________________
વિનયદ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિનયના પ્રકારો-૬૦૭
વિનયહાર હવે વિનયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
इय भवविरत्तचित्तो, विसुद्धचरणाइगुणजुओ निच्चं ।। विणए रमेज सव्वे, जेण गुणा निम्मला हुंति ॥ ३९५॥
આ પ્રમાણે ભવથી વિરક્ત ચિત્તવાળો અને વિશુદ્ધચારિત્ર આદિ ગુણોથી યુક્ત જીવ સદા વિનયમાં રમે. કારણ કે સઘળા ગુણો વિનયથી નિર્મલ થાય છે. [૩૯૫]
આ પ્રમાણે ભવથી વિરક્ત ચિત્તવાળા અને વિશુદ્ધચારિત્ર વગેરે ગુણસમૂહવાળા પણ જીવે નિત્ય વિનયમાં જ યત્ન કરવો જોઇએ. કારણ કે વિનય સર્વગુણોના અલંકારનું કારણ છે, અર્થાત્ સર્વગુણો વિનયથી જ શોભે છે. આથી ભવવિરાગ દ્વાર પછી વિનયકાર કહેવામાં આવે છે. તેમાં વિનય શબ્દનો શબ્દાર્થ શો છે તે નિરૂપણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે
जम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरंतमोक्खाए । तम्हा उ वयंति विऊ, विणओत्ति विलीणसंसारा ॥ ३९६॥
નરક આદિ ચારગતિરૂપ અંતવાળા સંસારને દૂર કરવા માટે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે તે કારણથી તેને જેમના સંસારનો નાશ થયો છે તેવા જ્ઞાની તીર્થકરો અને ગણધરો વિનય કહે છે. [૩૯૬]
શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણવાતા વિનયને બતાવવા માટે ગ્રંથકાર કહે છેलोगोवयारविणओ, अत्थे कामे भयम्मि मोक्खे य । विणओ पंचवियप्यो, अहिगारो मोक्खविणएणं ॥ ३९७॥
લોકોપચારવિનય, અર્થવિનય, કામવિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારે વિનય છે. તેમાં અહીં મોક્ષવિનયનો અધિકાર છે.
વિશેષાર્થજે લોકોપચારવિનય- લોકોના વ્યવહારમાં રૂઢ થયેલો વિનય લોકોપચાર વિનય છે. તે
આ પ્રમાણે (૧) વિનયને યોગ્ય કોઈ મનુષ્ય આવે ત્યારે ઊભા થવું તે અભ્યત્થાનવિનય.