________________
જિનાજ્ઞાથી પ્રતિસિદ્ધ કરવામાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કાલિકસૂરિનું દૃષ્ટાંત-૪૩૧ જ કર્યું. આથી ગર્દભીએ શક્તિ હણાઇ જવાના કારણે શબ્દ ન કર્યો. પછી તે મહાવિદ્યા તે રાજાની જ ઉપર મૂત્ર-વિષ્ઠા કરીને પલાયન થઇને જતી રહી. પછી આચાર્યે કહ્યું: આનું માત્ર આટલું જ બળ હતું. આથી તમે વિશ્વાસ રાખીને તેનો પણ નિગ્રહ કરીને સ્વકાર્ય કરો. હવે તેમણે નગરીને ભાંગી. રાજાને બાંધીને ગ્રહણ કર્યો.
પછી આચાર્યે ગર્દભિલ્લને કહ્યું: હે લજ્જારહિત! તે સાધ્વી માટે પાપની હઠથી આ ભવ અને પરભવની અપેક્ષાથી રહિત તેં ભૂલ કરી છે. હે અનાર્ય! તેં તીર્થંકરોને પણ પૂજ્ય સંઘની આશાતના કરી છે. તે અપરાધરૂપ વૃક્ષના કુસુમની ઉત્પત્તિને તું પામ્યો છે. વળી અનેક દુ:ખોથી ભયંકર એવા અનંતભવસાગરમાં જે ભમીશ તે ફલને પણ ભોગવીશ. તેથી હજી પણ જિનદીક્ષાને ગ્રહણ કર. જિનદીક્ષાથી કંઇક પણ પાપથી છૂટકારો થાય. સૂરિ કરુણાથી આ પ્રમાણે કહે છે ત્યારે તે રાજા અતિશય વધારે દુ:ખી થાય છે. તેથી આચાર્યે કહ્યું: મહાન અને દુ:સહ સંસારદુઃખોનું ઉપાર્જન કરનારા તમારા જેવાઓને પણ સુખનું ભાજન કરવા માટે કોણ સમર્થ થાય? અમારા ધર્મનું મૂળ જીવદયા છે. તેથી તું મરાયો નથી. ઇત્યાદિ ઘણો તિરસ્કાર કરીને તેને છોડાવ્યો. પછી શક રાજાઓથી દેશનિકાલ કરાયેલો દીન તે ભમે છે. તેના કર્મના દોષથી (અથવા તે પાપકાર્યના દોષથી) અનંત સંસારમાં પરિભ્રમણ કરશે.
હવે આચાર્ય જે શાહિના નગરમાં પહેલા રહ્યા હતા શાહિ ઉજ્જૈનીનો રાજા થયો અને અન્ય રાજાઓ સામંત થયા. જેણે આલોચન-પ્રતિક્રમણ કર્યું છે એવી બહેનને આચાર્યે સંયમમાં સ્થાપિત કરી. તે રાજાઓ સગફૂલથી આવ્યા હોવાથી શકરાજાઓ તરીકે પ્રસિદ્ધ થયા. શક રાજાઓનો જિનપ્રવચન પ્રભાવનામાં તત્પર વંશ વૃદ્ધિ પામતાં કાલાંતરે શ્રી વિક્રમાદિત્ય રાજા થયો. તે શકવંશને હણીને રાજા થયો. તેણે લોકોને ઋણરહિત કર્યા અને પોતાનો આ સંવત્સર પ્રવર્તાવ્યો. તેના વિક્રમકાલના એકસો પાંત્રીસ વર્ષ વીતે છતે તેના પણ વંશને ઉખેડીને ફરી પણ શક રાજા થયો. તેણે પરિવર્તન કરીને લોકમાં પોતાનો સંવત્સર સ્થાપ્યો. (૭૫)
લાટદેશ અને ભૃગુકચ્છ વગેરે સ્થાનોમાં વિહાર કરતા કાલકસૂરિ કાળે કરીને પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા. ત્યાં શ્રી શાલિવાહન રાજા પરમ શ્રાવક છે, આચાર્યની ઘણી ભક્તિ કરે છે. ત્યાં ભાદરવા સુદ પાંચમના દિવસે ઇંદ્રમહોત્સવ થાય છે. તેથી રાજા વિનયથી આચાર્યને કહે છે કે પર્યુષણ છઠ્ઠના કરો. કારણ કે પાંચમના લોકોનું અનુસરણ કરવામાં તત્પર મારાથી ચૈત્યોની પૂજા કરી ન શકાય. આચાર્ય કહે છે કે, હે રાજન! પર્યુષણ ક્યારે પણ પંચમીની રાત્રિનું ઉલ્લંઘન ન કરે, અર્થાત્ પંચમીની રાત્રીનું ઉલ્લંઘન કરીને પર્યુષણ