________________
૬૬૨-ચૈત્યદ્રવ્યના ભક્ષણમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત
આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે- ચાંદી-સુવર્ણ વગે૨ે ચૈત્યદ્રવ્યનો વિનાશ થઇ રહ્યો હોય અથવા ચૈત્યને ઉપકારક કાષ્ઠ, પથ્થર અને ઇંટ વગે૨ે બે પ્રકારના ચૈત્યદ્રવ્યનો વિનાશ થઇ રહ્યો હોય ત્યારે ઉપેક્ષા કરતો સાધુ અનંતસંસારી થાય છે.
ચૈત્યદ્રવ્યના નવી લાવેલી વસ્તુઓ અને જિનમંદિરમાં લગાડ્યા પછી (કોઇ કારણથી) કાઢી લીધી હોય (અર્થાત્ જુની) એમ બે ભેદ છે. અથવા મૂલ અને ઉત્તર એમ બે ભેદ છે. તેમાં થાંભલો અને કુંભી વગેરે મૂળ છે, છાજ વગેરે ઉત્તર છે. અથવા સ્વપક્ષ અને પરપક્ષથી કરાયેલા વિનાશના બે ભેદની અપેક્ષાએ પણ બે ભેદ છે. (શ્રાવક આદિથી કરાયેલો વિનાશ સ્વપક્ષ વિનાશ છે, અને મિથ્યાદૃષ્ટિથી કરાયેલો વિનાશ પરપક્ષ વિનાશ છે.)
ચૈત્યદ્રવ્યની ચોરી કરનારા સંકાશ શ્રાવક આદિના અનંતભવોને અને ઘણા સંસાર ભ્રમણથી થયેલા ભયંકર દુ:ખને સાંભળીને કોણ ચૈત્યદ્રવ્યની ચોરી કરે? અર્થાત્ કોઇ ન કરે. આ સંકાશ શ્રાવક કોણ છે તે કહેવામાં આવે છે–
સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત
ગંધિલાવતી નગરી છે. જેમાં ક્રોધ સહિત સુભટો ભેગા થઇ રહ્યા હોય, તેવું યુદ્ધ થતું હોય ત્યારે પણ તે નગરીમાં ધર્મ અટકતો નથી. ત્યાં શક્રાવતાર નામનું મનોહર જિનમંદિર છે. તે જિનમંદિર મેરુપર્વતના શિખર જેવું ઊંચું છે, નિર્મલ નાની દેરીઓ અને મુખ્ય દરવાજાથી સુશોભિત છે. સેંકડો થાંભલાઓ ઉપર રચાયેલું છે, સુવર્ણ, મણિ અને ચાંદીથી પરિપૂર્ણ છે, અર્થાત્ સુવર્ણ આદિથી બનાવેલું છે, રંગોથી ઉજ્વલ એવા વિવિધ પ્રકારના રચેલા ચિત્રકર્મોથી અદ્ભુત છે, તેમાં દેવો અને વિદ્યાધરપતિઓના સમૂહે ઘણાં શ્રેષ્ઠ નાટકો કર્યા છે. તેમાં જાણે દેવભવની લક્ષ્મીનું આકર્ષણ કરતો હોય તેવો ધજાઓના અગ્રભાગોનો સમૂહ ઊંચો કરાયો છે, અર્થાત્ તેમાં ઘણી ધજાઓ ફરકી રહી છે. તેનો ધનભંડાર ઘણો છે, અને ધનની આવક પણ ઘણી છે.
તે નગરીમાં ઘણી ધનસંપત્તિથી યુક્ત, સમ્યક્ત્વમૂલ બારે ય પ્રકારના શ્રાવકધર્મમાં તત્પર અને ગુણસંપન્ન સંકાશ નામનો એક શ્રાવક ૨હે છે. તે જિનમંદિરની સઘળી ચિંતા કરે છે. જિનમંદિરનાં કાર્યોમાં સદા ઉદ્યમવાળો તે દ્રવ્યને વધારે છે. તથા હિસાબ સારી રીતે કરે છે. તેને ઋદ્ધિમંત, ઉત્તમધર્મી અને જિનમંદિરનાં કાર્યોમાં ઉદ્યમવાળો જાણીને બીજો કોઇ એક પણ શ્રાવક જિનમંદિરની ચિંતા કરતો નથી. નિઃસ્પૃહ અને અપ્રમત્ત સંકાશ કેવળભક્તિથી અને લોકાપવાદ ન થાય તે રીતે ઘણા દિવસો સુધી જિનમંદિરનો વહીવટ કરે છે. આ પ્રમાણે સમય જતાં તે કોઇપણ રીતે પ્રમાદી થયો. તેથી જે કંઇ ચૈત્યદ્રવ્ય તેના હાથમાં આવે છે તેને કોથળી આદિમાં પોતાના ધનની ભેગું પણ રાખે છે. તે વખતે વિચારે