________________
જાતિમદ વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મદેવનું દૃષ્ણત-૪૯૧ છે. (=માને છે.) શિકાર ખેલે છે. દારૂ પીએ છે. માંસ ખાય છે. ચોરી કરે છે. ત્યાંથી મરીને પાંચમી પૃથ્વીમાં નારક થયો. ત્યાંથી મરીને મત્સ્ય થયો. ફરી પણ મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે ઘણા ભવોમાં ભમ્યો. પ્રાયઃ કરીને બધા સ્થળે હીનજાતિમાં ઉત્પન્ન થયો, લોકોને ઉગ કરનારો અને મહાદુઃખી થયો. હવે કોઇવાર કોઈક સ્થાનમાં અજ્ઞાનતપના પ્રભાવથી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પણ ઍવીને ભરતક્ષેત્રમાં પદ્મખંડનગરમાં કુંદાંતા નામની વેશ્યાનો શ્રેષ્ઠરૂપધારી મદન નામનો પુત્ર થયો. તેણે ૭૨ કળાઓ તે રીતે ભણી કે જેથી નગરમાં તેના જેવો વિજ્ઞાનરૂપ ધનવાળો બીજો કોઈ ન હતો, કલાચાર્ય પણ તેના જેવો ન હતો. વળી બીજું- તે ત્યાગના સ્વભાવવાળો, કૃતજ્ઞ, વિનયયુક્ત, હોશિયાર, પરોપકારમાં જ રસિક, દાક્ષિણ્યતામાં તત્પર, અને ગંભીર હતો. ઘણું કહેવાથી શું? તે બીજા પણ ઘણા ગુણોથી યુક્ત હતો. તો પણ લોક અવજ્ઞાથી શું આ વેશ્યાપુત્ર છે? એમ કહે છે. ગુણને અનુરૂપ ફલ ન મળવાના કારણે ક્લેશને પામતો અને અશુભ સંકલ્પ-વિકલ્પને કરતો તે ક્યારેક હૃદયમાં આ પ્રમાણે વિચારે છે કે જો અધમ જાતિમાં નંખાયો તો ઉત્કૃષ્ટગુણવાળો કેમ કરાયો? ઉત્કૃષ્ટગુણવાળો કરાયો તો હીન જાતિમાં કેમ નંખાયો? અથવા અમૃતમય પણ અને કલાઓના આશ્રય પણ ચંદ્રને કલંકસહિત કરીને વિધિ બીજી વસ્તુમાં એક સ્થળે કેવળ ગુણમીલન કેવી રીતે કરે? સાચે સઘળા ગુણોના મીલનમાં ( કેવળગુણોના મીલનમાં) વિધિની બુદ્ધિ વિમુખ (=અવળી ચાલનારી) છે. કારણ કે વિધિએ સમુદ્રને રત્નોથી પૂરીને પણ ખારો બનાવ્યો.
ખિન્ન બનેલો તે ઇત્યાદિ વિચારે છે તેટલામાં નગરની બહાર દેવોના આગમનથી મનોહર નંદન નામના ઉદ્યાનને જુએ છે. પૂછાયેલા કોઈકે કહ્યું કે દેવોએ જેમનો મહિમા કર્યો છે તે જ્ઞાનજલદ નામના કેવલી અહીં પધાર્યા છે. હર્ષથી, કૌતુકથી, ભક્તિથી અને શંકાઓને પૂછવા માટે નગરજન ત્યાં જઈ રહ્યો હતો. તેથી મદન પણ ત્યાં ગયો. દેવમનુષ્ય-અસુર-સહિત પર્ષદામાં ધર્મને કહેતા કેવળીને જોઈને તેનાં અંગો પુલક્તિ બન્યાં. પ્રણામ કરીને તે ધર્મકથાને સાંભળે છે. પછી અવસર મેળવીને તેણે પૂછ્યું: હે ભગવન્! મારામાં ગુણો ઘણા હોવા છતાં કયા કર્મથી મને હીનજાતિ મળી? (૫૦) તેથી કેવલીએ કહ્યું: હે ભદ્ર! તારું આ દુઃખ કેટલું માત્ર છે? પૂર્વે મૂઢદયવાળા તેં જે જાતિમદ કર્યો તેનો ફલસમૂહ પૂર્વે પણ અનુભવ્યો છે. આ શેષમાત્ર જ છે. મદને પૂછ્યું: હે ભગવન્! કેવી રીતે મેં જાતિમદનો ફલસમૂહ અનુભવ્યો છે? તેથી કેવલીએ બ્રાહ્મણના ભવથી આરંભી વર્તમાન ભવ સુધીનો સઘળો વૃત્તાંત કહ્યો. આ સાંભળીને સંવેગને પામેલા તેણે અંજલિ કરીને કેવલીને કહ્યું: હે મુનિવર! જો હું આપની કૃપાને યોગ્ય છું. તો આપ