________________
૩૮૦- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ઇર્યાસમિતિ વાડ સમાન બાકીના વ્રતોનો તેમાં જ (=પ્રાણાતિપાત વિરમણમાં જ) સમાવેશ થઇ જાય છે. તે મહાવ્રતોમાં તે નથી કે જેનો સમાવેશ ન થાય. કારણ કે કહ્યું છે કે– “પહેલા મહાવ્રતમાં સૂક્ષ્મ-બાદર અને ત્રણ-સ્થાવર વગેરે બધાય જીવોની હિંસાનો, બીજા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોના મૃષાવાદનો, પાંચમા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોના પરિગ્રહનો ત્યાગ થાય છે. આથી આ ત્રણ વ્રતો સર્વ વિષયક છે. શેષ મહાવ્રતો દ્રવ્યોના અમુક એક દેશના ત્યાગવાળા જાણવા. જેમકેબીજામાં ગ્રહણ-ધારણીય (=લઈ શકાય, રાખી શકાય તેવા) દ્રવ્યોના અદત્તાદાનનો, ચોથામાં રૂપ અને રૂપવાળા પદાર્થોના વિષયમાં અબ્રહ્મનો ત્યાગ થાય છે.” સઘળુંય પ્રવચન અહીં પૂર્ણ થયેલું (=સમાઈ ગયેલું) કહેવાય છે. ભાષાસમિતિ સાવદ્ય વચનના ત્યાગપૂર્વક નિરવદ્ય વચન બોલવા સ્વરૂપ છે. આ પ્રમાણે થયે છતે ભાષાસમિતિથી સઘળોય વચનપર્યાય સામર્થ્યથી ગ્રહણ કરાયેલો થાય છે, અર્થાત્ સઘળોય વચનપર્યાય ભાષા સમિતિમાં આવી જાય છે. ભાષાસમિતિથી બહાર થયેલું કોઈપણ બીજું દ્વાદશાંગ નથી. એ પ્રમાણે એષણાસમિતિ વગેરેમાં પણ સ્વબુદ્ધિથી વિચારવું. અથવા સઘળીય આ (=સમિતિ-ગુપ્તિ) ચારિત્રરૂપ છે. ચારિત્ર જ્ઞાનદર્શન વિના ન હોય. પરમાર્થથી આ ત્રણથી અતિરિક્ત દ્વાદશાંગ નથી. આથી આમનામાં પ્રવચન સમાઈ ગયું કહેવાય છે. અથવા સિદ્ધાંતમાં વિરોધ ન આવે તે રીતે બીજી રીતે ભાવના કરવી. [૧૬૮]
હવે સમિતિ-ગુપ્તિઓમાં બીજા પ્રકારથી કહેલા પ્રવચનના અંતર્ભાવને (=સમાવેશને) સૂત્રકાર સ્વયં જ કહે છે
सुयसागरस्स सारो, चरणं चरणस्स सारमेयाओ ।। समिईगुत्तीण परं, न किंचि अन्नं जओ चरणं ॥ १६९॥
મૃતસાગરનો સાર (=પરમાર્થ) ચારિત્ર છે. ચારિત્રનો સાર સમિતિ-ગુક્તિઓ જ છે. કારણ કે સમિતિ-ગુતિઓથી શ્રેષ્ઠ અન્ય કોઈ ચારિત્ર નથી. ' વિશેષાર્થ– ઉપયોગ વિના ચાલવું વગેરે જે સાવદ્ય, એ સાવદ્યની વિરતિરૂપ જ ચારિત્ર છે. સાવદ્યની વિરતિ તો સમિતિ-ગુપ્તિઓથી જ સાધી શકાય છે. આથી આ નિશ્ચિત થયું કે જ્ઞાનદર્શન વિના ન થનાર ચારિત્રમાં પ્રવચન સમાઇ જાય છે. ચારિત્ર સમિતિ-ગુપ્તિઓમાં સમાઈ જાય છે. આથી સમિતિ-ગુપ્તિઓમાં ચારિત્ર સમાઈ જાય છે એમ કહેવાય છે. [૧૬]
તે સમિતિ-ગુપ્તિઓ કઈ છે તે કહે છેइरिया भासा एसण, आयाणे तह परिठ्ठवणसमिई । मणवयणकायगुत्ती, एयाओ जहक्कम भणिमो ॥ १७०॥
ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન-નિક્ષેપણાસમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ આ પાંચ સમિતિઓ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિઓ છે. આ પ્રત્યેક સમિતિ-ગુણિઓને કંઈક વિસ્તારથી અનુક્રમે કહીએ છીએ.