________________
વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દૃષ્ણત-૬૨૯ કરે છે? પછી કુમારે કહ્યું કે ફરીથી બોલ. બ્રાહ્મીતિલક ફરી તે જ પ્રમાણે બોલ્યો. પછી કુમારે વિચારીને કહ્યું. નરહિત. આની ઘટના આ પ્રમાણે છે(૧) ન થી રહિત તે નરહિત. ન એટલે રહિત. હિતથી રહિત તે નરહિત. હિતથી
રહિત પુરુષ, અર્થાત્ દુષ્ટપુરુષ. જોવાયેલ દુષ્ટ પુરુષ સર્વ પ્રાણીઓને ભય ઉત્પન્ન
કરે છે, અર્થાત્ દુષ્ટપુરુષને જોઈને બધા પ્રાણીઓ ભય પામે છે. (૨) નરનું (=મનુષ્યનું)હિત તે નરહિત. નરહિત (= મનુષ્યનું કલ્યાણ) બીજાને
પાપબુદ્ધિથી અટકાવે છે. અર્થાત્ જે પોતાનું હિત કરે છે તે બીજાને પણ પાપથી
અટકાવી શકે છે. (૩) ન થી રહિત ભવનશબ્દ. અર્થાત્ ભવશબ્દ સંસારના આમંત્રણમાં સમર્થ થાય છે. (૪) નરહિત એવો મુરારિ (કૃષ્ણ) અર્જુનના શત્રુ કર્ણ પ્રત્યે દ્વેષ કરે છે. નર એટલે
અર્જુન. હિત એટલે કલ્યાણકારી. અર્જુનના કલ્યાણને કરનારો મુરારિ (=કૃષ્ણ) અર્જુનના શત્રુ એવા કર્ણ પ્રત્યે દ્વેષ કરે છે.
પછી રાજપુત્રની અતિશયવાળી બુદ્ધિને જોઇને કવિરહસ્ય નામના પંડિતે કહ્યું છે કુમાર! બાળ જીવોને ક્રીડા ઉપજે તેવા અને સામાન્યલોકને જાણવા યોગ્ય એવા આ પ્રશ્નોત્તરોથી શું? મેં એક ગૂઢ પ્રશ્ન પૂછવા વિચારી રાખ્યો છે. તેનું તમે અવધારણ કરો. કુમારે કંઈક તિરસ્કારપૂર્વક કહ્યું તેને પણ તમે કહો. વિદ્વાને આ પ્રમાણે કહ્યું –
नास्यनतस्त्वं कथमपि, राजन्! निजगुरुकुलस्य कृतभक्तिः । विनयगुणेन च जगति, प्राप्तहिमद्युतियशःप्रसरः ॥ १॥
પછી કુમારે કહ્યું: તમારા આવા પ્રશ્નથી શું? કારણ કે તમારું આ કથન પણ સુગમ જ છે. પંડિતે પૂછ્યું: કેવી રીતે? કુમારે કહ્યું: હું આની આ પ્રમાણે વ્યાખ્યા કરું છું. તેને તમે સાંભળો.
“હે રાજન! ( ર સનતત્ત્વ ) કોઇપણ પ્રકારથી તમે નમ્યા નથી એમ નથી, કિંતુ સર્વપ્રકારે નમેલા છો. કોને નમેલા છો? માતા-પિતાદિ રૂપ પોતાના ગુરુકુલને નમેલા છો. તમે વિનયગુણોથી વડિલજનની ભક્તિ કરનારા છો. તેથી તમારા ચંદ્ર જેવા નિર્મલ યશનો ફેલાવો થયો છે.”
પછી જેના અંતરમાં હર્ષ ઊભરાયો છે એવા રાજાવડે દૃષ્ટિથી પ્રેરાયેલા શેષ વિદ્વાનોમાંથી વાગીશે કહ્યું. જેમાં એક માત્રા છૂટી ગઈ છે એવા મારા એક શ્લોકને તમે સાંભળો. કુમારે કહ્યું. તે શ્લોકને તમે કહો. પછી વાગીશ આ પ્રમાણે બોલ્યો