________________
૬૩ર-વેયાવચ્ચથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભુવનતિલકનું દષ્ટાંત ઊંચાઈને પામ્યો છે. મારે આ પરીક્ષાથી શું? એમ પણ કાલનિવેદકે સૂચિત કર્યું છે. આ પ્રમાણે અંતરમાં વિચારીને સહર્ષ યથાયોગ્ય સન્માનપૂર્વક બધાને રજા આપી. પછી સભા ભરી.
હવે એકવાર રાજાએ વિચાર્યું. જો વિધિ હમણાં કુમારને અનુરૂપ ગુણવંતી પત્નીને કરે તો વિધિની પણ યોગ્યતાની પૂર્ણતા થાય. આ પ્રમાણે વિચારીને પ્રભાતે જેટલામાં સભા ભરે છે તેટલામાં દ્વારપાલે જણાવ્યું હે દેવી! રત્નસ્થલ નગરથી આવેલો અમરચંદ્ર નામના રાજાનો પ્રધાનપુરુષ દ્વારની ભૂમિમાં રહેલો છે. તેને શો આદેશ થાય? રાજાએ કહ્યું. તેને આવવા દે. તે આવ્યો. પ્રણામ કરીને બેઠો. ઉચિત અવલોકન કર્યા બાદ આ કહેવાનું શરૂ કર્યું. શ્રી અમરચંદ્ર રાજાની જસમતી નામે પુત્રી છે. તે જાણે વિધાતાએ સર્વ વિશ્વનો વિજય કરવામાં સહાય માટે કામદેવને આપેલી લોકોના મનમાં મોહ ઉત્પન્ન કરનારી પરમ વિદ્યા હોય તેવી છે. વિદ્યાગુણથી તો તે સરસ્વતી છે, અથવા સરસ્વતીની ગુણી છે. ભુવનતિલકના વિશ્વમાં ફરતા શરદઋતુના ચંદ્ર જેવા નિર્મલગુણોથી તેનું કર્ણયુગલ(=બે કાન) કોઈપણ રીતે પવિત્ર થયું. કુમારનો વિદ્યાગુણ તેણે કોઇપણ રીતે વિશેષથી ઘણો સાંભળ્યો. જેથી તેનું જ ધ્યાન કરતી તે કામદેવની ભિન્ન અવસ્થાને પામી. તેણે વિલાસો મૂકી દીધા છે. ભોજન છોડી દીધું છે. સઘળી પ્રવૃત્તિઓ છોડી દીધી છે. તે કામદેવની પરમ વેદનાને અનુભવતી રહેલી છે. તે દેવ! તે લાખો કુમારોથી પ્રાર્થના કરાતી હોવા છતાં અનુરૂપ ગુણવાળા આપના એક જ પુત્રને છોડીને બીજાને સ્વપ્નમાં પણ ઇચ્છતી નથી. તેથી તે બિચારી આજે પણ કોઇપણ રીતે જીવનનો ત્યાગ ન કરે એ માટે અને પૂર્વગ્નેહની વૃદ્ધિ કરવા માટે અમારા સ્વામી વિનંતિ કરે છે કે શ્રેષ્ઠકુમારને મોકલીને અમારી પ્રાર્થના સફલ કરો, તેનો શ્રેષ્ઠ લક્ષણોથી જણાયેલો ( ઓળખાયેલો) હાથ ગ્રહણ કરાવો. રાજા નજીકમાં રહેલા મતિવિલાસમંત્રીના મુખકમળને જુએ છે. તેણે વિનયથી કહ્યું: હે દેવ! અહીં શું અયુક્ત છે? અર્થાત્ કંઈ અયુક્ત નથી. આપનો અને અમરચંદ્ર રાજાનો ક્રમથી આવેલો સ્નેહ આ પ્રમાણે સ્થિર કરાય. આ પ્રમાણે પ્રગટ કહ્યા પછી કાનની નજીક થઈને મંત્રીએ કહ્યું. વળી બીજું- હે દેવી પૂર્વે ત્યાં મોકલાયેલા મારા વડે બાળપણમાં સખીજનની મધ્યમાં ક્રીડા કરતી તે જોવાઈ હતી. ત્યારે તેના રૂપાદિગુણો પણ મેં જાણ્યા હતા. હે દેવ! તે ગુણોમાંથી એક અંશ પણ આપણે આપને કહ્યો નથી એમ હું માનું છું. માટે એનું વચન વિકલ્પ વિના સ્વીકારો. (રપ) તેથી રાજાએ અમરચંદ્ર રાજાના પ્રધાનપુરુષને કહ્યું: અમરચંદ્ર રાજા જે કહે છે તે અમે કરીએ છીએ સ્વીકારીએ છીએ. ખુશ થયેલો તે રાજાએ આપેલા આવાસમાં ગયો.
પછી રાજાએ કુમારના લગ્ન માટે અતિશય વિસ્તારથી હાથી અને ઘોડા વગેરે મોટી તૈયારી શરૂ કરી. હવે એક દિવસ ધન-સુવર્ણના ભંડારથી પરિપૂર્ણ તે કુમાર ઘણા