________________
દેવોને મનુષ્યલોકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ન આવવાનાં કારણો-૫૮૯ ગુણી ન હોય તો હું સુખી છું' ઇત્યાદિ આત્માના (સુખ વગેરે) ગુણો ઘટી શકે નહિ. ભૂતો જ આત્માના ગુણો છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે મૂર્ત(=રૂપી) વસ્તુ અમૂર્ત (=અરૂપી) વસ્તુના ગુણ તરીકે ઘટી શકે નહિ. જો મૂર્ત વસ્તુ અમૂર્ત વસ્તુના ગુણ તરીકે ઘટી શકતી હોય તો રૂપ વગેરે આકાશના ગુણો થાય. પ્રાસંગિક વિચારણાથી સર્યું.
જીવની સિદ્ધિ થતાં જગતમાં દેખાતી વિચિત્રતા બીજી રીતે નહિ ઘટી શકવાથી પુણ્ય-પાપ અને પરલોક વગેરે સુખપૂર્વક જ સિદ્ધ કરી શકાય છે.
રાજાએ કહ્યું. જો પુણ્ય-પાપ અને પરલોક વગેરે છે તો મારી માતા અતિશય ધર્મપરાયણ હતી, તેથી તમારા અભિપ્રાય પ્રમાણે તે દેવલોકમાં ગઈ છે. મારા પિતા અતિશય પાપની પ્રવૃત્તિમાં તત્પર હતા. તમારા મતે મારા પિતા નરકમાં ગયા છે. માતા-પિતાને હું અતિશય પ્રિય હતો. તો પછી તેઓ અહીં આવીને મને પ્રતિબોધ કેમ કરતા નથી?
આચાર્યદેવે કહ્યું: હે રાજન! દેવો સ્વાધીન (પોતાની જ્યાં જવાની ઇચ્છા થાય ત્યાં જઈ શકે તેવા) હોવા છતાં અહીં આવતા નથી તેનાં અનેક કારણો છે. તે આ પ્રમાણે(૧) દિવ્યપ્રેમપ્રાપ્તિ– દિવ્ય પ્રેમની પ્રાપ્તિ થઈ હોવાથી. (૨) વિષયપ્રસક્તિ– વિષયોમાં અતિશય આસક્તિ થવાથી. કોઈ પુરુષ દેશાંતર જાય અને - ત્યાં કોઈ રૂપવતી સ્ત્રીમાં આસક્ત બની જાય તો પોતાના દેશમાં ન આવે તેની જેમ. (૩) કર્તવ્યાસમાપ્તિ- દેવલોકમાં કરવાનાં કાર્યો પૂર્ણ ન થવાથી. કોઈ પુરુષને ઘણાં
કામોની જવાબદારી સોંપી હોય તો તે બીજે ન જઈ શકે તેની જેમ. (૪) મનુષ્યાનધીન કાર્ય- દેવોને પોતાનું કાર્ય કોઈ મનુષ્યને આધીન ન હોવાથી. જેમ
શ્રીમંતોને ગરીબનું કામ ન હોવાથી તેના ઘરે ન જાય તેની જેમ. (૫) મનુષ્યલોકદુર્ગન્ધ- મનુષ્યલોકમાં રહેલી દુર્ગધને સહન ન કરી શકવાથી. કોઈ
પુરુષ સુંદર વસ્ત્રો પહેરીને અને શરીરમાં ચંદન આદિનું વિલેપન કરીને પ્રિયપત્નીની સાથે ભવ્ય મહેલમાં ક્રીડા કરી રહ્યો હોય ત્યારે કોઈ ચંડાલ તેને અપવિત્ર ભૂમિમાં બોલાવે તો ન જાય તેની જેમ. મનુષ્યલોકમાં કેવી દુર્ગધ છે તે જણાવતાં કહ્યું છે કે- આ મનુષ્યલોકની દુર્ગધ ચારસો-પાંચસો યોજન સુધી ઊંચે જાય છે. તેથી દેવતાઓ અહીં આવતા નથી.” મહર્ષિઓએ બતાવેલા ઇત્યાદિ કારણોથી દેવો અહીં આવતા નથી. નારકો અહીં આવવાની ઇચ્છાવાળા હોવા છતાં પરાધીન હોવાના કારણે જ આવી