________________
પ૬૪-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્દકકુમારનું દૃષ્ટાંત મુનિ કોઇપણ રીતે ન પરણે તો હું ભયંકર અગ્નિમાં પતંગની લીલાને વિડંબના પમાડું, અર્થાત્ પતંગ જેમ અગ્નિમાં ઝંપલાવે છે તેમ હું પણ અગ્નિમાં ઝંપલાવીશ. પતંગ તિર્યંચ છે, જ્યારે હું મનુષ્ય છું. આથી હું અગ્નિમાં પડું તો પતંગની લીલાને વિડંબના પમાડી ગણાય. તેથી તે સપુરુષ! કરુણા કરીને આ બાળાને તમે પરણી. ધર્મ કરૂણાવાળો હોય. તમારા માર્ગમાં ધર્મ વિશેષથી કરૂણાવાળો છે. ધનશ્રીના શૃંગારગર્ભિત અને દીનવચનોથી તથા પરિવારયુક્ત રાજા અને શ્રેષ્ઠીની પ્રાર્થનાથી દેવીએ જે કહ્યું હતું તે ભોગફલવાળું કર્મ ઉદયમાં આવ્યું. તે કર્મોદયને વશ બનેલા અને મલિન થયેલા માહાત્મવાળા તે આર્તક તેને પરણે છે.
ભોગોને ભોગવતા તેને સમય જતાં પુત્ર થયો. તે પુત્ર મોટો થયો ત્યારે આર્દિકકુમારે પત્નીને કહ્યું. આ હવે તને સહાયક થશે. મને રજા આપ કે જેથી હું જલદી દીક્ષા લઉં. તેથી દુઃખી થયેલી ધનશ્રી પુત્રને ભરમાવે છે, અને પોતે રૂની પુણિયો કાંતવાનું શરૂ કર્યું. તેથી પુત્રે કહ્યુંહે મા! તે અનુચિત આ કેમ શરૂ કર્યું? ધનશ્રી બોલીઃ હે વત્સ! પતિ વિદ્યમાન ન હોય ત્યારે સ્ત્રીઓને આ જ શોભારૂપ છે. માતાએ આમ કહ્યું એટલે પુત્ર બોલ્યોઃ હે મા! વિજયી પિતાજી વિદ્યમાન હોવા છતાં તું આ કેમ બોલે છે? માતાએ કહ્યું: હે વત્સ! તારા પિતા ક્યાંક જવાના છે એમ દેખાય છે. તેથી તે બાળકે કાલી ભાષામાં કહ્યું હે મા! પિતા ક્યાં જશે? હું બાંધીને રાખું છું. પછી પોતાની ચેષ્ટાથી હરખાતા તેણે રેંટિયાથી કાંતેલા સૂતરના તાંતણાઓથી પિતાના પગોને વીંટવાનું શરૂ કર્યું. પિતા વિચારવા લાગ્યો કે આ બાળક મારા પગોમાં જેટલા આંટા આપશે તેટલા વર્ષ મારે ઘરે રહેવું. પુત્રમોહથી મોહિત મનવાળો તે બાર આંટા ગણીને બાર વર્ષ ફરી પણ રહ્યો. બારવર્ષના અંતે તેણે વિચાર્યું. પૂર્વે મનથી પણ વ્રતનો ભંગ કર્યો તો અનાર્ય થયો. હમણાં તો મેં સર્વથા વ્રત ભાંગ્યું છે. તેથી મૂઢહૃદયવાળા મને આગળ શું કષ્ટ થશે તે હું જાણતો નથી. પરંતુ હમણાં પણ મારે વિષયરૂપ ઝેરીલા કાદવમાંથી નીકળી જવું એ યોગ્ય છે. તે વખતે દેવીએ રોકવા છતાં દીક્ષા લીધી. હે જીવ! હમણાં આ પ્રમાણે ભાંગેલા વ્રતવાળો તું મરી કેમ ન ગયો? મારા સિવાય બીજો કોઈ જાણવા છતાં આ અનુચિત કરે? અથવા અતિશય મૂઢ એવા મારું જ્ઞાન પણ વિચારવા જેવું છે. સૂર્યનો ઉદય થયે છતે તેની આગળ અંધકારસમૂહ Qરે નહિ. તેથી હજી પણ પોતાને માર્ગમાં સ્થાપું. કારણ કે કહ્યું છે કે
જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, તેઓ પાછળથી (વૃદ્ધાવસ્થામાં દીક્ષા લે તો પણ જલદીથી દેવલોકમાં જાય છે.” (દશ. ૪-૨૮) આ પ્રમાણે વિચારીને તે પત્નીના રોકવા છતાં દીક્ષા લઈને સિંહ જેમ ગુફામાંથી બહાર નીકળે તેમ ઘરમાંથી નીકળી ગયા. (૧૨૫)
આ તરફ આર્દિકકુમારની રક્ષા માટે રાજાએ જે પાંચસો રાજપુત્રો આપ્યા (રાખ્યા) હતા, તે રાજપુત્રો આર્દિકકુમાર તે રીતે પલાયન થયે છતે લજ્જાથી અને ભયથી રાજાની