________________
ઇંદ્રિયજય દ્વા૨]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇન્દ્રિયજય ન કરવાથી દોષો-૪૫૧
તે રીતે જગતમાં પ્રસિદ્ધ અને તે રીતે કુશળ અને લંકાધિપતિ એવો તે રાવણ પણ સીતાનું હરણ કરવાની ક્રિયાથી પ્રગટ થતા ઇન્દ્રિયજય અભાવના કારણે યશસ્વી જીવનના વિનાશરૂપ મરણને પામ્યો. તો પછી બીજા માટે શું કહેવું? રાવણનું કથાનક લોકમાં અતિશય પ્રસિદ્ધ જ છે. આથી અહીં લખવામાં આવતું નથી. [૨૬૯]
અથવા શરીરમાં રહેલી માત્ર પાંચ ઇન્દ્રિયોથી પણ રાવણનું સામર્થ્ય ખંડિત થઇ જવાથી રાવણ શૂર જ નથી એમ જણાવે છે–
देहट्ठिएहिं पंचहिं, खंडिज्जइ इंदिएहिं माहप्पं । નક્ષ સ તÜપિ હિં, વિિિગ્નવંતો હું સૂરો? | ૨૭૦૫
શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોથી જેનું સામર્થ્ય ખંડિત કરાય છે તે બહાર લાખ માણસોને જીતતો હોય તો પણ શૂર કેવી રીતે કહેવાય? [૨૭૦]
તો પછી શૂર કોણ છે તે કહે છે—
सो च्चिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्चं । इंदियचोरेहिं सया, न लुंटियं जस्स चरणधणं ॥ २७९ ॥
તે જ શૂર છે, તે જ પંડિત છે, અમે તેની જ નિત્ય પ્રશંસા કરીએ છીએ, કે જેનું ચારિત્રરૂપ ધન ઇન્દ્રિયરૂપ ચોરોથી સદા લૂંટાયું=ચોરાયું નથી. [૨૭૧]
હવે ઉદાહરણ દ્વારા ઉપદેશને કહે છે—
सोएण सुभद्दाई, निहया तह चक्खुणा वणिसुयाई । घाणेण कुमाराई, रसणेण हया नरिंदाई ॥ २७२ ॥
फासिंदिएण वसणं, पत्ता सोमालियानरेसाई । ભાવિ નિયા, નીવા કિ પુળ સમયેળ?॥ ૨૭૩॥
શ્રોત્રથી સુભદ્રા વગેરે મરણને પામ્યા. ચક્ષુથી વણિકપુત્ર વગેરે, ઘ્રાણથી કુમાર વગેરે, રસનાથી રાજા વગેરે હણાયા. સ્પર્શનેન્દ્રિયથી સુકુમાલિકાનૃપ વગેરે સંકટને પામ્યા. એકેક ઇન્દ્રિયથી જીવો હણાયા, તો પછી પાંચેય ઇન્દ્રિયોથી હણાય તેમાં શું કહેવું?
વિશેષાર્થ– નિગ્રહ ન કરાયેલી શ્રોત્રેન્દ્રિયથી સુભદ્રા વગેરે હણાયા=આ ભવમાં જ મારણાંતિકી (=મરણને કરનારી) આપત્તિને પામ્યા. તે આ પ્રમાણે–