________________
વિનયથી થતાં લાભમાં
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સિંહરથનું દૃષ્ટાંત-૬૨૩ તુષ્ટ થયેલ તે ત્યાં આવીને અને પ્રદક્ષિણા આપીને સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે– હે ધી! જગતમાં તેમ જ દર્શન કરવા યોગ્ય છો, તેમ જ સ્તુતિ કરવા યોગ્ય છો, તમે જ નમવા યોગ્ય છો, કારણ કે સમૃદ્ધ બે રાજ્યોનો ત્યાગ કરીને દીક્ષા સ્વીકારી. પછી સાધુનું રૂપ (=સાધુપણાને) ધારણ કરનાર અંકની પણ જીવનપર્યંત અખંડપણે વિનયક્રિયા કરી. માનથી સંકીર્ણ લોકમાં જીવોને આ અતિદુષ્કર છે. ક્ષુદ્રદેવોથી ક્ષોભ પમાડાતાઓને આ વિશેષથી અતિદુષ્કર છે. (૧૫૦) તેથી હે ઉત્તમમુનિ! આ જન (=ઇન્દ્ર) મહાદુસ્તર પ્રતિજ્ઞારૂપ સમુદ્રને તરી ગયેલા આપનો દાસ જ છે. આ પ્રમાણે સ્તુતિ કરીને અને પ્રણામ કરીને ઇન્દ્ર સ્વસ્થાને ગયો. સમભાવમાં રહેલા તે મુનિ સુવિશુદ્ધ ભાવનાથી મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મોક્ષમાં જશે. આ પ્રમાણે વિનય આ લોકના અને પરલોકના સુખોનું કારણ છે. [૪૧૧]
આ પ્રમાણે સિંહરથમુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે– किं बहुणा ? विणओ च्चिय, अमूलमंतं जए वसीकरणं । इहलोयपारलोइयसुहाण मणवंछियफलाणं ॥ ४१२॥
વધારે શું કહેવું? જગતમાં વિનય જ મનવાંછિત ફળવાળાં આ લોકસંબંધી અને પરલોકસંબંધી સુખોનું મૂલરહિત અને મંત્રરહિત વશીકરણ છે.
વિશેષાર્થ આરોગ્ય, લક્ષ્મી, યશ, સૌભાગ્ય વગેરે, સ્વર્ગ, રાજ્ય અને મોક્ષની પ્રાપ્તિરૂપ ફલ જેમાં રહેલું છે તેવાં આ લોકના અને પરલોકના સર્વસુખોનું મૂલરહિત અને મંત્રરહિત પરમ વશીકરણ વિનય જ છે એવું અહીં તાત્પર્ય છે.
(જગતમાં કોઇને વનસ્પતિનાં મૂળિયાં ખવડાવીને વશ કરવામાં આવે છે, કોઇને મંત્રના પ્રયોગ દ્વારા વશ કરવામાં આવે છે. વિનય કરનાર મૂળિયા વિના અને મંત્ર વિના બીજાને વશ કરી શકે છે. માટે અહીં “વિનય મૂલ-મંત્રરહિત વશીકરણ છે.'' એમ કહ્યું છે.) [૪૧૨]
આ સંસારમાં વિનયગુણથી યુક્ત જીવોના કંઠમાં આ લોકસંબંધી અને પરલોકસંબંધી લક્ષ્મીની વરમાળા આવે છે. વિનયપૂર્વકના વર્તનથી દેવોનો સમૂહ પણ વશ થાય છે. જેમની બુદ્ધિ અવિનયથી હણાઇ ગઇ છે તેવા જીવોનો ચાંડાલ પણ આશ્રય લેતો નથી. (૧) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં વિનયરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં વિનયરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.