________________
૬૭૮-દ્વેષ-ઈષ્ય વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કુંતલદેવીનું દૃષ્ટાંત પોતાનો સંસાર પરિમિત કર્યો એમ કહ્યું. પછી જીવોનો પરિણામ વિષમ હોય છે એમ જાણીને આશ્ચર્ય પામેલા ઘણા લોકોએ વૈષ ભવનું કારણ હોવાથી વૈષનું પચ્ચકખાણ કર્યું.
આ પ્રમાણે તપસ્વીનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
કુંતલદેવીનું દૃષ્ટાંત અવનિપુર નામનું નગર હતું. જેવી રીતે સાગરમાં પાણી હોય તેની જેમ તે નગરમાં ઘણા જીવોને સુખ આપનારું ધન હતું. પણ તે ધનની કોઈ સંખ્યા ન હતી. ત્યાં જિતશત્રુ નામનો રાજા હતો. તે રાજાએ વિકસેલા (=વૃદ્ધિ પામેલા) ધનભંડારમાં ઘણું ધન (એકઠું) કર્યું હતું. તે રાજા સૂર્યની જેમ પ્રતાપવાળો હતો. તેની કુંતલદેવી પત્ની હતી. તેને બીજી પણ જિનમતમાં અનુરાગવાળી ઘણી રાણીઓ હતી. તે રાણીઓ પોતાના ધનસમૂહથી શ્રેષ્ઠ જિનમંદિરો કરાવે છે. કુંતલદેવી પણ ઇર્ષાથી અન્ય રાણીઓથી વિશેષ રીતે જિનમંદિર કરાવે છે અને વિશેષ રીતે પૂજા કરે છે. અન્ય મંદિરોમાં (=શોક્યોએ કરાવેલાં જિનમંદિરોમાં) પ્રવર્તતી પૂજાને અથવા વાજિંત્રોના અવાજને સાંભળીને દ્વેષ ધારણ કરે છે. તેમની કથાથી પણ સંતાપ પામે છે. સમભાવવાળી અને સરળ અન્ય શોક્યોના ચિત્તમાં પણ આત્મવિચારણાના કારણે કોઇપણ રીતે દ્વેષ રહેતો (Fથતો) નથી. તેવા પ્રકારના ઇષ્યભાવને ધારણ કરતી કુંતલદેવીના શરીરમાં ક્યારેક પ્રબળ રોગ-આતંક થયો. પછી અંતિમ અવસ્થામાં રાજાએ તેની બધી ય આભૂષણો વગેરે વસ્તુઓ લઈને સ્વભંડારમાં નાખી. આર્તધ્યાનને પામેલી તથા (વસટ્ટક) પરાધીનતાના કરાણે પીડાને પામેલી તે અન્ય શોક્યોનાં જિનમંદિરોમાં થતી પૂજા આદિના શ્રેષથી મરીને કૂતરી થઈ. પૂર્વના અભ્યાસના કારણે પોતાના જિનમંદિરના દ્વાર પાસે સદા રહે છે.
હવે એકવાર તે જ નગરમાં કેવલી ભગવંત પધાર્યા. રાણીઓએ કેવલીને પૂછ્યું: કુંતલદેવી મરીને ક્યાં ગઈ? જ્ઞાનીએ વૈષ કર્યો ત્યારથી આરંભી કુતરી થઈ ત્યાં સુધીનો તેનો સઘળો સંબંધ કહ્યો. આ સાંભળીને રાણીઓ અતિશય પરમ સંવેગને પામી. પર્ષદા ઊભી થઇ એટલે રાણીઓ જિનમંદિરના દ્વાર પાસે જઈને તે કૂતરીને જુએ છે. કરુણારસથી
૧. મસંg૬ પ્રયોગ ચર્થક છે. પાણીમાં શંખ હોય છે. એથી પાણી શંખ સહિત હોય છે, જયારે ધન
શંખથી=સંખ્યાથી રહિત હતું. ૨. પરિવિસિયોસવિડિયમનો એ પદ સુર્યનું પણ વિશેષણ છે. સૂર્યના અર્થમાં સોસ=કળી, મન=કમળ. - રાજાના અર્થમાં શો-ધનભંડાર. વત્ની લક્ષ્મી.