________________
૪૩૬-ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સરળ બનવું એવી જિનાજ્ઞા
પૂર્વપક્ષ- જો એમ છે તો કોઈકે “આ સંપૂર્ણ જગતને હણીને જેની બુદ્ધિ ન લેપાય, તે કાદવથી આકાશની જેમ કર્મથી ન લેપાય” એમ જે કહ્યું છે તેને પણ પ્રમાણ કરીને બાહ્ય પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓમાં ઈચ્છા મુજબ વર્તીએ.
ઉત્તરપક્ષ– સ્વપરિણામથી જ બંધ કે મોક્ષ થતો હોવા છતાં પરિણામની જ વિશુદ્ધિને ઇચ્છતા મુનિઓ પ્રાણાતિપાતનો ત્યાગ કરવો વગેરે પ્રયત્ન કરે છે. અન્યથા પરિણામની શુદ્ધિ ન થાય. [૨૪૦]
પ્રાણાતિપાત વગેરેને કરતા અમે શુદ્ધ જ પરિણામ કરીશું એ વિષે કહે છેजो पुण हिंसाययणेसु, वट्टई तस्स नणु परीणामो । दुट्ठो न य तं लिंगं, होइ विसुद्धस्स जोगस्स ॥ २४१॥
પણ જે હિંસાસ્થાનોમાં પ્રવર્તે છે. તેના પરિણામ અશુભ છે, હિંસાના સ્થાનોમાં પ્રવૃત્તિ વિશુદ્ધયોગનું લિંગ ન થાય.
વિશેષાર્થ- રાગાદિથી દૂષિત અંત:કરણવાળો, શ્રી જિનવચનથી દૂર કરાયેલો, આસક્ત, લોભાદિથી વિડંબના પામેલ મનવાળો જે કારણ વિના પણ એમ જ કેવળ માયાની પ્રધાનતાવાળી વાચાળતાનું આલંબન લઇને હિંસાના સ્થાનોમાં કે મૃષાવાદાદિના સ્થાનોમાં અનેકવાર પ્રવર્તે છે તેનો પરિણામ અશુભ જ છે. “જેની બુદ્ધિ ન લેપાય” ઇત્યાદિ વાણીમાત્રથી જ પરિણામની શુદ્ધિ ન થાય, કિંતુ (શુભ) ક્રિયાદ્વારા જ થાય.
પૂર્વપક્ષ- કાલકાચાર્ય જેમ અમારી પણ હિંસાદિ પ્રવૃત્તિની પણ શુદ્ધપરિણામનું લિંગ થશે.
ઉત્તરપક્ષ- હિંસાદિસ્થાનમાં પ્રવૃત્તિ માનસિક પરિણામરૂપ વિશુદ્ધયોગના લિંગ ચિહ્ન તરીકે સંગત ન થાય. જે સમ્યગુજ્ઞાનથી સંપન્ન હોય, રાગ-દ્વેષ-લોભાદિથી કલુષિત ન થયેલી મનોવૃત્તિવાળો હોય, દંભથી અત્યંત મુક્ત હોય, હંમેશાં જ જીવરક્ષાદિ સંબંધી પ્રયત્નના પરિણામવાળો હોય, શિષ્ટસંમત આચારનું પાલન કરનાર હોય, અન્ય ઉપાયથી સાધી ન શકાય તેવું મહાન કારણ ઉત્પન્ન થયે છતે ક્યારેક કોઇક રીતે જ હિંસાદિમાં પ્રવર્તે, તેની હિંસાદિ પ્રવૃત્તિ શુદ્ધ પરિણામનું ચિહ્ન પણ થાય. પણ પૂર્વોક્ત દોષોથી દુષ્ટ જ જે તેમાં (હિંસાદિસ્થાનોમાં) પ્રવૃત્તિ કરે તેની તે પ્રવૃત્તિ સંક્લિષ્ટ પરિણામનું જ ચિહ્ન છે. [૨૪૧]
સંપૂર્ણ પ્રવચનના તાત્પર્યને જ કહે છેपडिसेहो य अणुन्ना, एगंतेणं न वनिया समए । एसा जिणाण आणा, कज्जे सच्चेण होयव्वं ॥ २४२॥
શાસ્ત્રમાં પ્રતિષેધ કે અનુજ્ઞા એકાંતે કહેલ નથી. જિનોની આ આજ્ઞા છે કે કાર્યમાં સરળ બનવું.