________________
૩૯૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પારિષ્ઠાપનિકા સમિતિ આવ્યા, આ પ્રમાણે ત્યાં સાધુઓ નિરંતર આવે છે. આ સાધુ પણ કંટાળ્યા વિના બધાઓનો તે પ્રમાણે વિનય કરે છે. આ પ્રમાણે દંડગ્રહણ-દંડસમર્પણ આદિ વિનયથી આખો દિવસ પણ તે સાધુ આરામને પામતો નથી. તો પણ આ પ્રમાણે વિચારે છે- હે જીવ! અનાદિભવમાં ભમતા તે દુઃખે કરીને ભરી શકાય તેવા પેટના માટે પરઘરોમાં તે કુકર્મ નથી કે જે કુકર્મ નથી કર્યું. બ્રહ્મચર્યમાં તત્પર સાધુઓની આ પ્રમાણે વેયાવચ્ચ નિમેષ (આંખના પલકારા) જેટલી પણ નથી કરી. તેથી હું સંસારમાં ભમ્યો છું. તેથી અનંતભવોમાં તારો આ જ ભવ સફળ છે કે જે ભવમાં તું આવા મુનિવર્ગની દુષ્કર કંઈક પણ વૈયાવચ્ચ જલદી કરે છે. આ પ્રમાણે શુભભાવનાથી મુનિઓના વિનયને કરતા, ચારિત્રમાં તત્પર, ચોથી સમિતિમાં વિશેષથી ઉપયોગવાળા તે સાધુ ક્રમશ: ઘાતિકર્મોનો ક્ષય કરીને, કેવલજ્ઞાન પામીને, સઘળાય કર્મમલનો ક્ષય કરીને, મોક્ષને પામ્યા. આ પ્રમાણે બીજો પણ સાધુ ચોથી સમિતિમાં પ્રમત્ત બને તો દોષોને અને અપ્રમત્ત બને તો ગુણોને મેળવે છે. માટે સાધુઓએ અપ્રમત્ત બનવું જોઇએ. [૧૮૮]
આ પ્રમાણે સોમિલાર્યનું કથાનક પૂર્ણ થયું. હવે સ્પંડિલ-માત્રુ વગેરેને પરઠવવા સંબંધી સમિતિને કહે છેआवायाइविरहिए, देसे संपेहणाइपरिसुद्धे । उच्चाराइ कुणंतो, पंचमसमितिं समाणेइ ॥ १८९॥
આપાત આદિથી રહિત અને પ્રત્યુપેક્ષણ આદિથી શુદ્ધ પ્રદેશમાં સ્થડિલ આદિને કરતો સાધુ પારિષ્ઠાપનિકા સમિતિની આરાધના કરે છે.
વિશેષાર્થ- આપાત એટલે તિર્યંચ-મનુષ્યોનું આગમન. “આપાત આદિથી રહિત” એ સ્થળે આદિ શબ્દથી આગમમાં કહેલ સંલોક વગેરે દોષો સમજવા. “પ્રત્યુક્ષિણ આદિથી શુદ્ધ” એ સ્થળે આદિ શબ્દથી પ્રમાર્જના સમજવી. પ્રત્યક્ષણ-પ્રમાર્જના એ બેથી શુદ્ધ.
“સ્પંડિલ આદિને” એ સ્થળે આદિ શબ્દથી માત્ર વગેરે કરતો, તથા અષણીય કે વધારે પાણીને પરઠવતો વગેરે સમજવું. [૧૮૯] .
પારિષ્ઠાપનિકા સમિતિમાં ઉદાહરણને કહે છે.धम्मरुइमाइणो इह, आहरणं साहुणो गयपमाया । जेहिं विसमावईसुवि, मणसावि न लंधिया एसा ॥ १९०॥
જેમણે વિષમ આપત્તિઓમાં પણ મનથી પણ પારિષ્ઠાપનિકા સમિતિનું ઉલ્લંઘન ન કર્યું તે પ્રમાદરહિત ધર્મરુચિ મુનિ વગેરે અહીં દષ્ટાંતરૂપ છે.
વિશેષાર્થ– ધર્મચિમુનિનો વૃત્તાંત કહેવાય છે