________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
આલોચના દ્વાર]
વળી—
नव तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो । जं कुणइ भावसल्लं, अणुद्धियं सव्वदुहमूलं ॥ ३६९ ॥ શસ્ત્ર, વિષ અને અવિધિથી સાધેલ રાક્ષસ તે અનર્થ ન કરે સર્વદુઃખનું મૂળ અને નહિ ઉદ્ધરેલું ભાવશલ્ય કરે. [૩૬૯]
[આલોચના કરતી વેળાના દોષો-૫૭૧
અનર્થ
હવે આલોચના કરવા માટે ઉપસ્થિત શિષ્ય પણ જે દોષોનો ત્યાગ કરવો જોઇએ તે દોષોને કહે છે–
आकंपइत्ता अणुमाणइत्ता जं दिट्ठ बायरं व सुहुमं वा ।
छन्नं सद्दाउलयं, बहुजण अव्वत्त तस्सेवी ॥ ३७० ॥
આવર્જન, અનુમાન, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્યક્ત અને તત્સવી આ આલોચનાના દોષો છે.
વિશેષાર્થ
(૧) આવર્જન− આવર્જન એટલે પ્રસન્ન કરવું. પ્રસન્ન કરાયેલા આચાર્ય મને પ્રાયશ્ચિત્ત થોડું આપશે એવી બુદ્ધિથી આલોચનાચાર્યને વૈયાવૃત્ત્વ આદિથી પ્રસન્ન કરીને આલોચના કરવી તે આવર્જન દોષ છે.
(૨) અનુમાન– આચાર્યને નાનો અપરાધ જણાવવાથી આચાર્ય મૃદુ(=અલ્પ) દંડ આપે છે ઇત્યાદિ અનુમાન દ્વારા આચાર્યનું સ્વરૂપ (=સ્વભાવ) જાણીને આલોચના કરવી તે અનુમાનદોષ છે.
(૩) દૃષ્ટ– આચાર્ય વગેરેએ જે અપરાધસમૂહને જોયો હોય તે જ અપરાધસમૂહની આલોચના કરે, બીજા દોષોની નહિ.
(૪) બાદર– મોટા જ દોષસ્થાનોની આલોચના કરે, નાના દોષસ્થાનોની નહિ. કારણ કે તેમાં (નાના દોષોની આલોચના શું કરવી એમ) અવજ્ઞાવાળો હોય.
(૫) સૂક્ષ્મ– નાના જ દોષસ્થાનોની આલોચના કરે, મોટા દોષસ્થાનોની નહિ. જે સૂક્ષ્મ પણ દોષની આલોચના કરે તે મોટા દોષની આલોચના કેમ ન કરે એવો ભાવ આચાર્યને થાય એ માટે નાના જ દોષની આલોચના કરે.
(૬) પ્રચ્છન્ન- લજ્જા વગેરે કારણથી એવી રીતે છાની આલોચના કરે કે જેથી પોતે જ સાંભળે, ગુરુ નહિ, તથા અવ્યક્ત (=અસ્પષ્ટ) વચનથી આલોચના કરે.