________________
માયા વિષે].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વણિકપુત્રીનું દૃષ્ટાંત-૪૯૭ તેથી જો તમારી દુકાનમાં જ સ્થાન હોય તો થાકેલા અમારા સ્વામિની રાણી રાતનો શેષ કાળ અહીં પસાર કરે. અમારા પિતાનું કોઇક ઘર પણ અહીં જ છે. અમે ત્યાં જઈએ છીએ. દાસીએ આ પ્રમાણે કહ્યું. એટલે વસુદત્તે વિચાર્યું આ પ્રિયરાજાની સ્ત્રી છે. હું વણિક છું. અમે બે એકલા દુકાનમાં શયન કરીએ એ લોકમાં ઘણું વિરુદ્ધ છે. પણ કામી જીવોનું મન યોગ્યાયોગ્યનો વિચાર કરવા સમર્થ થતું નથી. તેથી કંઈપણ થાઓ. એને એ પ્રમાણે ( દાસીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે) કહું. આમ વિચારીને તેને પલંગ ઉપર રાખી. સઘળોય પરિજન જતો રહ્યો. પછી બંનેએ પરસ્પર સ્નેહની પ્રધાનતાવાળું રતિસુખ અનુભવ્યું. એ પ્રમાણે કરતા તે બેના કેટલાક દિવસો પસાર થઈ ગયા. પ્રીતિ ઘણી વધી. મતિમંદિરે વસુદત્તની પાસે આવીને કહ્યું? શું કોઈ ખરાબ રાણી હજી પણ તારી સાથે રહે છે? તૃષ્ણારહિત પાસેથી ઘણો લાભ લે છે. હોંશિયાર માણસોને કોઈ અવિષય ન હોય. (=કોઈ ન જવા યોગ્ય ન હોય.) મતિમંદિરે આ પ્રમાણે કહ્યું એટલે વસુદત્તને શંકા પડી. તેણે કહ્યું: ઇન્દ્રિયોના સંયમવાળી તે એકલી કપાસ વગેરે ગ્રહણ કરે છે. પછી મતિમંદિરે કહ્યું: અહો! જો, અવસરે પુણ્યરૂપ વૃક્ષ ફલિત થતાં સઘળોય લોક સુખ પામે છે. કારણ કે સૂર્ય કમલિનીને સંધ્યા સમયે દૃષ્ટિથી પણ જોતો નથી, અને પ્રાતઃકાળે કિરણો વડે કમલિનીના સર્વ અંગોનો સ્પર્શ થવા છતાં સંતોષ પામતો નથી. આ પ્રમાણે વિચક્ષણતાથી કહ્યું એટલે વસુદરે વિચાર્યું. આ શું? બુદ્ધિનો સાગર આ સંબંધ વિનાનું બોલે છે. આ વચન તે મારી
સ્ત્રી છે એવું સૂચન કરે છે. અને આ સંભવતું નથી. કારણ કે મારી સ્ત્રી કમલિની વિષની લતા છે એમ મેં સાંભળ્યું છે, અને આ તો અમૃતની વેલડી છે. અહીં કમલિનીના આગમનની કોઇપણ રીતે સંભાવના કરાતી નથી. આ પ્રમાણે વિચારતા તેને મતિમંદિરે કહ્યું: હે મિત્ર! ઘણા વિકલ્પોથી તું મુંઝાઇશ નહિ. જે ન ઘટતું હોય તેને પણ વિધિ ઘટાવે છે સંગત કરે છે. (૧૦૦) જે ઘટી રહ્યું હોય સંગત થઈ રહ્યું હોય તેને પણ વિધિ અસંગત કરે છે. તેથી વસુદત્તે પૂછ્યું: તે સુપ્રભની પુત્રી જ છે? મતિમંદિરે કહ્યું: હા. પછી વસુદત્તે કહ્યું છે મિત્ર! મને વરેલી તેને કામાંકુર, મદન અને ગુહ્યક વગેરે મિત્રોએ કાણી અને અતિશય કુરૂપવાળી કેમ કહી? મતિમંદિરે કહ્યું. તે તું જાણે. અથવા તેવા પ્રકારના રમતપ્રિય મિત્રોનાં પણ વચનોમાં આ પ્રમાણે તે આગ્રહ કરે છે. આ તારો દોષ નથી, તારા મિત્રોનો દોષ નથી, કિંતુ તેનો દોષ છે કે જેઓ આ કરાવે છે. તેઓ પણ તેના પૂર્વે કરેલા કર્મથી કરાવે છે. અહીં બહુ કહેવાથી શું? ત્યારથી ખુશ થયેલો વસુદત્ત કમલિનીની સાથે પાંચ પ્રકારના વિષયસુખને ભોગવે છે. આ પ્રમાણે તેમનો કાલ પસાર ૧. આ કથન ચર્થક છે. વસુદત્તના પક્ષમાં કમલિની એટલે વસુદત્તની સ્ત્રી, અને સૂર્યના પક્ષમાં કમલિની એટલે
કમલવન. વસુદત્તના પક્ષમાં કર એટલે હાથ, અને સૂર્યના પક્ષમાં કર એટલે કિરણો. ૨. અહીં થરા અશુદ્ધ જણાય છે. ૧ એમ હોવું જોઇએ.