________________
ઉપદેશમાલા (પુષ્પમાલા) શ્રવણઇન્દ્રિય વિષે સુભદ્રાનું દૃષ્ટાંત
જેનો ફરકતી સફેદ ધજાના વસ્ત્રો આદિરૂપ પક્ષસમૂહ છે તે વસંતપુર નામનું નગર છે, કે જે જાણે સતત ઇંદ્રપુરને ઝડપી લેવા માટે ઉલ્લાસ પામી રહ્યું છે. ત્યાં ધનદનામનો સાર્થવાહ રહે છે, કે જેનું ધન જોવામાં આવતાં કૂબેર પણ પોતાને દરદ્ર માને છે. તે સુભદ્રા નામની પોતાની પત્નીને ત્યાં મૂકીને ઉત્તમ કરિયાણું લઇને વેપાર કરવા માટે બીજા સ્થળે ગયો. પછી ઘણા દિવસો બાદ કાર્ય ઉત્પન્ન થતાં સુભદ્રા પોતાની દાસીઓને નગરમાં ક્યાંક મોકલે છે. આ તરફ મધુર સ્વરવાળો પુષ્પશાલ નામનો ગવૈયો ક્યાંક ગાઇ રહ્યો છે. ગાતો તે કિનરોને પણ કર્ણસુખ આપે છે. તેથી તે દાસીઓએ કોઇ પણ રીતે આનો ગીતધ્વનિ સાંભળ્યો. તેના વડે હરણીઓની જેમ આકર્ષાયેલી તે દાસીઓ ત્યાં ગઇ. પરવશ બનેલી તે દાસીઓ શરીરથી સ્થિર બનીને લાંબા કાળ સુધી ત્યાં જ રહી. ગીત અટકતાં એ દાસીઓ કોઇપણ રીતે ઘરે ગઇ. સાર્થવાહની પત્નીએ તેમને ઘણો ઠપકો આપ્યો. દાસીઓએ કહ્યું: હે સ્વામિની! ગુસ્સો કેમ કરો છો? (મોડું થવામાં) મોટું કારણ સાંભળો. અમે આજે જે સાંભળ્યું તે પશુઓને પણ લોભાવે તેવું હતું. તો પછી મનુષ્યોને લોભાવે તેમાં શું કહેવું? તેમાં પણ વિચક્ષણ પુરુષોને લોભાવે તેમાં તો શું કહેવું? તેથી સુભદ્રાએ પૂછ્યુઃ તે શું હતું? તેમણે કહ્યું: પુષ્પશાલના ગીતથી આકર્ષાયેલી અમારા વડે વીતેલો પણ કાળ ન જણાયો. સુભદ્રાએ કહ્યું: જો એમ છે તો મને પણ તે ગીત સંભળાવો. દાસીઓએ પણ તેનો સ્વીકાર કર્યો.
૪૫૨-શ્રવણેંદ્રિયના અનિગ્રહમાં]
[સુભદ્રાનું દૃષ્ટાંત
ક્યારેક એકસ્થળે દેવમંદિરમાં મહોત્સવ પ્રવર્તી રહ્યો હતો ત્યારે પુષ્પશાલ ગાઇ રહ્યો હતો. સર્વ લોકો ભેગા થયા હતા. આ વખતે સુભદ્રા પિરવારસહિત ત્યાં ગઇ. આ તરફ આખી રાત ગાઇને ખિન્ન થયેલો પુષ્પશાલ પણ દેવમંદિરના પાછળના પ્રદેશમાં જેટલામાં રહે છે તેટલામાં ઘસઘસાટ ઊંઘી ગયો. પછી પ્રદક્ષિણાથી ભમતી સુભદ્રાને દાસીઓએ તેને બતાવ્યો અને કહ્યું કે તે આ ગવૈયો સુતેલો છે. એ અતિશય વિરૂપ (=ખરાબ રૂપવાળો), કાળો, મુખની બહાર ગયેલા દાંતવાળો અને પીળા કેશવાળો છે. તેથી સુભદ્રાએ કહ્યું: જેની આવી રૂપસંપત્તિ છે તેનું ગીત પણ ચોક્કસ આવું જ હોય. કારણ કે શેષગુણો આકૃતિથી રહિત પુરુષમાં ક્યાંથી જ મળે? ઇત્યાદિ બોલતી અને તેના કુરૂપમાં ઉદ્વિગ્ન બનેલી સુભદ્રા તે પ્રદેશમાં થૂંકીને ઘરે ગઇ. ત્યાં નજીકમાં રહેલા ક્ષુદ્રવર્ગે પુષ્પશાલને સુભદ્રાની અનુચિત ચેષ્ટા વિશેષથી જ કહી. તેથી ગુસ્સે થયેલા અને એના અપકારને વિચારતા પુષ્પશાલે સુભદ્રાને પતિવિરહથી પીડિત થયેલી જાણી. આથી ધનદ સાર્થવાહ જેવી રીતે તેને ઘર ભળાવીને ગયો, જેવી રીતે રાજાએ તેના ઉપર મહેરબાની કરી અને દેષાંતરમાં વ્યવહાર કર્યો, જેવી રીતે રાજાથી સન્માનિત કરાયેલો તે ઘણું ધન મેળવીને, પાછો ફર્યો, જેવી રીતે અતિશય ઘણી ઋદ્ધિથી (=આડંબરથી) ક્રમશઃ