________________
ગુરુકુલવાસ સેવા દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આલોચના-૫૫૦ હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા અને હવે પછી કહેવાતા દ્વારની સાથે સંબંધને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
तो सेविज गुरुं चिय, मोक्खत्थी मोक्खकारणं पढमं । आलोएजसु सम्मं, पमायखलियं च तस्संतो ॥ ३४९॥
તેથી મોક્ષાર્થી મોક્ષનું પ્રથમ (=પ્રધાન)કારણ એવા ગુરુને જ સેવે. તથા તેમની પાસે પ્રમાદથી થયેલ સ્કૂલનાની સમ્યક્ આલોચના કરે.
વિશેષાર્થ- તેથી મોક્ષાર્થી બનીને હંમેશાં જ ગુરુને સેવે. કારણ કે ગુરુસેવા જ મોક્ષનું પ્રથમ(=પ્રધાન)કારણ છે. તેના વિના સઘળા જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થતી નથી. ગુરુની સેવા કરતાં પ્રમાદના કારણે જે કોઈ સ્કૂલના થાય=અતિચાર લાગે તે બધાની તેમની પાસે સમ્યક આલોચના કરે, અર્થાત્ દોષોને બરાબર કહીને ગુરુએ કહેલા પ્રાયશ્ચિત્તને આચરે પૂર્ણ કરે. કારણ કે અન્યથા ગુરુસેવા નિષ્ફલ છે. કહ્યું છે કે-“ગુરુની પાસે પણ રહેનારા જે સાધુઓ ગુરુથી પ્રતિકૂળપણે વર્તન કરે છે તેમની ગુરુસેવા નિષ્ફળ છે અથવા અનર્થ ફળવાળી જ છે.”
તેથી આનાથી એ કહ્યું કે ગુરુકુલવાસમાં રહેલાએ પણ ગુરુની પાસે આલોચના કરવી જોઇએ. આથી ગુરુકુલવાસ દ્વાર પછી આલોચના દ્વાર કહેવાય છે. [૩૪૯]
આ પ્રમાણે વિદ્વાનોએ ગુરુકુલવાસ સેવવો જોઇએ. કારણ કે અનુપમ મુક્તિપદરૂપ લક્ષ્મીનું પ્રથમ કારણ ગુરુકુલવાસ જ છે. ગુરુકુલવાસ કુમતવાળી બુદ્ધિને દૂર કરે છે, અને ચિત્તશુદ્ધિને આપે છે. ગુરુકુલવાસમાં જીવોની કઈ અભીષ્ટ વસ્તુ ફળતી નથી? અર્થાત્ બધી જ અભીષ્ટ વસ્તુ ફળે છે. (૧) જ્ઞાન વિના ઇષ્ટ અર્થની સિદ્ધિ થતી જ નથી. તે જ્ઞાન પણ સદ્ગુરુઓની સમ્યક્ સેવા કરવાથી થાય છે. આશ્રય કરાયેલી આ ગુરુજન ચરણ સેવારૂપ કલ્પલતા સદ્ધોધને વિસ્તારે છે અને સન્માર્ગના રુકાવટને (=અટકાવ) હણે છે. (૨)
આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા વિવરણમાં
ભાવનાદ્વારમાં ગુરુકુલવાસરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ગુરુકુલવાસરૂપ પ્રતિકારનો
રાજશેખરસૂરિકૃતિ ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.