________________
૪૫૪-ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[લોલાક્ષનું દૃષ્ટાંત શરીરનાં લક્ષણો પુણ્યવંત પુરુષોનું ચરણતલ લાલ, સ્નિગ્ધ, વક્રતાથી રહિત, પસીનાથી રહિત, કમલ જેવું સુકુમાર અને વજૂ-અંકુશ વગેરેથી યુક્ત હોય છે. જેના ચરણતલમાં ગધેડો, શિયાળ અને ભુંડ હોય તે દુઃખી થાય છે. પુરુષોના ઊંચા, પહોળા, લાલ, દર્પણ સમાન અને સ્નિગ્ધ નખ પ્રશસ્ત છે. જો તે નખો શ્વેત હોય તો દીક્ષા થાય. રૂક્ષ અને પુષ્પવાળા નખોથી મનુષ્યો દુઃશીલ થાય. જેના પગનો મધ્યભાગ સંક્ષિપ્ત હોય તે મનુષ્ય સ્ત્રીનિમિત્તે મરણ પામે છે. કાચબાના જેવા ઉન્નત, સમાન અને પુષ્ટ પગો પ્રશસ્ત છે. પાંખા અને કોમળ રોમ જેમાં હોય તેવી ગોળ જંઘાવાળા, હાથીની સૂંઢસમાન જંઘાવાળા અને પુષ્ટ-સમાન જાનુવાળા મનુષ્યો રાજા થાય. કાગડા(ના પગ) સમાન જંઘાવાળા, બંધાયેલી (=પુષ્ટ) 'પિંડીવાળા અને અતિશય દીર્ઘ અને સ્કૂલ જંઘાવાળા પુરુષો દુઃખી હોય અને માર્ગમાં ચાલનારા હોય. ઘડાના આકાર જેવો ઢીંચણ અપ્રશસ્ત છે. ઉન્નત, મણિથી યુક્ત અને હ્રસ્વ (=સૂકું) પુરુષલિંગ પ્રશસ્ત છે. લાંબા પુરુષલિંગથી દારિય થાય. સ્થૂલ પુરૂષલિંગથી સંતાનરહિત થાય. નસવાળા પુરૂષલિંગથી અલ્પદ્રવ્ય-ધનવાળો થાય. વક્રપુરૂષલિંગ અશુભ કરનારું છે. લાંબા વૃષણવાળો પુરુષ દીર્ધાયુ થાય. વિસ્તીર્ણ વૃષણવાળો પુરુષ અલ્પાયુ થાય. પુષ્ટ અને મોટા વૃષણવાળો પુરુષ દરિદ્ર થાય. દેડકા જેવા મોટા વૃષણવાળો પુરુષ ધનવાન થાય. પુષ્ટ, વિશાળ અને સિંહના જેવી કેડવાળો મનુષ્ય સુખી થાય. સાંકડી અને ટૂંકી કેડવાળો પુરુષ દરિદ્ર થાય. સિંહ-મોર-માછલા સમાન ઉદરવાળા મનુષ્યો ધનવાન થાય.
મોટા પેટવાળો ભોગ કરનાર થાય. નાના પેટવાળો અને વક્રપેટવાળો વિપરીત ( ભોગ ન કરનારો) થાય. સમાન પેટવાળો ભોગાર્ચ થાય. ઊંચા પેટવાળો ધનવાન થાય. ડાબા આવર્તવાળું અને ઊંચુ નાભિમંડલ અપ્રશસ્ત કહ્યું છે. ગંભીર અને જમણા આવર્તવાળું નાભિમંડલ પ્રશસ્ત છે. પહોળી, રોમયુક્ત, પુષ્ટ અને ઊંચી છાતી શુભ છે. વિષમ છાતીવાળા મનુષ્યો દરિદ્ર થાય અને શસ્ત્રના ઘાથી મરે. છાતીના સ્તનોથી પુષ્ટ મધ્ય વિભાગથી મનુષ્યો સુખી થાય. લાંબા અને શ્યામ સ્તનના અગ્રભાગોથી ધનહીન થાય. શંખ જેવી 'ડોકવાળો રાજા થાય. પાડાના જેવી ડોકવાળો યુદ્ધનો સુભટ થાય. અતિશય લાંબી અને કૃશ ડોકવાળો બહુ ખાનારો અને દુઃખી થાય. પુષ્ટ અને વિશાળ ખભાઓને પ્રશસ્ત જાણ. કૃશ અને રોમયુક્ત ખભાઓને અપ્રશસ્ત જાણ. રોમરહિત અને
૧. પિંડી એટલે ઢીંચણથી નીચેનો માંસથી ભરાવવાળો ભાગ. ૨. મણિ=પુરૂષલિંગનો અગ્રભાગ. ૩. વૃષણ=પુરુષલિંગની નીચે આવેલો અંડકોશ. ૪. શંખની જેમ ત્રણ રેખા જેમાં હોય તેવી ડોકવાળો.