________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનંતવાર રૈવેયકોમાં ઉત્પત્તિ-૪૧૯ લિંગને ગ્રહણ કર્યા વિના રૈવેયકોમાં ઉત્પત્તિનો શાસ્ત્રમાં નિષેધ છે. સઘળાય જીવો પૂર્વે અનંતવાર રૈવેયકોમાં દેવપણે ઉત્પન્ન થયા છે. પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે
હે ભગવન્! સર્વ જીવો ઉપરનો ગ્રેવયકોમાં દેવપણે, દેવીપણે, આસન, શયન, સ્તંભ, પાત્ર, ભાજન અને ઉપકરણપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હે ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે, 'દેવીપણે ઉત્પન્ન થયા નથી.”
આનાથી જણાય છે કે પૂર્વે પ્રત્યેક સર્વ જીવોએ દ્રવ્યલિંગો અનંતવાર પ્રાપ્ત કર્યા છે. કારણ કે તે વિના રૈવેયકોમાં (દેવરૂપે) ઉત્પત્તિ ઘટી શકે નહિ. પ્રાપ્ત કરેલાં પણ તે દ્રવ્યલિંગોથી મોક્ષરૂપ કાર્ય જરા પણ સિદ્ધ ન થયું. ભાવલિંગ તો સર્વથા પ્રાપ્ત કર્યું નથી, એકેય વાર પ્રાપ્ત કર્યું નથી. અન્યથા (=ભાવલિંગ એકવાર પણ પ્રાપ્ત કર્યું હોય તો) અનંતપુદ્ગલપરાવર્ત જેટલી ભવસ્થિતિ ન ઘટી શકે.
તેથી માનસિક શુભપરિણામરૂપ ભાવમાં જ પ્રયત્ન કરવો જોઇએ. [૨૧] આ જ વિષયને કહે છેतम्हा परिणामो च्चिय, साहइ कजं विणिच्छओ एस । ववहारनयमएणं, लिंगग्गहणंपि निद्दिढें ॥ २२२॥
તેથી. પરિણામ જ કાર્યને સાધે છે. આ નિશ્ચયનય છે=નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયના મતથી લિંગને ગ્રહણ કરવાનું પણ કહ્યું છે.
વિશેષાર્થપૂર્વપક્ષ જો પરિણામ જ કાર્યને સાધે છે તો લિંગનું સાધુવેષનું) ગ્રહણ નિરર્થક થયું.
ઉત્તરપક્ષ- લિંગગ્રહણ નિરર્થક નથી. કારણ કે વેષ ધર્મનું રક્ષણ કરે છે. જો વેષનો ત્યાગ કરવામાં આવે તો પછીના કાળમાં અકાર્યની પ્રવૃત્તિ જોવામાં આવે છે. વેષ હોય તો અકાર્ય કરવાનું મન થતાં “હું દીક્ષિત થયેલો છું” એમ શંકા પામે છે, અને હું દીક્ષિત થયો છું એમ માનીને અકાર્ય કરતાં અટકે છે. જેમ રાજા (દંડદ્વારા) દેશને દેશના લોકોને અકાર્ય કરતાં રોકે છે, તેમ વેષ અકાર્યાચરણ કરતાં રોકે છે.” ઇત્યાદિ કારણને પ્રગટ કરવામાં તત્પર વ્યવહારનયના મતે લિંગ ગ્રહણ કરવાનું પણ જિનેશ્વર ભગવંતોએ બતાવેલું છે એમ ગાથાર્થ છે. [૨૨૨]
૧, નવ રૈવેયકના નીચેના ત્રણ, વચલા ત્રણ અને ઉપરના ત્રણ એમ ત્રણ વિભાગ છે. આથી અહીં ‘ઉપરના”
શબ્દથી ઉપરના ત્રણ રૈવેયકો સમજવા. ૨. આનાથી એ નિશ્ચિત થાય છે કે દેવલોકમાં આ બધી વસ્તુઓ સચિત્ત હોય. ૩. રૈવેયકોમાં દેવી ન હોય માટે દેવીપણે ઉત્પન્ન થયા નથી.