________________
૪૧૮- ચરમશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [માત્રવેષથી આત્મકલ્યાણ ન થાય ફરી પણ સર્વાર્થસિદ્ધ વિમાનને યોગ્ય થયા. શ્રી મહાવીર સ્વામી આ પ્રમાણે જેટલામાં કહે છે તેટલામાં પ્રસન્નચંદ્રરાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવસમુદાયે ત્યાં કેવલજ્ઞાનનો મહિમા કર્યો. તેથી આ શું? એમ રાજા પૂછે છે અને ભગવાન તેની ઉત્કૃષ્ટશુદ્ધિને કહે છે. તેથી વિસ્મય પામેલો રાજા વિચારે છે– આ વચન સત્ય છે કે, જિનોએ વ્યાપારોમાં મનના વ્યાપારને મહાન કહ્યો છે, કે જે સાતમી નરકમાં લઈ જાય છે, અથવા તે જ મોક્ષમાં લઈ જાય છે. [૧૯]
આ પ્રમાણે પ્રસન્નચંદ્રરાજર્ષિનું કથાનક પૂર્ણ થયું. તેથી વેષ હોવા છતાં મનોનિગ્રહ ન હોય તો સાતમી નરકને યોગ્ય કર્મો ગ્રહણ કરાય છે. આથી માત્ર વેષથી સંતોષવાળા ન બનવું, કિંતુ મનની સમાધિમાં પ્રયત્ન કરવો જોઇએ. સૂત્રકાર આ જ કહે છે–
अहरगइपट्ठियाणं, किलिट्ठचित्ताण नियडिबहुलाणं । सिरतुंडमुंडणेणं, न वेसमेत्तेण साहारो ॥२२०॥
અધોગતિમાં જવાવાળા, ક્લિષ્ટ્રચિત્તવાળા અને ઘણી માયાવાળાઓનો મસ્તક-મુખનું મુંડન કરીને માત્ર વેષ ધારણ કરવાથી ઉપકાર ( સ્વોપકાર-આત્મકલ્યાણ) થતો નથી. [૨૦]
વળી– वेलंबगाइएसुवि, दीसइ लिंगं न कज्जसंसिद्धी । पत्ताइं च भवोहे , अणंतसो दव्वलिंगाइं ॥ २२१॥
વિદૂષકો આદિમાં પણ સાધુવેષ દેખાય છે, પણ કાર્યસિદ્ધિ થતી નથી. ભવસમૂહમાં અનંતવાર દ્રવ્યલિંગો પ્રાપ્ત કર્યા છે.
વિશેષાર્થ– વિદૂષકોમાં ( નાટક કરનારાઓમાં) પણ સાધુવેષને ગ્રહણ કરવાની અવસ્થામાં મુહપત્તિ-રજોહરણ વગેરે સાધુવેષ દેખાય છે. તેઓ વિદૂષક હોવાના કારણે જ ભાવશૂન્ય હોવાથી તેમની મોક્ષપ્રાપ્તિ આદિ કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આદિ શબ્દથી કાષ્ઠમાં કરેલા ચિત્ર આદિમાં રહેલા સાધુનું ગ્રહણ કરવું. તેથી ભાવરહિત વેષ અપ્રમાણ છે.
વળી– જો માત્ર વેષ પણ કાર્યસાધક હોય તો આટલા કાળ સુધી સંસારમાં રહેવાનું જ ન થાય. કારણ કે અનાદિ ભવપ્રવાહમાં ભમતા પ્રત્યેક સઘળાય જીવોએ ક્યાંક આજીવિકા માટે, ક્યાંક કોઈના દબાણથી, કયાંક આજીવિકા અને દબાણ એ બંને કારણથી, ક્યાંક દેવલોક વગેરેના ભોગોની આકાંક્ષાથી, ક્યાંક કીર્તિ આદિ માટે માત્ર વેષસ્વીકારરૂપ દ્રવ્યલિંગો અનંતા પ્રાપ્ત કર્યા છે. કારણ કે દ્રવ્યથી કે ભાવથી જિનપ્રણીત