________________
૪૩૨- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરાધના નિર્જરા ફલવાળી બને ન કરી શકાય. તેથી રાજાએ કહ્યું: તો ચોથના પર્યુષણ કરો. સૂરિએ તેનો સ્વીકાર કર્યો. કારણ કે પાંચમ પહેલાં પણ પર્યુષણ કરી શકાય એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. ત્યારથી પર્યુષણ ચોથના દિવસે થયું. પર્યુષણનું કથન અને શકવિક્રમના વંશનું કથન પ્રાસંગિક છે.
દેવો, રાજાઓ અને ઇદ્રો જેમના ચરણોમાં નમ્યા છે તેવા આચાર્ય પણ આલોચનાપ્રતિક્રમણ કરીને શુદ્ધ થયા, અને દીર્ધચારિત્રપર્યાય પાળીને દેવલોકમાં ગયા. કાલિકસૂરિનો આ વૃત્તાંત સંક્ષેપથી કહ્યો. વિસ્તારથી તો નિપુણમતિવાળાઓએ નિશીથસૂત્રથી જાણી લેવો.
આ પ્રમાણે કાલિકસૂરિનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે કાલિકસૂરિની જેમ દ્રવ્યાદિના સ્વરૂપનો જાણકાર સાધુ જિનાજ્ઞાથી જીવહિંસા વગેરે પ્રતિષિદ્ધને પણ કરે તો પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ હોવાના કારણે વિશુદ્ધ ભાવવાળો હોવાથી શુદ્ધ થાય છે જ, અર્થાત્ કર્મનિર્જરા જ કરે છે. કારણ કે આગમમાં (નીચે પ્રમાણે) કહ્યું છે.
પ્રશ્ન- અહીં “જિનાજ્ઞાથી' એમ કહ્યું છે. તે કેવા પ્રકારની જિનાજ્ઞા છે?
ઉત્તર – “સાધુઓના અને જિનમંદિરોના પ્રત્યેનીકને (=પ્રતિકૂલ વર્તન કરનારને) અને અવર્ણવાદને તથા જિનપ્રવચનના અહિતને (કે અહિત કરનારને) સર્વશક્તિથી (=પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરીને) રોકે.” (૧) તથા “તેથી (પ્રવચન પ્રત્યેનીકોની ઉપેક્ષાથી આજ્ઞાભંગ, આજ્ઞાભંગથી અનંતદુઃખ, તેથી) છતી શક્તિએ પ્રવચન પ્રત્યેનીકોમાં (જે પ્રતિકૂળ વર્તન કરશે તેને તેનું ફળ મલશે, આપણે શું? એમ) ઉપેક્ષા ન કરવી. અનુકૂલ (કપ્રિય) અને પ્રતિકૂલ ( નિષ્ફર) વચનોથી શિક્ષા આપવી.” ઇત્યાદિ આગમાર્થરૂપ જિનાજ્ઞા છે. [૩૫]
આગમમાં જે કહ્યું છે તેને જ કહે છેजा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निजरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥ २३६॥
અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત, યતના કરનાર અને સૂત્રવિધિથી યુક્તને જે વિરાધના થાય તે નિર્જરા ફલવાળી થાય છે.
વિશેષાર્થ- અધ્યાત્મ વિશુદ્ધિથી યુક્ત એટલે સરળ હોવાના કારણે સંક્લેશથી રહિત ચિત્તવાળો. યતના કરનાર એટલે વિરાધનાથી રક્ષણ કરવામાં તત્પર. સૂત્રવિધિથી યુક્ત એટલે ગીતાર્થ.