________________
૪૮૦- ક્રોધક્ષમાના ફળમાં
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અચંકારિતભટ્ટિકાનું દૃષ્ટાંત
પાસે મોકલીને પરણવા માટે તે બાળાની માગણી કરાવે છે, અને ઘણું ધન આપે છે. ધનપ્રવરે કહ્યું: મારા પોતાના ઘરમાં દ્રવ્યથી ન્યૂનતા નથી, અર્થાત્ મારા ઘરમાં પણ ધન ઘણું છે. પણ જો પરિવારસહિત તે સદા મારી પુત્રીની આજ્ઞામાં રહે તો આપું. કામ-વાસનાથી પીડિત તેણે તે પ્રમાણે પણ સઘળું સ્વીકાર્યું. તે અતિશય ઘણા આડંબરથી તેને પરણીને પોતાના મહેલમાં લઇ આવ્યો. વિશેષથી તેની આજ્ઞામાં વર્તતો તે ભોગોને ભોગવે છે. અચંકારિતભટ્ટિકાએ સુબુદ્ધિને કહ્યુંઃ સૂર્યાસ્ત થઇ ગયા પછી તમારે ક્ષણવાર પણ બહાર ન રહેવું, ઘરે આવી જવું. મંત્રી સદા તે પ્રમાણે જ કરે છે. રાજાની રજા લઇને જલદી ઘરે આવી જાય છે. પછી એક દિવસે રાજાએ નજીકના કોઇક માણસને પૂછ્યું: મંત્રી સદાય સાંજે ઘરે જલદી કેમ જાય છે? તેથી તેણે તેની પત્નીનો સઘળો વૃત્તાંત કહ્યો. તેથી એકદિવસે રાજાએ કુતૂહલથી કોઇક કામના બહાને તે મંત્રીને રોકીને મોડેથી રજા આપી.
અર્ધી રાતના સમયે ઘરે ગયેલો તે જુએ છે તો વાસઘરના દરવાજાને મજબૂત આગળિયો આપેલો છે. તેથી મંત્રીએ કહ્યું હે પ્રિયા! કોપ ન કર. મારા ઉપર પ્રસન્ન થઇને દરવાજો ઉઘાડ. કારણ કે પરવશ હું થાકી ગયો છું. પરવશ બનેલાઓની (મારે કોઇપણ રીતે આનું પાલન કરવું એ રીતે) નિશ્ચિત કરેલી કોઇ પણ પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તેથી જ શાસ્ત્રમાં કહેવાય છે કે સેવક અધમ છે. સેવક રાજાથી, મંત્રીથી અને રાજપ્રિય માણસો આદિથી ભય પામે છે. સેવક આજીવિકા માટે કૂતરાની જેમ દરેક ઘરે ભમે છે. અથવા હું સેવકને કૂતરાથી પણ અધમ જ માનું છું. કારણ કે કૂતરો સેવામાં બેસી રહે છે, સેવકને તે ક્યાંથી હોય. જો સેવક મોહથી બેસી રહે તો તે મૂર્ખ કહેવાય છે, બોલે
મુખર(=વાચાળ) કહેવાય છે, (૨૫) અતિશય નજીકમાં રહે તો કોઇકમાં આસક્ત છે (=કોઇક આશાવાળો છે) એમ કહેવાય છે, અને દૂર રહે તો અવિનીત કહેવાય છે.
સેવક જો અવસ્તુત્વમાં વ્યવસાય કરે તો તેનો વ્યવસાય અનુદ્યમમાં શંકા કરાવે છે. અર્થાત્ સેવક જો મિથ્યાપ્રવૃત્તિ કરતો હોય તો સેવકનો મિથ્યાપ્રવૃત્તિરૂપ વ્યવસાય અનુદ્યમમાં ગયાણ છે. કરાયેલા પુરુષાર્થનું ફળ જેમાં મળે તે ઉદ્યમ. કરેલા પુરુષાર્થનું ફળ વિપરિત મળે કે ન મળે તે અનુદ્યમ છે. તેથી સેવકજન કોઇપણ રીતે ન તો સુખને પામે છે અને ન તો યશને પામે છે. સુખને ન પામવાનું કારણ-તેની સતત પ્રવૃત્તિ છે. યશ ન પામવાનું કારણ-મિથ્યાપ્રવૃત્તિમાં ઉદ્યમ છે. આથી જ નીતિમાં (=નીતિશાસ્ત્રમાં) કહ્યું છે કે—ધનવાન માણસો વેપાર કરે, અલ્પ ધનવાળો માણસ ખેતીથી નિર્વાહ કરે, સઘળો વ્યવસાય તૂટી જાય ત્યારે સેવાથી આજીવિકા ચલાવે.” તેથી હે પ્રિયા! મારો દોષ નથી, અધમ સેવાનો જ દોષ છે. પરાધીન આજીવિકાવાળા મારો હાર્દિકભાવ જ તારે ગ્રહણ કરવો જોઇએ.
આ દરમિયાન અવસર મેળવીને મોહરાજાનો પૌત્ર અને દ્વેષગજેન્દ્રના મોટા પુત્ર એવા