________________
૩૯૮- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વચનગુપ્તિ સંબંધી મનરૂપ વાનર બાળકને નિયંત્રણ કરીને ગાઢ ધારણ કરે છે પકડી રાખે છે. તે રીતે પકડી રાખેલા અને વિષાદને પામેલા તેને તપરૂપ પાણીથી વિશુદ્ધ કરીને શુભધ્યાનરૂપ અગ્નિમાં તપાવે છે. પછી તપાવેલું તે લોભરહિત બનીને કેવલજ્ઞાન સ્વરૂપ બને છે. તેથી પૂર્વાવસ્થામાં રહેલા પોતાના દોષોને પ્રત્યક્ષ જાણીને લોકોને કહે છે કે હે જનો! તેથી તમે મનરૂપ વાનર બાળકને વશ ન બનો. આના આ દોષો કરુણાથી આ પ્રમાણે લોકમાં પણ પ્રક્ટ કરીને જાણે જાતિબહુમાનથી હોય તેમ અન્યપણ ભવ્યજીવોના મનરૂપ વાનરબાળકોને ઘણાઓ દ્વારા અતિશય વિશુદ્ધ કરાવે છે. (૨૫) પછી દુઃખમુક્ત અને અનંતસુખયુક્ત પોતે ( કેવલજ્ઞાન) પોતાના સ્વામીની સાથે જ મુક્તિપુરીમાં જાય છે. ત્યાં નિર્મલ તે તેવા જ સ્વરૂપે અનંતકાલ સુધી રહે છે. તેમનામાં જગત સંક્રાન્ત થયેલું છે, અર્થાત્ તેમનામાં આખા જગતનું પ્રતિબિંબ પડે છે.
તેથી હે જીવ! તું પણ પોતાના મનરૂપ વાનર બાળકને જિનશાસ્ત્રમાં કહેલી ભાવનારૂપ થાંભલામાં ગાઢ બાંધીને ક્ષણવાર ધારણ કર, જેથી તું વાંછિતસુખને પામે. જેવી રીતે ધમેલું સોનું ફૂંકથી ગુમાવી દે તેમ તું વેદનાથી દુઃખી થઈને કે સ્ત્રીમાં આસક્ત થઈને સ્વસુકૃતને હારી ન જા. આ પ્રમાણે ભાવના ભાવતો અને નિશ્ચલ મનવાળો એ પ્રાણોથી અને પાપોથી સાથે જ મૂકાયો, અને વૈમાનિકદેવોમાં ગયો. તેનું શરીર પડતાં સંભ્રાન્ત થયેલી તેની પત્ની ઊભી થઈ. વિમૂઢ તે આ વૃત્તાંતને જાણીને જેટલામાં ભય પામેલી રહે છે, તેટલામાં તે દેવ અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યો. કરુણાથી પ્રતિબોધ પમાડીને બંનેને જિનશાસનની દીક્ષા ગ્રહણ કરાવે છે. આવા પ્રકારના વિષમ પણ પ્રસંગમાં ગૃહસ્થો હોવા છતાં જો આ પ્રમાણે મનનો વિરોધ કરે છે તો સાધુ મહાત્માઓ મનનિરોધને કેમ ન કરે? [૧૯૪] .
આ પ્રમાણે જિનદાસનું કથાનક પૂર્ણ થયું. હવે વાણીસંબંધી ગુણિને કહે છેअकुसलवयणनिरोहो, कुसलस्स उईरणं तहेगत्तं । भासाविसारएहिं, वइगुत्ती वन्निया एसा ॥ १९५॥
અકુશલ વચનનો નિરોધ, કુશલ વચનની ઉદીરણા અને વચનનું એકત્વ આ ત્રણે પ્રકારની ગુપ્તિને ભાષાવિશારદોએ વચનગુપ્તિ કહી છે.
| વિશેષાર્થ– અકુશલ વચન એટલે સાવદ્ય બોલવું તે. કુશલ વચન એટલે સૂત્રાર્થનો પાઠ કરવો વગેરે. કુશલ વચનની ઉદીરણા એટલે પ્રયત્નથી સૂત્રાર્થનો પાઠ કરવો. વચનનું એકત્વ એટલે વચનના વ્યાપારનો અભાવ, અર્થાત્ મૌન. [૧૯૫]