________________
૪૭૨-ઇંદ્રિયજયદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ઇંદ્રિયોમાં આસક્તને થતા દોષો વિશેષાર્થ– ઇન્દ્રિયોને વશ બનેલા જીવોને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવોમાં બંધન, તાડન, `મારણ વગેરે જે દુઃખો થાય છે, હું માનું છું કે તે સઘળાંય દુઃખોને કેવલજ્ઞાની જાણે છે, આમાં સંશય નથી, છતાં પ્રત્યેક દુ:ખને બીજાને કહેવા માટે કેવલજ્ઞાની પણ સમર્થ નથી. કારણ કે દુઃખો અનંત છે, અને કેવલીનું આયુષ્ય પરિમિત છે. તો પછી તે દુઃખોના અંશને પણ ન જોતા અમારા જેવાઓની તે દુઃખોને કહેવાની શક્તિ ક્યાંથી હોય? આથી અતિપ્રયત્નથી સર્યું. [૨૭૫]
હવે ઇન્દ્રિયદ્વારનો ઉપસંહાર કરતા અને હવે પછી કહેવાશે તે કષાયનિગ્રહ દ્વારની પ્રસ્તાવનાને કરતા સૂત્રકાર કહે છે–
तो जिणसु इंदियाई, हणसु कसाए य जइ सुहं महसि । सकसायाण न जम्हा, फलसिद्धी इंदियजए वि ॥ २७६ ॥
આથી જો તું સ્વર્ગ-અપવર્ગના સુખને ઇચ્છે છે તો ઇન્દ્રિયોનો જય કર, અને કષાયોનો ઉચ્છેદ કર. કારણ કે કષાયસહિત જીવોને ફલની સિદ્ધિ=પ્રાપ્તિ થતી નથી.
વિશેષાર્થ– કદાચ કોઇને એમ થાય કે માત્ર ઇન્દ્રિયજયથી જ યથોક્ત (=શાશ્વતસુખ) ફલની સિદ્ધિ થઇ જશે. આના જવાબમાં અહીં કહ્યું કે કષાયસહિત જીવોને ઇન્દ્રિયજયમાં પણ ફલસિદ્ધિ થતી નથી. [૨૭૬]
આ પ્રમાણે જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તેમણે ઇન્દ્રિયોને સ્વાધીન કરી લીધી છે. ઇન્દ્રિયોનું સામર્થ્ય ઇન્દ્રિયવિપાક આદિ વિશેષ રીતે વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેથી જો ઇષ્ટ અર્થની સિદ્ધિની ઇચ્છા હોય તો પરમાર્થને જાણનારા જીવોએ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન કરવી જોઇએ. (૧) આ સંસારમાં નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં વિષયોના કારણે શારીરિક કે માનસિક જે કંઇપણ દુ:ખ છે તે સઘળું ય દુ:ખ નહિ જિતાયેલી ઇન્દ્રિયોએ કરેલી ચેષ્ટા જાણ. સુખ પણ જે કંઇ છે તે સઘળું ય સુખ ઇન્દ્રિયજયનું કાર્ય જાણ. (૨)
આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાની વૃત્તિમાં ભાવનાદ્વારમાં ઇન્દ્રિયજયસ્વરૂપ પ્રતિદ્વાર સમાપ્ત થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ઇન્દ્રિયજયસ્વરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. મારણ=માર મારવો કે મારી નાખવું.