________________
૬૯૨-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનમિત્રનું દૃષ્ટાંત પણ કામ છે. ગોકુળાધિપતિએ કહ્યું: ગોળની ઘડીના બદલામાં પિતાના આ કિંમતી અંગારા આપું છું. ધનદત્તે તેને તેટલું પણ આપીને અંગારા લીધા. પછી તેણે બાકી રહેલ ગોળ અને મીઠું વગેરે તે જ ગોકુલમાં વેચ્યું. પછી અંગારાઓને પોતાના બળદોની પીઠ ઉપર નાખીને ઘરે જઇને જુએ છે તો ત્રીસ હજાર સોનામહોરો થઈ. પછી તેણે સુવર્ણ વગેરેની દુકાનો ક્રમશઃ માંડી. પોતે સુવર્ણની દુકાનમાં બેસે છે. તે ધનથી તેણે બીજું ઘણું ધન મેળવ્યું. તેથી તેને પણ સ્વપુણ્યથી એવો લોકપ્રવાદ થયો કે આણે સઘળું ય ધન ધર્મપ્રભાવથી મેળવ્યું છે. તે જેમ જેમ ધન મેળવે છે તેમ તેમ ધર્મમાં ઘણાં ધનનો વ્યય કરે છે. તથા ઉપયોગવાળો તે ઘણા આદરથી ધર્મકાર્યો કરે છે. સદા ય અષ્ટમી આદિ પર્વતિથિઓમાં શૂન્યઘર આદિમાં કાયોત્સર્ગમાં રહે છે. દેવ, મનુષ્ય અને તિર્યંચોના ઉપસર્ગોથી ચલિત થતો નથી. આવા વિસ્તારને ધર્મપ્રભાવથી પામ્યો છે એમ તેની કીર્તિ અને લક્ષ્મી પણ સર્વત્ર દૂર સુધી વિસ્તારને પામી.
આ તરફ ત્યાં સુમિત્ર નામનો શ્રીમંત શેઠ રહે છે. તે ક્રોડો મૂલ્યવાન રત્નોથી રત્નાવલિ (=રત્નનો હાર) બનાવે છે. આ દરમિયાન એકાંતમાં એકલા બેઠેલા તેની પાસે કોઈ કાર્ય માટે ધનમિત્ર ગયો અને બેઠો. ત્યારબાદ ઉચિત વાર્તાલાપ કરીને કોઈ કારણસર સુમિત્ર ઊભો થઈને ઘરની અંદર ગયો. ફરી પાછો જેટલામાં દ્વાર પાસે આવે છે તેટલામાં રત્નાવલિને જોતો નથી. પછી ખૂબ જ ગભરાયેલા તેણે કહ્યું: મારા વડે જાતે જ પરોવીને મૂકાયેલી રત્નાવલિ અહીં કેમ દેખાતી નથી? અથવા હે ધનમિત્ર! તારા અને મારા સિવાય બીજો કોણ અહીં આવ્યો છે? માટે તું અતિશય રમત ન કર. મારા ઘરની સારભૂત અને અમૂલ્ય રત્નાવલિ મને આપ. હવે ધનમિત્રે વિચાર્યું. અહો! કર્મના વિલાસોને જો, જેથી પાપ ન કર્યું હોવા છતાં આ પ્રમાણે લોકાપવાદો પ્રાપ્ત થાય છે. ઇત્યાદિ વિચારીને તેણે કહ્યું: તું આ સાચું કહે છે. કારણ કે અહીં બીજો કોઈ આવ્યો નથી. રત્નાવલિ પૂર્વે અહીં હતી, હમણાં દેખાતી જ નથી. જેમ તું માત્ર આટલું જાણે છે તેમ હું પણ એટલું જ જાણું છું. માટે જે યુક્ત હોય તે કરો. પછી શેઠે કહ્યું: આવાં વચનોથી તું છૂટી શકતો નથી. રાજકુલમાં પણ વ્યવહાર કરીને (કેસ- કરીને) પણ રત્નાવલિને તારી પાસેથી લઇશ. હવે ધનમિત્રે કહ્યું. અમે શું કહીએ? તેથી અહીં જે યુક્ત હોય તે કર.
પછી શેઠે રાજાને ધનમિત્ર ચોર છે એમ કહ્યું. રાજાએ વિચાર્યું કે ધર્મમાં એક તત્પર આનામાં આ ઘટતું નથી એમ હું અને અન્ય પણ લોક જાણે છે. (૧૦૦) આ નિશ્ચયથી આ પ્રમાણે કહે છે. તેથી આ વિગત ધનમિત્રને પૂછું. આ પ્રમાણે વિચારીને રાજાએ ધનમિત્રને બોલાવ્યો. ભોળા (સરળ) ધનમિત્રે જેવું બન્યું હતું તેવું રાજાને કહ્યું.
१. कनकस्य प्रसारः आदौ येषां तानि कनकप्रसारादिकानि हट्टानि ।