________________
દૃષ્ટિરાગાદિત્રણ રાગમાં અને દ્વેષમાં] ઉપદેશમાલા(પુષ્પમાલા) [ક્રમશઃલમીધર આદિનાં દૃષ્ટાંતો-૫૨૩ તીવ્ર શૂલ ઉપડવાથી "વેદના સમુહ્યતમાં પડ્યો. દરરોજ ઉગ પામે છે, મૂછ પામે છે, વિલાપ કરે છે, આક્રન્દન કરે છે. અંતરમાં બળે છે, છેદાય છે, ભેદાય છે. આ પ્રમાણે વારંવાર અનુભવે છે. વેદનાને દૂર કરવાનો કોઈ ઉપાય તેને મળ્યો નહિ. નારકના દુઃખની જેમ લાંબા કાળ સુધી વેદના અનુભવીને શરણરહિત તે મરીને નિગોદના જીવોમાં ઉત્પન્ન થયો.
આ તરફ સુંદર જેટલામાં પુત્રનું જ ધ્યાન કરતો રહે છે તેટલામાં પુત્ર યૌવનને અભિમુખ થયો. તેથી ઘણા ધનનો વ્યય કરીને તેને પરણાવ્યો. પછી ક્રમશઃ સ્વપત્નીને વશ બનેલો તે પિતાને વિષની જેમ જુએ છે. ગુપ્તધનને જાણવા માટે હોશિયારીથી કેવળ બાહ્યવૃત્તિથી વિનય વગેરે કરે છે. તેના (બાહ્ય)ગુણોમાં અધિક રાગી થયેલો સુંદર પોતાનું ગુપ્ત પણ સઘળું ધન તેને કહી દે છે. હવે તે વૃદ્ધ થયો ત્યારે પત્નીએ પતિને કહ્યું: હજી પણ અભિમાની સર્પના બંધનથી પોતાનો નાશ કેમ કરે છે? મૂઢ અને ધનરહિત તારો પિતા હવે જોવાયેલો પણ બહુ ઉદ્વેગને કરે છે. તથા મોટા અવાજથી ખાંસી ખાતો રાતે તારી, મારી અને કુટુંબની પણ નિદ્રાનો નાશ કરે છે. જો પ્રાણસહિત તેને કાઢી નાખીએ તો એ ન રહે. પછી આપણે બંનેય નિશ્ચિતપણે વિષયસુખોને ભોગવીએ. સુંદરના પુત્રે કહ્યું: હે પ્રિયતમા! તેં સારું કહ્યું. કયા ઉપાયથી આ ન હોય તે કહે. પત્નીએ કહ્યું. આ કાર્ય કેટલું છે? અર્થાત્ આ બહુ સહેલું છે. હું તેને તેવા પ્રકારનું કંઈપણ ભોજન નહિ આપું. પછી ક્ષીણ શરીરવાળા તેને તું ગળે થોડો પણ અંગુઠો દબાવજે એટલે આ કાર્ય થઈ જશે. હવે તે પણ વિચારે છે કે આ પણ સારું જણાય છે, અર્થાત્ આ ઉપાય સારો છે. અન્યથા ખબર પડતી નથી કે ઉદ્વેગને કરનારો. આ ક્યારે મરશે? આ પ્રમાણે નિશ્ચય કરીને વહુએ પોતે કહેલું કરવાનું શરૂ કર્યું. ક્ષણે શરીરવાળા, દીન હૃદયવાળા, શરણરહિત અને કરુણ ધ્યાન કરતા તેના ગળાને એક દિવસ પુત્રે દબાવ્યું. આક્રન્દન કરતો તે મરીને ઘરના દરવાજા આગળ દુઃખી કૂતરો થયો.
મૂઢ અર્હદત્ત શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વિષયમાં અત્યંત આસક્ત અને મૂર્ણિત બન્યો. ત્યાં નગરમાં ભમતા તેણે કોઇવાર જેનો પતિ પરદેશ ગયો છે એવી એક રાઠોડની પત્ની સાથે કોઈપણ રીતે સંબંધ કર્યો. (૧૭૫) તે સ્ત્રી તેના પ્રત્યે ગાઢ અનુરાગવાળી બનીને આસક્ત બની, દૃઢ ગૃદ્ધિવાળી બની. તેથી રાત-દિવસ સ્વઘરમાંથી તેને
૧. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક અને કેવલિક એમ સાત પ્રકારે સમુદ્યાત છે. જ્યારે આત્મા
વેદનાથી પરિણત થાય છે. (–તીવ્ર વેદનાવાળો થાય છે, ત્યારે તે આત્મપ્રદેશોને બહાર કાઢીને તે પ્રદેશોથી વેદનીયકર્મના અણુઓની નિર્જરા (=વિનાશ) કરે છે. આ પ્રક્રિયાને વેદના સમુદ્ધાત કહેવામાં આવે છે.
અહીં વેદના સમુદ્દઘાતમાં પડ્યો એટલે વેદનાસમુઘાત કર્યો. ૨. અભિમાની સર્પ છંછેડાઇને કરડ્યા વિના ન રહે.