________________
પરદોષ કથનમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપસ્વીનું દૃષ્ટાંત-૬૭૭ વિશેષાર્થ– જેની સાથે મૈત્રી હોય તેના દોષને પોતે તો ગ્રહણ ન કરે, કિંતુ બીજો પણ ગ્રહણ કરે તે કોઈને ગમતું નથી. તેથી અર્થપત્તિથી આ સિદ્ધ થયું કે સૂક્ષ્મ કે બાદર દ્વેષ વિના પરદોષનું કથન ન થાય. તે દ્વેષને જીવોના સંસારનું જ કારણ કહ્યો છે. આ વિષે તપસ્વી વગેરે દૃષ્ટાંતો છે. આ તપસ્વી કોણ છે તે કહેવામાં આવે છે
તપસ્વીનું દૃષ્ટાંત અહીં કુસુમપુર નામનું નગર હતું. તે નગરમાં પુષ્પસમૂહની જેમ રહેલા ગુણસમૂહને દેવો પણ કંઠમાં ધારણ કરે છે, અર્થાત્ ગુણસમૂહને દેવો પણ ગાય છે. તે નગરમાં ક્યારેક વિહાર કરતો અગ્નિસિંહ નામનો એક તપસ્વી સાધુ આવ્યો. પછી ચોમાસામાં તે સાધુ કોઈકના ઘરે નીચેની ભૂમિમાં રહ્યો. પછી તે નગરમાં કોઈપણ રીતે બીજો પણ અરુણ નામનો વેષધારી શિથિલસાધુ સહસા આવ્યો. તે પણ તે જ ઘરે ઉપરની ભૂમિમાં ચાતુર્માસ રહ્યો. તે તપસ્વી વિવિધ પ્રકારના તપોથી પોતાને (=શરીરને) કૃશ કરે છે. બીજો સાધુ સદા દરરોજ ભોજન કરે છે. તેથી સંક્લિષ્ટ તપસ્વી તેના ઉપર દ્વેષ ધારણ કરે છે, અને વિચારે છે કે, ધર્મરહિત આ દરરોજ ભોજન કરે છે. લિંગનો આશ્રય લેવામાં તત્પર (=માત્ર વેષથી આજીવિકા ચલાવનાર) તે કંઈ પણ અનુષ્ઠાન કરતો નથી, પગના સાધન પહેરીને મારી ઉપર ધબધબ કરતો ચાલે છે. સફેદ વસ્ત્રો પહેરે છે. શરીરની વિભૂષા કરે છે. અરતિ ઉત્પન્ન કરે છે, ઈત્યાદિ વિચારતો તપસ્વી સદા મનમાં શિથિલસાધુ ઉપર દ્વેષ ધારણ કરે છે.
અરુણ વિચારે છે કે, અહો! તપસ્વીનો જન્મ સફલ છે. કારણ કે તે દરરોજ અતિ દુષ્કર તપશ્ચર્યા કરે છે. હું તો અન્નનો કીડો છું, જિનેન્દ્રની આજ્ઞાથી ભ્રષ્ટ થયો છું. ઉપયોગવાળો આ સદા ય જિને જે કહ્યું છે તેનું પાલન કરે છે. તથા મલપરીષહ વગેરે સઘળા પરિષહોને સહન કરે છે. હું તો આ પ્રમાણે સદા વિભૂષા વગેરે અકાર્યોમાં તત્પર રહું છું. પરિષદોથી પરાજિત થયેલો અધર્મી હું એમ જ ભટકુ છું. ઇત્યાદિ તેના ગુણસમૂહની પ્રશંસા કરે છે અને પોતાની નિંદા કરે છે. તપસ્વી દ્રષના કારણે સંસાર વધારે છે, અને બીજો શુભભાવના કારણે સંસારને પરિમિત કરે છે. ચાતુર્માસ પૂર્ણ થતાં બંને બીજા સ્થળે વિહાર કરે છે. હવે વિહાર કરતા કોઇક તીર્થંકર કોઈપણ રીતે તે નગરીમાં પધાર્યા. તપસ્વીના તપથી રાગી બનેલા લોકોએ તીર્થકરને પૂછ્યું કે, તેવા પ્રકારના તપથી તપસ્વીને કેટલી નિર્જરા થઈ? સ્વામીએ તેનો સઘળો વૃત્તાંત કહ્યો. તથા તપસ્વીએ ટ્વેષ કરીને પોતાનો સંસાર વધાર્યો અને બીજાએ શુભભાવથી