________________
ગુરુકુલવાસ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગુરુના ગુણો-૫૩૧
(૪) વચનસંપત્તિ— વચનસંપત્તિના આદેયવચનતા, મધુરવચનતા, અનિશ્ચિતવચનતા, અને અસંદિગ્ધવચનતા એમ ચાર પ્રકારે છે.
(૧) આદેયવચનતા– વચન આદેય=સ્વીકારવા યોગ્ય હોય.
(૨) મધુરવચનતા– વચન પ્રકૃષ્ટ અર્થનું પ્રતિપાદન કરનાર, કઠોરતાથી રહિત, ઐશ્વર્ય અને ગંભીરતા વગેરે ગુણોથી યુક્ત હોય, એથી જ શ્રોતાઓને આહ્લાદ પ્રગટાવે તેવું મધુર વચન હોય.
(૩) અનિશ્રિતવચનતા– વચન રાગાદિની નિશ્રાથી રહિત હોય=રાદિવાળું ન હોય. (૪) અસંદિગ્ધવચનતા– વચન સંદેહરહિત સ્પષ્ટ હોય.
(૫) વાચનાસંપત્તિ– વાચનાસંપત્તિના વિદિત્વોદેશન, વિદિત્વા સમુદ્દેશન, પરિનિર્વાપ્યવચનતા અને અર્થનિર્યાપણા એમ ચાર પ્રકાર છે.
(૧) વિદિત્વોદેશન—શિષ્યોને પરિણતિ વગેરે ગુણોથી યુક્ત જાણીને જે શિષ્યને જે સૂત્ર યોગ્ય હોય તેને તેનો જ ઉદ્દેશો કરેતેની ભણવાની રજા આપે.
(૨) વિદિત્વા સમુદ્રેશન- શિષ્યોને પરિણતિ વગેરે ગુણોથી યુક્ત જાણીને જે શિષ્યને જે સૂત્ર યોગ્ય હોય તેને તે જ સૂત્રને સ્થિર પરિચિત કરવાની રજા આપે.
(૩) પરિનિર્વાપ્યવચનતા– પૂર્વે આપેલા સૂત્રના આલાવાઓને જાહકના દૃષ્ટાંતથી શિષ્યમાં બરોબર પરિણમાવીને પછી બીજા આલાવાઓની વાચના આપવી.
(૪) અર્થનિર્યાપણ– સૂત્રથી અભિધેય અર્થની નિર્યાપણા=સમ્યનિર્વાહ તે અર્થ નિર્યાપણા, અર્થાત્ અર્થની પૂર્વાપરની સંગતિથી વિચારણા કે પ્રરૂપણા કરવી.
(૬) મતિસંપત્તિ સમ્યઅવગ્રહ, સમ્ય ́હા, સમ્યઅપાય અને સભ્યારણા
એ ચાર ભેદોથી મતિસંપત્તિ ચાર પ્રકારે છે.
(૭) પ્રયોગમતિસંપત્તિ- પ્રયોગ એટલે કાર્યની સિદ્ધિ માટે વ્યાપાર (=પ્રવૃત્તિ) કરવો. વ્યાપારના સમયે મતિ–વસ્તુનો નિર્ણય તે પ્રયોગમતિ. આત્મજ્ઞાન, પુરુષજ્ઞાન, ક્ષેત્રજ્ઞાન, અને વસ્તુજ્ઞાન એ ચાર ભેદોથી પ્રયોગમતિસંપત્તિ ચાર પ્રકારે છે. (૧) આત્મજ્ઞાન–વાદ આદિના વ્યાપારના સમયે આ પ્રતિવાદીને જીતવા માટે મારામાં શક્તિ છે કે નહિ? ઇત્યાદિ પોતાના સ્વરૂપનો વિચાર કરવો.
(૨) પુરુષજ્ઞાન– આ વાદી સાંખ્યદર્શનનો છે? બૌદ્ધદર્શનનો છે? કે અન્ય કોઇ છે? પ્રતિભાસંપન્ન છે કે પ્રતિભાથી રહિત છે? ઇત્યાદિ વિચારવું.
૧. જાહક એટલે જળો. જેવી રીતે જળો શરીરને દુઃખ આપ્યા વિના શરીરમાંથી લોહી ખેંચે છે, તેવી રીતે યોગ્ય શિષ્ય ગુરુને તકલીફ આપ્યા વિના શ્રુતજ્ઞાનનું પાન કરે.