________________
૬૭૦-સત્સંગ વિષે]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત આ પ્રમાણે બીજા પણ જીવો સર્વસુખોનું કારણ એવા જિનેન્દ્રધર્મને પામીને અવિવેકીલોકનો ઉપહાસ વગેરે કારણોથી તિરસ્કાર કરાયેલા અને જિનધર્મને છોડી દુઃખી થયેલા અનંત સંસારમાં ભમે છે. તેથી તું પણ મળેલા પણ આ ઉત્તમધર્મને લોકનો ઉપહાસ આદિથી તિરસ્કાર કરાયેલી છોડી દે તેના કરતાં ધર્મ ન લે એ શ્રેયસ્કર છે. હવે સોમાએ કહ્યું: હે પ્રિયસખી! તે જે કહ્યું છે તે એ પ્રમાણે જ છે. પણ જગતમાં બધા જીવો સમાન રુચિવાળા નથી હોતા. કારણ કે લોકોના ઉપહાસ વગેરે કારણોથી અતિશય તિરસ્કાર કરાયેલા કોઈક અશ્વરક્ષક પુરુષની જેમ સ્વકાર્યને છોડતા નથી. તે સુસખી! આ અશ્વરક્ષક કોણ છે? સોમાએ કહ્યું. તે હું કહું છું.
અશ્વરક્ષકપુરુષનું દષ્ટાંત કોઈક અશ્વોના વેપારીએ અશ્વોની રક્ષા માટે બલવાન, સુંદરઆકૃતિવાળા અને તરુણ પુરુષને રાખ્યો. તેને રાખતા પહેલાં કહ્યું કે વર્ષના અંતે તને પોતાને ગમે તેવા બે અશ્વોને તું ગ્રહણ કરજે. આ પ્રમાણે તેના ઘરમાં રહેતા એના ઉપર ક્યારેક અશ્વાધિપતિની પરમ રૂપસંપન્ન પુત્રી અનુરાગવાળી બની. તે ચોસઠકળાના વિજ્ઞાનથી યુક્ત છે, તથા અશ્વોનાં લક્ષણોને વિશેષથી જાણે છે. તે અશ્વોનાં લક્ષણોને વિશેષથી જેવી રીતે જાણે છે તેવી રીતે શાસ્ત્રાર્થના પારને પામેલા પણ અન્યના ચિત્તમાં લક્ષણો ક્યારેય કોઇપણ રીતે ફુરતા નથી. વર્ષ પૂર્ણ થતાં અશ્વના વેપારીએ અથરક્ષકને કહ્યું: કોઇપણ બે ઘોડાઓને તું લે.
તેથી તે તેની પુત્રીને પૂછે છે. તેણે જાણીને કહ્યું કે, મારા પિતા કોઈ કારણથી અમુક અમુક દુર્બલ અશ્વને સદાય અવજ્ઞાથી જુએ છે. તું જઈને તે બે અશ્વોને ગ્રહણ કર. તું આ બે અશ્વોને લેશે એટલે પછી પરિજનવર્ગની સાથે મારા પિતા અને અન્ય પણ સઘળો લોક તારો ઉપહાસ કરશે. આ વખતે જો તું તેની લજ્જાથી બે અશ્વોને છોડી દઈશ. તો પાછળથી અતિશય ઘણો પશ્ચાત્તાપ કરીશ. આ પ્રમાણે તેનાથી શિખવાડાયેલો તે જઈને તે બે ઘોડાઓને જ ગ્રહણ કરે છે. સહસા ક્ષોભ પામેલો અશ્વપતિ આ પ્રમાણે વિચારે છેઃ અહો! ખોટું થયું. મેં છુપાવીને આટલા કાળ સુધી જે અશ્વોનું રક્ષણ કર્યું તે અશ્વોને આ કોઈપણ રીતે જાણી ગયો છે. તેથી તે આ બે અન્યોને મૂકીને બીજા અશ્વોને કોઈપણ રીતે લે તે માટે કંઈક ઉપાય અહીં કરું. (૭૫) આ પ્રમાણે વિચાર્યા પછી તેણે અટ્ટહાસ્યપૂર્વક કહ્યું: અરે! આ તે શું કર્યું? તેં જે અશ્વોને લીધા છે તે અશ્વોના મૃત્યુમાં સંદેહ નથી તેમ તું જાણ. તેથી આ બેને છોડીને અન્ય અશ્વોને ગ્રહણ કર. ઇત્યાદિ કહેવાતો અને હસાતો તે કોઈપણ રીતે તે બે અશ્વોને છોડતો નથી અને ઉત્તર આપતો નથી. તેથી વિશેષથી ક્ષોભ પામેલો અશ્વપતિ પરિવારને અને પરિચિત નગરલોકને (અશ્વરક્ષકનો ઉપહાસ