________________
કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કષાયની સ્થિતિ-કષાયની ગતિ-૪૭૭ તેનાથી વધારે વખત ચાર માસ સુધી રહેનારા કષાયો પ્રત્યાખ્યાનાવરણપણાને પામે છે, અર્થાત પ્રત્યાખ્યાનાવરણ કષાયો છે. ત્યારબાદ એક વર્ષ સુધી રહેનારા કષાયો અપ્રત્યાખ્યાનાવરણ છે. માવજીવ સુધી રહેનારા કષાયો અનંતાનુબંધી છે.
આ કથન માત્ર વ્યવહારને આશ્રયીને છે. “કઠોર વચનથી એક દિવસના તપનો (=ઉપવાસનો) અને આક્રોશ કરતો જીવ એક માસના તપનો (કમાલખમણનો નાશ કરે છે.” ઇત્યાદિ વચન જેમ વ્યવહારને આશ્રયીને છે, તેમ આ કથન માત્ર વ્યવહારને આશ્રયીને કષાયની અધિકતાવાળા લોકને પ્રતિબોધ કરવા માટે ઉપદેશ માત્ર છે. અન્યથા તો બાહુબલિ વગેરેને પક્ષ વગેરેથી અધિક સમય સુધી પણ સંજવલન વગેરે કષાયોની સ્થિતિ સંભળાય છે. બીજા સયતો વગેરેએ વર્ષ વગેરે કાળ સુધીમાં ક્ષમાપના ન કરી વગેરે સંભળાય છે. તથા પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયોનો અંતર્મુહૂર્ત વગેરે કાળ સુધી પણ ઉદય સંભળાય જ છે.
હવે ગતિદ્વાર કહેવાય છે– તેમાં સંજવલન કષાયો દેવગતિને સાધવાનાં કારણો છે, અર્થાત્ સંજવલનના ઉદયમાં મરેલો જીવ દેવોમાં જ જાય છે. પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો જીવ મનુષ્યોમાં જાય છે. અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો જીવ તિર્યંચામાં જાય છે. અનંતાનુબંધીના ઉદયમાં મરેલો જીવ નરકગતિમાં જ જાય છે. આવો અહીં ભાવ છે. આ પણ વ્યવહારથી ઉપદેશ માત્ર છે. કારણ કે અનંતાનુબંધીના ઉદયવાળા પણ કેટલાક મિથ્યાષ્ટિઓની ઉપરના રૈવેયકોમાં ઉત્પત્તિ સંભળાય છે. પ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા દેશવિરતિધર જીવોની દેવગતિ નિશ્ચિત થયેલી છે. અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા સમ્યગ્દષ્ટિદેવોની મનુષ્યગતિ નિશ્ચિત થયેલી છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૨૮૩]
આદિ શબ્દથી લીધેલા અર્થના અધિકારને કહે છેचउसुवि गईसु सव्वे, नवरं देवाण समहिओ लोहो । नेरइयाणं कोहो, माणो मणुयाण अहिययरो ॥ २८४॥ माया तिरियाणऽहिया, मेहुणआहारमुच्छभयसन्ना । सभवे कमेण अहिया, मणुस्सतिरिअसुरनरयाणं ॥ २८५॥
નરકાદિ ચારગતિમાં પ્રત્યેકગતિમાં ઉત્તરભેદસહિત ક્રોધાદિ બધાય કષાયો પ્રાપ્ત થાય છે. પણ આ વિશેષ છે– દેવોને અન્ય કષાયોની અપેક્ષાએ લોભ અધિક હોય છે. કારણ કે મનોહર પ્રાસાદ, ક્રીડાવન, દેવાંગના, અને ઉત્તમ રત્નસમૂહમાં મૂછ અધિક હોય છે. નારકોને ક્રોધ અધિક હોય છે. કારણ કે દુઃખ આપનાર પરમાધામીઓ ઉપર અને