________________
૬૫૮-સ્ત્રી સંગમાં)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અહંન્નકમુનિનું દૃષ્ટાંત અને તેવી અવસ્થાવાળી માતાને જોઈને તે જલદી ખિન્ન બન્યો અને લજ્જા પામ્યો. તેણે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું અહો જુઓ. તે હું કુપુત્ર છું કે જેના કારણે આ આવી અવસ્થાને પામી અને શૂન્ય બનીને નગરમાં ભમે છે. અથવા જન્મેલા પણ દુષ્ટપુત્રોથી બીજું શું ફળ થાય? અરણિકાષ્ઠમાં ઉત્પન્ન થયેલો અગ્નિ દાહને છોડીને બીજું શું કરે.
ઈત્યાદિ રીતે પોતાની નિંદા કરીને અને સહસા ઘરમાંથી નીકળીને અહંન્નક માતાની પાસે ગયો. ચરણોમાં પડીને માતાને કહ્યું હે મા! તે દુપુત્ર આ અહંન્નક છે. હું સદા તમારે જોવા લાયક નથી. જેવી રીતે દાવાનલરી બળેલી ચંપકલતા નવીન મેઘથી સ્વસ્થ થાય તેમ તેને સહસા જોઈને માતા સ્વસ્થ થઈ. વિસ્મય પામેલી માતાએ તેને પૂર્વનો વૃત્તાંત પૂક્યો. તેણે કહ્યું મા! પાપી એવા મારા દુચરિત્રને ન પૂછ. માતાએ અતિ આગ્રહ કર્યો એટલે તેણે માતાને બધું ય કહ્યું. અતિ ખિન્નહૃદયવાળી માતાએ કહ્યું: હે વત્સ! જો કે તે આ કર્યું, તો પણ હજીપણ જિને કહેલી દીક્ષાને લે, જેથી ભવિષ્યમાં અનંતભવોના દુઃખરૂપ વનમાં ન પડે. તેણે કહ્યું: હે મા! હું તમારા હિતોપદેશને યોગ્ય નથી. પણ ગુરુનું અને જિનોનું પણ વચન ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. આ પ્રમાણે કહીને તે ગુરુની પાસે ગયો. તેણે સંવેગથી પૂર્ણ બનીને, ભક્તિથી પ્રણામ કરીને, અંજલિ કરીને વિનયથી ગુરુને કહ્યું: હે નાથ! સુકુલમાં ઉત્પન્ન થયેલાઓને સ્વપ્નમાં પણ જે કરવા યોગ્ય નથી તે પણ પાપી એવા મેં કર્યું. આ રીતે માતાને દુઃખના માર્ગમાં નાખી. તેથી હું હમણાં આપની વ્રતપ્રદાનની કૃપાને યોગ્ય નથી. તો પણ તેવું કરો કે જેથી મારી માતા ધીરજને પામે. માતાએ પણ પૂર્વનો સઘળો ય વૃત્તાંત કહ્યો. તેથી આરાધક છે એમ જાણીને ગુરુએ તેને વિધિથી દીક્ષા આપી.
પછી ગુરુને નમીને તેણે કહ્યું: હે નાથ! હું ધીરપુરુષોએ આચરેલી આ દીક્ષાને લાંબા કાળ સુધી ધારણ કરવા માટે સમર્થ નથી. તેથી હે નાથ! જો આપની અનુજ્ઞા હોય તો અનશન કરીને પોતાના કાર્યને થોડા જ કાલમાં જલદી સાધી લઉં. આ આરાધક થશે એમ જાણીને ગુરુએ અનુજ્ઞા આપી. પછી તે ઉનાળામાં મધ્યાહ્નકાળના સમયે પર્વતના શિખર ઉપર ચડીને તપેલી મોટી શિલા ઉપર કાઉસ્સગ્નમાં રહ્યા. ઉપર અને નીચે ગરમીથી તપાવાતા તેમણે ચિંતવવાનું શરૂ કર્યું હે જીવ! આ સઘળા પરીષહને તું સહન કર. કારણ કે પૂર્વે કરેલાં કર્મો તો દૂર રહો, કિંતુ આ ભવમાં પણ વ્રતભંગ નિમિત્તે જે કર્મ તે કર્યું છે તેના પણ અંતને તું કોઇપણ રીતે પામીશ. તેને અહીં કોણ જાણે છે? વળી બીજું- જેના શીલરૂપ વૈભવનો નાશ થયો છે તેવા તારું જો મરણ થાય તો નરકરૂપ અગ્નિમાં પરાધીનપણે શેકાતો તું ડાહ્યા પુરુષને શોક કરવા યોગ્ય થાય.