________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ઉત્સર્ગ-અપવાદનું સ્વરૂપ-૪૩૭
વિશેષાર્થ— ઔષધાદિના કાર્યમાં સરળ બનવું. ઔષધ વગેરે એષણાદિથી શુદ્ધ પ્રાપ્ત થતું હોવા છતાં માયા કરીને અનેષણીય આદિ દોષોથી દૂષિત ઔષધાદિ ન લેવું. [૨૪૨]
તથા
दोसा जेण निरुज्झंति, जेण जिज्झति पुव्वकम्माई ।
સો સો મોોવાઓ, રોગાવસ્થામુ સમળ વ ॥ ૨૪રૂા
જેવી રીતે જે ઔષધથી વાતાદિ દોષોનો નિરોધ(=હાનિ) થાય અને પૂર્વસંચિત અજીર્ણ વગેરે ક્ષય પામે તે રોગમુક્તિનો ઉપાય છે, તે રીતે જે કોઇ અનુષ્ઠાનથી રાગાદિ દોષો ઘટે અને પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે અનુષ્ઠાન મોક્ષનો ઉપાય છે. [૨૪૩]
વળી બીજું—
बहुवित्थरमुस्सग्गं, बहुयरमववायवित्थरं नाउं ।
जेण न संजमहाणी, तह जयसू निज्जरा जह य ॥ २४४ ॥
બહુ વિસ્તારવાળા ઉત્સર્ગને અને તેનાથી પણ ઘણા વિસ્તારવાળા અપવાદને જાણીને જેનાથી સંયમમાં હાનિ ન થાય અને જે રીતે નિર્જરા થાય તે રીતે યત્ન કર. [૨૪૪] આ ઉત્સર્ગ-અપવાદનો વિધિ ઘણા પ્રકારે કહ્યો છે. પણ અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે ઉત્સર્ગનું સ્વરૂપ શું છે? અને અપવાદનું સ્વરૂપ શું છે? આવા કથનનો ઉત્તર કહે છે—
सामण्णेणुस्सग्गो, विसेसिओ जो स होइ अववाओ ।
ताणं पुण वावारे, एस विही वण्णिओ सुत्ते ॥ २४५ ॥
સામાન્યથી જે વિધિ કહેવાય તે ઉત્સર્ગ છે. વિશેષથી જે વિધિ કહ્યો હોય તે અપવાદ છે. ઉત્સર્ગ-અપવાદના વ્યાપાર અંગે (=ઉપયોગ કરવામાં) શાસ્ત્રમાં આ (=હવેની ગાથાઓમાં કહેવાશે તે) કહ્યું છે.
વિશેષાર્થ—“સામાન્યથી કહેવાયેલો વિધિ ઉત્સર્ગ છે” એવા વચનથી સામાન્યથી જ જે વિધિ કહેવાય તે ઉત્સર્ગ છે. જેમ કે- ભિક્ષા માટે ગયેલો સાધુ ક્યાંય બેસે નહિ, અથવા ઊભા રહીને પણ કથાને (=વાતને) વિસ્તારથી ન કહે.” (દશવૈ.અ.પ.ઉ.૨ ગા.૮) ‘‘વિશેષથી કહેવાયેલો વિધિ અપવાદ છે” એવા વચનથી વિશેષથી જે વિધિ કહેવાયેલો હોય તે અપવાદ છે. જેમ કે-ત્રણમાંથી અન્યતર અવસ્થાવાળો (ભિક્ષાર્થે ગયો હોય ત્યારે) જેને બેસવું કલ્પે તેને કહે છે- ઘડપણથી અશક્ત બનેલાને, રોગીને અને ઉગ્રતપ કરનારા તપસ્વીને બેસવું કલ્પે. (દશવૈ.અ.૬ ગા.૬) [૨૪૫]