________________
૬૨૮-વૈયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દષ્ટાંત (૨) રાજાના પક્ષમાં કુંત એટલે ભાલો. સર્કત (=જોન સહિત) એટલે ભાલાથી સહિત.
ભાલાથી સહિત છે ગમન જેનું એવો રાજા. (૩) હાથીના પક્ષમાં કુંત એટલે ઉગ્રતા. સકુંત એટલે ઉગ્રતાથી સહિત. ઉગ્રતાથી સહિત
ગમન છે જેનું એવો હાથી. (હાથી જ્યારે મદોન્મત્ત બને છે ત્યારે તેની ગતિ
બહુ જ ઉગ્ર હોય છે.) (૪) કામથી પીડાયેલો પુરુષ પોતાની વાસનાપૂર્ણ દૃષ્ટિને કામિનીના સ્તનગંડ ઉપર ફેંકે છે.
પછી બીજો કોઈ કૌતુકથી આ પ્રમાણે પૂછે છે– રાજાઓ વડે પ્રયત્નપૂર્વક લોકો મારફત હંમેશા કોણ પ્રાર્થના કરાય છે? કોણ નર વક્તા થાય? નારકનો અવાજ (શબ્દ-બૂમ) કેવો છે? કેવો દેશ સુખી હોય? કોણ તાળી નથી વગાડતો? પછી બોલાતા આ વાક્યને સાંભળીને અને કંઈક હસીને કુમારે કહ્યું: વિગતકર. આનો ભાવાર્થ આ પ્રમાણે છે(૧) વિગતકર એટલે ચાલી ગયો છે કર (=રાજાનો કર-ટેક્ષ) જેનો એવો પુરુષ,
અર્થાત્ સાધુ. સાધુઓ રાજાઓ વડે હંમેશા લોકો મારફત આ નગરમાં રહેવા કે
પધારવા પ્રાર્થના કરાય છે (૨) વિગતકર એટલે ચાલી ગયો છે કર (=રાજાનો કર) જેનો એવો પંડિત, વિદ્વાન,
કે જ્ઞાની. (રાજા પંડિત વગેરેની પાસેથી કર લેતો નથી.) પંડિત વગેરે વક્તા
(=પ્રવચન કરનાર) હોય છે. (૩) નારકનો અવાજ (શબ્દ કે બૂમ) વિગતકર છે. અહીં કર એટલે કિરણ (=પ્રકાશ).
ચાલી ગયો છે. પ્રકાશ જેમાં, એવો નારકધ્વનિ છે, અર્થાત્ નારકોની બૂમ કોઈ
સાંભળતું નથી. (૪) કર એટલે રાજાનો કર-ટેક્ષ. ચાલી ગયો છે કર (=ટેક્ષ) જેમાંથી એવો દેશ. કરથી
મુક્ત દેશ સુખી હોય. (૫) કર એટલે હાથ. કપાઈ ગયો છે હાથ જેનો તે વિગતકર, અર્થાત્ દૂઠો. દૂઠો માણસ તાળી વગાડી શકતો નથી.
પૂર્વે સંકેત કરાયેલ જ બ્રાહ્મીતિલક પંડિત વિસ્મયસહિત બોલ્યોઃ અમે પણ કંઈક પૂછવા વિચારી રાખ્યું છે. તેને સાંભળીને હે કુમાર! અમારા ઉપર અનુગ્રહ કરો. તો તમે પણ તમારો પ્રશ્ન પૂછો એમ કુમારે કહ્યું ત્યારે બ્રાહ્મીતિલક કહે છે કે- કોઈ પુરુષ પ્રશ્ન પૂછે છે કે જોવાયેલો કોણ પ્રાણીઓના ભયને કરે છે? અને તે જ પુરુષ પૂછે છે કે, અહીં બીજાને અકૃત્યબુદ્ધિથી (=પાપબુદ્ધિથી) કોણ અટકાવે છે? કેવો ભવનશબ્દ સંસારના આમંત્રણમાં સમર્થ થાય? અને કેવો મુરારિ ( કૃષ્ણ) અર્જુનના શત્રુ કર્ણ પ્રત્યે પણ દ્વેષ