________________
૪૯૦-જાતિમદ વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બ્રહ્મદેવનું દષ્ટાંત પિશાચથી ગ્રહણ કરાયો હોય તેમ આ પ્રમાણે કરતા તેના ઉપર લોક હસે છે. જાતિમદમાં અતિશય પ્રવૃત્ત થયેલો તે માતા-પિતાને પણ ઉગ કરે છે.
હવે એક દિવસ પિતાએ તેને કહ્યું: હે વત્સ! સર્વકાર્યોમાં અતિશય પ્રવૃત્તિ લોકવ્યવહારથી બહાર છે અને સર્વકાર્યમાં નિષેધ કરાયેલી છે. કારણ કે કહ્યું છે કેવેદને ધારણ કરનાર જો સર્વશાસ્ત્રોના પારને પામેલો હોય તો પણ લૌકિક આચારને મનથી પણ ન મૂકે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરતો તું વ્યવહારનું ઉલ્લંઘન કરે છે. જેથી આટલો બધો જાતિમદ લોકમાં શોભતો નથી. વળી બીજું- કર્મના કારણે બ્રાહ્મણ પણ હિનજાતિમાં ઉત્પન્ન થાય. હીન પણ બ્રાહ્મણ થાય. તેથી કોની જાતિ શાશ્વતી છે? તેથી
જાતિનું બહુમાન અને શૌચ તેટલું કર કે જેટલાથી લોકમાં કયાંય ઉપહાસને ન પામે. પિતાથી ઇત્યાદિ કહેવાતો અને બીજાપણ વિશિષ્ટ પુરુષોથી કહેવાતો જાતિમદને વશ બનેલો તે કંઇપણ માનતો નથી, અથવા અધિક દ્વેષમાં ચડે છે, અર્થાત્ અધિક દ્વેષ કરે છે, અધિક જાતિમદ કરે છે. તેથી અયોગ્ય જાણીને પિતાથી તિરસ્કાર કરાયેલો તે ભૂતથી ગ્રહણ કરાયેલાની જેમ પ્રવૃત્તિ કરે છે.
હવે એકવાર પિતાનું મૃત્યુ થયું. રાજાએ તે બ્રહ્મદેવ બ્રાહ્મણને જાતિમદની ઉન્મત્તતાથી પરાભૂત થયેલો જાણીને પિતાના પદે અન્યને પુરોહિત સ્થાપ્યો. પછી વ્યવહારથી રહિત હોવાથી તે બ્રહ્મદેવ લાંબા કાળે નિધન થયો. તેથી લોકમાં પૂર્વથી અધિક હિલના કરાય છે. એકવાર વિનોદી એક પુરુષે તેને કહ્યું: હે બ્રહ્મદેવ! અહીં આ તૃણોને એક માતંગે મારા જોતાં જ ચરણોથી કચડ્યા છે, અર્થાત્ માતંગ તેના ઉપર ચાલ્યો છે. (રપ) પછી તારા વડે એમનો આ માર્ગ પાણીથી સિંચાયો નથી, અને તારા વડે અહીં આ તૃણો સ્પર્શાયા છે. તેથી તું જે જાણે તે કર. આ સાંભળીને તે વિચારે છે કે આ સાચું છે. તેથી પોતાની ઘણી નિંદા કરે છે. મારે ત્યાં જવું જોઇએ કે જ્યાં સઘળોય શૂદ્રલોક દૃષ્ટિથી પણ ન દેખાય, અને ક્યાંય માર્ગમાં ન ચાલે. આ પ્રમાણે વિચારીને એક દિશા તરફ નીકળ્યો. એકલો જતો તે જંગલમાં માર્ગથી ભૂલો પડીને ચાંડાલોની પલ્લીમાં પહોંચ્યો. પલ્લીની બહાર ઘણા ચાંડાલોને જુએ છે. ત્યાં એક ચાંડાલ કોઇપણ રીતે સામે આવીને ભટકાયો. તેથી ગુસ્સે થયેલો બ્રાહ્મણ તેને ઢેફાઓથી હણે છે, અને તે પાપી! તું મને વટલાવે છે એમ વારંવાર આક્રોશ કરે છે. તેથી ગુસ્સે થયેલો ચાંડાલ પણ બ્રહ્મદેવને છૂરીથી હણે છે.
તેથી બ્રાહ્મણ મરીને તેની જ પત્નીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું દમન એવું નામ રાખ્યું. તે નેત્રોથી કાણો છે, પગથી લંગડો છે અને શરીરમાં કુબડો છે. લોકમાં માતા-પિતાને પણ જોવાયેલો પણ ઉગ ઉત્પન્ન કરે છે. તે પોતાને ઇન્દ્રથી પણ અધિક જાણે