત્રોના માટે ક્લેશ પામે છે તે પુત્રોનો આ પરિણામ છે કે, જે પરિણામ સાંભળવામાં આવે તો પણ ભયંકર છે. (૧૫) થયેલા પુત્રોથી સુખ થશે એ વાત તો દૂર રહો, મારે અનુપમ દુઃખ જ થયું અને ધર્મમાં અંતરાય થયો. તેથી અસાર અને કેવળ દુઃખના જ ઘરરૂપ આ મારા ગૃહવાસથી સર્યું, તેથી પરલોકનું હિત જ કરું. વરુણ જેટલામાં ત્યાં આ પ્રમાણે વિચારી રહ્યો છે તેટલામાં કેવળીએ તેના આ પરિણામને જાણ્યો. હવે ક્રમથી વિહાર કરતા વિજયનામના કેવલી ત્યાં પધાર્યા. દેવોએ રચેલા સુવર્ણકમલ ઉપર બેસીને શ્રેષ્ઠધર્મને કહે છે. તેમના આગમનને સાંભળીને મેઘના આગમનમાં મોરની જેમ હર્ષને પામતો તે તેમને વંદન કરવા માટે જાય છે. ત્યાં કેવળીએ વિસ્તારથી ધર્મ કહ્યો એટલે સંવેગને ધારણ કરતો વરુણ અવસરે પૂછે છે કે, હે ભગવન્! મારા ચારેય પુત્રો દોષના સાગર કેમ થયા? જ્ઞાની કહે છે કે, તારા પુત્રોનો સ્વરૂપથી ક્યાંય એક પણ દોષ નથી. તું જેટલા દોષોને કહે છે તેટલા આ દોષો ઉપાધિથી થયેલા છે. વિસ્મય પામેલો વરુણ કહે છે કે, હે ભગવન્! મારા ઘરમાં તેઓ જ છે, તેના સિવાય બીજો તો કોઇ નથી કે જેના સાંનિધ્યથી તેઓ આ પ્રમાણે દુષ્ટપણાને પામે. તેથી કેવળીએ કહ્યુંઃ આ સાચું છે કે, તારા ઘરમાં અન્યલોક એકાંતે સુખ આપનાર ચારિત્રરાજાના સૈન્યના સંગથી શુભ આચરણવાળો છે. તેથી અન્યલોક આવી બુદ્ધિ ન આપે. પણ આ દોષ આગંતુક છે=આગંતુકથી (=નવા આવનારા બીજાથી) થયેલો છે. વરુણે કૌતુકથી પૂછ્યું: હે નાથ! તે આગંતુક કોણ છે? તેથી કેવળીએ તેને મોહરાજાની ચિંતા વગેરે વૃત્તાંત કહ્યો. તે બધું સાંભળીને કેવળીના વચનનો પરમાર્થ તેના હૃદયમાં પરિણમી ગયો. સંવેગરસને આધીન બનેલા હૃદયવાળો વરુણ ફરી પણ મુનીશ્વરને નમીને Page #149 -------------------------------------------------------------------------- ________________ પરર-દષ્ટિરાગાદિત્રણ રાગમાં અને દ્વેષમાં ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દૃષ્ટાંતો પૂછે છે કે, હે ભગવન્! મોહરાજાના તે પુત્રો મારા પુત્રોને હજી પણ આનાથી પણ આગળ દૃષ્ટિરાગ વગેરે વિવિધરૂપથી દુષ્ટ મનવાળા કરશે? તેથી કેવળીએ કહ્યું. એમણે હમણાં પણ તારા પુત્રોનું શું કર્યું છે? અર્થાત્ બહુ જ થોડું કર્યું છે. તેમનું સરસવ જેટલું દુઃખ ગયું છે, અને આગળ મેરુ જેટલું બાકી છે. વરુણે પૂછ્યું: હે ભગવન્! તે કેવી રીતે? કેવળીએ કહ્યું: લક્ષ્મીધર વગેરે અહીં પણ દૃષ્ટિરાગ, સ્નેહરાગ અને વિષયરાગ દોષોથી મૃત્યુ પામશે. આગળ(=હવે પછી) બધાયે નારક-તિર્યંચગતિ વગેરેના કેવળ લાખો દુઃખોથી ગહન એવા અનંત સંસારમાં લાંબા કાળ સુધી ભમશે. ( આ પ્રમાણે સાંભળીને ભય પામેલા વરુણે કેવળીને નમીને કહ્યું હે નાથ! આપના જેવા સ્વામીનું સાંનિધ્ય હોવા છતાં તે બિચારા સંસારમાં આટલા દુઃખનું ભાજન કેવી રીતે થાય? તેથી પ્રસન્ન થઈને એમના પણ દુઃખમાંથી છોડાવવાના ઉપાયને વિચારો. તેથી કેવલીએ કહ્યું: હે મહાનુભાવ! તું પણ આવું કેમ કહે છે? કુશળ પણ વૈદ્ય અસાધ્ય વ્યાધિને દૂર ન કરી શકે. એમનું કર્મ નિરુપક્રમ છે. આથી અમારાથી અસાધ્ય છે. તેથી આ અન્ય કોઈને ચિંતા કરવા યોગ્ય નથી, તારે (પણ) નહિ. શક્ય પરકાર્યની ચિંતા કરવી જોઇએ. અશક્યની ચિંતા કરવાથી શું વળવાનું છે? માટે તું સ્વકાર્યની જ સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કર. કેવળીએ આ પ્રમાણે કહ્યું એટલે સંવેગ પામેલા વણશેઠે તેનો સ્વીકાર કર્યો. પછી તે મહાદાન આપીને, જિનેશ્વરોની પૂજા કરીને, શ્રીકાંતા અને વિજયા એ બે પત્નીઓની સાથે, મુનિ પતિની પાસે સુવિહિત દીક્ષા લઈને, નિઃસંગપણે પૃથ્વી ઉપર વિહાર કરે છે. લક્ષ્મીધર વગેરે પણ ઘર અને વૈભવના ચાર ભાગ કરે છે. તથા મોહરાજાના પુત્રો વડે નિઃશંકપણે વિચિત્ર આચરણોથી અતિશય અધિક વિડંબના પમાડાતા તે જ પ્રમાણે રહે છે. (૧૫)) ત્યારબાદ લાંબા કાળે જે પામશે તેને અમે કહીએ છીએ. - ત્યાં ઘણાં સ્થાનોમાં પરિભ્રમણ કરતા લક્ષ્મીધરને બીજા બીજા પાખંડી કુલોમાં રાગ થયો. આથી ઈર્ષારૂપ અગ્નિથી બળેલો મૂળ ત્રિદંડી વિચારે છે કે, પાપીની આ અનવસ્થા જુઓ, પોતાના માતા-પિતાનો ધર્મ છોડી મારો અનુરાગી થયો. હવે હમણાં તો જુવાન સાંઢની જેમ ચંચળ ચિત્તવાળો તે ઘણા વનોમાં ભમે છે. મારા સમાચાર પણ પૂછતો નથી. માર્ગમાં પણ જોવાયેલો બીજા માર્ગે જાય છે. તેથી હમણાં પાપી આને દુર્તીતિનું ફળ બતાવું. કુપિત થયેલા પરિવ્રાજકે અન્ય દિવસે અતિઘણી શુદ્ર વિદ્યાઓ વડે નિપુણતાથી લક્ષ્મીધર સમાન ઘાસનું એક પૂતળું કર્યું. એ પૂતળાને અતિ તીણ ખીલાથી છાતીમાંવીંધ્યું, અને મંત્રોથી મંત્રિત કર્યું. પછી તેને ભૂમિમાં નાખ્યું. ત્યારથી લક્ષ્મીધર પણ છાતીમાં ૧. પર્વ પદનો અર્થ વાક્ય ક્લિષ્ટતાના કારણે અનુવાદમાં લખ્યો નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિરાગાદિત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃલમીધર આદિનાં દૃષ્ટાંતો-૫૨૩ તીવ્ર શૂલ ઉપડવાથી "વેદના સમુહ્યતમાં પડ્યો. દરરોજ ઉગ પામે છે, મૂછ પામે છે, વિલાપ કરે છે, આક્રન્દન કરે છે. અંતરમાં બળે છે, છેદાય છે, ભેદાય છે. આ પ્રમાણે વારંવાર અનુભવે છે. વેદનાને દૂર કરવાનો કોઈ ઉપાય તેને મળ્યો નહિ. નારકના દુઃખની જેમ લાંબા કાળ સુધી વેદના અનુભવીને શરણરહિત તે મરીને નિગોદના જીવોમાં ઉત્પન્ન થયો. આ તરફ સુંદર જેટલામાં પુત્રનું જ ધ્યાન કરતો રહે છે તેટલામાં પુત્ર યૌવનને અભિમુખ થયો. તેથી ઘણા ધનનો વ્યય કરીને તેને પરણાવ્યો. પછી ક્રમશઃ સ્વપત્નીને વશ બનેલો તે પિતાને વિષની જેમ જુએ છે. ગુપ્તધનને જાણવા માટે હોશિયારીથી કેવળ બાહ્યવૃત્તિથી વિનય વગેરે કરે છે. તેના (બાહ્ય)ગુણોમાં અધિક રાગી થયેલો સુંદર પોતાનું ગુપ્ત પણ સઘળું ધન તેને કહી દે છે. હવે તે વૃદ્ધ થયો ત્યારે પત્નીએ પતિને કહ્યું: હજી પણ અભિમાની સર્પના બંધનથી પોતાનો નાશ કેમ કરે છે? મૂઢ અને ધનરહિત તારો પિતા હવે જોવાયેલો પણ બહુ ઉદ્વેગને કરે છે. તથા મોટા અવાજથી ખાંસી ખાતો રાતે તારી, મારી અને કુટુંબની પણ નિદ્રાનો નાશ કરે છે. જો પ્રાણસહિત તેને કાઢી નાખીએ તો એ ન રહે. પછી આપણે બંનેય નિશ્ચિતપણે વિષયસુખોને ભોગવીએ. સુંદરના પુત્રે કહ્યું: હે પ્રિયતમા! તેં સારું કહ્યું. કયા ઉપાયથી આ ન હોય તે કહે. પત્નીએ કહ્યું. આ કાર્ય કેટલું છે? અર્થાત્ આ બહુ સહેલું છે. હું તેને તેવા પ્રકારનું કંઈપણ ભોજન નહિ આપું. પછી ક્ષીણ શરીરવાળા તેને તું ગળે થોડો પણ અંગુઠો દબાવજે એટલે આ કાર્ય થઈ જશે. હવે તે પણ વિચારે છે કે આ પણ સારું જણાય છે, અર્થાત્ આ ઉપાય સારો છે. અન્યથા ખબર પડતી નથી કે ઉદ્વેગને કરનારો. આ ક્યારે મરશે? આ પ્રમાણે નિશ્ચય કરીને વહુએ પોતે કહેલું કરવાનું શરૂ કર્યું. ક્ષણે શરીરવાળા, દીન હૃદયવાળા, શરણરહિત અને કરુણ ધ્યાન કરતા તેના ગળાને એક દિવસ પુત્રે દબાવ્યું. આક્રન્દન કરતો તે મરીને ઘરના દરવાજા આગળ દુઃખી કૂતરો થયો. મૂઢ અર્હદત્ત શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વિષયમાં અત્યંત આસક્ત અને મૂર્ણિત બન્યો. ત્યાં નગરમાં ભમતા તેણે કોઇવાર જેનો પતિ પરદેશ ગયો છે એવી એક રાઠોડની પત્ની સાથે કોઈપણ રીતે સંબંધ કર્યો. (૧૭૫) તે સ્ત્રી તેના પ્રત્યે ગાઢ અનુરાગવાળી બનીને આસક્ત બની, દૃઢ ગૃદ્ધિવાળી બની. તેથી રાત-દિવસ સ્વઘરમાંથી તેને ૧. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક અને કેવલિક એમ સાત પ્રકારે સમુદ્યાત છે. જ્યારે આત્મા વેદનાથી પરિણત થાય છે. (–તીવ્ર વેદનાવાળો થાય છે, ત્યારે તે આત્મપ્રદેશોને બહાર કાઢીને તે પ્રદેશોથી વેદનીયકર્મના અણુઓની નિર્જરા (=વિનાશ) કરે છે. આ પ્રક્રિયાને વેદના સમુદ્ધાત કહેવામાં આવે છે. અહીં વેદના સમુદ્દઘાતમાં પડ્યો એટલે વેદનાસમુઘાત કર્યો. ૨. અભિમાની સર્પ છંછેડાઇને કરડ્યા વિના ન રહે. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ૨૪-દૃષ્ટિરાગાદિ ત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ક્રમશઃ લક્ષ્મીધર આદિનાં દષ્ટાંતો નીકળવા દેતી નથી. વિષયોમાં રાગી તે બળાત્કારે નીકળીને અન્ય અન્ય સ્ત્રીઓના ઘરોમાં ભમે છે. આથી એકવાર ગુસ્સે થયેલી તે સ્ત્રીએ ઘરમાંથી નીકળતા તેને જોરથી પકડીને ઘરમાં રાખ્યો. તો પણ તે રહેતો નથી. તેથી અધિક વૈષને પામેલી તે તેની જ છૂરીથી પેટમાં ગાઢ મારે છે. મૂર્છાથી તેની આંખો બંધ થઈ ગઈ અને તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો. હવે તે સ્ત્રી ભાગીને ક્યાંક જઈને સંતાઈ ગઈ. પછી તે કોઈ પણ રીતે ધીમે ધીમે પોતાના ઘરે ગયો. પાંચસો પણ પત્નીઓએ આ શું થયું? એમ પૂછ્યું: તો પણ તે સાચું કહેતો નથી અને પ્રશ્નોના સેંકડો (ખોટા) ઉત્તરો આપે છે. તેની દુનીતિઓથી (=અનુચિત આચરણોથી) ઉગ પામેલા સ્વજનો ત્યાં તેની સામે પણ આવતા નથી, અર્થાત્ તેને કોઈ બોલાવતા પણ નથી. પછી પત્નીઓએ આ વિચાર્યું કે, તેણે આપણને ભેગી કરીને કેદખાનામાં નાખી દીધી છે, અને પોતે તો અન્ય સ્થળોમાં ભમે છે, અનુચિત આચરણ કરતો રહે છે. હમણાં જે આ થયું તે અનુકૂલ જ છે. તેથી એને બહાર કાઢીને આપણે સ્વેચ્છાથી ફરીએ. અહીં બહુ કહેવાથી શું? આ પ્રમાણે બધીય પત્નીઓએ સાથે મળીને એને મારવા માટે મહાવિષ તૈયાર કર્યું. પછી ભોજનની સાથે એને મહાવિષ આપ્યું. મહાવેદનાથી ઘેરાયેલો તે મરીને ચંડાલના ઘરમાં નપુંસકપણે ઉત્પન્ન થયો. તે ભવમાં પણ પાપોનું ઉપાર્જન કરીને ત્રીજી પૃથ્વીમાં ગયો. પ્રદ્વેષના કારણે ઘણા લોકોની સાથે ઝગડતા નંદે પણ કોઇવાર દુકાનના પાડોશીની સાથે ઝગડો કર્યો. તેણે પણ તેને શિલાખંડથી ખાણમાં તે રીતે ભેદી નાખ્યો કે જેથી તે મરીને પહેલી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે રાગ-દ્વેષની પરાધીનતાથી પીડિત ચારેય આ ભવમાં પણ મરણને અંતે થનારા દુઃખને પામ્યા. વળી આગળ જે અનંત ભવો સુધી ભમશે અને પગલે-પગલે જે દુઃખોને પામશે તેને કહેવા માટે સર્વ આયુષ્યથી પણ કોઈપણ સમર્થ ન થાય. તેથી આ વિગતને જાણીને અપ્રમત્ત બનીને પરિણામે વિરસ અને દુર્જયશત્રુ એવા આ રાગ-દ્વેષ બંનેને જીતો. [૩૧૮-૩૧૯] આ પ્રમાણે લક્ષ્મીધર આદિનું કથાનક પૂર્ણ થયું. આ રાગ-દ્વેષ આ લોકમાં અને પરલોકમાં અનંત દુઃખ આપનારા છે, આથી આ નિશ્ચય કરાય જ છે, શું નિશ્ચય કરાય છે તે કહે છે सत्तू विसं पिसाओ, वेयालो हुयवहोऽवि पजलिओ । तं न कुणइ जं कुविया, कुणंति रागाइणो देहे ॥ ३२०॥ ૧. સુહિં ના સ્થાને સર્દિ જોઈએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા(પુષ્પમાલા) [રાગાદિજ જીતવા યોગ્ય છે-પર૫ શત્રુ, વિષ, પિશાચ, વેતાલ, અને પ્રજ્વલિત અગ્નિ પણ જે અનર્થ નથી કરતો તે અનર્થ કુપિત થયેલા રાગાદિ દોષો કરે છે. વિશેષાર્થ- શત્રુ વગેરે માત્ર આ લોકનું દુઃખ આપવામાં પણ સંશયવાળા છે, એટલે કે શત્રુ વગેરે આ લોકનું દુઃખ આપે જ એવો નિયમ નથી, ન પણ આપે. પણ રાગાદિ તો પરલોકમાં પણ અનંતભવો સુધી અગણિત દુઃખ આપનારા છે. માટે શત્રુ અને વિષ આદિથી રાગાદિ જ અનંતગણું અનર્થ કરનારા છે. આથી તે જ યત્નપૂર્વક જીતવા યોગ્ય છે. [૩૨૦] હવે રાગાદિ વિપાકના અને તેના જયના ફલનું કથન અનંત છે, અર્થાત્ રાગાદિ વિપાકના ફળનું અને તેના જયના ફલનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ અંત ન આવે તેવું છે, એમ જોતા ગ્રંથકાર સંક્ષેપથી ઉપસંહાર કરીને ઉપદેશને કહે છે जो रागाईण वसे, वसम्मि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसोक्खाइं ॥ ३२१॥ જે રાગાદિના વશમાં રહે છે તે સઘળાં દુઃખોના વશમાં રહે છે. રાગાદિ જેના વશમાં છે, સઘળાં સુખો તેના વશમાં રહે છે. ' વિશેષાર્થ– આથી રાગાદિ દોષો જ જીતવા યોગ્ય છે, પણ રાગાદિને વશ (=આધીન) ન બનવું. [૩૨૧] જેમણે કષાયોને જીતી લીધા છે એવા જિનોએ જીવોને અતિગહન કષાયરૂપ શત્રુપક્ષનું સ્વરૂપ આ પ્રમાણે (=હમણાં જણાવ્યું તે પ્રમાણે) કહ્યું છે. તે સ્વરૂપને એ પ્રમાણે મનમાં વિચારીને પ્રમાદનો દૂરથી ત્યાગ કરીને (એ શત્રુઓને કાપવા માટે) સમતા રૂ૫ તીક્ષ્ણ તલવારને ધારણ કરવા માટે ઉદ્યમ કરો. [૧] જો સકલજનના શત્રુઓ, ધર્મનો નાશ કરનારા અને કુગતિમાર્ગના રથ સ્વરૂપ કષાયો ન હોત તો કોણ પરમ સુખસમૃદ્ધિને ન પામત? અને કોણ જગતમાં કંઈપણ દુઃખને પ્રાપ્ત કરત? [૨]. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવના અધિકારમાં કષાયનિગ્રહરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં કષાયનિગ્રહરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. કર્ક Page #153 -------------------------------------------------------------------------- ________________ પ૨૬- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો ગુરુકુલવાસાર હવે ગુરુકુલવાસ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે पुव्वुत्तगुणा सव्वे, दसणचारित्तसुद्धिमाईया । हुंति गुरुसेविणो, च्चिय गुरुकुलवासं अओ वोच्छं ॥ ३२२॥ પૂર્વે કહેલા દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિ વગેરે ગુણો ગુરુની સેવા કરનારને જ હોય છે. આથી હવે ગુરુકુલવાસને કહીશ. વિશેષાર્થપૂર્વે (ગાથા-૮૭માં) સમ્યકત્વ, ચારિત્ર, ઇન્દ્રિયજય અને કષાયનિગ્રહદ્વારમાં જે સમ્યકત્વશુદ્ધિ, ચારિત્રશુદ્ધિ, ઇન્દ્રિયજય અને કષાયજય રૂપ ગુણો કહ્યા છે, તે સઘળાય ગુણો ગુરુસેવામાં પ્રવૃત્ત થયેલાને જ હોય છે. કારણ કે ગુરુના ઉપદેશથી જ તે ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે. આથી હવે પછી ગુરુકુલવાસને કહીશ. [૩૨૨] . હવે પ્રસ્તુતારમાં જે અર્થો કહેવામાં આવશે તે અર્થોની સંગ્રહગાથાને કહે છે– को य गुरू ? को सीसो ?, के य गुणा गुरुकुले वसंतस्स? । तप्पडिवक्खे दोसा, भणामि लेसेण तत्थ गुरुं ॥ ३२३॥ ગુરુ કેવા હોય? શિષ્ય કેવો હોય? ગુરુકુલમાં રહેનારને કયા ગુણો થાય? ગુરુકુલનો ત્યાગ કરનારને ક્યા દોષો થાય? તે કહીશ. તેમાં સંક્ષેપથી ગુરુને કહું છું. વિશેષાર્થ– (૧) ગુરુ કેવા ગુણોથી યુક્ત હોય, (૨) શિષ્ય કેવા ગુણોથી યુક્ત હોય, (૩) ગુરુકુલમાં રહેનાર શિષ્યને કયા ગુણો ( લાભો) થાય, (૪) ગુરુકુલનો ત્યાગ કરનાર શિષ્યને કયા દોષો (=અનર્થો) થાય તે પણ કહીશ. આ ચાર અધિકારોમાં સંક્ષેપથી ગુરુના ગુણોનું કથન કરવા દ્વારા ગુરુને કહું છું. [૩૨૩] ગુરુ કેવા ગુણોથી યુક્ત હોય તે જ કહે છેविहिपडिवनचरित्तो, गीयत्थो वच्छलो सुसीलो य । सेवियगुरुकुलवासो, अणुयत्तिपरो गुरू भणिओ ॥ ३२४॥ જેણે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો હોય, જે ગીતાર્થ, વત્સલ અને સુચારિત્રી હોય, જેણે ગુરુકુલવાસનું સેવન કર્યું હોય, અને જે અનુવર્તના કરવામાં તત્પર હોય, તેને ગુરુ કહ્યા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો-પ૨૭ વિશેષાર્થ- ગીતાર્થ એટલે શાસ્ત્રોના ઉત્સર્ગ-અપવાદ વગેરે રહસ્યોને જાણનાર. વત્સલ એટલે સંઘપ્રત્યે વાત્સલ્યથી યુક્ત. વાત્સલ્યથી (=પ્રેમથી) મુખ્ય ત્રણ લાભ થાય. (૧) પારકા ગણાતાને પણ પોતાના બનાવી શકે. (૨) અન્યના દોષને સહન કરવાની તાકાત આવે. (૩) અન્યની ભૂલ બતાવવાના અવસરે પ્રેમથી ભૂલ બતાવવાની તાકાત આવે. પ્રેમથી ભૂલ બતાવવામાં સામી વ્યક્તિને જેવી સુંદર અસર થાય છે તેવી ક્રોધથી ભૂલ બતાવવામાં થતી નથી. આથી ગુરુમાં આ ગુણ અનિવાર્ય છે. જે ગુરુમાં આ ગુણ હોય તે ગુરુમાં અનુવર્તના ગુણ આવે. અનુવર્તન એટલે શિષ્યના સ્વભાવને અનુકૂળ બનીને શિષ્યના આત્માનું રક્ષણ કરવું. [શિષ્ય વગેરે આશ્રિત વર્ગને અનુકૂળ બનીને સન્માર્ગે વાળવો એ સરળમાર્ગ છે. કારણ કે પ્રતિકૂળતાને સહન કરવાની શક્તિ પ્રાયઃ સામાન્ય જીવોમાં ઓછી હોય છે. માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવવો આવશ્યક છે, એમ કરવાથી સદ્ભાવના બળે એ દુષ્કર પણ આજ્ઞા પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે. પણ પ્રાયઃ તેથી અસદ્ભાવ પ્રગટવાનો સંભવ હોઈ આખરે શિષ્ય આજ્ઞાવિમુખ બને, માટે ગુરુ અનુવર્તક જોઇએ. આની પણ મર્યાદા જોઇએ. અનુકૂળતાનો દુરુપયોગ થવાનો પણ સંભવ છે. માટે તેવા પ્રસંગે લાભ-હાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઈએ. હૃદય મીઠું જોઇએ, આંખ અવસરે લાલ પણ કરવી પડે તો તે અયોગ્ય નથી.] [૩૨૪] હવે બીજી રીતે ગુરુના ગુણોને જ કહે છેदेसकुलजाइरूवी, संघयणधिईजुओ अणासंसी । अविकत्थणो अमायी, थिरपरिवाडी गहियवक्को ॥ ३२५॥ जियपरिसो जियनिद्दो, मज्झत्थो देसकालभावण्णू । માનદ્ધપટ્ટમો, નાણાવિલેસમાસ પૂ . રૂ૨દ્દા पंचविहे आयारे, जुत्तो सुत्तत्थतदुभयविहिण्णू । आहरणहेउउवणयनयनिउणो, गाहणाकुसलो ॥ ३२७॥ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ एसो, पवयणउवएसओ य गुरू ॥ ३२८॥ ૧. દેશ, ૨. કુલ, ૩. જાતિ, ૪. રૂપી, ૫ સંહનનયુક્ત, ૬, ધૃતિયુક્ત, ૭. અનાશસી, ૧. “શિષ્ય વગેરે ત્યાંથી પ્રારંભી ‘અયોગ્ય નથી ત્યાં સુધીનું લખાણ ધર્મ સં. ભાષામાંથી સાભાર ઉદ્યુત કરવામાં આવ્યું છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ પ૨૮-ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [ગુના ગુણો ૮. અવિકલ્થન, ૯. અમાયી, ૧૦. સ્થિરપરિપાટી, ૧૧. ગૃહીતવાક્ય, ૧૨. જિતપર્ષ, ૧૩. જિતનિદ્ર, ૧૪. મધ્યસ્થ, ૧૫. દેશજ્ઞ, ૧૬. કાલજ્ઞ, ૧૭. ભાવજ્ઞ, ૧૮. આસગ્નલબ્ધપ્રતિભ, ૧૯. નાનાવિધ દેશભાષાજ્ઞ, ૨૦ થી ૨૪. પંચવિધાચારયુક્ત, ૨૫. સૂત્રાર્થતદુભયજ્ઞ, ૨૬. આહરણનિપુણ, ૨૭. હેતુનિપુણ, ૨૮, ઉપનયનિપુણ, ૨૯. નયનિપુણ ૩૦. ગ્રાહણાકુશલ, ૩૧. સ્વસમયવેત્તા, ૩૨. પરસમયવેત્તા, ૩૩. ગંભીર, ૩૪. દીપ્તિમાન, ૩૫. શિવ, ૩૬. સૌમ્ય આ પ્રમાણે પ્રવચનોપદેશક ગુરુ સેંકડો ગુણોથી યુક્ત હોય છે. વિશેષાર્થ૧. દેશ- આર્યદેશમાં ઉત્પન્ન થયેલ. ૨. કુલ– જેનો કુળ=પિતૃપક્ષ શુદ્ધ હોય તે. ૩. જાતિ– જેની જાતિ-માતૃપક્ષ શુદ્ધ હોય તે. ૪. રૂપી- રૂપરહિત ગુરુનું વચન ન સ્વીકારે ઇત્યાદિ અનિષ્ટનો સંભવ હોવાથી ગુરુ રૂપવાન હોવા જોઈએ. ૫. સંતનનયુક્ત- વિશિષ્ટ શરીરસામર્થ્યથી યુક્ત. ૬. ધૃતિયુક્ત- સંયમ આદિનો નિર્વાહ કરવામાં ધૃતિથી= મનોબળથી યુક્ત. ૭. અનાશસી- ધર્મકથાદિ પ્રવૃત્તિમાં વસ્ત્ર-ભોજન આદિની આશંસા આદિથી રહિત. ૮. અવિકલ્થન- કોઇએ અતિશય અલ્પ અપરાધ કર્યો હોય ત્યારે તુચ્છતાથી ફરી ફરી તેના અપરાધને કહેવું તે વિકલ્થન. વિકલ્થનથી રહિત તે અવિકલ્થી. ૯. અમાયી- માયાથી અત્યંત રહિત. ૧૦. સ્થિરપરિપાટી– સૂત્ર-અર્થને ન ભૂલે તે. ૧૧. ગૃહીતવાક્ય- જેનું વચન સ્વીકાર્ય બને છે. ૧૨. જિતપર્ષદુ- મોટી પણ સભામાં ક્ષોભ ન પામે તે. ૧૩. જિતનિદ્ર- (અલ્પ નિદ્રાવાળા). ૧૪. મધ્યસ્થ- રાગ-દ્વેષથી રહિત. ૧૫. દેશા- દેશના ઔચિત્યથી પ્રવૃત્તિ કરે તે. ૧૬. કાલજ્ઞ– કાલના ઔચિત્યથી પ્રવૃત્તિ કરે તે. ૧૭. ભાવજ્ઞ– ભાવ એટલે પરનો અભિપ્રાય. પરાભિપ્રાયના ઔચિત્યથી પ્રવૃત્તિ કરે તે. ૧૮. આસગ્નલબ્ધપ્રતિભ- જેની કર્મક્ષયોપશમથી પરતીર્થિકોને જલદી ઉત્તર આપવાની શક્તિ પ્રગટ થઈ હોય તે. ૧૯. નાનાવિધ દેશભાષાજ્ઞ- વિવિધ પ્રકારના દેશોની ભાષામાં કુશળ. ૨૦થી૨૪ પંચવિધાચારયુક્ત-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારના આચારોથી યુક્ત. Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો-૫૨૯ ૨૫. સૂત્રાર્થ તદુભયજ્ઞ-સૂત્રના જ્ઞાતા, અર્થના જ્ઞાતા, અને સૂત્ર અર્થ એ ઉભયના જ્ઞાતા. ૨૬. આહારનિપુણ દૃષ્ટાંતમાં કુશળ. ૨૭. હેતુનિપુણ સાધ્યના અર્થને જણાવે તે હેતુ. જેમકે કૃતકત્વ વગેરે. (કૃતકત્વ એટલે કરાયેલાપણું. અહીં ભાવ એ છે કે જે વસ્તુ કરાયેલી હોય તે તે અનિત્ય જ હોય. જેમ કે ગૃહમનિત્યં તાત્ અહીં કૃતકત્વ હેતુ સાધ્ય અર્થ અનિત્યતાને જણાવે છે. જે જે કરાયેલું હોય તે તે અનિત્ય જ હોય એવો નિયમ છે. ઘર કોઇથી કરાયેલું છે માટે અનિત્ય છે. તેવી રીતે પર્વતો વૃદ્ધિમાન્ ધૂમાત્ પર્વતમાં અગ્નિ છે. કેમ કે ત્યાં ધૂમાડો દેખાય છે. અહીં ધૂમરૂપ હેતુ સાધ્ય અર્થ અગ્નિને જણાવે છે.) આવા પ્રકારના હેતુમાં કુશળ હોય. ૨૮. ઉપનયનિપુણ- દૃષ્ટાંતથી બતાવાયેલા અર્થમાં પ્રસ્તુતની યોજના કરવી તે ઉપનય. ઉપનયમાં કુશળ હોય. ૨૯. નયનિપુણ– નૈગમ વગેરે નયોમાં કુશળ હોય. ૩૦. ગ્રાહણાકુશલ- પ્રતિપાદન કરવાની શક્તિથી યુક્ત. ૩૧. સ્વસમયવેત્તા– સ્વદર્શનના જાણકાર. ૩૨. પરસમયવેત્તા– પરદર્શનના જાણકાર. ૩૩. ગંભીર- જેમના હૃદયને બીજાઓ ન જાણી શકે તે. ૩૪. દીપ્તિમાન– જેમની પ્રતિભાને પરતીર્થિકો સહન ન કરી શકે તેવા. ૩૫. શિવ– વિદ્યા-મંત્ર આદિના સામર્થ્યથી અશિવનું શમન કરનારા હોવાથી શિવનું કારણ છે. શિવનું કારણ હોવાથી (કારણમાં કાર્યના ઉપચારથી) શિવરૂપ છે. ૩૬. સૌમ્ય- પ્રકૃતિ રૌદ્ર-ભયંકર ન હોય. આ પ્રમાણે જે છત્રીસગુણોથી યુક્ત હોય તેને ગુરુ જાણવા. આ ગુણો ઉપલક્ષણ હોવાથી ગુરુ બીજા પણ સેંકડો ગુણોથી યુક્ત હોય. આવા જે પ્રવચનનો ઉપદેશ આપનારા હોય તે ગુરુ છે. [૩૨૫ થી ૩૨૮] હવે બીજા પ્રકારથી પણ ગુરુના છત્રીસ ગુણોને કહે છે– अट्ठविहा गणिसंपय, आयाराई चउव्विहेक्वेक्का । चउहा विणयपवित्ती, छत्तीसगुणा इमे गुरुणो ॥ ३२९ ॥ આચાર વગેરે આઠ પ્રકારની ગણીસંપત્તિ, તે આચાર વગેરે દરેક ગણીસંપત્તિ ચાર ચાર પ્રકારની, ચાર પ્રકારની વિનય પ્રતિપત્તિ, ગુરુના આ (૮×૪=૩૨, ૩૨+૪=૩૬) છત્રીસ ગુણો છે. વિશેષાર્થ– ગણી એટલે આચાર્ય. સંપત્તિ એટલે સમૃદ્ધિ. આચાર્યની આચાર આદિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો આઠ પ્રકારની સંપત્તિ છે. તે આ પ્રમાણે- આચારસંપત્તિ, શ્રુતસંપત્તિ, શરીર-સંપત્તિ, વચનસંપત્તિ, વાચનાસંપત્તિ, મતિસંપત્તિ, પ્રયોગમતિસંપત્તિ અને સંગ્રહપરિŪસંપત્તિ. આ આઠમાં દરેક સંપત્તિ ચાર ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે– (૧) આચારસંપત્તિ- આચારસંપત્તિ સંયમવયોગયુક્તતા, અસંપ્રગ્રહ, અનિયતવૃત્તિ અને વૃદ્ધશીલતા એમ ચાર પ્રકારે છે. (૧) સંયમધ્રુવયોગયુક્તતા– સંયમ એટલે ચારિત્ર. ધ્રુવ એટલે નિત્ય. યોગ એટલે સમાધિ. તેમાં યુક્તતા તે યોગયુક્તતા. અર્થાત્ સંયમમાં સતત ઉપયોગ. (૨) અસંપ્રગ્રહ– સં એટલે ચારે તરફથી, પ્ર એટલે પ્રકર્ષથી, અર્થાત્ જાતિ-શ્રુત-તપ-રૂપ આદિના પ્રકર્ષથી આત્માનું ગ્રહણ કરવું, એટલે કે હું જ જાતિમાન છું ઇત્યાદિ રૂપે અવધારણ કરવું તે સંપ્રગ્રહ. સંપ્રગ્રહનો અભાવ તે અસંપ્રગ્રહ, અર્થાત્ જાતિ આદિનું અભિમાન ન કરવું તે અસંપ્રગ્રહ. (૩) અનિયતવૃત્તિ– અનિયત વિહાર કરવો. (૪) વૃદ્ધશીલતા– શરીરમાં અને મનમાં સ્થિરસ્વભાવતા, અથાત્ નિર્વિકારપણું. (૨) શ્રુતસંપત્તિ- શ્રુતસંપત્તિ બહુશ્રુતતા, પરિચિતશ્રુતતા, ધોષવિશુદ્ધિકરણતા, ઉદાત્તાનુદાત્તાદિ સ્વર વિશુદ્ધિના આરાધક એમ ચાર પ્રકારે છે. (૩) શરીરસંપત્તિ- શરીરસંપત્તિ આરોહપરિણાહયુક્તતા, અનવત્રાપ્યતા, પરિપૂર્ણેન્દ્રિયતા અને સ્થિરસંહનનતા એમ ચાર પ્રકારે છે. (૧) આરોહપરિણાહયુક્તતા- આરોહ એટલે લંબાઇ. પરિણાહ એટલે વિસ્તાર (=પહોળાઇ), આરોહ અને પરિણાહ એ બંને લક્ષણ અને પ્રમાણથી યુક્ત હોય. (૨) અનવત્રાપ્યતા= અવત્રાપ્ય એટલે લજ્જા. લજ્જાનો અભાવ તે અનવત્રાપ્યતા, અર્થાત્ લક્ષણોથી સંપૂર્ણ હોવાથી અને સર્વ અંગો પરિપૂર્ણ હોવાથી બધાયથી શરમાવાને યોગ્ય ન હોય. (૩) પરિપૂર્ણન્દ્રિયતાચક્ષુ વગેરે ઇન્દ્રિયો હણાયેલી ન હોય. (૪) સ્થિરસંહનનતા– સ્થિર એટલે દૃઢ, સંહનન એટલે શરીરનો બાંધો, અર્થાત્ શરીરનો બાંધો મજબૂત હોય. ૧. ટીકામાં મૂકેલી સાક્ષિ ગાથા પ્રવચનસારોદ્વારમાં ૫૪૨મી ગાથા છે. પ્રસ્તુત ટીકામાં તેનો ભાવાર્થ બધોય આવી જતો હોવાથી અનુવાદમાં તે ગાથાનો અર્થ લખ્યો નથી. ૨. મુદ્રિતપ્રતમાં મૈં છૂટી ગયો હોય તેમ લાગે છે. ૩. મુદ્રિતપ્રતમાં સ્થિરસંહનનતા પદની વ્યાખ્યાવાળું લખાણ છૂટી ગયું લાગે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો-૫૩૧ (૪) વચનસંપત્તિ— વચનસંપત્તિના આદેયવચનતા, મધુરવચનતા, અનિશ્ચિતવચનતા, અને અસંદિગ્ધવચનતા એમ ચાર પ્રકારે છે. (૧) આદેયવચનતા– વચન આદેય=સ્વીકારવા યોગ્ય હોય. (૨) મધુરવચનતા– વચન પ્રકૃષ્ટ અર્થનું પ્રતિપાદન કરનાર, કઠોરતાથી રહિત, ઐશ્વર્ય અને ગંભીરતા વગેરે ગુણોથી યુક્ત હોય, એથી જ શ્રોતાઓને આહ્લાદ પ્રગટાવે તેવું મધુર વચન હોય. (૩) અનિશ્રિતવચનતા– વચન રાગાદિની નિશ્રાથી રહિત હોય=રાદિવાળું ન હોય. (૪) અસંદિગ્ધવચનતા– વચન સંદેહરહિત સ્પષ્ટ હોય. (૫) વાચનાસંપત્તિ– વાચનાસંપત્તિના વિદિત્વોદેશન, વિદિત્વા સમુદ્દેશન, પરિનિર્વાપ્યવચનતા અને અર્થનિર્યાપણા એમ ચાર પ્રકાર છે. (૧) વિદિત્વોદેશન—શિષ્યોને પરિણતિ વગેરે ગુણોથી યુક્ત જાણીને જે શિષ્યને જે સૂત્ર યોગ્ય હોય તેને તેનો જ ઉદ્દેશો કરેતેની ભણવાની રજા આપે. (૨) વિદિત્વા સમુદ્રેશન- શિષ્યોને પરિણતિ વગેરે ગુણોથી યુક્ત જાણીને જે શિષ્યને જે સૂત્ર યોગ્ય હોય તેને તે જ સૂત્રને સ્થિર પરિચિત કરવાની રજા આપે. (૩) પરિનિર્વાપ્યવચનતા– પૂર્વે આપેલા સૂત્રના આલાવાઓને જાહકના દૃષ્ટાંતથી શિષ્યમાં બરોબર પરિણમાવીને પછી બીજા આલાવાઓની વાચના આપવી. (૪) અર્થનિર્યાપણ– સૂત્રથી અભિધેય અર્થની નિર્યાપણા=સમ્યનિર્વાહ તે અર્થ નિર્યાપણા, અર્થાત્ અર્થની પૂર્વાપરની સંગતિથી વિચારણા કે પ્રરૂપણા કરવી. (૬) મતિસંપત્તિ સમ્યઅવગ્રહ, સમ્ય ́હા, સમ્યઅપાય અને સભ્યારણા એ ચાર ભેદોથી મતિસંપત્તિ ચાર પ્રકારે છે. (૭) પ્રયોગમતિસંપત્તિ- પ્રયોગ એટલે કાર્યની સિદ્ધિ માટે વ્યાપાર (=પ્રવૃત્તિ) કરવો. વ્યાપારના સમયે મતિ–વસ્તુનો નિર્ણય તે પ્રયોગમતિ. આત્મજ્ઞાન, પુરુષજ્ઞાન, ક્ષેત્રજ્ઞાન, અને વસ્તુજ્ઞાન એ ચાર ભેદોથી પ્રયોગમતિસંપત્તિ ચાર પ્રકારે છે. (૧) આત્મજ્ઞાન–વાદ આદિના વ્યાપારના સમયે આ પ્રતિવાદીને જીતવા માટે મારામાં શક્તિ છે કે નહિ? ઇત્યાદિ પોતાના સ્વરૂપનો વિચાર કરવો. (૨) પુરુષજ્ઞાન– આ વાદી સાંખ્યદર્શનનો છે? બૌદ્ધદર્શનનો છે? કે અન્ય કોઇ છે? પ્રતિભાસંપન્ન છે કે પ્રતિભાથી રહિત છે? ઇત્યાદિ વિચારવું. ૧. જાહક એટલે જળો. જેવી રીતે જળો શરીરને દુઃખ આપ્યા વિના શરીરમાંથી લોહી ખેંચે છે, તેવી રીતે યોગ્ય શિષ્ય ગુરુને તકલીફ આપ્યા વિના શ્રુતજ્ઞાનનું પાન કરે. Page #159 -------------------------------------------------------------------------- ________________ પ૩૨- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો (૩) ક્ષેત્રજ્ઞાન- આ ક્ષેત્ર સંયમનો નિર્વાહ કરવા માટે અનકૂલ છે કે નહિ? અથવા સાધુથી ભાવિત છે કે અભાવિત ઇત્યાદિ વિચારવું. (૪) વસ્તુશાન- આ આહાર વગેરે વસ્તુ મને હિતકર છે કે નહિ ઇત્યાદિ જોવું. (૮) સંગ્રહપરિજ્ઞા સંપત્તિ- સંગ્રહપરિજ્ઞા સંપત્તિના પણ ચાર પ્રકાર છે. (૧) બાલ, દુર્બલ, ગ્લાન અને ઘણા સાધુઓના નિર્વાહને યોગ્ય ક્ષેત્રનું ગ્રહણ કરવું તે પહેલી સંગ્રહપરિજ્ઞા સંપત્તિ છે. (૨) આસન વગેરે મલિન ન થાય એ માટે પાટલો અને પાટિયા વગેરેનું ગ્રહણ કરવું તે બીજી સંગ્રહપરિક્ષા સંપત્તિ છે. જતકલ્પસૂત્રમાં કહ્યું છે કે–“પાટલો અને પાટિયા વગેરેનું ગ્રહણ કરવાથી આસન વગેરે મલિન ન થાય.” (૩) જાતે જ સ્વાધ્યાય કરવો, પડિલેહણ કરવું, ભિક્ષાટન કરવું, ઉપધિને ઉત્પન્ન કરવી=મેળવવી એ ત્રીજી સંગ્રહપરિણાસંપત્તિ છે. (૪) દીક્ષા આપનાર, ભણાવનાર, રત્નાધિક વગેરેની ઉપધિ ઉપાડવી, વિશ્રામણા કરવી, અભુત્થાન કરવું, દાંડો લેવો વગેરે ચોથી સંગ્રહપરિજ્ઞાસંપત્તિ છે. આ પ્રમાણે આચાર વગેરે આઠેય ગણીસંપત્તિના પ્રત્યેકના ચાર ચાર ભેદો બતાવ્યા. હવે ચાર પ્રકારે વિનયપ્રતિપત્તિ કહેવાય છે વિનયપ્રતિપત્તિ- તેમાં વિનય ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- આચારવિનય, શ્રુતવિનય, વિક્ષેપણાવિનય અને દોષનિર્ધાતના વિનય. (૧) આચારવિનય- તેમાં આચારવિનય ફરી પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે સંયમસામાચારી, તપસામાચારી, ગણસામાચારી અને એકાકીવિહાર સામાચારી. (૧) સંયમસામાચારી- પોતે સંયમને આચરે અને બીજાને આચરાવે, અર્થાત્ જે સંયમમાં સીદાતો હોય તેને સ્થિર કરે અને સંયમમાં ઉદ્યમ કરનારની પ્રશંસા કરે. (૨) તપસામાચારી– પાક્ષિક પર્વ વગેરેમાં સ્વયં તપ કરે અને બીજાને કરાવે. ભિક્ષાચર્યા સ્વયં કરે, અને બીજાને તેમાં જોડે. (૩) ગણસામાચારી- પ્રત્યુપેક્ષણા અને બાલ-વૃદ્ધ આદિની વૈયાવચ્ચ આદિ કાર્યોમાં સ્વયં ઉત્સાહથી ઉદ્યમ કરે અને ગણને તેમાં પ્રેરણા કરે. (૪) એકાકીવિહારસામાચારી- એકાકી વિહાર-પ્રતિમાને સ્વયં સ્વીકારે અને બીજાને સ્વીકાર કરાવે. (૨) શ્રતવિનય- શ્રુતવિનય પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) સૂત્રવાચના આપે. (૨) અર્થનું વ્યાખ્યાન કરે. ૧. “વાસ વિસે' ઇત્યાદિ ગાથાનો આધાર ગ્રંથ ન મળવાના કારણે અનુવાદમાં અર્થ લખ્યો નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો-પ૩૩ (૩) હિતકરવાચના આપે. હિતવાચના તો જ થાય કે જો સૂત્ર, અર્થ કે તદુભય શિષ્યને પરિણમન આદિ ગુણોથી યુક્ત વિચારીને જે શિષ્યને જે યોગ્ય હોય તેને જ તેની વાચના આપે. (૪) સૂત્રકે અર્થ સંપૂર્ણ પૂર્ણ થાય ત્યાં સુધી વાચના આપે, અસ્થિરતાના કારણે વચ્ચે પણ મૂકી ન દે. (૩) વિક્ષેપણાવિનય- વિક્ષેપણા વિનય ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– (૧) મિથ્યાષ્ટિને મિથ્યામાર્ગથી દૂર કરીને સમ્યત્વધર્મ ગ્રહણ કરાવે. (૨) સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને તો ગૃહસ્થપણાથી દૂર કરીને દીક્ષા લેવડાવે. (૩) સમ્યકત્વથી કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને પતિતભાવથી દૂર કરીને ફરી ત્યાં જ સ્થાપે. (૪) સ્વયં ચારિત્રધર્મની જે રીતે વૃદ્ધિ થાય તે રીતે પ્રવર્તે, અર્થાત અનેષણીયના પરિભોગાદિનો ત્યાગ કરવા દ્વારા અને એષણીયના પરિભોગાદિનો સ્વીકાર કરવા દ્વારા ચારિત્રધર્મની વૃદ્ધિ કરે. (૪) દોષનિર્ધાતના વિનય–દોષનિર્ધાતના વિનય પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે(૧) ગુસ્સે થયેલાના ક્રોધને દેશનાદિથી દૂર કરવો. (૨). કષાય-વિષય આદિથી દુષ્ટનો તે ભાવ (=કષાય-વિષયભાવ) દૂર કરવો. (૩) ભક્ત-પાન સંબંધી કે પરદર્શનસંબંધી કાંક્ષા દૂર કરવી. (૪) સ્વયં ક્રોધદોષથી અને કાંક્ષાથી રહિત બનીને સારા વ્યાપારમાં પ્રવર્તવું. આ પ્રમાણે કર્મને દૂર કરવાના કારણે વિનયપ્રવૃત્તિ ચાર પ્રકારે છે. આ પ્રમાણે ગુરુના આ પણ સર્વ છત્રીસગુણો છે. ગુરુના આ છત્રીસગુણોને બીજા બીજી રીતે જણાવે છે. તે આ પ્રમાણે–“જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારના આઠ આઠ ભેદો અને તપના બાર ભેદો, આ છત્રીસગુણો ગુરુના છે.” આ પ્રમાણે બીજી રીતે ગુણો જાણવા. [૩૨૯] જો આમ છે તો પૂર્વોક્ત સર્વ સંપૂર્ણ ગુણો હમણાં સંભવતા નથી. ગુણોના અસંભવમાં ગુરુનો અસંભવ છે. ગુરુના અસંભવમાં શિષ્ય ઉત્પન્ન ન થાય. તેથી તીર્થના પણ વિચ્છેદનો પ્રસંગ આવે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે कालाइदोसवसओ, एत्तो एक्काइगुणविहीणोऽवि । होइ गुरू गीयत्थो, उज्जुत्तो सारणाईसु ॥ ३३०॥ કાલ આદિના દોષના કારણે આનાથી એકાદિગુણથી વિહીન પણ જે ગીતાર્થ હોય અને સારણા આદિમાં તત્પર હોય તે ગુરુ છે. ૧. વિનતિ-નાગતિ સનવનેશવરમષ્ટારિ સ વિનયઃ સકલ ક્લેશને કરનારા આઠપ્રકારના કર્મનો જે નાશ કરે તે વિનય. આમ વિનય કર્મને દૂર કરનાર હોવાથી અહીં “કર્મને દૂર કરવાના કારણે” એમ કહ્યું. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ૩૪- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [સારણાદિ ન કરવામાં દોષ વિશેષાર્થ– “કાલ આદિના' એ સ્થળે આદિ શબ્દથી ક્ષેત્ર વગેરેનું ગ્રહણ કરવું. આનાથી એટલે છત્રીસગુણોના સમુદાયથી. એકાદગુણથી વિહીન એટલે એક, બે, ત્રણ વગેરે ગુણોથી રહિત. ગુરુ કદાચ એકાદિગુણથી વિહીન હોય તો પણ તેમાં ગીતાર્થપણું અને સારાવારણા-ચોયણા-પડિચોયણામાં કંટાળાનો અભાવ એ બે ગુણો વિશેષથી જોવા જોઇએ. આથી મૂળ ગાથામાં ગીતાર્થ અને સારણા આદિમાં તત્પર આ બે વિશેષણો ગુરુના કહ્યા છે. અગીતાર્થ આ લોકમાં અને પરલોકમાં મહાદુઃખરૂપ સાગરમાં પોતાને અને બીજાને નાખે છે. આ હકીકત ગ્રંથકાર આગળ કહેશે અને જિનશાસનમાં પ્રસિદ્ધ પણ છે. સારણા આદિના અભાવમાં થનારા દોષોને હમણાં જ કહેવામાં આવશે. આ બે ગુણો ગુરુમાં પ્રયત્નથી જોવા જોઇએ. સારણા અને વારણા આદિની વિશેષતા હવે પછી કહીશું [૩૩૦]. જો ગુરુ શિષ્યને ભક્ત-પાન-વસ્ત્રાદિ આપવા દ્વારા શિષ્ય પ્રત્યે વત્સલ થાય તો આટલાથી ગુરુ સુંદર છે, સારણાદિથી શું? આવી આશંકા કરીને કહે છે जीहाएवि लिहन्तो, न भद्दओ जत्थ सारणा नत्थि । दंडेणवि ताडतो, स भद्दओ सारणा जत्थ ॥ ३३१॥ જે ગુરુમાં સારણા ન હોય તે ગુરુ જીભથી પણ ચાટતો હોય તો પણ સારો નથી. જે ગુરુમાં સારણા હોય તે ગુરુ દાંડાથી પણ મારતો હોય તો પણ સારો છે. વિશેષાર્થ- જેવી રીતે ઉત્તમ ગાયો (કે બળદો) અન્ય ગાયને (કે બળદને) પ્રીતિપૂર્વક જીભથી ચાટે છે તેમ જે ગુરુ પણ અતિશય વાત્સલ્યથી શિષ્યને જીભથી પણ ચાટતો હોય તે ગુરુ પણ જો તેમાં સારણા ન હોય તો સારો નથી. અહીં “જીભથી પણ ચાટતો હોય” એમ કહીને (ગુના) અતિશય વાત્સલ્યનું સૂચન કર્યું છે. અહીં “સારા” શબ્દ ઉપલક્ષણરૂપ હોવાથી વારણા વગેરે પણ સમજવું. [૩૩૧] સારણા વગેરે ન કરવામાં ગુરુનો શો દોષ છે તે કહે છેजह सीसाइं निकिंतइ, कोई सरणागयाण जंतूणं । तह गच्छमसारंतो, गुरूवि सुत्ते जओ भणियं ॥ ३३२॥ જેવી રીતે કોઈ શરણે આવેલા જીવોના મસ્તકોને કાપે તે રીતે ગચ્છની સારણા નહિ કરતો ગુરુ પણ જાણવો. કારણ કે સૂત્રમાં (નીચે પ્રમાણે) કહ્યું છે' વિશેષાર્થ– જેવી રીતે કોઇ પાપકર્મી શરણે આવેલા પણ જીવોના મસ્તકોને છેદે, ૧. ગોપનિ નો એ સ્થળે સિદ્ધ0 શ૦ અ૦ ૭ પાદ-૩ સુ.૧૦થી પ્રશસ્ત અર્થમાં પ૬ પ્રત્યય લાગ્યો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [તલચોર પુત્રનું દૃષ્ટાંત-પ૩૫ તે જ રીતે સંસારભયથી શરણે આવેલા સાધુ-સાધ્વી સમુદાયરૂપ ગચ્છની સારણા ન કરનાર ગુરુ પણ ગચ્છના જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મસ્તકોને કાપનાર જાણવો. દ્રવ્ય મસ્તકને કાપવામાં એકભવનું ક્ષણિક જ દુઃખ થાય. ગુરુવડે કર્તવ્યોમાં નહિ પ્રવર્તાવાયેલા અને દોષોથી નિવૃત્ત ન કરાયેલા અને એથી જ માર્ગથી ભ્રષ્ટ બનેલા શિષ્યોના જ્ઞાનાદિરૂપ ભાવમસ્તક કપાયે છતે અનંતભવોમાં અનહદ દુઃખોની પ્રાપ્તિ જ થાય. [૩૩] શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છેजणणीए अनिसिद्धो, निहओ तिलहारओ पसंगेण । जणणीवि थणच्छेयं, पत्ता अनिवारयंती उ ॥ ३३३॥ इय अनिवारियदोसा, सीसा संसारसागरमुवेति ।। विणियत्तपसंगा पुण, कुणंति संसारवोच्छेयं ॥ ३३४॥ માતાવડે નિષેધ ન કરાયેલ તલની ચોરી કરનાર (અકાર્યના) પ્રસંગથી હણાયો અને નહિ રોકતી માતા પણ સ્તનચ્છેદને પામી. એ પ્રમાણે (ગુરુવડે) જેમના દોષોનું નિવારણ કરવામાં આવ્યું નથી એવા શિષ્યો સંસાર સાગરમાં પડે છે, અને (અકાર્યના) પ્રસંગથી નિવૃત્ત થયેલા શિષ્યો સંસારનો નાશ કરે છે. વિશેષાર્થ- અહીં ભાવાર્થ કંઈક કહેવાય છે તલચોર પુત્રનું દષ્ટાંત વસંતપુર નગરમાં એક વિધવા કુલીન સ્ત્રી હતી. તેનો મોટો થતો પુત્ર બાળપણમાં સ્નાન કરીને ભીના શરીરે ઘરમાંથી નીકળ્યો. કોઈક વણિકની દુકાનના દરવાજા આગળ અથડાયેલો તે તલના ઢગલા ઉપર પડ્યો. તેના ભીના શરીરમાં ઘણા તલ ચોંટી ગયા. આવી જ સ્થિતિમાં તે ઘરે ગયો. તેની માતાએ તેના શરીર ઉપર ચોંટેલા બધા તલને ખંખેરીને લઈ લીધા. (પછી તલસાંકળી બનાવીને તેને ખાવા માટે આપી. તલ સાંકળીમાં લુબ્ધ બનેલો તે) બીજા દિવસે ચાહીને શરીરને ભીનું કરીને તે જ પ્રમાણે તલના ઢગલા ઉપર પડ્યો. માતાએ પણ તેના શરીર ઉપરથી તલ ખંખેરીને લઈ લીધા. આ પ્રમાણે આ પ્રસંગ વૃદ્ધિ પામ્યો. છોકરો દરરોજ આ પ્રમાણે જ કરવા લાગ્યો. બીજા બીજા વણિકોના ધાન્યોને મુખ-મુઠ્ઠી આદિથી ચોરવા લાગ્યો. ખુશ થયેલી માતા તેને રોકતી નથી, એટલું જ નહિ, બલ્ક તેની તે સઘળી પ્રવૃત્તિમાં સંમતિ આપે છે. મોટો થતો તે મોટી ચોરીઓ પણ કરવા લાગ્યો. યૌવનને પામેલા તેને એકવાર રાજપુરુષોએ કોઇપણ રીતે ચોરીના માલ સાથે પકડી પાડ્યો. પછી જ્યારે રાજપુરુષો તેને તમારી નાખવા માટે) વધસ્થાનમાં લઈ ઉ. ૧૧ ભા.૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ૩૬-ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સારણાદિ ન દેખાય તો શું કરવું? જાય છે ત્યારે તેણે રાજપુરુષોને કહ્યું: તમે પ્રસન્ન થઈને એકવાર મારી માતા સાથે મારો મેળાપ કરી આપો. રાજપુરુષોએ તેની માગણીનો સ્વીકાર કર્યો. માતાને તેની પાસે લઈ આવ્યા. માતા જ્યારે નજીક આવી ત્યારે તેણે જલદી છૂરીથી માતાના સ્તનોને છેદી નાખ્યા. હાહારવથી મુખર બનેલો સઘળો લોક તેને આમ કરવાનું કારણ પૂછે છે. તે કહે છે કે આટલા બધા અનર્થોનું કારણ આ મારી માતા છે. જો તેણે મને બાળપણમાં નાની ચોરીઓથી અટકાવ્યો હોત તો હું આ પ્રમાણે મોટી ચોરીઓમાં પ્રવૃત્તિ ન કરત. લોકોના મનમાં આ આ પ્રમાણે જ છે એમ ઠસી ગયું. એ પ્રમાણે સદા શિષ્યોના-અકાર્યના પ્રસંગને નહિ રોકતો ગુરુ પણ પોતાનો અને શિષ્યોનો નાશ કરે છે. [૩૩૩-૩૩૪] તો જે ગચ્છમાં સારણા વગેરે ન દેખાય તે ગચ્છમાં મુમુક્ષુએ શું કરવું જોઈએ તે કહે છે– जहिं नत्थि सारण वारणा व चोयण पडिचोयणा व गच्छंमि । सो अ अगच्छो गच्छो, संजमकामीहिं मोत्तव्वो ॥ ३३५॥ જે ગચ્છમાં સારણા-વારણા-ચોયણા-પડિચોયણા નથી તે ગચ્છ (પરમાર્થથી) ગચ્છ નથી. સંયમના અર્થીઓએ તે ગચ્છનો ત્યાગ કરવો જોઇએ. વિશેષાર્થ- સારણા ભૂલાયેલા કાર્યને યાદ કરાવવું. વારણા=અકાર્યમાં પ્રવૃત્ત શિષ્યને નિષેધ કરવો=અકાર્યથી રોકવો. ચોયણા=જે કાર્ય જે રીતે કરવું જોઇએ તે કાર્ય તે રીતે ન કરતાં બીજી રીતે કરતા શિષ્યને તે કાર્યમાં સમ્યક્ પ્રવર્તાવવો, અર્થાત્ તે કાર્ય જે રીતે કરવું જોઈએ તે રીતે કરવામાં પ્રવર્તાવવો. પડિચોયણા=અશુભ કાર્યથી રોકવા છતાં ફરી ફરી તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરતા શિષ્યને નિષ્ફરવચનો કહીને (અશુભ કાર્યથી નિવૃત્ત થવાની) પ્રેરણા કરવી. - જે ગચ્છમાં આ સારણા વગેરે ન હોય તે ગચ્છ ગચ્છનું કાર્ય ન કરવાથી પરમાર્થથી ગચ્છ જ નથી. તેથી સંયમના અભિલાષીએ તે ગચ્છનો ત્યાગ કરવો, અને જ્યાં સારણા વગેરે હોય તે જ ગચ્છનો આશ્રય કરવો. [૩૩૫. આ પ્રમાણે હોવાથી શું કરવું જોઇએ તે કહે છેअणभियोगेण तम्हा, अभियोगेणं विणीय इयरे य । जच्चियरतुरंगा इव, वारेयव्वा अकजेसु ॥ ३३६॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ ગચ્છની ઉપેક્ષામાં દીર્ઘસંસાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગચ્છના પાલનમાં ત્રીજે ભવે મોક્ષ-૫૩૭ તેથી શ્રેષ્ઠ અને દુષ્ટ અશ્વોની જેમ વિનીતશિષ્યોને અભિયોગ વિના અને અવિનીત શિષ્યોને અભિયોગથી અકાર્યોથી રોકવા. વિશેષાર્થ– સારણાદિ નહિ કરનાર ગુરુને શિષ્યો પણ છોડી દે છે માટે ગુરુએ અકાર્યમાં પ્રવર્તતા શિષ્યોને પ્રયત્નથી રોકવા જોઇએ. તેમાં જે શિષ્યો વિનીત હોય તેમને જેવી રીતે શ્રેષ્ઠ અશ્વોને લગામ ચલાવવી વગેરે સુકોમળ ઉપાયથી ઉન્માર્ગમાં ગમન આદિથી પાછા હટાવાય છે, તેવી રીતે અભિયોગ વિના=બલાત્કાર કર્યા વિના કોમલવચનોથી જ અકાર્યથી રોકવા. જે શિષ્યો અવિનીત હોય તેમને જેવી રીતે દુષ્ટ અશ્વોને ચાબુક મારવી વગેરે કઠોર ઉપાયથી જ સારી પ્રવૃત્તિ કરાવાય છે તેવી રીતે અભિયોગથી પણ=નિષ્ઠુર વચનાદિરૂપ બલાત્કારથી પણ સારી પ્રવૃત્તિ કરાવવી. (આવશ્યકસૂત્ર સામાચારીના વર્ણનમાં ગાથા ૬૭૮-૬૭૯માં) કહ્યું છે કે-જેવી રીતે બહલી દેશના શ્રેષ્ઠ અશ્વો સ્વયમેવ લગામ ગ્રહણ કરે છે, અને મગાદિ દેશોમાં થયેલા અશ્વો બલાત્કારથી લગામ ગ્રહણ કરે છે, તેવી રીતે પુરુષોના પ્રકારમાં પણ જાણવું. અત્યંત વિનીત શિષ્યમાં બહલી દેશના શ્રેષ્ઠ અશ્વની જેમ અભિયોગ નથી. વિનયરહિત શિષ્યમાં મગધાદિ દેશના અશ્વની જેમ અભિયોગ છે. [૩૩૬] સારાદિ ન કરવાથી ગચ્છની ઉપેક્ષા કરતા ગુરુને શો દોષ થાય? સારણાદિ કરવા વડે ગચ્છનું સમ્યક્ પાલન કરતા ગુરુને શો લાભ થાય? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે— गच्छं तु उवेहंतो, कुव्वइ दीहं भवं विहीए उ । पालतो पुण सिज्झइ, तइयभवे भगवई सिद्धं ॥ ३३७ ॥ ગચ્છની ઉપેક્ષા કરતો ગુરુ દીર્ઘસંસારને કરે છે, અને વિધિથી ગચ્છનું પાલન કરતો ગુરુ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. આ વિષય ભગવતીસૂત્રમાં પ્રસિદ્ધ છે. વિશેષાર્થ— આ વિગત ભગવતીસૂત્રમાં પ્રસિદ્ધ છે. કહ્યું છે કે-“હે ભગવંત! કંટાળ્યા વિના ગણનો સંગ્રહ અને ઉપગ્રહ કરનાર આચાર્ય અને ઉપાધ્યાય કેટલા ભવો કરીને સિદ્ધ થાય છે, યાવત્ સર્વદુઃખોનો અંત કરે છે? હે ગૌતમ! કોઇ આચાર્ય અને ઉપાધ્યાય તે જ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. પણ ત્રીજાભવને ઓળંગતા નથી, અર્થાત્ ત્રીજાભવમાં અવશ્ય સિદ્ધ થાય છે, યાવત્ સર્વદુઃખોનો અંત કરે છે.’ ૧. અન્ન નાતા: પ્રજાવવન:। ૨. વિવિધમ્-અને ધા નીત:-પ્રાપિત: વિનયો યેન સઃ । Page #165 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮-સુશિષ્યો કેવા હોય?] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુશિષ્યો કુલવધૂ જેવા હોય (સંગ્રહ એટલે ધર્મોપદેશ વગેરેથી શિષ્યો બનાવવા. ઉપગ્રહ એટલે શિષ્યોને સંયમમાં ઉપકારી વસ્ત્ર-પાત્ર વગેરે મેળવી આપવું. યાવત્ શબ્દથી સિદ્ધૃતિ, વુાંતિ, મુદ્ધંતિ, પરિનિબાયંતિ, સવ્વવુવાળમંત ઋતિ એ ક્રમ સમજવો.) [૩૭] ગુરુગુણ નામના દ્વારનું સમર્થન કર્યું. હવે ગુણદ્વારા શિષ્યના નિરૂપણ માટે કહે છે– गुरुचित्तविऊ दक्खा, उवसंता अमुइणो कुलवहु व्व । विणयरया य कुलीणा, हुंति सुसीसा गुरुयणस्स ॥ ३३८ ॥ ગુરુજનના સુશિષ્યો ગુરુચિત્તના જાણકાર, કુશળ, ઉપશાન્ત, કુલવધૂની જેમ ગુરુને નહિ મૂકનારા, વિનયમાં તત્પર અને કુલીન હોય છે. વિશેષાર્થ– જેવી રીતે પોતાનો પતિ આક્રોશ કરે અને મારે તો પણ કુલવધૂ કોઇપણ રીતે સ્વપતિને મૂકતી નથી. તેમ સુશિષ્યો પણ ગુરુને કોઇપણ રીતે મૂકતા નથી. [૩૩૮] સુશિષ્ય બીજું પણ શું કરે તે કહે છે आगारिंगियकुसलं, जइ सेयं वायसं वए पुज्जा । तहवि य सिं नवि कूडे, विरहम्मि य कारणं पुच्छे ॥ ३३९॥ આકાર-ઇંગિતમાં કુશલ શિષ્યને ગુરુઓ કાગડો ધોળો છે એમ કહે તો પણ તે શિષ્ય ગુરુઓને ખોટા ન ઠરાવે, પણ એકાંતમાં કારણ પૂછે. વિશેષાર્થ આકાર એટલે સ્થૂલબુદ્ધિથી જાણી શકાય તેવી અને પ્રસ્થાન આદિ ભાવોની સૂચક ચેષ્ટા. જેમ કે દિશાઓનું નિરીક્ષણ કરવું વગેરે. (ગુરુ દિશાઓનું નિરીક્ષણ કરે એથી કુશળ શિષ્ય જાણી લે કે હમણાં ગુરુને પ્રસ્થાન કરવાની=જવાની ઇચ્છા છે.) કહ્યું છે કે-‘દિશાઓનું નિરીક્ષણ કરવું, બગાસાં ખાવાં, કામળીને સંકેલવી, આસનને ઢીલું કરવું આ પ્રસ્થાનનાં લક્ષણો છે.” ઇંગિત એટલે સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય તેવી અને પ્રવૃત્તિનિવૃત્તિની સૂચક ચેષ્ટા. જેમ કે- કંઇક ભવાં ફરકવું, મસ્તક હાલવું વગેરે. આકાર-ઇંગિતમાં કુશલ શિષ્યને જો કોઇપણ રીતે વિનયની પરીક્ષા આદિ નિમિત્તે ગુરુઓ ‘સફેદ કાગડાને જો' ઇત્યાદિ કહે તો પણ સુશિષ્ય ગુરુઓના તે વચનને “હે આચાર્ય! શું તમે આંખોથી જોતા નથી કે જેથી કાળા પણ કાગડાને ધોળો કહો છો'' ઇત્યાદિ રીતે ખોટો ન ઠરાવે, કિંતુ એકાંત પ્રાપ્ત થતાં વિનયપૂર્વક કાગડાને ધોળો કેમ કહ્યો એમ કારણ પૂછે. [૩૩૯] Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગંગા નદી કઇ દિશામાં વહે છે?-૫૩૯ દૃષ્ટાંતપૂર્વક સુશિષ્યપણાના ઉપદેશને કહે છે— निवपुच्छिएण गुरुणा, भणिओ गंगा कओमुही वहइ ? । संपाइयवं सीसो, जह तह सव्वत्थ कायव्वं ॥ ३४० ॥ રાજાથી પૂછાયેલા ગુરુએ શિષ્યને ગંગા કઇ દિશા તરફ વહે છે એમ પૂછ્યું. ત્યારે શિષ્ય જેવી રીતે સમ્યગ્ વિનયપૂર્વક તે કાર્ય કર્યું તેવી રીતે બધાં કાર્યોમાં શિષ્ય કરવું જોઇએ. વિશેષાર્થ આ પ્રમાણે અક્ષરાર્થ છે. ભાવાર્થ તો કહેવાય છે—– વિનીત શિષ્યનું દૃષ્ટાંત અહીં કોઇ રાજાનો અને આચાર્યનો વાર્તાલાપ થયો. તેમાં રાજાએ કહ્યુંઃ રાજપુત્રો વિનીત હોય છે. આચાર્યે કહ્યુંઃ સાધુઓ વિનીત હોય છે. પછી બંનેની પરીક્ષા કરવા માટે પહેલાં રાજપુત્રને ગંગા નદી કઇ દિશા તરફ વહે છે એ જોવા માટે મોકલ્યો. રાજપુત્રે પહેલાં જ કહી દીધું કે આમાં શું જોવાનું છે? ગંગા પૂર્વદિશા તરફ વહે છે એમ અહીં સુપ્રસિદ્ધ જ છે. પછી ઘણા કષ્ટથી કોઇપણ રીતે તેને ગંગા કઇ તરફ વહે છે એ જોવા માટે મોકલ્યો. તેણે વચ્ચેથી જ આવીને કહ્યું: ત્યાં જઇને જોઇને હું આવ્યો છું કે મારું વચન બરોબર છે. ગંગાનદી પૂર્વદિશા તરફ જ વહે છે. પછી ગુરુએ સાધુને મોકલ્યો. તેણે પહેલાં જ વિચાર્યું કે, ગંગાનદી પૂર્વદિશા તરફ વહે છે એમ ગુરુઓ પણ જાણે જ છે. પણ અહીં કોઇક કારણ હોવું જોઇએ. આમ વિચારીને તે જાણતો હોવા છતાં જોવા માટે ગંગાનદીએ ગયો. જાતે અને બીજાઓથી વિશેષ રીતે નિર્ણય કરીને ગુરુઓને કહ્યું કે- મારા વડે આ જણાયું છે કે ગંગાનદી પૂર્વદિશા તરફ વહે છે. તત્ત્વ તો પૂજ્યો જાણે છે. બંનેની આ ચેષ્ટા ગુપ્તચર પુરુષોએ રાજાને જણાવી. રાજાએ સ્વીકાર્યું કે સાધુઓનો વિનય સર્વોત્તમ હોય છે. અને રાજા પ્રતિબોધ પામ્યો. તેથી બીજા પણ મુમુક્ષુએ બધાય કાર્યોમાં સઘળું તે જ પ્રમાણે વિનયપૂર્વક કરવું જોઇએ. [૩૪૦] સુશિષ્ય કેવો હોય છે તે કહ્યું. સુશિષ્ય 'વ્યતિરેકકથન કર્યે છતે જ સમ્યગ્ નિશ્ચિત કરી શકાય છે. આથી ગ્રંથકાર (વ્યતિરેકથી) કહે છેनियगुणगारवमत्तो, थद्धो विणयं न कुव्वइ गुरूणं । तुच्छो अवन्नवाई, गुरुपडिणीयो न सो सीसो ॥ ३४१ ॥ ૧. વ્યતિરેક એટલે અભાવ. અહીં વ્યતિરેક કથન એટલે ગુણોના અભાવનું કથન. કુશિષ્યમાં ગુણોનો અભાવ હોય, અર્થાત્ દોષો હોય. સુશિષ્યમાં દોષો ન હોય. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦- ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુકુલવાસ સેવાથી ગુણો नेच्छइ य सारणाई, सारिजंतो य कुप्पइ स पावो । उवएसपि न अरिहइ, दूरे सीसत्तणं तस्स ॥ ३४२॥ જે સ્વગુણોના અભિમાનથી છકેલો અને અભિમાની હોય, ગુરુઓનો વિનય ના કરે, તુચ્છ અવર્ણવાદી અને ગુરુનો શત્રુ હોય, તે શિષ્ય નથી. જે સારણાદિને ઇચ્છે નહિ, સારણાદિને કરાતો ગુસ્સે થાય, પાપી એવા તેનું શિષ્યપણું તો દૂર રહ્યું, કિંતુ તે ઉપદેશ આપવાને પણ યોગ્ય નથી. [૩૪૧-૩૪૨] તો પછી ગુરુ પ્રત્યે પ્રતિકૂલ વર્તનાર શિષ્યનું શું કરવું જોઇએ તે કહે છેछंदेण गओ छंदेण, आगओ चिट्ठिओ य छंदेण । छन्दं अवट्टमाणो, सीसो छंदेण मुत्तव्वो ॥ ३४३॥ સ્વેચ્છાથી ગયો, સ્વેચ્છાથી આવ્યો, સ્વેચ્છાથી રહ્યો, ગુરુની ઇચ્છા પ્રમાણે ના વર્તતા શિષ્યને ગુરુએ સ્વેચ્છાથી છોડી દેવો જોઇએ. વિશેષાર્થ- શિષ્ય ગુરુને પૂછ્યા વિના જ સ્વેચ્છાથી પોતાને ઈષ્ટ કોઈ કામ માટે . ગયો, પોતાની ઇચ્છાથી જ પાછો આવ્યો, પોતાની ઇચ્છાથી જ ઉપાશ્રયમાં જ રહ્યો. આના ઉપલક્ષણથી બીજી પણ ક્રિયાઓ પોતાની ઇચ્છાથી જ કરે છે. આ પ્રમાણે ગુરુની ઇચ્છા પ્રમાણે ન વર્તતા શિષ્યને ગુરુઓએ પોતાની ઇચ્છાથી જ છોડી દેવો જોઇએ, અર્થાત્ પોતાના ગ્રુપમાંથી કે સમુદાયમાંથી બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે તેને રાખવાથી જેમ સડેલું એક પાંદડું બીજાં પાંદડાંઓને બગાડે તેમ સઘળોય ગચ્છ વિનાશ જ પામે. [૩૪૩] શિષ્યદ્વાર પૂર્ણ કર્યું. હવે ગુરુકુલવાસસેવાનુણ દ્વારને કહે છેनाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥ ३४४॥ • ગુરુકુલમાં રહેનાર સાધુ દરરોજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનનું ભાજન બને છે. શ્રુતજ્ઞાનને પામે છે, સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર બને છે. વારંવાર સારણાદિ થવાથી ચારિત્રમાં સ્થિર રહે છે. આથી જાવજીવ ગુરુકુલવાસનો ત્યાગ ન કરનારા સાધુઓ ધન્ય છે=ધર્મરૂપ ધનને મેળવે છે. [૩૪૪] ગુરુકુલમાં રહેનારાઓને કઠોર પ્રેરણાવાક્યો સાંભળીને દુસહ દુઃખ ઉત્પન્ન થાય છે, તો પછી ગુરુકુલવાસની પ્રશંસા કેમ કરવામાં આવે છે તે કહે છે– ૧. આ ગાથાનો અર્થ વિશે.આ.બા.૩૪૫૯ આદિના આધારે લખ્યો છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ લેવામાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંથક સાધુનું દૃષ્ટાંત-૫૪૧ पढमं चिय गुरुवयणं, मुम्मुरजलणु व्व दहइ भण्णन्तं । परिणामे पुण तं चिय, मुणालदलसीयलं होइ ॥ ३४५॥ કહેવાતું ગુરુવચન પહેલાં જ છાણાના અગ્નિની જેમ જ બાળે છે, પણ પરિણામે તે જ વચન કમલના પર્ણની જેમ શીતલે થાય છે. [૩૪૫] પુણ્યવંતોથી સેવાતો ગુરુકુલવાસ કેવલ આત્મોપકાર માટે જ થતો નથી, કિંતુ મહાન પરોપકારને પણ સાધે છે એ વિષયને કહે છે तह सेवंति सउण्णा, गुरुकुलवासं जहा गुरूणंपि । नित्थारकारणं चियं, पंथगसाहु व्व जायंति ॥ ३४६॥ પુણ્યવંત શિષ્યો ગુરુકુલવાસને તેવી રીતે સેવે છે કે જેથી પંથક સાધુની જેમ ગુરુઓના પણ વિસ્તારનું કારણ થાય છે. વિશેષાર્થ- ગાથાનો અર્થ પ્રગટ છે. કથાનક કહેવાય છે– પંથક સાધુનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં નવયોજન પહોળી, બારયોજન લાંબી, અને સુવર્ણરત્નમય દ્વારિકા નામની નગરી પ્રસિદ્ધ હતી. તે નગરીના ઇશાન ખૂણામાં મનોહર રૈવતક પર્વત હતો. તે પર્વતની નજીકમાં લોકોના મનને હરનારું નંદનવન નામનું ઉદ્યાન હતું. દેવોથી કરાયેલા સુવર્ણકમળો વડે જાણે બંધુપ્રમોદથી હોય તેમ ભમરાના સમૂહના ગુંજારવના બહાનાથી જેમના ચરણકમળો પ્રાપ્ત કરીને સ્તુતિ કરાયા એવા શ્રી નેમિજિન કેવલજ્ઞાનથી યુક્ત હોવા છતાં નિર્મલચારિત્રગુણથી અતિશય પૂર્ણ હતા. કામવિરહના પતિ હોવા છતાં કિરણોના પ્રકાશનો ક્ષય કરનારા હતા. સંગરહિત એવા શ્રી નેમિનિન નંદનવન ઉદ્યાનમાં જાણે ત્રણ ગઢના १. धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्शः ७० ॥ (प्रशमरति) સૂર્યના ધોમધખતા તાપના ઉકળાટને દૂર કરનાર શ્રેષ્ઠ ચંદનનો રસ તો હજી સુલભ છે. પણ શાસ્ત્રવિરુદ્ધ આચરણારૂપ તાપને દૂર કરનાર ગુરુમુખરૂપ મલય પર્વતમાંથી નીકળેલા વચનરૂપ ચંદનરસનો શીતલ સ્પર્શાનુભવ તો કો'ક મહાભાગ્યશાળીને જ થાય છે. ૨. સુવર્ણકમળો અને ચરણકમળો એ બંને કમળ હોવાથી બંધુ છે, અને એથી જાણે સુવર્ણકમળોને બંધુના મિલનથી હર્ષ થયો હોય તેમ ચરણકમળોની સ્તુતિ કરે છે એવી અહીં કલ્પના છે. ૩. અહીં ચર્થક પ્રયોગ છે. તે આ પ્રમાણે– કેવલજ્ઞાન શબ્દમાં રહેલા કેવલ શબ્દનો ફક્ત અર્થ છે. ફક્ત જ્ઞાન હોવા છતાં, અર્થાત્ જ્ઞાન સિવાય કશું ન હોવા છતાં, નિર્મલ ચારિત્રગુણથી અતિશયપૂર્ણ હતા. ૪. કામદેવને રતિપતિ કહેવામાં આવે છે. તે અત્યંત રૂપવાન છે. નેમિનિન રતિપતિ ન હતા, કિંતુ રતિવિરહના. પતિ હતા. અર્થાત તેમનામાં કામનો અભાવ હતો. નેમિજિન રતિ વિરહના પતિ હોવા છતાં શરીર એટલું બધું દેદીપ્યમાન હતું કે જેથી સુર્યકિરણોના પ્રકાશનો ક્ષય કરનારા (=પ્રકાશને અત્યંત ઝાંખો પાડતા) હતા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨-ગુરુકુલવાસ સેવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંથક સાધુનું દૃષ્ટાંત બહાનાથી સેવા માટે આવેલા ત્રણ ભુવન હોય તેમ દેવોએ રચેલા સમવસરણમાં ધર્મને કહે છે. તે નગરીમાં થાવચ્ચ નામની ધનાઢ્ય સ્ત્રી રહે છે. એનો સાર્થવાહ પતિ પરલોકને પામ્યો હતો, અને તેનો એક પુત્ર થાવસ્ત્રાપુત્ર એવા નામથી વિખ્યાત થયો હતો. તે વૈભવની સંખ્યા પણ જાણતો ન હતો, અર્થાત્ અગણિત વૈભવ હતો. ક્રમે કરીને એ શ્રેષ્ઠરૂપવતી અને શ્રેષ્ઠયૌવનવાળી બત્રીશ કન્યાઓને પરણે છે. પછી તે ઉત્તમદેવની જેમ ભોગોને ભોગવે છે. હવે તે વખતે નેમિનાથની પાસે ધર્મ સાંભળીને સંવેગને પામેલો થાવસ્ત્રાપુત્ર ઘણા આગ્રહથી માતાની પાસે દીક્ષા લેવાની અનુમતિ મેળવે છે. પછી થાવચ્ચ માતા કૃષ્ણ વાસુદેવની પાસે જઈને સઘળીય વિગત કહે છે અને પુત્રની દીક્ષાના વરઘોડા માટે છત્ર અને મુગુટ વગેરેની માગણી કરે છે. હવે આશ્ચર્ય પામીને શ્રીકૃષ્ણે કહ્યું: જો તમારો પુત્ર દીક્ષા લેશે તો તમે નિશ્ચિંત રહો. તેનો દીક્ષા મહોત્સવ હું કરીશ. આ પ્રમાણે કહીને સ્વસૈન્યથી પરિવરેલા શ્રીકૃષ્ણ તેના ઘરે ગયા. પરીક્ષા માટે કૃષ્ણ થાવાપુત્રને કહ્યું: તું દીક્ષા ન લે. મારી બાહુ છાયામાં ( મારા આશ્રયે) નિશ્ચિંત રહે. તારું પ્રતિકૂલ બધુંય હું દૂર કરીશ. પછી થાવસ્ત્રાપુત્રે કૃષ્ણને કહ્યું: જો તમે મારું પ્રતિકૂળ દૂર કરો તો હું ચોક્કસ દીક્ષા ન લઉં. પછી કૃષ્ણે કહ્યું: તારે જે અહીં પ્રતિકૂલ હોય તેને તું કહે. થાવસ્ત્રાપુત્રે કહ્યું: મૃત્યુ અને જરાના ભયથી દુઃખી બનેલા મારું રક્ષણ કરો. તેથી હસીને કૃષ્ણ તેને કહ્યું: હે વત્સ! જગતમાં મૃત્યુ-જરાના ભયથી રક્ષા કરવામાં ઈન્દ્ર પણ અસમર્થ છે, તો પછી હું અસમર્થ છું એમાં શી નવાઇ? કર્મક્ષયને છોડીને બીજો કોઈ મૃત્યુ અને જરા એ બેને રોકવા માટે સમર્થ નથી. થાવચ્ચપુત્રે કહ્યું: જો એમ છે તો હું કર્મક્ષય પણ કરવા માટે સમુદ્યત જ છું, તો પછી તમે કેમ અનુજ્ઞા આપતા નથી? થાવચ્ચાપત્રના ઇત્યાદિ વચનથી તેના નિશ્ચયને જાણીને અને તેની ઘણી પ્રશંસા કરીને કૃષ્ણ તેને દીક્ષાની અનુમતિ આપી. પછી કૃષ્ણ નગરમાં ઘોષણા કરાવે છે કે, હમણાં એની સાથે બીજો પણ જે દીક્ષા લેશે તેનો પણ દીક્ષામહોત્સવ હું કરીશ, તથા પછી તેના માતા-પિતા વગેરેના નિર્વાહ માટે જે કંઈ જરૂર પડશે તે હું આપીશ. તેથી થાવસ્ત્રાપુત્રના અનુરાગથી બીજા પણ મોટા રાજાઓ, કોટવાલ અને સાર્થવાહ વગેરે એકહજાર પુરુષો દીક્ષા લેવાની ભાવનાવાળા થયા. તેથી અત્યંત ખુશ થયેલા કૃષ્ણ અતિમહાન આડબરથી એ બધાનો વરઘોડો કાઢ્યો. અત્યંત હર્ષ પામેલા થાવચ્ચપુત્રે હજાર પુરુષોની સાથે શ્રી નેમિજિન પાસે જઇને દીક્ષાનો સ્વીકાર કર્યો. થાવસ્ત્રાપુત્ર મુનિએ થોડા જ કાળમાં ચૌદપૂર્વે ભણી લીધા. આથી શ્રી નેમિજિનેશ્વરે તે હજાર શ્રમણો તેમને શિષ્ય તરીકે આપીને સ્વતંત્ર વિહાર કરવાની Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ સેવામાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંથક સાધુનું દૃષ્ટાંત-૫૪૩ અનુજ્ઞા આપી. પૃથ્વી ઉપર વિહાર કરતા થાવાપુત્ર મુનિનાથ શૈલક નગરમાં આવ્યા. ત્યાં પંથક વગેરે પાંચસો મંત્રી સહિત શૈલકરાજાને પ્રતિબોધ પમાડીને શ્રાવક કર્યો. (૫) પછી તે સોગંધિકા નગરીમાં ગયા. ત્યાં પાંચ યમ અને પાંચ નિયમથી દશ પ્રકારના અને દાન-શૌચથી પરિશુદ્ધ એવા ધર્મની પ્રરૂપણા કરતો શુકનામનો પરિવ્રાજક હતો. તે લોકમાં પ્રસિદ્ધ હતો. શ્રમણગણના નાથ શ્રી થાવસ્ત્રાપુને પરિવ્રાજકોમાં ઉત્તમ તે શુકને તેના એકહજાર શિષ્યોની સાથે લાખો યુક્તિઓથી પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. પછી શુકમુનિએ ચૌદ પૂર્વે ક્રમશઃ ભણી લીધા. પછી થાવગ્સાપુત્ર તેને પણ તેના જ હજાર શિષ્યોને શિષ્ય તરીકે આપે છે. હવે તે પૃથ્વીતલ ઉપર સ્વતંત્ર વિહાર કરે છે. હજાર શ્રમણોથી પરિવરેલા શ્રી થાવસ્ત્રાપુત્ર શ્રી શત્રુંજય પર્વત ઉપર જઈને અનશન કરીને મુક્તિને પામ્યા. મુનિઓમાં ઉત્તમ શુકમુનિ શૈલકપુરમાં પંથક વગેરે પાંચસો મંત્રી સહિત શૈલકરાજાને પ્રતિબોધીને દીક્ષા આપી. તે શુકમુનિની પાસે અગિયાર અંગોને ભણે છે. પછી શુકમુનિએ તેમને પંથક વગેરે પોતાના પાંચસો શિષ્યો આપ્યા. પછી શુકમુનિ પણ શ્રી શત્રુંજય પર્વત ઉપર જઈને મુક્તિને પામ્યા. હવે કોઇવાર અંત-પ્રાંત અને સુખી ભિક્ષાવૃત્તિથી શૈલક(સૂરિ)ના શરીરમાં ઘણા રોગો થયા. પછી તે વિહાર કરતાં કરતાં શૈલકપુરમાં આવ્યા. ત્યાં તેમનો મંડુકનામનો પુત્ર રાજ્યને પાળે છે. વંદન માટે આવેલા તેણે શૈલકમુનિનાથને રોગથી ઘેરાયેલા જોઇને કહ્યું: હે ભગવંત! તમારી નિર્દોષ સર્વ આહાર-ઔષધવડે શુદ્ધ ચિકિત્સાને હું કરાવું. આથી આપ પ્રસન્ન થઈને મારી અશ્વશાલામાં પધારો. આથી શૈલક મુનિનાથે ત્યાં ગયા. નિદ્રાકારક ઔષધિમિશ્રિત જલપાન પૂર્વક રાજવૈદ્યો તેમની ચિકિત્સા કરવા લાગ્યા. નિદ્રાકારક ઔષધિમિશ્રિત જલપાનથી તેમને આરોગ્ય પ્રાપ્ત થયું. પરંતુ તેવા જલપાનમાં ગૃદ્ધ બનેલા તે તેવા જલપાનથી વિરમતા નથી. હવે શિષ્યોએ તેમના ચરણોમાં પડીને વિનયભરી વાણીથી કહ્યું. અમારા પુણ્યથી આપનું શરીર નિરોગી થઈ ગયું. તેથી તે સ્વામી! કૃપા કરીને આપ અન્ય સ્થળે વિહાર કરો. કારણ કે નિષ્કારણ આ પ્રમાણે એકસ્થળે રહેવું સાધુઓ માટે અયોગ્ય છે. ઇત્યાદિ કહેવા છતાં આહાર અને નિદ્રાકારક ઔષધ વગેરે વસ્તુઓમાં આસક્ત બનેલા તે કોઇપણ રીતે વિહાર કરવાને ઇચ્છતા નથી. તેથી મંડુક રાજાએ વિનયપૂર્ણ કોમલવાણીથી તેમને કહ્યું આપ પૂજ્યશ્રીએ રોગચિકિત્સાની મારી વિનંતિનો સ્વીકાર કરીને મારા ઉપર સમ્યમ્ અનુગ્રહ કર્યો. કોઈક પુણ્યોદયથી અમારી મહેનત સફલ થઇ. તેથી હમણાં વિહાર કરીને ફરી પણ આપના ચરણોના ૧. અંત એટલે નીરસ પ્રાંત એટલે ગૃહસ્થોના ભોજન કર્યા પછી વધેલ. ૨. આતંક એટલે દુઃસાધ્ય રોગ, અથવા શીધ્ર પ્રાણઘાતક રોગ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪-ગુરુકુલવાસ લેવામાં] ઉપદેશમલા (પુષ્પમાલા) પિંથક સાધુનું દર્શત દર્શન આપશો. હે નાથ! આપ ધન્ય છો કે જેમણે નિર્મલ ચારિત્ર પ્રાપ્ત કર્યું છે. આરંભરૂપ સમુદ્રમાં પડેલા અમારો જન્મ અનર્થફલવાળો છે. ઇત્યાદિ રાજાએ પણ વારંવાર કહ્યું. આમ છતાં નિદ્રાકારક ઔષધિ આદિમાં આસક્ત તે ઉદ્યત વિહારનો જ્યારે સ્વીકાર કરતા નથી, ત્યારે ગુરુને પૂછીને એક પંથક સાધુને મૂકીને બીજા સાધુઓએ દેશમાં બીજા સ્થળે વિહાર કર્યો. હવે શૈલક પણ સ્વેચ્છાએ સ્નિગ્ધ-મધુર-આહારનું ભોજન કરે છે. નિદ્રાકારક ઔષધિમિશ્રિત પાણી ઘણું પીએ છે. સર્વથા પ્રમાદી રહે છે. તો પણ પંથક સાધુ વિનયની પ્રવૃત્તિને અખંડપણે આચરે છે. મસ્તકે અંજલિ કરીને રાત-દિવસ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. હવે કાર્તિક ચોમાસીના દિવસે ચોમાસી પ્રતિક્રમણમાં ક્ષમાપના કરવા માટે વિનયથી નમેલો પંથક સુશિષ્ય ભરઊંઘમાં પડેલા શૈલકના ચરણોને મસ્તકથી સ્પર્શ છે. તેથી શૈલકમુનિ અસત્યવચનોને બોલતા ઉઠ્યા. (૫૦) રે રે મહાપાપી! હે ક્ષુદ્રા! હે દુષ્ટ! મારી નિદ્રાનો નાશ કેમ કરે છે? નિદ્રાકારક ઔષધિમિશ્રિત જલપાનથી નશામાં પડેલા શૈલકમુનિ આ પ્રમાણે અનુચિત વચનોને બોલે છે. તેથી ભય પામેલા પંથકમુનિ મસ્તકે અંજલિ કરીને કહે છે કે, હે મહાનુભાવ! મેં પંથકમુનિએ કાર્તિક ચોમાસીના પ્રતિક્રમણમાં ક્ષમાપના કરવા માટે તમારા ચરણોનો સ્પર્શ કર્યો છે. તેથી પ્રસન્ન થઈને મારા આ એક અપરાધની ક્ષમા કરો. આ ઉત્તમ શિષ્ય વિનયથી આ પ્રમાણે ફરી ફરી બોલી રહ્યો હતો ત્યારે શૈલકના પણ અશુભકર્મો જલદી નાશ પામ્યા. આથી એ વિચારે છે કે, અહો! આના સુશિષ્યપણાને જો. હું પાર્થસ્થપણાને, અવસગ્નપણાને અને કુશીલપણાને પામ્યો છું, તથા નિદ્રાકારક ઔષધિમિશ્રિત પાણી ઘણું પીને આ પ્રમાણે અનુચિત વચનોને બોલી રહ્યો છું, છતાં હજી પણ આ પ્રમાણે પરમ વિનયથી મારી સેવા કરે છે. અથવા “જેમને જિનવચન પરિણમ્યું છે, જેઓ સુકુલમાં ઉત્પન્ન થયા છે, જેઓ શુદ્ધ સ્વભાવવાળા છે, જેઓ સ્થિર અને ગંભીર છે, તેવા પુરુષોની અંત સુધી આવી જ મર્યાદા હોય છે. તથા જેમની હલકી ગતિ થવાની હોય તેવા નીચ પુરુષોમાં સાધનના (=નિમિત્તના) ભેદથી ઘણા વિકારો થાય છે. સારી રીતે, રહેલા નિર્મલ આકાશતલમાં બહુ વિકારો થતા નથી.” જ્યાં મારી આ ચેષ્ટા? અને ક્યાં આનો આવો વિનય? શુદ્ધ પુરુષ વિષવાળા પણ પાણીને નિઃશંકપણે વિષરહિત જાણે છે. તેથી મારા દુશ્ચરિત્રો અને ધીર આના સુચરિત્રો એ બંને ય હદ વિનાના છે અને લોકને વિસ્મય પમાડનારાં છે. તે આ પ્રમાણે- મેં રાજ્ય છોડવું, ભોગોને મૂકી દીધા, સંગનો ત્યાગ કર્યો, અને ઉત્તમપુરુષોથી અનુસરાયેલા મોક્ષનગરના માર્ગને પ્રાપ્ત કર્યો છે. તો પછી મેં બીજાઓને પણ અનુચિત એવું આ કેમ શરૂ કર્યું? મેં આવું શરૂ કર્યું તો Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) ગુરુકુલવાસ ત્યાગમાં દોષો-૫૪૫ પણ જેનું મુખ જોવા લાયક નથી એવા પાપી મારો આવો વિનય હજી પણ આ મહાત્મા પણ કેવી રીતે કરે? (છતાં કરે છે.) અથવા લોકમાં અધમ અને ઉત્તમસ્થિતિ હદ વિનાની હોય છે. વળી બીજું જે દ્રવ્ય આ લોક અને પરલોકથી વિરુદ્ધ હોય અને આસક્તિનું મહાકારણ હોય તે દ્રવ્યનો અમારા શાસ્ત્રમાં ગ્લાનના કાર્યમાં પણ નિષેધ છે. આ પણ મૂઢ હૃદયવાળા કોઇપણ રીતે પહેલાં વિચાર્યું નહિ. છતાં પણ હજીપણ નિષ્કારણબંધુ એવા આ શિષ્યથી હું ધન્ય છું. કારણ કે હજીપણ તેણે મને મૂક્યો નથી. તેથી કંઇપણ મારું શુભ પણ છે, અર્થાત્ મારો શુભોદય પણ વર્તે છે. અન્યથા આનાથી રહિત હું મહાનરકમાં પડત. ઇત્યાદિ વિચારીને તેમણે પંથકમુનિને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! તને મૂકીને વિશ્વમાં બીજા કોનું સુશિષ્યપણું છે. હે ધી૨! આવી પણ અવસ્થાને પામેલા મને તેં મૂક્યો નહિ, અને હાથનું આલંબન આપીને ભવરૂપ અંધારા કૂવામાંથી મારો ઉદ્ધાર કર્યો. અથવા તું મારો શિષ્ય નથી, કિંતુ ધર્મનું દાન કરવાથી ગુરુ જ છે. હે ધી૨! સ્વ-૫૨ને તારનારા તારા ચરિત્રોને નમસ્કાર હો! આ પ્રમાણે પંથકમુનિની પ્રશંસા કરીને, પાટલો વગેરે પાછા આપીને, રાજાને કહીને ઉદ્યત વિહારનો સ્વીકાર કર્યો. ગુરુદેવશ્રીએ ઉદ્યત વિહારનો સ્વીકાર કર્યો છે એમ જાણીને પાંચસો શિષ્યો પણ ભેગા થઇ ગયા. પછી હર્ષ પામેલા ઉત્તમ શૈલકમુનિએ ત્યાં આલોચના-પ્રતિક્રમણ કરીને ઘણા કાળ સુધી ઉગ્રતપ કર્યો. પછી (અંતસમયે) સઘળા શિષ્યોની સાથે શત્રુંજય ગિરિરાજ ઉપર જઇને (બે માસનું અનશન કરીને) નિત્ય અને સર્વશ્રેષ્ઠ મોક્ષને પામ્યા. આ પ્રમાણે ગુરુકુલવાસનું સેવન કરતા કેટલાક ઉત્તમ સ્વભાવવાળા પુરુષો પોતાને અને બીજાને ભવદુઃખથી છોડાવે છે. [૩૪૬] આ પ્રમાણે પંથકસાધુનું કથાનક પૂર્ણ થયું. કેવળ પંથકમુનિએ જ નહિ, કિંતુ શ્રીગૌતમસ્વામી વગેરેએ પણ ગુરુકુલવાસનું જ સેવન કર્યું હતું એમ કહે છે– सिरिगोयमाइणो गणहरावि नीसेसअइसयसमग्गा । तब्भवसिद्धीयावि हु, गुरुकुलवासं चिय पवन्ना ॥ ३४७॥ સઘળા અતિશયથી સંપૂર્ણ અને તે જ ભવમાં મોક્ષે જનારા હોવા છતાં શ્રી ગૌતમસ્વામી વગેરે ગણધરોએ પણ ગુરુકુલવાસનું સેવન કર્યું હતું. [૩૪૭] ગુરુકુલવાસના ત્યાગમાં શો દોષ છે એવી આશંકા કરીને છેલ્લા દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે– Page #173 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬-ગુરુકુલવાસ ત્યાગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુકુલવાસ ત્યાગમાં દોષો उज्झिअगुरुकुलवासो, एक्को सेवइ अकजमविसंको । ता कूलवालओ इव भट्ठवओ भमइ भवगहणे ॥ ३४८॥ ગુરુકુલવાસનો ત્યાગ કરનાર સાધુ એકલો થઇને નિઃશંકપણે અકાર્યને સેવે છે. તેથી કૂલવાલક મુનિની જેમ વ્રતોથી ભષ્ટ થઈને ભવરૂપ ગહનવનમાં ભમે છે. વિશેષાર્થ– ગુરુકુલવાસનો ત્યાગ કર્યો છતે અન્યની શંકાથી રહિત બનેલો એકલો સાધુ જેનાથી સર્વવ્રતોનો નાશ થાય તેવું અકાર્ય કરે છે અને મરણાંત પણ વિનાશને પામે છે, અર્થાત્ એવી આપત્તિ આવે છે કે જેથી તેનું મરણ થાય. કહ્યું છે કે- “જેમ સાગરમાં સાગરના ક્ષોભને સહન નહિ કરનારા સુખાભિલાષી મસ્યો સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે, અને નીકળતાં જ મરી જાય છે. તે રીતે ગચ્છરૂપ સમુદ્રમાં સારણાદિરૂપ તરંગોથી ઘેરાયેલા સુખાભિલાષી મસ્યો જેવા સાધુઓ ગચ્છરૂપ સમુદ્રમાંથી નીકળી જાય છે, અને વિનાશ પામે છે સંયમથી ભ્રષ્ટ થાય છે.” (ઓ. નિ.ગા.૧૧૭-૧૧૮) “એકલા ભિક્ષા જનારને સ્ત્રી, શ્વાન, શત્રુ, ભિક્ષાવિશુદ્ધિ અને મહાવ્રત સંબંધી દોષો લાગે છે. માટે બીજાની સાથે ભિક્ષાએ જવું જોઈએ.” (પંચાશક ૧૧-૩૧) પ્રશ્ન- એકલાને સર્વમહાવ્રતોનો નાશ કેવી રીતે સંભવે ? ઉત્તર- એકી સાથે ત્રણ ઘરોમાંથી ભિક્ષા વહોરાવવા આવે ત્યારે બે સાધુઓ સુખપૂર્વક જ ભિક્ષાની શુદ્ધિ કરી શકે છે= દોષ લાગે છે કે નહિ તે જોઈ શકે છે. એકલો તે કરવા માટે સમર્થ ન બને. આથી તે ભિક્ષાને લેવામાં તેમણે કરેલા જીવવિનાશની અનુજ્ઞાથી સાધુ જીવવધમાં પ્રવર્તે છે. એકલો મંત્રવાદ વગેરે નિઃશંકપણે કરે. તેમાં બીજા મૃષાવાદદ્ગતનો નાશ થાય. ઘરોમાં ગૃહસ્થોની (સોનાની) સાંકળી અને વીંટી વગેરે છૂટું છૂટું પડ્યું હોય, હમણાં કોઈ છે નહિ એમ જોઇને એકલો સાધુ તેને પણ લે. ચોરી થવાથી ત્રીજાવ્રતનો નાશ થાય. વિધવા, જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી, જે સ્ત્રીને બહાર જવા ન દે=ઘર આદિમાં જ રાખે તેવી સ્ત્રી, આ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી સાધુને ઘરમાં એકલો આવેલો જોઇને બારણું બંધ કરી દે, અને વિષયસેવનની માગણી કરે. આ વખતે જો સાધુ વિષયસેવન કરે તો તેના ચોથા વ્રતનો ભંગ થાય અને શાસનની હીલના થાય. અનેષણીય(=દોષિત) આહાર લેવામાં મૂર્છા વગેરે થવાનો સંભવ છે. આથી પાંચમા વ્રતનો નાશ થાય. ભિક્ષાચર્યા માટે ગયેલાને આ વ્રતનાશ કહ્યો. આ ઉપલક્ષણ છે. કારણ કે એકલાને ઉપાશ્રય વગેરેમાં પણ વ્રતનાશ સંભવે છે. તથા ગીતાર્થની નિશ્રાથી રહિત ઘણા પણ અગીતાર્થ સાધુઓ એકલા જ છે. કહ્યું છે કે-“જિનેશ્વરોએ એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થનિશ્રિત વિહાર એમ બે વિહાર કહ્યા છે. આ બેથી ત્રીજા વિહારની અનુજ્ઞા આપી નથી.” Page #174 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ ત્યાગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ફૂલવાલકનું દૃષ્ટાંત-૫૪૭ [ગીતાર્થ નિશ્રિત એટલે ગીતાર્થની નિશ્રાવાળો. ત્રીજો વિહાર એટલે એક કે અનેક અગીતાર્થોનો સ્વતંત્ર વિહાર. જિનકલ્પિક વગેરેનો વિહાર ગીતાર્થ વિહાર છે. આચાર્યની કે ઉપાધ્યાયની નિશ્રામાં રહેલા ગચ્છવાસી સાધુઓનો વિહાર ગીતાર્થનિશ્રિત વિહાર છે. અગીતાર્થોનો સ્વછંદપણે વિહાર ત્રીજો વિહાર છે.] અહીં વિસ્તારથી સર્યું. જો ઉક્ત નીતિથી એકલો અકાર્યને સેવે તો તેનાથી શું થાય તે (ગાથાના ઉત્તરાર્ધમાં) કહે છે- તેથી ફૂલવાલક મુનિની જેમ વ્રતોથી ભ્રષ્ટ થઈને ભવરૂપ ગહનવનમાં ભમે છે. કૂલવાલકનું વૃત્તાંત કહેવામાં આવે છે કૂલવાલકનું દૃષ્ટાંત કોઈક આચાર્યને કલ્પવૃક્ષમાં વિષકંટકની જેમ સદા પ્રતિકૂલ કોઈક શિષ્ય ક્યાંકથી આવીને મળ્યો. હવે તે આચાર્ય સિદ્ધશિલાને વંદન કરવા માટે કોઇક પર્વત ઉપર તે જ ક્ષુદ્ર શિષ્યની સાથે ચડીને નીચે ઉતરે છે. હવે શુદ્રશિષ્ય શિલાને ધક્કો મારીને તેમની પાછળ ગબડાવી. (અવાજ સાંભળીને ચેતી જવાથી) સૂરિએ જલદી પગ પહોળા કરી દીધા. (આથી શિલા તેમના પગોની વચ્ચેથી પસાર થઈ ગઈ.) આથી શિલા તેમને કોઇપણ રીતે લાગી નહિ. પછી સૂરિએ કહ્યું: હે શિષ્ય! તેં નિષ્કારણ આ કેમ કર્યું? અથવા તું આવું કરવાના કારણે જ સ્ત્રીજનથી વ્રતનાશને પામીશ. તેથી મિથ્યાઆગ્રહવાળા ક્ષુદ્રશિષ્ય વિચાર્યું કે, મારે ત્યાં જવું જોઇએ કે જ્યાં સ્ત્રીઓ દૃષ્ટિથી પણ ન દેખાય. તેથી આ આચાર્ય જાતે જ અસત્યવાદી થશે. આ પ્રમાણે વિચારીને તે કોઇક મહાજંગલમાં ગયો. ત્યાં નદીના કિનારે ઘોર અજ્ઞાન તપને આચરતો અને આતાપના લેતો રહે છે. વણિક આદિના સાર્થોમાં ભિક્ષાને લે છે. ગામ-નગર આદિમાં ક્યારેય પ્રવેશ કરતો નથી. પૂરથી ભરેલી તે નદીનો કિનારો તેના પ્રભાવથી અન્ય તરફ વહેવા લાગ્યો. તેથી લોકમાં તે “ફૂલવાલક એવા નામથી પ્રસિદ્ધ થયો. આ તરફ કૂણિકરાજાને તેની પત્ની પદ્માવતીએ અસત્ આગ્રહથી કહ્યું: તમારા ભાઈઓ હલ્લ-વિહલ્લ પાસેથી હાર, (દિવ્ય) કુંડલ અને હસ્તિરત્ન સેચનક આ ત્રણ ૧. તે આચાર્ય તીર્થયાત્રા કરવા માટે તે શિષ્યની સાથે ઉજ્જયંત પર્વત ઉપર ગયા. ત્યાં કુશિષ્યને યાત્રા માટે આવેલી સ્ત્રીઓ વિષે ચંચળ લોચનવાળો જોઇને આચાર્યું નેત્રોની ચંચળતા કરવાનો નિષેધ કર્યો. ક્રોધે ભરાયેલા તેણે ગુરુને મારી નાખવા શિલા ગબડાવી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮- ગુરુકુલવાસ ત્યાગમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ફૂલવાલકનું દૃષ્ટાંત વસ્તુઓને લઇ લો. ક્રેણિકે કહ્યું: જો ઉત્તમ બાળકો કોઇપણ રીતે આટલાથી સંતુષ્ટ રહેતા હોય તો આ વસ્તુઓ શું કામ માગવી? તો પણ પદ્માવતી સ્વાગ્રહને મૂકતી નથી. તેથી કૂણિકે હલ્લ-વિહલ્લની આગળ આ ત્રણ વસ્તુની માગણી કરાવી. ઘણું કહેવા છતાં હલ્લવિહલ્લ એ વસ્તુઓને આપતા નથી. તેમણે ભાઈની પત્નીનો સઘળો અસદ્ આગ્રહ જાણ્યો. લોક જે નીતિવચનને બોલે છે તે નીતિવચનને તેમણે વિચાર્યું. તે આ પ્રમાણે નદીઓ સમુદ્રજલાન્ત છે, બંધુદાયો સ્ત્રીમેદાન્ત છે, ગુપ્તવાત પિશુનજનાન્ત છે, અને કુળો દુષ્કૃત્રાન્ત છે. અહીં તાત્પર્ય એ છે કે, નદીઓનું અસ્તિત્વ સમુદ્રના જલમાં ન ભળે ત્યાં સુધી હોય છે. સમુદ્રના જલમાં ભળેલી નદીઓનો અંત આવી જાય છે. બંધુઓના હૃદયમાં પરસ્પર પ્રેમ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી સ્ત્રી ભેદ કરતી નથી. સ્ત્રીએ કરેલા ભેદથી બંધુઓના હૃદયોનો અંત આવી જાય છે, અર્થાત્ હૃદયો ભેદાઈ જાય છે=પરસ્પરનો પ્રેમ જતો રહે છે. કોઇપણ વાતની ગુપ્તતા ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી એ વાત પિશુન (=ચાડીચુગલી કરનાર) લોકની પાસે જતી નથી. ગુપ્ત વાત પિશુન પાસે જાય ત્યારે તેની ગુપ્તતાનો અંત આવી જાય છે. કૂળની કુલીનતા ત્યાં સુધી જ ટકે છે, જ્યાં સુધી દુષ્ટપુત્ર ઉત્પન્ન ન થાય. દુષ્ટપુત્રની ઉત્પત્તિ થતાં કુલની કુલીનતાનો અંત આવે છે. તે આ પ્રમાણે નીતિવચનને વિચાર્યા પછી તે બંને પણ રત્નોને લઈને ત્યાંથી ભાગી ગયા અને વૈશાલીનગરીમાં પોતાના નાના ચેટકમહારાજાના ઘેર ગયા. પછી આ પ્રસંગે ચેટકરાજાની સાથે કૂણિકનું મહાશિલાકંટક નામનું યુદ્ધ થયું. તેમાં ચોરાસી લાખ લોકો મરી ગયા. પછી એ બંનેનું બીજું રથમુસલ નામનું યુદ્ધ થયું. તેમાં છæલાખ લોકો મરી ગયા. પછી ચેટકરાજા અધિક સત્તાવાળો હોવા છતાં વૈશાલી નગરીમાં પેસી ગયો. બધીય તરફ નગરીને બંધ કરીને લાંબા કાળ સુધી તેમાં રહ્યો. મુનિસુવ્રતજિનના સ્તૂપના પ્રભાવથી નગરીને કૂણિક લઈ શકતો નથી. ઘણો કાળ થઈ જતાં કૃણિકરાજા ખિન્ન બન્યો. તેથી તેને અનુકૂળ કોઈક દેવીએ આકાશમાં રહીને તેને આ કહ્યું: જો ફૂલવાલક મુનિ માગધિકા વેશ્યાની સાથે સંગ કરે અને વેશ્યા તેને અહીં લાવે તો કૂણિક વૈશાલી નગરીને લેશે. આ સાંભળીને કોણિકરાજાએ કૂલવાલક મુનિની તપાસ કરાવી. તેની જાણ થતાં કોણિકે માગધિકા વેશ્યાને બોલાવીને કહ્યું: કૂલવાલક મુનિની પાસે જઈને તેને વશ કરીને લઈ આવ. સ્વચક્ષુરૂપ શિકારીની જાળ સમાન તારા વિના આ કાર્ય સિદ્ધ નહિ થાય. વેશ્યાએ કહ્યું તે મારા માટે શા પ્રમાણમાં છે? અર્થાત્ મારા માટે આ કાર્ય બહુ સહેલું છે. જોવાયેલા શંકરને પણ હું સ્વદૃષ્ટિરૂપ બાણોથી વીંધી નાખુ . (૨૫) આ પ્રમાણે તે કાર્યને સ્વીકારીને, ધર્મનો પણ અભ્યાસ કરીને, રાજાએ આપેલી ગાડા-બળદ વગેરે સામગ્રી લઇને, કપટીશ્રાવિકા થઈને ફૂલવાલકની પાસે ગઈ. પછી તેણે તેમને ભક્તિથી વંદન કરીને કહ્યું. મારા પતિ મૃત્યુ પામ્યા છે. તેથી હું દિક્ષા લેવાને ઇચ્છું Page #176 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ ત્યાગમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) કૂિલવાલકનું દાંત-૫૪૯ છું. ચૈત્યોને વંદન કરતાં કરતાં મેં સાંભળ્યું કે આપ અહીં છો. આથી જંગમતીર્થ સ્વરૂપ આપને વંદન કરવા માટે અહીં આવી છું. શ્રી શત્રુંજય પર્વત વગેરે તીર્થોમાં આપને દેવો વંદાવ્યા છે. અર્થાત્ મેં આપનાવતી દેવોને વંદન કર્યું છે. વળી બીજું- મારી પાસે એષણી (=નિર્દોષ) ભાતું છે. તેથી તેનો સ્વીકાર કરીને મારા ઉપર અનુગ્રહ કરો. મુનિનું પારણું તે દિવસે હતું. આથી ભિક્ષા લે છે. વેશ્યા કુદ્રવ્યોથી મિશ્રિત મોદકો તેને ભક્તિથી વહોરાવે છે. તેના પ્રભાવથી મુનિને અતિશય ઘણા ઝાડા થઈ ગયા. હવે વેશ્યા તેના પાલન માટે તેને પોતાના આવાસમાં લઈ આવી. પછી ઉદ્વર્તન આદિ ક્રિયાઓને કરતી તે કમલદલ જેવા કોમળ હાથોથી તેના શરીરને સ્પર્શે છે. અન્ય પણ કામવાળી ચેષ્ટાઓને કરતી તે સંગીતધ્વનિ જેમ હરણને આકર્ષે તેમ તેના મનને પ્રતિક્ષણ આકર્ષે છે. પ્રતિપક્ષી ઔષધોથી તેને ક્રમશઃ સારો કર્યો. તેથી વશમાં કરાયેલો તે તેના ચરણોમાં પડેલા કિંકરની જેમ રહે છે. પછી વેશ્યા તેને કોણિકની પાસે લઈ ગઈ. તેથી કોણિકે તેને કહ્યું તે પ્રમાણે કરો કે જે રીતે આ વૈશાલીનગરી લઈ શકાય. કોણિકની વાતનો સ્વીકાર કરીને તે વૈશાલીનગરીની અંદર ગયો. નૈમિત્તિકના બહાનાથી ભમતા તેણે મુનિસુવ્રતજિનના સ્તૂપનો પ્રભાવ જાણ્યો. પછી લોકોને કહ્યું: આ સૂપ અપલક્ષણવાળો છે. તેથી આ સ્તૂપ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ઘેરાવો દૂર નહિ થાય. તેથી લોકોએ તેને પૂછ્યું: આની ખાતરી શી? તેણે કહ્યું. આ સૂપને તમે દૂર કરવાનું શરૂ કરશો કે તરત જ કોણિક પાછો હટવા માંડશે. લોકોએ સ્તૂપને દૂર કરવાનું શરૂ કર્યું એટલે તેણે સંકેત કરીને કૂણિકરાજાને કંઈક પાછલી તરફ મોકલ્યો= પાછો વાળ્યો. તેથી ખાતરી થતાં સંપૂર્ણ સ્તૂપને દૂર કર્યો=ભાંગી નાખ્યો. પછી કૂણિકે પાછા વળીને સઘળો કિલ્લો ભાંગી નાખ્યો. ત્યાં (નગરીમાંથી) બહાર નીકળતા ચેટકરાજાને કૂણિકે કહ્યું. કહો, હમણાં હું શું કરું? તેથી ચેટકરાજાએ કહ્યું: એકક્ષણ સુધી અહીં જ રહે, વાવડીમાં સ્નાન કરીને હું પાછો ફરું ત્યાં સુધી નગરીમાં પ્રવેશ ન કર. કૂણિકે તે પ્રમાણે સ્વીકાર્યું. ચેટકરાજા ત્યાં જઈને લોઢાની પૂતળી ગળે બાંધીને પોતાને વાવડીમાં નાખે છે. વાવડીમાં પડતા તેને ધરણે ઝીલી લીધો અને શ્રાવક તરીકેના બહુમાનભાવથી પોતાના ભવનમાં લઈ ગયો. ચેટકરાજા ત્યાં અનશન વિધિ કરીને આઠમા દેવલોકમાં ગયો. નગરના લોકોને સત્યકી વિદ્યાધર નીલવંત વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયો. કૂણિકે ગધેડા જોડેલા હળોને વૈશાલીનગરીમાં ચલાવ્યા, અર્થાત્ નગરીને હળોથી ખેડાવી. ગુરુકુલવાસથી અને વ્રતોથી ભ્રષ્ટ કૂલવાલક પણ સ્તૂપલંગ વગેરે સર્વ અનુચિત કરીને અતિશય ઘણા કાળ સુધી સંસારમાં ભમશે અને ભયંકર મહાદુઃખને સહન કરશે. તેથી પ્રાણનો ત્યાગ થાય તો પણ ગુરુકુલવાસને ન છોડ. [૩૪૮] આ પ્રમાણે ફૂલવાલકનું દૃષ્ટાંત પૂર્ણ થયું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ સેવા દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલોચના-૫૫૦ હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા અને હવે પછી કહેવાતા દ્વારની સાથે સંબંધને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે तो सेविज गुरुं चिय, मोक्खत्थी मोक्खकारणं पढमं । आलोएजसु सम्मं, पमायखलियं च तस्संतो ॥ ३४९॥ તેથી મોક્ષાર્થી મોક્ષનું પ્રથમ (=પ્રધાન)કારણ એવા ગુરુને જ સેવે. તથા તેમની પાસે પ્રમાદથી થયેલ સ્કૂલનાની સમ્યક્ આલોચના કરે. વિશેષાર્થ- તેથી મોક્ષાર્થી બનીને હંમેશાં જ ગુરુને સેવે. કારણ કે ગુરુસેવા જ મોક્ષનું પ્રથમ(=પ્રધાન)કારણ છે. તેના વિના સઘળા જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થતી નથી. ગુરુની સેવા કરતાં પ્રમાદના કારણે જે કોઈ સ્કૂલના થાય=અતિચાર લાગે તે બધાની તેમની પાસે સમ્યક આલોચના કરે, અર્થાત્ દોષોને બરાબર કહીને ગુરુએ કહેલા પ્રાયશ્ચિત્તને આચરે પૂર્ણ કરે. કારણ કે અન્યથા ગુરુસેવા નિષ્ફલ છે. કહ્યું છે કે-“ગુરુની પાસે પણ રહેનારા જે સાધુઓ ગુરુથી પ્રતિકૂળપણે વર્તન કરે છે તેમની ગુરુસેવા નિષ્ફળ છે અથવા અનર્થ ફળવાળી જ છે.” તેથી આનાથી એ કહ્યું કે ગુરુકુલવાસમાં રહેલાએ પણ ગુરુની પાસે આલોચના કરવી જોઇએ. આથી ગુરુકુલવાસ દ્વાર પછી આલોચના દ્વાર કહેવાય છે. [૩૪૯] આ પ્રમાણે વિદ્વાનોએ ગુરુકુલવાસ સેવવો જોઇએ. કારણ કે અનુપમ મુક્તિપદરૂપ લક્ષ્મીનું પ્રથમ કારણ ગુરુકુલવાસ જ છે. ગુરુકુલવાસ કુમતવાળી બુદ્ધિને દૂર કરે છે, અને ચિત્તશુદ્ધિને આપે છે. ગુરુકુલવાસમાં જીવોની કઈ અભીષ્ટ વસ્તુ ફળતી નથી? અર્થાત્ બધી જ અભીષ્ટ વસ્તુ ફળે છે. (૧) જ્ઞાન વિના ઇષ્ટ અર્થની સિદ્ધિ થતી જ નથી. તે જ્ઞાન પણ સદ્ગુરુઓની સમ્યક્ સેવા કરવાથી થાય છે. આશ્રય કરાયેલી આ ગુરુજન ચરણ સેવારૂપ કલ્પલતા સદ્ધોધને વિસ્તારે છે અને સન્માર્ગના રુકાવટને (=અટકાવ) હણે છે. (૨) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ગુરુકુલવાસરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ગુરુકુલવાસરૂપ પ્રતિકારનો રાજશેખરસૂરિકૃતિ ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. Page #178 -------------------------------------------------------------------------- ________________ આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કેવા ગુરુ પાસે આલોચના કરવી-૫૫૧ આલોચના દ્વારા હવે જેનો સંબંધ કહેવાઈ જ ગયો છે તેવા આલોચના દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આલોચના દ્વારમાં રહેલા અર્થોનો સંગ્રહ કરવામાં તત્પર ગાથાને કહે છે कस्सालोयण? १ आलोयओ २ य आलोइयव्वयं ३ चेव । आलोयणविहिमुवरि ४, तद्दोस ५ गुणे ६ य वोच्छामि ॥ ३५०॥ (૧) કોની પાસે=કેવા ગુરુની પાસે આલોચના કરવી? (૨) આલોચક=આલોચના કરનાર શિષ્ય કેવો હોય? (૩) આલોચના કરવા યોગ્ય=કયા દોષોની ગુરુની પાસે આલોચના કરવી જોઇએ? (૪) આલોચનાવિધિ, (૫) આલોચનાદોષો (૬) અને આલોચના ગુણોને કહીશ. [૩૫૦] તેમાં પ્રથમકારને આશ્રયીને કહે છેआयारव १ मोहारव २, ववहारो ३ वीलए ४ पकुव्वे ५ य । अपरिस्साई ६ निजव ७, अवायदंसी ८ गुरू भणिओ ॥ ३५१॥ આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપવ્રીડક, પ્રકર્વક, અપરિશ્રાવી, નિર્યાપક અને અપાયદર્શી ગુરુને દોષો કહેવાને માટે યોગ્ય કહ્યો છે, અર્થાત્ આવા ગુરુની પાસે આલોચના કરવી જોઇએ. વિશેષાર્થ– આચારવાન વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છેઆચારવાન- જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારોથી યુક્ત. અવધારણાવાન કહેલા અપરાધોની ધારણાથી યુક્ત. અર્થાત શિષ્ય કહેલા દોષોની ધારણા કરવામાં સમર્થ. વ્યવહારવાન- પ્રરૂપણાદિ પ્રકારથી જીવાદિ વસ્તુનો વ્યવહાર જેનાથી કરાય તે વ્યવહાર. આગમ અને શ્રુત વગેરે પાંચ પ્રકારનો વ્યવહાર છે. પાંચ પ્રકારનો વ્યવહાર હવે પછી તુરત કહેશે. આ વ્યવહાર જેની પાસે હોય તે વ્યવહારવાન અપવ્રડક- લજ્જાથી અતિચારોને છુપાવતા શિષ્યને વિવિધ વચનોથી લજ્જારહિત કરીને સમ્યમ્ આલોચના કરાવનાર. પ્રકુર્વક– અપરાધોની આલોચના કર્યો છતે સમ્યક્ પ્રાયશ્ચિત્ત આપવા વડે વિશુદ્ધિ કરાવવાને માટે સમર્થ. ઉ. ૧૨ ભા.૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨- આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચ પ્રકારનો વ્યવહાર અપરિશ્રાવી– આલોચના કરનારે જણાવેલા દોષોને બીજાને ક્યારેય ન કહે. નિર્યાપક– પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવાને અસમર્થ પ્રાયશ્ચિત્તીને તેને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવા વડે પ્રાયશ્ચિત્ત પૂરું કરાવે. અપાયદર્શી આલોચના સમ્યગ્ ન કરનારને પરલોકના અપાયો(=અનર્થો) બતાવે. આવા પ્રકારના જ ગુરુને દોષો કહેવાને માટે યોગ્ય કહ્યો છે. [૩૫૧] અહીં (અનંતર ગાથામાં) “વ્યવહારવાન” એમ જે ક્યું છે તે વિષે પાંચ પ્રકારના વ્યવહારના સ્વરૂપને બતાવવા માટે કહે છે—– आगम सुय आणा धारणा य जीयं च होइ ववहारो । केवलिमणोहिचउदसदसनवपुव्वाई पढमोऽत्थ ॥ ३५२॥ આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારનો વ્યવહાર છે. તેમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વ એ પહેલો આગમ વ્યવહાર છે. વિશેષાર્થ જેનાથી જીવાદિ પદાર્થોનો વ્યવહાર કરાય તે વ્યવહાર. અથવા મુમુક્ષુઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ વ્યવહાર છે. વ્યવહારનું કારણ હોવાથી (કારણમાં કાર્યના ઉપચારથી) વિશેષ પ્રકારનું જ્ઞાન પણ વ્યવહાર છે. તે વ્યવહાર પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. (૧) આગમ – જેનાથી પદાર્થોનો નિર્ણય કરાય આગમ. (૨) શ્રુત– સાંભળવું તે શ્રુત. અથવા જે સંભળાય તે શ્રુત. (૩) આજ્ઞા- આદેશ કરાય તે આશા. (૪) ધારણા ધારી રાખવું તે ધારણા. (૫) જીત– જે સર્વોત્કૃષ્ટતાથી વર્તે તે જીત. પાંચ પ્રકારના વ્યવહારમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વે, દશપૂર્વે અને નવપૂર્વે આ સઘળોય વ્યવહાર પહેલો આગમવ્યવહાર છે. [૩૫૨] જો કેવલીજ્ઞાનીનો યોગ થાય તો તેમની જ પાસે આલોચના કરવી. તેના અભાવમાં મન:પર્યવજ્ઞાનીની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં અવધિજ્ઞાનીની પાસે ઇત્યાદિ ક્રમશઃ કહેવું. તેમાં કેવલજ્ઞાની સ્વયં પણ સઘળું જાણે જ છે. તેથી શિષ્યના અતિચાર સમૂહને સ્વયમેવ પ્રગટ કરીને પ્રાયશ્ચિત્ત આપે કે બીજી રીતે? આવી આશંકા કરીને પ્રાસંગિક કહે છે– ૧. જ્યાં સુધી શાસન હોય ત્યાં સુધી જીતવ્યવહાર રહે છે. માટે તે સર્વોત્કૃષ્ટતાથી વર્તે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચ પ્રકારનો વ્યવહાર-૫૫૩ कहेहि सव्वं जो वुत्तो, जाणमाणो विगूहइ । न तस्स दिति पच्छित्तं, बिंति अन्नत्थ सोहय ॥ ३५३॥ न संभरइ जो दोसे, सब्भावा न य मायओ । पच्चक्खी साहए ते उ, माइणो उ न साहई ॥ ३५४॥ સઘળા દોષને કહે એમ કેવલજ્ઞાનીથી કહેવાયેલો જે શિષ્ય પોતાના દોષોને જાણવા છતાં માયાવી હોવાના કારણે છુપાવે છે તે માયાવી શિષ્યને કેવલજ્ઞાનીઓ પ્રાયશ્ચિત્ત ન આપે, કિંતુ બીજે ક્યાંક આત્માની શુદ્ધિ કર એમ કહે. જેને માયાથી નહિ, કિંતુ સદ્ભાવથી જ કોઈ દોષો યાદ ન આવે તેને કેવલજ્ઞાની તે દોષોને કહે, માયાવીને તો ન કહે. [૩૫૩-૩૫૪]. આ પ્રમાણે પ્રાસંગિક વર્ણનથી સર્યું. હવે પ્રસ્તુત કહેવાય છે. તેમાં પ્રસ્તુત શ્રુત વગેરે વ્યવહારનું નિરૂપણ કરવા માટે કહે છે__ आयारपगप्पाई, सेसं सव्वं सुयं विणिद्दिटुं । देसंतरट्ठियाणं, गूढपयालोयणा आणा ॥ ३५५॥ શેષ નિશીથ વગેરે સઘળાય શ્રતને શ્રુતવ્યવહાર કહેલ છે. જુદા જુદા સ્થાને રહેલાઓની ગૂઢપદોથી થતી આલોચના આજ્ઞા વ્યવહાર છે. વિશેષાર્થ– નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કન્ધ વગેરે સઘળું ય શ્રત શ્રુતવ્યવહાર છે. ચૌદપૂર્વો વગેરે પણ શ્રત હોવા છતાં અતીન્દ્રિય પદાર્થોમાં વિશિષ્ટજ્ઞાનના હેતુ છે, અર્થાત્ ચૌદપૂર્વો વગેરેથી અતીન્દ્રિય પદાર્થો વિશેષથી જાણી શકાય છે. આથી ચૌદપૂર્વો વગેરે અતિશયવાળા હોવાથી કેવલજ્ઞાન વગેરેની જેમ ચૌદપૂર્વો વગેરેને આગમ તરીકે જ કહેલ છે. આશાવ્યવહાર- કોઈ શિષ્યને નજીકમાં આલોચનાચાર્યનો યોગ ન થયો. આલોચનાચાર્ય દૂર રહેલા છે. તથા કોઈ કારણથી સ્વયં ત્યાં જવા માટે સમર્થ નથી. કોઇ અગીતાર્થ ત્યાં જાય તેમ છે. તેથી શિષ્ય અપરાધ પદોને આગમભાષાથી ગૂઢ-(=સાંકેતિક) ભાષામાં લખીને અગીતાર્થ દ્વારા આલોચના મોકલે અને ગુરુ પણ તે જ રીતે ગૂઢપદોથી પ્રાયશ્ચિત્ત લખીને મોકલે ત્યારે આ આજ્ઞારૂપ ત્રીજો વ્યવહાર જાણવો. [૩૫૫] ધારણા વ્યવહારને કહે છે– गीयत्थेणं दिनं, सुद्धिं अवधारिऊण तह चेव । दितस्स धारणा सा, उद्धियपयधरणरूवा वा ॥३५६॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ -- ૫૫૪-આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચ પ્રકારનો વ્યવહાર ગીતાર્થ વડે અપાયેલ શુદ્ધિને (=પ્રાયશ્ચિત્તને) અવધારીને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનારની ધારણા વ્યવહાર છે. અથવા ઉદ્ધતપદોની ધારણારૂપ ધારણા વ્યવહાર છે. વિશેષાર્થ– કોઈ ગીતાર્થ અને સંવિગ્નગુરુએ કોઈ શિષ્યને કોઈક અપરાધમાં દ્રવ્યાદિની અપેક્ષાએ જે શુદ્ધિ(=પ્રાયશ્ચિત્ત) આપી હોય તે શુદ્ધિને તે જ પ્રમાણે ચિત્તમાં ધારીને તે શિષ્ય પણ જ્યારે બીજા સ્થાને પણ તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે ત્યારે આ ધારણા નામનો ચોથો વ્યવહાર ઇચ્છાય છે. અથવા વેયાવચ્ચ કરવા આદિ વડે ગચ્છનો ઉપકારી કોઈ સાધુ હજી સુધી સઘળા છેદશ્રુતને ભણવાને માટે યોગ્ય થયો નથી. તેથી તેના ઉપર અનુગ્રહ કરીને ગુરુ જ્યારે ઉદ્ધરેલા જ કેટલાક પ્રાયશ્ચિત્તપદોને કહે ત્યારે તે તે પદોને ધારી રાખે તેને ધારણા કહેવાય છે. [૩૫૬] જીતવ્યવહારને કહે છેदव्वाइ चिंतिऊणं, संघयणाईण हाणिमासज्ज । पायच्छित्तं जीयं, रूढं वा जं जहिं गच्छे ॥ ३५७॥ દ્રવ્યાદિને વિચારીને અને સંઘયણ આદિની હાનિને પામીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર છે. અથવા જે ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત રૂઢ હોય તે જીતવ્યવહાર છે. વિશેષાર્થ– પૂર્વે મહર્ષિઓ જે અપરાધોમાં ઘણા તપથી શુદ્ધિ કરતા હતા તે અપરાધોમાં હમણાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવોને વિચારીને તથા સંઘયણ વગેરેની હાનિને પામીને ઉચિત કોઈ તપવડે ગીતાર્થો જે શુદ્ધિ જણાવે છે તેને શાસ્ત્રની પરિભાષાથી જીતવ્યવહાર કહેવામાં આવે છે. અથવા જે ગચ્છમાં કારણસર સૂત્રમાં કહ્યા સિવાયનું જે પ્રાયશ્ચિત્ત પ્રવર્તેલું હોય, તે ગચ્છમાં રૂઢ થયેલું તે પ્રાયશ્ચિત્ત જીતવ્યવહાર કહેવાય છે. [૩૫૭] આ પ્રમાણે આ પાંચ વ્યવહારોમાંથી કોઈ એક પણ વ્યવહારથી યુક્ત જ ગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત આપવામાં અધિકારી છે, અગીતાર્થ નહિ. અગીતાર્થ પ્રાયશ્ચિત્ત આપવામાં કેમ અધિકારી નથી તે કહે છે अग्गीओ न वियाणइ, सोहिं चरणस्स देइ ऊणऽहियं । तो अप्पाणं आलोयगं च पाडेइ संसारे ॥ ३५८॥ અગીતાર્થ ચારિત્રની શુદ્ધિને જાણતો નથી, તેથી ઓછી કે અધિક શુદ્ધિને (=પ્રાયશ્ચિત્તને) આપે, તેથી પોતાને અને આલોચકને સંસારમાં પાડે છે. [૩૫૮] તો પછી જો ગીતાર્થ ગુરુ નજીકના જ ક્ષેત્રમાં ન મળતા હોય તો ઉત્કૃષ્ટથી Page #182 -------------------------------------------------------------------------- ________________ આલોચના દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [ગીતાર્થ ગુરુની શોધ-૫૫૫ કેટલા ક્ષેત્રમાં ગુરુની શોધ કરવી, અથવા આવતા ગુરુની કેટલા કાળ સુધી રાહ જોવી તે કહે છે तम्हा उक्कोसेणं, खेत्तम्मि उ सत्त जोयणसयाई ।। काले बारस वरिसा, गीयत्थगवेसणं कुजा ॥ ३५९॥ અગીતાર્થ આલોચના આપવામાં અધિકારી ન હોવાથી ક્ષેત્રને આશ્રયીને સાતસો યોજન સુધી અને કાળને આશ્રયીને બારવર્ષ સુધી ગીતાર્થ ગુરુની શોધ કરે. [૩૫૯] આટલા ક્ષેત્રમાં ગીતાર્થ ગુરુને શોધવા માટે ફરતો અને આવતા ગીતાર્થ ગુરુની આટલા કાળ સુધી રાહ જોતો શિષ્ય જો વચ્ચે આલોચના કર્યા વિના પણ મરી જાય તો આરાધક થાય કે નહિ? તે કહે છે आलोयणापरिणओ, सम्मं संपढिओ गुरुसंगासे । जइ अंतरावि कालं, करिज आराहओ तहवि ॥ ३६०॥ સમ્યક્ આલોચનાના પરિણામવાળો શિષ્ય ગુરુ પાસે આલોચના લેવા માટે પ્રયાણ કરે અને વચ્ચે જ કાળ કરી જાય તો પણ આરાધક છે. વિશેષાર્થ– આલોચના કરવાના સમપરિણામવાળો વચ્ચે જ મરી જાય તો પણ આરાધક જ છે. પણ જો આલોચના કરવાના સમ્યપરિણામ ન હોય, એમ જ કેવળ લોકરંજન આદિ માટે જ હું ગુરુની શોધ કરી રહ્યો છું એમ બોલે, શિષ્ટોથી ગીતાર્થ તરીકે વ્યવહાર કરાતા પણ નજીકમાં રહેલા ગુરુને પોતાના આગ્રહથી ઘેરાયેલી બુદ્ધિથી ન માને, તો સમ્યપરિણામથી રહિત આ આગ્રહી ક્યાંક કોઈપણ રીતે કોઈક આલોચના કરે તો પણ આરાધક નથી. [૩૬૦] આલોચકદાર “કોની પાસે આલોચના” એ ધાર પૂર્ણ થયું. હવે “આલોચક દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે जाइकुलविणयउवसमइंदियजयनाणदसणसमग्गा । अणणुतावी अमायी, चरणजुयाऽलोयगा भणिया ॥ ३६१॥ જાતિ, કુલ, વિનય, ઉપશમ, ઇંદ્રિયજય, જ્ઞાન અને દર્શનથી યુક્ત, અનસુતાપી, અમાયાવી અને ચારિત્રયુક્ત શિષ્યો આલોચક છે=આલોચના કરવાને યોગ્ય છે. વિશેષાર્થ– જાતિયુક્ત=માતૃપક્ષથી વિશુદ્ધ. કુલયુક્ત=પિતૃપક્ષથી વિશુદ્ધ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬- આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલોચનાવિધિ પ્રશ્ન- આલોચના કરનારા શિષ્યોનો આટલો ગુણસમૂહ કેમ જોવામાં આવે છે? ઉત્તર- જાતિ સંપન્ન શિષ્યો પ્રાયઃ અકૃત્ય ન કરે, અને કરેલા અકૃત્યની સમ્યગૂ આલોચના કરે. કુલસંપન્ન શિષ્યો પ્રાયશ્ચિત્તને વહન કરે પૂર્ણ કરે. વિનયસંપન્ન શિષ્યો આલોચનાની વંદન વગેરે સામાચારીનું (ત્રક્રિયાનું) પાલન કરે. ઉપશમ તત્પર શિષ્યો ગુરુવડે ઠપકા આદિથી તરછોડાયેલા પણ ક્રોધ ન કરે. ઇન્દ્રિયજયથી યુક્ત શિષ્યો તપને સારી રીતે કરે. જ્ઞાનસંપન્ન શિષ્યો કૃત્ય-અકૃત્યના વિભાગને જાણે. દર્શનસંપન્ન શિષ્યો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિની શ્રદ્ધા કરે, અર્થાત્ પ્રાયશ્ચિત્તથી આત્માની અવશ્ય શુદ્ધિ થાય એવી શ્રદ્ધાવાળા હોય. અનyતાપી શિષ્યો અપરાધોની આલોચના કર્યા પછી મેં આની આલોચના કેમ કરી? (ન કરી હોત તો સારું હતું) ઈત્યાદિ પશ્ચાત્તાપ ન કરે, અને હંમેશાં જ પોતાને સુકૃતી (=સારું કાર્ય કરનાર) માનતા ઘણી નિર્જરાના ભાજન થાય. અમાયાવી શિષ્યો છૂપાવ્યા વિના સમ્યમ્ આલોચના કરે. ચારિત્રસંપન્ન શિષ્યો જ શુદ્ધિને કરે, બીજાઓ નહિ. કારણ કે બીજાઓને કંઈપણ શુદ્ધિ કરવા યોગ્ય જ હોતું નથી. [૩૬૧] હવે “આલોચના કરવા યોગ્ય” દ્વારને આશ્રયીને કહે છેमूलुत्तरगुणविसयं, निसेविय जमिह रागदोसेहिं । दप्पेण पमाएण व, विहिणाऽऽलोइज तं सव्वं ॥ ३६२॥ રાગ-દ્વેષથી, દર્પથી કે પ્રમાદથી મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણસંબંધી જે પાપ સેવ્યું હોય તે સર્વ પાપની વિધિથી આલોચના કરે. વિશેષાર્થ– દર્પથી=ચાહીને કરવાથી, પ્રમાદથી=અનાભોગ આદિથી. [૩૬૨] હવે ‘આલોચનાવિધિ' દ્વારને આશ્રયીને જ કહે છેचाउम्मासिय वरिसे, दायव्वाऽऽलोयणा चउछकन्ना । संवेयभाविएणं, सव्वं विहिणा कहेयव्वं ॥ ३६३॥ ત્રણ ચોમાસામાં અને પર્યુષણમાં આલોચના કરવી જોઇએ. આલોચના ચતુષ્કર્ણા કે ષટ્કર્ણા હોય. શિષ્ય સંવેગથી ભાવિત થઈને વિધિપૂર્વક બધા દોષો ગુરુને કહેવા જોઈએ. વિશેષાર્થ– આલોચના પહેલાં પણ કરવી જોઇએ. પણ ત્રણ ચોમાસામાં અને પર્યુષણમાં તો અવશ્ય જ કરવી જોઇએ. તેમાં આલોચના કરનાર જો પુરુષ હોય તો ગુરુના બે કાન અને શિષ્યના બે કાન એમ ચાર કાન થવાથી આલોચના ચતુષ્કર્ણ થાય. સ્ત્રી એકલી હોય તો તેને આલોચના અપાતી નથી. તેની સાથે બીજી કોઈ સ્ત્રી હોવી જોઇએ. તેથી સ્ત્રીના ચાર અને ગુરુના બે એમ છ કાન થવાથી આલોચના ષટ્કર્ણા થાય. Page #184 -------------------------------------------------------------------------- ________________ આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલોચનાવિધિ-૫૫૭ શિષ્ય સંવેગથી ભાવિત થઈને સૂક્ષ્મ અને બાદર એ સર્વ દોષસમૂહને સૂત્રોક્ત વિધિથી ગુરુને કહેવા જોઇએ. [૩૬૩] આ વિધિ શો છે તે કહે છેजह बालो जंपंतो, कजमकजं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को उ ॥ ३६४॥ જેમ બોલતું બાળક કાર્યને કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા-મદથી મુક્ત સાધુ અપરાધની સરળતાથી આલોચના કરે. વિશેષાર્થ– માતા આદિની પાસે બોલતું બાળક સરળપણે કાર્ય કે અકાર્યને કહે છે=કંઇપણ છૂપાવ્યા વિના જેવું હોય તેવું કહે છે, તેમ સાધુ માયા અને મદથી મુક્ત બનીને કહેવા જેવો કે નહિ કહેવા જેવો અપરાધ ગુરુને જણાવે. માયા અને મદથી યુક્ત સાધુ આલોચના બરોબર ન કરી શકે. આથી અહીં “માયા-મદથી મુક્ત” એમ કહ્યું છે. [૩૬૪] પ્રશ્નઆ આલોચના કોઈક આત્મસાક્ષિકી પણ કરી શકે= પોતાના દોષોનું જાતે જ પ્રાયશ્ચિત્ત લઈ શકે કે પરસાક્ષિકી જ કરવી જોઈએ?= બીજાની પાસે જ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ? ઉત્તર- પરસાક્ષિકી જ કરવી જોઇએ. કહ્યું છે કેछत्तीसगुणसमन्नागएण तेणवि अवस्स कायव्वा । परसक्खिया विसोही, सुट्ठवि ववहारकुसलेणं ॥ ३६५॥ જે ગુરુના છત્રીસગુણોથી યુક્ત હોય અને વ્યવહારમાં સારી રીતે કુશળ પણ હોય, તેણે પણ અવશ્ય પરસાક્ષિકી જ આલોચના કરવી જોઇએ. વિશેષાર્થ– વ્યવહારમાં કુશળ એટલે કયા અપરાધમાં કેટલું પ્રાયશ્ચિત્ત આપું એમ પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળ હોય. [૩૬૫]. આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છેजह सुकुसलोवि वेजो, अन्नस्स कहेइ अत्तणो वाहिं । एवं जाणंतस्सवि, सल्लुद्धरणं परसगासे ॥ ३६६॥ જેવી રીતે વૈદ્યકશાસ્ત્રમાં અતિશય કુશળ પણ વૈદ્ય પોતાનો વ્યાધિ બીજાને કહે છે, તેમ પ્રાયશ્ચિત્તશાસ્ત્રના જાણકારે પણ પોતાના શલ્યનો ઉદ્ધાર બીજા પાસે કરવો જોઈએ, અર્થાત્ બીજાને પોતાના દોષો કહીને પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ. [૩૬૬] Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮- ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્દકકુમારનું દૃષ્ટાંત વિધિ દ્વાર કહ્યું: આ વિષે ઘણું કહેવા જેવું છે. તે છેદ ગ્રંથોમાંથી જાણી લેવું. કારણ કે પ્રસ્તુત પ્રયત્ન માત્ર દિશાને બતાવવા માટે છે. હવે “આલોચનાદોષ” દ્વારને કહેવાની ઇચ્છાવાળા અને સૂક્ષ્મપણ અપરાધની આલોચના ન કરવામાં આવે તો જે દોષ પ્રાપ્ત થાય છે તે દોષને દૃષ્ટાંત દ્વારા કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે अप्पंपि भावसल्लं, अणुद्धियं रायवणियतणएहिं । जायं कडुयविवागं, किं पुण बहुयाइं पावाइं? ॥ ३६७॥ રાજપુત્ર અને વણિકપુત્ર વડે નહિ ઉદ્ધરાયેલું અલ્પપણ ભાવશલ્ય કવિપાકવાળું થયું, તો પછી નહિ ઉદ્ધરાયેલાં ઘણાં પાપો માટે શું કહેવું? વિશેષાર્થ– શલ્ય દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. હાડકું અને બાણ વગેરે દ્રવ્યશલ્ય છે. જીવઘાત અને મૃષાવાદ વગેરે (પાપો) ભાવશલ્ય છે. આ બંને પ્રકારનું શલ્ય અલ્પ-બહુત્વ ભેદથી બે પ્રકારે છે. (તે આ પ્રમાણે- અલ્પદ્રવ્યશલ્ય અને અધિકદ્રવ્યશલ્ય, અલ્પભાવશલ્ય અને અધિકભાવશલ્ય.) તેમાં રાજપુત્ર અને વણિકપુત્રે અલ્પભાવશલ્યનો ઉદ્ધાર ન કર્યો ગુરુને ન જણાવ્યું, ઉદ્ધાર ન કરાયેલું એ અલ્પપણ ભાવશલ્ય ભયંકર ફળવાળું થયું તો પછી ઉદ્ધાર ન કરાયેલાં ઘણાં પાપો માટે શું કહેવું? આ રાજપુત્ર કોણ છે તે કહેવામાં આવે છે. રાજપુત્ર આર્દ્રકકુમારનું દૃષ્ટાંત અહીં ઘણા ગાય-બળદોના સ્વામીઓથી સમૃદ્ધ વસંતપુર નામનું ગામ હતું. તે ગામ એક બળદના સ્વામી (=શિવ)થી યુક્ત બ્રહ્માનો પણ ઉપહાસ કરે છે. ત્યાં સામાયિક નામનો કૌટુંબિકે રહે છે. તેની ગુણયુક્ત બંધુમતી નામની પત્ની છે. હવે એકવાર ધર્મને સાંભળીને સંવેગથી ભાવિત મનવાળા તે બંનેય સુસ્થિત નામના આચાર્યની પાસે જિનદીક્ષા સ્વીકારે છે. સ્થવિરોની પાસે અભ્યાસ કરીને સામાયિક ગીતાર્થ બને છે. બંધુમતી પણ સાધ્વીઓની પાસે સૂત્ર ભણે છે. પછી તે મુનિ ગચ્છની સાથે કોઈક નગરમાં આવ્યા. સાધ્વી પણ કોઇપણ રીતે દિવ્યયોગથી ત્યાં જ આવી. પછી ત્યાં તે સાધ્વીને જોઇને અને પૂર્વે કરેલી કામક્રીડાને યાદ કરીને સહસા તે સાધુને પ્રચંડમોહનો ઉદય થયો, અને સાધ્વી પ્રત્યે અનુરાગ થયો. હજારો ભાવનાઓ ભાવવા છતાં તે કોઈપણ રીતે પોતાને અનુરાગથી પાછો હઠાવી શકતો નથી. તેથી તેણે સંઘાટક મુનિને આ વાત કહી. સંઘાટક મુનિએ પ્રવર્તિનીને આ વાત કહી. પ્રવર્તિનીએ બંધમતીને ૧. કૌટુંબિકકકુટુંબનો વડિલ કે સ્વામી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્દ્રકકુમારનું દૃષ્ટાંત-૫૫૯ આ વાત કરી. તેથી બંધુમતીએ આ પ્રમાણે વિચાર્યું– હા ધિક્! કર્મગતિની કેવી વિષમતા છે કે જેથી તેના જેવા સ્થિરસત્ત્વવાળા જીવોને પણ દોષના ઘર એવા વિષયો આ પ્રમાણે તોળે છે=માપે છે. હમણાં હું તે સાધુના કર્મબંધનું કારણ થઇ. આથી દુર્ગતિરૂપ ફલના અદ્વિતીયવૃક્ષ સમાન મારા જીવનને ધિક્કાર થાઓ! ઇત્યાદિ વિચાર્યા પછી તે સાધ્વીએ પ્રવર્તિનીને આ પ્રમાણે કહ્યું: હે ભગવતી! હું માનું છું કે હું જ્યાં સુધી જીવતી હોઉં ત્યાં સુધી તે મુનિ સ્વીકારેલા અનુરાગને નહિ મૂકે. તેથી પ્રસન્ન થઇને મને અનુજ્ઞા આપો કે જેથી હું અનશન કરું. ઇત્યાદિ આગ્રહથી પ્રવર્તિનીની અનુજ્ઞા લઇને અનશન કર્યું. પછી ફાંસો ખાઇને મરીને દેવલોકમાં ગઇ. આ સઘળા ય વૃત્તાંતને જાણીને સાધુએ પણ આ પ્રમાણે વિચાર્યુંઃ જો, અન્યના વ્રતભંગનું રક્ષણ કરવાને ઇચ્છતી તે મહાનુભાવાએ પોતાના જીવનનો ત્યાગ કર્યો. પણ પાપી એવા મેં આ પ્રમાણે પોતાના પણ વ્રતનો ભંગ કર્યો તે વ્રતભંગ તે મહાનુભાવાના તે રીતના મરણનું નિમિત્ત બન્યો. તેથી હજીપણ જીવીને આ જીવનથી પણ શું સાધવા યોગ્ય છે? આ પ્રમાણે વિચારીને અનશન કર્યું. પણ પ્રસ્તુત સ્થાનનું (=પત્ની ઉપર થયેલા રાગનું) આલોચન-પ્રતિક્રમણ કર્યા વિના દેવલોકમાં ગયો. આ તરફ અનાર્યદેશોમાં સમુદ્રની મધ્યમાં ગુણયુક્ત અને આર્દ્રકદેશમાં પ્રસિદ્ધ આર્દ્રકપુર નામનું નગર છે. ત્યાં આર્દ્રક નામનો રાજા છે. તેની આર્દ્રકા નામની રાણી છે. તે સાધુનો જીવ દેવલોકમાંથી આવીને આર્દ્રકાનો પુત્ર થયો. સઘળી કલાઓનો અભ્યાસ કરે છે. ક્રમે કરીને યૌવનને પામ્યો ત્યારે એવો કોઇપણ રૂપાદિ ગુણગણ ન હતો કે જે એને પ્રાપ્ત ન થયો હોય. તેથી વિશિષ્ટ લોક તેનું શરણ સ્વીકારીને સદા તેને ઇષ્ટ દેવાદારની જેમ ધારણ કરતો હતો, અર્થાત્ જેમ લેણદાર દેણદારને છોડે નહિ, તેમ વિશિષ્ટ લોકો તેને છોડતા નહોતા, અને તેના અનુરાગી થઇને સતત ગુણસ્તુતિ કરતા હતા. આ તરફ શ્રેણિકરાજા ક્રમથી આવેલા સ્નેહને યાદ કરીને આર્દ્રકરાજાને શ્રેષ્ઠ ભેટણું મોકલે છે. શ્રેષ્ઠ આર્દ્રકકુમાર રાજસભામાં બેઠો હતો ત્યારે રાજાને ભેટલું આપ્યું. હર્ષને પામેલો આર્દ્રકરાજા શ્રેણિકરાજાના કુશલ સમાચાર વગેરે સ્નેહપૂર્વક પૂછે છે. તે સાંભળીને વિસ્મિત બનેલો આર્દ્રકકુમાર પૂછે છેઃ હે પિતાજી! આ ગુણસમૃદ્ધ શ્રેણિક૨ાજા કોણ છે કે જેનો આપ પણ અતિશય ઘણો આદર કરો છો. તેથી રાજા કહે છેઃ મગદેશમાં રાજગૃહનગરમાં આ મહાન રાજા છે. (રપ) તેમના અને અમારા પૂર્વપુરુષો વડે રોપાયેલ સ્નેહરૂપ વૃક્ષ હમણાં ફલઋદ્ધિને પામ્યું છે. પછી હર્ષ પામેલા કુમારે શ્રેણિકના પ્રધાન પુરુષને પૂછ્યું: ત્યાં તેવા પ્રકારનો કોઇપણ યોગ્ય કુમાર પણ છે? હવે તેણે કંઇક હસીને કહ્યુંઃ હે કુમાર! શું તમે Page #187 -------------------------------------------------------------------------- ________________ પ૬૦-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) | [આર્વકકુમારનું દૃષ્ટાંત શ્રી અભયકુમારનું ચંદ્ર જેવું નિર્મલ ચરિત્ર સાંભળ્યું નથી? જેવી રીતે નદીઓ સમુદ્રનો આશ્રય લે છે, તેમ સઘળી બુદ્ધિઓએ તેમનો આશ્રય લીધો છે, તો પણ તે બુદ્ધિઓ સર્વ લોકને સ્વસ્થ કરે છે. શ્રેણિકરાજા તેમને પાંચસો મંત્રીઓના નાયક અને રાજ્યચિંતક તરીકે સ્થાપીને નિશ્ચિતપણે રાજ્યને ભોગવે છે. હું માનું છું કે તેણે સ્વયં જ જગતમાં પણ ધર્મને ઉત્પન્ન કર્યો છે. (અર્થાત્ તેણે પોતાના આચરણથી જગતમાં ધર્મ પ્રવર્તાવ્યો છે.) તેમના ચરિત્રોનો અંશ પણ તમને સંભળાવવા માટે અમે કોણ છીએ? અર્થાત્ અમે તેમના ચરિત્રોનો અંશ પણ તમને સંભળાવવા માટે સમર્થ નથી. આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા આર્દિકકુમારે પિતાને કહ્યું: જો તમે અનુજ્ઞા આપો તો હું અભયકુમારની સાથે પ્રીતિ જોડું. ખુશ થયેલા રાજાએ કહ્યું: હે વત્સ! પૂર્વપુરુષોના સ્નેહને વધારનારાઓને આ વિષે અયોગ્ય શું છે? અર્થાત્ યોગ્ય જ છે. કારણ કે કહ્યું છે કે- તે જ ઉત્તમપુરુષો છે કે જેમનો સ્નેહ આદ્યપુરુષોના સ્નેહને અખંડ રાખે છે, અને દરરોજ વધતો ઋણની જેમ પત્રોમાં સંક્રમે છે=પ્રવેશે છે. સજ્જનોનો સ્નેહ વૃદ્ધપુરુષની જેમ ધીમે ધીમે ઉઠે છે–પ્રગટ થાય છે, ગાઢ લાગેલો તે સ્નેહ વંશમાં સંચરે છે, અને ક્રમશઃ દ્વિગુણ જ થાય છે. તેથી કુમારે પ્રધાનપુરુષને કહ્યું. જે દિવસે પિતાજી તમને રજા આપે તે દિવસે મને તમારે કહેવું. કેટલાક દિવસો પછી રાજાએ (શ્રેણિકરાજા માટે) શ્રેષ્ઠ ભેટશું આપ્યું, અને તેમને પણ સત્કાર કરીને પોતાના પુરુષોની સાથે રજા આપી. પ્રધાનપુરુષોએ કુમારને પોતાના જવાની) વાત કરી. કુમારે પણ અભયકુમારને આપવા માટે મોતી વગેરે ઉત્તમ વસ્તુઓ તેમને આપી, અને કહ્યું કે- દૂર રહેલા પણ સપુરુષો મિત્રતાથી બીજા ઉપર ઉપકાર કરે છે. સૂર્ય અને કમળોના અંતરને જુઓ. છતાં સૂર્ય કમળો ઉપર ઉપકાર કરે છે. અથવા હે અભયકુમાર! તમારા નિર્મલગુણગણના શ્રવણરૂપ દોરડાથી બંધાયેલું મારું મન સદાય તમારી પાસે છે એમ વિચારવું. પ્રધાનપુરુષોએ જઇને શ્રેણિકને અને અભયકુમારને ભેટશું આપ્યું. તથા આર્દિકકુમારે જે સંદેશો કહેવડાવ્યો હતો તે સઘળોય સંદેશો અભયકુમારને કહ્યો. પછી અભયકુમારે પારિણામિકી બુદ્ધિથી વિચાર્યું કે, આ આર્તકકુમાર ચોક્કસ આ જ ભવમાં અથવા પછીના કોઇભવમાં નજીકના કાળમાં મોક્ષમાં જનાર કોઈ જીવ છે. કારણ કે અભવ્ય અને દૂરભવ્ય જીવોને હાર્દિક મૈત્રીભાવ મારી સાથે ન થાય. કારણ કે કહ્યું છે કે-“સમાન સ્વભાવના કારણે અને સમાન ફલ-હેતુના કારણે પ્રાયઃ સમાન પુણ્યવાળા અને સમાન પાપવાળા જીવોની પ્રીતિ થાય છે. મૃગલાઓ મૃગલાઓની સાથે, ૧. નિમિત્તગળગોચિત્તરૂપ મિત્રથી થયેલ, અર્થાત્ હાર્દિક. Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાવશલ્યના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્તકકુમારનું દૃષ્ટાંત-૫૬૧ ગાયો-ગાયોની સાથે, અશ્વો-અશ્વોની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને વિદ્વાનો-વિદ્વાનોની સાથે સંગ(=મૈત્રી) કરે છે. સમાન શીલવાળાઓમાં અને સમાન દુઃખવાળાઓમાં મિત્રતા થાય છે.” વળી તેની અનાર્ય દેશમાં જે ઉત્પત્તિ થઈ તેમાં હું માનું છું કે તેણે પૂર્વભવમાં કોઇપણ રીતે સાધુપણાની કંઈક વિરાધના કરી હશે. તેથી એવો કોઈ ઉપાય વિચારું કે જેથી તે જિનધર્મમાં બોધને પામે, અર્થાત્ સમ્યકત્વને પામે. કારણ કે પરમાર્થથી મૈત્રીનું આના સિવાય બીજું ફળ નથી. કહ્યું છે કે- “જે મિત્ર મોહને વશ પડેલા જીવને ધર્મમાં પ્રવર્તાવે અને પાપથી અટકાવે તેને સુમિત્ર કહ્યો છે. જે મિત્ર મોહને વશ પડેલા જીવને પાપમાં પ્રવર્તાવે અને ધર્મથી અટકાવે તેને કુમિત્ર કહ્યો છે.” તેથી હું તેને અતિશય પ્રમોદજનક કોઈ જિનપ્રતિમા મોકલું. તેનાં દર્શનથી તેને કોઈપણ રીતે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય. (૫૦) પછી શ્રેષ્ઠ રત્નનિર્મિત અને અનુપમ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાને ધૂપધાણું અને ઘંટ વગેરે અતિશય ઘણા ઉપકરણોની સાથે પેટીઓમાં મૂકીને અને પેટીને ઘણી સુંદર સિક્કાઓના ચિહ્નવાળી કરીને (=મજબૂત રીતે બંધ કરીને) રાજપુરુષોના હાથે મોકલે છે. અને આ સંદેશો કહેવડાવે છે– હે સજ્જનતિલક! પરના થોડા પણ ગુણને દૂરથી પ્રકાશિત કરનાર અને પોતાના ગુણસમૂહને છૂપાવનાર તમારા ઉપર અમારા જેવાઓથી શો ઉપકાર થાય? આમ છતાં તમને શુભવિનોદ કરવા માટે આ કંઈપણ મોકલ્યું છે. તેથી મારા ઉપર અનુગ્રહ કરીને કયાંક ગુપ્ત ઓરડામાં અતિશય અંધકારમાં આને ઉઘાડીને પ્રયત્નપૂર્વક તમારે એકલાએ નિરીક્ષણ કરવું. રાજપુરુષોએ આ ભેટયું લઈ જઈને આર્દિકકુમારને આપ્યું અને સંદેશો કહ્યો. તેથી આદ્રકકુમાર ખુશ થયો. પછી નાની ઓરડીઓના મધ્યમાં બેસીને અંધકારવાળા સ્થાનમાં પેટીઓને જેટલામાં ઉઘાડે છે તેટલામાં સ્વપ્રભાસમૂહથી સંપૂર્ણ અંધકારને ભેદતી, દશદિશાઓને પ્રકાશિત કરતી, હર્ષને પ્રવર્તાવતી, મોહજાળોને છેદતી, પરમાર્થને પ્રગટ કરતી, પાપકર્મની બેડીઓને તોડતી અને રત્નમય આદિનાથની પ્રતિમાને તેણે તુરત જોઈ. તેથી અહો! અપૂર્વ અપૂર્વ એમ આશ્ચર્ય પામ્યો અને આકર્ષાયો. એકક્ષણ રહીને પછી વિચારવા લાગ્યોઃ આ આભરણ શું મસ્તકે, કંઠમાં, છાતીમાં, બાહુમાં, હાથોમાં કે પગોમાં પહેરાય? એ હું જાણતો નથી. અથવા આ વસ્તુ પૂર્વે ક્યાંય પણ કયારે પણ મેં જોઈ છે? આ પ્રમાણે વિતર્ક કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી જેવી રીતે પૂર્વે સાધુપણું (સંયમ) સ્વીકાર્યું હતું અને કેવી રીતે વિરાવ્યું હતું તે પ્રમાણે બધું યાદ કરીને આ પ્રમાણે વિચારે છે– મનથી પણ કરેલી વિરાધનાનું આ ફલ જુઓ. જેથી હું પાપનું ઘર એવા અનાર્યદેશોમાં ઉત્પન્ન થયો. જ્યાં અપેય પીવાય, કેવળ અભક્ષ્ય ખવાય, અગમ્યમાં ગમન કરાય, નહિ કરવા જેવું બધું કરાય, જ્યાં “ધર્મ' એવા અક્ષરો માત્ર સ્વપ્નમાં પણ ન જણાય, ત્યાં ઉત્પન્ન થયેલાઓને ધર્મની પ્રાપ્તિ ક્યાંથી Page #189 -------------------------------------------------------------------------- ________________ પર-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) | [આર્વકકુમારનું દૃષ્ટાંત થાય? આમ છતાં મને આજે નિષ્કારણ બંધુ એવો અભયકુમાર પ્રાપ્ત થયો છે કે જેણે કરુણાથી આ પ્રમાણે ભવરૂપ અંધારા કૂવામાંથી મારો ઉદ્ધાર કર્યો. તેથી તે જ મહાત્મા મારા ગુરુ છે, બંધુ છે અને સુખી સ્વજન છે. તેના સિવાય જગતમાં મારો કોઈ ઉપકારી નથી. કારણ કે કહ્યું છે કે- “પ્રમાદરૂપ અગ્નિથી બળેલા, ભવરૂપ ઘરના મધ્યમાં મોહનિદ્રાથી સૂતેલાને જે જગાડે છે તે તેનો પરમ બંધુજન છે.” તેથી વધારે વિચારવાથી શું? આર્યદેશમાં જઈને દીક્ષા લઉં. પછી પ્રતિમાની પૂજા કરી. ત્યારબાદ રાજા પાસે જઈને કહ્યું હે પિતાજી! મેં અભયકુમારની સાથે મૈત્રી કરી છે. જો હમણાં પિતાજી અનુજ્ઞા આપે તો તેને જોવાને માટે જાઉં. તેથી રાજાએ કહ્યું: હે વત્સ! તેમની સાથે આપણી મૈત્રી આ પ્રમાણે સ્થાને રહીને જ છે. કયારે પણ જવાઆવવાનું થતું નથી. ઇત્યાદિ પિતાના આગ્રહને જાણીને કુમાર મૌન રહ્યો અને ત્યાંથી ઊઠ્યો. સંસારથી ઉદ્વિગ્ન મનવાળો તે વિલાસની ચેષ્ટાઓ કરતો નથી. હવે તેના (અભયકુમારની પાસે જવાના) અભિપ્રાયને જાણીને ભય પામેલા રાજાએ તેની રક્ષા માટે પાંચસો રાજપુત્રો આપ્યા. (=રાખ્યા.) રાજકુમાર તેમની સાથે અશ્વો ખેલાવવાના સ્થાને જાય છે. અને ચલાવતો તે તેમનાથી અધિક દૂર પણ જાય છે. (૭૫) આ પ્રમાણે પ્રતિદિન કરતા તેણે રાજપુત્રોને (દૂર ગયેલો આ પાછો આવી જાય છે એવો) વિશ્વાસ પમાડ્યો. આ તરફ તેણે સમુદ્રના કિનારે એક વહાણ રત્નોથી ભર્યું. તેમાં જિનપ્રતિમા મૂકી. અતિવિશ્વાસુ પુરુષો દ્વારા આ બધું તૈયાર કરાઈ ગયું. ત્યારે કુમાર અશ્વ ઉપર બેસીને સમુદ્રના કાંઠે ગયો. વહાણમાં ચડીને આર્યદેશમાં ગયો. પછી પ્રતિમા અભયકુમારને મોકલી. પછી પોતે રત્નોનું ધર્મમાં (=સાતક્ષેત્રમાં) દાન કરીને જિનપૂજા વગેરે વિધિ કરીને જેટલામાં પંચમુષ્ઠિ લોચ કરે છે તેટલામાં દેવીએ આકાશમાં રહીને કહ્યું. અહો! હજીપણ તમારું ભોગલવાળું કર્મ બાકી છે. તેથી હે મહાયશ! તમે દક્ષા ન ગ્રહણ કરો. વીરરસની ઉત્કૃષ્ટતાથી તેણે વિચાર્યું તે કર્મથી શું? અર્થાત્ તે કર્મો મને શું કરી શકવાના છે? જે પુરુષો ભાગ્યને માથે રાખીને રહે છે તેઓ બાયલા છે. જેમનામાં તેજ સ્ફરે છે તેમનાથી ભાગ્ય પણ ગભરાય છે. પચ્ચકખાણથી છોડેલા ભોગોને જો હું પોતે નહિ ભોગવીશ તો તે ભોગફલવાળું કર્મ મારું શું કરશે? આ પ્રમાણે દીક્ષા લઈને પૃથ્વીતલ ઉપર વિચરતા તે વસંતપુરનગરમાં બહાર કાઉસ્સગ્નમાં રહ્યા. આ તરફ પૂર્વભવની પત્ની પણ દેવલોકથી ચ્યવીને વસંતપુરમાં શ્રીમંતશેઠની ધનશ્રી નામે પુત્રી થઈ. એકવાર તે તે સ્થાનમાં બાલિકાઓની સાથે “પતિને વરવાની રમત” રમે છે. દૈવયોગથી બાલિકાઓએ પરસ્પર કહ્યું તમે સ્વરુચિ પ્રમાણે વરને Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાવશલ્યના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્તકકુમારનું દૃષ્ટાંત-પ૬૩ વરો. તેથી ધનશ્રી આદ્રકમુનિને વરી. બાકીની બાલિકાઓમાં પણ કોઈ બાલિકા કોઈ વરને તો કોઈ બાલિકા કોઈ વરને વરી. આ વખતે અહો! સારી પસંદગી કરી. સારી પસંદગી કરી. એમ બોલતી કોઈ દેવીએ ગર્જારવ કરીને રત્નોની વૃષ્ટિ કરી. ગર્જરવથી ત્રાસ પામેલી ધનશ્રી મુનીન્દ્રના ચરણોમાં વળગી પડી. ઉપસર્ગને જાણીને મુનિ બીજા સ્થળે ગયા. રત્નોને લેવા માટે રાજા પરિવારસહિત આવ્યો. દેવીએ તેને ધન લેતો રોકીને કહ્યું. મેં આ રત્નો પતિને વરવાના પ્રસંગમાં કન્યાને આપ્યા છે. તેથી આ રત્નોને લેવાનો બીજાનો અધિકાર નથી. તેથી પિતા રત્નોને અને પુત્રીને લઈને પોતાના ઘરે ગયા. ધનશ્રીને વરવા માટે (=લગ્નનું નક્કી કરવા માટે) લોકો તેના પિતાની પાસે આવે છે. આથી ધનશ્રી પિતાને પૂછે છે કે લોકો શા માટે આપની પાસે આવે છે? પિતાએ કહ્યું: તને વરવા માટે આવે છે. ધનશ્રીએ કહ્યું: આ વિરુદ્ધ છે. કારણ કે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે કે–“રાજાઓ એકવાર બોલે છે, સાધુઓ એકવાર બોલે છે, કન્યાઓ એકવાર અપાય છે, આ ત્રણ એકવાર જ કરાય છે.” હું પતિને વરી તે પ્રસંગે દેવીએ આપેલું ધન આપે સુરક્ષિત રાખ્યું છે. તે ધન જેનું છે તેને હું અપાઇ છું. આ આપને અને દેવોને પણ સંમત છે. તેથી પિતાએ કહ્યું: હે વત્સ! મુનિ બનેલ તે તને ન પરણે. કદાચ પરણે તો પણ તેને કોણ ઓળખી શકે? ધનશ્રીએ કહ્યું: વધારે કહેવાથી શું? મારું શરણ તે જ છે, અન્ય નહિ. તેમની ઓળખાણ પણ છે. તેમના જમણા ચરણમાં લાંછન છે. તે તેમની ઓળખાણ છે. તેથી પિતાએ કહ્યું: હે વત્સ! જો એમ છે તો તું દાનશાળામાં સઘળાય ભિક્ષાચરોને દાન આપ. તેથી કોઇપણ રીતે તે આવે. હવે ધનશ્રી તે પ્રમાણે કરતી રહે છે. બાર વર્ષ પછી કર્મવશથી (આ વસંતપુર છે એમ) નહિ જાણતા તે સાધુ કોઇપણ રીતે તે જ નગરીમાં આવ્યા. ધનશ્રીએ પણ તેમને જોયા. તેથી તે દોડીને તેમના ચરણોમાં વળગી પડી, અને આ પ્રમાણે બોલીઃ હે નિર્દયસ્વામી! અનાથ પણ મને મૂકીને તમે આટલા કાળ સુધી ક્યાં ભમ્યા? (૧૦૦) હે સ્વામી! જ્યારથી સ્વેચ્છાથી હું આપને વરી ત્યારથી જ “ચિત્રેલા હાથી ઉપર બેઠેલા મહાવતની જેમ” મારા મનમાં આપ જ બેઠેલા છો. તેથી આપના દર્શનરૂપ જલથી મારું જે મનોરથરૂપ વૃક્ષ સિંચાયું છે, અને જે હજી પણ ફલરહિત જ છે, તે જે રીતે ફલસહિત બને તેમ કરો. આ પ્રમાણે ધનશ્રી બોલી રહી હતી તેટલામાં શેઠ પણ ત્યાં આવી ગયો. શેઠે રાજાને ખબર આપી. તેથી રાજા પણ ત્યાં આવી ગયો. તે બંનેએ સાધુને કહ્યું હે મુનિ! આ તમને છોડીને બીજા કોઈની સાથે લગ્ન કરવા માટે કોઈપણ રીતે ઇચ્છતી નથી. તે બોલતી રહે છે કે મેં પ્રતિજ્ઞા કરી છે કે જો મને સુખદાતા તે ૧. અહીં = ના સ્થાને તા હોવું જોઈએ એમ સમજીને અર્થ કર્યો છે. ૨. ન=મુનિ. દોહે! નય ટો હે મુનિ! Page #191 -------------------------------------------------------------------------- ________________ પ૬૪-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્દકકુમારનું દૃષ્ટાંત મુનિ કોઇપણ રીતે ન પરણે તો હું ભયંકર અગ્નિમાં પતંગની લીલાને વિડંબના પમાડું, અર્થાત્ પતંગ જેમ અગ્નિમાં ઝંપલાવે છે તેમ હું પણ અગ્નિમાં ઝંપલાવીશ. પતંગ તિર્યંચ છે, જ્યારે હું મનુષ્ય છું. આથી હું અગ્નિમાં પડું તો પતંગની લીલાને વિડંબના પમાડી ગણાય. તેથી તે સપુરુષ! કરુણા કરીને આ બાળાને તમે પરણી. ધર્મ કરૂણાવાળો હોય. તમારા માર્ગમાં ધર્મ વિશેષથી કરૂણાવાળો છે. ધનશ્રીના શૃંગારગર્ભિત અને દીનવચનોથી તથા પરિવારયુક્ત રાજા અને શ્રેષ્ઠીની પ્રાર્થનાથી દેવીએ જે કહ્યું હતું તે ભોગફલવાળું કર્મ ઉદયમાં આવ્યું. તે કર્મોદયને વશ બનેલા અને મલિન થયેલા માહાત્મવાળા તે આર્તક તેને પરણે છે. ભોગોને ભોગવતા તેને સમય જતાં પુત્ર થયો. તે પુત્ર મોટો થયો ત્યારે આર્દિકકુમારે પત્નીને કહ્યું. આ હવે તને સહાયક થશે. મને રજા આપ કે જેથી હું જલદી દીક્ષા લઉં. તેથી દુઃખી થયેલી ધનશ્રી પુત્રને ભરમાવે છે, અને પોતે રૂની પુણિયો કાંતવાનું શરૂ કર્યું. તેથી પુત્રે કહ્યુંહે મા! તે અનુચિત આ કેમ શરૂ કર્યું? ધનશ્રી બોલીઃ હે વત્સ! પતિ વિદ્યમાન ન હોય ત્યારે સ્ત્રીઓને આ જ શોભારૂપ છે. માતાએ આમ કહ્યું એટલે પુત્ર બોલ્યોઃ હે મા! વિજયી પિતાજી વિદ્યમાન હોવા છતાં તું આ કેમ બોલે છે? માતાએ કહ્યું: હે વત્સ! તારા પિતા ક્યાંક જવાના છે એમ દેખાય છે. તેથી તે બાળકે કાલી ભાષામાં કહ્યું હે મા! પિતા ક્યાં જશે? હું બાંધીને રાખું છું. પછી પોતાની ચેષ્ટાથી હરખાતા તેણે રેંટિયાથી કાંતેલા સૂતરના તાંતણાઓથી પિતાના પગોને વીંટવાનું શરૂ કર્યું. પિતા વિચારવા લાગ્યો કે આ બાળક મારા પગોમાં જેટલા આંટા આપશે તેટલા વર્ષ મારે ઘરે રહેવું. પુત્રમોહથી મોહિત મનવાળો તે બાર આંટા ગણીને બાર વર્ષ ફરી પણ રહ્યો. બારવર્ષના અંતે તેણે વિચાર્યું. પૂર્વે મનથી પણ વ્રતનો ભંગ કર્યો તો અનાર્ય થયો. હમણાં તો મેં સર્વથા વ્રત ભાંગ્યું છે. તેથી મૂઢહૃદયવાળા મને આગળ શું કષ્ટ થશે તે હું જાણતો નથી. પરંતુ હમણાં પણ મારે વિષયરૂપ ઝેરીલા કાદવમાંથી નીકળી જવું એ યોગ્ય છે. તે વખતે દેવીએ રોકવા છતાં દીક્ષા લીધી. હે જીવ! હમણાં આ પ્રમાણે ભાંગેલા વ્રતવાળો તું મરી કેમ ન ગયો? મારા સિવાય બીજો કોઈ જાણવા છતાં આ અનુચિત કરે? અથવા અતિશય મૂઢ એવા મારું જ્ઞાન પણ વિચારવા જેવું છે. સૂર્યનો ઉદય થયે છતે તેની આગળ અંધકારસમૂહ Qરે નહિ. તેથી હજી પણ પોતાને માર્ગમાં સ્થાપું. કારણ કે કહ્યું છે કે જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, તેઓ પાછળથી (વૃદ્ધાવસ્થામાં દીક્ષા લે તો પણ જલદીથી દેવલોકમાં જાય છે.” (દશ. ૪-૨૮) આ પ્રમાણે વિચારીને તે પત્નીના રોકવા છતાં દીક્ષા લઈને સિંહ જેમ ગુફામાંથી બહાર નીકળે તેમ ઘરમાંથી નીકળી ગયા. (૧૨૫) આ તરફ આર્દિકકુમારની રક્ષા માટે રાજાએ જે પાંચસો રાજપુત્રો આપ્યા (રાખ્યા) હતા, તે રાજપુત્રો આર્દિકકુમાર તે રીતે પલાયન થયે છતે લજ્જાથી અને ભયથી રાજાની Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્દ્રકકુમારનું દૃષ્ટાંત-૫૬૫ પાસે જવા માટે અસમર્થ બનવાથી કુમારને શોધતાં શોધતાં એક અટવીમાં આવ્યા. પછી નિર્વાહ ન થવાથી ત્યાં જ ચોરીથી આજીવિકા ચલાવતા રહ્યા. રસ્તામાં જતા આર્દકમુનિએ તેમને જોયા. જન્માંતરમાં ભણેલા વિવિધ શ્રુતથી પ્રાપ્ત થયેલ ભાગ્યરૂપ લક્ષ્મીથી બધાને પ્રતિબોધીને દીક્ષા લેવડાવી. આર્દ્રકમુનિ વીરપ્રભુની પાસે જેટલામાં આગળ જાય છે તેટલામાં ગોશાળો આવીને તેમને રસ્તામાં મળ્યો. તેથી પાપી ગોશાળો સ્વમતિકલ્પિત શ્રીવીરજિનેન્દ્રના દોષોને ગ્રહણ કરીને આર્દ્રકમુનિની સાથે વાદ કરવા માટે તૈયાર થયો. મહામતિ આર્દકકુમારે ક્ષુદ્ર તેને તે રીતે નિરુત્તર કર્યો કે જેથી નીતિથી ભ્રષ્ટ અને મહાદુષ્ટ તે સંકોચ(=લજ્જા) પામીને નાસી ગયો. પછી મુનિ માર્ગમાં અનેકોને પ્રતિબોધ પમાડતા આગળ જાય છે. પ્રતિબોધ પમાડાયેલા સેંકડો લોકોથી પિરવરેલા મુનિવર રાજગૃહ નગરની પાસે હસ્તિતાપસોના આશ્રમની પાસે આવ્યા. તે તાપસોનો અજ્ઞાનતાથી પૂર્ણ મત આ છે– બહુ જીવમય બીજ આદિના ભોજનથી શું? એક જ હાથી જીવ હણીને ઘણા દિવસો સુધી ભોજન કરી શકાય. [અહીં ભાવાર્થ આ પ્રમાણે છે— ધાન્યનું ભોજન ક૨વાના બદલે હાથીના માંસનું ભોજન કરવું જોઇએ. કારણ કે ધાન્યના ભોજનમાં ધાન્યના અનેક જીવો મરે છે. હાથીના માંસમાં એક જ હાથી મરે છે. એક હાથી મારીને મેળવેલું માંસ ઘણા વખત સુધી ચાલે છે. આમ હાથીનું માંસ ખાવામાં હિંસા ઓછી થાય.] આવી બુદ્ધિથી તે તાપસો સદાય હાથીઓને મારી મારીને ભોજન કરે છે. તે વખતે પણ વનના એક ઉત્તમ હાથીને મારવા માટે પકડ્યો હતો. તેને સો ભાર જેટલા વજનવાળી સાંકળથી પગોમાં અને ગળામાં બાંધ્યો હતો. આશ્રમપદમાં મોટા વૃક્ષની સાથે તેને બાંધ્યો હતો. બહુલોકોથી પરિવરેલા, સદ્ભૂત (=સાચા)ગુણોથી સ્તુતિ કરાતા અને જનમનને હર્ષ ઉત્પન્ન કરે તેવા રૂપને ધારણ કરનારા આર્દકમુનિને જોઇને તે મહાગજેન્દ્ર જો મુનિવર નજીકમાં આવે તો હું પણ તેમને વંદન કરું એમ જેટલામાં વિચારે છે તેટલામાં મુનિના પ્રભાવથી જલદી સાંકળો તૂટી ગઇ. આલાનના (=હાથીને બાંધવાના સ્તંભના) ટુકડે ટુકડા થઈ ગયા. પછી હર્ષ પામેલા તેણે ભક્તિથી મુનિવરને વંદન કર્યું. પછી ક્ષણવાર મુનિને સ્થિરદૃષ્ટિથી જોતો રહ્યો. પછી અતિશય હર્ષને ધારણ કરતો તે વનમાં ગયો. ઉપશમરૂપ ધનવાળા તે મુનિના આ અતિશયને જોઇને તાપસો ક્રોધથી બધા સાથે વાદ કરવા માટે તૈયાર થયા. જેવી રીતે બલવાન હાથીની ગર્જનાને સહન ન કરનારા હાથીઓ પરાભુખ થઇ જાય તેમ મુનિના વચનરૂપ ગર્જનાને સહન ન કરી શકનારા તે બધાય તાપસો પરાક્ર્મુખ થયા. પછી કુમાર્ગ રૂપ અગ્નિથી બળેલા તાપસોને મુનિએ શુદ્ધ દેશનારૂપ અમૃતલહરીઓથી શાંત કરીને શુદ્ધમાર્ગમાં સ્થાપ્યા. • ૧. ભાર= ૨૦ તોલા. ૨. આશ્રમપદ=તાપસોના આશ્રમથી ઓળખાયેલું સ્થાન, મુનિઓ વગેરેનું વિશ્રામસ્થાન. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇલાપુત્રનું દૃષ્ટાંત આ તરફ લોકપરંપરાથી હસ્તિપ્રતિબોધ વગેરે સર્વ અતિશયને સાંભળીને શ્રેણિકરાજા અને અભયકુમાર ત્યાં જ આશ્રમપદમાં આવ્યા. ભક્તિથી રોમાંચિત અંગવાળા અને ઉત્સુક તે બંને સદ્ભૂતગુણસમૂહથી મુનિની સ્તુતિ કરે છે. પછી ભક્તિથી પ્રણામ કરીને શુદ્ધભૂમિપ્રદેશમાં બંને બેઠા. ફરી પણ ઉત્કૃષ્ટ સ્તુતિ વચનોથી રાજા સ્તુતિ કરે છે. પછી શ્રેણિકે મુનિને કહ્યું: હે ભગવન્! આપે સ્વપ્રભાવથી તિર્યંચ પણ હાથીને દઢ લોઢાના બંધનથી મુક્ત કરાવ્યો એ અતિદુષ્કર છે. તેથી મહામુનિએ કહ્યું: ઉન્મત્ત હાથીઓના વનમાં હાથીનું બંધનમાંથી છૂટવું એ દુષ્કર નથી, પણ સૂતરની આંટીથી વિટેલા તાંતણાથી છૂટવું એ દુષ્કર છે. એમ મને જણાય છે. (૧૫૦) પછી રાજાએ કૌતુકથી પૂછ્યું: હે મુનિનાથ! આ વળી શું? પછી મુનિએ તેમને પોતાનો વૃત્તાંત વિસ્તારથી કહીને કહ્યું: હે નરનાથ! અવ્યક્ત બોલતા બાળક વડે જે સૂતરના તાંતણાઓથી હું ચરણોમાં બંધાયો તે સ્નેહતંતુઓ જ મારાથી પણ કોઈપણ રીતે દુઃખપૂર્વક છોડાયા. તેની અપેક્ષાએ હાથીનું બંધનથી છૂટવું એ કેટલું છે? બીજી પણ ધર્મદેશનાને સાંભળીને રાજા હર્ષ પામ્યો. અભયકુમાર પણ સ્વમૈત્રીની આ પ્રમાણે સફલતાને જોઇને સંતોષ પામ્યો. ભક્તિથી વંદન કરીને બંને ગયા. મુનિવર પણ શ્રીવીરજિનની પાસે જવા માટે ચાલ્યા. તેમણે રાજપુત્ર વગેરે જે કોઈને પ્રતિબોધ પમાડ્યો તે બધાને શ્રીવીરજિનની પાસે દીક્ષા લેવડાવી. પછી આદ્રક મુનિરાજ શ્રીવીરજિનની ભક્તિથી વંદન કરીને આલોચનાપ્રતિક્રમણ કરીને નિઃસંગપણે પૃથ્વી ઉપર વિહાર કરે છે. પછી ઉત્તમ આÁકમુનિ ઉગ્રતા કરીને અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરીને જેમાં કેવલ સુખ છે તેવા મોક્ષને પામ્યા. આ પ્રમાણે આર્દકકુમારનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે વણિકપુત્રનું દષ્ટાંત કહેવાય છે ઇલાપુત્રનું દૃષ્ટાંત વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ હતો. સ્વભાવથી સજીંદે હોવા છતાં સદા વડિલજનને આધીન હતો. હવે તે ક્યારેક સ્થવિરોની પાસે ધર્મને સાંભળીને દીક્ષા સ્વીકારે છે. પત્ની પણ તેના અનુરાગથી દીક્ષા લે છે. પછી સાધ્વીઓની પાસે સૂત્રો ભણે છે. અગ્નિશર્મા મુનિ પણ સ્થવિરોની પાસે સૂત્રો ભણે છે. પણ પૂર્વના અભ્યાસથી જ પત્ની ઉપર અનુરાગ મૂકતો નથી. પત્ની પણ બ્રાહ્મણ જાતિનો મદ જરાપણ મૂકતી નથી. પછી આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના અનશન કરીને બંને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. ૧. અહીં સુચ્છેદ શબ્દ ચર્થક છે. એક અર્થમાં સત્ છંદ=સારા અભિપ્રાયવાળો. બીજા સ્વચ્છંદ=સ્વચ્છંદી. Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઈલાપુત્રનું દૃષ્ટાંત-પ૬૭ આ તરફ ભરતક્ષેત્રમાં ઇલાવર્ધન નગર છે કે જ્યાં કમળોમાં અને ઘરોમાં જાણે ગુણોથી બંધાઈ હોય તેમ લક્ષ્મી વસે છે. ત્યાં ઇભ્ય નામનો શેઠ છે. રોહિણી નામની તેની પત્ની છે. ત્યાં ઇલા નામની નગરદેવી સુપ્રસિદ્ધ છે. ઇભ્યશેઠને પુત્ર નથી. તેથી ઉત્સુકમનવાળા તેણે પત્નીની સાથે ઇલાદેવીની માનતા કરી કે, જો મારે પુત્ર થશે તો તારા સંબંધવાળું નામ કરીશ. વિશ્વમાં તારો અતિશયમહાન ઉત્સવ કરાવીશ. આ તરફ તે સાધુનો જીવ દેવલોકમાંથી ઇભ્યશેઠની પત્નીના ગર્ભમાં ઉત્પન્ન થયો અને શુભ દિવસે જન્મ પામ્યો. જન્મ થયો ત્યારથી જ વર્યાપનક શરૂ થયું. વર્યાપનક શરૂ થયું તેનાથી બારમા દિવસે તેનું ઈલાપુત્ર એવું નામ રાખ્યું. પછી દેહશોભાથી અને કલાસમૃદ્ધિથી વધતો તે દર્શનથી શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ લોકમાં હર્ષ ઉત્પન્ન કરે છે. પૂર્વભવની પત્ની પણ જાતિમદના દોષથી નટની પુત્રી થઈ. તે અતિશય શ્રેષ્ઠ રૂપ-લાવણ્યરૂપ જલની નદી હતી. નૃત્યમાં તે એવી રીતે નાચે છે કે જેથી 'અનિમેષપણાથી હર્ષ પામેલા ઇન્દ્રો પણ અપ્સરાના નૃત્યને ભૂલી જઇને વિસ્મયને પામે છે. હવે એકવાર શરદઋતુકાળના સમયે નગરના મધ્યમાં નૃત્ય કરતી તેને ઇલાપુત્રે જોઇ. તેના અતિશય રૂપને, અતિશય યૌવનને અને અતિશય વિજ્ઞાનને જોવાના કારણે અને પૂર્વભવના અભ્યાસથી તે નટપુત્રી પ્રત્યે કોઈપણ રીતે એટલો બધો આકર્ષાયો કે જેથી જાણે ઘડાયેલો હોય, જાણે લખાયેલો હોય, જાણે મૂછિત થઈ ગયો હોય તેમ ચેષ્ટાથી રહિત બની ગયો. તે રીતે ચેષ્ટારહિત બનેલો જોઇને મિત્રો તેને બોલાવે છે, પણ તે કંઇપણ બોલતો નથી. અંતરમાં કામનો વિકાર અતિશય વધી જતાં તે ભય અને લજ્જાને છોડીને મનમાં નિશ્ચય કરે છે કે કમલ જેવાં નેત્રોવાળી અને શ્રેષ્ઠગુણોથી વિભૂષિત એવી આને જ પરણીશ, અન્યથા અગ્નિમાં પ્રવેશીને પ્રાણનો ત્યાગ કરીશ. ત્યારબાદ મિત્રો તેને જેમ તેમ કરીને ઘરે લઈ ગયા. ત્યાં પણ તે પ્રમાણે જ ચિંતારૂપ જવરથી ગ્રહણ કરાયેલો અને કામથી સંતપ્ત કરાયેલો રહે છે. આકુળ-વ્યાકુલ થયેલા માતા-પિતાએ મિત્રોને પૂછ્યું: આ શું થયું? તેથી મિત્રો તેને આગ્રહથી પૂછે છે. તે લજ્જાથી કહી શકતો નથી. પછી મિત્રે કોઈપણ રીતે (જાણીને માતા-પિતાને) વાત કરી. તેથી પિતા જાણે વજથી હણાયો હોય તેમ દુઃખી થયો. પિતાએ પુત્રની પાસે જઈને કહ્યું અરે! તે આ શો નિર્ણય કર્યો? બ્રાહ્મણ ઠંડુ પણ ચંડાલનું પાણી કેવી રીતે ઇચ્છે? શ્રીમંત વણિકોની રૂપવતી કન્યાઓ શું પૂર્ણ થઈ ગઈ છે? જેથી તું વાત કરવાને માટે પણ અયોગ્ય એવી નટપુત્રી ઉપર અનુરાગવાળો થયો છે. પછી ઇલાપુત્રે કહ્યું: હે પિતાજી! ૧. જો અનિમેષપણું ન મળ્યું હોત તો નટપુત્રીનું નૃત્ય એકીટસે જોઇ ન શકાત. અનિમેષપણું મળ્યું તેથી નટપુત્રીનું નૃત્ય એકીટસે જોઇ શકાય છે એમ અનિમેષપણાથી હર્ષ પામેલા. ઉ. ૧૩ ભા.૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ૬૮-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) Tઇલાપુત્રનું દૃષ્ટાંત હું પણ એ જાણું છું. પણ પ્રતિકૂલ આરંભવાળો કામ મને બળાત્કારે પ્રવર્તાવે છે. (૨૫) નિયતિને આધીન બનેલા મોટા પુરુષો પણ કૃત્યાકૃત્યનો વિચાર કરે છે. (? કરતા નથી.) તો પછી આપ જાણતા હોવા છતાં આ પ્રમાણે આદેશ કેમ કરો છો? આના ચિત્તને બદલી શકાય તેમ નથી તેમ જાણીને શેઠ તેની ઉપેક્ષા કરે છે. ઇલાપુત્ર નટપુત્રીને પરણવા માટે નટોમાં નટપુત્રીની માગણી કરાવે છે. એ જેટલા સુવર્ણને તોળે તેટલું સુવર્ણ તે આપે છે, અર્થાત્ નટપુત્રીના વજન જેટલું સુવર્ણ આપે છે, તો પણ નટો માનતા નથી, અને કહે છે કે આ પુત્રી અક્ષયનિધિ છે. તેથી અમારે ધનનું કામ નથી. હવે જો તારો આગ્રહ છે તો નટ થઈને અમારા ભેગો રહે અને નટકળાનો અભ્યાસ કર. પછી તે લોકાપવાદ, કુલ અને શીલની અવજ્ઞા કરીને તેમના ભેગો રહ્યો. પછી તેણે સ્વયં કળાઓ શીખી લીધી. પછી નટોએ તેને કહ્યું: હવે પરણવા માટે ધન મેળવ. પછી એને તું પરણ. તેણે આનો પણ સ્વીકાર કર્યો. પછી તે નટમંડળીની સાથે બેન્નાતટ નગરમાં ગયો. રાજાએ આ વૃત્તાંત જાણીને કુતૂહલથી ઇલાપુત્રને બોલાવીને કહ્યું: અમુક દિવસે મારી સમક્ષ નૃત્ય કરવું. પછી તે તૈયાર થઈને ત્યાં આવ્યો. પછી મોટો વાંસ જમીનમાં ખોડ્યો. એની ઉપર મોટું લાકડું ( પાટિયું) રાખ્યું. તેના બંને છેડે બે બે ખીલા ઠોક્યા. તેની ઉપર ઇલાપુત્ર ચડે છે. - આ તરફ નટકન્યા વાંસની પાસે રહે છે. રાજા તેને જોઈને તેના ઉપર આસક્ત બન્યો. તેણે વિચાર્યું. જો ઇલાપુત્ર પડીને મરે તો હું એને પરણું. ઇલાપુત્રના નૃત્યે સર્વ લોકોને ખુશ કર્યા. સર્વલોકો કહે છે કે જો રાજા દાન આપે તો અમે પણ વિજ્ઞાનરૂપ રત્નોના પુંજ એવા તેને સ્વશક્તિ પ્રમાણે કંઇપણ આપીએ. દંભથી રાજાએ કહ્યું. મેં જોયું નથી. ફરી નૃત્ય કર. લોકો મુખ કાળું કરીને અને વિલખા થઈને મુંગા રહ્યા. આસક્ત ઇલાપુત્ર ફરી ચૌદ કિરણોને આપે છે. ફરી પણ તેના પતનને ઇચ્છતા રાજાએ તે જ પ્રમાણે કહ્યું: મેં બરોબર જોયું નહિ. તેથી લોકો અતિશય ચલિત બન્યા. ઇલાપુત્ર ધનલોભથી ત્રીજીવાર પણ કિરણોને આપે છે. ફરી પણ રાજાએ કહ્યું: ફરી ચોથીવાર કિરણોને આપ. જેથી તને દરિદ્રતાથી રહિત કરું. આ સાંભળીને સર્વલોકો રાજા પ્રત્યે તે રીતે વિરક્ત બન્યા કે જેથી રાજાની સમક્ષ પણ આક્રોશ કરવા લાગ્યા. ઇલાપુત્રે રાજાનો તે મનોગત ભાવ જાણ્યો. તેણે (તે વખતે) નજીકમાં શ્રીમંતના ઘરમાં સુંદરીઓ જોઈ. તે સુંદરીઓ અતિશય શ્રેષ્ઠ રૂપસંપન્ન છે. હાથમાં કાંતિયુક્ત મણિની ચૂડીઓ પહેરી છે. પગમાં ઝાંઝર છે. કેડે ઘૂઘરીઓના સમૂહવાળો મણિનો કંદોરો ૧. અહીં ખેલના પ્રકારો સમજમાં આવ્યા ન હોવાથી સવેડાયવરો ત્યાંથી પ્રારંભી વડવિ કિરણે ત્યાં સુધીનો અર્થ લખ્યો નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇલાપુત્રનું દૃષ્ટાંત-પ૬૯ પહેર્યો છે. ઉત્તમગતિ કરતી વખતે હાલતા સ્તનરૂપ પટ્ટ ઉપર હાર હાલી રહ્યો છે. સંભ્રમના કારણે લલાટ ઉપરથી વસ્ત્ર અર્થે ખસવાના કારણે લલાટ ઉપર રહેલું તિલક કંઈક પ્રગટ થયું છે. આવી સુંદરીઓ ભેગી મળીને સાધુઓને ભક્તિથી વહોરાવતી તેણે જોઈ. તે મુનિઓ શુદ્ધ ભિક્ષાની તપાસ કરવામાં ઉપયોગવાળા છે. ઉપશાંત ઈદ્રિયોવાળા, પ્રસન્ન, વિકારથી લેશ પણ નહિ સ્પર્શાવેલા છે. (આ જોઇને) સંવેગને પામેલો ઈલાપુત્ર આ પ્રમાણે વિચારે છે– અહો! જીવલોકમાં મોહના વિલાસને જો. જેથી કરીને હું ગુણયુક્ત અને સમૃદ્ધકુળમાં ઉત્પન્ન થયો હોવા છતાં અને અનુરૂપ ઘણી કન્યાઓ પ્રાર્થના કરતી હોવા છતાં, (૫૦) તેનામાં અનુરાગી બન્યો કે જેનો સંગ કરવાના મનોરથોથી પણ આ ભવસંબંધી અને પરભવસંબંધી સર્વ અનર્થો પ્રાપ્ત થાય છે. અકાર્યમાં તત્પર અને અજ્ઞાનથી અંધ બનેલા જે મેં માતા-પિતા વગેરેને પણ અગણિત દુઃખ આપ્યું, તે મારું મુખ કોણ જુવે? મેં મિત્રવચનને ગણકાર્યું નહિ, પોતાની પણ લઘુતા વિચારી નહિ, લોકાપવાદનો ભય ન કર્યો, કુલના કલંકની શંકા ન કરી. પાણીના પ્રવાહની જેમ નીચે જનારા મેં સર્વથા ન કરવા યોગ્ય આ કર્યું. અહીં રાજા મારું પણ અહિત કરનારો થયો. મોટા રાજાઓની અનેક પુત્રીઓને પરણીને તેમની સાથે વિષયસુખોને ભોગવતો આ રાજા સંતોષ ન પામ્યો, અને હમણાં અસ્પૃશ્ય આ નટી ઉપર અનુરાગ ધારણ કરે છે કે જેથી તે જલદી જ રાજ્યથી ભ્રષ્ટ બને અને અકીર્તિને પામે. અથવા જે સાધુઓએ શૃંગારયુક્ત સ્ત્રીઓ જોવામાં આવી હોવા છતાં વિકારના અંશને પણ દૂર કર્યો છે, જેમણે પાપોને શાંત કર્યા છે ત્યજી દીધા છે, જેઓ ક્ષમાશીલ, મન-ઇન્દ્રિયોનું દમન કરનારા અને પ્રશાંત-મનવાળા છે, તે સાધુઓને છોડીને, મોહરાજાથી લાલન કરાયેલ બીજો કોઈ જીવ સંપૂર્ણ વિશ્વમાં વિષયોની કામનાથી રહિત નથી. તેથી આ સાધુઓ જ ધન્ય છે કે જેઓ આ પ્રમાણે વજસમાન નિર્મલવ્રતને ધારણ કરે છે. તે સાધુઓ જે માર્ગમાં રહેલા છે તે માર્ગ મારે પણ પ્રમાણ છે. આ પ્રમાણે ભાવના ભાવતા તેનાં પાપ કર્મો ક્રમશ: હટવા લાગ્યા, ક્રમશ: તે વિશુદ્ધ બનતો ગયો, અને તેને ચારિત્ર પરિણમ્યું. તેના મોહનો ક્ષય થયો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થયો. જેમાં લોક-અલોક પ્રગટ દેખાય તેવું કેવલજ્ઞાન પ્રગટ થયું. નટપુત્રી પણ રાજાના તેવા મનોગત ભાવને જાણીને આ પ્રમાણે વિચારે છે-મારા રૂપ, યૌવનને અને જન્મને ધિક્કાર થાઓ, કે જેના કારણે એકે પોતાના કુલની સઘળીય મર્યાદાઓ છોડી, અને બીજો આ રાજા મારા કારણે તે કંઈપણ કરવાની ઇચ્છા રાખે છે કે જે કહી પણ ન શકાય. તેથી સ્થિરમતિથી વિચારાતો સઘળો સંસાર સર્વ અનર્થોનું ઘર છે. આ પ્રમાણે ભાવના ભાવતી તેને પૂર્વોક્ત પ્રમાણે જ ઘાતકર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇલાપુત્રનું દૃષ્ટાંત આ તરફ રાજાની પટ્ટરાણી પણ નટનૃત્ય જોવા માટે રાજાની પાસે બેઠેલી હતી. તે પણ દૃષ્ટિવિકાર આદિથી રાજાના ભાવને જાણીને આ પ્રમાણે વિચારે છે- અહો જો કામથી ચંચળ કરાયેલ મનવાળા મોટાઓની પણ મૂઢબુદ્ધિ અતિશય વિરુદ્ધને પણ જાણતી નથી. અન્યથા ક્યાં આ રાજા અને ક્યાં આ નટપુત્રી? નજીકમાં રહેલા અમને ગણકાર્યા વિના ક્યાં આ ચિંતન? તેથી સંસાર વિડંબનાફલવાળો અને આવી અવસ્થાવાળો હોવા છતાં હજીપણ વિષયો પ્રત્યે આસક્તિ કરવી એ મહામોહ છે. આવી ભાવના ઉત્કૃષ્ટ બનતાં રાણીએ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. રાજા પણ લોકવિચારને જાણીને આ પ્રમાણે વિચારે છે– અમારું પ્રભુત્વ હણાયું, અમારું વિવેક માહાત્મ્ય હણાયું, કારણ કે અમે આ પ્રમાણે લોકવિરુદ્ધ પણ અકાર્યોને ઇચ્છીએ છીએ. જેવી રીતે સમુદ્રને પાણીથી પૂરવાનું અશક્ય છે, અગ્નિને કાષ્ઠોથી સંતોષ પમાડવાનું અશકય છે, તેવી રીતે આ આત્માને સઘળાય વિષયસુખોથી તૃપ્ત કરવાનું અશક્ય છે. ઇલાપુત્ર કુલનો ત્યાગ કરીને નટપુત્રી પ્રત્યે અનુરાગવાળો થયો, પછી ધનની તૃષ્ણાવાળો થઇને મારી પાસે આવ્યો, અને મેં આવું કર્યું. તેથી વધારે કહેવાથી શું? બુદ્ધિશાળી કોણ આ સંસારરૂપ કેદખાનામાં રહે? કે જ્યાં અમારી પણ બુદ્ધિ અસ્થાને સ્ખલના પામે છે. ઇત્યાદિ ભાવનાથી રાજાને પણ ક્રમે કરીને ચારિત્રની પ્રાપ્તિ થઇ ક્ષપકશ્રેણિ થઇ અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (૭૫) પછી કેવલજ્ઞાની ઇલાપુત્રે પોતાને રીતે પત્ની પ્રત્યે અનુરાગ થયો, અને આલોચના નહિ કરાયેલો એ અનુરાગ જે રીતે દુઃખ આપનારો થયો તથા પત્નીના આલોચન-પ્રતિક્રમણ નહિ કરાયેલો જાતિમદ જે રીતે નીચકુલમાં જન્મનો હેતુ બન્યો, તે બધું લોકને કહ્યું. ઘણા લોકોને પ્રતિબોધીને અને બાકીના કર્મોને ખપાવીને ચારેય જેમાં અનંતસુખ છે તેવા મોક્ષમાં ગયા. [૩૬૭] આ પ્રમાણે વણિકપુત્ર ઇલાપુત્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે જો લજ્જા આદિથી પોતાનું દુચરિત્ર ગુરુને ન કહે તો તેમાં થતા દોષને કહે છે– लज्जाए गारवेण य, बहुस्सुयमएण वावि दुच्चरियं । जे न कहंति गुरूणं, न हु ते आराहगा हुंति ॥ ३६८ ॥ જેઓ લજ્જાથી, અભિમાનથી કે બહુશ્રુતના મદથી પોતાનું દુશ્મરિત્ર ગુરુને ન કહે તેઓ આરાધક બનતા નથી. [૩૬૮] Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) આલોચના દ્વાર] વળી— नव तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो । जं कुणइ भावसल्लं, अणुद्धियं सव्वदुहमूलं ॥ ३६९ ॥ શસ્ત્ર, વિષ અને અવિધિથી સાધેલ રાક્ષસ તે અનર્થ ન કરે સર્વદુઃખનું મૂળ અને નહિ ઉદ્ધરેલું ભાવશલ્ય કરે. [૩૬૯] [આલોચના કરતી વેળાના દોષો-૫૭૧ અનર્થ હવે આલોચના કરવા માટે ઉપસ્થિત શિષ્ય પણ જે દોષોનો ત્યાગ કરવો જોઇએ તે દોષોને કહે છે– आकंपइत्ता अणुमाणइत्ता जं दिट्ठ बायरं व सुहुमं वा । छन्नं सद्दाउलयं, बहुजण अव्वत्त तस्सेवी ॥ ३७० ॥ આવર્જન, અનુમાન, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્યક્ત અને તત્સવી આ આલોચનાના દોષો છે. વિશેષાર્થ (૧) આવર્જન− આવર્જન એટલે પ્રસન્ન કરવું. પ્રસન્ન કરાયેલા આચાર્ય મને પ્રાયશ્ચિત્ત થોડું આપશે એવી બુદ્ધિથી આલોચનાચાર્યને વૈયાવૃત્ત્વ આદિથી પ્રસન્ન કરીને આલોચના કરવી તે આવર્જન દોષ છે. (૨) અનુમાન– આચાર્યને નાનો અપરાધ જણાવવાથી આચાર્ય મૃદુ(=અલ્પ) દંડ આપે છે ઇત્યાદિ અનુમાન દ્વારા આચાર્યનું સ્વરૂપ (=સ્વભાવ) જાણીને આલોચના કરવી તે અનુમાનદોષ છે. (૩) દૃષ્ટ– આચાર્ય વગેરેએ જે અપરાધસમૂહને જોયો હોય તે જ અપરાધસમૂહની આલોચના કરે, બીજા દોષોની નહિ. (૪) બાદર– મોટા જ દોષસ્થાનોની આલોચના કરે, નાના દોષસ્થાનોની નહિ. કારણ કે તેમાં (નાના દોષોની આલોચના શું કરવી એમ) અવજ્ઞાવાળો હોય. (૫) સૂક્ષ્મ– નાના જ દોષસ્થાનોની આલોચના કરે, મોટા દોષસ્થાનોની નહિ. જે સૂક્ષ્મ પણ દોષની આલોચના કરે તે મોટા દોષની આલોચના કેમ ન કરે એવો ભાવ આચાર્યને થાય એ માટે નાના જ દોષની આલોચના કરે. (૬) પ્રચ્છન્ન- લજ્જા વગેરે કારણથી એવી રીતે છાની આલોચના કરે કે જેથી પોતે જ સાંભળે, ગુરુ નહિ, તથા અવ્યક્ત (=અસ્પષ્ટ) વચનથી આલોચના કરે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨-આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [હમણાં પ્રાયશ્ચિત્તનાં ગ્રંથો વિદ્યમાન છે (૭) શબ્દાકુલ– મોટા અવાજથી આલોચના કરે, અર્થાત્ અગીતાર્થ વગેરેને પણ સંભળાવે. (૮) બહુજન– જે આલોચનામાં આલોચનાગુરુઓ ઘણા હોય તે બહુજન આલોચના કહેવાય, અર્થાત્ કોઇપણ અપરાધસ્થાન ઘણાને જણાવવું તે બહુજન દોષ છે. (૯) અવ્યક્ત- અવ્યક્ત એટલે અગીતાર્થ. અગીતાર્થની પાસે આલોચના કરવી તે અવ્યક્ત દોષ છે. (૧૦) તત્સવી– શિષ્ય જે અપરાધની આલોચના કરશે તે જ અપરાધને જે ગુરુ સેવે તે ગુરુ તત્સેવી છે. તત્સેવી ગુરુની પાસે આલોચના કરવી તે તત્સેવી આલોચના દોષ છે. [૩૭૦] આ આલોચનાદોષો છે તેથી શું? તે કહે છે— एयद्दोसविमुक्कं, पइसमयं वद्धमाणसंवेगो । आलोएज्ज अकज्जं, न पुणो काहंति निच्छइओ ॥ ३७१॥ આ દોષોનો ત્યાગ કરીને, પ્રતિસમય વધતા સંવેગવાળો થઇને, અને આ દોષને ફરી નહિ કરું એવો નિશ્ચય કરીને જ આલોચના કરે. વિશેષાર્થ આ દોષ ફરી નહિ કરીશ એવો નિશ્ચય ન કરવામાં આવે તો કરેલી આલોચના વ્યર્થ બને. [૩૭૧] હમણાં પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્ત આપનારા છે જ નહિ, તેથી કોની આગળ આલોચના કરશે એમ જેઓ કહે છે તેમને સમ્યક્દ્બોધ આપવા માટે છેદગ્રંથોની ગાથાઓથી જ શરૂ કરે છે— जो भाइ नत्थि इहि, पच्छित्तं तस्स दायगा वावि । સો વ્યફ સંસાર, નન્હા મુત્તે વિિિદ્દદું ॥ ૩૭૨॥ હમણાં પ્રાયશ્ચિત્ત નથી, અને પ્રાયશ્ચિત્તને આપનારા નથી, એમ જે કહે છે તે દીર્ધસંસારને કરે છે. કારણ કે સૂત્રમાં (નીચે પ્રમાણે) કહ્યું છે. વિશેષાર્થ હમણાં પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે પ્રાયશ્ચિત્તને જણાવનારા તેવા પ્રકારના ગ્રંથો નથી. અથવા પ્રાયશ્ચિત્તને આપનારા ગીતાર્થ અને ચારિત્રી ગુરુઓ નથી. આ પ્રમાણે જે કહે તે ઉન્માર્ગની દેશના આપતો હોવાથી પોતાના દીર્ઘસંસારને જ કરે છે. કારણ કે છેદગ્રંથરૂપ સૂત્રમાં નીચે પ્રમાણે (=હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. પ્રાયશ્ચિત્તદોષોની શુદ્ધિ કરનાર તપવિશેષ. [૩૭૨] Page #200 -------------------------------------------------------------------------- ________________ આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) હિમણાં પ્રાયશ્ચિત્તનાં દાતા વિદ્યમાન છે-પ૭૩ સૂત્રમાં શું કહ્યું છે તે કહે છેसव्वंपि य पच्छित्तं, नवमे पुव्वम्मि तइयवत्थुम्मि । तत्तोऽवि य निजूढा, कप्प पकप्पो य ववहारो ॥ ३७३॥ સઘળુંય પ્રાયશ્ચિત્ત નવમા પૂર્વમાં ત્રીજી વસ્તુમાં છે. તેમાંથી કલ્પ, પ્રકલ્પ અને વ્યવહાર ઉદ્ધરેલાં છે. વિશેષાર્થ- સઘળુંય પ્રાયશ્ચિત્ત પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વની અંતર્ગત ત્રીજી વસ્તુમાં પૂજ્યોએ ગૂંચ્યું છે. કલ્પ, પ્રકલ્પ અને વ્યવહાર પ્રાયશ્ચિત્તને જણાવનાર નવમાં પૂર્વની અંતર્ગત ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધરેલા છે. કલ્પ (= બૃહત્કલ્પ) અને વ્યવહાર એ બે સૂત્ર પ્રસિદ્ધ છે. પ્રકલ્પ એટલે નિશીથસૂત્ર. [૩૭૩] તે કલ્પસૂત્ર વગેરે હમણાં નથી એમ જો કોઈ કહે તો તેનો પ્રત્યુત્તર કહે છેतेऽवि य धरंति अजवि, तेसु धरंतेषु कह तुमं भणसि । वोच्छिन्नं पच्छित्तं?, तद्दायारो य जा तित्थं ॥ ३७४॥ કલ્પ વગેરે આજે પણ વિદ્યમાન છે. કલ્પ વગેરે વિદ્યમાન હોવા છતાં તું પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થયો છે” એમ કેમ બોલે છે? પ્રાયશ્ચિત્તના આપનારાઓ પણ તીર્થ સુધી રહેશે. વિશેષાર્થ– કલ્પ વગેરે વિદ્યમાન હોવા છતાં પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થયો છે એમ બોલવું પણ અત્યંત સંબંધ રહિત હોવાથી ઉચિત નથી. પ્રાયશ્ચિત્તને આપનારા ગીતાર્થ અને ચારિત્રીઓનો વિચ્છેદ થયો છે એ પણ યુક્ત નથી. કારણ કે દુષ્પસહ આચાર્ય સુધી તીર્થ રહેશે એથી ત્યાં સુધી પ્રાયશ્ચિત્તને આપનારા પણ પ્રાપ્ત થશે એમ આગમમાં અનેકવાર જણાવ્યું છે. [૩૭૪] આ પ્રમાણે પ્રાસંગિક વર્ણન સાથે “આલોચનાદોષ' દ્વાર પૂર્ણ થયું. હવે આલોચના કરવામાં જે ગુણ પ્રાપ્ત થાય છે તેનું કથનરૂપ છેલ્લું દ્વાર કહે છે कयपावोऽवि मणूसो, आलोइयनिंदिओ गुरुसगासे । होइ अइरेगलहुओ, ओहरियभरुव्व भारवहो ॥ ३७५॥ જેણે પાપ કર્યું હોય તેવો પણ મનુષ્ય ગુરુની સમક્ષ આલોચના અને નિંદા કરીને જેણે ભાર ઉતારી નાખ્યો છે તેવા મનુષ્યની જેમ અતિશય લઘુકર્મી થવાથી અતિશય હળવો થાય છે. [૩૭૫] Page #201 -------------------------------------------------------------------------- ________________ પ૭૪-આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલોચનાથી થતા લાભો પ્રશ્ન- આલોચના કરવાથી કયો જીવ મોક્ષમાં ગયો છે? ઉત્તર- આલોચના કરવાથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. જો કોઈ એક જીવ આલોચના કરવાથી મોક્ષમાં ગયો હોય તો અમે તેને વિશેષથી જણાવીએ. પણ જે કોઈ જીવો સિદ્ધ થયા છે તે બધાય આલોચનપ્રતિક્રમણ કરીને જ સિદ્ધ થયા છે. તે જીવો અનાદિકાળથી સિદ્ધ થતા રહેતા હોવાથી અનંતા જ સિદ્ધ થયા છે. આ જ વિષયને ગ્રંથકાર કહે છે निट्ठवियपावपंका, सम्मं आलोइउं गुरुसयासे । पत्ता अणंतजीवा, सासयसोक्खं अणाबाहं ॥ ३७६ ॥ ગુરુની સમક્ષ સમ્યક્ આલોચના કરીને જેના પાપરૂપ કાદવનો સર્વથા નાશ થઈ ગયો છે તેવા અનંતા જીવો દુઃખથી રહિત શાશ્વત સુખને પામ્યા છે. [૩૭૬] આ જગતમાં જે પ્રાણનો નાશ થવા છતાં કોઈપણ રીતે દોષનું સેવન કર્યું નથી, અને એથી નિંદાને પામ્યો નથી તે ધન્ય છે. જે પોતે કરેલા સઘળા દોષોને સ્વીકારીને એ દોષોની (આલોચના દ્વારા) વિશુદ્ધિને કરે છે તે પણ સુગતિમાં જનારો થાય છે. [૧] આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં દોષવિકટના (= આલોચના)રૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં આલોચનારૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. 리고 Page #202 -------------------------------------------------------------------------- ________________ ભવવિરાગ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નરકગતિના દુઃખો-પ૭પ ભવવિરાગદ્વાર હવે ભવવિરાગ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વારની સાથે સંબંધવાળી ગાથાને કહે છે एवं विसुद्धचरणो, संमं विरमिज भवसरूवाओ । नरगाइभेयभिन्ने, नत्थि सुहं जेण संसारे ॥ ३७७॥ આ પ્રમાણે ( યથોક્ત વિધિથી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા વડે) વિશુદ્ધચારિત્રી બનેલો જીવ ચારગતિવાળા ભવસ્વરૂપથી સમ્યક્ વિરામ પામે. (કવિરાગી બને.) કારણ કે નરક આદિ ભેદોથી ભિન્ન સંસારમાં સુખ નથી. વિશેષાર્થ આ પ્રમાણે એટલે યથોક્ત વિધિથી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા વડે. અહીં તાત્પર્ય એ છે કે કેવલ આલોચના કરવાથી જ સંતુષ્ટ ન રહેવું, કિંતુ ભવપ્રત્યે વિરાગી બનવું. કારણ કે આલોચના કરવા છતાં ભવવિરાગ જ ઈષ્ટકાર્યનો સાધક છે. આથી આલોચના દ્વાર પછી ભવવિરાગ દ્વારા કહેવામાં આવે છે. [૩૭૭] નરકગતિમાં જે રીતે સુખ નથી તે રીતે દુઃખના વર્ણનદ્વારા કહે છેदीहं ससंति कलुणं, भणंति विरसं रसंति दुक्खत्ता । નેરા અવરોખરસુરવેત્તામુલ્યવિયuriÉ ૩૭૮ પરસ્પરથી, પરમાધામીથી અને ક્ષેત્રથી થયેલી વેદનાઓના કારણે દુ:ખથી પીડિત નરકના જીવો દીર્ધ શ્વાસ લે છે, કરુણ શબ્દો બોલે છે, વિરસ રડે છે. વિશેષાર્થ- નારકોને ત્રીજી પૃથ્વી સુધી પરસ્પરોટીરિત, પરમાધામદેવજનિત અને ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી એમ ત્રણ પ્રકારની વેદના હોય છે. તેમાં વૈક્રિય(=વિકુર્તીને બનાવેલા) બાણ અને ભાલા વગેરે શસ્ત્રોથી પરસ્પરોટીરિત વેદના હોય છે. કરવતથી ફાડવા વગેરેથી પરમાધામીદેવજનિત વેદના હોય છે. ગરમી-ઠંડી વગેરે ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના છે. ચોથી પૃથ્વીથી પરમાધામી દેવજનિત સિવાય બે પ્રકારની જ વેદના હોય છે. કારણ કે પરમાધામીદેવો ત્રીજી પૃથ્વીથી આગળ જતા નથી. [૩૭૮] નારકોનું દુઃખ સુપ્રસિદ્ધ હોવાથી અને પ્રત્યેક નારકના દુઃખનું વર્ણન કરવા વડે સર્વ નારકોના દુઃખને કહેવાનું અશક્ય હોવાથી સંક્ષેપ કરતા ગ્રંથકાર કહે છે जं नारयाण दुक्खं, उक्कत्तणदहणछिंदणाईयं । तं वरिससहस्सेहिवि, न भणिज सहस्सवयणोऽवि ॥ ३७९॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ૭૬-તિર્યચ-મનુષ્યગતિનાં દુઃખો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લક્ષ્મીનું સ્વરૂપ નારકોને ઉત્કર્તન, દહન, છેદન આદિ જે દુઃખ છે તેને હજારમુખવાળો પણ જીવ હજારો વર્ષોથી પણ ન કહી શકે. વિશેષાર્થ– ઉત્કર્તન=કાપવું. દહન–બાળવું. છેદન=છેદવું. [૩૭૯] નારકોનું આ દુઃખ કેવલીના વચનથી જાણી શકાય છે. તિર્યંચોનું ઠંડી-ગરમી સહન કરવી વગેરે જે દુઃખ છે તે દુઃખ તો લોકોને પણ પ્રત્યક્ષ જ છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે– सीउण्हखुप्पिवासादहणंकणवाहदोहदुक्खेहिं । दूमिजंति तिरिक्खा, जह तं लोएऽवि पच्चक्खं ॥ ३८०॥ ઠંડી, ગરમી, સુધા, તૃષા, દહન, અંકન, વાહ અને દોહ એ દુઃખોથી તિર્યંચો જે રીતે પીડા અનુભવે છે તે લોકમાં પણ પ્રત્યક્ષ છે. વિશેષાર્થ- દહન=જંગલનો અગ્નિ વગેરેથી બળી જવું. અંકન=લોઢાના ગરમ સળિયા વગેરેથી ડામ આપીને નિશાની કરવી. વાહઃખાંધ વગેરેથી ભાર ઉપાડવો. દોહ=ગાય-ભેંસ વગેરેના આંચળમાંથી દૂધ કાઢવું. [૩૮] મનુષ્યોમાં દરિદ્રતા, સ્વજન આદિથી પરાભવ, ઈષ્ટવિયોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિથી ઉત્પન્ન કરાયેલું દુઃખ સર્વલોકને પ્રત્યક્ષ જ છે. લક્ષ્મીની પ્રાપ્તિ આદિ દુઃખસ્વરૂપ હોવા છતાં અવિવેકી જીવોને (હું શ્રીમંત છું ઇત્યાદિ) અભિમાનથી ઉત્પન્ન થયેલ કંઇક સુખ લાગે છે, તેનું નિરાકરણ (=નિષેધ) કરવા કહે છે लच्छी पिम्मं विसया, देहा मणुयत्तणेऽवि लोयस्स । एयाइं वल्लहाइं, ताणं पुण एस परिणामो ॥ ३८१॥ મનુષ્યભવમાં પણ લોકને લક્ષ્મી, પ્રેમ, વિષયો અને શરીરો આ પ્રિય છે. પણ તેમનો આ (=હવે કહેવાશે તે) પરિણામ છે. વિશેષાર્થ– લક્ષ્મી વગેરે સુખની ભ્રાન્તિ ઉત્પન્ન કરવાના કારણે લોકને પ્રિય છે. પણ તેમનો પરિણામ સ્વરૂપમાં પરિવર્તન હવે કહેવાશે તે પ્રમાણે છે. [૩૮૧] તેમાં લક્ષ્મીનું સ્વરૂપ કહે છેन भवइ पत्त्थंताणवि, जायइ कइयावि कहवि एमेव । विहडइ पेच्छन्ताणवि, खणेण लच्छी कुमहिलव्व ॥ ३८२॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ તિર્યચ-મનુષ્યગતિનાં દુઃખો] ઉપદેશમાલા (પુષ્પમાલા) પ્રેિમનું સ્વરૂપ-૫૭૭ લક્ષ્મી કુલટા નારી જેવી છે. લક્ષ્મીની પ્રાર્થના કરનારા પણ પુરુષોને ક્યારેક લક્ષ્મી પ્રાપ્ત થતી નથી, ક્યારેક પ્રાર્થના ન કરનારા પણ પુરુષોને એની મેળે જ ક્યાંયથી પણ કોઇપણ રીતે પ્રાપ્ત થાય જ છે, ક્યારેક પુરુષોનાં જોતાં જ લક્ષ્મી ક્ષણવારમાં ચાલી જાય છે. વિશેષાર્થ– ઇન્દ્રજાલ, નટનાટક અને સંધ્યાકાળના વાદળના રંગના જેવા વિલાસવાળી સંપત્તિ ઉપર પરમાર્થને જાણનારાઓને શો રાગ હોય? [૩૮૨] વળી મળેલી પણ લક્ષ્મી પ્રાયઃ અનર્થફલવાળી જ છે એમ જણાવે છેजह सलिला वडूंती, कूलं पाडेइ कलुसए अप्पं । इइ विहवे वटुंते, पायं पुरिसोऽवि दट्ठव्वो ॥ ३८३॥ જેવી રીતે વધતી નદી કિનારાને પાડે છે અને પોતાને ડહોળી કરે છે તેવી રીતે વૈભવ વધતાં પ્રાયઃ પુરુષને પણ તેવો જાણવો. વિશેષાર્થ– વર્ષાઋતુમાં નદી ઘણા પાણીથી પૂરાઈ જવાના કારણે વધતી જાય છે. વધતી નદી પોતાના જ કિનારાને પાડે છે, પૂરથી ખેંચાઇને આવેલી ઘણી અશુદ્ધિ અને કચરાને વહન કરવાના કારણે પોતાને મલિન બનાવે છે, તથા શિષ્ટજનોને જવા યોગ્ય રહેતી નથી=શિષ્ટજનો નદીમાં જતા નથી, તથા તેનું પાણી પીતા નથી. વૈભવ વધતાં પુરુષને પણ પ્રાયઃ કરીને આવો જ જાણવો. તે આ પ્રમાણે– વૈભવ વધતાં પુરુષ પણ ક્રોધ, ઇર્ષા, દ્વેષ અને અહંકાર આદિની પ્રબળતાના કારણે પોતાના કિનારા સમાન સ્વજનાદિરૂપ પોતાના પક્ષને જ હણે છે. આરંભવાળા અનેક ધંધા થવાના કારણે અને ઘણા કષાયો થવાના કારણે લક્ષ્મીને મેળવવાના પ્રયત્નને મલિન બનાવે છે. ઉપાર્જન કરેલી અશુભકર્મ રજથી આત્માને મલિન બનાવે છે. ચહેરાનો આકાર વગેરે રૌદ્ર (=ભયંકર) થઈ જવાના કારણે શિષ્ટ લોકો તેની પાસે જઈ શકે નહિ. કૃપણતા આદિના કારણે તેની લક્ષ્મી ભોગવી શકાય તેવી ન હોય. મૂળગાથામાં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે તદ્દભવસિદ્ધિક કોઈક મહાત્માઓને વૈભવ વધવા છતાં યથોક્ત સ્વરૂપથી વિપરીતપણે પણ જોવામાં આવે છે. [૩૮૩] લેશથી લક્ષ્મીનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રેમનું સ્વરૂપ બતાવવા માટે કહે છેहोऊणवि कहवि निरंतराइं दूरंतराइं जायंति । उम्मोइयरसणंतोवमाइं पेम्माइं लोयस्स ॥ ३८४॥ ૧. તભવસિદ્ધિક= તે જ ભવમાં મોક્ષે જનાર. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮- તિર્યંચ-મનુષ્યગતિનાં દુઃખો] ઉપદેશમાલા (પુષ્પમાલા) પ્રેિમનું સ્વરૂપ લોકનો પ્રેમ બાંધીને છોડેલા કંદોરાના છેડા સમાન છે. આથી લોકપ્રેમ કોઈપણ રીતે નિરંતર ( ગાઢ) બનીને દૂર અંતરવાળો થાય છે. વિશેષાર્થ- કેડમાં કંદોરો બાંધતી વખતે તેના બે છેડા ભેગા થાય છે. આ રીતે ભેગા થયેલા બે છેડા નિરંતર (=ગાઢ) થઈને પણ ફરી કંદોરાને છોડતી વખતે તે બે છેડા અતિશય અંતરવાળા થાય છે. એ પ્રમાણે લોકોનો પણ પ્રેમ કાર્યની અપેક્ષાના કારણે કયારેક એમ જ પહેલાં ભેગા થતી વખતે નિરંતર(ગાઢ) થઈને પણ ફરી પણ સ્વકાર્યની સિદ્ધિ થઈ જતાં પરસ્પર અસત્ય (પ્રવૃત્તિના) દર્શન અને પરસ્પર અસત્યશ્રવણ આદિથી એમ જ જલદી જ ભાવ બદલાઈ જવાથી અતિશય અંતરવાળો થઈ જાય છે. તેથી વિવેકીઓને તેમાં ( પ્રેમમાં) પણ આદર ન હોય. [૩૮૪] લોકને માતા-પિતા આદિ ઉપર જ વિશેષ પ્રેમ હોય છે, તે પ્રેમનો ભંગ થતો નથી એમ કોઈ કહે તો તેનો ઉત્તર કહે છે माइपिइबंधुभज्जासुएसु पेम्मं जणम्मि सविसेसं । चुलणीकहाइ तं पुण, कणगरहविचेट्ठिएणं च ॥ ३८५॥ तह भरहनिवइभजाअसोगचंदाइचरियसवणेण । अइविरसं चिय नजइ, विचेट्ठियं मूढहिययाणं ॥ ३८६॥ લોકને માતા-પિતા, બંધુ, પત્ની અને પુત્ર ઉપર પ્રેમ અધિક હોય છે. તે પ્રેમ અતિવિરસ (=પરિણામે દુઃખ આપનાર) જ થાય છે. ચલનીની કથાથી, કનકરથની ચેષ્ટાથી, ભરત ચક્રવર્તી, પ્રદેશ રાજાની પત્ની, અશોકચંદ્ર ( કૂણિક) આદિનાં ચરિત્રોના શ્રવણથી માતા-પિતા આદિનો પ્રેમ અતિવિરસ છે એમ જણાય છે. આથી જ તે પ્રેમ મૂઢ હૃદયવાળા જીવોની ચેષ્ટા છે. વિશેષાર્થ– માતા-પિતા, બંધુ, પત્ની અને પુત્ર ઉપર લોકને પ્રેમ અધિક હોય છે એ વિષે અમારો પણ વિવાદ નથી. પણ તે પ્રેમનો પણ ભંગ થતો હોવાથી તે પ્રેમ અતિવિરસ= અતિશય નિર્વેદ ઉત્પન્ન કરનાર થાય છે. આથી જ માતા-પિતા આદિની સાથે જે પ્રેમ છે તે મૂઢ હૃદયવાળા=અજ્ઞાન સ્વભાવવાળા જીવોની ચેષ્ટા છે. કયા કારણથી પ્રેમ વિરસ છે તે કહે છે-બ્રહ્મદત્તની માતા ચુલનીની કથાથી માતાનો પ્રેમ, કનકરથ રાજાની ચેષ્ટાથી પિતાનો પ્રેમ, ભરતચક્રીનું ચરિત્ર સાંભળવાથી ભાઇનો પ્રેમ, પ્રદેશ રાજાની પત્નીનું ચરિત્ર સાંભળવાથી પત્નીનો પ્રેમ, કૂણિકનું ચરિત્ર સાંભળવાથી પુત્રનો પ્રેમ, બીજા પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ દૃષ્ટાંતોથી પ્રેમ વિરસ છે એમ વિચારવું. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં] તેમાં ચૂલની કથા આ પ્રમાણે છે— ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચૂલનીની કથા-૫૭૯ ફૂલનીની કથા સાકેતપુરમાં ચંદ્રાવતંસકરાજાના પુત્ર મુનિચંદ્રે દીક્ષા લીધી. પછી તેમણે અટવીમાં ગોવાળના ચાર બાળકોને પ્રતિબોધીને દીક્ષા આપી. તે ચારમાં બે સાધુઓ જિનધર્મની જુગુપ્સાથી ચારિત્રની વિરાધના કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને દશાર્ણપુરમાં દાસ થયા. સર્પથી દંશાયેલા તે બંને ત્યાંથી મરીને કાલિંજરપર્વતમાં હરણ થયા. ત્યારબાદ ગંગાના કિનારે હંસ થયા. ત્યારબાદ વાણારસીમાં ચિત્ર અને સંભૂત નામના ચંડાલપુત્ર થયા. ત્યાં ચારિત્ર લીધું.) તેમાં સંભૂત મુનિએ નિયાણું કર્યું. ચિત્રમુનિએ નિરતિચાર ચારિત્ર પાળ્યું. બંનેય સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ચિત્રનો જીવ પુરિમતાલ નગરમાં શ્રેષ્ઠિપુત્ર તરીકે ઉત્પન્ન થયો. સંભૂતનો જીવ પંચાલદેશમાં કાંપિલ્યનગરમાં બ્રહ્મરાજાની રાણી ચૂલનીનો બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો. બ્રહ્મદત્ત હજી બાળક હતો ત્યારે મૃત્યુ પામતા એવા બ્રહ્મરાજાએ કાશીદેશનો રાજા કાક, ગજપુરનો રાજા કણેરુદત્ત, કોશલા નગરીનો રાજા દીર્ઘ અને ચંપાપુરીનો અધિપતિ પુષ્પસૂલ એ ચાર સ્વમિત્રોને તમારે જ આ બાળક પાસે રાજ્ય કરાવવું એમ કહીને બ્રહ્મદત્તનું સમર્પણ કર્યું. તેમાં દીર્ઘરાજાની સાથે ચૂલની અતિશય આસક્ત બની. દીર્ઘરાજાની પ્રત્યે થયેલા અનુરાગના કારણે ફૂલનીનું મન મૂઢ બની ગયું. આથી નવા પરણેલા પોતાના પુત્ર બ્રહ્મદત્તને પત્ની સહિત લાક્ષાના ઘરમાં રાખીને ચારેબાજુથી અગ્નિ સળગાવ્યો. પણ મંત્રી ધનુએ યોજેલા ઉપાયથી બ્રહ્મદત્ત વરધનુની સાથે નિકળીને દેશાંતરોમાં ભમવા લાગ્યો. તે દેશોમાં તે બ્રાહ્મણ, વણિક, રાજા અને વિદ્યાધરની ઘણી પુત્રીઓને ઘણા ઉપાયપૂર્વક પરણ્યો. ક્રમે કરીને શત્રુ એવા દીર્ઘરાજાને હણીને અને ભરતક્ષેત્રને સાધીને ચક્રવર્તિપદ પ્રાપ્ત કર્યું. પૂર્વભવના ભાઇ ચિત્રે દીક્ષા લઇને વિવિધ વચનો કહેવા વડે પ્રતિબોધ પમાડવાનો પ્રયત્ન કરવા છતાં તે કોઇપણ રીતે પ્રતિબોધ ન પામ્યો. અંતસમયે તેના પુણ્યોદયનો ક્ષય થયો. અતિશય ગુસ્સે થયેલા માત્ર એક બ્રાહ્મણે પશુપાલને બ્રહ્મદત્તચક્રવર્તીના નેત્રોને ખેંચવાની (ફોડી નાખવાની) પ્રેરણા કરી. આથી પશુપાલે (કાંકરા ફેંકીને) બ્રહ્મદત્તના નેત્રોને ખેંચી લીધાં. (=ફોડી નાખ્યાં.) રૌદ્રધ્યાનને પામેલો તે મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ના૨ક થયો. આ બધું (વિસ્તારથી) ચિત્રભૂતીય અધ્યયનની ટીકા વગેરેમાંથી જાણી લેવું. અહીં તો અતિપ્રસિદ્ધ હોવાથી વિસ્તારથી લખ્યું નથી. આ પ્રમાણે ફૂલનીની કથા પૂર્ણ થઈ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) ૫૮૦-પ્રેમના વિપાકમાં] હવે કનકરથનું દૃષ્ટાંત લખાય છે– [કનક૨થનું દૃષ્ટાંત કનકરથનું દૃષ્ટાંત તેતલિપુર નામનું નગર હતું. તેમાં ઢગલા કરેલા સુવર્ણની પીળીપ્રભાઓના સંબંધવાળો થયેલો સઘળો લોક ગૌરવર્ણને ધારણ કરે છે. તેમાં કનકરથ રાજા રહે છે. બીજાઓને દંડ કરવા છતાં તલવાર વિષે તેને સદા જાણે શરી૨ મનથી મુક્ત હોય તેવો સૌમ્યભાવ હતો, અર્થાત્ બીજાઓને તલવારથી મારી નાખતો ન હતો. તેની સઘળા અંતઃપુરને શોભવાનારી પદ્માવતી નામની રાણી હતી. ત્યાં તેતલિપુત્ર નામનો મંત્રી રાજ્યની ચિંતા કરે છે. એકવાર હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઇને રાજા પાસે જતાં રાજમાર્ગ ઉપ૨ મંત્રીએ એક મહેલમાં ઘણી સખીઓની મધ્યમાં રહેલી, સુવર્ણના દડાની રમતોથી રમતી, ત્રિભુવનના મનને મોહિત કરવાનું જાણે ઔષધિનું મૂળિયું હોય તેવી એક શ્રેષ્ઠ કન્યાને જોઇ. તેના પ્રત્યે આકર્ષાયેલા ચિત્તવાળા તેણે કોઇક પુરુષને તેનો વૃત્તાંત પૂછ્યોઃ પરમાર્થના જાણકાર તેણે કહ્યું: અતિશય ઋદ્ધિથી સંપન્ન અને ઉત્તમ કલાદ નામનો શ્રેષ્ઠી રહે છે. તેનો આ મહેલ છે અને તેની પોટ્ટિલા નામની આ પુત્રી છે. આ સાંભળીને મંત્રીએ તે શેઠની પાસે પોટ્ટિલાની માગણી કરાવી. પછી શુભદિવસે ઘણા આડંબરથી તેને પરણ્યો. આ તરફ રાજ્યમાં આસક્ત અને મૂઢ કનકરથ રાજા વિચારે છે કે, મેં આ રાજ્ય નિષ્કંટક (=ઉપદ્રવથી રહિત) બનાવ્યું છે. પણ બલવાન કોઇ પુત્ર રાજ્યની તૃષ્ણાવાળો થાય તો મને મારીને પણ રાજ્ય જલદી લઇ લે. ઘણા પુણ્યથી રાજ્ય મળે છે. આમ વિચારીને તે પુત્રનો જન્મ થતાં જ કોઇ પુત્રનું નાક અને હોઠ કાપી નાખે છે, કોઇ પુત્રના હોઠ અને કાન કાપી નાખે છે. કોઇ પુત્રની આંખો છેદી નાખે છે. કોઇના હાથ, કોઇના પગ, તો કોઇના કાન કપાવી નાખે છે. આ પ્રમાણે નિર્દય પરિણામવાળો તે સઘળાય પુત્રોને વિકલ અંગવાળા કરે છે. ક્યારેક પદ્માવતી રાણીને ગર્ભ ઉત્પન્ન થયો. આથી તેણે તેલિપુત્ર મંત્રીને બોલાવીને એકાંતમાં કહ્યું: જો મારે પુત્ર થાય તો તમારે એકાંતમાં તેની રક્ષા કરવી. અન્યથા મૂઢ રાજા તેનો પણ વિનાશ કરાવશે. તેથી નગર-દેશસહિત સઘળું રાજ્ય આપણા જોતાં જ ક્ષય પામશે. તેથી જો મારું વચન કરો=મારા કહ્યા પ્રમાણે કરો તો તારો, મારો અને રાજ્યનો તે એક જ આધાર થશે. મંત્રીએ તે વચનનો સ્વીકાર કર્યો. ભવિતવ્યતાવશથી પોટ્ટિલાને પણ તે જ દિવસે ગર્ભ રહ્યો. તે બંનેની એકદિવસે સાથે જ પ્રસૂતિ થઇ. પોટ્ટિલાને મરેલી જ પુત્રી જન્મી. રાણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો. મંત્રીએ એકાંતમાં તેને લઇ લીધો. મરેલી પુત્રી રાણીને Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનો વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કનકરથનું દૃષ્યત-૫૮૧ આપી. પછી રાજાને કહ્યું કે પદ્માવતીને મરેલી પુત્રી જન્મી છે. પછી રાજાએ તે પુત્રીનું મૃતકકાર્ય કર્યું. પુત્ર મંત્રીના ઘરે મોટો થવા લાગ્યો. મંત્રીએ તેનું કનકધ્વજ નામ રાખ્યું. આ તરફ મંત્રી પોટ્ટિલાના કોઈ કર્મના દોષથી એક દિવસ નિષ્કારણ જ પોટ્ટિલા ઉપર જલદી વિરાગવાળો બન્યો. તેથી સન્માન, દાન, ભોગસુખો તો દૂર રહ્યાં, કિંતુ તેનું નામ પણ કોઇપણ રીતે સાંભળવાનું મંત્રી ઇચ્છતો નથી. તેથી ઘણા ખેદને ધારણ કરતી તેને મંત્રીએ દાનશાળામાં દાન કાર્યમાં જોડી. ત્યાં તે વિવિધ દાનોને આપતી રહે છે. તેથી તેણે ગુણવંતી સાધ્વીઓને જોઈ. પછી ધર્મ સાંભળ્યો એટલે તેને દીક્ષાના પરિણામ થયો. હવે તે તેતલિપુત્રની પાસે દીક્ષા લેવાની સંમતિ મેળવે છે ત્યારે મંત્રીએ કહ્યું: જો દેવલોકમાં ગયેલી તું અહીં આવીને મને જિનધર્મને પમાડે તો તને દીક્ષાની રજા આપું. (૨૫) પોટ્ટિલાએ તે સ્વીકાર્યું. પછી મંત્રી તેનો મહાન દીક્ષા મહોત્સવ કરાવે છે. દીક્ષા લઇને પોટિલાએ અગિયાર અંગો ભણ્યાં. ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાય પાળ્યો. પછી અંતે એકમાસનું અનશન કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને વૈમાનિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. આ તરફ કનકરથ પણ મૃત્યુ પામ્યો. પછી મંત્રીએ સર્વ મંત્રીઓ, સામંતો અને નગરલોકોને કનકધ્વજનો સઘળો વૃત્તાંત કહ્યો. તેથી બધાએ તે કુમારનો જ રાજ્યાભિષેક કર્યો. પછી પદ્માવતી રાણીએ કનકધ્વજ રાજાને એકાંતમાં પરમ આદરથી કહ્યું કે, તેતલિપુત્રે તને જીવન અને રાજ્ય આપ્યું છે. મોટાઓ ઉપર કરેલો થોડો પણ ઉપકાર કોઇ સારા ક્ષેત્રમાં વાવેલા બીજની જેમ વિસ્તારને પામે છે. તો પછી ઘણા ઉપકાર વિષે તો શું કહીએ? તુચ્છ માણસ ઉપર કરાતો મોટો પણ ઉપકાર નાશ પામે છે. તપેલા લોઢાના ભાજનમાં નંખાતુ પણ પાણી સુકાઈ જાય છે. તેથી જો તારે મોટાઓના પગલે ચાલવું હોય, અને જો તું લક્ષ્મીને ઇચ્છે છે તો હે વત્સ! તેતલિપુત્રને જ પિતા, ગુરુ કે દેવ તરીકે જો. તેથી રાજાએ ‘તહત્તિ' એમ કહીને માતાના વચનનો સ્વીકાર કર્યો. રાજા આવતા મંત્રીનું અભુત્થાન કરે છે=મંત્રી આવે ત્યારે ઊભો થાય છે. જતા મંત્રીની પાછળ (થોડે સુધી) જાય છે. તેના વચનનું ક્યારેય ઉલ્લંઘન કરતો નથી. તેના નિર્વાહના સઘળાંય સાધનો અતિશય ઘણાં વધ્યાં. આ તરફ પોઠ્ઠિલદેવ પૂર્વે સ્વીકારેલા વચનને યાદ કરીને સાધુનું રૂપ કરવું વગેરે વિવિધ પ્રકારોથી મંત્રીને પ્રતિબોધ પમાડે છે. આમ છતાં મંત્રી સ્વપ્નમાં પણ તેના વચનને કરતો નથી, અર્થાત્ પ્રતિબોધ પામતો નથી. હવે દેવે વિચાર્યું કે આ જ્યાં સુધી દુઃખ નહિ પામે ત્યાં સુધી ચોક્કસ ધર્મને નહિ સ્વીકારે, પ્રાયઃ અન્ય પણ સુખી પુરુષ હૃદયમાં ધર્મબુદ્ધિને ૧. અહીં વડવિના સ્થાને વળેકવિ એમ હોવું જોઇએ એમ સમજીને અર્થ કર્યો છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨-પ્રેમના વિપાકમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [કનકરથનું દૃષ્ઠત ધારણ કરતો નથી. લોકમાં પણ કહ્યું છે કે– “સુખી માણસ બીજાના દુઃખને જાણતો નથી. યૌવનમાં રહેલા મનુષ્યો શીલને ગણકારતા નથી. આપત્તિને પામેલા, યૌવનાવસ્થાને વટાવી ચૂકેલા અને દુઃખી મનુષ્યો ધર્મમાં તત્પર થાય છે.” રાજાની કૃપા જ એના સુખનું મોટું કારણ છે. તેથી રાજાની મહેરબાનીને હરી લઉં દૂર કરું. આ પ્રમાણે વિચારીને દેવ રાજાના મનને મંત્રી પ્રત્યે વિપરીત પરિણામવાળું કરે છે. તેથી રાજા મંત્રીને બોલાવવો વગેરે તો દૂર રહ્યું, કિંતુ આવેલા મંત્રી ઉપર દૃષ્ટિ પણ નાખતો નથી. હવે ભય પામેલા તેણે વિચાર્યું કે, જો અહો! તેવો પણ મારો ભક્ત આ રાજા મારા ઉપર ગુસ્સે કેમ થયો છે? અથવા રાજાઓ કોના મિત્રો હોય? કહ્યું છે કેકાગડાને વિષે શુચિ, જુગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુંસકમાં ધીરતા, દારૂપીનારમાં તત્ત્વચિંતા અને રાજા કોઇનો મિત્ર હોય એવું કોનું સાંભળ્યું છે કે જોયું છે? તેથી હું માનું છું કે કુમારથી મારું સારું નથી. આ કોઇક વડે મારો વિનાશ કરાવશે. આ પ્રમાણે માનીને મંત્રી ત્યાંથી જલદી નીકળી ગયો. તે અશ્વ ઉપર બેસીને નગરની મધ્યમાંથી જઈ રહ્યો છે તેટલામાં સહસા સેવકલોકે તેને છોડી દીધો. નગરલોક પણ તેનો આદર કરતો નથી. ઘરમાં આવ્યો તો સર્વ પરિવાર પણ વિપરીત પરિણામવાળો થઈ ગયો. કોઈ તેની પ્રવૃત્તિને પણ પૂછતું નથી. તેથી ખિન્ન મનવાળો તે વાસભવનમાં જઈને તાલપુટ ઝેરને પીએ છે. તેની પણ તેના ઉપર જરાય અસર ન થઈ. તેથી તે તલવારથી મસ્તકને કાપે છે. તલવાર પણ બુટ્ટી થઈ ગઈ. પછી ઉદ્યાનમાં જઈને વૃક્ષમાં પોતાને ફાંસો લગાવીને લટકે છે. તેનો ફાંસો પણ તૂટી ગયો. પછી ગળામાં શિલા બાંધીને ઊંડા પાણીમાં ડૂબ્યો. ઊંડું પાણી પણ છીછરું થઈ ગયું. પછી બળતા અગ્નિમાં પ્રવેશ કરે છે. અગ્નિ પણ તત્કાળ બુઝાઈ ગયો. (૫૦) હવે અતિશય દુ:ખથી દુઃખી થયેલો તે વિલાપ કરતો કહે છે કે, અહો! હું પુત્ર સહિત હોવા છતાં પુત્રરહિત છું, ધનસહિત હોવા છતાં ધનરહિત છું, ઘણા સ્વજનથી યુક્ત હોવા છતાં ચોક્કસ અનાથ છું. કારણ કે તે બધાયથી હમણાં મારું રક્ષણ થતું નથી. પછી નગરમાંથી નીકળેલા તેણે એક દિશા તરફ જવાનું શરૂ કર્યું. તેથી દેવે તેના જવાના આગળના ભાગમાં મોટો ખાડો વિદુર્થો, પાછળના ભાગમાં દોડતો મોટો હાથી વિમુર્યો, અને બંને બાજુ ઘોર અંધકારસમૂહ કર્યો, મધ્યમાં સર્વ તરફથી બાણની શ્રેણીઓ નિરંતર પડી રહી છે. હવે ભયથી વ્યાકુળ મનવાળો અને ધ્રૂજતો તે આ પ્રમાણે કહે છે– હે પોઠ્ઠિલા! ક્યાંયથી પણ આવીને મારું રક્ષણ કર. હું ક્યાં જઉં? કારણ કે આ બધો લોક ગભરાયેલો છે. સંપૂર્ણ ગામ બળી રહ્યું છે. દાવાનલથી જંગલો બળી રહ્યા છે. શરણરહિત લોક ક્યાં જાય? મારી પણ આવી સ્થિતિ થઈ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા-પ૮૩ તેથી પોટ્ટિલ દેવ પણ અવસર જાણીને પ્રત્યક્ષ થાય છે. પછી મંત્રીને કહે છે કે, જેવી રીતે રોગીઓને ઔષધનું શરણ છોડવા યોગ્ય નથી, બલવાનોથી પીડા પામેલાઓને વિષમ કિલ્લાઓ શરણ છે, તેવી રીતે ભય પામેલા જીવોને પણ દીક્ષા શરણ થાય છે. કારણ કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનારા અને ઉપશમની પ્રધાનતાવાળા મુનિઓને આ લોકસંબંધી પણ ભયો આવતા નથી, અને ઉત્તમમુનિઓ પરભવમાં સુખી જ થાય છે. પછી મંત્રી “આ શું છે?” એ પ્રમાણે સઘળો ય વૃત્તાંત દેવને પૂછે છે. દેવ પણ કહે છે કે તમને બોધ પમાડવા માટે મેં આ બધું (દિવ્યશક્તિથી) કર્યું છે. હવે પ્રધાને દેવને કહ્યું: જો તું રાજાને મારા ઉપર મહેરબાનીવાળો કરે તો હું દીક્ષા લઉં. અન્યથા લોક કહેશે કે, રાજા તેના ઉપર ગુસ્સે થયો એટલે શરણરહિત તેણે દીક્ષા લઈ લીધી. દેવે તેની વાતનો સ્વીકાર કર્યો. રાજાને મંત્રી પ્રત્યે સારા પરિણામવાળો કર્યો. પદ્માવતી રાણીએ રાજાને અનેક રીતે ઘણો ઠપકો આપ્યો. રાજા મંત્રીને મનાવીને ઘણા આડંબરથી ઘરે લઈ જાય છે. પછી દરરોજ વિનાશશીલ સંસારસ્વરૂપને મનમાં વિચારતા મંત્રીને જાતિસ્મરણ- જ્ઞાન થયું. તેથી પૂર્વે જ અનુભવ્યું હતું તેને યાદ કરે છે. તે આ પ્રમાણે- હું આ જંબૂતીપમાં મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીમાં મહાપદ્મ નામનો રાજા હતો. ત્યાં દીક્ષા લઈને ચૌદપૂર્વોનો અભ્યાસ કર્યો હતો. દીક્ષાને પાળીને સાતમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. અધિક સંવેગને પામેલા તેણે રાજાની પાસે દીક્ષાની સંમતિ મેળવી. રાજા પણ મંત્રીને શિબિકામાં બેસાડવા વગેરે ઘણા આડંબરથી અમદવન ઉદ્યાનમાં જાતે લઈ જાય છે. ત્યાં મંત્રી પાંચ મહાવ્રતની પ્રધાનતાવાળા ચારિત્રને સ્વીકારે છે. હવે શુભચિંતનમાં સારી રીતે રહેવાથી પૂર્વભવમાં ભણેલાં સંપૂર્ણ ચૌદપૂર્વેનું સ્મરણ કરે છે. આ પ્રમાણે ક્રમશ: શુભપરિણામ વધતાં તેના ઘાતકર્મોનો ક્ષય થયો. તેથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. નજીકમાં રહેલા વાણવ્યતર વગેરે દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો. પછી કનકધ્વજ રાજા વગેરે પર્ષદાને ધર્મ કહ્યો. રાજાને દેશવિરતિધર્મ આપ્યો. બીજા ઘણા લોકોને પ્રતિબોધ પમાડ્યો. ક્રમે કરીને તે મુનિ મોક્ષને પામ્યા. આ કથામાં પ્રસ્તુત એ છે કે પિતા પણ કનકરથરાજા પુત્રો પ્રત્યે તે રીતે (અનુચિત) વર્તન કરે છે. આથી આ સંસારમાં પિતૃજનના પ્રેમમાં પણ આગ્રહ શો રાખવો? આ પ્રમાણે કનકરથરાજા અને તેતલિપુત્ર પ્રધાનની કથા પૂર્ણ થઈ. હવે ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત કહેવામાં આવે છે– ભરત ચક્રવર્તીની કથા ઋષભદેવે વીસલાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કર્યા. ત્રેસઠલાખ પૂર્વ રાજ્યનું પાલન કર્યું. વિનીતા નગરીમાં ભરતરાજાનો રાજ્યાભિષેક કર્યો. અઢાણું પુત્રોને તે તે ઉ. ૧૪ ભા.૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪- પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા પુત્રની યોગ્યતા પ્રમાણે અંગ- વંગ વગેરે બહુ સમૃદ્ધ દેશો આપ્યા. બાહુબલિને તક્ષશિલા નગરીનું અતિશય મોટું રાજ્ય આપ્યું. પછી દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલા ઋષભદેવે ચાર હજાર ક્ષત્રિયોની સાથે ચૈત્રવદ આઠમના દિવસે ઘણા આડંબરથી દીક્ષા લીધી. હજારવર્ષ પછી તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ભરતરાજાએ ભરતક્ષેત્રને સાધીને બાહુબલિ સિવાય (અટ્ટાણું) ભાઇઓની પાસે દૂત મોકલીને બધાને કહેવડાવ્યું કે તમે બધા મને સ્વીકારો=મારી આજ્ઞાને માનો, અથવા પૃથ્વીઓને છોડી દો. જો તમે આ સ્વીકારવા તૈયાર ન હો તો જલદી યુદ્ધ માટે તૈયાર થાઓ. આ પ્રમાણે કહેવાયેલા તેમણે પણ ભરતને પ્રત્યુત્તર આપ્યો કે, ભારતના કહેવાથી આ વિકલ્પોમાંથી એક પણ વચનને અમે નહિ કરીએ. કારણ કે પિતાએ જ અમને પૃથ્વીઓ આપી છે. તેથી ત્રિલોકનાથ તેમને જ પૂછીને પછી તેઓ જ જે આદેશ આપશે તે આદેશને અમે કરીશું. આ પ્રમાણે કહીને બધા બંધુઓએ અષ્ટાપદપર્વત ઉપર જઈને શ્રી ઋષભનાથના ચરણોમાં અંજલિ જોડીને વિનયપૂર્વક તે સઘળો વૃત્તાંત કહ્યો. પછી તેમણે પ્રભુજીને પૂછવું છે પિતાજી! તેથી આ વિષે અમારે શું કરવા યોગ્ય છે? જેમને પરમ કરુણા ઉત્પન્ન થઈ છે એવા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! તૃષાતુર બનેલો એક અંગારદાહક સ્વપ્નમાં સઘળા સમુદ્રોનું પાણી પી ગયો. તો પણ તેની તૃષા દૂર ન થઈ. આથી તે સઘળી નદીઓનું પાણી પી ગયો. તો પણ તેની તૃષા દૂર ન થઈ. પછી તે સઘળા સરોવરનું પાણી પી ગયો. પછી વાવડીકૂવા વગેરે સઘળાય જલાશયોનું પાણી પી ગયો. તો પણ તેની તૃષા દૂર ન થઈ. પછી સ્વપ્નમાં જ જલાશયોને જોતો તે વિશ્વમાં ભમે છે. પછી તેણે જંગલમાં ક્યાંક એક ઊંડો કૂવો જોયો. તેના તળિયામાં અતિશય અલ્પ કંઈક પાણી હતું. હવે તેણે ઘાસના એક પૂળાને દોરીથી બાંધીને કૂવામાં નાખ્યો. પછી કષ્ટથી તે પૂળાને ખેંચીને જેટલામાં કૂવાના કાંઠે લઈ આવ્યો તેટલામાં તેમાંથી સઘળુંય પાણી ગળી ગયું. પછી પ્રયત્નપૂર્વક એ પૂળાને દબાવીને પાણીના બિંદુઓને મોઢામાં નાખે છે. હે વત્સ! જે પૂર્વે સઘળા જલાશયોનું પાણી પી ગયો, તો પણ તૃપ્ત ન થયો તે અલ્પ તે જલબિંદુઓથી કેવી રીતે તૃપ્ત થશે? એ પ્રમાણે ભવસાગરમાં દેવભવ આદિમાં ભમતા તમોએ પણ અનંતભોગો ભોગવ્યા. તો પણ જો કોઈપણ રીતે તૃપ્તિને પામ્યા નહિ, તો બીજાની સેવા કરીને અથવા બંધુની સાથે યુદ્ધ કરીને તમને અલ્પકામભોગોથી સંતોષ કેવી રીતે થશે? હે વત્સ! જો રાજ્યને પાળવાથી કોઈ લાભ થતો હોય તો મેં સ્વાધીન પણ રાજ્યને કેમ છોડ્યું? જીવન વસ્ત્રના છેડા જેવું ચંચલ છે. યૌવન પણ ત્રણ દિવસમાં નાશ પામે છે. ભવસમૂહમાં ભમતા જીવોને જિનધર્મની સામગ્રી દુર્લભ છે. કોઈપણ રીતે એ સામગ્રીને મેળવીને તુચ્છ ભોગો માટે એ સામગ્રીને કોણ હારી જાય? તમે ઘરમાં રહેશો તો મનુષ્યના રાજાને પણ પ્રણામ કરશો. Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા-૫૮૫ જો તમે દીક્ષા લો તો ઇન્દ્રો પણ તમને નમે. તેથી આ લોકમાં અને પરલોકમાં સુખને લાવનારા ધર્મમાં ઉદ્યમ કરો. જિનવરે આ પ્રમાણે કહ્યા પછી સૂત્રકૃતાંગસૂત્રનું વૈતાલિક અધ્યયન પ્રરૂપ્યું એટલે બોધ પામેલા બધાએ દીક્ષા લીધી. (૨૫) આ વૃત્તાંત સાંભળીને ભરતરાજાએ ખેદ કર્યો કે જેમણે પરમાર્થને કર્યો છે તેવા બંધુઓએ અનાથ એવા મને જ મૂકી દીધો. કેટલાક દિવસો પછી ભરતચક્રી તે પણ બધું ભૂલી ગયો. પછી દૂતદ્વારા બાહુબલિને પણ તે જ કહેવડાવે છે. બાહુબલિએ કહ્યું: રે! રે! લોભી તેણે બિચારા ભદ્રિકોને (=અઠ્ઠાણું ભાઇઓને) ત્રાસ પમાડીને દીક્ષા લેવડાવી તેવી રીતે નિષ્ફર અને ધનમાં રસવાળો તે મને પણ ગભરાવવાને ઇચ્છે છે. ખરેખર! તે મરચાઓને પણ ચણાની જેમ ખાવાને ઇચ્છે છે. તેથી જો તે સુભટસમૂહને ધારણ કરે છે તો લડવા માટે આવે. હું લડવા માટે તૈયાર છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે એમ અભિમાન ન કરે. મને જીત્યા વિના તેણે ભરતક્ષેત્રનું શું જીત્યું છે? તારાઓના અભાવમાં પણ ચંદ્રથી આકાશ પ્રકાશવાળું હોય છે. ભદ્રિકોનું (=અઢાણું બંધુઓનું) પરાભવ કરતા તેણે પૂર્વે પણ મારો કોપરૂપ અગ્નિ સળગાવ્યો જ છે, અને હમણાં તેને પ્રજવલિત બનાવ્યો છે. તેથી બહુ કહેવાથી શું? હમણાં તારા સ્વામીના હૃદયમાંથી અભિમાનરૂપ મલ્લને દૂર કરીને તારા સ્વામીને સુખ આપનારો કરું. તારા સ્વામી પાસે જઈને આ મારી વાત કહે. ઇત્યાદિ કહીને અને અપમાનિત કરીને દૂતને રજા આપી. દૂતે જઈને ભરતરાજાને બધું વિશેષરૂપે કહ્યું. તે સાંભળીને ભરતરાજા ગુસ્સે થયો. પછી ગુસ્સાના કારણે પોતપોતાના સૈન્યથી પરિવરેલા તે બંનેય પોતાના દેશના સીમાડાઓમાં ભેગા થયા. પછી બાહુબલિએ કહ્યું: અપરાધથી રહિત આ કીડાસમાન ઘણા લોકને નિષ્કારણ જ શા માટે હણવામાં આવે? જો તું મને જીતીને નિષ્ફટક રાજ્યને ઇચ્છે છે તો રાજ્યની તૃષ્ણાવાળા તારે અને મારે જ યુદ્ધ કરવું યોગ્ય છે. પછી રથોમાં આરૂઢ થયેલા તે બંનેય પરસ્પર ભેગા થયા. પહેલાં નિમેષરહિત તે બંનેનું દૃષ્ટિયુદ્ધ થયું. પછી પક્ષનો સ્વીકાર અને પક્ષમાં દૂષણ આપવું ઇત્યાદિરૂપ વાગ્યુદ્ધ થાય છે. પછી વાણીવડે (સિંહનાદ કરવા વડે) યુદ્ધ કરે છે. પછી મુષ્ટિયુદ્ધ થયું. પછી મહાદંડ યુદ્ધ થયું. પણ બધા યુદ્ધોમાં બાહુબલિ જીતે છે અને ભરત હારે છે. હવે વિષાદને પામેલા ભરતરાજા વિચારે છે કે હા દેવ! આ વળી શું? શું આ જ ચક્રી છે? મારો શ્રમ નિષ્ફલ જ છે. પછી દેવે ધીરજ આપીને ભરતરાજાના હાથમાં સમસ્ત વિશ્વને ભય પમાડનારું અને પ્રકાશ કરનારું ચક્રરત્ન આપ્યું. હાથમાં લીધેલા ચક્રથી દુઃષ( દુઃખથી સહન કરી શકાય તેવો) ભરતરાજા જેટલામાં બાહુબલિ તરફ દોડ્યો તેટલામાં બાહુબલિ વિચારે છે કે ચક્રની સાથે ભારતના ચૂરેચૂરા કરી નાખું. અથવા દંડયુદ્ધમાં પરાજિત થયેલો, લજ્જાહીન અને ગૌરવથી મુક્ત આ જો કે દેવો અને મનુષ્યોની સમક્ષ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ૮૬-એમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા આ (અનુચિત) પણ વર્તન કરે છે, તો પણ સામર્થ્ય હોવા છતાં પણ બંધુને હણવા માટે મારાથી યુદ્ધ ન કરાય. સામર્થ્યથી યુક્ત પણ પુરુષો અપરાધી હોવા છતાં કુતરાને કરડતા નથી. મારા તે ભદ્રિક પણ બંધુઓએ યોગ્ય કર્યું. આ પ્રમાણે રસહીન સંસારમાં મારે પણ તે જ કરવું યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને બાહુબલિએ ભરતને કહ્યું: તારા પુરુષપણાને ધિક્કાર થાઓ, કે જે રાજ્યરૂપ આહારમાં લુબ્ધ બનીને પોતાની પ્રતિજ્ઞાને પણ યાદ કરતો નથી. તમારી આગળ) તું વળી કોણ છે? અન્યલોકને ઉપદ્રવ કરનારું આ ચક્ર કોણ છે? ચક્રની સાથે તને યમનો મહેમાન કરી નાખું. (તેટલી શક્તિ મારામાં છે.) પણ લોક કહેશે કે શ્રી ઋષભદેવનો પુત્ર પણ આવું વર્તન કરે છે. જીવન ચંચલ છે. યૌવન અસાર છે. કામો(=વિષયસુખો) તુચ્છ છે. તેથી બંધુઓની જેમ ક્ષણવાર બુદ્ધિમાં વિપર્યાસ કરનારું રાજ્ય તું જ ગ્રહણ કર. હું તો દીક્ષા લઉં છું. (૫૦) પછી આ મહાત્મા હાથમાંથી દંડ મૂકીને અને પંચમુષ્ટિ લોચ કરીને ત્યાં જ દીક્ષા લે છે. પછી પોતાની નિંદા કરતો ભરતરાજા પણ બાહુબલિના ચરણોમાં પડ્યો. તેને ઘણું બનાવે છે, પણ ધ્યાનમાં રહેલા બાહુબલિ બોલતા નથી. હવે બાહુબલિના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને ભરત પોતાના સ્થાને ગયો. બાહુબલિ લઘુબંધુઓને વંદન કરવું પડશે એવા ભયથી જિનની પાસે ન ગયા. ઘોર પરીષહસમૂહને સહન કરતા તે ત્યાં જ એક વર્ષ સુધી કાયોત્સર્ગમાં રહ્યા. દાઢી મૂછ લાંબા થઈ ગયા. સર્પોએ સંપૂર્ણ શરીરને વીંટી દીધું. વેલડીઓ અને લતાઓના સમૂહ અને ઘાસે શરીરને વીંટી દીધું તેથી પ્રભુએ બ્રાહ્મી અને સુંદરીને તેમની પાસે મોકલી. તેમણે બાહુબલિને વંદન કરીને વિનયથી કહ્યું કે ભગવાન કહે છે કે આ પ્રમાણે હાથી ઉપર આરૂઢ થયેલાઓને કેવલજ્ઞાનની ઉત્પત્તિ ન થાય. આ પ્રમાણે કહીને તે બંને જતી રહી. તર્કને કરતા બાહુબલિ તેમણે કહેલા અર્થને સમજી ગયા. તેથી અહંકારને છોડીને બંધુઓને વંદન કરવા માટે કેટલામાં ચાલ્યા તેટલામાં જ પગ ઉપાડતાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જો સંજવલન પણ અહંકારથી કેવલજ્ઞાન આટલો કાળ રોકાયું તો અન્ય (=સંજવલનથી અન્ય) વિપાકને કોણ જાણે? પછી બાહુબલિ પ્રભુની પાસે કેવલીઓની પર્ષદામાં જાય છે. ભરતરાજા પણ સિત્તોત્તેર (૭૭) લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કરીને, છ લાખ પૂર્વ રાજ્ય કરીને, એકલાખ પૂર્વ દીક્ષા પાળીને, મુક્તિમાં ગયા. તેથી ચરમશરીરી(તે જ ભવમાં મોક્ષમાં જનાર) હોવા છતાં, ઉત્તમપુરુષ હોવા છતાં, ઋષભદેવના પુત્ર હોવા છતાં, ભરતરાજા પણ રાજ્યના લોભથી બંધુઓ પ્રત્યે આવું વર્તન કરે છે, તો પછી અન્યલોકોના પ્રેમને કાર્યની અપેક્ષાએ (સ્વાર્થ માટે) જાણ. તેથી તે પ્રેમ ક્ષણવારમાં ખોટો ઠરે છે. તેથી આવા પ્રેમ વિષે શો આગ્રહ રાખવો? આ પ્રમાણે ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશ રાજાની પત્નીનું દાંત-૫૮૭ હવે પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત કહેવાય છે– પ્રદેશ રાજાની પત્નીનું દૃષ્ટાંત શ્વેતાંબિકા નામની નગરી છે. જાણે કે તે નગરીના હિમ જેવા સફેદ મહેલોના તળિયાઓનું હરણ કરીને સફેદ કિરણવાળો ચંદ્ર પણ સફેદ બની ગયો. ત્યાં પ્રદેશી નામનો રાજા શુદ્ર, સદાય દુષ્ટાત્મા, લોભી, અકાર્યમાં તત્પર, રૌદ્રપ્રકૃતિવાળો, ક્લિષ્ટ મનવાળો, નાસ્તિકવાદમાં તત્પર, અને આ લોકના કાર્યમાં આસક્ત હતો, જીવ, પુણ્ય-પાપ અને પરલોકને કોઇપણ રીતે માનતો ન હતો. સંપૂર્ણ અંતઃપુરમાં સારભૂત એવી સૂર્યકાંતા નામની તેની પત્ની હતી. તેનો સર્વમતિરૂપ નદીઓમાં મગરમચ્છરૂપ વિચારોને ધારણ કરનારો ચિત્ર નામનો મંત્રી હતો. ક્યારેક રાજાએ તેને કામ માટે શ્રાવસ્તિ નગરીમાં મોકલ્યો. ત્યાં ગયેલા તેણે શ્રી પાર્શ્વપ્રભુના શ્રેષ્ઠશિષ્ય અને ચાર જ્ઞાનરૂપ ઋદ્ધિથી સંપન્ન કશી નામના આચાર્યને જોયા. તેમની પાસે ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. તેથી સમ્યકત્વમૂલ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, અર્થાત્ સમ્યકત્વના સ્વીકારપૂર્વક શ્રાવકના બારવ્રતોને સ્વીકાર્યા. પોતાને કૃતકૃત્ય ગણીને તેણે વિચાર્યું. શું તે પણ મિત્ર છે? કે જે મિત્રનો પાપરૂપ કાદવમાંથી ઉદ્ધાર ન કરે. તે નોકરથી પણ શું? કે જે સ્વામીના દુઃખની ઉપેક્ષા કરે. મોટાં પાપકાર્યોમાં તત્પર મારો સ્વામી દુ:ખી છે. હમણાં મેં મહાન શાપરૂપ રોગને દૂર કરનારો વૈદ્ય મેળવ્યો છે. તેથી આ પરમગુરુને ત્યાં લઈ જઈને તે રાજાની પણ ચિકિત્સા કરાવું કે જેથી તે પાપરૂપ રોગોથી મુક્ત થાય. આ પ્રમાણે વિચારીને મંત્રીએ કહ્યું: હે ભગવન્! આપે જિનશાસનરૂપ વહાણમાં બેસાડીને મારો ભવસાગરથી ઉદ્ધાર કર્યો. હવે શ્વેતાંબિકા નગરીમાં વિહાર કરીને કૃપા કરો. ગુરુએ કહ્યું: તેવો યોગ થયે છતે તે પ્રમાણે પ્રયત્ન કરીશું. પછી ભક્તિથી વંદન કરીને મંત્રી શ્વેતાંબિકા નગરીમાં ગયો. ગુરુ પણ વિહાર કરતાં ક્રમથી ત્યાં જ આવ્યા. કાર્ય માટે રાખેલા પોતાના પુરુષો પાસેથી મંત્રીએ તે જાણ્યું. મંત્રી ત્યાં જ રહીને ભાવપૂર્વક તે ગુરુને વંદન કરે છે. પોતે જિનધર્મને સ્વીકાર્યો છે એમ રાજાને મંત્રી જણાવા દેતો નથી. અશ્વોને ખેલાવવાના સ્થાનમાં જવાના બહાને મંત્રી રાજાને લઈ જાય છે. જ્યાં ગુરુ વિસ્તારથી ધર્મકથા કહી રહ્યા છે ત્યાં ઊભા રહે છે. પછી રાજા પૂછે છે કે આ મુંડિયો શું બરાડા પાડે છે? તેથી પ્રધાને કહ્યું. હું બરોબર જાણતો નથી. કિંતુ આપ આવો, ત્યાં જઈને સાંભળીએ. પછી તેઓ આચાર્યની પાસે ગયા. ગુરુએ તેમને દેવ-ગુરુનું સ્વરૂપ અને જીવાદિ તત્ત્વ કહ્યું. એટલે રાજા કહે છે કે આ નિરર્થક જ છેઃખોટું જ છે. તે આ પ્રમાણે Page #215 -------------------------------------------------------------------------- ________________ પ૮૮-પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશ રાજાની પત્નીનું દૃષ્ટાંત સર્વ પ્રથમ વાત તો એ છે કે તમને ઈષ્ટ અને સર્વતત્ત્વોનું મૂલ એવો આત્મા નથી. કારણ કે આકાશકમળની જેમ આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. અનુમાન વગેરે તો પ્રમાણ જ થતા નથી. કારણ કે સાધ્યની સાથે (નિયત)સંબંધ હોય તેવા લિંગનો નિશ્ચય થતો નથી. અથવા તેવા લિંગનો નિશ્ચય થતો હોય તો પણ તેનો નિશ્ચય કરનારની પ્રામાણિક્તાથી સાધ્યની સિદ્ધિ થતી હોવાથી સાધ્યની સિદ્ધિ માટે મૂકેલા (=લખેલા) અનુમાન વગેરે વ્યર્થ થવાનો પ્રસંગ આવે છે. પછી ગુરુએ કહ્યું: હે ભદ્રા તમારું આ વચન સમ્યગુજ્ઞાનપૂર્વકનું નથી. કારણ કે જીવને જાણવા માટે તમારું જ પ્રત્યક્ષ પ્રવર્તેલું નથી, કે બધા જ જીવોનું પ્રત્યક્ષ પ્રવર્તેલું નથી? અર્થાત્ તમને તમારો જ આત્મા પ્રત્યક્ષ દેખાયો નથી કે બધા જીવોનો આત્મા પ્રત્યક્ષ દેખાયો નથી? આ બે પક્ષમાં જો તમારો પ્રથમ પક્ષ છે તો તમને પ્રત્યક્ષ ન થયેલા સ્તંભ, કુંભ, કમળ, નદી, સરોવર, સમુદ્ર, પર્વત વગેરેના અભાવનો જ પ્રસંગ આવે. કારણ કે તમારું પ્રત્યક્ષ જ્ઞાન માત્ર પ્રતિનિયત વિષયવાળું (તમે જેટલા પદાર્થોને જોયા છે તેટલા જ પદાર્થોના વિષયવાળું) છે. (તમને આત્મા પ્રત્યક્ષ થયો નથી એથી આત્મા નથી એમ માનવાનો અર્થ એ થાય કે તમને જે જે વસ્તુ પ્રત્યક્ષ ન થાય તે તે વસ્તુ ન હોય. એથી દુનિયામાં પર્વત વગેરે કેટલાય પદાર્થો એવા છે કે જે તમને પ્રત્યક્ષ થયા નથી. આથી તે પદાર્થો નથી એમ માનવું પડે. પણ તેમ નથી.) હવે જો બીજો પક્ષ છે તો તે પક્ષ પણ અસિદ્ધ જ છે=સિદ્ધ થતો નથી. કારણ કે વિવિધ દેશોમાં રહેલા સઘળા જીવોના આત્માના પ્રત્યક્ષદર્શનનો સંભવ જ નથી. અથવા સંભવ છે તો જે જીવને સઘળા જીવોના આત્માનું પ્રત્યક્ષદર્શન થયું છે તે જ જીવ સર્વજ્ઞ છે એમ સિદ્ધ થયું, અને તે જ જીવ દેવ છે, તે જ જીવ ગુરુ છે, એવી પ્રકૃષ્ટ સિદ્ધિ થાય છે. આથી તમોએ નિરર્થક જ (આત્મા નથી એવી) ચેષ્ટા કરી છે. અનુમાન વગેરે પ્રમાણને અપ્રામાણિક માનવામાં તો તમે પણ “આત્મા નથી' ઇત્યાદિ તમારી માન્યતાનું સમર્થન નહિ કરી શકો. અનુમાન વગેરે પ્રમાણો જ બીજાએ સ્વીકારેલાનું ખંડન કરવામાં કુશળ છે. તેથી તમોએ મૂકેલા (કરેલા) “આત્મા નથી, કેમ કે પ્રત્યક્ષ દેખાતો નથી” ઇત્યાદિ અનુમાન ઉન્મત્તનું વચન જ સિદ્ધ થાય. તેથી હું સુખી છું, હું દુઃખી છું, ઈત્યાદિ અંતર્મુખસ્વરૂપ સ્વસંવેદનથી સિદ્ધ એવો આત્મા છે. કારણ કે તમોએ સ્વીકારેલા મદશક્તિ જેવી ચેતનાની જેમ આત્મા (સ્વસંવેદનથી) જાણી શકાય છે. (શરીરથી ભિન્ન) આત્મા છે અને તે આત્મા ગુણી (=ગુણવાળો) છે. જો આત્મા ૧. જેવી રીતે આકાશમાં કમળ થતું નથી, એથી આકાશમાં કમળ દેખાતું નથી. એ રીતે આત્મા પણ પ્રત્યક્ષ દેખાતો નથી. ૨. અહીં માત્ર શબ્દથી અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ સમજવી. Page #216 -------------------------------------------------------------------------- ________________ દેવોને મનુષ્યલોકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ન આવવાનાં કારણો-૫૮૯ ગુણી ન હોય તો હું સુખી છું' ઇત્યાદિ આત્માના (સુખ વગેરે) ગુણો ઘટી શકે નહિ. ભૂતો જ આત્માના ગુણો છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે મૂર્ત(=રૂપી) વસ્તુ અમૂર્ત (=અરૂપી) વસ્તુના ગુણ તરીકે ઘટી શકે નહિ. જો મૂર્ત વસ્તુ અમૂર્ત વસ્તુના ગુણ તરીકે ઘટી શકતી હોય તો રૂપ વગેરે આકાશના ગુણો થાય. પ્રાસંગિક વિચારણાથી સર્યું. જીવની સિદ્ધિ થતાં જગતમાં દેખાતી વિચિત્રતા બીજી રીતે નહિ ઘટી શકવાથી પુણ્ય-પાપ અને પરલોક વગેરે સુખપૂર્વક જ સિદ્ધ કરી શકાય છે. રાજાએ કહ્યું. જો પુણ્ય-પાપ અને પરલોક વગેરે છે તો મારી માતા અતિશય ધર્મપરાયણ હતી, તેથી તમારા અભિપ્રાય પ્રમાણે તે દેવલોકમાં ગઈ છે. મારા પિતા અતિશય પાપની પ્રવૃત્તિમાં તત્પર હતા. તમારા મતે મારા પિતા નરકમાં ગયા છે. માતા-પિતાને હું અતિશય પ્રિય હતો. તો પછી તેઓ અહીં આવીને મને પ્રતિબોધ કેમ કરતા નથી? આચાર્યદેવે કહ્યું: હે રાજન! દેવો સ્વાધીન (પોતાની જ્યાં જવાની ઇચ્છા થાય ત્યાં જઈ શકે તેવા) હોવા છતાં અહીં આવતા નથી તેનાં અનેક કારણો છે. તે આ પ્રમાણે(૧) દિવ્યપ્રેમપ્રાપ્તિ– દિવ્ય પ્રેમની પ્રાપ્તિ થઈ હોવાથી. (૨) વિષયપ્રસક્તિ– વિષયોમાં અતિશય આસક્તિ થવાથી. કોઈ પુરુષ દેશાંતર જાય અને - ત્યાં કોઈ રૂપવતી સ્ત્રીમાં આસક્ત બની જાય તો પોતાના દેશમાં ન આવે તેની જેમ. (૩) કર્તવ્યાસમાપ્તિ- દેવલોકમાં કરવાનાં કાર્યો પૂર્ણ ન થવાથી. કોઈ પુરુષને ઘણાં કામોની જવાબદારી સોંપી હોય તો તે બીજે ન જઈ શકે તેની જેમ. (૪) મનુષ્યાનધીન કાર્ય- દેવોને પોતાનું કાર્ય કોઈ મનુષ્યને આધીન ન હોવાથી. જેમ શ્રીમંતોને ગરીબનું કામ ન હોવાથી તેના ઘરે ન જાય તેની જેમ. (૫) મનુષ્યલોકદુર્ગન્ધ- મનુષ્યલોકમાં રહેલી દુર્ગધને સહન ન કરી શકવાથી. કોઈ પુરુષ સુંદર વસ્ત્રો પહેરીને અને શરીરમાં ચંદન આદિનું વિલેપન કરીને પ્રિયપત્નીની સાથે ભવ્ય મહેલમાં ક્રીડા કરી રહ્યો હોય ત્યારે કોઈ ચંડાલ તેને અપવિત્ર ભૂમિમાં બોલાવે તો ન જાય તેની જેમ. મનુષ્યલોકમાં કેવી દુર્ગધ છે તે જણાવતાં કહ્યું છે કે- આ મનુષ્યલોકની દુર્ગધ ચારસો-પાંચસો યોજન સુધી ઊંચે જાય છે. તેથી દેવતાઓ અહીં આવતા નથી.” મહર્ષિઓએ બતાવેલા ઇત્યાદિ કારણોથી દેવો અહીં આવતા નથી. નારકો અહીં આવવાની ઇચ્છાવાળા હોવા છતાં પરાધીન હોવાના કારણે જ આવી Page #217 -------------------------------------------------------------------------- ________________ પ૯૦-પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત શકતા નથી. જેમ કે- કોઈ પુરુષે મોટો અપરાધ કર્યો, રાજાએ તેને કેદ કર્યો હોય. હવે રાજાએ નીમેલા અતિક્રૂર પુરુષો તે પુરુષના સ્વજનો વગેરેના પ્રાણ લઈ રહ્યા હોય ત્યારે તે પુરુષ પોતાના તે સ્વજનો વગેરેને જોવાની ઇચ્છાવાળો હોય તો પણ તેમની પાસે આવી શકતો નથી. તેવી રીતે નારકો પણ અહીં આવવાની ઇચ્છાવાળા હોવા છતાં આવી શકતા નથી. રાજાએ કહ્યુંઃ ભલે તેમ હો. તો પણ મેં એક ચોરને છિદ્રરહિત લોઢાની પેટીમાં પૂર્યો. ઘણા કાળ પછી મેં એ પેટીને ખોલીને જોઈ તો તેમાં કૃમિનો ઢગલો જ જોવામાં આવ્યો. તે પેટીમાંથી નીકળતા જીવે પેટીમાં કોઈપણ પ્રકારનું છિદ્ર કર્યું ન હતું. તેથી જણાય છે કે શરીરોમાં જીવ (=આત્મા) નથી. ગુરુએ કહ્યું: હે રાજન! આ માત્ર વાણી જ છે. કારણ કે કોઈ પુરુષને પેટીમાં પૂરવામાં આવે. તે પુરુષ પેટીમાં શંખ વગેરેને વગાડે તો શંખ વગેરેના શબ્દો વગેરે છિદ્રરહિત પણ પેટી વગેરે વસ્તુઓમાંથી બહાર સંભળાય છે. ધમાતા (=સંપાવાતા) છિદ્રરહિત લોઢાના ગોળા વગેરેમાં અગ્નિ પ્રવેશે છે. તેમાં નીકળવા માટે કે પ્રવેશ કરવા માટે કરેલું કોઈ છિદ્ર દેખાતું નથી. જો રૂપી પણ શંખશબ્દ વગેરેમાં આ પ્રમાણે છે (=છિદ્ર વિના પણ પ્રવેશ-નિર્ગમ થઈ શકે છે) તો અરૂપી જીવ માટે શી વાત કરવી? રાજાએ કહ્યું: હે ભગવન્! મેં એક ચોરનું શરીર તલ તલ જેટલા ટુકડા કરીને છેવું. તેમાં કયાંય મને જીવ દેખાયો નહિ. તેથી જીવ છે એમ કેવી રીતે મારે સ્વીકારવું? આચાર્ય ભગવાને કહ્યું કે મહારાજ! ચંદ્રકાન્ત મણિને ખંડ ખંડ કરીને તોડવામાં આવે તો પણ તેમાં પાણી દેખાતું નથી. અરણિકાષ્ઠ વગેરેમાં અગ્નિ દેખાતો નથી. તો પણ ચંદ્રકિરણોનો સંપર્ક વગેરે સામગ્રીથી તેમાંથી પાણી નીકળે છે, અને અરણિકાષ્ઠને ઘસવાથી તેમાંથી અગ્નિ પેદા થાય છે. તેથી રૂપી પણ વસ્તુઓ ક્યાંક કોઈક રીતે વિદ્યમાન હોવા છતાં દેખાતી નથી. તો પછી અરૂપી વસ્તુઓ વિદ્યમાન હોવા છતાં ન દેખાય તેમાં શું કહેવું? રાજાએ કહ્યુંહે ભગવન્! બીજા એક ચોરને મેં જીવતો તોળ્યો. પછી ગળે અંગૂઠાથી દબાવીને મારી નાખ્યો. પછી તેને તોળ્યો. તેમ કરવામાં જીવની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે કરાયેલ કોઈ વિશેષતા જાણવામાં ન આવી, (મર્યા પહેલાં અને મર્યા પછી વજન સમાન જ થયું. જો શરીરથી જુદો જીવ હોય તો મર્યા પછી જીવ નીકળી જવાના કારણે વજન ઓછું થવું જોઈએ.) તેથી તેમાં જીવ હતો એવી શ્રદ્ધા કેવી રીતે કરાય? ગુરુએ કહ્યું: હે રાજન! કોઈ ગોવાળે મશકને (=ચામડાની કોથળીને) પવનથી પૂરી. પણ તેમાં પવનની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે કોઈ વિશેષતા જોવામાં ન આવી. (અર્થાત્ મશકનું પવન પૂર્યા વિના જેટલું વજન હતું તેટલું જ વજન પવન પૂર્યા પછી પણ હતું.) પહેલાં તેમાં પવન પ્રત્યક્ષથી પણ જોવાયો હતો. જો રૂપી પણ વસ્તુમાં આ પ્રમાણે છે તો અરૂપી આત્મા વિષે શું કહેવું? Page #218 -------------------------------------------------------------------------- ________________ ક્રમથી આવેલને ન છોડવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) લોહભા૨ને ઉપાડનાર પુરુષની કથા-૫૯૧ તેથી જેવી રીતે અનુચિત ચેષ્ટા વગેરેથી દેવદત્ત આદિના શરીરમાં ભૂત વગેરેનો વળગાડ જણાય છે, ધજાનું હાલવું આદિથી પવન જણાય છે, તેમ દોડવા-કૂદવાની ક્રિયા વગેરે ચિહ્નથી અને સ્વસંવેદનથી (=સ્વાનુભવથી) આત્મા પણ છે એમ સિદ્ધ થાય છે. ઇત્યાદિ અતિશય નિપુણ આચાર્યભગવંતની વચનપંક્તિઓ રૂપ પ્રબલપાકથી પ્રદેશી રાજાની મહામોહની ગાંઠ બળી ગઇ. એથી એના આત્મામાંથી અતિશય આનંદના બિંદુઓ ઝરવા લાગ્યા. તેના મનરૂપ પર્વત ઉપર જિનવચનરુચિરૂપ સૂર્યનો સમ્યગ્ ઉદય થયો. એ સૂર્યના પ્રચંડ કિરણોથી સર્વ કુવિકલ્પરૂપ અંધકારનો નાશ થયો. એનું શરીર સદ્ગુરુવચનની કુશળતાથી થયેલ પ્રકૃષ્ટ હર્ષથી ફેલાતા રોમાંચોથી યુક્ત બન્યું. આવા પ્રદેશી રાજાએ પ્રણામ કરીને કહ્યુંઃ હે ભગવન્! આ આપ જે રીતે ઉપદેશ કરો છો તે તે પ્રમાણે જ છે. પણ નાસ્તિકવાદ (પૂર્વજોના) ક્રમથી આવેલો છે. એથી એને અમે કેવી રીતે છોડીએ? પછી ગુરુએ કહ્યું: હે રાજન! આ અલ્પ (=સામાન્ય) જ છે. કારણ કે ક્રમથી આવેલા પણ રોગ અને દરિદ્રતા વગેરે અશુભ પદાર્થો છોડાય જ છે. જો ન છોડવામાં આવે તો લોઢાના ભારને વહન કરનાર પુરુષની જેમ કેવળ હૃદયને બાળનાર પશ્ચાત્તાપ જ થાય છે. રાજાએ પૂછ્યું: હે ભગવન્! લોઢાના ભારને વહન કરનાર આ પુરુષ કોણ છે? આચાર્ય ભગવંતે કહ્યુંઃ તે કહીએ છીએ. લોઢાનો ભારને વહન કરનાર પુરુષ ચાર પુરુષો ધન મેળવવાને માટે દેશાંતર ગયા. ગરીબ તેમણે ક્યાંક લોઢાની મોટી ખાણ જોઇ. તેથી પોતાના શરીરથી જેટલું લોઢું ઉપાડી શકાય તેટલું લોઢું લઇને આગળ ચાલ્યા. પછી તેમણે ક્યાંક ચાંદીની ખાણ જોઇ. ત્રણ પુરુષોએ લોઢાને છોડીને ચાંદી લીધી. પણ એક તે લોઢાને કોઇપણ રીતે છોડતો નથી. બીજાઓએ લોઢું છોડીને ચાંદી લેવાની પ્રેરણા કરી. તેણે કહ્યું: અહો! તમે અસ્થિર છો. હું તો લાંબા કાળથી ઉપાડેલા આ લોઢાને નહિ છોડું. પછી આગળ ગયા એટલે સોનાની ખાણ મળી. ત્રણ પુરુષોએ ચાંદીને પણ છોડીને સોનું લીધું. ચોથા પુરુષે તેમનો ઉપહાસ (=મજાક) કરતા કહ્યું: અરે! તમે અસ્થિર ચિત્તવાળા છો, સ્વીકારેલું નિશ્ચે મૂકી દેનારા છો. જેથી બીજું બીજું લો છો. હું તો એને છોડતો જ નથી. આગળ ગયેલા તેમને કોઇપણ રીતે રત્નોની ખાણ મળી. (૨૫) તેથી ત્રણ પુરુષોએ સોનું છોડીને ઘણાં રત્નો લીધાં. તે ત્રણેય પુરુષોએ લોઢું ઉપાડનારને કહ્યું: તું અમારું કહેલું કરતો નથી. આટલું ગયું છતાં હજી પણ રત્નોને લે. અન્યથા દરિદ્રતાથી આક્રમણ કરાયેલ તું આગળ ઘણા ખેદને પામીશ. આ પ્રમાણે હિતકર કહેવા છતાં તે બીજાઓનો ઉપહાસ જ કરે છે. પછી ચારેય ત્યાંથી પાછા વળીને પોતાના દેશમાં ગયા. પછી ત્રણ પુરુષોએ કેટલાંક રત્નોને વેચીને મહેલો કરાવ્યા, સુંદર રૂપવતી કન્યાઓને પરણ્યા, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨-પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશીરાજાની પત્નીનું દૃષ્ટાંત તથા એમની સાથે સદા મનોહર વિલાસો કરવા લાગ્યા. દારિત્ર્યના ભારથી આક્રમણ કરાયેલો તે પુરુષ લોઢાને જોઇને દરરોજ પશ્ચાત્તાપરૂપ અગ્નિથી શરીરમાં બળવા લાગ્યો. પછી ઘણો સંતાપ કરવા છતાં તેણે કંઈ મેળવ્યું નહિ. તેથી તે કોળિયા અને ઘુંટડા માગે છે. ત્રણ પુરુષોએ કોળિયા-ઘુંટડા આપ્યા, અર્થાત્ તેને સહાય કરી. હે રાજન! આ પ્રમાણે લોઢાના ભાર સમાન આ અજ્ઞાનને કોઇ જાતનો વિચાર કર્યા વિના છોડ અને સુખનાં કારણ એવા જ્ઞાનાદિ રત્નોને લે. આચાર્યશ્રીએ આ પ્રમાણે કહ્યું એટલે સંવેગના કારણે જેની આંખોમાંથી જલસમૂહ ઝરી રહ્યો છે એવા રાજાએ ચરણોમાં પડીને કહેવાનું શરૂ કર્યું. હે નાથ! આટલા કાળ સુધી હું અજ્ઞાનરૂપ સાગરમાં પડ્યો રહ્યો. હમણાં કરુણારસિક આપે મારો ઉદ્ધાર કર્યો. અન્યથા આલંબન રહિત હું નરકોમાં ગયો હોત. માટે જ ધર્મનું પહેલું અંગ ગુરુકૃપા છે એમ કહેવાય છે. ફરી રાજા સાધુ-શ્રાવકના ભેદથી ધર્મને વિસ્તારથી સાંભળીને બાર પ્રકારના ગૃહસ્થધર્મને સ્વીકારે છે. હવે કેટલાક દિવસો સુધી ગુરુચરણોની ઉપાસના કરતા તેને ધર્મ તે રીતે પરિણમ્યો કે જેથી દેવો પણ તેને ક્ષોભ ન પમાડી શકે. હવે સંવેગને પામેલા તેણે એકવાર બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. આથી કામાતુર સૂર્યકાંતા વિચારે છે કે રાજાએ જ્યારથી જિનધર્મ સ્વીકાર્યો છે ત્યારથી જ અમારી સાથે તેવા પ્રકારનું બોલવાનું પણ છોડી દીધું છે. તેથી તેને મારીને સૂર્યકાંત નામના સ્વપુત્રને રાજ્ય ઉપર સ્થાપું. જીવતો આ મારા માટે શલ્યરૂપ છે તથા મારી ઇચ્છાથી જાતે જ તેને મારું. વૈરી આને સાધુઓના ભયથી બીજો કોઇ નહિ મારે. પાપિણી તેણે આ પ્રમાણે વિચારીને એક દિવસ પૌષધના પારણામાં આહારની સાથે તીવ્ર વિષ આપ્યું. તેથી રાજાને અતિશય ઘણી વેદના થવા લાગી. તેણે કોઇપણ રીતે જાણી લીધું કે આ રમત સૂર્યકાંતાની છે. હવે તે વિચારવા લાગ્યો કે, લોકમાં ગૃહવાસ સેવવામાં પરમાર્થથી સ્ત્રીની આસક્તિ જ કારણ છે. વળી સ્ત્રીલોકોનો આ સ્વભાવ છે કે સદ્ભાવવાળા મનુષ્યનું આ પ્રમાણે અકાર્ય કરવામાં પણ પ્રવર્તે છે. અથવા અગ્નિ જે બાળે છે, ઝેર જે મારે છે, સર્પ જે ડંસ દે છે તે તેમનો સ્વભાવ જ છે. તેમ નારીઓનો અકાર્ય કરવાનો સ્વભાવ જ છે. આથી જ સારના જાણકાર ધીરપુરુષો સ્ત્રીઓને છોડીને અને ચારિત્રને સ્વીકારીને સ્વકાર્યની સિદ્ધિને જ પામ્યા. તેથી મારે સૂર્યકાંતાની વિચારણા કરવાથી શું? હમણાં સ્વકાર્યને જ સાધું. કારણ કે હવે થોડું જ જીવવાનું છે. અહીં રહેલો પણ હું અરિહંત વગેરે પરમેષ્ઠીઓને વંદન કરું છું. દુઃખનો નાશ કરનારા તેમના જ ચરણકમલનું મારે શરણ હો. તથા વિશિષ્ટજ્ઞાની તેમની જ સમક્ષ પ્રાણિવધ વગેરે સર્વ પાપસ્થાનોની સમ્યક્ નિંદા કરું છું. Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કૂણિકનું ચરિત્ર-૫૯૩ તથા પરમોપકારી, ધીર, અને મારા ગુરુ એવા કેશી ગણધરની સમક્ષ સ્વદુચરિત્રની આલોચના કરીને પ્રાણિવધ વગેરે પાપોની વિરતિનો સ્વીકાર કરું છું. (૫૦) હમણાં સઘળા ય જીવો વિષે મારે મૈત્રીભાવ છે, સૂર્યકાંતા ઉપર વિશેષથી મને સમભાવ થાઓ. કારણ કે સંસારમાં જીવો પોતે કરેલા કર્મના ફલને જ ભોગવે છે. આથી આમાં સૂર્યકાંતાનો કોઈ દોષ નથી.) આ પ્રમાણે સુંદર ભાવના ભાવતો તે આહારનું પચ્ચખાણ કરીને (સમાધિથી) મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામના ઉત્તમ વિમાનમાં સૂર્યાભ નામના દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે પત્નીના પ્રેમને વિષમ અને વિરસપરિણામવાળો જાણીને જિનવચનના પરમાર્થને જાણનારાઓને સ્ત્રી વિષે પણ પ્રતિબંધ શો હોય? આ પ્રમાણે પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે જેનું બીજું નામ કૂણિક છે તે અશોકચંદ્રનું ચરિત્ર કહેવાય છે અશોકચંદ્રનું ચરિત્ર દેશના અંતભાગમાં એક નગર હતું. તે નગરમાં મોતી જેવા શ્વેત દાંતવાળા ચિત્તાઓની ચામડીઓના ઢગલાઓથી ફરતા હાથીઓ પણ લોકોથી મુશ્કેલીથી જોઈ શકાતા હતા. તેમાં જિતશત્રુ નામનો રાજા હતો. જંગલોમાં રહેલો શત્રવર્ગ પણ પરમાર્થબંધુ તે રાજાને આશીર્વાદ આપતો હતો. તેનો નૂતન સુંદર હિતવાળો અને રૂપ વગેરે ગુણોથી યુક્ત સુમંગલ નામનો ઉત્તમ પુત્ર હતો. ત્યાં કુરૂપવાળો સેનક નામનો મંત્રિપુત્ર હતો. રાજપુત્ર સદાય અતિશય રમતપ્રિય હતો. મંત્રિપુત્ર સેનકનું શરીર શાહી જેવું શ્યામ હતું ને કૂબડું હતું. પેટ મોટું હતું, દાંત બહાર આવ્યા હતા, તે સર્વ કુરૂપવાળાઓમાં દૃષ્ટાંત રૂપ હતો. આવા સેનકને કોઇપણ રીતે રાજપુત્રે જોયો. તાળીઓ વગાડતો રાજપુત્ર એને નચાવે છે. અન્યપણ વિચિત્ર પ્રકારોથી રાજપુત્ર તેને હાસ્યપૂર્વક વિડંબના પમાડે છે. આ પ્રમાણે રોજ રાજપુત્ર વડે નૃત્ય કરતાં તે નિર્વેદ પામીને અજ્ઞાનતાનો સ્વીકાર કરે છે= તાપસ બને છે. ત્યારે અભિગ્રહ કરે છે કે- “મારે માસખમણના પારણે માસખમણ કરવું. પારણામાં એક જ ઘરે જવું, બીજા ઘરે ન જવું. એક ઘરમાં આહાર મળે કે ન મળે, તો પણ મારે તે ઘરથી જ પાછા વળી જવું. ગ્રીષ્મ આદિ કાળમાં સદાય કલ્યાણ કુંભિકામાં રહેવું.” તેથી એ તે જ પ્રમાણે કરે છે. પિતાના મૃત્યુ પછી સુમંગલ જ રાજ્ય ઉપર બેઠો. એકવાર હાથીના સ્કંધ ઉપર બેઠેલો તે કોઈપણ રીતે સેનકને જુએ છે. તેણે પૂછ્યું આ શું છે? નજીકમાં રહેલા માણસોએ સઘળું Page #221 -------------------------------------------------------------------------- ________________ પ૯૪-પ્રેમના વિપાકમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [કૂણિકનું ચરિત્ર કહ્યું. રાજાને દયા થઇ. તેથી ત્યાં જઈને સેનકને કહ્યું: હે મહાયશ! પૂર્વે મેં તમને ઘણો સંતાપ પમાડ્યો છે. તે સર્વની મને ક્ષમા કરો. વળી બીજું- આપે પ્રસન્ન થઈને (પારણામાં) મારા ઘરે આહાર લેવો. આ પ્રમાણે રાજાનો આગ્રહ થતાં તેણે તે સ્વીકાર્યું. પારણાના દિવસે તે કેટલામાં રાજાના ઘરે ગયો. તેટલામાં કોઈ કર્મવશથી રાજાનું શરીર અસ્વસ્થ થયું. તેથી દ્વારપાલોએ દરવાજા આગળ તેને પ્રવેશ ન કરવા દીધો. સકલ લોકને વ્યાક્ષિત જોઈને તે પાછો ફરી ગયો. તેથી કુંભિકામાં પ્રવેશ કરીને તેણે બીજું પણ મા ખમણ કર્યું. સારું થતા રાજાએ તે વૃત્તાંત પૂછ્યો, અને જાણ્યો. તેથી લજ્જા પામેલા તેણે સેનકની પાસે જઈને ઘણી રીતે પોતાની નિંદા કરી. પછી ફરી પારણા માટે કહ્યું. કોઈપણ રીતે તેણે પણ એનો સ્વીકાર કર્યો. બીજીવાર પણ તે જેટલામાં રાજાના ઘરે ગયો તેટલામાં રાજાને ફરી પણ રોગ ઉત્પન્ન થયો. તે જ રીતે તે પાછો ફરી ગયો. તે જ રીતે ત્રીજું પણ માસખમણ કર્યું. અતિશય વિલખો થયેલો રાજા પણ તે જ રીતે કોઈપણ રીતે તેની પાસે જઈને તેના ચરણોમાં પડીને ફરી ફરી બહુવાર તેને ખમાવે છે. ફરી પણ ઘણા આગ્રહથી પારણાનો સ્વીકાર કરાવે છે. પછી પણ ત્રીજીવાર તે જેટલામાં રાજાના ઘરે ગયો તેટલામાં ભવિતવ્યતા વશથી રાજાના શરીરે પૂર્વથી પણ અધિક તીવ્ર વેદના થઈ રહી છે. તેથી સઘળોય લોક ખિન્ન થઈ ગયો હતો. તેથી દ્વારપાળોએ તેને ગાઢ તિરસ્કારીને અને લાકડી આદિથી પરિતાપ પમાડીને કહ્યું: હે લક્ષણહીન! તારા કારણે અમારા સ્વામી વારંવાર આ અવસ્થાને પામે છે. માટે તું ફરી અહીં ન આવીશ. પછી તેને હાથોથી ગળામાં મજબૂત પકડીને ઘરમાંથી બહાર કાઢ્યો. હવે તેના સર્વ અંગો ક્રોધરૂપ અગ્નિથી સળગી ગયા. પોતાના સ્થાને જઈને તેણે વિચાર્યું કે, આ રાજાએ કુમાર અવસ્થામાં મારી વિડંબના તે રીતે કરી કે (રપ) જેથી મેં આ વ્રત લીધું. તેને તેટલાથી સંતોષ ન થયો કે જેથી આજે પણ આ રીતે મારી વિડંબના કરે છે. અન્યથા જો તે સાચે જ ભક્તિથી મને નિમંત્રણ કરે છે તો આ વિષે પ્રધાન વગેરેને આદેશ કેમ ન કરે? તેથી જો મારા આચરેલા તપનો પ્રભાવ હોય તો હું પરભવમાં આ દુષ્ટના વધ માટે થાઉં. તે આ પ્રમાણે નિદાનસહિત મરીને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થયો. તે નિર્વેદના કારણે રાજા પણ તાપસીનું વ્રત સ્વીકારે છે. ત્યાં અજ્ઞાનતપ કરીને અને મરીને પ્રથમ વ્યંતર થયો. ત્યાંથી નીકળીને રાજગૃહ નગરમાં પ્રસિદ્ધ ઉત્તમ રાજા થયો. સેનકનો જીવ પણ ત્યાંથી ચેલણા રાણીના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેથી ગર્ભના પ્રભાવથી રાણી વિચારે છે કે જો શ્રેણિકરાજા આંખોથી ન જોવામાં આવે તો સુંદર થાય. આ પ્રમાણે બીજા પણ દ્વેષને ધારણ કરે છે. પાછળથી તેણે જાણ્યું કે ગર્ભનો જ આ પ્રભાવ છે. તેથી ચેલણા રાણી સતત ગર્ભવિનાશના ઘણા ઉપાયોથી ગર્ભનો વિનાશ કરે છે પણ ગર્ભનો કોઈપણ રીતે વિનાશ થતો નથી. રાણીને દોહલો Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [ણિકનું ચરિત્ર-૫૯૫ થયો કે શ્રેણિક રાજાના ઉદરને ફાડીને માંસનું ભક્ષણ કરું. ખિન્ન બનેલી તે સતત પોતાની નિંદા કરે છે. વિલાપ કરતી તે બોલે છે કે, હા ભાગ્ય! મારા પતિનો પરમશત્રુ આ મને કેમ આપ્યો? કે જે મારી પણ આ રીતે કુમતિ કરે છે. જે પુત્ર મારા પ્રત્યે તેવા પ્રકારના અનુરાગી, મારા પ્રત્યે સદ્ભાવવાળા અને મારા પ્રિય એવા રાજા વિષે આ પ્રમાણે પ્રયત્ન કરે છે તે આ પુત્રથી સર્યું મારે એની જરૂર નથી. આ પ્રમાણે ચિંતન કરતી તે દિવસો પસાર કરે છે. પણ દોહલાને કહેતી નથી. (દોહલો પૂર્ણ ન થવાથી રાણી ક્ષીણ થતી જાય છે.) આથી શ્રેણિકરાજા રાણીને એકાંતમાં રાખીને અતિશય ઘણા આગ્રહથી તેને (ક્ષીણ થવાનું કારણ) પૂછે છે. તેથી રડતી રાણી પોતાની સખીઓના મુખથી (પોતાનો દોહલો) કહે છે. રાજા (આ સાંભળીને) હૃદયમાં ખિન્ન થવા છતાં સાહસના કારણે કહે છે કે હે દેવી! આ મારા માટે કેટલું માત્ર છે? હું તે રીતે કરું છું કે જેથી તારો દોહલો જલદી પૂર્ણ બને. રાણીને આ પ્રમાણે સ્વસ્થ રાખીને કરીને રાજા અભયકુમારને રાણીનો આ દોહલો પૂર્ણ થાય તેમ કરવાનું કહે છે. સબુદ્ધિથી યુક્ત અભયકુમાર રાણીને મહેલની ઉપર ઝરુખામાં બેસાડે છે. રાજાના ઉદર ઉપર સસલાના સૂક્ષ્મ ચામડાથી પશુના માંસને બાંધે છે. પછી રાજાને ભૂમિમાં શયામાં ચત્તા રાખે છે સુવાડે છે. પછી ઉદરમાંથી માંસ કાપીને (આ રાજાનું માંસ છે એમ કહીને) રાણીને માંસ આપવામાં આવે છે. (જ્યારે માંસ કાપે છે ત્યારે) રાણીના સંતોષ ખાતર રાજા ખોટું આક્રન્દન કરે છે. રાજાનું ચિંતન કરતી રાણી પોતાની ઘણી રીતે નિંદા કરે છે. ગર્ભના કારણે થયેલા દોહલાના કારણે રાણી તે સઘળુંય માંસ ખાવાની ઈચ્છા કરે છે. પછી ક્રમે કરીને અતિશય ખિન્ન બનેલી રાણી પુત્રને જન્મ આપે છે. પછી ચેલ્લણા તે બાળકનો અશોકવનિકા ઉદ્યાનમાં ત્યાગ કરે છે. ત્યાં કુકડાના પીંછાથી તે બાળકની આંગળી છેદાઈ. આ જાણીને રાજા ચેલણાને ઠપકો આપે છે. પછી પોતાના પુત્રને મંગાવે છે. બીજી ધાવમાતાઓ દ્વારા તેનું પાલન કરાવે છે. રાજાએ તેનું અશોકચંદ્ર નામ રાખ્યું. આંગળી અતિશય કોમળ હોવાના કારણે સડી ગઈ. આથી કુમારોએ તેનું કૂણિક એવું બીજું નામ કર્યું. આંગળીમાંથી ઘણું પરૂ ગળે છે. તો પણ પુત્રસ્નેહથી મૂઢ બનેલ રાજા તે આંગળીને પોતાના મુખમાં નાખે છે. તેથી બાળક રડતો નથી, અન્યથા રડે છે. આ રીતે તે બાળક તેના ઘરમાં ક્રમે કરીને વધે છે. પછી ચલ્લણાને બીજાપણ હલ્લ અને વિહલ એ બે પુત્રો થયા. (૫૦) પુત્રો અને રાજા (કોઈ કારણથી) બહાર ગયા ત્યારે ચેલણા કૂણિકને ગોળના બનાવેલા મોદક મોકલે છે, અને હલ્લ-વિહલ્લ વગેરેને ખાંડ-સાકરના બનાવેલા મોદક મોકલે છે. તેથી જન્માંતરના સંસ્કારોના કારણે કૂણિક શ્રેણિક ઉપર દ્વેષ ધારણ કરે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કૂણિકનું ચરિત્ર તે એમ વિચારે છે કે પિતા જ મને ગોળના બનાવેલ મોદક અપાવે છે. તેનો વૈરભાવ પ્રતિદિન વધે છે. આ તરફ અભયકુમારે દીક્ષા લીધી એટલે શ્રેણિક વિચારે છે કે, હવે આ રાજ્ય કૂણિકને આપવાનું છે. કૂણિકે ઉતાવળ કરીને સાવકા કાલ વગે૨ે દશ બંધુઓની સાથે મંત્રણા કરી કે, અગિયાર ભાગ કરીને આ રાજ્યને લઇએ. સાવકા ભાઇઓએ આ સ્વીકાર્યું. હવે એક દિવસ કૂણિકે સભામાં બેઠેલા સ્વપિતાને બાંધ્યો. પછી ઉઠાવીને અતિશય ભયાનક જેલમાં નંખાવ્યો. હવે દ૨૨ોજ સવાર-સાંજ ચાબુકના સો પ્રહાર અપાવે છે. તથા પાપી તેણે આહાર-પાણી પણ આપવાનો નિષેધ કર્યો. ચેલ્લણા (દ૨૨ોજ) કોઇપણ રીતે પોતાના વાળોમાં અડદ છુપાવીને લઇ જાય છે, તથા સુરા પીવડાવે છે. તેના પ્રભાવથી રાજા ચાબુકના સર્વપ્રહારોને જાણતો નથી, અર્થાત્ ચાબુકના પ્રહારોની વેદનાનો અનુભવ થતો નથી, તથા તૃષા વગેરેથી પીડા પામતો નથી. આ રીતે દુઃખથી રહેલો શ્રેણિકરાજા વિચારે છે કે, અહો! જેનો અંત અતિશય અશુભે છે, અને જે અતિશય રસરહિત છે તે આ સંસારના વિલાસને જો. જે પુત્રોની પ્રાપ્તિ માટે સેંકડો માનતાઓ કરવામાં આવે છે, જે પુત્રોનો જન્મ થતાં વિવિધ વપનકો (=જન્મોત્સવો) કરાવવામાં આવે છે, અતિશય મૂઢ પુરુષો પોતાને પણ મુશ્કેલીમાં મૂકીને જે પુત્રોનું પોષણ કરે છે, પ્રયત્નપૂર્વક જેમને કલાઓ શીખડાવવામાં આવે છે, જેમના લાખો અપરાધો છુપાવવામાં આવે છે અને સહન કરવામાં આવે છે, આશારૂપી પિશાચણીથી વિડંબનાને પામેલા અને વિવેકરહિત મનુષ્યો જેમના કાર્ય માટે તે કોઈ દુ:ખ નથી કે જેને સહન કરતા નથી. તે પુત્રોનો આ પરિણામ છે કે જેથી સદ્ભાવથી જ સારભૂત હૃદયવાળા, જન્મથી જ ઘણા લાખો ઉપકારોને કરનારા અને એકાંત વાત્સલ્યવાળા પિતૃજન વિષે પણ નિષ્કારણ તે કંઇક કરે છે, અનેકવાર લડનાર શત્રુ પણ ન કરે. અથવા આ દોષ પુત્રોનો નથી, અને બીજા કોઇનો પણ નથી. જીવોનો આત્મા જ શત્રુપણે પરિણમે છે, અર્થાત્ જીવોનો આત્મા જ શત્રુ બને છે. અન્યથા સકલ અનર્થોને રોકનાર અને શિવસુખનું પણ કારણ એવા શ્રી વીર જિનેન્દ્રના ચરણકમળને પામીને પણ મેં દુ:ખની પરંપરાનો નિવાસ એવા આ ગૃહવાસનો ત્યાગ કેમ ન કર્યો? અને આવા પુત્ર આદિમાં પ્રેમનું બંધન કેમ કર્યું? તે મારા પુત્રો મેઘકુમાર, અભયકુમાર અને નંદિષણ ધન્ય છે કે જેમણે પરમાર્થને જાણીને દીક્ષા લીધી છે. બીજા પણ ધન્ય છે કે જેમણે દીક્ષા લીધી છે. બાળકો દીક્ષા લઇ રહ્યા છે, જ્યારે મૂઢ હું વૃદ્ધ થવા છતાં ઘરોમાં રહ્યો છું. તેથી તેનું આ ફળ મેં પ્રાપ્ત કર્યું. હે જીવ! પોતાનાથી જ પોતાને અનર્થોમાં પાડતો તું જો વીજિનવચનને યાદ કરે છે તો હમણાં કોના ઉપર ગુસ્સો કરીશ? આ તરફ પિતાના ખોળામાં બેઠેલા કૂણિકના પુત્ર ઉદાયને ભોજનની થાળીમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) | કૂિણિકનું ચરિત્ર-૫૯૭ પેશાબ કર્યો. પેશાબ રોકાવાના ભયથી કૂણિકે તેને જરા પણ ફેરવ્યો નહિ. મૂત્રથી ખરડાયેલા ભોજનને દૂર કરીને બાકીનું ભોજન ખાધું. પોતાના પુત્રસ્નેહથી અભિમાની બનેલો તે ચેલણાને પૂછે છે કે, હે મા! શું આટલો સ્નેહ કોઈને પુત્ર ઉપર દેખાય છે? (૭૫) તેથી રડતી ચેલુણાએ કહ્યું: હે પાપી! તારા પિતાને તારા ઉપર જે સ્નેહ હતો તેની અપેક્ષાએ આ સ્નેહ કેટલો છે? અર્થાત્ અતિશય અલ્પ છે. કૂણિકે પૂછ્યું: મા! કેવી રીતે? તેથી ચેલણાએ આંગળીનો વૃત્તાંત કહીને કહ્યું: હે અતિશય પાપી! તે સ્નેહનો તે આ ઉપકાર કર્યો! હવે કૂણિકે કહ્યું: હે પૂજ્ય! જો આમ છે તો પિતા મને કેવળ ગોળના જ મોદકો કેમ અપાવતા હતા? ચેલ્લણાએ કહ્યું તું ગર્ભમાં હતો ત્યારથી તું મને અતિશય અશુભ વિકલ્પોનો કારણ થયો. તું ગર્ભમાં હતો ત્યારે મને તારા પિતાના ઉદરનું માંસ ખાવાનો દોહલો થયો હતો. તેથી ગર્ભમાં તને મારી નાખવા માટે મેં ઔષધો પીધાં. (છતાં ગર્ભનો નાશ ન થયો.) જન્મ થતાં જ મેં તને અશોકવન ઉદ્યાનમાં તજી દીધો હતો. પછી તારા પિતાએ ત્યાંથી લાવીને તને પોપ્યો. ગોળના મોદકો મેં જ તને આપ્યા હતા. આ પ્રમાણે કહ્યા પછી ચેલ્લણાએ કહ્યું : હે પાપી! મેં બધું તું જેવો હતો તેવું કર્યું. પણ હું શું કરું કે સ્વચ્છ હૃદયવાળા, અસ્થાને પ્રેમ કરનારા, ભાગ્યને વશ થનારા અને મૂઢ એવા તારા પિતાએ જેવી રીતે કાલસર્પ( કાળા મોટા સર્પ)નું કરંડિયામાં નાખીને રક્ષણ કરે તેમ તારું રક્ષણ કર્યું, અને પોતાના જીવનની જેમ સ્વહાથે તારું પાલન કર્યું. તે પાપી! તારા પાલન-પોષણ માટે પ્રયત્નશીલ તારા પિતાએ કરેલા તે ઉપકારોનો સુપુત્ર તે જ પ્રત્યુપકાર કર્યો. અથવા આમાં તારો દોષ નથી. પુણ્યરહિત અને રાગથી મૂઢ હૃદયવાળા જીવોને સઘળી આપત્તિઓ હાથમાં રહેલી થાય છે એમાં શું આશ્ચર્ય છે? દુર્જન ઉપર કરેલા ઉપકારથી દુર્બલ વાઘના ચક્ષુરોગને દૂર કરનાર વૈદ્યને આપત્તિઓ આવી એમ શાસ્ત્રોમાં પણ સંભળાય છે. આ સાંભળીને કૂણિકરાજાનો પિતા પ્રત્યેનો વૈર શાંત થઈ ગયો અને તેના મનમાં અતિશય ઘણો પશ્ચાત્તાપ થયો. તેથી બેડીને તોડવા માટે હાથમાં લોઢાનો દંડ લઇને એકદમ પિતા તરફ દોડ્યો. શ્રેણિકરાજાનું રક્ષણ કરનારા પુરુષોએ શ્રેણિકને કહ્યું છે દેવ! તમારો આ દુષ્કૃત્ર હાથમાં લોઢાનો દંડ લઈને આવી રહ્યો છે. તે શું કરશે તે અમે જાણતા નથી. તેથી કદર્થના થવાના ભયથી શ્રેણિકરાજાએ સહસા તાલપુટ ઝેર ખાઈ લીધું. પછી કાલ કરીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન થયા. ત્યાં ૮૪ હજાર વર્ષ રહીને આગળ (આવતી ઉત્સર્પિણીમાં) તીર્થંકર થશે. ૧. “તેં આ ઉપકાર કર્યો” એ વાત કટાક્ષમાં કહી છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮-ભવવિરાગ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિષયોની અસારતા મહાશોકથી પકડાયેલો (ઘેરાયેલો) પૂણિક રાજ્યની પણ ચિંતા કરતો નથી. તેથી મંત્રીઓએ રાજા શોકને ભૂલી જાય એ માટે સ્વમતિથી કલ્પેલાં ઘણાં મૃતક કાર્યો ઘણા દિવસો સુધી કૂણિકની પાસે કરાવ્યાં. પછી શોકરહિત બનેલ કૂણિક રાજ્યને ચંપાપુરી નગરીમાં વસાવીને પાળવા લાગ્યો. એકવાર શ્રીવીરજિનને હાથી અને અશ્વ વગેરે અતિશય ઘણી ઋદ્ધિને બતાવીને પૂછે છે કે હું ચક્રવર્તી છું કે નહિ? ચક્રવર્તીના સ્વામી શ્રીવીરજિને કહ્યું: બારેય ચક્રવર્તીઓ થઇ ગયા. (કોઇપણ ઉત્સર્પિણીમાં કે અવસર્પિણીમાં બારથી વધારે ચક્રવર્તીઓ ન થાય.) પછી કૂણિકે પૂછ્યું: હે નાથ! હું મરીને ક્યાં જઇશ? સ્વામીએ કહ્યું: તું છઠ્ઠી નરકમાં જઇશ. ‘તું ચક્રવર્તી નથી’ એમ વીરે જે કહ્યું તેની કૂણિક શ્રદ્ધા કરતો નથી. તેથી કૃત્રિમ રત્નો બનાવીને સર્વ સૈન્યસમૂહથી પૂર્ણ તે તમિસ્રા ગુફા પાસે આવ્યો. અઠ્ઠમ તપ કરીને ત્યાં રહ્યો. (તમિસ્ર ગુફાના અધિષ્ઠાયક) કૃતમાલદેવે તેને કહ્યુંઃ આ અવસર્પિણીમાં બધાય ચક્રવર્તીઓ થઇ ગયા છે. એથી તું પાછો ફર. કૃતમાલદેવ વિવિધ યુક્તિઓથી તેને રોકે છે. છતાં તે શ્રેષ્ઠ હાથી ઉપર ચડીને અને હાથીના મસ્તકે મણિરત્ન મૂકીને તમિરુગુફાના દ્વારને દંડથી વારંવાર ઠોકે છે. તેથી કૂપિત થયેલા કૃતમાલદેવે તેને થપાટથી તે રીતે માર્યો કે જેથી તે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. (૧૦૦) પરમાર્થને જાણનારા જીવો આ રીતે પુત્રો ઉપર પણ પ્રેમને રસ રહિત જાણીને પુત્રો ઉપર પ્રેમને છોડીને સ્વકાર્યની સિદ્ધિને સ્વીકારે છે, અર્થાત્ પોતાનું આત્મહિત થાય તેમ કરે છે. [૩૮૫-૩૮૬] આ પ્રમાણે અશોકચંદ્રનું ચરિત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે પ્રેમની અસારતા બતાવી. હવે વિષયની અસારતાને બતાવતા ગ્રંથકાર કહે છે— हुंति मुहे च्चिय महुरा, विसया किंपागभूरुहफलं व । परिणामे पुण तेच्चिय, नारयजलणिंधणं मुणसु ॥ ३८७॥ વિષયો કિંપાકવૃક્ષના ફલની જેમ પ્રારંભમાં જ મધુર હોય છે. તે જ વિષયોને પરિણામે નરકરૂપ અગ્નિનું બળતણ જાણ. વિશેષાર્થ– વિષયો નરકરૂપ અગ્નિના બળતણ છે. અહીં આશય આ છે– જેવી રીતે મનુષ્યલોકનો અગ્નિ ઘાસ વગેરે બળતણથી પ્રજ્વલિત બને છે, તેવી રીતે નરકરૂપ અગ્નિ કારણભૂત વિષયરૂપ બળતણથી જ નરકમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓના શરીરને બાળવા માટે પ્રજ્વલિત બને છે, અન્યથા (=વિષયો વિના) નહિ. જો અહીં વિષયો ન Page #226 -------------------------------------------------------------------------- ________________ વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા-પ૯૯ હોય તો કોઈ જીવ તે નિમિત્તે અશુભકર્મબંધ કરીને નરકમાં ન જાય. તેમ થાય તો (=વિષયો ન હોય તો) નિમિત્ત વિના નરકરૂપ અગ્નિ પ્રજવલિત ન થાય. આથી પરમાર્થથી વિષયો જ નરકરૂપ અગ્નિના બળતણ છે. [૩૮૭] આ પ્રમાણે હોવાથી વિષયોની આસક્તિના ત્યાગ માટે દૃષ્ટાંત સહિત ઉપદેશને કહે છે विसयावेक्खो निवडइ, निरवेक्खो तरइ दुत्तरभवोहं । जिणवीरविणिद्दिट्ठो, दिद्रुतो बंधुजुयलेणं ॥ ३८८॥ વિષયોની અપેક્ષાવાળો જીવ દુસ્તર સંસારના પ્રવાહમાં પડે છે, વિષયોથી નિરપેક્ષ જીવ દુસ્તર સંસારના પ્રવાહને તરી જાય છે. આ વિષે શ્રીવીરજિને બંધુયુગલનું દૃષ્ટાંત કહ્યું છે. બંધુયુગલ જિનપાલિત-જિનરક્ષિતનું દૃષ્ટાંત ગાથાનો ભાવાર્થ કથાનકથી કહેવામાં આવે છે– ચંપાપુરી નામની નગરી હતી. જેવી રીતે મહાસતીને કોઈપણ રીતે પરપુરુષનો સંગ ન થાય તે રીતે આ નગરીને કોઈપણ રીતે શત્રુ મનુષ્યોનો સંગ થયો ન હતો, અર્થાત્ તેનો કોઈ શત્રુ ન હતો. તે નગરીમાં ચારે બાજુ સારી રીતે રક્ષણ કરાયેલા પ્રાસાદો હતા. તે નગરીમાં માકંદી નામનો સાર્થવાહ રહે છે. બીજાઓની વૈભવ કથાઓ તેના વૈભવમાં સમર્પિત થાય છે, અર્થાત્ બધાના વૈભવથી તેનો વૈભવ વધારે છે. તેને જિનપાલિત અને જિનરક્ષિત એ બે ઉત્તમ પુત્રો છે. તે બે અગિયાર વાર સમુદ્રમાં જઈને (=મુસાફરી કરીને) કોઇપણ જાતની તકલીફ વિના પાછા આવ્યા. તેમની ધનતૃષ્ણા વધવા લાગી. આથી ફરી પણ બારમી વાર પણ વહાણમાં બેસીને ગયા. જેટલામાં સમુદ્રમાં કેટલુંક દૂર ગયા તેટલામાં સહસા કરિયાણાથી ભરેલું તે વહાણ ભાંગી ગયું. પછી તે બંને ભાઈઓ પાટિયાઓમાં વળગીને સમુદ્ર તરીને તે પ્રદેશથી નજીક આવેલા રત્નદ્વીપમાં આવે છે. આ દ્વીપ અતિશય રમણીય છે. તેના મધ્યપ્રદેશમાં વૃક્ષોની ઘટાવાળા ચાર વનોથી વિંટળાયેલો અતિશય મહાન પ્રાસાદ છે. તેમાં ગુણરત્નાદેવી નામથી વિખ્યાત એક દેવી રહે છે. તે ક્ષુદ્ર, રૌદ્ર, પાપિણી અને સાહસિક છે. પછી સાર્થવાહ પુત્રો ત્યાં રસાળ ફળો લઇને પ્રાણનિર્વાહ કરીને ક્યાંક શિલાતલ ઉપર બેઠા. જેમનો મનસંકલ્પ હણાઈ ગયો છે એવા તે બે જેટલામાં પોતાના વૃત્તાંતને વિચારે છે તેટલામાં દેવીએ તેમને જોયા. તેથી તે ઉડીને ત્યાં આવી. મેઘ જેવી શ્યામ, ચમકતી, અને અતિશય ભયંકર તલવારથી તેના હાથનો અગ્રભાગ ભયંકર છે. આવીને તેણે તે ઉ. ૧૫ ભા.૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦-વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા પુત્રોને કઠોરવચનોથી કહ્યું રે! રે! આ પ્રાસાદમાં મારી સાથે ભોગોને ભોગવો. અન્યથા તલવાર રૂપ લતાથી આ મસ્તકોને છેદી નાખું છું. તેથી ભય પામેલા તેમણે કહ્યું: તમે જે આજ્ઞા કરો તે અમે કરીએ છીએ. તેથી દેવી બંનેને ઊંચકીને મહેલમાં લઈ ગઈ. તેમના શરીરમાંથી સઘળા ય અશુભ પુદ્ગલોને દૂર કર્યા. શુભ પુદ્ગલવાળા શરીરોથી તેમની સાથે દેવી નિત્ય ઘણા ભોગોને ભોગવે છે. તેમને દરરોજ અમૃતફળોનો આહાર આપે છે. આ પ્રમાણે કાળ પસાર થઈ રહ્યો છે. એક દિવસ દેવીએ એમને કહ્યું: શક્રની (સૌધર્મદેવલોકના ઇંદ્રની) આજ્ઞાથી મારે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતદેવની સાથે સઘળા ય સમુદ્રમાં એકવીસવાર પરિભ્રમણ કરવાનું છે. પછી તૃણ, પત્ર, કાષ્ઠ અને કચરો વગેરે જે મલિન વસ્તુ હોય તે સર્વ વસ્તુને વારંવાર હલાવીને સમુદ્રના જ કિનારે નાખવાની છે. આ પ્રમાણે સમુદ્રને શુદ્ધ કરીને જ્યાં સુધીમાં હું અહીં આવું ત્યાં સુધી તમારે અહીં મહેલમાં રહેવું. હવે જો કોઇપણ રીતે તમને અરતિ ઉત્પન્ન થાય (=ગમે નહિ) તો પૂર્વદિશાના, ઉત્તર દિશાના અને પશ્ચિમદિશાના એ ત્રણેય ઉદ્યાનોમાં તમે સ્વેચ્છા પ્રમાણે રમજો. એક એક ઉદ્યાનમાં ક્રમશઃ વર્ષા વગેરે બે બે ઋતુઓ છે. પણ દક્ષિણ દિશાના ઉદ્યાનમાં તમારે કોઈપણ રીતે ન જવું. કારણ કે તેમાં શાહી જેવો કાળો અને ભયંકર સર્પ રહે છે. તેથી ત્યાં ગયેલા તમારો અવશ્ય વિનાશ થશે. એથી તમારે ત્યાં ન જવું. તે બધું તેમણે સ્વીકાર્યું. આ પ્રમાણે શિખામણ આપીને દેવીના ગયા પછી તે બંને ત્રણેય ઉદ્યાનોમાં પોતાની ઇચ્છા પ્રમાણે ફરે છે. પછી (એકવાર) પરસ્પર મંત્રણા કરીને કુતૂહલથી ખેંચાયેલા તે બે દેવીનો નિષેધ હોવા છતાં દક્ષિણ ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં પ્રવેશ કરે છે તેટલા ઘણી દુર્ગધ આવે છે, દુર્ગધથી પરાભવ પામેલા તે બે કષ્ટથી ઉદ્યાનના મધ્યભાગમાં ગયા. (૨૫) પછી કરુણ શબ્દ સાંભળીને શબ્દના અનુસાર આગળ જાય છે. થોડું અંદર ગયા એટલે ભયંકર શ્મશાનને જુએ છે. તેની અંદર મોટી શૂળી ઉપર ચડાવેલા એક પુરુષને જુએ છે. તે દીનશબ્દોથી આક્રન્દન અને વિલાપ કરી રહ્યો છે. જેમાંથી દુર્ગધ પ્રસરેલી છે એવા બીજા પણ હાડકાંના ઢગલાઓને એમણે જોયા. પછી ભય પામેલા તે બે કોઈપણ રીતે ધીમે ધીમે શૂળીથી ભેદાયેલા પુરુષની પાસે જઈને પૂછે છે કે, હે મહાશય! તું કોણ છે? કેવી રીતે તેવી ભયંકર આપત્તિને પામ્યો છે? અનેક જીવોના ઘાતનું આ વિરુદ્ધસ્થાન કોનું છે? હવે કરુણાથી તે પુરુષ કહે છે કે તમે સાંભળો, હું કહું છું. હું કાકંદી નગરીમાં રહેનારો વણિક છું. સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. પાટિયાને વળગીને હું આ દ્વીપમાં આવ્યો. પછી આ દેવીની સાથે મેં ભોગો ભોગવ્યા. એકદિવસ કોઇક અલ્પ અપરાધની સંભાવના (=કલ્પના) કરીને પાપિણી દેવીએ વિલાપ કરતા મને Page #228 -------------------------------------------------------------------------- ________________ વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા-૬૦૧ આ શૂળીમાં નાખ્યો. તેણે બીજા પણ માણસોને આ રીતે ક્રમશઃ મારી નાખ્યા છે. અતિશય ભય પામેલા માર્કદીના પુત્રોએ તેને કહ્યું. એનાથી કબજે કરાયેલા અમે પણ આ રીતે જ રહીએ છીએ. તેથી અમારું શું થશે? શૂળીમાં ભેદાયેલા પુરુષે કહ્યું તમારું શું થશે તે કોણ જાણે? પણ હું કલ્પના કરું છું કે તમારો પણ માર્ગ આ જ છે. તેથી દીન-મુખવાળા તેમણે કહ્યું: મહાનુભાવ! અહીં જો કોઇપણ ઉપાયને જાણો છો તો મહેરબાની કરીને કહો. તેથી તેણે કહ્યું: જો એમ છે તો તમને ઉપાય કહું છું. પૂર્વના ઉદ્યાનમાં સુંદરરૂપને ધારણ કરનાર અને ઉત્તમ શેલક નામનો યક્ષ સદા રહે છે. તે મહાત્મા ચૌદશ, આઠમ, પૂનમ અને અમાસના દિવસે કોને તારું? કોનું રક્ષણ કરું? એમ કહે છે. ત્યારે તમે “હે મહાનુભાવ! કૃપા કરીને તમે અમને તારો, અમારું રક્ષણ કરો.' એમ કહેજો. તેથી તે તમને સુખી કરશે. આસક્ત, મૂઢ અને અજ્ઞાન મેં આ ન કર્યું. પણ તમારે આ વિષે પ્રમાદ ન કરવો. તે બે પુત્રોએ અમૃતની જેમ તે વચનનો સ્વીકાર કર્યો. પછી પૂર્વદિશાના ઉદ્યાનમાં જઈને બંનેએ વાવડીના નિર્મલ પાણીમાં સ્નાન કર્યું. પછી કમળોને લઈને યક્ષના મંદિરમાં ગયા. ત્યાં યક્ષપ્રતિમાને પૂજે છે અને ભક્તિપૂર્વક વિનયથી નમે છે. આ પ્રમાણે કરતા તેમને યક્ષ પોતાના સમયે કોને તારું? કોની રક્ષા કરું? એમ કહે છે. પછી બંને બંધુઓ તેની પાસે જઈને વિનયથી કહે છે કે, હે સ્વામી! હે કરુણારસના અદ્વિતીય સમુદ્ર! હમણાં શરણરહિત અમને જ તારો, અમારું રક્ષણ કરો. તેથી યક્ષે કહ્યું. હું તમારું રક્ષણ કરું છું. તમારે મારી પીઠ ઉપર બેસી જવું. તમને સમુદ્રમાં મારી પીઠ ઉપર બેઠેલા જોઈને દેવી તમારા ચિત્તનું હરણ(=આકર્ષણ) કરશે. પણ જો તમે મનમાં ક્યાંય પણ તેના ઉપર અનુરાગ ધારણ કરશો, દૃષ્ટિથી પણ જો તેને જોશો, તો તમને મારી પીઠ ઉપરથી દૂર કરીને દૂર નાખી દઇશ. હવે જો તમે દેવીની અપેક્ષા નહિ રાખો તો હું તમને સંપત્તિનાં ભાજન કરીશ. તે બંનેએ કહ્યું તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે કરીશું. (૫૦) પછી યક્ષે શ્રેષ્ઠ અશ્વનું રૂપ વિકુર્તીને તે બંનેને પીઠ ઉપર બેસાડ્યા. પછી તે સમુદ્રની મધ્યમાં ચાલ્યો. આ દરમિયાન તે ક્ષુદ્રદેવી પોતાના સ્થાનમાં બધીય તરફ તે બેને શોધવા લાગી. તે બેને કયાંય ન જોતાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. તેથી તે બેને સમુદ્રની મધ્યમાં રહેલા જુએ છે. તેથી જેમ ઘીથી અગ્નિ પ્રજવલિત બને તેમ, તે દેવી કોપથી સર્વ અંગોમાં સળગી ઊઠી. આકાશથી ઊડીને તેમની પાસે આવી. હે હે દુષ્ટો! મને છોડીને શેલકની સાથે કેમ ચાલ્યા? શું તમોએ હજી સુધી મારું સ્વરૂપ જાણ્યું નથી ? તેથી જો એને (=શેલકને) છોડીને ફરી પણ મારું શરણ નહિ સ્વીકારો તો આ તલવારથી તમારા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ વિષય સંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા મસ્તકોને ગ્રહણ કરીશ. દેવીએ આવાં નિષ્ફર વચનો કહ્યા છતાં તે બે ભયભીત બન્યા વિના આગળ જાય છે. તેથી દેવીએ શૃંગારથી સારભૂત એવાં અનુકૂલ વચનોથી આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું. હે હે નિષ્ફ હૃદયવાળાઓ! હું તમારા પ્રત્યે અનુરાગવાળી હોવા છતાં, સદ્ભાવવાળી હોવા છતાં, સ્નેહવાળી હોવા છતાં, સરળ મનવાળી હોવા છતાં, ભક્તિવાળી હોવા છતાં, એકાંતહિતમાં તત્પર હોવા છતાં, મને આ રીતે કેમ છોડી દીધી? પૂર્વે આપણે પરસ્પર બોલતા હતા, હસતા હતા, મનોહર રમતો રમતા હતા, મનોહર રતિસુખોને અનુભવતા હતા, આ બધું તમે આટલામાં કેમ ભૂલી ગયા? તેથી કૃપા કરીને કામદેવરૂપ અગ્નિથી પ્રજવલિત બનેલી મને સ્વસંગમ રૂપ પાણીથી શાંત કરો. આવું કહેવા છતાં તે બે તેના તરફ દૃષ્ટિ પણ કોઈપણ રીતે નાખતા નથી. પછી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે જિનરક્ષિત ક્ષોભ પામશે. તેથી તેણે કહ્યું. જિનરક્ષિત! તું મને સદાય પ્રિય હતો. મને તારી જ સાથે સદ્ભાવથી રતિસુખ થતું હતું. મૂર્ખ જિનપાલ ઉપર તે મને સદા હૈષ હતો. તેની સાથે વાત પણ હું દિલ વિના કરતી હતી. તેથી પાપી તે મને ઉત્તર નથી આપતો, તો ભલે ન આપે. પણ સદાય મારા ઉપર કૃપા કરનાર તને આ (ઉત્તર ન આપવો એ) યોગ્ય નથી. જો તારા જેવા પણ સ્વીકારેલાનું પાલન કરવામાં પ્રયત્ન ન કરે તો ખરેખર! આખુંય જગત મર્યાદા રહિત થયું. હે કૃપારહિત! તારા વિરહમાં મારું હૃદય જાણે ફૂટી રહ્યું છે! જાણે તૂટી રહ્યું છે! જાણે છેદાઈ રહ્યું છે! જાણે સુકાઈ રહ્યું છે. તેથી તારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. આ પ્રમાણે બોલતી તે આકાશમાં તેમની ઉપર રહીને તેમની ઉપર સુગંધી ચૂર્ણોથી મિશ્રિત તથા નેત્ર-મનનું હરણ કરનારી પુષ્પવૃષ્ટિ કરે છે. દેવીએ કેડમાં કંદોરો પહેર્યો હતો. એ કંદોરો મણિથી વિભૂષિત હતો. કંદોરામાં રહેલી ઘુઘરીઓના ધ્વનિથી તે દેવી શ્રવણના પરમસુખને ઉત્પન્ન કરતી હતી. આવી તે દેવી અતિશય સંભ્રમથી નિસાસા નાખીને સ્કૂલના પામતી વાણીથી કહે છે. હે નાથ! હે સુખદાતા! હે સુંદર જિનરક્ષિત! હે હૃદયવલ્લભ! હે લજ્જાનુ! 'નિષ્ફર અને નિર્દયતાના કારણે જતા એવા મારા જીવનનું રક્ષણ કર. આ જન(=દેવી) નિત્ય આજ્ઞાનું પાલન કરનાર તારો દાસ છે. અશરણ, દુઃખી અને દીન તે દાસને છોડીને ન જ. જો આ પ્રમાણે પણ મારો તિરસ્કાર કરીને તું જશે તો તે નિર્દય! હું કોઇપણ રીતે તારી આગળ જ સમુદ્રમાં પડીને મરી જઇશ. તેથી એકવાર કૃપા કરીને તું પાછો ફર. મેં જે કોઈ અપરાધ કર્યો હોય તે મારા અપરાધની પણ ૧. નિષ્ફર અને નિર્દય એ બે વિશેષણો જિનપાલિતના હોય એમ સંભવે છે. જિનપાલિત નિષ્ફર અને નિર્દય હોવાના કારણે મારું જીવન જઈ રહ્યું છે. આથી તું જતા એવા મારા જીવનનું રક્ષણ કર. Page #230 -------------------------------------------------------------------------- ________________ 'વિષયસંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા-૬૦૩ ક્ષમા કર. પૂર્વે કરેલા તે વાર્તાલાપો અને સંગમસુખો દૂર રહો, કિંતુ તારા મુખરૂપકમલનું સૌંદર્ય દેખાયે છતે આ જન( દેવી) જીવે. માટે ક્ષણવાર મુખની પાછળ તરફ જોઈને પોતાના વદનરૂપ કમલના દર્શન માત્રથી પણ આ જનને (=દેવીને) સુખી કર. આ પ્રમાણે જેમાં અતિશય સ્નેહ પ્રગટ થયો છે તેવો, સુનિપુણ, સુમધુર, મનોહર, મ્યાન થયેલા કામરૂપ અંકુરના સંજીવન માટે નૂતન મેઘ સમાન (૭૫) અને કપટની જ પ્રધાનતાવાળા પાપિણી દેવીના વચનને સાંભળીને તથા આભૂષણના મનોહર ધ્વનિને સાંભળીને, તેની સાથે પૂર્વે કરેલી ક્રીડાઓને યાદ કરીને, તેના વિલેપનોને અને અતિશય સુગંધી ગંધને સૂંઘીને, ગામડિયા માણસની જેમ પરમ ઇદ્રિયોના સમૂહમાં મુગ્ધમનવાળો થઈને, શૂળી ઉપર ચડાવેલા મનુષ્ય જે ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશને ભૂલી જઈને, જાતે જ જોયેલાં તેનાં દુઃખોની પણ અવજ્ઞા કરીને, શેલકયક્ષના હિતકર પણ વચનોની અવગણના કરીને, કામદેવના બાણથી વિંધાયેલો જિનરક્ષિત દેવીની તરફ જુએ છે. હવે શેલકયક્ષ તેને દેવીની તરફ જોવાના કારણે ચલિત માહાભ્યવાળો જાણીને પોતાની પીઠ ઉપરથી દૂર કરે છે. પેડતા એવા તેને દેવીએ કહ્યુંહે દાસ! હવે તું મરેલો છે. હવે તું મારાથી કેવી રીતે છૂટીશ? કોપરૂપ અગ્નિથી જેનું શરીર પ્રજવલિત બન્યું છે એવી દેવી તેને આ પ્રમાણે નિષ્ફર કહીને બાહુથી પકડીને આકાશમાં (અદ્ધર) ફેંકે છે. આકાશમાંથી પડતા અને અતિકરુણ આક્રન્દન કરતા તેને તલવારથી (તલવારમાં) લઈ લીધો. પછી વિલાપ કરતા તેનાં લોહિથી સહિત અંગોને છેદીને, ટુકડે ટુકડા કરીને ચારે દિશામાં ભૂતબલિ કરે છે. પછી હર્ષ પામેલી તે પાપિણીએ કિલકિલ એવો અવાજ કર્યો. પછી તેણે જિનપાલિતને ફરી પણ ઉપસર્ગો કરવાનું શરૂ કર્યું. શૃંગારથી સારભૂત અનુકૂલ વચનો વડે અને પ્રતિકૂલવચનો વડે તેને ક્ષોભ પમાડવા માટે તે કોઈપણ રીતે સમર્થ બનતી નથી. તેથી થાકેલી તે સુદ્રદેવી સ્વસ્થાને ગઈ. શેલકયક્ષ જિનપાલિતને ચંપાનગરીમાં લઈ ગયો. જિનપાલિતે માતા-પિતાને મળીને જિનરક્ષિતનો પૂર્વનો સઘળોય વૃત્તાંત કહ્યો. પછી માતા-પિતાએ તેનું મરણકૃત્ય કર્યું. જિનપાલિત સમય જતાં શોકરહિત બનીને ઘણા ભોગોને ભોગવે છે. હવે એકવાર જિનધર્મને સાંભળીને પરમ સંવેગને પામેલા તેણે દીક્ષા લીધી. પછી અગિયાર અંગો ભણીને સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો ઉત્તમદેવ થયો. ત્યાંથી અવીને, મહાવિદેહક્ષેત્રમાં સુકુલને પ્રાપ્ત કરીને, દીક્ષા લઈને, સત્તામાં રહેલા કર્મોનો નાશ કરીને સિદ્ધ થશે. ૧. એવો શબ્દ પ્રાકૃતકોશમાં મારા જોવામાં આવ્યો નથી. તથા આ સ્થળે કોઈક અક્ષર ખૂટતો જણાય છે. આર્યાછંદની અપેક્ષાએ એક લઘુ અક્ષર ખુટે છે. આથી તi નો અર્થ અનુવાદમાં કર્યો નથી. ૨. નાણાકિ - આકાશના આંગણામાં. ૩. ભૂતજાતિના દેવોને ભોગ આપે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪-ભવવિરાગ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) શરીરની અસારતા જેવી રીતે વિષયોની અપેક્ષાવાળો જિનરક્ષિત અહીં વિનાશને પામ્યો અને વિષયોથી નિરપેક્ષ જિનપાલિત કલ્યાણને પામ્યો, તે રીતે બીજા જીવો પામે છે. શ્રી વીરજિને શિષ્યોને આ દૃષ્ટાંત કહ્યો છે. તેનો ઉપનય આ પ્રમાણે કહે છે જેવી રીતે રત્નદ્વીપની દેવી છે એવી રીતે અહીં મહાપાપી અવિરતિ છે. જેવી રીતે લાભાર્થી વણિકો છે તેવી રીતે અહીં સુખકામી જીવો છે. જેવી રીતે ભય પામેલા તેમણે વધસ્થાનમાં પુરુષને જોયો, તેવી જ રીતે સંસારદુ:ખથી ભય પામેલા જીવો ધર્મોપદેશકને જુએ છે. તે પુરુષે તેમને કહ્યું કે દેવી ઘોર દુઃખોનું કારણ છે. તેનાથી તમારો નિતાર શેલકયક્ષથી થશે, બીજા કોઇથી નહિ. તે રીતે અવિરતિનું સ્વરૂપ જાણનાર ધર્મોપદેશક પુરુષ ભવ્યજીવોને કહે છે કે, જીવોના સકલદુ:ખોનું કારણ વિષયોસંબંધી અવિરતિ (=વિષયોનો ભોગ) છે. દુ:ખથી દુઃખી બનેલા જીવોને શેલકની પીઠસમાન ચારિત્ર છે. વાંછિતમાર્ગના સુખનું કારણ એવા ચારિત્રને પામીને જેવી રીતે વિશાલ સમુદ્રને તરવાનો છે તેવી રીતે સંસાર તરવાનો છે. જેવી રીતે તેમને સ્વઘરે જવાનું હતું તેવી રીતે અહીં મોક્ષમાં જવાનું છે. અહીં સેલકની પીઠે ચડવા સમાન ચારિત્રાનો સ્વીકાર જાણો. જેવી રીતે દેવીના વ્યામોહથી તે પતિત થઈને મૃત્યુને પામ્યો તેવી રીતે અહીં અવિરતિથી વ્યાકુલ કરાયેલ જીવ ચારિત્રાથી પડીને દુ:ખ રૂપ પ્રાણીઓથી સંકીર્ણ, ભયંકર અને અપાર એવા સંસારસાગરમાં પડે છે. (૧૦૦) જેવી રીતે દેવીથી ક્ષોભ ન પામેલ જિનપાલિત સ્વસ્થાનને અને ઉત્તમસુખને પામ્યો તેવી રીતે ચારિત્રથી ક્ષોભ ન પામેલ જીવ જેમાં પરમસુખ છે તેવા મોક્ષમાં જાય છે. [૩૮૮] આ પ્રમાણે બંધુયુગલનું કથાનક પૂર્ણ થયું. વિષયની અનિત્યતા કહી. હવે શરીરની અસારતાને બતાવતા ગ્રંથકાર કહે છેआहारगंधमल्लाइएहिं सुअलंकिओ सुपट्ठोऽवि । देहो न सुई न थिरो, विहडइ सहसा कुमित्तो व्व ॥ ३८९॥ આહાર, સુગંધ અને પુષ્પમાળા વગેરેથી સારી રીતે વિભૂષિત કરાયેલ અને સારી રીતે પુષ્ટ કરાયેલ પણ દેહ પવિત્ર થતો નથી, સ્થિર થતો નથી, અને કુમિત્રની જેમ સહસા અલગ થઈ જાય છે=નાશ પામે છે. [૩૮૯] આ પ્રમાણે ઉપસંહાર કરવા દ્વારા ફરી પણ મનુષ્યોમાં સુખાભાવને હેતુપૂર્વક બતાવતા ગ્રંથકાર કહે છે तम्हा दारिद्दजरापरपरिभवरोयसोयतवियाणं । मणुयाणवि नत्थि सुहं, दविणपिवासाइ नडियाणं ॥ ३९०॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભવવિરાગ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [દેવગતિનાં દુઃખો-૬૦૫ તેથી દરિદ્રતા, વૃદ્ધાવસ્થા, અન્ય તરફથી પરાભવ, રોગ અને શોકથી તપેલા તથા ધનની તૃષ્ણાથી વ્યાકુળ બનેલા મનુષ્યોને પણ સુખ નથી. [૩૯૦] પૂર્વપક્ષ તો પણ સઘળોય સંસાર સુખથી રહિત છે એવું પણ સિદ્ધ થતું નથી. કારણ કે દેવોને રત્નના ઢગલા વગેરે ઘણો વૈભવ હોય છે, તેમનો નિવાસ રત્નના પ્રાસાદોમાં હોય છે, ઇત્યાદિ ઉત્કૃષ્ટ સુખ તેમને હોય છે એ સુપ્રસિદ્ધ છે. ઉત્તરપક્ષ- મુગ્ધલોકમાં પ્રસિદ્ધિમાત્રને અનુસરીને, એટલે કે દેવોને ઘણું સુખ હોય છે એમ મુગ્ધલોકમાં જે પ્રસિદ્ધિ થયેલી છે તે પ્રસિદ્ધિ માત્રને અનુસરીને, આ વાત સાચી છે એમ પરવચનને સ્વીકારીને, પેરમાર્થથી દેવોમાં પણ સુખાભાવને (=સુખ નથી એમ) બતાવતા ગ્રંથકાર કહે છે सव्वसुराणं विहवो, अणुत्तरो रयणरइयभवणेसुं । दिव्वाहरणविलेवणवरकामिणिनाडयरयाणं ॥ ३९१॥ દિવ્ય આભૂષણ, વિલેપન, ઉત્તમ દેવાંગનાઓ અને નાટકોમાં આસક્ત સર્વદેવોને રત્નોથી નિર્મિત ભવનોમાં સવારમ વૈભવ હોય છે. [૩૯૧] પૂર્વપક્ષ- જો દેવોને વૈભવ વગેરે હોય છે એમ સ્વીકારવામાં આવે છે તો સંસારસુખથી યુક્ત છે એમ સિદ્ધ થયું. ઉત્તરપક્ષ- એ પ્રમાણે નથી એમ ગ્રંથકાર કહે છેकिंतु मयमाणमच्छरविसायईसानलेण संतत्ता । तेऽवि चइऊण तत्तो, भमंति केई भवमणंतं ॥ ३९२॥ દેવોને વૈભવ વગેરે હોય છે તો પણ મદ, માન, મત્સર, વિષાદ, અને ઇર્ષારૂપ અગ્નિથી સંતપ્ત કેટલાક દેવો પણ ત્યાંથી ચ્યવીને અનંત સંસારમાં ભ્રમણ કરે છે. [૩૨] ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેतम्हा सुहं सुराणवि, न किंपि अहवा इमाई सुक्खाइं । अवसाणदारुणाई, अणंतसो पत्तपुव्वाइं ॥ ३९३॥ તેથી દેવોને પણ કંઇપણ સુખ નથી. અથવા આ સુખો પરિણામે ભયંકર છે અને પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છે. ૧. પ્રસ્તુત ૩૯૧મી ગાથામાં દેવોને ઘણું સુખ છે તેનો સ્વીકાર કરી પછીની ૩૯૨મી ગાથામાં પરમાર્થથી દેવોને સુખાભાવ છે તે જણાવ્યું છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬-ભવવિરાગદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુખ-દુઃખની પરંપરા વિશેષાર્થ- પૂર્વે (૩૯૨મી ગાથામાં) કહેલી યુક્તિથી દેવોને પણ જરાય સુખ નથી. અથવા દેવોને સુખ છે એમ સ્વીકારવામાં આવે તો પણ ભવભ્રમણનું કારણ છે ઇત્યાદિ હેતુઓથી એ સુખો અંતે (Fપરિણામે) ભયંકર જ છે. એ સુખોથી શું સિદ્ધ થાય છે? એ સુખો પૂર્વે અનંતવાર પ્રાપ્ત કરેલા જ છે. છતાં જરાય વૃતિ થઈ નથી. એ સુખોથી સંસારમાં થનારાં દુઃખોથી રક્ષા પણ થઈ નથી. તેથી એ સુખોમાં સુખનું અભિમાન શું? અર્થાત્ એ સુખોને સુખો ન માનવા જોઇએ. કહ્યું છે કે–“લાંબા કાળે પણ જેનો અંત છે, અને જે અનહદ ભવદુઃખનું કારણ છે, પરમાર્થના જાણનારાઓ તેનો સુખ તરીકે વ્યવહાર કેવી રીતે કરે? અર્થાત્ તેને સુખ તરીકે કેવી રીતે માને?” [૩૩] આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છેतं नत्थि किंपि थाणं, लोए वालग्गकोडिमेत्तंपि ।। जत्थ न जीवा बहुसो, सुहदुक्खपरंपरं पत्ता ॥ ३९४॥ વાળના અગ્રભાગ જેટલું પણ તે કોઇપણ સ્થાન નથી કે જ્યાં જીવો બહુવાર સુખ-દુ:ખની પરંપરાને ન પામ્યા હોય. વિશેષાર્થ- આ વિષે કહ્યું છે કે- “જેમાં ક્ષણવારમાં સુખનો વિયોગ થાય છે, જેમાં અસંખ્ય દુઃખો પ્રસિદ્ધ છે, કષ્ટોના કારણે જેનું સ્વરૂપ ગહન છે, જેણે અનંતજીવોને દુ:ખી કર્યા છે, જેણે નિપુણ પુરુષોને સંતોષ પમાડ્યો નથી, જેમાં સઘળાં દુઃખો જોવામાં આવ્યા છે, આવો આ સંસાર કોના અનુરાગ માટે થાય? અર્થાત્ આવા સંસાર ઉપર (સંસારસ્વરૂપના જાણકાર) કોઈને ય રાગ ન થાય.” [૩૯૪]. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવના દ્વારમાં ભવવિરાગનામનું પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવના દ્વારમાં ભવવિરાગરૂપ પ્રતિદ્વારનો - રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. Page #234 -------------------------------------------------------------------------- ________________ વિનયદ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિનયના પ્રકારો-૬૦૭ વિનયહાર હવે વિનયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે इय भवविरत्तचित्तो, विसुद्धचरणाइगुणजुओ निच्चं ।। विणए रमेज सव्वे, जेण गुणा निम्मला हुंति ॥ ३९५॥ આ પ્રમાણે ભવથી વિરક્ત ચિત્તવાળો અને વિશુદ્ધચારિત્ર આદિ ગુણોથી યુક્ત જીવ સદા વિનયમાં રમે. કારણ કે સઘળા ગુણો વિનયથી નિર્મલ થાય છે. [૩૯૫] આ પ્રમાણે ભવથી વિરક્ત ચિત્તવાળા અને વિશુદ્ધચારિત્ર વગેરે ગુણસમૂહવાળા પણ જીવે નિત્ય વિનયમાં જ યત્ન કરવો જોઇએ. કારણ કે વિનય સર્વગુણોના અલંકારનું કારણ છે, અર્થાત્ સર્વગુણો વિનયથી જ શોભે છે. આથી ભવવિરાગ દ્વાર પછી વિનયકાર કહેવામાં આવે છે. તેમાં વિનય શબ્દનો શબ્દાર્થ શો છે તે નિરૂપણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે जम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरंतमोक्खाए । तम्हा उ वयंति विऊ, विणओत्ति विलीणसंसारा ॥ ३९६॥ નરક આદિ ચારગતિરૂપ અંતવાળા સંસારને દૂર કરવા માટે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે તે કારણથી તેને જેમના સંસારનો નાશ થયો છે તેવા જ્ઞાની તીર્થકરો અને ગણધરો વિનય કહે છે. [૩૯૬] શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણવાતા વિનયને બતાવવા માટે ગ્રંથકાર કહે છેलोगोवयारविणओ, अत्थे कामे भयम्मि मोक्खे य । विणओ पंचवियप्यो, अहिगारो मोक्खविणएणं ॥ ३९७॥ લોકોપચારવિનય, અર્થવિનય, કામવિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારે વિનય છે. તેમાં અહીં મોક્ષવિનયનો અધિકાર છે. વિશેષાર્થજે લોકોપચારવિનય- લોકોના વ્યવહારમાં રૂઢ થયેલો વિનય લોકોપચાર વિનય છે. તે આ પ્રમાણે (૧) વિનયને યોગ્ય કોઈ મનુષ્ય આવે ત્યારે ઊભા થવું તે અભ્યત્થાનવિનય. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮-વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મોક્ષવિનયના પ્રકારો (૨) કોઈને કંઈ વિનંતિ કરવાની હોય (કે કંઈ જણાવવાનું હોય ત્યારે) અંજલિ જોડીને વિનંતિ કરવી તે અંજલિબંધવિનય. (૩) બેસવા માટે આસન આપવું, (૪) અતિથિની પૂજા કરવી, (૫) દેવતાની પૂજા કરવી. તે લોકોપચારવિનય છે. અર્થવિનય અર્થ એટલે ધન. ધનની પ્રાપ્તિ માટે વિનય કરવો તે અર્થવિનય. જેમ કે (૧) ધનનો લાભ થાય એવી ઇચ્છાથી રાજા વગેરેની પાસે રહેવું તે અભ્યાસવૃત્તિ વિનય છે. (૨) ધનનો લાભ થાય એવી ઈચ્છાથી રાજા વગેરેની ઇચ્છાને અનુસરવું તે છંદોડનુવર્તન વિનય છે. (૩) ધનનો લાભ થાય એવી ઇચ્છાથી દેશ-કાલથી ઔચિત્યને જાણીને રાજા વગેરેની સાથે ઔચિત્યપૂર્વક વર્તન કરવું તે ઔચિત્યવર્તન વિનય છે. તથા પૂર્વોક્ત અભુત્થાન, અંજલિબંધ અને આસનપ્રદાન વગેરે પ્રકારનો રાજા વગેરેનો વિનય કરવો તે અર્થવિનય છે. શુ કામવિનય- કામી પુરુષ વેશ્યા વગેરેનો પૂર્વોક્ત અભ્યાસવૃત્તિ વગેરે વિનય કરે તે કામવિનય છે. છે ભયવિનય- ભયથી સ્વામી વગેરેનો વિનય કરવામાં આવે તે ભયવિનય છે. પ) મોક્ષવિનય- હવે જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે મોક્ષવિનય છે. અહીં ધર્મોપદેશોનો જ અધિકાર હોવાથી મોક્ષવિનયનો જ અધિકાર છે, અન્ય વિનયોનો અધિકાર નથી. [૩૯૭] અધિકૃત મોક્ષવિનયના જ સ્વરૂપને કહે છેदसणनाणचरित्ते, तवे य तह ओवयारिए चेव ।। मोक्खविणओऽवि एसो, पंचविहो होइ नायव्वो ॥ ३९८ ॥ આ મોક્ષવિનય પણ દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય એમ પાંચ પ્રકારનો જાણવો. વિશેષાર્થ- સામાન્યથી જ કેવલવિનય પાંચ પ્રકારનો છે એવું નથી, કિંતુ સામાન્ય વિનયના જે પાંચ ભેદો છે, તે પાંચ ભેદોમાં જે મોક્ષવિનય છે, તે મોક્ષવિનય પણ દર્શનવિનય વગેરે પાંચ પ્રકારનો છે. [૩૯૮] મોક્ષવિનયમાં દર્શનવિનય આદિના સ્વરૂપને કહે છેदव्वाइ सद्दहंते, नाणेण कुणंतयम्मि किच्चाई । चरणं तवं च संमं, कुणमाणो होइ तव्विणओ ॥ ३९०॥ (૧) દર્શનવિનય– દ્રવ્ય-ક્ષેત્ર-કાલની અને તેમના સઘળા પર્યાયોની શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે Page #236 -------------------------------------------------------------------------- ________________ વિનય દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઔપચારિક વિનયના પ્રકારો-૬૦૯ | શ્રદ્ધા કરનારને દર્શનવિનય હોય. અર્થાત્ શાસ્ત્રમાં જે દ્રવ્ય વગેરેનું જેવું સ્વરૂપ બતાવ્યું હોય તે દ્રવ્ય વગેરેના તેવા સ્વરૂપની શ્રદ્ધા કરવી તે દર્શનવિનય છે. (૨) જ્ઞાનવિનય પ્રતિક્ષણ જ્ઞાનનો અભ્યાસ કરનારને અને શાસ્ત્રોક્ત પ્રમાણે જ સંયમના સર્વ કર્તવ્યોને કરનારને જ્ઞાનવિનય હોય. (૩) ચારિત્રવિનય- જિનાજ્ઞા પ્રમાણે ચારિત્રનું પાલન કરનારને ચારિત્રવિનય હોય. (૪) તપવિનય- જિનાજ્ઞા પ્રમાણે તપ કરનારને તપવિનય હોય. [૩૯૯] હવે ઔપચારિક મોક્ષવિનયનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છેअह ओवयारिओ उण, दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण, तह य अणासायणाविणओ ॥ ४००॥ (૫) ઔપચારિકવિનય- ઔપચારિકવિનય સંક્ષેપથી પ્રતિરૂપ યોગયોજન અને અનાશાતના એમ બે પ્રકારે છે. વિશેષાર્થ- ગુરુ આદિની સાથે વ્યવહાર કરવામાં જે વિનય કરવામાં આવે તે ઔપચારિકવિનય છે. પ્રતિરૂપ એટલે ઉચિત. મન-વચન-કાયા એ ત્રણ યોગો છે. યોજના એટલે યથાસ્થાને કાર્યમાં જોડવા. ઉચિત એવા મન-વચન-કાયારૂપ યોગોને યથાસ્થાને કાર્યમાં જોડવા તે પ્રતિરૂપયોગયોજનવિનય છે. [૪૦૦] પ્રતિરૂપ ઔપચારિક મોક્ષવિનયના અર્થને વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર જાતે જ કહે છે पडिरूवो खलु विणओ, काइयजोगे य वायमाणसिओ । अट्ठ चउव्विह दुविहो, परूवणा तस्सिमा होइ ॥ ४०१॥ પ્રતિરૂપ વિનયના કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાયિકવિનય આઠ પ્રકારે, વાચિકવિનય ચાર પ્રકારે અને માનસિકવિનય બે પ્રકારે છે. તેની પ્રરૂપણા આ (=હવેની ગાથાઓમાં કહેવાશે તે) છે. વિશેષાર્થ- સ્થાન પ્રમાણે ઉચિત રીતે યોગોને કાર્યમાં જોડવા તે પ્રતિરૂપવિનય છે. તેની પ્રરૂપણા એટલે આઠ પ્રકારનો કાયિકવિનય વગેરે પ્રતિરૂપવિનયની પ્રરૂપણા. પ્રરૂપણા એટલે સ્વરૂપને પ્રગટ કરવું. [૪૦૧] તેમાં કાયિકવિનયના આઠ પ્રકારોને બતાવે છેअब्भुटाणं १ अंजली २, आसणदाणं ३ अभिग्गह ४ कई ५ य । सुस्सूसण ६ अणुगच्छण ७, संसाहण ८ काय अट्ठविहो ॥ ४०२॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઔપચારિક વિનયના પ્રકારો કાયિોગના અભુત્થાન, અંજલિબંધ, આસનપ્રદાન, અભિગ્રહ, કૃતિકર્મ, શુક્રૂષા, અનુગમન અને સંસાધન એમ આઠ પ્રકાર છે. વિશેષાર્થ(૧) અભુત્થાન– અભુત્થાન એટલે ઊભા થવું. અભુત્થાન કરવાને યોગ્ય સાધુ વગેરે આવે ત્યારે અભુત્થાન કરવું. (૨) અંજલિબંધ- ગુરુને પ્રશ્ન કરવો વગેરે પ્રસંગે અંજલિ જોડવી. (૩) આસનપ્રદાન– કૃતવૃદ્ધ વગેરેને બેસવા માટે આસન આપવું. (૪) અભિગ્રહ– ગુરુ આદિના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે કાર્ય કરવું. (૫) કૃતિકર્મ– સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે વંદન કરવું. (૬) શુશ્રુષા– ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું એ રીતે મર્યાદાથી વિધિપૂર્વક ગુરુ વગેરેની સેવા કરવી. (૭) અનુગમન- ગુરુ વગેરે આવતા હોય ત્યારે તેમની સામે જવું. (૮) સંસાધન- ગુરુ વગેરે જાય ત્યારે તેમની પાછળ જવું. આ પ્રમાણે કાયિકવિનય આઠ પ્રકારે છે. પ્રશ્ન- પૂર્વે વિનયના પાંચ પ્રકારમાં લોકોપચારવિનય બતાવ્યો છે, અને અહીં પણ ઉપચારવિનય બતાવ્યો છે. તો લોકોપચાર વિનયથી આ ઉપચારવિનયમાં શો ભેદ છે? ઉત્તર- પૂર્વે અભુત્થાન વગેરે જે વિનયો કહ્યા છે તે ઇતરલોકોથી માત્ર વ્યવહાર વગેરેથી કરાતા વિનયો કહ્યા છે. અહીં તો મોક્ષના ધ્યેયથી કરાતા તે વિનયો મોક્ષવિનય તરીકે કહેવાય છે. આ પ્રમાણે લોકોપચારવિનયમાં અને ઉપચારવિનયમાં ભેદ છે. [૪૦૨] વાચિકયોગના ચાર પ્રકારોને બતાવે છેहियमियअफरुसवाई, अणुवीईभासि वाइओ विणओ । अकुसलमणोनिरोहो, कुसलमणोदीरणं चेव ॥ ४०३॥ વાચિકયોગના હિતવચન, મિતવચન, અપરુષવચન અને અનુવિચિત્યભાષણ એમ ચાર પ્રકાર છે. માનસિકવિનયના અકુશલ મનોનિરોધ અને કુશલમનોદીરણા એમ બે પ્રકાર છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રતિરૂપ-અપ્રતિરૂપવિનય-૬૧૧ વિશેષાર્થ(૧) હિતવચન- પરિણામે સુંદર (=હિતકર) હોય તેવું વચન. (૨) મિતવચન- થોડા (=જરૂર પૂરતા જ) અક્ષરોવાળું વચન. (૩) અપરુષવચન- કઠોર ન હોય તેવું વચન. (૪) અનુવિચિંત્યભાષણ– સારી રીતે વિચારીને બોલવું. આ પ્રમાણે વાચિકવિનયના ચાર પ્રકાર છે. (૧) અકુશલમનોનિરોધ– અકુશલ મનનો વિરોધ કરવો=આર્તધ્યાન (વગેરે)થી ખરડાયેલ મનનો નિરોધ કરવો, એટલે કે મનને અશુભધ્યાનથી રોકવો તે અકુશલ મનોનિરોધવિનય છે. (૨) કુશલમનોદીરણા- કુશલ મનની ઉદીરણા કરવી=મનને ધર્મધ્યાન આદિ (શુભ ભાવ)માં પ્રવર્તાવવો. આ પ્રમાણે માનસિક વિનયના બે પ્રકાર છે. [૪૦૩] આ વિનયનું સ્વરૂપ શું છે અને આ વિનય કોને હોય એ વિષે અહીં કહે છેपडिरूवो खलु विणओ, पराणुवित्तिमइओ मुणेयव्यो । अप्पडिरूवो विणओ, नायव्वो केवलीणं तु ॥ ४०४॥ પ્રતિરૂપવિનય પાનુવૃત્તિસ્વરૂપ જાણવો. કેવળીઓનો વિનય અપ્રતિરૂપવિનય જાણવો. વિશેષાર્થ- પ્રતિરૂપવિનય એટલે ઉચિતવિનય. પ્રતિરૂપવિનય પરાનુવૃત્તિસ્વરૂપ છે. પરાનુવૃત્તિ એટલે તે તે વસ્તુની અપેક્ષાએ પ્રાયઃ પોતાના સિવાય અન્ય મુખ્યનું અનુસરણ, અર્થાત્ પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિનું અનુસરણ કરવું એ પરાનુવૃત્તિ છે. અહીં તાત્પર્ય એ છે કે- પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિનું અનુસરણ કરવું એ પરાનુવૃત્તિસ્વરૂપ પ્રતિરૂપવિનય છે. આ ગાથાના ઉત્તરાર્ધમાં કેવળીઓનો અપ્રતિરૂપવિનય હોય એવો નિર્દેશ કર્યો હોવાથી આ પ્રતિરૂપવિનય મોટા ભાગે છબસ્થોનો જ જાણવો. અહીં ભાવ એ છે કે– છદ્મસ્થ જીવો જે વિનય કરે તે પરાનુવૃત્તિસ્વરૂપ વિનય છે. અને કેવળીઓનો વિનય અપરાનુવૃત્તિસ્વરૂપ વિનય છે. કેમ કે કેવળીઓને તે જ રીતે (=અપરાનુવૃત્તિસ્વરૂપ વિનયથી જ) કર્મ દૂર થાય છે. જે કેવળીઓનું કેવલજ્ઞાન જાણવામાં નથી આવ્યું તેવા કેવળીઓને પણ કેટલાક કાળ સુધી ગુરુઓને અનુસરવારૂપ પ્રતિરૂપ વિનય હોય એમ જાણવું. (છદ્મસ્થજીવો ગુરુને વંદન કરવું ઇત્યાદિ પરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે. અને એ વિનયથી તેમનાં કર્મો દૂર થાય. પણ કેવળી ભગવંતો કોઇને વંદન વગેરે કરતા નથી. તો તેમનાં કર્મો કેવી રીતે દૂર થાય? એ પ્રશ્નના જવાબમાં અહીં કહ્યું કે કેવળી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૬૧ર-વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનાશાતના વિનયના ભેદો ભગવંતો ગુરુને વંદન ન કરવું ઇત્યાદિ અપરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે છે. અને એનાથી જ એમનાં કર્મો દૂર થાય છે. હવે જો કેવળીઓનું કેવલજ્ઞાન અન્યના જાણવામાં ન આવ્યું હોય તો જ્યાં સુધી કેવળજ્ઞાન અન્યના જાણવામાં ન આવે ત્યાં સુધી કેવળીઓ પણ ગુરુને વંદન કરવું ઇત્યાદિ પરાનુવૃત્તિસ્વરૂપ વિનય કરે.) [૪૦૪] ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેएसो भे परिकहिओ, विणओ पडिरूवलक्खणो तिविहो । बावण्णविहिविहाणं, बिंति अणासायणा विणयं ॥ ४०५॥ આ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ વિનય તમને કહ્યો. અનાસાતના વિનય બાવન પ્રકારનો છે એમ તીર્થકરો અને ગણધરો કહે છે. [૪૦૫] આ જ વિષયને કહે છેतित्थयरसिद्धकुलगणसंघकिरियधम्मनाणनाणीणं । आयरियथेरुवज्झायगणीणं तेरस पयाणि ॥ ४०६॥ તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી એમ તેર પદો છે. વિશેષાર્થ- તીર્થકર અને સિદ્ધ પ્રસિદ્ધ છે. કુલ=નાગેન્દ્ર વગેરે કુલ. ગણ=કોટિક વગેરે ગણ. સંઘ પ્રસિદ્ધ છે. ક્રિયા-આત્મા છે, પરલોક છે, ઈત્યાદિ-શ્રદ્ધા રાખીને આત્મહિત માટે થતી ધર્મક્રિયા. ધર્મ=દશ પ્રકારનો સાધુધર્મ વગેરે. જ્ઞાન=મતિજ્ઞાન વગેરે. જ્ઞાની=જ્ઞાનવાન. સ્થવિર=સીદાતાઓને સ્થિર કરનાર. ઉપાધ્યાય પ્રસિદ્ધ છે. ગણી=કેટલાક સાધુસમુદાયના અધિપતિ. [૪૦૬] જો આ તેર પદો છે તો તેનાથી શું? તે કહે છેअणसायणा य भत्ती, बहुमाणो तह य वनसंजलणा । तित्थयराई तेरस, चउग्गुणा हुंति बावन्ना ॥ ४०७॥ આ તેર પદોનો અનાસાતના, ભક્તિ, બહુમાન અને વર્ણસંજવલના એ ચાર પ્રકારનો વિનય કરવો. તેર પદોને ચારથી ગુણવાથી બાવન થાય. વિશેષાર્થ– અનાસાતના-જાતિ આદિથી હીલના કરવી તે આસાતના. આસાતનાનો અભાવ તે અનાસાતના. તીર્થકર આદિની હંમેશા અનાસાતના (=આસાતનાનો ત્યાગ) કરવા યોગ્ય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ વિનય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ વિનયસમાન કોઇ ગુણ નથી-૬૧૩ ભક્તિ- તીર્થંકર વગેરેની ઉચિત સેવા કરવી તે ભક્તિ. બહુમાન– તીર્થંકર આદિ ઉપર અંતરના ભાવથી પ્રેમ રાખવો તે બહુમાન. વર્ણસંજ્વલના– તીર્થંકર આદિના સદ્ભૂત(=સત્ય)ગુણનું કીર્તન કરવું=પ્રશંસા કરવી તે વર્ણસંજ્વલના. તીર્થંકર વગેરે તેને અનાસાતના વગેરે ચાર વડે ગુણવાથી બાવન થાય. આમ અનાસાતના વગેરે ગુણોના ભેદથી અનાસાતના વિનયના બાવન ભેદો છે. પ્રશ્ન– અભ્યુત્થાન વગેરે વિનય છે એમ લોકમાં પણ રૂઢ છે. દ્રવ્યોની શ્રદ્ધા, જ્ઞાનનો અભ્યાસ, ચારિત્રનું સેવન વગેરે વિનય છે એમ પ્રસિદ્ધ નથી. તેથી અહીં તેને વિનય કેમ કહેવામાં આવે છે? ઉત્તર– આ આ પ્રમાણે નથી. કેમકે તમોએ અમારો અભિપ્રાય જાણ્યો નથી. જે આઠ પ્રકારના કર્મને દૂર કરે તે વિનય. આ પ્રમાણે વિનયશબ્દની વ્યુત્પત્તિથી થતો વિનયનો અર્થ અહીં પ્રારંભમાં જ બતાવ્યો છે. દ્રવ્યોની શ્રદ્ધા વગેરે પણ આઠ પ્રકારના કર્મને દૂર કરે છે એ પ્રસિદ્ધ જ છે. આમ વિનયશબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે દ્રવ્યોની શ્રદ્ધા વગેરે પણ વિનય છે એ યુક્ત જ છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૪૦૭] વિનયની પ્રસિદ્ધિ કરવા માટે અને વિનયના માહાત્મ્યને જણાવવા માટે ગ્રંથકાર કહે છે– अमयसमो नत्थि रसो, न तरू कप्पहुमेण परितुल्लो । विनयसमो नत्थि गुणो, न मणी चिंतामणिसरिच्छो ॥ ४०८ ॥ અમૃત સમાન કોઇ રસ નથી, કલ્પવૃક્ષ સમાન કોઇ વૃક્ષ નથી, વિનય સમાન કોઇ ગુણ નથી, ચિંતામણિ સમાન કોઇ રત્ન નથી. વિશેષાર્થ– જેવી રીતે રસ, વૃક્ષ અને રત્નોમાં અનુક્રમે અમૃત, કલ્પવૃક્ષ અને ચિંતામણિ મુખ્ય છે, તેવી રીતે ગુણોમાં વિનય જ પ્રધાન છે એ પ્રમાણે અહીં તાત્પર્ય છે. (પ્રશમરતિ ગાથા ૬૭-૬૮માં) કહ્યું છે કે મનુષ્યની પાસે ગમે તેવું ઉચ્ચ કુલ હોય, કામદેવ જેવું રૂપ હોય, મધ જેવા મીઠાં વચનો હોય, આકર્ષક થનગનતું યૌવન હોય, ધનના ઢગલા હોય, મિત્ર સમુદાય હોય, ઐશ્વર્ય હોય, પણ વિનય અને પ્રશમ-વૈરાગ્ય ન હોય તો સઘળું જલરહિત નદીની જેમ શોભા પામતું નથી. અર્થાત્ વિનય અને વૈરાગ્યથી વિહીન મનુષ્ય જલરહિત નદીની જેમ શોભતો નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪-વિનય દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિનય સમાન કોઈ ગુણ નથી અત્યંત વિનીત જેવી શોભા પામે છે, તેવી શોભા બહુમૂલ્ય વસ્ત્રો અને અલંકારોથી અલંકૃત મનુષ્ય પામતો નથી. અત્યંત વિનીત મનુષ્ય શ્રુત(આગમ)જ્ઞાન અને સદાચારની ખાસ કસોટી છે. કારણ કે શ્રુતજ્ઞાન અને સદાચારનું મહત્ત્વ વિનયના આધારે છે. વિનયરહિત મનુષ્યમાં શ્રુતજ્ઞાન અને સદાચાર હોતા નથી, હોય તો પણ વાસ્તવિક કોટીના ન હોવાથી મહત્ત્વ રહિત હોય છે. જો મનુષ્ય વિનીત હોય તો તેનું શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન છે અને સદાચાર સદાચાર છે. અવિનીતનું શ્રુતજ્ઞાન એ શ્રુતજ્ઞાન નથી અને સદાચાર એ સદાચાર નથી. આથી વિચક્ષણ પુરુષો અમુક વ્યક્તિમાં શ્રુતજ્ઞાન અને સદાચાર છે કે નહિ, છે તો કેવા છે એ પરીક્ષા કરવા માટે તે વ્યક્તિમાં વિનય કેવો છે એ તપાસે છે. આથી વિનીત મનુષ્ય શ્રુતજ્ઞાન અને સદાચારની પરીક્ષાનું મુખ્ય સ્થાન છે. [૪૦૮] કોને આ વિનય હોય, અર્થાત કેવો જીવ વિનય કરે, એ વિષયને દૃષ્ટાંતસહિત બતાવે છે चंदणतरूण गंधा, जुण्हा ससिणो सियत्तणं संखे । सहनिम्मियाइं विहिणा, विणओ य कुलप्पसूयाणं ॥ ४०९॥ જેમ ચંદનવૃક્ષમાં સુગંધ, ચંદ્રમાં યોગ્ના, શંખમાં શ્વેતરંગ વિધિએ સાથે જ નિર્મિત કરેલા છે, તેવી રીતે સુકુલમાં ઉત્પન્ન થયેલાઓને વિનય હોય છે. વિશેષાર્થ- જેવી રીતે ચંદનવૃક્ષ વગેરેમાં ઉત્પત્તિના સમયથી જ પ્રારંભીને સુગંધ વગેરે ઉત્પન્ન થાય છે, તેવી રીતે સુકુલમાં ઉત્પન્ન થયેલા જીવોમાં વિનય પણ જન્મની સાથે જ ઉત્પન્ન થાય છે. [૪૦૯] | વિનયને કંઈપણ અસાધ્ય જ નથી એમ બતાવતા ગ્રંથકાર કહે છે होज्ज असझं मन्ने, मणिमंतोसहिसुराणवि जयम्मि । नत्थि असझं कजं, किंपि विणीयाण पुरिसाणं ॥ ४१०॥ હું માનું છું કે મણિ, મંત્ર, ઔષધિ અને દેવોને પણ જગતમાં અસાધ્ય હોય, પણ વિનીત પુરુષોને કોઇપણ કાર્ય અસાધ્ય નથી. વિશેષાર્થ– મણિ, મંત્ર અને મહાઔષધિઓનો પ્રભાવ અચિંત્ય છે, દેવોને મનથી કાર્યસિદ્ધિ થાય છે” ઇત્યાદિ વચનથી અને સાક્ષાત્ જોવાથી મણિ વગેરેને કંઈપણ અસાધ્ય નથી, અર્થાત્ એવું કોઈ કાર્ય નથી કે જે મણિ વગેરેથી ન થાય. તો પણ હું માનું છું કે જગતમાં તેમને પણ કોઈક કાર્ય અસાધ્ય હોય, અર્થાત્ તેમનાથી પણ કોઈક Page #242 -------------------------------------------------------------------------- ________________ વિનયથી થતાં લાભમાં] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૧૫ કાર્ય ન થાય. પણ વિનીતપુરુષોને તો કોઈપણ કાર્ય અસાધ્ય નથી, અર્થાત્ વિનીતપુરુષના બધાં જ કાર્યો સિદ્ધ થાય છે. કારણ કે વિનીતપુરુષ તો સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિને પણ સાથે છે. મણિ અને મંત્ર વગેરે તેને સાધી શકતા નથી. [૪૧૦] વિનયના આ લોકસંબંધી અને પરલોકસંબંધી ફળને દૃષ્ટાંતસહિત કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે इहलोए च्चिय विणओ, कुणइ विणीयाण इच्छियं लच्छिं । जह सीहरहाईणं, सुगइनिमित्तं च परलोए ॥४११।। વિનીતપુરુષોનો વિનય સિંહરથ આદિની જેમ આ લોકમાં જ ઈચ્છિત લક્ષ્મીને કરે છે અને પરલોકમાં સુગતિનું કારણ બને છે. સિંહરથનું દૃષ્ટાંત કહેવામાં આવે છે– સિંહરથનું દૃષ્ટાંત શ્રીકામરૂપ દેશમાં સુગંધિપુર નામનું નગર હતું. તેમાં કસ્તૂરીની રજનો સમૂહ આકાશમાં દૂર સુધી ઉછળી રહ્યો હતો. તેથી આકાશ તેનાથી ઢંકાઈ ગયું હતું. બળતા અગચંદનના સમૂહના ઘણા ધૂમાડાથી આકાશ અંધકારવાળું થઈ ગયું હતું. આવા આકાશને જોઈને મોરલાઓને પ્રગટતી નવી વર્ષાઋતુની આશંકા થઈ. આથી તે નગરીમાં સર્વ મોરલાઓનો સમૂહ સદાય હર્ષપૂર્ણ બનીને નૃત્ય કરે છે. પુંડરીકાક્ષ નામનો રાજા તે નગરનું પાલન કરે છે. તેનો સિંહરથ નામે પુત્ર છે. તેની રૂપસંપત્તિ જોઇને કામદેવ પણ અદશ્ય થઈને વિશ્વમાં વાયુની જેમ ભમે છે. તેનું વિજ્ઞાન પણ અપૂર્વ હતું. તથા તેની કળાઓ પણ અનુપમ હતી. વધારે કહેવાથી શું? તેના સર્વ અંગો ગુણરૂપ અમૃતથી ઘડાયેલા હતા. આવા પણ તેણે એક અવિનયના કારણે, મૃગલાંછનના કારણે ચંદ્રની જેમ, પોતાના આત્માને મલિન બનાવ્યો હતો. જેથી જગતમાં પણ તેનો અપયશરૂપ ઢોલ વાગે છે. અવિનીત તે, બીજાલોકની વાત દૂર રહી, ગુરુઓને પણ નમતો નથી, ગુણાધિકને પણ જાણતો નથી, વૃદ્ધલોકની પૂજા કરતો નથી, ક્યારેય સ્વપ્નમાં પણ અભ્યત્યાન વગેરે વિનય કરતો નથી, ગમે તેમ બોલીને બધાયને ઘણો ઉદ્દેગ ઉત્પન્ન કરે છે, કોઇના મર્મને બોલે છે, દુર્વચનથી કોઈના દેહને બાળે છે, કઠોર અને અવિનયની પ્રધાનતાવાળા વચનને છોડીને બીજાં વચનો બોલતો નથી. વિનય કરવાને યોગ્યનો પણ પરાભવ કરે છે. અનાર્ય તે ગુણોથી મહાનની પણ નિંદા કરે છે. પોતાની ઉ. ૧૬ ભા.૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) સિંહરથનું દૃષ્ટાંત પાસે રહેલા દેવોના ગુરુને પણ વક્ર આંખથી પણ જોતો નથી. વધારે કહેવાથી શું? તેણે તે રીતે અવિનયથી ઘરમાં પરિવારને અને નગરમાં નગરજનને અતિશય ઘણો કંટાળો પમાડ્યો. જેથી દૃષ્ટિથી પણ જોવાયેલો તે સર્વ અંગોમાં સંતાપને ઉત્પન્ન કરે છે. બોલતો તે કોઈપણ રીતે જીવ લઈ લે છે. સર્વલોક એના માટે બોલે છે કે, રાહુગ્રહથી ચંદ્ર ગ્રસ્ત કરાય (=પકડાય) છે તેમ આનો રૂપ વગેરે ગુણસમૂહ એક અવિનયથી ગ્રસ્ત કેમ કરાયો? અથવા ખાવાયોગ્ય અને પીવાયોગ્ય પદાર્થોથી સંપૂર્ણ ઉત્તમભોજન કર્યા પછી તેની ઉપર વિષનો એક અંશ પણ ખાવામાં આવે તો જીવનને પણ હરી લે છે. તેથી જેવી રીતે તાલપુટ ઝેરના બિંદુથી અમૃત દૂષિત કરાય તેમ ભેગા થયેલા અમૃતસમાન પણ સઘળા ગુણો અવિનયથી દૂષિત કરાય છે. હવે તે સઘળાય નગરને અવિનયથી સતત સંતાપ પમાડે છે. તેથી અતિશય ઉદ્દેગને પામેલો લોક પણ રાજાને વિનંતિ કરે છે. એણે પરિવારની સાથે રાજાને પણ સદા સંતાપ પમાડ્યો છે. તે જ નિમિત્તનું લક્ષ્ય કરીને રાજાએ તેને કાઢી મૂક્યો. હવે પિતાથી અપમાનિત થયેલો સિંહરથ નગરમાંથી નીકળીને એકલો ચાલતો તામ્રલિમી નગરીમાં આવ્યો. ત્યાં ગુણચંદ્ર નામનો રાજા તેનો મામો છે. તેણે સિંહદરથને ઘણા આદરથી પોતાની પાસે રાખ્યો. ત્યાં પણ રાજા અને સામતરાજા વગેરે નગરલોકો તેવી રીતે ઉગ પમાડાયા કે જેથી ત્યાંથી પણ તેને રજા આપે છે. તે ત્યાંથી અયોધ્યા નગરીમાં કુબેર નામના રાજાની પાસે ગયો. તે રાજા તેના પિતાનો મિત્ર છે. તેણે પણ સિંહરથને અતિશય ઘણા સ્નેહથી જોયો. કેટલાક દિવસો પછી અતિશય મહાન પોતાના અવિનય દોષના કારણે એમણે પણ તેને કાઢી મૂક્યો. પછી તે વારાણસી નગરીમાં ગયો. ત્યાં પણ પિતાના મિત્ર સુલેણ રાજાએ તેને ઘણા આદરથી રાખ્યો. તે જ પ્રમાણે અવિનયદોષથી તેને કાઢી મૂક્યો. આ પ્રમાણે વહાણથી અથડાયેલાં પાંદડાંઓની જેમ બીજાં બીજાં નગરોમાં ભમે છે. દુઃખી થયેલો તે કયાંય સ્થાન પામતો નથી. આ પ્રમાણે જુદા જુદા દેશોમાં ભમતો તે એકવાર કોઈપણ રીતે કુરુદેશમાં પ્રસિદ્ધ હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં અતિશય બલવાન વરુણ નામનો રાજા છે. તે કુમારના પિતાનો ભાઈ છે. (૫) સિંહરથે અતિશય ઘણા સ્નેહવાળા તે રાજાનો આશ્રય લીધો. રાજાએ પણ અતિશય સંભ્રમથી સિંહરથને પોતાની પાસે રાખ્યો. ઘણા વિલાસોથી દુષ્ટ આદતવાળો તે તેના ઘરમાં રહે છે. એકવાર ઝરૂખામાં બેઠેલો તે શ્રેષ્ઠ અશ્વોની શાળાને કોઈપણ રીતે જુએ છે. તે અશ્વશાળામાં બધા અશ્વોની મધ્યમાં બંધાયેલા એક અશ્વને જુએ છે. અશ્વશાળામાં જે શ્રેષ્ઠભૂમિના પ્રદેશમાં અશ્વ બંધાયેલો છે તે પ્રદેશમાં પૃથ્વી સુવર્ણશિલાઓથી બનાવેલી છે. એનું Page #244 -------------------------------------------------------------------------- ________________ વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૧૭ તળિયું રત્ન-સુવર્ણથી જડેલું છે. જેમાં શ્રેષ્ઠરત્નો જડેલાં છે એવા સુવર્ણના ખીલામાં તે અશ્વ બંધાયેલો છે. તેની ઉપર બાંધેલા ચંદરવામાં મોતીઓ લટકી રહ્યા છે. ચારેબાજુ પાંચ વર્ણવાળા પુષ્પો પાથરવામાં આવ્યા છે અને સુગંધી જલનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેનું મુખ માંસરહિત, લાંબું અને ઢાંકેલું છે. લલાટ અતિશય પહોળું છે. તેના દાંત સમાન, મજબૂત અને સ્નિગ્ધ છે. તે મધના જેવી પીળી અને વિશાળ આંખોથી શોભી રહ્યો છે. જે સૂક્ષ્મરોમથી રહિત છે અને જેનો અગ્રભાગ સૂક્ષ્મ છે તેવા કાનરૂપી છીપથી યુક્ત છે. તેનું મસ્તક સ્ત્રીના સ્તનસમાન છે. બે કાન વચ્ચેનું અંતર બહુ થોડું છે. તેની છાતી પહોળી છે. સંકુચિત, વિકસિત અને લાંબા દેદના જેવી અને મોટા ઇન્દ્રધનુષ્યના જેવી ડોક છે. તે પુષ્ટ અને વિશાળ ખભાના પ્રદેશથી યુક્ત છે. સમાન, પુષ્ટ અને લાંબી બાહુથી યુક્ત છે. જેની જાનુ માંસ રહિત અને ગૂઢ છે. જંઘા લાંબી અને માંસ રહિત છે. તેનો વાંસો અને પીઠ વિસ્તીર્ણ નિતંબની સાથે કંઈક જોડાયેલો છે. અત્યંત દઢ અને લાંબા પડખા છે. શરીરનો મધ્યભાગ વિસ્તીર્ણ અને ગોળ છે. પાછળના ભાગમાં પુષ્ટ છે. તે ગુપ્ત અને કોમળ કેશવાળા પૂછડાથી યુક્ત છે. ચંદ્ર, શંખ અને મોગરાના ફૂલ જેવો શ્વેત છે. એની કાંતિ સ્નિગ્ધ છે. કાયા મોટી છે. એનો ધ્વનિ શંખ અને જલપૂર્ણ મેઘ જેવો (ગંભીર) છે. તે ધીર, શૂર, જિતેન્દ્રિય, વશમાં રહેનાર, તેજસ્વી, કોમળ રોમવાળો, અને શરીરના પૂર્વભાગમાં ઊંચો છે. વધારે શું કહેવું? ગતિ, કાંતિ, લક્ષ્મી, આવર્ત, વર્ણ, સ્વર અને સત્ત્વસંબંધી આઠ પ્રકારનાં લક્ષણોથી યુક્ત છે. આવા વાહ્યીકદેશના અતિશય ઉત્તમ અને જુએ છે. તેને કંકુનું વિલેપન કરવામાં આવ્યું છે. સુવર્ણ-મણિ-મોતીઓનાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં છે. શ્રેષ્ઠ સુગંધી પુષ્પમાલાઓથી અને સુવર્ણના કુંડલ આદિથી અલંકૃત છે. ઉત્તમ ભોજનપાણી આદિથી સર્વ પ્રકારે તેની સેવા કરવામાં આવે છે. તે બીજા એક અશ્વને જુએ છે. તે સર્વ ઘોડાઓના અંતભાગમાં બંધાયેલો છે, સર્વલક્ષણોથી રહિત છે. કોઈકે લાંબા કાળ પછી કોઇપણ રીતે જુનું ઘાસ તેની આગળ નાખ્યું છે. શરીરે વળગેલી સેંકડો માખીઓથી ઘેરાયેલો છે. તે દીન અને દુઃખી છે. આવા બે ઘોડાઓને જોઈને કુમાર વિચારે છે કે, જો આ કેવું છે? કારણ કે સમાન જાતિવાળાઓનો પણ વિભૂતિમાં આટલો ભેદ છે. અહીં એકની રાજાની જેમ સઘળીય સેવા કરવામાં આવે છે. જોવાયેલા બીજાની વાત પણ કોઈ પૂછતું નથી. તેથી આમાં શું કારણ છે તે હું બરોબર જાણતો નથી. કુમાર જેટલામાં આવું વિચારે છે ૧. હૃદ=પાણીનો ધરો. ૨. અહીં વનિતિર્થ પદનો અર્થ બરોબર સમજ્યો ન હોવાથી તેનો અનુવાદ કર્યો નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત તેટલામાં રાજા અશ્વશાળામાં જઇને ઉત્તમ અશ્વને સજાવીને તેના ઉપર આરૂઢ થાય છે. રાજાના બેઠા પછી વિનયને પામેલો તે અશ્વ ક્યાંક મંદ મંદ પગો મૂકે છે, ક્યાંક જાણે આકાશમાં ઊડતો હોય તેમ ઝંપ મારે છે. ક્યાંક પાણીમાં રોમાંચિત થતો તે વેગથી જાય છે. ક્યાંક પવનના વેગને પણ ટપી જતો તે દોડે છે. વધારે શું કહેવું? જતો તે લગામના ચલાવવા માત્રથી ભાવાર્થને જાણીને જેવું જેવું રાજાનું ચિત્ત હોય તેમ તેમ ચાલે છે. આ પ્રમાણે તે વિનયથી જેમ જેમ સારી રીતે પગોને મૂકે છે તેમ તેમ પગલે પગલે જ તુષ્ટ થયેલો બંદિજન તેની પ્રશંસા કરે છે. કોઇ કહે છે કે, તું અશ્વોનો દેવ છે, અથવા અશ્વરાજ છે. આ રાજા ધન્ય છે કે જેનો તું વાહન થયો. (૫૦) અથવા તું જ પૂર્વે કરેલા ધર્મના ફળને કહે છે. કારણ કે પુણ્યરહિત જીવો તારી પીઠ ઉપર બેસવાનું પામી શકતા નથી. આ પ્રમાણે બંદિજનથી અને અન્યલોકથી જેના ગુણોની પ્રશંસા કરાઇ રહી છે એવો તે અશ્વ રાજાથી સહિત નગરના સિંદ્ધારથી નીકળ્યો. આ પ્રમાણે વિસ્મય પામેલો કુમાર જેટલામાં જોઇ રહ્યો છે તેટલામાં કોઇક બીજા ઘોડાને લેવા માટે આવ્યો. આ ઘોડો અવિનયના કારણે આગળ રહેલાને દાંતોથી કરડે છે. કૂદતો તે પાછળ રહેલાને લાતોથી મારે છે. પિટાતો હોવા છતાં કોઇપણ રીતે લગામને સ્વીકારતો નથી. લગામને સ્વીકારીને ચઢવા દેતો નથી. તથા ચડેલાને પણ પાડે છે. સોટી આદિના મારથી મરાતો તે ઊંચે કૂદે છે, ભમે છે, દોડે છે, આળોટે છે, ભય પામે છે, દમન કરનારાઓને ચારે દિશામાં ચલાવે છે. પછી ઘણી રીતે પીટીને ઘોડેસવાર કોઇપણ રીતે તેના ઉપર આરૂઢ થાય ત્યારે મરાતો હોવા છતાં એક પગલું પણ ચાલતો નથી. પછી સ્વેચ્છાથી એક દિશા તરફ દોડે છે. જરાપણ નહિ ગણકારતો તે ઊંચે કૂદીને સવારને પણ વારંવાર પાડે છે. તેથી કૂટાતા તેના લોહીનો પ્રવાહ ઝરે છે. તો પણ તે અવિનયથી થયેલી કટ્ટરતાને છોડતો નથી. તેથી કંટાળેલા અને ગુસ્સે થયેલા તે રાજપુરુષે તેને મારઝૂડ કરીને ત્યાં જ ખીલામાં બાંધ્યો. આગળ સઘળા ઘાસને દૂર કરીને કોરું કર્યું. પાણી પણ પીવડાવ્યું નહિ. દીન અને દુઃખી થયેલા તેને ત્યાં મૂકી દીધો. રાજા પાછો ફર્યો ત્યારે શ્રેષ્ઠઅશ્વને ત્યાં રાખ્યો અને શીતલપાણીથી નવડાવીને પુષ્પોથી અંગરાગ કર્યો. પાણી પણ ગાળીને રત્ન-સુવર્ણની કુંડીમાં પીવડાવ્યું. રાજાએ સ્વયં જે ભોજન કર્યું, અશ્વે પણ તે ભોજન કર્યું. ઇત્યાદિ વૃત્તાંત જોઇને વિસ્મય પામેલો કુમાર વિચારે છે કે, હે જીવ! વિનયના અને અવિનયના આ પ્રત્યક્ષફળને તું જો. પુરુષોને પોતાના ગુણોથી અને દોષોથી (અનુક્રમે) સંપત્તિઓ અને વિપત્તિઓ થાય છે. આ હકીકત આ બે અશ્વોમાં પ્રત્યક્ષ જ જોવામાં આવી છે. શ્રેષ્ઠ અર્થે કોઇને ય ૧. અહીં નડાનૂડો એ પદનો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. સંબંધના અનુસારે મારઝૂડ અર્થ કર્યો છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દષ્ણત-૬૧૯ કંઈક પણ આપ્યું નથી. બીજા અશ્વે કોઈનું ય કંઇપણ છિનવી લીધું નથી. પણ વિનયથી શોભતો એક અશ્વ પૂજા, ઘણા ભોગો, યશ અને કીર્તિને પામે છે. બીજાને આ બધુંય વિપરીત થાય છે. હું પણ અવિનયના કારણે માતા-પિતાઓથી ત્યાગ કરાયો, લોકોથી અને સ્વજનોથી સ્થાને સ્થાને પરાભવ પામ્યો. છેવટે હું અહીં આવ્યો. અતિવત્સલ પણ આ રાજા મારા અવિનયના દોષોથી હમણાં કંટાળી ગયો છે. પણ લજ્જાથી અને મોટાઈના કારણે કંઈપણ બોલતો નથી. તેથી હે જીવ! આટલો કાળ જવા છતાં હજીપણ જો તું બોધ પામે તો સર્વ અનર્થોનું કારણ આ અવિનયને છોડીને સર્વ ઇચ્છિતનું કારણ એવા વિનયમાં આત્માને સ્થાપન કર. પુત્ર, પુત્રી, પુત્રવધૂ અને પત્ની પણ પોતાના અવિનયથી નોકરથી પણ અધિક દૂર ત્યાગ કરાય છે એવું જોવામાં આવે છે. અજ્ઞાતજાતિ-કુલમાં ઉત્પન્ન થયેલા હોય તો પણ, પૂર્વે ક્યાંય જોવામાં ન આવ્યા હોય તો પણ, દાસ હોય તો પણ, વિનયથી અન્યની ઋદ્ધિના માલિક થાય છે. વધારે શું કહેવું? અહીં જે કોઈ તિર્યંચ(=પશુ) કે મનુષ્ય સર્વ સુખ અનુભવતો દેખાય છે તે સઘળા તિર્યંચો કે મનુષ્યો વિનયથી જ સર્વસુખ અનુભવે છે. અવિનીત જીવોને તો માનસિક-શારીરિક સઘળુંય દુઃખ હોય છે. તેમને પોતાનાથી થયેલું અને બીજાઓથી પણ થયેલું પગલે પગલે કેવળ દુઃખ જ હોય છે. (૭૫) તેથી હવેથી સુખનું મુખ્ય મૂળ એવા વિનયની જ પ્રતિજ્ઞા કરું છું. દુઃખનું મુખ્ય કારણ એવા અવિનયનો દૂરથી ત્યાગ કરું છું. ત્યારથી તે કુમાર પ્રભાતના સમયે ઊઠીને વરુણ રાજાને પિતાની જેમ પરમવિનયથી પ્રણામ કરે છે. રાજાના ચિત્તના પરિણામને જાણીને સઘળાં કાર્યો કરે છે. સદાય અપ્રમત્ત બનીને રાજાની દેવની જેમ સેવા કરે છે. યથાયોગ્ય સઘળું સામંત અને મંત્રિવર્ગને અનકૂળ હોય તેવું વર્તન કરે છે. (આવા વર્તનથી) તે નગરના સઘળા લોકોને પ્રસન્ન કરે છે. વધારે શું કહેવું? તેણે સુવિનયથી અને ધર્મ-ન્યાય-પરાક્રમથી રાજાસહિત સઘળા નગરને તેવી રીતે પ્રસન્ન કર્યું કે જેથી આખું નગર તન્મય( કુમારમાં જ ચિત્તવાળું) થઈ ગયું. રાજા તેના વિરહમાં ક્ષણવાર પણ કોઈપણ રીતે આનંદને પામતો નથી. તે હોય ત્યારે રાજા બીજાની સાથે વાર્તાલાપ પણ કરતો નથી. સ્વગુણોથી સર્વ અવસ્થામાં સામત અને મંત્રિવર્ગના હૃદયરૂપ પાટિયામાં જાણે ખીલાથી જકડાઈ ગયો હોય તેમ સદા રહે છે. નગરલોક સદાય તેના વિનય વગેરે ગુણોની કથાને કરતો કોઇપણ રીતે અટકતો નથી. આ રીતે કુમારનો યશ ફેલાતાં, પૂર્વે તે જેટલા રાજાઓના ઘરમાં ગયો હતો તે બધાએ તેનો વિનય વગેરે સાંભળ્યું. તેમણે વિચાર્યું કે, તેનામાં વિનય વિના બીજા સર્વગુણોની કોઈ અવધિ ન હતી. હવે જો તે વિનયમાં પણ પ્રવૃત્ત થયો છે તો વિશ્વમાં તે જ ગુણી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [સિંહરથનું દષ્ટાંત છે. આમ વિચારીને સર્વ રાજાઓ પોતપોતાના પ્રધાનપુરુષોને ગુણનિધિ તે કુમારને બોલાવવા માટે મોકલે છે. પણ વરુણરાજા કુમારને મોકલવાના વચનને પણ સહન કરી શકતો નથી. તેથી સમગ્ર રાજપુરુષોને સન્માનિત કરીને એમ જ મોકલે છે. આ પ્રમાણે જેમ જેમ કુમારની કીર્તિ ફેલાય છે, ગુણો પ્રવર્તે છે (°ફેલાય છે, તેમ તેમ તે વિનયમાં અધિક અધિક રાગ કરે છે. તે જેમ જેમ વિનીત થાય છે તેમ તેમ વરુણ રાજાને પણ પ્રતિદિન જ કુમારપ્રત્યે અનુરાગ વધે છે. રાજાએ રાજ્યની લગભગ સઘળી ચિંતા કુમારને સોંપી દીધી. કુમારવડે નિવૃત્ત કરાયેલો રાજા ભોગોને ભોગવે છે. આ પ્રમાણે કાલ પસાર થતાં ક્યારેક વરુણ રાજાને ભયંકર રોગ ઉત્પન્ન થયો. તેથી રાજા સર્વ મંત્રીઓને અને સામંતોને બોલાવે છે. પછી તેમને રાજાએ કહ્યું: મારું શરીર (રોગથી) વ્યાકુલ બન્યું છે. આમ કહીને રાજાએ પૂછ્યું: મારા રાજ્યને યોગ્ય જે હોય તેને તમે કહો. તે બધાએ કહ્યું. આ અંગે નિર્ણય કરવામાં દેવ(=રાજા) જ પ્રમાણ છે. ઉત્તમ હાથીને છોડીને બીજો કોઈ પશુ સરોવરના મધ્યભાગને ન જાણે. રાજાએ કહ્યું: જો એમ છે તો, સિંહરથ ઉત્તમકુમાર સિવાય મારા બંધુઓ અને પુત્રોથી પ્રજા ક્ષણવાર પણ સુખી ન થાય. મંત્રીઓ અને સામંતો પૂર્વે પણ કુમારના ગુણોથી અનુરાગી થયા હતા. તેથી તે બધાએ રાજાને કહ્યું: દેવને (=રાજાને) છોડીને બીજો કોણ આ પ્રમાણે વિચારે? કારણ કે મધ્યસ્થમતિવાળાઓને આ વિશ્વમાં પોતાનો કે પારકો કોણ છે? ચંદ્ર સમુદ્રનો પુત્ર હોવા છતાં વિશુદ્ધ હોવાના કારણે શિવે ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કર્યો. દેવને સિંહરથ બંધુઓ જ છે, પુત્ર જ છે, પારકો નથી. કારણ કે સુપુરુષોને સ્વીકારેલાનું પાલન કરવું એ જ મહાન છે. આવા પ્રકારના ગુણવંત પુરુષોમાં જો આવા પ્રકારની પક્ષપાત ભરેલી બુદ્ધિ હોય તો તમારા પણ ગુણો કેવી રીતે પ્રવર્તે? તેમણે રાજાએ કહેલી વાતનું સમર્થન કર્યું એટલે રાજાએ સિંહરથને રાજ્ય લેવા માટે કહ્યું. સિંહરથે કહ્યું: દેવ મને આ આદેશ ન કરે. કારણ કે દેવ વિદ્યમાન છે. ઉત્તમ બંધુઓ અને પુત્રો વિદ્યમાન છે. તેમને ઓળંગીને રાજ્ય કરવું એ મારા માટે યોગ્ય નથી. (૧૦૦) તેથી રાજાએ સિંહરથને બાહુમાં લઈને કોઈપણ રીતે તે પ્રમાણે કહ્યું કે જેથી ઉત્તમ દિવસે મહાન આડંબરથી તેનો રાજ્યાભિષેક કર્યો. વરુણરાજાનું મૃત્યુ થતાં સિંહરથે તેના પુત્રોને અને બંધુઓને ઘણા દેશો આપીને તેમનું બધાનું ઉચિત સન્માન કર્યું. તેણે વિનયથી અને પરાક્રમથી પ્રજાને તે રીતે સંતોષ પમાડ્યો કે જેથી પૂર્વના રાજાઓને સ્વપ્નમાં પણ કોઈપણ યાદ કરતું નથી. કમલવદના નામની ઉત્તમ પત્નીને પટ્ટરાણી બનાવીને નયવિનય-પરાક્રમમાં તત્પર સિંહરથ રાજ્યનું પાલન કરે છે. હવે એક દિવસ દ્વારપાલે પ્રવેશ કરીને જણાવ્યું કે, હે દેવ! સુગંધિપુરથી કોઈક મનુષ્ય અહીં આવ્યો છે. દરવાજા આગળ રહેલો છે. તેને શો આદેશ છે? તેથી Page #248 -------------------------------------------------------------------------- ________________ વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૨૧ રાજાએ કહ્યું જલદી પ્રવેશ કરાવ. દ્વારપાળે પ્રવેશ કરાવ્યો એટલે તે રાજાની પાસે આવ્યો. આ મારા પિતાનો અમૃતમુખ નામનો પ્રધાન પુરુષ છે એમ ઓળખીને રાજા સંભ્રમથી તેને ભેટે છે. પછી રાજાએ તેને પૂછ્યું: દેવને, દેવીને, પરિવારને અને નગરજનોને કુશલ છે? અમૃતમુખે કહ્યું: હા. પણ મેં વિચાર કર્યા વિના પરવચનથી જ નરરત્ન સ્વપુત્રનો ત્યાગ કર્યો એમ પશ્ચાત્તાપથી સંતાપ પમાડાયેલ દેવ જે દરરોજ ક્ષીણ થાય છે તે જ મહાન અકુશલ છે. ઠપકો આપતો વિદ્વાન લોક પણ રાજાને કહે છે કે, હે દેવ! ગુણનિધિ પણ કુમારનો ત્યાગ કર્યો તે સારું ન કર્યું. એનો જે કયાંક અવિનય હતો તે પણ ત્યાગનો હેતુ નથી. કારણ કે દિવસોના કારણે ચંદ્ર કયાંક વક્ર થાય છે તો પણ શું આકાશ તેનો ત્યાગ કરે છે? અને ચંદ્ર પણ (સમય જતાં) તેના વક્રભાવને શું છોડતો નથી? વળી બીજું- સુપુરુષો પણ કારણસર કોઇપણ રીતે વક્રતાને પ્રગટ કરે છે. ગંગાનદીનો પ્રવાહ પણ જો સર્વથા સરળ હોય તો જુઓ, અર્થાત્ ગંગાનદીનો પ્રવાહ પણે સર્વથા સરળ નથી. તેથી રાજા અધિક ખેદ કરે છે. આ પ્રમાણે સ્વચિત્તમાં વિચારીને તે રીતે કરો કે જેથી માતા-પિતા જલદી સુખને પામે. (આ સાંભળીને) રાજાની આંખો આંસુના પાણીથી ભરાઇ ગઇ. રાજાએ કહ્યું: ખરેખર તું સાચે જ અમૃતમુખ છે. તારા સિવાય બીજો કોઈ આ પ્રમાણે બોલવાનું જાણે? પણ પોતાની મહાનતાના કારણે પિતાજી મારા માટે પશ્ચાત્તાપ કરે છે તો ભલે કરે, બાકી તેમનો શો દોષ છે? અર્થાત્ તેમનો કોઈ દોષ નથી. માતા-પિતાના વિયોગમાં મારા પોતાના જ દુર્વિનયનો અપરાધ છે. પાકેલો ફલસમૂહ પોતાની મેળે જ પડે છે તો તેમાં વૃક્ષ શું કરે? વળી બીજું- અતિશય ઘણા લોકાપવાદનું કારણ એવા પોતાના પણ દુર્વિનીતનો ત્યાગ કરતા સદ્ગુરુઓ પણ અપયશને પામતા નથી. કારણ કે મલિનતાનું કારણ એવા મધ્યમાં આવેલા પણ કચરાને શું સમુદ્ર પણ તરંગોરૂપી હાથોથી લઇને પોતાનાથી દૂર ફેંકતો નથી? લાંબા કાળથી સંબંધને પામેલા પણ મળનો ત્યાગ કરતા રત્ન- સુવર્ણ વગેરે પદાર્થો પણ લોકાપવાદને પામતા નથી, અને નિર્મલ કાંતિને નથી પામતા એવું પણ નથી. વળી બીજું- જો ત્યારે પિતા મને રજા ન આપત તો ઘણા કુતૂહલોનું ઘર એવા પૃથ્વીવલયને હું કેવી રીતે જોત? તેથી જેવી રીતે પિતા મારા કલ્યાણનું મુખ્ય કારણ થયા તેવી રીતે તેમના દુઃખનું કરાણ હું જ થયો. બાલ્યકાળથી જ અવિનયના કારણે માતા-પિતાને મેં સંતાપ ઉત્પન્ન કર્યો અને હમણાં વિયોગના દુઃખમાં નાખ્યા. તેથી જો હું સુકુલમાં ઉત્પન્ન થયો છું તો આટલો કાળ પસાર થવા છતાં હવે કોઈપણ રીતે તેવો પ્રયત્ન કરીશ કે જેથી મારા માતા-પિતા સુખને પામે. અમૃતમુખને આ પ્રમાણે કહીને અને સન્માનિત કરીને યોગ્ય આવાસ અપાવ્યો. (૧રપ) રાજાના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત નિર્મલ વિનય વગેરે ગુણોથી ખુશ થયેલો અમૃતમુખ વિચારે છે કે, જ્યાં પૂર્વે તેવા પ્રકારનો અવિનય? અને ક્યાં હમણાં આવો વિનય? તેથી જીવના કર્મોનો પરિણામ અચિંત્ય છે. આ પ્રમાણે વિચારતો અમૃતમુખ આવાસમાં રહે છે. રાજા પણ મંત્રિ-સામંતવર્ગને સઘળું કહીને અતિશય ઘણા સૈન્યસમૂહ લઈને સારા મુહૂર્તમાં ચાલ્યો. અમૃતમુખને આગળથી માતા-પિતાની પાસે મોકલી દીધો. અમૃતમુખ જઈને માતા-પિતાને સઘળું કહે છે. પછી ક્રમે કરીને સિંહરથરાજા પણ આવી ગયો. પિતા સર્વસૈન્ય લઈને સામે આવ્યો. હર્ષ પામેલા તે બંનેએ અતિશય ઘણા આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં અતિશય ઘણા હર્ષથી વધુપનક થયું. હવે એક દિવસ પુંડરીકાક્ષ રાજાએ સિંહરથરાજાને રાજ્ય આપીને, પ્રજાને સન્માનિત કરીને, દાન આપીને, જિનેશ્વરોની પૂજા કરીને ચાર જ્ઞાનરૂપ લક્ષ્મીથી પરિવરેલા સુપ્રભસૂરિની પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. પછી બંનેય રાજ્યોથી સિંહરથ મહાન રાજા થયો. તો પણ વિનયાદિગુણોથી તેણે લોકને તે રીતે સંતોષ પમાડ્યો કે જેથી લોક અતિ હર્ષથી ગુણસ્તુતિને કરતો ક્ષણવાર પણ અટકતો નથી. લોક કહે છે કે, અવિનયન અને વિનયનાં ફળોને અહીં જ જુઓ. અવિનયના કારણે જે પૂર્વે પિતાથી પણ ત્યાગ કરાયો હતો તે પણ વિનયથી પરરાજ્યનો પણ સ્વામી થયો અને સ્વરાજ્યને પણ પામ્યો. આ પ્રમાણે દૂર સુધી તેનો યશ ફેલાયો. બંને રાજ્યોનું પરાક્રમ અને ન્યાયથી ઘણા દિવસ સુધી પાલન કર્યું, અને પાંચ પ્રકારનાં વિષયસુખો ભોગવ્યા. શ્રી પુંડરીકાક્ષ મુનિ મુક્તિને પામ્યા. હવે એકવાર રાત્રિના અંતે સંસારની અસારતાને વિચારીને ગુણરથ નામના પુત્રને તે બંને રાજ્યો આપીને સિંહથે પણ સુપ્રભસૂરિની પાસે દીક્ષા લીધી. જલદી સૂત્રોને પણ ભણીને ગીતાર્થ થયા. પૂર્વે પણ તેમણે વિનય-અવિનયનાં ફળોનો પરમાર્થ જાણ્યો હતો. આથી હવે આચાર્યની પાસે સકળગચ્છમાં જાવજીવ વિનય કરીશ એવો મહાઘોર અભિગ્રહ લે છે. આ (અભિગ્રહનો) આરાધક થશે એમ જાણીને આચાર્યું પણ તેને તે અભિગ્રહ આપ્યો. તેથી ઊભા થવું, આસન આપવું, ઉપધિ ઉપાડવી, દાંડો લેવો, વસતિનું પ્રમાર્જન કરવું, વસ્ત્ર-પાત્રનું પરિકર્મ કરવું, ગુરુઓનું આસન પાથરવું, વાચના સમયે સ્થાપનાચાર્ય મૂકવા, ઉચિત વિશ્રામણા કરવી, ખેલમલ્લ આદિ આપવું, સત્કાર કરવો, સન્માન કરવું, વંદન કરવું વગેરે બીજી પણ ઉચિત વિનક્રિયા સઘળાય ગચ્છમાં તે તેવી રીતે કરે છે કે જેથી તુષ્ટ થયેલો ઈન્દ્ર પણ દેવલોકમાં તેની પ્રશંસા કરે છે. ત્યારબાદ ઘણા દેવોએ ધીર તેની અનેક રીતે પરીક્ષા કરી. તો પણ તે મહાત્મા પોતાની પ્રતિજ્ઞાથી કોઈપણ રીતે ચલિત ન થયા. આ પ્રમાણે ઉપયોગવાળા તે મુનિએ અખંડપણે જ વિનય ક્રિયા કરી. પછી અંતે મહાસત્ત્વવંત તે મુનિએ પાદપોપગમનનો સ્વીકાર કર્યો. તે મુનિના ગુણોથી ભાવિત હૃદયવાળા ઇન્દ્ર આ જાણ્યું. આથી Page #250 -------------------------------------------------------------------------- ________________ વિનયથી થતાં લાભમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૨૩ તુષ્ટ થયેલ તે ત્યાં આવીને અને પ્રદક્ષિણા આપીને સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે– હે ધી! જગતમાં તેમ જ દર્શન કરવા યોગ્ય છો, તેમ જ સ્તુતિ કરવા યોગ્ય છો, તમે જ નમવા યોગ્ય છો, કારણ કે સમૃદ્ધ બે રાજ્યોનો ત્યાગ કરીને દીક્ષા સ્વીકારી. પછી સાધુનું રૂપ (=સાધુપણાને) ધારણ કરનાર અંકની પણ જીવનપર્યંત અખંડપણે વિનયક્રિયા કરી. માનથી સંકીર્ણ લોકમાં જીવોને આ અતિદુષ્કર છે. ક્ષુદ્રદેવોથી ક્ષોભ પમાડાતાઓને આ વિશેષથી અતિદુષ્કર છે. (૧૫૦) તેથી હે ઉત્તમમુનિ! આ જન (=ઇન્દ્ર) મહાદુસ્તર પ્રતિજ્ઞારૂપ સમુદ્રને તરી ગયેલા આપનો દાસ જ છે. આ પ્રમાણે સ્તુતિ કરીને અને પ્રણામ કરીને ઇન્દ્ર સ્વસ્થાને ગયો. સમભાવમાં રહેલા તે મુનિ સુવિશુદ્ધ ભાવનાથી મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મોક્ષમાં જશે. આ પ્રમાણે વિનય આ લોકના અને પરલોકના સુખોનું કારણ છે. [૪૧૧] આ પ્રમાણે સિંહરથમુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે– किं बहुणा ? विणओ च्चिय, अमूलमंतं जए वसीकरणं । इहलोयपारलोइयसुहाण मणवंछियफलाणं ॥ ४१२॥ વધારે શું કહેવું? જગતમાં વિનય જ મનવાંછિત ફળવાળાં આ લોકસંબંધી અને પરલોકસંબંધી સુખોનું મૂલરહિત અને મંત્રરહિત વશીકરણ છે. વિશેષાર્થ આરોગ્ય, લક્ષ્મી, યશ, સૌભાગ્ય વગેરે, સ્વર્ગ, રાજ્ય અને મોક્ષની પ્રાપ્તિરૂપ ફલ જેમાં રહેલું છે તેવાં આ લોકના અને પરલોકના સર્વસુખોનું મૂલરહિત અને મંત્રરહિત પરમ વશીકરણ વિનય જ છે એવું અહીં તાત્પર્ય છે. (જગતમાં કોઇને વનસ્પતિનાં મૂળિયાં ખવડાવીને વશ કરવામાં આવે છે, કોઇને મંત્રના પ્રયોગ દ્વારા વશ કરવામાં આવે છે. વિનય કરનાર મૂળિયા વિના અને મંત્ર વિના બીજાને વશ કરી શકે છે. માટે અહીં “વિનય મૂલ-મંત્રરહિત વશીકરણ છે.'' એમ કહ્યું છે.) [૪૧૨] આ સંસારમાં વિનયગુણથી યુક્ત જીવોના કંઠમાં આ લોકસંબંધી અને પરલોકસંબંધી લક્ષ્મીની વરમાળા આવે છે. વિનયપૂર્વકના વર્તનથી દેવોનો સમૂહ પણ વશ થાય છે. જેમની બુદ્ધિ અવિનયથી હણાઇ ગઇ છે તેવા જીવોનો ચાંડાલ પણ આશ્રય લેતો નથી. (૧) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં વિનયરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં વિનયરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪-વૈયાવૃત્ય દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [એકની પૂજાથી સર્વની પૂજા વૈયાવૃત્યકાર હવે વૈયાવૃત્યદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે विणयविसेसो य तहा, आयरियगिलाणसेहमाईणं । दसविहवेयावच्चं, करेज समए जओ भणियं ॥ ४१३॥ વેયાવચ્ચ વિનયવિશેષ રૂપ છે એથી સાધક જેમ વિનય કરે તેમ આચાર્ય, ગ્લાન અને નવદીક્ષિત આદિ દશ પ્રકારની વેયાવચ્ચ પણ કરે. કારણ કે શાસ્ત્રમાં (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ– વેયાવચ્ચ માટે સંસ્કૃતમાં વૈયાવૃત્ય શબ્દ છે. વૈયાવૃજ્ય શબ્દ વ્યાવૃત્ત શબ્દથી બન્યો છે. વ્યાવૃત્તનો ભાવ તે વૈયાવૃત્ય. (વ્યાવૃત્ત એટલે ગુંથાયેલો-પરોવાયેલો. જે આચાર્ય આદિની સેવામાં ગુંથાયેલો પરોવાયેલો રહે તે વ્યાવૃત્ત. વ્યાવૃત્તનો ભાવ (=ધર્મ) તે વૈયાવૃન્ય. અર્થાત્ આચાર્યાદિની ભક્તિમાં સતત ગુંથાયેલાનો ધર્મ તે વૈયાવૃત્ય. વૈયાવૃત્ય, વેયાવચ્ચ, સેવા એ બધા શબ્દોનો સમાન અર્થ છે.) સાધક જેમ વિનય કરે તેમ આચાર્ય આદિની વેયાવચ્ચ પણ કરે. આ વિષે કહ્યું છે કે-“આચાર્યવયાવચ્ચ, ઉપાધ્યાયયાવચ્ચ, સ્થવિરવેયાવચ્ચ, કુલવેયાવચ્ચ, ગણવેયાવચ્ચ, સંઘવેયાવચ્ચ, તપસ્વીવેયાવચ્ચ, ગ્લાનવેયાવચ્ચ, સાધર્મિકવેયાવચ્ચ, શૈક્ષકવેયાવચ્ચ એમ વેયાવચ્ચના દશ પ્રકાર છે.” આચાર્ય વગેરે દશ સ્થાનોમાં વેયાવચ્ચ કરાતી હોવાથી વેયાવચ્ચ દશ પ્રકારની કહેવાય છે. વેયાવચ્ચ વિનયવિશેષ જ છે. અર્થાત્ વેયાવચ્ચ એક પ્રકારનો વિનય છે. શાસ્ત્ર પ્રસિદ્ધ વિશેષણના કોઈક ભેદથી ભિન્ન વિનય પણ વેયાવચ્ચ કહેવાય છે. આ જ સંબંધથી વિનયદ્વાર પછી તેયાવચ્ચ દ્વાર કહ્યું છે. વેયાવચ્ચ વિનયવિશેષ હોવાથી જ પ્રસ્તુત દ્વારના સંબંધનું સૂચન કર્યું છે. શા માટે વેયાવચ્ચ કરવી જોઇએ? કારણ કે શાસ્ત્રમાં (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૧૩] શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છેभरहेरवयविदेहे, पन्नरसवि कम्मभूमिगा साहू । इक्कम्मि पूइयम्मि, सव्वे ते पूइया हुंति ॥ ४१४॥ એક સાધુની પૂજા કરવાથી ભરત-ઐરવત-મહાવિદેહ ક્ષેત્રમાં પંદરે કર્મભૂમિમાં રહેલા બધા ય સાધુઓ પૂજાયેલા થાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃત્ય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [એકની હિલનાથી સર્વની હિલના-૬૨૫ વિશેષાર્થ- જ્યાં સાધુઓ હોય તેવાં ત્રણ ક્ષેત્રો છે. તે આ પ્રમાણે- ભરત, ઐરાવત અને મહાવિદેહ. આ ત્રણ ક્ષેત્રોને કર્મભૂમિ કહેવામાં આવે છે. ભરત પાંચ છે, ઐરવત પાંચ છે, અને મહાવિદેહ પણ પાંચ છે. એથી કર્મભૂમિ ૧૫ છે. ભાવની શુદ્ધિપૂર્વક એક પણ સાધુની પૂજા કરવાથી આ પંદર કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ છે તે સર્વ સાધુઓ પૂજાયેલા થાય છે. આવું શાસ્ત્રવચન હોવાથી સાધુની વેયાવચ્ચમાં ઘણો લાભ હોવાથી ભક્ત-પાન આદિથી સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ એવું તાત્પર્ય છે. [૪૧૪] હમણાં જે કહ્યું તેનાથી ઉલટું કહે છેएक्कम्मि हीलियम्मिवि, सव्वे ते हीलिया मुणेयव्वा । नाणाईण गुणाणं, सव्वत्थवि तुल्लभावाओ ॥ ४१५॥ એક સાધુની હીલના(=અપમાન વગેરે) કરવાથી સર્વસાધુઓ હીલના કરાયેલા જાણવા. કારણ કે બધા ય સાધુઓમાં જ્ઞાનાદિ ગુણો સમાન છે. વિશેષાર્થ– એક સાધુની પૂજા કરવાથી સઘળા ય સાધુઓ પૂજાયેલા થાય છે, એટલું જ નહિ, કિંતુ એક સાધુની હીલના કરવાથી આ હલકી જાતિનો છે એમ જાતિનું પ્રકાશન કરવું ઇત્યાદિ દ્વારા અપમાન કરવાથી સઘળા ય સાધુઓ હીલના કરાયેલા જાણવા. | મુશ્કેલીથી ઘટી શકે તેવું આ કેવી રીતે માનવું એવી આશંકા કરીને ગ્રંથકાર યુક્તિને કહે છે- “કારણ કે બધા ય સાધુઓમાં જ્ઞાનાદિ ગુણો સમાન છે. અહીં તાત્પર્ય એ છે કે બધા સ્થળે જ્ઞાનાદિ ગુણો જ પૂજાય છે, મનુષ્યોની માત્ર જાતિ નથી પૂજાતી. જો માત્ર જાતિ જ પૂજાય તો અતિપ્રસંગ આવે, એટલે કે બધા ય મનુષ્યોની પૂજા કરવાનો પ્રસંગ આવે, એથી જ્ઞાનાદિ ગુણો જ પૂજનીય છે. જ્ઞાનાદિ ગુણો બધા સાધુઓમાં સામાન્યથી સમાન જ છે. તેથી “જ્ઞાનાદિ ગુણથી યુક્ત આ સાધુની પૂજા કરું” એવી બુદ્ધિથી એકપણ સાધુની પૂજા કરનાર વડે જ્ઞાનાદિ ગુણવાળા બધા ય સાધુઓ પૂજાયેલા જ થાય છે. કારણ કે સામાન્યથી જ્ઞાનાદિની પૂજાનો જ તેનો ભાવ છે. એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણવંતોની હાલના પણ જે અવિવેકથી યુક્ત હોય તે જ કરે છે. જે અવિવેકી મૂઢે એક સાધુ વ્યક્તિમાં જ્ઞાનાદિની હિલના કરી તેણે બધાય સાધુઓમાં તે કરેલી જાણવી. કારણ કે અવિવેક સર્વત્ર તુલ્ય છે. આ પ્રમાણે મુશ્કેલીથી ઘટી શકે તેવું કંઈ નથી. [૪૧૫] પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેतम्हा जइ एस गुणो, साहूणं भत्तपाणमाईहिं । कुज्जा वेयावच्चं, धणयसुओ रायतणउ व्व ॥ ४१६॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવન તિલકનું દૃષ્ટાંત એક સાધુની પૂજાથી સર્વસાધુઓની પૂજાનો લાભ થતો હોવાથી તું ભક્ત-પાન આદિથી સાધુઓની ધનદ રાજાના પુત્રની જેમ વેયાવચ્ચ કર. વિશેષાર્થ– અહીં તાત્પર્ય આ છે- પંદર કર્મભૂમિઓમાં જઘન્યથી પણ (aઓછામાં ઓછા પણ) બેથી નવ હજાર ક્રોડ સાધુઓ સદા ય પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવતી સૂત્ર (શ.૨૫ ઉ.૭ સૂત્ર ૯૨ વગેરે)માં કહ્યું છે કે- “હે ભગવન્! સામાયિકસંયતો એક સમયે કેટલા હોય? હે ગૌતમ! પ્રતિપદ્યમાન (=વર્તમાન સમયે સામાયિકસંતપણાને પ્રાપ્ત થતા) સામાયિકસંયતોની અપેક્ષાએ કદાચ હોય, અને કદાચ ન હોય, જો હોય તો જઘન્યથી એક, બે અને ત્રણ હોય, અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવહજાર સુધી હોય. પૂર્વપ્રતિપન્ન (જેમણે પૂર્વે સામાયિકસંયમ સ્વીકારી લીધું છે. અને હમણાં વિદ્યમાન છે તેવા) સંયતોની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી હોય. છેદોપસ્થાપનીયસયતો પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવહજાર સુધી હોય. પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બસોથી નવસો ક્રોડ હોય. પરિહારવિશુદ્ધિકો પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી બસોથી નવસો સુધી હોય. પૂર્વપ્રતિપત્રની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી બે થી નવ હજાર હોય. સૂક્ષ્મપરાયસયતો પણ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી એકસો બાસઠ હોય. ૧૦૮ ક્ષપકશ્રેણીવાળા અને ૫૪ ઉપશમ શ્રેણિવાળા એમ એકસો ને બાસઠ હોય. પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ જો હોય તો જઘન્યથી એક, બે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી બસોથી નવસો હોય. યથાખ્યાતસયતો પ્રતિપદ્યમાનની અપેક્ષાએ સૂક્ષ્મસંપરાયસંયતની જેમ જાણવું. પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બેથી નવ ક્રોડ હોય.” આ પ્રમાણે એક પણ સાધુની ભક્ત-પાન આદિ વડે પૂજા કરવાથી વર્તમાનકાલની અપેક્ષાએ ચોક્કસ બેથી નવહજાર ક્રોડ સાધુઓની પૂજા થાય, અને અતીત-અનાગત કાલની અપેક્ષાએ તો અનંત પણ સાધુઓની પૂજા થાય. તેથી આટલો લાભ થાય એમ વિચારીને તું હંમેશા જ ધનદરાજાના પુત્રની જેમ વેયાવચ્ચ કર. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે ધનદરાજાના પુત્ર ભુવનતિલકનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં કુસુમપુર નામનું નગર પ્રસિદ્ધ હતું. તે નગરની અંદર લોક અને બહાર વૃક્ષસમૂહ શોભે છે. એ લોક અને વૃક્ષસમૂહ ઘણી શાખાઓથી વિસ્તારને પામ્યો છે. લોકમાં શુભ મનવાળાઓથી પાત્રસમૂહ (કલાયક જીવોનો સમૂહ) શોભી રહ્યો છે. વૃક્ષોમાં સારાં પુષ્પોથી પાંદડાંઓનો સમૂહ શોભી રહ્યો છે. તે નગરનો કુબેરની જેમ ધનથી સમૃદ્ધ ધનદ Page #254 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત-૬૨૭ નામનો રાજા પ્રખ્યાત હતો. તેની મોતીઓના હારથી વિભૂષિત અને શ્રેષ્ઠ પત્રતિલકની કાંતિવાળી શત્રુસુંદરીઓ વૃદ્ધ હોવા છતાં શોભે છે. તે રાજાનો પદ્માવતી દેવીના ગર્ભમાં ઉત્પન્ન થયેલો ભુવનતિલક નામનો અતિપ્રિય પુત્ર હતો. જો કે તેના રૂપ વગેરે ગુણોની ઉપમા કોઈપણ રીતે કદાચ કામદેવ વગેરેની સાથે આપી શકાય, પણ તેનો બુદ્ધિગુણ અનુપમ હતો. ઉચિતસમયે પિતાએ તેને કળાઓનો અભ્યાસ કરવા અમિતબુદ્ધિ નામના ઉપાધ્યાયને સોંપ્યો. ભુવનતિલક આદરથી કળાઓ ગ્રહણ કરે છે. સઘળોય લોક તેની ઉત્તમબુદ્ધિની પ્રશંસા કરે છે. એક દિવસ રાજા રાત્રિના અંતે વિચારે છે કે, કુમારનો અનુપમ બુદ્ધિગુણ સંભળાય છે. પણ અમોએ ક્યાંય તેની પરીક્ષા કરી નથી. તેથી સવારે કોઈપણ રીતે તેની કોઇપણ પરીક્ષા કરવી એ યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને સવારે ઉઠ્યો, તે કાળે કરવા યોગ્ય કાર્ય કર્યું. રાજ્યના કેટલાક વિદ્વાનોને બોલાવ્યા. રાજા પરિમિત પરિવારની સાથે બેઠેલો છે. મતિચંદ્રિકા અને રંભા વગેરે વારાંગનાઓ તેના ચરણોની ચંપી કરી રહી છે. આ દરમિયાન ભુવનતિલક રાજપુત્ર પિતાને વંદન કરવા માટે ત્યાં આવ્યો. ઘણી ભક્તિથી રાજાના ચરણોમાં નમ્યો. રાજાએ પણ આશીર્વાદની સાથે તેના પીઠપ્રદેશ ઉપર બળાત્કારથી ગ્રહણ કરેલા શત્રુઓના હસ્તિસમૂહના ગંડસ્થલોમાં ઠોકવામાં કુશળ એવો હાથ મૂક્યો. પિતાથી રજા અપાયેલો કુમાર યોગ્ય સ્થાનમાં બેઠો. પછી પૂર્વે સંકેત કરાયેલા જ મતિવિલાસ નામના રાજપંડિતે કહ્યું: કુમારનું કલાગ્રહણ વિધ્વરહિત થાય છે ને? કુમારે કહ્યું: પિતાજીના ચરણોની કૃપાથી થાય છે. કળાઓનું કંઈપણ સહસ્ય સમજાય છે ને? કુમાર બોલ્યોઃ સ્વશક્તિ અનુસાર કંઈક કંઈક રહસ્ય જણાય છે. તેથી મતિવિલાસે કહ્યું: કુમારની અનુપમ તર્કશક્તિ જણાય છે. તેથી પ્રશ્નોત્તર માત્ર મારાથી કંઈક વિચારાયેલ છે તેને સાંભળો. કુમારે પૂછ્યું. તે કેવું છે? તેથી મતિવિલાસ પ્રશ્નોત્તર બોલ્યો તે આ પ્રમાણે– ગમનમાં ( જવામાં) પક્ષી, રાજા અને હાથી કેવી રીતે સંબોધન કરાય છે? કામથી પીડાયેલો પુરુષ કામિનીના સ્તનગંડ પર કોને (મું) ફેંકે છે? કુમારે જવાબ આપ્યોઃ ગમનમાં પક્ષી, રાજા અને હાથી “સર્કતગમન' શબ્દથી સંબોધન કરાય છે. અર્થાત્ હે સકુંતગમન પક્ષી! હે સકુંતગમન રાજા! હે સકુંતગમન હાથી! એ પ્રમાણે સંબોધન કરાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે(૧) પક્ષીના પક્ષમાં સકુંત એટલે આકાશ. આકાશમાં જેનું ગમન એવો પક્ષી. ૧. પત્રતિલક એ સ્ત્રીઓની વિભૂષાનો એક પ્રકાર છે. ૨. અહીં અમને એ સ્થળે અમને એમ હોવું જોઇએ એમ જણાય છે. આથી અહીં મને એવો પાઠ સમજીને અર્થ કર્યો છે.. ૩. સર્કત શબ્દનો આકાશ અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. સંભાવનાથી આકાશ અર્થ કર્યો છે. બીજો અર્થ થતો હોય તો કરવો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮-વૈયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દષ્ટાંત (૨) રાજાના પક્ષમાં કુંત એટલે ભાલો. સર્કત (=જોન સહિત) એટલે ભાલાથી સહિત. ભાલાથી સહિત છે ગમન જેનું એવો રાજા. (૩) હાથીના પક્ષમાં કુંત એટલે ઉગ્રતા. સકુંત એટલે ઉગ્રતાથી સહિત. ઉગ્રતાથી સહિત ગમન છે જેનું એવો હાથી. (હાથી જ્યારે મદોન્મત્ત બને છે ત્યારે તેની ગતિ બહુ જ ઉગ્ર હોય છે.) (૪) કામથી પીડાયેલો પુરુષ પોતાની વાસનાપૂર્ણ દૃષ્ટિને કામિનીના સ્તનગંડ ઉપર ફેંકે છે. પછી બીજો કોઈ કૌતુકથી આ પ્રમાણે પૂછે છે– રાજાઓ વડે પ્રયત્નપૂર્વક લોકો મારફત હંમેશા કોણ પ્રાર્થના કરાય છે? કોણ નર વક્તા થાય? નારકનો અવાજ (શબ્દ-બૂમ) કેવો છે? કેવો દેશ સુખી હોય? કોણ તાળી નથી વગાડતો? પછી બોલાતા આ વાક્યને સાંભળીને અને કંઈક હસીને કુમારે કહ્યું: વિગતકર. આનો ભાવાર્થ આ પ્રમાણે છે(૧) વિગતકર એટલે ચાલી ગયો છે કર (=રાજાનો કર-ટેક્ષ) જેનો એવો પુરુષ, અર્થાત્ સાધુ. સાધુઓ રાજાઓ વડે હંમેશા લોકો મારફત આ નગરમાં રહેવા કે પધારવા પ્રાર્થના કરાય છે (૨) વિગતકર એટલે ચાલી ગયો છે કર (=રાજાનો કર) જેનો એવો પંડિત, વિદ્વાન, કે જ્ઞાની. (રાજા પંડિત વગેરેની પાસેથી કર લેતો નથી.) પંડિત વગેરે વક્તા (=પ્રવચન કરનાર) હોય છે. (૩) નારકનો અવાજ (શબ્દ કે બૂમ) વિગતકર છે. અહીં કર એટલે કિરણ (=પ્રકાશ). ચાલી ગયો છે. પ્રકાશ જેમાં, એવો નારકધ્વનિ છે, અર્થાત્ નારકોની બૂમ કોઈ સાંભળતું નથી. (૪) કર એટલે રાજાનો કર-ટેક્ષ. ચાલી ગયો છે કર (=ટેક્ષ) જેમાંથી એવો દેશ. કરથી મુક્ત દેશ સુખી હોય. (૫) કર એટલે હાથ. કપાઈ ગયો છે હાથ જેનો તે વિગતકર, અર્થાત્ દૂઠો. દૂઠો માણસ તાળી વગાડી શકતો નથી. પૂર્વે સંકેત કરાયેલ જ બ્રાહ્મીતિલક પંડિત વિસ્મયસહિત બોલ્યોઃ અમે પણ કંઈક પૂછવા વિચારી રાખ્યું છે. તેને સાંભળીને હે કુમાર! અમારા ઉપર અનુગ્રહ કરો. તો તમે પણ તમારો પ્રશ્ન પૂછો એમ કુમારે કહ્યું ત્યારે બ્રાહ્મીતિલક કહે છે કે- કોઈ પુરુષ પ્રશ્ન પૂછે છે કે જોવાયેલો કોણ પ્રાણીઓના ભયને કરે છે? અને તે જ પુરુષ પૂછે છે કે, અહીં બીજાને અકૃત્યબુદ્ધિથી (=પાપબુદ્ધિથી) કોણ અટકાવે છે? કેવો ભવનશબ્દ સંસારના આમંત્રણમાં સમર્થ થાય? અને કેવો મુરારિ ( કૃષ્ણ) અર્જુનના શત્રુ કર્ણ પ્રત્યે પણ દ્વેષ Page #256 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ણત-૬૨૯ કરે છે? પછી કુમારે કહ્યું કે ફરીથી બોલ. બ્રાહ્મીતિલક ફરી તે જ પ્રમાણે બોલ્યો. પછી કુમારે વિચારીને કહ્યું. નરહિત. આની ઘટના આ પ્રમાણે છે(૧) ન થી રહિત તે નરહિત. ન એટલે રહિત. હિતથી રહિત તે નરહિત. હિતથી રહિત પુરુષ, અર્થાત્ દુષ્ટપુરુષ. જોવાયેલ દુષ્ટ પુરુષ સર્વ પ્રાણીઓને ભય ઉત્પન્ન કરે છે, અર્થાત્ દુષ્ટપુરુષને જોઈને બધા પ્રાણીઓ ભય પામે છે. (૨) નરનું (=મનુષ્યનું)હિત તે નરહિત. નરહિત (= મનુષ્યનું કલ્યાણ) બીજાને પાપબુદ્ધિથી અટકાવે છે. અર્થાત્ જે પોતાનું હિત કરે છે તે બીજાને પણ પાપથી અટકાવી શકે છે. (૩) ન થી રહિત ભવનશબ્દ. અર્થાત્ ભવશબ્દ સંસારના આમંત્રણમાં સમર્થ થાય છે. (૪) નરહિત એવો મુરારિ (કૃષ્ણ) અર્જુનના શત્રુ કર્ણ પ્રત્યે દ્વેષ કરે છે. નર એટલે અર્જુન. હિત એટલે કલ્યાણકારી. અર્જુનના કલ્યાણને કરનારો મુરારિ (=કૃષ્ણ) અર્જુનના શત્રુ એવા કર્ણ પ્રત્યે દ્વેષ કરે છે. પછી રાજપુત્રની અતિશયવાળી બુદ્ધિને જોઇને કવિરહસ્ય નામના પંડિતે કહ્યું છે કુમાર! બાળ જીવોને ક્રીડા ઉપજે તેવા અને સામાન્યલોકને જાણવા યોગ્ય એવા આ પ્રશ્નોત્તરોથી શું? મેં એક ગૂઢ પ્રશ્ન પૂછવા વિચારી રાખ્યો છે. તેનું તમે અવધારણ કરો. કુમારે કંઈક તિરસ્કારપૂર્વક કહ્યું તેને પણ તમે કહો. વિદ્વાને આ પ્રમાણે કહ્યું – नास्यनतस्त्वं कथमपि, राजन्! निजगुरुकुलस्य कृतभक्तिः । विनयगुणेन च जगति, प्राप्तहिमद्युतियशःप्रसरः ॥ १॥ પછી કુમારે કહ્યું: તમારા આવા પ્રશ્નથી શું? કારણ કે તમારું આ કથન પણ સુગમ જ છે. પંડિતે પૂછ્યું: કેવી રીતે? કુમારે કહ્યું: હું આની આ પ્રમાણે વ્યાખ્યા કરું છું. તેને તમે સાંભળો. “હે રાજન! ( ર સનતત્ત્વ ) કોઇપણ પ્રકારથી તમે નમ્યા નથી એમ નથી, કિંતુ સર્વપ્રકારે નમેલા છો. કોને નમેલા છો? માતા-પિતાદિ રૂપ પોતાના ગુરુકુલને નમેલા છો. તમે વિનયગુણોથી વડિલજનની ભક્તિ કરનારા છો. તેથી તમારા ચંદ્ર જેવા નિર્મલ યશનો ફેલાવો થયો છે.” પછી જેના અંતરમાં હર્ષ ઊભરાયો છે એવા રાજાવડે દૃષ્ટિથી પ્રેરાયેલા શેષ વિદ્વાનોમાંથી વાગીશે કહ્યું. જેમાં એક માત્રા છૂટી ગઈ છે એવા મારા એક શ્લોકને તમે સાંભળો. કુમારે કહ્યું. તે શ્લોકને તમે કહો. પછી વાગીશ આ પ્રમાણે બોલ્યો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત दण्डमात्रैरपि क्षिप्ताः, यतो दूरेण शत्रवः । महानिति प्रतापस्ते, गदतस्तेन शोभते ॥१॥ પછી કુમારે કહ્યું કે અહીં પણ અતિત એ પદમાં કાર માત્રા છૂટી ગઈ છે. તે રકાર મેળવતાં તિતઃ પદ બને છે. તેનો અર્થ આ પ્રમાણે થાય છે હે રાજન! જેના વડે ફક્ત દંડોથી શત્રુઓ દૂર ભગાડાયા છે એવા તમારો પ્રતાપ મહાન છે. એમ નગ્નાચાર્ય આદિએ કહ્યું છે. તે કારણથી તમારો પ્રતાપ શોભે છે.” પછી કંઈક જિનવચનથી ભાવિત કાવ્યનિકષે કહ્યું: મારો પણ જેમાં અનુસ્વાર છૂટી ગયો છે તેવો એક શ્લોક છે. તેને તમે સાંભળો. પછી કુમારે કહ્યું. તે શ્લોકને તમે કહો. પછી કાવ્યનિકષે શ્લોક કહ્યો. તે આ પ્રમાણે ब्रह्ममार्गनिषण्णस्य, बहिरन्तर्गुप्ताः (:सिता )त्मनः । देवानां स्तुतिभिः साधो! वदनं ते विराजते ॥१॥ પછી કુમારે કહ્યું કે અહીં પણ તને એ સ્થળે એક મીંડું ઉમેરતાં ચં થાય. તેનો અર્થ આ પ્રમાણે થાય “હે સાધુ! તમારું વંદન શોભે છે. કોને કરેલું વંદન શોભે છે? દેવોને કરેલું વંદન શોભે છે. શેનાથી શોભે છે? સ્તુતિઓથી શોભે છે. તમે કેવા છો? તમે બ્રહ્મમાર્ગમાં (=મોક્ષની સાધનામાં) રહેલા હોવાથી બહાર-અંદર શુદ્ધ છો, માયાવી નથી. તેથી તમારું વંદન શોભે છે. માયાવીઓનું દેવવંદન શોભતું નથી.” આવો આ શ્લોકનો ભાવ છે. પછી કવિભૂષણે જેમાં અક્ષર છૂટી ગયો છે એવા એક શ્લોકને કહ્યો. તે આ પ્રમાણે– जनं वीक्ष्य मूर्योऽपि लभ्यमानं बुभुक्षितः । उदास्ते कः पराधीनवृत्तिर्न स्याद् यदि प्रभो! ॥ १॥ પછી કુમારે કહ્યું: હું ! અહીં પણ અક્ષર મળી ગયો છે. તે આ પ્રમાણેજનંના સ્થાને મોન જોઇએ. અર્થ તો પ્રગટ જ છે. તે આ પ્રમાણે ' “મળતા ભોજનને જોઇને મૂર્ખ પણ ભૂખ્યો થાય છે. હે પ્રભુ! આજીવિકાની પરાધીનતા ન હોય તો કોણ ઉદાસીન ( દુઃખી) થાય?” પછી મતિચંદ્રિકાએ આક્ષેપ સહિત કહ્યું: હે કુમાર! આ સર્વ (ખૂટતા અક્ષરવાળા) શ્લોકો તમારા વડે જણાવાયા. પરંતુ શ્લોક એક છે, પણ તે શ્લોકમાં બે ક્રિયા ગુપ્ત છે, અને અર્થ બે છે, આવો જે શ્લોક મારા વડે વિચારાયો છે તેને તમે જો જાણશો (તેના અર્થને કહેશો, તો તમે પ્રત્યક્ષ જ બૃહસ્પતિ છો, અથવા તેનાથી પણ અધિક Page #258 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત-૬૩૧ છો. (એમ અમે માનશું.) પછી અહો! સ્ત્રીઓને પણ કેટલું ગુણાભિમાન છે? અને તેમની પ્રતિભા પણ કેવી છે? એમ વિચારીને કૌતુકસહિત કુમારે પૂછ્યું: તારો શ્લોક કેવો છે? તે શ્લોકને પણ કહે. પછી મતિચંદ્રિકાએ કહ્યું કે विहियपओसो संठवियमग्गणो देव! सन्निहियधम्मो । असिवरहत्थो जयसिरिवियरणसमए परत्थीणं ॥ १॥ પછી કુમારે કહ્યું: ફરીથી કહે. મતિચંદ્રિકાએ પૂર્વની જેમ કહ્યું. પછી એક ક્ષણ વિચારીને કુમાર બોલ્યોઃ હે મતિચંદ્રિકા! તે પિતા ઉત્તમ અને ધન્ય છે કે જેની પુત્રીઓ આવા ગુણસમૂહને વરેલી છે. શ્લોકના અર્થનું રહસ્ય આ પ્રમાણે જણાવાય છે “જેના વડે બાણ સજજ કરાયું છે, જેના વડે બાણ (ભાથામાં) મૂકાયું છે, જેના વડે હાથમાં ધનુષ્ય ધારણ કરાયું છે, જેના હાથમાં શ્રેષ્ઠ તલવાર છે, જેને રાજ્યલક્ષ્મી પ્રિય છે, એવા હે દેવ! તમે યુદ્ધસમયે ધનુષ્યધારી દુશ્મનને જીતીને વિજય પામો.” આ શ્લોકનો બીજો અર્થ આ પ્રમાણે છે હે દેવ! જેણે (યાચકોને) આનંદ પમાડ્યો છે, જેણે યાચકોને આશ્વાસન પમાડ્યું (=આપ્યું) છે, જેણે પુણ્યરૂપ ધર્મને સારી રીતે સ્થાપિત કર્યો છે, તથા શત્રુથી ન જીતી શકાય તેવા તમે અન્ય યાચકોને લક્ષ્મીનું દાન કરવાના સમયે છૂટા હાથવાળા થાઓ” પછી બધાએ એકી સાથે કહ્યું -અહો! કુમારની બુદ્ધિ સારી છે. કુમારની બુદ્ધિ સારી છે. કુમારે સારી કથા કરી. હવે પછી કુમારને કંઈપણ ભણવાનું બાકી રહેતું નથી. ખરેખર! જેની આવી વિભાગ કરનારી બુદ્ધિ છે તેને બીજું શું અગમ્ય હોય? પછી રંભાએ હસીને કહ્યું. આ ગુપ્તક્રિયાને ઘણા જાણતા ન હતા. તેથી આ અતિગર્વવાળી થઈ હતી. કુમારે આ સારું કર્યું કે આના ગર્વરૂપ વૃક્ષને મૂળસહિત ઉખેડી નાખ્યું. પછી મતિચંદ્રિકાએ કહ્યું : હલી રંભા! આ પ્રમાણે કહેવું યોગ્ય નથી, કારણ કે જગતના પણ મોટા ગર્વને આ કુમાર દૂર કરશે તો પછી વરાકડી એવી મારી શું વાત કરવી ? આ દરમિયાન કાલનિવેદક બોલ્યો. તે આ પ્રમાણે- આ સૂર્ય અંધકારને હણીને ઊંચે ચડી ગયો છે. રાજસભાનો સમય થયો છે. મંત્રીઓ અને સામંતો આવી ગયા છે. તેથી રાજાએ વિચાર્યું. અહો! રાજસભાનો સમય થયો છે. આ મારો પુત્ર અજ્ઞાનને હણીને સૂર્યની ૧. ભુવનતિલક રાજકુમારની બુદ્ધિની પરીક્ષા માટે થયેલ પ્રશ્નોત્તર સંબંધી આ અનુવાદ મુનિરાજશ્રી સુમતિશેખર વિજયજીની સહાયથી કરવામાં આવ્યો છે. છતાં આમાં ક્ષતિઓ રહી ગઇ હશે. આમાં વિદ્વાનોને ક્યાંય ક્ષતિ જણાય તો સુધારી લેવી. ઉ. ૧૦ ભા.૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૬૩ર-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દષ્ટાંત ઊંચાઈને પામ્યો છે. મારે આ પરીક્ષાથી શું? એમ પણ કાલનિવેદકે સૂચિત કર્યું છે. આ પ્રમાણે અંતરમાં વિચારીને સહર્ષ યથાયોગ્ય સન્માનપૂર્વક બધાને રજા આપી. પછી સભા ભરી. હવે એકવાર રાજાએ વિચાર્યું. જો વિધિ હમણાં કુમારને અનુરૂપ ગુણવંતી પત્નીને કરે તો વિધિની પણ યોગ્યતાની પૂર્ણતા થાય. આ પ્રમાણે વિચારીને પ્રભાતે જેટલામાં સભા ભરે છે તેટલામાં દ્વારપાલે જણાવ્યું હે દેવી! રત્નસ્થલ નગરથી આવેલો અમરચંદ્ર નામના રાજાનો પ્રધાનપુરુષ દ્વારની ભૂમિમાં રહેલો છે. તેને શો આદેશ થાય? રાજાએ કહ્યું. તેને આવવા દે. તે આવ્યો. પ્રણામ કરીને બેઠો. ઉચિત અવલોકન કર્યા બાદ આ કહેવાનું શરૂ કર્યું. શ્રી અમરચંદ્ર રાજાની જસમતી નામે પુત્રી છે. તે જાણે વિધાતાએ સર્વ વિશ્વનો વિજય કરવામાં સહાય માટે કામદેવને આપેલી લોકોના મનમાં મોહ ઉત્પન્ન કરનારી પરમ વિદ્યા હોય તેવી છે. વિદ્યાગુણથી તો તે સરસ્વતી છે, અથવા સરસ્વતીની ગુણી છે. ભુવનતિલકના વિશ્વમાં ફરતા શરદઋતુના ચંદ્ર જેવા નિર્મલગુણોથી તેનું કર્ણયુગલ(=બે કાન) કોઈપણ રીતે પવિત્ર થયું. કુમારનો વિદ્યાગુણ તેણે કોઇપણ રીતે વિશેષથી ઘણો સાંભળ્યો. જેથી તેનું જ ધ્યાન કરતી તે કામદેવની ભિન્ન અવસ્થાને પામી. તેણે વિલાસો મૂકી દીધા છે. ભોજન છોડી દીધું છે. સઘળી પ્રવૃત્તિઓ છોડી દીધી છે. તે કામદેવની પરમ વેદનાને અનુભવતી રહેલી છે. તે દેવ! તે લાખો કુમારોથી પ્રાર્થના કરાતી હોવા છતાં અનુરૂપ ગુણવાળા આપના એક જ પુત્રને છોડીને બીજાને સ્વપ્નમાં પણ ઇચ્છતી નથી. તેથી તે બિચારી આજે પણ કોઇપણ રીતે જીવનનો ત્યાગ ન કરે એ માટે અને પૂર્વગ્નેહની વૃદ્ધિ કરવા માટે અમારા સ્વામી વિનંતિ કરે છે કે શ્રેષ્ઠકુમારને મોકલીને અમારી પ્રાર્થના સફલ કરો, તેનો શ્રેષ્ઠ લક્ષણોથી જણાયેલો ( ઓળખાયેલો) હાથ ગ્રહણ કરાવો. રાજા નજીકમાં રહેલા મતિવિલાસમંત્રીના મુખકમળને જુએ છે. તેણે વિનયથી કહ્યું: હે દેવ! અહીં શું અયુક્ત છે? અર્થાત્ કંઈ અયુક્ત નથી. આપનો અને અમરચંદ્ર રાજાનો ક્રમથી આવેલો સ્નેહ આ પ્રમાણે સ્થિર કરાય. આ પ્રમાણે પ્રગટ કહ્યા પછી કાનની નજીક થઈને મંત્રીએ કહ્યું. વળી બીજું- હે દેવી પૂર્વે ત્યાં મોકલાયેલા મારા વડે બાળપણમાં સખીજનની મધ્યમાં ક્રીડા કરતી તે જોવાઈ હતી. ત્યારે તેના રૂપાદિગુણો પણ મેં જાણ્યા હતા. હે દેવ! તે ગુણોમાંથી એક અંશ પણ આપણે આપને કહ્યો નથી એમ હું માનું છું. માટે એનું વચન વિકલ્પ વિના સ્વીકારો. (રપ) તેથી રાજાએ અમરચંદ્ર રાજાના પ્રધાનપુરુષને કહ્યું: અમરચંદ્ર રાજા જે કહે છે તે અમે કરીએ છીએ સ્વીકારીએ છીએ. ખુશ થયેલો તે રાજાએ આપેલા આવાસમાં ગયો. પછી રાજાએ કુમારના લગ્ન માટે અતિશય વિસ્તારથી હાથી અને ઘોડા વગેરે મોટી તૈયારી શરૂ કરી. હવે એક દિવસ ધન-સુવર્ણના ભંડારથી પરિપૂર્ણ તે કુમાર ઘણા Page #260 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ટાંત-૬૩૩ સૈન્યસમૂહને લઇને શ્રેષ્ઠસામંતો અને મંત્રીઓની સાથે ચાલ્યો. પછી તે માર્ગમાં દૂર સિદ્ધપુર નગરની બહાર આવ્યો. ત્યાં મૂર્છાના કારણે તેની આંખો મીંચાઇ ગઇ અને તે રથમાં પડી ગયો. હવે મધ્ય છાવણીમાં સહસા કોલાહલ થયો. એથી આગળની અને પાછળની છાવણીના બધા લોકો ત્યાં ભેગા થઇ ગયા. પછી મંત્રીઓ અને સામંતો વગેરે તેને અનેકવાર બોલાવે છે. પણ તે ઉત્તર આપતો નથી. કાષ્ઠની જેમ નિષ્યષ્ટ રહે છે. હવે વ્યાકુલ થયેલા બધા વિવિધ પ્રકારના ઔષધો કરે છે. મણિ-મંત્ર-તંત્ર વગેરે વિવિધ ઉપાયો કરે છે. આ પ્રમાણે ઘણા ઉપચારોથી પણ કોઇ લાભ થતો નથી, બલકે પૂર્વથી અધિક વેદના વધે છે. અંગો તૂટે છે. તેથી સર્વ લોકો અતિશય કરુણપણે આક્રંદન કરવા લાગ્યા. રડતો સામંત-મંત્રી વર્ગ દીન બનીને વિલાપ કરે છે. તે આ પ્રમાણે હા! ગુણરૂપી રત્નોનો મહાસાગર કુમાર! તું કઇ અવસ્થાને પામ્યો છે? પુત્ર પ્રત્યે વાત્સલ્યવાળા દેવને જઇને અમે શું કહીશું? આ પ્રમાણે જેટલામાં વિલાપ કરી રહ્યા છે તેટલામાં સિદ્ધપુર નગરની બહાર ઉદ્યાનમાં સહસા સુગંધી અને શીતલ પવન શરૂ થયો. તથા ક્ષણવારમાં બધા ય ભાવો પ્રશસ્ત થયા. આ તરફ જેમનો ચંદ્ર જેવા નિર્મલગુણોનો સમૂહ મનુષ્યો, વિદ્યાધરો અને દેવોથી સ્તુતિ કરાઇ રહ્યો છે તેવા, મુનિઓથી યુક્ત, જગતમાં પ્રકાશ કરનારા, દેવરચિત સુવર્ણકમલ ઉપર બેઠેલા શરદભાનુ નામના કેવલી ધર્મકથાને કહે છે. તેથી આ વૃત્તાંતને જાણીને મંત્રીઓ અને સામંતો વગેરે સઘળા લોકો પણ ત્યાં ગયા અને નમીને યોગ્ય સ્થાનમાં બેઠા. પછી કંઠીરવ નામના સામંતે ભગવંતને નમીને કુમારની દેહવેદનાનો વૃત્તાંત વિનયથી પૂછ્યો. પછી કેવલીએ કહ્યુંઃ આ વૃત્તાંત મોટો હોવા છતાં તમે હમણાં વ્યાકુળ હોવાના કારણે સંક્ષેપથી કહીએ છીએ. તમે સાંભળો. ધાતકીખંડ દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભુવનાકર નગરમાં સુગુરુસહિત વિહાર કરતો એક ગચ્છ આવ્યો. તેમાં વાસવ નામનો એક સાધુ ગુરુનો શત્રુ હતો, ગચ્છને પ્રતિકૂળ હતો, અવિનયના સમૂહનો મંદિર હતો, ક્ષુદ્ર હતો. સાધુઓથી સારણા કરાતો પાપી તે સર્વથા ગુસ્સો જ કરે છે. સઘળા ગચ્છ ઉપર ઘણો દ્વેષ ધારણ કરે છે. હવે એકવાર કોઇ સ્થળે સાધુઓએ તેને અકાર્યસંબંધી પ્રેરણા કરી, અર્થાત્ અકાર્ય ન કરવાની પ્રેરણા કરી. તેથી અતિશયક્લિષ્ટ પરિણામવાળો તે દ્વેષ પામ્યો, જેથી આ લોક અને પરલોકના અનર્થમાં નિરપેક્ષ તે સર્વ સાધુઓને મારી નાખવા માટે પાણીમાં તાલપુટ ઝેર નાખે છે. ગચ્છપ્રત્યે અનુકંપા(=ભક્તિ)વાળી દેવીએ સાધુઓને તે વિગત કહીને પાણી પીવા માટે પ્રવૃત્ત થયેલા સર્વ સાધુઓને રોક્યા. હવે ભયથી દુ:ખી થયેલો તે કુસાધુ એક દિશા તરફ નાશી ગયો. તે જંગલમાં જઇ રહ્યો હતો ત્યારે કોઇક સ્થળે ચારે ય દિશામાં પ્રબળ દાવાનલ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું ઝંત સળગ્યો. દાવાનલથી ઘેરાયેલ તેનું શરીર બધી તરફ બળી ગયું. અતિદીન, મૂઢ અને આક્રન્દન કરતો તે ત્યાંથી મરીને સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળો નારક થયો. (૫૦) ત્યાંથી નીકળીને માછલાઓમાં ઉત્પન્ન થયો. ફરી નરકમાં ઉત્પન્ન થયો. ફરી તિર્યંચોમાં અને તે પ્રમાણે નારકોમાં ઉત્પન્ન થયો. બધા સ્થળે દહન-છેદન-ભેદનની વેદનાઓથી સંતાપ પામ્યો. ઘણા ભવો સુધી ભમ્યા પછી કોઈપણ રીતે તેવા પ્રકારના કર્મોને કરીને એ ધનદરાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયો છે. મુનિઓને મારવાના પરિણામથી તે વખતે જે કર્મ ઉપાર્જન કર્યું હતું, આ કુમારનું બાકી રહેલું તે કર્મ હમણાં ઉદયમાં આવ્યું છે. તે કર્મના પ્રભાવથી આને રોગસમૂહ થયો છે. રોગસમૂહની વેદનાથી મૂઢ બનેલો તે આ અવસ્થાને પામ્યો છે. પછી ગભરાયેલા કંઠીરવે કેવલીને નમીને પૂછ્યું: હે ભગવન્! કયા ઉપાયથી તે રોગરહિત થાય? તેથી મુનિપતિએ કહ્યું આ મંત્ર અને ઔષધ વગેરેથી સારો કરી શકાય તેમ નથી. કાળ આદિના કારણે તેનું તે કર્મ લગભગ ક્ષીણ થઇ ગયું છે. તેથી હમણાં તે વેદનાઓથી મૂકાઈ રહ્યો છે. અહીં આવેલો તે (=તે અહીં આવશે ત્યારે) રોગ વગેરે ક્લેશોથી સર્વથા મુક્ત થશે. આ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા કંઠીરવ વગેરે કુમારની પાસે આવ્યા. તેમણે કુમારને લગભગ નિરોગી થયેલો જોયો. પછી કુમારને પ્રણામ કરીને શરીરની વિગત પૂછી. તથા કેવળીએ તેમને તેનો પૂર્વભવ વગેરે જે વૃત્તાંત કહ્યો હતો તે સઘળો વૃત્તાંત કંઠીરવ વગેરેએ કુમારને કહ્યો. હવે ભયને અને હર્ષને પામેલો તે મુનિની પાસે ગયો. પછી કેવલીએ તેને વિસ્તારથી પૂર્વનો સઘળો વૃત્તાંત કહ્યો, તથા સંસારના રાગ પ્રત્યે નિર્વેદ ઉત્પન્ન કરનારી દેશના કરી. તેથી પોતાના દુશ્ચરિત્રને અને તેના કારણે થયેલા સંસારદુઃખને સાંભળીને તેવી રીતે તે નિર્વેદ પામ્યો કે જેથી સામંત વગેરે લોક બહુ પ્રલાપોથી દીનવદનવાળો થવા છતાં અને અતિશય ગભરાયેલો થવા છતાં કેવલીની પાસે તે કુમારે દીક્ષાનો સ્વીકાર કર્યો. તેથી ભવસ્વરૂપથી નિર્વેદને પામેલા કંઠીરવ સામત અને બીજા પણ સામંત વગેરે ઘણા મનુષ્યો ત્યાં દીક્ષા લે છે. આ વૃત્તાંત સાંભળીને જસમતી પણ ત્યાં જ આવીને કુમારના અનુરાગથી જ જિનની પાસે દીક્ષા લે છે. અન્યલોક પાછો ફરીને ધનદરાજાને તે વૃત્તાંત કહે છે. ભુવનતિલક મુનિ જલદી ગીતાર્થ થાય છે. પૂર્વે કરેલા મહાઘોર સાધુદ્વેષને યાદ કરતા તે સર્વ સાધુઓની વેયાવચ્ચ કરવાનો નિયમ કરે છે. પછી સૂર્યોદયથી પ્રારંભી આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધ વગેરેને જેને ભક્ત-પાન અને ઔષધ વગેરે જે કંઈ ઉપકારી થાય છે તેને તે લાવીને આ આપે છે. આ પ્રમાણે આખો દિવસ નિમેષ Page #262 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃત્ય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) વિયાવચ્ચનો ઉપદેશ-૬૩૫ જેટલો પણ સમય આરામને પામતા નથી. તેથી જ્ઞાની તેની ઉપબૃહણા કરે છે. તે આ પ્રમાણે – હે મહાયશ! તું ધન્ય છે! કૃતાર્થ છે. પૂર્વે તે સાધુ પ્રષિરૂપ જળથી ભવરૂપ વૃક્ષને વધાર્યો હતો, તે ભવરૂપ વૃક્ષને સાધુવર્ગમાં આ પ્રમાણે નિરુપમ વૈયાવચ્ચ-ભક્તિરૂપ તીર્ણ કુહાડાની ધારથી મૂલથી છેદી જ નાખ્યો છે, એમ તું જાણ. કારણ કે હે ધીર! રાજવૈભવને છોડનારાઓ ચારિત્રમાં તત્પર એવા રંક સાધુઓની પણ આ પ્રમાણે વેયાવચ્ચ કરે એ અતિદુષ્કર છે. આ પ્રમાણે કેવલીથી પણ પ્રશંસા કરાયા હોવા છતાં તે મુનિ તે જ પ્રમાણે મધ્યસ્થ રહે છે. અખંડ પ્રતિજ્ઞાવાળા તે મુનિ વેયાવચ્ચમાં તત્પર બનીને દિવસો પસાર કરે છે. તે મુનિ શક્રેન્દ્રથી પણ અનેકવાર પ્રશંસા કરાયા. દેવોથી પણ એષણાશુદ્ધિ આદિમાં અનેકવાર પરીક્ષા કરીને ભક્તિથી પ્રશંસા કરાયા. આ પ્રમાણે તેમનું માહાસ્ય ચલિત ન થયું અને શુભાશય વધવા લાગ્યો. ચારિત્રરૂપ ધનવાળા અને મહાસત્ત્વવંત તે મુનિએ ૭૨ લાખ પૂર્વ (૭૫) સુધી વેયાવચ્ચ કરીને ૮૦ લાખ પૂર્વ સર્વ આયુષ્ય પાળીને અંતે પાદપોપગમન અનશનનો સ્વીકાર કર્યો. ત્યાં ઉપસર્ગપરીષહોથી પીડા ન કરાયેલા અને ધીર તે મુનિને શુભભાવના ઉત્કૃષ્ટ થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરીને જેમનાં સર્વકર્મોનો ક્ષય થયો છે અને જેમના સંસારનો નાશ થયો છે તેવા તે ભુવનતિલકમુનિ લોકાંતે રહેલા મુક્તિપદના સુખને પામ્યા. [૪૧૬] આ પ્રમાણે ધનદરાજાના પુત્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે વૈયાવચ્ચના અસાધારણ માહાભ્યથી ગર્ભિત એવા વૈયાવચ્ચ કરવાના ઉપદેશને કહે છે– वेयावच्चं निययं, करेह उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाई ॥ ४१७॥ ઉત્તમગુણોને ધારણ કરનારાઓની નિશ્ચિત વેયાવચ્ચ કરો. સઘળું પ્રતિપાતી છે, વેયાવચ્ચ અપ્રતિપાતી છે. વિશેષાર્થ– તમે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ઉત્તમગુણોને ધારણ કરનારાઓની નિશ્ચિત વેયાવચ્ચ કરો. કારણ કે ચારિત્ર અને શ્રત વગેરે સઘળું નાશ પામવાના સ્વભાવવાળું છે. પણ વેયાવચ્ચ નાશ પામવાના સ્વભાવરૂપ નથી. [૪૧૭]. આ જ વિષયને વિચારે છે– पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुयं अगुणणाए । न हु वेयावच्चकयं, सुहोदयं नासए कम्मं ॥ ४१८॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬-વૈયાવૃજ્યાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગૃહસ્થવેયાવચ્ચના દોષો દીક્ષા છોડી દેનારનું અથવા મૃત્યુ પામેલાનું ચારિત્ર અને પરાવર્તન ન કરવાથી શ્રુત નાશ પામે છે. વેયાવચ્ચથી કરાયેલું શુભોદયવાળું કર્મ નાશ પામતું જ નથી. વિશેષાર્થ– પ્રશ્ન- જો દીક્ષા છોડી દેવાના કારણે અથવા મૃત્યુ પામવાના કારણે અવિરતિને પામેલાનું ચારિત્ર નાશ પામે છે, અને પરાવર્તન ન કરવાથી શ્રુત નાશ પામે છે, આથી આ બધું પ્રતિપાતી છે, તો વેયાવચ્ચમાં પણ આ સમાન છે. કારણ કે દીક્ષાત્યાગ આદિ અવસ્થામાં વેયાવચ્ચ પણ નાશ પામે છે=વેયાવચ્ચ થતી નથી. ઉત્તર- તમોએ સાચું કહ્યું છે. પણ અહીં ચારિત્ર અને શ્રુત શબ્દથી ચારિત્ર અને શ્રતના પ્રભાવથી ઉત્પન્ન કરાયેલું શુભ કર્મ ગ્રહણ કરવામાં આવે છે. તેથી આપ્તપુરુષો આ પ્રમાણે પ્રતિપાદન કરે છે– ચારિત્ર અને શ્રુત હમણાં જ જીવમાં વિદ્યમાન છે તે જીવે (ચારિત્ર અને શ્રુતના કારણે) જે શુભ કર્મનું ઉપાર્જન કર્યું, તે કર્મ જીવ જ્યારે દીક્ષાત્યાગ આદિ અવસ્થામાં અવિરતિવાળો અને સૂત્રને ભૂલી જનારો થાય છે ત્યારે કંઈક પ્રદેશોદયથી જ ભોગવાય છે અને પોતાના વિપાકને (°ફળને) આપ્યા વિના એમ જ નાશ પામે છે. પણ વેયાવચ્ચમાં આમ નથી. માટે જ અહીં કહે છે કે વેયાવચ્ચથી કરાયેલું સાતવેદનીય, દેવગતિ, યશ-કીર્તિનામકર્મ, તીર્થંકર નામકર્મ, ઉચ્ચગોત્ર વગેરે શુભવિપાકવાળું કર્મ નાશ પામતું નથી, એટલે કે પ્રદેશોદય માત્રથી જ ભોગવાઈને પોતાના ફળને આપ્યા વિના જ એમ જ નાશ પામતું નથી. આ કારણથી વેયાવચ્ચથી કરાયેલું શુભવિપાકવાળું કર્મ પ્રબલસામર્થ્યથી યુક્ત હોવાના કારણે દીક્ષાત્યાગ આદિ અવસ્થામાં પણ પ્રાય: સ્વવિપાકથી જ ભોગવાય છે, બીજી રીતે નહિ. - આ જ વિવક્ષાથી પૂર્વ ગાથામાં ચારિત્ર-શ્રત વગેરે પ્રતિપાતી છે અને વૈયાવચ્ચ અપ્રતિપાતી છે એમ કહ્યું છે. આથી આમાં દોષ નથી એમ અમે સમજીએ છીએ. તત્ત્વ તો બહુશ્રુતો જ જાણે. [૪૧૮] જો વૈયાવચ્ચમાં આટલો લાભ છે તો અમે ગૃહસ્થ વગેરેની પણ વેયાવચ્ચ કરીએ એ વિષે કહે છે गिहिणो वेयावडिए, साहूणं वन्निया बहू दोसा । जह साहुणी सुभद्दाए तेण विसए तयं कुज्जा ॥४१९॥ ગૃહસ્થની વેયાવચ્ચ કરનારા સાધુઓને સાધ્વી સુભદ્રાની જેમ આગમમાં ઘણા દોષો કહ્યા છે. માટે વેયાવચ્ચ યથાયોગ્ય જ કરવી, પોતાની ઇચ્છા પ્રમાણે નહિ. આ સુભદ્રા કોણ હતી એ પ્રશ્નનો ઉત્તર કહેવાય છે– Page #264 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થવેયાવચ્ચ વિષે] . ઉપદેશમલા (પુષ્પમાલા) [સુભદ્રા સાધ્વીનું દૃષ્ટાંત-૬૩૭ સુભદ્રા સાથ્વીનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ વાણારસી નગરી છે. તે નગરીમાં ભવનો ઊંચાં હતાં. એ ભવનોની મણિઓથી નિર્મિત ઉપરની ભૂમિમાં (=અગાશીમાં) પર્વતનાં શિખરોનાં પ્રતિબિંબો પડતાં હતાં. તથા એ ભવનોની અંદર સ્કુરાયમાન તેજસ્વી શ્રેષ્ઠ રત્નસમૂહ હતો. એ રત્નસમૂહે સદા અંધકાર સમૂહનો નાશ કરી નાખ્યો હતો. તેથી જાણે અંધકારના ઉપદ્રવથી ભય પામીને આકાશ દૂર જતું રહ્યું હોય તેમ જણાય છે. તે વારાણસીમાં ભદ્ર નામનો સાર્થવાહ છે. તેણે વ્યવસાય (=વેપાર)રૂપ સમુદ્રમાંથી લક્ષ્મીને લઇને કુબેરની જેમ વશ કરી છે. તેની રૂપ વગેરે ગુણોથી અલંકૃત શરીરવાળી સુભદ્રા નામની પત્ની છે. પણ તેને એક પણ સંતાન નથી. તેથી તે દુઃખી રહે છે. હવે એકવાર તે વિચારે છે કે, અહીં તે સ્ત્રીઓ ધન્ય છે કે જેમના સ્તનમંડલમાંથી કમલપત્ર જેવા કોમળ હાથોથી દૂધને લઈને ચપલ સ્વભાવવાળા બાળકો પીએ છે. બાળકનાં અલના પામતાં, મધુરરસવાળાં અને અવ્યક્તવાણી જેવાં વચનો સુખથી યુક્ત હોય છે= સુખ આપે છે. બાળકોનું સ્વછંદપણે ભ્રમણ કરવું, આળોટવું, હસવું, પરિભ્રમણ કરવું એ ચિત્તને આકર્ષે છે. બાળકો પોતાની મતિથી કલ્પેલી મનોહર રમતો શરૂ કરે છે. પુન્યરહિત મારે આટલો કાળ થવા છતાં પુત્ર તો દૂર રહો, કિંતુ પુત્રી પણ થઈ નથી. આવી ચિંતાથી તે દુઃખી રહેલી છે. હવે ક્યારેક એક સુવ્રતા પ્રવર્તિનીનો એક સાધ્વીસંઘાટક (=બે સાધ્વીઓ) તેના ઘરે આવ્યો. હર્ષ પામેલી તેણે સાધ્વીઓને નમીને પૂછ્યું: જો તમે બધું ય જાણો છો તો પ્રસન્ન થઈને મને સંતાન કેવી રીતે થાય એટલું કહો. તેથી સાધ્વીઓએ કહ્યું: હે ભદ્ર! આ વચન અમારે સાંભળવું પણ યોગ્ય નથી. અમોએ સર્વ પાપપ્રવૃતિઓનો ત્યાગ કર્યો છે. આથી અમારા માટે આ કહેવું યોગ્ય નથી. અમે એક જ જિને કહેલા ધર્મને કહીએ છીએ. તેથી હર્ષ પામેલી તેણે કહ્યું તો મને જિને કહેલા ધર્મને જ કહો. સાધ્વીજીઓએ તેને સંક્ષેપથી જિનોક્ત ધર્મ કહ્યો. પ્રતિબોધ પામેલી તે શ્રાવિકા થઈ. ઘણા દિવસો બાદ સંતાન ન થવાના નિમિત્તથી તે વૈરાગ્ય પામી. પોતાના પતિની રજા લઈને અપૂર્વ ઘણા આડંબરથી તે સાધ્વીઓની પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. પછી સૂત્રો ભણીને કેટલાક દિવસો સુધી તપ કરે છે. - પૂર્વે સંતાન ન થવાના કારણે ઉદ્વેગ પામેલી હતી. હમણાં પણ મોહની પ્રબળતાના કારણે લોકના બાળકોને જોઇને કોઇક બાળકોને છાતીમાં, ખોળામાં કે જાનુ ૧. મંડલ એટલે ગોળાકાર વસ્તુ. આથી સ્તનમંડલમાંથી એટલે સ્તનરૂપ ગોળાકાર વસ્તુમાંથી એવો શબ્દાર્થ થાય. ૨. બાળક સ્તનને પોતાના મુખમાં લઇને દૂધ પીએ છે. એથી અહીં-“હાથોથી દુધને લઇને” એવો ઉલ્લેખ નવીનતાને જણાવે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮-ગૃહસ્થવેયાવચ્ચ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભદ્રા સાથ્વીનું દૃષ્ટાંત જંઘાની ઉપર રાખે છે. આંગળીએ વળગેલા કોઇક બાળકોને બોલાવે છે. બીજા કોઇક બાળકોને ખાવા યોગ્ય અને પીવા યોગ્ય વસ્તુઓ આપે છે. બીજા બાળકોને ભોજન કરવા યોગ્ય વસ્તુઓ આપે છે. તથા પ્રાસુક (=અચિત્ત) પાણીથી બાળકોને નવડાવે છે, અભંગ અને ઉદ્વર્તન કરે છે. કોઈ બાળકોને અલંકૃત કરે છે. કોઈ બાળકોના હાથ-પગોને (મેંદી વગેરેથી) રંગે છે. 'કડું અને કંકણ વગેરે પણ બાંધે છે. રમકડાંઓ આપે છે. કોઈક બાળકોની આંખો આંજે છે. બીજા બાળકોને પુષ્પો બાંધે છેeગુંથે છે. કોઈ બાળકોને ચરણોમાં રાખીને, અર્થાત્ નજીકમાં બેસાડીને, મૂત્ર-મલનો ત્યાગ કરાવે છે. કોઇક બાળકોને મૂર્છાથી પીઠ, પેટ અને છાતીમાં (લઈને) રમાડે છે, બોલાવે છે, હાથોથી લઈને વિવિધ રીતે રમાડે છે. અતિશય મૂછિત બનેલી અને મોહને વશ બનેલી તે સર્વ સારા બાળકોને પોતાના પુત્રોની જેમ કે પૌત્રોની જેમ જુએ છે. તેથી સાધ્વીઓએ તેને કહ્યું: હે ભદ્ર! સ્નેહની બેડીને તોડી નાખનારી અને સાવદ્ય કાર્યોનો ત્યાગ કરનારી સાધ્વીઓ આપણને બાળકોની ભક્ત-પાન આદિથી આ રીતે સેવા વચન-કાયાથી તો દૂર રહો, કિંતુ મનથી પણ કરવા યોગ્ય નથી. કારણ કે જિનવરોએ ધાત્રીકમ વગેરે દોષોને આ લોક અને પરલોકના દુઃખોનાં કારણ કહ્યાં છે. (૨૫) તેથી તું આ કાર્યથી અટકી જા, અને હમણાં તેનું સમ્યક્ પ્રાયશ્ચિત્ત લઈ લે. સુકુલમાં ઉત્પન્ન થયેલી અને દીક્ષિત બનેલી તારે બીજું કરવા યોગ્ય નથી. ઈત્યાદિ કહેવા છતાં અજ્ઞાનરૂપી અંધકારસમૂહથી અને મોહથી અતિશય મૂઢ બનેલી તે એ વચનોની અવગણના કરીને બાળકો પ્રત્યે તે પ્રમાણે જ વર્તે છે. અનુકૂલ વચનોથી અનેકવાર કહેવા છતાં આ કાર્યથી અટકતી નથી. તેથી કઠોર અને કડક વચનોથી તિરસ્કાર કરાયેલી તે વિચારે છે કે, ગૃહવાસમાં હું સ્વાધીન હતી, પોતાનાં કાર્યો ઇચ્છા પ્રમાણે કરતી હતી. જુઓ, દીક્ષા લીધી ત્યારથી કેમ પરાધીન બની ગઈ? વળી બીજુંગૃહસ્થપણામાં આ સાધ્વીઓ મને આદરથી જોતી હતી, અને જુઓ, દીક્ષિત બનેલી મને અતિશય કઠોર રીતે કેમ તિરસ્કારે છે. તેથી તેમના આ ઉપાશ્રયને છોડીને કયાંક એકલી રહું તેથી ત્યાં હું સ્વેચ્છા પ્રમાણે વિચરું. આ પ્રમાણે તેને હિતકર પણ વિપરીત પરિણમે છે. પછી ત્યાંથી નિકળીને અલગ ઉપાશ્રયમાં રહી. ત્યાં તે અંકુશ, ભય અને શંકાથી રહિત બની ગઈ. ત્યાં વિશેષણપણે બાળકોના મોહમાં તત્પર બનીને કાળ પસાર કરે છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી પાસસ્થાપણે અને શિથિલપણે રહ્યા પછી અંતે આલોચન-પ્રતિક્રમણ કર્યા વિના અર્ધમાસિક અનશન કરીને આયુષ્ય પૂર્ણ થતાં મરીને સૌધર્મદેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ૧. અભંગ=શરીરે તેલનું માલિસ કરવું વગેરે. ૨. ઉદ્વર્તન= શરીર પરથી મેલ દૂર કરવો કે સુગંધી વિલેપન કરવું વગેરે. ૩. ડોળિયાએ પદોમાં કોઈ અશુદ્ધિ જણાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થયાવચ્ચ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) સુભદ્રા સાધ્વીનું દૃષ્ટાંત-૬૩૯ હવે એકવાર આ ભરતક્ષેત્રોમાં જ ઘણા બાળકોને વિમુર્તીને સર્વઋદ્ધિપૂર્વક શ્રીવીરજિનને વંદન કરવા માટે આવી. ભક્તિથી નાટક બતાવે છે. પછી પ્રણામ કરીને જતી રહી. હવે વિસ્મય પામેલા શ્રીગૌતમસ્વામીએ જિનેન્દ્ર ભગવંતને પૂછ્યું: હે નાથ! આ કોણ છે? તેણે બાળકોના રૂપથી સંયુક્ત નાટક કેમ બતાવ્યું? ભગવાને કહ્યું: હે ગૌતમ! આ બહુપુત્રિકા દેવી છે. પૂર્વભવનાં કર્મોના કારણે આ શકની પણ સભામાં અને અહીં આ પ્રમાણે ઘણા બાળકોના રૂપોને વિક છે. આથી જ આ બહુપુત્રિકા એવા નામથી પ્રસિદ્ધ છે. આણે પૂર્વભવમાં શું કર્યું? એમ પૂછાયેલા સ્વામીએ શ્રી ગૌતમસ્વામી આદિને તેનો પૂર્વભવ વિસ્તારથી કહ્યો. જો ત્યારે તે સારા બાળકોના કારણે સાધુપણાની વિરાધના ન કરત તો સિદ્ધિને પામત. તેણે અતિદુર્લભ સાધુપણાની તે રીતે વિરાધના કરી કે જેથી આ અવસ્થાને પામી. આ સાંભળીને ભય પામેલા ઘણા સાધુઓએ અને ઘણી સાધ્વીઓએ પણ અનર્થફળવાળી ગૃહસ્થની વેયાવચ્ચનું પચ્ચખાણ કર્યું. પછી શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે નાથ! અહીંથી પણ આગળ તે ક્યાં જશે? સ્વામીએ કહ્યું: સાંભળ. અહીં પોતાનું ચાપલ્યોપમ આયુષ્ય પૂર્ણ કરીને આ જ ભરતક્ષેત્રમાં વિંધ્યાચલની નીચેના બેભેલ નામના સન્નિવેશમાં રૂપાદિગુણનો ભંડાર અને સર્વલોકને સુખ આપનારી સોમા નામની બ્રાહ્મણપુત્રી થશે. રાષ્ટ્રકૂટ નામનો બ્રાહ્મણ તેને આડંબરથી પરણશે. રાષ્ટ્રકૂટની પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય પત્ની થશે. હવે તેની સાથે ભોગોમાં આસક્ત સોમાને વર્ષના અંતે પુત્રયુગલ થશે. એ પ્રમાણે બીજા વર્ષે પણ પુત્રયુગલ થશે. એ પ્રમાણે સોળવર્ષે તેને પૂર્વકૃતકર્મથી પુત્રો અને પુત્રીઓ મળીને બરોબર બત્રીસ સંતાનો થશે. કોઇક બાળકો બળાત્કારથી પણ સ્તનને ધાવે છે. કોઈક બળાત્કારથી ભોજન લે છે. કોઈ મસ્તક ઉપર ચડે છે. કોઈ મસ્તકના વાળ તોડે છે. (૫૦) કોઈ તેનાં વસ્ત્રોને ખેંચીને ફાડે છે. કોઇ તેણે પીરસેલું ભોજન છીનવી લઇને ખાય છે. કોઈ રમકડાંઓને માગે છે. કોઈ ખાવા યોગ્ય, પીવાયોગ્ય અને ભોજન કરવા યોગ્ય વસ્તુ માગે છે. તે બહાર જતી હોય ત્યારે પણ તેની કેડ અને ખભા વગેરે ઉપર ચડે છે. કોઈક કરુણ આકંદન કરે છે. કોઈ ગુસ્સે થઈને આક્રોશ કરે છે. કોઈ પ્રહારોથી મારે છે. કોઈ રીસાઇને જતા રહે છે. કોઈ તેના ખોળા વગેરેમાં બેઠેલા ઝાડો-પેશાબ કરે છે. કોઇને ઝાડા છૂટી જાય છે. કોઈ ગોળ ગોળ ભમે છે. કોઇ ઊલટી કરે છે. કોઈ રોગોથી પકડાય છે. કોઈ ઊંચે કૂદે છે. કોઈ સ્વેચ્છાથી પલાયન થઈ જાય છે. કોઈ બૂમો પાડે ૧. નાદવિધિ=શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- વિધિ એટલે ક્રિયા અર્થાતુ અનુ ષ્ઠાન. નાટકરૂપ ક્રિયા (અનુષ્ઠાન)ને બતાવે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦-ગૃહસ્થdયાવચ્ચ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભદ્રા સાથ્વીનું દૃષ્ટાંત છે. કોઇ અપરાધો કરીને નીંદનીયપણાને પમાડે છે. કોઈ તરસ્યા થાય છે. કોઈ ભૂખ્યા થાય છે. કોઈ પરાભવ પામે છે. તેમના આવાં કાર્યોથી તે નિરંતર સંતાપ પમાડાય છે. તે કંઇપણ કરવા માટે પામતી નથી, અર્થાત્ વિશેષ કોઈ કામ કરી શકતી નથી. તેનું શરીર બાળકોના મૂત્ર-અશુચિ-ઊલટી-શ્વેશ્ય(વગેરે)થી લેપાયેલું રહે છે. તેનાં વસ્ત્રો મલિન રહે છે. તેનું શરીર દુર્ગધી અને ધૃણા ઉત્પન્ન કરે તેવું રહે છે. સ્વયં અતિશય અસ્વસ્થ રહે છે. પુષ્પ, વિલેપન, ભોગ અને ઉપભોગ આદિનાં સુખો તો દૂર રહો, કિંતુ પતિ આદિની સાથે (નિરાંતે) વાત કરવાનો પણ સમય મળતો નથી. હવે અતિશય કંટાળેલી તે એક દિવસે રાત્રિના છેલ્લા સમયે વિચારે છે કે, તે સ્ત્રીઓ ધન્ય છે કે જે સ્ત્રીઓ મનુષ્યલોકમાં અવતાર પામીને વંધ્યા થઇ, અને સર્વ અનર્થોનું મૂળ આ બાળકોનું મુખ પણ ક્યારેય જોતી નથી, નિર્મલ સુગંધી શરીરવાળી રહે છે, પંદર પ્રકારના શૃંગારથી ઉત્પન્ન કરાયેલી શોભાવાળી રહે છે, સદાય સ્વસ્થ રહે છે, સઘળી ચિંતાઓથી મુક્ત રહે છે, પોતાના પતિની સાથે સુખપૂર્વક વિષયસુખોને ભોગવે છે. સંતાનોના દુઃખથી વ્યાકુલ થયેલી એક હું જ પુણ્યહીન છું. ઇત્યાદિ વિચારણાથી તે જેટલામાં દિવસો પસાર કરી રહી છે તેટલામાં તેણે કોઇપણ રીતે એકદિવસ એક સાધ્વી સંઘાટક(=બે સાધ્વીઓ) જોયો. વૈરાગ્યથી ભાવિત મનવાળી તેણે ભક્તિથી સાધ્વીઓને વહોરાવ્યું. પછી તેમના ગુરુણી પાસે ધર્મ સાંભળીને બોધ પામી. પછી તેણે દીક્ષા લેવા માટે પતિને કહ્યું. પતિએ તેને પ્રાર્થના કરીને આગ્રહથી કેટલાક દિવસ રાખી. હવે તે સાધ્વીઓ પણ લાંબા કાળ સુધી બીજા સ્થળે વિચરીને ફરી પણ ત્યાં આવી. તેથી ભવભયથી ઉદ્વેગ પામેલી સીમાએ પતિની રજા લઇને જિને કહેલી વિધિથી અતિશય આડંબરપૂર્વક તે સાધ્વીઓની પાસે દીક્ષા લીધી. અગિયાર અંગો ભણ્યા પછી વિવિધ પ્રકારનો તપ કરે છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી નિષ્કલંક ચારિત્ર પાળીને સંલેખનાપૂર્વક એકમાસનું અનશન કરીને સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રના સામાનિકદેવપણાને પામશે. ત્યાં બે સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને મહાવિદેહક્ષેત્રમાં જઈને સત્તામાં રહેલા સર્વકર્મનો ક્ષય કરીને સિદ્ધ થશે. આવું જિનવચન સાંભળીને જે વેયાવચ્ચ કરવાને યોગ્ય હોય તેની વેયાવચ્ચ કરવી. જે ક્રિયા જ્યાં જે રીતે કરવાની હોય તે ક્રિયા ત્યાં તે રીતે જ કરવામાં આવે તો સફલ બને. [૪૧૯] આ પ્રમાણે સુભદ્રાસાધ્વીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વેયાવચ્ચ કરવામાં તત્પર કોઈ સાધુ ભક્ત-પાન Page #268 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃજ્ય દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નિમંત્રણથી નિર્જરા-૬૪૧ વગેરે લાવીને સાધુને નિમંત્રણ કરે, આમ છતાં સાધુ તેના નિમંત્રણને ન ઇચ્છ=ન સ્વીકારે તો શું? આ પ્રશ્નનો ગ્રંથકાર ઉત્તર કહે છે इच्छेज न इच्छेज्ज व, तहवि हु पयओ निमंतए साहुं । परिणामविसुद्धीए, उ निज्जरा होअगहिएऽवि ॥४२०॥ સાધુ ઇચ્છે કે ન ઇચ્છે તો પણ આદરપૂર્વક સાધુને નિમંત્રણ કરે. સાધુ ન લે તો પણ પરિણામવિશુદ્ધિથી નિર્જરા થાય. વિશેષાર્થ– જે સાધુને નિમંત્રણ કરવામાં આવે તે સાધુ નિમંત્રણને ઇચ્છે કે ન ઇચ્છ, તો પણ વેયાવચ્ચ કરનાર સાધુ, માત્ર વચનની શોભાથી નહિ, કિંતુ આદરપૂર્વક, ભક્તપાન આદિ લાવીને નિમંત્રણ કરે. જો તે સાધુ કોઇપણ રીતે ભક્ત-પાન ન લે તો આ પ્રયત્ન નિષ્ફળ જ થાય એવું નથી. કારણ કે તે સાધુ આહાર વગેરે ન લે તો પણ, માયા વિના હું આની વેયાવચ્ચ કરું એવી પરિણામવિશુદ્ધિથી વેયાવચ્ચ કરનારને કર્મનિકરા થાય જ. કારણ કે બંધ અને નિર્જરાની વિચારણામાં મુખ્યતયા પરિણામની શુદ્ધિ અને અશુદ્ધિ જ ઉપયોગી બને છે. કેમ કે બાહ્ય વસ્તુ તો માત્ર સહકારી કારણ છે. [૪૨] દરરોજ પ્રયત્નપૂર્વક ભક્ત-પાન અને ઔષધ વગેરેથી મુનિવરોની કેવળ વેયાવચ્ચે જ કરો. જગતમાં જન્મ, મરણ અને રોગોથી વિનાશશીલ આ શરીરથી (વૈયાવચ્ચથી) બીજું કંઈ સાધ્ય નથી. (૧) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાળાના વિવરણમાં ભાવનાધારમાં વૈયાવૃત્યરૂપ પ્રતિકાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાધારમાં વૈયાવૃત્યરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. १. अशभपरिणाम एव हि प्रधानं बन्धकारणम्, तदङ्गतया तु बाह्यम् । तदङ्गतया तु-अशुभपरिणामकारणतया, વાદાં-:પુર (ધર્મબિંદુ અ.૭ સૂ.૩૦ વગેરે) एवं परिणाम एव शुभो मोक्षकारणमपि । एवं यथा अशुभबन्धे, परिणाम एव शुभः सम्यग्दर्शनादिः मोक्षकारणमपि मुक्तिहेतुरपि किं पुनर्बन्धस्येति अपि शब्दार्थः ॥३४॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨-સ્વાધ્યાયરતિ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [સ્વાધ્યાયના પ્રકાર સ્વાધ્યાયરતિકાર હવે સ્વાધ્યાયરતિદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે वेयावच्चे अब्भुजएण तो वायणादि पंचविहो । विच्चंमि उ सज्झाओ, कायव्वो परमपयहेऊ ॥ ४२१॥ વયાવચ્ચમાં ઉદ્યત સાધુએ પછી વચ્ચે વચ્ચે મોક્ષનો હેતુ એવો વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો જોઇએ. વિશેષાર્થ– વેયાવચ્ચમાં ઉદ્યત પણ સાધુએ વેયાવચ્ચ કર્યા પછી વચ્ચે વચ્ચે (સમય મળે ત્યારે) મોક્ષનો હેતુ એવો વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો જોઇએ. આથી વૈયાવૃજ્ય દ્વાર પછી સ્વાધ્યાય દ્વાર કહ્યું છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારનો સ્વધ્યાય છે. (૧) વાચના- ગુરુની પાસે સૂત્રનું (=સૂત્રનું અને અર્થનું) ક્રમશઃ અધ્યયન કરવું તે વાચના. (૨) પૃચ્છના- જેનો સંશય થાય તે પૂછવું તે પૃચ્છના. (૩) પરાવર્તના- એક જ સ્વરૂપને અનેકવાર બોલવું, અર્થાત્ પુનરાવર્તન કરવું તે પરાવર્તના. (૪) અનુપ્રેક્ષા- સૂત્ર અને અર્થનો વિચાર (ચિંતન) કરવું તે અનુપ્રેક્ષા. (૫) ધર્મકથા– પ્રસિદ્ધ છે. [૪૨૧] બીજા યોગો મોક્ષના હેતુ હોવા છતાં સ્વાધ્યાય મોક્ષનું પ્રધાન જ અંગ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે एत्तो सव्वन्नुत्तं, तित्थयरत्तं च जायइ कमेणं । इय परमं मोक्खंग, सज्झाओ तेण विन्नेओ ॥ ४२२॥ સ્વાધ્યાયથી ક્રમે કરીને સર્વશપણું અને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. તેથી સ્વાધ્યાયને મોક્ષનું પ્રધાન અંગે જાણવું. [૪૨૨] સ્વાધ્યાય મોક્ષનું પ્રધાન અંગ છે એ વિષયની પુષ્ટિ કરવા માટે હેતુને કહેવા માટે ગ્રંથકાર કહે છે Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) तं नत्थि जं न पासइ, सज्झायविऊ पयत्थपरमत्थं । गच्छइ य सुगइमूलं, खणे खणे परमसंवेगं ॥ ४२३ ॥ સ્વાધ્યાયરતિ દ્વાર] [સ્વાધ્યાયના પ્રકાર-૬૪૩ તેવો કોઇ પદાર્થનો પરમાર્થ નથી કે જેને સ્વાધ્યાયથી જ્ઞાની બનેલ ન જુએ. સ્વાધ્યાયથી જ્ઞાની બનેલ જીવ ક્ષણે ક્ષણે સુગતિનું મૂળ એવા સંવેગને પામે છે. [૪૨૩] જેવી રીતે સ્વાધ્યાયમાં, તેવી રીતે પડિલેહણા આદિ અન્યયોગમાં પણ અસંખ્યભવના કર્મને ખપાવે જ છે, તો સ્વાધ્યાયની શી વિશેષતા છે? આવી આશંકા કરીને ગ્રથંકાર કહે છે कम्ममसंखिज्जभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्मिवि जोगे, सज्झायम्मी विसेसेणं ॥ ४२४ ॥ કોઇ એક યોગમાં પણ આદરપૂર્વક પ્રવૃત્ત થયેલો સાધુ પ્રત્યેક સમયે જ અસંખ્યભવના કર્મ ખપાવે છે, સ્વાધ્યાયમાં વિશેષથી ખપાવે છે. વિશેષાર્થ પડિલેહણા, પ્રમાર્જના, ભિક્ષાચર્યા અને વેયાવચ્ચ વગેરે યોગમાંથી કોઇ એક યોગમાં=સંયમવ્યાપા૨માં આદરથી પ્રવૃત્ત થયેલ સાધુ પ્રત્યેક સમયે અસંખ્યભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે, એમ અમે પણ માનીએ છીએ. પરંતુ સ્વાધ્યાયમાં વર્તમાન સાધુ તેને પણ વિશેષથી=સ્થિતિ અને રસથી વિશેષપણે ખપાવે છે. અહીં ભાવાર્થ આ છે– અશુભ મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો અને શુભ મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવા, આ જ બે કર્મક્ષયનું મુખ્ય કારણ છે, અને આ સ્વાધ્યાયમાં જેવી રીતે કર્મક્ષય થાય તેવી રીતે પડિલેહણા કરવી અને ઉપવાસ કરવો વગેરે વ્યાપારોમાંથી એકપણ વ્યાપારમાં પ્રાયઃ ન થાય. કેમકે આ યુક્તિ, આગમ અને અનુભવથી સિદ્ધ છે. આ વિવક્ષાથી અહીં સર્વત્ર સ્વાધ્યાયની મહત્તા વિચારવી. પ્રશ્ન- અહીં અસંભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે એમ કહ્યું. તો પ્રશ્ન થાય કે અનંતભવની સ્થિતિવાળા કર્મને ખપાવે એમ કેમ ન કહ્યું? ઉત્તર– બંધાયેલા કર્મની અનંતભવો સુધી સ્થિતિ જ રહેતી નથી. કેમ કે આગમમાં ઉત્કૃષ્ટથી પણ સિત્તેર કોડાકોડિસાગરોપમથી અધિક સ્થિતિનો નિષેધ કર્યો છે. સિત્તેર કોડાકોડિસાગરોપમ પ્રમાણ સ્થિતિથી અનંતભવોની પૂર્તિ ન થાય. તેથી અહીં અસંખ્યભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે એમ કહ્યું, અને અનંતભવની સ્થિતિવાળા કર્મને ખપાવે છે એમ ન કહ્યું. [૪૨૪] Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) તો પછી સ્વાધ્યાયનું પરિમાણ કેટલું છે તે કહે છે— उक्कोसो सज्झाओ, चउदसपुव्वीण बारसंगाई । तत्तो परिहाणीए, जाव तयत्थो नमोक्कारो ॥ ४२५ ॥ ૬૪૪-સ્વાધ્યાયરતિ દ્વાર] [સ્વાધ્યાયથી વિશેષ નિર્જરા ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ચૌદપૂર્વીઓને દ્વાદશાંગી (=બાર અંગો) બાદ હીન હીન થતાં જઘન્યથી બાર અંગનો અર્થ એવો નમસ્કાર (=નવકારમંત્ર) સ્વાધ્યાય હોય. વિશેષાર્થ- ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ચૌદપૂર્વધરોને (દ્વાદશાંગી=) બાર અંગો હોય. ચૌદપૂર્વધરો મહાપ્રાણધ્યાન આદિના સામર્થ્યથી અંતર્મુહૂર્ત આદિ જેટલા કાળમાં ચૌદે ય પૂર્વોનું પરાવર્તન કરે છે. દશપૂર્વધરોને દશપૂર્વે સ્વાધ્યાય હોય. નવપૂર્વધરોને નવપૂર્વો સ્વાધ્યાય હોય. આ પ્રમાણે હાનિ કરતાં કરતાં ત્યાં સુધી જાણવું કે જેને બીજું કંઇપણ ન આવડતું હોય=જ્ઞાન ન હોય તેને પંચપરમેષ્ઠીરૂપ નમસ્કાર (=નવકાર) સ્વાધ્યાય હોય. આ નમસ્કાર દ્વાદશાંગીનો (=બાર અંગોનો) અર્થ છે, અર્થાત્ નમસ્કારમાં દ્વાદશાંગીનો સાર રહેલો છે. આનાથી નમસ્કારની પણ નિઃસારતાનો નિષેધ કર્યો છે, અર્થાત્ નમસ્કાર પણ સારભૂત છે એમ જણાવ્યું છે. કેમકે એમાં દ્વાદશાંગીનો અર્થ સમાયેલો હોવાથી અતિ મહાન છે. [૪૨૫] આટલો પણ આ નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ કેમ છે એવી આશંકા કરીને નમસ્કાર બાર અંગોનો અર્થ છે એ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે— जलणाइभए सेसं, मोत्तुं इक्कंपि जह महारयणं । घिप्पइ संगामे वा, अमोहसत्थं जह तहेह ॥ ४२६ ॥ मोत्तुंपि बारसंगं, स एव मरणम्मि कीरए जम्हा । अरहंतनमोक्कारो, तम्हा सो बारसंगत्थो ॥४२७॥ જેવી રીતે આગ આદિના ભયમાં બીજું મૂકીને એકપણ મહારત્ન લેવામાં આવે છે, અથવા સંગ્રામમાં અમોઘ શસ્ત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેવી રીતે મરણ સમયે દ્વાદશાંગીને મૂકીને પણ નમસ્કાર જ કરાય છે=નવકારનું સ્મરણ કરાય છે. તેથી અરિહંત આદિ સંબંધી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ છે. વિશેષાર્થ- આગ આદિનો ભય ઉપસ્થિત થતાં ધાન્યના દાણા અને કપાસ વગેરેને ઉપાડવાનું શક્ય ન હોવાથી તેને છોડીને એકપણ મહારત્ન લેવામાં આવે છે. કેમકે તેને લઇને દોડવા આદિની ક્રિયા સુખપૂર્વક જ કરી શકાય છે. અથવા યુદ્ધ Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયરતિ દ્વારા ઉપદેશમાલા (પુષ્પમાલા) [નવકાર દ્વાદશાંગીનો સાર છે-૬૪૫ કરવાનું હોય ત્યારે લાકડી, બરછી, તલવાર અને ભાલા વગેરેને છોડીને એકપણ અમોઘ( શત્રુનો ઘાત કરવામાં નિષ્ફળ ન જાય તેવા) બાણ અને શક્તિ વગેરે શસ્ત્ર લેવામાં આવે છે. તે પ્રમાણે અહીં પણ મરણ ઉપસ્થિત થતાં તે અવસ્થામાં દ્વાદશાંગીને યાદ કરવાનું શક્ય ન હોવાથી તેને મૂકીને અરિહંત આદિને નમસ્કાર કરાય છે. તેથી દ્વાદશાંગીના સ્થાને અરિહંતાદિને નમસ્કાર કરવાનું અન્યથા ઘટી શકતું ન હોવાથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ(=સાર) છે. અહીં ભાવાર્થ આ છે- જ્ઞાન-દર્શન-ચારિત્ર જ દ્વાદશાંગીનો અર્થ છે. જ્ઞાન-દર્શનચારિત્ર અરિહંતાદિ પાંચમાં જ રહેલા છે, બીજે નહિ. અહીં પંચપરમેષ્ઠિ નમસ્કારમાં નમસ્કાર દ્વારા તે અરિહંત વગેરે જ અભિધેય છે. તેથી પરમાર્થથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ છે એ યુક્ત જ છે. ઇત્યાદિ વિચારીને પરમમહર્ષિઓને નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ છે એ સંમત છે. [૪૨૬-૪૨૭] હવે આવશ્યકસૂત્રના ભાષ્યકારે કહેલી યુક્તિથી જ નમસ્કાર બાર અંગોનો અર્થ છે એ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે सव्वंपि बारसंगं, परिणामविसुद्धिहेउमित्तागं । तक्कारणमित्ताओ, किह न तयत्थो नमोक्कारो ॥ ४२८॥ સઘળી ય દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિનું જ કારણ છે. નમસ્કાર પણ પરિણામની વિશુદ્ધિનું જ કારણ હોવાથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ કેમ ન હોય? વિશેષાર્થ- સઘળી ય દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિનું જ કારણ છે. કારણ કે દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિ માટે ભણવામાં આવે છે. પરમપુરુષ એવા પરમેષ્ઠીના નામનું કીર્તન પણ નમસ્કાર દ્વારા પરિણામવિશુદ્ધિનું જ કારણ હોવાથી નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ કેમ ન હોય? અર્થાત્ નમસ્કાર દ્વાદશાંગીનો અર્થ જ છે. [૪૨૮] મરણ આદિ અવસ્થામાં પણ દ્વાદશાંગી જ કેમ યાદ કરવામાં આવતી નથી એ પ્રશ્નનું સમાધાન કરે છે न हु तम्मि देसकाले, सक्को बारसविहो सुयक्खंधो । सव्वो अणुचिंतेउं, धंतंपि समत्थचित्तेणं ॥ ४२९॥ તે દેશકાળમાં, એટલે કે મરણાદિનો પ્રસંગ હોય તે કાળે, અત્યંત સમર્થ ચિત્તવાળા માટે પણ બાર પ્રકારના સઘળા ય શ્રુતસ્કંધનું (દ્વાદશાંગીનું) ચિંતન કરવાનું શક્ય નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬-નવકારથી થતા લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ત્રિદંડી-શિવકુમારુનું દેણંત ' વિશેષાર્થ- મરણાદિના સમયે દ્વાદશાંગીનું ચિંતન અશક્ય હોવાથી અને નમસ્કાર દ્વાદશાંગીથી સાધ્ય અર્થનો સાધક હોવાથી મરણાદિના સમયે નમસ્કારનું જ સ્મરણ કરવું જોઇએ. [૪૨૯] હવે નમસ્કારના જ માહાભ્યને કહેવા માટે ગ્રંથકાર કહે છેनामाइमंगलाणं, पढम चिय मंगलं नमोकारो । अवणेइ वाहितक्करजलणाइभयाइं सव्वाइं ॥ ४३०॥ નમસ્કાર નામ આદિ મંગલોમાં મુખ્ય જ મંગલ છે. નમસ્કાર વ્યાધિ, ચોર અને અગ્નિ આદિ સર્વભયોને દૂર કરે છે. વિશેષાર્થ– “નામ આદિ મંગલોમાં એ સ્થળે આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વગેરેનું ગ્રહણ કરવું. [૪૩૦]. हरइ दुहं कुणइ सुहं , जणइ जसं सोसए भवसमुदं । इहलोयपारलोइयसुहाण मूलं नमोक्कारो ॥ ४३१॥ નમસ્કાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને સુકવી નાખે છે, આ લોક અને પરલોકનાં સુખોનું મૂળ છે. [૪૩૧] હવે આ લોકમાં અને પરલોકમાં નમસ્કારથી થતા લાભો વિષે દૃષ્ટાંતોને કહે છેइहलोयम्मि तिदंडी, सादेव्वं माउलिंगवणमेव । परलोय चंडपिंगल, हुंडियजक्खो य दिटुंता ॥ ४३२॥ આ લોકમાં (=આ જ જન્મમાં) મળતા ફળની અપેક્ષાએ ત્રિદંડી (શ્રાવકપુત્ર શિવકુમાર) દેવતાનું સાંનિધ્ય (શ્રાવકપુત્રી શ્રીમતી) અને બીજોરાનું વન (જિનદાસ શ્રાવક) આ ત્રણ દૃષ્ટાંતો છે. પરલોકમાં મળતા ફળની અપેક્ષાએ ચંડપિંગલ અને હુંડિકયક્ષ એ બે દૃષ્ટાંતો છે. વિશેષાર્થ- આ લોક સંબંધી નમસ્કારના માહાત્મ વિષે ત્રિદંડીનું ઉદાહરણ કહેવું યોગ્ય છે. તે આ પ્રમાણે– ત્રિદંડી(શિવકુમાર)નું દૃષ્ટાંત સર્વજ્ઞધર્મમાં કુશલમતિવાળો જિનદાસ નામનો શ્રાવક છે. વ્યસનથી દૂષિત થયેલો તેનો પુત્ર ધર્મને સ્વીકારતો નથી. પિતા તેને સાધુની પાસે લઈ ગયો, અને સ્વયં પણ Page #274 -------------------------------------------------------------------------- ________________ નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ત્રિદંડી-શિવકુમારુનું દૃષ્ટાંત-૬૪૭ તેને ઘણું કહ્યું. તો પણ તે ધર્મને સ્વીકારતો નથી. હવે એકવાર પિતાએ તેને કહ્યું: હે વત્સ! આ મંત્ર મહાપ્રભાવવંત છે. તેથી તું ગ્રહણ કર, હું આપું છું. આ મંત્ર સ્મરણ કરવા માત્રથી ભયસ્થાનોને દૂર કરે છે. લોભથી તેણે પિતાની પાસેથી નમસ્કાર ( નવકાર) મંત્ર લીધો. ત્યારબાદ ક્રમે કરીને પિતાનું મૃત્યુ થતાં તે તે જ પ્રમાણે ભટકે છે. વ્યસનથી હણાયેલો તે ધનસમૂહ પણ કોઇપણ રીતે પૂરું કરી શકતો નથી. તેના ઘરની પાસે એક પરિવ્રાજક રહેલો છે. તેથી પરિવ્રાજકે શ્રાવકપુત્રને કહ્યું કે, જ્યાંથી અનાથ અને અખંડ મૃતકને શોધીને મને કહે. જેથી હું તને ખૂટે નહિ તેટલું ધન ક=આપું. શોધ કરતો લોભી તે શ્મશાનમાં લટકાવેલા ચોરને (=ચોરના મડદાને) જુએ છે. પછી તેણે ત્રિદંડીને કહ્યું. રાતે (મડદાને લઈને) ત્રિદંડીની સાથે ક્યાંક ગયો. તે મૃતકને ભૂમિમાં મૂકીને તેના હાથમાં તલવાર મૂકી. શ્રાવકપુત્રને શબના પગના તળિયામાં તેલ ઘસવાનું કામ સોંપીને ત્રિદંડી મંડલમાં બેસીને પોતાની વિદ્યાનો જાપ જપે છે. શ્રાવકપુત્ર ભય પામીને નવકારનું ચિંતન કરવા લાગ્યો. વિદ્યાનો જાપ પૂર્ણ થતાં શબ તલવાર લઈને ઊભું થાય છે. નવકારના પ્રભાવથી શબ શ્રાવકપુત્રનું કંઈપણ અનિષ્ટ કરવા સમર્થ બનતું નથી. શબ પાછું નીચે પડી ગયું. પછી ત્રિદંડી ફરીથી પૂર્વથી અધિક વિદ્યાનો જાપ જપે છે. ભય પામેલો શ્રાવકપુત્ર આદરથી નમસ્કારનું ચિંતન કરે છે. શબ બીજીવાર પણ ઊઠીને નીચે પડી ગયું. શંકિત બનેલા ત્રિદંડીએ શ્રાવકપુત્રને પૂછ્યું: શું તું પણ વિદ્યા-મંત્ર વગેરે કંઇપણ જાણે છે. શ્રાવકપુત્રે કહ્યું: હું કંઇપણ જાણતો નથી. શ્રાવકપુત્રે આમ કહ્યું એટલે ત્રિદંડીએ અધિક જાપ શરૂ કર્યો. મડદું ત્રીજીવાર ઊઠે છે. નવકારના પ્રભાવથી વેતાલ શ્રાવકપુત્રનું કંઈપણ અનિષ્ટ કરવા સમર્થ બનતો નથી. આથી કુપિત થયેલા તેણે તલવારથી ત્રિદંડીના બે ટુકડા કરી નાખ્યા. વેતાલનું તે શરીર જલદી સુવર્ણમય બની ગયું. હર્ષ પામેલો શ્રાવકપુત્ર સુવર્ણમય શરીરને ઘરે લઈ ગયો. ત્યારથી શ્રાવકપુત્ર સુવર્ણમય શરીરની પ્રાપ્તિ થવાના કારણે અતિશય મહાન ધનવાન થઇ ગયો. નવકારના પ્રભાવથી પોતે મહા આપત્તિને ઓળંગી ગયો અને વૈભવની પ્રાપ્તિ થઈ એમ જાણીને ત્યારથી તેના મનમાં જિનેન્દ્ર કહેલો ધર્મ ભાવથી પરિણમ્યો. હવે તે જિનપૂજા કરે છે અને મુનિગણને વિવિધ દાનો આપે છે. સદાય ભાવથી વિધિપૂર્વક નમસ્કારની આરાધના કરે છે. આ પ્રમાણે જિને કહેલો નમસ્કાર આ લોકમાં પણ મહા આપત્તિઓનું પણ નિવારણ કરે છે, તથા વાંછિત સુખોનું કારણ બને છે. આ પ્રમાણે ત્રિદંડ(શિવકુમાર)નું દષ્ટાંત પૂર્ણ થયું. મૂળગાથામાં રહેલા સä શબ્દનો દેવતાનું સાંનિધ્ય એવો અર્થ છે. નવકારના પ્રભાવથી દેવતાનું સાંનિધ્ય પણ થાય છે. તે આ પ્રમાણે ઉ. ૧૮ ભા.૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮-નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રીમતીનું દૃષ્ટાંત શ્રીમતીનું દૃષ્ટાંત શ્રીમતી નામની એક પરમ શ્રાવિકા હતી. તે ધનવાનની પુત્રી હતી. પણ કોઇપણ રીતે તેને કોઇ મિથ્યાદષ્ટિ પુરુષ પરણ્યો. શ્રીમતીએ વિનયગુણથી સઘળા શ્વસુરવર્ગને આકર્ષી લીધો. પતિના રોકવા છતાં શ્રીમતી યત્નથી પોતાનો ધર્મ કરે છે. હવે એકવાર પતિ તેનાથી વિરક્ત બન્યો. એથી અન્ય સ્ત્રીને પરણવાને ઇચ્છે છે. પણ ગુણવંતી શ્રીમતી પત્નીની ઉપર કોઈ તેને પોતાની પુત્રી આપતું નથી. તેથી નિર્દય તે શ્રીમતીને મારી નાખવા માટે પોતાના મનમાં વિવિધ ઉપાયોને વિચારે છે. હવે નિર્દય તેણે કોઈ દિવસ કાળા સર્પને લાવીને ઘડામાં રાખ્યો. તે ઘડાને અંધારામાં રાખ્યો. પછી સાંજના સમયે ભોજન કરીને પત્નીને કહ્યું. ઘડામાં પુષ્પમાળા રાખેલી છે. તે લાવીને મને આપ. આમ કહ્યું એટલે તરત જ તે અંધકારવાળા સ્થાનમાં ગઈ. ત્યાં તેણે ઘડાને જોયો. પછી જિને કહેલા નવકારને વિધિપૂર્વક બોલીને જેટલામાં ઘડામાં હાથ નાખે છે તેટલામાં નજીકમાં રહેલ દેવતાએ સર્પને દૂર કરીને પુષ્પમાળા મૂકી. તેણે પુષ્પમાળા લઈને પતિને આપી. તેથી અતિવિસ્મય પામેલા તેણે વિચાર્યું અહો! આ શું? પછી જઈને જેટલામાં જુએ છે તેટલામાં ઘડામાં સુગંધી પુષ્પો પડેલા જુએ છે, પણ સર્પને જોતો નથી. તેથી પત્નીના ગુણોના કારણે તે અતિશય હર્ષ પામ્યો. પછી પત્નીના માહાભ્યને વિચારીને ભય પામેલો તે તેના ચરણોમાં પડ્યો. પછી તેને પોતાની સઘળી ય દુષ્ટતા કહી. પોતાના તે સઘળા ય અપરાધને વારંવાર ખમાવે છે. નમસ્કારના ફલને જોઇને એ જિન ધર્મનો સ્વીકાર કરે છે. તે (હકીકત) સાંભળીને અતિશય સંવેગને પામેલી શ્રીમતીએ પોતાના પતિને કહ્યું: તમે મને દીક્ષાની રજા આપો. મારે દીક્ષા લેવી છે. જે ઘરમાં વિના કારણે જીવો વિરુદ્ધ ચિંતવે છે, તથા પતિ કેવો છે તે જણાયું છે, તે ઘરમાં મારે રાગ શો કરવો? વળી તમે મારા પ્રત્યે વિરક્ત છો અને જિનધર્મમાં મને અનુકૂલતા છે. તેથી તમારા સ્નેહરૂપ બેડીથી મુક્ત થયેલી હું જેમાં સારું ઘર છે, તે મુક્તિનગરમાં જાઉં છું. હમણાં તમોએ રચેલા કપટ ભરેલા ઉપાયથી સ્વકાર્યને સાધ્યા વિના જ અવિરતિમાં પણ મારું મરણ થઈ ગયું હોત. તેથી વધારે શું કહેવું? મને દીક્ષાની રજા આપો. જેથી હું આટલું થયે છતે સ્વકાર્યને સાધું. તમે પણ શાંત થાઓ. શ્રીમતીએ આ પ્રમાણે કહ્યું એટલે ચરણોમાં પડીને અતિશય રડતા તેણે કહ્યું: હે પ્રિયે! આ પ્રમાણે ક્ષતમાં ક્ષાર ન નાખ. જો તું મને છોડી દે તો ચોક્કસ પાપથી સ્વીકારાયેલો અને ધર્મથી મૂકાયેલો હું સ્વયં જીવનને મૂકી દઉં. તેથી કેટલાક દિવસ સુધી તું રહે. પછી બંને ય સાથે જ જિનદીક્ષાને લઇને સ્વકાર્યોને સાધીશું. શ્રીમતીએ પતિની Page #276 -------------------------------------------------------------------------- ________________ નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનદાસ શ્રાવકનું દૃષ્ટાંત-૬૪૯ વાતનો સ્વીકાર કર્યો. પતિએ તેને સંપૂર્ણ ઘરની સ્વામિની બનાવી. પછી ઘણા ભાગોને ભોગવીને ઘણા દિવસો પછી બંનેએ દીક્ષા લીધી. બંને ય દીક્ષાને સારી રીતે પાળીને દેવલોકમાં ગયા, અને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે નમસ્કારમંત્ર આ લોકમાં પણ ભક્તિયુક્ત જીવોના જીવનરક્ષણને અને વિષયેલાભને સાધે છે. આ પ્રમાણે શ્રીમતીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. બીજોરાના વનનું (જિનદાસશ્રાવકનું) દષ્ટાંત. નદીના એક કાંઠા ઉપર નગર હતું. ત્યાં નદીના કાંઠે બેઠેલા એક કોટવાળે ક્યારેક નદીમાં વહેતા=તણાતા બીજોરાના ફલને જોયું. તે બીજોરું તેણે લઈ લીધું. આ બિજોરું મોટું સુગંધ અને વર્ણથી યુક્ત અને અતિશય અદ્ભુત છે એમ જાણીને તેણે એ બિજોરું રાજાને અર્પણ કર્યું. રાજાએ તેને પૂછ્યું: તે આ ક્યાંથી મેળવ્યું? તેણે કહ્યું: નદીના પ્રવાહમાંથી મેં આ મેળવ્યું છે. રાજાએ તેને તુષ્ટિદાન આપીને રજા આપી. પછી રાજાએ તે ખાધું અને તેમાં રહેલા અતિશ્રેષ્ઠ રસનો સ્વાદ અનુભવ્યો. પછી રાજાએ બીજોરાની શોધ માટે પોતાના પુરુષોને મોકલ્યા. તેઓ નદીના કાંઠે કાંઠે (દૂર સુધી) જઈને સારી રીતે જુએ છે તો એક સ્થળે ધનખંડ જોવામાં આવ્યો. ત્યાં વિવિધ પ્રકારના બિજોરાંઓને જુએ છે. પણ તેમણે ક્યાંકથી સાંભળ્યું કે જે આ બિજોરાઓને લે છે તે મૃત્યુ પામે છે. પછી તેમણે પાછા ફરીને આ વિગત રાજાને કહી. તો પણ રસાશક્તિના કારણે રાજાની બીજોરું ખાવાની ઇચ્છા દૂર થતી નથી. તેથી ભોજપત્રની ચિટ્ટીઓ કરાવીને નગરલોકને કહ્યું: ચિટ્ટીના વારા પ્રમાણે તમે એક એક બિજોરું લાવીને મને આપો. તેથી પરાધીન લોક તેનો સ્વીકાર કરે છે. હવે ચિટ્ટીથી જેના વારાનો દિવસ આવે તે ત્યાં જઈને વનમાં પ્રવેશ કરીને બિજો તોડીને વનની બહાર ફેંકે છે. વનની અંદર પ્રવેશ કરે છે. બહાર રહેલો અન્ય પુરુષ તેને લઈને રાજાને આપે છે. બિજોરું તોડનાર પુરુષ ત્યાં જ મરણ પામે છે. આ પ્રમાણે ઘણા દિવસો સુધી ચાલ્યું. હવે એક શ્રાવકનો વારો આવ્યો. તે ત્યાં જિનેશ્વરોનું એકાગ્રચિત્તે ધ્યાન કરીને નમસ્કાર મંત્ર બોલીનેઅને નિસીહિ કહીને વનની અંદર પ્રવેશ કરે છે. પૂર્વે ચારિત્ર વિરાધના કરીને જે ૧. જંગલમાં અનેક પ્રકારના વૃક્ષોની ઘટાવાળા વિભાગને વનખંડ કહેવામાં આવે છે. ૨. પૂર્વે ભુર્જવૃક્ષના છાલમાંથી પત્રો=કાગળો બનતા હતા અને લોકભાષામાં ભોજપત્ર તરીકે ઓળખાતા હતા. ૩. અહીં ટીકામાં માનવ શબ્દ છે. તેનો ગોળો વગેરે અર્થ થાય છે. પણ અનુવાદ વાંચનાર સ્પષ્ટ સમજી શકે એ માટે ચિઠ્ઠી અર્થ લખ્યો છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦-નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંડપિંગલ ચોરનું દૃષ્ટાંત ત્યાં વાણવ્યંતર દેવ થયો હતો તે નિશીહિ અને નમસ્કારમંત્રને સાંભળીને પ્રતિબોધ પામ્યો. હર્ષ પામેલા તેણે નમીને તે શ્રાવકને કહ્યું: હે મહાયશસ્વી! તમે સારું કર્યું કે જેથી નવકાર બોલીને મારો સંસારથી ઉદ્ધાર કર્યો. તેથી તમને જે પ્રિય હોય તે કહો. પછી શ્રાવકે કહ્યું: મારે બીજા કશાનું પ્રયોજન નથી. તું તે પ્રમાણે કર કે જેથી નગરલોક ન મરે. તેથી તુષ્ટ થયેલા દેવે કહ્યું. ત્યાં જ રહેલા તારા ઓશીકા આગળ દરરોજ એક બીજોરું મૂકીશ. તે તમે રાજાને આપજો. આમ કરવાથી રાજા તારા ઉપર તુષ્ટ થશે અને નગરલોક મરશે નહિ. આ પ્રમાણે વરદાન મળતાં તે પોતાના ઘરે આવ્યો. તેથી અતિશય વિસ્મય પામેલા રાજાએ અને લોકે તેને પૂછ્યું. તેણે જિને કહેલા નવકારનો પૂર્વોક્ત સઘળો ય પ્રભાવ કહ્યો. તેથી ઘણા લોકોએ જિનધર્મનો સ્વીકાર કર્યો. રાજાએ પણ તેને ઘણું ધન આપીને ધનવાન કર્યો. આ પ્રમાણે નમસ્કારમંત્ર આ લોકમાં પણ વિશુદ્ધ હૃદયવાળા જીવોને અવશ્ય જીવન અને ધનને લાવનારો થાય છે. આ પ્રમાણે બીજોરાના વનનું (જિનદાસશ્રાવકનું) દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે ચંડપિંગલનું દૃષ્ટાંત કહેવાય છે ચંડપિંગલનું દૃષ્ટાંત વસંતપુર નગરમાં ચંડપિંગલ નામનો ચોર હતો. તે વેશ્યા શ્રાવિકા ઉપર અનુરાગી થઈને તેના ઘરે રહેતો હતો. હવે એકવાર તેણે રાજાના મહેલમાં ચોરી કરી. ત્યાં તેને અતિમૂલ્યવાન મોતીનો હાર મળ્યો. તેને લઇને વેશ્યાના ઘરમાં અતિઘણા પ્રયત્નથી છુપાવી દીધો. હવે એકવાર મહોત્સવના દિવસે સઘળો વેશ્યાલોક સ્વસમૃદ્ધિના સમૂહથી (=પોતપોતાની સમૃદ્ધિ પ્રમાણે) વિભૂષાથી અલંકૃત થઈને બહાર જાય છે. બધી સ્ત્રીઓમાં હું જ અતિશય શોભાવાળી થાઉં એમ વિચારીને ચોરની વેશ્યા તે જ હારને કંઠમાં પહેરીને ઉદ્યાનમાં આવી. રાણીની દાસીએ તેને જોઇ. હારને ઓળખીને દાસીએ રાણીને કહ્યું. રાણીએ રાજાને કહ્યું. રાજાએ શોધ કરીને ચોરને પકડ્યો. પછી રાજાથી આદેશ કરાયેલા માણસોએ તેને શૂળી ઉપર ચડાવ્યો. તે સાંભળીને વેશ્યા પોતાની ઘણી નિંદા કરે છે. જો, પાપિણી મેં તે હારને પ્રગટ કરીને સદાય ઘણા સદ્ભાવને પામેલા તેને નિરર્થક મરાવ્યો. આ પ્રમાણે દુઃખી થયેલી તે તેની પાસે જઈને તેને નવકાર શિખવાડે છે, તથા નિયાણું કરાવે છે કે હું અહીં રાજપુત્ર થાઉં. પછી ત્યાં પણ નવકારને ૧. પૂર્વે અજ્ઞાનતાના કારણે કોઈ સ્ત્રી વેશ્યા બની. પાછળથી જૈન ધર્મનું જ્ઞાન થતાં તે શ્રાવિકા બની. આથી તે લોકમાં વેશ્યાશ્રાવિકા તરીકે પ્રસિદ્ધ બની. Page #278 -------------------------------------------------------------------------- ________________ નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) હિંડિકયક્ષનું દૃષ્ટાંત-૬૫૧ બોલતો તે મરીને તે નિયાણાથી પટ્ટરાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે વેશ્યા ભવિતવ્યતાના સંબંધથી જન્મેલા રાજપુત્રની ક્રીડાધાત્રી(=રમાડનારી માતા) થઈ. તેણે વિચાર્યું કે ગર્ભનો અને ચંડપિંગલના મરણનો કાળ સમાન જ છે. તેથી સંભાવના કરી શકાય છે કે તે જ મરીને આ થયો છે. આ પ્રમાણે વિચારીને રડતા તે કુમારને તેણે કહ્યું: હે ચંડપિંગલ રડ નહિ. વારંવાર આ પ્રમાણે તે બોલતી રહી. આથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે જિનધર્મ સ્વીકાર્યો. કાળે કરીને પિતાનું મૃત્યુ થતાં તે રાજા થયો. રાજ્યનું પાલન કર્યા પછી તેણે વેશ્યાની સાથે જ દીક્ષા સ્વીકારી. ક્રમે કરીને બંને સિદ્ધ થયા. આ પ્રમાણે નવકાર સરળભાવની પ્રધાનતાવાળા જીવોને પરલોકમાં ભોગફલવાળો અને મોક્ષફલવાળો થાય છે. આ પ્રમાણે ચંડપિંગલનું દષ્ટાંત પૂર્ણ થયું. હવે હુંડિકયક્ષનું દૃષ્ટાંત કહેવાય છે હુંડિકયક્ષનું દૃષ્ટાંત. મથુરા નગરીમાં હુંડિક નામનો ચોર હતો. આખી નગરીને ચોરે છે. હવે એકવાર કોટવાળોએ તેને ચોરીના માલસહિત પકડ્યો. રાજાની આજ્ઞાથી તેને શૂળી ઉપર ચડાવ્યો. શૂળી ઉપર ચડાવેલા તેને ઘણી તૃષા લાગી. તેથી નજીકમાં જતા જિનદત્ત નામના શ્રાવકને જોઈને તેણે કહ્યું: હે મહાનુભાવ! તમારો ધર્મ દયામાં છે. તેથી તૃષાળુ અને દીન અને પાણી પીવડાવ. અપેક્ષાથી મુક્ત ધીર પુરુષો અન્યના કાર્ય માટે જ પ્રાણોને ધારણ કરે છે. તેથી શ્રાવકે કહ્યું: જો તું નવકાર શીખે અને નવકારને બોલતો રહે તો હું તને પાણી પીવડાવું. તેણે તેનો સ્વીકાર કર્યો. શ્રાવક પાણી લેવા માટે ગયો. આ તરફ તે નવકારને બોલતો બોલતો જ (શ્રાવક આવે તે પહેલા) મૃત્યુ પામ્યો. નવકારના પ્રભાવથી યક્ષ થયો. શ્રાવક પાણી લઈને જેટલામાં ત્યાં ગયો તેટલામાં કોટવાળોએ તેને પકડ્યો. કોટવાળોએ રાજાને કહ્યું કે આ ચોરોને ભોજન આપનારી છે. રાજાએ તેને પણ શૂળીએ ચડાવવા માટે કોટવાળોને આજ્ઞા કરી. હુંડિકય અવધિજ્ઞાનથી પૂર્વનો વૃત્તાંત જાણ્યો. તેથી એક મહાન પર્વતને લઈને નગરીની ઉપર રહ્યો. પછી તેણે કહ્યું: અરે! તમે આના માહાભ્યને જાણતા નથી. આથી તમે જલદી જ આને મૂકી દો. અન્યથા સઘળા નગરને ચૂરી નાખું છું. તેથી ભય પામેલો નગરલોક હુંડિકયક્ષની પૂજા કરે છે. રાજા તેની પ્રતિમાના નિર્માણપૂર્વક તેનું મંદિર કરાવે છે. જિનદત્તશ્રાવકને પૂજા કરવા પૂર્વક ખમાવીને રજા આપે છે. યક્ષે જિનદત્તને ભક્તિથી નમીને કહ્યું: સર્વપાપોનું ઘર પણ હું આટલી ઋદ્ધિને જે પામ્યો છું તે મહાન નમસ્કારમંત્રના દાનથી કરાયેલી તારી જ મહેરબાની છે. તેથી કૃપા કરીને વિષમ કાર્યમાં મને યાદ કરજે. તારા આ ઉપકારના પારને સ્વજીવનના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨-નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [હુંડિકયક્ષનું દૃષ્ટાંત દાનથી પણ પામી શકાય તેમ નથી. આ પ્રમાણે કહીને યક્ષ પોતાના સ્થાને ગયો. આ પ્રમાણે દ્રવ્યથી પણ ગ્રહણ કરાયેલ નમસ્કાર દિવ્યઋદ્ધિનું કારણ બને છે. [૪૩૨] આ પ્રમાણે હુંડિકયક્ષનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હે લોકો! જે સ્વાધ્યાય ચિત્તરૂપ ચંચળ અશ્વને રોકવાના કાર્યમાં મજબૂત અને લાંબી લગામ સમાન છે, વાણીરૂપ વાઘણને કાબૂમાં રાખવા માટે વજ્રના પાંજરા સમાન છે, શરીરરૂપ હાથીને કાબૂમાં રાખવા માટે અંકુશ છે, પરદોષની નિંદાની પ્રવૃત્તિને છોડીને, શ્રી જિનોએ કહેલા અને મોક્ષને આપનારા તે સ્વાધ્યાયને આદરથી કરો. (૧) આ પ્રમાણે શ્રીહેમચન્દ્રસૂરિવિરચિત ઉપદેશમાલા પ્રકરણમાં ભાવનાદ્વારમાં સ્વાધ્યાયરતિરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં સ્વાધ્યાયરતિરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. Page #280 -------------------------------------------------------------------------- ________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્ત્રી સંગનો ત્યાગ-૬૫૩ અનાયતનાગદ્વાર હવે અન્નાયતનત્યાગ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે– सज्झायंपि करिज्जा, वज्जंतो जत्तओ अणाययणं । तं इत्थिमाइयं पुण, जईण समए जओ भणियं ॥ ४३३ ॥ સ્વાધ્યાયને પણ યત્નથી અનાયતનનો ત્યાગ કરવા પૂર્વક કરે. સાધુઓ માટે સ્ત્રી વગેરે અનાયતન છે. કારણ કે શાસ્ત્રમાં આ (હવે કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ યથોક્તગુણોથી વિશિષ્ટ પણ સ્વાધ્યાયને યત્નથી અનાયતનનો ત્યાગ કરવા પૂર્વક કરે, અનાયતનમાં સ્વાધ્યાયને ન કરે. આથી સ્વાધ્યાયદ્વાર પછી અનાયતનત્યાગ દ્વાર કહેવાય છે. જ્યાં સાધુઓ મોક્ષ માટે પ્રયત્ન કરે તે આયતન. સદ્ગુરુના ચરણોનો અગ્રભાગ વગેરે આયતન છે, અર્થાત્ સદ્ગુરુના ચરણોની પાસે રહેવું વગેરે આયતન છે. ખરાબ આયતન તે અનાયતન. સાધુઓ માટે સ્ત્રી વગેરે અનાયતન જાણવું. કારણ કે સિદ્ધાન્તમાં આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૩૩] સિદ્ધાન્તમાં શું કહ્યું છે તે કહે છે— विभूसा १ इत्थिसंसग्गी २, पणीयं रसभोयणं ३ । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ४३४॥ આત્મહિતના ગવેષક (=અર્થી) પુરુષને (વસ્ત્ર આદિથી કરાતી) શરીર શોભા, સ્ત્રીનો સંગ (=સંબંધ) તથા પ્રણીત અને સ્વાદિષ્ટભોજન તાલપુટ વિષની જેમ હાનિ કરે છે. (જેમાં ઘી વગેરે કામોત્તેજક સ્નિગ્ધપદાર્થ વધારે હોય તે પ્રણીત ભોજન કહેવાય છે.) [૪૩૪] જિનવચનથી ભાવિત અને ઇન્દ્રિયજય વગેરે ગુણોથી યુક્ત મનુષ્યોને સ્ત્રીલોકનો સંગ પણ શું દોષને લાવનારો થાય છે? જેથી યત્નથી તેના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે, આ વિષે ગ્રંથકાર કહે છે– सिद्धंतजलहिपारं, गओऽवि विजिइंदिओऽवि सूरोऽवि । थिरचित्तोऽवि छलिज्जइ, जुवइपिसाईहिं खुद्दाहिं ॥ ४३५ ॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪-અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્ત્રી સંગનો ત્યાગ સિદ્ધાંતરૂપ સમુદ્રનો પારગામી પણ, જિતેન્દ્રિય પણ, પરાક્રમી પણ અને સ્થિરચિત્તવાળો પણ મનુષ્ય તુચ્છ સ્ત્રીરૂપી પિશાચણીથી છેતરાય છે. [૪૩૫] ફરી પણ દૃષ્ટાન્તદ્વારા સ્ત્રીસંગના અતિદુષ્ટપણાને કહે છે– मयणनवणीयविलओ, जह जायइ जलणसन्निहाणम्मि । तह रमणिसन्निहाणे, विद्दवइ मणो मुणीणंपि ॥ ४३६ ॥ જેવી રીતે અગ્નિના સાંનિધ્યમાં મીણ અને માખણ ઓગળી જાય છે તેવી રીતે સ્ત્રીના સાંનિધ્યમાં મુનિઓનું પણ મન પીગળી જાય છે=ઢીલું થઇ જાય છે. [૪૩૬] વળી नीयंगमाहिं सुपओहराहिं ओप्पिच्छमंथरगईहिं । महिलाहिं निन्नयाहि व, गिरिवरगरुयावि भिजंति ॥ ४३७ ॥ જેવી રીતે ઉત્તમપર્વતોમાં મહાન એવા વિંધ્યાચલ વગેરે પર્વતો પણ નદીઓથી ભેદાય છે, તેવી રીતે નીચગામિની અને મનોહર ધીમી ગતિવાળી સ્ત્રીઓથી ઉત્તમપર્વતના જેવા મહાન–સ્થિરતાદિ ગુણોથી યુક્ત પણ પુરુષો ભેદાય છે=હલકા કરાય છે. વિશેષાર્થ અહીં નીચગામિની અને મનોહર ધીમી ગતિવાળી એ બે વિશેષણો સ્ત્રી અને નદી એ બંનેમાં ઘટે છે. તે આ પ્રમાણે સ્ત્રીપક્ષમાં નીચગામિની એટલે જાતિ આદિથી હીન એવા વ્યભિચારી પુરુષોનો સંગ કરે છે. નદીપક્ષમાં નીચગામિની એટલે નીચાણવાળા પ્રદેશમાં વહે છે. મનોહર ધીમી ગતિવાળી એ વિશેષણનો બંને પક્ષમાં અર્થ સમાન છે. અર્થાત્ સ્ત્રી અને નદી એ બંનેની ગતિ મનોહર અને ધીમી હોય છે. સ્ત્રીઓના સંગથી સ્થિરતાદિ ગુણોથી યુક્ત પણ પુરુષો ભેદાય છે. આથી સ્ત્રીઓનો દૂરથી ત્યાગ જ કરવો જોઇએ. [૪૩૭] વળી— घणमालाउव दूरुन्नमंतसुपओहराओ व ंति । मोहविसं महिलाओ, दुनिरुद्धविसं व पुरिसस्स ॥ ४३८ ॥ જેવી રીતે બરોબર નહિ ઉતારેલા વિષને મેઘશ્રેણિઓ વધારે છે, તેવી રીતે પુરુષના મોહરૂપ વિષને સ્ત્રીઓ વધારે છે ૧. અહીં સુવોહરાહિઁ એ પદનો અર્થ સમજપૂર્વક લખ્યો નથી. ૨. અહીં તૂત્રમંતસુવોહરો એ પદનો અર્થ સમજપૂર્વક લખ્યો નથી. Page #282 -------------------------------------------------------------------------- ________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્ત્રી સંગનો ત્યાગ-૬૫૫ વિશેષાર્થ- જેવી રીતે કોઈ કુમંત્રવાદી વડે બરોબર નહિ ઉતારાયેલા વિષને જોવાયેલી મેઘશ્રેણિ ફરી પણ વધારે છે, તેવી રીતે જોવાયેલી સ્ત્રીઓ પુરુષના મોહને વધારે છે. [૪૩૮] વળી બીજુંसिंगारतरंगाए व, विलासवेलाए जोव्वणजलाए । के के जयम्मि पुरिसा, नारिनईए न वुझंति? ॥ ४३९॥ શૃંગારરૂપ તરંગોવાળી, વિલાસરૂપ પૂરવાળી અને યૌવનરૂપ જલવાળી નારીરૂપી નદીઓ જગતમાં કયા ક્યા પુરુષોને ખેંચી જતી નથી? અર્થાત્ બધા જ પુરુષોને ખેંચી જાય છે. વિશેષાર્થ- શૃંગાર એટલે વસ્ત્રો, આભૂષણો અને અંગરાગ વગેરેથી કરાયેલી શોભા. વિલાસ એટલે નેત્રમાં ભવાં વગેરે દ્વારા પ્રગટ થતો કામવિકાર. [૪૩૯] દૃષ્ટાંત દ્વારા ફરી પણ સ્ત્રીઓના આ જ અનાયતનપણાનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે जुवईहिं सह कुणंतो, संसरिंग कुणइ सयलदुक्खेहिं । न हि मूसगाण संगो, होइ सुहो सह बिडालीहिं ॥ ४४०॥ સ્ત્રીઓની સાથે સંગ કરતો જીવ સર્વદુઃખોની સાથે સંગ કરે છે. બિલાડીઓની સાથે ઉંદરોનો સંગ સુખકારી થતો નથી. [૪૪૦] પ્રશ્ન- સ્ત્રીઓની સાથે સંગ કેમ સુખકારી બનતો નથી? ઉત્તર- ભ્રાન્તિને પામેલો મૂઢ જીવ કર્તવ્ય-અકર્તવ્યના વિભાગને જાણતો નથી. તેવું કોઈ દુઃખ નથી કે જેને અકૃત્યમાં પ્રવૃત્ત થયેલો જીવ ન પામે. સ્વયં સદ્ભાવને ન પામતી હોવા છતાં આ જ સ્ત્રીઓ અન્યને ભ્રાત કરવા માટે રુદન આદિ પ્રકારોથી બીજાને વિશ્વાસ કરાવે છે એ અંગે ગ્રંથકાર જણાવે છે रोयंति रुयावंति य, अलियं जपंति पत्तियावंति । कवडेण य खंति विसं, महिलाओ न जंति सब्भावं ॥ ४४१॥ સ્ત્રીઓ રડે છે, બીજાને રડાવે છે, ખોટું બોલે છે, કપટથી વિશ્વાસ કરાવે છે, ઝેર ખાય છે, અને સદ્ભાવને પામતી નથી. [૪૪૧] ૧. બરોબર નહિ ઉતરેલું વિષ મેઘશ્રેણિને જોવાથી વધે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬-સ્ત્રી સંગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અત્રકમુનિનું દેણંત જો ઉક્ત યુક્તિસમૂહથી આ સ્ત્રીઓ અનાયતન છે તો અહીં શું કરવું જોઈએ તે કહે છે– परिहरसु तओ तासिं, दिढेि दिट्ठीविसस्स व अहिस्स । जं रमणिनयणबाणा, चरित्तपाणा विणासंति ॥ ४४२॥ તેથી દૃષ્ટિવિષ સર્ષની જેમ સ્ત્રીઓની દૃષ્ટિનો ત્યાગ કરસ્ત્રીઓની સામે જોવાનો ત્યાગ કર. કારણ કે સ્ત્રીઓનાં નેત્રોરૂપી બાણો ચારિત્રરૂપ પ્રાણોનો નાશ કરે છે. [૪૪૨] જેમણે સંગોનો ત્યાગ કર્યો છે તેમને સ્ત્રીઓ શું કરશે એમ ન કહેવું. કારણ કે કહ્યું છે કે जइवि परिचत्तसंगो, तवतणुयंगो तहावि परिवडइ । महिलासंसग्गीए, पवसियभवणूसियमुणिव्व ॥ ४४३॥ જો કે સંગનો ત્યાગ કર્યો હોય, તપથી શરીરને કૃશ કરી નાખ્યું હોય, તો પણ સ્ત્રીના સંગથી પરદેશ ગયેલા શ્રીમંત વણિકના ઘરની પાસે વિશ્રામ માટે રહેલા (અહંક) મુનિની જેમ પતિત થાય છે. વિશેષાર્થ– આ સાધુ કોણ છે? તે કહેવામાં આવે છે અત્રકમુનિનું દૃષ્ટાંત તગરા નામની નગરી છે. તે નગરીમાં કોડો ધજાઓની છાયાઓમાં ચાલતો લોક ઉનાળામાં પણ સંતાપને અનુભવતો નથી. આ તરફ અઈમિત્ર આચાર્યની પાસે દેવદત્ત નામના વણિકે અન્નક નામના પુત્રની અને ભક્તિવાળી પત્નીની સાથે દીક્ષા લીધી. પછી અપ્રમત્તપણે દીક્ષાને પાળે છે. પણ તેનો પુત્ર સુખશીલ છે. એથી તે ગોચરી માટે જતો નથી. બેસી રહે છે. તેથી સ્નેહના કારણે પિતા તેને અતિશય સ્નિગ્ધ અને મધુર આહાર આપે છે. અનેકવાર પણ ખવડાવે છે. ઈષ્ટ પાણી વગેરે આપે છે. તેથી બીજા ઉત્તમમુનિઓ દેવદત્ત સાધુને કહે છે કે, હે મહાનુભાવ! આને આ પ્રમાણે નિરર્થક કેમ પોષો છો? વળી– આ સમર્થ હોવા છતાં ગોચરી માટે કેમ જતો નથી? આ મારો છે એવી બુદ્ધિથી એના ઉપર તમે જે સ્નેહ કરો છો તે સ્નેહ પરિણામે તેના સર્વ અનર્થોના ફળવાળો જાણવો, અર્થાત્ તે સ્નેહ પરિણામે તેના સર્વ અનર્થોનું કારણ બનશે એમ તમારે સમજી લેવું. તેથી જો તમે હજી પણ સ્વ-પરના હિતને જાણો છો તો આને જિનેન્દ્રોએ કહેલા અને પારમાર્થિક સુખને લાવનારા માર્ગમાં સમ્યક-પ્રેરણા કરો. આ Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી સંગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અર્હન્નકમુનિનું દૃષ્ટાંત-૬૫૭ પ્રમાણે કહેવાયેલા પણ તે મુનિ પુત્રસ્નેહના મોહથી તે જ પ્રમાણે તેને અનુકૂલ આચરણ કરે છે. હવે એકવાર અનશન વિધિ કરીને પિતા કાલધર્મ પામ્યા. અતિશય ભૂખ્યા થયેલા અર્હન્નક મુનિ સ્વયમેવ ભિક્ષા માટે ભમે છે. સુકુમાર એવા તેને ઉપસર્ગો અને પરીષહો અતિશય પીડા કરે છે. હવે એકવાર ઉનાળો પ્રવર્તી રહ્યો હતો. આખું વિશ્વ તપી ગયું હતું. ગોચરી માટે ભમતા આ મુનિ અતિશય શ્રાન્ત થઇ ગયા. તેથી દેશાંતર ગયેલા એક સાર્થવાહના ઘણા ધન-સુવર્ણથી સમૃદ્ધ, રમણીય અને મોટું ઘર જોઇને ગરમીથી પરિતાપ પામેલા અને શરીરમાંથી પસીનો ટપકી રહ્યો છે એવા તે મુનિ એ ઘરની છાયામાં વિસામો લેવા માટે ક્ષણવાર ઊભા રહે છે. એ ઘરમાં રહેલી સાર્થવાહની સ્ત્રીને ઘણા દિવસોથી પતિવિયોગ થયો હતો. એ પતિવિયોગે તેના શરીરમાં કામરૂપ અગ્નિ ઉત્પન્ન કર્યો. એ કામરૂપ અગ્નિથી તે બળી રહી હતી. ઝરુખામાં બેઠેલી તે સ્ત્રીએ આ મુનિને જોયા. મુનિને સુંદર શરીરવાળા, સુકુમાર અને રૂપાળા જોઇને તે સ્ત્રી તેમના પ્રત્યે અનુરાગવાળી બની. તેમની પાસે પોતાની દાસીને મોકલીને બોલાવે છે. મુનિ આવી રહ્યા હતા ત્યારે નીતિ(શાસ્ત્ર)ને યાદ કરીને તે સ્ત્રી વિચારે છે કે, લોભરૂપ પાશમાં બંધાયેલા મોટા પણ પુરુષો વશમાં કરાય છે. આ પ્રમાણે વિચારીને તીક્ષ્ણ કટાક્ષરૂપ બાણોથી મુનિના મનને વીંધતી તે સ્ત્રી મોદકોનો થાળ ભરીને મુનિને આપે છે. તે વખતે પોતાના નાભિમંડલને કંઇક પ્રગટ કરતી તે સ્ખલના પામતા વચનથી મુનિને કહે છે કે, આવા લાવણ્યથી યુક્ત તમે આ કષ્ટ કેમ કરો છો? આવાં વ્રતો દુર્ભાગ્યવાળા, દરિદ્ર અને કઠોર શરીરવાળા જીવોને યોગ્ય છે, ભોગને યોગ્ય શરીરવાળા તમારા જેવાને યોગ્ય નથી. તેથી ઇચ્છા પ્રમાણે મારી સાથે ક્રીડા કરો, આટલા વૈભવના સ્વામી થાઓ. પાછલી વયમાં ફરી પણ આ દીક્ષાને કરજો. એના શૃંગારને યાદ કરાવનારાં આવાં વચનોથી મુનિના ચારિત્રમોહનો ઉદય થયો. વ્રત ભાંગી ગયું, માહાત્મ્યનો નાશ થયો. સ્ત્રીના તે વચનને સ્વીકારીને તે ત્યાં જ રહ્યો. કપૂર, અગરુ, ચંદન, તંબોલ અને વસ્ત્ર વગેરે કામના સર્વ સાધનોથી પૂર્ણ અર્જુન્નક તે સ્ત્રીની પાસે રહીને દિવસો પસાર કરે છે. તે સ્ત્રી તેને ગુપ્ત રાખે છે, બહાર નીકળવા દેતી નથી. આ તરફ સાધુઓએ બધીય તરફ તેને શોધ્યો, પણ તે જોવામાં ન આવ્યો. તેથી પુત્રસ્નેહના કારણે માતા પાગલ (જેવી) થઇ ગઇ. બાળકસમૂહથી પિરવરેલી તે અર્જુન્નક અર્હન્નક અર્હત્રક એમ બોલતી નગરમાં ભમે છે. (૨૫) તમે અર્હન્નકને ક્યાંય જોયો એમ અન્ય લોકને પૂછે છે. કોઇક માણસને પુત્રબુદ્ધિથી જોઇને હર્ષ પામે છે. આ પ્રમાણે રાજમાર્ગમાં અનુચિત ચેષ્ટા કરતી એને ઝરુખામાં બેઠેલા અર્હન્નકે જોઇ. સર્વલોકને શોક કરવા યોગ્ય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮-સ્ત્રી સંગમાં) ઉપદેશમાલા (પુષ્પમાલા) [અહંન્નકમુનિનું દૃષ્ટાંત અને તેવી અવસ્થાવાળી માતાને જોઈને તે જલદી ખિન્ન બન્યો અને લજ્જા પામ્યો. તેણે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું અહો જુઓ. તે હું કુપુત્ર છું કે જેના કારણે આ આવી અવસ્થાને પામી અને શૂન્ય બનીને નગરમાં ભમે છે. અથવા જન્મેલા પણ દુષ્ટપુત્રોથી બીજું શું ફળ થાય? અરણિકાષ્ઠમાં ઉત્પન્ન થયેલો અગ્નિ દાહને છોડીને બીજું શું કરે. ઈત્યાદિ રીતે પોતાની નિંદા કરીને અને સહસા ઘરમાંથી નીકળીને અહંન્નક માતાની પાસે ગયો. ચરણોમાં પડીને માતાને કહ્યું હે મા! તે દુપુત્ર આ અહંન્નક છે. હું સદા તમારે જોવા લાયક નથી. જેવી રીતે દાવાનલરી બળેલી ચંપકલતા નવીન મેઘથી સ્વસ્થ થાય તેમ તેને સહસા જોઈને માતા સ્વસ્થ થઈ. વિસ્મય પામેલી માતાએ તેને પૂર્વનો વૃત્તાંત પૂક્યો. તેણે કહ્યું મા! પાપી એવા મારા દુચરિત્રને ન પૂછ. માતાએ અતિ આગ્રહ કર્યો એટલે તેણે માતાને બધું ય કહ્યું. અતિ ખિન્નહૃદયવાળી માતાએ કહ્યું: હે વત્સ! જો કે તે આ કર્યું, તો પણ હજીપણ જિને કહેલી દીક્ષાને લે, જેથી ભવિષ્યમાં અનંતભવોના દુઃખરૂપ વનમાં ન પડે. તેણે કહ્યું: હે મા! હું તમારા હિતોપદેશને યોગ્ય નથી. પણ ગુરુનું અને જિનોનું પણ વચન ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. આ પ્રમાણે કહીને તે ગુરુની પાસે ગયો. તેણે સંવેગથી પૂર્ણ બનીને, ભક્તિથી પ્રણામ કરીને, અંજલિ કરીને વિનયથી ગુરુને કહ્યું: હે નાથ! સુકુલમાં ઉત્પન્ન થયેલાઓને સ્વપ્નમાં પણ જે કરવા યોગ્ય નથી તે પણ પાપી એવા મેં કર્યું. આ રીતે માતાને દુઃખના માર્ગમાં નાખી. તેથી હું હમણાં આપની વ્રતપ્રદાનની કૃપાને યોગ્ય નથી. તો પણ તેવું કરો કે જેથી મારી માતા ધીરજને પામે. માતાએ પણ પૂર્વનો સઘળો ય વૃત્તાંત કહ્યો. તેથી આરાધક છે એમ જાણીને ગુરુએ તેને વિધિથી દીક્ષા આપી. પછી ગુરુને નમીને તેણે કહ્યું: હે નાથ! હું ધીરપુરુષોએ આચરેલી આ દીક્ષાને લાંબા કાળ સુધી ધારણ કરવા માટે સમર્થ નથી. તેથી હે નાથ! જો આપની અનુજ્ઞા હોય તો અનશન કરીને પોતાના કાર્યને થોડા જ કાલમાં જલદી સાધી લઉં. આ આરાધક થશે એમ જાણીને ગુરુએ અનુજ્ઞા આપી. પછી તે ઉનાળામાં મધ્યાહ્નકાળના સમયે પર્વતના શિખર ઉપર ચડીને તપેલી મોટી શિલા ઉપર કાઉસ્સગ્નમાં રહ્યા. ઉપર અને નીચે ગરમીથી તપાવાતા તેમણે ચિંતવવાનું શરૂ કર્યું હે જીવ! આ સઘળા પરીષહને તું સહન કર. કારણ કે પૂર્વે કરેલાં કર્મો તો દૂર રહો, કિંતુ આ ભવમાં પણ વ્રતભંગ નિમિત્તે જે કર્મ તે કર્યું છે તેના પણ અંતને તું કોઇપણ રીતે પામીશ. તેને અહીં કોણ જાણે છે? વળી બીજું- જેના શીલરૂપ વૈભવનો નાશ થયો છે તેવા તારું જો મરણ થાય તો નરકરૂપ અગ્નિમાં પરાધીનપણે શેકાતો તું ડાહ્યા પુરુષને શોક કરવા યોગ્ય થાય. Page #286 -------------------------------------------------------------------------- ________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ સાધ્વી સંગત્યાગ-૬૫૯ હમણાં તો દીક્ષિત થયેલા તારું મરણ પણ સુગતિનું કારણ અને ડાહ્યા પુરુષોને પ્રશંસા કરવા યોગ્ય થાય. પૂર્વે નરકભવમાં અનંતદુઃખો સહન કરીને હમણાં તેના અંશમાત્ર દુઃખને સહન કરવામાં ઉગ ધારણ ન કર. (૫૦) આ પ્રમાણે ભાવનાથી વિશુદ્ધ બનેલા અને વિશેષપણે અતિશય સુકુમાર એવા તેનું શરીર માખણના પિંડની જેમ વિનાશ પામ્યું. અશુભકર્મોનો લગભગ નાશ થઇ જતાં તે દેવલોકમાં દેદીપ્યમાન શરીરને ધારણ કરનાર વૈમાનિકદેવ થયો. આ પ્રમાણે સ્ત્રીઓ સંગમાત્રથી પણ અનર્થફલવાળી થાય છે એમ જાણીને સદા ય તેના સંગનો દૂરથી ત્યાગ કરો. [૪૪૩] આ પ્રમાણે અહંન્નકનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે સામાન્યથી સ્ત્રીસંગ અનાયતન છે એમ કહીને હવે સાધ્વીઓનો સંગ અનાયતન છે એમ વિશેષથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે इयरित्थीणवि संगो, अग्गी सप्पं विसं विसेसेइ । जो संजईहिं संगो, सो पुण अइदारुणो भणिओ ॥ ४४४॥ - આ પ્રમાણે અન્ય સ્ત્રીઓનો સંગ અગ્નિ, સર્પ અને વિષથી પણ ચઢિયાતો છે. વળી જે સાધ્વીઓનો સંગ છે તેને અતિભયંકર કહ્યો છે. વિશેષાર્થ– ઉક્ત રીતે ગૃહસ્થોની સ્ત્રીઓનો અને કુલિંગિણી (=પરિવ્રાજિકા વગેરે) સ્ત્રીઓનો સંગ (સંબંધ) અગ્નિ, શસ્ત્ર અને વિષથી પણ ચઢિયાતો છે. કારણ કે અગ્નિ વગેરે પદાર્થો એકભવમાં કંઈક માત્ર દુઃખ આપનારા છે. સ્ત્રી સંગ તો અનંતભવોમાં અનંત ભયંકર દુઃખ આપનાર છે. તેમાં પણ જે સાધ્વીઓનો સંગ છે તેને તો આગમમાં અતિભયંકર=અનંત અનંત ભયંકર દુઃખ આપનાર કહ્યો છે. આથી વિશેષથી યત્નપૂર્વક સાધ્વીસંગનો ત્યાગ કરવો. [૪૪૪] આગમમાં જે કહ્યું છે તેને જ કહે છેचेइयदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥ ४४५॥ ચૈત્યદ્રવ્યનો વિનાશ કરવામાં, ઋષિનો ઘાત કરવામાં, પ્રવચનનું માલિન્ય કરવામાં અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવામાં બોધિલાભના (=ધર્મ પ્રાપ્તિના) મૂળમાં અગ્નિ આપેલો ( મૂકેલો) થાય છે. વિશેષાર્થ– ચૈત્ય પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- સાધર્મિકચૈત્ય, મંગલચત્ય, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦-અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચૈત્યદ્રવ્ય વિનાશમાં દોષ શાશ્વતચૈત્ય, ભક્તિચૈત્ય, `નિશ્રાકૃતચૈત્ય અને અનિશ્રાકૃતચૈત્ય. વારત્તક સાધુ આદિનું ચૈત્ય સાધર્મિકચૈત્ય છે. ઘરના દરવાજાના (ઉપરના)સ્થાન આદિમાં કોતરેલી પ્રતિમા મંગલચૈત્ય છે. નંદીશ્વરદ્વીપ આદિમાં રહેલાં ચૈત્યો શાશ્વત ચૈત્ય છે. ભક્તિથી કરાતું જિનમંદિર ભક્તિચૈત્ય છે. ભક્તિચૈત્યના નિશ્રાકૃત અને અનિશ્રાકૃત એમ બે પ્રકાર છે. સાધુની નિશ્રાથી કરાતું જિનમંદિર નિશ્રાકૃતચૈત્ય છે. સાધુની નિશ્રાથી રહિત કરાતું જિનમંદિર અનિશ્રાકૃતચૈત્ય છે. અહીં તો સામાન્યથી જિનમંદિર ચૈત્યરૂપે અભિપ્રેત છે. ચૈત્યસંબંધી દ્રવ્ય તે ચૈત્યદ્રવ્ય. ચૈત્યદ્રવ્યનો વિનાશ કર્યો છતે, મહાવ્રતધારી સાધુનો વિનાશ કર્યો છતે, ન કરવા જેવું કોઇક મહાનઅકાર્ય કરવાથી પ્રવચનને ઉપદ્રવ (=પ્રવચનની મલિનતા) કર્યે છતે અને સાધ્વીના ચોથાવ્રતનો ભંગ કર્યે છતે બોધિના મૂળમાં અગ્નિ આપેલો (=મૂકેલો) થાય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- બીજાપણ કરેલા તેવા પ્રકારના પાપસ્થાનકથી જીવો અનંતભવ સુધી ભમે જ છે. કેવળ સાધ્વીના ચોથાવ્રત ભંગ આદિમાં આ વિશેષતા છે કે- ભયંકર દુઃખથી યુક્ત અને અધિક અનંતભવ સુધી ભમે છે. (અર્થાત્ અન્ય પાપથી આવતા દુ:ખ કરતાં સાધ્વીના ચોથાવ્રતનો ભંગ આદિમાં અધિક ભયંકર દુઃખ આવે છે, અને અન્ય પાપથી જેટલા અનંતભવ થાય છે તેના કરતાં સાધ્વીના ચોથાવ્રતનો ભંગ આદિમાં અધિક અનંતભવ થાય.) તથા બોધિલાભ સર્વથા પામતો નથી. કદાચ પામે તો પણ ઘણા કષ્ટથી પામે. [૪૪૫] સાધ્વીના ચોથાવ્રતનો ભંગ વગેરે પોતાથી જ (=સ્વરૂપથી જ) વિરુદ્ધ જણાય છે. પણ ચૈત્યદ્રવ્યના વિનાશમાં શો દોષ છે? તથા દેવને પણ દ્રવ્યનું કોઇપણ પ્રયોજન નથી, અર્થાત્ દેવને દ્રવ્યની જરૂર નથી, આવી આશંકા કરીને દેવદ્રવ્ય ઘણું ઉપયોગી હોવાથી ગ્રંથકાર પ્રાસંગિક આ પ્રમાણે કહે છે— चेइयदव्वं साहारणं च जो मुसइ सयं व भक्खे | सइ सामत्थि उवेक्खड़, जाणंतो सो महापावो ॥ ४४६ ॥ જે જીવ જાણતો હોવા છતાં ચૈત્યદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને ચોરે છે, તે દ્રવ્યનું સ્વયં ભક્ષણ કરે છે (=પોતાના ઉપયોગમાં લે છે), બીજાઓ દ્વારા ભક્ષણ કરાવે છે, ભક્ષણ કરતાં અન્યને અનુમતિ આપે છે, શક્તિ હોવા છતાં તેના નાશની ઉપેક્ષા કરે છે, તે મહાપાપી છે. વિશેષાર્થ આવા પ્રકારનો તે જીવ આ જ ચેષ્ટાથી જણાય છે કે સર્વજ્ઞે કહેલા ધર્મને પણ જાણતો નથી. સ્થાને સ્થાને ચૈત્ય આદિનું દ્રવ્ય તીર્થપ્રવૃત્તિનું કારણ છે ૧. સાધર્મિકચૈત્ય, મંગલચૈત્ય, શાશ્વતચૈત્ય, નિશ્રાકૃતચૈત્ય અને અનિશ્રાકૃતચૈત્ય એમ પાંચ ભેદો સમજવા. કારણ કે ભક્તિચૈત્યના જ નિશ્રાકૃતચૈત્ય અને અનિશ્રાકૃતચૈત્ય એ બે ભેદો છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) ચિત્યદ્રવ્ય વિનાશમાં દોષ-૬૬૧ અને તેની રક્ષા કરવી જોઇએ એવું જણાવનારા વચનોથી યુક્ત અને તેનો વિનાશ કરનારને અનંતદુઃખરૂપ વિપાક ભોગવવો પડે છે એમ કહેનારા અનેક વાક્યોથી યુક્ત એવા જિનવચનને સ્થાને સ્થાને જાણીને ચૈત્યદ્રવ્ય આદિની ચોરીમાં કોણ પ્રવર્તે? જેમણે જિન ધર્મના સ્વરૂપને જાણ્યો છે એવા પણ ઘણા આવા પ્રકારના પાપોમાં પ્રવૃત્તિ કરતા દેખાય જ છે, અને જે જોવામાં આવ્યું હોય તે ન ઘટી શકે તેવું ન હોય, અર્થાત્ ઘટી શકે તેવું હોય છે. આવી આશંકા કરીને કહે છે કે, અથવા ધર્મનો જાણકાર પણ આવા પ્રકારના પાપોમાં પ્રવૃત્તિ કરે છે તો જણાય છે કે તેણે શ્રેણિક વગેરેની જેમ સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં જ નરકનું આયુષ્ય બાંધી દીધું છે. અન્યથા આવા પ્રકારના પાપોમાં પ્રવૃત્તિ ન કરે. બંધાયેલું નરકનું આયુષ્ય જ મહાપાપોમાં પ્રવર્તાવનારાં કર્મોને ખેંચી લાવે છે. અર્થાત્ નરકનું બંધાયેલું આયુષ્ય મહાપાપોમાં પ્રવર્તાવનારાં કર્મોને ઉદયમાં લાવે છે અને એથી તે આવાં પાપો કરે છે. [૪૪૬] ચૈત્યદ્રવ્યની ચોરી કરનારાઓને શો દોષ છે? એવી આશંકા કરીને દૃષ્ટાંતદ્વારા તે દોષને બતાવવા માટે કહે છે जमुवेहंतो पावइ, साहूवि भवं दुहं च सोऊणं । સંસમાડ્યાપ, વસો વેફચવષ્યમવર? | ૪૪૭ ઉપેક્ષા કરતો સાધુ પણ અનંતભવને અને દુઃખને પામે છે, તેથી ચૈત્યદ્રવ્યની ચોરી કોણ કરે? સંકાશ આદિના અનંતભવને અને દુઃખને સાંભળીને ચૈત્યદ્રવ્યની ચોરી કોણ કરે? અર્થાત્ કોઈ ન કરે. વિશેષાર્થ- સ્વયં ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કરે એની વાત તો દૂર રહો, કિંતુ નાશ પામતા ચૈત્યદ્રવ્યની સામર્થ્ય હોવા છતાં જો સાધુ ઉપેક્ષા કરે, એટલે કે દેશના આદિથી ચૈત્યદ્રવ્યની રક્ષા ન કરે, તો સાધુ પણ અનંતભવને પામે છે. તેથી ચૈત્યદ્રવ્યની ચોરી કોણ કરે? અર્થાત્ કોઇ ન કરે. ચૈત્યદ્રવ્યના વિનાશની ઉપેક્ષામાં સાધુને અનંતભવો સુધી ભ્રમણ થાય એમ આગમમાં પણ કહ્યું છે જ. કારણ કે નિશીથમાં કહ્યું છે કે चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेदे । साहू उवेक्खमाणो, अणंतसंसारिओ होइ ॥ ૧. આ વિષે શ્રાદ્ધદિનકત્યમાં ગાથા આ પ્રમાણે છે चेइयदव्वं साहारणं, च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ॥ ઉપદેશમાળામાં ટીકામાં કરાયેલા ત્યાશવાદ-અથવા ઇત્યાદિ ઉલ્લેખથી જણાય છે કે શ્રાદ્ધદિનકૃત્યની આ ગાથા આ સ્થળે લેખકદોષ આદિથી રહી ગઈ હોય એમ જણાય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨-ચૈત્યદ્રવ્યના ભક્ષણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે- ચાંદી-સુવર્ણ વગે૨ે ચૈત્યદ્રવ્યનો વિનાશ થઇ રહ્યો હોય અથવા ચૈત્યને ઉપકારક કાષ્ઠ, પથ્થર અને ઇંટ વગે૨ે બે પ્રકારના ચૈત્યદ્રવ્યનો વિનાશ થઇ રહ્યો હોય ત્યારે ઉપેક્ષા કરતો સાધુ અનંતસંસારી થાય છે. ચૈત્યદ્રવ્યના નવી લાવેલી વસ્તુઓ અને જિનમંદિરમાં લગાડ્યા પછી (કોઇ કારણથી) કાઢી લીધી હોય (અર્થાત્ જુની) એમ બે ભેદ છે. અથવા મૂલ અને ઉત્તર એમ બે ભેદ છે. તેમાં થાંભલો અને કુંભી વગેરે મૂળ છે, છાજ વગેરે ઉત્તર છે. અથવા સ્વપક્ષ અને પરપક્ષથી કરાયેલા વિનાશના બે ભેદની અપેક્ષાએ પણ બે ભેદ છે. (શ્રાવક આદિથી કરાયેલો વિનાશ સ્વપક્ષ વિનાશ છે, અને મિથ્યાદૃષ્ટિથી કરાયેલો વિનાશ પરપક્ષ વિનાશ છે.) ચૈત્યદ્રવ્યની ચોરી કરનારા સંકાશ શ્રાવક આદિના અનંતભવોને અને ઘણા સંસાર ભ્રમણથી થયેલા ભયંકર દુ:ખને સાંભળીને કોણ ચૈત્યદ્રવ્યની ચોરી કરે? અર્થાત્ કોઇ ન કરે. આ સંકાશ શ્રાવક કોણ છે તે કહેવામાં આવે છે– સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત ગંધિલાવતી નગરી છે. જેમાં ક્રોધ સહિત સુભટો ભેગા થઇ રહ્યા હોય, તેવું યુદ્ધ થતું હોય ત્યારે પણ તે નગરીમાં ધર્મ અટકતો નથી. ત્યાં શક્રાવતાર નામનું મનોહર જિનમંદિર છે. તે જિનમંદિર મેરુપર્વતના શિખર જેવું ઊંચું છે, નિર્મલ નાની દેરીઓ અને મુખ્ય દરવાજાથી સુશોભિત છે. સેંકડો થાંભલાઓ ઉપર રચાયેલું છે, સુવર્ણ, મણિ અને ચાંદીથી પરિપૂર્ણ છે, અર્થાત્ સુવર્ણ આદિથી બનાવેલું છે, રંગોથી ઉજ્વલ એવા વિવિધ પ્રકારના રચેલા ચિત્રકર્મોથી અદ્ભુત છે, તેમાં દેવો અને વિદ્યાધરપતિઓના સમૂહે ઘણાં શ્રેષ્ઠ નાટકો કર્યા છે. તેમાં જાણે દેવભવની લક્ષ્મીનું આકર્ષણ કરતો હોય તેવો ધજાઓના અગ્રભાગોનો સમૂહ ઊંચો કરાયો છે, અર્થાત્ તેમાં ઘણી ધજાઓ ફરકી રહી છે. તેનો ધનભંડાર ઘણો છે, અને ધનની આવક પણ ઘણી છે. તે નગરીમાં ઘણી ધનસંપત્તિથી યુક્ત, સમ્યક્ત્વમૂલ બારે ય પ્રકારના શ્રાવકધર્મમાં તત્પર અને ગુણસંપન્ન સંકાશ નામનો એક શ્રાવક ૨હે છે. તે જિનમંદિરની સઘળી ચિંતા કરે છે. જિનમંદિરનાં કાર્યોમાં સદા ઉદ્યમવાળો તે દ્રવ્યને વધારે છે. તથા હિસાબ સારી રીતે કરે છે. તેને ઋદ્ધિમંત, ઉત્તમધર્મી અને જિનમંદિરનાં કાર્યોમાં ઉદ્યમવાળો જાણીને બીજો કોઇ એક પણ શ્રાવક જિનમંદિરની ચિંતા કરતો નથી. નિઃસ્પૃહ અને અપ્રમત્ત સંકાશ કેવળભક્તિથી અને લોકાપવાદ ન થાય તે રીતે ઘણા દિવસો સુધી જિનમંદિરનો વહીવટ કરે છે. આ પ્રમાણે સમય જતાં તે કોઇપણ રીતે પ્રમાદી થયો. તેથી જે કંઇ ચૈત્યદ્રવ્ય તેના હાથમાં આવે છે તેને કોથળી આદિમાં પોતાના ધનની ભેગું પણ રાખે છે. તે વખતે વિચારે Page #290 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યદ્રવ્યના ભક્ષણમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંકાશશ્રાવકનું દૃષ્ટાંત-૬૬૩ છે કે પછી હિસાબમાં નાખી દઇશ. પણ પછી ભૂલી જાય છે. આ પ્રમાણે પ્રમાદથી તે ચૈત્યદ્રવ્યને ભૂલી જાય છે. સમય જતાં તેનો વૈભવ ઘટી જતાં વૈભવ અલ્પ થઈ ગયો. હવે તે દ્રવ્ય પછી હું આપી દઈશ એવી બુદ્ધિથી ઇરાદાપૂર્વક દેવદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કરે છે. પણ પછી ધન ન મળતાં દેવદ્રવ્યને આપતો નથી. આ પ્રમાણે પ્રસંગ વધતાં ક્રમે કરીને તેના ઘરનો સઘળો વૈભવ જતો રહ્યો. હવે નિર્ધ્વસ પરિણામવાળો તે સઘળા ય દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે. તેના કારણે તેણે અતિશય ગાઢ અને અતિશય સંક્લિષ્ટ ઘણાં કર્મોનો બંધ કર્યો. નિત્ય શંકાવાળો, ભય પામેલો, ઘણો પ્રમાદી અને સંક્લિષ્ટ મનવાળો તે સમય જતાં આ દોષસંબંધી આલોચના-પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ કર્યા વિના મરીને ચતુર્ગતિના અતિભયંકર ભવાવર્તમાં પડ્યો. પછી નરકાવાસમાં પરમાધામીએ યોજેલા કરવત અને ભાલો આદિ શસ્ત્રોથી છેદાતો, ભેદાતો અને પકાવાતો તે વિચિત્ર પ્રકારનાં ભયંકર લાખો દુઃખોને સહન કરે છે. તિર્યંચોમાં પણ શીત-ઉષ્ણ, ક્ષુધા-તૃષા વગેરેથી થયેલાં તીવ્ર દુઃખોને સહન કરે છે. મનુષ્યભવમાં પણ રોગ-શોકથી દુઃખી થયેલો તે હાથ- કાન-નાસિકાનું છેદન, બંધન અને તાડનથી થયેલાં, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા, દૌર્ભાગ્ય, વિપત્તિ, પરંપરિભવ આદિ દુઃખોને સહન કરે છે. દેવોમાં પણ અલ્પઋદ્ધિ, હીનરૂપ આદિથી થયેલાં અને ઈર્ષ્યા, વિષાદ, મદ, મોહ, લોભ અને ક્રોધ આદિથી થયેલાં વિવિધ પ્રકારનાં દુખોને ભોગવે છે. આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરતા તેણે પ્રાયઃ કરીને બધાય સ્થળે ચિત્તની અસ્વસ્થતા અને દરિદ્રતાથી યુક્ત તીક્ષ્ણ દુઃખોને વારંવાર સહન કર્યા. હવે ઘણા ભવો પછી કોઇપણ રીતે તગરાનગરીમાં ઇભ્યશેઠના પુત્રપણે ઉત્પન્ન થયો. એનો જન્મ થતાં પિતા પણ દરિદ્ર બની ગયો. તેના પ્રભાવથી થોડા જ દિવસોમાં તેનો જેટલો વૈભવ હતો તેટલો બધો ય નાશ પામ્યો. આ દુષ્કૃત્ર છે, નિર્ભાગ્યશેખર છે એમ સર્વલોકમાં નિંદાત અને દુઃખી થયેલો તે કોઈપણ રીતે વૃદ્ધિ પામ્યો. (રપ) માતા-પિતાનું મૃત્યુ થતાં તે જે જે વ્યવસાયને કરે છે તે તે નિષ્ફળ થાય છે, અથવા અનર્થફળવાળો જ થાય છે. અતિદીન અને સદા દુર્દશાને પામેલા તેનો કોઈપણ રીતે નિર્વાહ થતો નથી. ઘરવાસથી કંટાળેલો તે એમ જ ભમે છે કે શૂન્ય રહે છે. હવે ત્યાં એકવાર વિહાર કરતા કેવલી પધાર્યા. સઘળો ય નગરલોક તેમને વંદન કરવા માટે ગયો. આ જાણીને ઇભ્યપુત્ર પણ ત્યાં આવ્યો. અવસર મેળવીને તેણે કેવળીને પૂછ્યું: હે ભગવન્! પૂર્વે મેં કયું કર્મ કર્યું કે જેથી આવા દુઃખનો ભાજન થયો. પિતાનો વૈભવ પણ ગુમાવી દીધો. માત્ર પેટનો પણ નિર્વાહ થતો નથી. તેથી કેવળીએ કહ્યુંઃ હમણાં આ દુઃખ કેટલું માત્ર છે? પૂર્વે તે અનુભવેલા દુઃખનો આ અંશ જ છે. તેથી વિસ્મય પામેલા ઉ. ૧૯ ભા.૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪-ચૈત્યદ્રવ્યના ભક્ષણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંકાશશ્રાવકનું દૃષ્ટાંત તેણે કેવળીને પૂર્વના દુઃખ વિષે પૂછ્યું. કેવળીએ તેને ચૈત્યદ્રવ્યના વિનાશના કારણે થયેલા ભવભ્રમણનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સંવેગ પામેલા તેણે પોતાની નિંદા કરવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે- દુષ્ટ મેં આ કેમ કર્યું? ધન્ય પુરુષો દુઃખથી પણ મેળવેલા સ્વધનને ધર્મ માટે આપે છે. સર્વથી અધમ એવા મેં તે ધન ભોગવ્યું. અથવા પ્રતિકૂળકર્મ કોઈના ય મુખ ઉપર તમાચા દેતું નથી, કિંતુ તેવી દુર્બુદ્ધિને ઉત્પન્ન કરે છે કે જે દુર્બુદ્ધિનો આવો વિપાક થાય છે. આ પ્રમાણે હૃદયમાં અનેક રીતે પોતાની નિંદા કરીને કેવળીને વિનંતિ કરી કે હે નાથ! વિશ્વમાં ક્યાંય આપના જ્ઞાનથી કશું ય છાનું નથી. તેથી કૃપા કરીને આ પણ કહો કે હમણાં બાકી રહેલા આ સ્વદુષ્કતથી પણ કેવી રીતે છૂટું? તેથી કેવળીએ કહ્યું: હે ભદ્ર! ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કર. ચૈત્યની આશાતનાનો ત્યાગ કરવાથી તું દુઃખોથી મુક્ત થઈશ. કેવળીએ આ પ્રમાણે કહ્યું. એટલે અતિશય સંવેગને પામેલા તેણે ઊભા થઈને કહ્યું છે ભગવન્! ભોજન-વસ્ત્રને છોડીને જો બીજું ધન હું મેળવીશ તો તે સઘળું ય જિનમંદિરોના ઉપયોગમાં લઇશ. મારે આ અભિગ્રહ જીવનપર્યત છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે જે જે વેપાર શરૂ કરે છે તે તે વેપારમાં ધાર્મિક અભિગ્રહના અચિંત્ય પ્રભાવથી પણ ઘણું ધન મેળવે છે. વધતા શુદ્ધભાવવાળો, અચલિતસત્ત્વવાળો, સ્થિરપ્રતિજ્ઞાવાળો તે સઘળા ધનનો જિનમંદિરોમાં વ્યય કરે છે. જિનબિંબોની અભિષેકપૂજા અને અષ્ટાહ્નિકા મહોત્સવ વગેરે કરાવે છે. રથયાત્રાઓ પ્રવર્તાવે છે. મૂલધન ન ખૂટે તે રીતે (જિનમંદિરના નિભાવ માટે) ધન રાખે છે. પૂર્વના ધનમાં વધારો કરે છે. ઘણા જીર્ણોદ્ધાર કરાવે છે. આ પ્રમાણે તે જેમ જેમ ધનનો વ્યય કરે છે તેમ તેમ ધન વધે છે. જેમ જેમ ધન વધે છે તેમ તેમ તે ઉલ્લસતા શુભભાવથી દરેક ગામ-નગરમાં મનોહર જિનમંદિરો કરાવે છે. વળી બીજું – જિનમંદિરમાં ઘૂંકવું, વિકથા કરવી, (સિંહાસન વગેરે) અનુચિત આસન ઉપર બેસવું, અથવા પગ ઉપર પગ ચઢાવવો વગેરે અનુચિત આસનથી બેસવું એ આશાતનાઓનો ત્યાગ કરે છે. આવા બીજાં પણ આસાતના સ્થાનોનો દેવના ઉદાહરણથી પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. દેવો અને બીજાઓ પણ જિનની આશાતનાઓનો દૂરથી ત્યાગ કરે છે. આ પ્રમાણે તેણે પોતાના સઘળાય વૈભવનો ઉપયોગ જિનમંદિરોનાં કાર્યોમાં કર્યો. જિનોની આશાતનાનો ત્યાગ કરતો, ભક્તિયુક્ત અને આવા કાર્યને (=શુદ્ધધર્મને) પામેલો ઇભ્યપુત્ર સંકાશશ્રાવક ગુણોનો આરાધક અને સિદ્ધિસુખનો સાધક થયો. આ પ્રમાણે સંકાશશ્રાવકનું દૃષ્ટાંત પૂર્ણ થયું. ૧. વિષયરૂપ વિષથી મોહિત થયેલા દેવો પણ જિનમંદિરમાં કોઇપણ વખતે અપ્સરાઓની સાથે હાસ્ય-વિનોદ પણ આશાતના થવાના ભયથી કરતા નથી” એ ઉદાહરણથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અન્યધર્મી આદિના સંગનો ત્યાગ-૬૬૫ ને તેથી પહેલાં જે કહ્યું હતું કે- “યદ્રવ્યના વિનાશમાં શો દોષ છે?” તે અસંગત છે એમ આનાથી જણાવ્યું. તથા ચૈત્યદ્રવ્યના વિનાશથી ચૈત્યનો ઉદ્ધાર વગેરે કાર્યોનો વિચ્છેદ થાય. એ કાર્યોનો વિચ્છેદ થતાં તીર્થનો ઉચ્છેદ આદિ પ્રસંગ આવે. તે પ્રસંગ આવતાં મોક્ષનો અભાવ થાય. આથી ચૈત્યદ્રવ્યના વિનાશથી દોષ કેમ નથી? અર્થાત્ દોષ છે જ. વળી “દેવને પણ દ્રવ્યનું કોઇપણ પ્રયોજન નથી” એમ જે કહ્યું હતું તેમાં સિદ્ધસાધ્યતા જ છે, અર્થાત્ જે સિદ્ધ થયેલું છે તેને જ તમે સિદ્ધ કરો છો. દેવને દ્રવ્યનું કોઈપણ પ્રયોજન નથી એમ સિદ્ધ થયેલું જ છે. કારણ કે દેવ મુક્ત છે. પણ ચૈત્યદ્રવ્યના વિનાશમાં ભવ્યમુમુક્ષુઓનું પોતાનું સઘળુંય કાર્ય નાશ પામે છે. આથી મુમુક્ષુઓએ પ્રયત્નપૂર્વક ચૈત્યદ્રવ્યની રક્ષા કરવી જોઇએ. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૪૪૭] હવે પ્રસ્તુત કહેવાય છે, અને તે આ છે– जो लिंगिणिं निसेवइ, लुद्धो निद्धंधसो महापावो । सव्वजिणाणऽज्जाए, संघो आसाइओ तेणं ॥ ४४८॥ લુબ્ધ, નિષ્ફર અને મહાપાપી જે સાધ્વીને સેવે છે તેણે સર્વજિનોની સાધ્વીઓના સંઘની (=સમુદાયની) આશાતના કરી છે. [૪૪૮] વળી– पावाणं पावयरो, दिट्टिऽब्भासेऽवि सो न कायव्यो । जो जिणमुदं समणिं, नमिउं तं चेव धंसेइ ॥ ४४९॥ જે જીવ જિનપ્રણીતવ્રતરૂપમુદ્રા (છાપ) જેને લાગેલી છે તેવી સાધ્વીને જ્ઞાનદર્શન-ચારિત્રને નમસ્કાર કરવા દ્વારા નમીને ફરીથી તેનો જ ચારિત્રજીવનનો નાશ કરવા દ્વારા નાશ કરે છે, પાપીઓથી અધિક પાપી એવા તે જીવ દૃષ્ટિની નજીક પણ કરવા યોગ્ય નથી. [૪૪૯] . જિનમુદ્રાનો ઘાત કરનારા તેના જ પરલોકસંબંધી દોષને કહે છે संसारमणवयग्गं, जाइजरामरणवेयणापउरं । पावमलपडलछन्ना, भमंति मुद्दाधरिसणेणं ॥ ४५०॥ પાપરૂપમલના સમૂહથી વ્યાપ્ત પુરુષો જિનપ્રણીતવ્રતરૂપ મુદ્રાનો લોપ કરવા વડે જન્મ-જરા-મરણની ઘણી વેદનાવાળા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. [૪૫] મુમુક્ષુઓએ અહીં કહ્યું તે પ્રમાણે સ્ત્રીરૂપ અનાયતન જ છોડવા યોગ્ય છે કે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬-સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દેણંત બીજું પણ અનાયતન છોડવા યોગ્ય છે? અનાયતનનો ત્યાગ કર્યો છતે બીજું શું સેવવા યોગ્ય છે? એવી આશંકા કરીને કહે છે अन्नपि अणाययणं, परतित्थियमाइयं विवज्जिज्जा । आययणं सेविजसु, पुट्ठिकरं नाणमाईणं ॥ ४५१॥ પરતીર્થિક આદિ બીજા પણ અનાયતનનો ત્યાગ કર. જ્ઞાનાદિની પુષ્ટિ કરનારા આયતનનું સેવન કર. [૪૫૧] . વૈડૂર્યમણિ વગેરે લાંબા કાળ સુધી પણ કાચ આદિના સંબંધથી પોતાના સ્વરૂપને છોડતા નથી. એ પ્રમાણે જીવો પણ સંગના કારણે અન્યભાવને નહિ પામે. આથી આ ઉપદેશથી શું? એ વિષે કહે છે भावुगदव्वं जीवो, संसग्गीए गुणं च दोसं च । पावइ इत्थाहरणं, सोमा तह दियवरो चेव ॥ ४५२॥ જીવ ભાવુકદ્રવ્ય હોવાથી સંગથી ગુણ અને દોષને પામે છે. આ વિષે સીમા તથા ઉત્તમ બ્રાહ્મણનું દૃષ્ટાંત છે. વિશેષાર્થ- [પદાર્થો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. જેના ઉપર અન્ય પદાર્થના સંગની અસર થાય તે ભાવુક. જેમ કે જલ. જલ ભાવુક છે. કેમ કે જલ ઠંડીમાં ઠંડું અને ગરમીમાં ગરમ થઈ જાય છે. જેના ઉપર અન્ય પદાર્થના સંગની અસર ન થાય તે અભાવુક. વૈડૂર્યમણિ વગેરે અભાવુક છે.] વૈડૂર્યમણિ વગેરે અભાવુક દ્રવ્ય હોવાથી અન્યના સંગથી અન્ય ભાવને પામતા નથી તે યુક્ત જ છે. પણ જીવો તો અનાદિ સંસારમાં અનેક વાસનાઓથી (=મલિન સંસ્કારોથી) વાસિત હોવાથી શુભ-અશુભના સંગથી ગુણોને અને દોષોને પામે છે. જેમ કે સોમા વગેરે. તેથી સદા આયતનનું જ સેવન કરવું જોઇએ, અનાયતનનું નહિ. અહીં દૃષ્ટાંત કહેવામાં આવે છે– - સોમા અને ઉત્તમ બ્રાહ્મણ(ચિત્રભાનુ)નું દૃષ્ટાંત ભોગપુર નામનું નગર છે. તેના ઉદ્યાનોમાં સઘળા પ્રાસાદો ચંદનવૃક્ષની જેમ સેંકડો ભોગીઓથી (=વિલાસીજનોથી) ભરેલા દેખાય છે. ત્યાં જવલનસિંહ નામનો ૧. અહીં મોનો શબ્દ ચર્થક છે. ચંદનવૃક્ષના પક્ષમાં મોની સર્પ. ચંદનવૃક્ષોમાં સર્પો વૃક્ષને વીંટળાઇને રહેલા હોય છે. એથી જેમ ચંદનવૃક્ષો ભોગીઓથી (=સર્પોથી) ભરેલા દેખાય છે તેમ પ્રાસાદો ભોગીઓથી ( વિલાસીજનોથી) ભરેલા દેખાય છે. ' Page #294 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ વિષે]. ઉપદેશમલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૬૭ તેજસ્વી અને ઉત્તમ બ્રાહ્મણ હતો. તે હોમ કરનારાઓને અગ્નિની જેમ સદાય પૂજનીય હતો. તેની સૂરા નામની પત્ની હતી. તેણે કોઇવાર એકીસાથે ગુણસંપન્ન પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપ્યો. તેમણે નામ પાડવાના અવસરે પુત્રનું ચિત્રભાનુ અને પુત્રીનું સોમા એવું યથાર્થ નામ રાખ્યું. ધાવમાતાઓથી લાલન કરાતા તે બંને સુખેથી મોટા થાય છે. તેમને ઉચિત કલાવિજ્ઞાન વગેરે ભણાવવામાં આવે છે. તેથી બંનેય કળાઓમાં કુશળ અને ગુણોથી વિભૂષિત થયા. પરસ્પર સ્નેહવાળા બંને સ્વેચ્છાથી ક્રીડા કરે છે. તેમના યૌવનનો પ્રારંભ થયો ત્યારે રોગ-આતંકોથી પીડાયેલા તેમના પિતાએ તે બંનેને બોલાવીને હિતશિક્ષા આપી. આ મારો અંતસમય વર્તે છે. તેથી તમારે પરિવારસહિત માતા પ્રત્યે ભક્તિવાળા થવું. સકલગુણોના અલંકાર એવા વિનયમાં જ પ્રયત્ન કરવો. સદા સત્પરુષોએ સેવેલા માર્ગને અનુસરવું. બાહુઓમાં વળગીને આ વિશેષથી તમને કહું છું કે સ્વપ્નમાં પણ અકલ્યાણ મિત્રની સાથે સંબંધ ન કરવો. કારણ કે વેતાલ, અગ્નિ, શસ્ત્ર, મહાવિષ અને સર્પ તે નથી કરતા કે જે આ ભવપરભવમાં વિરુદ્ધ કુસંગ કરે છે. અકલ્યાણમિત્રો અકાર્યોમાં પ્રવૃત્તિ કરાવે છે, કાર્યોમાં અટકાવે છે. અકલ્યાણમિત્રોને પરમાર્થથી વૈરીઓ જાણ. સંગ કોઇનો ય ન કરવો. જો સંગ કરવો પડે તો સપુરુષોની સાથે સંગ કરવો. તુચ્છ પુરુષોની સાથે કરેલો વાર્તાલાપ પણ સંતાપને ઉત્પન્ન કરે છે. સુંઘાતો પણ સાપ, વાર્તાલાપ કરાતો પણ દુર્જન, સ્પર્શ કરાતો પણ હાથી અને હસાતો પણ રાજા મારે છે. સંગનો પ્રભાવ જો, કે જેથી કોઈપણ રીતે એમ જ દુર્જનોની મધ્યમાં મળેલ પુરુષ જલદી કુસંભાવનાને પામે છે, અર્થાત્ આ “ખરાબ માણસ છે' એવો લોકાપવાદ થાય છે. સજ્જનોની મધ્યમાં ગયેલો બીજો પુરુષ લોકમાં મહાન તરીકેની સંભાવનાને પામે છે. અહીં (=સંગની અસરમાં) બીજું કહેવાથી શું? ઇત્યાદિ પિતૃશિક્ષાને તે બે સારી રીતે સ્વીકારે છે. પછી ક્રમે કરીને વલનસિંહ મૃત્યુ પામ્યો. સમય જતાં સોમા તે જ નગરમાં પરણી. પિતાએ આપેલી શિખામણને સદા ચિત્તમાં ધારતી રહે છે. તેણીના ઘરની નજીક જ શીલરતિ નામની એક ઉત્તમ શ્રાવિકા રહે છે. તેનું શરીર જિનવચનથી અતિશય ભાવિત હતું. અષ્ટપ્રકારી પૂજાથી ભક્તિપૂર્વક જિનપ્રતિમાઓની પૂજા કરે છે. સદા પચ્ચકખાણ વિના એક ક્ષણ પણ રહેતી નથી. ૧. આતંક એટલે દુઃસાધ્ય કે જલદી પ્રાણઘાત કરે તેવો રોગ. ૨. “તેનું શરીર જિનવચનથી ભાવિત હતું” એ કથનનો તાત્પર્યાર્થિ એ છે કે શીલરતિ માત્ર મનથી જિનવચન ઉપર શ્રદ્ધા ધારણ કરનારી ન હતી, કિંતુ શરીરથી જિનવચનની આરાધના કરનારી પણ હતી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮-સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત સમ્યકત્વની અવિચલ સત્પતિજ્ઞાથી દેવો પણ ચલિત ન કરી શકે તેવી છે. બારે ય પ્રકારના ગૃહસ્થધર્મને નિરતિચારપણે પાળે છે. સાધુના ચરણકમલોને પૂજે છે. જિનેન્દ્રના વચનોને વિચારે છે. અકલ્યાણ મિત્રોનો સદાય દૂરથી ત્યાગ કરે છે. પરના દોષોને જોતી નથી. પરનિંદા, વિકથા અને અશુભ ચિંતન કરતી નથી. સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર રહે છે. સ્વકાર્યોને કરવામાં તલ્લીન રહે છે. આ પ્રમાણે કેવળ ગુણોથી ઘડાયેલી આ સુશ્રાવિકાને જોઈને હર્ષ પામેલી સોમા વિચારે છે કે, અહો! ગુણોનો ઉત્કર્ષ! ત્યારે વડિલજનોએ જે કલ્યાણમિત્રયોગ ઉપદેશ્યો હતો તે જો આનો સંગ કરવામાં આવે તો સારી રીતે જ થાય. (૨૫) આ પ્રમાણે વિચારીને સોમા હંમેશા તેની નજીક જાય છે, તથા અતિબહુમાનથી યુક્ત તે વિનયથી શીલરતિની સેવા કરે છે. સુશ્રાવિકા પણ વિનય અને સરળતા વગેરેથી તેની યોગ્યતાને જાણીને થોડું થોડું જિનસિદ્ધાંતોનું રહસ્ય કહે છે. જેવી રીતે પ્રત્યેક સમયે અમૃતના બિંદુના ભાગથી (=પાનથી) અતિશય મોટા રોગોથી મુક્ત થાય તેમ તે પણ મોટા ભાગરોગોથી મુક્ત થઇ. સંવેગને પામેલી તેણે કહ્યું હે પ્રિયસખી! અનાથ હું આટલા કાળ સુધી અજ્ઞાન વગેરે પાપચોરોથી લુંટાણી છું. તેથી હમણાં જિનેન્દ્રધર્મ આપીને તે પ્રમાણે કૃપા કર કે જેથી તે અંતર વૈરીઓ ફરી મને લુંટવા સમર્થ ન થાય. તેથી શીલરતિએ કહ્યું છે પ્રિયસખી! હવે હું આ કરું છું. પણ જો તું અવિવેકી લોકોના ઉપહાસ વગેરે કારણોથી લીધેલા જિનેન્દ્રધર્મમાં ચંચળ ચિત્તવાળી બને તો તેની વિરાધનાથી તું સંસારરૂપ જંગલમાં ભમીશ. લોકહાસ્ય આદિ ભયથી કોઈ અવિવેકીઓ પોતાના હિતનો પણ કંથાસિદ્ધની જેમ ત્યાગ કરતા લોકમાં દેખાય છે. હે પ્રિયસખી! કંથાસિદ્ધ કોણ છે? એમ સીમાએ પૂછ્યું. એટલે શીલરતિએ કહ્યું: સાંભળ. કંથાસિદ્ધબ્રાહ્મણનું દૃષ્ટાંત આ જ નગરમાં જન્મથી દરિદ્ર, બહુકુટુંબ પરિવારવાળો, દીન, દુઃખી અને દુર્દશાને પામેલો બ્રાહ્મણ હતો. તે ભોજન માટે નગરમાં ભમે છે. તેના કુટુંબનું ક્યારે ય પેટ પણ પૂરું ભરાતું નથી. પછી એકવાર ભમતા તેણે એક દેવમંદિરમાં અનેક અતિશયથી યુક્ત એક વિદ્યાસિદ્ધને જોયો. પછી તેણે ઘણા વિનયથી તેની સેવા કરવાનું શરૂ કર્યું. ઘણા દિવસો પછી કઠોર સેવાથી તુષ્ટ થયેલા વિદ્યાસિદ્ધ તેને કરુણાથી ઉત્તમ વિદ્યા આપી. વિદ્યા સાધવાની પૂર્વે અને વિદ્યા સાધ્યા પછી જે સેવા કરવાની હોય તે સેવા વગેરે વિધિ કહ્યો અને વિદ્યાનું ફળ પણ કહ્યું. પછી વિદ્યાસિદ્ધ અદશ્ય થઈ ગયો. બ્રાહ્મણ પણ તે વિદ્યા લઈને ઘરે ગયો. પછી શમશાનમાં જઈને વિદ્યાસિદ્ધ કહેલી વિધિથી અપ્રમત્તપણે વિદ્યા સાધે છે. ઘણા ઉપસર્ગો Page #296 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૬૯ કરીને અંતે દેવી પણ પ્રત્યક્ષ થઈ. પછી દેવીએ તેને કંથા આપીને તેનો પ્રભાવ કહ્યો. તે આ પ્રમાણે- આ કંથા ઉનાળામાં હિમ જેવી ઠંડી, શિયાળામાં અગ્નિ જેવી ગરમ થાય છે અને ચોમાસામાં પાણીસમૂહને રોકે છે. દરરોજ સૂર્યોદય વખતે તેને ખંખેરવાથી તેમાંથી લાખ લાખના મૂલ્યવાળા પાંચ નિર્મલ રત્નો પડે છે. પરંતુ આ કંથા ખરાબ વર્ણવાળી હોવાથી જોવામાં આવતી એ લોકમાં લજા ઉત્પન્ન કરે છે. સદા તેને ઓઢીને ફરવાનું હોય છે. તેથી જો ઉપહાસ વગેરે કરતા લોકને પામીને કોઈ પણ રીતે કંથા ઉપર લજ્જા ઉત્પન્ન થાય તો ચોક્કસ આ કંથા નાશ પામે છે, અને પછી કોઈ પણ રીતે ફરી દર્શન પણ આપતી નથી. આ પ્રમાણે દેવી કહીને સહસા અદશ્ય થઈ ગઈ. હવે હર્ષ પામેલો બ્રાહ્મણ કંથા લઈને નગરમાં ગયો. તે કંથાને જોઈને લોક આ પ્રમાણે કહેવા લાગ્યોઃ અહો! આ બ્રાહ્મણ જેને જોઈને પણ લજ્જા ઉત્પન્ન થાય તેવી આ કોઈ અપૂર્વ વસ્તુ લઈ આવ્યો છે. આ વિદ્યાને સાધવા માટે ગયો હતો એવું અમે સાંભળ્યું હતું. તેથી આ કંથા આપીને દેવીએ તેને છેતર્યો છે એમ હું માનું છું. અથવા પુણ્યરહિત જીવોની સર્વકાર્યોમાં આવી જ દશા થાય છે. (૫૦) શિવની પણ સેવા કરતા ચંદ્રનું કલંક ન ગયું. ઉપહાસ કરતા બીજાઓ કહે છે કે, અરે! શુદ્ર દેવતાથી છેતરાયેલો તું આ કંથાના ટુકડાને નિરર્થક કેમ ધારણ કરે છે? અથવા તે વિમૂઢ! શુદ્રદેવતા શરીરનું અનિષ્ટ કરશે, જેથી તું ચૂકી જઈશ. તેથી શીતલજલનું પાન કર. નિરર્થક જ કેમ મરે છે? આ પ્રમાણે લોકના પોતે કલ્પેલા તે ઉપહાસને સાંભળીને પરમાર્થનો વિચાર કર્યા વિના બ્રાહ્મણે તે કંથાનો ત્યાગ કર્યો. પછી મૂઢ તેણે ઘરે જઈને કંથાનો ત્યાગ કર્યો ત્યાં સુધીનો વિદ્યાસાધનાનો સઘળો વૃત્તાંત પત્નીને કહ્યો. આ સાંભળીને ગુસ્સે થયેલી અને તેના મસ્તકે વિવિધ પ્રકારના આક્રોશવચનોને આપતી તેની પત્નીએ પાદપ્રક્ષાલનનો ભંગ કર્યો. આશારૂપ તૃષાથી મેં આટલા દિવસો ખરાબદશામાં પસાર કર્યા. વિકસિત નેત્રોવાળી થઈને આટલા લાંબા કાળ સુધી તારી માર્ગ જોયો તારી રાહ જોઈ. તે નિર્ભાગ્યશિરોમણિ! તારામાં આ વિવેક છે કે જેથી મૂર્ખલોકના ઉપહાસમાત્રથી દેવીની કૃપાનો ત્યાગ કર્યો. તેથી હજી પણ જઈને તે કંથાને શોધીને લઈ આવ. પત્નીએ આમ કહ્યું ત્યારે ઘણા પશ્ચાત્તાપથી સંતપ્ત બનેલો તે કંથાને શોધવા નીકળ્યો. દેવીએ તે જ ક્ષણે તે શ્રેષ્ઠકંથાનો વિનાશ કર્યો. માગવા છતાં પ્રાપ્ત કરતો નથી. તેથી વિલખો થઈને ઘરે ગયો. પછી દુઃખો અનુભવીને તે મૃત્યુ પામ્યો. ૧. પતિ જ્યારે જ્યારે બહારથી આવે ત્યારે ત્યારે પતિના પગોનું પ્રક્ષાલન કરતી હતી. અત્યારે તે ન કર્યું. આથી પાદપ્રક્ષાલનનો ભંગ કર્યો. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦-સત્સંગ વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત આ પ્રમાણે બીજા પણ જીવો સર્વસુખોનું કારણ એવા જિનેન્દ્રધર્મને પામીને અવિવેકીલોકનો ઉપહાસ વગેરે કારણોથી તિરસ્કાર કરાયેલા અને જિનધર્મને છોડી દુઃખી થયેલા અનંત સંસારમાં ભમે છે. તેથી તું પણ મળેલા પણ આ ઉત્તમધર્મને લોકનો ઉપહાસ આદિથી તિરસ્કાર કરાયેલી છોડી દે તેના કરતાં ધર્મ ન લે એ શ્રેયસ્કર છે. હવે સોમાએ કહ્યું: હે પ્રિયસખી! તે જે કહ્યું છે તે એ પ્રમાણે જ છે. પણ જગતમાં બધા જીવો સમાન રુચિવાળા નથી હોતા. કારણ કે લોકોના ઉપહાસ વગેરે કારણોથી અતિશય તિરસ્કાર કરાયેલા કોઈક અશ્વરક્ષક પુરુષની જેમ સ્વકાર્યને છોડતા નથી. તે સુસખી! આ અશ્વરક્ષક કોણ છે? સોમાએ કહ્યું. તે હું કહું છું. અશ્વરક્ષકપુરુષનું દષ્ટાંત કોઈક અશ્વોના વેપારીએ અશ્વોની રક્ષા માટે બલવાન, સુંદરઆકૃતિવાળા અને તરુણ પુરુષને રાખ્યો. તેને રાખતા પહેલાં કહ્યું કે વર્ષના અંતે તને પોતાને ગમે તેવા બે અશ્વોને તું ગ્રહણ કરજે. આ પ્રમાણે તેના ઘરમાં રહેતા એના ઉપર ક્યારેક અશ્વાધિપતિની પરમ રૂપસંપન્ન પુત્રી અનુરાગવાળી બની. તે ચોસઠકળાના વિજ્ઞાનથી યુક્ત છે, તથા અશ્વોનાં લક્ષણોને વિશેષથી જાણે છે. તે અશ્વોનાં લક્ષણોને વિશેષથી જેવી રીતે જાણે છે તેવી રીતે શાસ્ત્રાર્થના પારને પામેલા પણ અન્યના ચિત્તમાં લક્ષણો ક્યારેય કોઇપણ રીતે ફુરતા નથી. વર્ષ પૂર્ણ થતાં અશ્વના વેપારીએ અથરક્ષકને કહ્યું: કોઇપણ બે ઘોડાઓને તું લે. તેથી તે તેની પુત્રીને પૂછે છે. તેણે જાણીને કહ્યું કે, મારા પિતા કોઈ કારણથી અમુક અમુક દુર્બલ અશ્વને સદાય અવજ્ઞાથી જુએ છે. તું જઈને તે બે અશ્વોને ગ્રહણ કર. તું આ બે અશ્વોને લેશે એટલે પછી પરિજનવર્ગની સાથે મારા પિતા અને અન્ય પણ સઘળો લોક તારો ઉપહાસ કરશે. આ વખતે જો તું તેની લજ્જાથી બે અશ્વોને છોડી દઈશ. તો પાછળથી અતિશય ઘણો પશ્ચાત્તાપ કરીશ. આ પ્રમાણે તેનાથી શિખવાડાયેલો તે જઈને તે બે ઘોડાઓને જ ગ્રહણ કરે છે. સહસા ક્ષોભ પામેલો અશ્વપતિ આ પ્રમાણે વિચારે છેઃ અહો! ખોટું થયું. મેં છુપાવીને આટલા કાળ સુધી જે અશ્વોનું રક્ષણ કર્યું તે અશ્વોને આ કોઈપણ રીતે જાણી ગયો છે. તેથી તે આ બે અન્યોને મૂકીને બીજા અશ્વોને કોઈપણ રીતે લે તે માટે કંઈક ઉપાય અહીં કરું. (૭૫) આ પ્રમાણે વિચાર્યા પછી તેણે અટ્ટહાસ્યપૂર્વક કહ્યું: અરે! આ તે શું કર્યું? તેં જે અશ્વોને લીધા છે તે અશ્વોના મૃત્યુમાં સંદેહ નથી તેમ તું જાણ. તેથી આ બેને છોડીને અન્ય અશ્વોને ગ્રહણ કર. ઇત્યાદિ કહેવાતો અને હસાતો તે કોઈપણ રીતે તે બે અશ્વોને છોડતો નથી અને ઉત્તર આપતો નથી. તેથી વિશેષથી ક્ષોભ પામેલો અશ્વપતિ પરિવારને અને પરિચિત નગરલોકને (અશ્વરક્ષકનો ઉપહાસ Page #298 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૭૧ કરવા માટે) સંકેત કરે છે. હવે તે બધા ય બધી ય રીતે તેનો ઉપહાસ કરે છે, અને કયુક્તિઓથી તેની પાસેથી બે અશ્વોને છોડાવે છે. તો પણ તે છોડતો નથી. તેથી ભય પામેલા અશ્વપતિએ એકાંતમાં પત્નીને કહ્યું: અશ્વરક્ષકપુરુષને સ્વપુત્રી પરણાવીએ. તેથી ગુસ્સે થયેલી પત્નીએ કહ્યું: જે દરિદ્ર છે, જેનું કુળ અને વંશ અજ્ઞાત છે અને જે માત્ર નોકર છે તેને આપણી પુત્રી પરણશે? તેથી અશ્વપતિએ કહ્યું: હે મૂઢ! જે અશ્વો સર્વલક્ષણોથી સંપૂર્ણ છે, જેમના પ્રભાવથી ઘરમાં અન્ય પણ અશ્વ વગેરે થાય, જેમનું મેં પ્રાણની જેમ પ્રયત્નથી આટલા લાંબા કાળ સુધી રક્ષણ કર્યું છે, જે મારા ઘરના સારભૂત છે, તે અશ્વો તેણે લઈ લીધા છે. જો આ અશ્વોને બીજે લઈ જાય તો મારું બધું ય નિરર્થક થાય. પુત્રી આપેલી હોય તો તે મારા ઘરે રહે, અને તેથી અશ્વો પણ રહે. આ પ્રમાણે બધું ય બરોબર થાય. સ્વયં પુત્રી પણ તેના પ્રત્યે અનુરાગવાળી થયેલ જણાય છે. આ પ્રમાણે યુક્તિઓથી પત્નીને મનાવી લીધી. પછી તેને સ્વપુત્રીને પરણાવીને પોતાના ઘરે રાખ્યો. સમય જતાં તે જ તેના ઘરની બધી વસ્તુઓનો માલિક થયો. તે ક્રમશઃ ત્યાં બીજાં પણ કલ્યાણોને પામ્યો. તેથી હે પ્રિયસખી! આ અશ્વરક્ષકની જેમ ઉપહાસ આદિના ભયથી બધા ય આત્મહિતનો ત્યાગ નથી જ કરતા. ઈત્યાદિ પરીક્ષાઓથી પરીક્ષા કરાયેલી સોમા ચલિત ન થાય તેવી જણાઈ એટલે શીલરતિ તેને મુનિની પાસે લઈ ગઈ. પછી સીમાએ ગૃહસ્થનાં સમ્યત્વથી યુક્ત બાર વ્રતોને સમ્યક્ સ્વીકાર્યા. સ્વીકારીને કોઈપણ રીતે તેવી રીતે પાળ્યાં કે જેથી દેવોને પણ નમસ્કાર કરવા યોગ્ય બની. તો પછી મુનષ્યોની શી વાત કરવી? પછી મહાવ્રતોને લઈને પરમસુખવાળા મોક્ષને પામી. આ પ્રમાણે શુભના સંગથી સોમા આ લોકસંબંધી અને પરલોક સંબંધી લાભને પામી. હવે ઉત્તમબ્રાહ્મણ ચિત્રભાનુના કુસંગના ફલને અનુસરીશ, અર્થાત્ કહીશ ચિત્રભાનુએ જુવાનીના કારણે કુસંગ કરવાથી આ લોકમાં શો દોષ થાય તે જોઉં એમ વિચારીને તે જ નગરમાં રાજાના દાસની સાથે સંગ કરવાનું શરૂ કર્યું. તે રાજાના દાસને સદા ય વસ્ત્ર અને તંબોલ વગેરે આપે છે. સઘળાં ય કાર્યોમાં રાજાના દાસને પોતાના શરીરની સમાન જુએ છે. તે કોઇ ઉપકાર નથી કે જે ઉપકાર બ્રાહ્મણે રાજાના દાસ ઉપર ન કર્યો હોય. સ્નેહથી અંતરમાં પ્રવેશેલો તે રાજદાસના દબાણથી ગહ કરવા યોગ્ય દારૂ આદિમાં ગુપ્તપણે પ્રવૃત્તિ કરે છે. ક્યારેક તે રાજદાસની પત્ની ગર્ભવતી બની. ગર્ભવતી બન્યા પછી તેણે કોઈપણ રીતે અતિશય શ્રેષ્ઠ રાજમયૂર જોયો. તેથી તેને રાજમયૂરના જ માંસનું ભક્ષણ કરવાનો દોહલો થયો. તેણે પતિને દોહલો કહ્યો. હવે ભય પામેલા તેણે તેને આ પ્રમાણે કહ્યું: રાજપ્રિય મોરને લેવાની વાત તો દૂર રહી, કિંતુ તેને કોઇપણ પ્રાયઃ કરીને જોવા પણ પામતો નથી. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨-સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત તેથી તેં ઘણો અયુક્ત નિર્ણય કર્યો છે. દોહલો ન પૂરાવાથી તે પ્રતિદિન ક્ષીણ થાય છે. તેથી ગભરાયેલો દાસ શૂન્ય બનીને નગરમાં ભમે છે. (૧૦૦) હવે બ્રાહ્મણથી પૂછાયેલા તેણે બ્રાહ્મણને સઘળો ય અભિપ્રાય કહીને વિનંતિ કરી કે, મારી પત્નીને જીવન આપવામાં તારા સિવાય બીજો કોઇપણ સમર્થ નથી. તેથી કૃપા કરીને કોઇપણ રીતે તેવું કર કે જેથી પત્ની અને ગર્ભ જીવે, અને હું પણ સુખનો ભાગી થાઉં. આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણને કરુણા ઉત્પન્ન થઇ. બ્રાહ્મણ રાજમહેલમાં અસ્ખલિતપણે પ્રવેશ પામે છે. તેથી એક દિવસ રાજપુરુષોની દૃષ્ટિને છેતરીને મોરને બગલમાં નાખીને બહાર કાઢ્યો. પછી દાસને આપ્યો. હર્ષ પામેલા તેણે મોરને મારીને પત્નીને આપ્યો. રાજાને ખબર પડતાં સંપૂર્ણ નગરમાં પડહ વજડાવ્યો. હવે દાસ વિચારે છે કે, રાજા સ્વયં કોઇપણ રીતે આ જાણશે તો મારું જીવન નથી. તેથી જઇને રાજાને કોઇપણ રીતે તે રીતે કહું કે જેથી આ અપરાધ બ્રાહ્મણના માથે પડે. આ પ્રમાણે વિચારીને તેણે રાજાને કહ્યું કે, ચિત્રભાનુ બ્રાહ્મણ મોરને મારીને ભક્ષણ કરી ગયો છે. આ મિત્રનું રહસ્ય (=ખાનગી વાત) પણ દેવના હિત માટે મેં કહ્યું. તેથી રાજાએ વિચાર્યુંઃ જ્વલનસિહંના તે પુત્રને હું પણ સારી રીતે ઓળખું છું. પણ તેના માટે આ વાત સ્વપ્નમાં પણ ઘટે નહિ. આમ છતાં વિધિના વિલાસો અચિંત્ય છે. તેથી તેને અહીં બોલાવીને કહું કે તું તે અભિપ્રાયને કહે. પછી રાજાએ બ્રાહ્મણને આજ્ઞાપૂર્વક બોલાવીને કહ્યું: અરે દુષ્ટ! તેં આવું પાપ કેવી રીતે કર્યું? જેથી અતિશય નિર્દય તું મારા પુત્રતુલ્ય, સારી રીતે રક્ષણ કરાયેલ, અને શ્રેષ્ઠ તેવા પ્રકારના મોરને મારીને ખાઇ ગયો. પછી બ્રાહ્મણે વિચાર્યું: આ સારું થયું કે જેથી આ લોકાપવાદ મારો જ થયો, પણ મિત્રનો ન થયો. આ પ્રમાણે હર્ષ પામેલા બ્રાહ્મણે કહ્યું: હે દેવ! કોઇક કર્મવશથી કરતા મારા વડે આવું થયું. તેથી અહીં જે યોગ્ય હોય તે કરો. બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું એટલે આશ્ચર્ય પામેલા રાજાએ વિચાર્યું: અહો! હું નથી જાણતો. પણ અહીં કોઇપણ પરમાર્થ હોવો જોઇએ. આવી આકૃતિથી, આવા મુખથી અને આવી નાસિકાથી આ વિષયમાં આ નિશ્ચિત છે કે કોઇપણ રીતે એણે કર્યું નથી. પછી રાજાએ કોટવાલને બોલાવીને એકાંતમાં કહ્યુંઃ આ બ્રાહ્મણની પ્રયત્નપૂર્વક રક્ષા કરવી. પણ આને વધસ્થાનમાં લઇ જા. ત્યાં બધી રીતે તેને ગભરાવીને આ વિષે પરમાર્થ શો છે તે પૂછ. હવે કોટવાલ જેની આગળ નગારું વાગી રહ્યું છે. તેવા બ્રાહ્મણને બહાર લઇ ગયો. ત્યાં કોટવાળે તિરસ્કારપૂર્વક તેને પૂછવાનું શરૂ કર્યું. મરાતો હોવા છતાં બીજી રીતે બોલતો નથી, તે જ કહે છે. ઘણીવાર પણ પીલાયેલી દ્રાક્ષ કડવા રસને બહાર કાઢતી નથી. આ તરફ રાજા દાસને બંધાવીને લઇ આવ્યો. પછી ચાબુકનો માર વગેરે વિવિધ યાતનાઓથી બહુ વિડંબના કરવા પૂર્વક પૂછ્યું: આમાં જે સાચું હોય Page #300 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમ-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૭૩ તે કહે. પછી ભય પામેલા દાસે સઘળું ય જેવી રીતે બન્યું હતું તેવી રીતે કહ્યું. પછી ગંભીરતાથી અને સજજનતાથી ખુશ થયેલો રાજા બ્રાહ્મણને સન્માન આપીને રજા આપે છે. પછી દાસના ઘણા દુર્જનભાવને તથા તુચ્છતાને જાણીને ગુસ્સે થયેલો રાજા દુષ્ટ તેને જીવતો પકડીને અને વૈભવ લઈને દંડ કરે છે. હવે તેને જોઇને બ્રાહ્મણ અને નગરના લોકે કુસંગનો દોષ જાણ્યો. લોકે દાસને ધિક્કાર્યો અને બ્રાહ્મણની પ્રશંસા કરી. (૧૫) હવે પિતાના વચનમાં વિશ્વાસ થવાના કારણે ઉત્તમ બ્રાહ્મણે વિચાર્યું: સોમા ધન્ય છે કે જેને યોગ્ય સારો સંગ થયો. આજે હું પણ ધન્ય છું. કારણ કે આ કુસંગદોષ વડે કોઈક ભવિતવ્યતાના કારણે હું મૃત્યુ ન પમાડાયો. અથવા મારું મરણ કેમ ન થયું? અથવા અભક્ષ્ય-અપેયનું સેવન કરનાર અને અનંત દુઃખને પ્રાપ્ત કરનાર મારું મરણથી પણ અધિક કેમ ન થયું? તેથી આટલું થઈ જવા છતાં મારા માટે કલ્યાણ મિત્રનો સંયોગ યોગ્ય છે. કલ્યાણમિત્રનો સંયોગ કુમતિ અને કુસંગથી ઉપાર્જન કરેલા કર્મરૂપ કાષ્ઠ માટે અગ્નિસમાન છે. આ પ્રમાણે વિચારીને તેણે અતિશયગુણી સાધુઓની પાસે જવાનું શરૂ કર્યું, અને અતિશય નિશ્ચલ (=અન્ય ચલિત ન કરી શકે તેવો) ધર્મ તેને પરિણમ્યો. સકલલોકને પ્રશંસનીય તે કેટલાક દિવસો સુધી ઘરે રહીને પછી નિર્મલ મહાવ્રતોને સ્વીકારીને અને પાળીને મુક્તિપદને પામ્યો. આ પ્રમાણે જાણીને સુખને આપનાર કલ્યાણમિત્રનો સંગ નિત્ય કરો અને અશુભ અકલ્યાણ મિત્રના સંગનો ત્યાગ કરો. [૪૫૨] આ પ્રમાણે સોમા અને ઉત્તમ બ્રાહ્મણ(ચિત્રભાનુ)નું દૃષ્ટાંત પૂર્ણ થયું. અહીં દાવાનલ, સર્પ, હિંસકપશુ અને વેતાલ વગેરેની સાથે પણ સંગ સારો છે, પણ અકલ્યાણમિત્રોની સાથે સંગ સારો નથી. કારણ કે અગ્નિ આદિથી થતું દુઃખ ક્ષણમાત્રમાં નાશ પામનારું છે. અકલ્યાણમિત્રોના સંગથી થતું દુઃખ અનંત લાખો જન્મોથી પણ નાશ પામતું નથી. આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા પ્રકરણમાં ભાવનાદ્વારમાં અનાયતનત્યાગરૂપ પ્રતિકાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાતારમાં અનાયતનત્યાગરૂપ પ્રતિકારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૧. અહીં માત ના સ્થાને માત્ર હોવું જોઇએ. માત્ર સમજીને અર્થ કર્યો છે. %%%% Page #301 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪-૫૨પરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) પરપરિવાદનિવૃત્તિ દ્વાર હવે પરપરિવાઇનિવૃત્તિ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે– [આત્માની જ ચિંતા કર सुडुवि गुणे धरंतो, पावइ लहुअत्तणं अकित्तिं च । परदोसकहानिरओ, उक्करिसपरो य सगुणेसु ॥ ४५३॥ સારી રીતે પણ ગુણોને ધારણ કરનાર જો પરદોષોની કથામાં તત્પર બને અને પોતાના ગુણોસંબંધી ઉત્કર્ષમાં તત્પર બને તો લઘુતા અને અકીર્તિને પામે છે. વિશેષાર્થ— તેથી પૂર્વોક્ત અનાયતનત્યાગ સુધીના ગુણોને ધારણ કરનારાએ પણ હમેશાં પરપરિવાદ અને સ્વોત્કર્ષ એ બે દોષોનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ. આથી અનાયતનત્યાગ દ્વાર પછી પરપરિવાદનિવૃત્તિ દ્વારનો ઉલ્લેખ કર્યો છે. [૪૫૩] અન્યને અકાર્ય કરતો જોઇને પરપરિવાદ વિના રહેવાનું કેવી રીતે શક્ય બને? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે— आयरइ जइ अकज्जं, अन्नो किं तुज्झ तत्थ चिंताए ? । अप्पाणं चि चिंतसु, अज्जवि वसगं भवदुहाणं ॥ ४५४॥ જો અન્ય અકાર્ય કરે છે તો તેની ચિંતાથી તારે શું? હજી પણ ભવદુઃખોને વશ બનેલા આત્માની જ ચિંતા કર. વિશેષાર્થ– જો અન્ય કોઇપણ અકાર્ય કરે છે તો તેની ચિંતાથી તારું આ લોકસંબંધી ધનલાભ વગરે કોઇ કાર્ય સિદ્ધ થતું નથી, બલ્કે અનર્થની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે— “પરના વિદ્યમાન કે અવિદ્યમાન દોષોને બોલવાથી શું? પરના દોષો બોલવાથી ધનની કે યશની પ્રાપ્તિ થતી નથી અને તે શત્રુ કરાયેલો થાય છે.” પરલોકસંબંધી કાર્યસિદ્ધિ તો દૂર કરેલી જ છે. કારણ કે પરલોકમાં પણ અનર્થની જ પ્રાપ્તિ જોવાયેલી છે. કહ્યું છે કે-“પરનો તિરસ્કાર અને નિંદા તથા પોતાનો ઉત્કર્ષ કરવાથી અનેક ક્રોડો ભવો સુધી દરેક ભવમાં દુઃખે કરીને છોડી શકાય તેવું નીચગોત્રકર્મ બંધાય છે.” (પ્ર.૨.ગા. ૧૦૦) વળી– પરની ચિંતા પણ કરાય, પણ જો પોતાની ચિંતા પૂર્ણ થઇ ગઇ હોય તો, અને પોતાની ચિંતા પૂર્ણ થઇ નથી. આથી જ ગ્રંથકાર કહે છે કે- આત્માની જ Page #302 -------------------------------------------------------------------------- ________________ પરંપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરતીર્થિકોનું કથન-૬૭૫ ચિંતા કર. કારણ કે આત્મા હજીપણ ભવદુઃખોને વશ બનેલો છે. તેથી આ ભવદુઃખોથી મારો આત્મા કેવી રીતે છૂટશે એની જ ચિંતા કર. પરની ચિંતાથી શું? [૪૫૪] પરદોષને ગ્રહણ કરવામાં ધનની પ્રાપ્તિનો અભાવ અને અનર્થનો લાભ એ બે દોષોને જ બતાવતા ગ્રંથકાર કહે છે परदोसे जंपतो, न लहइ अत्थं जसं न पावेइ । सुयणंपि कुणइ सत्तुं, बंधइ कम्मं महाघोरं ॥ ४५५॥ પરદોષોને બોલતો જીવ ધનને અને યશને પ્રાપ્ત કરતો નથી, સજ્જનને પણ શત્રુ કરે છે, મહાભયંકર કર્મ બાંધે છે. [૪૫૫] ગુણસંપન્નના જ દોષોને ગ્રહણ ન કરવા, પણ ગુણરહિતના દોષો ગ્રહણ કરવામાં શો દોષ છે? કારણ કે તેમાં સાચે જ દોષો રહેલા છે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે समयम्मि निग्गुणेसुवि भणिया मज्झत्थभावया चेव । परदोसग्गहणं पुण, भणियं अन्नेहिवि विरुद्धं ॥ ४५६॥ શાસ્ત્રમાં ગુણરહિત જીવોમાં પણ મધ્યસ્થભાવના જ કહી છે. પરદોષોના ગ્રહણને (=પરદોષોને જોવા-સાંભળવા-બોલવા વગેરેને) પરતીર્થિકોએ પણ વિરુદ્ધ કહ્યું છે. વિશેષાર્થ– શાસ્ત્રમાં ગુણરહિત જીવોમાં પણ મધ્યસ્થભાવના જ કહી છે. કારણ કે-“સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યચ્ય (=ઉપેક્ષા)ભાવ રાખવો જોઇએ.” (તત્ત્વાર્થ. ૭-૬) આવું વચન છે. પરદોષોના ગ્રહણને તો કેવળ શાસ્ત્રમાં જ નહિ, કિંતુ પરતીર્થિકોએ પણ વિરુદ્ધ જ કહ્યું છે. [૪૫૬] પરતીર્થિકોએ જે કહ્યું છે તેને જ કહે છે लोओ परस्स दोसे, हत्थाहत्थिं गुणे य गिण्हंतो । अप्पाणमप्पणच्चिय, कुणइ सदोसं च सगुणं च ॥ ४५७॥ પોતાની મેળે જ પરના દોષોને અને પરના ગુણોને ગ્રહણ કરતો લોક પોતાને પોતાનાથી જ દોષયુક્ત અને ગુણયુક્ત કરે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬-પરપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરતીર્થિકોનું કથન વિશેષાર્થ– જે જીવ જેને ગ્રહણ કરે તે જીવ તેનાથી જ યુક્ત થાય છે. તેથી જે જીવ બીજાના દોષોને ગ્રહણ કરે છે તે જીવ વડે સામર્થ્યથી જાતે જ આત્મા દોષયુક્ત કરાયેલો થાય છે. ગુણોને ગ્રહણ કરતા જીવ વડે આત્મા ગુણયુક્ત કરાયેલો થાય છે. તેથી આત્માના ગુણોની અભિલાષા કરનારા જીવે બીજાના ગુણો જ ગ્રહણ કરવા જોઇએ. [૪૫૭] આ માધ્યચ્ય ઘણા દોષવાળા હોય તેવા ગુણરહિત જીવોમાં જાણવું. (૧) જે જીવો ઘણા ગુણવાળા છે, (૨) અને જેમનામાં કેટલાક ગુણો છે, (૩) અથવા જેમનામાં કેવળ સર્વથા દોષાભાવ છે, (૪) અથવા દોષો થોડા છે, તે બધાય જીવો પ્રશંસા કરવા યોગ્ય જ છે, એમ અન્યદર્શનમાં જે કહેલું છે તેને જ ગ્રંથકાર જણાવે છે भूरिगुणो विरलो च्चिय, एक्कगुणोऽवि हु जणो न सव्वत्थ । निद्दोसाणवि भदं, पसंसिमो चेव दोसेऽवि ॥ ४५८॥ (૧) ઘણા ગુણોવાળા જીવો વિરલા જ હોય છે. (૨) એકગુણવાળો પણ લોક સર્વત્ર નથી હોતો. (૩) નિર્દોષ જીવોનું પણ કલ્યાણ થાય. (૪) અલ્પદોષવાળા જીવોની પણ પ્રશંસા કરીએ છીએ. વિશેષાર્થ- (૧) ઘણા ગુણોવાળા કોઈક મહાત્માઓ પ્રાપ્ત થાય છે. આથી તેઓ કોઈ વિકલ્પ વિના જ પ્રશંસનીય જ છે. (૨) જેમાં જ્ઞાન વગેરે કોઈ એક ગુણ પુષ્ટ હોય તેવો લોક બધા સ્થળે પ્રાપ્ત થતો નથી. આથી તે પણ પ્રશંસા કરાય જ છે. (૩) દોષરહિત જીવોનું પણ કલ્યાણ થાય. જે જીવો જેવી રીતે ગુણોથી રહિત છે તેમ દોષોથી પણ રહિત જ છે, તેમનું પણ કલ્યાણ જ થાય, અર્થાત્ તે જીવો કાળના કારણે દોષોથી મલિન બનેલા આ લોકમાં બધી ય રીતે પ્રશંસનીય જ છે. (૪) જેમના ગુણોનો અભાવ હોવા છતાં અને દોષો પણ હોવા છતાં અલ્પ જ દોષો છે તે અલ્પદોષવાળા જીવોની દોષની અધિકતાવાળા લોકમાં અમે પ્રશંસા કરીએ છીએ. [૪૫૮] માત્રવચનરૂપ પરદોષ કથનમાં દોષ કેવી રીતે સંભવે? તે કહે છેपरदोसकहा न भवइ, विणा पओसेण सो य भवहेऊ । खमओ कुंतलदेवी, सूरी य इहं उदाहरणा ॥ ४५९॥ પરદોષનું કથન દ્વેષ વિના ન થાય. દ્વેષ સંસારનું કારણ છે. આ વિષે તપસ્વી, કુંતલદેવી અને આચાર્ય એ ત્રણ દષ્ટાંતો છે. ૧. અહીં ઘણા ગુણો, અલ્પગુણો, દોષાભાવ અને અલ્પદોષ એમ ચાર મુદા છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પરદોષ કથનમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપસ્વીનું દૃષ્ટાંત-૬૭૭ વિશેષાર્થ– જેની સાથે મૈત્રી હોય તેના દોષને પોતે તો ગ્રહણ ન કરે, કિંતુ બીજો પણ ગ્રહણ કરે તે કોઈને ગમતું નથી. તેથી અર્થપત્તિથી આ સિદ્ધ થયું કે સૂક્ષ્મ કે બાદર દ્વેષ વિના પરદોષનું કથન ન થાય. તે દ્વેષને જીવોના સંસારનું જ કારણ કહ્યો છે. આ વિષે તપસ્વી વગેરે દૃષ્ટાંતો છે. આ તપસ્વી કોણ છે તે કહેવામાં આવે છે તપસ્વીનું દૃષ્ટાંત અહીં કુસુમપુર નામનું નગર હતું. તે નગરમાં પુષ્પસમૂહની જેમ રહેલા ગુણસમૂહને દેવો પણ કંઠમાં ધારણ કરે છે, અર્થાત્ ગુણસમૂહને દેવો પણ ગાય છે. તે નગરમાં ક્યારેક વિહાર કરતો અગ્નિસિંહ નામનો એક તપસ્વી સાધુ આવ્યો. પછી ચોમાસામાં તે સાધુ કોઈકના ઘરે નીચેની ભૂમિમાં રહ્યો. પછી તે નગરમાં કોઈપણ રીતે બીજો પણ અરુણ નામનો વેષધારી શિથિલસાધુ સહસા આવ્યો. તે પણ તે જ ઘરે ઉપરની ભૂમિમાં ચાતુર્માસ રહ્યો. તે તપસ્વી વિવિધ પ્રકારના તપોથી પોતાને (=શરીરને) કૃશ કરે છે. બીજો સાધુ સદા દરરોજ ભોજન કરે છે. તેથી સંક્લિષ્ટ તપસ્વી તેના ઉપર દ્વેષ ધારણ કરે છે, અને વિચારે છે કે, ધર્મરહિત આ દરરોજ ભોજન કરે છે. લિંગનો આશ્રય લેવામાં તત્પર (=માત્ર વેષથી આજીવિકા ચલાવનાર) તે કંઈ પણ અનુષ્ઠાન કરતો નથી, પગના સાધન પહેરીને મારી ઉપર ધબધબ કરતો ચાલે છે. સફેદ વસ્ત્રો પહેરે છે. શરીરની વિભૂષા કરે છે. અરતિ ઉત્પન્ન કરે છે, ઈત્યાદિ વિચારતો તપસ્વી સદા મનમાં શિથિલસાધુ ઉપર દ્વેષ ધારણ કરે છે. અરુણ વિચારે છે કે, અહો! તપસ્વીનો જન્મ સફલ છે. કારણ કે તે દરરોજ અતિ દુષ્કર તપશ્ચર્યા કરે છે. હું તો અન્નનો કીડો છું, જિનેન્દ્રની આજ્ઞાથી ભ્રષ્ટ થયો છું. ઉપયોગવાળો આ સદા ય જિને જે કહ્યું છે તેનું પાલન કરે છે. તથા મલપરીષહ વગેરે સઘળા પરિષહોને સહન કરે છે. હું તો આ પ્રમાણે સદા વિભૂષા વગેરે અકાર્યોમાં તત્પર રહું છું. પરિષદોથી પરાજિત થયેલો અધર્મી હું એમ જ ભટકુ છું. ઇત્યાદિ તેના ગુણસમૂહની પ્રશંસા કરે છે અને પોતાની નિંદા કરે છે. તપસ્વી દ્રષના કારણે સંસાર વધારે છે, અને બીજો શુભભાવના કારણે સંસારને પરિમિત કરે છે. ચાતુર્માસ પૂર્ણ થતાં બંને બીજા સ્થળે વિહાર કરે છે. હવે વિહાર કરતા કોઇક તીર્થંકર કોઈપણ રીતે તે નગરીમાં પધાર્યા. તપસ્વીના તપથી રાગી બનેલા લોકોએ તીર્થકરને પૂછ્યું કે, તેવા પ્રકારના તપથી તપસ્વીને કેટલી નિર્જરા થઈ? સ્વામીએ તેનો સઘળો વૃત્તાંત કહ્યો. તથા તપસ્વીએ ટ્વેષ કરીને પોતાનો સંસાર વધાર્યો અને બીજાએ શુભભાવથી Page #305 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮-દ્વેષ-ઈષ્ય વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [કુંતલદેવીનું દૃષ્ટાંત પોતાનો સંસાર પરિમિત કર્યો એમ કહ્યું. પછી જીવોનો પરિણામ વિષમ હોય છે એમ જાણીને આશ્ચર્ય પામેલા ઘણા લોકોએ વૈષ ભવનું કારણ હોવાથી વૈષનું પચ્ચકખાણ કર્યું. આ પ્રમાણે તપસ્વીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. કુંતલદેવીનું દૃષ્ટાંત અવનિપુર નામનું નગર હતું. જેવી રીતે સાગરમાં પાણી હોય તેની જેમ તે નગરમાં ઘણા જીવોને સુખ આપનારું ધન હતું. પણ તે ધનની કોઈ સંખ્યા ન હતી. ત્યાં જિતશત્રુ નામનો રાજા હતો. તે રાજાએ વિકસેલા (=વૃદ્ધિ પામેલા) ધનભંડારમાં ઘણું ધન (એકઠું) કર્યું હતું. તે રાજા સૂર્યની જેમ પ્રતાપવાળો હતો. તેની કુંતલદેવી પત્ની હતી. તેને બીજી પણ જિનમતમાં અનુરાગવાળી ઘણી રાણીઓ હતી. તે રાણીઓ પોતાના ધનસમૂહથી શ્રેષ્ઠ જિનમંદિરો કરાવે છે. કુંતલદેવી પણ ઇર્ષાથી અન્ય રાણીઓથી વિશેષ રીતે જિનમંદિર કરાવે છે અને વિશેષ રીતે પૂજા કરે છે. અન્ય મંદિરોમાં (=શોક્યોએ કરાવેલાં જિનમંદિરોમાં) પ્રવર્તતી પૂજાને અથવા વાજિંત્રોના અવાજને સાંભળીને દ્વેષ ધારણ કરે છે. તેમની કથાથી પણ સંતાપ પામે છે. સમભાવવાળી અને સરળ અન્ય શોક્યોના ચિત્તમાં પણ આત્મવિચારણાના કારણે કોઇપણ રીતે દ્વેષ રહેતો (Fથતો) નથી. તેવા પ્રકારના ઇષ્યભાવને ધારણ કરતી કુંતલદેવીના શરીરમાં ક્યારેક પ્રબળ રોગ-આતંક થયો. પછી અંતિમ અવસ્થામાં રાજાએ તેની બધી ય આભૂષણો વગેરે વસ્તુઓ લઈને સ્વભંડારમાં નાખી. આર્તધ્યાનને પામેલી તથા (વસટ્ટક) પરાધીનતાના કરાણે પીડાને પામેલી તે અન્ય શોક્યોનાં જિનમંદિરોમાં થતી પૂજા આદિના શ્રેષથી મરીને કૂતરી થઈ. પૂર્વના અભ્યાસના કારણે પોતાના જિનમંદિરના દ્વાર પાસે સદા રહે છે. હવે એકવાર તે જ નગરમાં કેવલી ભગવંત પધાર્યા. રાણીઓએ કેવલીને પૂછ્યું: કુંતલદેવી મરીને ક્યાં ગઈ? જ્ઞાનીએ વૈષ કર્યો ત્યારથી આરંભી કુતરી થઈ ત્યાં સુધીનો તેનો સઘળો સંબંધ કહ્યો. આ સાંભળીને રાણીઓ અતિશય પરમ સંવેગને પામી. પર્ષદા ઊભી થઇ એટલે રાણીઓ જિનમંદિરના દ્વાર પાસે જઈને તે કૂતરીને જુએ છે. કરુણારસથી ૧. મસંg૬ પ્રયોગ ચર્થક છે. પાણીમાં શંખ હોય છે. એથી પાણી શંખ સહિત હોય છે, જયારે ધન શંખથી=સંખ્યાથી રહિત હતું. ૨. પરિવિસિયોસવિડિયમનો એ પદ સુર્યનું પણ વિશેષણ છે. સૂર્યના અર્થમાં સોસ=કળી, મન=કમળ. - રાજાના અર્થમાં શો-ધનભંડાર. વત્ની લક્ષ્મી. Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ-ઈષ્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [આચાર્યનું દૃષ્ટાંત-૬૭૯ પૂર્ણ બનેલી સઘળી રાણીઓ તેની આગળ નૈવેદ્ય અને પૂરી વગેરે નાખે છે. પછી સ્નેહપૂર્વક અને વિષાદરસથી યુક્ત કહે છે કે, હે મહાનુભાવો! ધર્મમાં તત્પર થઈને પણ તેં ષ કેમ કર્યો? જેથી આ દુર્ગતિ પ્રાપ્ત થઈ. ઈત્યાદિ તેમનો આદર જોઇને અને વચનો સાંભળીને ઉત્સુકતાથી તે હૃદયમાં વારંવાર વિચારે છે કે, આ (રાણીઓ) આ શું કહે છે? અને આગળ આ દેવમંદિર શું છે? આમનો મારા ઉપર આટલો આદર પણ કેમ છે? ઈત્યાદિ વિચારતી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણશાનથી પૂર્વે કરેલ ઈર્ષ્યા વગેરે સઘળું યાદ કરે છે. પછી સંવેગને પામેલી તેણે સિદ્ધ આદિની સમક્ષ તે સઘળાની આલોચના-નિંદા કરીને અનશનનો સ્વીકાર કર્યો. ક્રમે કરીને મૃત્યુ પામેલી તે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થઈ. આ પ્રમાણે દ્વેષને દુઃખફલવાળો જોઈને તેનો સર્વથા ત્યાગ કરવો. આ પ્રમાણે કુંતલદેવીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આચાર્યનું દૃષ્ટાંત કોઈ ગચ્છમાં ઘણા આગમના પારને પામેલા પણ આચાર્ય કર્મના કારણે ક્રિયામાં અતિશય શિથિલ થઈ ગયા. તેમનો એક શિષ્ય સર્વ આગમોના પારને પામેલો હતો અને ક્રિયામાં સદાય દઢ હતો. તેથી ઘણા ગુણોનું કારણ હોવાના કારણે શિષ્યો અને સર્વ શ્રાવકલોક આચાર્યને છોડીને તેની પાસે જ ધર્મ સાંભળે છે અને બહુમાનપૂર્વક તેની અધિક ભક્તિ કરે છે. તેથી કર્મના કારણે આચાર્ય શિષ્ય ઉપર અતિશય દ્વેષને ધારણ કરે છે. તો પણ શિષ્ય કયારેય પોતાના ઉચિત આદરને મૂકતો નથી, અર્થાત્ આચાર્યનો ઉચિત આદર કરે છે. આ પ્રમાણે સમય જતાં મલિન ચિત્તવાળા આચાર્ય ઈર્ષ્યાથી મરીને ઉદ્યાનમાં સર્પ થયા. તે ઉદ્યાનમાં અન્ય સ્થવિર ગુરુઓની (=વડિલોની) સાથે તે શિષ્ય અને સાધુઓ રહેલા છે. તે ઉત્તમશિષ્ય વિવિધ પ્રકારની કલ્પનાઓથી રહિત અને ઇર્ષ્યા વગેરેથી રહિત છે. એક દિવસ ઘણા સાધુઓથી પરિવરેલો તે શિષ્ય સ્વાધ્યાયભૂમિમાં જાય છે. તેને જોઇને સર્ષ પૂર્વે કરેલા વૈષના સંબંધથી બીજા સાધુઓને છોડીને તેને જ કરડવા માટે દોડે છે. તે જઇને સ્થવિરોને કહે છે. સ્થવિરોએ તેને સામાન્યથી કહ્યું કે, તે સર્પ ચારિત્રની વિરાધના કરનાર કોઇક જીવ છે. તે નગરીમાં કેવલજ્ઞાની પધાર્યા. તે સાધુઓએ કેવલજ્ઞાનીને સર્પનો તે વૃત્તાંત પૂક્યો. કેવલજ્ઞાનીએ કહ્યું. પૂર્વે આચાર્યના ભવમાં તેને આ શિષ્ય ઉપર ઇર્ષ્યા હતી. ચારિત્રની વિરાધનાથી અહીં સર્પ થયો છે. તેથી સંવેગને પામેલા સર્વ સાધુઓએ તે જ્ઞાનીને પૂછ્યું: હે ભગવન્! હમણાં આ મહાનુભાવ કેવી રીતે ઉપશમભાવને પામશે? જ્ઞાનીએ કહ્યુંઃ સ્થવિરો તેને પૂર્વભવનો વૃત્તાંત કહીને હિતશિક્ષા આપે. તેથી તે જાતિસ્મરણજ્ઞાન પામીને ઉપશમભાવને પામશે. સ્થવિરોએ તે પ્રમાણે કર્યું. ઉ. ૨૦ ભા.૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦૫રપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [સ્વાધ્યાયમાં રતિ સર્ષે પૂર્વના વૃત્તાંતને યાદ કરીને હૃદયમાં આલોચન-પ્રતિક્રમણ કરીને મિચ્છા મિ દુક્કડ કર્યું. પછી અનશન કરીને ઉત્તમ દેવોમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે જાણીને દ્વેષનો અને દ્વેષના કારણે થનારા પર પરિવારનો ત્યાગ કરવો. [૪૫૯] આ પ્રમાણે આચાર્યનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હે ભવ્યો! જ્યાં સુધી પરદોષોની વિકથામાં વ્યગ્ર રહેવામાં આવે અને એથી અનંતદુઃખરૂપ ફળને આપનાર ક્લિષ્ટ આઠ કર્મોના સમૂહને એકઠો કરવામાં આવે એના કરતા તો સર્વસુખને આપનારા અને જિનોને ઈષ્ટ એવા શુભધ્યાનમાં તથા મોક્ષમાં સ્થાનને કરાવનારા સ્વાધ્યાયમાં પ્રતિક્ષણ રતિ કરવી એ યોગ્ય છે. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં પરંપરિવાદનિવૃત્તિરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં પરંપરિવાદનિવૃત્તિરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૧. નિ એટલે ક્રીડા. પરદોષોની ક્રીડારૂપ વિકથામાં એવો શબ્દાર્થ થાય. Page #308 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થિરતા દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [જિનપૂજાના આઠ પ્રકાર-૬૮૧ ધર્મસ્થરતાહાર હવે ધર્મસ્થિરતારૂપ પ્રતિકારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર સંબંધવાળી ગાથાને કહે છે पुव्वुत्तगुणसमग्गं, धरिलं जइ तरसि नेय चारित्तं । सावयधम्मम्मि दढो, हविज जिणपूयणुज्जुत्तो ॥ ४६०॥ જો તું પૂર્વોક્ત ગુણોથી પૂર્ણ ચારિત્રને ધારણ કરવા સમર્થ નથી તો તારે જિનપૂજામાં પ્રયત્નશીલ થઈને શ્રાવકધર્મમાં દઢ બનવું. વિશેષાર્થ- જો કષાયજય અને ઇંદ્રિયજય વગેરે પૂર્વે કહેલા ગુણોથી પરિપૂર્ણ ચારિત્રનું પાલન કરવા સમર્થ નથી તો તારે જિનપૂજાના ઉદ્યમમાં તત્પર બનીને સમ્યકત્વ અને અણુવ્રત આદિના પાલનરૂપ શ્રાવકધર્મમાં સ્થિરચિત્તવાળા બનવું. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- સર્વગુણોથી પરિપૂર્ણ સાધુધર્મમાં દઢચિત્તવાળા બનવું જોઈએ. જો યતિધર્મને રોકનારાં કર્મોના ઉદયથી યતિધર્મનું સામર્થ્ય ન હોય તો જિનપૂજામાં પ્રયત્નશીલ બનીને શાસ્ત્રોક્ત વિધિથી શ્રાવકધર્મમાં દઢ બનવું. આ પ્રમાણે પર પરિવાદથી વિરામ પામેલાએ પણ જિનધર્મમાં દઢ બનવું જોઈએ. આથી પરપરિવાદનિવૃત્તિ દ્વાર પછી ધર્મસ્થિરતા દ્વારનો ઉલ્લેખ કર્યો છે. [૪૬૦] જિનપૂજા કેટલા પ્રકારની છે એવી આશંકા કરીને તથા બહુ ઉપયોગી હોવાથી પ્રસંગથી પણ જિનપૂજાનું સ્વરૂપ વગેરેનો નિર્ણય કરવા માટે ગ્રંથકાર કહે છે वरगंधपुप्फअक्खयपईवफलधूवनीरपत्तेहिं । नेवजविहाणेहि य, जिणपूया अट्टहा होइ ॥ ४६१॥ શ્રેષ્ઠ ગંધ, પુષ્પ, અક્ષત, દીપક, ફલ, ધૂપ, પાણીથી ભરેલાં પાત્રો અને નૈવેદ્યના પ્રકારોથી (=વિવિધ નૈવેદ્યોથી) જિનપૂજા આઠ પ્રકારે થાય છે. વિશેષાર્થ- અહીં ગંધશબ્દના ઉલ્લેખથી ચંદનથી વિલેપન કરવું વગેરે લેવું (=સમજવું). ધૂપના ઉલ્લેખથી કપૂર અને અગરુ વગેરે લેવું. એ પ્રમાણે પુષ્પ વગેરેને પણ યથાસંભવ વસ્ત્ર આદિના ઉપલક્ષણ તરીકે કહેવા, અર્થાત્ પુષ્પ વગેરેના ઉપલક્ષણથી વસ્ત્ર વગેરે પણ પૂજાના પ્રકારો સમજવા. [૪૬૧] સંક્ષેપથી જિનપૂજાનું ફલ બતાવતા ગ્રંથકાર કહે છેउवसमइ दुरियवग्गं, हरइ दुहं जणइ सयलसोक्खाइं । चिंताईयंपि फलं, साहइ पूया जिणिंदाणं ॥ ४६२॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨-પુષ્પપૂજામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પોપટ-મેનાનું દૃષ્ટાંત જિનેન્દ્રોની પૂજા પાપસમૂહનો નાશ કરે છે, દુઃખને દૂર કરે છે, સર્વસુખોને ઉત્પન્ન કરે છે, નહિ ચિંતવેલા પણ સ્વર્ગ-મોક્ષના સુખરૂપ ફલને સાધે છે. [૪૬૨] હવે જિનપૂજાના ફલ વિષે દૃષ્ટાંતોને બતાવતા ગ્રંથકાર કહે છે— पुप्फेसु कीरजुयलं, गंधाइसु विमलसंखवरिसेणा । સિવ વળ સુનસ સુવ્યય, મેળ પૂષા આહરા || ૪૬૨॥ પુષ્પોમાં પોપટયુગલ, ગંધ વગેરેમાં ક્રમશઃ વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત પૂજાનાં દૃષ્ટાંતો છે. વિશેષાર્થ પુષ્પોમાં પોપટયુગલનું દૃષ્ટાંત આ પ્રમાણે છે— પોપટયુગલનું (મેના પોપટનું) દૃષ્ટાંત. જંબૂઠ્ઠીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં વનવિશાલા નામની અત્યંત પ્રસિદ્ધ મોટી અટવી હતી. તે અટવી આમ્ર, બકુલ, ચંપક અને કદલીનો સમૂહ વગેરેથી યુક્ત હતી, નદી, સરોવર અને પર્વતોથી વિષમ હતી, સિંહ, હાથી, વાઘ અને અષ્ટાપદના અવાજોથી ભયંકર હતી. તે અટવીના મધ્યભાગમાં જિનેશ્વરનું મંદિર હતું. તે મંદિર વિદ્યાધરોએ મણિસુવર્ણનું બનાવ્યું હતું, વિશાળ, ઊંચું અને મનોહર હતું. મધ્યમાં રત્નમાંથી ઘડેલી પ્રતિમાથી અલંકૃત હતું. તેમાં સતત જ દેવો, વિદ્યાધરો અને સિદ્ધોનો સમુદાય ઘણા આડંબરથી વિશ્વના મનનું હરણ કરનારી યાત્રાઓ કરે છે. જિનમંદિરના દ્વાર આગળ રહેલા આમ્રવૃક્ષની શાખામાં બેઠેલું પોપટયુગલ (=મેના-પોપટ) અતિશય હર્ષથી સદા મંદિરને જુએ છે, અને આ લોક ધન્ય છે કે જે આ પ્રમાણે કરે છે એમ મનમાં વિચારે છે. પણ આપણે શું કરીએ? આ ભવમાં કંઇપણ કરવાનો સંયોગ નથી. તો પણ આંબાની મંજરીઓથી દેવની પૂજા કરીએ. પછી હર્ષ પામેલા તે બંને આંબાના વનમાંથી સરસ મંજરીઓ લઇને શ્રી જિનવરના મસ્તકે મૂકે છે. આ પ્રમાણે સદાય કરતા તેમણે પ્રકૃષ્ટ શુભભાવના કારણે પુણ્યસમૂહ એકઠો કર્યો અને જિનધર્મરૂપ વૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. આ તરફ પૃથ્વીતિલક નામનું નગર છે. જિતશત્રુ નામનો રાજા છે. તેની પત્ની સ્વપ્નમાં કુંડલ યુગલને જુએ છે. તે પોપટ ત્યાંથી મરીને (આ રાજાનો) પુત્ર થયો. તેની નાળ દાટવા માટે ખાડો ખોદતાં રત્નનિધિ પ્રાપ્ત થયો. આથી તેનું નિષિકુંડલ એવું નામ રાખ્યું. મેના પણ મરીને બીજા કોઇ નગરમાં પુરંદરયશા નામની રૂપ-ગુણોથી વિભૂષિત રાજપુત્રી થઇ. ભાગ્યવશથી નિધિકુંડલ કોઇપણ રીતે તેને પરણ્યો. પિતાનું મૃત્યુ ૧. અહીં સિદ્ધો એટલે જેમને વિદ્યા-મંત્ર વગેરે સિદ્ધ થયું હોય તેવા વિદ્યાસિદ્ધ પુરુષો વગેરે સમજવા. Page #310 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આઠ બંધુઓનું દૃષ્ટાંત-૬૮૩ થતાં નિધિકુંડલ અતિશય મહાન રાજા થયો. પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યથી જિને જણાવેલા ધર્મને પ્રાપ્ત કરે છે. તેથી ગૃહસ્થધર્મનું પાલન કર્યા પછી પત્નીની સાથે ચારિત્રનો સ્વીકાર કરે છે. ચારિત્રનું નિરતિચાર પાલન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. પત્ની પણ ત્યાં જ સમાન આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી આવીને નિધિકુંડલનો જીવ લલિતાગક નામનો મહાબલવાન રાજપુત્ર થયો. બીજો દેવ પણ અન્ય રાજાના ઘરે ઉમાદંતી નામની પુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ સ્વયંવરા તેને લલિતાગક ઘણા આડંબરથી પરણ્યો. પછી રાજ્ય પાળીને, ઘણા ભોગોને ભોગવીને, તીર્થંકરની પાસે નિરતિચાર ચારિત્ર આચરીને, બંનેય ઇશાન દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. પછી લલિતાગક જીવ દેવસેન નામે રાજપુત્ર થયો. બીજો જીવ પણ વૈતાઢ્ય પર્વત ઉપર ચંદ્રકાંતા નામની વિદ્યાધરપુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ ભાગ્યયોગથી કોઈપણ રીતે દેવસેન ચંદ્રકાંતાને પરણે છે. પછી રાજ્ય ભોગવીને, પછી દીક્ષા લઈને, દીક્ષાને સારી રીતે પાળીને, અંતે દેવસેન સાધુ બ્રહ્મલોક કલ્પમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયો. ચંદ્રકાંતા મરીને તેના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. પછી દેવસેન ઇન્દ્ર પ્રિયંકર નામનો વિખ્યાત ચક્રવર્તી થયો. બીજો દેવ તેનો જ મંત્રી થયો. પૂર્વભવના અભ્યાસથી તે બંનેનો પરસ્પર અતિશય ઘણો સ્નેહ હતો. તેથી વિસ્મય પામેલા તેમણે ક્યારેક તીર્થંકરની પાસે તેનું કારણ પૂછ્યું. તેથી જિને તેમનો પોપટના ભવથી આરંભી જિનપૂજા વગેરે સઘળો ય પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. પછી સંવેગને પામેલા તે બંનેએ તે જ તીર્થકરના ચરણોમાં દીક્ષા લીધી. સમય જતાં બંને ગીતાર્થ થયા. પછી કઠોર અભિગ્રહો લઈને, નિરતિચાર ચારિત્ર-પાળીને, કેવળજ્ઞાન મેળવીને, કર્મોને ખપાવીને, મોક્ષમાં ગયા. આ પ્રમાણે પોપટયુગલનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે ગંધ વગેરેના વિષયમાં વિમલ વગેરેનું ઉદાહરણ કહેવામાં આવે છે આઠ બંધુઓનું દૃષ્ટાંત જંબૂદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં પુંડરિગિણી નગરીનો વરસેન ચક્રવર્તી સ્વામી છે. તે ક્યારેક પોતાની સઘળી અતિશય ઘણી સમૃદ્ધિથી દેવોએ રચેલા સમવસરણમાં તીર્થકરને વંદન કરવા માટે ગયો. તીર્થકરને ભક્તિથી નમીને યોગ્ય દેશમાં બેસીને ધર્મ સાંભળે છે. પછી સહસા સમવસરણમાં પ્રવેશતા અને ત્રણ ભુવનને પણ વિસ્મય પમાડતા આઠ દેવોને જુએ છે. એ દેવો સાતમા દેવલોકથી આવ્યા હતા. પોતાના શરીરોથી દિશા સમૂહને અતિશય પ્રકાશિત કરતા હતા. તથા અતિશય સુગંધથી યુક્ત અને મનનું હરણ કરનાર ગંધથી સંપૂર્ણ સમવસરણને વાસિત કરતા હતા. ત્યાં આભૂષણો, વિલેપન અને માળા વગેરે વિવિધ સ્વરૂપોથી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪-અષ્ટપ્રકારી પૂજામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આઠ બંધુઓનું દૃષ્ટાંત સમવસરણમાં રહેલા સઘળા ય દેવસમુદાયનો પરાભવ કરતા હતા. મન-નેત્રોને આનંદ કરનારા હતા. તે આઠ દેવોએ જિનને ત્રણ પ્રદક્ષિણા કરીને અને નમીને કહ્યું: હે નાથ! આપ (જ્ઞાનથી) સ્વયમેવ દેવોની ઋદ્ધિને જુઓ છો. આ ગણધર વગેરે સાધુઓ આગમથી દેવોની ઋદ્ધિને જાણે છે. તેથી આપની અનુજ્ઞાથી મુનિવરોને પ્રત્યક્ષ જ દિવ્યનાટક વિધિને અમે બતાવીએ. જિન મૌન ધારણ કરે છે. જેનો પ્રતિષેધ ન કર્યો હોય તે સંમત છે એમ વિચારીને તેમણે અતિ વિસ્તારથી નાટકો બતાવ્યા. પછી બધાએ જિનને પૂછ્યું: હે નાથ! અમે ભવ્ય છીએ કે અભવ્ય છીએ? જિને કહ્યું: તમે ભવ્ય છો. વળી તેમણે પૂછ્યું: હે સ્વામી! અમે ક્યાં અને કયારે સિદ્ધ થઇશું. પછી તીર્થંકરે કહ્યું: હે દેવાનુપ્રિયો! અહીંથી વ્યા પછી આ જ વિજયમાં ઉત્તમ મનુષ્યો થઈને દીક્ષા લઈને તમે સિદ્ધ થશો. આ પ્રમાણે સાંભળીને અને હર્ષથી જિનને નમીને તે બધા ગયા. પછી હર્ષ પામેલા વરસેન ચક્રવર્તીએ જિનને નમીને પૂછ્યું : હે ભગવન્! આ દેવો કયા દેવલોકથી આવ્યા હતા? પૂર્વજન્મમાં કોણ હતા? એમણે કયું સુકૃત કર્યું કે જેથી પોતાની ઋદ્ધિથી અન્ય સઘળા ય દેવસમૂહનો પરાભવ કરે છે, અતિશય રૂપ-આકૃતિ વગેરેથી વિશ્વને પણ આનંદ પમાડે છે. જિને કહ્યું: હે રાજ! સાવધાન થઈને તું સાંભળ. તેં આ જે એમનું ચરિત્ર પૂછ્યું. તેને સંક્ષેપથી હું કહું છું. ધાતકીખંડમાં ભરતક્ષેત્રમાં મહાલય નામનું નગર છે. ત્યાં યર્ નામનો પ્રસિદ્ધ અને શ્રીમંત શ્રેષ્ઠી હતો. તેનો ધન નામનો મોટો પુત્ર હતો, ક્રમે કરીને વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત નામના બીજા સાત પુત્રો હતા. બધા ય કળાઓમાં કુશળ, લાવણ્ય-રૂપ-ગુણોથી યુક્ત, ગંભીર, સ્થિરચિત્તવાળા, દાક્ષિણ્યમાં તત્પર અને કુશલમતિવાળા હતા. તેમણે તીર્થંકરની પાસે મિથ્યાત્વનું પચ્ચકખાણ કરીને સમ્યકત્વનો અને અણુવ્રતો વગેરે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો. હવે એકવાર જિને અષ્ટપ્રકારી પૂજાના ફલનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું. તેથી આઠ ય રોમાંચિત શરીરવાળા બનીને સદા ય જિનપ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરે છે. પણ પુષ્પ વગેરે ભેદોમાં ક્રમશઃ એક એક પ્રકારની પૂજા કરે છે, અર્થાત્ એક પુષ્પપૂજા કરે છે, એક ગંધપૂજા કરે છે, એમ એક એક પૂજા કરવા દ્વારા આઠેય અષ્ટપ્રકારી પૂજા કરે છે. પરમશ્રદ્ધાથી અભિગ્રહ લઈને અતિશય શ્રેષ્ઠ, બહુમૂલ્યવાન અને લોકના મનનું હરણ કરે તેવાં ઉત્તમદ્રવ્યોથી પૂજા કરે છે. આ પ્રમાણે ધન-વિમલ વગેરે આઠ ય બંધુઓ ક્રમશઃ સુગંધી પુષ્પ અને ગંધ આદિ ભેદોથી ઉત્તમ મર્યાદાપૂર્વક પૂજા કરે છે. પ્રતિદિન વધતા પરિણામવાળા અને પોતાને કૃતાર્થ માનતા તેમણે પચ્ચીસલાખ પૂર્વ સુધી નિર્વિઘ્નપણે જિનેન્દ્રપૂજા કરી, (૨૫) અને અણુવ્રતો વગેરે વ્રતોનું અતિચાર રહિત સદા પાલન કર્યું. તથા શુદ્ધભાવવાળા અને સદા પરસ્પર મળેલા ૧. જુમો=આગળથી. વાક્ય ક્લિષ્ટ બને એ હેતુથી અનુવાદમાં પુરો પદનો અર્થ લખ્યો નથી. Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મ નિષ્ફળ-૬૮૫ તે બધા ય દાન આપીને, શીલનું સંરક્ષણ કરીને, તપ તપીને, અંતે એકમાસનું અનશન કરીને, પોતપોતાના આયુષ્યની સમાપ્તિ થતાં કાળ કરીને, જિનપૂજાના પ્રભાવથી એક સાતમા દેવલોકમાં જ સત્તર સાગરોપમ આયુષ્યવાળા અને સાથે રહેનારા દેવ થયા. ત્યાં આ પ્રમાણે વિશ્વને આનંદ ઉત્પન્ન કરનારા રૂપ-ગંધ-આકૃતિ આદિ ગુણસમૂહને પામ્યા. પછી અવધિજ્ઞાનથી પૂર્વના વૃત્તાંતને જાણીને અમને વંદન કરવા માટે અહીં આવ્યા. આયુષ્યનો ક્ષય થતાં અહીંથી Aવીને પૂર્વોક્ત પ્રમાણે સિદ્ધ થશે. આ પ્રમાણે જિનપૂજાના અનુપમ પ્રભાવને સાંભળીને અને જોઇને ચક્રવર્તી વગેરે ઘણા લોકો વિવિધ રીતે પૂજાસંબંધી અભિગ્રહો યત્નથી લે છે, પરમશ્રદ્ધાથી યુક્ત બનીને પાળે છે અને પરમફલને પામે છે. આ પ્રમાણે પૂજાફલનું દૃષ્ટાંત પૂર્ણ થયું. પ્રશ્ન- અહીં ધન નામના શેઠનો મોટો પુત્ર પુષ્પપૂજામાં ઉદાહરણ સ્વરૂપ હોવા છતાં પૂર્વે પુષ્પોમાં જ પોપટયુગલનું દૃષ્ટાંત કેમ કહ્યું? ઉત્તર– તેવા પ્રકારના વિશિષ્ટ વિવેકથી અને ધનસમૃદ્ધિ આદિ સામગ્રીથી રહિત તિર્યંચોના બોધ માટે પુષ્પોમાં પોપટ-યુગલનું દૃષ્ટાંત કહ્યું છે, અર્થાત્ વિશિષ્ટ વિવેકથી અને વિશિષ્ટ પૂજા સામગ્રીથી રહિત તિર્યંચો પણ પૂજાના પ્રભાવથી સ્વર્ગાદિ સુખને પામે છે એ જણાવવા માટે પુષ્પોમાં પોપટયુગલનું દૃષ્ટાંત કહ્યું છે. પ્રશ્ન- ગાથામાં પુષ્પપૂજામાં પોપટયુગલનું દૃષ્ટાંત સૂચવ્યું છે અને ધનનું દૃષ્ટાંત લીધું નથી. છતાં ટીકામાં પુષ્પો વિષે ધનનું ઉદાહરણ કેમ કહ્યું? ઉત્તર- પ્રસ્તુત કથાના પાત્ર આઠ બંધુઓ છે. એથી જો ધનનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કથા અપૂર્ણ ગણાય. કથામાં અપૂર્ણતા ન રહે એ માટે ધનનું દૃષ્ટાંત કહ્યું છે એમ જાણવું. [૪૬૩] હવે જિને કહેલી દીક્ષાને પાળવા માટે અસમર્થ ગૃહસ્થ જો જિનપૂજા કરવી વગેરે દ્વારા શ્રાવકપણાને પણ ન આરાધે તો તે જન્મને હારી ગયો છે એમ જણાવવા માટે ગ્રંથકાર કહે છે अन्नो मोक्खम्मि जओ, नत्थि उवाओ जिणेहिं निद्दिट्ठो । तम्हा दुहओ चुक्का, चुक्का सव्वाणवि गईणं ॥ ४६४॥ તેથી વિશિષ્ટ સાધુધર્મ અને શ્રાવકધર્મ એ બે પ્રકારોથી જેઓ ભ્રષ્ટ થયા છે તેઓને ધર્મના બધા ય પ્રકારોથી ભ્રષ્ટ થયેલા જ જાણવા. કારણ કે જિનોએ વિશિષ્ટ સાધુધર્મ અને શ્રાવકધર્મ એ બે સિવાય બીજો કોઇપણ મોક્ષનો ઉપાય કહ્યો નથી. [૪૬૪] . Page #313 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬-સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મનિષ્ફળ જો એમ છે, તેથી શું કરવું? તે કહે છેतो अवगयपरमत्थो, दुविहे धम्मम्मि होज दढचित्तो । समयम्मि जओ भणिया, दुलहा मणुयाइसामग्गी ॥ ४६५॥ તેથી તારે પરમાર્થને જાણીને સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મમાં દઢ ચિત્તવાળા બનવું. કારણ કે સિદ્ધાંતમાં પુસ્તક પાસ ધ ઇત્યાદિથી મનુષ્યભવ આદિ સામગ્રી દુર્લભ કહી છે. [૪૫] તે અતિદુર્લભ મનુષ્યભવને કોઈપણ રીતે પ્રાપ્ત કરીને જે ધર્મમાં પ્રમાદ કરે છે તે મરણકાળે શોક કરે છે એમ બતાવે છે– अइदुल्लहपि लद्धं, कहमवि मणुयत्तणं पमायपरो । जो न कुणइ जिणधम्मं, सो झूरइ मरणकालम्मि ॥ ४६६॥ અતિદુર્લભ મનુષ્યભવને કોઇપણ રીતે પ્રાપ્ત કરીને પ્રમાદમાં તત્પર બનેલો જે જીવ જિનધર્મ કરતો નથી તે મરણકાળે શોક કરે છે. [૪૬૬]. કેવી રીતે શોક કરે છે તે દર્ણત બતાવવા પૂર્વક કહે છેजह वारिमज्झछूढो, गयवरो मच्छउ व्व गलगहिओ । ગુરપવિશ્વ મો, સંવકુમો રદ = પવળી ૪૬૭ વારિમાં મૂકેલો ( નાખેલો) હાથી, ગલથી ગ્રહણ કરાયેલ માછલું, જાળમાં પડેલો મૃગ અને પાંજરામાં મૂકેલો પક્ષી શોક કરે છે, તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે શોક=પશ્ચાત્તાપ કરે છે. વિશેષાર્થ– વિંધ્ય અટવી વગેરેમાં હાથીને બાંધવાના (=પકડવાના) ઉપાય રૂપે જે કૃત્રિમ ખાડો કરવામાં આવે તેને વારિ કહેવામાં આવે છે. તેની મધ્યમાં નાખેલ હાથી શોક= પશ્ચાત્તાપ કરે છે. ગલ એટલે વાંસના અગ્રભાગે બાંધેલા દોરાના અંતે રહેલી, પરોવેલા માંસના ટુકડાવાળી લોઢાની વક્ર ખીલી (હુકો. હુકથી ગ્રહણ કરાયેલું માછલું શોક કરે છે. ૧. જુન ઇત્યાદિ ગાથાનો ભાવ એ છે કે મનુષ્યભવ ભોજન વગેરે દશ દષ્ટાંતોથી દુર્લભ છે. આ દશ દેસંતો આ ગ્રંથમાં ત્રીજી ગાથામાં જણાવ્યાં છે. ૨. વૃત્તિ શબ્દનો દોરો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. આમ છતાં અહીં પ્રકરણાનુસારે વૃત્તિ શબ્દનો દોરો અર્થ કર્યો છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ વિષયસુખની ઇચ્છાવાળાએ પણ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ-૬૮૭ જાળ શિકારી લોકમાં પ્રસિદ્ધ છે. જાળમાં પડેલો મૃગ શોક કરે છે. શિકારી વડે પાંજરામાં પૂરાયેલ પોપટ વગેરે પક્ષી શોક કરે છે. તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે પશ્ચાત્તાપ કરે છે. [૪૬૭] વૈભવ, યૌવન અને સ્નેહ આદિ જે પદાર્થોમાં જીવો આસક્તિવાળા છે તે પદાર્થો પણ ક્ષણવારમાં નાશ પામનારા છે. તેથી પણ ધર્મમાં પ્રમાદ કરવો એ અજ્ઞાનતાનું જ સૂચન કરે છે એમ જણાવે છે– जललवचलम्मि विहवे, विजुलयाचंचलम्मि मणुयत्ते । धम्मम्मि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसो ॥ ४६८॥ વૈભવ પાણીના બિંદુની જેમ અસ્થિર છે, મનુષ્યભવ વિદ્યુલતાની જેમ ચંચળ છે. આથી જે ધર્મમાં પ્રમાદ કરે છે તે કાયરપુરુષ છે, સપુરુષ નથી. [૪૬૮] વળી જો તું વિષયવૃતિ આદિ સુખોને ઇચ્છે છે તો પણ ધર્મમાં જ ઉદ્યમ કર એમ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે वरविसयसुहं सोहग्गसंपयं पवररूवजसकित्ती । जइ महसि जीव! निच्चं, ता धम्मे आयरं कुणसु ॥ ४६९॥ હે જીવ! જો તું શ્રેષ્ઠ વિષયસુખ, સૌભાગ્ય, સંપત્તિ, શ્રેષ્ઠ રૂપ-યશ-કીર્તિને ઇચ્છે છે તો સદા ધર્મમાં આદર કર. [૪૬૯] ધર્મ વિના પણ વાંછિતની સિદ્ધિ થશે એમ ન કહેવું. શા કારણથી તેમ ન કહેવું એ વિષે અહીં કહે છે– धम्मेण विणा परिचिंतियाई जइ हुंति कहवि एमेव ।। ता तिहुयणम्मि सयले, न होज इह दुक्खिओ कोई ॥ ४७०॥ જો ચિંતવેલાં કાર્યો ધર્મ વિના એની મેળે જ કોઇપણ રીતે થતા હોય તો અહીં સંપૂર્ણ ત્રણ ભુવનમાં કોણ દુ:ખી હોય? અર્થાત્ કોઈ દુઃખી ન હોય. [૪૭૦]. ધર્મ-અધર્મ નથી એમ ન કહેવું. કારણ કે ધર્મ-અધર્મનું કાર્ય સુખ વગેરે જોવામાં આવે છે, આ પ્રમાણે પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે तुल्लेवि माणुसत्ते, जं के ईह सुहभागिणो जीवा । तं जीवा वतिरित्तं, धम्मं मोत्तुं न संभवइ ॥ ४७१॥ હે જીવો! મનુષ્યભવ સમાન હોવા છતાં અહીં જે કોઈક જ જીવો સુખના ભાગી થાય છે, તેમાં ધર્મને મૂકીને બીજું કોઈ કારણ સંભવતું નથી. [૪૭૧] Page #315 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત ધર્મની સિદ્ધિ પહેલાં જ વિમલયશાના દૃષ્ટાંતમાં વિસ્તારથી કહી છે, આથી અહીં વિસ્તારવામાં આવતી નથી. હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરવા દ્વારા દિષ્ટાંતને બતાવતા ગ્રંથકાર કહે છે ता जइ मणोरहाणवि, अगोयरं उत्तमं फलं महसि ।। ता धणमित्तो व्व दढं, धम्मे च्चिय आयरं कुणसु ॥ ४७२॥ જો તું મનોરથોના પણ વિષય ન બનેલા (=નહિ ચિંતવેલા પણ) ઉત્તમ ફળને ઇચ્છે છે તો ધનમિત્રની જેમ ધર્મમાં જ દઢ આદર કર. વિશેષાર્થ– આ ગાથાનો અક્ષરાર્થ સુગમ જ છે. કથાનક તો કહેવાય છે ધનમિત્રનું દૃષ્ટાંત આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિશ્વમાં વિખ્યાત તથા ઘણી ઋદ્ધિ અને ગુણોથી યુક્ત એવું વિનયપુર નામનું નગર છે. ત્યાં વસુ નામનો શેઠ છે. તેનાં રત્નો જોઇને રોહણપર્વતનું અને સમુદ્રનું રત્નાકરપણું નાનું જણાય છે, અર્થાત્ શેઠની પાસે રહેલા રત્નસમૂહને જોઇને રોહણ પર્વતનો અને સમુદ્રનો રત્નસમૂહ નાનો-ઓછો જણાય છે. તેની ભદ્રા નામની પત્નીથી સેંકડો મનોરથોથી પુત્ર થયો. અવસરે તેનું ધનમિત્ર એવું નામ કર્યું. પછી તેના માતા-પિતા અવસાન પામ્યા. તે બાળક હોવા છતાં તેના પાપોદયના કારણે તેનો સઘળો ય વૈભવ જતો રહ્યો. દુઃખથી મોટા થતા એવા તેનો સ્વજનોએ પણ ત્યાગ કર્યો. ધનરહિત હોવાના કારણે અન્યલોક પણ તેને અવજ્ઞાથી જુએ છે. લગ્ન કરવા માટે તેને કોઈ કન્યા આપતું નથી. તેથી દુઃખી થયેલો તે લજ્જાના કારણે નગરમાંથી નીકળીને એકદિશા તરફ ચાલ્યો. પછી ક્રમે કરીને તે એક મોટી અટવામાં આવ્યો. ધનને મેળવવાના લાખો વિકલ્પોને કરતો તે કયાંક મોટા વૃક્ષની છાયામાં બેઠો. ત્યાં ખેદ પામેલો અને ધનની પ્રાપ્તિમાં વ્યાકુલ બનેલો તે જેટલામાં દિશાઓનું નિરીક્ષણ કરે છે તેટલામાં પલાશ વૃક્ષની શાખામાં અંકુરો ( ફણગો) નીકળેલો જુએ છે. તેણે ખનનવાદ વિષે પૂર્વે જે સાંભળ્યું હતું તે યાદ કરે છે. તે આ પ્રમાણે- ખીર (=દૂધ) વિનાના વૃક્ષમાં જો અંકુરો દેખાય તો તેની નીચે કંઇપણ નિધાન છે એમ તું જાણ. તેમાં પણ બિલાના અને પલાશના વૃક્ષની નીચે અવશ્ય નિધાન હોય. જો અંકુરો સ્થૂલ હોય તો નિધાનમાં ઘણું દ્રવ્ય છે તેમ તું જાણ. જો અંકુરો સૂક્ષ્મ હોય તો નિધાનમાં થોડુંક જ ધનસમૂહ છે તેમ તું જાણ. જો તે અંકુરો રત્નના કિરણોની જેમ પ્રજવલિત થતો હોય તો ઘણા ધનવાળું દ્રવ્ય(=નિધાન) જાણ. જો ઉષ્ણસૂર્યના સંગથી રત્નનાં કિરણોની જેમ પ્રજ્વલિત થતો હોય તો નિધાનમાં અલ્પ જ ધનસમૂહ જાણ. જો અંકુરમાં રાતું ડીટું નીકળ્યું હોય તો નિધાનમાં રત્નો છે તેમ તું જાણ. Page #316 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત-૬૮૯ જો તેમાંથી દૂધ નીકળતું હોય તો ચાંદીનું નિધાન જાણ. જો પીળો રસ નીકળતો હોય તો માટી યુક્ત સુવર્ણનું નિધાન જાણ. જે વૃક્ષમાં અંકુરો વિસ્તારવાળા હોય તે વૃક્ષની નીચે સફેદ દૂધ જેટલા પ્રદેશમાં હોય, તેટલા પ્રદેશમાં નીચે નિધાન છે તેમ તું જાણ. અંકુરો ઉપર પાતળો હોય અને નીચે પહોળો હોય તો તે વૃક્ષની નીચે નિધાન છે. જો અંકુરા આનાથી ઉલટા હોય તો વૃક્ષની નીચે નિધાન નથી તેમ તું જાણ. હવે તુષ્ટ થયેલો ધનમિત્ર જલદી પલાશવૃક્ષની નીચે ગયો. અંકુરને બરોબર જોઇને આની નીચે નિધાન છે એવો નિર્ણય કર્યો. પછી નમો ધરણેન્દ્રાય, નમો ધનવાય, નમો ધનપાનાય એ પ્રમાણે મંત્રને બોલતો તે જેટલામાં તે પ્રદેશને ખોદે છે તેટલામાં અર્ધીક્ષણમાં પોતાના અશુભના ઉદયથી કેવળ અંગારાથી ભરેલા તામ્રના બે કળશોને જુએ છે. હવે ગભરાયેલો તે વિચારે છે કે, અહો! જો મારા પાપનું માહાત્મ્ય! અંકુરના પીળા રસને જોવાથી સુવર્ણ નિશ્ચિત થવા છતાં કેવળ અંગારાઓને જ જોઉં છું. અથવા કાર્યના આરંભો કેટલા કાળ સુધી નિષ્ફળ થશે? તેથી ઉદ્યમ કરું. આમ વિચારીને ખનનવાદના વચનોને યાદ કરીને દ્રવ્યમાં લુબ્ધ તે આગળ પણ ઘણા પ્રકારના પૃથ્વીભાગોને ખોદે છે. પણ કોઇ ઠેકાણે કાણી કોડી પણ પામતો નથી. પછી અતિશય દીન બનેલો તે ધાતુવાદીઓને (=ઔષધિના યોગથી તામ્ર આદિ ધાતુને સુવર્ણ વગેરે રૂપે બનાવી દેનારા કીમીયાગરોને) મળીને ધાતુના બિલોને ધમે છે. ત્યાં પણ પાપના કારણે કેવળ ક્લેશને જ અનુભવે છે. પછી સમુદ્રને પણ તરીને અન્ય દ્વીપોમાં જાય છે. ત્યાં પણ ક્યાંક થોડુંક ધન મેળવે છે. તે ધન પણ સમુદ્રમાં ડૂબી જાય છે. ક્યાંક વારંવાર ધનને ચોરો અપહરણ કરે છે. પછી દુઃખી થયેલો તે ક્યાંક પાખંડીઓની પાસે જાય છે. તે બધા ય પણ તેને કહે છે કે ધર્મથી રહિત જીવોને ફલની પ્રાપ્તિ થતી નથી. તો પણ તે કર્મગુરુતાના કારણે ધર્મમાં મતિને કરતો નથી. હવે સમુદ્રને તરવાનું છોડીને સ્થલમાર્ગે વેપાર કરે છે. ત્યાં પણ પર્વતો, નદીઓ, વૃક્ષો અને વિષમ માર્ગોમાં ભમતો તે ઘણા લાખો દુઃખોને સહીને ક્યારેક કંઇક ધન મેળવે છે. (રપ) તેને પણ કોઇપણ રીતે ચોરો અપહરણ કરે છે. ક્યાંક અગ્નિથી ધન બળી જાય છે. ક્યાંક રાજાઓ ખોટું બહાનું બતાવીને ઝુંટવી લે છે. ત્યાં પણ અતિશય ઘણા પ્રકારોથી મહાન દુ:ખ સહન કરવા છતાં ક્યારેક એક રૂપિયા જેટલું પણ ધન પ્રાપ્ત થતું નથી. કંટાળેલા, ધનની આશાથી વ્યાકુળ થયેલા, અને ગભરાયેલા તેણે તે વેપારને પણ મૂકીને રાજાઓ વગેરેની સેવા શરૂ કરી. ત્યાં પણ શક્તિ પ્રમાણે ભક્તિથી પ્રયત્નપૂર્વક તેમની આરાધના (=સેવા) કરે છે. તો પણ તેના પાપોદયના કારણે તેમને તે આરાધના વિપરીતપણે પરિણમે છે. મેળવેલું પણ કંઇક અલ્પધન કોઇપણ ક્ષણે ગુપ્તપણે જતું રહે છે. આ પ્રમાણે ઘણી રીતે કેવલ ક્લેશને સહન કરવા છતાં અલ્પ પણ ધનથી રહિત તે ભિક્ષાવૃત્તિથી જીવન જીવે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે જ પૃથ્વી ઉપર ભમતો તે ક્યારેક હસ્તિનાપુર નગરમાં આવે છે. જેના પાપો શમી ગયા છે એવો તે ત્યાં સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં ગુણસાગર નામના કેવળજ્ઞાની આચાર્યને જુએ છે. તે આચાર્ય રાજા વગેરે પર્ષદાને વિસ્તારથી ધર્મ કહી રહ્યા છે. પછી ધનમિત્ર આચાર્યને પ્રણામ કરીને ત્યાં જ બેઠો. ધર્મને સાંભળતો તે પ્રત્યેક સમયે ધર્મથી ભાવિત થતો જાય છે. પછી પર્ષદા જતી રહી એટલે સંવેગના કારણે જેની આંખોમાંથી અશ્રુજળનો સમૂહ ટપકી રહ્યો છે એવો તે આચાર્યની પાસે જઈને પૂછે છે કે, હે મુનિવર! અહીં મને બાળપણથી જ સર્વધનનો વિયોગ થઈ ગયો. તેથી ધનનું ઉપાર્જન કરવા માટે મેં જે દુઃખો સહન કર્યા તેને હે મુનીન્દ્ર! તમે જ જાતે જ સ્વજ્ઞાનથી જાણો છો. તેથી આપની પાસે પુનરુક્તિ કરવાનો કોઈ અર્થ નથી. તેથી આમાં શો હેતુ છે તે કહો. હવે આચાર્યશ્રીએ કહ્યું: હે ભદ્ર! સાવધાન થઈને સાંભળ. આ જ ભરતક્ષેત્રમાં વિજયપુર નામનું ઉત્તમ નગર હતું. ત્યાં ગંગદત્ત નામનો રાજપુત્ર હતો. તેની મગધા નામની ગુણોથી પૂર્ણ પત્ની હતી. તે ધર્મનું નામ પણ જાણતો નથી, પોતાનાથી અન્ય નામ પણ જાણતો નથી. ધર્મ કરવામાં પ્રવર્તેલા બીજાઓને પણ વિન કરે છે. વળી– તે સ્વભાવથી ઈર્ષ્યા-મત્સર-અષથી યુક્ત છે. કોઇના એક કોડિ જેટલા પણ લાભને જોવા માટે સમર્થ થતો નથી. વળી જો કોઇ તેના જોતાં જ ક્યાંય પણ ઘણા લાભ મેળવે તો દાહવર વગેરે સતત તેને પકડી લે છે. ઘણા લોકોની લઘુતા મેળવવા માટે (=લઘુતા થાય એ માટે) વિવિધ ઉપાયોને કરે છે. મત્સરના કારણે નિષ્કારણ પણ ઈર્ષારૂપ અગ્નિથી બળે છે. પોતાની બુદ્ધિથી ઉત્પન્ન કરેલા ક્રોડ કુવિકલ્પોથી વ્યાકુળ તે સદાય દુઃખી રહે છે. પિતાના મૃત્યુ પછી તે ઘરનો માલિક થયો. પછી સુંદર નામનો શ્રાવક તેને ક્યાંક મુનિઓની પાસે લઈ ગયો. મુનિઓએ તેમને ધર્મ કહ્યો. પછી કંઈક શ્રાવકના દબાણથી અને કંઈક પોતાના ભાવથી પણ પ્રાણાતિપાત વિરમણ વગેરે કેટલાંક વ્રતોનો (૫૦) અને નિત્ય ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ લઈને અને (અભિગ્રહના પાઠનો) સમ્યક ઉચ્ચારણ કરીને ( ગુરુની પાસે ઉચ્ચરીને) તે ગંગદત્ત ગૃહસ્થ પોતાના ઘરે ગયો. પછી પ્રમાદમાં તત્પર તે કેટલાંક વ્રતોને અતિચારોથી મલિન કરે છે, કેટલાંક વ્રતોને મૂળથી જ ભાંગી નાખે છે. ચૈત્યવંદન કરવાના એક અભિગ્રહને ઘણા પ્રયત્નથી નિત્ય જ દ્રવ્યથી અને ભાવથી પણ પાળે છે. ઇર્ષ્યા અને દ્વેષથી વ્યાકુળ બનેલો તે મત્સરના કારણે પૂર્વના ક્રમ મુજબ જ બીજાઓને લાભમાં ઘણાં વિઘ્નો કરે છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામીને તે ધનમિત્ર તરીકે ઉત્પન્ન થયો, અને તે તું જ છે. વ્રતભંગ વગેરેથી થયેલા પાપકર્મથી તું બાળપણમાં પણ સ્વપિતા, સ્વજન અને વૈભવ વગેરેથી મૂકાયો. પોતાનાથી કરાયેલાં તીવ્ર દુઃખોથી તું ગ્રહણ કરાયો. પણ તેં જે એક ચૈત્યવંદનનો અભિગ્રહ પાળ્યો તેનાથી તને આ કેવલિદર્શન વગેરે કલ્યાણ સંપદા પ્રાપ્ત થઈ. Page #318 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત-૬૯૧ આ પ્રમાણે સાંભળીને સંવેગને પામેલો તે મુનીશ્વરને નમીને વારંવાર પોતાની નિંદા કરતાં કરતાં આ પ્રમાણે કહે છે– હે સ્વામી! જો એમ છે તો પ્રસન્ન થઇને મને તે દુષ્કૃતોથી છોડાવો, અને તેવી રીતે કરો કે જેથી સુકૃતોમાં પ્રવૃત્તિ કરું. હવે કેવળીએ કહ્યું: હે દેવાનુપ્રિય! અહીં આત્મા જ આત્માને પોતે કરેલાં કર્મોથી છોડાવી શકે છે. જે પરોપદેશ છે તેનો તો અહીં માત્ર નિમિત્ત જ જાણવો. તેથી આ પ્રમાણે ભવસ્વરૂપ જણાયે છતે તારી જે ઇચ્છા છે તે પ્રમાણે કર. ધર્મરહિત જીવોના મનોરથો પૂર્ણ થતાં નથી, તેથી અહીં સુખના અર્થીઓએ ધર્મમાં જ યત્ન કરવો જોઇએ. પછી તેણે ગુરુના, દેવના અને ધર્મના પરમાર્થનો નિશ્ચય કરીને સમ્યક્ત્વથી સહિત બારવ્રતોનો સ્વીકાર કર્યો. વળી બીજું-અનાભોગ અને સહસાત્કારને છોડીને ઇર્ષ્યા-દ્વેષ-મત્સરના ભાવોમાં મારે સદાય નિયમ હો! જીવનપર્યંત દિવસના અને રાત્રિના પહેલા પહોરમાં ધર્મને છોડીને બીજી પ્રવૃત્તિ નહિ કરું. ઇત્યાદિ અભિગ્રહો લઇને મુનીન્દ્રને પ્રણામ કર્યા. ત્યારથી જ પોતાને અમૃતથી સિંચાયેલો અને પુણ્યશાળી માનતો તથા અતિશય તુષ્ટ થયેલો તે હસ્તિનાપુર નગરમાં ગયો. ધનમિત્ર સૂર્યોદયના સમયે બગીચામાં જાય છે. ત્યાં પૂજા માટે વૃક્ષોમાંથી વિભાગથી ચૂંટીને સુગંધી પુષ્પો મેળવ્યા. પછી તે પુષ્પોને લાવીને ભક્તિથી જિનપ્રતિમાઓની પૂજા કરે છે. પછી સ્થિરતાથી એકાગ્રચિત્તે ભક્તિથી ચૈત્યવંદન કરે છે. પછી સાધુઓની પાસે પ્રયત્નથી ધર્મ સાંભળે છે. પછી બે પ્રહર પૂરા થાય ત્યાં સુધી નીતિથી તેલ-મીઠું વગેરે વેચે છે. જેટલાથી ભોજન થાય તેટલું ધન મેળવે છે. પછી જેમ જેમ ધર્મમાં સ્થિર થાય છે અને શુભપરિણામ વધે છે તેમ તેમ તે અધિક અધિક ધન મેળવે છે. પૂજા વગેરેમાં ઘણા ધનનો વ્યય કરે છે. હવે તે એક ઘર લે છે. એક શ્રીમંત શ્રાવકે તેને પોતાની કન્યા આપી. તેને પરણીને સદા રાતદિવસ પૂજા-સ્વાધ્યાય વગેરે ધર્મમાં ઉપયોગવાળો તે ત્યાં રહે છે. હવે એક દિવસ તે પોતાની ગોળ અને તેલ વગેરે વસ્તુઓને વેચવા માટે કોઇપણ રીતે એક ગોકુળમાં ગયો. તે જ વખતે તે ગોકુળ બીજા સ્થળે જવા માટે ચાલ્યું. પછી ગોકુળનો અધિપતિ ટોપલીઓ ભરી ભરીને અંગારાઓનો ત્યાગ કરાવે છે. (૭૫) ધનમિત્ર સઘળા અંગારાઓને કેવળ સુવર્ણરૂપે જુએ છે. તેથી વિસ્મય પામેલા તેણે ગોકુળના અધિપતિને પૂછ્યું: હે ગોકુળાધિપતિ! આનો ત્યાગ કેમ કરાવે છે? તેથી તેણે કહ્યું: હે શેઠ! શું કહીએ? આ સોનું છે એમ કહીને માતા-પિતાએ અમને છેતર્યા. તેથી આ અંગારાઓનો ત્યાગ કરાવીએ છીએ. હવે ધનમિત્રે વિચાર્યું કે આ મારી પૂર્વઅવસ્થાની સમાન છે. જેથી તે સુવર્ણને પણ અંગારારૂપે જુએ છે. પછી ધનમિત્રે કહ્યું: ઉચિત મૂલ્ય લઇને આ અંગારા મને આપ. તેથી ગોકુળાધિપતિએ પૂછ્યું: તું શું કરીશ? તેણે કહ્યુંઃ મારે અંગારાઓનું કોઇ ૧. ક્ષળ= અવસર. ધર્મના અવસરને એમ શબ્દાર્થ થાય. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત પણ કામ છે. ગોકુળાધિપતિએ કહ્યું: ગોળની ઘડીના બદલામાં પિતાના આ કિંમતી અંગારા આપું છું. ધનદત્તે તેને તેટલું પણ આપીને અંગારા લીધા. પછી તેણે બાકી રહેલ ગોળ અને મીઠું વગેરે તે જ ગોકુલમાં વેચ્યું. પછી અંગારાઓને પોતાના બળદોની પીઠ ઉપર નાખીને ઘરે જઇને જુએ છે તો ત્રીસ હજાર સોનામહોરો થઈ. પછી તેણે સુવર્ણ વગેરેની દુકાનો ક્રમશઃ માંડી. પોતે સુવર્ણની દુકાનમાં બેસે છે. તે ધનથી તેણે બીજું ઘણું ધન મેળવ્યું. તેથી તેને પણ સ્વપુણ્યથી એવો લોકપ્રવાદ થયો કે આણે સઘળું ય ધન ધર્મપ્રભાવથી મેળવ્યું છે. તે જેમ જેમ ધન મેળવે છે તેમ તેમ ધર્મમાં ઘણાં ધનનો વ્યય કરે છે. તથા ઉપયોગવાળો તે ઘણા આદરથી ધર્મકાર્યો કરે છે. સદા ય અષ્ટમી આદિ પર્વતિથિઓમાં શૂન્યઘર આદિમાં કાયોત્સર્ગમાં રહે છે. દેવ, મનુષ્ય અને તિર્યંચોના ઉપસર્ગોથી ચલિત થતો નથી. આવા વિસ્તારને ધર્મપ્રભાવથી પામ્યો છે એમ તેની કીર્તિ અને લક્ષ્મી પણ સર્વત્ર દૂર સુધી વિસ્તારને પામી. આ તરફ ત્યાં સુમિત્ર નામનો શ્રીમંત શેઠ રહે છે. તે ક્રોડો મૂલ્યવાન રત્નોથી રત્નાવલિ (=રત્નનો હાર) બનાવે છે. આ દરમિયાન એકાંતમાં એકલા બેઠેલા તેની પાસે કોઈ કાર્ય માટે ધનમિત્ર ગયો અને બેઠો. ત્યારબાદ ઉચિત વાર્તાલાપ કરીને કોઈ કારણસર સુમિત્ર ઊભો થઈને ઘરની અંદર ગયો. ફરી પાછો જેટલામાં દ્વાર પાસે આવે છે તેટલામાં રત્નાવલિને જોતો નથી. પછી ખૂબ જ ગભરાયેલા તેણે કહ્યું: મારા વડે જાતે જ પરોવીને મૂકાયેલી રત્નાવલિ અહીં કેમ દેખાતી નથી? અથવા હે ધનમિત્ર! તારા અને મારા સિવાય બીજો કોણ અહીં આવ્યો છે? માટે તું અતિશય રમત ન કર. મારા ઘરની સારભૂત અને અમૂલ્ય રત્નાવલિ મને આપ. હવે ધનમિત્રે વિચાર્યું. અહો! કર્મના વિલાસોને જો, જેથી પાપ ન કર્યું હોવા છતાં આ પ્રમાણે લોકાપવાદો પ્રાપ્ત થાય છે. ઇત્યાદિ વિચારીને તેણે કહ્યું: તું આ સાચું કહે છે. કારણ કે અહીં બીજો કોઈ આવ્યો નથી. રત્નાવલિ પૂર્વે અહીં હતી, હમણાં દેખાતી જ નથી. જેમ તું માત્ર આટલું જાણે છે તેમ હું પણ એટલું જ જાણું છું. માટે જે યુક્ત હોય તે કરો. પછી શેઠે કહ્યું: આવાં વચનોથી તું છૂટી શકતો નથી. રાજકુલમાં પણ વ્યવહાર કરીને (કેસ- કરીને) પણ રત્નાવલિને તારી પાસેથી લઇશ. હવે ધનમિત્રે કહ્યું. અમે શું કહીએ? તેથી અહીં જે યુક્ત હોય તે કર. પછી શેઠે રાજાને ધનમિત્ર ચોર છે એમ કહ્યું. રાજાએ વિચાર્યું કે ધર્મમાં એક તત્પર આનામાં આ ઘટતું નથી એમ હું અને અન્ય પણ લોક જાણે છે. (૧૦૦) આ નિશ્ચયથી આ પ્રમાણે કહે છે. તેથી આ વિગત ધનમિત્રને પૂછું. આ પ્રમાણે વિચારીને રાજાએ ધનમિત્રને બોલાવ્યો. ભોળા (સરળ) ધનમિત્રે જેવું બન્યું હતું તેવું રાજાને કહ્યું. १. कनकस्य प्रसारः आदौ येषां तानि कनकप्रसारादिकानि हट्टानि । Page #320 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ઠત-૬૯૩ વિસ્મયને પામેલા રાજાએ કહ્યું: હે શેઠ! તેથી અહીં શું કરવા યોગ્ય છે? શેઠે કહ્યું છે રાજન! આપ પણ આવાં વચનો ઉપર વિશ્વાસ રાખો છો? જેના હાથમાં કાતર છે એવો અને દેવોનો પણ ગુરુ એવો આ પ્રત્યક્ષ ચોર છે. પછી ધનમિત્રે કહ્યું હે રાજન! નહિ લીધી હોવા છતાં રત્નાવલિ હું તેને આપું છું. પણ “ચોર' એવો શબ્દ પણ જિનેન્દ્રના ધર્મને મલિન કરનારો છે. તેથી અહીં જે દિવ્યથી કહો તે દિવ્યથી હું વિશ્વાસ (=ખાતરી) કરાવું. તેથી રાજાએ શેઠને કહ્યું: આણે સારું કહ્યું. તેથી તું સ્થિર થા. આ કોશને ગ્રહણ કરે છે. શેઠે તે માન્ય કર્યું. રાજાએ દિવસ નક્કી કર્યો. પછી બંને ઊઠીને પોતપોતાના ઘરમાં ગયા. વિશેષથી સધર્મના કાર્યોમાં તત્પર ધનમિત્રનો તે દિવસ આવી ગયો કે જે દિવસે દિવ્ય ગ્રહણ કરવાનું છે. તેથી ધનમિત્રે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેર્યા, પછી જિનપ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી ઉછળતા ઘણા સંવેગથી રોમાંચિત બનેલા તેણે ગંભીર, ઉદાર અને સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી ચૈત્યવંદન કર્યું. પછી નજીકમાં રહેલા દેવોને ઉદેશીને કાર્યોત્સર્ગ કયો. પછી અતિશય પ્રણિધાન કરીને ઉપયોગમાં તત્પર તેણે આ પ્રમાણે કહ્યું: જો મેં કોઈપણ રીતે મનથી પણ રત્નાવલિ ઈચ્છી હોય તો મારી દિવ્યમાં શુદ્ધિ ન થાઓ. હવે જો મેં મનથી પણ રત્નાવલિ ન ઇચ્છી હોય તો દેવો કોઈપણ રીતે તેવું કરે કે જેથી જિનશાસનની ઉન્નતિ થાય. તથા ક્યારે પણ રાજાનું અને શેઠનું પણ પ્રતિકૂલ ન કરે. રાજા આવી ગયો. નગર લોક ભેગો થઈ ગયો. લોઢાની કોશ તપાવાઈ રહી છે. આ સમયે ધનમિત્ર અને શેઠ એ બંને ત્યાં આવી ગયા. તે બંનેને દેવમંદિરની સન્મુખ ઊભા રાખ્યા. પછી કોશને ગ્રહણ કરવા માટે ધનદત્તને ઇચ્છાનુસાર સોગંદ લેવડાવ્યા. તેટલામાં સહસા કોઇપણ રીતે તે જ રત્નાવલિ સુમિત્ર શેઠના ઘડામાંથી પડી. તે રત્નાવલિ સ્વકિરણ સમૂહથી સઘળા ય દિશાચક્રને પ્રકાશિત કરી રહી હતી. તેથી રાજાએ કહ્યું: હે શેઠ! આ શું? આ આશ્ચર્યના કારણે મુગ્ધ શેઠ કોઇપણ ઉત્તર આપી શકતો નથી. પછી રાજાએ ધનમિત્રને પૂછ્યું: અહો! આ શું? ધનમિત્રે કહ્યું: દેવ જાણે. પછી રાજાએ કહ્યું: જે રત્નાવલિ માટે તમારો વિવાદ છે આ તે જ રત્નાવલિ છે કે નહિ? તે કહે. તેણે કહ્યું : આ તે જ રત્નાવલિ જણાય છે. કાર્યોના નિયમબદ્ધ પરમાર્થને સર્વજ્ઞો જાણે છે. શુદ્ર શેઠ તે જ પ્રમાણે પ્રત્યુત્તર આપતો નથી. પછી રાજા તે રત્નાવલિ પોતાના ભંડારીના હાથમાં આપે છે. પછી શુદ્ધ હોવાના કારણે સન્માન કરીને ધનમિત્રને છોડી દે છે. શેઠને અન્ય સ્થાનમાં પોતાના સેવકોને સોંપે છે. પછી રાજા ઘરે ગયો. ધનમિત્ર પણ વાગી રહેલી મોટી દુંદુભિના નાદથી તીર્થની પ્રભાવના કરતો પોતાના ઘરે ગયો. ૧. કોશને ગ્રહણ કરવી એટલે પોતે નિર્દોષ છે એવી પ્રતીતિ કરાવવા માટે તપાવેલી લોઢાની કોશને મુખમાં નાખવી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત પછી બીજા દિવસે રાજાએ સઘળાય નગરલોકને ભેગો કરીને સુમિત્રને પૂછાવ્યું કે આ વૃત્તાંત શો છે તે કહે. નગરલોકે રાજાને જણાવ્યું હે દેવ! સુમિત્ર કહે છે કે અહીં કંઇપણ પરમાર્થને હું જાણતો નથી. તેથી જે યોગ્ય હોય તે કરો. (૧૨૫) હવે વિસ્મય પામેલા રાજાએ અને નગરલોકોએ પણ ઘણી લાખો યુક્તિઓ વિચારી. પણ પરમાર્થ જાણવામાં ન આવ્યો. પછી બધા પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે નગર વિસ્મય પામ્યું. સુધર્મમાં તત્પર ધનમિત્રનો મનોરથો ન કર્યા હોય તેટલો વૈભવ વૃદ્ધિને પામ્યો. ધનમિત્રના ધર્મદાતા તે જ કેવળી ધર્મમિત્રના ચારિત્રનો સમય જાણીને વિહાર કરતા ત્યાં પધાર્યા. તેથી આખું ય નગર અને પરમ હર્ષને પામેલો રાજા પણ મુનિવરને વંદન કરવા માટે સર્વ આડંબરથી ગયો. આ વૃત્તાંત સાંભળીને ધનમિત્ર પણ કુટુંબ સહિત ઘણી ભક્તિથી ત્યાં આવ્યો. રાજાની આજ્ઞાથી શેઠને પણ અહીં લાવવામાં આવ્યો. કેવળીએ પર્ષદાને વિસ્તારથી ધર્મ કહ્યો. પછી અવસરે જ્ઞાનીને પ્રણામ કરીને રાજાએ પૂછ્યું: હે ભગવન્! સુમિત્ર અને ધનમિત્રના વૃત્તાંતમાં જે આશ્ચર્ય થયું તે આપ જાણો જ છો. કિંતુ તેમાં જે પરમાર્થ હોય તે કહો. તેથી મુનીશ્વરે કહ્યું: હે રાજનું! સંસારમાં કર્મને પરવશ બનેલા જીવોનું કંઇપણ આશ્ચર્ય નથી. તેથી તમે સાવધાન થઈને સાંભળો. ધનમિત્ર પૂર્વભવમાં વિજયપુરમાં ગૃહસ્થનો ગંગદત્ત નામનો પુત્ર હતો. ત્યારે તેની બીજીપણ મગધા નામની પત્ની હતી. મોહથી મૂઢ બનેલી તેણે ઇશ્વરવણિકના ઘરમાં પ્રવેશીને તેની પત્ની સંતોષિકાનું લાખમૂલ્યવાળું શ્રેષ્ઠરત્ન કોઇપણ રીતે ચોરીને લઈ લીધું. સંતોષિકાએ આ જાણ્યું. પછી તે કોઈ સમયે ઝૂરવા લાગી. મગધાની પાસે જઈને રત્ન માગે છે. તે કંઇપણ માનતી નથી, અને મુખરપણાથી વિરસ વચનો બોલીને ઘણું લડે છેeઝગડે છે. તેથી સંતોષિકા ગંગદત્ત ગૃહસ્થને ઠપકો આપે છે. તેથી ગંગદત્ત મગધાને પૂછે છે. તેથી વાચાળ મગધાએ ગંગદત્તને કહ્યું: આ જૂઠી ચાલે છે, અર્થાત્ આ જૂઠું બોલે છે. એના જ ઘરના માણસોએ રત્ન ચોર્યું છે. આ મને નિરર્થક જ આળ આપે છે. આ પ્રમાણે તેણે તેના ઘરના માણસોને ખોટું આળ આપ્યું. તેથી પત્ની ઉપર વિશ્વાસવાળો ગંગદત્તગૃહસ્થ પણ વિચાર્યા વિના સહસા તેમાં સંમતિ આપે છે, અને સંતોષિકાને આ પ્રમાણે કહે છેઆ સાચું કહે છે. રત્ન ઘરના માણસોએ લીધું છે. પછી તે સાંભળીને સંતોષિકાએ પણ રત્ન મળવાની આશા છોડી દીધી. આર્તધ્યાનથી અને પરાધીનતાથી દુઃખી થયેલી તેણે કેટલાક દિવસો પસાર કરીને તે જ ખેદથી કોઈપણ રીતે તાપસવ્રત લીધું. પછી અજ્ઞાનતપ કરીને વ્યંતરપણે ઉત્પન્ન થઈ. મગધા પણ વિવિધ તેવા પ્રકારના કર્મો કરીને આ શેઠ થઈ. ગંગદત્ત પણ મરીને અહીં આ ધનમિત્ર થયો છે. રત્નના તે વૃત્તાંતમાં ગુસ્સે થયેલા તે વ્યંતરે શેઠના આઠપુત્રોને ક્રમશઃ મારી Page #322 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત-૬૯૫ નાખ્યા. તેથી રાજાએ શેઠના મુખ તરફ જોયું એટલે શેઠે કહ્યું: હા. પણ તેમના મરણનું કારણ હમણાં જણાયું. હવે મુનિએ કહ્યું: આ રત્નાવલીનું પણ તે જ વ્યંતરે હરણ કર્યું હતું. સ્વપત્ની સંતોષિકાના ઘરના માણસોને ખોટું આળ આપતી હતી ત્યારે વિચારશૂન્ય ધનમિત્રે પણ તેમાં સહસા નિરર્થક સંમતિ આપી હતી. તે કર્મના દોષથી અહીં તેને આળ પ્રાપ્ત થયું. તે જ વ્યંતરે ધનમિત્રનું બીજું પણ ઘણું (અશુભ) ચિંતવ્યું હતું. (૧૫૦) પણ તેણે હમણાં શુભભાવથી નિર્મલ જિનધર્મ કર્યો, એથી તે કર્મો અલ્પ થઈ ગયાં. તેથી તે દેવ કંઇપણ અશુભ કરવા સમર્થ ન થયો. હમણાં પણ જિનપ્રવચનના ભક્ત દેવોએ તે વ્યંતર પાસેથી અહીં રત્નાવલિ મૂકાવી અને જિનશાસનની ઉન્નતિ કરી. પછી વિસ્મય પામેલા રાજાએ કેવળીને પૂછ્યું: હે મુનીન્દ્રા! તે વ્યંતર હજીપણ શેઠનું શું કરશે? પછી મુનિવરે કહ્યું: હે રાજ! તે દેવ શેઠના આ પ્રમાણે વિસ્તારવાળા પણ સઘળાય ધનનું આ રત્નાવલિની સાથે ક્રમશઃ અપહરણ કરશે. આર્તધ્યાન અને પરાધીનતાના કારણે દુઃખને પામેલો શેઠ પણ મરીને ઘણા ભવો સુધી સંસારમાં ભમશે. વ્યંતર જીવ પણ ઘણી રીતે વૈરને કરશે. કેવળીએ આ પ્રમાણે કહ્યું એટલે સંવેગને પામેલા રાજાએ રત્નાવલિ સુમિત્રને અપાવી, પછી દાન આપીને અને જિનમંદિરોમાં વિધિથી પૂજા કરાવીને કેટલાક સામંતો, મંત્રીઓ અને પત્નીઓની સાથે દીક્ષા લીધી. ધનમિત્રે પણ મોટા પુત્રને સ્વકુટુંબમાં (વડિલ તરીકે) સ્થાપીને પત્નીની સાથે વિધિથી દીક્ષા લીધી. ધનમિત્ર અને રાજા ઉગ્રતપ કરીને, દીર્ધકાળ સુધી દીક્ષા પર્યાય પાળીને, રજ અને મલને દૂર કરીને સિદ્ધ થયા. આ પ્રમાણે જેમના મનોરથો પણ ન કર્યા હોય તેવાં પણ સઘળાં સુખો ધર્મથી જ થાય છે. તેથી (સંસારથી) ભય પામેલા જ તમે ધર્મને કરો. [૪૭૨] આ પ્રમાણે ધનમિત્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (પુણ્ય વિના) નિપુણમતિવાળા પણ પુરુષના ઘરમાં સંપત્તિઓ સ્થિરતાને પામતી નથી, ગુણી પુરુષમાં પણ સ્ત્રીઓ પણ વિશ્વાસ કરતી નથી. માટે તે લોકો! અહીં બધી જ રીતે આત્મહિતકર અને સ્વર્ગ-મોક્ષનાં સુખોનું કારણ એવા એક ધર્મને જ કરો. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ધર્મસ્થિરતા રૂપ પ્રતિકાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ધર્મસ્થિરતારૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૧. રજ=બંધાતા કર્મો. મલ=બંધાયેલાં કર્મો. ઉ. ૨૧ ભા.૨ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમાધિમરણની દુર્લભતા પરિજ્ઞાનહાર હવે પરિજ્ઞાન' દ્વાર કહેવાય છે. તેમાં પરિજ્ઞાન એટલે પરિજ્ઞા. પરિજ્ઞા જ્ઞાનથી અને ફલથી એમ બે પ્રકારે છે. તેમાં વસ્તુઓના હેયપણાનું અને ઉપાદેયપણાનું (આ વસ્તુ હેય છે અને આ વસ્તુ ઉપાદેય છે એમ વસ્તુઓના હેયપણાનું અને ઉપાદેયપણાનું) જ્ઞાન તે જ્ઞાનથી પરિજ્ઞા છે. વિરતિની આરાધના તે ફલથી પરિજ્ઞા છે. કેમ કે “જ્ઞાનનું ફલ વિરતિ છે” એવું વચન છે. વિરતિની આરાધના પણ પર્યાયના પાલનકાળે થનારી અને અંત સમયે થનારી એમ બે પ્રકારે છે. તેમાં અંત સમયની આરાધનાને આશ્રયીને પૂર્વોક્ત ગ્રંથની સાથે સંબંધવાળા ઉપદેશને કહે છે इय सव्वगुणविसुद्धं, दीहं परिवालिऊण परियायं । तत्तो कुणंति धीरा, अंते आराहणं जम्हा ॥ ४७३॥ આ પ્રમાણે સર્વગુણોથી વિશુદ્ધ એવા દીક્ષા પર્યાયને ઘણા કાળ સુધી પાળ્યા પછી ધીરપુરુષો અંતે આરાધનાને કરે છે. વિશેષાર્થ- પૂર્વોક્ત પ્રકારના ધર્મસ્થિરતા સુધીના સઘળાય ગુણોથી વિશુદ્ધ એવા દીક્ષાપર્યાયને ઘણા કાળ સુધી પાળ્યા પછી હવે મારું મરણ નજીકમાં છે એમ જાણીને અંતસમયે મહાસત્ત્વવંત તીર્થકરો અને ગણધરો વગેરે સંલેખનાપૂર્વક પાદપપગમન આદિ રૂપ આરાધનાને કરે છે. આથી ધર્મસ્થિરતા સુધીના લારોને કહીને તેમના અંતે પરિજ્ઞાનદ્વારનું કથન કર્યું છે. ધીરપુરુષો અંતે આરાધના શા માટે કરે છે તેના જવાબમાં અહીં કહે છે- કારણ કે આગમમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૭૩] આગમમાં શું કહ્યું છે તે કહે છેसुचिरंपि तवो तवियं, चिन्नं चरणं सुयं च बहु पढियं । अंते विराहयन्ता, अणंतसंसारिणो भणिया ॥ ४७४॥ લાંબા કાળ સુધી તપ કર્યો હોય, ચારિત્ર પાળ્યું હોય, ઘણું શ્રુત ભર્યું હોય, આમ છતાં અંતસમયે વિરાધના કરનારાઓને આગમમાં અનંતસંસારી કહ્યા છે. [૪૭૪] Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) અંતસમયે સમાધિમરણ દુર્લભ છે એમ જણાવે છે– काले सुपत्तदाणं, चरणं सुगुरूण बोहिलाभं च । अंते समाहिमरणं, अभव्वजीवा न पावंति ॥ ४७५ ॥ અવસરે સુપાત્રદાન, સુગુરુઓનું ચારિત્ર, બોધિલાભ અને અંતે સમાધિમરણ અભવ્યજીવો પામતા નથી. પરિજ્ઞાન દ્વાર] [સમાધિમરણની દુર્લભતા-૬૯૭ વિશેષાર્થ– અભવ્યના ઉપલક્ષણથી દૂરભવ્યો પણ સમાધિમરણને પામતા નથી. [૪૭૫] હવે પ્રસ્તુત મરણના જ સ્વરૂપને કહે છે– सपरक्कमेयरं पुण, मरणं दुविहं जिणेहिं निद्दिट्ठे । પિ ય સુવિદ્, નિાયાયં સવાયાયં ॥ ૪૭૬ ॥ જિનોએ સપરાક્રમ અને અપરાક્રમ એમ બે પ્રકારનું મરણ કહ્યું છે. તે બેમાં પણ પ્રત્યેક મરણ નિર્વ્યાઘાત અને સવ્યાઘાત એમ બે પ્રકારનું કહ્યું છે. વિશેષાર્થ- સપરાક્રમ– અપરાક્રમ– પરાક્રમ એટલે વીર્ય. ભિક્ષાચર્યા માટે જવું, અન્યગણમાં સંક્રમણ કરવું ઇત્યાદિ જે વીર્ય તે વીર્યથી યુક્ત મરણ તે સપરાક્રમ મરણ. સપરાક્રમથી વિપરીત અપરાક્રમ મરણ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– જે સાધુ વગેરે અન્યગણમાં સંક્રમણ કરવા માટે (=જવા માટે) સમર્થ છે અને ભિક્ષાચર્યા માટે જવું વગેરે શક્તિથી યુક્ત છે તે સાધુ વગે૨ે જે મરણને સ્વીકારે તે સપરાક્રમ મરણ છે. યથોક્ત બલથી રહિતનું અપરાક્રમ મરણ છે. સવ્યાઘાત– નિર્વ્યાઘાત–રોગપીડા, સર્પદંશ, દાવાનલ, વ્યાઘ્રભક્ષણ, વિદ્યુત્પાત અને શસ્ત્રઘાત વગેરે વ્યાઘાત (=વિઘ્ન) ઉપસ્થિત થતાં જે મરણ સ્વીકારવામાં આવે તે સવ્યાધાત કહેવાય છે. આવું મરણ જો સપરાક્રમવાળાનું હોય તો સપરાક્રમસવ્યાઘાત કહેવાય છે અને અપરાક્રમવાળાનું હોય તો અપરાક્રમસવ્યાઘાત કહેવાય છે. જે સાધુ વગેરે પૂર્વોક્ત રોગપીડા વગેરે વ્યાઘાતના અભાવમાં પણ એટલે કે સ્વસ્થ અવસ્થામાં પણ જે મરણ સ્વીકારે તે સપરાક્રમવાળા અને અપરાક્રમવાળા એ બંનેય પ્રકારના સાધુ વગેરેનું નિર્માઘાત મરણ કહેવાય છે. [૪૭૬] તેમાં સપરાક્રમ મરણના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે— सपरक्कमं तु तहियं, निव्वाघायं तहेव वाघायं । जीयकप्पम्मि य भणियं, इमेहिं दारेहिं नायव्वं ॥ ४७७॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરગચ્છમાં સંલેખના કરવાનું કારણ સપરાક્રમ અને અપરાક્રમ એ બે પ્રકારના મરણમાં નિર્વાઘાત અને વ્યાઘાત સપરાક્રમ મરણ જીતકલ્પભાષ્યમાં હવે પછી તુરત કહેવાશે તે દ્વારોથી જે રીતે કહેવું છે તે રીતે જાણવું. [૪૭૭]. તે જ કારોને કહે છે– सगणनिसिरणा परगण, सिई संलेह अगीत संविग्गे । एगाभोगण अन्ने, अणपुच्छ परिच्छया लोए ॥ ४७८ ॥ ठाणवसहीपसत्थे, निजवगा दव्वदायणे चरिमे । हाणिपरितन्तनिज्जरसंथारुव्वत्तणाईणि ॥ ४७९॥ सारेऊण य कवयं, निव्वाघाएण चिंधकरणं च । वाघाए जायणया, भत्तपरिणाएँ कायव्वा ॥ ४८०॥ ૧. સ્વગણનિસર્જન, ૨. પરગણ પ્રવેશ, ૩ શ્રેણિ, ૪. સંલેખના, ૫ અગીતાર્થ, ૬ સંવિન, ૭ એક, ૮. આભોગન, ૯ અન્ય, ૧૦ અનાપૃચ્છા ૧૧. પરીક્ષા, ૧૨. આલોચના, ૧૩. પ્રશસ્તસ્થાન, ૧૪. પ્રશસ્તવસતિ ૧૫ નિર્યાપક, ૧૬. દ્રવ્યદાયણા, ૧૭. હાનિ, ૧૮. અપરિતાન્ત, ૧૯. નિર્જરા, ૨૦. સંસારક, ૨૧. ઉદ્વર્તનાદિ, ૨૨. કવચ, ૨૩. ચિહ્નકરણ, ૨૪. યાચના આ પ્રમાણે ૨૪ ધારો છે. ૧-૨. સ્વગણનિસર્જન-પરગણપ્રવેશ- અહીં ભક્તપ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા આચાર્ય વગેરેએ સૂત્રોક્ત ગુણોથી યુક્ત અન્યગણની પ્રાપ્તિ થતી હોય તો સૂત્રોક્ત વિધિથી સ્વગણમાંથી નિર્ગમ કરવો જોઇએ, અર્થાત્ સ્વગણમાંથી નીકળી જવું જોઇએ, અને પરગણમાં વિધિથી સંક્રમણ કરવું જોઈએ, અર્થાત્ પરગણમાં પ્રવેશ કરવો જોઇએ. પ્રશ્ન- અંતિમ આરાધના કરવાની ઇચ્છાવાળાએ શા માટે સ્વગચ્છને છોડી દેવો જોઇએ? અને શા માટે પરગચ્છનો આશ્રય લેવો જોઈએ? ઉત્તર- જો આચાર્ય વગેરે સ્વગચ્છમાં રહીને સંલેખના કરે તો જેમણે શરીરની સંખના કરી છે તેવા અને પરલોકમાં જવા માટે પ્રસ્થાન કરનારા આચાર્ય વગેરેને જોઇને સાધુઓ વગેરે સદન અને આક્રન્દન વગેરે કરે. તેથી તે આચાર્ય વગેરેને કરુણા ઉત્પન્ન થાય, અને તેથી ધ્યાનમાં વિઘ્ન થાય. વળી બીજું- સંલેખના કરનારે જે આચાર્યને સ્વપદે સ્થાપિત કર્યા હોય તે આચાર્ય કેટલાકને સંમત હોય અને કેટલાકને સંમત ન હોય. તેથી તેના સંબંધમાં અને ઉપકરણ આદિના સંબંધમાં કલહ કરતા સાધુઓને જોઈને તેને અસમાધિ Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંલેખનાનો વિધિ-૬૯૯ ઉત્પન્ન થાય. ગણમાં અતિપરિચય થઈ ગયો હોવાથી (કેટલાક સાધુઓ) તેવા પ્રકારની આજ્ઞાનું પાલન ન પણ કરે. પરગણમાં તો આગંતુક હોવાથી પ્રાયઃ આજ્ઞાનું પાલન કરે. ઇત્યાદિ કારણસમૂહ શાસ્ત્રરૂપ સાગરમાંથી જાણી લેવો. ૩. શ્રેણિ- શ્રેણિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. તેમાં દ્રવ્યથી શ્રેણિ પણ અધોગતિ હેતુ અને ઊર્ધ્વગતિ હેતુ એમ બે પ્રકારની છે. તેમાં ભોંયરા વગેરેમાં પ્રવેશ કરવા માટે લાકડા(વગેરેની) નીસરણી દ્રવ્યઅધોગતિ હેતુ શ્રેણિ છે. માળ વગેરે ઉપર ચઢવા માટે લાકડા(વગેરે)ની નીસરણી દ્રવ્ય ઊર્ધ્વગતિ હેતુ શ્રેણિ છે. ભાવથી શ્રેણિ પણ બે પ્રકારની છે. તે આ પ્રમાણે એક નરક વગેરે અધોગતિનું કારણ એવી અપ્રશસ્ત અધ્યવસાયોની શ્રેણિ અને બીજી સ્વર્ગ વગેરે ઊર્ધ્વગતિનું કારણ એવી પ્રશસ્ત અધ્યવસાયોની શ્રેણિ. તેમાં મુમુક્ષુઓએ સદાય પ્રશસ્ત અધ્યવસાયની પરંપરારૂપ ભાવશ્રેણિનો જ સ્વીકાર કરવો જોઈએ. અંતિમ આરાધના સમયે તો વિશેષથી જ આવી ભાવશ્રેણિનો સ્વીકાર કરવો જોઈએ. આથી અહીં શ્રેણિદ્વારનો ઉલ્લેખ કર્યો છે. ૪. સંલેખના- સંલેખના એટલે શરીર વગેરેને પાતળું કરવું. સંલેખના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. છમાસની સંલેખના જઘન્ય, એક વર્ષની મધ્યમ અને બાર વર્ષની ઉત્કૃષ્ટ છે. બાર વર્ષની સંખના આ પ્રમાણે છે– (૧) પહેલા ચાર વર્ષ સુધી ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસ વગેરે તપ કરે. પારણામાં વિગઈ લે કે ન પણ લે. એટલે તેમાં વિગઇનો નિયમ નથી. (૨) બીજા ચાર વર્ષ તે જ પ્રમાણે વિવિધ જ તપ કરે. પારણામાં તો સર્વથા વિગઈનો ત્યાગ કરીને સ્નિગ્ધ ન હોય તેવો આહાર વાપરે. (૩) બીજા બે વર્ષ સુધી એકાંતરે આયંબિલ કરે, એટલે કે એક ઉપવાસ કરીને આયંબિલથી પારણું કરે, ફરી ઉપવાસ કરીને આયંબિલથી જ પારણું કરે. (૪) અગિયારમાં વર્ષો પહેલા છમાસ સુધી અતિવિકૃષ્ટ (=અતિગાઢ) તપ ન કરે, અર્થાત્ ઉપવાસ કે છઠ્ઠ કરે, પણ અટ્ટમ વગેરે ન કરે, પારણે તો (પરિમિત=) કંઈક ઊણોદરી કરવાપૂર્વક આયંબિલ કરે, (૫) પછીના છમાસ સુધી વિકૃષ્ટતપ કરે, એટલે કે અટ્ટમ, ચાર ઉપવાસ વગેરે તપ કરે. પારણે તો ઊણોદરી વિના આયંબિલ કરે, અર્થાત્ પેટ ભરીને વાપરે, (૬) બારમા વર્ષે કોટિસહિત તપ કરે, અર્થાત્ દરરોજ આયંબિલ કરે. બારમા વર્ષે ઉપવાસ કરીને આયંબિલથી પારણું કરે, ફરી ઉપવાસ કરીને આયંબલિથી પારણું ઇત્યાદિ પણ મતાંતરો છે. બારમા વર્ષે ભોજન કરતા તે મહાત્મા દરરોજ અધિક અધિક ઊણોદરી તેવી રીતે કરે કે જેથી છેલ્લે એક કોળિયા જેટલો આહાર કરે. તેમાંથી પણ એક-બે વગેરે દાણા જેટલો આહાર દરરોજ ઘટાડતા જાય, કે જેથી છેલ્લે કેવળ એક જ દાણા જેટલો આહાર કરે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦-પરિશાન ધાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંલેખનાનો વિધિ વળી બીજું- બારમા વર્ષે છેલ્લા ચાર માસ સુધી એકાંતરે પારણાના દિવસોમાં મુખમાં તેલનો કોગળો ધારણ કરે. પછી તેલના એ કોગળાને કફની કુંડીમાં રહેલી રાખમાં નાખીને મુખને ઉષ્ણ પાણીથી શુદ્ધ કરે. જો મુખમાં તેલનો કોગળો ધારણ કરવાની વિધિ ન કરાવવામાં આવે તો વાયુથી મુખ બંધ થઈ જવાનો સંભવ છે. જો એમ થાય તો અંતસમયે નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સંલેખનાના અનુસારે જઘન્ય ને મધ્યમ પણ સંલેખના કરવી. સંખનાના અંતે ભક્ત પ્રત્યાખ્યાન આદિ ત્રણ પ્રકારના મરણમાંથી કોઈ એક મરણને સ્વીકારે. સંલેખના દ્વાર પૂર્ણ થયું. ૫ અગીતાર્થ- અગીતાર્થોની પાસે અનશન ન સ્વીકારવું. અગીતાર્થો અનશન કરનારને ભૂખ-તરસ વગેરેથી પીડાતો જોઈને સૂત્રમાં કહેલી યતનાથી સેવા ન કરે, કિંતુ સહસા જ છોડી દે. વળી બીજું– અનશની પીવા આદિ માટે પાણી વગેરે રાતે માગે તો તે અગીતાર્થો કાન બંધ કરીને કહે કે, આહ! પાપ શાંત થાઓ. તું ધર્મવાસનાથી રહિત અસાધુ છે, કે જેથી રાતે આ માગે છે. તેથી આર્તધ્યાનમાં પડેલો અનશની વ્રતને પણ છોડી દે, મિથ્યાત્વને પામે, અથવા મરીને તિર્યંચ આદિમાં ઉત્પન્ન થાય. વ્યંતર વગેરેમાં ઉત્પન્ન થયેલો તેમનો ઉપઘાત કરવા પ્રવર્તે. ઇત્યાદિ બીજું પણ સમજી લેવું. અગીતાર્થો વડે છોડી દેવાયેલા અનશનીને જોઈને ગીતાર્થો તો આશ્વાસન આપીને સ્થિર કરે, સમાધિ ઉત્પન્ન કરે, તેથી અનશનીને સુગતિગામી કરે, ઇત્યાદિ જલદી જાણીને ગીતાર્થની પાસે જ અનશન કરવું જોઇએ. અગીતાર્થ દ્વાર પૂર્ણ થયું. ૬. સંવિગ્ન- ગીતાર્થ પણ જે સંવિગ્ન હોય તેની પાસે અનશન સ્વીકારવું, શિથિલની પાસે નહિ. શિથિલ આહાર, ઔષધ અને પથ્ય વગેરે આધાકર્મી લાવીને આપે. તેના પરિભોગમાં મનુષ્યભવ આદિ ચાર અંગો વ્યર્થ થવાનો પ્રસંગ આવે. વળી બીજું– અસંવિગ્ન યશ અને કીર્તિનો કામી હોવાથી અનશનની લોકમાં પ્રસિદ્ધિ કરે. તેથી લોક પુષ્પોને લાવવા વગેરે આરંભ કરે. ઇત્યાદિ દોષો સ્વયં વિચારવા. સંવિગ્ન દ્વાર પૂર્ણ થયું. ૭. એક– ગીતાર્થ અને સંવિગ્ન પણ એક નિર્યાપક ન કરવો, કિંતુ હવે કહેવાશે તેટલી સંખ્યાવાળા અનેક નિર્યાપક કરવા. १. चत्तारि परमङ्गाणि दुल्लहाणि य जंतुणो । माणुसत्तं सुई सद्धा संजमंमि य वीरियं ॥ મનુષ્યભવ, જિનવાણીશ્રવણ, સમ્યગ્દર્શન અને સંયમમાં વીર્યને ફોરવવું એ ચાર મોક્ષનાં મુખ્ય અંગો સાધનો છે, અને અતિશય દુર્લભ છે. ૨. નિર્યાપક એટલે સેવા કરનાર કે આરાધના કરાવનાર. Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ-૭૦૧ પ્રશ્ન- એક નિર્યાપક કરવામાં શો દોષ છે? ઉત્તર- તે એકલો અનશનીની પાસે અગીતાર્થ એવા નૂતન દીક્ષિત વગેરેને મૂકીને જ્યારે પાણી વગેરે લેવા માટે જાય ત્યારે જો તે અનશની તે અગીતાર્થોની પાસે આહાર વગેરે માગે, તો જેનું પચ્ચકખાણ કર્યું હોય તે ફરી પણ ખાવું ન કલ્પે એમ વિચારીને તેને તે ન આપે. આહાર વગેરે ન આપવાથી પૂર્વે કહેલા જ આર્તધ્યાન વગેરે દોષો થાય, હવે જો કોઈપણ રીતે આહાર વગેરે આપે તો પણ તેઓ વિપરિણામ પામે. તે આ પ્રમાણેઅહો! આ પચ્ચકખાણ માત્ર છુપાવવા રૂપ છે, અર્થાત્ આ પચ્ચકખાણ સાચું નથી. કેમકે પચ્ચકખાણ કરવા છતાં ફરી પણ ખવાય છે. એમનાં હિંસા વગેરેનાં પચ્ચકખાણો પણ આવાં જ છે. ઇત્યાદિ દોષો કહેવા. એક દ્વાર પૂર્ણ થયું. ૮. આભોગન- આભોગન એટલે આભોગ. આભોગ એટલે વિશિષ્ટજ્ઞાન આદિમાં ઉપયોગ મૂકવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- સાધુ વગેરે અનશન કરવા માટે તૈયાર થાય ત્યારે આચાર્ય સ્વયં અતીન્દ્રિયજ્ઞાનમાં ઉપયોગ મૂકવો જોઇએ. તે આ પ્રમાણે આ ઇચ્છિત કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ નગર વગેરે સ્થાનમાં અશિવ અને પરચક્ર વગેરે ઉપદ્રવ થશે કે નહિ? અનશન કરનાર આ પોતાની પ્રતિજ્ઞાના પારને પામશે કે નહિ? આના આયુષ્યની સમાપ્તિ અમુક દિવસે થશે ઇત્યાદિ. હવે જો આચાર્યને પોતાને એ જ્ઞાન ન હોય તો અન્ય જાણનારાઓને પુછે. તેના અભાવમાં મંત્રનું સામર્થ્ય વગેરેથી અંગૂઠો, તલવાર, આરીસો અને ભીંત વગેરેમાં ઉતારેલા દેવતાઓને પૂછવું. તેના અભાવમાં શુકનનો ( શુભાશુભ સૂચક નિમિત્તનો) અભિપ્રાય લેવો. તે આ પ્રમાણે શુકન' સર્પ, ઉંદર, કૃમિ, કીડો, કીડી, ગિરોળી, વીંછી, ઘી, ઊધઇ, બિલાડીનો ટોપ, માંકડ, જૂ, પોપટ, કક્કડિયા (= જીવવિશેષ), કરોળિયો, ભ્રમરી, ઘરમાં રહેલા ધાન્યના કીડા, આ બધા જીવો કારણ વિના ખૂબ વધી જાય, મીઠું, લેપ, ફોડલા અને વિશિષ્ટ વ્રણ (ચાંદા) કારણ વિના વધી જાય, તો ઉદ્વેગ, કલહ, વ્યાકુળતા, ધનનાશ, વ્યાધિ, મરણ, સંકટ, ઉચ્ચાટન, વિદેશગમન, ઘરમાં શૂન્યતા ( મનુષ્યોનો અભાવ) વગેરે જલદી થાય. હવે જો કોઈપણ રીતે જ્યારે પણ ક્યાંય પણ સુખે સૂતેલાના વાળસમૂહને કાગડો ચાંચથી ચૂંટે (ખેંચ) તો મરણ પ્રાપ્ત થયું સમજવું. કાગડો જેનાં વાહન, શસ્ત્ર, પગરખાં, છત્ર અને (શરીરની) છાયા ઉપર નિઃશંકપણે વિષ્ઠા કરે તો તે પણ મરણને પામે. આંસુથી પૂર્ણ આંખવાળા બળદો જો પગોથી પૃથ્વીને ખૂબ ખોદે તો તેના સ્વામીનું કેવળ ૧. અહીં શુકન વગેરેના અર્થો માત્ર શબ્દાર્થને વિચારીને લખ્યા છે. પરમાર્થથી તો એની સમજ એ વિષયના નિષ્ણાત પાસેથી જાણી શકાય. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૭૦ર-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાનો પ્રકારો રોગ થાય એમ નહિ, કિંતુ મરણ પણ થાય. આ પ્રમાણે સારી અવસ્થાવાળા (=નિરોગી)ને આશ્રયીને શુકનના સ્વરૂપનું કંઈક પ્રકાશન કર્યું. હવે વ્યાધિથી થયેલી વ્યાકુલતાને આશ્રયીને શુકનના સ્વરૂપને કહું છું, તે તમે સાંભળો. જો વ્યાધિવાળા મનુષ્યની પીઠ ઉપર કાગડો રહે તો તે નિયમા એક દિવસમાં મરે. જો કૂતરો છાતીમાં ચાટે તો બે દિવસ જીવે, અને પૂછડાને વાળે તો ત્રણ દિવસ જીવે, એમ શ્વાનશકુન શાસ્ત્રવડે નિવેદન કરાયું છે. જો કૂતરો નિમિત્ત કાળે સર્વઅંગોને સંકોચીને સુવે તો રોગીને તત્પણે પ્રાણ વગરનો થયેલો જાણો. જો કૂતરો બે કાનને હલાવીને પછી અગને હલાવી ધ્રુજે તો રોગી મૃત્યુ પામે. ઇન્દ્ર પણ રક્ષણ કરવા સમર્થ ન થાય. રડતો, લીલાથી સૂતેલો, ઝંપા લગાવીને અને આંખો મીંચીને અંગને મરડતો કૂતરો યમપુરીમાં લઈ જાય છે. કાગ વગેરે પક્ષીઓનો સમૂહ જો બિમારના ઘર ઉપર ત્રણ સંધ્યાઓમાં ભેગો મળેલો દેખાય તો જીવ મૃત્યુ પામે એમ તું જાણ. જેના સુવાના ઘરમાં અથવા રસોડામાં કાગડાઓ ચામડું, દોરી, વાળ કે હાડકાં મૂકે તે પણ જલદી મરશે. પરમ પવિત્ર થયેલો મનુષ્ય દેવ-ગુરુને પ્રણામ કરીને શુભદિવસે અટવી અને ઘર વગેરેમાં ઇત્યાદિ શકુનને જુએ. છાયા અથવા છાયાના જ્ઞાનથી આયુષ્યનું સ્વરૂપ જાણવું. તે આ પ્રમાણે- તડકો, અરીસો અને પાણી આદિમાં શરીરમાંથી આકૃતિ, પ્રમાણ અને વર્ણ આદિથી જે પડછાયો પડે તે પ્રતિછાયા છે. જેની પ્રતિચ્છાયા સહસા છેદાયેલી, ભેદાયેલી કે વ્યાકુળ હોય અથવા આકૃતિ, પ્રમાણ અને વર્ણથી ન્યૂન કે અધિક હોય, અથવા જેના કંઠમાં દોરડી જેવા આકારે પ્રતિષ્ઠિત થયેલી હોય તે જલદી યમના ઘરે જશે એમ જણાય છે. વધારે શું કહેવું? જે પાણી વગેરેમાં પ્રતિચ્છાયાને મસ્તક વિનાની કે ઘણા મસ્તકવાળી જુએ છે, અથવા સ્વાભાવિક છાયાથી વિલક્ષણ છાયાને જુએ છે, તે અલ્પ આયુષ્યવાળો છે એમ જણાય છે. જેની છાયા ન દેખાય તે દશ દિવસ સુધી જીવે. જો બે છાયા દેખાય તો બે જ દિવસ સુધી જીવે. અથવા ઉપયોગવાળો, અત્યંત પવિત્ર થયેલો, સ્થિર મનોવિજ્ઞાનને ધારણ કરનાર અને સ્થિરચિત્તવાળો એવો નિમિત્ત શાસ્ત્રનો જાણકાર પુરુષ પ્રસ્તુત શુભઅશુભને જાણવા માટે સૂર્યોદય પછી અંતર્મુહૂર્ત જેટલો દિવસ થયો હોય ત્યારે સૂર્યબિંબને પાછળ રાખીને છાયા પુરુષને (=પડછાયાને) જુએ. તેમાં જો છાયાપુરુષને અક્ષત અને અંગો વિકૃત ન થયા હોય તેવો જુએ તો સદા કુશળ થાય. જો તેના પગો ન દેખાય તો વિદેશમાં જવાનું થાય. બે સાથળ ન જુએ તો રોગ થાય. ગુહ્ય ભાગને જુએ તો ચોક્કસ પત્ની મરણ પામે. ઉદર ન દેખાય તો ધનનો નાશ થાય. છાતી ન દેખાય તો મૃત્યુ થાય. જમણો-ડાબો હાથ ન દેખાય, બાહુઓમાં માંસ ન દેખાય, મસ્તક ન દેખાય Page #330 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાના પ્રકારો-૭૦૩ તો છમાસમાં મરણ થાય, એમ તું જાણ. સર્વ અંગો ન દેખાય તો જલદી મરણ થાય તેમ તું જાણ. આ પ્રમાણે છાયાપુરુષ દ્વારા મરણકાલ જાણવો. નાડી અથવા નાડીના સંચારથી આયુષ્યના કાળનું અનુમાન કરી શકાય. તે આ પ્રમાણે નાડીના જાણકારો સામાન્યથી નાડી ઈડા, પિંગલા અને સુષુમ્મા એમ ત્રણ પ્રકારની કહે છે. જે નાડી ડાબી નાસિકાથી વહે તે ઇડા, જમણી નાસિકાથી વહે તે પિંગલા, બંને નાસિકાથી વહે તે સુષુમ્મા, એમ પરમજ્ઞાનીઓએ કહ્યું છે. જેનું મુખ બંધ છે, આંખો બંધ છે, અને જે સઘળા વ્યાપારોથી મુક્ત છે, જે આવી અવસ્થાને પામેલો છે તે જ્ઞાની લક્ષ્યને સ્પષ્ટ પ્રાપ્ત કરે છે. ઈડા અને પિંગલા નાડી અઢી ઘડી સુધી વહે છે. સુષુમ્મા નાડી માત્ર ક્ષણવાર વહે છે. અહીં ડાબી તરફ વહેતી વાડીને ચંદ્રનાડી અને જમણી તરફ વહેતી નાડીને સૂર્યનાડી કહે છે. હવે નાડીના અનુસાર મરણનું જ્ઞાન કહીશ. આયુષ્યની પૃચ્છાના સમયે જો શ્વાસ (=વાયુ) અંદર પ્રવેશતો હોય તો જીવનને જાણ, અને જો નીકળતો હોય તો શ્રી તીર્થંકરોએ મરણ કહ્યું છે. જો ઉત્તરાયણથી આરંભીને પાંચ દિવસ સુધી એક સરખી જ સૂર્યનાડી વહેતી હોય તો ત્રણ વર્ષ જ જીવે. એ પ્રમાણે સૂર્યનાડી પાંચ દિવસ પછી જેમ જેમ એક સરખી જ વહેતી હોય તેમ તેમ તે જીવ અલ્પ આયુષ્યવાળો થાય. તેત્રીસ દિવસ સુધી સતત વહે તો એક જ દિવસ જીવે. અહીં પ્રાસંગિક પણ કહું છુંકોઈપણ સમયે જો સૂર્યનાડી આખોય દિવસ વહે તો ઘરમાં કોઈક ઉત્પાતને કહે છે, બે દિવસો સુધી વહે તો ગોત્રભયને કહે છે, ચૌદ દિવસ સુધી વહે તો દેશના નાશને કહે છે. આ બધું જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ચંદ્રનાડી અંગે પણ જાણવું. નિમિત્ત વળી બીજું- આંખોની ચામડી કાળી થઈ જાય, સહસા ચિત્ત વ્યગ્ર થઇ જાય, ધ્રાણેન્દ્રિય પટુ હોય તો પણ બૂઝાયેલા દીપકની ગંધ ન જાણે, દિવ્ય શબ્દો સાંભળે, ગરમીમાં પણ ઠંડીનો અનુભવ થાય, ઈત્યાદિ પ્રકૃતિનો વિપર્યાસ( ફેરફાર) નજીક મરણને સૂચવે છે. (રપ) નિમિત્ત વિના પણ ફરવાની, ઊભા રહેવાની, બેસવાની અને સૂવાની ભૂમિમાં દુર્ગધ આવે, જ્યાલા તેને બાળે કે ટુકડા કરે, આકાશમાં કરુણ આક્રન્દન પૂર્વક શબ્દો કરવા વગેરે વિકાર સહસા સંભળાય, તો છમાસમાં મરણ થાય. (ઘરમાં) કૂતરાઓ વડે હાડકાં (વગેરે) મૃતકના અવયવોનો પ્રવેશ કરાવાય તો નક્કી મરણ થાય. જે બે ચંદ્રને જુએ, અથવા જેને જીભના અગ્રભાગે નિમિત્ત વિના પૂર્વે ન જોયો હોય તેવો કાળો બિંદુ દેખાય તે એક માસ સુધી જીવે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાના પ્રકારો સ્વપ્ન જો સ્વપ્નમાં વિકરાલદૃષ્ટિવાળી વાંદરી કોઈપણ રીતે આલિંગન કરે, તથા માંસ, 'કેશ અને નખ કપાય તો જલદી મરણ થાય. સ્વપ્નમાં પોતાના શરીરને તેલવાળી રાખથી લેપાયેલો જુએ, કેશોને ફરફર થતા જુએ, વસ્ત્રરહિત જુએ, નાચતો, હસતો કે ગાતો જુએ તો નક્કી કરે. સ્વપ્નમાં ઊંટ કે ગધેડાથી યુક્ત વાહન ઉપર એકલો ચઢે, અથવા તેવા વાહનમાં રહેલો જ જાગે, તો મરણ નજીકમાં છે. જો સ્વપ્નમાં ગુપ્ત રહીને કાળાં વસ્ત્રોવાળી કે કાળા વિલેપનવાળી સ્ત્રીને જુએ, અથવા જાગતો પણ ખરાબ સ્વપ્નને જુએ તો મરે. સ્વપ્નમાં (તેલ વગેરે) સ્નિગ્ધ વસ્તુને, દારૂને કે ચરબીને પીએ, પાણીમાં ડૂબે, સડેલી તલપાપડી ખાય, ચંદ્ર-સૂર્યનું ગ્રહણ થાય, ચંદ્રસૂર્યનું પતન થાય, પિશાચનો, ચંડાલનો કે સ્ત્રીનો સંગ થાય, પથ્થર અને કાંટાવાળી અટવીમાં નેતરની સોટીઓનું ભવન જુએ, ખાડામાં, શ્મશાનમાં, રાખમાં કે ધૂળમાં સુવે કે પડે, પાણીમાં કે કાદવમાં ખૂંપી જાય, લક્ષ્મી, ડોક, અને કાનને જુએ, કોઇ વસ્તુનું હરણ થતું જુએ, લાલ પુષ્પમાળા, વિલેપન, વરને વિભૂષા કરવી, નૃત્ય, ગીત, વાજિંત્ર, વિવાહ કરવો, ખાદ્ય પદાર્થ, પક્વાન્ન વગેરે દ્રવ્યોને ખાય, ઊલટી, ઝાડા, સોનામહોર અને લોઢા આદિની પ્રાપ્તિ, હાથ, પગ અને ચામડીનો છેદ, વેલડીના વિસ્તારથી અને છાલથી સર્વ અંગોમાં વીંટળાવું, કલહ, બંધ, પરાજય, દાંત અને દીપક આદિનું પડવું, વાહનોનો નાશ, માતા-પિતા વગેરે લોકથી તિરસ્કાર, ગાઢ અંધકારમાં પ્રવેશ થાય, પર્વત, વૃક્ષ અને મહેલ ઉપરથી પડવું, માછલાંઓ ગળી જાય, જે સ્વસ્થ હોવા છતાં સ્વપ્નમાં આ બધું જુએ તે મરણ પામે કે કષ્ટને પામે, ગ્લાન હોય તો નક્કી મરે. દષ્ટ (=જોવાથી થયેલું), શ્રત(=સાંભળવાથી થયેલું), અનુભૂત(=અનુભવથી થયેલું), વાયુ વગેરે દોષથી થયેલું, ચિંતિત (=વિચાર કરવાથી થયેલું), દિવ્ય(=દેવના પ્રભાવથી થયેલું), અને કર્મજનિત (=કર્મના ઉદયથી થયેલું) એમ સ્વપ્નના સાત પ્રકાર કહ્યા છે. તેમાં પહેલા પાંચ પ્રકારના સ્વપ્ન નિષ્ફલ કહ્યાં છે. છેલ્લા બે શુભ-અશુભના સૂચક જાણવા. તેમાં જે સ્વપ્ન અતિશય લાંબું હોય, અતિશય ટૂંકુ હોય, જોયા પછી ભૂલાઈ ગયું હોય, અતિશય વહેલી રાતે (ત્રીજા પ્રહરમાં) જોયું હોય, તે સ્વપ્ન લાંબા કાળે ફળ આપે છે, અને તુચ્છ ફળ આપે છે, જે સ્વપ્ન અતિશય પ્રભાતે જોયું હોય તે સ્વપ્ન તે જ દિવસે ફળ આપે છે અને મોટું ફળ આપે છે એમ બીજાઓ કહે છે. રાત્રિના પહેલા, બીજા, ત્રીજા અને છેલ્લા પ્રહરમાં આવેલું સ્વપ્ન અનુક્રમે એક વર્ષ, ત્રણ મહિનામાં, બે મહિનામાં અને તુરત ફળ આપે છે. પહેલાં અશુભ સ્વપ્નને જોઈને પછી શુભ સ્વપ્નને જુએ છે તેને શુભસ્વપ્ન ફળ આપે છે. પહેલાં શુભ સ્વપ્નને જોઇને પછી અશુભ સ્વપ્નને જુએ છે તેને અશુભ સ્વપ્ન ફળ આપે છે. જિનેશ્વરોની પૂજાથી, નમસ્કારમંત્રના સ્મરણથી, તપ, નિયમ અને દાનથી અશુભ પણ સ્વપ્ન મંદફાવાળું થાય છે. ૧. પ્રતમાં ઢોલ શબ્દના સ્થાને છે શબ્દ હોવો જોઈએ એવી સંભાવનાથી કેશ અર્થ કર્યો છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાના પ્રકારો-૭૦૫ રિષ્ટ (અમંગલ) જમણા હાથથી મજબૂત દબાવેલી ડાબા હાથની આંગળીઓનાં પર્વો જેના લાલ ન દેખાય તેનું મરણ જલદી જાણ. મુખ, શરીર કે વ્રણ (શત) વગેરેમાં જેને વિના કારણે અતિ ઈષ્ટ કે અતિ અનિષ્ટ ગંધ ઉછળે તે પણ જલદી મરશે. ગરમ પણ શરીરમાં જેને નિમિત્ત વિના સહસા જ ઠંડીનો અનુભવ થાય, ઘૂંક પાણીમાં ડૂબી જાય, વાણીનો નાશ થાય(=બોલી ન શકે), (૫૦) કાદવવાળા પાણી આદિ વસ્તુઓમાં વનખંડના કમળોના મસ્તકોને ન જુએ, દિવસે પણ સૂર્ય વગેરેને ન જુએ અને તારાઓને જુએ, સંભાવના ન હોય ત્યારે પણ ઇન્દ્રધનુષ્ય અને વિજળીને જુએ, ગર્જારવ સાંભળે, દેવવિમાનો વગેરેને જુએ, વાજિંત્રોના અવાજને સાંભળે, શરીરમાં ઘણી માખીઓ વળગે, પીઠની પાછળ ઘણી માખીઓ ભમે, સતત વૈદ્યના ઔષધ ઉપર દ્વેષ થાય. ભાજન ભાંગે. બે હાથોથી (હાથોના અંગૂઠાથી) કાનનાં છિદ્રોને ઢાંક્યાં પછી પોતાના કાનમાં (અંદરના) અવાજને ન સાંભળે, ઇત્યાદિ રિષ્ટોથી મૃત્યુ નજીક છે એમ સુબુદ્ધિમાનોએ જાણવું. એ પ્રમાણે બીજા પણ પ્રકારોથી અનશન સંબંધી વિચારણા કરવી. હવે અતીન્દ્રિય અર્થનું તેવા પ્રકારનું કંઈ જ્ઞાન નથી તો એને વર્ષાઋતુમાં અનશન કરાવવું. તે વખતે રાજાઓ સ્વસ્થાને રહેલા હોય છે. તેથી પ્રાયઃ વિરુદ્ધરાજ્યનો(=લડાઈ વગેરેનો) સંભવ ન હોવાથી નગર વગેરે સ્વસ્થ હોય છે. આ પ્રમાણે આભોગન દ્વાર કહ્યું. ૯. અન્ય- અનશન સ્વીકારવા માટે બીજો સાધુ આવે ત્યારે એ અંગે જે વિધિ છે તે કહેવો જોઈએ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જો એક સમયે બે સાધુ અનશન માટે ઉપસ્થિત થાય ત્યારે એક સંખનાને કરે અને બીજો અનશન કરાવાય. હવે જો ત્રીજો વગેરે પણ જો ઉપસ્થિત થાય તો તેને યોગ્ય નિર્ધામક વગેરે સામગ્રી હોય તો સ્વીકાર કરે, અન્યથા આર્તધ્યાન આદિનો સંભવ હોવાથી નિષેધ કરે. સ્વીકાર કરાયેલ જે અનશની રહેલો છે તે જો કોઈપણ રીતે પ્રત્યાખ્યાનથી ભગ્ન થાય અને તે લોકમાં અનશનનો સ્વીકાર કર્યો છે એમ જણાયેલો અને જોવાયેલો હોય તો જે સંખના કરી રહ્યો છે તેને જ તેના સ્થાનમાં જલદી બેસાડવો, અને અંદર પડદો બાંધવો. જેમણે પૂર્વે તેને જાણ્યો અને જોયો હોય તેઓ વંદન કરવા માટે આવે તો તેમને તે (=અનશન ભાંગનાર) ન બતાવવો, અને કહેવું કે બારણા આગળ રહીને જ વંદન કરો. ઈત્યાદિ વ્યવસ્થા આગમમાં કહેલી છે. અન્યદ્વાર પૂર્ણ થયું. ૧૦. અનાપૃચ્છા- જે સ્વગણને પૂછ્યા વિના સહસા જ અનશન માટે ઉદ્યત થયો હોય તેનો આચાર્ય સ્વીકાર ન કરવો. કારણ કે ગચ્છને અને તેને ઘણી અસમાધિ થવાનો પ્રસંગ આવે. આ (=અસમાધિ થાય એ) પ્રસિદ્ધ જ છે. ૧૧. પરીક્ષા- આચાર્યું અને ગચ્છના સાધુઓએ અનશન માટે આવેલાની Page #333 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ પરીક્ષા કરવી જોઇએ કે આ સ્વપ્રતિજ્ઞાના નિર્વાહનું કારણ એવા ઇંદ્રિયજય આદિ ગુણોથી યુક્ત છે કે નહિ? આગંતુકે પણ તે સાધુઓની પરીક્ષા કરવી જોઈએ કે આ સાધુઓને જિનવચન પરિણમ્યું છે કે નહિ? તે આ પ્રમાણે અનશન કરવાની ઇચ્છાવાળો સાધુ આવીને તુરત જ તેમને કહે કે, કલમી ડાંગરનો ભાત અને દૂધ વગેરે અમુક અમુક વસ્તુ મારા ભોજન માટે તમે લઈ આવો. તેથી અહો! જિતેન્દ્રિય આ સાધુ અનશન માટે આવેલો છે ઇત્યાદિ ઉલ્લંઠ વચનો કહીને જો તે સાધુઓ હસે કે ગુસ્સે થાય તો, આ સાધુઓને જિનવચન પરિણમ્યું નથી, એથી મને સમાધિ ઉત્પન્ન કરનારા નહિ થાય એમ જાણીને તેમનો ત્યાગ કરવો. હવે જો “અમે ઈચ્છીએ છીએ” એમ કહીને તેનો સ્વીકાર કરે તો જિનવચન પરિણમ્યું હોવાથી તેમનો સ્વીકાર કરવો. કલમી ચોખાના ભાત વગેરે લઈ આવે ત્યારે “અહો! આ સુંદર છે, હું ભોજન કરું” આ પ્રમાણે આસક્તિપૂર્વક ભોજન કરવાનું શરૂ કરે તો “તું જ્યારે આહારમાં આસક્તિનો ત્યાગ કરીશ ત્યારે અનશનને યોગ્ય થઇશ” ઇત્યાદિ કહીને સાધુઓએ પણ જિતેન્દ્રિય ન હોવાથી આગંતુકનો ત્યાગ કરવો. હવે જો તે “પૂર્વે ગ્રહણ કરેલા આહારોથી હું તુપ્ત થયો નથી, તો હમણાં આ તુચ્છ આહારમાત્રથી શું તૃપ્તિને પામીશ? તેથી જો કે મેં કોઇપણ રીતે આ આહાર મંગાવ્યો છે તો પણ નહિ વાપરું” ઇત્યાદિ કહે તો યોગ્ય હોવાથી તેનો સ્વીકાર કરવો. આચાર્યે પણ આગંતુક “શરીરને કૃશ કર્યું છે' એમ પ્રત્યક્ષ દેખાતો હોવા છતાં પરીક્ષા માટે આ પ્રમાણે તેને કહેવું- “હે દેવાનુપ્રિય! તેં સંખના સમ્યક્ કરી છે કે નહિ?” તેથી જો ગુસ્સાથી આંગળીને વાળીને કહે કે, “હે આચાર્ય! જુઓ, હમણાં આ શરીરમાં માંસ-લોહી વગેરે કંઈક = બહુ જ અલ્પ દેખાય છે. અંત! આવા શરીરવાળા પણ મને મેં સંખના કરી છે એમ જાણતા નથી? જેથી આ પ્રમાણે પૂછો છો? તેથી આચાર્ય તેને કહે કે, બીજાથી શું? ભાવસંલેખના જ કરવી જોઈએ. તે સંલેખના તે હજી પણ કરી નથી. કેમ કે પરમશત્રુ એવા ક્રોધની આ પ્રમાણે સંલેખના કરી નથી. ઇત્યાદિ કહેવાયેલો તે જો દોષના સ્વીકારપૂર્વક સમ્યક્ મિચ્છા મિ દુક્કડે આપીને ખમાવે તો તેનો સ્વીકાર કરવો. બીજાઓએ પરીક્ષા કરવી એ દ્વાર પૂર્ણ થયું. ૧૨. આલોચના અનશન સ્વીકારવાના સમયે દીક્ષા ગ્રહણથી આરંભી અહીં સુધીની આલોચના વિશેષથી સમ્યક્ કરવી જોઈએ. આલોચના કર્યો છતે જે ગુણો થાય, આલોચના ન કરવામાં જે દોષો થાય, આલોચના લેવાનો વિધિ વગેરે બધું પૂર્વે આલોચના દ્વારમાં કહેલું જાણવું. ૧૩. પ્રશસ્ત સ્થાન– પ્રશસ્ત સ્થાનમાં અનશનનો વિધિ કરાવવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જ્યાં નજીકમાં ગીત-નૃત્ય વગેરે ન થતાં હોય, જ્યાં કલાલ, ઘાંચી, ધોબી, ઝિંપક Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ-૭૦૭ ( કપડા છાપવાનું કામ કરનારા), અંત્યજ, પ્રચંડ બાળકોની શાળા વગેરે નજીકમાં ન હોય, જ્યાં રાજમાર્ગ અને પ્રસિદ્ધિને પામેલ યક્ષ-મંદિર વગેરે નજીકમાં ન હોય, ત્યાં અનશનવિધિ કરાવવો. જ્યાં ઉદ્યાન અને પાણી વગેરે નજીકમાં હોય તે સ્થાનનો ત્યાગ કરવો. કારણ કે ત્યાં ધ્યાનમાં વ્યાઘાત, જુગુપ્સા અને શુદ્રઉપદ્રવ વગેરે દોષોનો સંભવ છે. ૧૪. પ્રશસ્તવસતિ– એવા સ્થાનમાં પણ ઉદ્ગમાદિ દોષોથી રહિત, અને પ્રશસ્ત ચતુઃશાલ કે ત્રિશાલ એવી મોટી બે વસતિ ગ્રહણ કરવી. તેમાં એક વસતિમાં અનશનીને રાખવો અને બીજીમાં સાધુઓ ભોજનાદિની ક્રિયા કરે. જો અનશની અને સાધુઓનું ભોજન એક જ વસતિમાં હોય તો ભોજનની ગંધ આદિથી અનશનીને ભોજનની ઇચ્છા થાય, અનશનીની સમાધિ માટે અનશનીને અપાતા ભોજનને અપરિણત વગેરે સાધુઓ જુએ, ઈત્યાદિ ઘણા દોષોનો સંભવ છે. ૧૫. નિર્યાપક– પાસસ્થાપણું અને અવસપણે ઈત્યાદિ દોષોથી દુષ્ટ અને અગીતાર્થ નિર્યાપકો ન કરવા, કિંતુ તે કાળે જેમ ઉચિત હોય તેમ ગીતાર્થપણું વગેરે ગુણોથી યુક્ત ગીતાર્થો કરવા. અડતાલીશ નિર્યાપકો કરવા. તે આ પ્રમાણે- અનશનીનું ઉદ્વર્તન (Rપડખું ફેરવવું વગેરે) કરનારા ૪, અંદરના દ્વાર પાસે બેસનારા ૪, સંથારો કરનારા ૪, અનશની વસ્તુ સ્વરૂપનો જાણકાર હોવા છતાં તે અનશનીને જ ધર્મકથા કહેનારા ૪, વાદીઓ ૪, આગળના (=બહારના) દ્વારની પાસે રહેનારા ૪, અનશનીને પ્રાયોગ્ય ભોજન લાવવાની યોગ્યતાવાળા ૪, પાણી લાવનારા ૪, ચંડિલ પરઠવનારા ૪, માત્રુ પરઠવનારા ૪, બહાર ધર્મકથા કહેનારા ૪, શુદ્ર ઉપદ્રવોનું નિવારણ કરવા માટે ચારેય દિશામાં પ્રત્યેક દિશામાં એક એક સહસ્રોધી મહામલ્લ ૪, આમ બાર સ્થાનોમાં પ્રત્યેક સ્થાનમાં ચાર એમ બધા મળીને અડતાલીશ થાય. બીજાઓ તો અંડિલ-માત્રુ પરઠવનારા ભેગા ચાર કહે છે અને દિશાઓમાં પ્રત્યેક દિશાઓમાં બે બે એમ આઠ મહાયોધાઓ માને છે, એમ કુલ અડતાલીસ નિર્યાપકો જણાવે છે. હવે જો આટલા નિર્યાપકો ન મળે તો એક એક ઓછો કરતાં છેલ્લે બે નિર્યાપકો અવશ્ય કરવા. તેમાં એક આહાર-પાણી લાવવા માટે ફરે. બીજો અનશનીની જ પાસે રહે. આ પ્રમાણે નિર્યાપક દ્વાર પૂર્ણ થયું. ૧૬. દ્રવ્યદાયણા- મરણ કાળે (=અનશન સ્વીકારવાના સમયે) અનશનીને (ઉત્કૃષ્ટ) દ્રવ્યો બતાવે. મરણકાળે મરવાની ઇચ્છાવાળાને પ્રાય: ભોજનની ઈચ્છા ઉછળે છેઃ વધે છે. આથી તેને સમાધિ ઉત્પન્ન કરવા માટે દહીં, દૂધ, ઘી, પક્વાન્ન, ભાત, દાળ અને શાક વગેરે બધાંય દ્રવ્યો પ્રત્યેક થોડાં થોડાં બતાવે. તેને જે દ્રવ્યો ગમે તે દ્રવ્યો વિશેષથી બતાવે. જો તે દ્રવ્યો નિર્દોષ ન મળે તો પંચકપરિહાનિ દ્વારા દોષિત દ્રવ્યો પણ બતાવે. - શય ૧. જેમાં સામસામે ચાર મકાન (ઓરડા) હોય તે ચતુઃશાલ, અને ત્રણ મકાન હોય તે ત્રિશાલ વસતિ કહેવાય છે. ૨. મુદ્રિત પ્રતમાં પ્રેસદોષ આદિના કારણે પાણી લાવનાર ચારનો ઉલ્લેખ રહી ગયો છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ 9૮-પારેશન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ પ્રશ્ન- લાવેલાં દ્રવ્યોને જો તે વાપરે તો શો લાભ થાય? ઉત્તર– તેની આહારતૃષ્ણાનો વિચ્છેદ થાય. આહારતૃષ્ણાનો વિચ્છેદ થતાં સ્વસ્થ, વૈરાગ્યને પામેલો અને આહારના અસારતા વગેરે સ્વરૂપને વિચારો તે સુખપૂર્વક જ આહારનો ત્યાગ કરે. અન્યથા આર્તધ્યાન વગેરે દોષો થાય. આ પ્રમાણે દ્રવ્યદાયણા દ્વાર પૂર્ણ થયું. ૧૭. હાનિ– જો તે લાવેલું વાપરે તો બીજા દિવસે થોડું ઓછું લાવે, અને તેને જે પ્રિય હોય તેનાથી વિપરીત બીજું કંઇપણ લાવે. પ્રિય માગનારને “તને જે પ્રિય છે તે આજે મળ્યું નથી એમ ઉત્તર આપે, અને આહારની આસક્તિનો નાશ કરે તેવી દેશના આપે. ત્રીજા દિવસે પણ આ જ વિધિ છે. પણ બીજા દિવસ કરતાં ઓછું લાવે. ત્યાર બાદ સર્વથા જ કંઈ પણ ન લાવે, અને દેશના વગેરેથી પ્રતિબોધ પમાડે. હવે જો પરિણામ ભાંગી ગયો હોવાથી આસક્ત તે પ્રતિબોધ ન પામે તો પૂર્વે જ અન્ય (પરીક્ષા) દ્વારમાં નિશ્ચિત કરેલા વિધિનો આશ્રય લે. ૧૮. અપરિતાન્ત- નિર્જરાના અર્થી એવા સેવા કરનારાઓએ કંટાળ્યા વિના શક્તિ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે અનશનીનાં સર્વકાર્યો કરવા. ૧૯. નિર્જરા અનશનીની અને સેવા કરનારાઓની સમક્ષ ગુરુએ કર્મનિર્જરાની પ્રરૂપણા કરવી. જેમ કે कम्ममसंखिजभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्म वि जोगे, सज्झायम्मी विसेसेण ॥ “કોઇપણ યોગમાં(=મોક્ષ સાધક અનુષ્ઠાનમાં) રહેલો જીવ પ્રત્યેક સમયે અસંખ્યભવમાં બાંધેલાં કર્મોને ખપાવે છે, પણ સ્વાધ્યાયરૂપ યોગમાં વિશેષ કર્મો ખપાવે છે.” એ પ્રમાણે કાયોત્સર્ગ (? ઉત્તમાર્થ) અને વૈયાવૃત્યના આલાવાથી આ પ્રમાણે જ બે ગાથા કહેવી. તેથી ગાથા આ પ્રમાણે થાય कम्मसंखिजभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्मि वि जोगे, विसेसओ उत्तिमट्ठम्मि ॥ કોઇપણ યોગમાં રહેલો જીવ પ્રત્યેક સમયે અસંખ્યભવોમાં બાંધેલાં કર્મોને ખપાવે છે, પણ ઉત્તમાર્થ (=અનશન)રૂપ યોગમાં વિશેષ કર્મો ખપાવે છે.” ( આ પ્રમાણે તીર્થકરોએ અનશનરૂપ ઉત્તમાર્થને બધા યોગોથી અધિક નિર્જરાનો હેતુ કહ્યો છે. આથી ઉદ્યત થયેલા સાધકોએ સારી રીતે જ ઉત્તમાર્થ કરવો જોઇએ. ૨૦. સંસ્તારક- સંથારાનો વિધિ કહેવો જોઇએ. તેમાં ભૂમિ ઉપર કે નહિ તૂટેલા શિલાતલ ઉપર ઉત્તરપટ્ટાથી સહિત સંથારો પાથરે, ત્યાં બેઠેલો કે સૂતેલો સ્વસમાધિથી રહે. હવે જો આ પ્રમાણે રહેવા માટે સમર્થ ન થાય તો એક વગેરેની વૃદ્ધિ કરીને બે વગેરે કપડા પાથરે, યાવત્ પીઠભંગ આદિની વેદનામાં બીજી રીતે સમાધિ ન રહે તો તળાઈ પણ પાથરે. ૨૧. ઉદ્વર્તનાદિ– અહીં ગતિ શબ્દથી પરાવર્તન અને પવન માટે બહાર લઈ જવા Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ-૭૦૯ વગેરે લેવું. આ ઉદ્વર્તન(=પડખું ફેરવવું) વગેરે કોમળ હાથવાળા, સ્થિર, ગંભીર, સમર્થ અને કૃતયોગી સાધુઓની પાસેથી કરાવે. પહેલાં તો જો શક્તિ હોય તો પાણી વગેરે લાવવા માટે જાતે જ જાય. પછી ઉપાશ્રયમાં રહેલો જ ફરવા આદિની ક્રિયાઓ જાતે જ કરે. તેવી શક્તિ ન હોય ત્યારે હમણાં જેમનું સ્વરૂપ કહ્યું છે તેવા સાધુઓ બેસેલાને ફેરવે. પછી સૂતેલાને પણ ફેરવે. તથા સંથારામાં રહેલા તેને સમાધિ ઉત્પન્ન કરવા માટે દેશના કરે. ૨૨. ક્વચ- ક્વચ એટલે અંગરક્ષક. જેવી રીતે કવચને ધારણ કરવાથી બાણ અને ભાલા વગેરેના પ્રહારોને ગણકારે નહિ, તેમ અનશની સમાધિ માટે કંઈક આહાર ગ્રહણ કર્યું છતે પ્રહારસમાન ક્ષુધા-પિપાસા અને અરતિ વગેરે પરીષહોને ગણકારે નહિ, અર્થાત્ પરાજિત કરે. તેથી સારણા કરીને કવચ સમાન આહાર માત્ર સમાધિ ઉત્પન્ન કરવા માટે અનશનીને આપે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- આહારનું પ્રત્યાખ્યાન કર્યું હોવા છતાં પરીષહથી પીડાયેલો અનશની કોઈપણ રીતે આહારની માગણી કરે તો તે કોઇક રીતે શત્રુદેવતાથી અધિષ્ઠિત થઈને માગણી ન કરે એ માટે પરીક્ષા કરવા માટે પહેલાં તેની સારણા કરે. તે આ પ્રમાણે- તું કોણ છે? ગીતાર્થ છે? હમણાં દિવસ છે કે રાત? ઇત્યાદિ પૂછે. આ પ્રમાણે સારણા કર્યું છતે જો આ પ્રસ્તુત (=સાચું) કહે તો જણાય કે આ દેવતાથી અધિષ્ઠિત નથી, કિંતુ પરીષહથી પીડાયેલો છે. આમ જાણીને સમાધિને ઉત્પન્ન કરવા માટે કંઈક આહાર આપે. તેથી તેના બળથી પરીષહરૂપ સૈન્યને જીતીને મરણને સારી રીતે આરાધે. ર૩. ચિત્ર- કાળધર્મ પામેલા સાધુને ચિહ્ન કરવું. ચિહ્ન શરીરથી અને ઉપકરણથી એમ બે પ્રકારે છે. તેમાં શરીરથી ચિહ્નમાં ભક્તનું પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળાનો પહેલાં જ લોચ કરે. ઉપકરણથી ચિહ્નમાં કાલધર્મ પામેલાની પણ પાસે મુહપત્તિ, રજોહરણ અને ચોલપટ્ટો એ ઉપકરણને અવશ્ય મૂકે. જેથી દેવલોકમાં પણ ગયેલો તે સાધુનું રૂપ જોઈને સમ્યકત્વને સ્વીકારે. અન્યથા 'સૌરાષ્ટ્રના શ્રાવકની જેમ મિથ્યાત્વને પામવાનો સંભવ રહે. બીજું– અગ્નિ (=અગ્નિદાહ આપ્યા) વિના પરઠવવામાં ચોરોએ આ કોઇકને ગળું મરડવું વગેરે રીતે મારી નાખ્યો છે એવી શંકાથી ગામના માણસોને રાજનિગ્રહ વગેરે દોષો થાય. ૨૪. વ્યાઘાત- અનશનના ભંગરૂપ વ્યાઘાતમાં યાચના કરે, એટલે કે સંલેખના કરવા માટે પ્રવૃત્ત થયેલા બીજાની પૂર્વોક્ત વિધિથી તેના(=અનશન ભાંગનારના) સ્થાને બેસાડવા માટે માગણી કરે. હવે જો તેવો કોઈ નથી તો શાસ્ત્રોક્ત વિધિ અહીં જાણવો. (જો પ્રસિદ્ધ થયો હોય તો બીજાઓની સાથે બીજા સ્થળે મોકલવો વગેરે.) આ બધું ભક્ત પ્રત્યાખ્યાનરૂપ મરણમાં (=અનશનમાં) જાણવું. પાદપોપગમન અને ૧. કૃતયોગી એટલે ગીતાર્થ. ૨. સૌરાષ્ટ્રના શ્રાવકનો આ પ્રસંગ નવપદ પ્રકરણ વગેરે ગ્રંથોમાં છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦૫રિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંડિતમરણું માહાભ્ય ઇગિત મરણનો અન્ય સ્થાને કહેલો વિધિ જાણવો, અને તે વિધિ પ્રસિદ્ધ છે. આ ત્રણ મરણોનો વિષયવિભાગ (કોણ કયા પચ્ચકખાણથી મરે તે) આ પ્રમાણે છે-“સર્વ સાધ્વીઓ, પ્રથમ સંઘયણ સિવાયના સાધુઓ અને સર્વદેશવિરતિધરો ભક્તપ્રત્યાખ્યાનથી મૃત્યુ પામે છે.” (આનાથી એ સિદ્ધ થયું કે પ્રથમ સંઘયણવાળા સાધુઓ ત્રણેય પ્રત્યાખ્યાનથી મૃત્યુ પામી શકે છે.) આ પ્રમાણે ત્રણ ગાથાનો અર્થ છે. [૪૭૮-૪૭૯-૪૮૦] બંને પ્રકારનું સપરાક્રમ મરણ કહ્યું. હવે બંને પ્રકારના અપરાક્રમ મરણને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે अपरक्कमु बलहीणो, निव्वाघाएण कुणइ गच्छम्मि । वाघाओ रोगविसाइएहिं तह विज्जुमाईहिं ॥ ४८१॥ બલહીન અપરાક્રમી સાધુ વગેરે નિર્વાઘાતમાં ગચ્છમાં અનશન કરે. રોગ-વિષ આદિથી અને વિજળી આદિથી વ્યાઘાત થાય છે. વિશેષાર્થ- જે બળહીન છે, અર્થાત્ અન્ય ગચ્છમાં જવા માટે અસમર્થ છે, તે સ્વગચ્છમાં પણ અનશન સ્વીકારે, અન્ય ગચ્છમાં ન જાય. હવે જાતે જ વ્યાઘાતના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છેરોગ-વિષ આદિથી અને વિજળી આદિથી વ્યાઘાત થાય છે. તેમાં જે રોગ આશ્કારી ન હોય, એટલે કે જલદી મૃત્યુ થાય તેવો ન હોય તે રોગમાં જે હજીપણ બળથી યુક્ત હોય તે પરગચ્છમાં પણ જાય. બલહીન તો સ્વગચ્છમાં પણ રહે. ક્ષણમાત્રમાં નાશ કરે તેવા આશકારી ભૂલ વગેરે રોગ અને વિજળી- વાઘ વગેરેનો ભય થાય ત્યારે જ્યાં રહેલો હોય ત્યાં જ અનશન સ્વીકારે. [૪૮૧] હવે પંડિતમરણના જ માહાભ્યની પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે– एकं पंडियमरणं, छिंदइ जाईसयाइं बहुयाइं । एक्कंपि बालमरणं, कुणइ अणंताई दुक्खाइं ॥ ४८२॥ એક પંડિતમરણ ઘણા સેંકડો જન્મોનો નાશ કરે છે. એકપણ બાલમરણ અનંત દુઃખોને કરે છે. [૪૮૨] ૧. શાસ્ત્રમાં પંડિતપંડિત, પંડિત, બાલપંડિત, બાલ અને બાલબાલ એમ મરણના પાંચ પ્રકાર જણાવ્યાં છે. તેમાં પહેલું જિનેશ્વરોને, બીજું સાધુઓને, ત્રીજું દેશવિરતિધરોને, ચોથું સમ્યગ્દષ્ટિઓને અને પાંચમું મિથ્યાષ્ટિઓને હોય છે. અથવા મતાંતરે કેવળીને પંડિતપંડિત મરણ હોય, ભક્તપરિજ્ઞાદિ પંડિતમરણ મુનિઓને હોય, દેશવિરતિધર અને અવિરતિસમ્યગ્દષ્ટિને બાલપંડિત મરણ હોય, તથા ઉપશમવાળા મિથ્યાષ્ટિને બાલમરણ હોય, કષાયથી કલુષિત અને દૃઢ આભિગ્રહિક મિથ્યાત્વીને બાલબાલ મરણ હોય. અથવા પાંચમાં પહેલાં ત્રણ મરણો પંડિતમરણો છે, અને છેલ્લાં બે મરણો બાલમરણો છે. તેમાં પહેલાં ત્રણ સમ્યગ્દષ્ટિને અને છેલ્લાં બે મિથ્યાદષ્ટિને હોય. (સંવેગરંગશાળા) Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંડિત મરણનું માહાભ્ય-૭૧૧ પંડિતમરણનો સ્વીકાર કર્યો છતે ધીરતા જ કરવી જોઇએ, વિહળતા ન કરવી જોઈએ. શા માટે? એ વિષે યુક્તિને કહે છે धीरेणऽवि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं ।। तो निच्छियम्मि मरणे, वरं खु धीरत्तणे मरिउं ॥ ४८३॥ ધીરપુરુષે પણ અવશ્ય કરવાનું છે, કાયરપુરુષે પણ અવશ્ય કરવાનું છે. તેથી મરણ નિશ્ચિત હોવાથી ધીરપણામાં મરવું એ શ્રેષ્ઠ છે. [૪૮૩] પાદપોપગમન વગેરે પંડિતમરણથી મરેલા જીવો ક્યાં જાય તે કહે છેपाओवगमणइंगिणिभत्तपरिणाइविबुहमरणेण । जंति महाकप्पेसुं, अहवा पाविंति सिद्धिसुहं ॥ ४८४॥ પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાન આદિ પંડિત મરણથી જીવો વૈમાનિક દેવલોકમાં જાય છે, અથવા સિદ્ધિસુખને પામે છે. [૪૮૪] સિદ્ધિમાં પણ શું સુખ છે? કે જેથી તેના માટે આ કષ્ટ સહન કરવામાં આવે છે. તે કહે છે सुरगणसुहं समग्गं, सव्वद्धापिंडियं जइ हविज्जा । . नवि पावइ मुत्तिसुहं, ऽणंताहिवि वग्गवग्गूहिं ॥ ४८५॥ સર્વકાલ સમયોના સમૂહથી ગુણેલું દેવસમૂહનું સઘળું સુખ અનંતવર્ગવર્ગથી પણ મુક્તિસુખને પામતું નથી, અર્થાત્ મુક્તિસુખની તુલનાને પામતું નથી. વિશેષાર્થ- સર્વદેવ સમૂહનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં થનારું જે સઘળું સુખ, તેને પણ સર્વકાલના જેટલા સમયો છે તે સમયની રાશિથી ગણવામાં આવે, વળી તેને પણ અનંતગણું કરવામાં આવે, યાવત્ તે સુખના સર્વ લોકાલોકના આકાશપ્રદેશોની સંખ્યા જેટલા ઢગલા કરીને તે ઢગલા ભેગા કરવામાં આવે, તેનો પણ વર્ગ કરવામાં આવે, ફરી તેનો પણ વર્ગ કરવામાં આવે, એમ તે સુખને અનંતવર્ગોથી વર્ગવાળું કરવામાં આવે, તો પણ તે સુખ મુક્તિના સુખની તોલે ન આવે. [૪૮૫] વળી– દેવો વગેરે પરમાર્થથી દુઃખી હોવાથી સુખી નથી જ, કિંતુ સિદ્ધો જ પરમાર્થથી સુખી છે એમ જણાવે છે दक्खं जरा विओगो, दारिदं रोयसोयरागाई । तं च न सिद्धाण तओ, तेच्चिय सुहिणो न रागंधा ॥ ४८६॥ ઉ. ૨૨ ભા.૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગ્રંથનો ઉપસંહાર - જરા, વિયોગ, દરિદ્રતા, રોગ, શોક અને રાગ વગેરે દુઃખરૂપ છે. તે દુઃખ સિદ્ધોને નથી. તેથી સિદ્ધો જ સુખી છે, રાગાંધ જીવો નહિ. વિશેષાર્થ- જરા (=વૃદ્ધાવસ્થા)વગેરે દુઃખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી જરા વગેરે દુઃખરૂપ છે. આવા પ્રકારનું દુઃખ સિદ્ધોને નથી. તેથી સિદ્ધો જ સુખી છે, રાગાંધ દેવ વગેરે સુખી નથી. આ અર્થ ચરણદ્વારની અંતર્ગત વિવિરાગ આદિ દ્વારોમાં લગભગ વિચાર્યો છે. [૪૮૬] આ પ્રમાણે હોવાથી શું? એમ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેनित्थिन्नसव्वदुक्खा, जाइजरामरणबन्धणविमुक्का । अव्वाबाहं सुक्खं, अणुहुंती सासयं सिद्धा ॥ ४८७॥ સર્વ દુઃખોના પારને પામેલા તથા જન્મ-જરા-મરણ અને બંધનથી મુક્ત થયેલા સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે. [૪૮૭] આ અનાદિ સંસારમાં અનેકવાર પણ મૃત્યુ પામેલા જીવોએ જેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે તે પંડિતમરણને પ્રાપ્ત કર્યું નથી. આને પણ મનમાં વિચારીને અને જિનેન્દ્રના ચરણોને પામીને મરણરૂપ વેલડીને કાપનારા પંડિતમરણને આરાધો. આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં પરિજ્ઞાન રૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં પરિજ્ઞાનરૂપ પ્રતિકારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. %%% Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) ઉપસંહારદ્વાર [ગ્રંથનો ઉપસંહાર-૭૧૩ હવે પ્રકરણના ઉપસંહારનો અધિકાર કહેવાય છે. તેમાં હમણાં જ કહેલા અર્થને આશ્રયીને કહે છે— संतेऽवि सिद्धिसुक्खे, पुव्वुत्ते दंसियम्मि य उवाए । लद्धम्मि माणुसत्ते, पत्तेऽवि जिणिंदवरधम्मे ॥ ४८८ ॥ जं अज्जवि जीवाणं, विसएस दुहासवेसु पडिबंध । तं नज्जइ गरुयाणवि, अलंघणिज्जो महामोहो ॥ ४८९ ॥ સિદ્ધિનું સુખ વિદ્યમાન હોવા છતાં, સિદ્ધિસુખની પ્રાપ્તિનો ઉપાય બતાવેલો હોવા છતાં, મનુષ્યભવ પ્રાપ્ત થયો હોવા છતાં, પૂર્વે પ્રાપ્ત નહિ થયેલ એવો જૈનધર્મ પ્રાપ્ત થવા છતાં હજી પણ જીવોને દુ:ખનું મુખ્ય કારણ એવા વિષયોમાં જે રાગ દેખાય છે તેથી જણાય છે કે મોટાઓ પણ મહામોહને ઓળંગવા પ્રાયઃ સમર્થ થતા નથી. [૪૮૮-૪૮૯] મોહનીય વગેરે કર્મોથી હણાયેલા જીવો વિષયરાગને છોડીને ગુણોને સ્વીકારતા નથી, એટલું જ નહિ બલ્કે, કેટલાક જીવો પ્રાપ્ત થયેલા પણ વિશુદ્ધગુણોને છોડીને વિષયોમાં રમે છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે नाऊण सुयवलेणं, करयलमुत्ताहलं व भुवणयलं । केऽवि निवडंति तहविहु, पिच्छसु कम्माण बलियत्तं ॥ ४९० ॥ શ્રુતના બલથી હથેળીમાં રહેલા મોતીની જેમ વિશ્વના સ્વરૂપને જાણે છે તો પણ કેટલાકો પડે છે. કર્મોના બળને જુઓ. [૪૦] વળી બીજાઓ શું કરે છે તે કહે છે— एक्कंपि पयं सोउं, अन्ने सिज्झति समरनिवइ व्व । संजायकम्मविवरा, जीवाण गई अहो विसमा ॥ ४९९ ॥ જેમને કર્મની લઘુતા થઇ છે તેવા બીજા જીવો એક પણ પદને સાંભળીને સમરરાજાની જેમ સિદ્ધ થાય છે. અહો! જીવોની ગતિ વિષમ છે. વિશેષાર્થ– સમરરાજાનું દૃષ્ટાંત કહેવાય છે— Page #341 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪-એકાદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દેણંત સમરરાજાનું દૃષ્ટાંત માનંદી નામની નગરી છે. તેમાં શ્વેત મહેલોમાંથી શ્વેતપ્રભા ફેલાઈ રહી છે. તે નગરી જાણે કે સદા આકાશતલને શાશ્વત શ્વેત સુવર્ણથી યુક્ત કરે છે. ત્યાં અભિચંદ્રરાજા શૂર (પરાક્રમી) હોવા છતાં સદા સૌમ્ય દેખાય છે. તે જિનશાસનરૂપ નગરમાં રહેલો હોવા છતાં મોક્ષમાર્ગમાં પ્રવર્તેલો છે. તે પુરુષાર્થમાં ધર્મપુરુષાર્થને જ અધિક માને છે. અથવા વિબુધપુરુષ અબુધપુરુષો વડે કાચના ટુકડાઓમાં ફેંકાયેલા રત્નને જ લે છે. પરમાણુ અને સુવર્ણ એ બંને લોકમાં કોઇપણ રીતે પદાર્થરૂપે સમાન પ્રસિદ્ધ હોવા છતાં પરમાણુ સુવર્ણના આંશિક પણ પ્રભાવને પામતો નથી. ન્યાય અને પરાક્રમથી રાજ્યનું પાલન કરતો અને ઘણાં ધર્મકાર્યોને કરનાર તે સુખથી દિવસો પસાર કરે છે. પછી એકવાર તે અશ્વોને ખેલાવવા ( ચલાવવા) માટે બહાર ગયો. ઘણા અશ્વોને ખેલાવીને થાકેલો તે આરામ કરવા માટે મનોગંદન ઉદ્યાન તરફ ચાલ્યો. જેટલામાં એકક્ષણવાર આગળ વધે છે તેટલામાં તે સહસા જ સુગંધી અને શીતલ પવન વડે પ્રસન્ન કરાયો, ઉપર જતા અને નીચે ઉતરતા દેવસમૂહના દર્શનથી આનંદિત કરાયો, તેમની સ્તુતિના ધ્વનિના શ્રવણથી ખુશ કરાયો, સતત પ્રવૃત્ત થયેલી ધર્મકથાના ધ્વનિથી કાન ભરાઈ જવાના કારણે તૃપ્ત થયો. તેથી હર્ષ પામેલા તેણે આ વિષે પૂછ્યું ક્યાંકથી જાણ્યું કે સુપ્રભ નામના કેવલી ભગવાન અહીં સમવસર્યા છે. તેથી નવા મેઘના દર્શનથી વનના મોરની જેમ તેનું હૃદય પ્રમુદિત બન્યું. જેટલામાં કેવળીના નજીકના પ્રદેશમાં આવે છે તેટલામાં કાત્તિથી સુવર્ણપ્રભાનો તિરસ્કાર કરતા, મુખવડે ચંદ્રમંડલને હલકો કરતા, રૂપ-લાવણ્યરૂપ લક્ષ્મીથી કામદેવનો ઉપહાસ કરતા, સર્વ અંગોમાં ઉપશમરૂપ લક્ષ્મીથી આલિંગન કરાયેલા, જાણે પ્રત્યક્ષ મૂર્ત સંયમ હોય તેવા, જાણે પ્રત્યક્ષ મૂર્ત તપોરાશિ હોય તેવા, જાણે પ્રત્યક્ષ સમ્યજ્ઞાનનો વિસ્તાર હોય તેવા, સૂર્યમંડલ તરફ જેમણે દૃષ્ટિ કરી છે તેવા, જેમણે બે બાહુ ઊંચા કર્યા છે તેવા, ક્યાંક (Fકોઈક) પરમાત્મામાં લીન, આંખો સારી હોવા છતાં કોઇને ન જોનારા, કાન પટુ હોવા છતાં શબ્દને નહિ સાંભળનારા, જાણે (દર્શન કરનારાઓની) આંખોમાં અમૃતવૃષ્ટિ કરતા હોય તેવા, ઉત્કૃષ્ટધ્યાનમાં રહેલા કોઈક પરમમુનિને જોયા. પછી તેમના દર્શનથી પોતાને અતિશય કૃતાર્થ માનતા તેણે ઘોડા ઉપરથી ઉતરીને બે જાન, બે કરતલ (હાથ) અને મસ્તક એ પાંચ અંગોને પૃથ્વીતલમાં ભેગા કરીને વંદન કર્યું. તે મુનિએ ઉત્કૃષ્ટ ધ્યાનના કારણે વંદન કરતા પણ રાજાને ન જાણ્યો. પછી તે મુનિના ગુણોથી આકર્ષાયેલો રાજા કેવળીની પાસે ગયો. પછી વિધિપૂર્વક વંદન કરીને યોગ્ય સ્થાનમાં બેઠો. પછી કેવળીની ભવનો નાશ કરનારી દેશના સાંભળી. પછી અવસરે Page #342 -------------------------------------------------------------------------- ________________ એકપદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત-૭૧૫ રાજાએ પૂછ્યું: હે ભગવન્! અહીં આવતા મેં ત્રણ ભુવનને પ્રમોદ આપવામાં કુશળ એવી અવસ્થાને પામેલા જે મહર્ષિને વંદન કર્યું તે મહાત્મા કોણ છે? અને કેવી રીતે પ્રતિબોધ પામ્યા? તે કૃપા કરીને જણાવો. તેથી કેવળીએ કહ્યું: હે રાજન! આ કથા મોટી છે. આમ છતાં જો તમને કૌતુક છે તો સંક્ષેપથી પણ તે કથાને કહીએ છીએ. તમે સાવધાન થઇને સાંભળો. તે આ પ્રમાણે આ અસંવ્યવહાર નગરમાં સંસારીજીવ નામનો કુટુંબનો વિડેલ હતો. પછી એકવાર કર્મપરિણામ રાજાના નાટકમાંથી ચારિત્રધર્મરાજાના સૈનિકોએ કોઇ નટનું અપહરણ કરીને મોક્ષપુરીમાં નાખ્યુ છતે તે નાટકને તે જ પ્રમાણે પૂર્ણ કરવાને ઇચ્છતી (=તેટલી જ સંખ્યાવાળા ક૨વાને ઇચ્છતી) ભવિતવ્યતા નામની સ્વપત્ની એ જીવને અસંવ્યવહાર નગરમાંથી ખેંચીને વ્યાવહારિક એકાક્ષનગરમાં લઇ આવી. ત્યાં પણ કર્મપરિણામ રાજાનું ઇચ્છિત કંઇપણ કરતી તેણે જ તેને પૃથ્વીકાય આદિ પાડાઓમાં ભમાવ્યો. તે પાડાઓમાં પણ તેને પ્રત્યેક પાડામાં અસંખ્યકાળ સુધી રાખ્યો. વનસ્પતિ પાડામાં તો તેને અનંતકાળ સુધી રાખ્યો. પછી ભવિતવ્યતા જ કર્મપરિણામ રાજાની સંમતિથી જ તેને ત્યાંથી ચલાવીને વિકલાક્ષ નગરમાં લઇ આવી. ત્યાં પણ દ્વીન્દ્રિય આદિ પાડાઓમાં તેને ભમાવ્યો. ત્યાં પણ પ્રત્યેક પાડામાં સંખ્યાતકાળ સુધી તેને રાખ્યો. પછી ભવિતવ્યતા જ તેને કોઇપણ રીતે પંચાક્ષપશુ નગરમાં લઇ ગઇ. ત્યાં પણ જલચર, સ્થલચર અને ખેચરની અનેક ભેદોથી ભિન્ન-ભિન્ન અનેક જાતિઓમાં તેને ભમાવ્યો. આ જાતિઓમાં પણ પ્રત્યેક જાતિમાં ઘણા કાળ સુધી તેને રાખ્યો. ઘણા કાળ પછી તેના અકામ કષ્ટ સહન આદિ કોઇક આચરણથી જ પ્રસન્ન થયેલી સ્વપત્નીએ જ કર્મ પરિણામ રાજાની સાથે વિચારણા કરીને તેને પુણ્યોદય નામનો સહાયક આપ્યો, અને મનુષ્ય નગરીમાં મોકલ્યો. ત્યાં પુણ્યોદયથી તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યાં ગયેલો તે મોહરાજાના ઉત્કટ ક્રોધ વગેરે સૈનિકોને મળ્યો. ત્યાં તેણે તે સૈનિકોને પોતાના ગાઢ મિત્રો તરીકે રાખ્યા. તેથી તે સૈનિકોના વચનથી તેણે અનેક અનુચિત આચરણો કર્યા. એ અનુચિત આચરણોથી કર્મપરિણામ રાજા (તેના ઉપર) ગુસ્સે થયો. પોતાનું બિભત્સસ્વરૂપ પ્રગટ કર્યું. આ જોઇને ભવિતવ્યતાએ વિચાર્યું: અહો! હું સદાય ચિત્તના જ્ઞાનમાત્રથી જ કર્મપરિણામ રાજાનું ઇચ્છિત કરું છું. કર્મપરિણામ રાજા પણ મારા પ્રત્યે આ પ્રમાણે જ કે આનાથી પણ અધિક અનુકૂલ વર્તન કરે છે. હમણાં તે મારા પતિ ઉપર ગુસ્સે થયેલો દેખાય છે. એના અનુચિત આચરણોથી હું પણ તેના ઉપર ગુસ્સે થઇ છું. તેથી તેને નરકપુરમાં લઇ જઉં. આમ વિચારીને તેણે તે પ્રમાણે જ કર્યું. ત્યાં સંસારીજીવ વિવિધ યાતનાઓથી પરેશાન કરાયો. ઘણા કાળ પછી તેને આયુષ્યસમાપ્તિ નામની ગોળી આપીને ફરી પણ પંચાક્ષપશુ નગરમાં લઇ Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) ૭૧૬-એકપદશ્રવણથી મોક્ષ વિષે] [સમરરાજાનું દૃષ્ટાંત આવી. ત્યાંથી પણ ફરી નરકપુરમાં લઇ ગઇ. ફરી તે જ પ્રમાણે પંચાક્ષ પશુ નગ૨માં તેને લઇ આવી. આ પ્રમાણે ઘણીવાર ગમનાગમન પછી ફરી પણ તેને એકાક્ષનગરમાં લઇ ગઇ. ત્યાં પૂર્વોક્ત ક્રમથી તેને ભમાવ્યો. એ પ્રમાણે વિકલાક્ષ પુરમાં અને પંચાક્ષપશુ પુરમાં પણ ભમાવ્યો. પછી ફરી પણ ક્યારેક નરકપુર આદિમાં તેને ભમાવ્યો. આ પ્રમાણે ભમાવતી તે એના જ કોઇક તેવા પ્રકારના સચરણોથી ખુશ થઇને તેને પુણ્યોદય સહાયક આપ્યો. ક્યાંક રાજ્ય પ્રાપ્ત કરાવ્યું. ક્યાંક સામંતપદ પ્રાપ્ત કરાવ્યું. ક્યાંક માંડલિક રાજાની વિભૂતિ પ્રાપ્ત કરાવી. ક્યાંક મંત્રીપદ, ક્યાંક પુરોહિતપદ, ક્યારેક શ્રેષ્ઠિપદ, ક્યાંક સામાન્યથી શ્રીમંતપણું, ક્યારેક ચક્રવર્તીપણું પ્રાપ્ત કરાવ્યું. ચક્રવર્તીપણામાં પણ ક્યારેક ઉત્કૃષ્ટ રૂપ, સંપત્તિ, ક્યારેક લાવણ્યરૂપ લક્ષ્મી, ક્યાંક સૌભાગ્યલક્ષ્મી, ક્યાંક ઉત્કૃષ્ટ આદેયવાક્યપણું, ક્યાંક અદ્ભુત પાંડિત્ય, ક્યાંક વિવિધ પાખંડનો (=અસત્ય ધર્મનો) સ્વીકા૨ ક૨વા વડે સર્વનું પૂજ્યપણું, ક્યાંક આકાશગમન આદિ અનેક લબ્ધિઓ, ઇત્યાદિ પ્રાપ્ત કરાવ્યું. મોહરાજાના સૈનિકોના ઉપદેશથી તેણે કરેલા તે તે તેવા પ્રકારના અસ ્ આચરણોથી કુપિત થયેલી સ્વપત્નીએ એને જ ક્યાંક ચંડાલનો ભવ, ક્યાંક ચમારનો ભવ, ક્યાંક માચ્છીમારનો ભવ, ક્યાંક ધોબીનો ભવ, ક્યાંક લુહારનો ભવ, ક્યાંક દરિદ્રતા, ચાંક દીનતા, ક્યાંક દાસપણું, ક્યાંક સેવકપણું પ્રાપ્ત કરાવ્યું. તેમાં પણ ક્યાંક અતિશય કુરૂપ, ક્યાંક દૌર્ભાગ્ય, ક્યાંક અનાદેયપણું, ક્યાંક રોગ, ક્યાંક ક્ષીણતા, ક્યાંક સર્વસામર્થ્ય પમાડ્યું. આ પ્રમાણે વિવિધ સ્વરૂપોથી નચાવતી ભવિતવ્યતાએ તેને અનંતકાલ સુધી ભમાવ્યો. અનંતકાળ પછી હમણાં કોઇપણ રીતે તેના જ કોઇક બલવાન સચરણોથી પ્રસન્ન થયેલી ભવિતવ્યતા અતિશય પુષ્ટ પુણ્યોદયને સહાયક તરીકે આપીને તેને સાકેતપુર નગરમાં લઇ આવી. ત્યાં વિશ્વભર રાજાની પત્નીની કુક્ષિમાં તેને નાખ્યો. જન્મ થયા પછી મોટો થતાં તેણે સર્વકલાસમૂહનો અભ્યાસ કર્યો. પણ ધર્મકાર્યોમાં પ્રવર્તાવવા છતાં કોઇપણ રીતે પ્રવર્તતો નથી. ધર્મના નામને પણ સહન કરતો નથી. તેથી શ્રમણોપાસક વિથંભર રાજા ખિન્ન થઇને વિચારે છે કે, અહો! બહોંતેર કળાઓમાં પંડિત બનેલા પણ જે પુરુષો સર્વકળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જાણતા નથી તે અપંડિત જ છે. મારો પુત્ર ધર્મકળાના અંશને પણ જાણતો નથી. તેથી અહીં અમે શું કરીએ? રાજા આ પ્રમાણે ચિંતાસમૂહથી વ્યાકુલ બન્યો ત્યારે ત્યાં સુપ્રભ નામના કેવળી પધાર્યા. વિધિપૂર્વક હર્ષથી કેવળીને વંદન કરીને વિશ્વભર રાજાએ અવસરે સ્વપુત્રનો વૃત્તાંત પૂછ્યો. તે આ પ્રમાણે– હે ભગવન્! મારો પુત્ર ધર્મ સ્વીકારશે કે નહિ? અમને આ મોટી ચિંતા છે. તેથી જ્ઞાનીએ કહ્યું: હે મહારાજ! કોઇપણ કાર્યમાં અલ્પ પણ ચિંતા કરવી એ વિવેકીઓ માટે યોગ્ય નથી. તો પછી મોટી ચિંતા માટે શું કહેવું? કારણ કે નિપુણમતિવાળા પણ Page #344 -------------------------------------------------------------------------- ________________ એકપદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત-૭૧૭ જીવો કાર્યોને બીજી જ રીતે વિચારે છે, પણ ત્રણ ભુવનમાં બલવાન ભાગ્ય તે કાર્યોને બીજી જ રીતે કરે છે. પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ જ જીવોની સંપત્તિ-વિપત્તિને વિચારે છે. પણ જીવોએ કરેલી ચિંતા નિષ્ફળ અને દુઃખરૂપ ફલને આપનારી થાય છે. જ્યારે જ્યાં જે થશે અને અનંત કેવળીઓએ જે તે પ્રમાણે જોયું છે. તેને અન્યથા કરવા માટે ઇદ્રપણ પ્રયત્ન કરવા છતાં સમર્થ બનતો નથી. જ્યારે જ્યાં જે નહિ થાય અને અનંત કેવળીઓએ જે તે પ્રમાણે જોયું છે, તેને કરવા માટે દેવોનો પણ પ્રયત્ન નિષ્ફલ છે. તેથી જે જે પ્રમાણે થશે કે નહિ? તે પ્રમાણે જ સમ્યક પ્રવર્તતી સામગ્રીને (=કારણસમૂહને) રોકવા ત્રણ ભુવન પણ સમર્થ નથી. કારણ કે તે બુદ્ધિ, અને તે મતિ પ્રાપ્ત થાય છે, તે ભાવના થાય છે, સહાયકો તેવા જ પ્રાપ્ત થાય છે, કે જેવી ભવિતવ્યતા હોય. ઇત્યાદિ. પછી વિશ્વભર રાજાએ કહ્યું હે ભગવન્! જો એમ છે તો આપ પૂજ્યપાદ પ્રસન્ન થાઓ. આ વિષે પણ કંઇક પૂછીએ છીએ. આપ પૂજ્યના અભિપ્રાયથી તો રોગી ચિકિત્સા નહિ કરાવે, ભૂખ્યો થયેલો ભોજન માટે ઉદ્યમ નહિ કરે, આજીવિકાથી પીડાયેલો આજીવિકા માટે પ્રયત્ન નહિ કરે, મોક્ષનો અર્થી મોક્ષ માટે અનુષ્ઠાન નહિ કરે. તેથી કેવળીએ કહ્યું : ભલે ન કરે. રોકનાર કોણ છે? ફક્ત જે સમયે તેમના તે ઇચ્છિતની સિદ્ધિ થવાની જ છે એમ કેવળીઓ જુએ છે ત્યારે તે વિષે તેમની ઇચ્છા ન હોય તો પણ તેમની તે ઉપાયમાં બળાત્કારથી કોઇપણ રીતે પ્રવૃત્તિ થશે જ. તે આ પ્રમાણે- કોઈ સાધુઓએ કેવળીને પૂછ્યું કે અમે આ ભવમાં સિદ્ધ થઇશું કે નહિ? જ્ઞાનીએ કહ્યું: તમે સિદ્ધ થશો. તેથી તેઓએ વિચાર્યું. અહો! કેવળીનું વચન અન્યથા ન થાય. આથી આપણે કોઇપણ રીતે સિદ્ધ થઇશું. આ કષ્ટકારી ક્રિયાથી સર્યું! શા માટે ભોગોથી આત્માને છેતરીએ? આ પ્રમાણે વિચારીને તેમણે વ્રતનો ત્યાગ કર્યો અને ગૃહવાસનો સ્વીકાર કર્યો. શંકા વિના ભોગોને ભોગવે છે. સમય જતાં એકવાર તેમણે વિચાર્યું કે, આપણે સારું ન કર્યું! કારણ કે મોક્ષની પ્રાપ્તિ થાય કે ન થાય આવી ચિંતાથી શું? પુરુષે પોતાના અહિતનો ત્યાગ કરવો જોઇએ. ગૃહવાસ અહિત છે (=અહિતકર છે.) કારણ કે ગૃહવાસ આ લોકમાં પણ આજીવિકાની તકલીફ અને ચિંતા વગેરેથી ઉત્પન્ન કરાયેલા દુઃખસૂમનું કારણ છે. જિનવચન પ્રમાણે કરેલું અનુષ્ઠાન હિત છે=હિતકર છે. કારણ કે આ લોકમાં પણ નિશ્ચિતપણું અને વિશ્વવંદનીયપણું વગેરે ગુણોની પરંપરાનું કારણે છે. ઇત્યાદિ વિચારીને ફરી પણ વ્રત લીધું. અધિક ઉગ્ર અનુષ્ઠાન (આચરણ) કર્યું. તેથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને બધાય મોક્ષમાં ગયા. १. नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखम्, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरसः प्रेत्यनाकाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तिदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮-એકપદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત તેથી ઇચ્છિત કાર્યની સિદ્ધિના સમયે ઇચ્છા ન હોય તો પણ આ પ્રમાણે તેના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રમાણે કરનારનું જે થવાનું હોય તે થાઓ. એમાં કોઇ લોકાપવાદ નથી. વિવેકીએ ઉત્સુકતા અને ચિંતાથી થનારી વ્યાકુળતા ક્યાંય ન કરવી જોઇએ. તમારે સ્વપુત્રની ચિંતા તો વિશેષથી ન કરવી જોઇએ. કારણ કે ચરમશરીરી આ આ જ ભવમાં સિદ્ધ થશે. તો પછી માત્ર ધર્મની પ્રવૃત્તિ માટે તો શું કહેવું? આ સાંભળીને વિથંભર રાજા હર્ષ પામ્યો. અભિચંદ્રરાજાએ કહ્યું: નિષ્કારણ બંધુ આપ કેવલી ભગવંતે વિશ્વભર રાજાનો સંદેહ દૂર કર્યો. હું એમ માનું છું કે આપે વિશ્વભર રાજા ઉપ૨ તે પ્રમાણે અનુગ્રહ નથી કર્યો કે જે પ્રમાણે મહાન સંદેહને દૂર કરીને અમારા ઉપર કર્યો છે. તેથી ત્યાં આગળ શું થયું તે ફરમાવો. તેથી સુપ્રભ કેવળીએ કહ્યુંઃ હે રાજન! પછી સમય જતાં દીક્ષા લેવાની ઇચ્છાવાળા વિથંભર રાજાએ તે સ્વપુત્ર સમરને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. તેણે પિતાથી પણ ન સાધી શકાયા હોય તેવા ઘણા દેશો સાધ્યા (=જીત્યા). પ્રબળ પ્રતાપવાળો મોટો રાજા થયો. કેટલોક કાળ વીતી ગયા પછી એકવાર તેના શરીરમાં પ્રબળ દાહવેદના ઉત્પન્ન થઇ. તેનાથી પીડાયેલો તે કષ્ટથી દિવસો પસાર કરે છે. આ દરમિયાન ચારિત્રધર્મરાજાને ચિંતા થઇ. તે આ પ્રમાણે- અહો! આ સંસારીજીવને મોહરાજાના સૈનિકોએ ઘણા કાળ સુધી કદર્થના પમાડી છે. અમે કરુણારસની પ્રધાનતાવાળા છીએ. તેથી જો કોઈ પણ રીતે આને તેમનાથી મુક્ત કરાય તો સારું થાય. આમ વિચારીને ચારિત્રધર્મ રાજાએ સદ્બોધનામના મંત્રીને બોલાવ્યો. તેને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તેથી સદ્બોધ મંત્રીએ કહ્યું: આમાં અયુક્ત શું છે? ફક્ત વિદ્વાન પુરુષ ઉપાયથી જ કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઇએ, જે ઉપાય ન હોય તેમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ. કેમ કે તેમ કરવાથી મહાન અનર્થની પ્રાપ્તિનો પ્રસંગ આવે. અહીં ઉપાય આ છે કે, તમે અનાદિકાળથી થયેલા છો. ભવિતવ્યતા પણ અનાદિકાળથી જ થયેલી છે. તેથી આ સંબંધથી તે તમારી બહેન જ છે. તેથી આ (=ભવિતવ્યતા) ઉભય (મોહરાજા+ધર્મરાજા એ ઉભય) બલની સાધારણ છે. તેથી જો આને કોઇપણ રીતે અનુકૂળ કરીને સ્વપક્ષમાં કરવામાં આવે તો તે સંસારીજીવને પણ આપણા પક્ષમાં લાવે, અને જ્યારે ભવિતવ્યતા અને સંસારીજીવ એ બંને ય આપણા જ પક્ષમાં થાય, તો મોહરાજા વગેરે કેટલા છે? અર્થાત્ મોહરાજા વગેરે બલહીન થાય, તે બિચારા હણાયેલા જ છે. તેથી ચારિત્રધર્મ રાજાએ કહ્યું: હે વત્સ! તેં સારું કહ્યું. બીજો કોણ આ પ્રમાણે બોલવાનું જાણે? તેથી કહે કે આ કેવી રીતે અનુકૂલ થાય? સદ્બોધ મંત્રીએ કહ્યું: જો સૈન્યસહિત તમે જાતે જ તેની પાસે જાઓ તો તે અનુકૂળ થાય. પછી હર્ષસહિત તેનો સ્વીકાર કરીને સહસા જ ચારિત્ર ધર્મરાજા ઊભો થયો. બધાય Page #346 -------------------------------------------------------------------------- ________________ એકાદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત-૭૧૯ ભવિતવ્યતાની પાસે ગયા. તે હર્ષથી ઊભી થઈ. તેણે યથાયોગ્ય બધાનું સન્માન કર્યું. તેમણે પોતાનો અભિપ્રાય જણાવ્યો એટલે આ મોટા પુરુષો મારા બંધુઓ છે અને મારા ઘરે આવ્યા છે. તેથી માન આપવા લાયક જ છે. ઇત્યાદિ વિચારીને તેમના દબાણથી ભવિતવ્યતાએ તે બધું સ્વીકાર્યું. પછી તેણે કહ્યું: તમે નિશ્ચિંત રહો. આ વૃત્તાંતમાં હું બધું સંભાળી લઈશ. ફક્ત હું બોલાવું ત્યારે અવસરે તમારે સદ્ગોધ મંત્રીને મોકલવો. આ પ્રમાણે કહીને તેણે બધાને રજા આપી. ભવિતવ્યતા સ્વયં તે જ ક્ષણે રાત્રિ પૂર્ણ થયે છતે દાવેદનાથી ઘેરાયેલા અને ક્ષણવાર પણ નિદ્રાને ન પામતા સમરરાજાના શ્વેતગૃહની નજીક ગઈ. એક પુરુષની પાસે એક ગાથા બોલાવી. તે આ પ્રમાણે पुरिसाण पवित्तीओ, सुहाहिलासीण ताव सव्वाओ । धम्मं विणा य न सुहं, धम्मो य न संगमूढाणं ॥ १॥ આ ગાથા રાજાના કાનરૂપ બખોલમાં પડી. તેણે “ધર્મ વિના સુખ નથી” એ એક પદનું અવધારણ કર્યું. ચિત્ત વેદનાથી વિહ્વલ બનેલું હોવાથી બીજાનું અવધારણ ન કર્યું. આ દરમિયાન ભવિતવ્યતા વડે બોલાવાયેલો સબોધમંત્રી એક ક્ષણવારમાં જ આવ્યો. રાજાની પાસે રહ્યો. પછી ભવિતવ્યતાએ કરેલા જ ઉપાયને જાણીને અતિશય ભય પામેલા મોહરાજા વગેરે સંતાઇ ગયા. તેથી રાજાએ વિચાર્યું અહો! કોઈ આ ગાથા બોલ્યો, પણ વેદનાથી થયેલી વિહલતાના કારણે મેં એક જ પદનું અવધારણ કર્યું, અન્યનું નહિ. અથવા જે કાર્ય છે તે અહીં પણ છે જ. જેમ કે “ધર્મ વિના કોઈને ય સુખ થતું નથી.” આ મને અનુભવથી સિદ્ધ જ છે. કારણ કે બાલ્યકાળથી આરંભી પિતા આદિના વચનથી પણ ધર્મની વાત પણ મેં ક્યારેય પૂછી નથી. તેથી આ પ્રમાણે દુઃખનું ભાજન બન્યો છું. તેથી હમણાં પણ મારે ધર્મ કરવો યોગ્ય છે. આ પ્રમાણે તેનામાં વિશુદ્ધ પરિણામ પ્રગટ થયા. હવે તે દ્વારપાળોને મોકલીને ગાથા બોલનાર પુરુષને બોલાવે છે. દ્વારપાળો તેને શોધીને લઈ આવ્યા. રાજાએ તેની પાસે ફરી પણ તે ગાથા બોલાવી. તે ગાથા બોલ્યો. પછી સધ્ધોધમંત્રીના સાંનિધ્યના પ્રભાવથી જ રાજાએ વિચાર્યું અહો! આ ગાળામાં સારું કહ્યું છે. તે આ પ્રમાણે- “જેમણે વ્રતો લીધાં છે અને જેમણે વ્રતો લીધાં નથી તે સઘળાય સુખાર્થી જ જીવોની ક્રિયાઓમાં સઘળીય પ્રવૃત્તિઓ થાય છે, અર્થાત્ સઘળા ય જીવો સઘળી પ્રવૃત્તિ સુખ માટે જ કરે છે. સુખ ધર્મ વિના મળતું નથી. અન્યથા (=જો ધર્મ વિના પણ સુખ મળતું હોય તો) બધાયને સુખની પ્રાપ્તિ થાય. સંગથી (=પરિગ્રહથી) મૂઢ બનેલાઓને ધર્મ ન હોય, કિંતુ પરિગ્રહ રહિત જ જીવોને ધર્મ હોય, અર્થાત્ વ્રત ગ્રહણ કરનારાઓને જ ધર્મ હોય.” તેથી અહીં બહુ કહેવાથી શું? જો કોઇપણ રીતે આ રોગ દૂર થાય તો પ્રભાતે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦-એકપદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત જ વ્રત લઇને નિ:સંગ બનું. આ પ્રમાણે સદ્બોધ મંત્રીની સાથે વિચારણા કરીને રાજા ક્ષણવાર સૂઇ ગયો. ક્ષણવારમાં રાજા જાગી ગયો. પછી વેદના કંઇક ઓછી થયેલી જણાઇ. આ દરમિયાન છૂપાયેલા પણ મોહરાજાએ ધીમે ધીમે રાગકેશરી વગેરેને તેની પાસે બતાવ્યા, અને કાનમાં જાપ આપ્યો. તેથી રાજાએ વિચાર્યુંઃ મેં વ્રત લેવાની પ્રતિજ્ઞા કરી. તો પણ હજી પુત્ર બાળ છે, સ્ત્રીવર્ગ તરુણ છે, પ્રજા અનાથ છે. તેથી કેટલાક દિવસો પછી મારે વ્રત લેવું એ યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે પોતાનો અભિપ્રાય સદ્બોધમંત્રીને જણાવ્યો. સોધમંત્રીએ વિચાર્યું: મોહરાજાને વશ બનેલા તેનું મન દુષ્ટ બન્યું છે. આ બધો ય મોહરાજાનો વિલાસ છે. અન્યથા શરીર અસાર છે, યૌવન વિનાશ પામી રહ્યું છે, રોગો વિલાસ કરી રહ્યા છે, વૃદ્ધાવસ્થા સમર્થ થઇ રહી છે, મૃત્યુનું સૈન્ય નજીકમાં રહ્યું છે, જીવલોક માયાઇંદ્રજાળ સમાન છે, આવી પરિસ્થિતિમાં શું દેવ પણ ક્યારેક આ પ્રમાણે વિચારે? પછી સદ્બોધમંત્રીએ રાજાએ કહ્યું: હે દેવ! એક પણ મુહૂર્ત (=૪૮ મિનિટ) વિઘ્ન છે ઇત્યાદિ વિચારીને અને મોહરાજાના દુષ્ટસૈન્યની ચેષ્ટા એકાંતે અહિતકર છે એમ નિશ્ચય કરીને પ્રસ્તુત ધર્મના કાર્યમાં વિલંબની બુદ્ધિનો ત્યાગ કરો. ઇત્યાદિ વચનોથી રાજાને ઉત્સાહિત કરીને સોધમંત્રીએ ભવિતવ્યતાને બોલાવી. તેને પ્રસ્તુત સઘળોય વૃત્તાંત કહ્યો. તેથી મોહરાજાના સૈન્ય ઉપ૨ ગુસ્સે થયેલી તેણે સંસારીજીવના હાથમાં જીવવીર્યરૂપ તલવાર આપી. રાજાએ તેનાથી મોહરાજાના સઘળાય મનુષ્યોને માર્યા. પછી સવારે ધર્મબુદ્ધિના પ્રભાવથી સર્વ દાવેદનાથી મુક્ત થયેલ સમરરાજાએ રાજ્ય ઉપર પુત્રને સ્થાપિત કરીને પિતાને દેશના કરનાર જ કેવળીની પાસે વિધિથી દીક્ષા લીધી. પછી ચારિત્રધર્મ રાજાના સાંનિધ્યનો સ્વીકાર કર્યો. પછી થોડા જ કાળમાં સૂત્ર અને અર્થ ભણીને ગીતાર્થ થયા. ગુરુની સાથે વિહાર કરતા તે જ સમરરાજ મહર્ષિ અહીં આવ્યા અને મોટા રાજમાર્ગથી આવતા તારા વડે વંદન કરાયા. તે હું તેમનો ગુરુ કેવળી છું. પછી અભિચંદ્રરાજાએ વિચાર્યું: અહો! વિથંભર રાજાની દેશના કરવાના બહાનાથી આ જ ભગવાને અમારા સંદેહને દૂર કર્યો. એથી બધી રીતે અમારા આ જ ઉપકારી છે. આ દરમિયાન રાજાએ સમ૨૨ાજમહર્ષિની પાસે આવતા દેવસમૂહને જોયો. તેથી કૌતુકથી કેવળીને પૂછ્યું. કેવળીએ કહ્યું કે, સ્વપત્ની ભવિતવ્યતાની સહાયથી મોહરાજાના સઘળાય સૈન્યને હણીને, કેવલજ્ઞાનને પામીને, અને અંતકૃત કેવલી થઇને સમ૨૨ાજમહર્ષિ મોક્ષપુરીમાં ગયા. પતિને નહિ જોતી, વારંવાર ઊંચે જોતી, દીનમુખવાળી અને બિચારી ભવિતવ્યતા મોટા મોટા શબ્દથી રડે છે, પ્રલાપ કરે છે. તે આ પ્રમાણે જે નિત્યને છોડીને અનિત્યને સેવે છે, તેના નિત્યો નાશ પામે છે, અને અનિત્ય તો ગયેલું જ છે. નારીઓને પ્રતિપક્ષ નિત્ય છે. બંધુપક્ષ અનિત્ય છે. તેથી મેં અનિત્ય બંધુઓના વચનથી Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્વ નામ નિર્દેશ-૭૨૧ સ્વપતિની ઉપેક્ષા કરી, અને જાતે વિધવાપણાનો સ્વીકાર કર્યો. હમણાં તે બંધુઓથી શું રક્ષણ થશે? તેથી જ સ્ત્રીઓ શાસ્ત્રમાં પણ પાશ્ચાત્ય બુદ્ધિવાળી કહેવાય છે. આ પ્રમાણે કેવળીએ અંતરંગ પ્રકારોથી સમરરાજાનું સંવેગને કરનારું ચરિત્ર કહ્યું. એટલે અભિચંદ્રરાજા પણ ત્યાં દીક્ષા લઈને, ઉગ્ર તપશ્ચર્યા કરીને, કેવલજ્ઞાન પામીને, સત્તામાં રહેલાં કર્મોને દૂર કરીને મોક્ષમાં ગયા. [૪૯૧] આ પ્રમાણે સમરરાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. तम्हा सकम्मविवरे, कजं साहंति पाणिणो सव्वे । तो तह जएज सम्मं, जह कम्मं खिज्जइ असेसं ॥ ४९२॥ તેથી બધા જીવો સ્વકર્મોનો ક્ષય થયે છતે કાર્યને સાધે છે. માટે તે રીતે સમ્યમ્ પ્રયત્ન કરવો કે જેથી સર્વકર્મોનો ક્ષય થાય. [૪૯] વળી કયા ઉપાયથી કર્મક્ષય થાય તે કહે છેकम्मक्खए उवाओ, सुयाणुसारेण पगरणे एत्थ । लेसेण मए भणिओ, अणुट्ठियव्वो सुबुद्धीहिं ॥ ४९३॥ કર્મક્ષયનો ઉપાય મેં આ પ્રકરણમાં શ્રુતાનુસારે સંક્ષેપથી કહ્યો છે. સબુદ્ધિવાળાઓએ તે ઉપાય કરવો જોઈએ. [૪૯૩] . વળી પરિણામ પામતું આ પ્રકરણ કોના ઉપકાર માટે થાય તે કહે છેपायं धम्मत्थीणं, मज्झत्थाणं सुनिउणबुद्धीणं । परिणमइ पगरणमिणं, न संकिलिट्ठाण जंतूणं ॥ ४९४॥ આ પ્રકરણ પ્રાયઃ કરીને ધર્માર્થી, મધ્યસ્થ, સુનિપુણ બુદ્ધિવાળા જીવોને પરિણમે છે, સંક્લિષ્ટ જીવોને પરિણમતું નથી. [૪૯૪]. હવે ગ્રંથકાર જ અન્ય પ્રકારથી પોતાના નામનો નિર્દેશ કરે છે– हेममणिचंददप्पणसूरिरिसिप्पढमवन्ननामेहिं । सिरिअभयसूरिसीसेहिं, विरइयं पगरणं इणमो ॥ ४९५॥ ૧. અનર્થ થઈ ગયા પછી જેને સાચી બુદ્ધિ સૂઝે તે પાશ્ચાત્યબુદ્ધિ કહેવાય. અનર્થ થયા પહેલાં જેને સાચી બુદ્ધિ સૂઝે તે અગમબુદ્ધિ કહેવાય. લોકમાં કહેવત છે કે “અગમબુદ્ધિ વાણિયો, પચ્છમબુદ્ધિ બ્રાહ્મણ.” Page #349 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨-ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રકરણનું નામ અને પઠન ફળ હેમ(=સુવર્ણ), મણિ, ચંદ્ર દર્પણ, સૂરિ અને રિસિ(==ઋષિ) એ શબ્દોના પ્રથમ વર્ણના નામવાળા (=હેમચંદ્રસૂરિ) શ્રીઅભયદેવસૂરિના શિષ્ય આ પ્રકરણની રચના કરી છે. [૪૯૫] આ પ્રકરણનું નામ શું છે અને ફલ શું છે તે કહે છે– उवएसमालनामं, पूरियकामं सया पढंताणं । कल्लाणरिद्धिसंसिद्धिकारणं सुद्धहिययाणं ॥ ४९६॥ આ પ્રકરણનું ‘ઉપદેશમાલા' નામ છે. શુદ્ધહૃદયવાળા જે જીવો આ પ્રકરણને સદા ભણે છે તે જીવોને આ પ્રકરણ કલ્યાણકારી ઋદ્ધિ-સિદ્ધિનું કારણ છે અને તેમની કામનાઓને પૂરનારું છે. [૪૯૬] હવે અધિકારસંખ્યા અને ગ્રંથસંખ્યાને કહે છે— एत्थं वीसऽहिगारा, जीवदयाईहिं विविहअत्थेहिं । गाहाणं पंचसया, पणुत्तरा हुंति संखाए ॥ ४९७॥ આ પ્રકરણમાં વિવિધ અર્થવાળા જીવદયા વગેરે વિષયોથી વીસ અધિકારો છે. ગાથાઓ સંખ્યાથી પાંચસો ને પાંચ છે. વિશેષાર્થ વીસ અધિકારો આ પ્રમાણે છે– ત્રણ પ્રકારનું દાન, શીલ, તપ, અને ભાવનાદ્વાર સંબંધી સમ્યક્ત્વ, ચારિત્રશુદ્ધિ વગેરે ચૌદ અધિકારો એમ બધાય મળીને ઓગણીસ અધિકારો છે. વીસમો અધિકાર તો પ્રકરણ સંબંધી ઉપસંહાર દ્વાર છે. [૪૯૭] જો કે અન્યના પુણ્યથી અન્યને ઉપકાર ન થાય એમ શાસ્ત્રમર્યાદા છે, તો પણ ઉદાર આશયની પ્રધાનતાવાળું વચન કર્મના વિયોગ માટે થાય છે એવો વૃદ્ધવાદ છે. તેથી ગ્રંથકાર અહીં કહે છે उवएसमालपयरणे, जं पुन्नं अज्जियं मए तेण । जीवाणं हुज्ज सया, जिणोवएसम्मि पडिवत्ती ॥ ४९८ ॥ ઉપદેશમાલા પ્રકરણમાં (=ઉપદેશમાલા પ્રકરણની રચના કરવામાં) મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું તેનાથી જીવોને જિનોપદેશ ઉપર સદા આદર થાઓ. [૪૯૮] હવે શ્રુત પ્રત્યે બહુમાન પ્રગટ કરવા માટે અને શિષ્ય-પ્રશિષ્યની પરંપરાથી પ્રકરણની સ્થિરતા માટે અંતિમ મંગલ કહે છે ૧. જે પ્રતના આધારે ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવ્યો છે તે પ્રતમાં ૪૯૯ ગાથાઓ છે. આથી છ ગાથાઓ કોઇપણ કારણથી લુપ્ત થઇ ગયેલી જણાય છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગ્રંથકારની પ્રશસ્તિ-૭૨૩ जाव जिणसासणमिणं, जाव य धम्मं जयम्मि विप्फुरइ । ताव पढिज्जउ एसा, भव्वेहिं सया सुहत्थीहिं ॥ ४९९ ॥ વિશ્વમાં જ્યાં સુધી આ જિનશાસન છે, અને જ્યાં સુધી ધર્મ વિકાસ પામે છે, ત્યાં સુધી સુખના અર્થે ભવ્યજીવો આ ઉપદેશમાળાનો પાઠ કરો. [૪૯] ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી પ્રશ્નવાહન કુલરૂપ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ, પૃથ્વીતલ ઉપર જેની કીર્તિ ફેલાણી છે, જેમાં શાખાઓનો ઉદય થયો છે, વિશ્વમાં જેણે ચિંતવેલી વસ્તુને સિદ્ધ કરી છે, જેની વિશાળ છાયાના આશ્રયે રહેલા ઘણા ભવ્યજીવો શાંતિને પામ્યા છે, (૧) જે જ્ઞાનાદિરૂપ પુષ્પોથી પૂર્ણ છે, જે પ્રભાસંપન્ન ઉત્તમમુનિઓ રૂપ ફલસમૂહથી ફલિત (=ફલવાળો) છે, તે કલ્પવૃક્ષ સમાન શ્રી હર્ષપુરીય નામનો ગચ્છ છે. (૨) એ ગચ્છમાં ગુણરત્નોની ઉત્પત્તિ માટે રોહગિરિસમાન, ગંભીરતાના સાગર, ઊંચાઇમાં જેમણે પર્વતનું અનુકરણ કર્યું છે, ચંદ્ર જેવા સૌમ્ય, સમ્યગ્નાન અને વિશુદ્ધ સંયમના સ્વામી, સ્વાચારચર્યાના ભંડાર, શાંત અને નિ:સંગચૂડામણિ (=સંગરહિત મનુષ્યોમાં સર્વોત્તમ) એવા શ્રી જયસિંહસૂરિ થયા. (૩) જેમ રત્નાકર (=સમુદ્ર)માંથી રત્ન થાય તેમ એમનાથી (=જયસિંહસૂરિથી) તે શિષ્યરત્ન થયું કે જેના ગુણોને ગ્રહણ કરવામાં (=ગુણોનું વર્ણન કરવામાં) બૃહસ્પતિ પણ સમર્થ નથી એમ હું માનું છું. (૪) શ્રી વીરદેવ પંડિતે સુંદર મંત્રરૂપ અતિશય શ્રેષ્ઠ પાણીથી વૃક્ષની જેમ જેને સિંચ્યો છે તેના (=અભયદેવસૂરિના) ગુણોનું કીર્તન કરવામાં કોણ કુશળ છે? અર્થાત્ કોઇ કુશળ નથી. (૫) તે આ પ્રમાણે જેની આજ્ઞાને રાજાઓ પણ આદરપૂર્વક મસ્તકે ધારણ કરે છે, જેને જોઇને અતિદુષ્ટો પણ પ્રાયઃ પરમહર્ષને પામે છે, જેવી રીતે ક્ષીરસમુદ્રનું મંથન કરવામાં દેવો તૃપ્તિને ન પામ્યા તેવી રીતે જેના મુખરૂપ સમુદ્રમાંથી નીકળતા ઉજ્વલ વચનરૂપ અમૃતનું પાન કરવામાં તત્પર બનેલ લોકો તૃપ્તિ ન પામ્યા, (૬) જેના વડે અતિશય દુષ્કર તપ કરીને અને વિશ્વને બોધ પમાડીને, તે તે સ્વગુણોથી સર્વજ્ઞ પ્રભુનું આ શાસન તેજસ્વી કરાયું, જેનો યશ દિશાઓમાં રોક્યા વિના ફેલાય છે, આ યશ સંપૂર્ણ વિશ્વરૂપ ગુફાને નિર્મલ કરી રહ્યો છે, ભવ્યજીવોએ આ યશની સ્પૃહા બાંધી છે, અર્થાત્ ભવ્યજીવો આ યશને ઇચ્છે છે, આ યશ શ્વેતપાણીના જેવું નિર્મલ છે, (૭) યમુના નદીના પ્રવાહ જેવા નિર્મલ ૧. ભવભાવના ગ્રંથમાં ય_ળપ્રદળોત્તુ એ પાઠના સ્થાને ચત્તુળપ્રદળે પ્રમુ: એવો પાઠ છે. એ પાઠ બરોબર જણાય છે. આથી અહીં એ પાઠ પ્રમાણે અર્થ કર્યો છે. ૨. અહીં મુદ્રિતપ્રતમાં ચૈત્રુમ ના સ્થાને યો દ્રુમ એવો પાઠ જોઇએ. ભવભાવના ગ્રંથમાં દ્રુમ વ ય: સંમિત્ત: એવો પાઠ છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪-ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રશસ્તિ શ્રી મુનિચંદ્રસૂરિના સંપર્કથી જેણે ગંગાનદીની જેમ સંપૂર્ણ પૃથ્વીતલને પવિત્ર કર્યું છે, (૮) જેનાથી વિવેકરૂપ પર્વતના મસ્તકે ઉદયને પામીને સૂર્યની જેમ વિકસતા કલિકાલમાં અજ્ઞાનરૂપ અંધકારની વિસ્તારવાળી સ્થિતિનો નાશ કરાયો છે, જેણે સમ્યગ જ્ઞાનરૂપ કિરણોથી પૂર્વમુનિઓથી આચરાયેલા માર્ગને સમ્યક્ પ્રકાશવાળો કર્યો છે, તે અભયદેવસૂરિ થયા. તેમનાથી તે માર્ગ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયો. (૯) શ્રુતદેવીના વચનથી તેમણે જ (=અભયદેવસૂરિએ જ) પોતાના શિષ્યલેશ શ્રી હેમચંદ્રસૂરિના મુખથી સૂઝયુક્ત આ વિવરણ કર્યું છે. [૧૦] દરેક અક્ષરની ગણતરીથી આ સંપૂર્ણ ગ્રન્થનું પ્રમાણ તેર હજાર આઠસો ને અડસઠ [૧૩૮૬૮] શ્લોક પ્રમાણ થયું છે. કલ્યાણ થાઓ ! ૧. અહીં ભવભાવના ગ્રંથમાં તેગ: પ્રસિદ્ધો મુવિ એવો પાઠ છે. એ પાઠ શુદ્ધ જણાય છે. આથી અહીં એ પાઠ પ્રમાણે અર્થ લખ્યો છે. ભાવાનુવાદકારની પ્રશસ્તિ માલધારી પરમ પૂજય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વિરચિત સ્વોપજ્ઞટીકા સહિત ઉપદેશમાલા ગ્રંથનો સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સ્વ. પરમગીતાર્થ આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ આચાર્યદેવશ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ.ના શિષ્ય ગુરુતત્ત્વ વિનિશ્ચય, પંચવસ્તુક, ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પંચાશક, નવપદ પ્રકરણ, શ્રાદ્ધદિનકૃત્ય, શીલોપદેશમાલા, વીતરાગસ્તોત્ર, યતિલક્ષણસમુચ્ચય, ચૈત્યવંદન મહાભાષ્ય આદિ અનેક ગ્રંથોનો સરળ ભાવાનુવાદ કરનાર આચાર્યશ્રીરાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. ૦ પ્રારંભ સમય છે વિ. સં. ૨૦૫૫ પ્રથમ જેઠ સુદ-૬, • પ્રારંભ સ્થળ ૦. સંભવનાથ જૈન મંદિર વિરાર (જી.થાણા) વિ. સં. ૨૦૫૭ ચૈત્ર સુદ-૭ • સમાપ્તિ સ્થળ • માલદે-મારુ રત્નત્રયી આરાધનાભવન મુંબઈ-મુલુંડ (ગોવર્ધનનંગર) Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલા (પુષ્પમાળા)માં આવેલાં દૃષ્ટાંતોની અકારાદિ અનુક્રમણિકા નામ અચંકારિતભટ્ટિકા અંતરંગ કથાનો પ્રારંભ અંતરંગ લોકનો પરિચય અમરદત્તની પત્ની અહંદત્ત , અહંન્નકમુનિ અશ્વરક્ષક પુરુષ આચાર્ય આઠ બંધુઓ આદ્રકકુમાર આષાઢાભૂતિ ઈલાપુત્ર કંથાસિદ્ધ બ્રાહ્મણ કનકરથ કપિલ કાયગુપ્ત સાધુ કાલકસૂરિ કાલિકસૂરિ પૃષ્ઠ નં. ૪૭૯ ૯૮ ૨૭૮ ૨૫૮ ૫૧૮ ૬૫૬ ૬૭૦ ૬૭૯ ૬૮૩ ૫૫૮ ૫૦૫ પ૬૬ ૬૬૮ ૫૮૦ ૫૦૧ ૪૦૧ ૩૩૬ ૩૬૪ ૬૭૮ વિષય ક્રોધનો વિપાક - ક્ષમાનો મહિમા ઉપમિતિભવપ્રપંચકથાનુસારે ઉપમિતિભવપ્રપંચકથાનુસારે સમ્યક્તવાળાને દેવનું સાન્નિધ્ય કામરાગનો વિપાક સ્ત્રીસંગમાં આસક્તિનો વિપાક સત્સંગનો મહિમા શ્રેષ-ઈર્ષાનો વિપાક જિનપૂજાનું ફળ ભાવશલ્યનો વિપાક લોભ પિંડ વિષે ભાવશલ્યનો વિપાક સત્સંગ પ્રેમનો વિપાક લાભથી લોભની વૃદ્ધિ કાયમુમિનું પાલન અસત્ય ન બોલવા વિષે જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધનું આચરણ કરવામાં દ્રવ્યાદિનું આલંબન શરીરની મમતાનો ત્યાગ દ્વેષ-ઈર્ષાનો વિપાક પ્રેમનો વિપાક ગુરુકુલવાસ ત્યાગનો વિપાક ક્રોધનો વિપાક-ક્ષમાનો મહિમા ધ્રાણેન્દ્રિયના અનિગ્રહમાં દોષ વચનગુપ્તિનું પાલન નવકાર મહામંત્રનો મહિમા પ્રેમનો વિપાક મનોગુપ્તિનું પાલન નવકાર મહામંત્રનો મહિમા વિષયોમાં આસક્તિ-અનાસક્તિ પરદોષ કથનનો વિપાક અકાર્યથી ન રોકવામાં વિપાક વ્રતનું રક્ષણ કેવી રીતે કરવું ? મનુષ્યભવની દુર્લભતા શીલનો મહિમા તપનો મહિમા જિનપૂજાનું ફળ એષણા સમિતિનું પાલન દાન ન આપવામાં નુક્સાન જીવદયા પાલન અષણીયનો ત્યાગ કરવો પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન પ૯૩ ૫૪૭ ૪૮૩ કીર્તિચંદ્ર રાજા કુંતલદેવી કૅણિક (અશોકચંદ્ર) ફૂલવાલક ક્ષુલ્લક (નાગદત્ત મુનિ) ગંધપ્રિય ગુણદત્ત સાધુ ચંડ પિંગલ ચુલની, જિનદાસ શ્રાવક જિનદાસ શ્રાવક જિનપાલિત-જિનરક્ષિત તપસ્વી તલચોર દરિદ્ર પુરુષ દશ દૃષ્ટાંત દેવસિકા સતી દૃઢપ્રહારી ધનમિત્ર ધનશર્મ સાધુ ધનસાર ધર્મરુચિ અણગાર ધર્મરુચિ મુનિ ધર્મરુચિ મુનિ ૪૬૪ ૩૯૯ ૬૫૦ ૫૭૯ ૩૯૭ ૬૪૯ પ૯૯ ૫૩૫ ૩૭૭ ૧૯૭ ૨૩૪ ૬૮૮ ૩૮૯ ૧૮૦ ૩૩૨ ૩૯૧ ૩૯૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ ૨૨૮ ૨૦૪ ૩૪૩ ૨૬૮ ૫૪૧ ૫૮૭ ૪૧૫ ૧૬૯ ૭૩ ૪૮૯ ૫૮૩ ૬૨૬ ૨૦૪ ૨૦૪ ૬૮૨ ૬૦ નંદિષણ નમિરાજા નાગદત્ત નૃપવિક્રમ રાજા - પંથક સાધુ પુરંદર પ્રદેશી રાજા પ્રસન્નચંદ્ર બે નોકર બે સાધુ બ્રહ્મદેવ ભરત ચક્રવર્તી ભુવનતિલક મણિરથ મદનરેખા મેના પોપટ મૃગાપુત્ર રતિસુંદરી આદિ રવિગુપ્ત ૨સલોલ લક્ષ્મીધર લોલાક્ષ લોહભારવાહ વણિક પુત્રી વરદત્ત મુનિ વસુરાજા વિનીત શિષ્ય વિષ્ણકુમાર શાંતિનાથપ્રભુ (૧૦ ભવ વિસ્તારથી) શિવકુમાર શ્રીમતી સંકાશ શ્રાવક સંગત સાધુ સંપ્રતિ રાજા સમર રાજા સાગરચંદ્ર દ્વેષ કરવાથી થતો વિપાક તપનો મહિમા શીલનો મહિમા અદત્તાદાન વ્રત પાલનમાં દઢતા સમ્યક્તવાળાને દેવનું સાન્નિધ્ય ગુરુકુલવાસ સેવાથી થતા લાભો અયોગ્યને જ્ઞાનદાનનો નિષેધ પ્રેમનો વિપાક અધ્યવસાયની સ્થિરતા સ્વદ્રવ્યથી ધર્મ કરવો. શુદ્ધ પ્રરૂપણા કરવી. જાતિમદ ન કરવો. પ્રેમનો વિપાક વેયાવચ્ચથી થતા લાભો શીલખંડનથી થતા દોષો શીલનો મહિમા જિનપૂજાનું ફળ હિંસાનો વિપાક શીલપાલનનો મહિમા રાત્રિભોજનમાં દોષ રસનેન્દ્રિયના અનિગ્રહમાં દોષ દૃષ્ટિરાગનો વિપાક ચકુઈન્દ્રિયના અનિગ્રહમાં દોષ કુલક્રમથી આવેલ મિથ્યાધર્મનો ત્યાગ માયાનો વિપાક ઈર્યાસમિતિનું પાલન અસત્યવાદોં વિપાક ગંગા કઈ દિશામાં વહે છે. તપનો મહિમા અભયદાન નવકારમંત્રનો મહિમા નવકારમંત્રનો મહિમા દેવદ્રવ્ય ભક્ષણનો વિપાક ભાષાસમિતિનું પાલન ચારિત્રનું ફળ એકપદ શ્રવણથી મોક્ષ જ્ઞાનથી મોક્ષસુખની પ્રાપ્તિ વિનીતનો વિનય કરવો શીલનો મહિમા સ્નેહરાગનો વિપાક સ્પર્શન ઈન્દ્રિયના અનિગ્રહમાં દોષ બ્રહ્મચર્યપાલનનો મહિમા શ્રવણેન્દ્રિયના અનિગ્રહમાં દોષ ગૃહસ્થની વેયાવચ્ચમાં દોષ સત્સંગનો મહિમા આદાન-નિક્ષેપણા સમિતિનું પાલન તપનો મહિમા બ્રહ્મચર્યનું પાલન નવકાર મહામંત્રનો મહિમા ૧૮૫ ૩૭૨ ૪૬૫ ૫૧૬ ૪૫૩ ૫૯૧ ૪૯૩ ૩૮૩ ૩૩૮ ૫૩૯ ૨૩૭ ૧૫ ૬૪૬ ૬૪૮ ૬૬૨ ૩૮૫ ૪૪૨ ૭૧૪ ૧૪૫ સિંહરથ ૬૧૫ ૧૯૨ ૫૧૭ સીતાજી સુંદર સુકમાલિકા સુદર્શન મહર્ષિ સુભદ્રા સુભદ્રા સાધ્વી સોમા-ચિત્રભાનું સોમિલાર્ય સ્કંદકમુનિ સ્થૂલભદ્ર મુનિ હુંડિક યક્ષ ૪૬૯ ૩૫૦ ૪૫૨ ૬૩૭ ૩૯૩ ૨૪૧ ૩૫૬ ૬૫૧ Page #354 -------------------------------------------------------------------------- _