________________
ચક્ષુઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૫૯
ક્યારેક એકાંતમાં ધનવતીને પ્રાર્થના કરી. ધનવતી ઇચ્છતી નથી. તે દરરોજ પ્રાર્થના કરતો અટકતો નથી. (૧૦૦) ધનવતી જ્યારે કોઈ પણ રીતે ઇચ્છતી નથી ત્યારે એક દિવસ એકાંત મેળવીને તેને બળાત્કારથી ભોગવે છે. પછી ધનવતી પણ આસક્ત બની અને તેના પ્રત્યે અનુરાગવાળી થઈને દિવસો પસાર કરે છે.
પછી આ વિગત વિદ્ગમશેઠે કોઇપણ રીતે જાણી. પણ મોટાઈના કારણે કંઈ પણ બોલતો નથી. એક દિવસ ધનવતી અને લીલાશે વિચાર્યું: ગળામાં થયેલી ગાંઠ સમાન નિરર્થક આનું શું કામ છે? તેથી એને મારીને અંતરાય વિના લાંબા કાળ સુધી વિષયસુખોને ભોગવીએ. આ પ્રમાણે નિર્ણય કરીને ક્યારેક રાતભર સૂતેલા શેઠને મારવા માટે લોલાક્ષ જેટલામાં છરી ખેંચે છે તેટલામાં શેઠ સહસા બેઠો થયો અને ઘાને નિષ્ફળ બનાવ્યો. લજ્જાથી અને ભયથી તે ભાગીને બહાર જતો રહ્યો. પછી શેઠે વિચાર્યું અહો! લોકમાં મોહવિલાસને જુઓ. જેથી અકાર્યમાં તત્પર જીવો કૃત્ય-અકૃત્યને ગણતા નથી. મરણ થાય તેવી આપત્તિને પામેલો હોવા છતાં પણ તેનું મેં રક્ષણ કર્યું. તેને મારા ઘરમાં રાખ્યો અને પુત્રની જેમ જોયો. હવે આ આ પ્રમાણે મારા ઉપર પ્રત્યુપકાર કરે છે કે જેથી મારી પત્ની સાથે ભૂલ કરી. એટલાથી તે ન રહ્યો અને મારા પ્રાણી લેવા માટે તૈયાર થયો. પૂર્વે મેં પત્નીમાં લેશ પણ વિકાર જોયો નથી. હમણાં એ પણ દુષ્ટના સંગથી આ પ્રમાણે વ્યવહાર કરે છે. અથવા પરસંગથી દોષ થાય છે એ વાત અસત્ય છે. સર્પના મસ્તકે રહેલો પણ મણિ અન્ય વિષને દૂર કરે છે. તેથી ઉપાર્જન કરેલા સઘળા ધનની સ્વામિની કરી હોવા છતાં પત્ની પણ વિસંવાદવાળી થઈ. તેથી ગૃહવાસને ધિક્કાર થાઓ. ઇત્યાદિ વિચારતો શેઠ પરમ સંવેગને પામ્યો. પછી વિદ્ગમશેઠે જિનેન્દ્ર મહોત્સવ વગેરે કાર્યોમાં સઘળા ધનનો સદ્યય કરીને શ્રી વિબુધસૂરિની પાસે દીક્ષા લીધી.
ધનવતીએ લોલાક્ષની સાથે ઘરવાસ કર્યો. ધનવતીના આભૂષણોના મૂલ્યથી લોલાક્ષ કંઇક વેપાર કરે છે. હવે એકવાર વસંતમાસનો શ્રેષ્ઠ ઉત્સવ શરૂ થયો ત્યારે જરાસંઘના વંશમાં થયેલો સમરસિંધુર નામનો રાજા સામંતો, મંત્રીઓ અને અંતઃપુરની સાથે બહાર નીકળ્યો, અને ઉદ્યાનમાં આવ્યો. લોલાક્ષ પણ ત્યાં આવ્યો. ત્યાં ભેગો થયેલો નગરજન પણ પૂર્ણપણે ક્રિીડા કરે છે. આ વખતે લોલાશે શ્રેષ્ઠ પાલખીમાં આરૂઢ થયેલી સુરસુંદરી રાણીના કોઇપણ રીતે પ્રગટ થયેલા હાથના અગ્રભાગને ક્ષણવાર જોયો. તે અગ્રભાગ આવો હતો. નિર્મલ મુદ્રિકારત્નના કિરણોથી પુષ્ટ બનેલા નખરૂપ મણિઓ શોભાવાળા થયા હતા. હસ્તતલ અશોકવૃક્ષના પલ્લવ જેવું લાલ હતું. મણિવલયો રણ રણ અવાજ કરી રહ્યા હતા. ત્રિભુવનજનના મનને મોહ પમાડનાર શ્રેષ્ઠ વનસ્પતિના નવા અંકુરના જેવો સુંદર કાંતિમાન હતો. આવા હાથના અગ્રભાગને લોલા જોયો. ત્યાં મૂછ પામેલા તેણે વિચાર્યું. આશ્ચર્યને જો. જેના હાથના અગ્રભાગની પણ રૂપલક્ષ્મી આવી છે તેના સંપૂર્ણ શરીરની રૂપલક્ષ્મીને જે