________________
પ૮૮-પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશ રાજાની પત્નીનું દૃષ્ટાંત
સર્વ પ્રથમ વાત તો એ છે કે તમને ઈષ્ટ અને સર્વતત્ત્વોનું મૂલ એવો આત્મા નથી. કારણ કે આકાશકમળની જેમ આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. અનુમાન વગેરે તો પ્રમાણ જ થતા નથી. કારણ કે સાધ્યની સાથે (નિયત)સંબંધ હોય તેવા લિંગનો નિશ્ચય થતો નથી. અથવા તેવા લિંગનો નિશ્ચય થતો હોય તો પણ તેનો નિશ્ચય કરનારની પ્રામાણિક્તાથી સાધ્યની સિદ્ધિ થતી હોવાથી સાધ્યની સિદ્ધિ માટે મૂકેલા (=લખેલા) અનુમાન વગેરે વ્યર્થ થવાનો પ્રસંગ આવે છે. પછી ગુરુએ કહ્યું: હે ભદ્રા તમારું આ વચન સમ્યગુજ્ઞાનપૂર્વકનું નથી. કારણ કે જીવને જાણવા માટે તમારું જ પ્રત્યક્ષ પ્રવર્તેલું નથી, કે બધા જ જીવોનું પ્રત્યક્ષ પ્રવર્તેલું નથી? અર્થાત્ તમને તમારો જ આત્મા પ્રત્યક્ષ દેખાયો નથી કે બધા જીવોનો આત્મા પ્રત્યક્ષ દેખાયો નથી? આ બે પક્ષમાં જો તમારો પ્રથમ પક્ષ છે તો તમને પ્રત્યક્ષ ન થયેલા સ્તંભ, કુંભ, કમળ, નદી, સરોવર, સમુદ્ર, પર્વત વગેરેના અભાવનો જ પ્રસંગ આવે. કારણ કે તમારું પ્રત્યક્ષ જ્ઞાન માત્ર પ્રતિનિયત વિષયવાળું (તમે જેટલા પદાર્થોને જોયા છે તેટલા જ પદાર્થોના વિષયવાળું) છે. (તમને આત્મા પ્રત્યક્ષ થયો નથી એથી આત્મા નથી એમ માનવાનો અર્થ એ થાય કે તમને જે જે વસ્તુ પ્રત્યક્ષ ન થાય તે તે વસ્તુ ન હોય. એથી દુનિયામાં પર્વત વગેરે કેટલાય પદાર્થો એવા છે કે જે તમને પ્રત્યક્ષ થયા નથી. આથી તે પદાર્થો નથી એમ માનવું પડે. પણ તેમ નથી.)
હવે જો બીજો પક્ષ છે તો તે પક્ષ પણ અસિદ્ધ જ છે=સિદ્ધ થતો નથી. કારણ કે વિવિધ દેશોમાં રહેલા સઘળા જીવોના આત્માના પ્રત્યક્ષદર્શનનો સંભવ જ નથી. અથવા સંભવ છે તો જે જીવને સઘળા જીવોના આત્માનું પ્રત્યક્ષદર્શન થયું છે તે જ જીવ સર્વજ્ઞ છે એમ સિદ્ધ થયું, અને તે જ જીવ દેવ છે, તે જ જીવ ગુરુ છે, એવી પ્રકૃષ્ટ સિદ્ધિ થાય છે. આથી તમોએ નિરર્થક જ (આત્મા નથી એવી) ચેષ્ટા કરી છે.
અનુમાન વગેરે પ્રમાણને અપ્રામાણિક માનવામાં તો તમે પણ “આત્મા નથી' ઇત્યાદિ તમારી માન્યતાનું સમર્થન નહિ કરી શકો. અનુમાન વગેરે પ્રમાણો જ બીજાએ સ્વીકારેલાનું ખંડન કરવામાં કુશળ છે. તેથી તમોએ મૂકેલા (કરેલા) “આત્મા નથી, કેમ કે પ્રત્યક્ષ દેખાતો નથી” ઇત્યાદિ અનુમાન ઉન્મત્તનું વચન જ સિદ્ધ થાય. તેથી હું સુખી છું, હું દુઃખી છું, ઈત્યાદિ અંતર્મુખસ્વરૂપ સ્વસંવેદનથી સિદ્ધ એવો આત્મા છે. કારણ કે તમોએ સ્વીકારેલા મદશક્તિ જેવી ચેતનાની જેમ આત્મા (સ્વસંવેદનથી) જાણી શકાય છે.
(શરીરથી ભિન્ન) આત્મા છે અને તે આત્મા ગુણી (=ગુણવાળો) છે. જો આત્મા ૧. જેવી રીતે આકાશમાં કમળ થતું નથી, એથી આકાશમાં કમળ દેખાતું નથી. એ રીતે આત્મા પણ પ્રત્યક્ષ
દેખાતો નથી. ૨. અહીં માત્ર શબ્દથી અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ સમજવી.