________________
પ્રેમના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કૂણિકનું ચરિત્ર-૫૯૩ તથા પરમોપકારી, ધીર, અને મારા ગુરુ એવા કેશી ગણધરની સમક્ષ સ્વદુચરિત્રની આલોચના કરીને પ્રાણિવધ વગેરે પાપોની વિરતિનો સ્વીકાર કરું છું. (૫૦) હમણાં સઘળા ય જીવો વિષે મારે મૈત્રીભાવ છે, સૂર્યકાંતા ઉપર વિશેષથી મને સમભાવ થાઓ. કારણ કે સંસારમાં જીવો પોતે કરેલા કર્મના ફલને જ ભોગવે છે. આથી આમાં સૂર્યકાંતાનો કોઈ દોષ નથી.) આ પ્રમાણે સુંદર ભાવના ભાવતો તે આહારનું પચ્ચખાણ કરીને (સમાધિથી) મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામના ઉત્તમ વિમાનમાં સૂર્યાભ નામના દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે પત્નીના પ્રેમને વિષમ અને વિરસપરિણામવાળો જાણીને જિનવચનના પરમાર્થને જાણનારાઓને સ્ત્રી વિષે પણ પ્રતિબંધ શો હોય?
આ પ્રમાણે પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે જેનું બીજું નામ કૂણિક છે તે અશોકચંદ્રનું ચરિત્ર કહેવાય છે
અશોકચંદ્રનું ચરિત્ર દેશના અંતભાગમાં એક નગર હતું. તે નગરમાં મોતી જેવા શ્વેત દાંતવાળા ચિત્તાઓની ચામડીઓના ઢગલાઓથી ફરતા હાથીઓ પણ લોકોથી મુશ્કેલીથી જોઈ શકાતા હતા. તેમાં જિતશત્રુ નામનો રાજા હતો. જંગલોમાં રહેલો શત્રવર્ગ પણ પરમાર્થબંધુ તે રાજાને આશીર્વાદ આપતો હતો. તેનો નૂતન સુંદર હિતવાળો અને રૂપ વગેરે ગુણોથી યુક્ત સુમંગલ નામનો ઉત્તમ પુત્ર હતો. ત્યાં કુરૂપવાળો સેનક નામનો મંત્રિપુત્ર હતો. રાજપુત્ર સદાય અતિશય રમતપ્રિય હતો. મંત્રિપુત્ર સેનકનું શરીર શાહી જેવું શ્યામ હતું ને કૂબડું હતું. પેટ મોટું હતું, દાંત બહાર આવ્યા હતા, તે સર્વ કુરૂપવાળાઓમાં દૃષ્ટાંત રૂપ હતો. આવા સેનકને કોઇપણ રીતે રાજપુત્રે જોયો. તાળીઓ વગાડતો રાજપુત્ર એને નચાવે છે. અન્યપણ વિચિત્ર પ્રકારોથી રાજપુત્ર તેને હાસ્યપૂર્વક વિડંબના પમાડે છે. આ પ્રમાણે રોજ રાજપુત્ર વડે નૃત્ય કરતાં તે નિર્વેદ પામીને અજ્ઞાનતાનો સ્વીકાર કરે છે= તાપસ બને છે. ત્યારે અભિગ્રહ કરે છે કે- “મારે માસખમણના પારણે માસખમણ કરવું. પારણામાં એક જ ઘરે જવું, બીજા ઘરે ન જવું. એક ઘરમાં આહાર મળે કે ન મળે, તો પણ મારે તે ઘરથી જ પાછા વળી જવું. ગ્રીષ્મ આદિ કાળમાં સદાય કલ્યાણ કુંભિકામાં રહેવું.” તેથી એ તે જ પ્રમાણે કરે છે.
પિતાના મૃત્યુ પછી સુમંગલ જ રાજ્ય ઉપર બેઠો. એકવાર હાથીના સ્કંધ ઉપર બેઠેલો તે કોઈપણ રીતે સેનકને જુએ છે. તેણે પૂછ્યું આ શું છે? નજીકમાં રહેલા માણસોએ સઘળું